Category Archives: Auto World ઑટો વર્લ્ડ ऑटो वर्ल्ड

તમારી કાર ની ઍવરેજ મેઈન્ટેઈન કરવાની આ અસરકારક રીતો અપનાવો

car13

સતત વધતાં પેટ્રોલ અને ડીઝળના ભાવથી તમામ લોકો હેરાન છે. ખાસ કરીને એવા લોકો જે રોજ કાર ડ્રાઈવ કરે છે. જોકે પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા કરવાં તે આપણાં હાથમાં નથી, તે વિશ્વ બજાર પર નિર્ભર કરે છે. પરંતુ તમે કંઈક એવું જરૂર કરી શકો છો જેના દ્વારા તમારી મહેનતની ઓછામાં ઓછી રકમ પેટ્રોલ અને ડીઝલ પર ખર્ચ થાય. અમે તમને અહીં કેટલાક એવા સરળ ઉપાય જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે તમારી કારની માઈલેજ સરળતાથી વધારી શકો છો અને પેટ્રોલ-ડીઝલ પર થતો ખર્ચ ઓછો કરી શકો છો.

એર ફિલ્ટરને રાખો સાફ:
કારમાં જે એર ફિલ્ટર લાગેલ હોય છે તેને તમારી કારની માઇલેજ સાથે સીધો સંબંધ હોય છે. કારને ઘણા દિવસો સુધી ચલાવ્યા બાદ કારમાં લાગેલ એર ફિલ્ટર ખરાબ થઈ જાય છે. ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે, કારનું એર ફિલ્ટર ખરાબ થઈ જવાં છતાં લોકો તેના પર ધ્યાન નથી આપતા હોતા. આ જ કારણ છે કે, કાર ઓછી એવરેજ આપે છે. ખરાબ એર ફિલ્ટર વધુમાં વધુ ઉર્જા વાપરે છે કારણ કે કારના એન્જિન સુધી પેટ્રોલનો પ્રવાહ યોગ્ય રીતે નથી પહોંચતો. માટે તમે તમારી કારની માઈલેજ વધારવા માગતા હોવ તો એર ફિલ્ટર હંમેશા સાફ રાખવું જોઈએ.

ટાયરના પ્રેસર પર ધ્યાન આપવું:
ટાયર પર જ આખી કારનું વજન આવતું હોય છે. લાંબા સમય સુધી કાર ચલાવ્યા બાદ કારના ટાયરમાં હવાનું દબાણ વધવાના કારણે ધીરે ધીરે કારના દાયરમાં હવા ઓછી થવા લાગે છે, જેના કારણે કારને ચલાવવા માટે વધુ એક્સલેટેરનો ઉપયોગ કરવો પડે છે અને વધુ ઉર્જા વપરાય છે. માટે સમયાનુસાર તમારી કારના ટાયરના પ્રેસરની તપાસ કરાવતા રહેવું અને જરૂર જેટલી હવા ટાયરમાં રાખવી જોઈએ.

કારનું ઓછું વજન:
જ્યારે પણ તમે પ્રવાસ માટે બહાર જવાના હોવ તો ત્યારે પ્રયત્ન કરવો કે કારમાં ઓછામાં ઓછું વજન હોય. તમે કારમાં જરરૂત કરતાં વધારાનો સામાન હટાવી કારનું વજન ઓછું રાખી શકો છો. ઘણી વખત જોવામાં આવ્યું છે કે, એવો સામાન રાખતાં હોય છે જેની જરૂરત પણ ન હોય. મતલબ જૂના ટાયર, એક્સ્ટ્રા સ્ટેપની, જરૂરત કરતાં વધારે સાધન અને સામાન વગેરે. યાદ રાખો જો તમે જરૂરત કરતાં વધુ સામાન જેનું વજન 50-60 કિલોગ્રામ સુધી છે તેને લઈને ચાલશો તો તમે દર વખતે એક એક્સ્ટ્રા વ્યક્તિનું વજન લઈને ચાલો છો જેની અસર તમારી કારની માઇલેજ પર પડે છે.

