Category Archives: કારકિર્દી कारकिर्दी Career

જાણો…રાશિ અનુસાર રોજગારીની પસંદગી..!!

jobpic

રાશીઓની કુલ સંખ્યા 12 છે..જન્મ સમય અનુસાર અલગ-અલગ રાશીઓ હોય છે. તમારી જે રાશિ હોય તે અનુસાર તમે તમારા માટે યોગ્ય કરિયરની પસંદગી કરી શકો છો.

મેષ રાશિ
મેષ રાશિનો રાશિ સ્વામી મંગળ છે. જન્મકુંડળીના દસમા સ્થાન કે ઘરમાં મેષ રાશિ હોય તો તમને સાહસિક કાર્યોમાં સફળતા સરળતાથી મળી શકે છે. આથી મેષ રાશિના જાતકો માટે રક્ષા વિભાગ, પોલીસ વિભાગ, ધાતુ સાથે સંબંધિત કાર્ય, રાજનીતિક તથા પ્રશાસનિક કાર્ય તથા ચિકિત્સકનો વ્યવસાય લાભકારી તથા અનુકૂળ પરિણામ આપનાર હોય છે. પત્રકારત્વના ક્ષેત્રમાં પણ તમને સફળતા મળે છે.

વૃષભ
શુક્ર વૃષભ રાશિનો સ્વામી છે. કુંડળીમાં દસમા ઘરમાં વૃષભ રાશિ હોય તો આ જાતકોએ સંગીત, સૌંદર્યપ્રસાધન, મીડિયામાં રોજગાર શોધવો જોઈએ. આ સિવાય બેન્કની નોકરી, વિજ્ઞાાપન એજન્સી સાથે સંકળાયેલું કાર્ય તથા ઇલેક્ટ્રોનિક્સનું કાર્ય લાભપ્રદ હોય છે. વાણિજ્યના ક્ષેત્રમાં પણ તમને સફળતા પ્રાપ્ત થાય છે.

મિથુન
મિથુન રાશિનો સ્વામી બુધ ગ્રહ હોય છે. જન્મકુંડળીના દસમા ઘરમાં મિથુન રાશિ હોય તો તમારે તમારી કરિયર મીડિયામાં બનાવવી જોઈએ. આ જાતકો માટે એન્જિનિયરિંગ, શિક્ષણ, લેખન તથા અનુવાદનું કાર્ય પણ ઉત્તમ રહે છે. આ જાતકો સારા સંપાદક કે સાહિત્યકાર પણ બની શકે છે.

કર્ક રાશિ
ચંદ્રમા એ કર્ક રાશિનો સ્વામી છે. જન્મકુંડળીમાં આ રાશિ દસમા ઘરમાં હોય તો ચિકિત્સકનો વ્યવસાય તમારા માટે લાભપ્રદ રહેશે. હોટલ કે રેસ્ટોરાંનો વ્યવસાય, બેકરીનું કામ, પશુપાલનનું કાર્ય તમને વધારે લાભ આપશે. ચા અને કોફી જેવાં પીણાંનો વેપાર તમારા માટે વધુ ફાયદાકારક સાબિત થાય.

સિંહ રાશિ
સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. જો તમારી કુંડળીમાં દસમા ઘરમાં સિંહ રાશિ હોય તો તમારે પ્રશાસનિક એટલે કે મેનેજમેન્ટ લેવલના કામકાજમાં રોજગારની તલાશ કરવી જોઈએ. તમારા માટે શેરબજારનો કારોબાર, ઝવેરાત સાથે સંકળાયેલું કામ, દવાઓનો વેપાર કે ઉત્પાદન સફળતા અપાવનાર સાબિત થશે. આ જાતકોને ફિલ્મ ઉદ્યોગમાં પણ સારી સફળતા પ્રાપ્ત થાય છે.

કન્યા રાશિ
કન્યા રાશિનો સ્વામી ગ્રહ બુધ છે. જન્મકુંડળીમાં જો કન્યા રાશિ દસમા ઘરમાં હોય તો તમે એકાઉન્ટન્ટ બની શકો છો. આ જાતકો ક્લાર્ક, મનોવૈજ્ઞાાનિક, ચિકિત્સક, પાઇલટ, લેખક, સંપાદક બની શકે છે. આ જાતકો ઇચ્છે તો વેપાર કરીને પણ લાભ મેળવી શકે છે. ટપાલ વિભાગમાં નોકરી તથા સ્ટેશનરીની દુકાન તમારે માટે વધારે લાભકારક સાબિત થઈ શકે છે.

તુલા રાશિ
આ રાશિનો રાશિ સ્વામી શુક્ર છે. તમારી જન્મકુંડળીમાં દસમા ઘરમાં તુલા રાશિ હોય તો તમે ન્યાય વિભાગમાં સારી સફળતા અને નામ મેળવી શકશો. આ જાતકો અભિનય, ગાયન, ફેશન ઉદ્યોગ, ચિત્રકારના રૂપમાં પણ કરિયર બનાવી શકે છે. ફર્નિચરનો વેપાર, હોટલનો કારોબાર અને દરજી કામમાં પણ ધારી સફળતા મળી શકે છે.

વૃશ્ચિક રાશિ
આ રાશિના લોકોની જન્મકુંડળીનું દસમું ઘર કાર્યસ્થાન તરીકે ઓળખવામાં આવે છે. વૃશ્ચિક રાશિ આ ઘરમાં હોય તો તેનો સ્વામી મંગળ છે. આ જાતકો પોલીસ વિભાગ, રક્ષા વિભાગ, રેલવે, દૂરસંચાર વિભાગમાં પોતાની કરિયર શોધી શકે છે. આ સિવાય જહાજના કેપ્ટન, વીમા એજન્ટ તથા ચિકિત્સાના ક્ષેત્રમાં પણ પ્રયત્નો કરી શકે છે. મશીનરીના વેપારમાં તેમને વધુ લાભ પ્રાપ્ત થાય છે.

ધન રાશિ
તમારી કુંડળીમાં દસમા ઘરમાં ૯નો અંક લખેલો હોય તો આ ઘર ધન રાશિનું છે. આ રાશિના સ્વામી ગુરુ છે. જો રમતગમત પ્રત્યે રુચિ હોય તો ખેલકૂદના ક્ષેત્રમાં પણ તમે તમારી કરિયર બનાવી શકો છો. આ જાતકો વકીલાતમાં સારું નામ કમાઈ શકે છે. શિક્ષણ ક્ષેત્રમાં પણ તેઓ સફળતા પ્રાપ્ત કરી શકે છે.

મકર રાશિ
મકર રાશિનો સ્વામી શનિ હોય છે. તમારી જન્મકુંડળીના દસમા ઘરમાં મકર હોય તો તમે ખાણ સાથે સંકળાયેલ વ્યવસાય કરી શકો છો. કૃષિ વિભાગ તથા ધાતુ સાથે સંબંધિત કાર્ય પણ તમારા માટે અનુકૂળ રહે છે. લાકડાંનો કારોબાર તથા લોખંડ સાથે સંબંધિત કારોબાર પણ તમારા માટે લાભપ્રદ રહે છે.

કુંભ રાશિ
કુંભ રાશિનો સ્વામી પણ શનિ છે. તમારી કુંડળીમાં કુંભ રાશિ કાર્ય સ્થાનમાં છે. આ જાતકો વીજળી વિભાગમાં પોતાનું કરિયર બનાવી શકે છે. આ સિવાય સલાહકાર, જ્યોતિષ, ચિકિત્સકનું કાર્યક્ષેત્ર પણ લાભપ્રદ છે. ટેક્નિકલ ક્ષેત્રમાં પણ કરિયર બનાવી શકે છે. વિમાની સેવા સાથે સંકળાયેલાં કામકાજમાં ધારી સફળતા મેળવી શકાય છે.

મીન રાશિ
કુંડળીમાં અંક ૧૨ મીન રાશિનો સંકેત છે. આ રાશિનો સ્વામી ગુરુ હોય છે. તમારી જન્મકુંડળીમાં દસમા ઘરમાં મીન રાશિ હોય તો તમે લેખન, સંપાદન, ચિકિત્સક વગેરે ક્ષેત્રમાં તમારું કરિયર બનાવી શકો છો. ફિલ્મ, મનોરંજન ક્ષેત્ર અથવા જાસૂસીમાં પણ તમારું નસીબ અજમાવી શકો છો.

ગ્રહોને શાંત કરવા આટલું કરો

ગ્રહોની સંખ્યા નવ છે. આ દરેક ગ્રહ કોઈ ને કોઈ રાશિનો સ્વામી હોય છે. કુંડળીમાં પણ જે તે ગ્રહની સારી કે ખરાબ અસરો થતી જોવા મળે છે. જો કુંડળીમાં કોઈ ગ્રહ ખરાબ હોય અને અનિષ્ટ કરી રહ્યો હોય ત્યારે નીચે પ્રમાણેના સરળ ઉપાયો કરવાથી તે ગ્રહ શાંત થઈને શુભ અસરો આપશે.

  • સૂર્ય : સૂર્યને પ્રસન્ન કરવાને માટે આદિત્યહૃદય સ્ત્રોતનો પાઠ કરવો. માતા-પિતાની સેવા તથા સૂર્યને અર્ધ્ય આપવો. જળમાં ચંદન તથા લાલ રંગનું પુષ્પ નાખવું જોઈએ. સુવર્ણ, તાંબું, ખાંડ કે ગોળનું દાન કરવું. સૂર્યોદય પહેલાં ઊઠી જવું. રવિવારનું વ્રત કરવું. મીઠું ન ખાવું. વયસ્કોને માન-સન્માન આપવું તથા તેમની પરંપરા ધ્યાનપૂર્વક નિભાવવી.
  • ચંદ્ર : ચંદ્રને પ્રસન્ન કરવા માટે ‘ॐ નમઃ શિવાય ।’ મંત્રના જાપ કરવા. ભગવાન શંકર પર પાણીવાળું નારિયેળ, સફેદ ચંદન તથા ચાંદીનો ચંદ્ર, બિલ્વપત્ર, સફેદ મિષ્ટાન્ન ચઢાવવું. સોમવારનું વ્રત રાખવું તથા સફેદ વસ્ત્રનું દાન કરવું. પહાડોની યાત્રા કરવી તથા માતાના ચરણસ્પર્શ કરીને આશિષ મેળવવી.
  • મંગળ : મંગળની પ્રસન્નતા માટે હનુમાનજીને ચમેલીનું તેલ, સિંદૂર, શુદ્ધ ઘીમાં ચોળા ચઢાવવા તથા મંગળના સ્તોત્રનો પાઠ કરવો. જલેબી, બુંદી તથા ચૂરમાનો પ્રસાદ અર્પણ કરવો. ભાઈઓ સન્મુખ પોતાની છાપ સારી રાખવી. મંગળવારનું વ્રત કરવું. પડોશીઓ, મિત્રો તથા સાથીદારો સાથે સારો વ્યવહાર રાખવો.
  • બુધ : બુધ ગ્રહની પ્રસન્નતા માટે ભગવતી દુર્ગાની પૂજા-અર્ચના કરવી. કિન્નરોની સેવા કરવી. લીલા મગ પલાળીને પક્ષીઓને ચણ નાખવા. પાલક અથવા લીલો ઘાસચારો ગાયોને ખવડાવવો. પોપટને પાંજરામાંથી મુક્ત કરાવવા. નવ વર્ષથી નાની કન્યાઓનાં ચરણ ધોઈ તેમને પ્રણામ કરી તેમના આશીર્વાદ મેળવવા. બુધવારનું વ્રત રાખવું. મંત્રાનુષ્ઠાન અને હવન કરીને બુધની અનુકંપા મેળવવી.
  • ગુરુ : દેવ ગુરુ (બૃહસ્પતિ)ની પ્રસન્નતા મેળવવા માટે બ્રાહ્મણોનું સન્માન કરી તેમના આશીર્વાદ મેળવવા. ચણાની દાળનું તથા કેસરનું મંદિરમાં દાન કરવું. મસ્તક પર કેસરનું તિલક કરવું અને યોગ્ય વ્યક્તિઓને જ્ઞાાનવર્ધક પુસ્તકોનું દાન કરવું. ભગવાન બ્રહ્માનું કેળ દ્વારા પૂજન કરવું તથા કુળ પુરોહિતનું સન્માન કરી આશીર્વાદ મેળવવા અને યથાશક્તિ સુવર્ણ દાન કરવું.
  • શુક્ર : શુક્ર ગ્રહની અનુકંપા મેળવવા કનકધારા મહાલક્ષ્મીનો દૈનિક પાઠ કરવો. સ્વચ્છ વસ્ત્ર પહેરવાં. ગૌશાળામાં ગોળ, ઘાસનો લીલો ચારો, ચણાની દાળ ગાયોને ખવરાવવી. શ્રી વિદ્યાનું પૂજન કરાવવું. એકાક્ષી બ્રાહ્મણોને કાંસાની વાડકીમાં ખીર ખવરાવીને દક્ષિણા આપી આશિષ મેળવવી. જો રોગ હોય તો મૃત સંજીવની મંત્રનો જાપ કરાવવો. સંયમપૂર્વક રહેવું. વ્યસનોથી બચવું.
  • શનિ : શનિ ગ્રહની પ્રસન્નતા મેળવવા પીપળા તથા ભૈરવજીનું પૂજન કરવું. અડદની દાળ, દહીંવડાં ભૈરવજીને ચઢાવવાં અને વહેંચવાં. મજૂરોને તળેલો ખાદ્ય પદાર્થ વહેંચવો. શનિવારનું વ્રત કરવું. કાકા અને ફૂવા સાથે સારો સંબંધ જાળવવો. શ્રી હનુમાનચાલીસા તથા સુંદરકાંડનો નિયમિત પાઠ કરવો. શનિવારે તલનું તેલ ચઢાવી પૂજારીને યોગ્ય દક્ષિણા આપવી.
  • રાહુ : રાહુની પ્રસન્નતા માટે માતા સરસ્વતીનો પાઠ અને પૂજન કરવાં. રસોઈમાં બનેલ વાનગી કે રોટલી કાળા કૂતરાને જરૂર નાખવી. સંપૂર્ણ શાકાહારી રહેવું. કોઈ પણ પ્રકારે ઘરમાં વીજળીનો સામાન ભેગો થવા દેવો નહીં. વીજળીનો સામાન મફતમાં લેવો નહીં. નાનાજી સાથે સૌહાર્દભર્યો સંબંધ રાખવો. અશ્લીલ પુસ્તક વાંચવાં નહીં.
  • કેતુ : કેતુ ગ્રહની સાનુકૂળતા મેળવવા ભગવાન શ્રી ગણેશજીની પૂજા અને અર્ચના કરવાં જોઈએ. બાળકોને કેળાં ખવડાવવાં. કૂતરાને તેલ ચોપડી રોટલી ખવડાવવી. મામાની સેવા કરી તેમની આશિષ મેળવવી. કોઈ પણ ધર્મસ્થાન પર ધજા ચડાવવી જોઈએ. વર્ષફળમાં કેતુ શ્રેષ્ઠ ન હોય તેનો ઉપાય કરવો. જો ગ્રહની રાશિમાં કેતુ સ્થિત હોય તેની વિધિ કરાવવી જોઈએ.

