શુ તમે જાણો છો…5000 વર્ષ પૂર્વે પુરાણોમાં વ્યાસે ભાખેલું મૌર્યો-મુગલો ને અંગ્રેજોનું ભાવિ!

vyasji

નોંધઃ તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.

– સૂર્ય, બ્રહ્માંડ, તિથિ, વાર, મહિનાઓનું સર્જન, પહાડો, સમુદ્રો, નદીઓના સર્જનના રહસ્યોને છુપાવીને બેઠા છે આપણા પુરાણો

– પુરાણોમાં 5000 વર્ષ પૂર્વે વેદ વ્યાસે ભાખેલું શિવાજીથી માંડી રાણી વિક્ટોરીયા સુધીનાઓનું ભાવિ

– ઈસાના ભારત આગમન તથા મોહમ્મદ અને કુતુબુદીન એબકનો ઉલ્લેખ આ પુરાણોમાં આપવામાં આવ્યો છે

– વિક્રમ બેતાલ તથા બેતાલ પચ્ચીસીની કથાઓનું પણ વર્ણન આપવામાં આવ્યું છે

પુરાણ શબ્દનો અર્થ છે પ્રાચીન કથા. પુરાણ વિશ્વ સાહિત્યનો સૌથી પ્રાચીન ગ્રંથ છે. તેમાં લખવામાં આવેલ જ્ઞાન અને નૈતિકતાની વાતો આજે પ્રાસંગિક, અમૂલ્ય તથા માનવ સભ્યતાની આધારશિલા છે. વેદોની ભાષા તથા શૈલી કઠિન છે. પુરાણ એ જ્ઞાનનું સહજ તથા રોચક સંસ્કરણ છે. તેમાં જટિલ તથ્યોને કથાઓના માધ્યમથી સમજાવવામાં આવી છે. પુરાણોનો વિષય નૈતિકતા, વિચાર, ભૂગોળ, ખગોળ, રાજનીતિ, સંસ્કૃતિ, સામાજિક પરંપરાઓ, વિજ્ઞાન તથા અન્ય વિષયો છે.

મહર્ષિ વેદવ્યાસે 18 પુરાણોને સંસ્કૃત ભાષામાં સંકલન કર્યું છે. બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ એ પુરાણોના મુખ્ય દેવ છે. ત્રિમૂર્તિના દરેક ભગવાન સ્વરૂપોને છ પુરાણ સમર્પિત કર્યા છે. આજે જાણીએ 18 પુરાણો વિશે. પરંતુ તે પહેલા તેના રચિયતા વેદ વ્યાસ વિશે સક્ષિપ્તમાં પરિચય પણ જાણી લો.

વેદ વ્યાસનો સંક્ષિપ્ત પરિચયઃ-

વ્યાસ (સંસ્કૃત: व्यास) મોટાભાગની હિંદુ પરંપરાઓમાં કેન્દ્રીય અને સન્માનનીય સ્થાન ધરાવે છે. મહાભારત ગ્રંથના રચયિતાના રુપમાં આપણે તેમને જાણીએ છીએ. તેઓ ઋષિ પરાશર અને મત્સ્ય કન્યા સત્યવતીના પુત્ર છે. તેમને વેદવ્યાસ (જેણે વેદોની રચના કરી છે તે.) અને જન્મથી વર્ણે શ્યામ હોવાથી તથા એક દ્વિપ પર જન્મ્યા હોવાથી કૃષ્ણ દ્વૈપાયન પણ કહેવાયા. તેમને વેદ અને તેની પછીની પૂર્તિઓ જેમ કે પુરાણો આદિના રચયિતા તરીકે તેમને વંદનીય માનવામાં આવે છે. ઘણી વૈષ્ણવ પરંપરાઓ તેમને વિષ્ણુનો અવતાર માને છે. તેઓ વિશ્વના આઠ ચિરંજીવી (અમર)માંનાં એક છે જે સામાન્ય હિંદુ માન્યતા અનુસાર હજી પણ વિહરમાન છે. તેમને રચેલી 18 રચનાઓને આધારે સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિથી લઈને દેવો, આખા બ્રહ્માંડ તથા બધા જ વંશજો, અવતારોની લીલાઓને તેમના આ 18 પુરાણોમાં સમાવી છે.

જાણો આ 18 પુરાણો વિશે સંક્ષિપ્તમાં….

1-બ્રહ્મ પુરાણઃ- (Brhma Purana)–

બ્રહ્મ પુરાણ સૌથી પ્રાચીન ગ્રંથ છે. આ પુરાણમાં 246 અધ્યાય તથા 14000 શ્લોક છે. આ ગ્રંથમાં બ્રહ્માની મહાનતા સિવાય સૃષ્ટિની ઉત્પત્તિ, ગંગા આવતરણ તથા રામાયણ અને કૃષ્ણાવતારની કથાઓ સંકલિત છે. આ ગ્રંથથી સૃષ્ટિની ઉત્પત્તિથી લઈને સિન્ધુ ઘાટી સભ્યતા સુધી કોઈને કોઈ જાણકારી પ્રાપ્ત કરી શકાય છે.

2-પદ્મ પુરાણ(Padma Purana)-

પદ્મ પુરાણમાં 55000 શ્લોક છે અને આ ગ્રંથ પાંચ ખંડોમાં વહોંચાયેલો છે. જેના ના સૃષ્ટિખંડ, સ્વર્ગખંડ, ઉત્તરખંડ, ભૂમિખંડ તથા પાતાળખંડ છે. આ ગ્રંથમાં પૃથ્વી, આકાશ તથા નક્ષત્રોની ઉત્પત્તિ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાર પ્રકારના જીવોની ઉત્પત્તિ થાય છે જેને ઉદિભજ, સ્વેદજ, અણડજ તથા જરાયુઝની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. આ વર્ગીકરણ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે. ભારતના બધા પર્વતો તથા નદીઓ વિશે પણ વિસ્તૃતત વર્ણન કરવામાં આવ્યું છે. આ પુરાણમાં શકુન્તલા દુષ્યંતથી લઈને ભગવાન રામ સુધી અનેક પૂર્વજોનો ઈતિહાસ છે. શકુન્તલા દુષ્યંતના પુત્ર ભરતના નામથી આપણા દેશનું નામ જમ્બૂદીપથી ભરતખંડ અને ત્યારબાદ ભારત પડ્યું હતું.

3- વિષ્ણુ પુરાણ (Vishnu Purana)-

વિષ્ણુ પુરાણમાં 6 અંશ તથા 23000 શ્લોક છે. આ ગ્રંથમાં ભગવાન વિષ્ણુ, બાળક ધ્રુવ તથા કૃષ્ણાવતારની કથાઓ સંકલિત છે. તે સિવાય સમ્રાટ પૃથુની કથા પણ સામેલ છે જેના કારણે આપણી ધરતીનું નામ પૃથ્વી પડ્યું હતું. આ પુરાણમાં સૂર્યવંશી તથા ચંદ્રવંશી રાજાઓનો ઈતિહાસ છે. ભારતની રાષ્ટ્રીય ઓળખ સદીઓ જૂની છે જેનું પ્રમાણ વિષ્ણુ પુરાણના નિચે લખેલ શ્લોકમાં પ્રાપ્ત થાય છેઃ

उत्तरं यत्समुद्रस्य हिमाद्रेश्चैव दक्षिणम्।
वर्षं तद भारतं नाम भारती यत्र सन्ततिः।

(સાધારણ શબ્દોમાં કહીએ તો તેનો અર્થ છે તે ભૌગોલિક ક્ષેત્ર જે હિમાલય તથા દક્ષિણમાં સાગરથી ઘેરાયેલુ છે ભારત દેશ છે તથા તેમાં નિવાસ કરનાર બધા જન ભારત દેશના જ સંતાન છે) ભારત દેશ અને ભારત વાસીઓની તેનાથી સ્પષ્ટ ઓળખ બીજી કંઈ હોઈ શકે છે? વિષ્ણુ પુરાણ વાસ્તવમાં એક ઐતિહાસિક ગ્રંથ છે.

4-શિવપુરાણ (Shiva Purana)–

શિવપુરાણમાં 24000 શ્લોક છે તથા તે સાત સંહિતામાં વિભાજિત છે. આ ગ્રંથમાં ભગવાન શિવની મહાનતા તથા તેમના સાથે સંબંધિત ઘટનાઓને દર્શાવવામાં આવી છે. આ ગ્રંથને વાયુ પુરાણ કહે છે. તેમાં કૈલાસ પર્વત, શિવલિંગ તથા રુદ્રાક્ષનું વર્ણન અને મહત્વ, સપ્તાહના દિવસોના નામોની રચના, પ્રજાપતિ તથા કામ ઉપર વિજય પ્રાપ્ત કરવા સાથે સુધીનું વર્ણન કરવામાં આવ્યું છે. સપ્તાહના દિવસોના નામ આપણા સૌર મંડળના ગ્રંથો ઉપર આધારિત છે અને આજે પણ લગભગ સમસ્ત વિશ્વમાં પ્રયોગ કરવામાં આવે છે.

5- ભાગવત પુરાણ (Bhagwata Purana)–

ભાગવત પુરાણમાં 18000 શ્લોક છે તથા 12 સ્કંધ છે. આ ગ્રંથમાં અધ્યાત્મિક વિષયોનો વાર્તાલાપ છે. ભક્તિ, જ્ઞાન તથા વૈરાગ્યની મહાનતાને દર્શાવવામાં આવી છે. વિષ્ણુ અને કૃષ્ણાવતારની કથાઓ સિવાય મહાભારત કાળ પહેલાના અનેક રાજાઓ, ઋષિ મુનિઓ તથા અસુરોની કથાઓ પણ સંકલિત છે. આ ગ્રંથમાં મહાભારત યુદ્ધ પછી શ્રીકૃષ્ણના દેહત્યાગ, દ્વારિકા નગરીનું જળમગ્ન થવા અને યદુવંશીઓના નાશ સુધીની કથાઓનું વર્ણન કરવામાં આવ્યું છે.