સવારના સમયમાં પેટ્રોલ-ડીઝલ પુરાવો:
આ એક એવું કામ છે જેના પર વિશેષ ધ્યાન આપવાની જરૂરત છે. હાં આમ કરવું જીવનમાં દરેક વખતે શક્ય નથી હોતું પરંતુ તમે થોડું ધ્યાન આપો તે તે શક્ય થઈ શકે છે. હાં પેટ્રોલ-ડીઝલ પુરાવતા સમયે હંમેશા સવારે કે સાંજે પેટ્રોલ પમ્પ પર જવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે તડકામાં પેટ્રોલ-ડીઝલની ઇન્ટેસ્ટીવિટી વધી જાય છે અને ક્રૂડ ગરમ થઈ જાય છે અને તે વધારે વપરાય છે.

સર્વિસ:
એક સારી માઇલેજ માટે સમયાંતરે કારની સર્વિસ કરાવવી ખૂબ જ જરૂરી છે. તમારી કાર કોઈ જીવ નથી જે પોતાની મુશ્કેલી વિશે તમને જણાવશે. તમારે ખુદ જ આ લાખોની સંપત્તિનું ધ્યાન રાખવું પડશે. હાં સમયાનુસાર એક ટાઈમટેબલ અનુસાર તમારી કારની સર્વિસ હંમેશા કરાવતાં રહો તેનાથી તમે બન્ને, તમે અને તમારી કાર બન્ને ખૂબ ખુશ રહેશો. આ તો થઈ મેઇટેનન્સની વાત જેની મદદથી તમે તમારી કારની સારી એવી માઇલેજ મેળવી શકો છો. ઉપરાંત અન્ય રીત પણ છે જેના દ્વારા તમે તમારી કારની માઈલેજ વધારી શકો છો.

ઝડપથી ગિઅર ન બદલો:
જ્યારે તમે કાર ચલાવતા હોવ છો ત્યારે હંમેશા ધ્યાન રાખો કે કારના ગિઅર સાવધાની પૂર્વક બદલા જોઈએ. પ્રવાસ દરમિયાન ઓછામાં ઓછા ગિઅર બદલવાનો પ્રયત્ન કરો. જ્યારે જરૂરત હોય ત્યારે જ ગિઅર બદલો. જ્યારે તમારી કારની ગતિ વધુ હોય ત્યારે ગિયર વધારો અને ગતિ અનુસાર જ ગિયર ઓછા કરી લો. ધ્યાન રાખો કે વધુ ગિયરનો ઉપયોગ વધુ ઉર્જાનો વપરાશ કરે છે.

એન્જિન ઓન/ઓફ:
જો તમે શહેરમાં ભીડભાડવાળા રસ્તા પર કાર ચલાવો છો તો આ વાત પર સૌથી વધુ ધ્યાન આપવું જોઈએ. ભારે ભીડભાડવાળા રસ્તા પર જોવા મળતું હોય છે કે, લોકો ઝડપથી ગંતવ્ય સ્થળ સુધી પહોંચવા માટે કારના એન્જિનને બંધ કરવાનું પણ યોગ્ય નથી સમજતાં. જ્યારે ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેવાનું સિગ્નલ મળે ત્યારે કારનું
એન્જિન ઓફ કરી દેવું જોઈએ. જો તમે હંમેશા એન્જિન ઓફ કરો છો તો તમે લગભગ 20 ટકા ઉર્જાની બચત કરી રહ્યા છો.

એક્સલેટેરનો ઉપયોગ:
એક્સલેટર એવું યંત્ર છે જે સીધી રીતે તમારા એન્જિન અને પેટ્રોલ-ડીઝલ ટાંકી સાથે જોડાયેલ છે. મતલબ એક્સલેટર જ કારના એન્જિન અને ફ્યૂઅલ ટેંકનીં મિડીએટર હોય છે. જ્યારે તમે કાર પ્રથમ ગિઅરમાં આગળ વધારો છો ત્યારે ધીરેથી એક્સલેટર છોડવું જોઈએ. ઘણી વખત જોવામાં આવ્યું છે કે, મોટાભાગના લોકો પિક-અપ
મેળવવાના ચક્કરમાં તાત્કાલીક ઝડપથી એક્સલેટરનો ઉપયોગ કરે છે. તમને જણાવીએ વધુ ઝડપથી એક્સલેટરનો ઉપયોગ વદુ ફ્યૂઅલનો વપરાશ કરે છે.

