જાણો…કોને એપેન્ડિક્સ થવાની શક્યતા વધારે હોય છે? તેના માટે 9 આયુર્વેદિક ઉપાય…!!!

appendix6

સોનોગ્રાફીની મદદથી એપેન્ડિક્સમાં સોજો હોવાનું નિદાન થાય ત્યારે વહેલી તકે ઓપરેશન કરાવી લેવું એ દર્દી માટે ફાયદાકારક છે. જો સમયસર એને ઓપરેટ કરવામાં ન આવે તો એપેન્ડિક્સ ફાટી શકે છે.

પેટમાં દુખાવો થવો એને સાવ સામાન્ય બાબત માનવામાં આવે છે. પેટના દુખાવાના મૂળમાં વાયુ હોવાનું આપણે માનીએ છીએ. પણ પેટમાં દુખાવો થવાનાં એક નહીં અનેક કારણો હોઇ શકે છે. આંતરડા, યકૃત અને લિવરમાં કોઇ તકલીફ હોવાને લીધે પણ પેટમાં દુખાવો થઇ શકે છે. આપણામાંના મોટાભાગના લોકોને જ્યારે પેટમાં દુખાવો થાય ત્યારે પેટ સાફ કરતી દવાઓને લઇને આપણે પેટને હળવું કરી નાખીએ છીએ. તેનાથી આપણને રાહત જરૂર મળે છે પણ એ સમસ્યાનો ઉકેલ નથી. એમાંય જો એપેન્ડિક્સમાં સોજો આવ્યો હોય કે એમાં ઇન્ફેક્શન થયું હોય ત્યારે પેટ સાફ કરતી દવાઓ લેવાથી સ્થિતિ બગડી શકે છે. જેથી આજે અમે તમને એપેન્ડિક્સ સંબંધી સંપૂર્ણ જાણકારી અને તેના ઈલાજ માટેના કેટલાક ઉપાય જણાવીશું.

શું છે એપેન્ડિક્સ

એપેન્ડિક્સ એ શરીરના અન્ય અવયવોની જેમ એક અંગ છે. તે મોટા આંતરડાના ભાગ સાથે જોડાયેલું હોય છે. આશરે એક આંગળી જેટલી લંબાઇ ધરાવતું, પોલાણવાળું અને બીજી બાજુથી બંધ હોય છે. એપેન્ડિક્સને આંત્રપૂચ્છ પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે પ્રાચીનકાળમાં લોકો જેમાં સેલ્યુલોઝનું પ્રમાણ વધારે હોય તેવો ખોરાક ખાતા હતા. તેના પાચન માટે ત્યારે એપેન્ડિક્સ અગત્યનો ભાગ ભજવતું હતું. એની લંબાઇ એ વખતે વધારે હતી. સમયમાં પરિવર્તન આવતા સેલ્યુલોઝનું પ્રમાણ ઘટતું ગયું તેના લીધે એપેન્ડિક્સની લંબાઇ ઘટતી ગઇ. હવે તેની લંબાઇ ઘટીને આશરે બે થી ત્રણ ઇંચની થઇ ગઇ છે. સ્ટુલનો કડક ભાગ અથવા અનાજનો કણ એપેન્ડિક્સના હોલમાં ફસાઇ જાય ત્યારે એમાં ઇન્ફેક્શન થઇ શકે છે તથા સોજો આવી શકે છે. આ ઉપરાંત વારંવાર જંકફૂડ ખાવાથી એમાં રહેલા બેક્ટેરિયા આ સમસ્યા જન્માવવા માટે કારણભૂત હોઇ શકે છે. બ્લડ ટેસ્ટ અને સોનોગ્રાફી દ્વારા એપેન્ડિક્સમાં તકલીફ છે કે કેમ તે જાણી શકાય છે.

એપેન્ડિક્સમાં તકલીફ થવાનાં કારણો

– જંક ફૂડ
– અનાજના કણ
– સ્ટુલનો કડક ભાગ
– બેક્ટેરિયા
– કૃમિ

એપેન્ડિક્સમાં જોવા મળતાં લક્ષણો

– ભૂખ ઓછી લાગવી
– કબજિયાત રહેવી
– ડૂંટીની આસપાસ દુખાવો થવો
– શ્વાસમાં દુર્ગંધ આવવી
– તાવ આવવો
– ઊલટી થવી
– પેટની જમણીબાજુના ભાગમાં દુખાવો થવો

ઓપરેશન પછી આ લક્ષણ દેખાય તો ડોક્ટરનો સંપર્ક કરવો

– પેટમાં દુખાવો થવો
– નબળાઇનો અહેસાસ થાય
– ચીરા પર સોજો આવી જાય
– ચીરામાંથી લોહી નીકળે
– છાતીમાં દુખાવો થાય
– શ્વાસ લેવામાં તકલીફ થાય
– તાવ રહ્યાં કરે, ઠંડી લાગે
– ઉબકા કે ઊલટી થયા કરે

આયુર્વેદ

– એલચી, ધાણાનું ચૂર્ણ ચારથી છ રતીભાર, શેકેલી હિંગ એક રતીભાર લઇ લીંબુના રસમાં મેળવીને ચાટવાથી પેટના દુખાવામાં રાહત થાય છે.

– એક કપ જેટલા પાણીમાં પા થી અડધી ચમચી જેટલું કરિયાતાનું ચૂર્ણ રોજ રાત્રે પલાળી રાખવું. સવારે નાસ્તો કરતાં પહેલાં આ દ્વવ્ય પી જવું. બે અઠવાડિયા સુધી આ ઉપચાર કરવાથી પેટના કૃમિ મટી જશે. કૃમિ પણ એપેન્ડિક્સ થવામાં કારણભૂત છે.

– મેથીનો પાઉડર પા તોલો સાકર સાથે રોજ સવારે ખાવાથી એપેન્ડિક્સના સોજામાં ફાયદો થાય છે.

– ભોજન કરતાં પહેલાં આદું, લીંબુ અને સિંધવ ખાવાથી આંત્રપૂચ્છ પ્રવાહમાં લાભ થાય છે.

– કારેલાંનાં પાનના રસમાં સિંધવ મીઠું નાખીને આપવાથી પેટની પીડામાં રાહત થશે.

– બે ગ્રામ સૂંઠ તથા એક એક ગ્રામ સિંધવ અને હિંગ વાટીને પાણી સાથે લેવાથી એપેન્ડિક્સના દુખાવામાં રાહત થશે.

– નિયમિત રીતે ત્રણ મિનિટ પાદ પશ્ચિમોત્તાનાસન કરવાથી એપેન્ડિક્સનું શૂળ મટી જાય છે.

– કડવા લીમડાનાં પાનને બાફી લો. તે સાધારણ ગરમ હોય ત્યારે સોજા પર બાંધવાથી સોજો ઊતરી જાય છે.

– ત્રણ દિવસ સુધી આહાર લેવો નહીં. પ્રવાહી પર રહેવું. ચોથા દિવસે મગનું પાણી અડધી વાટકી લેવું. પાંચમા દિવસે એક વાટકી મગનું પાણી લેવું. છઠ્ઠા દિવસે મગ એક વાટકી અને સાતમા દિવસે ભૂખ પ્રમાણે મગ ખાવા. આઠમા દિવસે મગ અને ભાતનો ખોરાક લેવો. નવમા દિવસથી શાક, રોટલી શરૂ કરવા. આ પ્રયોગ કરવાથી એપેન્ડિક્સના દુખાવામાં રાહત થાય છે.

ડોક્ટરની સલાહ

અમદાવાદના ગેસ્ટ્રોસર્જન ડો. વિસ્મિત જોષીપુરા કહે છે, એપેન્ડિક્સમાં જ્યારે સોજો આવે છે ત્યારે ડૂંટીની જમણીબાજુના ભાગમાં કંઇ કપાતું હોય એવો અહેસાસ થાય છે. આ દુખાવો તીવ્ર હોય છે. આધુનિક દવાઓ દ્વારા પેટના દુખાવાને દૂર કરી શકાય છે. પણ એપેન્ડિક્સમાં સોજો હોવાનું નિદાન થાય ત્યારે ઓપરેશન દ્વારા તેને કઢાવી લેવું જોઇએ. અમુક કેસમાં યુરિનરી ડાયવર્ઝન માટે એપેન્ડિક્સનો ઉપયોગ થતો હોય છે. બાકી એપેન્ડિક્સએ શરીરનો એવો અવયવ છે જે શરીરમાં ન હોય તો પણ તેનાથી વ્યક્તિની કામ કરવાની શક્તિમાં કોઇ ફરક પડતો નથી. એક વખત એપેન્ડિક્સમાં ઇન્ફેક્શન કે સોજો આવે ત્યારે દવા દ્વારા દર્દીના દુઃખાવા પર કન્ટ્રોલ કરી શકાય છે. પણ બે ત્રણ દિવસ પછી કે થોડા દિવસ બાદ ફરી પેટમાં અસહ્ય દુખાવો થાય છે. જો દર્દીને વારંવાર એપેન્ડિક્સનો હુમલો આવે તો તે તેના મૃત્યુનું કારણ પણ બની શકે છે.

એપેન્ડિક્સના સોજોનું ઓપરેશન એ જ એક માત્ર સારવાર છે. હવે અદ્યતન ટેક્નિકથી ઓપરેશન કરવામાં આવતું હોવાથી એમાં ગભરાવવાની જરૂર નથી. ઘણા લોકોમાં એવી માન્યતા છે કે એક વખત ઓપરેશન કરાવ્યા પછી થોડાં વર્ષો બાદ ફરી તેનો દુખાવો થાય છે. પણ એવું નથી. બીજું એપેન્ડિક્સના ઓપરેશનમાં શરીરના અન્ય અવયવોને ઇજા થાય છે. એવો ઘણાને ડર હોય છે પણ કોઇ અવયવને જરાય નુકસાન થતું નથી.

જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય અથવા જેમને ડાયાબિટીસ હોય એવા લોકોને એપેન્ડિક્સનું ઇન્ફેક્શન અન્ય વ્યક્તિની સરખામણીએ શરીરમાં ઝડપથી ફેલાય છે. તેથી આવા દર્દીઓએ ખૂબ કાળજી રાખવી જોઇએ અને જેમ બને એમ જલદી તેને ઓપરેટ કરાવવું હિતાવહ છે.

