જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!

bhagwan2

ભગવાનને પ્રસન્ન કરવા માટે આપણે દિવસમાં અનેક કામ કરતા હોઈએ છીએ. દરેક વ્યક્તિ કોઈને કોઈ ઈચ્છાને પૂરી કરવા માટે ભગવાનમાં શ્રદ્ધા તો રાખે જ છે. કોઈ ઈચ્છા ન હોય તો નિરોગી રહેવા માટે પણ વ્યક્તિ ભગવાનને પ્રાર્થના ચોક્કસપણે કરતો જ હોય છે. પૂર્ણ શ્રદ્ધા અને નિયમ પ્રમાણે કરવામાં આવેલી પૂજા ખૂબ જ સારું શુભફળ પ્રદાન કરે છે. જો તમે પણ કોઈ ખાસ ઈચ્છાથી કે પરિવારની સુખ-સંપત્તિ માટે પૂજા પાઠ કરતા હોવ તો કેટલીક બાબતો ધ્યાન રાખવી ખૂબ જ જરૂરી બને છે.

હિન્દુ ધર્મમાં ભગવાનને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાય જણાવ્યા છે અને અનેક નિયમો પણ જણાવ્યા છે. જેનું પાલન કરવું જરૂરી છે. જો તમે ઘરે પૂજા-પાઠ કરતા હોવ તો તમારે ઘરમાં ભગવાનની પૂજામાં કેટલીક બાબતો ધ્યાન રાખવી જરૂરી છે. જો મંદિરમાં પૂજા કરવામાં આવે તો મંદિરમાં પૂજા કરતી વખતે પણ કેટલીક બાબતો ધ્યાન રાખવી જરૂરી બને છે. આજે અમે તમને આ લેખમાં પૂજા-પાઠને લગતી કેટલીક બાબતો જણાવવા માગીએ છીએ જે ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. જો તેનું ધ્યાન રાખવામાં આવે તો પૂજા-પાઠનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે.

જાણો પૂજા-પાઠ અને ભગવાનને પ્રસન્ન રાખવાના નિયમો જે તમને સફળ સુખી અને સમૃદ્ધ બનાવી રાખે છે….

વિષ્ણુ ભગવાનના ભોગમાં તુલસીના પાન કેમ રાખવામાં આવે છે?

ભગવાનને ભોગ ધરાવવામાં આવે અને તેમાં તુલસીનું પાન ન હોય તો ભોગ અધૂરો ગણાય છે. તુલસીને પરંપરાથી ભોગમાં મૂકવામાં આવે છે કારણ કે શાસ્ત્રો પ્રમાણે તુલસીને વિષ્ણુજીની પ્રિય માનવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે તુલસીનો ભોગ લગાવવાથી ચાર ભાર ચાંદી અને એક ભાર સોનાના દાનના પુણ્ય બરાબર ફળ પ્રાપ્ત થાય છે અને તુલસી વગર ભગવાન ભોગ ગ્રહણ નથી કરતા તેને અસ્વીકાર કરે છે.

ભોગમાં તુલસી નાખવા પાછળ ધાર્મિક કારણ જ નહીં પણ તેની પાછળ અનેક વૈજ્ઞાનિક કારણ પણ છે. તુલસીના પાનમાં ઔષધિય ગુણ હોય છે. એકમાત્ર તુલસીનું પાન રોગપ્રતિરોધક એટલે કે એન્ટીબાયોટિક હોય છે. માટે જ તુલસીને ભોગમાં અનિવાર્ય ગણાવવામાં આવી છે જેથી લોકો દિવસમાં એકવાર પણ તુલસી ખાઇ શકે, જેથી તેમનું સ્વાસ્થ્ય યોગ્ય રહે. આ રીતે તુલસી સ્વાસ્થ્યવર્ધક હોય છે. તુલસીનો છોડ મેલેરિયાના જંતુઓનો નાશ કરે છે.

નવી શોધ દ્વારા જાણવા મળ્યું છે કે તેમાં કીનોલ, એસ્કાર્બિક એસિડ, કેરોટિન અને એલ્કેલાઇડ હોય છે. તુલસીના પાનવાળુ પાણી પીવાથી અનેક રોગો દૂર થાય છે. માટે ચરણામૃતમાં તુલસીનું પાન નાંખવામાં આવે છે. તુલસીના સ્પર્શ માત્રથી જ કેટલાક રોગો દૂર થાય છે. તુલસી પર કરવામાં આવેલા પ્રયોગોમાં સિદ્ધ થયું છે કે રક્તચાપ અને પાચનતંત્રના નિયમનમાં તથા માનસિક રોગોમાં તે લાભદાયક છે. તેનાથી રક્તકણોની વૃદ્ધિ થાય છે. તુલસી બ્રહ્મચર્યની રક્ષા કરે છે અને ત્રિદોષનાશક છે. તુલસી રક્તવિકાર, વાયુ, ખાસી, કૃમિ વગેરે નિવારે છે સાથે હૃદય માટે હિતકારી છે.

જાણો પૂજાની પરંપરામાં દીવા પ્રગટાવાય છે પરંતુ તે વિષય દિશામાં હોવા કેમ જરૂરી છે….

દીવડાઓ હંમેશા વિષમ સંખ્યામાં કેમ પ્રગટાવવામાં આવે છે?

દીવો જ્ઞાન અને રોશનીનું પ્રતીક છે. પૂજામાં દીપકનું ખાસ મહત્વ હોય છે. સામાન્ય રીતે વિષમ સંખ્યાવાળા દીવા પ્રગટાવવાની આપણે ત્યાં પરંપરા ચાલી આવે છે. દીપ પ્રજ્વલનનો ભાવ છે. આપણે અજ્ઞાનનો અંધકાર સમાપ્ત કરી પોતાના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવી પુરષાર્થ કરીએ. તેથી દીવડાઓ એક, ત્રણ, પાંચ, સાતની વિષમ સંખ્યામાં જ પ્રગટાવવામાં આવે છે. વિષમ સંખ્યામાં દીવડાઓથી વાતાવરણમાં સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે.

દીવો સળગાવાવથી વાતાવરણ શુદ્ધ થાય છે. દીવામાં ગાયના દૂધથી બનેલ ઘીનો ઉપયોગ કરવામાં આવે તો સારું અથવા બીજા ઘી કે તેલનો ઉપયોગ પણ કરી શકાય છે. ગાયના ઘીમાં રોગાણુઓ ભગાડવાની ક્ષમતા હોય છે. આ ઘી જ્યારે દીવામાં અગ્નિના સંપર્કથી વાતાવરણને પવિત્ર બનાવી દે છે. પ્રદૂષણ દૂર થાય છે. દીવો પ્રગટાવવાથી આખા ઘરને ફાયદો મળે છે પછી તે પૂજામાં સમ્મેલિત હોય અથવા ન હોય. દીવો પ્રગટાવવાથી ઘરને પ્રદૂષણ મુક્ત બનાવવાનો આ ક્રમ છે. દીપકમાં અગ્નિનો વાસ હોય છે જે પૃથ્વી ઉપર સૂરજનું રૂપ છે.

જાણો દિવસમાં કયા સમયે શુભ કામ ન કરવા જોઈએ કે સ્થગિત રાખવા જોઈએ…..

કયા સમયમાં શુભ કામો કરવાની મનાઈ હોય છે? કેમ

એવું માનવામાં આવે છે કે શુભ મૂહુર્તમાં કરવામાં આવેલ કાર્ય સફળ અને શુભ થાય છે. પરંતુ ભારતીય જ્યોતિષ પ્રમાણે દિવસમાં એક સયમ એવો આવે છે જ્યારે કોઈપણ શુભ કાર્ય કરવામાં નથી આવતું. તે સમય હોય છે રાહુકાળ…
રાહુકાળ વિશે એવું કહેવાય છે કે આ દરમિમાન જો કોઈ શુભ કામ કામ, લેવડદેવડ, યાત્રા કે અન્ય કોઈ નવું કામ શરૂ કરવામાં આવે તો તે અશુભ ફળ આપે છે. આ વાત પુરાતન કાળથી જ્યોતિષાચાર્યો આપણને બતાવી રહ્યા છે. પરંતુ રાહુકાળમાં એવું શું હોય છે કે, જેમાં કોઈપણ કાર્ય અશુભ અને અસફળ થાય છે?
તેની પાછળ તર્ક એવો છે કે જ્યોતિષ પ્રમાણે રાહુને પાપનો ગ્રહ માનવામાં આવે છે. દિવસમાં એક સમય એવો આવે છે જ્યારે રાહુનો પ્રભાવ ઘણો વધી જાય છે. અને આ દરમિયાન જો કોઈ શુભ કામ કરવામાં આવે તો તેની ઉપર રાહુનો પ્રભાવ પડે છે. જેનું કારણ એ છે કે તે કાર્ય અશુભ થઈ જાય છે અથવા અસફળતા હાથ લાગે છે. આ સમય રાહુકાળ કહેવાય છે.

કયા વારે ક્યારે હોય છે રાહુકાળ

દરરોજ એક નિશ્ચિત સમયે રાહુકાળ હોય છે અને તે દોઢ કલાકનો હોય છે. વારના હિસાબે તેને સમય આ પ્રમાણે છે…

રવિવાર- સાંજે 4:30 થી 6:00
સોમવારે- સાવારે 7:30 થી 9:00
મંગળવારે- બપોરે 3:00 થી 4:30
બુધવાર- બપોરે 10:00 થી 1:30
ગુરુવાર- બપોરે 1:30 થી 3:00
શુક્રવારે- સવારે 10:30 થી 10:00
શનિવાર- સવારે 9:00 થી 10:30

જાણો ગણેશપૂજામાં સોપારી ઉપયોગ થાય અને પૂજા પછી તેને ક્યાં રાખવી જોઈએ…

પૂજાની સોપારી તિજોરીમાં રાખવી કેમ ખાસ માનવામાં આવે છે?

કહેવાય છે કે પૂજાથી મનને શાંતિ અને એકાગ્રતા મળે છે. એટલે લોકો પોતાના ઘરમાં મોટા તહેવાર ઉપર કે વિશેષ પ્રસંગોએ પૂજાનું આયોજન કરે છે. પૂજાના સયમે સર્વપ્રથમ શ્રીગણેશની પૂજા કરવામાં આવે છે. ગણેશજીની મૂર્તિની સ્થાપનાની સાથે જ પૂજાની સોપારીમાં ગણેશજીનું આહ્વાન કરવામાં આવે છે. કારણ કે પૂજાના સમયે સૌથી પહેલા ગૌરી અને ગણેશની સ્થાપના કરવી જરૂરી માનવામાં આવે છે.ગણેશજીનું આહ્વાન પૂજાની સોપારીમાં કરવામાં આવે છે કારણ કે, શાસ્ત્રો પ્રમાણે પૂજાની સોપારી પૂર્ણ ફળ માનવામાં આવે છે. પૂજાની સોપારી પૂર્ણ અને અખંડિત હોય છે એટલે તેની પૂજાના સમયે ગૌરી-ગણેશના રૂપમાં માની તેની ઉપર જનોઈ ચઢાવવામાં આવે છે.

ત્યારબાદ તે પૂજાની સોપારીનું શું કરવું તે બાબતે મોટાભાગના લોકો દુવિધામાં રહે છે. કહેવાયું છે કે પૂજા સોપારીને પૂજા પછી તિજોરીમાં રાખવી જોઈએ કારણ કે શાસ્ત્રો પ્રમાણે એવી માન્યતા છે કે જ્યાં ગણેશજી અર્થાત્ બુદ્ધિના સ્વામીનો નિવાસ હોય ત્યાં લક્ષ્મીનો નિવાસ હોય છે. એટલે પૂજા સોપારીને પૂજા કર્યા બાદ તિજોરીમાં રાખવી જોઈએ કારણ કે તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિની સાથે-સાથે ઘરમાં લક્ષ્મીનો સ્થાયી નિવાસ થાય છે.

જાણો કે પૂજા ઘરમાં કંઈ વસ્તુઓ રાખવી જોઈએ અને કંઈ નહીં…

પૂજા ઘરમાં કેમ સાવરણી કે ડસ્ટબીન ન રાખવી?

કહેવાય છે કે રોજ નિયમિતરીતે ભગવાનની પૂજા આરાધનાથી માનસિક શાંતિ મળે છે. પૂજાથી સકારાત્મક ઊર્જા મળે છે. પૂજાથી મળતી આ ઊર્જાથી વ્યક્તિ પોતાનું કામ વધુ એકાગ્રતાથી કરવા લાગે છે પરંતુ પૂજાનું પૂરું ફળ મળે તેની માટે જરૂરી છે કે પૂજાઘર વાસ્તુ પ્રમાણે હોય. પૂજા ઘરનું વાસ્તુ યોગ્ય હોય તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે.
આમ તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પૂજાઘર ઈશાન ખૂણામાં હોવું જોઈએ કારણ કે ઈશાન ખૂણામાં બેસીને પૂર્વ દિશા તરફ મોં કરી પૂજા કરવાથી સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થાય છે. કારણ કે એ દિશા તરફથી બધી જ સારી દિશાઓ કે સકારાત્મક ઊર્જાઓની વર્ષા થાય છે. ઇશાન સાત્વિક ઊર્જાનો પ્રમુખ સ્ત્રોત હોય છે. કોઈ પણ ભવનમાં ઈશાન ખૂણો સૌથી ઠંડો ભાગ છે.
વાસ્તુ પુરુષનું માથુ ઈશાનમાં હોય છે. જે ઘરમાં ઈશાન ખૂણામાં દોષ હશે તે ઘરના લોકોને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે.
એટલે ઘરને આ ખૂણામાં સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ એવી માન્યતા છે કે પૂજા ઘરને ઈશાન ખૂણો અર્થાત્ ઉત્તર-પૂર્વ ખૂણામાં ઝાડુ અને ડસ્ટબીન વગેરે ન રાખવા જોઈએ કારણ કે એમ કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા વધે છે અને ઘરમાં બરકત નથી રહેતી અર્થાત્ સમૃદ્ધિ નથી રહેતી. એટલે વાસ્તુ પ્રમાણે જો શક્ય હોય તો પૂજા ઘરને સાફ કરવા માટે એક અલગ કપડું જ રાખવું જોઈએ અને તેને પણ સ્વચ્છ રાખીને જ સફાઈ કરવી જોઈએ.
બીજુ પૂજા કરતી વખતે સાવરણી અને કચરાંપેટી નજીકમાં હોય તો તેનાથી ભગવાનનું ધ્યાન કે પૂજામાં સારી રીતે મન નથી લાગતું એટલા માટે પણ નજીકમાં આ પ્રકારની નકારાત્મક ઊભી કરે તેવી વસ્તુઓ ન રાખવી.

જાણો મંદિરમાં દર્શન કરતી વખતે કંઈ વસ્તુઓ ન લઈ જવી જોઈએ…

કેમ મંદિરમાં નથી લઈ જવામાં આવતી ચામડાની વસ્તુઓ?

ઘણાં મંદિરો બહાર સ્પષ્ટ લખેલુ હોય છે કે ચામડામાંથી બનેલ કોઈ પણ વસ્તુઓ મંદિરમાં લઈ જવાની મનાઈ છે.એટલે કે કોઈ પણ પ્રકારની ચામડામાંથી બનેલી વસ્તુ જેવી કે પર્સ,બેલ્ટ,જેકેટ વગેરે મંદિરમાં લઈ જવુ ન જોઈએ.શું તમે જાણો છો કે ચામડામાંથી બનેલ વસ્તુ કેમ મંદિરમાં ન લઈ જવી જોઈએ.તો આ કારણો જાણવા આગળના ફોટા પર કલિક કરો.

શાસ્ત્રો અનુસાર ચામડા અને ચામડામાંથી બનેલ વસ્તુઓ ધાર્મિક દ્રષ્ટિએ અપવિત્ર માનવામાં આવે છે.ચામડાની વસ્તુઓ સાથે કોઈ પણ પ્રકારની વિધિ કે પૂજા થઈ શકે નહીં.