6-નારદ પુરાણ (Narad Purana)-

નારદ પુરાણમાં 25000 શ્લોક છે તથા તેના બે ભાગ છે. આ ગ્રંથમાં બધા 18 પુરાઓનો સાર આપવામાં આવ્યો છે. પ્રથમ ભાગમાં મંત્ર તથા મૃત્યુ પછીના ક્રમ વગેરેનું વિધાન છે. ગંગા અવતરણની કથા પણ વિસ્તાર પૂર્વક આપવામાં આવી છે. બીજા ભાગમાં સંગીતના સાત સ્વરો, સપ્તકના મન્દ્ર, મધ્ય તથા તાર સ્થાનો, મૂર્છનાઓ, શુદ્ધ તથા કૂટ તાનો અને સ્વરમંડળનું જ્ઞાન લખેલું છે. સંગીત પદ્ધતિનું આ જ્ઞાન આજે પણ ભારતીય સંગીતનો આધાર છે. ત્યાર હાલના પાશ્ચાત્ય સંગીતની ચક્કાચોધથી ચકિત થઈ જાય છે તેની માટે ઉલ્લેખનીય તથ્ય એ છે કે નારદ પુરાણને અનેક શતાબ્દીઓ સુધી પણ પાશ્ચાત્ય સંગીતમાં માત્ર પાંચ સ્વર જ હતા તથા સંગીતની થિયોરીનો વિકાસ શૂન્ય બરાબર હતો. મૂર્છનાઓના આધારે જ પાશ્ચાત્ય સંગીતના સ્કેલ બન્યા છે.

7-માર્કેન્ડેટ પુરાણ (Markandeya Purana)–

અન્ય પુરાણોની અપેક્ષાએ આ નાનુ પુરાણ છે. માર્કન્ડેય પુરાણમાં 9000 શ્લોક તથા 137 અધ્યાય છે. આ ગ્રંથમાં સામાજિક ન્યાય અને યોગ વિશે ઋષિ માર્કન્ડેય તથા ઋષિ જૈમિનીની વચ્ચે વાર્તાલાપ છે. તે સિવાય ભગવતી દુર્ગા તથા શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી કથાઓ પણ સંકલિત છે.

8-અગ્નિ પુરાણ(Agni Purana)–

અગ્નિ પુરાણમાં 383 અધ્યાય તથા 15000 શ્લોક છે. આ પુરાણને ભારતીય સંસ્કૃતિનો જ્ઞાનકોષ(એનસાઈક્લોપીડિયા) કહી શકે છે. આ ગ્રંથમાં મત્સ્યઅવતાર, રામાયણ તથા મહાભારતની સંક્ષિપ્ત કથાઓ પણ સંકલિત છે. તે સિવાય અનેક વિષયો ઉપર વાર્તાલાપ છે જેમાં ધનુર્વેદ, ગાન્ધર્વ વેદ તથા આયુર્વેદ મુખ્ય છે. ધનુર્વેદ, ગાન્ધર્વ વેદ તથા આયુર્વેદના ઉપવેદ પણ કહેવામાં આવે છે.

9- ભવિષ્ય પુરાણ (Bhavishya Purana)–

ભવિષ્ય પુરાણમાં 129 અધ્યાય તથા 28000 શ્લોક છે. આ ગ્રંથમાં સૂર્યનું મહત્વ, વર્ષના 12 મહિનાનું નિર્માણ, ભારતના સમાજિક, ધાર્મિક તથા શૈક્ષણિક વિધાનો વગેરે અનેક વિષયો ઉપર વાર્તાલાપ છે. આ પુરાણોમાં સાપોની ઓળખ, ઝેર તથા વિષદંશ સંબંધી જાણકારી આપવામાં આવી છે. આ પુરાણની અનેક કથાઓ બાઈબલની કથાઓ સાથે મેળ ખાય છે. આ પુરાણમાં પ્રાચીન રાજવંશો સિવાય ભવિષ્યમાં આવનાર નંદવશ, મૌર્યવંશ, મુગલ વંશ, છત્રપતિ શિવાજી તથા મહારાણી વિક્ટોરિયા સુધીનો વૃતાન્ત પણ આપવામાં આવ્યો છે. ઈસાના ભારત આગમન તથા મોહમ્મદ અને કુતુબુદીન એબકનો ઉલ્લેખ પણ આ પુરાણમાં આપવામાં આવ્યો છે. તે સિવાય વિક્રમ બેતાલ તથા બેતાલ પચ્ચીસીની કથાઓનું પણ વર્ણન આપવામાં આવ્યું છે. સત્ય નારાયણની કથા પણ આ પુરાણથી જ લેવામાં આવી છે.

10- બ્રહ્મ વૈવર્ત પુરાણ(Brahma Vaivarta Purana)–

બ્રહ્માવિર્તા પુરાણમાં 18000 શ્લોક તથા 218 અધ્યાય છે. આ ગ્રંથમાં બ્રહ્મા, ગણેશ, તુલસી, સાવિત્રી, સરસ્વતી તથા કૃષ્ણની મહાનતાને દર્શાવવામાં આવ્યું છે તથા તેની સાથે જોડાયેલી કથાઓ સંકલિત છે. આ પુરાણમાં આયુર્વેદ સંબંધી જ્ઞાન પણ સંકલિત છે.

11- લિંગ પુરાણ (Linga Purana)–

લિંગ પુરાણમાં 11000 શ્લોક અને 163 અધ્યાય છે. સૃષ્ટિની ઉત્પત્તિ તથા ખગોળીય કાળમાં યુગ, કલ્પ વગેરેની તાલિકાનું વર્ણન છે. રાજા અંબરિશની કથા પણ આ પુરાણમાં લિખિત છે. આ ગ્રંથમાં અઘોર મંત્રો તથા અઘોર વિદ્યા સાથે સમ્બન્ધમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

12- વરાહ પુરાણ (Varaha Purana)

વરાહ પુરાણમાં 217 સ્કંધ તથા 1000 શ્લોક છે. આ ગ્રંથમાં વરાહ અવતારની કથા સિવાય ભાગવત ગીતા મહામાત્યાનું પણ વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. આ પુરાણમાં સૃષ્ટિના વિકાસ, સ્વર્ગ, પાતાળ તથા અન્ય લોકોનું વર્ણન પણ આપવામાં આવ્યું છે. શ્રાદ્ધ પદ્ધતિ, સૂર્યના ઉત્તરાયણ તથા દક્ષિણાયન વિચરણ, અમાસ અને પૂનમ(પૂર્ણમાસી)ના કારણોનું વર્ણન છે. મહત્વની વાત એ છે કે જે ભૂગૌલિક અને ખગોળીય તથ્યો આ પુરાણમાં સંકલિત છે તે તથ્ય પાશ્ચાત્ય જગતના વૈજ્ઞાનિકોએ પંદરમી શતાબ્દી પછી જાણ થયા હતા.

13 સ્કંદ પુરાણ (Linga Purana)–

સ્કંદ પુરાણ સૌથી વિશાળ પુરાણ છે તથા આ પુરાણમાં 81000 શ્લોક અને છ ખંડ છે. સ્કંદ પુરાણમાં પ્રાચીન ભારતનો ભૌગોલિક વર્ણન ચે જેમાં 27 નક્ષત્રો, 18 નદીઓ, અરુણાચલ પ્રદેશનું સૌંદર્ય, ભારતમાં સ્થિત 12 જ્યોતિર્લિંગો, તથા ગંગા અવતરણનું આખ્યાન સામેલ છે. આ પુરાણમાં સ્યાહાદ્રી પર્વત શ્રૃંકલા તથા કન્યા કુમારી મંદિરનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. આ પુરાણમાં સોમદેવ, તારા તથા તેમના પુત્ર બુદ્ધ ગ્રહની ઉત્પત્તિની અલંકારમયી કથા પણ છે.

14 વામન પુરાણ (Vamana Purana)-

વામન પુરાણમાં 95 અધ્યયા તથા 10000 શ્લોક તથા બે ખંડ છે. આ પુરાણનો પ્રથમ ખંડ જ ઉપલબ્ધ છે. આ પુરાણમાં વામન અવતારની કથા વિસ્તાર પૂર્વક કહેવામાં આવી છે જે ભરૂચકચ્છ(ગુજરાત)માં થયો હતો. તે સિવાય આ ગ્રંથમાં પણ સૃષ્ટિ, જમ્બૂદીપ તથા અન્ય સાત દ્વીપોની ઉત્પત્તિ, પૃથ્વીની ભૌગોલિક સ્થિતિ, મહત્વના પર્વતો, નદીઓ તથા ભારતના ખંડોનો ઉલ્લેખ છે.

15- કૂર્મા પુરાણ (Kurma Purana)–

કૂર્મા પુરાણમાં 18000 શ્લોક તથા ચાર ખંડ છે. આ પુરાણમાં ચારો વેદોનો સાદ સંક્ષિપ્ત રૂપમાં આપવામાં આવ્યો છે. કૂર્મા પુરાણમાં કૂર્મા અવતાર સાથે સંબંધિત સાગર મંથનની કથાનું વિસ્તાર પૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં બ્રહ્મા, શિવ, વિષ્ણુ, પૃથ્વી, ગંગાની ઉત્પત્તિ, ચારેય યુગો, માન જીવનના ચાર આશ્રમ ધર્મો તથા ચંદ્રવંશી રાજાઓ વિશેનું વર્ણન મળે છે.

16 -મત્સ્ય પુરાણ (Matsya Purana)–

મતસ્ય પુરાણમાં 290 અધ્યયા તથા 14000 શ્લોક છે. આ ગ્રંથમાં મતસ્ય અવતારની કથાનો વિસ્તાર પૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સૃષ્ટિની ઉત્પત્તિ આપણા સૌર મંડળના બધા ગ્રહો, ચાર યુગો તથા ચંદ્રવશી રાજાઓનો ઈતિહાસ વર્ણિત છે. કચ, દેવયાની, શર્મિષ્ઠા તથા રાજા યયાતિની રોચક કથાઓ પણ આ પુરાણમાં છે.

17- ગરુડ પુરાણ (Garuda Purana)–

ગરુડ પુરાણમાં 279 અધ્યયા તથા 18000 શ્લોક છે. આ ગ્રંથમાં મૃત્યુ પછીની ઘટનાઓ, પ્રેત લોક, યમ લોક, નરક તથા 84 યોનીઓના નરક સ્વરૂપી જીવન વગેરે વિશે વિસ્તારથી બતાવવામાં આવ્યું છે. આ પુરાણમાં અનેક સૂર્યવંશી તથા ચંદ્રવંશી રાજાઓનું વર્ણન પણ મળે છે. સાધારણ લોકો આ ગ્રંથને વાંચતા ખચકાય છે કારણ કે આ ગ્રંથમાં કોઈ પરિચિતના મૃત્યુ પછી વાંચવામાં આવે છે. વાસ્તવમાં આ પુરાણમાં મૃત્યુ પછી પુનર્જન્મ થાય ત્યારે ગર્ભમાં સ્થિત ભ્રૂણની વૈજ્ઞાનિક અવસ્થા સાંકેતિક રૂપમાં વખાણવામાં આવી છે. જેને વૈતરણી નદી વગેરેની સંજ્ઞા આપવામાં આવી છે. સમસ્ત યૂરોપમાં એ સમય સુધી ભ્રૂણના વિકાસ વિશે કોઈ પણ વૈજ્ઞાનિક જાણકારી ન હતી.