ડોક્ટરોનું માનવું છે કે સોનોગ્રાફીની મદદથી એપેન્ડિક્સમાં સોજો હોવાનું નિદાન થાય ત્યારે વહેલી તકે ઓપરેશન કરાવી લેવું એ દર્દી માટે ફાયદાકારક છે. જો સમયસર એને ઓપરેટ કરવામાં ન આવે તો એપેન્ડિક્સ ફાટી શકે છે. એપેન્ડિક્સ ફાટવાથી તેનું ઇન્ફેક્શન શરીરનાં અન્ય અંગોમાં ફેલાઇ શકે છે.

નવી ટેક્નિક

દુનિયામાં જાતજાતનાં અને ભાતભાતનાં સંશોધનો થતાં રહે છે. એમાં ખાસ કરીને વિવધ પ્રકારના રોગ અને સર્જરીનો સમાવેશ થતો હોય છે. એવી જ રીતે એપેન્ડિક્સની સર્જરીને લઇને પણ એક અનોખી ટેક્નિક વિકસાવવામાં આવી છે. જેને નેચરલ ઓરીફિસ સર્જરી એવું નામ આપવામાં આવ્યું છે.

ડોક્ટરનું કહેવું છે કે નેચરલ ઓરીફિસ સર્જરીમાં એપેન્ડિક્સને મોં, યોનિમાર્ગ કે મળમાર્ગના રસ્તે બહાર કાઢી શકાય છે. એપેન્ડિક્સ એ સામાન્ય તકલીફ છે. જે ફક્ત ભારતમાં જ નહીં પણ ભારત સિવાય અન્ય દેશોમાં પણ જોવા મળે છે.

યુરોપમાં લગભગ એક હજાર કરતાં પણ વધારે દર્દીઓએ આ નેચરલ ઓરીફિસ સર્જરી કરાવી છે. આ સર્જરીમાં દર્દીની ત્વચા કાપવાને બદલે ડોક્ટર તેમનાં અંગોને કાઢવા કે એમાં આવેલી ગડબડને યોગ્ય કરવા માટે દર્દીના મોં, મૂત્રમાર્ગ, યોનિમાર્ગ દ્વારા શરીરની અંદર પહોંચે છે. આ ટેક્નિકને અનેક કારણોને લીધે પસંદ કરવામાં આવે છે. તેમાં ક્યાંય દર્દીના શરીર પર નિશાન પડતો નથી. દુખાવો ઓછો થાય છે અને સૌથી મોટો ફાયદો એ છે કે ઇન્ફેક્શન થવાનો ભય રહેતો નથી. તેથી વિદેશમાં આ પદ્ધતિ પ્રચલિત થઇ રહી છે. જોકે હજુ ભારતમાં નેચરલ ઓરીફિસ સર્જરી થતી નથી. પણ ભવિષ્યમાં અહીં થતી જોવા મળશે.

સાભાર: દિવ્ય ભાસ્કર.

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

સાદી લીંબુ મસાલા સોડા આ પેટ માટે લાભકારી સમજો છો..??? તો, ભયંકર નુકસાન જાણીને તમે ભુલથી પણ સોડા કે પીણાઓ પીશો નહીં.

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, જાણો…લાલ કિતાબના આ અચૂક ઉપાય…!!!

lal kitab2

જ્યોતિષીય ઉપાયો માટે ઘણાં પ્રકારના પુસ્તકો ઉપલબ્ધ છે. પરંતુ આ બધા પુસ્તકોમાં ચમત્કારી ઉપાયો માટે લાલ કિતાબ ઘણી પ્રચલિત છે. જ્યોતિષ શાસ્ત્રમાં ઘણી વિદ્યાઓ પ્રચલિત છે, જેનાથી કોઈ પણ વ્યક્તિના વિષયમાં સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી શકાય છે અને દુઃખ દૂર કરવાનો ઉપાય સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. આજે અમે તમને લાલ કિતાબના કેટલાક એવા ઝડપી ફળ આપનારા અને ચમત્કારી ઉપાય બતાવીશું. જે તમે દૈનિક જીવનમાં સરળતાથી ઘરે પણ કરી શકો છો અને તમારી સમસ્યા પ્રમાણે તેનો ઉપાય પણ જાણી શકો છો.

લાલ કિતાબમાં ઘણાં અચૂક ઉપાય આપવામાં આવેલા છે, જેનાથી જીવનની બધી સમસ્યાઓ, પૈસાની સમસ્યા, ગ્રહદોષ વગેરે દૂર કરી શકાય છે. જેમ કે ગ્રહદશા દૂર કરવાના ઉપાય કે જેનાથી કોઈ ગ્રહ નડતો હોય તો તેના ઉપાયથી ગ્રહદશા દૂર થતા જ વ્યક્તિને સારા પરિણામ મળવા લાગે છે. સાથે રોગો દૂર કરવા માટે વિશેષ ઉપાય કરવાથી રોગ દૂર થાય છે. એટલુ જ નહીં વિદ્યા પ્રાપ્તિ હોય કે ધન પ્રાપ્તિ કે સંતાનપ્રાપ્તિ બધા જ ઉપાયો લાલ કિતાબમાં દર્શાવેલા છે. જો તમે પણ કોઈ વાતે દુઃખી હોય તો લાલ કિતાબના ઉપાય અજમાવી શકો છો. પણ શરત એટલી કે તમારે કોઈપણ ઉપાય શ્રદ્ધાથી જ કરવો જોઈએ નહીંતર તે ઉપાય નિષ્ફળ જઈ શકે છે.

લાલ કિતાબમાં નવગ્રહોની શાંતિ માટે કેટલાંક જ્યોતિષીય ઉપાયો દર્શાવ્યા છે જેમ કે-

(૧) સૂર્ય – ઘઉં અને તાંબાનું દાન ધર્મસ્થાનમાં કરવું.

(૨) ચંદ્ર – દૂધ અને ચોખાનું દાન ધર્મસ્થાનમાં કરવું.

(૩) બુધ – લીલા આખા મગને વહેતાં જળમાં પ્રવાહિત કરવા.

(૪) બૃહસ્પતિ – ચણાની દાળનું દાન મંદિરના પૂજારીને કરવું.

(૫) શુક્ર – ઘી, દહીં, કપૂરનું દાન ધર્મસ્થાનમાં કરવું.

(૬) શનિ – કાળા અડદનું દાન ભિખારીને કરવું.

(૭) રાહુ – સરસવને વહેતા જળમાં પ્રવાહિત કરવું.

(૮) કેતુ – તલને વહેતાં જળમાં પ્રવાહિત કરવા.

રોગમુક્તિ માટે-

-ઘરના દરેક સદસ્ય અને અતિથિઓની સંખ્યાની ગણતરી કરી તેમાં ૧ જોડીને કુલ સંખ્યા અનુસાર ગળી રોટલી, દરેક મહિનામાં એક વખત કૂતરાં અને કાગડાઓને ખવરાવવી.

-એક કિલો હલવો અથવા માવો ત્રણ માસમાં એક વખત મંદિર કે ધર્મ સ્થાનમાં દાનમાં આપવો.

-બીમાર વ્યક્તિના વજન બરાબર જવ વહેતાં જળમાં પ્રવાહિત કરી દેવા.

-પોતાના ભોજનમાંથી ગાય, કાગડા અને કૂતરાને ત્રણ ટુકડાઓ એક એક કરીને દરરોજ ખાવા નાખવા.

-રાત્રિના સમયે સૂતી વખતે થોડુંક જળ કોઈ વાસણમાં ભરીને સૂવાના ઓશિકા પાસે મૂકવું. પછી બીજા દિવસે જ્યાં તેનું અપમાન થાય નહીં તેવી જગ્યાએ નાખી દેવું. આવા જળને પોતાના ઉપયોગમાં ક્યારેય ન લેવું.

વિદ્યામાં વિઘ્ન દૂર કરવાને માટે-

-૧૦૦ ગ્રામ છોડાવાળી બદામ લઈ તેમાંથી ૫૦ ગ્રામ ધર્મસ્થાનમાં રાખી લેવી અને ૫૦ ગ્રામ પોતાની પાસે લાલ કપડાંમાં બાંધી એક વર્ષ સુધી સુરક્ષિત રાખવી પછી એક વર્ષ બાદ તેને નદીમાં પ્રવાહિત કરી દેવી. આ ક્રિયા દરેક વર્ષે કરવી.

-એક સફેદ – કાળા કાંબળાનું દાન ધર્મસ્થાનમાં કરવું.

-ધાર્મિક પુસ્તકનું દાન ધર્મસ્થાનમાં કરવું.

-એક કેળાનું સતત ૪૦ દિવસો સુધી ધર્મસ્થાનમાં દાન કરવું.

આર્થિક તંગી અને દેવું વધતાં-

-પોતાના ભોજનમાંથી દરરોજ કાગડાને રોટલી ખાવા નાખવી.

-રાતે સૂતી વખતે ઓશીકા તરફ પલંગની નીચે કોઈ વાસણમાં જવ રાખવા. સવારે ઊઠીને જાનવરોને ખાવા નાખી દેવા, અથવા ગરીબ લોકોમાં વહેંચી દેવા.

-ઘરમાં જે અતિથિ આવે તેમને મીઠાઈ અવશ્ય ખવરાવવી. આ ઉપાયો કરવાથી ઝડપથી દેવામાંથી છુટકારો મળે છે અને આર્થિક તંગી દૂર થાય છે.

સંતાન સંબંધિતઃ-

-બાળકના જન્મ પહેલાં એક વાસણમાં દૂધ અને થોડીક મોરસ અથવા બીજા વાસણમાં ખાંડ ભરી સ્ત્રીના હાથનો સ્પર્થ કરાવી તે રાખી લેવી. બાળક થયા પછી આ સઘળી વસ્તુઓને વાસણ સહિત ધર્મસ્થાનમાં દાન કરી દેવું.

