Tag Archives: સરળ ઉપાય

હમેશાં હરતાં-ફરતાં અને તંદુરસ્ત રહેવા બધાં અપનાવો, માત્ર આ 1 ખાસ ફોર્મ્યૂલા…!!!

body12

આજકાલની ફાસ્ટ લાઈફમાં મોટાભાગના લોકો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ભુલી જતાં હોય છે. એવામાં સ્વાસ્થ્યનો ખ્યાલ ત્યારે આવે છે જ્યારે આપણને કોઈ રોગ ઘેરી લેતો હોય છે. તો શા માટે રોગોને શરીરમાં પ્રવેશવાનો મોકો આપવો? સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ સરળ છે પણ હાં તેના માટે થોડી ઘણી કાળજી અવશ્ય લેવી પડે છે. પરંતુ એ કાળજી તમને આજીવન તંદુરસ્તી બક્ષે છે. જેથી આજે અમે તમે સ્વસ્થ રહી શકે તે માટે એક ચમત્કારી સ્વાસ્થ્ય ફોર્મ્યૂલા બતાવીશું, આ ફોર્મ્યૂલા છે 5-4-3-2-1. આ ફોર્મ્યૂલાને તમે રોજ તમારા રોજિંદા જીવનમાં ભુલ્યા વિના અપનાવશો તો રોગો તમારી આસપાસ આવતા ગભરાશે.

ફોર્મ્યૂલા નંબર-1 દરરોજ એક કલાક કસરત કરવી

જો તમારે આજીવન શરીર હરતું-ફરતું અને સ્વસ્થ રાખવું હોય તો દરરોજ એક કલાકનો સમય કસરત માટે કાઢવો જ પડે. રોજ એક કલાક કસરત કરવાનો નિયમ જ બનાવી લેવાનો, જેથી આદત પડી જાય. સવારે કે સાંજે એક ફિટનેસ રૂટિન બનાવવું. જો તમારી પાસે સમય ન હોય તો સમય કાઢીને ઘરે પણ સ્કિપિંગ કે યોગા પણ કરી શકો છો. પરંતુ ધ્યાન રાખવું કે કસરતનો સમય એક કલાકથી ઓછો થાય નહીં કારણ કે નિયમિત કસરત કરવાથી હાડકાં અને માંસપેશીઓ તો મજબૂત બને જ છે સાથે સાથે શરીર પર તંદુરસ્ત રહે છે.

ફોર્મ્યૂલા નંબર-2 આખા દિવસ દરમિયાન સતત બે કલાક સ્ક્રિન સામે જોવું નહીં

આખા દિવસ દરમિયાન તમે ઓફિસમાં હોવ ત્યારે કોમ્પ્યૂટર પર તો કામ કરતાં જ હશો અને ઘરે આવીને પણ લેપટોપ પર કામ અથવા ટીવી જોતા હશો, તો તમને જણાવી દઈએ કે ક્યારેય સતત બે કલાક કોઈપણ સ્ક્રિનને ન જોવી કારણ કે લાંબા સમય પછી આ એક લત બની જશે જે ધીરે ધીરે તમારા સ્વાસ્થ્ય અને ખાસ તો આંખો માટે હાનિકારક સિદ્ધ થઈ શકે છે. જો તમારે એવું કરવું પણ પડે તો એક-એક કલાકના અંતરે તમારી જગ્યાએથી ઉઠીને બીજે જવું. આ સિવાય આખા દિવસમાં 3 વાર તો તમારી આંખો પર ઠંડા પાણીની છાલક અવશ્ય મારવી જેથી તમારી આંખો નિરોગી રહેશે અને તમારો થાક પણ ઉતરી જશે.

ફોર્મ્યૂલા નંબર-3 ત્રણવાર દૂધ અથવા તેનાથી બનેલા ઉત્પાદોનું સેવન

દૂધ આપણા માટે કેટલું ગુણકારી છે એ તો મોટાભાગના લોકો જાણતા જ હશે. ડોક્ટરો પણ રોજ દૂધ પીવાની સલાહ આપે છે. બાળકોથી લઈ વૃદ્ધો એમ દરેક ઉંમરના લોકોએ દૂધનું સેવન તો કરવું જ જોઈએ પરંતુ આ ચમત્કારી ફોર્મ્યૂલા મુજબ આખા દિવસમાં ત્રણવાર દૂધ અથવા તેનાથી બનેલી પ્રોડક્ટનું ભલે ઓછી માત્રામાં અથવા થોડી-થોડી માત્રામાં સેવન જરૂર કરવું, આનાથી શરીરને જરૂરી વિટામિન, મિનરલ્સ અને પ્રોટીન સરળતાથી મળી રહે છે. આનાથી શરીરને કેલ્શિયમ પણ ભરપૂર મળે છે જેનાથી આપણા હાડકા મજબૂત થાય છે દાંત સ્વસ્થ રહે છે અને શરીર નિરોગી રહે છે.

ફોર્મ્યૂલા નંબર 4- આખા દિવસમાં ઓછામાં ઓછું ચાર લીટર પાણી પીવું

એવું કહેવાય છે કે તમે જેટલું વધારે પાણી પીશો એટલા જ ઝેરી તત્વો શરીરમાંથી બહાર નિકળી જશે. આમ તો રોજ 8-10 ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ. ડોક્ટર્સ પણ રોજ 4 લીટર પાણી પીવાની સલાહ આપે છે. શરીર યોગ્ય રીતે કાર્યરત રહે અને શરીરનો બિનજરૂરી કચરો બહાર નિકળતો રહે તો શરીરમાં રોગો પ્રવેશતા નથી, પરંતુ શિયાળામાં લોકો વધુ પાણી પીવાનું ટાળતા હોય છે. જેનો નુકસાન તમારા શરીરને થાય છે. રોજ 4 લીટર પાણી પીવાનું નિયમ બનાવી લો. તમારા ડેસ્ક પર એક બોટલ પાણીની ભરી જ રાખવી. પોતાને હાઈડ્રેટ કરતાં રહેવું જેથી શરીરમાં તાજગી અને ઊર્જાનું સ્તર સતત વધતું રહેશે. યોગ્ય માત્રામાં પાણી પીવાથી શરીરમાં લોહીના પરિભ્રમણમાં સુધાર આવે છે.

ફોર્મ્યૂલા નંબર 5- દિવસમાં પાંચ વાર ફળ કે શાકભાજી ખાવી

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ હમેશાં રોગમુક્ત અને ઊર્જાવાન રહેવા માટે દિવસમાં ત્રણથી પાંચ વાર શાકભાજી અને ફળોનું થોડી-થોડી માત્રામાં આખા દિવસ દરમિયાન સેવન કરવું જોઈએ. આ રીતે ફળ અને શાકભાજીઓ ખાવાથી કેન્સર અને હૃદયરોગનો ખતરો ઓછો થઈ જાય છે. તમે રોજ તમને ભાવતા ફળ કે શાકભાજી દિવસમાં વધારેમાં વધારે પાંચ વખત ખાઓ અને તમારા શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહેશે અને જુઓ પછી સ્વાસ્થ્યની કોઈ ચિંતા રહેશે નહીં.

સાભાર: દિવ્ય ભાસ્કર.

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

જાણો…યૌન સંબંધી સમસ્યાઓને ઝડપથી દૂર કરવા અજમાવો આ 15 આયુર્વેદિક પ્રયોગ…!!!

couple20

આજકાલની ભાગદોડ અને તણાવપૂર્ણ જીવનશૈલી, અનિયમિત અને અનહેલ્ધી ખોરાક લેવાને કારણે મોટાભાગના પુરૂષોમાં નબળાઈની સમસ્યા સતત વધતી જઈ રહી છે. નપુંસકતા, સ્વપ્નદોષ, શીઘ્રપતન વગેરે એવી સમસ્યાઓ છે જે લગ્નજીવન બહુ વધારે પ્રભાવિત કરે છે. અસંયમિત ખાન-પાન અથવા શરીરમાં જરૂરી પોષક તત્વોની કમી અને પુરૂષોની કેટલીક ખોટી આદતોને કારણે પુરૂષોમાં દુર્બળતા અને સેક્સ સંબંધી સમસ્યાઓ ધીરે ધીરે વધતી જાય છે, જેની પર સમય રહેતા ધ્યાન ન આપવામાં આવે તો તેને ઠીક થતાં બહુ સમય લાગી જાય છે. જેથી આજે અમે પુરૂષોની આવી સમસ્યા માટે ઘરે જ સસ્તામાં કરી શકાય એવી ઔષધિઓના પ્રયોગ જણાવવાના છીએ. જે અજમાવી પુરૂષોની યૌન શક્તિ તો વધશે જ સાથે યૌન સંબંધી તકલીફો પણ દૂર થશે.

લસણ:

200 ગ્રામ લસણને પીસીને તેમાં 60 મિલી મધ મિક્ષ કરીને એક શીશીમાં ભરી બંદ કરી દેવું અને તેને કોઈ અનાજની સાથે 31 દિવસ માટે રાખી દેવું. 31 દિવસ બાદ 10 ગ્રામની માત્રામાં 40 દિવસ સુધી આ મિશ્રણ લેવું. આનાથી યૌન શક્તિમાં ગજબનો વધારો થશે અને નપુંસકતાની સમસ્યાથી બચી જશો.

દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!

સૂંઠ:

4 ગ્રામ સૂંઠ, 4 ગ્રામ શાલ્મલી વૃક્ષનું ગૂંદર, 2 ગ્રામ અક્ક્લગરો, 28 ગ્રામ લીંડીપીપર અને 30 ગ્રામ કાળા તલને એકસાથે પીસીને તેનું બારીક ચૂર્ણ બનાવી લેવું. રાતે સૂતી વખતે અડધી ચમચી આ ચૂર્ણ લઈને ઉપરથી એક ગ્લાસ ગરમ દૂધ પી લેવું. આ રામબાણ ઔષધી શરીરમાં રહેલી નબળાઈને દૂર કરે છે અને સેક્સ શક્તિને ઝડપથી વધારે છે.

અજમો:

100 ગ્રામ અજમાને સફેદ ડુંગળીના રસમાં પલાળીને સૂકવી લેવું. એકવાર સૂકાયા બાદ તેને ફરીવાર ડુંગળીના રસમાં પલાળીને સૂકવી લેવું. આ પ્રક્રિયા ત્રણવાર કરવી. ત્યારબાદ તેને પીસીને કોઈ બોટલમાં ભરી લેવું. આ ચૂર્ણ અડધી ચમચી લઈ તેમાં 1 ચમચી પીસેલી સાકર મિક્ષ કરીને તેને ખાવું. તેની ઉપર નવશેકું દૂધ પીવું. લગભગ એક મહિના સુધી આ મિશ્રણનું સેવન કરવું. આ દરમિયાન સંભોગ ન કરવું. આ સેક્સ ક્ષમતાને વધારનારો સૌથી સારો ઉપાય છે.

સફેદ મૂસળી:

સાલમ સાકર, તાલમખાના, સફેદ મૂસળી, કૌવચના બીજ, ગોખરૂ અને ઈસબગોલ આ બધાને સમાન માત્રામાં મિક્ષ કરીને ચૂર્ણ બનાવવું. એક ચમચી આ ચૂર્ણ સાકર સાથે મિક્ષ કરીને સવાર સાંજ દૂધ સાથે લેવું. આ વીર્યને શક્તિશાળી બનાવી સેક્સ કરવાની ઈચ્છા જગાડે છે.

દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!

હળદર:

1 ચમચી મધમાં એક ચમચી હળદર પાઉડર મિક્ષ કરીને રોજ સવારે ખાલી પેટે સેવન કરવાથી સંભોગ કરવાથી શક્તિમાં વધારો થાય છે.

ત્રિફળા:

એક ચમચી ત્રિફળાનું ચૂર્ણ રાતે સૂતી વખતે 5 સૂકી દ્રાક્ષની સાથે લેવું અને ઉપરથી ઠંડુ પાણી પીવું. આ ચૂર્ણ પેટના બધાં પ્રકારના રોગો, સ્વપ્નદોષ અને શીઘ્રસ્લખનની સમસ્યા દૂર કરી શરીરને શક્તિમાન બનાવી શકે છે.

