વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

श्री गृह वास्तुदोष निवारण यंत्र
श्री गृह वास्तुदोष निवारण यंत्र

કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરમાં વાસ્તુદોષ રહે તેમ ઇચ્છતી નથી, પરંતુ ઘણી વાર ઘરનો વાસ્તુદોષ દૂર કરવો હોય તો મસમોટો ખર્ચ કરવો પડે છે. જેમને વાસ્તુદોષ દૂર કરવો છે અને તેના માટે વધારે ખર્ચ કરી શકે તેમ ન હોય તેઓ તોડફોડ કર્યા વગર પણ વાસ્તુદોષને દૂર કરી શકે છે. વિવિધ પ્રકારના દોષ અને ઉપાયો અહીં પ્રસ્તુત છે

  • શૌચાલયની દીવાલ પર શિકાર કરતા વાઘનું ચિત્ર ચોંટાડી શકાય. વાસ્તવમાં ઇશાન ખૂણામાં શૌચાલય હોવું એ ખૂબ જ અશુભ ફળદાયક છે
  • દોષ મકાન-ભવનની પૂર્વ દિશાનો ભાગ અન્ય દિશાઓ કરતાં ઊંચો હોય તો ટીવીનું એન્ટિના નૈઋત્ય ખૂણામાં લગાડી દેવું. જેની ઊંચાઈ ભવનના પૂર્વ અને ઉત્તર ભાગની દીવાલોથી વધુ હોય. એન્ટિનાના સ્થાને લોઢાની પાઇપ અથવા ઝંડો પણ રોપી શકાય.
  • મકાનના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં મજબૂત વસ્તુઓ અને ઉત્તર-પૂર્વ ભાગમાં પોલાણવાળી વસ્તુઓ મૂકી દેવી જોઈએ.
  • મકાનમાં જો પૂર્વ-ઉત્તર ભાગમાં જગ્યા છોડયા વિના ઘરનું બાંધકામ થઈ ગયું હોય તો ઉત્તર દિશામાં ઉપરના માળનું નિર્માણ કરાવતી વખતે ઉત્તર અને પૂર્વ ભાગને ખાલી છોડી દેવો.
  • પૂર્વ અને ઉત્તર ભાગને ખાલી રાખવો એટલે કે ત્યાં કોઈ પણ પ્રકારનો માલ-સામાન મૂકવો નહીં.
  • જો મુખ્ય દ્વાર અગ્નિ ખૂણામાં હોય તો મુખ્ય દરવાજા પર લાલ રંગ કરવાથી અથવા દરવાજા પર લાલ રંગનો પડદો લગાવી દેવાથી દોષનું નિવારણ થઈ જાય છે.
  • દરવાજા પર બહારની તરફ સૂર્યનું ચિત્ર લગાવી દેવું. પૂર્વ કે અગ્નિ ખૂણામાં આવેલા દરવાજાને બંધ રાખવો.
  • ઇશાનોન્મુખ ભૂખંડની ઉત્તર દિશામાં ઊંચી ઇમારત અથવા મકાન હોય તો આ વાસ્તુદોષને દૂર કરવા માટે ઉત્તર દિશાવાળી ઊંચી ઇમારત અને ભવનની વચ્ચે એક માર્ગ બનાવી દેવો જોઈએ અર્થાત્ માર્ગ માટે ખાલી જગ્યા છોડી દેવી જોઈએ. તેનાથી ઊંચી ઇમારતના કારણે જે વેધ ઉત્પન્ન થઈ રહ્યો છે તેના અને ભૂખંડની વચ્ચે માર્ગ બની જવાથી વાસ્તુદોષ અથવા વેધદોષનું નિવારણ આપોઆપ જ થઈ જશે.
વાસ્તુ ટિપ્સ: वास्तु टिप्स
વાસ્તુ ટિપ્સ: वास्तु टिप्स
  • ઇશાનોન્મુખ ભૂખંડ પર પૂર્વ અને ઉત્તર દિશાની ચાર દીવાલથી અડીને તથા પશ્ચિમ અને દક્ષિણ દીવાલથી અડીને કોઈ મકાન કે બાંધકામ હોય તો આવી સ્થિતિમાં પૂર્વ અથવા ઉત્તર દિશા માટે નિર્માણનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો અને આ ભાગને હંમેશાં સાફ ને શુદ્ધ રાખવો.
  • જો ઇશાન ખૂણામાં કૂડા-કચરાનો ઢગલો હોય તો ઇશાન ખૂણામાં રહેલા કચરાના ઢગલાને સાફ કરાવીને તે સ્થાન સ્વચ્છ અને પવિત્ર રાખવું.
  • ઇશાન ખૂણામાં રસોડું હોય તો રસોડાની અંદર ગેસના ચૂલાને અગ્નિ ખૂણામાં મૂકી દેવો અને રસોડાના ઇશાન ખૂણામાં જળ ભરીને રાખવું.
  • ઇશાન ખૂણામાં શૌચાલય હોય તો શૌચાલયનો ઉપયોગ બંધ કરી દેવો અથવા શૌચાલયની બહારની દીવાલ પર મોટા કદનું દર્પણ લગાવી દેવું.
ઘરના કરોળિયાના જાળા
ઘરના કરોળિયાના જાળા

સાફ કરો ઘરના કરોળિયાના જાળા નહીંતર નીકળશે ધનોતપનોત

કરોળિયાનાં જાળાં મોટેભાગે ઘર, ઓફિસ, દુકાન વગેરે જગ્યાઓ પર જોવા મળે છે. વિદ્વાનોના મતે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર કરોળિયાનાં જાળાં અશુભ હોય છે. કરોળિયાનાં જાળાં તે ઘરમાં રહેનારાંઓની આર્થિક ઉન્નતિમાં બાધક બને છે, આર્થિક મુશ્કેલીઓ અનુભવાય છે અને સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ વધવાની શક્યતા પણ વધી જાય છે.

ઘર કે દુકાનમાં જોવા મળતાં જાળાંનો અર્થ એ છે કે ત્યાં યોગ્ય સાફસફાઈ થતી નથી. તે ભવનમાં નિવાસ કરનાર અથવા વ્યવસાય કરનારા લોકોને હંમેશાં ધનની ઊણપ વર્તાય છે. કરોળિયાનાં જાળાંની અશુભતાને કારણે વ્યક્તિ ભલે ગમે તેટલું ધન કમાય છતાં પણ તે બચત કરી શકતી નથી અને સતત તેની ઊણપ જ વર્તાય છે. આવક કરતાં ખર્ચ વધી જાય છે. ઘરમાં રોગ તથા ક્લેશ હંમેશા રહ્યા કરે છે.

કરોળિયાનાં જાળાંને દરિદ્રતાનું પ્રતીક માનવામાં આવે છે. જ્યાં આવાં જાળાં હોય ત્યાં લક્ષ્મી નિવાસ કરતી નથી અને જ્યાં ધનની દેવી લક્ષ્મીનો વાસ નથી ત્યાં હંમેશાં દુઃખ અને દરિદ્રતા વાસ કરે છે. શાસ્ત્રો કહે છે કે જે ઘર કે વ્યવસાયની જગ્યાએ નિયમિત રીતે સાફસફાઈ થતી રહે છે તે ઘરમાં લક્ષ્મીદેવીની કૃપા વરસે છે, તેથી ઘર, ઓફિસ, દુકાન વગેરે જગ્યાઓ પર જો કરોળિયાનાં જાળાં હોય તો તેને દૂર કરવાં જોઈએ. આ જાળાં દૂર કરવાથી ધીરે-ધીરે ઘરમાં ધનનું આગમન થવા લાગશે, ખર્ચ ઘટશે, બચત થશે અને આવક પણ વધશે.

એવું માનવામાં આવે છે કે કરોળિયાનાં જાળાં ખરાબ શક્તિઓ કે નકારાત્મક ઊર્જાને પોતાની તરફ આકર્ષે છે. જેથી ઘરમાં સકારાત્મક ઊર્જા ઘટે છે અને નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધવા લાગે છે. ઘરમાં રહેનારા લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડવા લાગે છે, તેથી મકાનમાં કરોળિયો જાળાં બનાવે કે તરત જ તેને દૂર કરવાં જોઈએ. એક વાત યાદ રાખો કે દરેક શનિવાર અને અમાસના દિવસે ઘરની સંપૂર્ણ સાફસફાઈ કરવી લાભપ્રદ હોય છે. આ દિવસે ઘરમાં પડેલો જૂનો ભંગાર, પસ્તી કે નકામી વસ્તુઓનો નિકાલ કરવો જોઈએ.

બંધ ઘડિયાળ
બંધ ઘડિયાળ

વાસ્તુ ટિપ્સ: બેડરૂમમાં ક્યારેય બંધ ઘડિયાળ ન રાખો, કારણ કે….!

આપના બેડરૂમની સ્થિતિ આપનાં સ્વાસ્થ્ય અને સંપત્તિ પર અસર કરે છે. આપને નવાઈ લાગશે પણ જો વાસ્તુ ટિપ્સને ફોલો કરવામાં આવે તો આપનાં ઘણાં કષ્ટ દૂર થાય છે. તેથી જ ઘરની સાજસજાવટ માટે વાસ્તુ શાસ્ત્રનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે.

– જો આપનું ઘર બે ત્રણ માળનું હોય તો તમારો બેડરૂમ સૌથી ઉપરનાં માળ પર રાખો, તેનાંથી સુખ સમૃદ્ધિ વધે છે.
-સુતી વખતે આપનું માથુ પશ્ચિમ નહીં તો દક્ષિણ દિશામાં રાખો, તેનાંથી તમે સવારે ઉઠો ત્યારે આપનો ચહેરો પૂર્વ કે ઉત્તર દિશામાં રહેશે. જે શુભતા લાવે છે. ઉત્તરમાં કુબેરનો વાસ હોય છે. જે ધન અને સુખ લાવે છે.
-તમારા બેડરૂમની બહારની દીવાલ પર કોઈ જ પ્રકારની તિરાડ ન હોવી જોઈએ તે તમારા લગ્નજીવનમાં ઉથલ-પાથલ લાવી શકે છે.
-બેડરૂમમાં ક્યારેય બંધ ઘડિયાળ ન રાખો, તે તમારું નસિબ પણ આગળ વધતુ અટકાવી દે છે
-આપનો બેડ દક્ષિણ-પશ્ચિમ દિશા કે પશ્ચિમ દિશામાં રાખો તે સુખ અને સંપત્તિ લાવે છે.
-જો તમે વિદ્યાર્થી છો તો તમારા સુવાની દિશા પશ્ચિમ હોવી જોઈએ તે તમારી યાદશક્તિ વધારે છે.
-બેડરૂમમાં ડ્રેસિંગ ટેબલ બારીની નજીક ન રાખવું. તેમજ ક્યારેય અર્ધચંદ્રાકાર શેપનું ફર્નિચર ક્યારેય ન રાખો તે તમારા અને તમારા પાર્ટનરનાં સ્વાસ્થ્યની સમસ્યા રહે છે.
-આપનાં બેડરૂમમાં બાથરૂમ ઉત્તર કે પશ્ચિમ દિશામાં જ હોવું જોઈએ.
-બેડરૂમનો દક્ષિણ-પશ્ચિમ ખુણો ક્યારેય ખાલી ન રાખો.
-બેડરૂમમાં તીજોરી રાખવી હોય તો તેને દક્ષિણ દિશામાં મુકો, તમે દક્ષિણ-પશ્ચિમ ખુણામાં તે મુકી શકો છો. તેથી તેનો દ્વાર ઉત્તર તરફ ખુલશે અને તેથી કુબેરની નજર હમેશાં તેમારી તીજોરી પર રહેશે.
-પાણી, બુક્સ,ઘડિયાળ જેવો નાનો મોટ સામન બેડની ડાબી તરફ રાખો, એટલે કે આપ બેડની ડાબી બાજુ કોઈ ટેબલ મુકી શકો છો.
-બેડરૂમનાં દરવાજાને અડીને આપનો બેડ ન રાખો, તે જીવનમાં કલેશ લાવે છે.

રમાં ક્લેશ અશાંતિ: घर पे अशांति
રમાં ક્લેશ અશાંતિ: घर पे अशांति

શું તમારા ઘરમાં રોજ કકળાટ થાય છે..તો જલદી અપનાવો આ સરળ અને સહેલા ઉપાયો

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરનુ મુખ્ય દરવાજો કેવો હોવો જોઈકે કે જેનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વધારો થતો રહે. જેનુ જ્ઞાન અવશ્ય હોવુ જોઈએ. થોડીક અજ્ઞાનતાને કારણે વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે અને ઘરમાં ક્લેશ અશાંતિ વગેરેનો વધારો થવા માંડે છે. એવુ ન થાય એની માહિતી અહી રજૂ કરી રહ્યા છીએ.

  • ઘરના દરવાજાની પાસે પાણી હોવુ ખૂબ જ મંગળકારી માનવામાં આવે છે. ઉત્તર પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશાની તરફ જો ઘરનો મુખ્ય દરવાજો છે અને ત્યા પાણી હોય તો અત્યંત શુભકારક હોય છે. દરવાજાની પાસે એક પાણીનુ પાત્ર સાવધાની પૂર્વક મુકી દેવુ હિતકારી છે.
  • પાણીથી ભરેલ પાત્રને દરવાજાની પાસે ફક્ત ડાબી બાજુ જ મુકો જેથે જ્યારે તમે ઘરમા ઉભા હોય અને બહારની તરફ જુઓ તો તે પાણી પાત્ર તમારા ડાબી બાજુ જ રહે. દરવાજાના જમણી બાજુ પાણી મુકવુ જોઈએ નહી. આનુ પરિણામ એ થાય છે કે ગૃહ સ્વામી કોઈ અન્ય મહિલા પ્રત્યે આકર્ષિત થઈ શકે છે.
  • ઝાડ જ્યા પણ ઉગતા હોય છે ત્યા તેનો છાયડો અને ઠંડક રહે છે. ઝાડ જો ફળવાળા હોય તો વધુ સારુ. પણ વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના મુખ્ય દરવાજા સામે વૃક્ષ હોવુ અશુભ માનવામાં આવે છે. વૃક્ષ હોવાને કારણે ગૃહસ્વામી મોટાભાગે બીમાર રહે છે અને તેના પર એક પછી કે મુસીબતો આવતી રહે છે. આ ઉપરાંત કોર્ટ કેસ પોલીસ કેસ સહિત અન્ય મુસીબતો પણ આવી શકે છે.
  • મકાનમાં દર વર્ષે કંઈને કઈ સુધારો, રંગકામ સફાઈ વગેરેનુ કામ કરાવવાનુ જ હોય છે. જો મકાનનો મુખ્ય દરવાજો અન્ય નિર્માણ કાર્યને કારણે અવરોધાય રહ્યો છે તો તે ફેંગશુઈ મુજબ ખરાબ માનવામાં આવે છે. તેના કારણે ગૃહ સ્વામીને હાર્ટએટેક પણ આવી શકે છે. કોઈપણ કારણથી મુખ્ય દરવાજાની સામે વાંસ કે દંડો ન ઠોકવો જોઈએ. જો આવુ કરવુ અત્યંત જરૂરી હોય તો દરવાજાની પાસે સાત સિક્કા દાટી દેવા જોઈએ તેનાથી દોષ મટી જાય છે.
  • ઘરના મુખ્ય દરવાજા સામે સીઢી કે લિફ્ટને ન લગાડવા જોઈએ. લિફ્ટ દરવાજો વારેઘડીએ ખોલાય છે અને બંધ થતો રહે છે. તેના પ્રભાવથી ગૃહ સ્વામીના ભાગ્ય અને ભવિષ્ય પર ખરાબ અસર પડે છે. જો આવુ હોય તો મુખ્ય દરવાજાની બહારની તરફથી અષ્ટકોણીય દર્પણ લગાવી દો. આ ઉપરાંત મુખ્ય દરવાજાના ઉંબરાને પણ થોડો ઉંચો કરી દેવો જોઈએ.
  • તારીખ અને વાર વગેરેની સાથે સાથે વ્રત તહેવાર વગેરે જોવા માટે કેલેંડરનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. કેલેંડરને કોઈપણ દરવાજાના આગળ કે પાછળ અથવા દરવાજાના રસ્તામાં ક્યારેય ન લટકાવુ જોઈએ. ફેંગશુઈ મુજબ દરવાજા પર કેલેંડર લટકાવવાથી ઘરના સભ્યોનુ આયુષ્ય ઘટે છે. મુખ્ય દરવાજા પર કેલેંડર લટકાવવુ વિશેષ રૂપે હાનિકારક અને દોષપૂર્ણ માનવામાં આવે છે. પ્રતિકાત્મક રૂપે તેનો અર્થ એ થાય છે કે તમારી જીંદગીના કેટલા દિવસ બાકી છે ? કેલેંડરને કોઈ અન્ય સ્થાન પર લટકાવી આ દોષને સુધારી શકાય છે.
  • ઘરના પ્રવેશ દ્વાર ઉપર એવા સ્થાન પર ગણપતિનુ ચિત્ર લગાડવુ જોઈએ જેનાથી દરવાજામાંથી નીકળતી વખતે ગણપતિનુ મોઢુ સામે હોય. દરવાજાની બહાર બંને બાજુ સ્વસ્તિકનુ નિશાન લાલ રંગથી બનાવી દેવુ શુભ હોય છે અને અવરોધો ઘરની અંદર પ્રવેશ નથી કરી શકતા.
  • મુખ્ય દરવાજાની બરોબર સામે ગાય-બળદ-ભેંસ-કૂતરો વગેરે કોઈપણ પાલતૂ પ્રાણી ન બાંધવા જોઈએ. આવુ થતા ઘરની અંદર શુભ સ્થિતિઓનો પ્રવેશ બંધ થઈ જાય છે. મુખ્ય દરવાજાની સામે પશુઓ બાંધવાથી ઘરની સ્ત્રીઓ પર કુપ્રભાવ પડે છે. ફેંગશુઈના મુજબ ઘરના મુખ્ય દરવાજાની સામે પોપટનું કે અન્ય પિંજરુ રાખવુ પણ હિતકારી નથી. પિંજરાને મુખ્ય દ્વારથી થોડુ હટાવીને મુકવુ જોઈએ.

આ રીતે કેટલીક વિધિયોને અપનાવીને ઘરની સુરક્ષા કરી શકાય છે અને અનેક અવરોધોથી દૂર રહી શકાય છે.

vastu2

અજમાવો આ સાવ સહેલાં ઉપાયો અને પહોંચી જાઓ સફળતાના શિખરો પર

પોતાનું મકાન હોય એવું સપનું દરેક વ્યક્તિનું હોય છે. જ્યાં તેઓ પોતાનું ઘર બનાવે છે એ સ્થાનનું વાતાવરણ પર્યાવરણની સ્થાયી અને અસ્થાયી રૂપે રહેનારા પર અસર પડે છે. જીવનને આનંદમય સુખી અને સમૃદ્ધ બનાવવા માટે આમ તો કોઈ નિશ્ચિત આયોજન નથી. પણ ક્યારેક ખૂબ વધુ પ્રયાસ કરવા પર પણ સફળતા પ્રાપ્ત થતી નથી. મનુષ્ય વાસ્તુના કેટલાક નિયમોને અપનાવીને સફળતાના શિખરને અડી શકે છે. વાસ્તુશાસ્ત્રનો ઉદ્દેશ્ય મનુષ્યને કલ્યાણ માર્ગમાં લગાવવાનો છે. આપણો એક નાનકડો પ્રયાસ એક નાનકડો ફેરફાર આપણા સંપુર્ણ જીવનનુ રૂપ પલટી શકે છે.

  • જે ઘરમાં ભગવત આરાધના થાય છે એ ઘરમાં સૂતેલા ભાગ્યને જાગૃત કરી શકાય છે.
  • ઘરના મુખ્ય દ્વાર પર ઘરની ગૃહલક્ષ્મી માંગલિક ચિન્હ બનાવો. ગણેશજી, માતા લક્ષ્મી અને ધનના દેવતા કુબેરજીના શ્રી રૂપ સ્થાપિત કરો. આવા ઘરમાં ઉપરના અવરોધોનો પ્રભાવ પડતો નથી અને સદા માટે સંકટોથી મુક્તિ મળે છે.
  • બેડરૂમમાં બેડ સામે અરીસો અથવા ડ્રેસિંગ ટેબલ ન મુકો. જો મજબુરીથી મુકવુ પડે એમ હોય તો કાયમ તેને ઢાંકીને મુકો. ફક્ત વાપરતી વખતે જ કપડુ હટાવી લો.
  • મુખ્ય દ્વાર સામે કચરો અને ગંદકી ન થવા દો. આનાથી ઘરમાં દરિદ્રતાનો પ્રવેશ થાય છે.
  • ઘરના મધ્યમાં બરામદો બનાવો તેમા તુલસીનો ચબુતરો બનાવી ઘરની ગૃહલક્ષ્મી સવાર સાંજ પૂજા આરાધના કરે. આવુ કરવાથી ઘરમાં ધનધાન્યની વૃદ્ધિ થાય છે.
  • મુખ્ય દ્વાર સામે વૃક્ષ, સ્તંભ અને કુવો અને જળના સ્ત્રોત રહેવાથી નકારાત્મકતા ફેલાય છે.
  • દક્ષિણ દિશામા રોશનદાન અથવા બારીઓ ન હોવી જોઈએ.
  • ઘરમાં બંધ ઘડિયાળ તૂટેલા કાંચ અને જૂની રદ્દીનો સામાન જમા કરીને ન મુકશો. અને ઘરમાં સામાનને અસ્ત વ્યસ્ત ન મુકશો. આનાથી નકારાત્મક શક્તિઓ પોતાનુ નિવાસ ત્યા જ સ્થાપિત કરી લે છે. સારુ રહેશે કે બિનજરૂરી વસ્તુઓને ઘરમાંથી બહાર કરતા રહો.
  • મુખ્ય દ્વાર ઉત્તરપૂર્વમાં હોવાથી શુભ્રતાનો સંચાર થાય છે. મુખ્ય દરવાજા સામે સીઢીયો અને કિચન ન બનાવો.
  • ઘરમાં જેટલી પણ બારીઓ હોય તેની સંખ્યા સમ રાખો અને સીડીયોની વિષમ.

સાભાર: સંદેશ.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

Leave a comment