-કૂતરાનું નર બચ્ચું કે જે પોતાના સમયમાં એકલું જ પેદા થયેલું હોય તેને ઘરમાં રાખવાથી પરિવારની બરકત વધે છે.

અન્ય ઘરેલુ જ્યોતિષીય નુસખા

કાર્યોમાં સફળતા માટેઃ-

પ્રાતઃ કાળે ભગવાન સૂર્યને નમસ્કાર કરતી વખતે એક કાચા સૂતરનો તાર લઈ તેમાં ૭ ગાંઠો ઓમ ગં ગણપતયે નમઃ મંત્ર જપતા વાળવી. આ તારને પછી સામે વાળા ખિસ્સામાં રાખવાથી કાર્ય અવશ્ય સફળ થશે.

જ્વર દૂર કરવા માટે-

શુક્રવાર અને મંગળવારના દિવસે પીપળાનું દાંતણ કરવું અને દાંતણ કર્યા પછી ફરીને તેને પીપળાના વૃક્ષના મૂળમાં નાખી દેવું.

અચલ સંપત્તિ માટે-

દરેક શુક્રવારના દિવસે નિયમપૂર્વક કોઈ ભૂખી વ્યક્તિને ભોજન કરાવવું અને શુક્રવારના દિવસે ૭૫૦ ગ્રામ ગોળ ગાયને ખવરાવવો.

સંપત્તિમાં બરકત માટે-

શકલ પક્ષમાં ગુરુવારના દિવસે જળકુંભી લાવીને પીળા કપડાંમાં તે બાંધી ઘરમાં લટકાવવાથી ધન – ધાન્યની બરકત થાય છે.

જાડાપણું દૂર કરવો માટે-

રવિવારના દિવસે શુદ્ધ રોગની વીંટી પહેરવાથી જાડાપણું દૂર થાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.

જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, તો શું કરશો..?
નિવૃતિ માટે કરો NPSમાં રોકાણ, મળશે ઇપીએફ કરતાં વધુ રિટર્ન…!!!

બદલાઈ ગઈ 100 રૂપિયાની નોટ, હવે આ રીતે ઓળખો અસલી-નકલી નોટને

આટલુ શીખી જ લો….GOOGLE ની સાથે ઘેર બેઠા કમાણીની તક, આ રીતે થશે કમાણી

8 વર્ષના ટેણિયાએ YOUTUBE થી 8 કરોડની કમાણી કરી: તમે કેમ પાછળ? તમે પણ કરો ધરખમ કમાણી. જાણો રીત.

માનો કે ન માનોઃ આ ઉપાય તમારા ઘરની સુખ-સમૃદ્ધિનું ‘તાળુ’ ખોલી દેશે!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

All In One: સ્ત્રીઓને ઝડપથી સૌંદર્યવાન બનાવશે, આ 10 નેચરલ વસ્તુઓ…!!!

face4
આજકાલના હરિફાઈના જમાનામાં જ્યાં જુઓ ત્યાં જાહેરખબરો જોવા મળતી હોય છે, જેમાં ખાસ કરીને સ્ત્રીઓ માટેની બ્યુટી પ્રોડક્સ્ટ્સની જાહેરાત ટીવી, અખબાર, મેગેઝિન બધે જોવા મળતી હોય છે. જેમાં કોસ્મેટિક્સ, લિપ-ગ્લોસ, બોડી-લોશન, શેમ્પૂ જેવી કોસ્મેટિક પ્રોડક્ટ્સની ભરમાર જોઇએ છીએ. મોટા ભાગની સ્ત્રીઓ આ જાહેરખબરો જોઇ-વાંચીને આવા ઉત્પાદનો ખરીદી લાવે છે. જોકે બજારમાં નેચરલના નામે વેચાતી કોસ્મેટિક પ્રોડક્ટ્સમાં પણ કેમિકલ્સનું પ્રમાણ હોય જ છે, જે સરવાળે તમારી ત્વચા માટે નુકસાનકારક સાબિત થાય છે. તો આનો ઉપાય શું? તમને જાણીને નવાઇ લાગશે કે આજે પણ કેટલીક કુદરતી ચીજો એવી છે જેને કોઈ પણ પ્રોસેસ કે કેમિકલ ઉર્મેયા વિના વાપરી શકાય છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું આવા જ કેટલાક કોસ્મેટિક વિકલ્પો વિશે જે કુદરતી હોવાની સાથોસાથ નુકસાનકારક પણ નથી.

લસણ અને ચંદન

આજકાલની જીવનશૈલી અને ખરાબ ખાન-પાનને કારણે બધી ઉંમરની સ્ત્રીઓ અને યુવતીઓને ખીલ-ખાડાની સમસ્યા રહેતી હોય છે. એવામાં ખીલની સારવાર માટે એન્ટિ-ઓક્સિડન્ટ્સનું નેચરલ પાવરહાઉસ ગણાતા લસણમાં લોહીને શુદ્ધ કરવાની ક્ષમતા છે અને તેના લીધે ચહેરા પર ગ્લો આવે છે. ખાવા સિવાય લસણને ખીલની સારવાર માટે ચહેરા પર ડાયરેક્ટ પણ લગાવી શકાય છે. ફક્ત લસણની કળી લઈ જ્યાં ખીલ હોય ત્યાં ઘસો. લસણને દહીં સાથે મિક્સ કરીને પણ લગાવી શકો છો. લસણની જેમ જ ઠંડક આપતું ચંદન પણ ખીલનો અક્સિર ઉપાય છે. ચંદનના તેલનાં થોડાં ટીપા ગરમ પાણીમાં ઉમેરીને એની વરાળ લઈ શકાય. એ સિવાય ચંદનનો પાઉડર, હળદર અને દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવીને ચહેરા પર ઘસવાથી પણ ખીલમાં રાહત મળશે. આમ સ્ત્રીઓ ઘરમાં જ આ ઉપાય અજમાવી પોતાની સુંદરતી બરકરાર રાખી શકે છે.

હળદર અને ફ્રૂટ્સ

આજકાલ નાની ઉંમરની છોકરીઓ હોય કે પછી મોટી ઉંમરની સ્ત્રીઓ ચહેરાને સુંદર બનાવવા માટે અઢળક રૂપિયા ખર્ચતી હોય છે. પરંતુ જો ફેસપેક તરીકે જો પાર્લરમાં ફેશિયલ કરાવવા માટે જવાનો સમય કે કારણ ન મળતાં હોય તો ઝડપથી અને સસ્તામાં ત્વચાને ચમકીલી બનાવવા માટે હળદર એકદમ અક્સિર ઉપાય છે. બજારમાં મળતા ફેસપેકમાં કેમિકલ ઉપરાંત પ્રિઝર્વેટિવ્સ પણ હોય છે. ઉપરાંત એની અસર લાંબો સમય સુધી ન રહે એવું પણ બની શકે છે. જોકે અહીં રસોડામાં ઉપલબ્ધ નાનામાં નાની વસ્તુઓનો સ્કિન પર યોગ્ય ઉપયોગ કરવાથી ફાયદો થઈ શકે છે. જેમ કે, હળદરને થોડાક દહીંમાં મિક્સ કરીને ચહેરા પર લગાવી શકાય. એ ઉપરાંત પાકું પપૈયું, ટામેટું વગેરેનો પલ્પ બનાવીને ચહેરા પર લગાવવાથી ત્વચાના કાળા ડાઘ પણ દૂર થઈ શકે છે અને ચહેરો નેચરલી સુંવાળો અને ગ્લો કરી શકે છે.

અલોવેરા

એલોવેરાને ડ્રાય સ્કિન માટેનું શ્રેષ્ઠ મોઇસ્ચરાઇઝર માનવામાં આવે છે અને એમાંય આજકાલ પ્રદૂષણવાળા વાતાવરણને કારણે મોટાભાગની યુવતી અને સ્ત્રીઓને સ્કિન સંબંધી અનેક સમસ્યાઓ થતી હોય છે. જેમાં સાવ સામાન્ય સમસ્યા છે ત્વચામાં શુષ્કતા. સૂકી ત્વચા માટે ઉપયોગમાં લેવાતા મોટા ભાગના કૃત્રિમ મોઇસ્ચરાઇઝરમાં પેટ્રોલાટમ નામનું તત્વ હોય છે, જે હાનિકારક કેમિકલમાં પરિવર્તિત થાય છે અને સ્કિનમાં અંદર ઊતરીને નુકસાન કરે છે. આ રિસ્ક લેવા કરતાં કુદરતી એવું કુંવારપાઠું એટલે કે અલોવેરાની જેલ કાઢીને સ્કિન પર લગાવવાથી સ્કિન સોફ્ટ રહે છે અને ડ્રાયનેસ પણ દૂર થાય છે. સાથે જ કોઈપણ આડઅસર થતી નથી અને પૈસા પણ ખર્ચવા પડતા નથી.

કોકોનટ ઓઇલ

નારિયેળનું તેલ અનેક રીતે ગુણકારી અને સ્વાસ્થ્યપ્રદ માનવામાં આવે છે અને મોટાભાગના ઘરોમાં નારિયેળનું તેલ વાપરવામાં આવે છે પરંતુ બધાંને તેના ઉપયોગની યોગ્ય રીતે ખબર હોતી નથી. નારિયેળ તેલમાં ફેટી એસિડ હોય છે જે કોઈ પણ સીઝનમાં ત્વચાને ડ્રાયનેસ અને કરચલીથી મુક્ત તેમ જ હેલ્ધી રાખવા માટે જાણીતું છે. આ તેલ એકલું અથવા તો કોઈ બીજા તેલ અને હર્બના મિશ્રણ સાથે સ્કિન અથવા વાળ માટે વાપરી શકાય છે. આ તેલની ખાસિયત એ છે કે તે સ્કિન કે વાળમાં ઝડપથી ઊંડે સુધી ઊતરી શકે છે. આથી ત્વચા અંદરથી મોઇસ્ચરાઇઝ થાય છે અને વાળ મજબૂત બને છે. એ સિવાય આ તેલ વિટામિન્સ અને એન્ટિ-ઓક્સિડન્ટ્સ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. જેથી તમે તમારા રોજિંદા ઉપયોગમાં સ્કિન અને વાળ માટે કોઈપણ ચિંતા કર્યા વિના નારિયેળ તેલનો ઉપયોગ કરી શકો છો.