ગતિ પર ધ્યાન આપવું:
કાર ચલાવતા સમયે તમારી કારની ગતિ પર ધ્યાન રાખવું જોઈએ, તમને જણાવીએ કે, શહેરમાં 40-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલો, તેનાથી તમે તમારી માઈલેજને તો યોગ્ય રાખી શકો છો પરંતુ સાથે સાથે તમારી જિંદગી પણ સુરક્ષિત રહેશે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

કાર 1 લીટર પેટ્રોલના ખર્ચમાં 1851 KM દોડશે, BHUના વિદ્યાર્થીની કમાલ..!!!
એક પૈડાંવાળી મોટરસાઇકલ, જુઓ ફ્યૂચર બાઇક્સની ડિઝાઇન્સ
ગુજરાતમાં પ્રથમવાર: એક લિટર પેટ્રોલમાં 200 કિ.મી. ચાલતી સાઈકલ: કિંમત છે 23 હજાર

તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
તમારૂ મગજ માની ના શકે તેવા કલ્પનાતીત તથ્યો…!!!
અચરજ પમાડે તેવા માનવશરીરનાં રહસ્યો…!!!
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
રહસ્યમય ઈશ્વરીય સર્જન તાકાતવર ઍનાકોન્ડાની દુર્લભ તસ્વીર…!!!
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!

કાર 1 લીટર પેટ્રોલના ખર્ચમાં 1851 KM દોડશે, BHUના વિદ્યાર્થીની કમાલ..!!!

bhu3

બીએચયૂ આઇઆઇટીના વિદ્યાર્થીઓ સતત નવા સંશોધન દ્વારા ભારતની ટેક્નોલોજીમાં નવી દિશા કંડારી રહ્યા છે. આઇઆઇટીના બીટેકના વિદ્યાર્થીઓની ટીમ અવેરાએ એક એવું ફ્યૂઅલ એફિશિઅન્ટ કાર મોડલ તૈયાર કર્યું છે, જે ઇલેક્ટ્રોનિક બેટરીથી ચાલે છે. વિદ્યાર્થીઓએ આ કારનું નામ અલ્ટેર્નો રાખ્યું છે. આ કાર માત્ર એક લીટર પેટ્રોલના ખર્ચમાં 1851.8 કિલોમીટરની એવરેજ આપે છે.

મેકેનિકલ એન્જિનિયરિંગ આઇઆઇટી બીટેકના વિદ્યાર્થી અંકિત વર્માની ટીમ અવેરાએ તેની ડિઝાઇન કરી છે. આવી કારનો ઉપયોગ શેલ ઈકો મેરેથોન સ્પોર્ટ્સમાં કરવામાં આવે છે. પ્રથમ વખત બીએચયૂ આઇઆઇટી શૈલ ઈકો મેરેથોન ગેમ ફિલીપાઇન્સ-2015માં ભાગ લેશે. તેને 12 લોકોની ટીમે મળીને તૈયાર કરી છે. સંસ્થાના ડાયરેક્ટર પ્રો. રાજીવ સંગલે સોમવારે આ કારનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું.

