Tag Archives: Computer Laptop Internet

આ 4 Tricksથી ફોનને HACK થતો બચાવી શકાય છે, જાણો કઇ રીતે…!!

phone1

દરેક સ્માર્ટફોન યૂઝર્સ તેમના ફોનમાં અમૂક પ્રાઇવેટ અને મહત્વના ડેટાને સેવ કરીને રાખે છે. આ ડેટા ડિલીટ કે ચોરાઇ ના જાય તેની પણ સતત કાળજી રાખે છે. તેમ છતાં સ્માર્ટફોન યૂઝર્સને તેમનો ફોન હેક થવાની કે ડેટા લૉસ્ટ થવાની ચિંતા સતાવ્યા કરતી હોય છે. માની લો કે આટલુ કર્યા પછી પણ જો તમારો ફોન કોઇ હેકર્સના હાથમાં આવી જાય તો, તો બની શકે તમારા ડેટાને નુકશાન થાય. એટલે અમે તમને અહીં બતાવીએ છીએ એવી 4 ટ્રિક્સ વિશે જે તમારા સ્માર્ટફોનને હેક થતો રોકશે અને તમારા ડેટાને પણ સુરક્ષિત રાખશે.

* ફોનમાં આ પ્રકારે થાય તો ખતરો

જો તમારા ફોનમાં કેટલીક એપ્સ વારંવાર ખુલી જાય કે પછી ફોનની બેટરી સામાન્ય સમયથી જલ્દી લૉ થઇ જાય, તો બની શકે ફોન હેકિંગનો શિકાર બન્યો હોય. આ સિવાય પણ જો તમારા ફોનમાં વપરાશ કરતા વધુ ડેટા યૂઝ થતો હોય તો પણ ફોન હેકિંગનો શિકાર બન્યો હોઇ શકે છે.

1. લૉક સ્ક્રીનનો સ્માર્ટ યૂઝ

ફોનને હેકિંગથી બચાવવા માટે સ્ક્રીન લૉક સૌથી સરળ ઓપ્શન છે. જોકે, કોઇ સામાન્ય લૉક આના માટે પુરતુ નથી. આઇફોનમાં એવું સેટિંગ્સ છે કે કોઇ વ્યક્તિ યૂઝર્સની નક્કી કરેલી સંખ્યા કરતા વધુ વાર લૉક ખોલવાનો પ્રયાસ કરે તો ફોન ઓટોમેટિક લૉક થઇ જાય છે. એન્ડ્રોઇડ ફોન માટે પણ ઓટોવાઇપ જેવી એપ્સ ઉપલબ્ધ છે, આ એપથી જ્યારે તમારો ફોન ચોરી થઇ જાય ત્યારે તમે ડેટાને હેકર્સથી બચાવી શકો છો.

2. આ સેટિંગ્સને બંધ રાખો

ફોનને હેકિંગથી રોકવા માટે યૂઝર્સ પોતાના સ્માર્ટફોનમાં બ્લૂટૂથ, લૉકેશન સર્વિસ, નિયર ફિલ્ડ કૉમ્યુનિકેશન (એનએફસી), વાઇ-ફાઇ અને સેલ્યુલર જેવા ડેટા સેટિંગ્સને બંધ રાખવા જોઇએ. જેનાથી તમારા સ્માર્ટફોનની સુરક્ષામાં વધારો થઇ શકે છે. જો આ બધામાંથી કોઇ ઓપ્શન ચાલું હોય તો હેકર્સને તમારા ફોન સાથે જોડાવવામાં સરળતા રહે છે. તેમા પણ ખાસ કરીને બ્લૂટૂથ અને લૉકેશન સર્વિસને બંધ રાખવી જોઇએ કેમકે કેટલીક એપ્સ તમારી જાણકારી વિના આને વાપરે છે.

3. ડાઉનલોડીંગમા સાવધાની

હેકર્સને એપ્સ દ્વારા તમારા ફોનમાંથી ડેટા ચોરવાનો સીધો સસ્તો મળે છે એટલા માટે કોઇપણ ડાઉટફૂલ એપ્સને ડાઉનલોડ ના કરવી જોઇએ. જો કોઇ એપ્સ પર શંકા હોય તો સૌપ્રથમ તેની કંપની, રેટિંગ અને યૂઝર્સની કમેન્ટ્સને ચેક કરી લો. ઉદાહરણ તરીકે મોબાઇલ બેકિંગની એપ બેન્કના નામથી હોવી જોઇએ કોઇ ડેવલોપર્સ કે કોઇ સેલર્સના નામથી ના હોવી જોઇએ. આ ઉપરાંત એન્ટીવાયરસ સ્કેનિંગ એપ્સ પણ તમારા ફોનમાં રાખો તે તમને સેફ્ટી આપશે.