18- બ્રહ્માંડ પુરાણ (Brahmanda Purana)-

બ્રહ્માંડ પુરાણમાં 12000 શ્લોક તથા પૂર્વ, મધ્ય તથા ઉત્તર ત્રણ ભાગ છે. એવી માન્યતા છે કે અધ્યાત્મ રામાયણ પહેલા બ્રહ્માંડ પુરાણનો જ એક અંશ હતો જે અત્યાર સુધી પૃથક(અલગ) ગ્રંથ છે. આ પુરાણમાં બ્રહ્માંડમાં રહેલા ગ્રહો વિશેનું વર્ણન છે. અનેક સૂર્યવંશી તથા ચંદ્રવંશી રાજાઓનો ઈતિહાસ સંકલિત છે. સૃષ્ટિની ઉત્પત્તિના સમયથી લઈને અત્યાર સુધી સાત મનોવન્તર(કાળ) વીતી ચૂક્યા છે જેનું વિસ્તરિત વર્ણન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. પરશુરામની કથા પણ આ પુરાણમાં આપવામાં આવી છે. આ ગ્રંથને વિશ્વનો પ્રથમ ખગોળશાસ્ત્રનો ગ્રંથ પણ કહી શકાય. ભારતના ઋષિ આ પુરાણના જ્ઞાનને ઈન્ડોનેશિયા પણ લઈ ગયા હતા જેના પ્રમાણ ઈન્ડોનેશિયાની ભાષામાં મળે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

રત્નો મોંઘા પડતા હોય તો આ ઉપ-રત્નોથી મેળવો જીવનની દરેક સમસ્યાઓ થી છુટકારો..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

જાણો…ફિલ્મોના શુટિંગ દરમિયાન આ Gadgets અને Technology નો થાય છે ઉપયોગ..!!

film

ફિલ્મો દર્શકોના મનોરંજન માટે બનાવવામાં આવે છે. ફિલ્મમાં હિરો-હિરોઇન સાથે ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને ફિલ્મ સાથે જોડાયેલી ટીમ પણ સામેલ હોય છે. આ ટીમ પોતાની કેટલાય મહિનાઓની મહેનત બાદ એક એવી ફિલ્મ બનાવે ચે જે દર્શકોને ભરપૂર મનોરંજન આપે આપી શકે. કેટલીક વખત ફિલ્મનુ નિર્માણ કરતા વર્ષોના વર્ષો વીતી જતા હોય છે. દર્શકો ફિલ્મને એક સારા થિયેટરમાં સારી સાઉન્ડ સિસ્ટમમાં ફિલ્મને જોઇને આનંદ લેતા હોય છે પરંતુ શુ તમે જાણો છો ફિલ્મ કેવી રીતે બનાવવામાં આવે છે અને કેટકેટલી ટેક્નોલોજી અને ગેજેટ્સનો ઉપયોગ કરવામાં આવે છે? અહિયા દિવ્યભાસ્કર.કોમ “મુવી ટેક” સીરીજ અંતર્ગત તમને ફિલ્મ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી અને ગેજેટ્સ વિશે જણાવી રહ્યુ છે જેમાં કેમેરા, લાઇટ્સ, ઇફેક્ટ્સ, એડિટિંગ સોફ્ટવેર છે.

કેમેરાઃ

કોઇ પણ ફિલ્મ કે વીડિયોને બનાવવા માટે સૌ પ્રથમ કેમેરાની જરૂર પડે છે. કેમેરાની મદદતી ફિલ્મને શુટ કરી શકાય છે. ક્યારેક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બ્લેક એન્ડ વ્હાઇટ કેમેરાનો ઉપયોગ થતો હતો. પરંતુ હાલમાં હાઇટેક જમાનામાં 5K (5120×2880 પિક્સલ રિઝોલ્યુશન) વાળા કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેમેરામાં શૂટ થતી ફિલ્મો ફુલ HD ક્વોલિટીથી પણ સારી હોય છે.

વર્ષ 1910 માં ફિલ્મના શુટિંગ માટે Aeroscope કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હાથમાં પકડી શકાય તેવો પહેલો કેમેરો હતો. ત્યાર બાદ ધીરે ધીરે કેમેરાની ટેક્નોલોજી બદલાતી ગઇ અને અત્યારે ફિલ્મોના નિર્માણ માટે ડિઝિટલ કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં મોટે ભાગે Arri કંપનીના કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે સાથે RED, Sony, JVC, Canon કંપનીના કેમેરા પણ ફિલ્મના શુટિંગ માટે ઉપયોગમાં લેવાય છે.

કેમેરા સ્ટેન્ડ :

ફિલ્મના શોટ્સને ફિક્ત ફ્રેમ અને સ્ટેબલ શુટ કરવી ખૂબ જરૂરી હોય છે. તેના માટે કેમેરા સ્ટેન્ડની ખૂબજ મહત્વની ભુમિકા હોય છે. આ સ્ટેન્ડ કેટલાય પ્રકારના હોય છે. જેમાં ટ્રોલી સ્ટેન્ડ, ટ્રેક સ્ટેન્ડ, ટ્રાઇપોડનો ઉપયોગ થાય છે.

– ટ્રાઇપોડ : ટ્રાઇપોડ કોઇપણ કેમેરામાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતુ સ્ટેન્ડ છે. ટ્રાઇપોડમાં કેમેરો રાખીને શોટ્સ પ્રમાણે તેને મુવ પણ કરી શકાય છે જેથી શોટ્શની ક્વોલિટી સારી આવે છે.

-ટ્રોલી સ્ટેન્ડ : આ સ્ટેન્ડમાં કેમેરાને લટકાવીને રાખવામાં આવે છે. અથવા તો ટ્રોલીમાં કેમેરામેન ખુદ બેસીને શુટ કરે છે. આ સ્ટેન્ડ દેખાવમાં ક્રેન જેવુ હોય છે. જેમાં કેમેરામેન બેસીને હવામાં મુવ કરે છે અને ટોપ એંગલથી ફિલ્મનો શોટ્સ કવર કરે છે.

– ટ્રેક સ્ટેન્ડઃ આ સ્ટેન્ડ રેલના પાટા જેવી હોય છે. પાટા પર ફરી શકે તેવુ સ્ટેન્ડ હોય છે તેના પર બેસી કેમેરામેન લેફ્ટ રાઇટ મુવ કરીને શોટ્સ લઇ શકે છે.

ડ્રોન કેમેરા :

એક સમયે ફિલ્મના શોટ્સ વધારે ઉપરથી લેવા માટે હેલિકોપ્ટ અથવા તો ઉંચી બિલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ હવે એ કામ ડ્રોન કેમેરાની મદદથી કરવામાં આવે છે. રિમોટથી કંન્ટ્રોલ કરી શકાતા ડ્રોનને હવામાં ખુબ ઉંચાઇઉ સુધી ઉડાવી શકાય છે. એટલુ જ નહી તે કેમેરાની મદદથી પહાડોની ઉપર, દરિયાની ઉપર, જંગલમાં સરળતાથી શોટ્સ લઇ શકે છે એવામાં ડ્રોન કેમેરો હવે ફિલ્મોમાં ખુબજ ઉપયોગી ગેજેટ્સ બન્યુ છે.

નેગેટિન(રિલ) અથવા મેમરી:

ફિલ્મો શુટ કરતી વખતે કેમેરામાં રિલ(નેગેટિવ)નો ઉપયોગ કરવામાં આવે છે. જો કે હવે રિલની જગ્યાએ મેમરી કાર્ડનો વધારે ઉપયોગ કરવામાં આવે છે સાથે સાથે હાર્ડ ડિસ્કનો ઉપયોગ પણ કરવામાં આવે છે. હાલમાં કેમેરા એડવાન્સ ટેક્નોલોજી સાથે આવે છે. જેમાં મેમરી કાર્ડ અને હાર્ડ ડિસ્કની સુવિધા ઉપલબ્ધ હોય છે. ફિલ્મને મેમરી કાર્ડ કે હાર્ડ ડિસ્કમાં શુટ કરી તેની કેટલીય રિલ તૈયાર કરવામાં આવે છે. અને દુનિયાભરના થિયેટરોમાં મોકલવામાં આવે છે .

કોમ્પ્યુટર્સ અથવા તો લેપટોપઃ

ફિલ્મનુ શુટિંગ પુરૂ થાય એટલે તે વીડિયો ક્લિપ્સને એડિટ કરવામાં આવે છે. તે માટે હેવી કોમ્પ્યુટર્સ અથવા તો લેપટોપનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે એવી કોઇ સિસ્ટમ ફિક્સ નથી પરંતુ હેવી પ્રોસેસર અને વધારે રેમ હોવી જરૂરી છે. સાથે સાથે સિસ્ટમમાં વધારે ગ્રાફિક્સ કાર્ડ હોવુ પણ જરૂરી છે. જેથી સિસ્ટમમાં વીડિયો એડિટિંગ માટે હેવી સોફ્ટવેર ઇંસ્ટોલ કરી શકાય અને વીડિયોમાં ઇફેક્ટ્સ આપી શકાય

સોફ્ટવેર:

કેટલીક ફિલ્મોમાં કેટલાય પ્રકારના સોફ્ટવેરની જરૂર પડતી હોય છે તેમાં ગ્રાફિક્સની સાથે સાથે કેટલીક સ્પેશ્યલ ઇફેક્ટ્સ અને કેટલાક કેરેક્ટર્સને ડિઝાઇન કરવામાં આવે છે. Eyeon Fusion એક એવો પાવરફુલ નોડ આધારિત કમ્પોઝિશન સોફ્ટવેર છે, જે ફિલ્મો, ટેલીવિઝન, વિજ્ઞાપનો, વાસ્તુકલામાં વધારે ઉપયોગમાં લેવાય છે. આ સોફ્ટવેરની મદદથી 3ડી એનિમેશન અને VFX કામ કરી શકાય છે.

* આ સોફ્ટવેર્સ પર પણ કામ કરી શકાય છે:

– Autodesk 3dsmax
– Autodesk Maya
– ZBrush
– Motion Builder
– Stop Motion Pro
– V-Ray
– Adobe After Effects
– Adobe Photoshop
– Final Cut Pro
– Adobe Premiere
– Nuke
– GameBryo

* ઇફેક્ટ્સ :

– વિઝ્યુઅલ ઇફેક્ટ્સ(VFX)

ફિલ્મમેકિંગ દરમિયાન વિઝ્યુઅલ ઇફેક્ટ્સ(VFX) થી કોઇ પણ સીનને અલગ કરી શકાય છે. એટલે કે શુટિંગ દરમિયાન કોઇ નાની વસ્તુને મોટી બતાવી શકાય છે. તેને Computer Generated Imagery (CGI) પણ કહેવામાં આવે છે.