મેંદી

આજકાલ વાળની સમસ્યા બહુ જ વધી ગઈ છે એમાંય નાની ઉંમરમાં સફેદ વાળની સમસ્યા ખાસ કરીને યુવાનોને શરમમાં મૂકે છે, જેનાથી છુટકારો મેળવવા યુવાનો કૃત્રિમ કલર્સ અને હેરડાઈનો ઉપયોગ કરે છે. કૃત્રિમ હેરડાઇ વાળ પર જાદુની જેમ કામ કરે છે તે સાચું, પણ આ જાદુ ક્યારેક વાળને કાયમી નુકસાન પણ પહોંચાડે છે. સફેદ વાળને છુપાવવા માટેના આ અક્સિર ઉપાયના કેટલાય ગેરફાયદા પણ રિસર્ચમાં સામે આવ્યા છે જેમાં કેન્સર સુદ્ધાંનો સમાવેશ છે. જોકે બધું જ ટાળવાનો એકમાત્ર ઉપાય છે વાળને મેંદી લગાવીને નેચરલી કાળા કરવા છે. મેંદીથી વાળ સંપૂર્ણ કાળા થઇ જાય એ તો શક્ય નથી, પણ જો એમાં પોષક તત્વો ઉમેરવામાં આવે તો એ વાળ માટે હેલ્ધી સાબિત થઈ શકે છે. આ માટે મેંદીમાં બીટનો જૂસ, તલનું તેલ, મીઠા લીમડાનાં પાન, દહીં, લીંબુનો રસ, ચાનું પાણી વગેરે ચીજો ઉમેરવાથી વાળમાં રંગ સારો આવશે અને એ શરીર અને માથાને ઠંડું રાખવાનું કામ પણ કરશે.

અરીઠા અને શિકાકાઈ

બજારમાં આજે પણ હર્બલ શેમ્પૂમાં અરીઠાં મુખ્ય સામગ્રી હોય છે. અરીઠાંમાંથી નીકળતા ફીણને લીધે એ વાળ પર સાબુ કે શેમ્પૂની જેમ કામ કરીને વાળને સ્વચ્છ બનાવે છે. અહીં અરીઠાના ગુણો ધરાવતું શેમ્પૂ વાપરવાને બદલે ડાયરેક્ટ અરીઠાંને જ પલાળીને વાળ ધોવાના ઉપયોગમાં લઈ શકાય. અરીઠાંને જો શિકાકાઈ સાથે વાપરવામાં આવે તો એ વધુ સારી રીતે વાળ પર કામ કરે છે. તેના માટે અરીઠાં અને શિકાકાઈના પાઉડરને હૂંફાળા પાણીમાં મિક્સ કરી પેસ્ટ બનાવીને વાળમાં લગાવી શકાય. આ સિવાય રાતે એક લોખંડના વાસણમાં અરીઠા અને શિકાકાઈ પલાળી સવારે તેનાથી પણ માથું ધોઈ શકાય છે. આ રીતે તમે ઘરે જ હર્બલ શેમ્પૂથી વાળની સંભાળ લઈ શકો છો.

દાડમના દાણા

હોઠ પર રંગત લાવવી છે અને તે પણ લિપસ્ટિક વગર? તો દાડમના દાણાનો ઉપયોગ કરો. તડકો, ડીહાઇડ્રેશન, સ્મોકિંગની કુટેવ જેવાં અનેક કારણોને લીધે હોઠ કાળા પડી જવા આજકાલ સાવ સામાન્ય સમસ્યા બની ગઈ છે. એવામાં રોજ લગાવવામાં આવતી લિપસ્ટિક પણ લાંબા ગાળે હોઠને કાળા બનાવે છે. આ બધી સમસ્યાથી મુક્તિ મેળવવા અને હોઠને નેચરલ ગુલાબી રંગ આપવા માટે દાડમના દાણાને ક્રશ કરીને તમે એને હોઠ પર લગાવી શકો છો. આનાથી હોઠ કુદરતી ગુલાબી બને છે અને લાંબો સમય સુંવાળા પણ રહે છે. આ પ્રયોગ તમે રોજ સરળતાથી ઘરે કરી શકો છો અને મોંઘાદાટ પ્રોડક્ટસથી પણ બચી શકો છો.

સાભાર: દિવ્ય ભાસ્કર.

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો 13 આસન : કયા રોગમાં કયું આસન છે ફાયદાકારક

જાણો…આખરે યોગ શું છે? તેના 15 ચમત્કારી લાભ અને ધ્યાનમાં રાખો 10 સાવધાનીઓ…!!

ALL IN ONE: રોજ યોગ કરવાથી મળતાં આ 10 જબરદસ્ત ફાયદા ચોક્કસ જાણો

સનબર્નથી એકદમ કાળી પડેલી ત્વચા માટે, કરો 14 ચમત્કારી ઘરેલૂ ઉપાય
કેમ આવે છે પરસેવામાં ગંદી વાસ? આ ઝિંક ડાયટથી મેળવો કાયમી છુટકારો

યુવકો-યુવતીઑ ની મુખ્ય સમસ્યા ચહેરાના ખીલ-ખાડાને કાયમ કરો દૂર, અપનાવો આ શ્રેષ્ઠ ઘરગથ્થુ નુસખા-ઉપાયો.

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

જાણો…આ પશુઓ સાથે જોડાયેલાં 20 એવા સંકેત, જેના પર લોકોને છે આંધળો વિશ્વાસ..!!

sanket

કૂતરો, બિલાડી વગેરે અનેક જાનવર છે, જે પોતાની હરકતો અથવા ઇશારાઓથી આપણને શકુન-અપશુકન વિશે પહેલાંથી જ જણાવી દે છે, પરંતુ જરૂરિયાત છે તે ઇશારાઓને સમજવાની. કૂતરાને તો શકુન શાસ્ત્રમાં શકુન રત્ન કહેવામાં આવે છે. એવામાં કૂતરા અને બિલાડીની ક્રિયાઓને જોઇને શકુન-અપશુકન વિશે સરળતાથી જાણી શકીએ છીએ. આજે અમે તમને કૂતરા અને બિલાડી સાથે જોડાયેલાં શકુન અને અપશુકન વિશે જણાવી રહ્યા છીએ….

1. શુકનશાસ્ત્ર પ્રમાણે કૂતરો જો અચાનક ધરતી ઉપર પોતાનું માથું રગડે અને આ ક્રિયા વારંવાર કરે તો તે સ્થાન ઉપર દાટેલું ધન હોવાની સંભાવના હોય છે.

2. બિલાડી વિશે એક સામાન્ય વાત એ માનવામાં આવે છે કે, કોઇ સ્થાને જતી સમયે જો બિલાડી રસ્તો કાપે તો કંઇક ખરાબ થવાની સંભાવના રહે છે. જો સતત બિલાડી રડતી રહે તો સમજી લેવું કે, તમારી સાથે કંઇક ખરાબ થવાનું છે અથવા તમારી પર કોઇ સંકટ આવી શકે છે.

3. જો યાત્રા કરતી વખતે કોઈ વ્યક્તિનો કૂતરો પોતાના મુખમાં રોટલી, પૂરી કે અન્ય કોઈ ખાદ્ય પદાર્થ લાવતો જોવા મળે તો તે વ્યક્તિને સદાય ધનનો લાભ થાય છે.

4. જો કોઈ કૂતરું જનાર વ્યક્તિની ડાબી બાજુ ચાલે તો તેને સુંદર સ્ત્રી અથવા ધન મળે છે. જો જમણી તરફ ચાલે તો ચોરી કે ધનહાની થવાની સૂચના આપે છે.

5. જો બિલાડી રડતી જોવા મળે, તો તે વ્યક્તિના બધા જ કાર્ય અસફળ થઇ શકે છે. સૂતા વ્યક્તિની ઉપરથી બિલાડી ભાગી જાય તો તે વ્યક્તિએ મૃત્યુની સમાન કષ્ટ ભોગવવું પડી શકે છે.

6. સૂતા વ્યક્તિ પરથી જો બિલાડી કૂદી જાય તો, 6 મહિનાની અંદર તે વ્યક્તિની મૃત્યુ થઇ જાય છે, એવી માન્યતા છે. જો સૂતા વ્યક્તિના પગને બિલાડી સૂંઘે તો તે બીમાર થઇ શકે છે અને જો માથું ચાટે તો રાજ્ય દંડ પ્રાપ્ત થાય છે.

7. જે કોઈ રોગીની સામે કૂતરો પોતાની પૂંછડી વારંવપાર ચાટે તો શુકનશાસ્ત્ર પ્રમાણે ખૂબ જ ઝડપથી તે રોગીનું મૃત્યુ થવાની સંભાવના રહે છે.

8. જો સૂતેલી સ્ત્રીના માથાને બિલાડી સૂંઘે તો તેના પતિની મૃત્યુ થઇ જાય છે. હ્રદયને ચાટે તો પુત્રની મૃત્યુ થઇ જાય છે અને જો પગને ચાટે તો સ્ત્રીની મૃત્યુ થઇ જાય છે.

9. જો કોઇ સ્થાને જતી સમયે બિલાડીના મુખમાં માંસનો ટૂકડો જોવા મળે તો બધા જ કાર્યો સફળ થઇ જાય છે એવી માન્યાત છે. બિલાડી સૂતેલી જોવા મળે તો સમજી લેવું જોઇએ કે, કોઇ નાની-મોટી બિમારી થઇ શકે છે.

10. જો કોઈ સ્થાન ઉપર ઘણા કૂતરા એકઠા થઈને ભસે તો ત્યાં રહેનાર લોકો ઉપર કોઈ મોટી આપત્તિ આવે છે કે પછી ત્યારના લોકોમાં ભયંકર ઝઘડો કે લડાઈ થાય છે.