દરેક જાણે છે કે ચામડામાંથી બનેલ તમામ વસ્તુઓ જાનવરોના ચામડામાંથી બનાવવામાં આવે છે.માટે આ વસ્તુઓ અપવિત્ર માનવામાં આવે છે.માટે તેને મંદિરમાં લઈ જવાની મનાઈ હોય છે.

આજના સમયમાં ફેશન સાથે ચાલવા ચામડામાથી બનેલ વસ્તુઓનુ ઘણુ ચલણ છે.જાનવરોના શરીરની ખાલ ઉતારી પર્સ,બેલ્ટ,જેકેટ વગેરે વસ્તુઓ બનાવવામાં આવે છે.શાસ્ત્રો અનુસાર કોઈ પણ જીવની બલી લઈને ચામડામાંથી બનેલી વસ્તુઓ પવિત્ર નથી હોતી.

ચામડામાંથી આવનારી દુર્ગન્ધને દૂર કરવા માટે ઘણા પ્રકારના કેમિકલ્સનો પ્રયોગ કરવામાં આવે છે.આ પ્રકારના કેમિકલ્સ આપણા શરીર માટે નુકસાનકારક હોય છે.

સામાન્ય રીતે ચામડામાંથી બનેલ વસ્તુઓ પર પાણી લાગવાથી તે સડી જાય છે.જે આપણા શરીર માટે નુકસાનકારક પણ છે,આ દરેક વાતો ધ્યાનમાં રાખી મંદિરોમાં ચામડાની વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવે છે.

જાણો ઘરેથી રોજ નિકળો ત્યારે કયા પાંચ કામનું ખાસ ધ્યાન રાખવું જોઈએ….

ઘરેથી નિકળતા પહેલા રોજ કરવા જોઈએ આ 5 કામ, કેમ કે!

એવું માનવામાં આવે છે કે શરૂઆત સારી તો બધુ સારું જ હોય છે. આ વાતનું ધ્યાન આપીને વિદ્વાનો દ્વારા દિવસની શરૂઆત સારી કરવા માટે અનેક પરંપરાઓ બનાવી છે. ઘરેથી નિકળતા પહેલા આ નાના-નાના કામ કરવાથી દિવસભરના કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે. સાથે જ મન પ્રસન્ન રહે છે અને આપણે ઊર્જાવાન બની રહીએ છીએ. અહીં પાંચ એવી પરંપરા બતાવી છે જેને પ્રતિદિન અપનાવવાથી તમે ચોક્કસપણે સફળતા મેળવી શકો છો અને ખરાબ સમય દૂર થઈ જાય છે.

–સૌથી પહેલા જમણા પગને ઘરની બહાર રાખો, કોઈપણ કામની શરૂઆત જમણા હાથ અને જમણા પગ આગળ રાખીને કરવી જોઈએ તો સફળતા ચોક્કસ પ્રાપ્ત થાય છે.

-માતા-પિતાના આશીર્વાદ લઈ દરરોજ ઘરેથી નિકળતા પહેલા માતા-પિતાના આશીર્વાદ લેવા જોઈએ. જે લોકો સાથે તેના માતા-પિતા રહે છે તેનાથી બધા દેવી-દેવતા પણ પ્રસન્ન રહે છે. તેનાથી વિપરિત જે લોકો માતા-પિતાનું સન્માન નથીકરતા અને તેમને દુઃખ આપે છે તેઓ અનેક પરેશાનીઓમાં સદૈવ ગુંચવાયેલ રહે છે. આથીઃ ઘરેથી નિકળતા પહેલા માતા-પિતાના પગે લાગો અને આશીર્વાદ લો.

– તુલસીના પત્તા ખાઓઃ- સામાન્ય રીતે તુલસીનો છોડ બધાના ઘરમાં હોય. છે. શાસ્ત્રો પ્રમાણે તુલસીને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. જે ઘરમાં તુલસીની પૂજા દરરોજ કરવામાં આવે છે ત્યાં મહાલક્ષ્મીની કૃપા બનીરહે છે. રૂપિયા સાથે સંબંધિત પરેશાનીઓ તે ઘરમાં નથી રહેતી. તુલસી એક ઔષધીય છોડ છે. દરરોજ તુલસી ખાવાથી રોગોથી બચાવ થાય છે. સાથે જ તુલસીથી પ્રાપ્ત થતુ પુણ્ય લાભ પણ આપે છે.

– ઘરના મંદિરમાં વિરાજિત ભગવાનના દર્શન કરો, ઘરના મંિદરમાં દેવી-દેવતાઓના દર્શન દરરોજ કરવા જોઈએ. ઘરેથી નિકળતા પહેલા એકવાર તેની સમક્ષ પ્રાર્થના કરવામાં આવે તો નિઃસંદેહ વ્યક્તિનો દિવસ શુભ રહે છે. ભગવાનની કૃપા બની રહે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

હાઈડ્રોપોનિક પ્લાન્ટ:માટી વિના પાણીનાં આધારે કરે છે રોજનું 100 કિલો ઘાસનું ઉત્પાદન

વિના જમીને પાણીનાં આધારે કરે છે રોજનું 100 કિલો ઘાસનું ઉત્પાદન

વિના જમીન ખેતી-પાણી આધારિત નવીન હાઈડ્રોપોનિક પ્લાન્ટ

અમદાવાદ શહેરના રબારી કોલોનીના જશુભાઈ અને તેમના પુત્ર પ્રફુલ પટેલે એક હાઈડ્રોપોનિક પ્લાન્ટ બનાવ્યો છે. આ પ્લાન્ટ દ્વારા માટીનો ઉપયોગ કર્યા વગર અઠવાડિયામાં ઘાસ ઉગાડી શકાય છે અને રોજના 80થી 100 કિલો જેટલા ઘાસનું ઉત્પાદન કરી શકાય છે. વિના જંતુનાશકે ઊગતા આ ઘાસમાં દાણા હોય છે.જેને લીધે પશુના દુધના ઉત્પાદનમાં પણ વધારે થાય છે.અને દુધના ફેટ પણ વધે છે.

hydroponic6 hydroponic5 hydroponic4 hydroponic3 hydroponic2 hydroponic1

hydroponic

 

વિના જમીને પાણીનાં આધારે કરે છે રોજનું 100 કિલો ઘાસનું ઉત્પાદન

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
ब्रह्मांड के कई ग्रहों पर मौजूद है एलियंस, पुराणों में छिपा है रहस्य…!!!
है क्या ये..!!! आप कल्पना नही कर पाएँगे…!!! NO ONE BELIEVE…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
તમારૂ મગજ માની ના શકે તેવા કલ્પનાતીત તથ્યો…!!!
અચરજ પમાડે તેવા માનવશરીરનાં રહસ્યો…!!!
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
રહસ્યમય ઈશ્વરીય સર્જન તાકાતવર ઍનાકોન્ડાની દુર્લભ તસ્વીર…!!!
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!

કાર 1 લીટર પેટ્રોલના ખર્ચમાં 1851 KM દોડશે, BHUના વિદ્યાર્થીની કમાલ..!!!
એક પૈડાંવાળી મોટરસાઇકલ, જુઓ ફ્યૂચર બાઇક્સની ડિઝાઇન્સ
ગુજરાતમાં પ્રથમવાર: એક લિટર પેટ્રોલમાં 200 કિ.મી. ચાલતી સાઈકલ: કિંમત છે 23 હજાર

 

કલીયુગમાં દરેક ક્ષેત્રમાં સફળતા,સુખ અને વિજય પ્રાપ્ત કરવા, પરિવાર અને જીવનમાં ઉતારો આચાર્ય ચાણક્યની આ સુવર્ણ નીતિઓ

chankya7

આચાર્ય ચાણક્ય દ્વારા જણાવેલ નીતિઓ કોઇપણ વ્યક્તિના જીવનને સુખી અને સફળ બનાવી શકે છે. ચાણક્યે પોતાની નીતિઓના બળ પર જ એક સામાન્ય બાળક ચંદ્રગુપ્તને અખંડ ભારતનો સમ્રાટ બનાવી દીધો હતો. સાથે જ, વિદેશી શાસક સિકંદરથી ભારતની રક્ષા પણ કરી હતી. ચાણક્યની નીતિઓ ખૂબ જ સટીક છે અને જે પણ વ્યક્તિ આ નીતિઓને જીવનમાં ઉતારી લે છે, તે મોટી પરેશાનિઓનો સામનો પણ સરળતાથી કરી શકે છે. અહીં જાણો ચાણક્ય દ્વારા જણાવવામાં આવેલા ચાર એવા કામ જે કોઇ વ્યક્તિ બીજાને શીખવાડી શકતો નથી.

ચાણક્ય મુજબ કોઇપણ વ્યક્તિ કેટલો દાનવીર છે, તે તેના સ્વભાવમાં જ રહે છે. કોઇપણ વ્યક્તિની દાનશક્તિને ઘટાડવી કે વધારવી ખૂબ જ મુશ્કેલ છે. આ આદત વ્યક્તિના જન્મની સાથે જ આવે છે. એટલે કે, કોઇપણ વ્યક્તિ દાન કરવાની ક્ષમતાને વધારી કે ઘટાડી શકાતી નથી. દરેક વ્યક્તિ પોતાની ઇચ્છાથી જ દાન-પુણ્ય કરે છે.

1. ઘણા માણસો માને છે કે પૈસાથી સુખ મળે છે. બીજા કેટલાક લોકો માને છે કે સમાજમાં પ્રસિદ્ધિથી અને સત્તાથી સુખ મળે છે. ઘણા લોકોને જમીનજાગીરમાં અને જરજવેરાતમાં સુખ દેખાય છે, પણ જેમની પાસે આ બધું છે, તેઓ પણ ખરેખર સુખી નથી. તો પછી સાચા સુખની પ્રાપ્તિ કોને કહેવાય ? આ સવાલનો જવાબ આપણને ‘ચાણકયનીતિ’ માંથી મળે છે.

2. હકીકતમાં સુખની પાછળ દોટ મૂકતાં આજના માનવને સંસારમાં કઇ ચીજોથી સાચું સુખ મળે છે, તેની જ ખબર નથી. સુખી બનવા માટેની ચીજો પૈસાથી ખરીદી શકાતી નથી.

3. ચાણકય કહે છે કે, ‘જે વ્યકિતના ઘરમાં આનંદમંગળનું વાતાવરણ પ્રવર્તતું હોય, સંતાનો બુદ્ધિશાળી હોય, પત્ની પ્રિયભાષિની હોય, પોતે ઉદ્યમી હોય, નીતિથી કમાયેલું ધન હોય, ઉત્તમ મિત્રો હોય, જેને પોતાની પત્ની પ્રત્યે આદર હોય, જેના નોકર-ચાકર આજ્ઞાંકિત હોય, જેના કુટુંબમાં અતિથિને આદર અપાય છે, ઇશ્વરની ઉપાસના થાય છે, ઘરમાં દરરોજ સ્વાદિષ્ટ ભોજન બને છે, પીવા માટે મીઠાં પાણીની વ્યવસ્થા છે અને જે ગૃહસ્થને હંમેશા સજ્જન વ્યકિતની સંગતિ કરવાની તક મળે છે, તે ધન્ય બની જાય છે.’

4. શું ફોર્બ્સની યાદીમાં જે અબજોપતિઓને સ્થાન આપવામાં આવ્યું છે તેઓ આ બધી બાબતમાં સુખી છે ખરા ?

5. સુખી થવા માટે ચાણકયે જે ચીજોની આવશ્યકતા બતાવી છે, તેમાં ધનથી ખરીદી શકાય તેવી ભાગ્યે જ કોઈ ચીજો છે.

6. મનુષ્ય પૈસાદાર બની જાય એટલે તેના સંતાનો બુદ્ધિશાળી પેદા થાય, એવું જરુરી નથી. બુદ્ધિશાળી અને આજ્ઞાંકિત સંતાનો પૂર્વ ભવના કોઈ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે.

7. પ્રિયભાષિની પત્ની પણ આજના કાળમાં બહુદુર્લભ ગણાય છે. શ્રીમંતોની પત્ની કર્કશા ન હોય તેવી કોઈ ગેરન્ટી નથી.

8. માણસ પાસે અમર્યાદિત ધન હોય પણ તે અનીતિથી કમાયેલું હોય તો તે ધન માણસને સુખ આપી શકતું નથી. અનીતિને કારણે તે મનુષ્ય ઘણા સાથે દુશ્મનાવટ વહોરી લે છે અને શાંતિથી જીવી શકતો નથી.

9. સંસારના સુખોની પ્રાપ્તિ માટે મર્યાદિત ધનની જરુર પડે છે તેની ના નથી, પણ આ ધન જો નીતિથી કમાયેલું હોય તો જ કામ લાગે છે. અનીતિની કમાણી કદી સુખ આપી શકતી નથી.

10. પત્ની પ્રિયભાષિની હોય, એટલું પૂરતું નથી. પતિને પોતાની પત્ની પ્રત્યે પ્રેમ અને આદર હોવા પણ બહુ જરુરી છે. પતિને જો પત્ની પ્રત્યે તિરસ્કારભાવ હોય તો ઘરની લક્ષ્મી સંતુષ્ટ નથી રહેતી પણ સતત કચવાટમાં રહે છે.

11. સ્ત્રીને પ્રસન્ન રહેવા માટે માત્ર ધન, દોલત, વસ્ત્રો અને આભૂષણો ઉપરાંત સન્માન અને સત્કારની પણ જરુર રહે છે.

12. શ્રીમંતો ઘણી વખત પોતાની પત્ની સાથે પગલૂછણિયાં જેવું વર્તન કરતાં હોય છે. બીજાની હાજરીમાં તેઓ પત્નીનું અપમાન કરતા હોય છે અને તેને ઉતારી પાડતા હોય છે.

13. જે ઘરની લક્ષ્મીની આંતરડી કકળતી હોય, તે ઘરમાં કદી આનંદમંગળનું વાતાવરણ પ્રવર્તી શકતું નથી.

14. પૈસાથી નોકર-ચાકર ખરીદી શકાય છે, પણ તેમનો આદર ખરીદી શકાતો નથી. નોકર-ચાકરનો આદર મેળવવા માટે તેમની સાથે દયાળુ અને માયાળુ વર્તન કરવું જરુરી બની જાય છે.

15. જે શેઠને આજ્ઞાંકિત નોકર-ચાકર મળ્યા હોય તેઓ જ સુખી બની શકે છે. નોકર-ચાકરની વફાદારી કેવળ પગારથી નહીં પણ ચારિત્ર્યથી અને સારા વર્તનથી જ ખરીદી શકાય છે.

16. જે પરિવાર સંસ્કારી હોય તેમાં જ નિયમિત અતિથિઓની અવરજવર ચાલુ રહે છે. અતિથિ વગરના મહેલની કોઇ કિંમત નથી, પણ અતિથિની અવરજવર ધરાવતાં ઝૂંપડાંમાં પણ આનંદનું વાતાવરણ જોવા મળે છે.

17. અતિથિ પૈસાના નહીં પણ ભાવનાના ભૂખ્યા હોય છે.

18. આજકાલ શ્રીમંતો પાસે ધન બહુ હોય છે, પણ પત્નીને રસાઈ કરવાની આળસ હોય છે અને નોકર-ચાકરો મળતા નથી, જેને કારણે હોટેલનું ખાવાનું ખાવું પડે છે.

19. જે મનુષ્ય બે ટંક ઘરની રસોઇ પણ જમી ન શકે, તેને સુખી ગણી શકાય નહીં.

20. સજ્જન વ્યકિતની સોબત કરવા માટે આપણે પણ સજ્જનતા કેળવવી પડે છે. સજ્જનોની સોબત પણ ધનથી ખરીદી શકાતી નથી

21. જે શાણા પુરુષો પોતાના ભાઇભાંડુઓ સાથે સજ્જનતાથી વર્તે છે, બીજાઓ પ્રત્યે દયા રાખે છે પણ દુર્જનો પ્રત્યે જેવા સાથે તેવાનો વ્યવહાર રાખે છે, વિદ્વાન સાથે સરળતાથી અને પાપી સાથે કડકાઇથી વર્તે છે, શક્તિશાળી વ્યક્તિ સાથે ખુમારીથી વર્તે છે, ગુરુ, માતાપિતા અને આચાર્ય પ્રત્યે સહનશીલ થઇ વર્તે છે અને સ્ત્રીઓ ઉપર આંધળો વિશ્વાસ નથી મૂકતા તેઓ સંસારમાં સફળ થાય છે.

