ઈવાનની ઉંમર માત્ર આઠ વર્ષ છે. આ ઉંમરમાં બાળકો રમવામાં મશગૂલ હોય છે પરંતુ ઈવાને એવું કઈંક કર્યું કે જેના કારણે તેને કરોડો રૂપિયાની કમાણી થઈ. ઈવાન યૂટ્યૂબથી એક વર્ષમાં આશરે 8 કરોડ રૂપિયા કમાઈ ચૂક્યો છે. ઈવાન તે છે જે ઈવાન ટ્યૂબ એચડી ચલાવે છે. આ એક યૂટ્યૂબ ચેનલ છે, જેના પર ઈવાન (ક્યારેક તેની માતા તથા બહેન) રમકજાં તથા વીડિયો ગેમ્સના રિવ્યૂ લખે છે.
શોખથી શરૂ કર્યું હતું યૂટ્યૂબ
ઈવાન યૂટ્યૂબ પર રમકડાંના રિવ્યૂથી એક વર્ષમાં જ 13 લાખ ડોલર (ભારતીય નાણામાં આશરે 8 કરોડ રૂપિયા) કમાઈ ચૂક્યો છે. આ કામ ઈવાન તથા તેના પિતાએ શોખ ખાતર શરૂ કર્યું હતું, ન્યૂઝવીકને આપેલા ઈન્ટરવ્યુમાં ઈવાનના પિતા જેરડના કહેવા મુજબ યૂટ્યૂબની આ ચેનલથી થનારી તમામ આવક તેના બાળકના સેવિંગ એકાઉન્ટ અને ઈન્વેસ્ટમેન્ટમાં જમા થાય છે.
એડ દ્વારા આવક
જેરડે જણાવ્યું હતું કે, તેમની પાસે એક સેલ્સ ટીમ છે. જો એડ અને બ્રાન્ડ બિઝનેસ સાથે ડીલનું કામ કરે છે. તેઓ કહે છે કે, એડ વીડિયોમાં સાથે દેખાતી એડ ઉપરાંત વીડિયોમાં દેખાતી પ્રોડક્ટનો પણ સમાવેશ થાય છે. આવકનો મોટો હિસ્સો વીડિયો સાથે દર્શાવામાં આવતી એડમાંથી આવે છે.
ઈવાનનો એક વીડિયો 5 કરોડ વાર જોવાયો
જેરડે જણાવ્યું હતું કે, અમારા નેટવર્કથી બહાર સાઈટ પર યૂટ્યૂબ-ગૂગલ વિજ્ઞાપન લાવે છે. કેન્ટેન્ટ આપનારા પાસે વીડિયો સાથે એડ આપવાની કેટલીક પદ્ધતિ છે. ઈવાનનો એક વીડિયો અત્યાર સુધીમાં પાંચ કરોડવાર જોવાઈ ચૂક્યો છે.
તમે પણ યૂટ્યૂબથી પૈસા કમાઈ શકો છો
યૂટ્યૂબ પરથી પૈસા કમાવવા સરળ તો છે પરંતુ આ માટે યૂઝર્સને ખૂબ સમય અને ધીરજની જરૂર હોય છે.
સ્ટેપ 1 – સૌથી પહેલાં પોતાની યૂટ્યૂબ ચેનલ બનાવો
તમારી યૂટ્યૂબ ચેનલ વેબસાઈટ તમારી ઓળખ હશે. દરેક યૂટ્યૂબ એકાઉન્ટ એક ચેનલ સાથે એટેચ હોય છે. યૂટ્યૂબ એકાઉન્ટ તમારું Gmail એકાઉન્ટ પણ બની શકે છે. યૂટ્યૂબ પર તમારું એકાઉન્ટ બનાવવાથી તમે ગૂગલ ડ્રાઈવ જેવી સર્વિસ પણ એક્સેસ કરી શકો છે.
* તમારી ચેનલ બન્યા બાદ કી-વર્ડ્સ નાંખવાના હોય છે. જે યૂટ્યૂબ પર તમારી ચેનલને સર્ચ કરવાના કામમાં આવશે. કી વર્ડ જોડવા માટે Channel Settings-> Advanced section પર જવું પડશે. કી-વર્ડ્સ તમારા વીડિયો કન્ટેન્ટને અનુરૂપ હોવા જોઈએ.