11. જો કૂતરો ડાબા ઘૂંટણમાં સૂંઘે તો ધન પ્રાપ્તિ થાય છે તથા જમણા પગની ઘૂંટીને સૂંઘે તો પત્ની સાથે ઝઘડો થાય છે. ડાબી જાંઘને સૂંઘે તો સ્ત્રી સાથે સમાગમ અને જમણી તરફની સૂંઘે તો મિત્રો સાથે વેર થવાની સંભાવના રહે છે.

12. બિલાડી જો પોતાના બાળકોની સાથે જોવા મળે, તો તે શુભ સંકેત માનવામાં આવે છે. કોઇ ખાસ સંબંધી અથવા મિત્ર સાથે મુલાકાત સંભવ બને છે.

13. ભોજન કરતી વખતે જો કોઈ કૂતરો પોતાની પૂંછડી ઊઠાવીને માથુ હલાવે તો ભોજન ન કરવું જોઈએ, કારણ કે તે ભોજન કરવાથી રોગ થવાની સંભાવનાઓ રહે છે.

14. જો કોઈ યાત્રાને જોઈને કૂતરો ભયથી કે ક્રોધથી ઘૂરતો હોય અતવા કારણ વગર આમતેમ ચક્કર કાપતો હોય તો તે યાત્રા કરનાર વ્યક્તિને ધનહાની થઈ શકે છે.

15. જે ઘરમાં કોઈ કૂતરો મોડી રાત સુધી આકાશ, ગોબર, માંસ, વિષ્ઠા જુએ તો તે મનુષ્યને સુંદર સ્ત્રીની પ્રાપ્તિ અને ધનનો લાભ થાય છે.

16. જો કોઈ જુગારી જુગાર રમવા જતો હોય તે વખતે જમણી તરફ કૂતરો મૈથન કરતા જોવા મળે તો તેને જુગારમાં અત્યધિક લાભ થાય છે.

17. કૂતરો જો પોતાની જીભથી પોતાના જણણા અંગને ચાટે અથવા ખંજવાળે તો તે કાર્ય સિદ્ધિની સૂચના છે અને જીભથી પેટને ચાટતો જોવા મળે તો લાભ થાય છે.

18. જો કોઈ વ્યક્તિને ચારપાઈની નીચે ઘૂસીને કૂતરો ભસતો હોય તો તે ચારપાઈ ઉપર સૂનારને રોગ ને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો કૂતરો ઝાડની નીએ ઊભો ભસતો હોય તો તે વર્ષાકાળમાં સારો વરસાદનો સંકેત આપતો હોય છે.

19. કોઈ ખેડૂતને હળ લઈ જતા રસ્તામાં કોઈ કૂતરો ડાબી તરફ મળી જાય અને પછી ઘરે આવતી વખતે જમણી તરફ મળે તો તેને સારી ઊપજ મળે છે.

20. યાત્રા ઉપર જતી વખતે કૂતરો જૂતા લઈને ભાગી જાય કે કોઈ બીજાના જૂતા લઈને સામે આવી જાય તો ચોક્કસપણે તે વ્યક્તિનું ધન ચોર ચોરી લે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.

વાંચો ઍક થી ઍક ચડિયાતા મજેદાર લેખો

ટેકનોલોજી ની આ વાતો તમે નહી જાણી હોય તો તમે કાંઇ નથી જાણયું…!!
વિજ્ઞાન ના અવનવા આશ્ચર્યજનક તથ્યો…!!
તમારૂ મગજ માની ના શકે તેવા કલ્પનાતીત તથ્યો…!!!
અચરજ પમાડે તેવા માનવશરીરનાં રહસ્યો…!!!
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
है क्या ये..!!! आप कल्पना नही कर पाएँगे…!!! NO ONE BELIEVE…!!!

જાણો…મુખમાંથી આવતી દુર્ગંધ દૂર કરવા આપનાવો આ કારગર ઉપાયો…!!!

mouth

ક્યારેક ક્યારેક શરીરને જેટલા પાણીની જરૂર હોય છે એટલું પાણી ન પીવા પર પણ મોંમાંથી વાસ આવતી હોય છે. જેમના મુખમાંથી વાસ આવતી હોય છે, તેમની સાથે વાત કરનાર વ્યક્તિને ન ઈચ્છ હોવા છતા પણ વાત કરવી પડતી હોય છે. ક્યારેક-ક્યારેક તો આવી વ્યક્તિ સાથે લોકો ઓછામાં ઓછી વાત કરવી પસંદ કરતા હોય છે. જો તમે પણ આ સમસ્યાથી બચવા ઈચ્છો છો તો ચાલો જાણીએ કઈ રીતે બચી શકાય આ વાસથી અને કઈ રીતે છુટકારો મેળવી શકાય મુખમાંથી આવતી દુર્ગંધથી. આ છે ટિપ્સ…

1. સવાર-સાંજ સરખી રીતે બ્રશ કરવું જોઈએ.

2. લીમડાની ડાળનું બ્રશ બનાવી દાંત સાફ કરવાથી મુખમાંથી દુર્ગંધ દૂર થઈ જાય છે.

3. એલચી અને ફુદીનાયુક્ત પાન ચાવવાથી પણ મુખની દુર્ગંધથી છુટકારો મળે છે.

4. એચલી ચાવવાથી પણ વાસ જતી રહે છે.

5. તજથી પણ મુખમાંથી આવતી વાસ દૂર થઈ શકે છે.

6. એક કપ પાણીમાં જીરાના તેલના 2થી 3 ટીપાં નાખી કોગળા કરવાથી લાભ થાય છે.

7. દિવસ દરમિયાન ઓછામાં ઓછા 8થી 10 ગ્લાસ પાણી પીવું.

8. દાડમની છાલને પાણીમાં ઉકાળી તે પાણીથી કોગળા કરવા. લાભ મળશે.

9. સુકાયેલી કોથમીર ચાવીને પણ મુખની વાસથી છુટકારો મેળવી શકાય છે.

10. દિવસમાં એક વખત સરસિયાંના તેલમાં થોડું મીઠું નાખી દાંત તથા જડબાની માલિશ કરવી. ધ્યાન રાખવું લાર થૂકતા રહેવું. તેનાથી મુખ એકદમ સ્વસ્થ થઈ જાય છે.

11. તુલસીના ચાર પાન દરરોજ ખાયને તેની ઉપર પાણી પીવાથી પણ મુખની દુર્ગંધ દૂર થઈ જાય છે.

12. એક લવિંગ મુખમાં રાખીને ચૂસવાથી લાભ થાય છે.

13. જમ્યાં પછી બંને સમયે અડધી ચમચી વરિયાણી ચાવવાથી અમુક દિવસમાં જ મોંમાંથી આવતી આવત દૂર થઈ જાય છે અને પાચન ક્રિયા પણ સારી થઈ જાય છે.

14. સવારે લીમડોનું દાતણ સૌથી ઉત્તમ છે. દાતણ કરવાથી દાંત મજબૂત તથા નિરોગી બને છે. મુખ સાફ રહે છે અને વાસ પણ નથી આવતી.

સાભાર: દિવ્ય ભાસ્કર.

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

સાદી લીંબુ મસાલા સોડા આ પેટ માટે લાભકારી સમજો છો..??? તો, ભયંકર નુકસાન જાણીને તમે ભુલથી પણ સોડા કે પીણાઓ પીશો નહીં.

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

નિવૃતિ માટે કરો NPSમાં રોકાણ, મળશે ઇપીએફ કરતાં વધુ રિટર્ન…!!!

pagar10

રિટાયરમેન્ટ પ્લાનિંગને લઇને ગંભીર છો તો આપના માટે નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ) એમ્પ્લોઇઝ પ્રોવિડંટ ફંડ (ઇપીએફ)થી ઘણો સારો વિકલ્પ સાબિત થશે. એનપીએસ આપને ઇપીએફ કરતાં ઘણું વધારે રિટર્ન આપે છે. આપનો મુળ પગાર (મોંઘવારી ભથ્થા સહિત) માત્ર 12 ટકાનો ફાળો ઇપીએફમાં પ્રતિ માસ કરવામાં આવે છે. આરામદાયક નિવૃતિ બનાવવા માટે આ રકમ ઘણી જ ઓછી છે. બીજી તરફ, ઇપીએફનો વ્યાજ દર પ્રત્યેક નાણાંકીય વર્ષ માટે નક્કી કરવામાં આવે છે. જે 2014-15 માટે 8.75 ટકા છે.

એનપીએસ આપને ઇક્વિટીમાં રોકાણને કારણે લાંબા ગાળા માટે ઇપીએફથી વધારે રિટર્ન તો આપે જ છે સાથે જ તેમાં પ્રતિ માસ રોકાણ કરવાનું પણ ફરજીયાત નથી. એનપીએસ ખાતામાં વર્ષમાં માત્ર એક વાર નાણાં જમા કરાવવાનું જરૂરી હોય છે. જો કે, આપ નિયમિત રીતે એનપીએસ ખાતામાં નાણાં જમા કરાવો તો તેનો વધુ લાભ લઇ શકો છો.

રિટર્નના હેતુથી ઇપીએફ અને એનપીએસ

શેરબજારમાં રોકાણને કારણે એનપીએસનું રિટર્ન ઇપીએફથી વધારે છે. નાણાં પ્રધાને બજેટ ભાષણમાં કહ્યું હતું કે એનપીએસ પર એવરેજ 11 ટકા વાર્ષિક રિટર્ન મળે છે. જયારે, ઇપીએફ પર હજુ પણ 8.75 ટકાનું રિટર્ન મળી રહ્યું છે.