જન્મ તારીખને આધારે કરિયરની પસંદગી કરો

મોટાભાગના લોકોની સમજમાં નથી આવતું કે ન્યુમરોલોજી એટલે કે અંકશાસ્ત્ર કેવી રીતે કામ કરે છે. જોકે, કેટલીક પ્રાથમિક બાબતોને સમજવામાં કોઈ મુશ્કેલી નથી. તમારે માત્ર જન્મ તારીખ જાણવાની જરૂર છે, જેને આધારે તમે તમારો બર્થ (જન્મ) નંબર જાણી શકો છે. તેને જન્માંક તરીકે ઓળખવામાં આવે છે. આ વાતને સારી રીતે સમજવા એક ઉદાહરણ જોઈએ

જો તમે ૨૯ તારીખે જન્મ્યા હો તો તમારો બર્થ નંબર એટલે કે જન્માંક ૨ + ૯ = ૧૧ અને પછી તેનો પણ સરવાળો ૧ + ૧ = ૨ એટલે કે તમારો જન્માંક નંબર ૨ છે. અંકો માનવજીવનની ઘણી બધી બાબતોને સ્પર્શે છે. તેમાંથી એક છે કરિયરની યોગ્ય પસંદગી. જન્માંક નંબરને આધારે કરિયરના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરી શકો છો. જન્માંક અને કરિયરના વિવિધ ઓપ્શન આ પ્રમાણે છે.

નંબર-૧
જો તમારો બર્થ નંબર ૧ હોય તો રચનાત્મક કાર્યો પ્રત્યે તમને વિશેષ આકર્ષણ રહેશે અને તમે હંમેશાં નવા વિચારોથી ભરેલા રહેશો. તમે ડિઝાઇનર, ગ્રૂપ લીડર, ફિલ્મમેકર કે સંશોધક તરીકે જરૂર સફળ થશો.

નંબર-૨
નંબર ૨નો સંબંધ નૃત્ય, સંંગીત, કવિતા અને ગણિતનાં ક્ષેત્ર સાથે છે. જોકે, બધાં જ ક્ષેત્ર તમારા માટે ખૂબ સારા વિકલ્પ સાબિત થઈ શકે છે. નંબર ૨ વાળી વ્યક્તિ મહાન સંશોધક પણ બની શકે છે.

નંબર- ૩

ચંચળતા અને સાફ મન એ નંબર ૩ના વિશેષ ગુણ છે. કમ્યુનિકેશન અને મનોરંજન એવાં ક્ષેત્ર છે જેમાં તમે પ્રયત્ન કરી શકો છો. એક્ટિંગ, મ્યુઝિક, રાઇટિંગ, જર્નાલિઝમ વગેરે તમારા માટે કરિયર ઘડવાના સારા વિકલ્પ છે. તમે ફેશન ડિઝાઇન અને મોડેલિંગ અંગે પણ વિચારી શકો છો.

નંબર-૪
જો તમારો બર્થ નંબર ૪ હશે તો તમે દરેક બાબતમાં વ્યાવહારિક, દૃઢ નિશ્ચયી અને આત્મશક્તિ ધરાવનાર વ્યક્તિ છો. તમે એન્જિનિયર, બિલ્ડર, પ્રોગ્રામર, એકાઉન્ટન્ટ, આર્િકટેક્ટ, ઇકોલોજિસ્ટ અથવા મિકેનિકના ક્ષેત્રમાં ધારી સફળતા મેળવી શકો છો અને આગળ વધી શકો છો.

નંબર-૫
નંબર ૫ તમને એડવેન્ચર્સ બનાવે છે. તમારાં સપનાં સાકાર કરો અને એ રસ્તા પર ભૂલથી પણ ન ચાલશો જે રસ્તે તમે ચાલી ચૂક્યા છે. પત્રકારત્વ, પ્રકાશન, વિજ્ઞાાપન, શેરબજાર, ટ્રાવેલ, લેખન અથવા એવિએશનનું ક્ષેત્ર તમારા માટે અતિ ઉત્તમ છે.

નંબર-૬
જન્માંક ૬ના લોકોનો સમાજસેવા એ પ્રાકૃતિક સ્વભાવ છે અને સેવક હોવાને કારણે તમે અધ્યાપક, શિક્ષક, સામાજિક કાર્યકર, મેડિકલ પ્રોફેશનલ કે ડોક્ટર, કૂક અથવા સિવિલ સર્વન્ટના ક્ષેત્રમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને સફળતા મેળવી શકો છો.

નંબર-૭
જેનો બર્થ નંબર ૭ છે તેવા લોકો વધારે જ્ઞાાની હોય છે. તેમને વૈજ્ઞાાનિક, મનોચિકિત્સક, તપાસકર્તા, દાર્શનિક, જાસૂસ અથવા મિસ્ત્રી લેખક તરીકે વધારે સફળતા મળે છે. આ સિવાયના ક્ષેત્રમાં તેમને ધારી સફળતા મળતી નથી.

નંબર-૮
નેતૃત્વ અને બીજા લોકોને પોતાના અનુરૂપ બનાવી દેવા એ જન્માંક નંબર ૮ના લોકોની વિશેષતા છે. તેઓ ખૂબ જ સારા સેલ્સમેન, બેન્કર, શેરબ્રોકર, મેનેજિંગ ડાયરેક્ટર અથવા એથ્લીટ બનાવે છે. આ ક્ષેત્રમાં તેઓ પોતાની નસીબ અજમાવીને કરિયરને ચમકદાર બનાવી શકે છે.

નંબર-૯
જન્માંક નંબર ૯ના લોકોને માનવ મનની સારી સમજણ હોય છે અને તેઓ બીજા લોકોને પોતાની પ્રત્યે પ્રેરિત પણ કરી શકે છે. તેઓ લેક્ચરર, ફિઝિશિયન, વકીલ અથવા ચિત્રકારના ક્ષેત્રને પ્રાથમિકતા આપીને પોતાની કરિયરને ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે.

સાભાર: સંદેશ


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ખાસ…આ છે શિવને પ્રસન્ન કરવાની સૌથી સરળ વિધિ અને પંચોપચારની પૂજા…!!!
જાણો…ગ્રહદોષથી મુક્તિ મેળવવી હોય તો આજથી જ શરૂ કરો, શિવના આ રાશિઉપાય..!!
જાણો…અમાસ ના દિવસે, લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ચમત્કારિક ઉપાય…!!

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

રત્નો મનોકામના સાકાર કરી સુખી બનાવે છે તથા ચમત્કારિક પ્રભાવ દ્વારા ઉચ્ચપદે બેસાડે છે…!!

ratn

રત્નો મનોકામના સાકાર કરી સુખી બનાવે છે

પ્રેમની તૃપ્તિ માટે, સંબંધોમાં વિચ્છેદ થવાનો લાગતો હોય ત્યારે, જાતીય નબળાઈ અનુભવાતી હોય ત્યારે ‘સંગિયાને’ સમીપમાં રાખો

સુંદર દેખાતાં અને પ્રતિબિંબો પરિવર્તિત કરતાં રત્નો અને ઉપરત્નો મુખ્ય છ રંગના મિશ્રણથી બનેલાં હોય છે. લાલ, પીળો, લીલો, બ્લૂ, (નીલો) સફેદ અને કાળો. આ ઉપરાંત તપખીરિયો, ભગવો અને જાંબુડિયો રંગ પણ મિશ્રણથી તૈયાર થઈને રત્નોને શોભાવે છે.

આ વિશ્વ રૃપરંગનું હોવાથી પ્રત્યેક રંગના ગુણધર્મો, જીવન ઉપર થતાં પરિણામો અને જીવન સફળ બનાવવા કયા રંગનો ઉપયોગ કરવાથી શુભત્વ પ્રાપ્ત થાય છે એ અનુભવી-વિદ્વાન અને રત્નપારખું બતાવી શકે છે. રંગશાસ્ત્ર અને રત્નશાસ્ત્ર એ વ્યક્તિઓ સાથે સુસંગત શસ્ત્રો છે. મનોકામનાની ર્પૂિત કરીને જીવન સુખમય બનાવે એ રત્ન અને ઉપરત્ન સૂર્ય-મંગળ અને ગુરુને પુરુષ ગ્રહો માનવામાં આવે છે. ચંદ્ર, શુક્ર, રાહુને સ્ત્રી ગ્રહો માનવામાં આવે છે. શનિ-બુધ તથા કેતુને નપુંસક ગ્રહો માનવામાં આવે છે.

શુક્ર તથા ચંદ્રનો રંગ શ્વેત ગણાયો છે.
ગુરુનો રંગ પીળો ગણાયો છે.
મંગળ તથા સૂર્યનો રંગ લાલ ગણાયો છે.
બુધનો રંગ લીલો મનાયો છે.
રત્નનો રંગ કાળો મનાયો છે.
રાહુ તથા કેતુનો રંગ ‘ઘૂરકટ’ મનાયો છે.
ગ્રહોની ઉપાસના અને રંગોની માહિતી
નબળાં હાડકાં બળવાન બનાવવા માટે સૂર્યદેવની ઉપાસના કરવી.
રક્તની બીમારીઓમાં ચંદ્રની ઉપાસના કરવી.
મજ્જાતંતુઓની બીમારીમાં મંગળદેવની ઉપાસના જરૃરી છે.
ત્વચાના રોગો તથા ત્વચાના સૌંદર્યની પ્રાપ્તિ માટે બુધની ઉપાસના કરવી.
ચરબીને લગતા રોગોમાં ગુરુની ઉપાસના કરવી જોઈએ.
વીર્યના રોગો માટે શુક્રાચાર્ય (શુક્ર)ની ઉપાસના જરૃરી છે.
સ્નાયુઓની બીમારીઓમાં નિવારણ માટે તથા સ્નાયુઓ બળવાન બનાવવા રત્નની ઉપાસના જરૃરી છે.

ગ્રહોના ગુણો
સૂર્ય, ચંદ્ર ગુરુ સત્ત્વગુણી છે. બુધ તથા શુક્ર રજોગુણી મનાય છે. રાહુ, કેતુ તથા શની તમોગુણી ગણાય છે.

ગ્રહોના રસો
સૂર્યનો રસ પીળો, ચંદ્રનો ખારો, મંગળનો કડવો, બુધનો મીઠો, ગુરુનો મધુર, શુક્રનો ખારો તથા રત્નનો રસ ‘તૂરો’ ગણાય છે.

ગ્રહોની ધાતુઓ
સૂર્યની ધાતુ તાંબું, ચંદ્રની મણિ, મંગળની સુવર્ણ, બુધની મિશ્ર, ગુરુની રુદ્ર, શુક્રની મોતી, શનિની લોહ, રાહુની સીસુ તથા કેતુની કાંસ ધાતુ ગણાય છે.

સૂર્ય, ચંદ્ર તથા શુક્ર દિવસે બળવાન હોય છે. ચંદ્ર, મંગળ, શનિ રાત્રિએ બળવાન થાય છે. બુધ દિવસે અને રાતેય બળવાન ગણાય છે.

સૂર્ય, મંગળ – લગ્નતત્ત્વ
શુક્ર, ચંદ્ર – જલતત્ત્વ

બુધ, પૃથ્વીતત્ત્વ
ગુરુ, આકાશ તત્ત્વ
શનિ, વાયુતત્ત્વ
સૂર્યના દેવ – અગ્નિ
ચંદ્રના દેવ – જય દેવ
મંગળના દેવ – કેશવ
ગુરુના દેવ – બૃહસ્પતિ
શુક્રના દેવ – ઇન્દ્રાણી
શનિના દેવ – બ્રહ્મા ગણાય છે
સૂર્ય મંગળની શાંતિ માટે વિષ્ણુસહસ્ત્ર નામના પાઠ કરવા. ગુરુ અને શુક્રની શાંતિ માટે ગુરુચરિત્રનું પારાયણ કરવું. શનિની શાંતિ માટે શનિ માહાત્મ્ય વાચક હનુમાનજીની આરાધના કરવી.

ઉપરત્નો

સિફરી : આસમાની રંગ ધરાવનાર આ રત્નનો વિશેષ ઉપયોગ ઔષધ તૈયાર કરવામાં થાય છે. વાયુતત્ત્વના રોગો પર એની રામબાણ અસર થાય છે, જેથી શક્તિને અનુરૃપ આ ઉપરત્ન બને છે જે પંચધાતુ અને સુવર્ણમાં ધારણ કરી શકાય. જેનામાં લોહતત્ત્વની ખામી વિશેષ કરીને હોય છે તેઓએ ‘સિફરી’ ધારણ કરવું જોઈએ. આ લોકેટ્સમાં કે પ્લાસ્ટિકના પાઉચમાં મંત્ર વિભૂષિત કરીને શનિવારે રાખી શકાય છે. નખ, કેશ માટે લાભદાયક.

મંત્રજાપ : ક્રૂરકર્મ વિધાતા અ સર્વ કર્માનરોધકઃ
તત્ટો સષ્ટ : કામરૃપ : કામદો રવિનંદનઃ
૧૧ વાર દરરોજ, ૧૦૮ વાર શનિવારે.

સંગિયા

આ ઉપરત્નમાંથી ગળામાં પહેરવાની શોભાની ચીજો-લોકેટ્સ વગેરે તૈયાર થાય છે. ચાંદી, પંચધાતુ અને ક્યારેક હલકી એલ્યુમિનિયમ ધાતુને રંગમય બનાવી ‘સંગિયા’ને પહેરવાલાયક બનાવાય છે.

પ્રેમની તૃપ્તિ માટે, સંબંધોમાં વિચ્છેદ થવાનો લાગતો હોય ત્યારે, જાતીય નબળાઈ અનુભવાતી હોય ત્યારે ‘સંગિયાને’ સમીપમાં રાખવાનો પ્રયોગ ઘણાં કરે છે.

આ માટે શુક્રદેવની આભા આ ઉપરત્ન ઊતરી આવે છે. મોજશોખ અને મનથી કોઈના આકર્ષણનો ભોગ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવામાં શુક્રવારે ધારણ કરવાથી લાભ થાય છે.

મંત્ર : મૃણાલ કુંદે નુંપયોજ સુપ્રભં
પીતંબર પ્રસૃત મક્ષમાલિનં
સમસ્ત શાસ્ત્રાર્થ વિવિર્મહાન્તં
ધ્યાયેત્કવિં વાંછિતમર્ય સિદ્ધયં

ગુદડી

વિશેષ કરીને મુસ્લિમ સંપ્રદાયમાં આ ઉપરત્નોનો પ્રભાવ વધુ રહેલો છે, જેથી તેઓ એનો ઉપયોગ વિશેષરૃપે કરે છે. આ રત્નની માળા પહેરવામાં આવે છે. મુસ્લિમ ફકીર-મૌલવી સાહેબો એને ધારણ કરે છે અને નાનાં બાળકોને ગળામાં પણ પહેરાવે છે. આ રત્નથી મૂઠચોટ, ભૂતપ્રેત, પલિતથી કોઈ અડચણ થતી નથી અને જ્યાં જેની નજર લાગી જતી હોય છે ત્યાં બચાવ કરે છે. વિવિધ રંગોમાં આ ઉપરત્ન મળે છે. એને એલ્યુમિનિયમ, રેશમી દોરી કે ચાંદીના તારમાં પરોવીને પહેરાય છે.

મંત્ર ‘અલવ હાબો’ મુસ્લિમ લોકો બોલે છે.

૪ વાર ચાર દિશામાં હાથ ઊંચો કરી રાત્રે બોલે છે.

રત્નો ચમત્કારિક પ્રભાવ દ્વારા ઉચ્ચપદે બેસાડે છે

પંચતત્ત્વોમાં હરતી-ફરતી વ્યક્તિ પંચતત્ત્વોને કારણે જ વૃદ્ધિ પ્રાપ્ત કરે છે અને ગ્રહોની અસરથી સુખમાં વૃદ્ધિ કરાવનારાં રત્નો અતિ પ્રભાવશાળી માધ્યમ પૂરું પાડે છે

રત્નમય જીવનના ધબકાર ચમત્કારિક પ્રભાવથી વ્યક્તિને વિભૂષિત બનાવે છે. સતત સમસ્યાઓથી ઘેરાયેલી વ્યક્તિ ઉપર ગ્રહોના પ્રતિનિધિ રૂપી ‘રત્નો’ ગાઢ અસર કરે છે અને જીવનશૈલી બદલી દુઃખમાંથી ઉગારી સુખ-શાંતિ કરી આપે છે. જે ઊર્જાશક્તિનો સંચાર રત્નોમાંથી નીકળી વ્યક્તિના દેહમાં પ્રવેશે છે એ શક્તિ ‘પોઝિટિવ પાવર’ બનીને લાભ આપે છે.

રત્નોની બહુવિધ દુનિયામાં ડોકિયું કરીએ તો ખબર પડે કે અમૂલ્ય-અધધધ અને અખૂટ ભંડાર પૃથ્વીના પેટાળમાં સમાયેલો છે. પંચતત્ત્વોમાં હરતી-ફરતી વ્યક્તિ પંચતત્ત્વોને કારણે જ વૃદ્ધિ પ્રાપ્ત કરે છે અને ગ્રહોની અસરથી સુખમાં વૃદ્ધિ કરાવનારાં રત્નો અતિ પ્રભાવશાળી માધ્યમ પૂરું પાડે છે. ‘રત્નદ્વીપ’, ‘રત્નસાગર’, ‘રત્નાકર’, ‘રત્નભંડાર’, રત્નસિંઘ’, ‘રત્નમિમાંસા’, ‘રત્નપ્રકાશ’, ‘રત્નજગત’, ‘રત્નશાસ્ત્ર’ ‘રત્નસૃષ્ટિ’ જેવાં વિશેષ નામોથી રત્નો વિષેની ઝીણવટભરી માહિતી પ્રાપ્ત થાય છે.ું પાડે છે. ‘રત્નદ્વીપ’, ‘રત્નસાગર’, ‘રત્નાકર’, ‘રત્નભંડાર’, રત્નસિંઘ’, ‘રત્નમિમાંસા’, ‘રત્નપ્રકાશ’, ‘રત્નજગત’, ‘રત્નશાસ્ત્ર’ ‘રત્નસૃષ્ટિ’ જેવાં વિશેષ નામોથી રત્નો વિષેની ઝીણવટભરી માહિતી પ્રાપ્ત થાય છે.

ગ્રહોનાં ઉપરત્નો વિષે વિશેષ જાણીએ

રોમની

આ ઘેરા લાલ રંગનું રત્ન છે. આ લાલ રંગના રત્નમાંથી થોડાક કામી રંગ દૃશ્યમાન થાય છે. આ રત્નની વિશેષતા એ છે કે આડા કે ઊભા રેસાઓ એમાં હોતા નથી.

ચાંદી અને સોના બંનેમાં પહેરી શકાય છે. અનામિકામાં ધારણ કરી શકાય. એની વીંટી કે લોકેટ બનાવી શકાય.

આ ઉપરત્નથી માનસિક સમતુલા સ્થિર રહે છે, લોહીનું ભ્રમણ વ્યવસ્થિત થાય છે. વ્યક્તિનું સ્ટેટસ સુધરે છે. લાલ કણોમાં વધારો થાય છે. શુભ-મંગલ કાર્યોમાં વેગ આવી સફળતા મળે છે. વિવિધ સાઇઝમાં અને જીરટ્વૅી પહેરી શકાય છે.

એ ચમકદાર રત્ન છે, જેથી વધુ તડકામાં રહે તો ઝાંખો પડી શકે છે. એને પર્સમાં પણ રાખી શકાય છે અને બાજુબંધમાં પણ પહેરી શકાય છે.

સુલેમાની

સફેદ રંગમાં શ્યામ રંગની આભા દેખાય એ પ્રકારનું આ ઉપરત્ન છે. આ ઉપરત્નમાં આડી ઊભી રેસાવાળી લાઇનો દેખાય છે. અપારદર્શક હોય છે. હૃદયથી નરમ વ્યક્તિઓને, આંતરિક ડર રાખનાર વ્યક્તિઓને, છાતીમાં ગભરાટ થતી હોય એવી વ્યક્તિઓને પ્રિય પાત્રથી મતભેદ કે શારીરિક અંતર વધતું રહે ત્યારે સુલેમાની ધારણ કરવું જોઈએ. આ અતિ શીઘ્ર ફળ આપનારું ઉપરત્ન છે, જે ચાંદીમાં ધારણ કરવાથી વધુ લાભ આપે છે. એને ‘માદળિયા’ તરીકે પણ પહેરી શકાય. લોકેટ બનાવી પહેરવું વધું સારું. એને તર્જની કે કનિષ્ઠિકા બંને આંગળીએ પહેરી શકાય, એનાથી નજરદોષ-આંતરિક ડર-ગુપ્ત ડર, વૈમનસ્ય અને કલહ, અશાંતિ દૂર થાય છે. આ મુસ્લિમ પ્રદેશના દેશોમાં વ્યાપક રીતે પહેરવામાં આવે છે અને કાનૂની તથા શાસકીય કામો સફળ કરવામાં વધુ યોગદાન પૂરું પાડે છે. સ્ત્રી કે પુરુષ બંને ધારણ કરી શકે.

જહરમોહરા

સફેદ અને લીલાશ રંગનું આ ઉપરત્ન ખૂબ જ મદદરૂપ બને છે. એને લોકેટમાં પહેરવું વધુ સરળ છે. આ ઉપરત્ન વિષને બદલી નાખે છે અને એના પર વિષ રેડવામાં આવે તો ઝેર ઊતરી જાય છે. બીજા નંબરની અનામિકા ઉપર ધારણ કરવું જોઈએ. ચાંદીમાં ધારણ કરવું જરૂરી છે.

રક્તવિકાર, નેત્રવિકારમાં આ ખૂબ ઉપયોગી નીવડે છે. ધમનીઓમાં શુદ્ધ લોહી ફેરવે છે. શિરાઓમાંથી કામાશ દૂર કરે છે. રક્તશુદ્ધિમાં મદદ કરે છે. જંતુ કરડયું હોય તો ઝેર ઉતારવામાં સહાયરૂપ થાય છે. ભેદ દૂર કરવામાં અને ભેદ ખોલવામાં આ ઉપરત્નથી વિશેષ ફાયદો થાય છે. આ ઉપરત્ન પહેરવા માટે જાણકાર વ્યક્તિ, જ્યોતિષીની સલાહ લેવી જરૂરી છે. ક્યારેક ખોટા આશયથી નજર કરનારને એ ખૂબ પાઠ ભણાવે છે અને સુરક્ષા પૂરી પાડે છે. ‘જહરમોહરા’ ખૂબ ઉપલબ્ધી બતાવે છે.

લાજવર્ત

પ્રાચીન ઉપરત્ન છે જે સુવર્ણમાં ધારણ કરવું જોઈએ. ‘મધ્યમા’ આંગળીમાં ધારણ કરવું. પૂર્વે નીલમ જેવું સમજાતું આ રત્ન શનિદેવને પ્રસન્ન કરવા પહેરાતું ઉપરત્ન છે, જે નીલમ જેવા ગુણધર્મો વધુ ધરાવે છે.

વ્યાપારી, આર્થિક લાભો, શારીરિક શિથિલતા, સૌમ્ય અને સ્ત્રીદર્દોમાં કમરદર્દોમાં રાહત આપનારું આ ઉપરત્ન શારીરિક ક્ષમતા મોટી ઉંમરે પણ સારી રાખે છે.

એમાંથી નીકળતાં પરિવર્તનોથી શારીરિક ફેરફારો ટૂંકા સમયમાં જ જાણવા મળે છે. ભૂરા રંગનું આ રત્ન દર્શનીય હોય છે અને નીલમની અવેજીમાં પહેરી શકાય છે. શનિવારે ધારણ કરી શકાય.

ઉપરત્નો દ્વારા કાર્યસિદ્ધિ તાત્કાલિક મેળવી શકાય છે.

સાભાર: સંદેશ


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો….આ 4 ખાસ ઉપાયોથી દૂર થાય છે નોકરીની સમસ્યા, મળે છે સારું પ્રમોશન..!!

pooja3

અહીં જાણો જ્યોતિષના એવા 4 ઉપાય, જેનાથી નોકરીમાં આવતી બાધાઓ દૂર થઈ જાય છે. આ ઉપાયોની વિધિ પણ અહીં બતાવી છે. બધા ઉપાયો પૂરી એકાગ્રતાની સાથે અને શ્રદ્ધાપૂર્વક કરવા જોઈએ.

પહેલો ઉપાયઃ-

ઉપાય પ્રમાણે વ્યક્તિ શનિવારની સવારે બ્રહ્મમૂહુર્તમાં ઊઠો અને બધા નિત્ય કામથી નિવૃત્ત થઈ પવિત્ર થઈ જાઓ. ત્યાર પછી ઘરમાં કોઈ પવિત્ર જગ્યાએ પૂજાની ખાસ તૈયાર કરો કે કોઈ મંદિરમાં જાઓ. શનિવારે શનિની પૂજાનો વિશેષ દિવસ હોય છે. શનિ આપણા કર્મોનું ફળ પ્રદાન કરનાર દેવતા છે. આથી આ દિવસે બધા દેવી-દેવતાની સાથે જ શનિ દેવી વિધિવત પૂજા કરવાની છે. પૂજા પછી શનિનું નિમિત્ત તેલનું દાન પણ કરો.

પૂજામાં અહીં આપવામાં આવેલ મંત્રનો 1008 વાર જાપ કરવાનો છે. જાપ માટે રુદ્રાક્ષની માળા ઉપયોગ કરી શકાય છે.

મંત્રઃ-

ऊँ नम: भगवती पद्मावती ऋद्धि-सिद्धि दायिनी
दुख-दारिद्रय हारिणी श्रीं श्रीं ऊँ नम: कामाक्षाय ह्रीं ह्रीं फट् स्वाहा।

આ મંત્રનો જાપ શાંતિ પૂર્વક કરો. પૂજામાં થોડો સમય લાગે છે, આથી કોઈ શાંત તથાપવિત્ર જગ્યાની જ પસંદગી કરો.

પૂજાની અન્ય વિધિઃ-

શનિવારે આ મંત્રનો જાપ 1008 વાર થઈ ગયાપછી ભગાવન પાસે પરેશાનીઓને દૂર કરવાની પ્રાર્થના કરો. જ્યારે પણ નોકરી માટે ઈન્ટરવ્યૂ આપવા જાઓ તો ઘરેથી નિકળતા પહેલા અહીં આપવામાં આવેલ મંત્રનો જાપ 11 વાર કરો પછી જ ઘરેથી નિકળો.

આ મંત્રનો જાપ 1008 વાર કરવાથી મંત્ર સિદ્ધ થઈ જાય છે. તેનો જ્યારે પણ તમે 11 વાર જાપ કરશો તો તે વધુ ચમત્કારી ફળ પ્રદાન કરશે. આ પ્રકારે જ્યારે પણ પ્રમોશનનો સમય આવે, ત્યારે દરરોજ આ મંત્રનો 11 વાર જાપ ચોક્કસ કરો.

આ ઉપાયની સાથે જ વિશેષ દિવસોમાં ગાયને લોટ અને ગોળ ખવડાવો.

બીજો ઉપાયઃ-

દરરોજ સવાર-સવારમાં સૂર્યને જળ અર્પિત કરો. જળ તાંબાના લોટાથી ચઢાવવું જોઈએ,તેની સાથે જ જળમાં લાલ મરચાના દાણા(બીજ) પણ નાખો. આ ઉપાયથી પ્રમોશન અને બદલી સાથે જોડાયેલી બાધાઓ દૂર થાય છે.

ત્રીજો ઉપાયઃ-

જો કોઈ પ્રયાસ કર્યા પછી પણ સારી નોકરી ન મળી રહી હોય તો આ ઉપાય કરી શકો છો. કોઈ પણ મંગળવારે શુભ મૂહુર્તમાં હનુમાનજીનો એક એવો ફોટો ખરીદો જેમાં શરીરનો રંગ સફેદ હોય. હનુમાનજીના વસ્ત્રોનો રંગ ગમે તેવો હોઈ શકે છે. આ ફોટને ઘરમાં લઈ આવો અને જે દિશામાં તમે માથુ રાખીને સૂતા હો, ઠીક તેની સામેવાળી દિવસ ઉપર હનુમાનજીનો ફોટો લગાવી દો. દરરોજ ઊઠીને તરત જ બજરંગબલીના દર્શન કરો. તેનાથી લાભ ચોક્કસ મળે છે.

ધ્યાન રાખોઃ-

વિવાહિત લોકોએ બેડરૂમમાં હનુમાનજીનો ફોટો ન લગાવવો જોઈએ, આથી હનુમાનજીનો ફોટો કોઈ એવી જગ્યાએ લગાવો જ્યાં સવાર-સવારમાં ભગવાનના દર્શન થઈ જાય.

ચોથો ઉપાયઃ-

નોકરી કે પ્રમોશનની ઈચ્છા રાખનાર લોકોને દરરોજ પક્ષીઓને મિશ્રિત અનાજ ખવડાવવું જોઈએ. સાત પ્રકારના અનાજને એકીસાથે મેળવીને પક્ષીઓને ખવડાવો. જેમાં ઘઉં, જુવાર, મકાઈ, બાજરી, ચોખા, દાળ વગેરે સામેલ કરી શકાય. દરરોજ સવાર-સવારમાં આ ઉપાય કરો, ખૂબ જ ઝડપથી નોકરી સાથે જોડાયેલ સમસ્યા દૂર થઈ જાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ખાસ…આ છે શિવને પ્રસન્ન કરવાની સૌથી સરળ વિધિ અને પંચોપચારની પૂજા…!!!
જાણો…ગ્રહદોષથી મુક્તિ મેળવવી હોય તો આજથી જ શરૂ કરો, શિવના આ રાશિઉપાય..!!
જાણો…અમાસ ના દિવસે, લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ચમત્કારિક ઉપાય…!!

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો…જીવનની સમસ્યા નાની હોય કે મોટી દરેકનો ઉકેલ બતાવ્યો છે આ પ્રાચીન પુસ્તકમાં…!!

book1

આપણે સામાજિક, આર્થિક અને શારીરિક એમ ઘણી બાબતોથી પીડાતા હોઈએ છીએ. જેમ કે સંતાનોને કે પોતાને અભ્યાસમાં સફળતા મળશે કે નહીં તેની ચિંતા. લગ્ન ક્યારે નક્કી થશે તથા લગ્નસુખ કેવું મળશે તેની ચિંતા, નોકરી અને વેપાર-વ્યવસાયની મૂંઝવણો અને શારીરિક રોગ વગેરે. આ બધી સમસ્યાઓની એક જ દવા છે. તે છે. લાલ કિતાબના ઉપાયો. ઉપરોક્ત કોઈ પણ પ્રકારની સમસ્યા કે કષ્ટોમાં લાલ કિતાબના ઉપાયો કરશો તો જરૂર મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી આવશે

સૂર્યમંડળના નવ ગ્રહોને ભાગ્યવિધાતાના પાર્ષદ કહેવામાં આવે છે. ગ્રહો પણ આપણાં સંચિત કર્મો અને ભાગ્યને આધીન હોય છે. વિધાતાના આશીર્વાદથી જ્યારે જન્મ મળે ત્યારે દરેક મનુષ્ય પોતાની કિસ્મત સાથે લઈને આવે છે. મનુષ્ય બંધ મુઠ્ઠીમાં ઘણું બધું લઈને આવે છે. બંધ મુઠ્ઠી જેમ જેમ ખૂલે છે તેમ તેમ તેને સાચા જીવનની અનુભૂતિ થાય છે. એક સાહસી પુરુષ સંઘર્ષ કરી લક્ષ્ય પ્રાપ્ત નથી કરી શકતો ત્યારે તે ભાગ્યને જ દોષ આપે છે.

આપણે કર્મો દ્વારા આપણું ભાગ્ય બદલી શકીએ છીએ. ભાગ્ય પરિવર્તન માટે અને ખુશહાલ જીવન માટે શાસ્ત્રોમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, પરંતુ લાલ કિતાબના ઉપાયો એ મનુષ્યને સંઘર્ષની સ્થિતિમાં ઉપયોગી થાય છે.

એવી સમસ્યા જેનો કોઇ તોડ ન હોય, તો કરો હનુમાન પૂજા, દરેક સંકટો દૂર કરશે હનુમાનજી…!!

વેપાર-વ્યવસાયઃ-

વેપાર-વ્યવસાય કરીને વ્યક્તિ અખૂટ ધન કમાવવાની ઇચ્છા રાખે છે, ઉન્નતિ કરવા માગે છે, પરંતુ ક્યારેક વેપાર કે વ્યવસાયમાં ધાર્યો લાભ થતો નથી ઊલટાનું નુકસાન થાય છે. ક્યારેક સારી રીતે ચાલતો વેપાર-વ્યવસાય પણ ઠપ્પ થઈ જાય છે. વેપારની ઉન્નતિ માટે, અચાનક અટકેલા વ્યવસાયને પુનઃ શરૂ કરવા માટે તેમજ સફળતા માટે નીચે મુજબના ઉપાય કરવા જોઈએ.

-તબીબી ક્ષેત્રે જેનો વ્યવસાય છે, તેઓને વ્યવસાયની સમસ્યા છે, તો નીચે મુજબ ઉપાય કરવો.

સોમવારના દિવસે સવારે તાંબાના એક પાત્રમાં પાણી ભરવું. તે પાણી ભરેલા પાત્રને પોતાના ક્લિનિક કે ઓફિસમાં કોઈ પણ ખૂણામાં મૂકવું. ૪૩ દિવસ સુધી પાણીને સુકાવા દેવું નહીં, તેમાં પાણી ઉમેરતાં રહેવું. ૪૩ દિવસમાં આ પ્રયોગ દ્વારા વ્યવસાયમાં ઉન્નતિ થશે.

-ઇજનેર ક્ષેત્રમાં વારંવાર મુશ્કેલી આવતી હોય, કોઈ કાર્યો પૂર્ણ ન થતાં હોય તો નીચે મુજબ ઉપાય કરવા.

-પોતાની ઓફિસના મુખ્ય દ્વારા પર સિંદૂરથી પાંચ ચાંલ્લા કરવા. લાલ સૂતરનો દોરો લઈ તેને સાત ગાંઠો વાળવી અને મંગળવારના દિવસે ધૂપ કરી આ દોરો મુખ્ય દ્વારે બાંધી દેવાથી નિશ્ચિત લાભ થશે.

-લાલ કિતાબ મુજબ મશીનરીના વ્યવસાયને ઉન્નત કરવા માટે ઘઉં અને ગોળનું દાન ગણેશજીના મંદિરે કરવું.

-પોતાનો જે વેપાર હોય તેની વૃદ્ધિ માટે ૪૦ દિવસ સુધી વહેતા પાણીમાં ગોળ પધરાવવો.

-વેપાર-વ્યવસાય સારો ચાલે અને સ્થિર રહે તે માટે પોતાના વ્યવસાયના સ્થાને પોતાનાં કુળદેવ કે દેવીની છબી કે પ્રતિમા પ્રસ્થાપિત કરવી. આ સિવાય પોતે જે ધન અર્જત કર્યું છે તેનો ૧૦મો ભાગ વિકલાંગો તેમજ રક્ત સંબંધિત રોગીઓની સારવારમાં દાન કરવો.

નોકરી-

વર્તમાન સમયની મુખ્ય સમસ્યામાંથી એક સમસ્યા નોકરી સંબંધિત છે. આપણે નોકરી કરતા હોઈએ છીએ, પણ આત્મસંતોષ થતો નથી. સંતોષ હોય તો યોગ્ય પદ કે બઢતી મળતી નથી તથા વળતર પ્રાપ્ત થતું નથી. આવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નોકરી સંબંધી સમસ્યાઓના નિરાકરણ માટે નીચેની બાબતોને અનુસરો.

-અવારનવાર નોકરી બદલવાના યોગ બનતા હોય તો શનિવારના દિવસે પ્રાતઃકાળે એક ફળ, એક આખું શ્રીફળ, સો ગ્રામ જેટલું દૂધ લેવું. આ બધી જ વસ્તુઓ હનુમાનજીને અર્પણ કરવી. આમ, હનુમાનજીની કૃપાદૃષ્ટિ જરૂરથી પ્રાપ્ત થશે.

-જો તમે બેરોજગાર હો અને નોકરી પ્રાપ્ત કરવા માગતા હો તો ભાખરીનું ચૂરમું બનાવવું. તેના ત્રણ ભાગ કરવા. એક ભાગ ગાયને ખવડાવવો, બીજો ભાગ બાળકોને પ્રસાદમાં આપવો અને ત્રીજો ભાગ કીડીઓને આપવો. આ પ્રયોગ ૪ રવિવાર કરવાથી નોકરી પ્રાપ્તિના યોગ પ્રબળ બનશે.

-પ્રવર્તમાન નોકરીમાં પ્રમોશન માટે વહેતા પાણીમાં નાળિયેરને વહેતું મૂકવું.

-નોકરી પ્રાપ્ત કરવા માટેના સરળ ઉપાયો.

– દરિયામાં સરસવનું તેલ પ્રવાહિત કરવું.

– કેસરનું તિલક કરી ઘરની બહાર નીકળવું.

– કાળી ગાયની સેવા કરવી.

– ભાગવતજીનું પારાયણ કરવું.

– ગુરુ કે બ્રાહ્મણના આશીર્વાદ લેવા.

– કોઈનું કારણ વગર અપમાન ન કરવું.

દાંપત્યજીવન-

લગ્ન કરીને બે વ્યક્તિ એક બને છે. લગ્ન બાદ સુખી જીવનનાં સ્વપ્ન સેવે છે. સુખ-દુઃખની પળોમાં પતિ-પત્ની એકબીજાનો સાથ ઇચ્છે છે, પરંતુ ક્યારેક કોઈ કારણસર દાંપત્યજીવનમાં ખટરાગ પેદા થાય છે, મધુરતા વિસરાઈ જાય છે. પછી મતભેદ અને મનભેદ અલગ થઈ જવા સુધીનાં પગલાં ભરવાં મજબૂર કરી દે છે. જો તમારી સાથે પણ આવું કંઈક થઈ રહ્યું હોય અને દાંપત્યજીવનને બચાવવા કે મધુર બનાવવા માગતા હો તો નીચેના ઉપાયો અજમાવો.

-શુક્રનું નંગ ધારણ કરવું.

-પતિ અને પત્નીએ સવારે સાથે બેસીને કુળદેવીની આરાધના કરવી.

-સ્ત્રીઓએ ગંગાજળમાં કેસર મેળવીને જમણા હાથથી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું.

-નાની બાળાઓને શુક્રવારના દિવસે ભોજન કરાવવું.

-ગળામાં સોનાની કોઈ પણ વસ્તુ ધારણ કરવી.

-પૂજાસ્થાનમાં મંગળ ગ્રહનું યંત્ર પ્રસ્થાપિત કરવું.

-કાળા કૂતરાને ભાખરી અથવા રોટલી દરરોજ ખવડાવવી.

-પોતાની સૂવાની જગ્યાએ કાચી માટીનો ઘડો ભરવો અને સવારે એ ઘડાનું પાણી પીપળે ચઢાવી દેવું.

-વદ ચોથના દિવસે ભગવાન ગણેશને લાડુનો ભોગ ધરાવવો.

-પતાસાં વહેતા પાણીમાં વહાવવાં.

-લગ્નની તારીખના દિવસે ઘરમાં વિષ્ણુસહસ્ત્ર નામના પાઠ કરાવવા.

શીઘ્ર વિવાહના ઉપાયો-

યોગ્ય સમયે લગ્ન થાય તો તે સામાન્ય બાબત છે, પણ યોગ્ય સમય થવા છતાં લગ્ન ન થાય તે મોટી સમસ્યા છે. લગ્નમાં વિલંબ, સગાઈભંગ યોગ વગેરે પ્રશ્નો આજે વધારે જોવા મળે છે. સર્વગુણ સંપન્ન હોવા છતાં જે યુવક કે યુવતીના વિવાહ નક્કી ન થતા હોય તેમણે લાલ કિતાબના ઉપાયોનું શરણું લેવું જોઈએ.

-મંગળવારના દિવસે સાબુદાણા અને મસુરની દાળ શિવમંદિરમાં દાન કરવી.

-ખેરનાં લાકડાંના ૧૦૮ નાના ટુકડા કરવા. આ લાકડાં અને ગાયના ઘીની આહુતિ યજ્ઞામાં નીચેનો મંત્ર બોલતાં બોલતાં આપવાથી લગ્નસંબંધી પ્રશ્નોનું નિરાકરણ આવી જશે.

મંત્રઃ હ્રીં મહા માયાયૈ નમઃ ।

-અમાસના દિવસે પિતૃઓનું પૂજન કરવું.

-મંગળવારના દિવસે લાલ કપડું લેવું. કપડામાં ૧૧ સોપારી મૂકવી અને ‘ૐ ગં ગણપતયે નમઃ ।’ મંત્રના જાપ કરવા. દરરોજ અગિયાર કે એકવીસ માળા જાપ કરવાથી લાભ થાય છે.

-પોતાના પૈતૃક ઘરમાં દરરોજ સવારે પાણિયારે ઘીનો દીવો કરવો.

-શનિવારના દિવસે એક પાત્ર લેવું. તેમાં તેલ ભરવું અને પોતાનું પ્રતિબિંબ જોવું. ત્યારબાદ તેલના પાત્ર સહિત હનુમાનજીના મંદિરે દાન કરવું.

-બીલી વૃક્ષનું મૂળ ‘ૐ નમઃ શિવાય ।’ મંત્રની માળા કરી અભિમંત્રિત કરી ગળામાં ધારણ કરવું.

-ગરીબોને વસ્ત્ર તથા મીઠાઈનું દાન કરવું.

-મંગળવારના દિવસે સિદ્ધ કુંજનિકા સ્તોત્રનો પાઠ કરવો.

બીમારી પીછો ન છોડે ત્યારે આટલું કરો-

જાતક ક્યારેક શારીરિક રીતે પીડાતો હોય છે. ક્યારેક માનસિક રીતે પીડાતો હોય છે. ક્યારેક અસાધ્ય રોગથી પીડિત હોય છે. જો શરીરસુખ સારું ન હોય તો અન્ય સુખનું મહત્ત્વ રહેતું નથી. શરીરસુખ મેળવવા માટે સ્વાસ્થ્યની ચિંતા દૂર કરવા માટે લાલ કિતાબમાં મહત્ત્વપૂર્ણ ઉપાયો બતાવવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે.

-અસાધ્ય રોગને નાથવા માટે

– શનિવારના દિવસે સાંજે ઘોડાને ચણા ખવડાવવા.

– જે રોગી હોય તેના માથેથી સાત વખત શ્રીફળ અને મધ ઉતારી વહેતા પાણીમાં પધરાવી દેવું.

– તુલસીનો છોડ રામજી મંદિરમાં દાન કરવો.

– પોતાનાં કર્મની ચોરી ક્યારેય ન કરવી.

– દરરોજ આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ કરવો.

વિદ્યાભ્યાસમાં આવતી મુશ્કેલીઓ દૂર કરવાના ઉપાયો-

વિદ્યા વગર મનુષ્ય પશુ સમાન હોય છે. સાચા દેશકાળ પ્રમાણે વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ, પરંતુ વિદ્યાપ્રાપ્તિમાં અડચણ આવતી હોય કે અભ્યાસમાં મન ન લાગતું હોય ત્યારે લાલ કિતાબના ઉપાયોની મદદ લેવી જોઈએ.

ચણાની દાળ ભગવાન શિવને ચઢાવવી.

-ગુરુવારના દિવસે સવારે તાંબાના કળશમાં રુદ્રાક્ષનો પાંચમુખી મણકો મૂકી ‘ક્લીં નમઃ’ મંત્રની પાંચ માળા કરવી. ત્યારબાદ તે કળશમાં દૂધ ભરવું અને પુનઃ ૫ માળા કરવી. ત્યારબાદ રુદ્રાક્ષનો મણકો ધારણ કરવો અને તે દૂધ પી જવું.

-યાદશક્તિ વધારવા માટે વિદ્યાદાન કરવું.

-વિધવાઓની સેવા કરવી.

-તાંબાનો જૂનો સિક્કો ગળામાં ધારણ કરવો.

-નિત્ય સવારે ૬:૩૦ રુદ્રાક્ષની માળાથી ‘ૐ ઐ નમઃ ।’ મંત્રનો જાપ કરવો.

નાનાં બાળકો ભણવામાં નબળાં હોય ત્યારે આટલું અજમાવો-

-જે નાનાં બાળકોની ભણવામાં રુચિ ન રહેતી હોય, તેનાં માતા અથવા પિતાએ દરરોજ સવારે ભગવાન નારાયણનું પૂજન કરી પૂજન કરેલું ચરણામૃત બાળકને પીવડાવવું.

-બાળકની માતાએ પોતાના બાળક માટે ગુરુવાર કરવા.

-બાળક વધુ નબળું હોય તો બાળકના પિતાએ પ્રદોષનું વ્રત કરવું.

-સત્ય બોલવું અને ધર્મનું આચરણ કરવું.

-પોપટને મરચું ખવડાવવું.

-અગિયારસનાં વ્રત કરવાં.

-અગિયારસના દિવસે તુલસીપત્ર ભગવાન શ્રીનાથજીને ચઢાવવાં.

-પોતાનાં માતા-પિતાનું નિત્ય પૂજન કરવું.

રોગ પકડાતો કે ઠીક ન થતો હોય ત્યારે

– જો રિપોર્ટો નોર્મલ આવતા હોય અને મુશ્કેલીમાં ઘટાડો ન થતો હોય તો સફેદ આકડાની ૧૦૮ ફૂલની માળા બનાવવી અને હનુમાનજીને અર્પણ કરવી.

– સ્ફટિકના શિવલિંગની નિત્ય પૂજા કરવી અને શિવનું ભસ્મથી પૂજન કરવું.

– પોતાનો જમણો કાન વિંધાવવો, જો વિંધાવેલો હોય તો સોનાની વાળી ધારણ કરવી

માનસિક રોગ દૂર કરવા

– મોતીનું નંગ કુંવારી કન્યાને દાન કરવું.

– લાલ ગાયનું દૂધ સોમવારના દિવસે ચંદ્રદર્શન કર્યાં બાદ ભગવાન શિવને ચઢાવવું.

– કાળાં વસ્ત્રો ધારણ ન કરવાં.

– ચાંદીની વીંટી કે દોરો ધારણ કરવો.

– ૧૧ ગુલાબનાં પુષ્પો સ્વચ્છ પાણીમાં રાખવાં.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ખાસ…આ છે શિવને પ્રસન્ન કરવાની સૌથી સરળ વિધિ અને પંચોપચારની પૂજા…!!!
જાણો…ગ્રહદોષથી મુક્તિ મેળવવી હોય તો આજથી જ શરૂ કરો, શિવના આ રાશિઉપાય..!!
જાણો…અમાસ ના દિવસે, લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ચમત્કારિક ઉપાય…!!

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

નોકરી છૂટી જવાની ચિંતા સતત રહ્યાં કરે છે તો કરો આ ઉપાય..!!

grah

નોકરી કરવી કંઈ સહેલી વાત નથી. નોકરીમાં કામમાં એટલું દબાણ હોય છે કે, પોતાના માટે કે પરિવાર માટે સમય કાઢવાનું પણ મુશ્કેલ બની જાય છે. છતાંય નોકરી જવાનો ખતરો રહ્યા કરે છે. જો તમને નોકરીમાં કોઈ પ્રકારની મુશ્કેલી હોય કે નોકરી છૂટી જવાનો ડર હોય ત્યારે રાશિ અનુસાર સમસ્યાનું નિવારણ કરવાથી લાભ થશે.

મેષઃ આ રાશિના લોકો બહુ જ શાંત અને સુશીલ પ્રકૃતિના હોય છે અથવા તો બહુ ચાલાક અને આખાબોલા હોય છે. તેમનામાં ખાસ વાત એ હોય છે કે તેઓ જિદ્દી, શંકાશીલ અને ગુસ્સો કરનારા હોય છે, તેથી આવા જાતકોએ સૌ પ્રથમ પોતાના ગુસ્સા પર અંકુશ રાખવો. ગૌશાળાની ગાયને લીલો ચારો તથા ફણગાવેલા મગ ખવડાવવા.

વૃષભ : આ જાતકો મહેનતી, સૌમ્ય સ્વભાવના અને ખૂબ જ ગંભીર હોય છે, તેથી લોકો તેમને યોગ્ય રીતે સમજી શકતા નથી. જેને કારણે નોકરીમાં મુશ્કેલીઓ આવે છે. નોકરીમાં સમસ્યા આવી પડી હોય તો તમારે અથવા તમારી પત્નીએ વૈભવલક્ષ્મીજીની આરાધના કરવી જોઈએ.

મિથુન : આ રાશિના લોકોને જો એકાંતમાં કોઈ વાત પર ખખડાવવામાં કે સમજાવવામાં આવે તો તેઓ સારું પરિણામ આપે છે, પણ જો જાહેરમાં તેમનું અપમાન કરવામાં આવે તો તેઓ નોકરીને લાત મારી શકે છે. આ જાતકોને જો નોકરીમાં સમસ્યા આવી રહી હોય તો બજરંગબાણનો પાઠ કરવો જોઈએ.

કર્ક : આ જાતકોએ પોતાના બોસથી કંઈ છુપાવવું જોઈએ નહીં, નહીંતર મુશ્કેલીઓમાં પડી શકે છે, કારણ કે જેટલું છુપાવશો તેટલા જ ગૂંચવાતા જશો. કોઈ પણ નોકરીમાં સમસ્યાઓ આવી રહી હોય તો દરરોજ કેળું ખાવું. મસ્તક, છાતી તથા નાભી પર કેસરનું તિલક કરવાથી નોકરીમાં સુખ-શાંતિ રહેશે.

સિંહ : આ લોકોને કોઈ પણ વ્યક્તિની આધીનતા સહન થતી નથી. તેઓને ઓફિસમાં કોઈની પણ સાથે ટક્કર થાય તો તે વર્ચસ્વને લઈને જ થશે. જો તમારે એક જગ્યાએ ટકીને નોકરી કરવી હોય તો લીડરશિપવાળું વ્યક્તિત્વ છોડવું પડશે. નોકરીમાં કોઈ મુશ્કેલી હોય તો શનિવારે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો કરો.

કન્યા : આ રાશિના લોકો સૌમ્ય પ્રકૃતિના હોય છે. વધારે પડતી સહનશીલતાને કારણે ઓફિસમાં તેમનું શોષણ થાય છે, પરંતુ જ્યારે તેમનું ધૈર્ય ખૂટી પડે છે ત્યારે જાણે કે ભૂકંપ જ આવી જાય છે. જેને કારણે વાત બગડે છે. જો નોકરીમાં કોઈ કારણસર મુશ્કેલીઓ આવી રહી હોય તો દરરોજ સાત વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

તુલા : આ રાશિના જાતકો હંમેશાં ન્યાયના પક્ષમાં રહે છે, તેથી જ ઓફિસમાં તેમનું તારતમ્ય નથી બેસી શકતું. તેઓ ખોટું ક્યારેય સહન કરી શકતા નથી. આ જાતકોએ જો નોકરી કરવી હોય તો પરિસ્થિતિઓ સાથે સમાધાન કરતા શીખવું પડશે. ગુરુવારનું વ્રત કરવાથી અથવા પોખરાજ ધારણ કરવાથી નોકરીમાં આવતી સમસ્યાઓનું સમાધાન થશે.

વૃશ્ચિક : તમારું સ્પષ્ટવાદી વ્યક્તિત્વ નોકરીમાં વિવિધ પ્રકારની મુશ્કેલીઓ પેદા કરી શકે છે. તમે દરેક વાતનો સામો જવાબ આપશો, તે બોસને પસંદ નહીં આવે, તેથી તમારા સ્વભાવ પર થોડું નિયંત્રણ રાખવું જરૂરી છે. મુશ્કેલીઓને દૂર કરવા માટે મંગળવારનું વ્રત કરો અને એક સાડા દસ રતીનું મોતી રત્ન ધારણ કરો.

ધન : આ જાતકો ખૂબ જ મદદગાર સ્વભાવના હોય છે, પરંતુ ખોટી વાત પર તેમની આક્રમકતા તેમના સારા વ્યક્તિત્વને ધૂળમાં મેળવી દે છે. તેને લીધે બોસ અને સહકર્મચારીઓ સાથેના સંબંધો બગડે છે. નોકરીમાં આવતી કોઈ પણ પ્રકારની સમસ્યાને દૂર કરવા માટે લોટમાં પનીર મેળવીને તે સતત ૪૦ દિવસ સુધી ગાયને ખવડાવો. આ ઉપાય શુક્રવારથી શરૂ કરવો.

મકર : આ જાતકોની નોકરીમાં પ્રગતિની આડે સૌથી મોટું રોડું આળસ હોય છે. કામ સમયસર પૂરું ન થવાને કારણે બોસ બોલશે જેને કારણે તણાવ પેદા થશે. તમારે તમારા આળસુ સ્વભાવને બદલવો પડશે. જો નોકરીમાં કોઈ પ્રકારની અડચણો આવી રહી હોય તો ભગવાન વિષ્ણુની પૂજા-આરાધના કરવી.

કુંભ : આ રાશિના લોકો પરિશ્રમી હોય છે, પરંતુ તેમના મનની વાત જાણવાનું બહુ મુશ્કેલ હોય છે. તેઓ પોતાનું કામ બહુ મન લગાવીને કરે છે. તેમના કામમાં તેમની મહેનત, લગન સ્પષ્ટ દેખાઈ આવે છે. તેને કારણે ઓફિસમાં તેમના વિરુદ્ધ ઘણી વાર ષડ્યંત્ર રચાતું હોય છે. આ જાતકો શિવાષ્ટકનો પાઠ કરે તો લાભ થાય છે.

મીન : આ લોકો ખૂબ જ મહેનત અને લગનથી પોતાનું કાર્ય કરે છે. તેમણે કોઈની વાતમાં આવીને મહત્ત્વનો નિર્ણય ન લેવો, કારણ કે લોકો તેમના પ્રદર્શનથી ઈર્ષ્યા કરે છે. જે પણ વાત હોય તે પોતાના બોસને ખુલ્લા મને કરવી. આ જાતકો હંમેશાં આગળ વધે છે. આગળ વધવામાં અડચણ આવી રહી હોય તો આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ કરવો અને માણેક રત્ન ધારણ કરવું.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવર

આધાર કાર્ડમાં ખોટું છપાયું છે તમારૂ નામ અથવા સરનામું, તો ઘર બેઠે કરો અપડેટ…!!

adc

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આધાર કાર્ડ હવે બે કામ માટે જ માન્ય રહેશે. એવામાં ગેસ સબસિડી અને પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ (પીડીએસ)નો લાભ લેવા માટે તે જરૂરી છે. અત્યાર સુધીમાં દેશમાં 120 કરોડમાંથી 80 કરોડ લોકોના આધાર કાર્ડ બની ગયા છે. પરંતુ, એવી ફરિયાદ મળી રહી છે કે આધાર કાર્ડમાં ધારકનું નામ અથવા સરનામું ખોટું છપાઈ ગયું હોય તો તેમાં સુધારો કઈ રીતે કરાવવો તે લોકોને ખબર નથી હોતી. ભાસ્કર તમને જણાવી રહ્યું છે કે આધાર કાર્ડમાં રહેલી ભૂલ ઘર બેઠે સુધારી શકાય છે. તેના માટે સરળ 4 સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.

જાણો, કેવી રીતે સુધારશો આધાર કાર્ડમાં થયેલી ભૂલને

પહેલુ સ્ટેપ

http://uidai.gov.in વેબસાઇટ પર જઇને ‘આપકા આધાર’ લિન્ક પર ક્લિક કરો. નવા પેજ પર ડાબી તરફ નીચેની બાજુ ‘અપડેટ યોર આધાર ડેટા’ પર ક્લિક કરવું. અહીં દેખાશે કે તમે કઈ કઈ જાણકારી અપડેટ કરી શકો છો. નીચે આપેલ લિન્ક પર ક્લિક કરવું. પછી જે પેજ ખુલે તેના પર ‘સબમિટ યોર અપડેટ કરેક્શન’ પર ક્લિક કરવું.

adc1

બીજુ સ્ટેપ

એન્ટર યોર આધાર નંબરમાં તમારો આધાર નંબર નાંખવો. ટેક્સ્ટ વેરિફિકેશનમાં સ્પેશ્યલ કેરેક્ટર નાંખવો અને ઓટીપી પર ક્લિક કરવું. તેના આગળના પેજ પર મોંબાઇલ નંબર નાખવો. નીચે સ્પેશ્યલ કેરેક્ટર ટેક્સ્ટવાળી જગ્યા પર ટેક્સ્ટ નાંખવી અને ફરી ઓટીપી પર ક્લિક કરવું. તમારા મોબાઇલ પર ઓટીપીનો મેસેજ આવશે. તે તમને નક્કી કરેલ સ્થાન પર રહેલ બોક્સમાં ટાઇપ કરવાનો રહેશે. ત્યારબાદ તમે વેબસાઇટ પર લોગઇન થઈ જશો.

adc2

ત્રીજું સ્ટેપ

ડેટા અપડેટ પર ક્લિક કર્યા પછી પ્રોસેસ્ડ પર ક્લિક કરવું. જરૂરી દસ્તાવેજ અહીં અપલોડ કરવાના રહેશે. કન્ફર્મ પર ક્લિક કરવું. પછી બીપીઓ સર્વિસ પ્રોવાઇડર પર ક્લિક કરવું. ત્યાં એક બાજુ એજિસ અને બીજી બાજુ કાર્વિસ લખેલું હશે. તેમાંથી કોઈપણ એકને પસંદ કરી સબમિટ કરવું. અપડેટ થવા પર કંપલીટનો મેસેજ મોબાઇલ પર આવશે. જેમાં તમને યૂઆરએન નંબર મળશે.

adc3

ચોથું સ્ટેપ

છેલ્લે અપડેટ સ્ટેટસ પર આધાર નંબર અને યૂઆરએન નાંખવાના રહેશે. તે પૂર્ણ થયા બાદ એક મેસેજ તમને દેખાશે ‘યોર રિક્વેસ્ટ કંપલીટ સક્સેસફુલ’. ત્યાર બાદ સાઇનઆઉટ કરી નાંખવું. શરૂમાં જ્યાં ડેટા અપડેટ સ્ટેટસ લખેલ છે. તેના પર ક્લિક કરવાની સાથે જ એકવાર ફરી આધાર નંબર અને યૂઆરએન નાંખી ચેક કરવું. તેમાં લખેલ આવશે રિક્વેસ્ટ પેન્ડિંગ. હવે તમે રાહ જુઓ. થોડાક સમય પછી મોબાઇલ પર અપડેટની સૂચના આવી જશે.

adc4

પોસ્ટ કરીને પણ કરાવી શકો છો અપડેટ

– પોસ્ટ દ્વારા આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે http://uidai.gov.in/images/application_form_pdf અહીંથી ફોર્મ ડાઉનલોડ કરો.
– Adhar Card Update Formમાં તમારો મોબાઈલ નંબર આપવો અનિવાર્ય છે.
– Adhar Card Update Formમાં સૌથી પહેલા જે જાણકારીમાં સુધારો કરવાનો હોય તે અપડેટ કરવાનું રહેશે, જેમ કે, નામ, અટક અથવા સરનામું.
– ત્યાર બાદ નિર્દેશ અનુસાર Adhar Card Update Form ધ્યાનથી ભરો
– અત્યાર સુધી Adhar Card Update Form હિંદી, અંગ્રેજી, ગુજરાતી, મરાઠી, ઉડિયા, કન્ન્ડ, મલયાલમ, તમિલ, બંગાળી, તેલુગુ અને પંજાબી ભાષામાં છે જે તમે તમારી સુવિધા અનુસાર ફોર્મ લઈ શકો છો. ફોર્મને કવરમાં બંધ કરી તેના ઉપર Aadhar Card Update/Correction લખવાનું ન ભૂલવું.
– ફોર્મમાં તમારું સરનામું, પિન નંબર, જિલ્લાની વિગતો યોગ્ય રીતે ભરો. જો કોઈપણ મુશ્કેલી હોય તો help@uidai.gov.in પર સંપર્ક કરી શકો છો.
– હવે તે કવરને નીચે આપેલ સરનામાં પર પોસ્ટ કરી દો.

Unique Identification Authority of India
Planning Commission
Government of India
3rd Floor, Tower II
Jeevan Bharati Building
Connaught Circus
New Delhi – 110001

અન્ય કોઈ જાણકારી માટે https://ssup.uidai.gov.in/ssup-home પર વિઝિટ કરો.

adc5

નવું આધાર કાર્ડ બનાવવા માટે શું કરશો…

તમારી નજીક જે પણ આધાર કાર્ડ બનાવતી ઓફિસ હશે ત્યાં તમારે જવાનું રહેશે. તેના માટે ઘણી વખત ખાસ કેમ્પ પણ લગાવવામાં આવે છે, જેમાં જઇને તમે આધાર કાર્ડ બનાવી શકો છો. એક વ્યક્તિની આધાર કાર્ડની કાય્રવાહી પૂર્ણ કરવામાં લગભગ 10થી 20 મિનિટનો સમય લાગે છે. આધાર કાર્ડ બનાવવા માટે તમારે કેટલીક જાણકારી આપવી જરૂરી હોય છે.

કઈ જાણકારી આપવાની હોય છે

1- આધાર કાર્ડ બનાવવા માટે સૌથી જરૂરી હોય છે તમારી તસવીર, જે સેન્ટર પર જ લેવામાં આવે છે.
2- તમારા ફિંગર પ્રિન્ટ્સ પણ આધાર કાર્ડની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ખૂબ જ જરૂરી હોય છે.
3- આધાર કાર્ડને સુરક્ષાની દૃષ્ટિએ વધુ પ્રભાવી બનાવવા માટે સેન્ટર પર જ તમારા રેટિના સ્કેન કરવામાં આવી છે.
4- ઓળક અને સરનામાં પૂરાવા તરીકે પણ ડોક્યુમેન્ટ સેન્ટર પર લઈ જવાના હોય છે. તેમાંથી ઓળખના પૂરાવા તરીકે તમે પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા પાસપોર્ટ લઈ જઈ શકો છો. જ્યારે સરનામાંના પૂરાવા માટે ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, રેશન કાર્ડ, વિજળી અથવા પાણીનું બિલ કામ આવી શકે છે.
5- તમારી પાસેથી તમામ જાણકારી મેળવ્યા બાદ તમને એક એનરોલમેન્ટ નંબર આપવામાં આવશે, જેના આધાર પર તમે તમારું આધાર કાર્ડનું સ્ટેટસ પણ જાણી શકો છો.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

નવા બિઝનેસની શરૂઆત માટે બેન્ક પાસેથી આ રીતે લો લોન, જાણો આખી પ્રક્રિયા…!!
જાણો અજાણી વાતો…ખાતુ બંધ કરતી વખતે પણ વસૂલાય છે ચાર્જ, બેન્ક નથી જણાવતી આ ૮ વાતો…!!!
જાણો…આ રીતે ઉપાડી શકો છો PFના રૂપિયા, 58 વર્ષ સુધી રાહ નહીં જોવી પડે…!!
જાણી જ લો…ખોવાઇ જાય બેન્ક પાસબુક કે પ્રોપર્ટી પેપર, આ છે પાછા મેળવવાના રસ્તા…!!
જાણી જ લો…વિદેશમાં તમારો PASSPORT ખોવાઈ જાય તો આ ટિપ્સ કરશે તમારી મદદ…!!!
નિવૃતિ માટે કરો NPSમાં રોકાણ, મળશે ઇપીએફ કરતાં વધુ રિટર્ન…!!!
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, તો શું કરશો..?
બદલાઈ ગઈ 100 રૂપિયાની નોટ, હવે આ રીતે ઓળખો અસલી-નકલી નોટને
કરો શેરબજાર માં કમાણી…મેળવો વધારાની આવક શેરબજારમાંથી…આ છે 4 સરળ સ્ટેપ્સ
100 વર્ષ જૂનો નિયમ બદલાયો, હવે આ રીતે નક્કી થશે સોનાની કિંમત
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
વિજ્ઞાન ના અવનવા આશ્ચર્યજનક તથ્યો…!!
તમારૂ મગજ માની ના શકે તેવા કલ્પનાતીત તથ્યો…!!!
WHATSAPP યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
આ રીતે જાણો ક્યારે થઇ રહ્યું છે તમારા એકાઉન્ટનું હૈકિંગ, જાણો બચાવની ટિપ્સ
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.
બેંક મિત્ર બનીને કરો કમાણીઃ મળશે પગાર અને કમીશન, વાંચો શું છે યોજના
લોન્ચ થયું WHASTAPPનું પીસી વર્ઝન, કમ્પ્યુટર અને લેપટોપમાં કરાશે યુઝ
ટેકનોલોજી ની આ વાતો તમે નહી જાણી હોય તો તમે કાંઇ નથી જાણયું…!!
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!

જાણો…બિઝનેસને ટોચે લઈ જવા અને નોકરીમાં પ્રમોશન માટે કરો પ્રાચીન ઉપાય…!!

business3

શું તમે ધંધામાં થતાં મંદ નફાથી અસંતુષ્ટ છો? ધંધામાં સતત ચઢ-ઉતર રહે છે? તમે હાલ જ્યાં નોકરી કરો છો ત્યાં તમે સંતુષ્ટ નથી? હાલ જે નોકરી કરી રહ્યા છો તેમાં તમને યોગ્ય પ્રમોશન પ્રાપ્ત નથી મળી રહ્યું? તો તેની માટે આજે અમે તમને કેટલાક સરળ જ્યોતિષીય ઉપાયો બતાવી રહ્યા છે જે કરવાની સાથે સાથે મહેનત કરવા લાગી જશો તો તમારું દુર્ભાગ્ય ટળી જશે અને તમને નોકરી-ધંધા અને વ્યવસાયમાં ચોક્કસ સફળતા હાથ લાગશે. આ નુસખાઓ લાલ કિતાબના આધારે છે અને પ્રાચીનકાળથી જ અસરકારક રહ્યા છે. તેને શ્રદ્ધાની સાથે અને ગુપ્ત રીતે કરવામાં આવે તો અચૂક સફળ થાય છે.

-વ્યાપારિક યાત્રા પર જનારા વ્યાપારીઓએ જતાં પહેલા સવા રૂપિયો કોઈ ગુપ્ત સ્થાન પર સંતાડી દેવો. યાત્રા પરથી પરત આવ્યા પછી આ સવા રૂપિયો કોઈ ભિખારીને દાન કરી દે. આમ કરવાથી યાત્રા સફળ થશે અને યાત્રાથી વ્યાપારમાં ઈચ્છિત ઉન્નતિ પણ સધાશે.

-શનિવારના દિવસે જૂના પોતાના કાર્યાલયમાંથી કોઈપણ લોઢાની વસ્તુ નવી જગ્યાના સ્થળે લાવીને મુકી દેવી. તે નવા સ્થળે મુકતા પહેલા તે સ્થળે થોડાક કાળા અડદના દાણા નાખી દેવા. આ લોખંડની મુકેલી વસ્તુ ત્યાંથી વારંવાર હટાવવી નહિ. આમ કરવાથી જૂના ઉદ્યોગની સાથોસાથ નવા ઉદ્યોગમાં પણ સારી એવી પ્રગતિ સધાશે.

-લાખ પ્રયત્ન કરવા છતાં પણ વ્યાપારમાં ઉન્નતિ સધાતી ન હોય તો શ્યામ તુલસીની ચોફેર ઉગેલ ઘાસને ચૂંટી તે કોઈ પીળા વસ્ત્રમાં બાંધી લઈ વ્યાપારના સ્થળે તે રાખવાથી વ્યાપારમાં લાભ થાય છે. આ પ્રયોગ ગુરૂવારના દિવસે જ કરવો.

-મંગળવારના દિવસે સાત લીલાં મરચાં અને એક લીંબુ લાવવાં. તે સઘળાંને કાળા દોરામાં પરોવી કાર્યાલય સ્થળની બહાર તે લટકાવી દેવાથી વ્યાપારમાં વધારો થાય છે. તેને કોઈની નજર કે ટોક પણ લાગતી નથી. આ પ્રયોગ મંગળવાર અથવા શનિવારના દિવસે કરવો.

-મંગળવારના દિવસે લાલચંદના લાલ ગુલાબનાં ફૂલ અને કંકુ આ સઘળી વસ્તુઓને લાલ દુપટ્ટામાં બાંધી તિજોરી કે પૈસા મુકવાના સ્થળ પર મુકી દેવાથી ધન લાભનો પ્રારંભ થાય છે.

-પાંચ પૂરા ખીલેલાં લાલ ગુલાબના પુષ્પ લેવાં. દોઢ મીટર સફેદ કાપડનો ટુકડો લઈ તે પોતાની સામે પાથરી દેવો. આ પાંચેય ગુલાબના ફૂલો ૨૧ વખત ગાયત્રી મંત્રનો જાપ કરતાં-કરતાં આ કપડાંમાં બાંધી દેવાં. પછી આ કાપડની પોટલીને જાતે જઈ પાણીમાં પ્રવાહિત કરી દેવાથી કરજમાંથી મુક્તિ મળશે.

-ઓમ નમઃ ભગવતી પદ્માવતી સર્વજન મોહિની સર્વકાર્ય વરદાયિની મમ વિકટ સંકટ હારિણી મમ મનોરથી પૂરિણી મમ્ શોક વિનાશિની પદ્માવત્યૈ નમઃ ! આ મંત્ર સિદ્ધ કર્યા પછી મંત્રનો પ્રયોગ કરવાથી દેવીની કૃપાથી નોકરી-વ્યાપારમાં આવતાં વિઘ્નો દૂર થાય છે. સાયંકાળે આ મંત્રની એક -એક માળા કરવી.

-જો વ્યવસાય સંબંધી અંતરાયોનો સામનો કરવો પડી રહ્યો છે એવું જણાય ત્યારે અને ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો માલૂમ પડતો હોય તેવે સમયે શનિવારે બપોર પછી પાંચ લીંબુ કાપીને તેની સાથે એક મુઠ્ઠી પીળા સરસવ. એક મુઠ્ઠી લોંગની દાળ તથા મરિયાંના કેટલાક દાણા વ્યાપારના સ્થળે મુકી દેવાં. આગલા દિવસે દુકાન ખોલતી વખતે સામાન ઉઠાવી, કોઇ નિર્જન સ્થળ પર પોતાના હાથે આ સઘળું દાટી દેવું. આ પ્રયોગ દ્વારા કેટલાક દિવસોમાં આવકમાં વૃદ્ધિ થઈ રહ્યાનો અનુભવ થવા લાગશે.

-જો કોઈ ઉચ્ચાધિકારીઓની અનુકૂળતા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય અગર મન ઈચ્છિત જગ્યા પર નિમણૂક મેળવવાની ઈચ્છા હોય તો નિરંતર ૭ દિવસ સુધી સૂર્યોદય સમયે તાંબાના લોટામાં જળ ભરી, લાલ મરચાંના કેટલાક દાણા તથા એક સૂરજમુખી પુષ્પ નાખી ભગવાન સૂર્યને અર્ધ્યપ્રદાન કરવો.

-કોઈ જરૂરી કાર્ય માટે ઘરમાંથી નીકળતાં પહેલાં ઘરના ઊંબરાની બહાર પૂર્વ દિશામાં એક મુઠી લાલ મકાઈના દાણા મૂકી પોતાના કાર્યનું રટણ કરતા તેના ઉપર બળપૂર્વક પગ મૂકી કાર્યની સફળતા માટે નીકળવામાં આવે તો અવશ્ય કાર્ય સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

-સરકારી યા નિજી રોજગાર ક્ષેત્રમાં પરિશ્રમ કરવા છતાં પણ સફળતા મળી રહી ન હોય તો નિયમપૂર્વક કરાયેલ વિષ્ણુ યજ્ઞાની વિભૂતિ લઈ પોતાના પિતૃઓની ‘કુશા’ની મૂર્તિ બનાવી તેને ગંગાજળ વડે સ્નાન કરાવી આ વિભૂતિ તેને લગાવી, ભોગ ધરી પોતાના કાર્યની સફળતા માટે કૃપા પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી કોઈ ધાર્મિક ગ્રંથનો પાઠ કરવો અને પછી આ કુશા મૂર્તિને વહેતા પવિત્ર જળમાં વહેવરાવી દેવાથી સફળતા અવશ્ય મળે છે.

-જો કોઈ કામથી જવાનું થાય તો એક લીંબુ લેવું. તેમાં ચાર લોંગ દાળને દબાવી દઈ ‘ શ્રી હનુમંતે નમઃ’ મંત્રનો ૨૧ વખત જપ કરવાથી તેને સાથે લઈ જવાથી કામમાં કોઈ પણ પ્રકારના અંતરાયો કે વિઘ્ન આવશે નહિ.

-દરેક મંગળવારે ૧૧ પીપળાના પાન લેવાં તેને ગંગાજળ વડે ધોઈને લાલ ચંદન આ પાન પર લગાડી દરેક પાન પર સાત વખત ‘રામ રામ’ શબ્દ લખવો. તે પાન હનુમાનજીના મંદિરમાં અર્પણ કરી પ્રસાદ વહેંચવો તે વખતે આ મંત્રનો જપ કરવો. ‘જય જય હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુ દેવકી નાઈ!’ સાત મંગળવાર સુધી સતત આમ કરવાથી અવશ્ય લાભ પ્રાપ્ત થાય છે.

-જો નોકરીમાં બઢતીની ઈચ્છા હોય તો સાત પ્રકારનું ધાન્ય પક્ષીઓને નાખવું.

-ગુરુવારના દિવસે વ્યાપારમાં વૃદ્ધિ કરવા માટે દુકાનમાં મુખ્ય દ્વારના એક ખૂણામાં ગંગા જળ વડે ધોઈ, સ્વચ્છ-પવિત્ર કરી હળદર વડે ત્યાં સ્વસ્તિક બનાવી તેના પર ચણાની દાળ અને ગોળ થોડાક માત્રામાં મૂકવાથી અને તેના પર શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી મનોમન વ્યાપારમાં વૃદ્ધિ માટે માટે પ્રાર્થના કરવાથી વ્યાપારમાં વૃદ્ધિ થાય છે. આ પ્રયોગ પાંચ ગુરુવાર સુધી કરવો.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.
વાસ્તુશાસ્ત્રના સુવર્ણ ઉપાયો: નોકરી ન મળતી હોય તો ઘરના વાસ્તુદોષનું નિવારણ કરો…!!!
ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!
અસરકારક વાસ્તુ શાસ્ત્ર: સન્માન અને સમૃદ્ધિ વધારવા, ઘરના આ ખૂણામાં કરો નાના-નાના ફેરફાર…!!!
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.
ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!
જાણો..કામ લાગશે…તોડફોડ કર્યા વગર ઘરના દોષ દૂર કરતું ફેંગશૂઈ…!!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…વાસ્તુશાસ્ત્ર તમારો વેપાર વધારી શકે છે..!!!
શાસ્ત્રોક્ત ઉપાય: ધંધામાં આવક ડબલ કરવા, અપનાવો આ નાના-નાના સચોટ ઉપાય…!!
ફેંગશુઈના 15માંથી કોઇ 1નો કરો ઉપાય, ઘરથી ક્યારેય દૂર નહીં થાય સુખ+સમૃદ્ધિ
જાણો ઉકેલ…દીકરીના લગ્નમાં વિઘ્નો ઉત્પન્ન કરે છે આ દોષો, આજે જ જાણી કરો દૂર…!!
જાણો…દરેક કામમાં અતિશુભ ફળ મેળવવું હોય તો ધ્યાનમાં રાખવી આ 15 વાતો..!!!
ઘરમાં થાક, અનિદ્રા, તણાવ અનુભવો છે? હોઈ શકે છે વાસ્તુદોષ..!
તમારા ઘરમાં ચોક્કસ હોવી જોઇએ, ધનને આકર્ષતી આ 15માંથી 1 વસ્તુ!

જાણો ને શીખો……તમારી કુંડળીના આ 12 ખાનામાં છુપાયું છે તમારું ભવિષ્ય અને ભાગ્ય…!!!

kundali1

-નવમો ભાવ પરદેશમાં જવાનું ભાગ્ય, પરદેશની મુસાફરીઓ, લાંબી મુસાફરીઓ કરાવે છે

કુંડળીનું નામ પડે એટલે લોકો સીધા જ્યોતિષને જ યાદ કરે કારણ કે પોતે કુંડળીમાં શું છે તે વિશે કંઈ જ જાણતા નથી હોતા. સમાન્ય માણસો કુંડળીના 12 જુદા-જુદા ખાના અને તેમાં રહેલા ગ્રહોના નામ જોઈ માથુ ખંજવાળવા લાગે છે. તેનું કારણ છે જ્યોતિષીય કુંડળી વિશે લોકોને જ્ઞાન નથી હોતું. આજે અમે તમને કુંડળીના 12 ખાના શું હોય છે તે વિશે જણાવીશું. સાથે જ આ બાર ખાનામાં બેઠેલા ગ્રહો કેવું ભવિષ્ય પ્રદાન કરે છે તે બતાવીશું.

જન્મકુંડળીનો પ્રત્યેક ભાવ જાતકનાં જીવનનાં અલગ-અલગ ક્ષેત્રોને લગતી બાબતો, જીવનમાં પ્રવેશતી અને ભાગ ભજવતી વ્યક્તિઓ અને જીવનકાળ દરમ્યાન પેદા થતી વિવિધ પરિસ્થિતિઓ અને અનુભવો સાથે સંકળાયેલો છે. જન્મકુંડળીના બાર ભાવો સમગ્ર જીવનચક્રનો નિર્દેશ કરે છે. દરેક ભાવ પરથી જોવાતી બાબતો નીચે મુજબ છે.

પ્રથમ ભાવ :

પ્રથમ ભાવ એ લગ્નસ્થાન અથવા તનુભાવ પણ કહેવાય છે. આ સ્થાનમાં રહેલી રાશિ જાતકનાં જન્મસમયે પૂર્વ ક્ષિતિજ પર ઉદિત થઈ રહેલી હોય છે. પ્રથમ સ્થાન એ આકાશ અને પૃથ્વીનાં સંપર્કનું સૂચક છે. જન્મકુંડળીમાં આ સૌથી અગત્યનું સ્થાન છે. પ્રથમ સ્થાન એ શરૂઆત છે, ઉદ્‌ભવ છે. આ સ્થાનની રાશિ નક્કી થઈ જવાથી સાથે-સાથે કુંડળીનાં બાકીના સ્થાનોની રાશિ પણ નક્કી થઈ જાય છે.

પ્રથમ ભાવ સ્વનો સૂચક છે. આ ભાવ પરથી જાતકનું શારીરિક કદ, આકાર, વર્ણ, બાંધો, દેખાવ, પ્રકૃતિ, વ્યક્તિત્વ, મનોવલણ, બુદ્ધિ, ચારિત્ર્ય, પ્રતિષ્ઠા, આરોગ્ય, જીવનશક્તિ, આયુ, જીવનની શરૂઆત અને સમગ્ર જીવન અંગેની સામાન્ય જાણકારી પ્રાપ્ત થાય છે. પ્રથમ ભાવ શરીરમાં મસ્તક, મગજ અને કપાળનો નિર્દેશ કરે છે. આ ભાવનો કારક ગ્રહ સૂર્ય છે.

દ્વિતીય ભાવ :

દ્વિતીય ભાવ એ ધનસ્થાન અથવા કુટુંબસ્થાન પણ કહેવાય છે. આ ભાવ ધન, સંપતિ, સમૃદ્ધિ, ધનસંચય, આવકનાં સાધનો, સ્વબળે પ્રાપ્ત કરેલી સંપતિ, કિંમતી અને મૂલ્યવાન અલંકારો, રત્નોનો નિર્દેશ કરે છે. આ ઉપરાંત દ્વિતીય ભાવથી કુટુંબ, કુટુંબના સભ્યો, વાણી, અવાજ, દ્રષ્ટિ અને આંતરિક ક્ષમતાઓ પણ જોવાય છે. શરીરમાં દ્વિતીય ભાવ ચહેરો, મોંઢુ, જમણી આંખ, દાંત, જીભ, નાક, ગળું, થાઈરોઈડ ગ્રંથિ અને નખનો નિર્દેશ કરે છે.
આ ભાવ પરથી જાતકની ખાનપાનની આદતો અને તેને ગમતાં ખોરાક અને સ્વાદ અંગેની જાણકારી પ્રાપ્ત થાય છે. દ્વિતીય સ્થાન મારક સ્થાન પણ છે અને જાતકના મૃત્યુનું કારણ સૂચવે છે. અમુક વિદ્વાનોના મત અનુસાર દ્વિતીય સ્થાન જાતકના શિક્ષણનો નિર્દેશ કરે છે. આ સ્થાનનો કારક ગ્રહ ગુરુ છે.

તૃતીય ભાવ :

તૃતીય ભાવ એ ભાતૃસ્થાન, પરાક્ર્મસ્થાન અથવા સહજભાવ પણ કહેવાય છે. આ ભાવ જાતકનાં શૌર્ય, સાહસ, વીરતા, પરાક્ર્મ અને દ્રઢતાનો નિર્દેશ કરે છે. તૃતીયસ્થાન અભિવ્યક્તિનું સ્થાન છે. જેથી કલાકારો, ગાયકો, અભિનેતાઓ, નૃત્યકારો, સંગીતકારો, લેખકો, પત્રકારો અને વાતચીતની કળા સાથે સંકળાયેલું છે. સંદેશાવ્યવહારનું સૂચક છે અને સંદેશા વ્યવહારનાં સાધનો જેવા કે ટપાલ, તાર, પત્રવ્યવહાર સાથે જોડાયેલું છે. નાની યાત્રાઓ, ટૂંકા ગાળાનાં કરારો, લખાણો, દસ્તાવેજોનો નિર્દેશ કરે છે. શરીરમાં હાથ, ખભા, કોણી, કાંડુ અને જમણાં કાન સાથે સંબંધિત છે. જે રીતે હાથ લડાઈ કરીને શરીરનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે તે જ રીતે વાસ્તવિક જીંદગીમાં ભાઈઓ રક્ષણ અને સાથ આપે છે. આથી તૃતીયસ્થાન ભાઈ-બહેનો, ખાસ કરીને નાના ભાઈ-બહેનો અંગેનાં શુભાશુભ ફળનો નિર્દેશ કરે છે. આ ઉપરાંત પિતરાઈઓ, પાડોશીઓ અને નજીકનાં મિત્રોનું સૂચક છે. ચતુર્થસ્થાનથી બારમું સ્થાન હોવાથી જમીન, મકાન અને વાહન પાછળ થતાં ખર્ચાઓનો નિર્દેશ કરે છે. તૃતીયસ્થાનનો કારક ગ્રહ મંગળ છે.

ચતુર્થ ભાવ :

ચતુર્થ ભાવ એ માતૃસ્થાન અથવા સુખસ્થાન પણ કહેવાય છે. ચતુર્થસ્થાન પગ નીચે રહેલું છે. આથી નીચે રહેલી એટલે કે આંતરિક બાબતો અને જમીનનો નિર્દેશ કરે છે. સ્થાવર મિલકત, જમીન, જમીનની અંદરથી પ્રાપ્ત થતી વસ્તુઓ, ખેતરો, ઉદ્યાન, ગોચર, મકાન, વાહન, ચાર પગવાળાં પ્રાણીઓ, ખાણ, કૂવાઓ, પાણી, નદી, તળાવ અંગેની જાણકારી આપે છે. આંતરિક બાબતો અને ખાનગી જીવનનો નિર્દેશ કરે છે. માતા, પૃથ્વીમાતા, માતૃત્વ, વતન, ઘર, ઘરનું વાતાવરણ, શિક્ષણ, પૈતૃક સંપતિ, અંતઃકરણ, સુખાકારી, આંતરિક લાગણીઓ અને માનસિક સ્થિતિ અંગેનાં શુભાશુભ ફળનો નિર્દેશ છે. શરીરમાં છાતી, ફેફ્સા અને હ્રદય સાથે સંબંધિત છે. ચતુર્થસ્થાનનો કારક ગ્રહ ચન્દ્ર છે.

પંચમ ભાવ :

પંચમ ભાવ એ પુત્રસ્થાન અથવા વિદ્યાસ્થાન પણ કહેવાય છે. સંતાન, સંતાન સાથેનાં સંબંધો અને સંતાનની સુખાકારીનો નિર્દેશ કરે છે. બુદ્ધિ, અભ્યાસ, યાદશક્તિ, પ્રતિભા, આવડતો, સર્જનાત્મકતા અને લખાણો સાથે સંબંધિત ભાવ છે. પંચમ ભાવ શૈક્ષણિક સંસ્થાઓ, અધ્યયન, અધ્યાપન, પુસ્તકાલયો અને લેખકો સાથે સંકળાયેલો છે. સગાઈ, પ્રણય કે પ્રણય સંબંધો અંગેની જાણકારી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત લોટરી, શેર-સટ્ટા, જુગાર અને તેનાથી થનારા લાભહાનિનો સંકેત પ્રાપ્ત થાય છે. રમત-ગમત, મનોરંજન અને આનંદપ્રમોદનો સૂચક છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ પંચમ ભાવ અગત્યનો ભાવ છે. પવિત્ર ધાર્મિક ગ્રંથો, મંત્ર, તંત્ર, યંત્ર, શિષ્યો, ભક્તિ અને પૂર્વ પુણ્યનો નિર્દેશ કરે છે. ગત જન્મોમાં કરેલાં પુણ્યો આ જન્મમાં પ્રતિભા અને આશીર્વાદ સ્વરૂપે પ્રગટ થાય છે. પંચમ ભાવથી જાતકનાં ઈષ્ટ દેવતા અંગેની અથવા ગત જન્મ તેણે કરેલી ભક્તિ અને સાધનાને લીધે આ જન્મમાં કોઈ ચોક્કસ દેવી-દેવતા પ્રત્યે અનુભવાતા ખેંચાણ અંગેની જાણકારી પ્રાપ્ત થાય છે. શરીરમાં પંચમ ભાવ પેટ, લીવર, સ્વાદુપિંડ, પિત્તાશય, કિડની, બરોળ અને ગર્ભાવસ્થાનો નિર્દેશ કરે છે. પંચમ ભાવનો કારક ગ્રહ ગુરુ છે.

ષષ્ઠ ભાવ :

ષષ્ઠ ભાવ એ શત્રુસ્થાન અથવા રોગસ્થાન પણ કહેવાય છે. આ સ્થાન રોગ, શત્રુ, ઋણ, નોકરી, નોકરચાકરો, કર્મચારીઓ, પરિચર્યા, દૈનિક કાર્યો, મામા, મોસાળપક્ષ, પાલતુ પ્રાણીઓ, ભાડૂત, ચોર, સ્પર્ધાત્મકતા, સહકર્મચારીઓ, કોર્ટકચેરીના દાવાઓ, તીવ્ર શારીરિક-માનસિક વેદના, બ્રહ્મચર્ય, જઠરાગ્નિ અને પાચનતંત્ર અને આંતરડાનો નિર્દેશ કરે છે. ડોક્ટરો, વકિલો અને પોલીસ સાથે સંકળાયેલો ભાવ છે. ષષ્ઠ ભાવ એ મૂશ્કેલીઓ, વિઘ્નો અને કઠોર પરિશ્રમનો સૂચક છે. સાથે-સાથે મૂશ્કેલીઓ અને વિઘ્નોમાંથી બહાર આવવાની તેમજ શત્રુઓ પર વિજય મેળવવાની શક્તિનો પણ સૂચક છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ ષષ્ઠ ભાવ નિઃસ્વાર્થ સેવાનો નિર્દેશ કરે છે. આ ભાવનો કારક ગ્રહ મંગળ છે.

સપ્તમ સ્થાન :

સપ્તમ સ્થાન એ કલત્રસ્થાન પણ કહેવાય છે. કલત્ર એટલે કે પત્ની. આ સ્થાન લગ્ન, જીવનસાથી, દાંમ્પત્યસુખ, ભાગીદારી, કામેચ્છા અને જાતીય જીવનનો નિર્દેશ કરે છે. સપ્તમસ્થાન એ પ્રથમસ્થાનથી બિલકુલ વિરુધ્ધ છે. પ્રથમસ્થાનથી વિરુધ્ધ છે એટલે વિજાતીય પાત્રનો નિર્દેશ કરે છે. પ્રથમસ્થાન એ સ્વ છે તો સપ્તમસ્થાન એ સ્વને પરિપૂર્ણ કરનાર વ્યક્તિ છે. સપ્તમસ્થાન સૂર્યાસ્ત સમયનું સૂચક છે. સૂર્યાસ્ત સમયે વ્યક્તિ પોતાનાં કાર્યો પૂર્ણ કરી ઘરે પરત ફરે છે અને જીવનસાથી સાથે સમય વિતાવે છે. સપ્તમસ્થાનથી વ્યવસાયિક ભાગીદારી, વ્યાપાર, વાણિજ્ય, જાહેર સામાજીક જીવન, પરદેશ સાથેનાં વ્યાપાર અંગેની બાબતો અને પરદેશની મુસાફરીઓ અંગે જાણકારી પ્રાપ્ત થાય છે. શરીરમાં નાભિથી નીચેનો ભાગ, મોટું આંતરડું અને આંતરિક જનનાંગોનો નિર્દેશ કરે છે. સપ્તમસ્થાન એ મારક સ્થાન પણ છે અને તે મૃત્યુના ભયનો નિર્દેશ કરે છે. આ સ્થાનનો કારક ગ્રહ શુક્ર છે.

અષ્ટમ ભાવ :

અષ્ટમ ભાવ એ આયુષ્યસ્થાન અથવા મૃત્યુસ્થાન પણ કહેવાય છે. આ ભાવ આયુષ્ય અને મૃત્યુનો નિર્દેશ કરે છે. આ ઉપરાંત વારસો, વસિયત, વીમો, પેન્શન, ગ્રેચ્યુઈટી, ગુપ્ત ધન, અણકમાયેલું ધન, જીવનસાથીનું ધન, ભાગીદારની સંપતિ, શ્વસુરપક્ષ, મૂશ્કેલીઓ, અવરોધો, પીડા, સંઘર્ષ, બદનામી, વિલંબ, નિરાશા, હાર, ખોટ, લાંબી બિમારીઓ, વ્યસનો, જાતીય શક્તિ અને બાહ્ય જનનાંગોનો નિર્દેશ કરે છે. અષ્ટમ સ્થાન એ કાર્મિક સ્થાન છે અને મૂશ્કેલીઓ અને અવરોધો સર્જનાર ભાવ છે. દુન્યવી દ્રષ્ટિએ આ ભાવ નકારાત્મક છે. પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ આ ભાવ સકારાત્મક છે. જીંદગીની ગુપ્ત, અજાણી અને રહસ્યમય બાબતો સાથે સંબંધિત છે. ગૂઢ વિદ્યાઓ, જ્યોતિષ, અધ્યાત્મ, યોગ, કુંડલિની શક્તિનો નિર્દેશ કરે છે. આ ભાવનો કારક ગ્રહ શનિ છે.

નવમ ભાવ :

નવમ ભાવ એ ભાગ્યસ્થાન અથવા ધર્મસ્થાન પણ કહેવાય છે. આ ભાવ પિતા, ગુરુ, ભાગ્ય, ધાર્મિકતા, આધ્યાત્મિકતા, તત્વજ્ઞાન, વેદ, નીતિપરાયણતા, મૂલ્યો, શ્રધ્ધા, ડહાપણ, ધાર્મિક માન્યતાઓ, દેવાલયો, હોમ-હવન, દાન, સત્કર્મો, અંતઃપ્રેરણા, જ્ઞાન, દિક્ષા અને ધાર્મિક સ્થળોની યાત્રાનો નિર્દેશ કરે છે. સારું ભાગ્ય એ સારા કર્મો અને ધર્મનાં માર્ગે ચાલવાનું પરિણામ હોય છે. નવમ ભાવ પરદેશમાં ભાગ્ય, પરદેશની મુસાફરીઓ, લાંબી મુસાફરીઓ, અધ્યાપન, ઉચ્ચ અભ્યાસ, પૌત્ર-પૌત્રીઓ, નેતાગીરી, ધન, ઉપરી અધિકારી અને શરીરમાં જાંઘનો નિર્દેશ કરે છે. આ ભાવનો કારક ગ્રહ ગુરુ છે.

દસમ ભાવ :

દસમ ભાવને કર્મસ્થાન પણ કહેવાય છે. દસમસ્થાન એ મધ્યાહ્ન સમયનું સૂચક છે. આ એ સમય છે જ્યારે વ્યક્તિ પૂર્ણ પ્રકાશને લીધે સૌથી વધુ સક્રિય હોય છે. દસમસ્થાન એ કર્મ, વ્યવસાય, વ્યાપાર, કારકિર્દી, આજીવિકાનો સ્ત્રોત, ભૌતિક પ્રવૃતિઓ, પ્રમોશન, નિયુક્તિ, દરજ્જો, કિર્તી, માન-સન્માન, ગૌરવ, સફળતા, પુરસ્કારો, મહાત્વાકાંક્ષા, ધ્યેય, પ્રગતિ, સત્તા, સરકાર, સરકાર સાથે લેણદેણ, ઉચ્ચ હોદ્દાઓ અને શરીરમાં ગોઠણનો નિર્દેશ કરે છે. મધ્યાહ્ન સમયે સૂર્યપ્રકાશમાં બધું જ દ્રષ્ટ અને સ્પષ્ટ દેખાય છે. આથી ચતુર્થસ્થાનથી વિરુધ્ધ દસમસ્થાન એ બાહ્ય જીંદગી અને જાહેર જીવનનો નિર્દેશ કરે છે. આ સ્થાનનો કારક ગ્રહ બુધ છે.

એકાદશ ભાવ :

એકાદશ ભાવ એ લાભસ્થાન પણ કહેવાય છે. આ ભાવ દરેક પ્રકારના લાભ, વ્યવસાયમાં થતી આવક, નફો, સમૃદ્ધિ, મિત્રો, મોટાં ભાઈ-બહેનો, દૂરનાં સગાં-સંબંધીઓ, સંતાનના જીવનસાથી, સમાજ, સમુદાય, ઈચ્છાઓ, મનોકામનાઓ અને તેની પૂર્તિ, જવાબદારીઓમાં સફળતા અને શરીરમાં ગોઠણથી નીચેનો પગ, ઘૂંટી તેમજ ડાબા કાનનો નિર્દેશ કરે છે. એકાદશનો ભાવનો કારક ગુરુ છે.

દ્વાદશ ભાવ :

દ્વાદશ ભાવ એ વ્યયસ્થાન અથવા મોક્ષસ્થાન પણ કહેવાય છે. આ ભાવથી વ્યય, હાનિ, ઉડાઉ ખર્ચ, દાન-ધર્માદાઓ, અનાસક્તિ, ત્યાગ, કુટુંબથી વિખૂટાંપણું, પીડા, દુર્ભાગ્ય, ગરીબી, અજાણ્યું અને દૂરનું સ્થળ, પરદેશ, પરદેશમાં જીંદગી, પરદેશની મુસાફરી, આયાત-નિકાસ, ગુપ્ત શત્રુઓ, બંધન, એકાંત, સજા, જેલવાસ, હોસ્પિટલમાં દાખલ થવું, શયનસુખ, નિદ્રા, ધ્યાન, મોક્ષ અને મૃત્યુ પછીની સ્થિતિ જોવાય છે. દ્વાદશ ભાવ એ સ્વને ભૂલી અને ઓગાળીને બ્રહમાંડ સાથેની વિલિનતાનો સંકેત કરે છે. સ્વને નિષેધાત્મક રીતે નશામાં ભાન ભૂલીને પણ ઓગાળી શકાય. આથી દ્વાદશ ભાવ વ્યસનો અને બંધાણો પણ સૂચવે છે. નવમસ્થાનથી ચતુર્થસ્થાન હોવાથી ગુરુનું ઘર એટલે કે આશ્રમનો નિર્દેશ કરે છે. શરીરમાં પગના પંજા અને ડાબી આંખનો નિર્દેશ કરે છે. આ ભાવનો કારક ગ્રહ શનિ છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.
વાસ્તુશાસ્ત્રના સુવર્ણ ઉપાયો: નોકરી ન મળતી હોય તો ઘરના વાસ્તુદોષનું નિવારણ કરો…!!!
ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!
અસરકારક વાસ્તુ શાસ્ત્ર: સન્માન અને સમૃદ્ધિ વધારવા, ઘરના આ ખૂણામાં કરો નાના-નાના ફેરફાર…!!!
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.
ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!
જાણો..કામ લાગશે…તોડફોડ કર્યા વગર ઘરના દોષ દૂર કરતું ફેંગશૂઈ…!!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…વાસ્તુશાસ્ત્ર તમારો વેપાર વધારી શકે છે..!!!
શાસ્ત્રોક્ત ઉપાય: ધંધામાં આવક ડબલ કરવા, અપનાવો આ નાના-નાના સચોટ ઉપાય…!!
ફેંગશુઈના 15માંથી કોઇ 1નો કરો ઉપાય, ઘરથી ક્યારેય દૂર નહીં થાય સુખ+સમૃદ્ધિ
જાણો ઉકેલ…દીકરીના લગ્નમાં વિઘ્નો ઉત્પન્ન કરે છે આ દોષો, આજે જ જાણી કરો દૂર…!!
જાણો…દરેક કામમાં અતિશુભ ફળ મેળવવું હોય તો ધ્યાનમાં રાખવી આ 15 વાતો..!!!
ઘરમાં થાક, અનિદ્રા, તણાવ અનુભવો છે? હોઈ શકે છે વાસ્તુદોષ..!
તમારા ઘરમાં ચોક્કસ હોવી જોઇએ, ધનને આકર્ષતી આ 15માંથી 1 વસ્તુ!