માત્ર 80 કિલો છે કારનું વજન

શેલ ઇકો કાર અલ્ટેર્નોને બનાવનાર આઇઆઇટીના વિદ્યાર્થી અંકિત વર્માનો દાવો છે કે, ભારતમાં અન્ય કારોની તૂલનામાં તેની આ કાર એવરેજમાં ઘણી સસ્તી છે. અંકિતે જણાવ્યું કે, તેની કાલનું કુલ વજન 80 કિલોગ્રામ છે. એન્જિનની જગ્યાએ જાતે બનાવેલ ઇલેક્ટ્રિકલ મોટરનો ઉપયોગ કર્યો છે. ચેચિસનું વજન માત્ર 12 કિલો છે. એન્જિનમાં લગાવવામાં આવેલ મોટરને બ્રેસલેસ મોટર કહે છે. બેટરી ચાર્જ કરવામાં બહુ ઓછી ઉર્જાની જરૂર પડે છે. માત્ર 80 રૂપિયાની વિજળમાં આ કાર 1851.8 કિલોમીટરનું અંતર કાપી શકે છે.

આટલી વધુ એવરેજ આપવાનું આ છે કારણ

તેમાં એરોડાયનેમિક ડ્રેગ સિસ્મટની વિરૂદ્ધ દિશામાં તાકત ઓછી કરવામાં આવી છે, જેનાથી ઘણી ઓછી ઊર્જાની જરૂરત પડે છે. તે હવાની વિરુદ્ધ દિશામાં ચાલે છે. બીજી વાત એ ચે કે, તેના ટાયરોને અન્ય ટાયરોની તૂલનામાં લો રોલિંગ ફિક્શન પર રાખવામાં આવ્યા છે. જ્યારે, કારનું વજન ઘણું ઓછું છે, જેના કારણે ઊર્જાની ઓછી જરૂરત પડે છે. ઉપરાંત કારમાં નવ બેટરી લગાવેલી છે, જે 36 વોટ સુધીની ઊર્જા સરળતાથી આપે છે. અંકિતના જણાવ્યાનુસાર, આ કાર 10 કિમીની ઝડપથી દોડવા પર 1851.8 કિમીની એવરેજ આપે છે.

BHU

ફિલીપાઇન્સમાં શેલ ઇકો મેરેથોન ગેમ ભાગ લેશે

26 જાન્યુઆરીથી 1 માર્ચ સુધી ફિલીપાઇન્સમાં શેલ ઇકો મેરેથોન ગેમનું આયોજન થવાનું છે. તેમાં પ્રથમ વખત ભારત તરફથી મુબંઇ અને બીએચયૂ આઇઆઇટીની ટીમ ભાગ લેશે. ભારત તરફથી તેમાં કુલ 17 ટીમ ભાગ લેવાની છે. જણાવીએ કે, આ હરીફાઇમાં સમગ્ર એશિયાની ટીમ ભાગ લેતી હોય છે.

કારની વધુમાં વધુ ઝડપ 55 કિલોમીટર

એક માણસ આ કારમાં બેસીને આરામથી ચલાવી શકે છે. તેમાં રિયલ વ્હીલ સંચાલિત પૈંડા લગાવેલા છે. બે પૈંડા આગળ અને એક પાછળ લાગેલું છે. તેની વધુમાં વધુ ઝડપ 55 કિલોમીટર છે. 45 કિલોમીટરની ઝડપમાં પહોંચવા માટે 11.2 સેકન્ડનો સમય લાગે છે.

કઈ વસ્તુઓમાંથી બનેલી છે આ કાર

મેકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી રંજીત કુમારના જણાવ્યાનુસાર, આગળનુ મોડલ ગ્લોસ ફાઇબરથી તૈયાર કરવામાં આવ્યું છે. ચેચિસ એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવ્યા છે. સ્ટીઅરિંગ ખાસ ગોકાર્ડિંગ બનાવવામાં આવ્યા છે, જે નાની અને રેસર કારમાં હોય છે. હાલમાં નોર્મલ સાઇકલના પૈંડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