વેલ્યુ રિસર્ચના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર ધીરેન્દ્ર કુમારનું કહેવું છે કે એનપીએસ લાંબા ગાળામાં ઇપીએફની તુલનામાં ઘણું વધારે રિટર્ન આપતો વિકલ્પ છે. લાંબા ગાળા માટે લોક-ઇનથી તેને નિવૃતિના રોકાણના ઉદ્દેશ્યથી સારો બનાવે છે. તેમણે ઉદાહરણ આપ્યું કે જો 30 વર્ષનો કોઇ વ્યક્તિ ઇપીએફ અને એનપીએસમાં પ્રતિમાસ 5000 રૂપિયાનું રોકાણ 30 વર્ષ માટે કરે છે અને ઈપીએફ પર વાર્ષિક 8.75 ટકા અને એનપીએસ પર 13.5 ટકા (એ અનુમાનિત નથી) માનીને ચાલીએ તો ઇપીએફમાં રોકાણ પર 67.50 લાખ રૂપિયા વધીને 2.05 કરોડ રૂપિયા થઇ જશે. બીજી તરફ, આટલા જ નાણાંનું રોકાણ જો એનપીએસમાં કર્યું તો વધીને 4.70 કરોડ રૂપિયા થઇ જશે. કુમારે જણાવ્યું કે એનપીએસથી મેચ્યોરિટી પર મળનારી 40 ટકા રકમમાંથી એન્યુઇટી ખરીદવાની અનિવાર્ય છે. જેથી તેને જીવનભર પેન્શન મળતું રહે. એનો અર્થ એ થયો કે એન્યુઇટી ખરીદ્યા બાદ પણ તેના હાથમાં ઇપીએફ કરતાં વધુ રકમ આવશે.

ઇપીએફ અને એનપીએસ ક્યાં કરે છે રોકાણ

ઇપીએફમાં આપના દ્ધારા જમા કરવામાં આવેલા નાણાંનું રોકાણ સૌથી સુરક્ષિત વિકલ્પોમાં કરવામાં આવે છે. જેને કેન્દ્ર અને રાજય સરકારની જામીનગીરીઓ, બોન્ડ, સરકારી કંપનીઓના બોન્ડ અને સરકારની વિશેષ ડિપોઝિટ સ્કીમ્સમાં કરવામાં આવે છે. ઇપીએફ પોતાના રોકાણ પોર્ટફોલિયોમાં વધારે ફેરફાર નથી કરતી. તે મોટાભાગના કેસોમાં જામીનગીરી અને બોન્ડમાં મેચ્યોરિટી સુધી રોકાણ બનાવી રાખે છે.

એનપીએસનો સૌથી મોટો લાભ એ છે કે તે રિટાયરમેન્ટ ફન્ડ બનાવવા માટે ઇક્વિટીમાં રોકાણ કરે છે. આપની પાસે વિકલ્પ હોય છે કે આપ ઇક્વિટીમાં 50 ટકા સુધીનું રોકાણ કરો. ઇક્વિટી ઉપરાંત, લિક્વિડ ફન્ડ-બોન્ડ અને સરકારી જામીનગીરીમાં રોકાણનો વિકલ્પ પણ એનપીએસ આપે છે.

એનપીએસમાં પેન્શન ફન્ડ મેનેજર પસંદ કરવાનો વિકલ્પ

આપ વર્ષમાં એકવાર પોતાના એનપીએસમાં રોકાણ પોર્ટફોલિયોમાં ફેરફાર કરી શકો છો, પરંતુ પોતાના પેન્શન ફન્ડ મેનેજરને પણ બદલી શકો છો. હાલ એનપીએસના નાણાંના મેનેજમેન્ટ માટે છ પેન્શન ફન્ડ મેનેજર છે. જેના પ્રદર્શન અને ટ્રેક રેકોર્ડ તેમની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

ટેક્સના હેતુથી ઇપીએફ અને એનપીએસ

ઇપીએફમાં જમા કરવામાં આવેલા નાણાં પર આપને આવકવેરા અધિનિયમની કલમ 80સી હેઠળ આવકવેરામાં ઘટાડાનો લાભ મળે છે. એનપીએસમાં 2 લાખ રૂપિયા સુધીના રોકાણ પર આવકવેરામાં ઘટાડાનો લાભ પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ, અત્યાર સુધીના નિયમો અનુસાર રિટાયરમેન્ટના સમયે આપના હાથમાં આવનારા નાણાં પર ટેક્સ લાગશે.

સાભાર: દિવ્ય ભાસ્કર.

જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

બદલાઈ ગઈ 100 રૂપિયાની નોટ, હવે આ રીતે ઓળખો અસલી-નકલી નોટને

આટલુ શીખી જ લો….GOOGLE ની સાથે ઘેર બેઠા કમાણીની તક, આ રીતે થશે કમાણી

8 વર્ષના ટેણિયાએ YOUTUBE થી 8 કરોડની કમાણી કરી: તમે કેમ પાછળ? તમે પણ કરો ધરખમ કમાણી. જાણો રીત.

માનો કે ન માનોઃ આ ઉપાય તમારા ઘરની સુખ-સમૃદ્ધિનું ‘તાળુ’ ખોલી દેશે!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, તો શું કરશો..?

aadhar card4

ગેસ સબ્સિડી સીધી જ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવા માટે આધાર કાર્ડ એક મહત્વનો દસ્તાવેજ છે. એવામાં જો આપનું આધાર કાર્ડ ન બન્યું હોય તો જલદી બનાવી લો. જો આપે આધાર કાર્ડ માટે અરજી કરી છે અને કાર્ડ ઘરે નથી પહોંચ્યું કે ખોવાઇ ગયું છે કે પછી એનરોલમેન્ટ સ્લિપ ગુમ થઇ ગઇ છે તો પરેશાન ન થશો. તમે તેને ફરી પ્રાપ્ત કરી શકો છો. આપ-ઇ નંબર ડાઉનલોડ કરીને કાર્ડ અને નંબર મેળવી શકો છો. તેના માટે આપ પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઇ-મેલ આઇડી દ્ધારા નેટથી આપનું આધાર કાર્ડ બનાવી શકો છો. સાથે જ એનરોલમેન્ટ નંબર પણ ડાઉનલોડ કરી શકો છો. યુઆઇડીએઆઇએ ભારતીય નાગરિકો માટે વેબસાઇટ પર કોલ ક્વેરી સોફ્ટવેર દ્ધારા આ સુવિધા શરૂ કરી છે.

શું છે એનરોલમેન્ટ

લોકોનું આધારકાર્ડ બનાવતા પહેલાં એનરોલમેન્ટની પ્રક્રિયા અપનાવાય છે. સેન્ટર પર આધારકાર્ડ બનાવવા માટે નોંધાયેલી જાણકારી બાદ જે પર્ચી આપવામાં આવે છે તેને એનરોલમેન્ટ સ્લિપ કહેવામાં આવે છે. આ નંબર પર તમે તમારૂ આધાર કાર્ડનું સ્ટેટસ જાણી શકો છો. આ સુવિધા પણ વેબસાઇટ પર છે.

શું કરવું પડશે
જેના આધાર કાર્ડ બની ગયા છે તે આધાર નંબરથી અને જેના નથી બન્યા તે એનરોલમેન્ટ (ઇઆઇડી) સ્લીપના નંબરથી ડુપ્લીકેટ કાર્ડ કે પરચી નિકાળી શકો છો.

aadhaar-card2

અહીંથી કરો શરૂઆત

યૂઆઇડીઆએઆઇની વેબસાઇટ www.uidai.gov.in ના મુખ્ય પેજ પર જઇને આધાર કાર્ડના મોનોની નીચે સિલેક્ટનું ઓપ્શન આવશે. જેની પર ક્લિક કરતાં જ ઘણાં ઓપ્શન ખુલશે. તેમાંથી રેસિડેન્ટ પોર્ટલ પર ક્લિક કરો. ક્લિક કરતાં જ ઇઆઇડી-યુઆઇડીનું ઓપ્શન મળશે.

વેબસાઇટ પર જવા માટે આ લિંક પર ક્લિક કરો

aadhar card7

ઓપ્શનની પસંદગી

રેસિડેન્ટ પર ક્લિક કર્યા બાદ આગળનું પેજ ખુલશે. જેમાં એક રાઉન્ડમાં આધાર કાર્ડ માટે એક મહિલા નજરે પડશે. જેની નીચે ઇઆઇડી/યૂઆઇડીનો ઓપ્શન હશે. આપની એનરોલમેન્ટ નંબરની સ્લિપ ગુમ છે તો ઇઆઇડી પર અને જો આધાર કાર્ડ ગુમ છે તો યૂઆઇડી પર ક્લિક કરો. ત્યાર બાદ એક ફોર્મ આવશે.

રેસિડેન્ટ ઓપ્શન પર પહોંચવા માટે આ લિંક પર ક્લિક કરો

aadhar_4

જાણકારી ભરો

યૂઆઇડી/ઇઆઇડી પર ક્લિક કર્યા બાદ એક ફોર્મ આવશે, જેમાં નામ, એનરોલમેન્ટ કરતી વખતે આપવામાં આવેલો મોબાઇલ નંબર કે મેલ આઇડી ભરવું પડશે. સ્કીન પર ચાર અંકોનો સિક્યોરિટી કોડ મળશે. તેને એન્ટર કરો. આવું કર્યા પછી સ્ક્રીન પર દેખાઇ રહેલા GET OTP પર ક્લિક કરો. થોડીક જ વારમાં મોબાઇલ પર વન ટાઇમ પાસવર્ડ આવશે. તેને એન્ટર કરીને મોબાઇલ નંબર પર ઇઆઇડી કે યૂઆઇડી નંબર આવી જશે. આધાર કાર્ડ માટે આપને મળેલા યુઆઇડી નંબર દ્ધારા યૂઆઇડીએઆઇ પોર્ટલ પર જઇને ઇ-આધાર ડાઉનલોડ કરી શકો છો.

સીધા જ ફોર્મ ભરવા માટે આ લિંક પર ક્લિક કરો

aadhar_5
કેવી રીતે ચેક કરશો આપના આધાર કાર્ડનું સ્ટેટ્સ

તમારે તમારા આધાર કાર્ડનું સ્ટેટસ જાણવા માટે https://eaadhaar.uidai.gov.in/ or https://portal.uidai.gov.in/uidwebportal/enrolmentStatusShow.do લિંક પર જઇને પોતાના આધાર કાર્ડનું સ્ટેટસ જાણી શકો છો.

સાભાર: દિવ્ય ભાસ્કર.

જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

બદલાઈ ગઈ 100 રૂપિયાની નોટ, હવે આ રીતે ઓળખો અસલી-નકલી નોટને

આટલુ શીખી જ લો….GOOGLE ની સાથે ઘેર બેઠા કમાણીની તક, આ રીતે થશે કમાણી

8 વર્ષના ટેણિયાએ YOUTUBE થી 8 કરોડની કમાણી કરી: તમે કેમ પાછળ? તમે પણ કરો ધરખમ કમાણી. જાણો રીત.

માનો કે ન માનોઃ આ ઉપાય તમારા ઘરની સુખ-સમૃદ્ધિનું ‘તાળુ’ ખોલી દેશે!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

આ 7 કામ બધાં જ કરે છે, જે હકીકતમાં કેટલા નુકસાનકારક છે જાણી લો…!!!

work5

કેટલાક કાર્યો એવા હોય છે જે નુકસાન કરશે ખબર હોવા છતાં લોકો કરતાં રહે છે. પણ હકીકતમાં આ કાર્યો કેટલા નુકસાન કરે છે બહુ ઓછા લોકો જાણે છે અથવા તો આ કામથી કેવા નુકસાન થઈ શકે તેના વિશે આજે અમે જણાવીશું. જેમ કે ચ્યુઇંગમ કાઢવાની જગ્યા ન મળે તો તેને ગળી જવી, રાત્રે મેકઅપ કાઢયા વિના સૂઇ જવું. ઊભા થઇને લાઇટ ચાલુ કરવાની આળસને કારણે આપણે ઓછા પ્રકાશમાં વાંચવું. આ બધું જ ન કરવું જોઇએ એ આપણે જાણીએ છીએ. આ પ્રકારની બીજી ઘણી બાબતો છે જે વિશેની જાણકારી આપણી પાસે તેનો અમલ ન કરવાથી શું નુકસાન થાય છે. આ નિયમોનું પાલન ન કરવાથી કેટલું નુકસાન થઇ શકે છે તે આપણે જાણવું જોઇએ.

ઓછા પ્રકાશમાં વાંચન

તમારા પતિ સૂઇ ગયા છે અને તમે જો લાઇટ કરશો તો તે જાગી જશે એ બીકથી અથવા અન્ય કોઇ કારણથી જો તમે ઓછા પ્રકાશમાં વાંચવાનો પ્રયાસ કરશો તો આંખો ખેંચાશે. ઓછા પ્રકાશમાં વાંચવાથી આંખની કીકીઓ મોટી બને છે. જો કે દૃશ્ય તો ધૂંધળું જ દેખાય છે. પરિણામે આંખોને ખૂબ શ્રમ પહોંચે છે. આંખો થાકી જાય છે.

-નિષ્ણાતોના કહેવા મુજબ આ પ્રકારની ટેવ પાડવાથી આંખોની આસપાસ કરચલીઓ પડી જાય છે. એન્ટિ-એજીંગ આઇ ક્રીમ વાપરવાની જરૂર પડે છે.

વાસી ખાદ્યોનું સેવન

ફ્રીજમાં ઘણાં સમયથી પડેલી ચીઝ કે જેના પર લીલાં રંગની ફૂગ ચઢી હોય અથવા પીચ પર લાગેલા બારીક કણો આપણા સ્વાસ્થ્ય નુકસાન કરે છે. કોઇક વાર આ પ્રકારના ખાદ્યો ખવાઇ જાય તો તે ગંભીર બાબત નથી. ફૂગ સીધી રીતે ખાસ કોઈ નુકસાન કરતી નથી. પરંતુ જીવાણુઓ-વાળો ખોરાક નુકસાન કરી શકે છે. ખાસ કરીને ઉબ કે ફૂગવાળા ફળો ખાવાનું ટાળો. નરમ ફળમાં ફૂગ ઊંડે સુધી જઇ શકે છે. તેનાથી પેદા થયેલા વિષયુક્ત તત્વો નુકસાનકારક છે. દૂધ તેની એકસ્પાયરી ડેટ વટાવી ચૂક્યું હોય પરંતુ તેની વાસ બગડી ન હોય તો તેનું સેવન કરવામા કદાચ વાંધો ના આવે. પરંતુ જો તે ખાટુ થઇ ગયું હોય તો તે ખાવું ના જોઇએ.

ખોરાકી ઝેરની અસરથી ઝાડા-ઊલટી થઇ શકે છે. સામાન્ય ઉબ કે ફૂગ કદાચ કોઇ નુકસાન ના કરે પરંતુ તેમની અધિકતાવાળા ખાદ્યોનો તો નિકાલ કરવો જ હિતાવહ છે.

અપૂરતા પાણીનું સેવન

રોજ દોઢ લિટર પાણીનું સેવન કરવું જરૂરી છે એ આપણે જાણીએ છીએ. જો આમ ના થાય તો આપણી ત્વચા સૂકી બને છે. એકાગ્રતા ઘટે છે અને ડિહાઇડ્રેશન થઈ શકે છે. આપણાં શરીરમાંથી રોજ દોઢ-લિટર જેટલું પાણી બહાર નીકળે છે. ઓછું પાણી પીવાથી શરીરમાંથી પાણીના નિકાલની માત્રા ઘટે છે.

-દિવસમાં બે-ત્રણ ગ્લાસથી ઓછું પાણી પીવામાં આવે તો થાક અને માથામાં દુઃખાવો થઇ શકે છે. ઓછા પાણીના સેવનથી કબજિયાત, સૂકો મળ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

ચ્યુઇંગમ ગળવાથી શું થઇ શકે ?

ભૂલથી તમે ચ્યુંઇગમ ગળી જાઓ છો પછી તમને ચિંતા થાય છે.ચ્યુંઇગમમાં સ્વીટનર્સ, કોર્ન-સીરપ, સોફનર્સ, સુગંધ અને ગમ-બેઝ હોય છે. પ્રથમ ચાર પદાર્થો દ્રાવ્ય હોય છે. ગમ (ગુંદર) શરીરની અંદર ક્યાંક ચોંટી જશે એવો ડર ગળી જનારને રહે છે. નિષ્ણાતોના કહેવા મુજબ અન્ય ખાદ્યોની જેમ જ ગમ પાચન માર્ગમાંથી આંતરડા વાટે બહાર નીકળી જાય છે.

-ચ્યુઇંગમ ગળવાથી બીજું કોઇ નુકસાન નથી ફક્ત મળવિસર્જનની ક્રિયા લાંબો સમય લઇ શકે છે.

ગરમ કર્યા વગરના ખોરાકનું સેવન

રાત્રે મોડાં ઘરે પહોંચીને સવારનું ભોજન અથવા સવારે પાછલી રાતનું ભોજન માઇક્રોવેવમાં ઉતાવળે ગરમ કરવાથી અંદર સુધી ગરમ થતું નથી. થોડું ખાધા બાદ તમને સમજાય છે કે ભોજન અંદરથી ઠંડુ છે. ભોજનમાં જો જીવાણુઓ હોય તો તે તમને નુકસાન કરી શકે છે તેથી ભોજનને બરાબર રીતે ગરમ કરવાનું રાખો. ઠંડા ભોજનને વારંવાર ગરમ કરીને પાછું ફ્રીજમાં મૂકવાથી જીવાણુઓ ઉત્તરોત્તર વધતા જાય છે.

-જીવાણુયુક્ત ભોજનનું સેવન કરવાથી ઝાડા થઇ શકે છે.

જૂની દવાઓનું સેવન

તમારું માથું ખૂબ દુખી રહ્યું છે. ઘણું કામ બાકી છે. તમારે દુખાવામાં રાહત મેળવવી જરૂરી છે. એક્સપાયર થઇ ગયેલી પેરાસીટામોલ તમે ગળી લો છો. થોડી જૂની દવા તમને અસર કરશે. પરંતુ થોડા મહિનાઓ જૂની દવાની અસર નહીં કરે. નિષ્ણાતો મુજબ ફાર્માસિસ્ટ ઘણાં પ્રકારના પરીક્ષણો કરીને ગોળીઓ બજારમાં મૂકે છે તેથી તેની અન્ય કોઇ આડઅસર થતી નથી.

-જૂની પેરાસીટામોલ બીજું કોઇ નુકસાન નહીં કરે પરંતુ તમને દુઃખાવામાં રાહત નહીં આપે.

ભોજન ખાવામાં ઉતાવળ

વ્યસ્ત દિનચર્યાને કારણે કેટલાંક લોકો શાંતિથી ભોજન ખાઇ શકતા નથી. જો કે આ રીતે ભોજન ખાવા છતાં તેનું પાચન તો થાય જ છે. પરંતુ તેનાથી ક્યારેક અપચો કે છાતીમાં બળતરા થઇ શકે છે. ખોરાકને ધીમે ધીમે અને યોગ્ય રીતે ચાવીને ખાવાથી ફાયદો થાય છે.

-ઊભા રહીને કે ઉતાવળે ખાવાથી અપચો થવાનેકારણે ઓડકાર, વાછૂટ જેવી સમસ્યા થઇ શકે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો 13 આસન : કયા રોગમાં કયું આસન છે ફાયદાકારક

જાણો…આખરે યોગ શું છે? તેના 15 ચમત્કારી લાભ અને ધ્યાનમાં રાખો 10 સાવધાનીઓ…!!

ALL IN ONE: રોજ યોગ કરવાથી મળતાં આ 10 જબરદસ્ત ફાયદા ચોક્કસ જાણો

સનબર્નથી એકદમ કાળી પડેલી ત્વચા માટે, કરો 14 ચમત્કારી ઘરેલૂ ઉપાય
કેમ આવે છે પરસેવામાં ગંદી વાસ? આ ઝિંક ડાયટથી મેળવો કાયમી છુટકારો

યુવકો-યુવતીઑ ની મુખ્ય સમસ્યા ચહેરાના ખીલ-ખાડાને કાયમ કરો દૂર, અપનાવો આ શ્રેષ્ઠ ઘરગથ્થુ નુસખા-ઉપાયો.