સફરજન:

એક સફરજનમાં જેટલા બની શકે એટલા લવિંગ લગાવી દો. એક મોટી સાઈઝનું લીંબુ લઈ લો. તેમાં પણ જેટલા વધારે બની શકે એટલા લવિંગ લગાવીને બન્ને ફળને એક સપ્તાહ માટે કોઈ વાસણમાં ઢાંકીને મૂકી દો. એક સપ્તાહ બાદ બન્ને ફળોમાંથી લવિંગ કાઢીને તેને અલગ-અલગ બોટલમાં ભરીને મૂકી દો. પહેલાં દિવસે લીંબુવાળા બે લવિંગને બારીક પીસીને બકરીના દૂધ સાથે સેવન કરો. આ જ રીતે બીજા દિવસ સફરજનવાળા બે લવિંગને બકરીના દૂધ સાથે સેવન કરો. આ રીતે વારાફરતી 40 દિવસ સુધી 2-2 લવિંગનું સેવન કરો. આ સેક્સ ક્ષમતાને ખૂબ જ ઝડપથી વધારવાનો સરળ અને અક્સીર ઉપાય છે.

गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!

અશ્વગંધા:

અશ્વગંધાનું ચૂર્ણ, આસંધ (એક ઔષધી), વિદારી કંદ (એક જાતની ઔષધોપયોગી વનસ્પતિ)ને 100-100 ગ્રામમી માત્રામાં લઈને તેનું બારીક ચૂર્ણ તૈયાર કરી લેવું. આ ચૂર્ણને અડધી ચમચી માત્રામાં સવાર-સાંજ દૂધ સાથે લેવું. આ મિશ્રણ વીર્યની તાકાત વધારીને શીઘ્રપતનની સમસ્યામાંથી છુટકારો અપાવે છે.

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા

આમળા:

-2 ચમચી આમળાના રસમાં એક નાની ચમચી સૂકા આમળાનું ચૂર્ણ અને 1 ચમચી શુદ્ધ મધ મિક્ષ કરીને દિવસમાં બે વાર તેનું સેવન કરવું. આવું નિયમિત કરવાથી સેક્સ પાવર ધીરે-ધીરે વધતું જશે.

-સેક્સ સંબંધી સમસ્યાઓમાં આમળા બહુ કારગર ઔષધી માનવામાં આવે છે. જેથી દરરોજ રાતે એક ગ્લાસમાં આમળાનું ચૂર્ણ થોડી માત્રામાં લેવું અને તેમાં પાણી ભરી દેવું. સવારે આ પાણીમાં થોડી હળદર મિક્ષ કરીને બરાબર હલાવીને ગાળીને તે પાણી પી જવું.

-આ સિવાય આમળાના ચૂર્ણમાં સાકર મિક્ષ કરીને દરરોજ રાતે સૂતા પહેલાં એક ચમચી આ ચૂર્ણનું સેવન કરવું. ત્યારબાદ થોડું પાણી પી લેવું. જે લોકોને બહુ વધારે સ્વપ્નદોષની સમસ્યા રહેતી હોય તેમણે રોજ એક ચમચી આમળાનો મુરબ્બો ખાવો.

એલચી:

એલચીના બે ગ્રામ ચૂર્ણ, 1 ગ્રામ જાવિત્રીનું ચૂર્ણ, 5 બદામ અને 10 ગ્રામ સાકર લેવી. બદામને રાતે પાણીમાં પલાળી દેવી. સવારે તેને પીસીને તેનું પેસ્ટ બનાવી લેવું. પછી તેમાં અન્ય ઉપર જણાવેલી વસ્તુઓ મિક્ષ કરીને તેમાં બે ચમચી માખણ મિક્ષ કરીને રોજ સવારે તેનું સેવન કરવું. આ પ્રયોગ વીર્ય સંબંધી સમસ્યાઓમાં લાભકારી છે અને નબળાઈને દૂર કરે છે.

છુહારા (ખારેક):

ચાર-પાંચ છુહારા, બે-ત્રણ કાજૂ અને બે બદામને 300 ગ્રામ દૂધમાં સરખી રીતે ઉકાળી લેવું અને તેમાં બે ચમચી સાકર મિક્ષ કરીને રોજ રાતે સૂતા પહેલાં લેવું. આનાથી યૌન શક્તિ તો વધશે જ સાથે સેક્સ પ્રત્યેની અરૂચિ પણ દૂર થશે.

આમલી:

અડધો કિલો આમલીના બીજ લઈ તેના બે ભાગ કરી દેવા. આ બીજને ત્રણ દિવસ સુધી પાણીમાં પલાળી રાખવા. ત્યારબાદ તેના છોતરા કાઢી લેવા અને સફેદ બીજને ખલમાં પીસી લેવા. તેમાં અડધો કિલો સાકર પીસીને મિક્ષ કરવી. ત્યારબાદ આ મિશ્રણને કાંચની એક બરણીમાં ભરી લો. હવે તેને સવાર સાંજ અડધી ચમચી દૂધ સાથે લો. આ તમારું વીર્ય જલ્દી પડવું જેવા રોગ દૂર કરી સંભોગ શક્તિને વધારશે.

કૌવચના બીજ:

100 ગ્રામ કૌવચના બીજ અને 100 ગ્રામ તાલમખાના (એક પ્રકારના બીજ)ને પીસીને ચૂર્ણ બનાવી લેવું. પછી તેમાં 200 ગ્રામ સાકર પીસીને મિક્ષ કરી લેવી. નવશેકા દૂધમાં અડધી ચમચી આ ચૂર્ણ મિક્ષ કરીને દરરોજ પીવું. આનાથી વીર્ય ઘટ્ટ થાય છે અને નપુંસકતા દૂર થાય છે.

ડુંગળી:

-અડધી ચમચી સફેદ ડુંગળીનો રસ, અડધી ચમચી મધ અને અડધી ચમચી સાકરને મિક્ષ કરીને સવાર-સાંજ સેવન કરવું. આ મિશ્રણ વીર્યપતનને દૂર કરવા માટે ઉપયોગી છે.

-સફેદ ડુંગળીના રસમાં આદુના રસની સાથે શુદ્ધ મધ અને દેશી ઘી પાંચ-પાંચ ગ્રામની માત્રામાં લઈને એકસાથે મિક્ષ કરીને રોજ સાવરે નિયમથી એક મહિના સુધી સેવન કરવાથી યૌન ક્ષમતામાં ચમત્કારી ફાયદો થાય છે.

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ

જાયફળ:

15 ગ્રામ જાયફળ, 20 ગ્રામ હિંગૂલ ભસ્મ, અક્કલગરો 5 ગ્રામ અને 10 ગ્રામ કેસરને મિક્ષ કરીને બારીક પીસી લેવું. ત્યારબાદ તેમાં મધ મિક્ષ કરીને પીસવું. પછી ચણા જેવી ગોળીઓ બનાવી લેવી. દરરોજ સૂતા પહેલાં 2 ગોળી દૂધની સાથે સેવન કરવી. આનાથી લિંગનું ઢીલાપણું અને નપુંસકતા દૂર થાય છે.

તુલસી:

15 ગ્રામ તુલસીના બીજ અને 30 ગ્રામ સફેદ મૂસળીનું ચૂર્ણ બનાવવું. પછી તેમાં 60 ગ્રામ સાકર મિક્ષ કરીને બોટલમાં ભરી લેવું. 5 ગ્રામની માત્રામાં આ ચૂર્ણ સવાર સાંજ ગાયના દૂધની સાથે લેવું. આનાથી દુર્બળતા નષ્ટ થાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

જાણો…હાથમાં રત્નો કેમ પહેરવા જોઈએ? આ રહી ચમત્કારી રત્નો પાછળની ખાસ વાત…!!

ratn2

આપણા શાસ્ત્રોમાં રત્ન પહેરવાનું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. વિજ્ઞાન પણ આ રત્નો અને મણિઓના સકારાત્મક ઊર્જાની હકીકતોની પુષ્ટિ કરે છે. રત્નોને આમ તો પ્રાકૃતિક સ્ત્રોત દ્વારા પ્રાપ્ત થયા હોવાનું માનવામાં આવે છે, પરંતુ તેના અનમોલ અને શુભ હોવાના અનેક પૌરાણિક પ્રસંગો પણ જોડાયેલા છે-

પ્રાચીન સમયમાં બલાપુર નામનો શક્તિશાળી દૈત્ય હતો. તેનાનાથી દેવતાઓ પણ પરાજિત થઈ ગયા હતા. ત્યારે દૈત્યના અંત માટે દેવતાઓએ યજ્ઞમાં બલી માટે તે દૈત્ય પાસે નિવેદન કર્યું. બલાસુરે આ યજ્ઞ જેવા શુભ કાર્ય માટે પોતાના દેહને દાન કરી દીધું. આ પ્રકારે આ યજ્ઞની બલીથી બલાસુરનો અંત થયો. યજ્ઞ જેવા પવિત્ર કાર્યો, દેવતાઓના હિત માટે પોતાનું શરીર ત્યાગ કરવાને લીધે બલાસુરનું તામસી શરીર પણ પવિત્ર અને સત્વગુણી થઈ ગયું. એટલુ જ નહીં, તેના દેહના દરેક અંગ ર્તોના બીજમાં ફેરવાઈ ગયું.

આ પ્રકારે બલાસુરના ઉપકારને લીધે જ્યારે દેવતાઓએ તેના દેહને આકાશમાર્ગેથી લઈ જવા લાગ્યા તો વાયુઅને વેગથી તેનું શરીર ટુકડે-ટુકડા થઈ સમુદ્ર, નદી, પર્વત, જંગલ વગેરે જગ્યાએ પડીને રત્નોની ખાણમાં ફેરવાઈ ગયું. સાથે જ તે સ્થાન પણ એ રત્નોના નામે જ ઓળખાવા લાગ્યા.

આ રત્નોને હીરા, મોતી, સ્ફટિક, મૂંગા, માણિક્ય, પુલક, મુક્તમણિ જેવા નામોથી ઓળખાય છે. બધા નંગ કે રત્નો સુખ, આનંદ, ઐશ્વર્ય આપનારા અને પીડાનાશક હોય છે. કામ ન બની રહ્યું હોય તો પુખરાજ, કાળી છાયા મંડરાઈ રહી હોય તો હીરો, ઝડપથી સફળતા જોઈએ તો નિલમ આ પ્રકારની સૂચનો મોટાભાગે જ્યોતિષીઓ આપતા હોય છે. આવો આજે જાણો કયો રત્ન કયા ગ્રહ માટે પહેરવો જોઈએ. સાથે જ એ પણ જાણો કે તે રત્નને પહેરવાથી કયા ફાયદા થાય છે.

ગ્રહઃ- સૂર્ય
રત્નઃ-માણિક્ય

તેનો રંગ ગાઢ લાલ સરખો હોય છે. આ સ્ટોનને અંગ્રેજીમાં રૂબી નામે પણ ઓળખવામાં આવે છે. તેને દુનિયામાં બધા રત્નોમાં સૌથી વધુ મૂલ્યવાન માનવામાં આવે છે. આ રત્ન નકારાત્મક ઊર્જાને સકારાત્મક ઊર્જામાં બદલી દે છે અને એવું કહેવાય છે કે જેની પાસે આ માણિક્ય હોય તે શાંત અને સંતુષ્ટ રહે છે.

ગ્રહઃ- ચંદ્ર
રત્નઃ- મોતી

મોતી શાંતિ પ્રદાન કરનારો માનવામાં આવે છે. તેનો રંગ ચમકદાર સફેદ હોય છે. આ રત્ન પ્રેમ વધારે છે. એટલા માટે તમે ઈચ્છો તો તેને એ વ્યક્તિને ઈનામમાં આપો જેની સાથે તમે આત્મીય સંબંધ બનાવવા માગો છો.

ગ્રહઃ-મંગળ
રત્નઃ- મૂંગા

મૂંગા ગાઢ લાલ રંગનો હોય છે. ઈંગ્લિશમાં તેનો કોરલના નામે ઓળખવામાં આવે છે. સમુદ્ર જીવ મૂંગાની જમાવટથી આ રત્ન તૈયાર થાય છે. તે હૃદયમાં સૌહાર્દની ભાવના વધારે છે. એટલા માટે વ્યાવહારિકતાથી દૂર રહેનાર લોકો જો આ રત્ન પહેરે તો તેનાથી કઠોર હૃદયવાળા પણ નરમ પડવાની સંભાવના રહે છે. આ રત્ન ધન આગમનના દરવાજા પણ ખોલી દે છે.