4. ફોન ખોવાઇ જાય ત્યારે…

આપણે બધા આપણા ફોનને સુરક્ષિત રાખવા માટે સતત પ્રયાસ કરતા હોઇએ છીએ, તેમછતા કેટલીક વાર ફોન ખોવાઇ જાય અથવા તો ચોરી થઇ જાય છે. આવા સમયે તમે તમારા ફોનમાં સેફ્ટી એપ્સને ડાઉનલોડ કરીને રાખો. જેનાથી તમને તમારા ફોનનું લૉકેશન મળતુ રહેશે. અથવા તો એવી એપને ડાઉનલોડ કરીને રાખો કે જે એસએમએસ દ્વારા તમારા ફોનનો ડેટા ડિલીટ કરવા માટે સક્ષમ હોય. યૂઝર્સ માટે એન્ડ્રોઇડ અને આઇઓએસ બન્ને માટે આવી એપ્સ ઉપબલ્ધ છે. તો વળી કેટલાક ફોનમાં ઇનબિલ્ટ આ સુવિધા હોય જ છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

જાણો…બેટરીનું આયુષ્ય વધારવા માટેની ટિપ્સ, હવે નહીં થાય બ્લાસ્ટ…!!
મોબાઇલ ફોનનું ઘણું જ ખતરનાક રેડિએશન મોટી આફત બને તે પહેલા ચેતો…!!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
OHH…ऐसे सेव कर सकते हैं किसी भी स्मार्टफोन का बैकअप डाटा…!!!
WOW…कहीं से भी कंट्रोल करें अपना कंप्यूटर और स्मार्टफोन…!!!
તમે બનશો સ્માર્ટ ઇન્ટરનેટ યૂઝર…શીખો કી-બોર્ડની 41 શૉર્ટકટ્સ..!!!
આટલુ શીખી જ લો….GOOGLE ની સાથે ઘેર બેઠા કમાણીની તક, આ રીતે થશે કમાણી
8 વર્ષના ટેણિયાએ YOUTUBE થી 8 કરોડની કમાણી કરી: તમે કેમ પાછળ? તમે પણ કરો ધરખમ કમાણી. જાણો રીત.
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો

Advertisements

શીખી જ લો…આ સાત ચીજો આપ શીખી શકો છો ઓનલાઇન, અને એ પણ ફ્રી…!!!

આપ કોઇ નવી ભાષા શિખવા માંગો છો કે ડિઝાઇન કરવાનું કે સારૂ ખાવાનું બનાવવાનું શિખવા ઇચ્છો છો અને આપની પાસે સમયની અછત છે તો કોઇ ઇન્સ્ટિટ્યૂટ જવાની કે ક્લાસ ભરવાની શું જરૂર, જયારે આપ એવી ઘણી ચીજો ઓનલાઇન શીખી શકો છો અને તે પણ બિલકુલ ફ્રી ? તો આવો જાણીએ એવી ચીજો અંગે જે આપ ફ્રીમાં ઓનલાઇન શીખી શકો છો.

onlinec1

ફોટોગ્રાફી

ફોટોગ્રાફીના બેઝિક્સ આપ http://photographycourse.net આ સાઇટ પર જઇને શીખી શકો છો. આ વેબસાઇટ પર સ્કિલ લેવલ મુજબ કન્ટેન્ટ રજૂ કરવામાં આવ્યું છે. પર આપને પ્રોફેશનલ્સના આર્ટિકલ્સ મળશે જે આપના આ શોખને નિખારવાનું અને અપગ્રેડ કરવાનું કામ કરશે. જો, ફોટોગ્રાફી સાથે સંકળાયેલા શબ્દો અને ટર્મ્સની જાણકારી વધારવા માંગો છો તો મદદ લો http://www.dpreview.com/glossary ની. એન્ડ્રોઇડ યૂઝર્સ માટે એન્ટન ગ્રેગરીના ટ્યૂટોરિયલ ઘણી જ મદદગાર સાબિત થશે.

મિત્રો..કરો કંકુના…ફેસબુક પર કરો વીડિયો અપલોડ અને કરો ઘરબેઠે કમાણી …!!!

onlinec2

ભાષા

કેટલી ભાષાઓ શીખવી બીજી ભાષાઓના મુકાબલે વધારે સરળ હોય છે. જો આપને અંગ્રેજી આવડે છે તો આપ સ્પેનિશ અને રશિયન સરળતાથી શીખી જશો. ભાષા શિખવામાં Duolingo.com આપની મદદ કરી શકે છે. તે iOS અને એન્ડ્રોઇડ માટે ફ્રી એપ્સની સુવિધા પણ આપે છે. આ ઉપરાંત, Live Mocha અને Lang-8 પણ ભાષા શિખવા માટે કારગર છે.

આટલુ શીખી જ લો….GOOGLE ની સાથે ઘેર બેઠા કમાણીની તક, આ રીતે થશે કમાણી

onlinec3

ડાન્સ

ડાન્સિંગના કિસ્સામાં ફકત ભણવાથી કામ નથી ચાલતું. આના માટે ટ્યૂરોરિયલ વિડિયો જરૂરી છે. યૂટયૂબથી આપ વિડિયો પ્રાપ્ત કરી શકો છો. www.dancetothis.com પર આપ હિપહોપ, પોપ, સ્ટ્રીટ, બ્રેક ડાન્સ, ક્રંપિંગ એન્ડ બોલરૂમ ડાન્સ જેવા ઘણાં ડાન્સ ફોર્મ્સનો એડવાન્સ કોર્સ કરી શકો છો.