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

બદલાઈ ગઈ 100 રૂપિયાની નોટ, હવે આ રીતે ઓળખો અસલી-નકલી નોટને

100

નકલી નોટને ખાળવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) એક નવી રણનીતિ અપનાવી છે. એક અંગ્રેજી વેબસાઈટમાં છપાયેલા સમાચાર અનુસાર, આરબીઆઇએ જાહેરાત કરી છે કે તેને 100 રૂપિયાની નોટ બદલી નાખી છે. નોટિફિકેશન અનુસાર, આરબીઆઇએ મહાત્મા ગાંધી સીરીઝ-2005ની 100 રૂપિયાની નોટને નવી નંબરિંગ પેટર્ન સાથે બહાર પાડી છે.

શું હશે નવું

આરબીઆઇએ એક નોટિફિકેશનમાં કહ્યું છે કે, આ નોટોના બન્ને નંબર પેનલોના આંકડા ડાબી-જમણી બાજુથી ચડતા ક્રમમાં હશે, જ્યારે પહેલા ત્રણ આલ્ફાન્યુમેરિક કેરેક્ટર્સ (પ્રિફિક્સ)ની સાઈઝ પહેલા જેવી જ હશે. આ બદલાવથી નોટોની સુરક્ષા વધી જશે, કારણ કે સામાન્ય લોકો પણ સિક્યુરિટી ફીચરને સરળતાથી જોઈ શકશે. એવામાં નકલી નોટ ઓળખવી સહેલી થઈ જશે.

અન્ય ક્યા ફીચર્સ હશે

હાલમાં નંબર સિવાય અન્ય કોઈ ફીચર્સ બદલવામાં આવ્યા નથી. માટે નવી નોટમાં પણ રૂપિયાનો સિમ્બોલ રહેશે. સાથે જ બન્ને નંબરિંગ પેનલનની અંદર R લખેલ રહેશે. નોટમાં આરબીઆઇ ગવર્નર રઘુરામ રાજનની સહીની સાથે છાપકામનું વર્ષ 2015 છપાયેલ હશે. જોકે, નવી નોટ આવી રહી છે તેનો મતલબ એ નથી કે જૂની નોટ ચલણમાં નહીં રહે. જૂની 100 રૂપિયાની તમામ નોટ ચલણમાં રહેશે. બાદમાં બીજી નોટોમાં પણ આ સિક્યિરૂટી ફીચર્સ જોડી દેવામાં આવશે.

100a

વોટર માર્ક

કોઈપણ નોટ પર વોટર માર્ક જરૂર જોવો. તમામ અસલી નોટોમાં મહાત્માગાંધીનો ફોટો હોય છે. એ જ ફોટાને આછા શેડમાં વોટરમાર્કમાં પણ બનાવવામાં આવ્યો છે. જ્યારે નોટને તમે થોડી આડી કરશો તો તે વોટરમાર્ક તમને દેખાશે.

સિક્યોરિટી થ્રેડ

ત્યારબાદ સિક્યોરિટી થ્રેડ પર ધ્યાન આપવું. નોટની વચ્ચે સીધી લાઇનના રૂપમાં હોય છે. જેના પર હિંદીમાં ભારત અને આરબીઆઇ લખેલ હોય છે. નકલી નોટમાં તે મોટા અક્ષરે દેખાય છે અને આરબીઆઇ અને ભારત સ્પષ્ટ નથી દેખાતું. મોટાભાગે બજારમાં આ ફીચર્સને જોઈને જ અસલી નકલી નોટની ઓળખ કરવામાં આવે છે.

ગુપ્ત ઇમેજ

નોટ પર ગાંધીજીના ફોટાની બાજુમાં ગુપ્ત ઇમેજ હોય છે જેટલાની નોટ હોય તેની સંખ્યા લખેલી હોય છે. નોટને સીધી રાખવા પર જ તે જોઈ શકાય છે. જ્યારે નકલી નોટમાં આ ઇમેજ ઉપસેલી નથી દેખાતી.

માઇક્રોલેટરિંગ

નોટમાં બનેલ ગાંધીજીના ફોટાની ઠીક નજીક માઇક્રોલેટરિંગ હોય છે. 5 રૂપિયા, 10 રૂપિયા અને 20 રૂપિયાની નોટમાં અહીં આરબીઆઇ લખેલું હોય છે. તનાથી ઉપરની નોટમાં નોટની રકમ લખેલી હોય છે. જેમ કે, 500 રૂપિયાની નોટમાં માઇક્રોલેટર્સમાં 500 લખેલું હોય છે. આ જ અસલી નોટની ઓળખ છે.

ઇન્ટેગ્લિઓ પ્રિંટિંગ

નોટ પર વિશેષ પ્રકારની પ્રિંટિંગ શાહીનો ઉપયોગ કરવામાં આવે છે. આ શાહીના કારણે મહાત્માગાંધીનો ફોટો, આરબીઆઇનું સીલ અને પ્રોમાઇસિસ ક્લોસ, આરબીઆઇ ગવર્નરની સાઇનને અડવા પર તે ભાગ ઉપસેલો લાગે છે જે હાથ અડવાથી અનુભવી શકાય છે.

100b

આઇડેન્ટિફિકેશન માર્ક

આ ખાસ પ્રકારની નિશાની હોય છે, જે વોટર માર્કની ડાબી બાજુ હોય છે. તમામ નોટોમાં તે જુદા જુદા આકારની હોય છે. 20 રૂપિયામાં તે વર્ટિકલ રેક્ટેંગલ, 50 રૂપિયામાં ચોરસ આકારમાં, 100 રૂપિયામાં ટ્રાઇએંગલ, 500 રૂપિયામાં ગોળ અને 1000 રૂપિયામાં ડાયમંડ આકારમાં હોય છે.

ફ્લોરેસેંસ

નોટ પર નીચેની બાજુ વિશેષ નંબર હોય છે જે તેની શ્રેણી દર્શાવે છે. તેને ફોરેસેંસ શાહીથી પ્રિન્ટ કરવામાં આવે છે. જ્યારે નોટને અલ્ટ્રા વાયોલેટ લાઇટમાં લઈ જવામાં આવે ત્યારે તે નંબર ઉપસીને દેખાય છે.

ઓપ્ટિકલ વેરિએબલ શાહી

આ વિશેષ શાહીનો ઉપયોગ 1000 અને 500ની નોટમાં કરવામાં આવે છે. નોટમાં વચ્ચો વચ લખેલ 500 અને 1000ના અંકને પ્રિન્ટ કરવામાં આ શાહીનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે નોટ સપાટ હોય ત્યારે આ શાહી લીલા રંગની દેખાય છે અને જ્યારે નોટનો અંગલ બદલવામાં આવે ત્યારે કલર બદલાઈ જાય છે.

સી થ્રૂ રજિસ્ટ્રેશન

વોટર માર્કની બાજુમાં તે ફ્લોરલ ડિઝાઇનના રૂપમાં હોય છે. તે નોટની બન્ને બાજુ દેખાય છે. એક બાજુ તે ખાલી દેખાય છે અને બીજી બાજુ તે ભરેલ દેખાય છે. તેની ઓળખ કરવી થોડું મુશ્કેલ હોય છે, પરંતુ ધ્યાનથી જોવાથી તેને જોઈ શકાય છે.

100c

૩૧ ડિસેમ્બર સુધી બદલી શકાશે ૨૦૦૫ પહેલાની નોટ

ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ) એ ફરી એકવાર ૨૦૦૫ પહેલાની નોટોના બદલવાનો સમયગાળો વધારી દીધો છે. હવે આપ ૩૧ ડિસેમ્બર સુધી જુની નોટોને બેન્કની કોઇપણ શાખામાં જઇને બદલી શકશો, અગાઉ આરબીઆઇએ આ સમયમર્યાદા ૩૦ જૂન સુધી નિર્ધારિત કરી હતી. આરબીઆઇ આ અગાઉ પણ ઘણી વાર આ સમયમર્યાદામાં ફેરફાર કરી ચુકી છે.

હવે આપને થોડોક વધારે સમય મળી ગયો છે. તમે ભવિષ્યમાં પણ બજારમાં ખરીદી વખતે નોટોની તપાસ જરૂર કરો.

જો આપની પાસે હાલની નોટ ૨૦૦૫ કે તેથી જુની હોય તો તરત પોતાની કોઇ નજીકની બેન્ક શાખામાં જઇને તેને બદલી નાંખો. મનીભાસ્કર આપને જણાવી રહ્યું છે કે જો આપે જુની નોટો અત્યાર સુધી બદલી નથી તો શું કરવું પડશે.

કેમ થઇ રહી છે નોટ બદલવાની વાત

આરબીઆઇના જણાવ્યા અનુસાર, ૨૦૦૫ કે તેથી જુની નોટ વધારે સુરક્ષિત નથી. તેની ડુપ્લીકેસી સરળતાથી થઇ જાય છે. જયારે નવી નોટની ડુપ્લીકેસી સરળ નથી. તેનું છાપકામ આધુનિક સુરક્ષા ઉપાયોની સાથે કરવામાં આવ્યું હોય છે. જેથી સરકાર બધી જુની નોટોને બદલીને નવી નોટો ઉપલબ્ધ કરાવી રહી છે. આ પ્રયાસ છેલ્લા ઘણાં વર્ષોથી ચાલી રહ્યા છે. જો કે, દર મહિને જુની નોટ એક્સચેન્જ કરવાની તારીખો વધી રહી છે. આ વખતે પણ આવેલા નોટિફિકેશન મુજબ બધાને ૩૧ ડિસેમ્બર સુધી પોતાની જુની નોટો એક્સચેન્જ કરવાની છે.

શું કહે છે આરબીઆઇનું નોટિફિકેશન

આરબીઆઇ નોટિફિકેશન મુજબ, કોઇ પણ વ્યક્તિ જેની પાસે ૨૦૦૫ કે તેથી વધુ જૂની નોટો છે તે કોઇપણ ખચકાટ વગર કોઇપણ બેન્ક તેને એક્સચેન્જ કરી શકે છે. આના માટે કોઇ પણ પ્રકારનો વધારાનો ખર્ચ નહીં થાય. એટલું જ નહીં, જો વ્યક્તિ જુની નોટના બદલે નવી નોટ સીધા તેના એકાઉન્ટમાં આવે તો આ સુવિધા પણ બેન્ક તરફથી પ્રદાન કરવામાં આવી રહી છે.