Category Archives: Computer Tips

આ 4 Tricksથી ફોનને HACK થતો બચાવી શકાય છે, જાણો કઇ રીતે…!!

phone1

દરેક સ્માર્ટફોન યૂઝર્સ તેમના ફોનમાં અમૂક પ્રાઇવેટ અને મહત્વના ડેટાને સેવ કરીને રાખે છે. આ ડેટા ડિલીટ કે ચોરાઇ ના જાય તેની પણ સતત કાળજી રાખે છે. તેમ છતાં સ્માર્ટફોન યૂઝર્સને તેમનો ફોન હેક થવાની કે ડેટા લૉસ્ટ થવાની ચિંતા સતાવ્યા કરતી હોય છે. માની લો કે આટલુ કર્યા પછી પણ જો તમારો ફોન કોઇ હેકર્સના હાથમાં આવી જાય તો, તો બની શકે તમારા ડેટાને નુકશાન થાય. એટલે અમે તમને અહીં બતાવીએ છીએ એવી 4 ટ્રિક્સ વિશે જે તમારા સ્માર્ટફોનને હેક થતો રોકશે અને તમારા ડેટાને પણ સુરક્ષિત રાખશે.

* ફોનમાં આ પ્રકારે થાય તો ખતરો

જો તમારા ફોનમાં કેટલીક એપ્સ વારંવાર ખુલી જાય કે પછી ફોનની બેટરી સામાન્ય સમયથી જલ્દી લૉ થઇ જાય, તો બની શકે ફોન હેકિંગનો શિકાર બન્યો હોય. આ સિવાય પણ જો તમારા ફોનમાં વપરાશ કરતા વધુ ડેટા યૂઝ થતો હોય તો પણ ફોન હેકિંગનો શિકાર બન્યો હોઇ શકે છે.

1. લૉક સ્ક્રીનનો સ્માર્ટ યૂઝ

ફોનને હેકિંગથી બચાવવા માટે સ્ક્રીન લૉક સૌથી સરળ ઓપ્શન છે. જોકે, કોઇ સામાન્ય લૉક આના માટે પુરતુ નથી. આઇફોનમાં એવું સેટિંગ્સ છે કે કોઇ વ્યક્તિ યૂઝર્સની નક્કી કરેલી સંખ્યા કરતા વધુ વાર લૉક ખોલવાનો પ્રયાસ કરે તો ફોન ઓટોમેટિક લૉક થઇ જાય છે. એન્ડ્રોઇડ ફોન માટે પણ ઓટોવાઇપ જેવી એપ્સ ઉપલબ્ધ છે, આ એપથી જ્યારે તમારો ફોન ચોરી થઇ જાય ત્યારે તમે ડેટાને હેકર્સથી બચાવી શકો છો.

2. આ સેટિંગ્સને બંધ રાખો

ફોનને હેકિંગથી રોકવા માટે યૂઝર્સ પોતાના સ્માર્ટફોનમાં બ્લૂટૂથ, લૉકેશન સર્વિસ, નિયર ફિલ્ડ કૉમ્યુનિકેશન (એનએફસી), વાઇ-ફાઇ અને સેલ્યુલર જેવા ડેટા સેટિંગ્સને બંધ રાખવા જોઇએ. જેનાથી તમારા સ્માર્ટફોનની સુરક્ષામાં વધારો થઇ શકે છે. જો આ બધામાંથી કોઇ ઓપ્શન ચાલું હોય તો હેકર્સને તમારા ફોન સાથે જોડાવવામાં સરળતા રહે છે. તેમા પણ ખાસ કરીને બ્લૂટૂથ અને લૉકેશન સર્વિસને બંધ રાખવી જોઇએ કેમકે કેટલીક એપ્સ તમારી જાણકારી વિના આને વાપરે છે.

3. ડાઉનલોડીંગમા સાવધાની

હેકર્સને એપ્સ દ્વારા તમારા ફોનમાંથી ડેટા ચોરવાનો સીધો સસ્તો મળે છે એટલા માટે કોઇપણ ડાઉટફૂલ એપ્સને ડાઉનલોડ ના કરવી જોઇએ. જો કોઇ એપ્સ પર શંકા હોય તો સૌપ્રથમ તેની કંપની, રેટિંગ અને યૂઝર્સની કમેન્ટ્સને ચેક કરી લો. ઉદાહરણ તરીકે મોબાઇલ બેકિંગની એપ બેન્કના નામથી હોવી જોઇએ કોઇ ડેવલોપર્સ કે કોઇ સેલર્સના નામથી ના હોવી જોઇએ. આ ઉપરાંત એન્ટીવાયરસ સ્કેનિંગ એપ્સ પણ તમારા ફોનમાં રાખો તે તમને સેફ્ટી આપશે.

4. ફોન ખોવાઇ જાય ત્યારે…

આપણે બધા આપણા ફોનને સુરક્ષિત રાખવા માટે સતત પ્રયાસ કરતા હોઇએ છીએ, તેમછતા કેટલીક વાર ફોન ખોવાઇ જાય અથવા તો ચોરી થઇ જાય છે. આવા સમયે તમે તમારા ફોનમાં સેફ્ટી એપ્સને ડાઉનલોડ કરીને રાખો. જેનાથી તમને તમારા ફોનનું લૉકેશન મળતુ રહેશે. અથવા તો એવી એપને ડાઉનલોડ કરીને રાખો કે જે એસએમએસ દ્વારા તમારા ફોનનો ડેટા ડિલીટ કરવા માટે સક્ષમ હોય. યૂઝર્સ માટે એન્ડ્રોઇડ અને આઇઓએસ બન્ને માટે આવી એપ્સ ઉપબલ્ધ છે. તો વળી કેટલાક ફોનમાં ઇનબિલ્ટ આ સુવિધા હોય જ છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.

જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

જાણો…બેટરીનું આયુષ્ય વધારવા માટેની ટિપ્સ, હવે નહીં થાય બ્લાસ્ટ…!!
મોબાઇલ ફોનનું ઘણું જ ખતરનાક રેડિએશન મોટી આફત બને તે પહેલા ચેતો…!!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
OHH…ऐसे सेव कर सकते हैं किसी भी स्मार्टफोन का बैकअप डाटा…!!!
WOW…कहीं से भी कंट्रोल करें अपना कंप्यूटर और स्मार्टफोन…!!!
તમે બનશો સ્માર્ટ ઇન્ટરનેટ યૂઝર…શીખો કી-બોર્ડની 41 શૉર્ટકટ્સ..!!!
આટલુ શીખી જ લો….GOOGLE ની સાથે ઘેર બેઠા કમાણીની તક, આ રીતે થશે કમાણી
8 વર્ષના ટેણિયાએ YOUTUBE થી 8 કરોડની કમાણી કરી: તમે કેમ પાછળ? તમે પણ કરો ધરખમ કમાણી. જાણો રીત.
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો

ચેતજો…મોડું થાય તે પહેલા…Wi-Fi ખતરનાક બીમારીઓનું મફત કનેક્શન…સાવધાન…!!!

wifi5
– દુનિયાભરના 200 વૈજ્ઞાનિકોનું સંશોધન
– યુનાઈટેડ નેશન્સ એનવાયરમેન્ટલ પ્રોગ્રામને માર્ગદર્શિકા જારી કરવા અપીલ કરાઇ

જો તમે Wi-Fi થકી ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યાં હોય તો સાવધાન થઇ જાઓ. તેમાંથી નિકળતા કિરણો એટલે રેડિએશન કેન્સર સહિત ડઝનો ખતરનાક બીમારીઓનું કારણ બની રહ્યું છે. દુનિયાભરના 200થી વધારે વૈજ્ઞાનિકોએ સંશોધનમાં દાવો કર્યો છે કે Wi-Fi આરોગ્ય, દિમાગ પર અને ખાસ કરીને બાળકો પર ખુબ ખરાબ અસર પાડી રહ્યું છે.

Wi-Fi કેન્સર સહિત કેટલીય ગંભીર બીમારીઓનું મફત કનેક્શન છે. આવનારા સમયમાં સૌથી ગંભીર પરિણામ આનાથી જ થશે. આ વૈજ્ઞાનીકોએ તાજેતરમાં જ યુનાઈટેડ નેશન્સ એનવાયરમેન્ટલ પ્રોગ્રામ એટલે (યૂનેપ)ને અપીલ કરી છે કે Wi-Fi, મોબાઇલ ફોનના ઉપયોગને લઇને નવા ધોરણો સુયોજિત કરે. વૈજ્ઞાનિકોએ ખાસ કરીને Wi-Fiના ઉપયોગને સુરક્ષિત કરવાની માંગ કરી છે.

JNUના વૈજ્ઞાનિકો પણ શામેલ

200 વૈજ્ઞાનિકોમાં જેએનયૂ, આઇઆઈટી, એમ્સ, દિલ્હી વિવિ, યૂનિવર્સિટી કોલેજ ઓફ મેડિલ સાઇન્સના પ્રોફેસર શામેલ છે.

કેટલું ખતરનાક છે Wi-Fi

– વિચારવાની ક્ષમતામાં ઘડાડો

4જી રેડિએશનના મગજ પર પ્રભાવને આંકવા માટે એમઆરઆઇ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં સામે આવ્યું કે રેડિએશન એકાગ્રતા, મગજના કેટલાય ભાગોમાં કાર્ય કરવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે.

– અનિદ્રા-ડિપ્રેશન

લાંબા સમય સુધી ઇલેક્ટ્રોમેગ્નેટ રેડિએશનના સંપર્કથી મગજના કામ કરવાની રીતમાં પરિવર્તન આવી શકે છે. અનિદ્રા, ડિપ્રેશન, હાઇ બ્લડ પ્રેશર વધી શકે છે.

– DNAમાં પરિવર્તન

Wi-Fiના સીધા સંપર્કથી ડીએનએ અને સ્પર્મ બન્ને પર ખરાબ અસર પડી શકે છે.

– હાર્ટએટેક

રેડિએશનના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી હ્રદયની ગતિ ઝડપથી વધી શકે છે જેના કારણે હાર્ટએટેકનો ભય વધી શકે છે.

– કેન્સરનું કારણ

ઇલેક્ટ્રોમેગ્નેટ રેડિએશનના સંપર્કમાં આવાથી કેન્સરના પણ ભય ઘણો વધારો થાય છે.

– મહિલાઓ પર વિપરીત અસર

પુરૂષોની સરખામણીએ મહિલાઓના મગજ પર વધારે ખરાબ પ્રભાવ પડે છે. મહિલાઓને ગર્ભધારણમાં તકલીફ ઉભી થાય છે. ભ્રૂણને વિકસિત થવામાં રોકે છે.

– બાળકો પર અસર

બાળકોમાં કોશિકાઓ(સેલ્સ)ના વિકાસને રોકે છે. પ્રોટીન સંશ્લેષણના પણ વિકાસને અવરોધિત કરે છે. લાંબા સમય સુધી વધારે સંપર્કમાં રહેવાથી કિડની પણ સંપૂર્ણપણે વિકસિત થતી નથી.

આવી રીતે કરે છે કામ

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જે રીતથી માઇક્રોવેવ ઓવન કામ કરે છે. કંઇક તેવી રીતેથી જ Wi-Fiની નિકળતા રેડિએશન પણ કામ કરે છે. વાયરલેસ કનેક્ટિવિટી માટે Wi-Fi નેટવર્ક, 2.4GHz અને 5GHzની ફ્રિક્વન્સી પર તરંગો છોડે છે.

– … તો પેસમેકર પણ નહી કરે કામ

જો તમે હૃદય સંબંધી ઉપકરણ જેમ કે પેસમેકર લગાવી છે તો સ્માર્ટ ફોન દૂર રાખો. પેસમેકર સ્માર્ટ ફોનના વિધ્યુત ચુંબકીય સિગ્નલોને હૃદયમાંથી નિકળતા સમજીને કામ કરવાનું બંધ કરી શકે છે. મ્યુનિક સ્થિત જર્મની હાર્ટ સેન્ટરના સંશોધક કાર્સટન લેનર્ઝના તાજેતરના સંશોધન અનુસાર પેસમેકર અને મોબાઇલ ફોનની વચ્ચે ઓછામાં ઓછું 15 થી 20 સેમીનું અંતર જરૂરી છે.

ફ્રાન્સ પાસેથી શીખો Wi-Fiનો ઉપયોગ

– Wi-Fiનો કાયદો

Wi-Fiથી સ્વાસ્થ્યનો વધતો ભયને આંકતા ફ્રાન્સે તાજેતરમાં જ નવો કાયદો પણ લાગૂ કરી દિધો છે.

– અહીંયા પ્રતિબંધિત છે Wi-Fi

ડે-કેર સેન્ટર, ક્રેચ, બાલમંદિર, બાળકોની હોસ્પિટલમાં Wi-Fi પ્રતિબંધિત કરવામાં આવ્યાં છે. પ્રાઇમરી શાળાઓમાં પણ ફક્ત કોમ્પ્યુટર લેબમાં જ Wi-Fi રહેશે.

– સુરક્ષા પર ભાર

ફ્રાન્સમાં Wi-Fiથી નિકળાતા રેડિએશનની મર્યદા નિશ્ચિત કરવામાં આવી છે. ફ્રાન્સ નેશનલ ફ્રિક્વેન્સી એજન્સી રેડિએશનના ભય વાળી જગ્યાની સમીક્ષા કરશે.

– લેવી પડશે પરવાનગી

Wi-Fiના એન્ટીના લગાવતા પહેલા મેયર અને નગર નિગમના પ્રમુખની પરવાનગી લેવી પડશે. આ ઉપરાંત સરકાર તરફથી ખાસ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે.

Wi-Fiના રેડિએશનથી આવી રીતે બચો

– લેપટોપને ટેબલ પર રાખીને જ કામ કરો.

– તમારા અને રાઉટરની વચ્ચે ઓછામાં ઓછા 3 ફૂટનું અંતર રાખો.

– ઘરમાં Wi-Fi જરૂર હોય તો વાપરો.

– રાતે સુતી વખતે Wi-Fi અને મોડેમ અવશ્ય બંધ કરી દો.