bhu5

કાર બનાવનારી ટીમમાં 12 લોકો છે સામેલ

અંકિત આર વર્મા- મેકેનિકલ મેનેજર, ઇલેક્ટ્રોનિક્સ
રંજીત કુમાર- મેકેનિકલ ડ્રાઇવર, એસેમ્બલી
વિવેક ચૌહાણ- મેકેનિકલ ટ્રાન્સમિશન
કુણાલ રાય- મેકેનિકલ માર્કેટિંગ
કનિષ્ક મિશ્રા- મેકેનિકલ બોડી એરોડાયનેમિક્સ
આદિત્ય સારસ્વત- મેકેનિકલ સ્ટીઅરિંગ
પ્રતીક અગ્રવાલ- મેકેનિકલ પાવરટ્રેન
અંકિત પટેલ- સિવિલ પાવરટ્રેન
આકાશ ગુપ્તા- માઇનિંગ એસેમ્બલી
અમર સુરી- કેમિકલ એસેમ્બલી
રાકેશ સિંહ- મેકેનિકલ એસેમ્બલી
અરૂણ- મેકેનિકલ એસેમ્બલી

ભવિષ્યમાં આ કારનો ઉપયોગ ઈ-રિક્ષાની જેમ કરી શકાશે

બીએચયૂ આઇઆિટીના ડાયરેક્ટર પ્રો. રાજીવ સંગલે જણાવ્યું કે, પ્રથમ વખત કોઈ કાર બનાવવાને લઇને આવો અદ્ભૂત પ્રયોગ થયો છે. આ કાર પ્રતિ એક લીટર (65.54 રૂપિયા)માં 1851.8 કિલોમીટરનું અંતર કાપે છે. આ કારમાં મોટર એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું કે, ભવિષ્યમાં આ કારનો ઉપયોગ ઈ-રિક્ષાની જેમ કરી શકાશે. આગળ વધુ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સોલર પેનલનો ઉપયોગ પણ કરી શકાય છે. આ કાર બનાવવા પાછળ કેટલો ખર્ચ થયો છે તેનો કોઈ ખુલાસો થયો નથી પરંતુ અન્ય કારની તૂલનામાં તેની કિંમત ઘણી ઓછી હશે.

આ પ્રકારનું છે કારનું માળખું

વજનઃ 80 કિલોગ્રામ
લંબાઈઃ 285 સેમી
પહોળાઈઃ 100 સેમી
બેટરીઃ 36 વોટ
આકારઃ બે પૈંડા આગળ અને એક પૈંડું પાછળ.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ટેકનોલોજી ની આ વાતો તમે નહી જાણી હોય તો તમે કાંઇ નથી જાણયું…!!
વિજ્ઞાન ના અવનવા આશ્ચર્યજનક તથ્યો…!!
તમારૂ મગજ માની ના શકે તેવા કલ્પનાતીત તથ્યો…!!!
અચરજ પમાડે તેવા માનવશરીરનાં રહસ્યો…!!!
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
है क्या ये..!!! आप कल्पना नही कर पाएँगे…!!! NO ONE BELIEVE…!!!
રહસ્યમય ઈશ્વરીય સર્જન તાકાતવર ઍનાકોન્ડાની દુર્લભ તસ્વીર…!!!

 

એક પૈડાંવાળી મોટરસાઇકલ, જુઓ ફ્યૂચર બાઇક્સની ડિઝાઇન્સ

auto

કાર ભલે ગમે તે પણ હોય, પરંતુ તેની સામે મોટરસાઇકલ પસંદ કરનારાઓની કમી નથી. છોકરાઓ તો ઠીક પણ છોકરીઓમાં પણ આજકાલ બાઇક્સનો શોખ જોવા મળે છે. બાઇક્સ જેટલી સ્ટાઇલિશ લાગે છે, તેટલા જ ગ્રાહકો આકર્ષિત થાય છે. અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ બાઇક્સ જો તમારે જોવી હોય તો તેના માટે ઓટો-એક્સ્પો અથવા બાઇક શોની ઇવેન્ટ્સ બેસ્ટ છે. આજે અમે તમને દુનિયાની 10 એવી બાઇક્સ બતાવવા જઈ રહ્યા છીએ જે તમને સાઇન્સ ફિક્શન ફિલ્મોની આદ અપાવશે. જોકે, આ 10 ડિઝાઇન્સ આવનારા દિવસોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, પરંતુ તેનો ઉપયોગ આજે પણ કરી શકાય છે.