સ્ટેપ 2 – વીડિયો ચેનલ પર કન્ટેન્ટ નાંખો
યૂટ્યૂબ પર ચેનલ બનાવ્યા બાદ સૌથી પહેલું કામ આ ચેનલ પર કન્ટેન્ટ ઉમેરવાનું હોય છે. યૂટ્યૂબ પર હાઈ ક્વોલિટી કન્ટેન્ટ અને લો ક્વોલિટી કન્ટેન્ટ એડ કરવાની સુવિધા છે. જે તમારા કન્ટેન્ટ ટાઈપ પર નિર્ભર રહેશે.
* કન્ટેન્ટ ઓરિજનલ હોવી જોઈએ.
* તેની ક્વોલિટી સારી હશે તો વધારે વ્યૂઝ મળશે.
* ચેનલ ઓનરે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે વીડિયો રેગ્યુલર અપડેટ થતાં રહે.
* વીડિયો અપલોડ કરતા સમયે કી-વર્ડ્સનું ધ્યાન રાખવું જરૂરી છે. જો કી-વર્ડ્સ ખોટા હશે તો વીડિયો સર્ચ નહીં થાય.
સ્ટેપ 3 – વીડિયોથી પૈસા બનાવો
વધુમાં વધુ વીડિયો અપલોડ કર્યા અને વ્યૂઝ મળ્યા બાદ વીડિયો મોનિટરાઈઝ કરીને પૈસા કમાવાનો સમય આવશે. પૈસા કમાવા માટે વીડિયોને મોનિટરાઈઝ કરવું જરૂરી છે. જે બાદ વીડિયોમાં એડની પરમિશન મળે છે.
* અપલોડ પહેલાં વીડિયોને મોનિટરાઈઝ કરવા માટે
તમારા યૂટ્યૂબ ચેનલના ડેશબોર્ડ (Dashboard) પર જવું પડશે. અહીંથી Monetisation tab->“Monetize with Ads” બોક્સ પર ક્લિક કરવું પડશે.
જો મોનિટાઈઝેશન બટન ન મળે તો
જો આ રીતે મોનિટાઈઝેશન બટન ન મળે તો ચેનલના સેટિંગ્સમાં જાવ. અહીંથી Monitisation ટેબ પર ક્લિક કરો. યૂટ્યૂબ પેજ પર ટોપ લેફ્ટ કોર્નર પર (જ્યાં સાઈન આઉટનું ઓપ્શન આપવામાં આવ્યું હોય છે) CREATOR STUDIO ઓપ્શન આપવામાં આવ્યું હશે. તેના પર ક્લિક કરીને Channel> Monitisation પર જાવ. જે બાદ “Monetize with Ads” બોક્સ પર ક્લિક કરો.
યૂટ્યૂબનો મેલ
જો તમને ચેનલના આ વીડિયોના ખૂબ વધુ રિવ્યુ મળતાં હોય તો યૂટ્યૂબ વતીથી એક મેલ આવશે. Apply for revenue sharing for your video (Video Title). આ વિષય સાથેનો જો મેલ આવે તો ચોક્કસ તમારા માટે ખુશીના સમાચાર છે. યૂટ્યૂબ દ્વારા મોકલવામાં આવેલા મેલમાં વીડિયોનું નામ હશે અને આ વીડિયોને અપલોડ કરવા માટે કંપની તમને પૈસા આપશે, પરંતુ આ માત્ર એક વીડિયો પૂરતું જ હતો. તમામ વીડિયોને મોનિટાઈઝ કરવા માટે ઉપર જણાવેલા સ્ટેપ ફરીવાર ફોલો કરવા પડશે.
સ્ટેપ 4 – Adsense એકાઉન્ટ બનાવવું
એડસેન્સ એક પ્રોગ્રામ છે જે ઓનલાઈન એકાઉન્ટ દ્વારા યૂઝર્સ સુધી પેમેન્ટ પહોંચાડવાનું કામ કરે છે. એડસેન્સ દ્વારા થનારી આવક 100 ડોલર થયા બાદ જ યૂઝર્સ સુધી પહોંચે છે. આ માટે યૂઝર્સની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જરૂરી છે.
એડસેન્સ એકાઉન્ટમાં તમારે તમારી PayPal કે બેંક એકાઉન્ટ વિગત નાખવી પડશે. આ સાથે જ એક ઈ-મેલ આઈડી પણ એડસેન્સને આપવું પડશે. આ જાણકારીની મદદથી એડસેન્સ તમારા વીડિયો દ્વારા થયેલી આવક મોકલશે.