22. અહીં ચાણકય આપણને જેવા સાથે તેવા થવાની બહુ પ્રેકિટકલ શિખામણ આપે છે. સંતમાં અને ગૃહસ્થમાં ફરક છે.

23. સંતોને બધા જ પ્રત્યે કરુણા હોવી જોઈએ, પણ જેને પોતાના પરિવારનું રક્ષણ કરવાનું છે અને આર્થિક વ્યવહારો નિભાવવાના છે તે બધા પ્રત્યે કરુણા રાખીને પોતાની જવાબદારી નિભાવી શકે નહીં. આ કારણે જ ચાણકયે દુર્જન પ્રત્યે દુર્જુન જેવો વ્યવહાર કરવાની સલાહ આપી છે.

24. દુર્જનો સાથે માયાળુ વર્તન કરવામાં આવે તો તેઓ તેને આપણની નબળાઈ ગણીને આપણને વધુ હેરાન કરવાની કોશિષ કરે છે. આ કારણે ‘શઠં પ્રતિ શાઠયં’ની નીતિ અપનાવવી જ પડે છે અને હૃદયમાં કરુણા રાખીને પણ પાપીઓ સાથે કડક વ્યવહાર રાખવો પડે છે.

25. તાજેતરમાં આંતકવાદીઓએ મુંબઇ ઉપર સશસ્ત્ર હુમલો કર્યો અને સેંકડો નિર્દોષ માનવીઓની કતલ કરી તેમની સાથે સૌજન્ય દાખવી શકાય નહીં. કોઇ ધર્મગુરુ તેમને માફ કરી દેવાની ભલામણ કરે તો પણ જેમની ઉપર પ્રજાના જાનમાલની રક્ષા કરવાની જવાબદારી છે, તેઓ આતંકવાદીઓની દયા ખાઈ શકે જ નહીં. તેઓ જો દયા ખાય તો પોતાના આશ્રિતોનું રક્ષણ કરી શકે નહીં.

26. સજ્જન અને સુખી માણસોના લક્ષણો વર્ણવ્યા પછી હવે ચાણકય દુર્જન અને દુઃખી માણસોનાં લક્ષણોનું પણ વર્ણન કરે છે, જેને વાંચીને આપણે અત્યારે કઇ કક્ષામાં છીએ તેનો ખ્યાલ આવે છે.

27. જેના હાથે કદી દાનકર્મ થતું નથી, જેના કાને કદી વિદ્વાનોનાં વચન પડતાં નથી, જેણે પોતાના નેત્રોથી સજ્જન પુરુષના દર્શન નથી કર્યા, પગપાળા તીર્થોની યાત્રા નથી કરી, અન્યાયથી ધન એકઠું કરીને પણ જો સમાજમાં ઘમંડથી જીવે છે તેને ચાણકય શિયાળ જેવા નીચ ગણાવે છે. આવી વ્યકિતઓને ચાણકય કહે છે, “તમારે આ સંસારમાં જીવતા જ રહેવું જોઈએ નહીં પણ શક્ય એટલો જલદી આ નીચ શરીરનો ત્યાગ કરી દેવો જોઈએ.”

28. આજે આપણા સમાજમાં શ્રીમંતો ઘણા છે, પણ પોતાની લક્ષ્મીનો સદુપયોગ પરોપકારનાં કાર્યોમાં કરતા હોય તેવા પુણ્યશાળીઓ બહુ ઓછા છે. લક્ષ્મી મેળવવા માટે નસીબની જરુર પડ છે, પણ પુણ્યથી પ્રાપ્ત થયેલી લક્ષ્મીનો સદુપયોગ કરવાની ઇચ્છા જબરદસ્ત પુણ્ય હોય તેને જ થાય છે. બાકીના શ્રીમંતો પોતાની લક્ષ્મીનો ઉપયોગ દાનપુણ્યમાં નથી કરતાં તેમને આ લક્ષ્મી કદ સુખ આપી શકતી નથી.

29. માણસ પાસે ધન આવી જાય એટલે તેનામાં વિદ્વતા આવી જાય અને તે જ્ઞાની બની જાય એવું જરુરી નથી. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ્ઞાનીનાં વચનો સાંભળવા જોઈએ અને તેને વિનયપૂર્વક હૃદયમાં ઉતારવાની કોશિષ પણ કરવી જોઈએ. જેને એવું અભિમાન છે કે મારી પાસે દુનિયાનું બધું જ્ઞાન છે તે કદી જ્ઞાનીનાં વચનામૃતો સાંભળવા જતો નથી પણ કૂવામાંના દેડકાની જેમ પોતાની સંકુચિત દુનિયામાં જ મસ્ત રહે છે.

30. જે વ્યકિત અહંકારી છે તેને સજ્જનો સાથે પણ ફાવતું નથી. સજ્જનો આવી અભિમાની વ્યકિતનો પડછાયો પણ લેવાનું પસંદ કરતાં નથી.

31. જેને ઇશ્વરમાં શ્રદ્ધા નથી હોતી તે કષ્ટો ઉઠાવીને તીર્થયાત્રા કરતા નથી પણ તીર્થસ્થાનોમાં પણ મોજ કરવા જાય છે. તેમને યાત્રાનું ફળ નથી મળતું પણ પાપની વૃદ્ધિ થાય છે. આવા મનુષ્યો ધનવાન હોય તો પણ દયાને પાત્ર છે.

32. ચાણકયે સજ્જન પુરુષોના અને સત્સંગના ભારે ગુણગાન કર્યા છે. ચાણકય કહે છે કે, ‘સજ્જન પુરુષોના દર્શનમાત્રથી પુણય પ્રાપ્ત થાય છે, કારણ કે સંત પુરુષ સાક્ષાત્ તીર્થસ્વરુપ છે.

33. તીર્થયાત્રા કરનારને યોગ્ય સમય આવે ત્યારે ફળ મળે છે, જ્યારે સંતના સમાગમથી તાત્કાલિક ફળની પ્રાપ્તિ થાય છે.

34. સજ્જન વ્યકિતની સંગતમાં રહીને દુર્જન પણ સજ્જન બની શકે છે, પણ સજ્જન વ્યકિતમાં દુર્જનના ગુણો ક્યારેય આવતા નથી. માટે સુખી થવા ઇચ્છનારે સજ્જનોનો સંગ કરવો જોઈએ.’

35. ચાણકયનાં આ બધાં જ વાક્યોનો સાર એક જ વાક્યમાં આપી શકાય કે, ‘સુખી બનવા માટે સજ્જન બનવું અનિવાર્ય છે, દુર્જનો કદી સુખી બની શકતા નથી.’ આ સારને પામ્યા પછી આપણે બધાએ દુનિયામાં સજ્જનોની શોધ આદરી દેવી જોઈએ અને તેમની જ સંગત કરવી જોઈએ.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

શું તમે તમારા પાર્ટનરની પ્રિય આઇસ્ક્રીમ ફ્લેવરને જાણો છો તો જાણો તેમની પર્સનાલિટી અને સ્વભાવને પણ.

icecream5

ગરમીની સીઝન આવી ગઇ છે અને સાથે રજાઓ પણ આવવાની છે. આ સમયે તમે તમારા પાર્ટનરની સાથે બહાર ફરવા જવાના પ્લાન બનાવો છો. ગરમીની સીઝનમાં જ્યારે તમે આઇસ્ક્રીમ પર તમારી પસંદ ઉતારો છો ત્યારે તમારા માટે એ પણ જાણી લેવું આવશ્યક છે કે આઇસ્ક્રીમની કઇ ફ્લેવર કયા પ્રકારની પર્સનાલિટીને રજૂ કરે છે. શું તમે તમારા પાર્ટનરની આઇસ્ક્રીમ ફ્લેવરને જાણો છો તો જાણો તેમની પર્સનાલિટી અને સ્વભાવને પણ.

વેનિલા ફ્લેવર પસંદ કરનારા બોરિંગ હોય છે

વેનિલાને સાધારણ આઇસ્ક્રીમ ફ્લેવર ગણવામાં આવે છે. તેને પસંદ કરનારા લોકો કલરફૂલ અને આઇડિયાલિસ્ટિક પ્રકારના હોય છે. તેઓ રિસ્ક લેવામાં ખચકાતા નથી, આ પ્રકારના લોકો મૂડ પર કામ કરે છે અને ઇમોશન્સમાં વધારે એક્સપ્રેશન ધરાવે છે. સાચી અને લાંબી રિલેશનશિપમાં વિશ્વાસ ધરાવતા હોય છે. સંબંધોને અંતિમ સુધી લઈ જવાનું તે પસંદ કરે છે.

ચોકલેટ ફ્લેવર પસંદ કરનારા ફ્લર્ટ કરે છે

જે લોકો ચોકલેટ ફ્લેવરને પસંદ કરે છે તેવા પુરુષો ખાસ કરીને ફ્લર્ટ કરવામાં માને છે અને સિડક્ટિવ હોય છે. આ લોકો ચાર્મિંગ, ડ્રેમેટિક અને આનંદી હોય છે. તેઓ પોતે ખુશ રહીને અન્યને પણ ખુશ રાખે છે. જો એ જ ફ્લેવરનો આઇસક્રીમ છોકરી પસંદ કરતી હોય તો એ વારંવાર પોતાના બોયફ્રેન્ડની સરખામણી બીજા સાથે કરવાનો સ્વભાવ ધરાવતી હોય છે. ચોકલેટ ફ્લેવરના આઇસક્રીમના શોખીન સેક્સની ફેન્ટસીમાં રાચવામાં માનતા હોય છે. માણસમાં રહેલો આ સ્વભાવને પારખવાનું કામ કરે છે. જો તમે ક્લાસિક ચોકલેટ ચિપ્સને પસંદ કરો છો તો તમે ખૂબ જ નરમદિલ, પ્રતિસ્પર્ધી અને ગો ગેટર પ્રકારનું વ્યક્તિત્વ ધરાવો છો. તમે દરેક ચીજને શાંતિથી હેન્ડલ કઇ રીતે કરવી તે પણ જાણો છો.

વારંવાર ફ્લેવર બદલતા રહેતા લોકો

દર વખતે નવા ટેસ્ટનો આઇસક્રીમ ખાવાનું પસંદ કરે છે. આવા લોકોના સ્વભાવની કોઈ ખાસિયત નથી હોતી. ખાસ કરીને સિદ્ધાંત અને પ્રામાણિકતાની બાબતમાં તેમનો ભરોસો ન કરવો જોઈએ, એવા સમયે તો ખાસ કે જ્યારે તમને એનો આ સ્વભાવ વર્ષોથી જોતા આવતાં હોય. એક જ ફ્લેવરને વળગી રહેનારાઓ જિદ્દી હોય છે એવું આગળ કહેવામાં આવ્યું, પણ નવી-નવી ફ્લેવરનો અખતરો કરનારા પાણી જેવા હોય છે. જે વાસણમાં જાય એ વાસણનો આકાર એ મેળવી લેતા હોય છે. નવી ફ્લેવરના શોખીન બહુ જલદી કોઈ એક જગ્યાએથી કંટાળી જાય છે અને એ ઝડપથી પોતાની ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ પણ બદલી નાખવાની માનસિકતા રાખતા હોય છે.

સ્ટ્રોબેરી પ્રેમી લોકો અંતર્મુખી હોય છે

સ્ટ્રોબેરી ફ્લેવર પસંદ કરનારા લોકો ખાસ કરીને ધૈર્યવાન, સમર્પિત અને અંતર્મુખી હોય છે. આ લોકો લોજિકલ અને વિચારીને કામ કરનારા હોય છે. એ જે કોઈને ચાહે એમને સંપૂર્ણ આધીન થઈને રહેતા હોય છે. જ્યારે એ કહેવાનું શરૂ કરે ત્યારે રોકાતા નથી. તેમની વાતો માત્ર હવામાં નથી હોતી, વિચારશીલ રીતે તે વાત કહે છે અને જમીનને આંખ સામે રાખીને હવામાં ઊડે છે. પ્રેમ કરવો એમને ગમે છે પણ સરળ કોલેજિયન શબ્દોમાં કહીએ તો સ્ટ્રોબેરી લવર્સને પટાવવાનું કામ ઇઝી નથી.

કોફી ફ્લેવરને પસંદ કરનારા ડ્રામેટિક હોય છે

જો તમે આ ફ્લેવર પેકને પસંદ કરો છો તો તમે વધારે અગ્રેસિવ અને ઇમેજિંગ નેચર ધરાવો છો. સાથે તમે એક સારા શ્રોતા પણ હોઇ શકો છો. તમે હંમેશા તમારા લક્ષ્યને માટે સજાગ રહો છો અને સાથે તમારો અગ્રેસિવ સ્વભાવ તમારી આસપાસના લોકોને તકલીફ પણ પહોંચાડી શકે છે. એ લોકો ભવિષ્યમાં નહીં પણ વર્તમાનમાં જીવવામાં માનતા હોય છે. કહેવાનો અર્થ એવો નથી કે એ લોકો વાસ્તવિકતામાં માને છે, પણ કહેવાનો અર્થ એ છે કે કોફી ફ્લેવરના આઇસક્રીમ લવર્સ ભવિષ્યની ચિંતા કરતા નથી અને આજને આજે જ માણી લે છે, પ્રેમથી અને કોઈ જાતના ડર વિના. જો તમે ખૂબ જ આનંદી, ડ્રામેટિક અને હિંમતવાળા છો તો તમે કોફી આઇસ્ક્રીમ લવર છો. આ પ્રકારના લોકો ભવિષ્યને લઇને ક્યારેય ચિંતિત હોતા નથી. રોમાંટિક રિલેશનશીપમાં એક્ટિવ રહેવુ આ લોકોને પસંદ હોય છે.

બટરસ્કોચ લવર્સ નવું જોખમ લેવામાં માને છે

બટરસ્કોચ લવર્સની સૌથી મૌટી ખાસિયત એ છે કે એમને એકધારી સ્મૂધ લાઇફ નથી ગમતી. જીવનમાં ઉતારચડાવ હોવા જોઈએ એવું એ દૃઢપણે માને છે અને માન્યા પછી એને જીવનમાં ઉતારવાની કોશિશ પણ કરે છે. બધું સરખું અને ક્ષેમકુશળ ચાલતું હોય તો બટરસ્કોચ લવર્સ વગર કારણે પોતાની લાઇફમાં નવું જોખમ ખેડે છે, જે ખેડયા પછી એ જો ફસાઈ જાય તો પસ્તાવો પણ નથી થતો તેમને. સાચું શું અને ખોટું શું એ જાણવા માટે તેમના તરફથી ક્યારેય બહુ પ્રયાસ પણ કરવામાં નથી આવતો. જે આંખ સામે છે એ હકીકત છે એવું ધારી લેવામાં જ તેમને આનંદ મળે છે અને આવું ધાર્યા પછી ખોટા પડે તો તેમને હરખશોક પણ નથી હોતો. એ લોકો ખોટા પડયાની વાતનો આનંદ પણ પ્રેમથી ઊજવી લેતા હોય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

સાંભળો ખતરાની ઘંટી…શરીરમાં આ લક્ષણોમાં થી કોઈ પણ ઍક જણાય તો લો…તરત પગલા.

time

મોટાભાગે હાર્ટ અટેક, સ્ટ્રોક, કેન્સર જેવી મોટી સમસ્યાઓની જાણ થયા પછી આપણને જાણ થાય છે કે, આપણું સ્વાસ્થ્ય ખરાબ થઇ રહ્યું છે અને આ પ્રકારના સ્વાસ્થ્ય સંકટ પછી આપણે આપણાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થઇ જઇએ છીએ. આ સમસ્યાઓ પછી જ આરણે આપણાં શરીરને ફરી સંતુલનમાં લાવવા માટે અને જીવનશૈલીમાં પરિવર્તન લાવવાના ઉદેશ્ય તરફ પ્રરિત થઇ જઇએ છીએ. પરંતુ શરીર દ્વારા જાણ થતા બીમારીના આ સંકેતોને પહેલાંથી જ સમજી લેવાથી આપણે આ સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકીએ છીએ. આ સંકેતો શરીરમાં સૂચના આપતાં રહે છે અને જો તમે આ સૂચનાઓને નથી સાંભળી શકતા તો શરીર તે સમસ્યાને મોટું સ્વરૂપ આપીને જણાવે છે. આ માટે જ આજે અમે તમારી આ લેખમાં એવા જ સંકેતો લાવ્યા છીએ જેના દ્વારા તમે શરીરના આ સંકેતો અને સૂચનાઓને સરળતાથી સમજી શકશો.