Bombardier Embrio
આ મોટરસાઇકલ એક વ્હિલ પર ચાલે છે. આ દુનિયાની સમક્ષ વર્ષ 2003માં રજૂ થઈ હતી. તેનો કોન્સેપ્ટ અલગ જ છે. જો તેનું મોડલ તૈયાર કરવામાં આવે તો 2025 પહેલા તે તૈયાર નહીં થઈ શકે. આ મોટરસાઇકલની સ્પીડ વધુ છે.

auto1

હોંડા વી4

હોંડા વી4ને વર્ષ 2008માં જર્મનીની એક મોટરસાઇકલ શોમાં રજૂ કરવામાં આવી હતી. આ સ્ટાઇલિશ બાઇકને ભવિષ્ય માટે બનાવવામાં આવી છે. તેની ડિઝાઇન આજના મોડલ્સથી બિલ્કુલ હટકે છે. બ્રાંડ હોન્ડા માટે પણ આ બાઇક ડિઝાઇનની દૃષ્ટિએ અલગ છે.

auto2

Suzuki G-Striker

સુઝુકી જી સ્ટ્રાઇકરની ઝલક સૌથી પહેલા વર્ષ 2003માં ટોક્યો મોટરશોમાં જોવા મળી હતી. આ મોટરસાઇકલની ડિઝાઇન એવી છે કે આ અડધી બાઇક લાગે છે અને અડધુ સ્કુટર.

auto3

I.Care

આ બાઇકની ડિઝાઇન અને તેમાં ઉપોયગમાં લેવાયેલ આધુનિક ટેક્નોલોજી તેની ગતિને વધારવામાં મદદ કરે છે. આ હાઇ સ્પીડ બાઇકની શોધ ફ્રાન્સમાં થઈ હતી.

auto4

Victory Vision 800

આ ખૂબ જ પાવરફૂલ બાઇક છે. આ ટ્રેક રાઇડિંગ અને સિટી રેસિંગ માટે ઉપયુક્ત છે. આમ તો આ બાઇક હાલથી જ ખૂબજ લોકપ્રિય છે.

auto5

Peraves Monotracer

આ એક અલગ પ્રકારની મોટરસાઇકલ છે. તેનો લુક સ્પોર્ટી છે, તેમાં ફ્યૂલ ખર્ચ ઓછો આવે છે અને લાંબા અંતરની યાત્રા માટે ખૂબજ આરામદાયક છે.

auto6

Batpod

આ મોટરસાઇકલમાં વોટર કુલિંગ ટેક્નોલોજી છે. સિંગલ-સિલિન્ડરવાળા એન્જિનથી ચાલતા તેની ગતિ બહુ ઝડપી છે. તે દેખાવે હેવીવેઈટ છે, પરંતુ એક વખત ગતિ પકડી લીધા બાદ આ બાઇક્સ જેવું લાઇટ મોડલ બીજું કોઈ ન હોઈ શકે.

auto7

Dodge Tomahawk

અજીબોગરીબ લુકને કારણે આ મોટરસાઇકલનું નામ બાદમાં બદલી નાખવામાં આવ્યું હતું. બાદમાં તેને ‘Tomahawk’ના નામે ઓળખવામાં આવી. આ બાઇકની ઝલક પહેલી વખત વર્ષ 2003માં ડેટ્રોઇટ ઓટો સેલૂનમાં જોવા મળી હતી.

auto8
Confederate Renovatio

આ બાઇકને અમેરિકાના બે ડિઝાઇનર્સે બનાવી છે. આ દેખાવે ભારી ભરકમ લાગે છે પરંતુ તે ઘણી સુવિધાજનક છે.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ટેકનોલોજી ની આ વાતો તમે નહી જાણી હોય તો તમે કાંઇ નથી જાણયું…!!
વિજ્ઞાન ના અવનવા આશ્ચર્યજનક તથ્યો…!!
તમારૂ મગજ માની ના શકે તેવા કલ્પનાતીત તથ્યો…!!!
અચરજ પમાડે તેવા માનવશરીરનાં રહસ્યો…!!!
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
है क्या ये..!!! आप कल्पना नही कर पाएँगे…!!! NO ONE BELIEVE…!!!
રહસ્યમય ઈશ્વરીય સર્જન તાકાતવર ઍનાકોન્ડાની દુર્લભ તસ્વીર…!!!

 

ગુજરાતમાં પ્રથમવાર: એક લિટર પેટ્રોલમાં 200 કિ.મી. ચાલતી સાઈકલ: કિંમત છે 23 હજાર

cycle4

માઉન્ટ આબુમાં સરકારી નોકરી કરતાં જગદીશકુમાર હિરાજી ગેહલોત (હિરાગર) અને ચંદ્રરેખાબહેનના ત્રણ પુત્રો પૈકી રાજકમલે માઉન્ટઆબુમાં અભ્યાસ કરી ઓટોમોબાઇલની ડીગ્રી પ્રાપ્ત કરી છે.જેમણે ગ્રામિણ વિસ્તારમાં વસતા લોકોની વાહનની સ્થિતિ નિહાળી માત્ર એક લીટરમાં ૨૦૦ કિલોમીટર ચાલી શકે તેવી સાયકલ બનાવી હોવાનો દાવો કર્યેા છે.તે રાત્રી દરમીયાન ચલાવી સકાય તે માટે હેડ લાઇટ લગાવવામાં આવશે જેના ઉપર હજુ શંસોધન ચાલું છે.જે સંપૂર્ણ તૈયાર થશે ત્યારે ગુજરાતમાં સૌ પ્રથમ આવી સાયકલ બજારમાં આવશે તેવો રાજકમલ દોવો કરી રહ્યા છે.

cycle3

કોણે બનાવી સાઈકલ
– મૂળ રહેઠાણ માઉન્ટ આબુ અને હાલ પાલનપુરમાં રેસ્ટોરન્ટ ધરાવતા રાજકમલે ત્રણ વરસમાં સાઈકલ બનાવી
– 80 સીસી ટુ સ્ટ્રોક એસમ્બલ એન્જિન
– સિંગલ પ્રિસ્ટન
– 40-50 કિલોમીટરની ઝડપે દોડે છે

– પેન્ડલ મારી કલચ છોડવાથી ચાલુ થાય છે
– 02 લિટર પેટ્રોલની ટાંકી
– પેટ્રોલ ખલાસ થાય તો પેન્ડલથી સાઈકલ ચલાવી શકાય છે
– રાત્રી દરમિયાન ચલાવી શકાય તે માટે હેડ લાઇટ

(200 કિમી ચાલનાર પ્રસ્તાવિત સાયકલ)

cycle

– એકલીટર પેટ્રોલમા 200 કિમી ચાલતી સાયકલને ન્યૂજનરેશન લૂક અપાશે
– સાયકલને નવી ચેસીસ બનાવી કલેવર અપાયુ: તૈયાર થયા બાદ મજુરી અર્થે દિલ્હી મોકલાશે
પાલનપુર: પાલનપુરના ઓટો મોબાઈલ એન્જિનિયર દ્વારા એક લીટર પેટ્રોલમાં 200 કિલોમીટર સાયકલ બનાવવામાં આવી છે. જેને ન્યૂજનરેશન લૂક આપી સરકારની મજુરી માટે દિલ્હી મોકલાશે. જો, સરકાર મંજુરી આપે તો ભારતને વિદેશી કંપનીમા બનતી સૌને પરવડે તેવી કિંમતની સાયકલ મળી શકે તેમ છે.
માઉન્ટ આબુમાં સરકારી નોકરી કરતા જગદીશકેમાર હિરાજી ગોહલોત અને રેખાબેનના પુત્ર રાજકમલે એક લીટર પેટ્રોલમા 200 કિલોમીટર ચાલી શકે તેવી સાયકલ બનાવી છે. જેમા 80 સીસી ટુ સ્ટ્રોક એસમ્બલ એન્જિન, સીંગલ પ્રિસ્ટલથી 40થી 50 કિલોમીટરની ઝડપે દોડે છે. પેડલ મારી કલચ છોડવાથી ચાલુ થતી આ સાયકલમાં બે લીટરની પેટ્રોલ ટાંકી લગાવવામાં આવી છે. અને જો કદાચ રસ્તામાં પેટ્રોલ ખલાસ થઇ જાય તો પેડલથી પણ સાયકલ ચાલી શકે છે.
આ સાયકલમા હજુ પણ સુધારા કરવામાં આવી રહ્યા છે. જેમા જંપર, એરોડાયનામીક્ષ , બ્રેકીંગ પાવર, ઇન્જન આરપીએમ હેડલાઇટ ગોઠવી ન્યુ જનરેશન લુક આપવામા આવનાર છે. વર્તમાન સમયે સાયકલ ઉપર નવી ચેસીસ નાખવામા આવી છે. જેની પાછળ સીટ ગોઠવવામાં આવશે. જેથી બીજી વ્યક્તિ પણ સાયકલ ઉપર બેસી શકશે. દરિમયાન સાયકલ સંપૂર્ણ તૈયાર થઇ જાય તેપછી સરકારની મંજુરી અર્થે દિલ્હી મોકલવામાં આવશે.જો સરકાર મંજુરી આપે તો પ્રજાજનોને સ્વદેશી માત્ર રૂ. 20થી 23 હજારની કિંમતમાં સૌને પરવડે તેવી સાયકલ મળી શકેશે. બીજી તરફ સરકારને પણ ટેક્ષ રૂપી આવક થશે.
cycle5
એસેબલ એન્જીનથી એવરેજ મળ છે : કમલકમાર સૈની ( એચ.ઓ.ડી.મિકનીલ એન્ડ ઓટો મોબાઇલ ડિપાર્ટમેન્ટ એસઆઇડી કોલેજ, જામપુરા)
પાલનપુરના રાજકમલ હિરાગરએ મારા માર્ગદર્શન હેઠળ આ સાયકલ બનાવી છે. જેમા અમોએ એસેબલ એન્જિન તૈયાર કર્યુ છે, અને ચકાસણીમાં 50 ગ્રામ પેટ્રોલમાં 32 કિલોમીટર એવરેજ મળી હતી. એક લીટર પેટ્રોલમા 200 કિલોમીટરની એવરેજ મળી શકેશે.
cycle2
કેવી રીતે બને છે આ સાયકલ
– 80 સીસી ટુ સ્ટ્રોક એસમ્બલ એન્જિન
– સિંગલ પ્રિસ્ટન
– 40-50 કિલોમીટરની ઝડપે દોડે છે
– પેન્ડલ મારી કલચ છોડવાથી ચાલુ થાય છે
– 02 લિટર પેટ્રોલની ટાંકી
– પેટ્રોલ ખલાસ થાય તો પેન્ડલથી સાઈકલ ચલાવી શકાય છે
– રાત્રી દરમિયાન ચલાવી શકાય તે માટે હેડ લાઇટ
Video: લીટર પેટ્રોલમાં 200 KM ચાલતી સાયકલ
***** વીડિયો જોવા માટે નીચેની લિંક ઉપર ડબલ ક્લિક કરો. *****

Cycle Run By Petrol Gave Mileage Near 200 Km Per Litre In Palanpur


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
ब्रह्मांड के कई ग्रहों पर मौजूद है एलियंस, पुराणों में छिपा है रहस्य…!!!
है क्या ये..!!! आप कल्पना नही कर पाएँगे…!!! NO ONE BELIEVE…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
તમારૂ મગજ માની ના શકે તેવા કલ્પનાતીત તથ્યો…!!!
અચરજ પમાડે તેવા માનવશરીરનાં રહસ્યો…!!!
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
રહસ્યમય ઈશ્વરીય સર્જન તાકાતવર ઍનાકોન્ડાની દુર્લભ તસ્વીર…!!!
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!