– સ્પેશ્યલ ઇફેક્ટ્સ(SFX)

સીધુ કહેવામાં આવે તો સ્પેશ્યલ ઇફેક્ટ્સની મદદથી દર્શકોને દગો આપવામાં આવે છે. એક એવો સીન ક્રિએટ કરવામાં આવે છે જે વાસ્તવિક્તામાં ફિલ્માવ્યો નથી હોતો પરંતુ ફિલ્મોમાં દર્શાવવામાં આવે છે. આવા પ્રકારના સિનને સ્પેશ્યલ ઇફેક્ટસની મદદતી કરવામાં આવે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.

નોકરી ઈચ્છુક માટે રીઝયુમ બનાવવાની પ્રભાવશાળી ટિપ્સ..!!
નોકરી મેળવવા ઈન્ટરવ્યુ પહેલાં આટલી તૈયારી કરી લો…!!!
365 WAYS TO GET RICH…!!!
બનવા માંગો છો ઉદ્યોગ સાહસિક તો આ 5 ફિલ્મ તમને કરશે મદદ…!!!
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
WHATSAPP યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
આ રીતે જાણો ક્યારે થઇ રહ્યું છે તમારા એકાઉન્ટનું હૈકિંગ, જાણો બચાવની ટિપ્સ
બેંક મિત્ર બનીને કરો કમાણીઃ મળશે પગાર અને કમીશન, વાંચો શું છે યોજના
લોન્ચ થયું WHASTAPPનું પીસી વર્ઝન, કમ્પ્યુટર અને લેપટોપમાં કરાશે યુઝ
ટેકનોલોજી ની આ વાતો તમે નહી જાણી હોય તો તમે કાંઇ નથી જાણયું…!!

કાળા મરીના 5 દાણાનો ચમત્કારી ઉપાય કરો, ઝડપથી મેળવશો ધન લાભ

kaala mari

આજના સમયમાં બહુ ઓછા લોકો હોય છે જે પોતાના ધન સંબંધી વિષયોમાં સંતુષ્ટ હોય છે. ધન માટે સખત મહેનત તો બધાં કરે છે પરંતુ અમુક લોકો જ પોતાની મહેનત મુજબ પરિણામ મેળવી શકે છે. ધનની કમીને પાછળ અનેક કારણો હોઈ શકે છે. આ કારણોમાં જન્મકુંડળીના ગ્રહ દોષ પણ હોઈ શકે છે. દો તમે પણ જન્મકુંડળીના દોષનું નિવારણ ઈચ્છો છો તો અહીં તમારા માટે કેટલાક ખાસ ઉપાય બતાયા છે. આ ઉપાય કરવાથી તમારા કાર્યોમાં ચમત્કારી રીતે સકારાત્મક ફળ પ્રાપ્ત કરી શકશો.

જ્યોતિષીય ઉપાય કેટલીક સામાન્ય અને નાની-નાની વસ્તુઓથી પણ થઈ શકે છે. આ વસ્તુઓમાં કાળી મરી મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ દોષ હોય તો તે ધન સંબંધી મામલાઓમાં પણ સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. ગ્રહ દોષને કારણે જ તેને સુખ મળતું નથી. જો યોગ્ય જ્યોતિષીય ઉપચાર કર્યો તો વ્યક્તિ પૈસાની પરેશાનીઓથી છુટકારો મેળવી શકે છે.

જ્યોતિષના અલગ-અલગ ઉપાયોમાં વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે.

જાણો, કાળા મરીનો ચમત્કારી ઉપાય:

જો તમે માલામાલ બનવા માગો છો તો કાળી મરીના પાંચ દાણાનો ઉપાય કરવો. ઉપાય મુજબ કાળી મરી પાંચ દાણા લેવા અને તેને પોતાના માથા પરથી સાતવાર વારી લેવું. ત્યારબાદ કોઈ ચાર રસ્તા પર ઉભા રહીને અથવા કોઈ એકાંત સ્થાન પર ચાર મરીના દાણા ચાર દિશામાં નાખી દેવા. ત્યારબાદ પાંચમા દાણાને ઉપર આસમાનમાં ફેંકી દેવું. ત્યારબાદ પાછળ જોયા વિના ઘરે પરત આવવું.

આ એક એવો ટોટકો છે જેના વિશે એવું માનવામાં આવે છે કે જે કોઈ વ્યક્તિ આ ઉપાય કરે છે તેના માટે અચાનક ધન પ્રાપ્તિનો યોગ બને છે.

જ્યોતિષના અલગ-અલગ ઉપાયોમાં વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી આજે અહીં કાળા મરીનો ચમત્કારી ઉપાય જાણો-

જો તમે માલામાલ બનવા માગો છો તો કાળી મરીના પાંચ દાણાનો ઉપાય કરવો. ઉપાય મુજબ કાળી મરી પાંચ દાણા લેવા અને તેને પોતાના માથા પરથી સાતવાર વારી લેવું. ત્યારબાદ કોઈ ચાર રસ્તા પર ઉભા રહીને અથવા કોઈ એકાંત સ્થાન પર ચાર મરીના દાણા ચાર દિશામાં નાખી દેવા. ત્યારબાદ પાંચમા દાણાને ઉપર આસમાનમાં ફેંકી દેવું. ત્યારબાદ પાછળ જોયા વિના ઘરે પરત આવવું.

આ એક એવો ટોટકો છે જેના વિશે એવું માનવામાં આવે છે કે જે કોઈ વ્યક્તિ આ ઉપાય કરે છે તેના માટે અચાનક ધન પ્રાપ્તિનો યોગ બને છે.

આવા ટોટકા માત્ર શ્રદ્ધા અને વિશ્વાસ પર જ કામ કરે છે. જો મનમાં શંકા હશે તો આ ટોટકો નિષ્ફળ થઈ જશે. આ સાથે આ ઉપાયને કોઈની સામે જાહેર પણ ન કરવું જોઈએ. જ્યારે પણ આ ઉપાય કરવો, ગુપ્ત રીતે કરવો અને કોઈને જણાવવું નહીં.

આ ઉપાય કરવાથી અનેક લાભ પ્રાપ્ત થાય છે. જેમ કે કોઈની ખરાબ નજરને કારણે તમારી આર્થિક સ્થિતિ પ્રભાવિત થઈ રહી હોય તો તે દોષ પણ દૂર થાય છે. આ ઉપાયથી ખરાબ નજર પણ ઉતરી જાય છે. આ સાથે જ જો કોઈ નકારાત્મક શક્તિને કારણે પરેશાની આવી રહી હોય તો તે શક્તિઓનો પ્રભાવ પણ દૂર થઈ જાય છે.

દીવો અને કાળી મરીનો ઉપાય

જે લોકો ધન સંબંધી પરેશાનીનો સામનો કરી રહ્યા છે તો તેઓ સાંજના સમયે ઘરના મુખ્ય દ્વારની બહાર સરસિયાના તેલનો દીવો પ્રગટાવવો. દીવો રસ્તા વચ્ચે ન રાખવો. જેથી કોઈનો પગ લાગે નહીં. દીવામાં કાળી મરીના બે દાણા અચૂક નાખવા. આ ઉપાય દરરોજ અથવા ખાસ યોગ,મૂહુર્તમાં અને પર્વ પર કરવો.

વ્યવસાયમાં ધન લાભ માટે લીંબૂ અને કાળી મરીનો ઉપાય

રવિવારના દિવસે બપોરના સમયે પાંચ લીંબૂ કાપી વ્યવસાય સ્થળ પર રાખવું, એની સાથે એક મુઠ્ઠી કાળી મુરી, એક મુઠ્ઠી પીળી સરસો પર રાખવું. આગલા દિવસે જ્યારે દુકાન અથવા વ્યવસાય સ્થળ ખોલો ત્યારે આ બધું લઈને કોઈ એકાંત સ્થાન પર જઈને આ વસ્તુઓ ખાડો ખોદીને દાટી દેવી. આ ઉપાય કરવાથી તમારો વ્યવસાય ચાલવા લાગશે અને જો કોઈની ખરાબ નજર લાગી હશે તે પણ દૂર થશે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

જાણો…આ નુસખાઓને, હઠીલા રોગોમાં કરે છે જબરદસ્ત અસર

nushkha2

વર્તમાન સમયમાં ભાગદોડવાળી દિનચર્યા સાથે મોટાભાગનાં લોકોનાં ખાન-પાન પણ અનિયમિત બન્યા છે. આ જ કારણ છે કે, નાની-નાની સ્વાસ્થ્યની સમસ્યાઓ ચિંતિત કરતી રહે છે. આવી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ માટે વારંવાર ડોક્ટર પાસે જવું સંભવ થતું નથી. એવામાં, મોટાભાગનાં લોકો આ સમસ્યાઓ પ્રત્યે ધ્યાન નથી આપતા અથવા તો બજારમાં ઉપલબ્ધ દવાઓ લઇને તેનું સેવન કરે છે. જો તમે પણ આવુ કરી રહ્યા છો, તો ના કરશો. અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ થોડા ઘરેલું નુસ્ખા જે આવી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાં અચૂક દવાનું કામ કરશે.

– જો તમે અનિદ્રાથી ચિંતિત છો, તો 10 બદામને લઇને પીસી લેવી. આ પાવડરને એક ગ્લાસ દૂધમાં નાખીને ગરમ કરી સૂતા પહેલા પીવાથી સરસ નીંદર આવશે અને મગજ પણ તેજ બનશે.

– રોજ સૂતા પહેલા ગાયનાં ઘીથી પગના તળિયા પર મસાજ કરવું, અનિદ્રાની સમસ્યા દૂર થશે અને આંખોનું તેજ વધશે.

– નાળિયેર તેલમાં થોડું પાણી મિક્ષ કરીને વાળનાં મૂળમાં, હથેળીમાં તથા પગના તળીયા પર લગાવવું. આવુ કરવાથી સારી ઊંઘ આવશે.

જાણો થોડા વધુ ઘરેલું નુસ્ખાઓ વિશે…

– પાકેલા કેળાને એક સરખી રીતે પીસી લેવા. આ પીસેલા કેળાને ચહેરા પર ફેસપેકનાં સ્વરૂપે લગાવવું. લગભગ 15મિનિટ પછી ચહેરાને સાફ પાણીથી ધોઇ લેવું. આવું કરવાથી ચહેરા પર નિખાર આવશે.

– બે ચમચી મધ અને એક ચમચી લીંબૂના રસના મિક્ષણને ત્વચા પર લગાવવું. લગભગ 20 મિનિટ પછી તેને સાફ કરી લેવું, ત્વચા નરમ અને મુલાયમ બનશે.