8 વર્ષના ટેણિયાએ YOUTUBE થી 8 કરોડની કમાણી કરી: તમે કેમ પાછળ? તમે પણ કરો ધરખમ કમાણી. જાણો રીત.

onlinec4

આત્મરક્ષણ (સેલ્ફ ડિફેન્સ)

આપ સેલ્ફ ડિફેન્સ ટેકનીક્સ પણ ઓનલાઇન શીખી શકો છો. ત્યાં સુધી કે બ્લેક બેલ્ટ પણ પ્રાપ્ત કરી શકો છો. Lifehacker.com અને http://goo.gl/gsFUBn આપને આ આર્ટ શિખવી શકે છે. તો એપ્સમાં આઇઓએસ યૂઝર્સ સેલ્ફ ડિફેન્સ ટ્રેનર અને એન્ડ્રોઇડ યૂઝર્સ મરીન કોર્પ્સ માર્શલ આર્ટ્સ અને વિન્ડોઝ-બ્લેકબેરી માટે સેલ્ફ ડિફેન્સ નામની એપથી શીખી શકો છો.

કરો ઑનલાઇન બિઝનેસ….FLIPKART થી પણ થઈ શકે છે આવક, આ છે આવકનો એકમાત્ર રસ્તો…!!

onlinec5

કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ

જાવાસ્ક્રિપ્ટ, જેક્વેરી, પીએચપી, પાયધન અને રૂબી શીખવા માટે આપ http://www.codeacademy.com ની મદદ લઇ શકો છો. આ ઇન્ટરએક્ટિવ વેબસાઇટ પર આપને સ્ટેપ બાદ સ્ટેપ ઇન્સ્ટ્રકશન્સ મળશે જેથી આપ લેન્ગવેજના શોર્ટકટ્સ સમજી શકો. આપને સાઇન અપ કરવાની પણ જરૂરીયાત નથી. આ ઉપરાંત, ફ્રી આઇપેડ એપ ટ્રીહાઉસ આપને ઓબ્જેક્ટિવ-સી, એચટીએમએલ, સીએસસ, જાવા સ્ક્રિપ્ટ, પીએચપી, રૂબી અને એસક્યુએલ શિખવી શકે છે. જેમાં આઇઓએસ અને એન્ડ્રોઇડ એપ ડેવલપમેન્ટ માટે એક અલગ સેકશન છે. જેમ-જેમ આપ કોર્સમાં આગળ વધતા રહેશો આપને ક્વિઝ સોલ્વ કરવા પડશે.

નોકરી ની ચિંતા છોડો…કરો આ નફાકારક બિઝનેસ, શુભારંભ કરો તમારા બજેટમાં …!!!

onlinec6

કુકિંગ

સારૂ કુકિંગ ઘણી ટ્રિક્સની ડિમાંડ કરે છે. આપ http://www.simplyrecipes.com પર જઇને ઘણી સ્માર્ટ ટિપ્સ લઇ શકો છો. આ ઉપરાંત, http://www.reluctant-gourmet.com પર હાઉ ટુ કુક ટેબની પાક કલાને નિખારવાનું કામ કરશે. આ ઉપરાંત, આ સાઇટના દરેક પેજ પર કુકિંગ સામગ્રી કન્વર્ટર સામગ્રીની યોગ્ય માત્રા પસંદ કરવામાં આપની મદદ કરશે. આપ ટીસ્પૂન અને ટેબલસ્પૂનને અંદરોઅંદર કન્વર્ટ કરી શકો છો. આ ઉપરાંત, ઓલ રેસિપીઝ (All Recipes) અને એપિક્યુરિઅસ (Epicurious) એવી એપ્સ છે. જે મોબાઇલ યૂઝર્સ માટે ઘણી જ મદદગાર છે. સાથે જ, ડ્રિન્કસ મિક્સ કરવાનું શિખવા માટે આપ Mixology app ની મદદ લઇ શકો છો.

કલરિંગ

કલરિંગના બેઝિક રૂલ્સ, ડ્રોઇંગ ટેકનીક્સ વગેરે શિખવા માટે આપ http://www.artyfactory.com પર જઇ શકો છો. તો http://thevirtualinstructor.com પર આપને ક્લિયરિંગ સાથે સંકળાયેલા ટ્યૂરોરિયલ્સ મળશે. આ ઉપરાંત, http://www.instructables.com પર આપ અલગ-અલગ ચીજોની મદદથી ક્લિયરિગ કરવાનું શીખી શકો છો. જેમ કે તરબૂચથી કલરિંગ વગેરે. એપ્સની વાત કરીએ તો આઇઓએસ અને એન્ડ્રોઇડ યૂઝર્સ ArtelPlus થી શરૂઆત કરી શકે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.