સ્ટેપ 5 – એડસેન્સ એકાઉન્ટ બનાવવા માટે…
* સૌથી પહેલાં પોતાની ચેનલના Monitisation પેજ પર જાવ, અહીંયાં’How will I be paid?’ ઓપ્શન પર ક્લિક કરો.
* હવે યૂટ્યૂબ પેજ પર AdSense Association પેજ ખુલશે. અહીંથી NEXT પર ક્લિક કરો.
* હવે જે પેજ ખુલશે તેમાં તમારું ગૂગલ એકાઉન્ટ ઉમેરો. પાસવર્ડ એન્ટર કર્યા બાદ યૂઝર્સે તેની વિગતો ભરવી પડશે.
* અહીં યૂઝરનું નામ, એડ્રેસ તથા બાકી જરૂરી વિગતો ભરવી પડશે.
* એક વાર તમારું એકાઉન્ટ બની ગયા બાગ તેનો રિવ્યુ કરવા માટે યૂટ્યૂબની ટીમને એક અઠવાડિયાથી 10 દિવસનો સમય લાગી શકે છે.
* પ્રોસેસ પૂરી થયા બાદ ફરી એકવાર યૂટ્યૂબ ચેનલ પેજ ઓપન થશે. જે બાદ વીડિયોની સાથે ડૉલરની નિશાની પણ દેખાશે.
* વીડિયો અપલોડ કર્યા બાદ મોનિટાઈઝ કરવા માટે વીડિયો મેનેજર પર જઈ “$” નિશાન પર ક્લિક કરવું પડશે.
સ્ટેપ 6 – રિપોર્ટ ખોલો
એકવાર આ તમામ સ્ટેપ્સ પૂરા થઈ ગયા બાદ યૂઝર્સ દ્વારા અપલોડ કરવામાં આવેલા વીડિયોને પૂરતી ક્લિક ન મળે ત્યાં સુધી રાહ જોવી પડશે. જ વીડિયો પૈસા રિફંડ કરવા લાયક હોય તો “$” સાઈન કરતાં તે લીલા રંગનો તઈ જશે. આ પર ક્લિક કરતાં પૂર્વે યુઝર્સ એડસેન્સ એકાઉન્ટ પર રીડાયરેક્ટ થઈ જશે. અહીંથી યૂઝર્સ તેમના પેમેન્ટ અંગે જાણી શકે છે અને યૂટ્યૂબને પેમેન્ટ રિકવેસ્ટ કરી શકે છે. પોતાની ચેનલ પરથી જ અર્મિંગ ડિટેલ જોવી હોય તો ANALYTICS પર જાવ. આ ઓપ્શન પર ક્લિક કરતાં જ યૂઝર્સ પોતની ચેનલનો રિયલ ટાઈમ રિપોર્ટ, અર્નિંગ રિપોર્ટ, એડ્સનું પરફોર્મન્સ અને વીડિયો પર કેટલી ક્લિક છે તે તમામ જાણી શકે છે.
યૂટ્યૂબ પાર્ટનર પ્રોગ્રામ પેજ
જો તમને લાગે છે કે તમે ઘણા વીડિયો અપલોડ કરી લીધા છે અને હવે તમે આગમી લેવલ પર જવા તૈયાર છો તો તમે યૂટ્યૂબનાPartner Program page (http://www.youtube.com/yt/creators/creator-benefits.html) પર જઈને સીધા જ કંપનીથી પાર્ટનરશિપ માટે એપ્લાઈ કરી શકો છો.
એકવાર કંપની તરફથી મંજૂરી મળી ગયા બાદ તમારી યૂટ્યૂબ ચેનલ પર રહેલા તમામ વીડિયો માટે કંપની પૈસા ચૂકવશે. (આ માટે તમામ વીડિયો કંપનીની ટર્મ અને કંડિશનને અનુરૂપ હોય તે જરૂરી છે.)
સાભાર: દિવ્ય ભાસ્કર.
જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!
માનો કે ન માનોઃ આ ઉપાય તમારા ઘરની સુખ-સમૃદ્ધિનું ‘તાળુ’ ખોલી દેશે!
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.
23.022505
72.571362