– એલોવેરાની પાંદડીમાથી જેલ કાઢીને તેમાં થોડા ટીપા લીંબૂનો રસ મિક્ષ કરવો. આ મિક્ષણને લગાવવાથી ચહેરો ચમકવા લાગશે.

– થોડુ સરસિયાનું તેલ લઇને તેને હાથ પર ઘસીને પોતાના શરીર પર લગાવવું. ત્યાર પછી નવશેકા પાણીથી નાહી લેવું. આવું કરવાથી શરીર અકળાઇ જવાની સમસ્યા પણ દૂર થઇ જાય છે.

– અસ્થમા અટેકથી બચવા માટે એક કપ નવશેકા પાણીમાં અજમો તથા ચપડી મીઠુ નાખી દિવસમાં ઓછામાં ઓછી એક વાર તેનું સેવન કરવું. આ ઉપાયથી તરત જ આરામ મળશે.

– પા ચમચી મેથી દાણાને પાણી સાથે ગળવાથી અપચાની સમસ્યા દૂર થાય છે.

– મેથીના બીજ આર્થરાઇટિસ અને સાઇટિકાનાં દર્દથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. લગભગ 1 ગ્રામ મેથી દાણાનો પાવડર અને સૂંઠ પાવડરને મિક્ષ કરીને ગરમ પાણીની સાથે દિવસમાં બે-ત્રણ વાર લેવાથી લાભ પ્રાપ્ત થાય છે.

– બદામનો ગર, મોટી વરિયાળી અને સાકર ત્રણેયને સરખા ભાગે લઇને પીસી લેવું. રોજ આ મિક્ષણને એક ચમચી માત્રામાં એક ગ્લાસ દૂધ સાથે રાતે સૂવાના સમયે લેવું. આંખની સમસ્યા દૂર થશે.

– જો તમને સતત માથાનો દુખાવો રહેતો હોય તો પાંચ બદામને પીસીને તેને ગરમ દૂધમાં મેળવીને પી લેવું. મરીના પાવડરને થોડી માત્રામાં મધ અને દૂધની સાથે દિવસમાં બે કે ત્રણવાર લેવું, આરામ મળશે.

– કમરમાં દુખાવો રહેતો હોય તો જમવામાં આદુનો ઉપયોગ કરવો. સરસિયાના તેલમાં બનેલું ભોજન લેવું. ચા બનાવતા સમયે તેમાં પાંચ મરી, પાંચ લવિંગ અને એક ગ્રામ આદુનો પાવડર નાખવો. આ ચાને પીવાથી કમરનાં દુખાવામાં તરત જ રાહત મળે છે.

– સરખી માત્રામાં અજમો અને જીરૂ એક સાથે પીસી લઇ તેને પાણીમાં ઉકાળીને ગાળી લેવું. આ પાણીમાં ખાંડ મેળવીને પીવાથી એસિડિટીમાં રાહત મળશે.

– બદામનું તેલ અને મધ બરાબર માત્રામાં મિક્ષ કરી ચહેરા પર લગાવવું. થોડી વાર રહીને ચહેરાને સાફ પાણીથી ધોઇ લેવું. આવું કરવાથી રૂપમાં નિખાર આવે છે.

-દૂધની મલાઈ અને પીસેલી સાકર ખાવાથી નબળાઇ દૂર થાય છે.

– સફેદ મૂસળીનું એક ચમચી ચૂર્ણ અને એર ચમચી પીસેલી સાકરને મિક્ષ કરીને સવારે તથા રાતે સૂતા પહેલા દૂધની સાથે એક ચમચી લેવાથી નબળાઇ દૂર થાય છે.

– નસકોરીની સમસ્યા વારંવાર થતી હોય, તો રોજ સવારે ખાલી પેટ આંબળાનો મુરબ્બો આવાથી લાભ થાય છે. તરત જ લાભ મેળવવા માટે એક પટ્ટાને ઠંડા પાણીમાં પલાળી તેને નાક અને માથા પર રાખવાથી તરત જ લાભ મળે છે.

– કાળી કોણીઓને સાફ કરવા માટે લીંબૂનાં બે ભાગ કરવા. તેના પર ખાવાનો સોડા નાખીની કોણીઓ પર રગડવું. આવુ કરવાથી કોણીઓનો મેલ સાફ થઇ જશે અને તે મુલાયમ બનશે.

– વ્હીટ-ગ્રાસ(ઘઉનું ઘાસ)નું જ્યૂસ ખાલી પેટ પીવાથી ચહેરાની રોનક વધે છે સાથે જ લોહી પણ સાફ થાય છે.

– વાળ ધોવાના એક કલાક પહેલા વાળમાં મેથી દાણાની પેસ્ટ બનાવીને લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મળે છે.

– સૂકા ધાણા, જીરૂ અને ખાંડને બરાબર માત્રામાં મિક્ષ કરીને તેનું સેવન કરવાથી એસિડિટી દરમિયાન થતી બળતરામાં આરામ મળે છે.

– રોજ સવારે એકથી બે લસણની કળીને પાણી સાથે ગળી જવાથી સાંધાનાં દુખાવામાં આરામ મળે છે.

– એક ગ્લાસ નવશેકા પાણીમાં બે નાની ચમચી લીંબુનો રસ મિક્ષ કરીને પીવુ. આ ઉપાય દિવસમાં 8-10 વાર કરવો. આર્થરાઇટિસનાં દુખાવામાં આરામ મળશે.

– અડધી ચમચી મેથીનું ચૂર્ણ દહીમાં મિક્ષ કરી તેનું સેવન કરવાથી મરડાના રોગમાં રાહત મળે છે.

– મેથીનાં પાનના રસમાં કાળી દ્રાક્ષ મિક્ષ કરીને લેવાથી મરડાના રોગમાં ફાયદો થાય છે.

– 1/2 ચમચી ચારોળીને 2ચમચી દૂધમાં પીસીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવાથી ચહેરા પરના દાગ દૂર થાય છે.

– સફેદ જીરાને ઘીમાં સાતળીને ગર્ભવતી મહિલાને ખવડાવવાથી તેના સ્તનપાનમાં વધારો થાય છે.

– સંતરાની છાલનું ચૂર્ણ બનાવીને તેમાં ગુલાબ જળ મેળવીને ચહેરા પર લગાવવું. આ ઉપાયથી મોમાં પડેલા ચાંદા પર દૂર થાય છે.

– સવારે ખાલી પેટ રોજ એક સફરજન ખાવાથી માથાના દુખાવાની સમસ્યાથી છુટકારો મળે છે.

– સડી ગયેલા દાંતમાં થોડી હિંગ ભરી દેવાથી દાંત તથા પેઢાનો દુખાવો દૂર થાય છે.

– ત્રિફળા ચૂર્ણ ચાર ગ્રામ (એક ચમચી ભરીને)ને 200 ગ્રામ નવશેકા દૂધ અથવા પાણી સાથે લેવાથી કબજીયાત દૂર થાય છે.

– ડુંગળીનાં બીજને સરકોમાં પીસીને દાદ-ખાજ અને ખંજવાળ થતા સ્થાને લગાવવાથી તરત જ આરામ મળે છે.

– વીર્યવૃદ્ધિ માટે સફેદ ડુંગળીના રસની સાથે મધ લેવાથી ફાયદો થાય છે.

– વરિયાળી, જીરૂ અને ધાણા બધુ જ એક-એક ચમચી લઇને એક ગ્લાસમાં ઉકાળીને ઉકાળો બનાવવો. અડધો ગ્લાસ પાણી રહી જવા પર એક ચમચી ગાયનું ઘી મિક્ષ કરી સવારે તથા સાંજે પીવું. દૂઝતા હરસમાથી લોહી નિકળતું બંધ થાય છે.

– તાવના કારણે બળતરા થવાથી કેસુડાનાં પાનનો રસ લગાવવાથી બળતરાની અસર ઓછી થઇ જાય છે.

– સાકરની ચાસણી બનાવી તેમાં જીરૂ અને મધને મિક્ષ કરીને સાથે લેવાથી પેશાબના માર્ગે પથરી બહાર આવી જાય છે.

– મીઠા લીમડાનાં પાનનું સવારે ખાલી પેટે સેવન કરવું. ત્રણ મહિના સુધી નિયમિત રૂપથી તેનો પ્રયોગ કરવાથી ડાયાબિટીઝ નિયંત્રણમાં રહે છે અને વજનમાં પણ ઘટાડો થાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…સુવાવડ, પેશાબ, શ્વેત પ્રદર, નબળાઈ જેવા સ્ત્રી રોગો માટે 25+ ઘરેલૂ નુસખા

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

ડાયાબિટીસ વધવાનું મૂળ કારણ છે ભોજન, જાણો દર્દીએ શું ખાવું શું નહીં?

diabetes7

ઘણીવાર મેરેજ ફંકશનમાં મોટું બૂફે ડીનર ગોઠવેલ હોય ત્યાં આપણા ડાયાબિટીસના દર્દીઓના નિશ્વાસ સંભાળાય છે. “બીજા બધા રોગ સારાં પણ આ સુગર સારી નહિં…. બીજા બધા રોગની પરેજી બે-ચાર દિવસ કે મહિનો દિવસ પણ આ તો જીંદગીભરની ગુલામી…” વાત પણ સાચી છે…. બીજા રોગ દર્દીના ખોરાક જેવી અંગત વાતમાં આવો કાયમી ઘાંચપરોણો કરતા નથી. ઘણાં દર્દીઓનાં સદ્દભાગ્યે કે દુર્ભાગ્યે : પરેજીનું “કડક” પાલન કરનાર પત્ની તેમની થાળી પર બિલાડીની જેમ તાક લગાવી બેસે છે! આજે થોડું વધારે ડાયાબિટીસમાં ખોરાક અંગે સમજો અને તમે જ નક્કી કરો કે તમારે ડાયાબિટીસને કંટ્રોલ કરવું છે કે થતા રોકવું છે.

ડાયાબિટીસમાં આહારઃ- ડાયાબિટિસના રોગીઓને પોતાના સ્વાસ્થ્ય માટે યોગ્ય આહાર લેવો જરૂરી હોય છે. જો ડાયાબિટિસના રોગીઓ અયોગ્ય ખોરાક લે તો તેમને સ્વાસ્થ્ય બગડવાની સાથે-સાથે અનેક અન્ય બીમારીઓ થવાનું જોખમ પણ વધી જાય છે. પરંતુ તેની સાથે જ જરૂરી છે કે ડાયાબિટીસના દર્દીને જાણ હોવી જોઈએ કે ખોરાકમાં શું લેવું જોઈએ અર્થાત્ અનુચિત આહાર કયો છે અને યોગ્ય આહાર કયો છે. આવો જાણીએ ડાયાબિટીસના દર્દીને ડાયાબિટીસ દરમિયાન શું ખાવું જોઈએ અને શું નહીં.

સામાન્ય માણસનો તંદુરસ્ત ખોરાક એ જ ડાયાબિટીસના દર્દીનો ખોરાક :-

ડાયાબિટીસના દર્દીએ કોઇ “વિશિષ્ટ” ખોરાક લેવાનો નથી પણ સામાન્ય માણસ, તંદુરસ્ત રહેવા માટે જે ખોરાક લે છે તેવો જ ખોરાક લેવાનો હોય છે. આવો ખોરાક લેવા અમુક સાદા નિયમોનું પાલન કરવાનું છે.

ઝડપથી સુગર વધારે એવો ખોરાક ન લેવો :-

ખાંડ, સાકર, ગળ્યા પીણાં, મીઠાઇ, મધ, ખુબ ગળ્યા ફળો, ગોળ, કેક પેસ્ટ્રી આ બધાં ખોરાકના ગ્લાયસેમીક ઇન્ડેક્સ વધારે છે માટે આ ખોરાક ન લેવા કે ઓછી માત્રામાં લેવા.

ઉપવાસ-એકટાણાં કે રોજાં બને ત્યાં સુધી ન કરવા :-

ઉપવાસ દરમિયાન સુગર ઘટીજવાનો ભય રહે છે તેમજ ડાયાબિટીસનો કંટ્રોલ ચાલ્યો જાય છે. ડાયાબિટીસ ટાઇપ-૧ ના બાળકો માટે બહુ કડક ખોરાક પરેજીનું ખાસ મહત્વ નથી. આ વિકાસ પામતાં બાળકો હોય છે માટે તેઓ યોગ્ય પ્રમાણમાં યોગ્ય કેલેરીનો ખોરાક લે અને સામે તેટલું ઈન્સ્યુલીન લે એવી અપેક્ષા હોય છે. જો કે આ બાળકોએ પણ ગળપણ અને તેલ ઓછું, રેસા વધારે અને દર ૩ કલાકે થોડું થોડું ખાવું સામાન્ય સિદ્ધાંતોનું પાલન કરવાનું રહે છે. આ બાળકોમાં ખાસ કરીને ફાસ્ટફુડ અને જંક ફૂડનું જબરદસ્ત આકર્ષણ મુશ્કેલી આપી શકે છે.

દિવસમાં થોડું- થોડું વખત ખાઓઃ-

ડાયાબિટીસના દર્દીએ એક સાથે ઝાઝું ન ખાવું જોઇએ. સવારનો નાસ્તો, બપોરે ૪ વાગ્યે હળવો નાસ્તો અને ઈન્સ્યુલીન લેતા દર્દીઓએ રાત્રે સૂતાં પહેલા દૂધ કે ફળ લેવા જોઇએ. માત્ર બપોરે અને રાત્રે “પેટ ભરીને” જમવાની ટેવ ડાયાબિટીસના દર્દી માટે સારી નથી.

રેસાવાળો ખોરાક અને કાંચા શાકભાજી વધુ પ્રમાણમાં લેવા :-

પોતાના દરેક ભોજનમાં ડાયાબિટીસના દર્દીએ ૨૫% કાંચા સલાડ કે ફણગાવેલા કઠોળ જેવા રેસાવાળાં ખોરાક લેવા જોઇએ જેનાથી સુગર ધીમે ધીમે વધે છે.

તળેલો ખોરાક-ઘીવાળો ખોરાક ન લેવો :-

તળેલો ખોરાક આડકતરી રીતે ડાયાબિટીસનો કંટ્રોલ ઓછો કરે છે આની પણ પરેજી ખાસ જરૂરી છે.

યોગ્ય કેલેરી માત્રાવાળો ખોરાક લો :-

સામાન્ય બેઠાડું જીવન જીવતા દર્દીએ ૧૮૦૦ કેલેરીનો ખોરાક લેવો જોઇએ. આ કારણથી વધુ કેલેરીવાળો ખોરાક ન લેવો જોઇએ. સામાન્ય ખોરાકનું કેલેરી મૂલ્ય આ સાથેના ચાર્ટમાં આપેલ છે.

ડાયાબિટીસના દર્દી માટે દિવસમાં ૧૮૦૦ કેલેરી ખોરાકનો ચાર્ટ

સવારનો નાસ્તો- દુધ/ચા ૧૦૦ એમએલ ખાંડ વગર

સવારે ૧૦:૩૦- ર-રોટલી/૪ ખાખરા/પ૦ ગ્રા.ઊપમા કે પૌઆ, ૧ ગ્લાસ છાશ કે ૧ ફળ

બપોરે જમણ- બાજરાનો રોટલો-૧/૩, રોટલી (ઘી વગરની) ૧ વાટકી શાક (ઓછાં તેલવાળુ) ૧ વાટકી દાળ

કઠોળ- ૧ વાટકી

સાંજનો નાસ્તો- ચા ૧૦૦ એમએલ ખાંડ વગર, ૧ વાટકી વઘારેલા મમરા/ર ખાખરા/૧ ફળ

રાતનું વાળું- બાજરાનો રોટલો-૧/ભાખરી-ર(ઓછા તેલવાળી)/રોટલી-૩, ૧ વાટકી શાક, ૧ વાટકી ખીચડી, ૧ ગ્લાસ છાશ/ અડધી વાટકી દહ (મહાઇ વગર), ૧।। વાટકી સલાડ

રાત્રે સૂતા પહેલાં- ૧ ગ્લાસ દૂધ કે ૧ ફળ

લીલા શાકભાજીઃ-

લીલા પત્તાદાર શાકભાજીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ તથા અન્ય ખનિજ પદાર્થો પ્રચુર માત્રામાં જોવા મળે છે. જે ધમનીઓને મજબૂત તથા સાફ કરે છે. આ ખનિજ પદાર્થો અગ્નાશય અર્થાત્ પેનક્રિયાસને પણ સ્વસ્થ રાખે છે. તેનાથી શરીરમાં ઈન્સ્યુલિનની ગડબડી પેદા નથી થતી અને તમે ડાયાબિટીસથી બચીને રહો છો.

ફળોઃ-

સામાન્ય રીતે એવી ધારણા છે કે ડાયાબિટીસમાં ગળ્યું ન ખાવું. એવું વિચારીને જ એવો નિર્ણય કરી લે છે કે ડાયાબિટીસના દર્દીઓને મીઠા ફળ પણ ન ખાવા જોઈએ, જ્યારે ફળોની મીઠાશથી ડાયાબિટીસના દર્દીઓને કોઈ નુકસાન નથી થતું પણ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ઘણા ફાયદાકારક રહે છે. ફળોમાં પ્રાપ્ત થતા ફાઈબર અને વિટામીન ડાયાબિટીસ દર્દીઓના ઈમ્યુન સિસ્ટમને ઘણી મજબૂત બનાવે છે.

જેતુનનું તેલઃ-

જેતનનું તેલ સૌથી સ્વાસ્થ્યવર્ધક ખાદ્ય તેલ છે. આ તેલનો ઉપયોગથી હૃદય રોગ અને ડાયાબિટીસ જેવી બીમારીથી રક્ષણ મળે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ ઘણું ફાયદાકારક છે. શરીરમાં શુગરની માત્રાને સંતુલિત રાખવા માટે તેમાં ખાસ ભૂમિકા છે. નિષ્ણઆતોના મત પ્રમાણે ભૂમધ્ય સાગરના દેશોમાં હૃદય રોગના દર્દીઓ અને ડાયાબિટીસના દર્દીઓની ઓછી સંખ્યા હોવાનું મુખ્ય કારણ છે જૈતુનના તેલનો વધુ ઉપયોગ. અન્ય દેશોની સરખામણીમાં લોકોની સરેરાશ સંખ્યા પણ વધુ હોય છે.

તજઃ-

તજ એક મસાલો જ નથી, પણ એક ઔષધી પણ છે. તજ કેલ્શિયમ અને ફાઈબરનો મુખ્ય સ્ત્રોત છે. તજ ડાયાબિટીસને સંતુલિત કરવા માટે ખૂબ જ અસરકારક ઔષધી છે, એટલા માટે તેને ગરીબ માણસોનું ઈન્સ્યુલિન કહે છે. તજથી ખાવાનો સ્વાદ વધે છે સાથે જ શરીરમાં રક્ત શર્કરાને પણ નિયંત્રિત રાખે છે. જે લોકોને ડાયાબિટીસ નથી તેઓ પણ તેનું સેવન કરીને ડાયાબિટીસથી બચી શકે છે. અને જેઓ ડાયાબિટીસથી ગ્રસ્ત તેઓ તજનું સેવન કરી શુગરને કંટ્રોલ કરી શકે છે.

સોડાઃ-

તેમાં વધુ માત્રામાં ખાંડ હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે સારી નથી હોતી. તેનાથી હાંડકાંમાં નબળાઈ, પોટેશિયમની ખામી, વજન વધવું, દાંતને નુકાસન, કિડનીની પથરી, હાઈ બ્લડ પ્રેશર અને અનેક બીમારીઓ થઈ શકે છે. સાથે જ ડાયટ સોડામાં જોવા મળતા કૃત્રિમ મિઠાશને પણ નિયંત્રિત કરવામાં ઈન્સ્યુલિન લેવું પડે છે.

ચોખાઃ-

જો તમે રોજ એક મોટો વાડકો સફેદ ચોખા ખાતા હોવ તો તમારે ટાઈપ-2 ડાયાબિટીસ થવાનો ખતરો સામાન્ય કરતા 11 ટકા વધુ રહે છે. ચોખાને રાંધવાની રીત ઉપર જ તેનાથી તેનાથી થતો નુકસાન નક્કી થઈ જાય છે. જો ચોખાની બિરિયાની બનાવવામાં આવે કે ચોખાને માંસ કે સોયાબીનની સાથે ખાવામાં આવે તો ડાયાબિટીસ થવાનો ખતરો વધુ રહે છે, કારણ કે તેનાથી રક્તમાં શર્કરાની માત્રા વધી જાય છે.

ફ્રેન્ચ ફ્રાઈઝઃ-

તેલમાં ફ્રાય કરેલી હોવાને કારણે ફ્રેન્ચ ફ્રાઈઝ ડાયાબિટીસના દર્દીઓ માટે સારી નથી માનવામાં આવતી. ફ્રેન્ચ ફ્રાઈઝનો અર્થ છે હાઈ બ્લડ શુગર જે ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી વધુ નુકસાન કારક હોઈ શકે છે. એવા ખાદ્ય પદાર્થોથી દૂર રહેવું તે જ સારો ઉપાય છે. સારું રહેશે કે તમે હેલ્ધી વિકલ્પો જોવાનું શરૂ કરી દો.

બ્રેડઃ-

બ્રેડમાં કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે જે બ્લડ સુગરના સ્તરને વધારી દે છે. બ્રેડમાં લેક્ટિંસ અને ફ્યટેટ હોય છે. લેક્ટિંસ શરીરમાં ઝેરીલા પદાર્થ પેદા થવાનું કારણ બને છે. જેનાથી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે. ફ્યટેટ પોષક તત્વોનું અવશોષણને બ્લોક કરી દે છે જેનાથી શરીરની ક્રિયા પ્રણાલી ઉપર અસર પડે છે. જેથી ડાયાબિટીસના દર્દીઓએ બ્રેડ ન ખાવી જોઈએ.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…સુવાવડ, પેશાબ, શ્વેત પ્રદર, નબળાઈ જેવા સ્ત્રી રોગો માટે 25+ ઘરેલૂ નુસખા

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!

jano

સામુદ્રિક શાસ્ત્રમાં સ્ત્રીઓની નાભિ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નાભિ આપણા શરીરમાં પેટ પર રહેલો એક ખૂબ જ સુંદર ભાગ છે. વર્તમાન સમયમાં સ્ત્રી અને પુરૂષોઓ પોતાની નાભિ પર વિવિધ પ્રકારના અખતરા કરાવતા રહે છે જેમ કે, ટેટૂ, પિયરસિંગ વગેરે. પરંતુ હકીકતમાં વ્યક્તિ પોતાની નાભિની આ પ્રસાધનો દ્વારા કેટલીય સુંદરતા વધારે છતાં તેમની નાભિની વાસ્તવિક સ્થિતિ તેમની સાથે જોડાયેલા ઘણા રહસ્યોને પ્રગટ કરે છે. ચાલો આજે અમે તમને જણાવીએ કે, મહિલાઓ અને પુરૂષોની નાભિ તેમની સાથે જોડાયેલાં કેટલાં રહસ્યો ખોલે છે.

જે મહિલાની નાભિ ઉભી હોયઃ-
એવું કહેવામાં આવે છે કે જે મહિલાની નાભિ ઉભી હોય તે ઘણી હિંમતવાળી અને સ્વભાવથી નિડર હોય છે. આવી સ્ત્રીઓ કોઇપણ કામમાં પોતાનું પૂરું મન લગાવે છે અને એકાગ્રતાથી બધુ જ કામ કરે છે. આ સ્ત્રીઓને સફાઇ ઘણી પ્રિય હોય છે. જ્યા સુધી તેમને પોતાના કામમાં સંતોષ ન થાય ત્યાં સુધી તેઓ તે કાર્ય છોડતી નથી. જો તે કાર્ય પૂરું થઇ જાય તો પણ તેમને અસંતોષ થાય છે.

જાણો મહિલાઓની નાભિ પરથી તેમના અંગત રહસ્યો….

જેની નાભિ ગોળ હોયઃ-
ઘણી મહિલાઓની નાભિનો આકાર ગોળ હોય તે મહિલાઓ વિશે એવું માનવામાં આવે છે કે, તે સ્વભાવથી ઘણી સરળ અને સૌમ્ય હોય છે. તનથી સ્વસ્થ અને વિચારોમાં આ સ્ત્રીઓ બીજા કરતા એક પગલું આગળ જ રહે છે. આ મહિલાઓની વિચાર શક્તિ તેમના મનગમતા ક્ષેત્રમાં ખૂબ જ સારી હોય છે. આ મહિલાઓ કલા પ્રિય પણ હોય છે. આવી મહિલાઓ ખૂબ જ આત્મવિશ્વાસું હોય છે.

જેમની નાભિ કેન્દ્રમાં ન હોયઃ-
ઘણી મહિલાઓની નાભિ પેટની વચ્ચે હોતી નથી તેમની નાભિ બીજાથી થોડી અલગ હોય છે. એવું કહેવામાં આવે છે કે, આવી મહિલાઓ વાતો કરવામાં ઘણી આગળ હોય છે. બીજા લોકો સાથે આવી મહિલાઓ ખૂબ જ જલ્દી ભળી જાય છે. આ મહિલાઓને મૂડ સ્વિંગ વધારે પ્રમાણમાં થાય છે. આ મહિલાઓને અભ્યાસ કરતા વધારે સ્પોટ્સમાં વધારે રૂચિ ધરાવતી હોય છે.

જે મહિલાની નાભિ અંદર હોયઃ-
એવું કહેવામાં આવે છે કે, મહિલાની નાભિ જોવામાં ખોખલી એટલે કે અંદરની બાજુએ હોય, તે મહિલાઓ સ્વભાવની ખૂબ જ સારી હોય છે. આ મહિલાઓનો સ્વભાવ જ તેમને બધાની નજીક રાખે છે. આ મહિલાઓ બીજાનું એટલે કે તેમની નજીકની વ્યક્તિનું ખૂબ જ ધ્યાન રાખે છે અને ઘણી ભાવુક પણ હોય છે. આવી મહિલા જે લોકો સાથે સંબંધ રાખે છે તે વ્યક્તિ હમેશાં ખૂશ જ રહે છે.

જેમની નાભિ સપાટઃ-
જેમની નાભિનો આકાર સપાટ હોય, તેવી મહિલાઓથી થોડું બચીને રહેવું જોઇએ. આવી મહિલાઓ તમારી સાચી વાતમાં પણ ખોટ્ટા પોઇન્ટ કાઢવામાં માહેર હોય છે. આ મહિલાઓને બધાની વાતોમાં કોઇને કોઇ ખામી દેખાતી જ હોય છે. આ મહિલાઓ બીજા વ્યક્તિઓનું સુખ પચાવી શકતી નથી. ખૂબ જ શંકાશીલ સ્વભાવ ધરાવતી હોય છે. માટે આવી મહિલાઓથી બચીને રહેવું જ સારું.

જે મહિલાઓની નાભિ સંવેદનશીલ હોયઃ-
જે મહિલાઓની નાભિ ઘણી વધારે સંવેદનશીલ હોય તેમને હસવું ઘણું પસંદ હોય છે. આવી મહિલાઓની સાથે રહેવાથી જાણો તમે ક્યારેય દુઃખી જ નહીં થાવ. જો તમે દુઃખી હશો તો પણ તમે દુઃખી રહેશો નહીં, કારણ કે આવી મહિલાઓની સાથે કોઇપણ વ્યક્તિ દુઃખી રહી જ શકે નહી.

જે મહિલાઓની નાભિ બહાર નિકળેલી હોય:-
જે મહિલાઓની નાભિ બહારની બાજુ નિકળતી હોય તે મહિલાઓ ભાગ્યની ખૂબ જ ઘની હોય છે. હમેશાં હકારાત્મક વિચારસરણી ધરાવતી રહે છે અને બધી જ વસ્તુ માટે ઉત્સાહિત રહેતી હોય છે.

જેમની નાભિ સંવેદશીલ ન હોયઃ-
જે મહિલાઓની નાભિ સંવેદનશીન ન હોય તે સ્વભાવની ઘણી કઠોર હોય છે. જોકે, વાત-વાત પર આ મહિલાઓને ઇમોશનલ થવું ઘણું સારૂ રીતે આવડતું હોય છે. આ મહિલાઓ વિશે આ વાત જરૂર જાણવી કે આ મહિલાઓ જ્યારે એક વાર રિસાઇ જાય છે ત્યારે તેમને મનાવવું એટલું સરળ હોતું નથી.

નાભિનો વચ્ચેનો ભાગ અંદર હોયઃ-
જેમની નાભિનો વચ્ચેનો ભાગ અંદર હોય, એવી મહિલાઓ સરળતાથી ગર્ભવતી થઇ જાય છે. આ મહિલાઓ સ્વભાવની એકદમ શાંત અને સરળ હોય છે.

નાભિની વચ્ચેનો ભાગ વધારે બહાર નિકળેલો હોયઃ-
એવું કહેવામાં આવે છે કે, નાભિની વચ્ચેનો ભાગ બહાર નિકળેલો હોય તેવી મહિલાઓને ગર્ભવતી થવામાં ઘણી મુશ્કેલીઓ આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે, ઘણી બાબતોમાં આવી મહિલાઓ માતા બનવાથી પણ વંચિત રહે છે.

જો નાભિની વચ્ચેનો ભાગ થોડો બહાર હોયઃ-
જે મહિલાઓની નાભિનો વચ્ચેનો ભાગ થોડો બહાર નિકળેલો હોય તેવી મહિલાઓને ગર્ભવતી થવામાં થોડી મુશ્કેલીઓ તો આવે જ છે પરંતુ આ મહિલાઓને બાળક તો થાય જ છે.

જે પુરૂષની નાભિ ઉંડી હોયઃ-
જે પુરૂષની નાભિ ઉંડી હોય છે તે પુરૂષ વિશ્વાસ પાત્ર હોય છે. પરંતું સ્વભાવથી આ પુરૂષો થોડા મસ્તીખોર હોય છે. આવા પુરૂષો સુંદરતા પાછળ ભાગનારા હોય છે. કોઇપણ સુંદર વસ્તુ કે સુંદર સ્ત્રી તરફ તે ખૂબ જ જલ્દી આકર્ષિત થઇ જાય છે. આવા પુરૂષના લગ્ન પણ કોઇ ધનવાન અને શ્રીમંત ઘરની યુવતી સાથે જ થાય છે. આવા પુરૂષો બીજા લોકોની મદદ માટે તરત જ તૈયાર થઇ જાય છે. આ પુરૂષોની આજુબાજુ હમેશાં સુખ-સમૃદ્ધિ રહે છે.

જે પુરૂષની નાભિ ઉપરની તરફ હોયઃ-
એવું કહેવામાં આવે છે કે, જીવનમાં કંઇક મેળવવા માટે આકરી મહેનત કરવી પડે છે. જોકે, આ પુરૂષો સ્વભાવથી ખૂબ જ પ્રામાણિક હોય છે, માટે આ પુરૂષોને બધા જ ક્ષેત્રોમાં મુશ્કેલીઓનો સામનો વધારે કરવો પડે છે. આ પુરૂષોને ખોટી દિશામાં કે ખોટા રસ્તાઓ પર જવું બિલકૂલ પસંદ હોતું નથી.

જે પુરૂષની નાભિ સમતલ હોયઃ-
આવા પુરૂષો ભાગ્યના ધની હોય છે. આ પુરૂષો સાથે જોડાયેલા બધા જ સંબંધોને તેઓ ખૂબ જ સારી રીતે નિભાવે છે. સંબંધોમાં મધૂરતા કઇ રીતે લાવવી તે આ પુરૂષોને ખૂબ જ સારી રીતે આવડે છે. આ પુરૂષો સ્વભાવના ખૂબ જ શાંત હોય છે. એવું કહેવામાં આવે છે કે, આવા પુરૂષોને પત્ની પણ ખૂબ જ વિચારવાન મળે છે.

જે પુરૂષની નાભિ નીચે તરફ હોયઃ-
જે પુરૂષોની નાભિ નીચે તરફ નમેલી હોય તેવા પુરૂષોનું ભાગ્ય સ્ત્રીઓના હાથમાં જ હોય છે. આવા પુરૂષો માટે ખાસ એવું કહેવામાં આવે છે કે, સ્ત્રીઓ આ પુરૂષો માટે લકી ચાર્મ હોય છે. સ્ત્રીઓ દ્વારા જ આ પુરૂષોના ભાગ્યના દરવાજા ખુલ્લે છે. આ પુરૂષોને પુત્રી ધનની પ્રાપ્તિ થાય છે અને તેમની પુત્રીઓનું ભાગ્ય તેમની માટે સૌભાગ્ય લઇને આવે છે.

જે પુરૂષોની નાભિ બહારની બાજુ નિકળતી હોયઃ-
આ પ્રકારની નાભિ ધરાવતા પુરૂષો પ્રામાણિક હોતા નથી. આવા પુરૂષો પર વિશ્વાસ રાખનાર વ્યક્તિને માત્ર દુઃખ જ પ્રાપ્ત થાય છે. આ પુરૂષો સાથે જે વ્યક્તિ સંબંધ રાખે છે તેને હમેશાં પછતાવો જ પ્રાપ્ત થાય છે. આ પુરૂષોની લગ્નજીવન પણ સમસ્યાઓથી ઘેરાયેલું રહે છે. આ પુરૂષોની આસપાસ હમેશાં મુશ્કેલીઓ જ ફરતી રહે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!
પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

જાણો…સુવાવડ, પેશાબ, શ્વેત પ્રદર, નબળાઈ જેવા સ્ત્રી રોગો માટે 25+ ઘરેલૂ નુસખા

stri6

 

સ્ત્રીઓની મોટા ભાગની ફરિયાદો પ્રદર રોગને લગતી હોય છે. પ્રદર રોગમાં વધુ પડતો સ્ત્રાવ થવાથી પણ સ્ત્રીઓને કામતૃપ્તિ અધૂરપ અનુભવાય છે. આ પ્રદર શું છે તે જોઈએ. પહેલાં કુદરતી લોહ, મોતી, અભ્રક, ઉપરાંત જડીબુટ્ટીઓનું સેવન સ્ત્રી માટે ઉપલબ્ધ હતું. આજે એ સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે આવી સ્ત્રીઓને યૌવનથી માંડી અહીં જણાવ્યા મુજબની ફરિયાદ હોય છે. સ્ત્રી રોગને લગતા કોઈ પણ નિવારણો તમારા જ ઘરમાં રહેલા છે, પણ આપણે નાની અમથી બાબતોમાં ડોકટર પાસે દોડી જવાની આદતને કારણે આ વસ્તુઓ પ્રત્યે ઉપેક્ષા સેવીએ છીએ. જેથી આજે અમે સ્ત્રી રોગોમાં લભકારક કેટલાક દેશી ઉપચાર બતાવવાના છે જે ઝડપથી રાહત પહોંચાડશે સાથે સરળતાથી ઉપલબ્ધ પણ હોય છે.

જાણો…સ્ત્રી રોગમાં ઉપયોગી આયુર્વેદ ઉપચારો…….

-સ્‍ત્રીઓને માસિક વખતે ખૂબ પીડા થતી હોય કે માસિક બરાબર ન આવતું હોય તો તલ ખાવા, એક તોલા કાળા તલને વીસ તોલા પાણીમાં ઉકાળવું, પાંચ તોલા પાણી બાકી રહે એટલે તેમાં ગોળ નાખી ઉકાળી પીવાથી માસિક સાફ આવે છે.

-પાકાં કેળા, આમળાંનો રસ ને સાકર ભેગું કરી પીવાથી સ્‍ત્રીઓના પ્રદર અને બહુમુત્ર રોગ મટે છે.

-જીરા અને સાકરનું ચૂર્ણ પચીસ પૈસાભાર, ચોખાના ધોવાણમાં પીવાથી સ્‍ત્રીઓનું સ્‍વેતપ્રદર મટે છે.

-પાકું કેળું ઘી અને સાકર સાથે લેવાથી લોહીવા મટે છે.

-તાંદળજાનાં મૂળ વાટીને ચોખાના ઓસામણમાં પીવાથી સુવાવડી અને સગર્ભાનો રક્તસ્ત્રાવ મટે છે.જીરાની ફાકી લેવાથી સ્‍ત્રીનું ધાવણ વધે છે.

-એક પાકું કેળું અર્ધા તોલા ઘી સાથે સવાર-સાંજ ખાવાથી પ્રદર રોગ મટે છે. હિંગનું સેવન કરવાથી ગર્ભાશય સંકોચાય છે. માસિક સાફ આવે છે અને પેટનો દુઃખાવો મટે છે.આમળાનાં રસ મધ સાથે લેવાથી સ્‍ત્રીઓની યોનિનો દાહ મટે છે.

-કાચો કાંદો ખાવાથી માસિક સાફ આવે છે અને દુઃખાવો થતો નથી.

-માસિક સમયે વધારે રક્તસ્ત્રાવ થતો હોય અને ચક્કર આવતાં હોય તો તુલસીના રસને મધમાં મેળવીને પીવાથી ફાયદો થાય છે.

-ત્રણ તોલા મેથીનો લોટ લઈ રાત્રે વીસ તોલા દૂધમાં પલાળી રાખવો. સવારે પાંચ તોલા ઘી ગરમ કરી તેમાં દૂધમાં ભીંજવેલો મેથીનો લોટ નાખી એકરસ કરી ઉતારી લેવું. પછી તેમાં બે તોલા ગોળ નાખી બરાબર મિક્સ કરી પ્રસૂતા સ્‍ત્રીને એકવીસ દિવસ સુધી ખવડાવવાથી ધાવણ છૂટથી આવે છે.

-સુવાવડી સ્‍ત્રીને ભૂખ ન લાગતી હોય તો પા ચમચી અજમાનું ચૂર્ણ, બે ચમચી આદુનો રસ અને સોપારી જેટલો ગોળ મેળવી સવારે અને રાત્રે ખાવાથી ખૂબ ભૂખ લાગે છે.

-સુવાવડમાં સ્‍ત્રીઓએ સુવાનો ઉપયોગ છૂટથી કરવો જેથી ધાવણ સારું આવે છે, કમર દુઃખતી નથી અને ખાધેલું પાચન થાય છે.

-સુવાવડના તાવમાં અને સુવાવડ પછી થતા કમરના દુઃખાવામાં અજમો અડધી ચમચી, સૂંઠ અડધી ચમચી અને ઘી બે ચમચી ભેગું કરી સવારે અને રાત્રે ખાવાથી તાવ અને કમરનો દુઃખાવો મટે છે.

-લવિંગને ગરમ પાણીમાં ભીંજવી એ પાણી પીવાથી સગર્ભા સ્‍ત્રીઓની ઊલટી મટે છે.

-ઊલટી, ઉબકા, અપચો, આફરો, કફના રોગો, ઉદરશૂળ વગેરે સુવાવડી સ્‍ત્રીની ફરિયાદોમાં અડધી ચમચી જેટલું અજમાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે નવશેકા પાણી સાથે લેવાથી આરામ થાય છે.

-ધાણાનું ચૂર્ણ પા તોલો અને સાકર એક તોલો ચોખાના ધોવાણમાં પીવાથી સગર્ભા સ્ત્રીની ઊલટી મટે છે.

-નારંગી ખાવાથી સગર્ભા સ્‍ત્રીઓના ઊબકા અને ઊલટી મટે છે.

-તુલસીનાં પાનનો રસ પીવાથી પ્રસવની પીડા ઓછી થઈ જાય છે.

-જે સ્‍ત્રીઓને પૂરતું ધાવણ ન આવતું હોય તેમણે ચોળાનું શાક વધુ તેલમાં બનાવી ખાવાથી ધાવણ આવે છે. તુવેરની દાળનો સૂપ બનાવી ૨ થી ૩ ચમચી ઘી નાખીને પીવાથી ધાવણ વધે છે.

-હિંગની ધુમાડી પ્રસવ સમયે જનન અવયવને આપવાથી પ્રસવ સરળતાથી થાય છે. તલ, જવ અને સાકરનું ચૂર્ણ મધ સાથે ખાવાથી સગર્ભા અને સુવાવડી સ્‍ત્રીઓનો રક્તસ્‍ત્રાવ બંધ થાય છે.

-ઘઉંની સેવને પાણીમાં બાફી, તે પાણી કપડાંથી ગાળી લઈને, ૨૦૦ ગ્રામ પાણીમાં ૩ થી ૪ ચમચી ચોખ્‍ખું ઘી નાખી પ્રસવ થનાર સ્‍ત્રીને પાવાથી પ્રસૂતી સરળતાથી અને જલદી થાય છે.

-ધીમાં શેકેલી હિંગ ઘી સાથે ખાવાથી સુવાવડી સ્‍ત્રીને ચક્કર ને સૂળ મટે છે.

-કળથીનો ઉકાળો પીવાથી ગર્ભપાત કે પ્રસવ પછી ગર્ભાશયની પુરેપુરી શુદ્ધી થાય છે.

-તુલસીના પાનનો રસ પીવાથી પ્રસવની પીડા ઓછી થઈ જાય છે.

-સ્ત્રીઓને ઘણીવાર પ્રસુતીમાં વિલંબ થાય છે, દર્દ જેવં ઉપડવું જોઈએ તેવું ઉપડતું નથી તે વખતે બને તેટલો જુનો ગોળ ૩૦ થી ૪૦ ગ્રામ પાણીમાં નાંખી ગરમ કરીને ઓગાળી લઈ તેમાં ફુલાવેલો ટંકણખાર ૨ ગ્રામ જેટલો મેળવીને પીવાથી જલ્દીથી અને સુખેથી પ્રસવ થાય છે.

– ખજુર થોડા મહિના નિયમિત ખાવાથી વારંવાર મુર્છા આવતી હોય તેવી સ્ત્રીઓના હીસ્ટીરીયા મટે છે.

-રોજ સવારનાં એક લવીંગ ૪૦ દિવસ સુધી ખાવાથી ગર્ભ રહેવાની સંભાવના રહેતી નથી.

-અર્ધી ચમચી સુંઠનું ચુર્ણ અને એક ચમચી ગોળ સવારે અને રાત્રે લેવાથી ગર્ભાશયના દોપો મટે છે અને ગર્ભાશય મજબુત બને છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.