ગ્રહઃ- બુધ
રત્નઃ- પન્ના

પન્નાને અંગ્રેજીમાં એમરલ્ડ કહે છે. તેને બુધ ગ્રહનો રત્ન પણ કહેવામાં આવે છે જે સમૃદ્ધિ વધારનારો છે. વિશેષ કરીને બૌદ્ધિક ક્ષેત્રોના લોકોને તેને પહેરવાની સલાહ આપવામાં આવે છે. જેવા કે તમે અધ્યાપન, મીડિયા, કલા, સાહિત્ય વગેરે વિદ્યાઓ સાથે જોડાયેલા હોય તો આ રત્ન તમારી પ્રગતિમાં મદદ કરી શકે છે.

ગ્રહઃ-ગુરુ
રત્નઃ પુખરાજ

પીળા રંગના આ સુંદર રત્નને ઈંગ્રિશમાં ટોપાઝ કહેવામાં આવે છે. પુખરાજ તમારી આંતરિક શક્તિઓને સંતુલિત કરવામાં તમારી મદદ કરે છે. તે યાદદાસ્તને પણ વધારે છે. પુખરાજ રત્નની એ ખાસિયત છે કે તેને ધારણ કરવાથી કોઈ જ સાઈડીફેક્ટ નથી થતું અને તેને ધારણ કરનારને કોઈને કોઈ રૂપમાં લાભ પહોંચાડે છે.

ગ્રહઃ- શુક્રવાર
રત્નઃ- હીરો

હીરો અર્થાત્ ડાયમંડ. ખૂબ જ મોંઘો રત્ન હોય છે. ખૂબ જ ચમકદાર અને સુંદર હોય છે. સૌથી વધુ પોપ્યુલર રત્ન છે, જેને ઘરેણાંઓમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ રત્નને ધારણ કરનાર વ્યક્તિ ઉપર ખરાબ શક્તિઓનો પ્રભાવ પડતો નથી. મુસીબતના સમયે તે કષ્ટો સામે રક્ષણ કરે છે.

ગ્રહઃ- શનિ
રત્નઃ- નિલમ

આ રત્ન મોંઘો હોય છે. ઈંગ્લિશમાં સેફાયર નામથી ઓળખવામાં આવતો આ રત્ન નીલી(વાદળી) ચમક ધરાવતો હોય છે. આ રત્નને દરેક કોઈ ધારણ નથી કરી શકતું. એવું માનવામાં આવે છે કે નીલમ રત્ન સાથે જ્યાં સુધી તમારા શરીરનું તાપમાન નથી મળતું ત્યાં સુધી તે તમને શુભ ફળ નથી આપી શકતો.

ગ્રહઃ- રાહુ
રત્નઃ- ગોમોદ

ગાઢ ભૂરા રંગના આ રત્નને હૈસોનાઈટ કહેવામાં આવે છે. તેનો રંગ મધની જેવો પણ હોય છે અને વધુ ગાઢ હોય તો પણ ઓછા પ્રકાશમાં પણ કાળો દેખાઈ દે છે.

ગ્રહઃ- કેતુ
રત્નઃ- લસણિયો

કેતુનો રત્ન સફેદ-પીળો લસણીયો હોય છે. બિલાડીની આંખોની જેવો દેખાવાને લીધે તેનું નામ કેટ્સ આઈ પડ્યું છે.

9 ગ્રહોનું શુભ ફળ મેળવવા મોંઘા રત્નો નહીં, સરળ વસ્તુથી કરો ઉપાયો!

જ્યોતિષ એક વિજ્ઞાન છે જે માત્ર ભૂત, ભવિષ્ય અને વર્તમાનની જાણકરી આપી છે પરંતુ જીવનને સુખી અને સમૃદ્ધવાન બનાવવાનો અચૂક ઉપાય છે. જન્મપત્રિકાના આ ઘરમાં ગ્રહોની સારી-ખરાબ સ્થિતિ અનુસાર જ આપણું જીવન ચાલે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ અશુભ સ્થિતિમાં છે તો તેના ઘણા પ્રકારની પરેશાનિઓનો સામનો કરવો પડે છે.

અશુભ ફળ આપનાર ગ્રહોને આપના પક્ષમાં કરવા માટે ઘણા પ્રકારના ઉપાય જણાવામાં આવે છે. જ્યોતિષ અનુસાર ગ્રહોના અશુભ પ્રભાવ દૂર કરવા માટે ઘણા પ્રકારના ઉપયોગ બનાવવામાં આવે છે. જ્યોતિષ અનુસાર ગ્રહોથી શુભ પ્રભાવ પ્રાપ્ત કરવા માટે સંબંધિત ગ્રહોના રત્ન પહેરવા પણ એક અચૂક ઉપાય છે.

સામાન્ય રીતે શુદ્ધ કે અસલી રત્ન ઘણા કિંમતી હોય છે જો કે સામાન્ય લોકો સુધી પહોંચતા ઘણા દૂર હોય છે. આવી રીતથી ઘણા લોકો રત્ન પહેરવા તો ઈચ્છે છે પણ ધનના અભાવમાં તેને ધારણ નથી કરી શકતા. જ્યોતિષ અનુસાર રત્નોથી પ્રાપ્ત થાર શુભ પ્રભાવ અલગ-અલગ ગ્રહોથી સંબંધિત ઝાડના મૂળને ધારણ કરવાથી પણ પ્રાપ્ત કરી શકાય છે.

બધા ગ્રહોના અલગ-અલગ ઝાડથી સીધો સંબંધ હોય છે. આથી આ ઝાડના મૂળને ધારણ કરવા માત્રથી અશુભ ગ્રહોનો પ્રભાવ નષ્ટ થઈ જશે અને ધન સંબંધી પરેશાનિઓ દૂર થવા લાગશે. સાથે જ પૈસા મેળવામાં આવતા વિઘ્નો પણ થશે દૂર.

– જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય અશુભ પ્રભાવ આપી રહ્યા હોય અને સૂર્ય માટે માણેક રત્ન જણાવવામાં આવે છે. માણેકના વિકલ્પના રૂપમાં બિલ્વપત્રના મૂળ લાલ કે ગુલાબી કપડામાં રવિવારના ધારણ કરો.

– ચંદ્રના શુભ પ્રભાવ માટે સોમવારના સફેદ વસ્ત્રમાં ખેરના મૂળ સફેદ દોરાની સાથે ધારણ કરો.

– મંગળને બળવાન બનાવા માટે અનંત મૂળ કે ખેરના મૂળને લાલ વસ્ત્રની સાથે લાલ ધાગામાં નાખીને મંગળવારના ધાકણ કરો.

– બુધવારના દિવસે લીલા વસ્ત્રની સાથે વિધારા (આંધીઝાડ)ના મૂળને લીલા કપડામાં પહેરવાથી બુધના અશુભ પ્રભાવ દૂર થઈ જાય છે.

– ગુરુ ગ્રહ અશુભ હોય તો કેળાના મૂળને પીળા કપડામાં બાંધીને પીળા કપડામાં ગુરુવારના ધારણ કરો.

– શણના મૂળને સફેદ વસ્ત્રમાં લપેટીને શુક્રવારના સફેદ કપડાની સાથે ગળામાં ધારણ કરવાથી શુક્ર ગ્રહથી શુભ ફળ મળે છે.

– શનિ દેવને પ્રસન્ન કરવા માટે શીમળાના વૃક્ષના મૂળને શનિવારના દિવસે નીલા કપડામાં બાંધીને નીલા દોરો ધારણ કરવો જોઈએ.

– રાહુને બળ આપવા માટે સફેદ ચંદનનો ટુકડો નીલા દોરામાં બુધવારના દિવસે ધારણ કરો.

– કેતુના શુભ પ્રભાવ માટે અશ્વગંધાના મૂળ નીલા દોરામાં ગુરુવારના દિવસે ધારણ કરો.

આ બધા મૂળ બજારમાં સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. સામાન્ય રીતે જ્યોતિષ સંબંધી સામગ્રીઓના વેપારીઓને ત્યાંથી આ પ્રકકારના મૂળ. મળી જતા હોય છે. આ ઉપરાંત કેટલાક વૃદ્ધ લોકોને પણ આ મૂળની જાણકારી હોઈ શકે છે. આ સંબંધે તની પણ મદદ લઈ શકાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો…લગ્નમાં મોડું થવા પાછળ જવાબદાર હોય છે આટલા કારણો, કરો ઉપાયો…!!!

lagan

જેમની ઉંમર થઈ ગઈ હોવા છતાં પણ લગ્નમાં મોડું થઈ રહ્યું હોય તો તેઓને ચોક્કસ ચિંતા રહેતી હોય છે કે તેમના લગ્ન ક્યારે થશે. જો તમારા તમારા લગ્ન થઈ ન રહ્યા હોય કે તમારા યુવાન પુત્ર-પુત્રીના લગ્ન ન થઈ રહ્યા હોય તો તેની માટે કયા કારણો જવાબદાર છે તે પહેલા જાણી લેવું જોઈએ અને ત્યારબાદ તેની માટે જરૂરી ઉપાયો કરવા જોઈએ.

કયા કારણસર થાય છે લગ્નમાં મોડું-

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે દરેક વ્યક્તિ પ્રયત્ન કરતા હોય છે. લગ્ન લાયક યુવતીના લગ્ન માટે માતા-પિતાને ઘણી ચિંતા હોય છે. જો કોઈ કન્યાના લગ્નમાં મોડું થઈ રહ્યું હોય તો શિવને પ્રસન્ન કરો તેનાથી માતા પાર્વતી પણ પ્રસન્ન થાય છે. શિવપાર્વતીની કૃપા પ્રાપ્ત કરવા માટે સોમવારનો દિવસ શ્રેષ્ઠ રહે છે તે સિવાય વર્ષમાં શિવપૂજાની શુભ તિથિઓ પણ શ્રેષ્ઠ છે.

કયા કારણોસર લગ્નમાં મોડું થાય છેઃ-

-શુક્ર ગ્રહ વિવાહ કર્તા ગ્રહ છે. જો કન્યાનો શુક્ર બળવાન, સ્વગ્રાહી કે ઉચ્ચ હોય તો તેના લગ્ન સમયસર થઇ જાય છે.

-શુક્રની મહાદશામાં પણ વિવાહ કારક યોગ બને છે.

-ગુરુ જો સાતમે સ્થાને હોય કે પછી તેની દ્રષ્ટિ સાતમા સ્થાને પડતી હોય તો વિવાહમાં વિલંબ થાય છે.

-આ સિવાય જો જન્મપત્રિકામાં મંગળ કે શનિ હોય તો પણ લગ્નમાં મોડું થઇ શકે છે.

ઝડપથી લગ્ન ન થતા હોય તો વાસ્તુ પણ જવાબદાર હોઈ શકે કરો આ ઉપાયઃ-

લગ્ન એ જીવનનું સૌથી મહત્વની ક્ષણ હોય છે.જેમાં ઘણીવાર લગ્નમાં અડચણો આવે છે.તેનાં ઘણાં કારણો હોઇ શકે છે.વાસ્તુદોષ પણ તેમાંથી એક કારણ હોઇ શકે છે.જો આ વાસ્તુદોષને દુર કરવામાં આવે તો લગ્નમાં જે અડચણો આવતી હોય તે દુર થઇ લગ્ન જલ્દી થઇ જાય છે.નીચે આવાં જ અમુક વાસ્તુ નિયમો વિશે જાણકારી આપવામાં આવી છે.

1 – જો લગ્ન પ્રસ્તાવમાં જો અડચણો આવતી હોય તો લગ્ન માટે જ્યારે અતિથિઓ ઘરે આવે તો તેમને એ પ્રકારે બેસાડો કે તેમનું મુખ ઘરની અંદરની તરફ રહે તેમને ઘરનાં દ્વાર નાં દેખાઇ દે.

2- જો મંગળ દોષનું કારણે લગ્નમાં વિલંબ થઇ રહ્યો હોય તો તેને તે રૂમનાં દરવાજાનો રંગ લાલ કે ગુલાબી રંગનો રાખવો જોઇએ.

3 – લગ્ન યોગ્ય યુવક –યુવતીનાં રૂમમાં કોઇ ખાલી ટાંકી,મોટું વાસણ બંધ કરીને રાખો.જો કોઇ વસ્તુ ભારે હોય તો તેને ત્યાંથી હટાવી દો.

4 – લગ્ન યોગ્ય યુવક- યુવતી જે પલંગ પર સુતા હોય તેની નીચે લોખંડનો કે વ્યર્થનો સામાન રાખવો નાં જોઇએ.

5 – જો લગ્નનાં પૂર્વે છોકરો-છોકરી જો ઘરનાં સભ્યોની પરનાવગી સાથે મળે તો ત્યાંની બેઠક વ્યવસ્થા એ પ્રકારે કરજો કે તેનું મુખ દક્ષિણ દિશા તરફ નાં હોય.

6 – જો ઘરનાં મુખ્ય દ્વારનાં સમીપે જો વાસ્તુદોષ હોય તો લગ્નની વાત અન્ય સ્થાન પર કરો.

ગુરુવારે કરો ઝડપથી લગ્ન થાય તે માટેનો ઉપાયઃ-

જો કોઈના લગ્નમાં મોડું થઈ જાય તો માતા-પિતાને ચિંતા સતાવવા લાગે છે. એવું નથી કે માત્ર પુત્રીના જ લગ્નમાં મોડું થતા માતા-પિતા ચિંતિત થાય. જો પુત્રના લગ્ન થવામાં મોડું થઈ રહ્યું હોય તો પણ માતા-પિતાને ચિંતા થવી સ્વાભાવિક હોય છે. અહીં અમે કેટલાક એવા ઉપાય બતાવી રહ્યા છીએ જેનાથી લગ્ન આડેની બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે.

ઉપાયઃ-

-ગુરુવારના શુક્લપક્ષ હોય તે દિવસે સવારે સૂર્ય ઊગે ત્યારબાદ સ્નાન વગેરે કરી પૂજા કર્યા બાદ નવું પીળુ કપડું લો અને તેમાં પીળી ધાતુ(પીત્તળ કે સોનુ), ચણાની દાળ, પીળી મીઠાઈ અથવા પીળો ગોળ, પીળા રંગમાં રંગેલ યજ્ઞોપવિત, પીળા ફૂલ અને હળદરની સાબૂત(આખી) ગાંઠ લઈ બાંધી દો. ત્યારબાદ તેને ઈષ્ટદેવનું સ્મરણ કરી આ પોટલીને ઘરના એવા ભાગમાં રાખો જ્યાં કોઈની નજર ન પડે અને તેને કોઈ અડી પણ ન શકે.

-આ બાબતે કોઈને કંઈ બતાવવું પણ નહીં. દરરોજ આ પોટલીની પૂજા કરતા રહો. જે વ્યક્તિના લગ્ન માટે તમે ઉપાય કરી રહ્યા હોવ, તે વ્યક્તિના લગ્ન થઈ ગયા બાદ આ પોટલી પૂજા કરીને કોઈ પ્રવાહિત જળમાં પ્રવાહિત કરી દો. આ ઉપાયથી લગ્નને લગતી સમસ્યાઓ ઝડપથી દૂર થઈ જશે.

લગ્ન નથી થઇ રહ્યાં ને! દરવાજા પર લાલ રંગ લગાડોઃ-

લગ્ન કે વિવાહનાં સંબંધમાં એક જુની કહેવત બહુ જાણીતી છે કે લગ્નનો લાડવો જે ખાય તે પણ પછતાંય અને જે ના ખાય તે પણ પછતાંય.લગ્ન થાય તો પણ સમસ્યાઓ બની રહે છે અને લગ્ન નાં થતાં હોય તો પણ મુશ્કેલીઓ તેનો પીછો છોડતી નથી.મોટાભાગના લોકોનાં લગ્ન સમય પર થઇ જાય છે, જ્યારે ઘણા લોકોનાં લગ્નમાં ઘણા પ્રકારની સમસ્યાઓ આવે છે જેનાથી વિલંબ થાય છે.

અન્ય દરેક પરિસ્થિતિઓ સામાન્ય રહેવા પર પણ લગ્નમાં વિલંબ થઇ રહ્યો હોય તો સંભવ છે કે તે વ્યક્તિની કુંડળીમાં ઘણાં ગ્રહદોષ છે.જ્યોતિષ અનુસાર જે લોકોની કુંડળી મંગળ ગ્રહથી પ્રભાવિત હોય છે અર્થાત જે લોકો માંગલિક હોય છે તેનાં લગ્ન વિલંબથી થાય છે.
મંગળ ગ્રહનાં દોષોનાં પ્રભાવને ઓછો કરવાં માટે જ્યોતિષમાં ઘણાં ઉપાય બતાવવામાં આવ્યા છે.પરંતુ વાસ્તુ અનુસાર જલ્દી લગ્ન થાય તે માટે અમુક ઉપયોગી ટિપ્સ આપવામાં આવી છે.જે યુવક કે યુવતીનાં લગ્ન નાં થઇ રહ્યાં હોય તેમણે તેમનાં રૂમનાં દરવાજાને લાલ કે ગુલાબી રંગનાં કરાવવાં જોઇએ.મંગળ ગ્રહનો રંગ લાલ પણ છે અને આમ કરવા પર મંગળનાં ખરાબ પ્રભાવો ઓછા થશે અને જલ્દી જ યુવક કે યુવતીનાં લગ્નનાં યોગ બનશે.

અન્ય ઉપાયોઃ-

-રવિવાર, સોમવાર, મંગળવારે પાન અને સોપારી દ્વારા શિવલિંગની પૂજા કરવી અને પાણી ચઢાવવું.

– દરરોજ પાર્વતી માતાનું પૂજન કરવું.

– ગુરુવારનું વ્રત રાખવું.

– પુખરાજ રત્ન ધારણ કરવું.

સાભાર: દિવ્ય ભાસ્કર.

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

સાસુમાને ખુશ કરવા ઈચ્છો છો તો ચોક્કસ ટ્રાય કરો આ 9 ટિપ્સ…!!

જાણો…ચહેરા પર અહીં હશે તલ, તો તમારા સ્વભાવ+ભવિષ્ય પર થશે આવી અસર…!!!
જાણો…તમારા શરીર પર આવા ‘અજીબ’ નિશાન, આપે છે અનોખા ‘લાભાલાભ’
જાણો…અંગૂઠો 60 ડિગ્રીએ ખૂલે તો તમે હશો ચપળ, 90 ડિગ્રીએ ખૂલે તો તમે કેવા?
શરીર પર આવા લક્ષણો હોય તો સમજી જજો, તમારા ભાગ્યમાં છે રાજયોગ…!!
જાણો…તમારી આંખનો રંગ પણ છે તમારા ગુપ્ત રહસ્યોની છબી, કેવો છે તમારી આંખનો રંગ?
ज्योतिष शास्त्र के अनुसार मुख्यत पांच प्रकार की होती है स्त्रियां, जानिए उनके लक्षण और स्वभाव
રોજ કરો આ પાંચ પરંપરાગત કામ, ચમકશે તમારી કિસ્મત ને મળશે શુભફળ!

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!
તમારું પરાક્રમ વધારવું હોય તો તમારા હસ્તાક્ષરમાં લાવો આટલા ફેરફાર!

સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!
પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

હોઠ ફાટવા, ચીરાં પડવા કે સૂકાઈ જવાની સમસ્યા માટે, બેસ્ટ છે આ ઘરેલુ નુસખા..!!

lip.jpg

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે એવામાં ઠંડીની સૌથી વધારે અસર આપણા કોમળ હોઠ પર પહેલાં પડે છે. જો ધ્યાન ન રાખવામાં આવે તો હોઠ ફાટવા, હોઠ સૂકાઈ જવા, હોઠ કાળા પડી જવા વગેરે સમસ્યાઓ વારંવાર સતાવતી હોય છે. એમાંય ઘણાં લોકોનાં હોઠ તો એટલી હદે ફાટી જાય છે કે તેમાંથી લોહી નીકળવા લાગે છે. અને તેને લીધે ચહેરો પણ ખરાબ દેખાય છે. જેના માટે બજારમાં જાત-જાતના પ્રસાધનો મળે છે જેને હોઠ પર લગાવી તમે તાત્કાલિક આરામ તો મેળવી લો છો પરંતુ આ પ્રસાધનોથી લાંબા ગાળે હોઠની સુંદરતા નષ્ટ કરી દે છે અને હોઠનો નેચરલ રંગ છીનવી હોઠને બેજાન અને કાળા બનાવી દે છે.જેથી આજે અમે તમને ઘરે જ કરી શકાય એવા ખાસ, સસ્તા અને સરળ નુસખા જણાવીશું. જે તમારા હોઠને આખા શિયાળામાં ફાટવા નહીં દે અને સાથે જ તેને કોમળ અને નેચરલ ગુલાબી બનાવશે

દરરોજ દિવસમાં લગભગ બેવાર એલચી પીસીને તેમાં માખણ મિક્ષ કરીને સાત દિવસ સુધી સતત લગાવવાથી પણ હોઠ પર ચીરાં પડવાની સમસ્યા દૂર થઈ જાય છે. ગુલાબના ફુલને વાટીને તેમાં થોડીક મલાઈ અથવા દૂધ મિક્ષ કરી હોઠ પર લેપ કરવાથી પણ ફાયદો થાય છે.

એક નાની ચમચી ગુલાબજળમાં ત્રણ-ચાર ટીંપા ગ્લિસરીન મિક્ષ કરીને દિવસમાં ત્રણથી ચાર વખત હોઠ પર લગાવો. આનાથી ફાટેલા હોઠ સારાં થઈ જશે.

હોઠના રંગને ગુલાબી કે લાલ બનાવવા માટે લીંબૂના કેટલાક પ્રયોગ અજમાવો. લીંબૂના રસમાં પ્રાકૃતિક એસિડ હોય છે. જેથી સીધું હોઠ પર લીંબૂનો રસ લગાવવાથી તે હોઠને રૂક્ષ બનાવી દે છે જેથી તેમાં થોડું ગ્લિસરીન મિક્ષ કરીને હોઠ પર લગાવવાથી હોઠ મુલાયમ અને ગુલાબી બને છે.

હોઠને મુલાયમ રાખવા માટે પ્રાચીન સમયથી તેની પર ઘી લગાવવામાં આવે છે. આનાથી હોઠનો રંગ પર બદલાતો નથી. પરંતુ વધુ સારા પરિણામ માટે રાતે ઘીમાં લીંબૂનો રસ નાખીને લગાવવું અને સવારે ધોઈ નાખવું. હોઠ વધુ ગુલાબી બનશે.

હોઠને નેચરલ રીતે ગુલાબી અને સ્વસ્થ રાખવા માટે લીંબૂના રસમાં ગુલાબજળ મિક્ષ કરીને લગાવવું. સારા પરિણામ માટે રોજ આ રીતે લગાવવું.

હોઠ ફાટવાની સમસ્યાને દૂર કરવા માટે ભોજનમાં લીલા શાકભાજી, માખણ, કાકડી, પપૈયું, સોયાબીન તેમજ દાળનો પ્રયોગ વધારે કરવો. આ બધી વસ્તુઓ વિટામિનની ઉણપને દૂર કરે છે અને આપણા હોઠને ફાટવાથી બચાવે છે. આ સિવાય સવારે 3-4 ટીંપા તેલના નાભિમાં નાંખી દેવાથી હોઠ ફાટતા નથી.

જો તમે ઠંડી સિવાય પણ તમારા હોઠ કોમળ અને સ્વસ્થ રાખવા ઈચ્છતા હોવ તો દેશી ગુલાબની પલળેલી પાંદડીને થોડીકવાર સુધી તમારા હોઠ પર રાખવી ત્યારબાદ ધીરે-ધીરે હોઠ પર પાંદડી ઘસવી. આવું નિયમિતપણે કરવાથી તમારા હોઠ ગુલાબી અને મુલાયમ રહેશે. સાથે જ એવું લાગશે કે તમે લિપ્સ્ટિક લગાવી છે. આ નુસખો તમે ક્યારેય પણ અપનાવી શકો છો. ઠંડીમાં પણ આ રીતે કરવાથી તમે તમારા હોઠને કોમળ અને મુલાયમ રાખી શકો છો.

રાત્રે સુતા પહેલાં હોઠ પર એક મિનિટ સુધી માખણ લગાવી રાખો. આનાથી હોઠ મુલાયમ રહે છે અને ફાટતાં નથી.

જો હોઠ વધુ ફાટી ગયા હોય તો તેના પરની મૃત ત્વચાને કાઢી નાખો, તેના માટે એક સૂતરાઉ કપડાંથી હળવાં હાથે ઘસો. આનાથી મૃત ત્વચા નિકળી જશે. પછી તેની પર ઘી કે માખણ લગાવી દો. આ પ્રયોગ રાતે સૂતી વખતે કરો.

હોઠને પોષણ મળે તે માટે તેના પર તાજું ક્રીમ અને લીંબુનો રસ મિક્ષ કરીને હળવા હાથે માલિશ કરતાં લગાવો. આ સિવાય ઓલિવ ઓઇલ અને વેસલિન મિક્સ કરીને દિવસમાં ત્રણ કે ચારવાર ફાટેલા હોઠો પર લગાવી શકો છો. હોઠ સ્વસ્થ અને મુલાયમ બનશે.

ઘીમાં થોડું મીઠું મિક્સ કરી તમારા હોઠ અને નાભિ પર લગાવવાથી લાભ થાય છે.

હોઠ ફાટવાની સમસ્યા રહેતી હોય તો હોઠ પર કોસ્મેટિક્સનો પ્રયોગ કરવાનું ટાળવું જોઈએ.

પુષ્કળ માત્રામાં પાણી પીઓ કારણ કે તેનાથી તમારા શરીરમાં પાણીની ઉણપ નહીં સર્જાય અને તમારા હોઠ ડિહાઈડ્રેશનનો શિકાર પણ નહીં બને.

ઠંડીમાં હોઠ ફાટી જવા અને ચીરાં પડી જવા જેવી સમસ્યાથી છુટકારો મેળવવા માટે દરરોજ દિવસમાં બે વાર હોઠ પર ગ્લિસરીન લગાવવાથી બહુ લાભ થાય છે. ગ્લિસરીન લગાવાથી હોઠને નમી મળે છે અને હોઠ ફાટતાં નથી.

કોઈપણ મોસમ હોય પરંતુ તેના પ્રભાવથી આપણા હોઠને નુકસાન ન થાય તે માટે તમારા શરીરમાં વિટામિન એ અને બી કોમ્પલેક્સની ઉણપ ન સર્જાવા દેવી. આ માટે તમારા દૈનિક ભોજનમાં લીલાં શાકભાજી, દૂધ, ઘી, માખણ, તાજા ફળ અને જ્યૂસને સામેલ કરવું જોઈએ. જેથી શરીરમાં આ વિટામિનની કમીને દૂર કરી શકાય. આવી નાની-નાની બાબતોનું ધ્યાન રાખવાથી તમે તમારા હોઠને સદાય કોમળ અને ગુલાબી રાખી શકો છો.

સાભાર: દિવ્ય ભાસ્કર.

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

કાળા મરીના 5 દાણાનો ચમત્કારી ઉપાય કરો, ઝડપથી મેળવશો ધન લાભ

kaala mari

આજના સમયમાં બહુ ઓછા લોકો હોય છે જે પોતાના ધન સંબંધી વિષયોમાં સંતુષ્ટ હોય છે. ધન માટે સખત મહેનત તો બધાં કરે છે પરંતુ અમુક લોકો જ પોતાની મહેનત મુજબ પરિણામ મેળવી શકે છે. ધનની કમીને પાછળ અનેક કારણો હોઈ શકે છે. આ કારણોમાં જન્મકુંડળીના ગ્રહ દોષ પણ હોઈ શકે છે. દો તમે પણ જન્મકુંડળીના દોષનું નિવારણ ઈચ્છો છો તો અહીં તમારા માટે કેટલાક ખાસ ઉપાય બતાયા છે. આ ઉપાય કરવાથી તમારા કાર્યોમાં ચમત્કારી રીતે સકારાત્મક ફળ પ્રાપ્ત કરી શકશો.

જ્યોતિષીય ઉપાય કેટલીક સામાન્ય અને નાની-નાની વસ્તુઓથી પણ થઈ શકે છે. આ વસ્તુઓમાં કાળી મરી મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ દોષ હોય તો તે ધન સંબંધી મામલાઓમાં પણ સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. ગ્રહ દોષને કારણે જ તેને સુખ મળતું નથી. જો યોગ્ય જ્યોતિષીય ઉપચાર કર્યો તો વ્યક્તિ પૈસાની પરેશાનીઓથી છુટકારો મેળવી શકે છે.

જ્યોતિષના અલગ-અલગ ઉપાયોમાં વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે.

જાણો, કાળા મરીનો ચમત્કારી ઉપાય:

જો તમે માલામાલ બનવા માગો છો તો કાળી મરીના પાંચ દાણાનો ઉપાય કરવો. ઉપાય મુજબ કાળી મરી પાંચ દાણા લેવા અને તેને પોતાના માથા પરથી સાતવાર વારી લેવું. ત્યારબાદ કોઈ ચાર રસ્તા પર ઉભા રહીને અથવા કોઈ એકાંત સ્થાન પર ચાર મરીના દાણા ચાર દિશામાં નાખી દેવા. ત્યારબાદ પાંચમા દાણાને ઉપર આસમાનમાં ફેંકી દેવું. ત્યારબાદ પાછળ જોયા વિના ઘરે પરત આવવું.

આ એક એવો ટોટકો છે જેના વિશે એવું માનવામાં આવે છે કે જે કોઈ વ્યક્તિ આ ઉપાય કરે છે તેના માટે અચાનક ધન પ્રાપ્તિનો યોગ બને છે.

જ્યોતિષના અલગ-અલગ ઉપાયોમાં વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી આજે અહીં કાળા મરીનો ચમત્કારી ઉપાય જાણો-

જો તમે માલામાલ બનવા માગો છો તો કાળી મરીના પાંચ દાણાનો ઉપાય કરવો. ઉપાય મુજબ કાળી મરી પાંચ દાણા લેવા અને તેને પોતાના માથા પરથી સાતવાર વારી લેવું. ત્યારબાદ કોઈ ચાર રસ્તા પર ઉભા રહીને અથવા કોઈ એકાંત સ્થાન પર ચાર મરીના દાણા ચાર દિશામાં નાખી દેવા. ત્યારબાદ પાંચમા દાણાને ઉપર આસમાનમાં ફેંકી દેવું. ત્યારબાદ પાછળ જોયા વિના ઘરે પરત આવવું.

આ એક એવો ટોટકો છે જેના વિશે એવું માનવામાં આવે છે કે જે કોઈ વ્યક્તિ આ ઉપાય કરે છે તેના માટે અચાનક ધન પ્રાપ્તિનો યોગ બને છે.

આવા ટોટકા માત્ર શ્રદ્ધા અને વિશ્વાસ પર જ કામ કરે છે. જો મનમાં શંકા હશે તો આ ટોટકો નિષ્ફળ થઈ જશે. આ સાથે આ ઉપાયને કોઈની સામે જાહેર પણ ન કરવું જોઈએ. જ્યારે પણ આ ઉપાય કરવો, ગુપ્ત રીતે કરવો અને કોઈને જણાવવું નહીં.

આ ઉપાય કરવાથી અનેક લાભ પ્રાપ્ત થાય છે. જેમ કે કોઈની ખરાબ નજરને કારણે તમારી આર્થિક સ્થિતિ પ્રભાવિત થઈ રહી હોય તો તે દોષ પણ દૂર થાય છે. આ ઉપાયથી ખરાબ નજર પણ ઉતરી જાય છે. આ સાથે જ જો કોઈ નકારાત્મક શક્તિને કારણે પરેશાની આવી રહી હોય તો તે શક્તિઓનો પ્રભાવ પણ દૂર થઈ જાય છે.

દીવો અને કાળી મરીનો ઉપાય

જે લોકો ધન સંબંધી પરેશાનીનો સામનો કરી રહ્યા છે તો તેઓ સાંજના સમયે ઘરના મુખ્ય દ્વારની બહાર સરસિયાના તેલનો દીવો પ્રગટાવવો. દીવો રસ્તા વચ્ચે ન રાખવો. જેથી કોઈનો પગ લાગે નહીં. દીવામાં કાળી મરીના બે દાણા અચૂક નાખવા. આ ઉપાય દરરોજ અથવા ખાસ યોગ,મૂહુર્તમાં અને પર્વ પર કરવો.

વ્યવસાયમાં ધન લાભ માટે લીંબૂ અને કાળી મરીનો ઉપાય

રવિવારના દિવસે બપોરના સમયે પાંચ લીંબૂ કાપી વ્યવસાય સ્થળ પર રાખવું, એની સાથે એક મુઠ્ઠી કાળી મુરી, એક મુઠ્ઠી પીળી સરસો પર રાખવું. આગલા દિવસે જ્યારે દુકાન અથવા વ્યવસાય સ્થળ ખોલો ત્યારે આ બધું લઈને કોઈ એકાંત સ્થાન પર જઈને આ વસ્તુઓ ખાડો ખોદીને દાટી દેવી. આ ઉપાય કરવાથી તમારો વ્યવસાય ચાલવા લાગશે અને જો કોઈની ખરાબ નજર લાગી હશે તે પણ દૂર થશે.

સાભાર: દિવ્ય ભાસ્કર.

જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

જાણો…આ નુસખાઓને, હઠીલા રોગોમાં કરે છે જબરદસ્ત અસર

nushkha2

વર્તમાન સમયમાં ભાગદોડવાળી દિનચર્યા સાથે મોટાભાગનાં લોકોનાં ખાન-પાન પણ અનિયમિત બન્યા છે. આ જ કારણ છે કે, નાની-નાની સ્વાસ્થ્યની સમસ્યાઓ ચિંતિત કરતી રહે છે. આવી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ માટે વારંવાર ડોક્ટર પાસે જવું સંભવ થતું નથી. એવામાં, મોટાભાગનાં લોકો આ સમસ્યાઓ પ્રત્યે ધ્યાન નથી આપતા અથવા તો બજારમાં ઉપલબ્ધ દવાઓ લઇને તેનું સેવન કરે છે. જો તમે પણ આવુ કરી રહ્યા છો, તો ના કરશો. અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ થોડા ઘરેલું નુસ્ખા જે આવી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાં અચૂક દવાનું કામ કરશે.

– જો તમે અનિદ્રાથી ચિંતિત છો, તો 10 બદામને લઇને પીસી લેવી. આ પાવડરને એક ગ્લાસ દૂધમાં નાખીને ગરમ કરી સૂતા પહેલા પીવાથી સરસ નીંદર આવશે અને મગજ પણ તેજ બનશે.

– રોજ સૂતા પહેલા ગાયનાં ઘીથી પગના તળિયા પર મસાજ કરવું, અનિદ્રાની સમસ્યા દૂર થશે અને આંખોનું તેજ વધશે.

– નાળિયેર તેલમાં થોડું પાણી મિક્ષ કરીને વાળનાં મૂળમાં, હથેળીમાં તથા પગના તળીયા પર લગાવવું. આવુ કરવાથી સારી ઊંઘ આવશે.

જાણો થોડા વધુ ઘરેલું નુસ્ખાઓ વિશે…

– પાકેલા કેળાને એક સરખી રીતે પીસી લેવા. આ પીસેલા કેળાને ચહેરા પર ફેસપેકનાં સ્વરૂપે લગાવવું. લગભગ 15મિનિટ પછી ચહેરાને સાફ પાણીથી ધોઇ લેવું. આવું કરવાથી ચહેરા પર નિખાર આવશે.

– બે ચમચી મધ અને એક ચમચી લીંબૂના રસના મિક્ષણને ત્વચા પર લગાવવું. લગભગ 20 મિનિટ પછી તેને સાફ કરી લેવું, ત્વચા નરમ અને મુલાયમ બનશે.

– એલોવેરાની પાંદડીમાથી જેલ કાઢીને તેમાં થોડા ટીપા લીંબૂનો રસ મિક્ષ કરવો. આ મિક્ષણને લગાવવાથી ચહેરો ચમકવા લાગશે.

– થોડુ સરસિયાનું તેલ લઇને તેને હાથ પર ઘસીને પોતાના શરીર પર લગાવવું. ત્યાર પછી નવશેકા પાણીથી નાહી લેવું. આવું કરવાથી શરીર અકળાઇ જવાની સમસ્યા પણ દૂર થઇ જાય છે.

– અસ્થમા અટેકથી બચવા માટે એક કપ નવશેકા પાણીમાં અજમો તથા ચપડી મીઠુ નાખી દિવસમાં ઓછામાં ઓછી એક વાર તેનું સેવન કરવું. આ ઉપાયથી તરત જ આરામ મળશે.

– પા ચમચી મેથી દાણાને પાણી સાથે ગળવાથી અપચાની સમસ્યા દૂર થાય છે.

– મેથીના બીજ આર્થરાઇટિસ અને સાઇટિકાનાં દર્દથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. લગભગ 1 ગ્રામ મેથી દાણાનો પાવડર અને સૂંઠ પાવડરને મિક્ષ કરીને ગરમ પાણીની સાથે દિવસમાં બે-ત્રણ વાર લેવાથી લાભ પ્રાપ્ત થાય છે.

– બદામનો ગર, મોટી વરિયાળી અને સાકર ત્રણેયને સરખા ભાગે લઇને પીસી લેવું. રોજ આ મિક્ષણને એક ચમચી માત્રામાં એક ગ્લાસ દૂધ સાથે રાતે સૂવાના સમયે લેવું. આંખની સમસ્યા દૂર થશે.

– જો તમને સતત માથાનો દુખાવો રહેતો હોય તો પાંચ બદામને પીસીને તેને ગરમ દૂધમાં મેળવીને પી લેવું. મરીના પાવડરને થોડી માત્રામાં મધ અને દૂધની સાથે દિવસમાં બે કે ત્રણવાર લેવું, આરામ મળશે.

– કમરમાં દુખાવો રહેતો હોય તો જમવામાં આદુનો ઉપયોગ કરવો. સરસિયાના તેલમાં બનેલું ભોજન લેવું. ચા બનાવતા સમયે તેમાં પાંચ મરી, પાંચ લવિંગ અને એક ગ્રામ આદુનો પાવડર નાખવો. આ ચાને પીવાથી કમરનાં દુખાવામાં તરત જ રાહત મળે છે.

– સરખી માત્રામાં અજમો અને જીરૂ એક સાથે પીસી લઇ તેને પાણીમાં ઉકાળીને ગાળી લેવું. આ પાણીમાં ખાંડ મેળવીને પીવાથી એસિડિટીમાં રાહત મળશે.

– બદામનું તેલ અને મધ બરાબર માત્રામાં મિક્ષ કરી ચહેરા પર લગાવવું. થોડી વાર રહીને ચહેરાને સાફ પાણીથી ધોઇ લેવું. આવું કરવાથી રૂપમાં નિખાર આવે છે.

-દૂધની મલાઈ અને પીસેલી સાકર ખાવાથી નબળાઇ દૂર થાય છે.

– સફેદ મૂસળીનું એક ચમચી ચૂર્ણ અને એર ચમચી પીસેલી સાકરને મિક્ષ કરીને સવારે તથા રાતે સૂતા પહેલા દૂધની સાથે એક ચમચી લેવાથી નબળાઇ દૂર થાય છે.

– નસકોરીની સમસ્યા વારંવાર થતી હોય, તો રોજ સવારે ખાલી પેટ આંબળાનો મુરબ્બો આવાથી લાભ થાય છે. તરત જ લાભ મેળવવા માટે એક પટ્ટાને ઠંડા પાણીમાં પલાળી તેને નાક અને માથા પર રાખવાથી તરત જ લાભ મળે છે.

– કાળી કોણીઓને સાફ કરવા માટે લીંબૂનાં બે ભાગ કરવા. તેના પર ખાવાનો સોડા નાખીની કોણીઓ પર રગડવું. આવુ કરવાથી કોણીઓનો મેલ સાફ થઇ જશે અને તે મુલાયમ બનશે.

– વ્હીટ-ગ્રાસ(ઘઉનું ઘાસ)નું જ્યૂસ ખાલી પેટ પીવાથી ચહેરાની રોનક વધે છે સાથે જ લોહી પણ સાફ થાય છે.

– વાળ ધોવાના એક કલાક પહેલા વાળમાં મેથી દાણાની પેસ્ટ બનાવીને લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મળે છે.

– સૂકા ધાણા, જીરૂ અને ખાંડને બરાબર માત્રામાં મિક્ષ કરીને તેનું સેવન કરવાથી એસિડિટી દરમિયાન થતી બળતરામાં આરામ મળે છે.

– રોજ સવારે એકથી બે લસણની કળીને પાણી સાથે ગળી જવાથી સાંધાનાં દુખાવામાં આરામ મળે છે.

– એક ગ્લાસ નવશેકા પાણીમાં બે નાની ચમચી લીંબુનો રસ મિક્ષ કરીને પીવુ. આ ઉપાય દિવસમાં 8-10 વાર કરવો. આર્થરાઇટિસનાં દુખાવામાં આરામ મળશે.

– અડધી ચમચી મેથીનું ચૂર્ણ દહીમાં મિક્ષ કરી તેનું સેવન કરવાથી મરડાના રોગમાં રાહત મળે છે.

– મેથીનાં પાનના રસમાં કાળી દ્રાક્ષ મિક્ષ કરીને લેવાથી મરડાના રોગમાં ફાયદો થાય છે.

– 1/2 ચમચી ચારોળીને 2ચમચી દૂધમાં પીસીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવાથી ચહેરા પરના દાગ દૂર થાય છે.

– સફેદ જીરાને ઘીમાં સાતળીને ગર્ભવતી મહિલાને ખવડાવવાથી તેના સ્તનપાનમાં વધારો થાય છે.

– સંતરાની છાલનું ચૂર્ણ બનાવીને તેમાં ગુલાબ જળ મેળવીને ચહેરા પર લગાવવું. આ ઉપાયથી મોમાં પડેલા ચાંદા પર દૂર થાય છે.

– સવારે ખાલી પેટ રોજ એક સફરજન ખાવાથી માથાના દુખાવાની સમસ્યાથી છુટકારો મળે છે.

– સડી ગયેલા દાંતમાં થોડી હિંગ ભરી દેવાથી દાંત તથા પેઢાનો દુખાવો દૂર થાય છે.

– ત્રિફળા ચૂર્ણ ચાર ગ્રામ (એક ચમચી ભરીને)ને 200 ગ્રામ નવશેકા દૂધ અથવા પાણી સાથે લેવાથી કબજીયાત દૂર થાય છે.

– ડુંગળીનાં બીજને સરકોમાં પીસીને દાદ-ખાજ અને ખંજવાળ થતા સ્થાને લગાવવાથી તરત જ આરામ મળે છે.

– વીર્યવૃદ્ધિ માટે સફેદ ડુંગળીના રસની સાથે મધ લેવાથી ફાયદો થાય છે.

– વરિયાળી, જીરૂ અને ધાણા બધુ જ એક-એક ચમચી લઇને એક ગ્લાસમાં ઉકાળીને ઉકાળો બનાવવો. અડધો ગ્લાસ પાણી રહી જવા પર એક ચમચી ગાયનું ઘી મિક્ષ કરી સવારે તથા સાંજે પીવું. દૂઝતા હરસમાથી લોહી નિકળતું બંધ થાય છે.

– તાવના કારણે બળતરા થવાથી કેસુડાનાં પાનનો રસ લગાવવાથી બળતરાની અસર ઓછી થઇ જાય છે.

– સાકરની ચાસણી બનાવી તેમાં જીરૂ અને મધને મિક્ષ કરીને સાથે લેવાથી પેશાબના માર્ગે પથરી બહાર આવી જાય છે.

– મીઠા લીમડાનાં પાનનું સવારે ખાલી પેટે સેવન કરવું. ત્રણ મહિના સુધી નિયમિત રૂપથી તેનો પ્રયોગ કરવાથી ડાયાબિટીઝ નિયંત્રણમાં રહે છે અને વજનમાં પણ ઘટાડો થાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…સુવાવડ, પેશાબ, શ્વેત પ્રદર, નબળાઈ જેવા સ્ત્રી રોગો માટે 25+ ઘરેલૂ નુસખા

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

ડાયાબિટીસ વધવાનું મૂળ કારણ છે ભોજન, જાણો દર્દીએ શું ખાવું શું નહીં?

diabetes7

ઘણીવાર મેરેજ ફંકશનમાં મોટું બૂફે ડીનર ગોઠવેલ હોય ત્યાં આપણા ડાયાબિટીસના દર્દીઓના નિશ્વાસ સંભાળાય છે. “બીજા બધા રોગ સારાં પણ આ સુગર સારી નહિં…. બીજા બધા રોગની પરેજી બે-ચાર દિવસ કે મહિનો દિવસ પણ આ તો જીંદગીભરની ગુલામી…” વાત પણ સાચી છે…. બીજા રોગ દર્દીના ખોરાક જેવી અંગત વાતમાં આવો કાયમી ઘાંચપરોણો કરતા નથી. ઘણાં દર્દીઓનાં સદ્દભાગ્યે કે દુર્ભાગ્યે : પરેજીનું “કડક” પાલન કરનાર પત્ની તેમની થાળી પર બિલાડીની જેમ તાક લગાવી બેસે છે! આજે થોડું વધારે ડાયાબિટીસમાં ખોરાક અંગે સમજો અને તમે જ નક્કી કરો કે તમારે ડાયાબિટીસને કંટ્રોલ કરવું છે કે થતા રોકવું છે.

ડાયાબિટીસમાં આહારઃ- ડાયાબિટિસના રોગીઓને પોતાના સ્વાસ્થ્ય માટે યોગ્ય આહાર લેવો જરૂરી હોય છે. જો ડાયાબિટિસના રોગીઓ અયોગ્ય ખોરાક લે તો તેમને સ્વાસ્થ્ય બગડવાની સાથે-સાથે અનેક અન્ય બીમારીઓ થવાનું જોખમ પણ વધી જાય છે. પરંતુ તેની સાથે જ જરૂરી છે કે ડાયાબિટીસના દર્દીને જાણ હોવી જોઈએ કે ખોરાકમાં શું લેવું જોઈએ અર્થાત્ અનુચિત આહાર કયો છે અને યોગ્ય આહાર કયો છે. આવો જાણીએ ડાયાબિટીસના દર્દીને ડાયાબિટીસ દરમિયાન શું ખાવું જોઈએ અને શું નહીં.

સામાન્ય માણસનો તંદુરસ્ત ખોરાક એ જ ડાયાબિટીસના દર્દીનો ખોરાક :-

ડાયાબિટીસના દર્દીએ કોઇ “વિશિષ્ટ” ખોરાક લેવાનો નથી પણ સામાન્ય માણસ, તંદુરસ્ત રહેવા માટે જે ખોરાક લે છે તેવો જ ખોરાક લેવાનો હોય છે. આવો ખોરાક લેવા અમુક સાદા નિયમોનું પાલન કરવાનું છે.

ઝડપથી સુગર વધારે એવો ખોરાક ન લેવો :-

ખાંડ, સાકર, ગળ્યા પીણાં, મીઠાઇ, મધ, ખુબ ગળ્યા ફળો, ગોળ, કેક પેસ્ટ્રી આ બધાં ખોરાકના ગ્લાયસેમીક ઇન્ડેક્સ વધારે છે માટે આ ખોરાક ન લેવા કે ઓછી માત્રામાં લેવા.

ઉપવાસ-એકટાણાં કે રોજાં બને ત્યાં સુધી ન કરવા :-

ઉપવાસ દરમિયાન સુગર ઘટીજવાનો ભય રહે છે તેમજ ડાયાબિટીસનો કંટ્રોલ ચાલ્યો જાય છે. ડાયાબિટીસ ટાઇપ-૧ ના બાળકો માટે બહુ કડક ખોરાક પરેજીનું ખાસ મહત્વ નથી. આ વિકાસ પામતાં બાળકો હોય છે માટે તેઓ યોગ્ય પ્રમાણમાં યોગ્ય કેલેરીનો ખોરાક લે અને સામે તેટલું ઈન્સ્યુલીન લે એવી અપેક્ષા હોય છે. જો કે આ બાળકોએ પણ ગળપણ અને તેલ ઓછું, રેસા વધારે અને દર ૩ કલાકે થોડું થોડું ખાવું સામાન્ય સિદ્ધાંતોનું પાલન કરવાનું રહે છે. આ બાળકોમાં ખાસ કરીને ફાસ્ટફુડ અને જંક ફૂડનું જબરદસ્ત આકર્ષણ મુશ્કેલી આપી શકે છે.

દિવસમાં થોડું- થોડું વખત ખાઓઃ-

ડાયાબિટીસના દર્દીએ એક સાથે ઝાઝું ન ખાવું જોઇએ. સવારનો નાસ્તો, બપોરે ૪ વાગ્યે હળવો નાસ્તો અને ઈન્સ્યુલીન લેતા દર્દીઓએ રાત્રે સૂતાં પહેલા દૂધ કે ફળ લેવા જોઇએ. માત્ર બપોરે અને રાત્રે “પેટ ભરીને” જમવાની ટેવ ડાયાબિટીસના દર્દી માટે સારી નથી.

રેસાવાળો ખોરાક અને કાંચા શાકભાજી વધુ પ્રમાણમાં લેવા :-

પોતાના દરેક ભોજનમાં ડાયાબિટીસના દર્દીએ ૨૫% કાંચા સલાડ કે ફણગાવેલા કઠોળ જેવા રેસાવાળાં ખોરાક લેવા જોઇએ જેનાથી સુગર ધીમે ધીમે વધે છે.

તળેલો ખોરાક-ઘીવાળો ખોરાક ન લેવો :-

તળેલો ખોરાક આડકતરી રીતે ડાયાબિટીસનો કંટ્રોલ ઓછો કરે છે આની પણ પરેજી ખાસ જરૂરી છે.

યોગ્ય કેલેરી માત્રાવાળો ખોરાક લો :-

સામાન્ય બેઠાડું જીવન જીવતા દર્દીએ ૧૮૦૦ કેલેરીનો ખોરાક લેવો જોઇએ. આ કારણથી વધુ કેલેરીવાળો ખોરાક ન લેવો જોઇએ. સામાન્ય ખોરાકનું કેલેરી મૂલ્ય આ સાથેના ચાર્ટમાં આપેલ છે.

ડાયાબિટીસના દર્દી માટે દિવસમાં ૧૮૦૦ કેલેરી ખોરાકનો ચાર્ટ

સવારનો નાસ્તો- દુધ/ચા ૧૦૦ એમએલ ખાંડ વગર

સવારે ૧૦:૩૦- ર-રોટલી/૪ ખાખરા/પ૦ ગ્રા.ઊપમા કે પૌઆ, ૧ ગ્લાસ છાશ કે ૧ ફળ

બપોરે જમણ- બાજરાનો રોટલો-૧/૩, રોટલી (ઘી વગરની) ૧ વાટકી શાક (ઓછાં તેલવાળુ) ૧ વાટકી દાળ

કઠોળ- ૧ વાટકી

સાંજનો નાસ્તો- ચા ૧૦૦ એમએલ ખાંડ વગર, ૧ વાટકી વઘારેલા મમરા/ર ખાખરા/૧ ફળ

રાતનું વાળું- બાજરાનો રોટલો-૧/ભાખરી-ર(ઓછા તેલવાળી)/રોટલી-૩, ૧ વાટકી શાક, ૧ વાટકી ખીચડી, ૧ ગ્લાસ છાશ/ અડધી વાટકી દહ (મહાઇ વગર), ૧।। વાટકી સલાડ

રાત્રે સૂતા પહેલાં- ૧ ગ્લાસ દૂધ કે ૧ ફળ

લીલા શાકભાજીઃ-

લીલા પત્તાદાર શાકભાજીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ તથા અન્ય ખનિજ પદાર્થો પ્રચુર માત્રામાં જોવા મળે છે. જે ધમનીઓને મજબૂત તથા સાફ કરે છે. આ ખનિજ પદાર્થો અગ્નાશય અર્થાત્ પેનક્રિયાસને પણ સ્વસ્થ રાખે છે. તેનાથી શરીરમાં ઈન્સ્યુલિનની ગડબડી પેદા નથી થતી અને તમે ડાયાબિટીસથી બચીને રહો છો.

ફળોઃ-

સામાન્ય રીતે એવી ધારણા છે કે ડાયાબિટીસમાં ગળ્યું ન ખાવું. એવું વિચારીને જ એવો નિર્ણય કરી લે છે કે ડાયાબિટીસના દર્દીઓને મીઠા ફળ પણ ન ખાવા જોઈએ, જ્યારે ફળોની મીઠાશથી ડાયાબિટીસના દર્દીઓને કોઈ નુકસાન નથી થતું પણ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ઘણા ફાયદાકારક રહે છે. ફળોમાં પ્રાપ્ત થતા ફાઈબર અને વિટામીન ડાયાબિટીસ દર્દીઓના ઈમ્યુન સિસ્ટમને ઘણી મજબૂત બનાવે છે.

જેતુનનું તેલઃ-

જેતનનું તેલ સૌથી સ્વાસ્થ્યવર્ધક ખાદ્ય તેલ છે. આ તેલનો ઉપયોગથી હૃદય રોગ અને ડાયાબિટીસ જેવી બીમારીથી રક્ષણ મળે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ ઘણું ફાયદાકારક છે. શરીરમાં શુગરની માત્રાને સંતુલિત રાખવા માટે તેમાં ખાસ ભૂમિકા છે. નિષ્ણઆતોના મત પ્રમાણે ભૂમધ્ય સાગરના દેશોમાં હૃદય રોગના દર્દીઓ અને ડાયાબિટીસના દર્દીઓની ઓછી સંખ્યા હોવાનું મુખ્ય કારણ છે જૈતુનના તેલનો વધુ ઉપયોગ. અન્ય દેશોની સરખામણીમાં લોકોની સરેરાશ સંખ્યા પણ વધુ હોય છે.

તજઃ-

તજ એક મસાલો જ નથી, પણ એક ઔષધી પણ છે. તજ કેલ્શિયમ અને ફાઈબરનો મુખ્ય સ્ત્રોત છે. તજ ડાયાબિટીસને સંતુલિત કરવા માટે ખૂબ જ અસરકારક ઔષધી છે, એટલા માટે તેને ગરીબ માણસોનું ઈન્સ્યુલિન કહે છે. તજથી ખાવાનો સ્વાદ વધે છે સાથે જ શરીરમાં રક્ત શર્કરાને પણ નિયંત્રિત રાખે છે. જે લોકોને ડાયાબિટીસ નથી તેઓ પણ તેનું સેવન કરીને ડાયાબિટીસથી બચી શકે છે. અને જેઓ ડાયાબિટીસથી ગ્રસ્ત તેઓ તજનું સેવન કરી શુગરને કંટ્રોલ કરી શકે છે.

સોડાઃ-

તેમાં વધુ માત્રામાં ખાંડ હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે સારી નથી હોતી. તેનાથી હાંડકાંમાં નબળાઈ, પોટેશિયમની ખામી, વજન વધવું, દાંતને નુકાસન, કિડનીની પથરી, હાઈ બ્લડ પ્રેશર અને અનેક બીમારીઓ થઈ શકે છે. સાથે જ ડાયટ સોડામાં જોવા મળતા કૃત્રિમ મિઠાશને પણ નિયંત્રિત કરવામાં ઈન્સ્યુલિન લેવું પડે છે.

ચોખાઃ-

જો તમે રોજ એક મોટો વાડકો સફેદ ચોખા ખાતા હોવ તો તમારે ટાઈપ-2 ડાયાબિટીસ થવાનો ખતરો સામાન્ય કરતા 11 ટકા વધુ રહે છે. ચોખાને રાંધવાની રીત ઉપર જ તેનાથી તેનાથી થતો નુકસાન નક્કી થઈ જાય છે. જો ચોખાની બિરિયાની બનાવવામાં આવે કે ચોખાને માંસ કે સોયાબીનની સાથે ખાવામાં આવે તો ડાયાબિટીસ થવાનો ખતરો વધુ રહે છે, કારણ કે તેનાથી રક્તમાં શર્કરાની માત્રા વધી જાય છે.

ફ્રેન્ચ ફ્રાઈઝઃ-

તેલમાં ફ્રાય કરેલી હોવાને કારણે ફ્રેન્ચ ફ્રાઈઝ ડાયાબિટીસના દર્દીઓ માટે સારી નથી માનવામાં આવતી. ફ્રેન્ચ ફ્રાઈઝનો અર્થ છે હાઈ બ્લડ શુગર જે ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી વધુ નુકસાન કારક હોઈ શકે છે. એવા ખાદ્ય પદાર્થોથી દૂર રહેવું તે જ સારો ઉપાય છે. સારું રહેશે કે તમે હેલ્ધી વિકલ્પો જોવાનું શરૂ કરી દો.

બ્રેડઃ-

બ્રેડમાં કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે જે બ્લડ સુગરના સ્તરને વધારી દે છે. બ્રેડમાં લેક્ટિંસ અને ફ્યટેટ હોય છે. લેક્ટિંસ શરીરમાં ઝેરીલા પદાર્થ પેદા થવાનું કારણ બને છે. જેનાથી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે. ફ્યટેટ પોષક તત્વોનું અવશોષણને બ્લોક કરી દે છે જેનાથી શરીરની ક્રિયા પ્રણાલી ઉપર અસર પડે છે. જેથી ડાયાબિટીસના દર્દીઓએ બ્રેડ ન ખાવી જોઈએ.

સાભાર: દિવ્ય ભાસ્કર.

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…સુવાવડ, પેશાબ, શ્વેત પ્રદર, નબળાઈ જેવા સ્ત્રી રોગો માટે 25+ ઘરેલૂ નુસખા

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

જાણો…સુવાવડ, પેશાબ, શ્વેત પ્રદર, નબળાઈ જેવા સ્ત્રી રોગો માટે 25+ ઘરેલૂ નુસખા

stri6

સ્ત્રીઓની મોટા ભાગની ફરિયાદો પ્રદર રોગને લગતી હોય છે. પ્રદર રોગમાં વધુ પડતો સ્ત્રાવ થવાથી પણ સ્ત્રીઓને કામતૃપ્તિ અધૂરપ અનુભવાય છે. આ પ્રદર શું છે તે જોઈએ. પહેલાં કુદરતી લોહ, મોતી, અભ્રક, ઉપરાંત જડીબુટ્ટીઓનું સેવન સ્ત્રી માટે ઉપલબ્ધ હતું. આજે એ સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે આવી સ્ત્રીઓને યૌવનથી માંડી અહીં જણાવ્યા મુજબની ફરિયાદ હોય છે. સ્ત્રી રોગને લગતા કોઈ પણ નિવારણો તમારા જ ઘરમાં રહેલા છે, પણ આપણે નાની અમથી બાબતોમાં ડોકટર પાસે દોડી જવાની આદતને કારણે આ વસ્તુઓ પ્રત્યે ઉપેક્ષા સેવીએ છીએ. જેથી આજે અમે સ્ત્રી રોગોમાં લભકારક કેટલાક દેશી ઉપચાર બતાવવાના છે જે ઝડપથી રાહત પહોંચાડશે સાથે સરળતાથી ઉપલબ્ધ પણ હોય છે.

જાણો…સ્ત્રી રોગમાં ઉપયોગી આયુર્વેદ ઉપચારો…….

-સ્‍ત્રીઓને માસિક વખતે ખૂબ પીડા થતી હોય કે માસિક બરાબર ન આવતું હોય તો તલ ખાવા, એક તોલા કાળા તલને વીસ તોલા પાણીમાં ઉકાળવું, પાંચ તોલા પાણી બાકી રહે એટલે તેમાં ગોળ નાખી ઉકાળી પીવાથી માસિક સાફ આવે છે.

-પાકાં કેળા, આમળાંનો રસ ને સાકર ભેગું કરી પીવાથી સ્‍ત્રીઓના પ્રદર અને બહુમુત્ર રોગ મટે છે.

-જીરા અને સાકરનું ચૂર્ણ પચીસ પૈસાભાર, ચોખાના ધોવાણમાં પીવાથી સ્‍ત્રીઓનું સ્‍વેતપ્રદર મટે છે.

-પાકું કેળું ઘી અને સાકર સાથે લેવાથી લોહીવા મટે છે.

-તાંદળજાનાં મૂળ વાટીને ચોખાના ઓસામણમાં પીવાથી સુવાવડી અને સગર્ભાનો રક્તસ્ત્રાવ મટે છે.જીરાની ફાકી લેવાથી સ્‍ત્રીનું ધાવણ વધે છે.

-એક પાકું કેળું અર્ધા તોલા ઘી સાથે સવાર-સાંજ ખાવાથી પ્રદર રોગ મટે છે. હિંગનું સેવન કરવાથી ગર્ભાશય સંકોચાય છે. માસિક સાફ આવે છે અને પેટનો દુઃખાવો મટે છે.આમળાનાં રસ મધ સાથે લેવાથી સ્‍ત્રીઓની યોનિનો દાહ મટે છે.

-કાચો કાંદો ખાવાથી માસિક સાફ આવે છે અને દુઃખાવો થતો નથી.

-માસિક સમયે વધારે રક્તસ્ત્રાવ થતો હોય અને ચક્કર આવતાં હોય તો તુલસીના રસને મધમાં મેળવીને પીવાથી ફાયદો થાય છે.

-ત્રણ તોલા મેથીનો લોટ લઈ રાત્રે વીસ તોલા દૂધમાં પલાળી રાખવો. સવારે પાંચ તોલા ઘી ગરમ કરી તેમાં દૂધમાં ભીંજવેલો મેથીનો લોટ નાખી એકરસ કરી ઉતારી લેવું. પછી તેમાં બે તોલા ગોળ નાખી બરાબર મિક્સ કરી પ્રસૂતા સ્‍ત્રીને એકવીસ દિવસ સુધી ખવડાવવાથી ધાવણ છૂટથી આવે છે.

-સુવાવડી સ્‍ત્રીને ભૂખ ન લાગતી હોય તો પા ચમચી અજમાનું ચૂર્ણ, બે ચમચી આદુનો રસ અને સોપારી જેટલો ગોળ મેળવી સવારે અને રાત્રે ખાવાથી ખૂબ ભૂખ લાગે છે.

-સુવાવડમાં સ્‍ત્રીઓએ સુવાનો ઉપયોગ છૂટથી કરવો જેથી ધાવણ સારું આવે છે, કમર દુઃખતી નથી અને ખાધેલું પાચન થાય છે.

-સુવાવડના તાવમાં અને સુવાવડ પછી થતા કમરના દુઃખાવામાં અજમો અડધી ચમચી, સૂંઠ અડધી ચમચી અને ઘી બે ચમચી ભેગું કરી સવારે અને રાત્રે ખાવાથી તાવ અને કમરનો દુઃખાવો મટે છે.

-લવિંગને ગરમ પાણીમાં ભીંજવી એ પાણી પીવાથી સગર્ભા સ્‍ત્રીઓની ઊલટી મટે છે.

-ઊલટી, ઉબકા, અપચો, આફરો, કફના રોગો, ઉદરશૂળ વગેરે સુવાવડી સ્‍ત્રીની ફરિયાદોમાં અડધી ચમચી જેટલું અજમાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે નવશેકા પાણી સાથે લેવાથી આરામ થાય છે.

-ધાણાનું ચૂર્ણ પા તોલો અને સાકર એક તોલો ચોખાના ધોવાણમાં પીવાથી સગર્ભા સ્ત્રીની ઊલટી મટે છે.

-નારંગી ખાવાથી સગર્ભા સ્‍ત્રીઓના ઊબકા અને ઊલટી મટે છે.

-તુલસીનાં પાનનો રસ પીવાથી પ્રસવની પીડા ઓછી થઈ જાય છે.

-જે સ્‍ત્રીઓને પૂરતું ધાવણ ન આવતું હોય તેમણે ચોળાનું શાક વધુ તેલમાં બનાવી ખાવાથી ધાવણ આવે છે. તુવેરની દાળનો સૂપ બનાવી ૨ થી ૩ ચમચી ઘી નાખીને પીવાથી ધાવણ વધે છે.

-હિંગની ધુમાડી પ્રસવ સમયે જનન અવયવને આપવાથી પ્રસવ સરળતાથી થાય છે. તલ, જવ અને સાકરનું ચૂર્ણ મધ સાથે ખાવાથી સગર્ભા અને સુવાવડી સ્‍ત્રીઓનો રક્તસ્‍ત્રાવ બંધ થાય છે.

-ઘઉંની સેવને પાણીમાં બાફી, તે પાણી કપડાંથી ગાળી લઈને, ૨૦૦ ગ્રામ પાણીમાં ૩ થી ૪ ચમચી ચોખ્‍ખું ઘી નાખી પ્રસવ થનાર સ્‍ત્રીને પાવાથી પ્રસૂતી સરળતાથી અને જલદી થાય છે.

-ધીમાં શેકેલી હિંગ ઘી સાથે ખાવાથી સુવાવડી સ્‍ત્રીને ચક્કર ને સૂળ મટે છે.

-કળથીનો ઉકાળો પીવાથી ગર્ભપાત કે પ્રસવ પછી ગર્ભાશયની પુરેપુરી શુદ્ધી થાય છે.

-તુલસીના પાનનો રસ પીવાથી પ્રસવની પીડા ઓછી થઈ જાય છે.

-સ્ત્રીઓને ઘણીવાર પ્રસુતીમાં વિલંબ થાય છે, દર્દ જેવં ઉપડવું જોઈએ તેવું ઉપડતું નથી તે વખતે બને તેટલો જુનો ગોળ ૩૦ થી ૪૦ ગ્રામ પાણીમાં નાંખી ગરમ કરીને ઓગાળી લઈ તેમાં ફુલાવેલો ટંકણખાર ૨ ગ્રામ જેટલો મેળવીને પીવાથી જલ્દીથી અને સુખેથી પ્રસવ થાય છે.

– ખજુર થોડા મહિના નિયમિત ખાવાથી વારંવાર મુર્છા આવતી હોય તેવી સ્ત્રીઓના હીસ્ટીરીયા મટે છે.

-રોજ સવારનાં એક લવીંગ ૪૦ દિવસ સુધી ખાવાથી ગર્ભ રહેવાની સંભાવના રહેતી નથી.

-અર્ધી ચમચી સુંઠનું ચુર્ણ અને એક ચમચી ગોળ સવારે અને રાત્રે લેવાથી ગર્ભાશયના દોપો મટે છે અને ગર્ભાશય મજબુત બને છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

કોઈને બતાવ્યા વિના કરો 7 ચમત્કારી ઉપાય, પૈસાની તંગી ઝડપથી થશે દૂર

upay1

રૂપિયા એ દરેક માણસના જીવનની જરૂરિયાત હોય છે પરંતુ તે દરેકના કિસ્મતમાં હોતા નથી. કેટલાક લોકો ખૂબ જ મહેનત કરવા છતાં પણ રૂપિયા ન મળતા હોય તો કેટલાક ઉપાય અજમાવે છે. જો કઠોર મહેનત પછી પણ તમને રૂપિયાની ખોટ દૂર ન થતી હોય કે તમે વધુ રૂપિયા કમાવા માગતા હોવ તો અહીં કેટલાક સરળ ઉપાય બતાવ્યા છે. આ ઉપાયોને કરવાથી રૂપિયાની તંગી દૂર થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે શાસ્ત્રોના ઉપાય ખૂબ જ ઝડપથી અસર બતાવવાનું શરૂ કરી દે છે. જો તમે પણ આ ઉપાય કરશો તો ચોક્કસ જ લાભ પ્રાપ્ત કરી શકશો.

માલામાલ થવાની ઈચ્છા ધરાવતા વ્યક્તિ બુધવારે આ ઉપાય કરો. ઉપાય પ્રમાણે બુધવારના દિવસે સાત સાબૂત કોડીઓ લો. કોડિયો બજારમાં પૂજા સામગ્રીની દુકાને આસાનીથી મળી જાય છે. તેની સાથે જ એક મુઠ્ઠીમાં લીલા મગ લો. બંનેને એક લીલા કપડાંમાં બાંધી લો અન કોઈ મંદિરની સીડીઓ ઉપર ચૂપચાર મૂકી આવો.

ધ્યાન રાખો કે આ વાત કોઈને ન બતાવશો. નહીંતર ઉપાય નિષ્ફળ થઈ જશે.

વાંચો અન્ય ચમત્કારી ઉપાયો વિશે……

કોઈપણ સપ્તાહના રવિવારે એક ગ્લાસ દૂધના ઉપાય કરશો તો તમે રૂપિયાનું સુખ પ્રાપ્ત કરવા લાગશો. આ ઉપાય કરવા માટે તમારે રવિવારની રાત્રે સૂતી વખતે 1 ગ્લાસમાં દૂધ ભરીને પોતાના માથા ઉપરના ભાગે રાખીને સૂવાનું છે. તેની માટે ધ્યાન રાખવું કે ઊંઘમાં દૂધ ઢળવું ન જોઈએ. સવારે નિત્ય કામ પછી નિવૃત્ત થઈ જાઓ. ત્યારબાદ આ દૂધને કોઈ બાવળિયાના ઝાડની જડમાં નાંખી દો. એમ દર રવિવારની રાતે કરો.

અહીં એક બીજો ઉપાય છે જેનાથી તમારા ઉપર લાગેલી ખરાબ નજર દૂર થઈ જશે. નકારાત્મક શક્તિઓની અસર દૂર થઈ જશે અને કાર્યમાં સફળતા મળવા લાગશે. રૂપિયાની ખોટ પણ દૂર થઈ જશે.

જો તમે રૂપાયની તંગીથી પરેશાન હોવ અને ઈમાનદારીથી મહેનત કરવા છતાં પણ ફળ ન મળી રહ્યું હોય તો કોઈ પણ સોમવારે આ ઉપાય કરો.

ઉપાય પ્રમાણે સોમવારની રાત્રે ચંદ્રોદય થઈ જાય તો ત્યાર પછી પોતાના પલંગની ચારેય ખૂણામાં ચાંદીની ખીલી ઠોકી દો. ચાંદીની ખીલી નાની-નાની પણ લગાવી શકાય છે. આ એક ચમત્કારી ઉપાય છે અને તેનાથી તમારા ઘરન આસપાસની નકારાત્મક ઊર્જા પણ નષ્ટ થઈ જાય છે. રૂપિયાની સમસ્યા પણ દૂર થવા લાગે છે.

માલામાલ થવા માટે કાચા દૂધનો એક બીજો ઉપાય કરો. દર સોમવારના દિવસે સવારે વહેલા ઊઠો. ઊઠ્યા પછી નિત્ય કર્મોથી નિવૃત્ત થઈને પવિત્ર થઈ જાઓ. ત્યારબાદ તમારા ઘરની આસપાસસ કોઈપણ શિવમંદિરમા જાઓ અને ત્યાં શિવલિંગ ઉપર કાચૂ દૂધ ચઢાવો.

જો એવું દર સોમવારે કરવામાં આવે તો તમારી બધી મનોકામનાઓ પૂરી થઈ જશે. આ ખૂબ જ સરળ અને ચમત્કારી ઉપાય છે.

ધન સંબંધી પરેશાનીઓ દૂર કરવા માટે અઠવાડિયાન દર ગુરુવારે આ તાંત્રિક ઉપાય કરો. ઉપાય પ્રમાણે દર ગુરુવારે તમે પીળા વસ્ત્ર પહેરો. ખાવામાં પીળા રંગની મિઠાઈ ખાઓ. તેની સથે જ પીળા રંગની વસ્તુઓનું દાન કરો. પીળા રંગની વસ્તુ જેવા કે પીળા કપડાં, પીળા ફળ, કેરી, હળદર વગેરે.

આ ઉપાયથી પણ ધનની ખોટ દૂર થઈ જાય છે.
જો કોઈ વ્યક્તિ દેવાને લીધે પરેશાન હોય અને દેવાની ચૂકવણી ન કરી શકતો હોય તો તેને આ તાંત્રિક ઉપાય કરવો જોઈએ. દેવાના હપ્તાઓની ચૂકવણી મંગળવારે જ કરો. તે સિવાય એ વાતનું વિશેષ ધ્યાન રાખો કે બુધવારે અને ગુરુવારે કોઈને પણ દેવાના રૂપિયા ન આપવા જોઈએ. મંગળવારના દિવસે દેવાના હપ્તા ચૂકવવાનું શ્રેષ્ઠ રહે છે. આ વાતનું ધ્યાન રાખસો તો દેવું ઝડપથી દૂર થઈ જશે.

એક અન્ય ચમત્કારી પ્રમાણે જો શક્ય હોય તો હંમેશા ચાંદીના વાસણમાં પાણી પીવો. ચાંદીના વાસણ ન હોય તો ગ્લાસમા પાણી ભરો અને તેમાં ચાંદીની અંગૂઠી નાખીને પાણી પીવો. આ પ્રાચીન, સરળ અને ખૂબ જ ચમત્કારી તાંત્રિક ઉપાય છે. તેનાથી ચોક્કસસપણે ધન સંબંધી મામલાઓમાં રાહત મળે છે.

અહીં આપેલ બધા ઉપાય તંત્ર શાસ્ત્રમાં આપવામાં આવેલ છે. આ ઉપાય ચુપચાપ કોઈને બતાવ્યા વગર કરવામાં આવે તો વધુ પ્રભાવશાળી સિદ્ધ થાય છે. આથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેની સાથે જ આ ઉપાય સંબંધે કોઈપણ પ્રકારની શંકા કે સંદેહ મનમાં ન રાખવો. તે પૂરી આસ્થા અને વિશ્વાસથી જ કરવા.

તમારા ઘરની આસપાસસ કોઈપણ શિવમંદિરમા જાઓ અને ત્યાં શિવલિંગ ઉપર કાચૂ દૂધ ચઢાવો.

સાભાર: દિવ્ય ભાસ્કર.

જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો