Category Archives: Shri Ganesh

યાદ રાખજો…પૂજા દરમિયાન ભૂલથી પણ આવી ભૂલો ન કરવી, થઈ શકે છે ભારે નુકસાન…!!

pooja2

ઈશ્વર ઉપર વિશ્વાસ રાખવો જ કોઈ પણ ધર્મનો પાયો છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ આ વિધાનને નકારી શકે છે કે ઈશ્વરના અસ્તિત્વનું તેના જીવનમાં કોઈ મહત્વ નથી. હિન્દુ ધર્મમાં જ્યાં મૂર્તિ પૂજાને વિશેષ સ્થાન આપવામાં આવે છે ત્યાં ઈશ્વરના સ્વરૂપ અને તેના પૂજનનું મહત્વ હજુ વધી જાય છે. આ જ કારણ છે કે હિન્દુ ધર્મને માનનારા લોકોના ઘરે તમને મંદિર અથવા પછી તેમના આરાધ્ય દેવતા અથવા દેવીની મૂર્તિ ચોક્કસ મળી શકે છે. વૈદિક પરંપરામાં દરેક ઘરમાં મંદિર હોવું ફરજીયાત બતાવવામાં આવ્યું હતું. પરંતુ મંદિરમાં રાખેલી ઈશ્વરની મૂર્તિની આરાધના કેવી રીતે કરવી, તેનાથી જોડાયેલા કેટલાય નિર્દેશ આપવામાં આવ્યાં છે. ચાલો જાણીએ શું છે તે ખાસ વાતો જેમનું ધ્યાન આપણે ચોક્કસપણે રાખવું જોઈએ.

અખંડ ચોખા

પૂજા ભલે કોઈ પણ હોય, બધામાં ચોખાની ભૂમિકા મહત્વપૂર્ણ હોય જ છે. પરંતુ ધ્યાન રાખવું કે પૂજામાં જે પણ ચોખાનો ઉપયોગ કરો તે અખંડ હોય એટલે કે તૂટેલા ન હોય. ચોખા ચડાવતા પહેલા જો તમે તેને હળદરમાં પીળા કરી લો છો તો તેને વધુ શુભ માનવામાં આવે છે. ક્યારેય પણ ધાર્મિક કાર્યો માટે કોઈ ખંડિત વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ.

હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!

પાન પત્તા

પૂજામાં પાનના પત્તા ખૂબ જ ઉપયોગી માનવામાં આવ્યાં છે. પાનના પત્તામાં એલાયચી, લવિંગ, ગુલકંદ વગેરે પણ નાખીને પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.

પૂજાનું ફળ

પૂજા દરમિયાન પ્રગટાવેલા દીવાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. દીવો ઓલવાય જાય તો પૂજાનું ફળ નથી મળતું. પૂજાની શરૂઆત કરતા પહેલા જે પણ દેવી-દેવતાની પૂજા કરવાની છે, તેમનું આવાહન, ધ્યાન, આસન, સ્નાન, પૂજા માટે ઉપયોગી સામગ્રી, દીવો પ્રગટાવવો, પ્રસાદ વગેરે બધું જરૂર હોવું જોઈએ.

કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!

જરૂરી સામગ્રી

દેવી-દેવતાઓને ચડાવવામાં આવતા ફૂલને સાફ પાણીથી ધોઈ લો. જે પણ ભગવાનની પૂજાની તમે તૈયારીઓ કરી રહ્યા છો તેમની પૂજા સાથે જોડાયેલી તમામ સામગ્રીઓને ચોક્કસ શામેલ કરો. તેના માટે તમે કોઈ નિષ્ણાંતની મદદ લઈ શકો છો.

આસન

જે આસન ઉપર બેસીને તમે પૂજા કરવાના છો તેને પગ દ્વારા નહીં હાથેથી ખસેડવું. પૂજા સ્થળની ઉપર કોઈ પ્રકારનો ભંગાર ન રાખવો.

150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!

વાસ્તુદોષથી મુક્તિ

જો તમે ઘરમાં મોજુદ વાસ્તુદોષને લઈને પરેશાન છો તો દરરોજ ઘીનો દીવો પ્રગટાવો. તેનાથી ઘણાં અંશે ઘરના વાસ્તુદોષ દૂર થઈ જાય છે.

પંચદેવ

સનાતન ધર્મમાં પંચદેવ એટલે કે ગણેશ, સૂર્ય, દુર્ગા, શિવ અને વિષ્ણુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા પંચદેવનું ધ્યાન ચોક્કસ કરવું જોઈએ. દરરોજ કરવામાં આવતી પૂજા દરમિયાન પણ આ પંચદેવનું ધ્યાન કરવા પર સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય

દીવાનું સ્થાન

પૂજા દરમિયાન પ્રગટાવવામાં આવતો દીવો ભગવાનની મૂર્તિની તદ્દન સામે હોવો જોઈએ. દીવાને કોઈ બીજી દિશામાં જ્યાં-ત્યાં લગાવવો યોગ્ય નથી.

રૂની વાટ

જો તમે ઘીનો દીવો પ્રગટાવી રહ્યા છો તો તેમાં સફેદ રૂની વાટનો ઉપયોગ કરવો. તેમજ જો તમે તેલનો દીવો પ્રગટાવી રહ્યા છો તો લાલ રંગની વાટ ઉપયુક્ત રહે છે.

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

ભગવાન શિવની આરાધના

જ્યારે તમે ભગવાન શિવની પૂજા કરી રહ્યા છો તો તમારે બિલીપત્ર જરૂર ચડાવવું જોઈએ, તેનાથી તમારી મનોકામના પણ જલ્દી પૂરી થઈ જાય છે. પૂજા માટે ભગવાનને દક્ષિણા પણ ચડાવવી જોઈએ. દક્ષિણા ચડાવતી વખતે તમારા બંને હાથોનો ઉપયોગ કરી તમારા દોષોને ત્યાગ કરવાનો સંકલ્પ કરો.

ચામડું

ભગવાન શિવને ક્યારેય હળદર અથવા શંખ દ્વારા પાણી ન ચડાવવું જોઈએ. પૂજન સ્થળની પવિત્રતાને કાયમ ધ્યાન રાખો, ચંપલ અથવા પછી ચામડાની કોઈ વસ્તુને પૂજા સ્થળમાં પ્રવેશ ન આપો.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

સાભાર: દિવ્ય ભાસ્કર.

જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જીવનમાં આ 20 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા..!!

જીવનમાં અપાર ધનસંપતિના આગમન માટે મહાલક્ષ્મીજીનું ચમત્કારીક કનાકધારા સ્તોત્ર શાસ્ત્રોક્ત રીતે દરરોજ સવારે જોરથી વાંચો.
કાળા મરીના 5 દાણાનો ચમત્કારી ઉપાય કરો, ઝડપથી મેળવશો ધન લાભ
કોઈને બતાવ્યા વિના કરો 7 ચમત્કારી ઉપાય, પૈસાની તંગી ઝડપથી થશે દૂર
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

દર મહિનાની ચતુર્થીના દિવસે ભુલ્યા વિના કરો આ 11 માંથી કરો કોઇ 1 ઉપાય, પૂરી થશે દરેક કામનાઓ!

ganpatidada6

ભગવાન શ્રીગણેશને પ્રસન્ન કરવા માટે પ્રત્યેક મહિનાની શુક્લ પક્ષની ચોથના દિવસે વ્રત કરવામાં આવે છે, જેને વિનાયતી ચતુર્થી વ્રત કહેવામાં આવે છે. આ વર્ષે આ વ્રત 20 જૂન, શનિવારના રોજ છે. વિનાયકી ચોથનું વ્રત આ પ્રકારે છે.

પૂજન વિધિઃ-

સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કામ જલ્દી પૂર્ણ કરી લેવાં. બપોરના સમયે પોતાની ઇચ્છા મુજબ સોના, ચાંદી, તાંબા, પીત્તળ અથવા માટીથી બનેલ ભગવાન શ્રીગણેશની પ્રતિમા સ્થાપિત કરવી. સંકલ્પ મંત્ર પછી ભગવાન શ્રીગણેશનું ષોડશોપચાર (સોળ સામગ્રીથી) પૂજન-આરતી કરવી. ગણેશજીની મૂર્તિ પર સિંદૂર અર્પણ કરવું. ગણેશ મંત્ર (ऊं गं गणपतयै नम:) નું ઉચ્ચારણ કરતાં 21 દૂર્વા અર્પણ કરવી. ગોળ અથવા બૂંદીના 21 લાડુનો ભોગ લગાવવો.

આ 21 લાડુઓમાંથી 5 લાડુ મૂર્તિની પાસે રાખવા તથા 5 બ્રાહ્મણને દાન કરી દેવાં. બાકી રહેલાં લાડુઓને પ્રસાદ સ્વરૂપમાં વહેંચી દેવાં. પૂજામાં ભગવાન શ્રીગણેશ સ્ત્રોત, અથર્વશીર્ષ, સંકટનાશક સ્ત્રોત વગેરેનો પાઠ કરવો. બ્રાહ્મણોને ભોજન કરાવડાવવું અને દક્ષિણા પ્રદાન કર્યા પછી સાંજના સમયે સ્વયં ભોજન ગ્રહણ કરવું. આ વ્રતને આસ્થા અને શ્રદ્ધાથી પાલન કરવું અને ભગવાન શ્રીગણેશની કૃપાથી મનોરથ પૂર્ણ થાય છે અને જીવનમાં નરંતર સફળતા પ્રાપ્ત થાય છે.

જાણો શ્રીગણેશને પ્રસન્ન કરવા માટેના અન્ય ઉપાય જે પૂર્ણ કરી શકે છે મનોકામના….

ધર્મ ગ્રંથો મુજબ ચતુર્થી તિથિના દેવતા ભગવાન શ્રીગણેશ છે. દર મહિનાની ચતુર્થી તિથિએ ભગવાન શ્રીગણેશને નિમિત્ત વ્રત કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીગણેશની સાથે ચંદ્રનું પૂજન પણ કરવામાં આવે છે.

1-શાસ્ત્રોમાં ભગવાન શ્રીગણેશનો અભિષેક કરવાનું વિધાન જણાવવામાં આવે છે. બુધવારના દિવસે ભગવાન શ્રીગણેશનો અભિષેક કરવાથી વિશેષ લાભ થાય છે. આ દિવસે તમે શુદ્ધ પાણીથી શ્રીગણેશનો અભિષેક કરવો. સાથે જ, ગણપતિ અથર્વશીર્ષનો પાઠ પણ કરવો. ત્યાર પછી માવાના લાડવાનો ભોગ લગાવીને ભક્તજનોમાં વહેંચી દેવો.

2-જો તમારા જીવનમાં ખૂબ જ પરેશાનીઓ છે, તો તમે ચતુર્થીના દિવસે હાથીને લીલું ધાસ ખવડાવું અને ગણેશ મંદિર જઇને ભગવાન શ્રીગણેશથી પરેશાનિઓનું નિદાન કરવા માટેની પ્રાર્થના કરવી. જેનાથી તમારા જીવનની પરેશાનીઓ થોડ જ દિવસોમાં દૂર થઇ શકે છે.

3- યંત્ર શાસ્ત્ર મુજબ ગણેશ યંત્ર ખૂબ જ ચમત્કારી યંત્ર છે. ચતુર્થીના દિવસે ઘરમાં તેની સ્થાપના કરવી જોઇએ. ચતુર્થીમાં આ યંત્રની સ્થાપના અને પૂજન કરવાથી ખૂબ જ લાભ થાય છે. આ યંત્રના ઘરમાં રહેવાથી કોઇપણ પ્રકારની ખરાબ શક્તિ ઘરમાં પ્રવેશ કરી શકતી નથી.

4- જો તમને ધનની ઇચ્છા છે, તો તેની માટે તમે ચતુર્થીના દિવસે સવારે સ્નાન વગેરે કર્યાં પછી ભગવાન શ્રીગણેશને શુદ્ધ ઘી અને ગોળનો ભોગ લગાવી શકો છો. થોડીવાર પછી ઘી અને ગોળ ગાયને ખવડાવી દેવું. આ ઉપાય કરવાથી ધન સંબંધી સમસ્યાઓનું નિદાન આવી શકે છે.

5- ચતુર્થીના દિવસે સવારે સ્નાન વગેરે કર્યા પછી નજીકના કોઇ ગણેશ મંદિર જવું અને ભગવાન શ્રીગણેશને 21 ગોળની ભેલીની સાથે દૂર્વા રાખીને અર્પણ કરવા. આ ઉપાય કરવાથી ભગવાન શ્રીગણેશ ભક્તની બધી જ મનોકામના પૂર્ણ કરે છે. આ ખૂબ જ ચમત્કારી ઉપાય છે.

6- ચતુર્થીની દિવસે સવારે ઉઠીને નિત્ય કર્મમાંથી મુક્ત થઇને પીળા રંગના શ્રીગણેશ ભગવાનની પૂજા કરવી. પૂજનમાં શ્રીગણેશને ચંદનની પાંચ ગાંઠ श्री गणाधिपतये नम: મંત્રના ઉચ્ચારણ કરીને અર્પણ કરવી. ત્યાર પછી 108 દૂર્વા પર ભીનું ચંદન લગાવીને श्री गजवकत्रम नमो नम: મંત્રનો જાપ કરીને અર્પણ કરવું. આ ઉપાય સતત 10 દિવસ સુધી કરવાથી પ્રમોશન થવાની સંભાવના વધી શકે છે.

7- ચતુર્થીના દિવસે કોઇ ગણેશ મંદિર જવું અને દર્શન કર્યા પછી નિઃશક્તોને પોતાની શક્તિ મુજબનું દાન કરવું. દાનથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને ભગવાન શ્રીગણેશ પણ પોતાના ભક્તો પર પ્રસન્ન થાય છે.

8-જો તમારા પુત્રીના વિવાહ નથી થઇ શકતા, તો આજના દિવસે વિવાહની કામનાથી ભગવાન શ્રીગણેશને માલપુઆનો ભોગ લગાવીને વ્રત રાખવું. જલ્દી જ તેના વિવાહના યોગ બની શકે છે.

9-જો પુત્રના વિવાહમાં પરેશાનીઓ આવી રહી છે, તો તે આજે ભગવાન શ્રીગણેશને પીળા રંગની મિઠાઇનો ભોગ લગાવી શકે છે. જેનાથી વિવાહના યોગ બની શકે છે.

10- ચતુર્થીના દિવસે દૂર્વાના ગણેશ બનાવીને તેમની પૂજા કરવી. શ્રીગણેશની પ્રસન્નતાના મોદક, ગોળ, ફળ, માવા-મિષ્ઠાન વગેરે અર્પણ કરવા. આવું કરવાથી ભગવાન ગણેશ ભક્તની બધી જ મનોકામના પૂર્ણ કરે છે.

11- ચતુર્થીના દિવસે વ્રત રાખવું. સાંજના સમયે ઘરમાં જ ગણપતિ અર્થવશીર્ષનો પાઠ કરવો. ત્યાર પછી ભગવાન શ્રીગણેશને તલથી બનેલા લાડવાનો ભોગ લગાવવો. આ પ્રસાદથી પોતાનું વ્રત ખોલવું અને ભગવાન શ્રીગણેશની મનોકામના પૂર્તિ માટે પ્રાર્થના કરવી.