અનિદ્રાઃ-

તણાવ હોર્મોન કોર્ટિસોલ તમારા શરીરને આરામ અને રિચાર્જ થવાનો સંકેત આપે છે. પરંતુ અનિદ્રાની સમસ્યાથી પીડિત હોવાને કારણે કોર્ટિસોલનું સ્તર રાતના સમયે ઘણું વધી જાય છે, અને શરીરમાં તણાવ પ્રતિક્રિયાઓ કરવા લાગે છે. વૈજ્ઞાનિક મુજબ, જ્યારે તમારો સ્ટ્રેસ હોર્મોન વધી જાય છે તો તમારા શરીરની પ્રાકૃતિક શક્તિઓ ઘટી જાય છે. જેનાથી તમે બીમાર થઇ શકો છો.

લંબાઈ ઓછી થવી.:-

આ ખૂબ જ અજીબ વાત છે, પરંતુ સત્યે છે, ડોક્ટર દ્વારા માત્ર બે વર્ષમાં પહેલાં માપેલી લંબાઈ 5’7 ઇંચ હતી, જે હવે ઘટીને 5’6½ થઇ ગઇ છે. શું તમારું કદ ઘટી રહ્યું છે? આવું એટલાં માટે કારણ કે, હાડકાંઓનું પતન થવું શરૂ થઇ ગયું છે અને પરિણામ સ્વરૂપ તમે ઓસ્ટિયોપોરોસિસની સમસ્યાથી ગ્રસ્ત થઇ રહ્યા છો. આ સમસ્યાથી ઉમર વધવાને કોઇ લેવાદેવા નથી. આ માટે જો તમારું કદ ઘટી રહ્યું છે તો તમારે હાડકાઓના સંકેતને સમજવા જોઇએ. જો તમે હાંડકાઓને સ્વસ્થ બનાવવા માટે ઉપાય નથી કરી રહ્યા, તો તમને હિપ ફ્રેક્ચર સમસ્યાથી પરેશાન થવું પડી શકે છે. આ માટે પોતાના હાંડકાઓને સ્વસ્થ બનાવવા માટે તમારે પ્રાકૃતિક કેલ્શિયમ, વિટામિન ડી ભરૂપર માત્રામાં લેવું જોઇએ.

“એપલ શેપ બોડી”

વધારે વજન ધરાવતા લોકોને બે શ્રેણિઓમાં રાખવામાં આવે છે. (1) “એપલ શેપ બોડી” એટલે જે વ્યક્તિનું કમર અને પેટની આસપાસ વધારે વજન હોય અને (2) “નાસપતી” આવા લોકો ને હિપ્સ અને જાંઘની આસપાસ વજન વધારે હોય છે. વજનનું વધવું તે ખરાબ સ્વાસ્થ્યનો એક સંકેત છે, અને સફરજનના આકારના લોકોમાં નાસપતીના આકારના લોકોની તુલનામાં હ્રદય રોગનો ખતરો વધારે જોવા મળે છે.

હમેશાં થાકનો અનુભવ કરવોઃ-

ભાગદોડ ભર્યા જીવનમાં થાક અનુભવો તે સ્વાભાવિક છે, પરંતુ જો આ થાક રોજની વાત બની જાય તો તમારે જરૂર તપાસ કરાવી જોઇએ. આ થાક અંડરએક્ટિવ થાયરોઇડનું કારણ પણ બની શકે છે, જેનાથી ઘણા રોગ ડિપ્રેશન, હાઈ બ્લડ પ્રેશર, રક્ત પ્રવાહ યોગ્ય ન હોવો અને હૃદય રોગ સાથે સંબંધિત અનેક બીમારીઓનો ખતરો વધી જાય છે. થાકને કારણે તણાવનો અનુભવ થયો અને વધારે ઉંઘ આવવી શરીરમાં વિટામિન બી-12ની કમીનો પણ સંકેત છે.

યૂરીનનો રંગ પીળો હોવોઃ-

હાઇડ્રેશન એક સ્વસ્થ શરીર બનાવી રાખવા માટે જરૂરી છે, અને યોગ્ય પ્રમાણમાં હાઇડ્રેશન હોવા પર તમારા યૂરીનનો રંગ પૂર્ણ રીતે સ્પષ્ટ થઇ જાય છે. પરંતુ પીળા રંગનું યૂરીન આ વાતનો સંકેત છે કે, તમે તરલ પદાર્થોનું સેવન નથી કરી રહ્યાં. યાદ રાખો કે, કેફીનયુક્ત અથવા માદક પેય શરીરને ડિહાઇડ્રેટ કરે છે અને સોડા કેમિલકથી ભરપૂર હોય છે, આ માટે પાણી, હર્બલ અથવા ગ્રીન ટી, નારિયેળ પાણી, ગ્રીન જ્યૂસને યોગ્ય પ્રમાણમાં દરરોજ તમારી દિનચર્યામાં સામેલ કરો.

નસકોરાની સમસ્યાઃ-

નસકોરા સ્લીપ એપનિયાની શરૂઆતનો સંકેત આપે છે, શ્વાસ લેવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી આવવી નસકોરાની સમસ્યાનું મુખ્ય કારણ હોય છે. ગળાનો પાછળનો ભાગ સંકોચાઇ ગયો હોવાથી શ્વાસ લેવાની જગ્યા સંકોચાઇ જાય છે, જેનાથી આસપાસની ટિશ્યૂમાં કંપન થવા લાગે છે અને સૂતી સમયે નસકોરાનો અવાજ આવવા લાગે છે. નસકોરાથી ફેફસામાં ફેફસાંનાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધી જાય છે અને પછી હ્રદયની સમસ્યાનું જોખમ પણ વધી જાય છે.

હમેશાં ચિંતિત રહેવુઃ-

ચિંતા તમારા મનમાં ભાવનાના રૂપમાં શરૂ થઇને શરીરને ફિઝિયોલોજીમાં બદલી નાખે છે અને હ્રદય રોગ જેવી બીમારીઓને પ્રધાનતા આપે છે. પરંતુ ક્યારેક-ક્યારેક ચિંતા અન્ય પર સમસ્યાઓ તરફ પણ જઇ શકે છે. વધારે ભાવનાઓ જેવા સેક્સ હોર્મોન અસંતુલ, હાઇપરથાયઇડિસ્મ, ટ્યૂમર અને તેનાથી પણ વધારે ખતરનાક બની શકે છે. જો તમે વિના કારણ ચિંતા થતી હોય તો હોર્મોન પરીક્ષણ કરવા માટે પોતાના ડોક્ટર સાથે વાત કરી શકો છો.

હમેશાં ખંજવાળ આવવીઃ-

આ માત્ર એલર્જી અથવા અન્ય સોમ્ય ત્વચા વિકાર થઇ સકે છે. પરંતુ વધારે ખંજવાળ થવી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઇ શકે છે. વધારે ખંજવાળના માધ્યમથી તમારું શરીર તમારા લીવરની બીમારીઓથી પીડિત થવાનો સંકેત આપે છે.

કોલ્ડ અને ફ્લૂનું જલ્દી થવું-

આપણે બધા દરરોજ વાયરસ અને બેક્ટેરિયાના સંપર્કમાં આવીએ છીએ, પરંતુ એક સ્વસ્થ વ્યક્તિ આ રોગજનકો સાથે લડવા માટે સક્ષમ હોવો જોઇએ. કોલ્ડ અને ફ્લૂના કારણે દર સમયે બીમાર રહેનાર વ્યક્તિની પ્રતિરક્ષા પ્રણાલી નબળી થઇ જાય છે. જે માત્ર સંક્રામક રોગોના ખતરામાં નાખી શકે છે. પરંતુ કેન્સર જેવી જાનલેવા બીમારીનો ખતરો પણ વધારી દે છે.

હોઠનું ફાટવુ-

હોઠનું ફાટવું વિશેષ રૂપથી મુખના છિદ્રોમાં સતત દરાર પડવી બીમારીઓનું લક્ષણ હોઇ શકે છે. ફાટેલાં હોઠ “સૃક્કસોથ”ના નામથી ઓળખવામાં આવે છે, આ વિટામિન બી, વિશેષ રૂપથી વિટામિન બી-12ની કમીનું કારણ હોય છે. આ શરીરમાં લોહીની કમી એટલે કે એનીમિયાનો સંકેત હોઇ શકે છે. વિટામિન બી 12ની કમી પોપકોર્ન, જૈતૂનનું તેલ, પોષણ ખમીર, લાલ મરચા જેવા પદાર્થોથી પૂર્ણ થઇ શકે છે.

ત્વચાની સમસ્યાઃ-

તમારી ત્વચા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે અને જો આ કોઇ પ્રતિક્રિયા કરે છે, તો તેનો કોઇ અર્થ તે તમારા શરીરમાં બની રહેલી સમસ્યાઓ તરફ સંકેત કરે છે. જો તમારી ત્વચા પર ખીલ, સોરાયસિસ, એક્ઝિમા અથવા અન્ય સમસ્યાઓ બની રહેતી હોય. તમારી ત્વચા તરફથી ભોજન અથવા અન્ય એલર્જીનો સંકેત થઇ શકે છે, પરંતુ સતત આ સંકેત તંત્રિતા તંત્રમાં ગડબડીનો પણ સંકેત હોઇ શકે છે.

કબજિયાતઃ-

તમે તમારા આંતરડાને દિવસમાં એકવાર અથવા બે દિવસમાં એકવાર કામ કરવાનો અવસર આપો છો પરંતુ, જે લોકોના આંતરડા સ્વસ્થ હોય છે, તે દરેક સમયે ભોજન પછી સક્રિય થઇ જાય છે. જેમ તમે ભોજનને તમારા પાંચનતંત્રનો ભાગ બનાવો છો, તો આંતરડા વિશેષ પદાર્થોને બહાર કાઢવા પોષક તત્વો માટે સ્થાન બનાવે છે. જો એવું નથી થઇ રહ્યું, તો તમારી માટે ઘણી પરેશાનીઓ થઇ શકે છે. જ્યારે તમને કબજિયાત હોય છે, જ્યારે શરીરમાં વિષૈલ પદાર્થ આંતરડાની દિવાલોની મદદથી નીકળીને લોહીનો એક ભાગ બની જાય છે. જેનાથી શરીરમાં સોજા અને બળતરા થવા લાગે છે. આ બધી ક્રિયાઓથી તમારે ઘણી સમસ્યાઓ સામનો કરવો પડે છે. યાદ રાખવું કે શૌચ તમારા શરીરથી વિષૈલ પદાર્થ બહાર કાઢવાનો એક રસ્તો છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

મોબાઇલ ફોનનું ઘણું જ ખતરનાક રેડિએશન મોટી આફત બને તે પહેલા ચેતો…!!!

mobile radiation

મોબાઇલ ફોન હવે આધુનિક જીવનશૈલી નહીં, પરંતુ રોજિંદા જીવનનો એક હિસ્સો છે. એક જમાનામાં ઘરમાં રેડિયો હોવો તે લક્ઝરી ગણાતું. તે પછી ટ્રાન્ઝિસ્ટર હોવું તે લક્ઝરી ગણાયું. તે પછી ઘરમાં ટેલિવિઝન હોવું તે લક્ઝરી ગણાયું. સમયગાળે તે બધાં જ સાધનો ટેક્નોલોજીના વિકાસ સાથે આમ આદમી સુધી પહોંચી ગયાં. ચણા-મમરા વેચતા અને શાકભાજીની લારીવાળાની લારી પર ટ્રાન્ઝિસ્ટર જોઈ શકાતું. રેડિયો તો આઉટ ઓફ ડેટ થયો અને ટેલિવિઝન ઝૂંપડાં સુધી પહોંચ્યું. સારી વાત છે કે, ટેક્નોલોજીનાં ફળ સામાન્ય માનવી સુધી પહોંચ્યાં. એમાં છેલ્લામાં છેલ્લું ઉપકરણ મોબાઇલ ફોન છે. મધ્યમવર્ગના એક ઘરમાં જેટલા સભ્યો હોય, એટલા જ મોબાઇલ ફોન હોય છે. બાળકોનાં જુદાં. શાકભાજીની લારી સોસાયટીના નાકા પર આવે ત્યારે શાકભાજી વેચતી મહિલા બહારથી જ મોબાઇલ ફોન પરથી વાત કરે છેઃ “ભાભી, શાકભાજી લઈ જાવ.” ફૂટપાથ પર બૂટપોલિશ કરનાર શ્રમજીવી પણ પોલિશ કરવાના બ્રશની બાજુમાં મોબાઇલ ફોન રાખે છે.

પરિણામ એ આવ્યું કે ૧૨૫ કરોડની વસ્તીવાળા ભારત દેશમાં મોબાઇલ ફોનધારકોની સંખ્યા ૯૦ કરોડ સુધી પહોંચી ગઈ છે. બ્રિટન કે અમેરિકા કરતાં ભારતમાં મોબાઇલ ફોન વાપરનારાઓની સંખ્યા વધુ છે. સ્કૂલમાં જતાં બાળકોને હાથમાં સ્માર્ટ ફોન જોઈએ છે. ટીવી ચાલુ હોય તોપણ બાળકનું ધ્યાન મોબાઇલ ફોનમાં આવતા વોટ્સઅપ મેસેજીસ કે ગેઇમ્સ પર હોય છે. ઘણી વાર બાળક દ્વિ-અવધાની લાગે. બાળકના હાથમાંથી મોબાઇલ ખૂંચવી લેવો મુશ્કેલ કામ છે. મોબાઇલ ફોન લઈ લો તો તે ચીડિયું થઈ જાય છે. કિશોરો સતત ઓનલાઇન રહેવાનું પસંદ કરે છે ‘ઓફ લાઇન’ અવસ્થાને તે ક્ષણભર પણ સહન કરી શકતાં નથી.

આ બધાના કારણે મોબાઇલ ફોનના વપરાશનો જે અતિરેક થયો છે, તેના કારણે લાઇફસ્ટાઇલ બીમારીઓ પણ માત્ર બાળકો જ નહીં પરંતુ યુવાનો અને મોટેરાંઓના જીવનનો એક હિસ્સો થઈ ગઈ છે. મોબાઇલ ફોનની ર્સિવસ પ્રોવાઇડર કંપનીઓ એ વાતનો સ્વીકાર કરતી નથી કે મોબાઇલ ફોન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પરંતુ વિશ્વમાં તબીબો અને વૈજ્ઞાાનિકોનો એક એવો મોટો વર્ગ પણ છે કે જેઓ માને છે કે, મોબાઇલ ફોનથી ઘણી બીમારીઓ થઈ શકે છે. મોબાઇલ ફોનમાંથી ઘાતક રેડિએશનનું ઉત્સર્જન થાય છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે તમારો મોબાઇલ ફોન તે ટુ-વે રેડિયો છે. તે બહારથી આવતા સૂક્ષ્મ તરંગોને ધ્વનિમાં પરિર્વિતત કરી તમારા કાન સુધી પહોંચાડે છે અને તે જ રીતે તમારા અવાજને સૂક્ષ્મ તરંગોમાં પરિર્વિતત કરી કિલોમીટર કે બે કિલોમીટર દૂર આવેલા ટાવર સુધી પહોંચાડે છે. આ કાર્ય કરવા જતાં મોબાઇલ ફોને પુષ્કળ ઊર્જા ઉર્ત્સિજત કરવી પડે છે. બહુ ઓછા લોકોને અરે, ટેક્નોસેવી લોકોને પણ એ વાતની ખબર નથી કે, એ વાત ભલે સાબિત થઈ ન હોવા છતાં વૈજ્ઞાાનિકો એ હકીકત સ્વીકારે છે કે દરેક મોબાઇલ ફોન, તમે જ્યારે વાત કરો છો ત્યારે માઇક્રોવેવ રેડિએશન પણ ઉર્ત્સિજત કરે છે, જે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

રેડિએશનથી કેન્સર થઈ શકે છે. માથામાં ગાંઠ થઈ શકે છે. સાંભળવાની ક્ષમતા ઘટી શકે છે. મગજની ભીતર રહેલા કોષોને નુકસાન પહોંચાડી શકે છે. સ્વભાવમાં પરિવર્તન આવી શકે છે. એ જાણી લેવું જરૂરી છે કે મોબાઇલ ફોન અને મોબાઇલ ટાવર્સ એ બંને રેડિએશનનું ઉત્સર્જન કરે છે. એક્સ-રે જેવાં આયોનાઇઝિંગ રેડિએશન-કિરણો કેન્સર થવાની શક્યતાને વધારી દે છે. ર્સિવસ પ્રોવાઇડર્સનો દાવો છે કે મોબાઇલ ફોન અને મોબાઇલ ટાવર નોન-આયોનાઇઝિંગ રેડિએશનનું ઉત્સર્જન કરે છે. અલબત્ત, ટેલિકોમ્યુનિકેશન ખાતું ગમે તે કહે, પરંતુ વિશ્વના કેટલાક વૈજ્ઞાાનિકો મોબાઇલ ફોન કે ટાવરમાંથી નીકળતું રેડિએશન માનવ સ્વાસ્થ્ય માટે સલામત હોવાનું માનતા નથી.

નોંધપાત્ર વાત એ છે કે, મોબાઇલ ટાવર્સ જે માઇક્રોવેવ રેડિએશનનું ઉત્સર્જન કરે છે તે તમારા શરીરમાં પ્રવેશ્યા બાદ શરીરમાં રહેલા ફ્લુઇડ મોલેક્યુલ્સના વાઇબ્રેશનને વધારે છે અને તેને ઉષ્ણ પણ કરે છે. મોબાઇલ ફોન પર જો લાંબી વાત ચાલે તો માનવ શરીરમાં રહેલું લોહી પણ ઉષ્ણ થાય છે. એ ઉષ્ણતા આખા શરીરમાં ફેલાઈ જાય છે. સાથે સાથે એ પણ જાણી લેવું જોઈએ કે, ટીવી, રેડિયો ટાવર્સ અને કમ્પ્યૂટર્સ પણ રેડિએશન ફેલાવે છે. સાથે સાથે એ પણ જાણી લેવું જોઈએ કે જો તમે જાણીતી કંપનીનો મોબાઇલ ફોન ખરીદો છો તો તે સાથે આવતી મેન્યુઅલ-પુસ્તિકામાં રેડિએશનના ઉત્સર્જન અંગે પણ ચેતવણી લખવામાં આવેલી હોય છે, પણ બહુ ઓછા લોકો એ વાંચે છે.

સૌથી ભયજનક વાત એ છે કે, મોબાઇલ ફોનના વધુ પડતા ઉપયોગથી સૌથી વધુ નુકસાન બાળકોને થાય છે, કારણ કે તેમનામાં રોગપ્રતિકારક ક્ષમતા વિકસેલી હોતી નથી. તાજેતરમાં દેશના એક મેટ્રો શહેરની એક સ્કૂલનાં ૧૦૦૦ બાળકો પર એક સરવે થયો હતો. આ સરવેની ફલશ્રુતિ એવી હતી કે ૬૩ ટકા બાળકોને એ વાતની ખબર નહોતી કે મોબાઇલ ફોનના વધુ પડતા વપરાશથી સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે. ૧૩થી ૧૮ વર્ષનાં બાળકો પર થયેલી આ મોજણીમાં જણાયું હતું કે, ૫૭ ટકા બાળકો મોબાઇલ પર રોજ ૧૨૦ મિનિટ વાત કરે છે. તે પૈકી ૬૫ ટકા બાળકો ઇયર ફોનનો ઉપયોગ કરતાં નથી. ૫૬ ટકા બાળકો એવાં હતાં જેમના ઘરમાં લેન્ડલાઇન ફોન હોવા છતાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરતાં હતાં. ૫૧ ટકા બાળકો ઘરમાં વાઇ-ફાઇનો ઉપયોગ કરતાં હતાં. ૭૪ ટકા બાળકો રાત્રે સૂતી વખતે પણ મોબાઇલ ફોન સ્વિચ ઓફ કર્યા વગર મોબાઇલને બાજુમાં રાખી સૂઈ જતાં હતાં. પશ્ચિમના તબીબો રાત્રે સૂતી વખતે મોબાઇલ ફોનને બાજુમાં રાખીને ન સૂવા સલાહ આપે છે.

સેલ્યુલર ઓપરેટર એસોસિયેશન મોબાઇલ ફોનમાંથી નીકળતા રેડિએશનથી માનવ સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે તેવું સાબિત થયું નથી તેમ કહે છે, પરંતુ વૈજ્ઞાાનિકો કહે છે, મોબાઇલ ફોનના રેડિએશન અંગે વિશ્વમાં ચર્ચા ચાલે છે ત્યાં સુધી પાછળથી પસ્તાવું તે કરતાં મોબાઇલ ફોનનો વિવેકસભર ટૂંકો ઉપયોગ કરવો તે વધુ બહેતર છે.

સલાહ છે કે, મોબાઇલ પર વાત કરવાના બદલે ટેક્સ્ટ મેસેજીસ(એસએમએસ)નો વધુ ઉપયોગ કરો. મોબાઇલ ફોન પર સ્પીકર ફોનની સુવિધા છે તેનો ઉપયોગ કરો. ખૂબ લાંબી વાતો મોબાઇલ પર ન કરો. રાત્રે સૂતી વખતે મોબાઇલ ફોનને દૂર રાખો. લેન્ડલાઇન ફોનનો વધુ ઉપયોગ કરો. જ્યાં ઓછાં સિગ્નલ આવતાં હોય ત્યાં મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળો, કારણ કે અહીં જ રેડિએશનના ઉત્સર્જનની શક્યતા વધુ રહે છે.

સાભાર: સંદેશ.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

100 વર્ષ જૂનો નિયમ બદલાયો, હવે આ રીતે નક્કી થશે સોનાની કિંમત

goldbuiscuit3

100 વર્ષથી ચાલી આવેલ સોનાના ભાવ નક્કી કરતી પરંપરાગત વ્યવસ્થા ખતમ થઈ ગઈ છે. વૈશ્વિક સ્તર પર સોનાના ભાવ નક્કી કરવા માટેના નિયમ અને સંસ્થા બન્નેમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાના ભાવ લંડન બૂલિયન માર્કેટ એસોસિએશન નક્કી કરશે. આ પહેલા સોનાના ભાવ લંડન ગોલ્ડ ફિક્સ દ્વારા નક્કી કરવામાં આવતા હતા. ચાંદી, પ્લેટિનમ અને પેલેડિયમ બાદ સોનું છેલ્લી કિંમતી ધાતુ છે જે લંડન ફિક્સિંગથી બહાર નીકળીને ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર પહોંચશે.

હવે કેવી રીતે નક્કી થશે ભાવ

સોનાના ભાવ નક્કી કરવાની પદ્ધતિમાં પારદર્શિતા લાવવા માટે હવે કિંમતો ફોન પર નહીં પરંતુ ઇલેક્ટ્રોનિક પ્રક્રિયાથી નક્કી કરવામાં આવશે. આ કામ એક સ્વતંત્ર એજન્સી આઇસીએ બેંચમાર્ક એડમિનિસ્ટ્રેશન (આઇબીએ) કરશે. આ એજન્સી બજારના તમામ વેપારીઓમાંથી કેટલાક પસંદગીના વેપારીઓની પસંદગી કરશે. આ સાથે આઈબીએ સોનાના ભાવ નક્કી કરવા માટે લંડન બુલિયન માર્કેટ એસોસિએશને એક નવી કાર્યપદ્ધતિ જણાવશે. આ કાર્યપદ્ધતિમાં ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર લંડનના સમય અનુસાર દિવસમાં બે વખત સવારે 10-30 અને સાંજે 3 કલાકે સોનાના ભાવ નક્કી કરવામાં આવશે. ખરીદી અને વેચાણના ઓર્ડર ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર અપડેટ થશે અને આજ હિસાબે કિંમત નક્કી થશે.

અત્યાર સુધી કેવી રીતે નક્કી થતા હતા ભાવ

અત્યાર સુધી કેટલીક બેંક એક ગુપ્ત કોન્ફરન્સ કોલ દ્વારા સોનાના ભાવ નક્કી કરતી હતી. આ પ્રક્રિયામાં બેંક પોતાના ક્લાઇન્ટ્સ, નાણાંકીય સંસ્થાઓ, સોનાના ઉત્પાદક અને ઉપભોક્તાઓને ફોન કરીને માંગ અને પુરવઠાના સમીકરણને જોવે છે. આ પ્રક્રિયા બાદ જો સોનાની ખરીદી માટે સંસ્થાઓ અને ઉપભોક્તાઓને રસ હોય તો, સોનાના ભાવ પાછલા દિવસ કરતાં ઉછાળે કોટ કરવામાં આવે છે. જ્યારે, તેની વિપરીત ખરીદારોનું વલણ સુસ્ત હોય તો કિંમતો પર દબાણ જોવા મળે છે.

આઇસીઈ બેંચમાર્ક એડમિનિસ્ટ્રેશન અનુસાર 18 લાખ કરોડ ડોલરના બૂલિયન બજારમાં નવી પ્રકિયા આવ્યા બાદ પારદર્શિતા વધશે. આ સાથે જ તેમાં સહભાગીઓની સંખ્યામાં પણ વધારો થશે. જ્યારે હવે ડીલર માટે લાઇન ફિક્સ કરવાની જરૂર નહીં રહે, કારણ કે ઓનલાઇન હરાજીમાં કોઈપણ સામેલ થઈ શકે છે. ભાવ નિર્ધારણ ડોલરમાં થશે અને સોનાના ભાવ દિવસમાં બે વખત 10-30 am અને 3-00 pm નક્કી થશે. સોનાના ભાવ અમેરિકન ડોલર, યૂરો અને બ્રિટિશ પાઉન્ડમાં જણાવવામાં આવશે. આ પ્રક્રિયા અંતર્ગત એકત્રિત મળેલ સોનાના ભાવ અને ઓફર ભાવ અસંતુલન ગણતરીની સાથે વાસ્તવિક સમય પર અપડેટ થશે. જ્યારે દર 30 સેકન્ડમાં ભાવ અપડેટ થતા રહેશે.

1919માં પ્રથમ વખત નક્કી થયા હતા સોનાના ભાવ

પ્રથમ વખત 1919માં સોનાના ભાવ ફિક્સ કરવામાં આવ્યા હતા. બેઠકનું આયોજન રૂથ્સચાઇલ્ડ્સની ઓફિસના વુડપેનલ્ડ રૂમમાં કરવામાં આવ્યું હતું. 2004માં આ પ્રકારની બેઠકની જગ્યાએ ટેલીફોન કોન્ફરન્સ દ્વારા સોનાના ભાવ નક્કી કરવામાં આવતા હતા. લગભગ 12 ડીલર્સ મળીને સોનાના ભાવ શું રહેશે તે નક્કી કરતા હતા. પાછલા વર્ષે જ્યારે ડોઇશ બેંક એજીએ કિંમતી ધાતુના બેન્ચમાર્કથી પોતાને દૂર કરી લીધા પછી સુધારા શરૂ થયા હતા. ત્યાર બાદ સોનાના ભાવ સોસાયટી જનરલ એસએ, નોવા સ્કોટિયા, એચએસબીસી હોલ્ડિંગ્સ પીએલસી અને બાર્કલેજ પીએલસી બેંક સોનાના ભાવ નક્કી કરે છે.

24 કેરેટ ગોલ્ડમાંથી નથી બનતા આભૂષણો

હોલમાર્કિંગ યોજના ભારતીય સ્ટાન્ડર્ડ બ્યૂરો અધિનિયમ અંતર્ગત સંચાલન, નિયમ અને વિનિમયનું કામ કરે છે. સૌથી પહેલી વાત એ છે કે અસલી સોનું 24 કેરેટનું હોય છે, પરંતુ તેમાંથી આભૂષણો નથી બની શકતા, કારણ કે તે ખૂબ જ મુલાયમ હોય છે. મોટે ભાગે આભૂષણો માટે 22 કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં 91.66 ટકા સોનું હોય છે. હોલમાર્ક પર 5 અંક હોય છે. તમામ કેરેટના હોલમાર્ક જુદા જુદા હોય છે. મતલબ કે, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલ હોય છે. તેના કારણે શુદ્ધતા પર શંકા રહેતી નથી.

goldbuiscuit4

આવી રીતે સમજો કેવી રીતે નક્કી થાય છે સોનાની કિંમત

1. કેરેટ ગોલ્ડનો મતલબ થાય છે 1/24 ટકા સોનું, જો તમારા આભૂષણ 22 કેરેટ છે તો 22ને 24 સાથે ભાગવામાં આવે છે અને 100 સાથે ગુણાકાર કરવામાં આવે છે.
(22/24)x100= 91.66 એટલે કે આભૂષણમાં ઉપયોગ કરવામાં આવેલ સોનાની શુદ્ધતા 91.66 ટકા છે. મતલબ 24 કેરેટ સોનાના ભાવ 27,000 રૂપિયા છે તો તમે બજારમાં 22 કેરેટ સોનું ખરીદવા જશો તો સોનાનો ભાવ (27000/24)x22=24750 થશે. જ્યારે જ્વેલર તમને 22 કેરેટ સોનું રૂ. 27,000માં જ આપશે. એટલે કે તમે 22 કેરેટ સોનું 24 કેરેટ સોનાના ભાવ પર ખરીદી રહ્યા છો.

2. એવી જ રીતે 18 કેરેટ ગોલ્ડની કિંમત પણ નક્કી થાય છે. (27000/24)x18=20250 જ્યારે આ જ સોનું ઓફર સાથે વેચીને જ્વેલર્સ તમારી સાથે ફ્રોડ કરે છે.

નોંધઃ જો તમે આ કેલ્ક્યુલેશનના હિસાબે સોનું ખરીદશો તો બજારમાં ક્યારેય છેતરાશો નહીં.

શુદ્ધતાના હિસાબે આપવામાં આવતા આંક

24 કેરેટ- 99.9
23 કેરેટ- 95.8
22 કેરેટ- 91.6
21 કેરેટ- 87.5
18 કેરેટ- 75.0
17 કેરેટ- 70.8
14 કેરેટ- 58.5
9 કેરેટ- 37.5

આવી રીતે ઓળખો અસલી હોલમાર્ક
હોલમાર્કિંગમાં કોઈપણ ઉત્પાદનને નક્કી કરેલ માપદંડ પર પ્રમાણિત કરવામાં આવે છે. ભારતમાં BIS એવી સંસ્થા છે, જે ઉપભોક્તાઓનો ઉપલબ્ધ કરાવવામાં આવતા ગુણવત્તાના સ્તરની તપાસ કરે છે. જો સોના-ચાંદી હોલમાર્ક છે તો, તેનો મતલબ એ છે કે તેની શુદ્ધતા પ્રમાણિત છે. પરંતુ કેટલાક જ્વેલર્સ વગર તપાસે પ્રક્રિયા
પૂર્ણ કરે તો હોલમાર્ક લગાવી રહ્યા છે. એવામાં એ જોવું જરૂરી છે કે હોલમાર્ક ઓરિજન છે કે નહીં? અસલી હોલમાર્ક પર ત્રિકોણ આકરનો લોગો હોય છે. તેના પર
હોલમાર્કિંગ સેન્ટરનો લોગોની સાથે સોનાની શુદ્ધતા પણ લખેલી હોય છે. તેમાં જ જ્વેલરી નિર્માણનું વર્ષ અને ઉત્પાદકનો લોગો પણ હોય છે.

14 વર્ષ પહેલા શરૂ થઈ હોલમાર્કિંગ
સોનાના આભૂષણો પર હોલમાર્કિંગની 14 વર્ષ પહેલા શરૂઆત કરવામાં આવી હતી. તેના દ્વારા જ્વેલર્સ તેમના આભૂષણોને હોલમાર્ક કરાવવા માટે BIS પાસેથી
પ્રમાણપત્ર લેવાનું હોય છે. હોલમાર્કિંગ BIS માન્યતા પ્રાપ્ત કેન્દ્રોમાં કરાવી શકાય છે.

શુદ્ધતાનો ખ્યાલ રાખો

સોનાના આભૂષણ ખરીદતી વખતે સૌથી પહેલા તેની શુદ્ધતાની તપાસ કરવી. 24 કેરેટ ગોલ્ડ સૌથી વધુ શુદ્ધ હોય છે પરંતુ તેમાંથી આભૂષણ નથી બનાવી શકાતા. સોનાના આભૂષણ 22 અથવા 18 કેરેટના સોનામાંથી બનાવવામાં આવે છે. એટલે કે 22 કેરેટ ગોલ્ડની સાથે બે કેરેટ અન્ય ધાતુ ઉમેરવામાં આવે છે. આભૂષણ ખરીદતા સમયે હંમેશા જ્વેલર્સ પાસેથી સોનાની શુદ્ધતાની તપાસ કરી લેવી. સોનાની શુદ્ધતા જાણવા માટે સોનાને પિગાળવામાં પણ આવે છે.

એસિડ ટેસ્ટ

કેટલાક કેમિકલ અને એસિડ એવા હોય છે જેના ઉપયોગ દ્વારા સોનાની ગુણવત્તા જાણી શકાય છે. સોનાના સંપર્કમાં આવ્યા બાદ તેના પર કોઈ અસર નથી થતી પરંતુ અશુદ્ધ સોનું આવવા પર તે રીએક્ટ કરે છે.

નિકલ અને પ્લેટિનમ પણ સમજો

વ્હાઈટ ગોલ્ડ આભૂષણ જો તમે ખરીદી રહ્યા છો તો નિકલ અથવા પ્લેટિનમ મિશ્રિત લેવા કરતા પેલેડિયમ મિશ્રિત આભૂષણ લેવા યોગ્ય છે. નિકલ અથવા પ્લેટિનમ મિશ્રિત વ્હાઇટ ગોલ્ડથી સ્કિન એલર્જી થવાનો ભય રહે છે.

કેડીયમ અને તાંબાની ભેળસેળ થાય છે

ઘણાં આભૂષણ બનાવનારાઓ કેડીયમને પણ શુદ્ધ ગણાવીને વેચતા હોય છે, પરંતુ તેમાં કેડમિયમ નામનું તત્વ હોય છે જે ફેફ્સાં માટે હાનિકારક હોય છે. સાથે જ, તેમાં તાંબાની ભેળસેળ પણ હોય છે. આવી છેતરપીંડીથી બચવા માટે આભૂષણ કે સોનાની કોઈ પણ વસ્તુ પર અંક જરૂર જોવા જોઇએ. અહીં સૌથી મહત્ત્વની વાત એ છે કે સમાચાર પત્રોમાં પ્રતિદિવસ છપાતા અથવા ટીવી પર દેખાડવામાં આવતા સોનાના ભાવ 24 કેરેટ ગોલ્ડના હોય છે. એટલે જો તમે 23, 22 કે તેનાથી ઓછા કેરેટનું સોનું ખરીદો છો તો તેના ભાવ ઓછા હશે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

100 રોગોને ખતમ કરવાની તાકાત છે આ ધાનમાં, અપનાવો આ ઉપયોગ રીત

jav

આયુર્વેદ પ્રમાણે જવ સ્વાદમાં તૂરા અને મધુર, શીતળ, પચવામાં ઓછા ભારે જઠરાગ્નિવર્ધક, બળપ્રદ, બુદ્ધિવર્ધક, કંઠ-સ્વરને ઉત્તમ કરનાર, વર્ણ અથવા કાંતિને સ્થિર કરનાર, કફ, પિત્ત, મેદ, શરદી, સળેખમ, દમ, ઉધરસ, રક્તવિકાર, ગળાના રોગો અને ચામડીના રોગોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે

જવનો ઉપયોગ ખૂબ જ પ્રાચીનકાળથી થતો આવ્યો છે. જવ એ ધાન્ય ઘઉંની જ એક જાત છે. પરંતુ સ્વાદમાં અને દેખાવમાં ઘઉં કરતાં અલગ હોય છે. જવની રોટલી, દળીયા (રાબ), સત્તુ વગેરેનું સેવન થતું જ આવ્યું છે. જવમાં ભરપૂર પ્રમાણમાં અનેક પોષત તત્વો રહેલા હોય છે. જેના સેવનથી સ્વાસ્થ્યને ગજબનો લાભ થાય છે. આમ તો બહુ ઓછા લોકોને જવના ચમત્કારી ગુણો અને ફાયદા વિશે ખબર હશે, પરંતુ જે નથી જાણતા એ આજે ચોક્કસ જાણી લો ત્યારબાદ તમે જવનું સેવન કર્યા વિના રહી નહીં શકો.

જવથી થતાં સ્વાસ્થ્ય ફાયદા

-ડોક્ટરો કહે છે કે જવ ખાવાથી લોહી બને છે. તે શુધ્ધ, ન્યુટ્રલ અને પાતળું બને છે. એક ભાગ જવ અને પંદરગણુ પાણી ઉકાળવું કુલ પાણીનો ત્રીજો ભાગ બળી જાય આ જવનું પાણી આશરે ૧૦૦ રોગોનો ઈલાજ છે.

-જવને બાળીને તેમાંથી ‘યવક્ષાર’ (જવખાર) તૈયાર કરવામાં આવે છે જે બજારમાં તૈયાર મળી રહે છે. આ જવખાર એ ઉત્તમ કફનાશક ઔષધ છે. જવખાર કે યવક્ષાર જવમાંથી બનતું વિશિષ્ટ ઔષધ છે. રસાયણિક રીતે એ પોટેશિયમ કાર્બોનેટ છે. જવક્ષાર બનાવવા માટે જવના આખા છોડને બાળી મોટા પ્રમાણમાં રાખ ભેગી કરવામાં આવે છે. તેમાં પાણી નાંખી રાખવાળું મિશ્રણ ઠરવા દેવું ત્યાર પછી ઉપરનું પાણી નિતારીને કપડાથી ગાળી લેવું આ પાણી ધીમા તાપે ઉકાળવું અથવા મોટા થાળામાં કાઢી તડકે સુકવવું. પાણી સુકાયા પછી જે પદાર્થ બાકી રહી જાય તે બને છે યવક્ષાર.

જો નાનાં બાળકોને વારંવાર શરદી, સસણી, છાતીમાં કફ ભરાઈ જવો, ઉધરસ વગેરે તકલીફો થતી હોય તો તેમને ચપટી જવખાર એટલા જ લીંડીપીપરના ચૂર્ણ સાથે મધમાં મેળવીને સવાર-સાંજ ચટાડવો. થોડા દિવસોમાં કફની આ તકલીફમાં ઘણો ફાયદો જણાશે. યવક્ષાર અતિ મૂત્રલ (છૂટથી પેશાબ લાવનારૂં) હોય છે.

-જવને ખાંડીને ઉપરના બરછટ ફોતરા કાઢીને તેને ચાર ગણા પાણીમાં ઉકાળી, ચાર પાંચ ઉભરા આવે એટલે ઉતારી એક કલાક ઢાંકી રાખવું. પછી ગાળી લેવું. આને ‘બાર્લીવોટર’ કહેવાય છે. તેમાં લીંબુનો રસ અને ગ્લુકોઝ નાંખી પીવાથી સ્વાસ્થ્યવર્ધક પીણું બને છે.

-જવના અંકુર ફુટયા બાદ તેને તાપમાં સુકાવીને અંકુરોત્પત્તિ સ્થગિત કરી દેવામાં આવે છે. આ અંકુરિત જવને લોખંડ કે તાંબાની કઢાઈમાં કે યાંત્રિક રીતે અમુક રૂપ કે સુગંધ ઉત્પન્ન થાય ત્યાં સુધી સેકી લોટ બનાવવામાં આવે છે. આનુ નામ ‘મોલ્ટ’ છે. જવનો મોલ્ટ બાળકો માટેના ખોરાક, ટોનિક માટે વપરાય છે. બ્રિટીશ ફાર્મેકોપીઆમાં મોલ્ટનો સમાવેશ થયેલો છે. તેમાં ૪ ટકા જ પ્રોટીન છે. પરંતુ પાચકદ્રવ્ય-એન્ઝાઈમ્સ ઘણાં છે.

-જવની રાબ સવારે નાસ્તામાં આપવાથી જઠર અને આંતરડામાં ચાંદાના દર્દીઓને ખુબ જ ફાયદો થાય છે. સંશોધન મુજબ એક દર્દીને નિયમિત ત્રણ મહીના જવની રાબ લેવાથી ચાંદી બિલ્કુલ રૂઝાઈ ગયું અને આંતરડું સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયું. જે બે વરસની સારવારથી ના રૂઝાય તે ત્રણ મહીનામાં જવની રાબ લેવાથી સારૂં થઈ ગયું.

-ઉત્તર પ્રદેશમાં ઉનાળામાં ભૂખ અને તરસને શાંત કરવા માટે જવના સાથરા (સત્તુ) ખાંડી પીસીને લોટ જેવો બારીક બનાવી તેમાં થોડું મીઠું કે સિંધવ નાંખીને પાણી મેળવવાથી સત્તુ બનાવવામાં આવે છે. કેટલાંક લોકો તેમાં ખાંડ, ઘી અને ગોળ મેળવીને ખાય છે. એક વાત સ્પષ્ટ છે કે ઘઉંને બદલે જવનો ઉપયોગ કરવાથી શરીરનું વજન ઘટે છે.

jav2

-ચીન અને જર્મનીના અનુભવોના આધારે અમેરીકામાં ૧૯૭૮માં સાન્ફ્રાન્સીસ્કો ઈન્સ્ટીટયુટ ફોર ધી એડવાન્સ સ્ટડી ઓફ હયુમન સેક્સ્યુઆલીટી એ જવ વિશે એક નવું જ સંશોધન ર્ક્યું. જવમાં પુરૂષ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન જેવું કંઈક તત્વ છે જેનાથી જાતિયશક્તિમાં વધારો થાય છે. એટલું જ નહિં પરંતુ પ્રોસ્ટેટ ગ્રંથિની વૃધ્ધિની તકલીફમાં પણ આરામ થાય છે.

-જ્યારે ભૂખ ન લાગતી હોય કે ખાવાનું મન ન થતું હોય તો જવની રાબ પીવાની સલાહ આપવામાં આવે છે. જવની રાબ પેટને એવી રીતે ધોઈને સાફ કરી દે છે જેમ તમે પાણીથી ચેહરાને ધોઈને સ્વચ્છ કરે છે.

-જવનો ઉકાળો સવાર-સાંજ પીવાથી મુત્રમાર્ગની પથરી તુટી જાય છે.

-ક્ષયના રોગી માટે ચોખા અને જવની રોટલીથી ઉત્તમ કોઈ ખોરાક નથી. જવની રોટલી ખાવાથી પેટમાં દુખાવો નથી થતો.

-એક ચમચો જવનો અધકચરો ભુકો બે ગ્લાસ પાણીમાં અડધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી કપડાથી ગાળી સવાર-સાંજ પીવાથી પથરી અને મુત્રમાર્ગના રોગો મટે છે.

jav3

-જો ઘરમાં કોઈ વ્યક્તિ વારંવાર માંદો પડતો હોય તો તેને માટલીમાં બનાવેલી જવની રાબ આપવી, વ્યક્તિ ઝડપથી સાજો થઈ જશે. નબળાઈ આવી ગઈ હોય જો કે બિમારને તે પસંદ ના પડે પરંતુ વારંવાર ગરમ રાબ પીવાથી શરીરની કમજોરી દૂર થાય છે અને રોગ સામે લડવાની પ્રતિકાર શક્તિ વધે છે. જવની રોટલી કે જવની કોઈ પણ વાનગી લોકો માટે શક્તિનો ખોરાક છે.

-પ્રાચીન સમયથી જ સામાન્ય લોકો જવની રોટલી ખાતા હતા. કેટલાક જવ અને ઘઉંને ભેગા કરીને ખાતા હતા. જવ કંઈ જેવા તેવા નથી પ્રાચીન સમયમાં રોમમાં જયારે ઓલિમ્પિક રમતો રમાતી હતી ત્યારે એવો રિવાજ હતો કે ખેલાડીઓને ખોરાકમાં જવની ખીર, જવનો સુપ આપવામાં આવતો હતો. સ્કોટલેંડમાં જવની ખાસ પ્રકારની કેક તૈયાર કરવામાં આવે છે.

jav1

-મરાઠા સૈનિકોને યુદ્ધ દરમિયાન જવનો સત્તુ સાકરમાં મેળવી ફાક્વા માટે આપવામાં આવતો હતો. ઈસ્લામિક લશ્કરમાં પણ એમ જ થતું હતું. પ્રાચીન સમયમાં જવના સત્તુ સાથે ખજૂર પણ ખાતા. રણમાં પ્રવાસનો થાક દૂર કરવા અને યુદ્ધ માટે શક્તિ પ્રાપ્ત કરવા જવનું સેવન કરવામાં આવતું હતું.

ઘટકો

૧૦૦ ગ્રામ જવમાં ૩૩૬ કેલરી હોય છે. જવમાં ચાર જાતના પ્રોટીન હોય છે. (૧) આલ્બ્યુમીન (ર) ગ્લોબ્યુલીન (૩) હોર્ડીન અને (૪) હોર્ડેનીન. તે ઉપરાંત અગત્યના એમીનો એસિડ્સ જેવા કે આર્જીનીન, હીસ્ટીડીન, લાઈસીન, ટ્રીપ્ટોફેન, લ્યુસીન, આઈસોલ્યુસીન, વેલીન, ફેનીલેનીન, થીઓબ્રોમીન, મીથીયોનીન વગેરે પણ હોય છે. આમાં ‘લાઈસીન’ ખૂબ જ મહત્વનું છે. પ્રાણીના માંસ સિવાય વનસ્પતિ જગતમાં જવ અને જુવારમાં જ આ તત્વ હોય છે. મગજના વિકાસ માટે આ તત્વ ઘણું જરૂરી છે.

-આ ઉપરાંત જવમાં વિટામીન ‘એ’, ‘ઈ’, બી કોમ્પ્લેક્ષ, થાયમિન, રીબોફલેવીન, નાયસીન, પેન્ટોથેનીક એસીડ, ફોલીક એસીડ, વિ. વિટામીન‘ડી’ હોય છે. જવમાં આ સાથે પાચક દ્રવ્યો (એન્ઝાઈમ્સ) પણ હોય છે. ઘઉંમાં ગ્લુટેન નામનું તત્વ હોવાથી ઘઉંના બિસ્કીટ, બ્રેડ. ફુલીને પોચા થાય છે. જયારે જવમાં આ તત્વ ન હોવાથી આવું થતું નથી.

ગુણધર્મો

આયુર્વેદ મુજબ જવ તુરા, મધુર, ઠંડા, મળને ઉખેડી બહાર કાઢનાર, ચાંદા પર તલ જેવા હીતકર, રૂક્ષ, બુદ્ધિ તથા અગ્નિને પ્રદીપ્ત કરનાર, વીપાકે(પચી ગયા પછી) તીખા, સ્વર-અવાજ માટે હીતકર, બળ આપનાર, પચવામાં ભારે, વાયુ તથા મળને વધારનાર, શરીરનો વર્ણ સુધારનાર, સ્નિગ્ધ હોવા છતાં મેદ-ચરબીને ઘટાડનાર, તથા ડાયાબિટીસ અને કબજીયાતમાં ખૂબ હીતકર છે.

જવ કફ કરતા નથી. એ કંઠના રોગો, ચામડીના રોગો, કફ, પિત્ત, મેદ, શરદી-સળેખમ, શ્વાસ, સાથળ, સાંધાનું જકડાઈ જવું, રક્તવિકાર અને અત્યાધિક તૃષામાં હીતાવહ છે. જવ પેશાબને બાંધનાર અને મળને સારી રીતે બહાર લાવનાર છે, આથી મધુપ્રમેહમાં ખુબ જ ઉપયોગી છે. મધુપ્રમેહમાં જવની બધી જ બનાવટો-સાથવો, રોટલી, પુરી, રાબ, ખીચડી વગેરે લેવાં જોઈએ. તે મૂત્રાશય વિકાર, સોજો, લિવર, બરોળ વિગરેમાં ઉપયોગી છે.

જવ સ્થૂલ વિલેખન છે એટલે કે મેદને ખોતરીને બહાર કાઢે છે. તેથી બેઠાડું જીવન જીવનારા લોકો માટે તો જવ ઉત્તમોત્તમ છે. મેદને લઈને હૃદયરોગ, ઉંચુ લોહીનું દબાણ, હાઈ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ વગેરેથી પીડાતા લોકો માટે જવનો ખોરાક ઉત્તમ હોય છે. જવ મુત્રલ છે. તે પેશાબ સાફ લાવે છે અને પેશાબના રોગો મટાડે છે, પથરીના રોગીએ કાયમ જવનું પાણી પીવું, જવનું પાણી (બાર્લીવોટર) પીવાથી પથરી તુટીને નીકળી જાય છે અને બંધાતી અટકે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા

internal power

આજકાલની આરામદાયક જીવનશૈલી અને ફાસ્ટ લાઈફ જેટલી સુવિધાઓ લઈને આવે છે તેનાથી વધારે સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ સાથે લઈને આવે છે. પરંતુ લોકો આ વાત સમજવા માગતા નથી, એમને તો જીવનમાં બસ મજા જોઈએ, હરવું-ફરવુ, બહાર ખાવું અને સ્વાસ્થ્ય પર ધ્યાન ન આપવું. જેના કારણે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને બીમારીઓ શરીરને જકડી લેતી હોય છે જેથી શરીર ધીરે-ધીરે દુર્બળ અને શક્તિહીન બનતું જાય છે. પછી તમે દુનિયાનું ખાઈ લો છતાં શરીર બળવાન બનતું નથી.

કોઈ પણ બીમારી હોય તેની અસર આંતરિક રીતે શરીરને થાય જ છે. જો કોઈ માણસ લાંબી માંદગીમાંથી બહાર આવ્યું હોય તો તેનું પણ શરીર નબળું થઈ જાય છે. આ રીતે કોઈપણ કારણોસર શરીર આંતરિક રીતે નબળું અને શક્તિહીન થઈ ગયું હોય તેવા લોકો માટે આજે અમે ખાસ કેટલાક આયુર્વેદિક ઉપચાર લઈને આવ્યા છે. જેનો ઉપયોગ કરવાથી શરીર શક્તિવાન બનશે અને આંતરિક રીતે શરીરને શક્તિ મળશે.

– ૧૦૦ ગ્રામ તલ અને ૧૦૦ ગ્રામ તજને દળીને ભુકો બનાવી રોજ એક ચમચી ખાવાથી શરીરમાં શક્તિ આવે છે, ઉત્સાહ વધે છે.

– અંજીર દૂધમાં ઉકાળી, ઉકાળેલું અંજીર ખાઈ તે દૂધ પીવાથી શક્તિ આવે છે તથા શરીરમાં લોહી વધે છે.

– આમળાં અને કાળા તલ સરખે ભાગે લઈ, બારીક ચુર્ણ કરી ઘી કે મધમાં ચાટવાથી શક્તિ આવે છે અને શરીર બળવાન બને છે.

– એક સુકું અંજીર અને ૫-૧૦ બદામ દૂધમાં નાખી ઉકાળી, તેમાં સહેજ ખાંડ નાખી રોજ સવારે પીવાથી શક્તિ આવે છે.

– દરરોજ સવારે એક મોટો ચમચો મધ, અડધો ચમચો ઘી અને નાની ચમચી આમલસાર ગંધક ભેગાં કરી, બરાબર મીશ્રણ કરી થોડા દીવસ ચાટી જવાથી સારી એવી શક્તિનો અનુભવ થાય છે.

– વીદારી કંદ અને ઉંબરાના સમાન ભાગે બનાવેલા એક ચમચી ચુર્ણને એક ગ્લાસ દૂધમાં મેળવી બે ચમચી દહીં નાખી દરરોજ સવારે પીવાથી નબળાઈ મટી યુવાન જેવી શક્તિનો અનુભવ થાય છે.

– બેથી ચાર સુકાં અંજીર સવારે અને સાંજે દૂધમાં ગરમ કરી ખાવાથી શક્તિ આવે છે. અંજીર પચવામાં ભારે છે, આથી પાચનશક્તિ મુજબ એનો ઉપયોગ કરવો.

– ડુંગળીને ગરમ રાખમાં ભુંજી રોજ સવારે ખાવાથી આંતરડાં બળવાન બની, સારી રીતે શૌચશુદ્ધી થઈ શક્તિ વધે છે.

– ડુંગળીનો રસ ૫ ગ્રામ, ગાયનું ઘી ૫૦ ગ્રામ, મધ ૫ ગ્રામ અને આદુનો રસ ૫ ગ્રામ મેળવી પીવાથી શક્તિ અને ઉત્સાહમાં વધારો થાય છે.

– એખરો, ગોખરું અને શતાવરીનું સરખા ભાગે બનાવેલું એક ચમચી ચુર્ણ અને દોઢ ચમચી ખડી સાકરનું ચુર્ણ એક ગ્લાસ દૂધમાં નાખી સવાર-સાંજ પીવાથી શીઘ્રપતન, શીથીલતા અને નપુસંકતા દુર થઈ શરીર બળવાન અને પુષ્ટ બને છે.

– તરબુચનાં બીજની મીંજ અને સાકર સમાન ભાગે દરરોજ એક એક ચમચો સવાર-સાંજ લેવાથી પુરુષોમાં કામશક્તિ વધે છે.

– બી કાઢેલી દ્રાક્ષ ૨૦ ગ્રામ ખાઈને ઉપર ૨૫૦ મી.લી. દૂધ પીવાથી તાવ પછીની નબળાઈ મટી શરીરમાં શક્તિ આવે છે.

– મોસંબીનો રસ લેવાથી શરીરની શક્તિમાં વધારો થાય છે.

– વડની છાલ સુકવી ચુર્ણ બનાવી સમભાગે સાકર મેળવી સવાર-સાંજ ૧-૧ ચમચી દૂધ સાથે લેવાથી શરીરને શક્તિ અને પોષણ મળે છે.

– ગરમીના દિવસોમાં દસ નંગ બદામને રાત્રે પાણીમાં પલાળવી. સવારે ખુબ ચાવીને ખાવી. એની સાથે ઈચ્છા મુજબ દૂધ પીવું. આનાથી શક્તિ મળે છે. તે યાદશક્તિ વધારે છે અને આંખની જ્યોતિ વધારે છે.

– શિયાળામાં પાચનશક્તિ અનુસાર કોરું કોપરું ચાવીને ખાવાથી દુર્બળતા અને શરીરની ક્ષીણતા નાશ પામી શરીર પુષ્ટ બને છે.

– આમલીના દસ-બાર કચુકાને પાણીમાં પલાળી રાખી, ઉપરનાં લાલ ફોતરાં કાઢી નાખી, સફેદ મીંજ દૂધ સાથે વાટી રોજ સવારે પીવાથી શરીર બળવાન બને છે.

– અડદની દાળનો લોટ, ઘઉંનો લોટ અને પીપરનું ચુર્ણ દરેક ૫૦ ગ્રામ એકત્ર કરી ૧૦૦ ગ્રામ ઘીમાં શેકવું. શેકાયા પછી તેમાં ૨૫૦ ગ્રામ સાકર અને ૫૦૦ મી.લી. પાણી નાખી પાક બનાવવો. તેના ૪૦-૪૦ ગ્રામના લાડુ બનાવવા. રાતે સુતી વખતે આ લાડુ ખાઈ ઉપર ૧૫૦ મી.લી. દૂધ પીવું. (ખાટા, ખારા તથા તેલવાળા પદાર્થો છોડી દેવા.) એનાથી પુષ્ટી પ્રાપ્ત થાય છે અને શારીરીક બળ વધે છે.

– અડદની દાળ પાણીમાં પલાળી રાખી, વાટી, તેમાં મીઠું, મરી, હીંગ, જીરુ લસણ અને આદુ નાખી વડાં કરવાં. તેને ઘીમાં અથવા તેલમાં તળીને ખાવાથી દુર્બલપણું મટે છે.

– એક કપ દૂધમાં એક ચમચી મધ નાખી પીવાથી શક્તિ વધે છે. દૂધ ઠંડું થયા પછી મધ નાખવું.

– ગાયના દૂધમાં જીરુ સીઝવી, તેનું ચુર્ણ કરી સાકર સાથે ખાવાથી તાવ પછીની અશક્તિ મટે છે.

– બદામ ગરમ પાણીમાં ભીંજવી, ફોતરાં કાઢી, બારીક પીસી, દૂધમાં કાલવી, ઉકાળી, ખીર બનાવી, સાકર અને ઘી મેળવી ખાવાથી બળવૃદ્ધી અને વીર્યવૃદ્ધી થાય છે.

– રોજ પપૈયું ખાવાથી શરીરની શક્તિ વધે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય

TBS

24મી માર્ચ એટલે કે આજે ‘વર્લ્ડ ટીબી ડે’ છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ ટીબી અંગેની જનજાગૃતિ ઊભી કરવાનો તેમજ તેની સામે લડી રહેલા અગણિત આરોગ્ય કાર્યકરોના જોમ અને જુસ્સો વધારવાનો છે. જો ટીબીની સમયસર અને યોગ્ય સારવાર કરવામાં આવે તો તે મટી શકે છે. વર્લ્ડ ટીબી ડે નિમિત્તે દર વર્ષની એક થીમ હોય છે. આ વર્ષની થીમ ‘સર્વ ટીબી દર્દીઓ સુધી પહોંચો, સારવાર આપો અને રોગમુક્ત કરો’ એવી છે.

ટીબી શરીરના કોઇ એક અંગમાં જ થાય છે એવું નથી, તે શરીરનાં ઘણાં બધાં અંગોમાં થઇ શકે છે. ટીબીનો ચેપ 10 ટકા આંતરડાને, 10 ટકા મગજને, 5 ટકા હાડકાંને, એક ટકા ચામડીને, એક ટકા આંખને, એક ટકા લિવરને થાય છે. પણ ફેફસાંના ટીબીનું પ્રમાણ દુનિયામાં સૌથી વધારે છે. પરંતુ શું તમે જાણો છો કે યોગ્ય માર્ગદર્શન અને કેટલાક ઉપાય દ્વારા ટીબીનું ઝડપી નિદાન શક્ય છે. જી હાં, લોકોમાં ટીબી અંગેની જાણકારીનો અભાવ અને તેની સારવાર પદ્ધતિની માહિતી ન હોવાથી ટીબીને કારણે લોકોનું મૃત્યું છે. જેથી ટીબી શું છે કઈ રીતે થાય છે, તેના લક્ષણો શું છે, કઈ રીતે ફેલાય છે, તેની સારવાર શું છે, તેના માટેના ઘરેલૂ નુસખા કયા છે કઈ રીતે તેનો ઉપયોગ કરવો વગેરેની તમામ જાણકારી આજે અમે તમને આપીશું.

કોને વધારે થવાની શક્યતા છે?

બાળકો
એચ.આઈ.વી.
ધૂમ્રપાન કરનાર
આધેડ ઉંમરના લોકો
સતત ખાંસી આવવી
છાતીમાં દુખાવાનો અહેસાસ
થાક લાગવો, ભૂખ ન લાગવી
વજન અચાનક ઊતરી જવું
તાવ આવવો, બેચેની થવી
પરસેવો થવો
જોવા મળતાં લક્ષણો
ખાંસીમાં કફ નીકળવો
કફમાં લોહી નીકળવું
ઊંડો શ્વાસ લેવામાં તકલીફ થવી
કમરનાં હાડકાંમાં સોજો રહેવો
ઘૂંટણમાં દુખાવો થવો
પેટમાં દુખાવો થવો

ટીબીનાં કારણો

અપૂરતો અને અપૌષ્ટિક આહાર
સ્વચ્છતાનો અભાવ
નાની જગ્યામાં વધારે લોકોનો વસવાટ
ટીબી ઇન્ફેક્ટેડ વ્યક્તિના સંપર્કમાં આવવાથી

ટીબીને આપો ટક્કર

ટીબીનું મૂળ નામ ટ્યુબર્ક્યુલોસિસ છે. પરાપૂર્વથી વિશ્વમાં જોવા મળતો આ રોગ હજુ પણ તેનો પગદંડો જમાવીને બેઠો છે. વિશ્વના વૈજ્ઞાનિકો, તબીબો, આરોગ્ય કાર્યકરો અને જાહેર આરોગ્યના ક્ષેત્રના નિષ્ણાંતોના અવિરત પ્રયાસો છતાં આ રોગને નાબૂદ તો શું નોંધપાત્ર રીતે ઘટાડી પણ શક્યા નથી.

અમદાવાદના પલ્મોનોલોજિસ્ટ ડો. નિતેશ શાહ કહે છે, ટીબીનો રોગ બેક્ટેરિયાના ચેપને કારણે થાય છે. જે વ્યક્તિને ચેપ લાગે તેને રોગ થઇ જ જાય એવું નથી. ચેપ એટલે આ રોગના કીટાણુઓ તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં દાખલ થવા. પરંતુ જો વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ યથાયોગ્ય હોય તો આ જંતુઓની શરીરમાં વૃદ્ધિ થતી નથી અને શરીરની આંતરિક શક્તિઓથી જંતુઓનો નાશ થઇ જાય છે. આવી ચેપ લાગેલી 10 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિને તેમના જીવનકાળમાં ટીબી થવાની શક્યતા રહેલી છે.

ટીબી હોવા છતાં તેની સારવારવિહોણા દર્દીઓ તેમની પોતાની જાતને તો નુકસાન પહોંચાડે જ છે પણ સામાન્ય વ્યક્તિઓને પણ ચેપ લગાડે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનો આ વર્ષનો મુખ્ય સંદેશો આવા દર્દીઓ કે જે રાષ્ટ્રીય ક્ષય નિવારણ કાર્યક્રમમાં નોંધાયા નથી તેમને શોધવાનો છે. આવા ‘ભુલાયેલા’ દર્દીઓમાં મુખ્યત્વે અતિ ગરીબ, કુપોષણથી પીડાતા, એચઆઇવી ગ્રસ્ત, નાનાં બાળકો અને સ્ત્રીઓ, જેલના કેદીઓ, વૃદ્ધ દર્દીઓ અને ઘરવિહોણા વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આવા તરછોડાયેલા ટીબી દર્દીઓને શોધવા અને રોગમુક્ત કરવા માટે કટિબદ્ધ થવાનો આ વર્ષનો હેતુ છે. ટીબી રોગની સારવાર માટેનો મુખ્ય પડકાર તેની લાંબી ચાલતી સારવાર અને તે સારવાર દરમિયાન દર્દીઓની દવાઓ લેવા માટેની નિયમિતતા અને સાતત્ય જાળવવામાં રહેલો છે. લાંબા સમયની સારવારને લીધે ઘણા દર્દીઓ અધવચ્ચેથી દવા છોડી દે છે અથવા અડધી દવા લે છે. ઘણા દર્દીઓ પોતાને સારું થઇ ગયું હોય તેવું લાગવાથી કે પછી દવાઓની આડઅસરથી બચવા માટે દવા લેવાનું છોડી દેતા હોય છે. અમુક દર્દી પોતાની બેદરકારીને લઇને દવાઓ અધવચ્ચેથી છોડી દેતા હોય છે. આવા એક વખત અધૂરી સારવાર લીધેલા દર્દીઓની સારવાર પાછળથી વધારે અઘરી બની જતી હોય છે, કેમકે ટીબીના જંતુઓ જે એક વખત દવાના સંપર્કમાં આવ્યા પછી પોતાના જનીનિક મા‌ળખામાં ફેરફાર કરી આ દવાઓથી પોતાને સુરક્ષિત બનાવી દેતા હોય છે. જેને ડ્રગ રેસિસ્ટંટ ટીબી કે એમ.ડી.આર. ટીબી તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત આવા એમ.ડી.આર. ટીબીના દર્દીઓ અન્ય તંદુરસ્ત વ્યક્તિને પણ ચેપ લગાડી શકે છે. તેને પરિણામે અેમ.ડી.આર. ટીબીનું પ્રમાણ વિશ્વમાં વધી રહ્યું છે.

એક અંદાજ પ્રમાણે વિશ્વના 100 દેશોમાં 2013ની સાલમાં 4,80000 દર્દીઓને એમ.ડી.આર. ટીબી કે એક્સ.ડી.આર. ટીબીનો રોગ નોંધાયેલો છે. એવું પણ મનાય છે કે એમ.ડી.આર.ના 4માંથી 3 દર્દીઓ નિદાન કે સારવાર થયા વિનાના રહે છે. ગત વર્ષે વિશ્વમાં નોંધાયેલા આ દર્દીઓમાંથી ફક્ત 97000 દર્દીઓની જ સારવાર શરૂ થઇ શકી હતી. તેનું કારણ એ છે કે એમ.ડી.આર. ટીબીની સારવાર સામાન્ય ટીબીની સારવાર કરતાં ઘણી જ લાંબી ચાલે છે. સામાન્ય ટીબીની સારવાર 6થી 8 મહિના ચાલે છે. તો એમ.ડી.આર. ટીબીની સારવાર 21થી 24 મહિના સુધી ચાલે છે. તેમાં શરૂઆતના છ મહિના સુધી ઇન્જેક્શન સ્વરૂપે પણ દવા આપવામાં આવે છે. અેમ.ડી.આર. ટીબીની સારવાર અતિ જટિલ અને ખર્ચાળ છે.

ટીબીના રોગની સારવારમાં થતી ઢીલનું બીજુ અગત્યનું કારણ આ રોગનું મોડું થતું નિદાન છે. ફેફસાંના ક્ષયનું નિદાન તો છાતીના એક્સ રે અને ગળફાની તપાસ દ્વારા થઇ શકે છે. આ નિદાન કરવું સરળ છે, છતાં પણ ઘણા બધા દર્દીઓના કફમાં ટીબીના જીવાણુઓ પકડી શકાતા નથી. વળી ગળફાનું ટીબી માટેનો કલ્ચર ઘણો લાંબો સમય, છથી આઠ અઠવાડિયાનો લાગી શકે છે. સદભાગ્યે આધુનિક સંશોધનોના પરિણામે હવે ટીબીના જંતુના નિદાન અર્થે આધુનિક જિનિટિક મોલેક્યુલર ટેક્નોલોજી ઉપલબ્ધ છે તેને લીધે રિપોર્ટ એકથી બે દિવસમાં મળી શકે છે. તદુપરાંત આ જિનેટિક ટેસ્ટ ટીબી સાદો છે કે ડ્રગ રેસિસ્ટંટ છે તે પણ કહી આપે છે. ફેફસાં સિવાય પણ ટીબી ગળા અને બગલમાં થતી ગાંઠમાં પણ થઇ શકે છે. તેમજ શરીરના અન્ય અવયવો જેવા કે મગજ, મગજની આસપાસનું આવરણ, આંતરડાં અને સ્ત્રી-પુરુષનાં જનનાંગો પણ ટીબીથી ગ્રસ્ત થઇ શકે છે. વર્લ્ડ ટીબી ડે 2015 નિમિત્તે અપાયેલો સંદેશો કે કેન્દ્રવર્તી વિચાર ફળીભૂત થાય અને ભારતના ક્ષય નિર્મૂલન કાર્યક્રમને હજુ વધુ સફળતા મળે તો ડબલ્યુએચઓ દ્વારા 2034માં વિશ્વને ક્ષયમુક્ત બનાવવાની જે હાકલ કરાઇ છે તેને યથાર્થ કરી શકાશે.

હોમિયોપેથી

ટીબી એ સમગ્ર દુનિયામાં ફેલાયેલો રોગ છે. માનવ વસ્તીના પાંચમા ભાગ જેટલા લોકો આ રોગનો ભોગ બન્યા છે. ટીબીને ફેફસાંનો રોગ માનવામાં આવે છે. પરંતુ ફેફસાંમાંથી થતાં રક્તપ્રવાહ સાથે તે શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાઈ શકે છે. જેમ કે હાડકાં, હાડકાંના સાંધા, આંતરડાં, મૂત્રાશય, પ્રજનનતંત્રનાં અંગ અને ત્વચામાં વગેરે. સામાન્ય રીતે ટીબીના બેક્ટેરિયા શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશે છે. ટીબીના દર્દીઓ દ્વારા ખાંસવા, છીંકવા, થૂંકતી વખતે કફ અથવા થૂંકના કણો હવામાં ફેલાય છે. જેમાં રહેલા બેક્ટેરિયા કલાકો સુધી હવામાં રહી શકે છે અને સ્વસ્થ વ્યક્તિના શરીરમાં શ્વાસ લેતી વખતે પ્રવેશીને રોગ પેદા કરે છે.
ટીબી મુખ્યત્વે 4થી 14 વર્ષનાં બાળકોમાં અને 25થી 35 વર્ષના યુવાનોમાં વધુ થયેલો જોવા મળ્યો છે. કેટલાક પરિવારોમાં વારસાગત રીતે પણ આ રોગ થાય છે. ટીબી શ્વાસોચ્છવાસ, મળમૂત્ર અને કપડાં દ્વારા પણ ફેલાય છે. એક વખત ટીબીનું ઇન્ફેક્શન લાગે પછી તેની અસર નવ મહિનાથી માંડીને બે વર્ષ સુધી પણ રહેતી હોય છે.

ભેજવાળી હવા, વારંવાર બદલાતું વાતાવરણ, ધૂ‌ળ-રજકણ, કેમિકલ્સ, પ્રદૂષિત વાયુ, બિન આરોગ્યપ્રદ રહેણીકરણી, વ્યસન અને અપૂરતું પોષણ વગેરે કારણો આ રોગ માટે જવાબદાર બને છે. ટીબીનું ઇન્ફેક્શન મુખ્યત્વે ફેફસાંને અસર કરે છે. પરંતુ શરીરનાં બીજાં અંગોમાં પણ તે થઇ શકે છે. ટીબીની અસરવાળા દર્દીમાં ખાંસી, તાવ, નબળાઇ, શ્વાસ ચઢવો, અવાજ બેસી જવો, વજન ઘટવું વગેરે જેવાં લક્ષણો દેખાય છે.

રોગથી પ્રભાવિત અંગોમાં નાની-નાની ગાંઠો એટલે કે ટ્યુબરકલ્સ બની જાય છે. સમયસર ઉપચાર ન કરવામાં આવે તો ધીરે-ધીરે તેના પ્રભાવમાં આવેલ અંગ પોતાનું કાર્ય યોગ્ય રીતે કરવાનું બંધ કરી દે છે અને તે મૃત્યુનું કારણ બની શકે છે. ટીબીનો રોગ ફક્ત માણસોને જ થાય છે એવું નથી આ સિવાય તે ગાયમાં પણ જોવા મળે છે. તેના જીવાણુ દૂધમાં હાજર હોય છે અને આ દૂધ ઉકાળ્યા વગર પીવાથી વ્યક્તિ રોગગ્રસ્ત થઈ શકે છે. આ ઉપરાંત ટીબી થવા પાછળ અનેક કારણો છે જેમ કે જે વ્યક્તિને ટીબી થયો હોય તેના સંપર્કમાં આવવાથી એટલે કે તેની સાથે વધારે સમય રહેવાથી તેની વસ્તુઓનો ઉપયોગ કરવાથી પણ ટીબી થઈ શકે છે.

હોમિયોપથી ડો. હર્ષિત ત્રિવેદી કહે છે કે જો શરૂઆતના તબક્કામાં જ આ રોગનું નિદાન થઇ જાય તો દવાનું પરિણામ ઘણું સરસ મળે છે અને દર્દી ઝડપથી સાજો થઇ જાય છે. હોમિયોપથીમાં આ રોગની સારવાર માટે વિવિધ દવાઓ ઉપલબ્ધ છે. આ દવાઓ દર્દીનાં લક્ષણોને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. નિયમિત દવાનું સેવન કરવાથી આ રોગ પર કાબૂ મેળવી શકાય છે. આ માટે દર્દીની માનસિક અને શારીરિક સ્થિતિનો અભ્યાસ કરવામાં આવે છે. દર્દીના લોહીની તપાસ, એક્સ-રે, વજનમાં વધઘટ વગેરે નિયમિત રીતે કરાવતાં રહેવું પડે છે. તેને આધારે દવામાં ફેરફાર કરવામાં આવે છે. રોગની કક્ષા અને તીવ્રતાને આધારે દવામાં પણ જરૂર પડે ફેરફાર કરવામાં આવે છે. દર્દીને જરૂરી આરામ તથા સાચવણી માટે માર્ગદર્શન આપવામાં આવે છે. તમામ રિપોર્ટ નોર્મલ આવે એ પછી આવતી નબળાઇ અને બીજી તકલીફોમાં પણ વિવિધ હોમિયોપથીક દવા આપવામાં આવે છે. હોમિયોપથીક દવાનું નિયમિત સેવન ફેફસાંને અંદરથી મજબૂત બનાવે છે અને વારંવાર થતાં ઇન્ફેક્શનથી રક્ષણ આપે છે.

ટ્યુબર્ક્યુલોસિસ અંગે જાણો

ડો. રોબર્ટ કોક નામના મહાન વૈજ્ઞાનિકે 1882ની સાલમાં ટીબીના જંતુઓની શોધ કરેલી. તેમણે જર્મનીના બર્લિનમાં એક નાના સમારોહમાં તેમની આ શોધની રજૂઆત કરેલી. તેમની આ મહાન શોધને અંજલી આપવા માટે ડબલ્યુ.એચ.ઓ અને ઇન્ટરનેશનલ યુનિયન અગેઇન્સ્ટ ટ્યુબકર્યુલોસિસ એન્ડ લંગ ડિસીસ દ્વારા તેમની જન્મ જયંતી 24મી માર્ચને ‘વર્લ્ડ ટીબી ડે’ તરીકે ઊજવવામાં આવે છે.

-ટીબીના રોગના વૈશ્વિક વ્યાપ વિશે જોઇએ તો વિશ્વમાં બે અબજ લોકો એટલે કે વિશ્વની ત્રીજા ભાગની વસ્તીને ટીબીના રોગનો ચેપ લાગેલો છે.

– એક અંદાજ પ્રમાણે 2013ની સાલમાં વિશ્વમાં ટીબીના એક કરોડ 30 લાખ દર્દીઓ માંથી 90 લાખ દર્દીઓની સારવાર થઇ શકી છે. પરંતુ 30 લાખ દર્દીઓ એવા છે કે કાં તો તેમનું નિદાન થયું નથી, સારવાર મળી નથી કે પછી કોઇપણ રાષ્ટ્રીય ટીબી નિર્મૂલન કાર્યક્રમમાં તેમની નોંધણી થઇ નથી.

-ભારત સરકાર અને રિવાઇઝ્ડ નેશનલ ટીબી કન્ટ્રોલ પ્રોગ્રામ દ્વારા શરૂ કરવામાં આવેલો ‘ડોટ્સ’ પ્રોગ્રામ ટીબીના નિર્મૂલનની દિશામાં એક મહત્ત્વનું પગલું છે. આ પ્રોગ્રામને લીધે ભારતના લાખો દર્દીઓ રોગમુક્ત થઇ શક્યા છે. આ કર્યાક્રમમાં દર્દીઓની રોગમુક્તિની સફળતાનો આંક ઊંચો ને ઊંચો થતો રહ્યો છે. એમ.ડી.આર. ટીબીની સારવાર માટે પણ તેમાં ‘ડોટ્સ-પ્લસ’ પ્રોગ્રામ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે.

સંશોધન

વિટામિન સી અસરકારક

અમેરિકાના સંશોધકોએ ટીબીને લઇને અનેક સંશોધનો કર્યાં છે. આ સંશોધનને આધારે એવું જાણવા મળ્યું છે કે ટીબી બેક્ટેરિયા સામે લડવામાં વિટામિન સી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સંશોધકોના જણાવ્યા મુજબ ટીબી બેકટેરિયા ખૂબ જ ખતરનાક છે. ટીબી બેક્ટેરિયાને નષ્ટ કરવા એ બહુ જરૂરી છે. કેટલાક ટીબીનાં ઘટક તત્વો દવાઓથી દૂર થતાં નથી. તેથી દવાની સાથે વિટામિન સીનું પ્રમાણ જેમાં હોય એનું સેવન ભરપૂર પ્રમાણમાં કરવું જોઇએ. એમાં પપૈયું, નારંગી, પાઈનેપલ વગેરેનો સમાવેશ કરી શકાય.

ટીબીમાં મગફળીનું મહત્વ

મગફળીમાં રહેલું તત્વ ટીબીની સારવારમાં ફાયદાકારક છે એવું વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું છે. ટીબીનું પ્રમાણ દુનિયાભરમાં વધી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને સ્વિડનના લિન્કોપિન નામની યુનિવર્સિટીમાં એક અભ્યાસ કરવામાં આવ્યો. જેમાં જાણવા મળ્યું કે મગફળીમાં જોવા મળતું ઓરિજનાઇન એમીનો નામનું તત્વ ટીબીની સારવારમાં ફાયદારૂપ સાબિત થયું છે. ટીબી પેદા કરનારાં તત્વોના સંપર્કમાં આવવા છતાં પણ લોકોમાં સંક્રમણનો કોઇ સંકેત સામાન્ય રીતે દેખાતો નથી. તેનાથી સાબિત થયું છે કે વ્યક્તિની રોગપ્રતિકારક ક્ષમતા ટીબી જેવા રોગો સામે રક્ષણ કરે છે. શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને જાળવી રાખવા નાઇટ્રિક ઓક્સાઇડ નામનું રસાયણ મુખ્ય ભૂમિકા ભજવે છે. વૈજ્ઞાનિકના મત મુજબ શરીરમાં નાઇટ્રિક ઓક્સાઇડનું સ્તર વધારીને ટીબીથી બચી શકાય છે. ઓરિજનાઇન નામના તત્વથી તે વધે છે અને આ તત્વ સૌથી વધારે મગફળીમાંથી મળે છે. તેથી કહી શકાય કે મગફળીનું સેવન ટીબી માટે ફાયદારૂપ છે.

ઓસડિયા

-બકરીના દૂધમાં ઘી અને સાકર મેળવી સેવન કરવાથી તથા સુવર્ણમાલતી અને ચ્યવનપ્રાશનું સેવન કરવાથી ક્ષય રોગમાં લાભ થાય છે.

-125 ગ્રામ સફેદ કાંદા લઇ તેને ઘીમાં શેકીને એકવીસ દિવસ સુધી ખાવાથી ક્ષય રોગીનાં ફેફસાં મજબૂત થાય છે અને ફેફસાંના જંતુ નાશ પામી ક્ષય રોગ ઝડપથી મટે છે.

-સાકરમાં એનાથી અડધા ભાગનું હળદરનું ચૂર્ણ મેળવી તેમાંથી એક એક ચમચી ચૂર્ણ મધમાં દિવસમાં ત્રણ વખત લેવાથી ક્ષયનો તાવ, ઉધરસ અને ક્ષયની શરદી મટે છે.

-તાજા માખણ સાથે મધ ખાવાથી ક્ષયમાં ઘણો ફાયદો થાય છે.

– ખજૂર,દ્રાક્ષ, સાકર, ઘી, મધ અને પીપર સરખે ભાગે લઇ તેનું ચાટણ બનાવી દરરોજ બે-ત્રણ તોલા જેટલું ચાટણ ચાટવાથી ક્ષય, ક્ષયની ખાંસી અને શ્વાસમાં ફાયદો થાય છે.

-લસણને વાટી ગાયના દૂધ અને ઘી સાથે મેળવી રોજ ખાવાથી ક્ષયરોગમાં ફાયદો થાય.

– ક્ષય રોગમાં બકરીનું દૂધ, ભાત, મગની ખીચડી, મમરા વગેરેનું સેવન કરવાથી ફાયદો થાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો