જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!

lovebird

વિવાહ પહેલાં વર-કન્યાનો મેળાપક કરીને તેમનું ભાવિ દાંપત્યજીવન કેવું રહેશે તેનો તાગ મેળવવામાં આવે છે. આવું જ પ્રેમની બાબતમાં પણ છે. પ્રેમસંબંધની સફળતા કે નિષ્ફળતાનો આધાર બે વ્યક્તિઓના સ્વભાવ અને રાશિગત ગુણ પર આધારિત હોય છે, તેથી પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે

પ્રેમસંબંધ લગ્નમાં પરિણમી સફળતા મેળવે છે અથવા બ્રેકઅપનો દુઃખદ અંત બતાવે છે. પ્રેમમાં ક્યારેક સમર્પણ મળે છે, તો ક્યારેક દગો પણ મળે છે. વાસ્તવમાં પ્રેમસંબંધની સફળતા કે નિષ્ફળતાનો આધાર બંને વ્યક્તિની રાશિ ઉપર રહે છે. દરેક રાશિ પ્રેમની બાબતમાં અનોખી છે. દરેક રાશિનો અન્ય રાશિ સાથેનો અલગ-અલગ સંબંધ હોય છે. દરેક રાશિના જાતકોનો અન્ય રાશિના જાતકો સાથે પ્રેમસંબંધ કેવો હોય છે તે જાણીએ.

મેષ:
મેષ રાશિ એ ઓજસ્વી અને અગ્નિ તત્ત્વ પ્રધાન રાશિ છે. મેષ રાશિના જાતકોનો મેષ રાશિ સાથે અતિશયોક્તિભર્યો, વૃષભના જાતકો સાથે ગંભીર, મિથુનના જાતકો સાથે સામાન્ય પ્રેમસંબંધ હોય છે. કર્કના જાતકો સાથે વિરોધાભાસી અભિગમ, સિંહના જાતકો સાથે સ્નેહ સંબંધો વિલક્ષણ હોય છે. કન્યાના જાતકો સાથેના સંબંધો શંકાશીલ, તુલાના જાતકો સાથે સુખી અને સંતુષ્ટ તથા વૃશ્ચિકના જાતકો સાથે પ્રેમની બાબતમાં શ્રેષ્ઠ સુખ મેળવે છે. ધનના જાતકોનો પ્રેમ આનંદ આપનારો, મકરના જાતકો સાથે સંઘર્ષમય અને કુંભના જાતકો સાથે સુમેળ સાધવા નિર્માયેલો હોય છે, જ્યારે મીનના જાતકો સાથે પ્રેમસંબંધ સારો અને સ્વતંત્ર હોય છે.

વૃષભ:
વૃષભ એ સ્થિર, સૌમ્ય પૃથ્વી તત્ત્વની રાશિ છે. વૃષભ રાશિના જાતકો મેષ, સિંહ અને ધન રાશિના જાતકો સાથે પ્રેમસંબંધોમાં પરસ્પર સહિષ્ણુતા કેળવે તો એમનો ઉત્કર્ષ થઈ શકે છે. આ જાતકોને વૃષભ, કન્યા અને મકર રાશિના જાતકો સાથે સારું બને છે, પરંતુ કેટલીક વખત તેઓ એકબીજાના પ્રેમભાવને સમજી શકતા નથી, જ્યારે મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકો સાથે સુમેળ સાધવા પ્રયત્નશીલ થવું પડે છે. વૃષભ રાશિના જાતકો કર્ક, વૃશ્ચિક અને મીન રાશિઓની વ્યક્તિને બહુ સારી રીતે સમજી શકે છે અને પરસ્પર સામંજસ્ય પણ હોય છે.

મિથુન:
મિથુન રાશિ ચંચળ, ચપળ અને વાયુ તત્ત્વ પ્રધાન રાશિ છે. તેઓ પ્રેમની બાબતમાં સ્વતંત્ર હોય છે. મિથુન રાશિના જાતકો મેષ, સિંહ અને ધન રાશિના જાતકો સાથે સંબંધોમાં ઉત્સાહ અને ઉત્તેજના અનુભવે છે. વૃષભ, કન્યા અને મકર રાશિના જાતકો એકબીજાના સંબંધોમાં પરસ્પર અનુકૂલન સાધી શકે છે, જ્યારે મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકોનો પ્રેમ એ સ્વાર્થનો બની રહેતો હોય છે. આ જાતકોને કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો સાથે પ્રેમસંબંધોમાં કેટલીક વખત તિરાડ જોવા મળે છે, પરંતુ સમય બદલતાં સ્નેહ પણ એટલો જ વધારે જોવા મળે છે.

કર્ક:
કર્ક રાશિ સંવેદનશીલ તથા જળ તત્ત્વ પ્રધાન રાશિ છે. કર્ક રાશિના જાતકોનો પ્રેમ ઊર્િમશીલ હોય છે. કર્ક રાશિના જાતકોને મેષ, સિંહ અને ધન રાશિના જાતકો સાથે સ્નેહ સંબંધોમાં અવારનવાર તકરાર રહ્યા કરે છે. વૃષભ, કન્યા, મકર રાશિના જાતકો સાથે સંબંધ સારા રહે છે. સંબંધો સ્થાયી અને કાયમી રહે છે. મિથુન, તુલા, કુંભ રાશિના જાતકો સાથે સંબંધો અનિશ્ચિત હોય છે એટલે કે પ્રેમ અને ક્રોધ બંને વરસાવી જાણે છે. જ્યારે કર્ક, વૃશ્ચિક, મીન રાશિના જાતકો સાથે સામાન્ય વર્તન રહેતું હોય છે, પણ ક્યારેક પ્રેમમાં દગો થઈ શકે છે.

સિંહ:
સિંહ રાશિ સ્થિર, સક્રિય અને અગ્નિ તત્ત્વ પ્રધાન રાશિ છે. સિંહ રાશિના જાતકો અન્ય રાશિની વ્યક્તિઓ સાથે પણ વફાદાર હોય છે. સિંહ રાશિના જાતકોને મેષ, સિંહ અને ધન રાશિના જાતકો સાથે ક્યારેક ક્યારેક સંબંધોમાં ખટાશ આવે છે. વૃષભ, કન્યા, મકર રાશિના જાતકો સાથેના સંબંધોમાં એકબીજા સાથે ઈર્ષા ઊભી કરે છે. ઘણી વાર સંબંધોમાં સ્પર્ધા પણ ઊભી થાય છે. મિથુન, તુલા, કુંભ રાશિના જાતકો સાથે તેઓ લાગણીશીલ વલણ રાખે છે, પરંતુ કેટલીક વખત શંકાની નજરથી પણ જુએ છે, જ્યારે કર્ક, વૃશ્ચિક, મીન રાશિના જાતકો સાથે પ્રેમમાં ખૂબ વફાદાર રહે છે, એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે.

કન્યા:
કન્યા એ સૌમ્ય અને પૃથ્વી તત્ત્વ પ્રધાન દ્વિસ્વભાવ રાશિ છે. કન્યા રાશિના જાતકોના પ્રેમમાં સમર્પણની ભાવના રહેલી હોય છે. કન્યા રાશિના જાતકોએ મેષ, સિંહ અને ધન રાશિના જાતકો સાથે બિલકુલ સાવધાનીભર્યા સંબંધો રાખવા જોઈએ. વૃષભ, કન્યા અને મકર રાશિના મિત્રો સાથે અહંકાર અને અભિમાની પ્રેમ હોય છે. મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકો સાથે સ્નેહ સંબંધોમાં ગૌરવ અને ગરીમા ઝળકતાં હોય છે. તેઓને એકબીજા માટે ખૂબ માન હોય છે, જ્યારે કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો સાથે સંબંધો પૂર્વગ્રહયુક્ત હોય છે.

તુલા:
તુલા એ વાયુ તત્ત્વ પ્રધાન રાશિ છે. તુલા રાશિના જાતકોને મેષ અને ધન રાશિના જાતકો સાથે પ્રેમસંબંધોમાં માત્ર ને માત્ર સ્વાર્થ હોય છે. સાચો પ્રેમ એ તો માત્ર વાતો જ હોય છે. વૃષભ, કન્યા અને મકર રાશિના જાતકો સાથે પ્રેમની બાબતમાં વધારે અપેક્ષાઓ રાખે છે. મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકો સાથેના સંબંધોમાં મદભેદ થયા કરે છે, પરંતુ તે દૂર કરીને સંબંધોને ક્રિયાશીલ રાખે છે, જ્યારે કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો સાથેના પ્રેમસંબંધો શ્રેષ્ઠ હોય છે. પરસ્પર એકબીજાની ભાવનાને સમજી શકે છે. તુલા રાશિના જાતકો સારા પ્રેમી પૂરવાર થાય છે.

વૃશ્ચિક:
વૃશ્ચિક રાશિ સ્થિર અને જળ તત્ત્વ પ્રધાન રાશિ છે. આ જાતકોમાં કામલાલસા વધારે જોવા મળે છે. વૃશ્ચિક રાશિના જાતકોને મેષ, સિંહ અને ધન રાશિના જાતકો સાથે પ્રેમમાં વફાદારી અને વિશ્વસનીયતા રહેલી હોય છે. વૃષભ, કન્યા, મકર રાશિના જાતકો સાથે માત્ર ને માત્ર જાતીય આવેગો સંતોષવા પૂરતો જ પ્રેમ હોય છે. મિથુન, તુલા, કુંભ રાશિના જાતકો સાથેનો પ્રેમ શુદ્ધ અને પવિત્ર હોય છે, જ્યારે કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકોનો પ્રેમ રંગીલો હોય છે, પરંતુ વિવેક અને પ્રામાણિકતા પણ ભારોભાર જોવા મળે છે.

ધન:
ધન રાશિ એ પ્રબળ અને અગ્નિ તત્ત્વ પ્રધાન દ્વિસ્વભાવ રાશિ છે. ધન રાશિના જાતકો વિશુદ્ધ પ્રેમની શોધમાં નિરંતર ભટકતાં હોય છે, પરંતુ એમના હૃદયમાં જ રહેલા એ વિરુદ્ધ પ્રેમને તેઓ ભાગ્યે જ પામી શકે છે. ધન રાશિના જાતકોને મેષ, સિંહ અને ધન રાશિના જાતકો સાથે પ્રેમની બાબતમાં બહુ બનતું નથી. આવા પ્રેમીઓ સતત એકબીજાનો અનેક બાબતોએ વિરોધ જ કરતાં હોય છે. વૃષભ, કન્યા અને મકર રાશિના જાતકો સાથેના સ્નેહ સંબંધો આશાવાદી હોય છે અને તેમનો પ્રેમ સાર્થક થઈ શકતો નથી. મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકો સાથે પ્રેમમાં હંમેશાં તણાવ રહ્યા કરે છે, જ્યારે કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો સાથે સ્નેહ સંબંધો સારા અને ટકાઉ હોય છે.

મકર:
મકર રાશિ પૃથ્વી તત્ત્વ પ્રધાન રાશિ છે. તેઓ પ્રેમમાં શાંત, સ્થિર અને લાગણીશીલ હોય છે. મકર રાશિના જાતકો એમની આકાંક્ષાઓ અને ઝંખનાઓનો સંપૂર્ણ ત્યાગ કરી શકતા જ નથી. મકર રાશિના જાતકોનો મેષ, સિંહ અને ધન રાશિના જાતકો સાથેનો પ્રેમ ખૂબ જ નિર્દોષ હોય છે. વૃષભ, કન્યા અને મકર રાશિના જાતકો સાથે શાંત અને સરળ સંતૃપ્તિનો પ્રેમ હોય છે, જ્યારે મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકો સાથે પ્રેમસંબંધમાં વિલાપ સહન કરવો પડે છે. કર્ક, વૃશ્ચિક, મીન રાશિના જાતકો સાથે પ્રણયસંબંધ ઉષ્માભર્યો હોય છે, પરંતુ કેટલીક વખત પ્રેમમાં અંતરાયો પણ આવે છે. મકર રાશિના જાતકો પ્રેમમાં જેટલા પ્રામાણિક રહેશે તેટલો લાભ મેળવશે.

કુંભ:
કુંભ રાશિ એ વાયુ તત્ત્વ પ્રધાન રાશિ છે. આ જાતકો પ્રેમમાં શારીરિક સંતૃપ્તિ પછી ભાવશૂન્ય રહે છે. કુંભ રાશિના જાતકો મેષ, સિંહ, ધન રાશિના જાતકો સાથે સ્નેહ સંબંધોમાં ગળાડૂબ અને વફાદાર હોય છે તથા પ્રેમમાં સફળતા પણ મેળવે છે. વૃષભ, કન્યા અને મકર રાશિના જાતકો સાથે પ્રણયસંબંધોમાં સંકુચિત, નિષ્ઠુર, જડ અને અહમપ્રિય હોય છે. મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકો સાથે પ્રેમનું સુખ પ્રાપ્ત કરવામાં કેટલીય અડચણ અનુભવતા હોય છે. કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો સાથે પ્રેમયાત્રા શરૂ કરીને પૂર્ણ પણ બહુ જલદી કરે છે.

મીન:
મીન રાશિ એ જળ તત્ત્વ પ્રધાન અને સંવેદનશીલ રાશિ છે. મીન રાશિના જાતકોનો પ્રેમ સમર્પણની ભાવનાથી ભરેલો હોય છે. તેઓ પ્રેમનો વિરલ આનંદ માણે છે. મીન રાશિના જાતકો મેષ, સિંહ અને ધન રાશિના જાતકો સાથે પ્રણય અને વિલાસથી ભરપૂર જીવન માણતાં હોય છે. વૃષભ, કન્યા અને મકર રાશિના જાતકો સાથે પરસ્પર વિરોધાભાસી વલણોથી ભરેલા હોય છે. મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકો સાથે મન અને હૃદયથી પ્રભાવિત થયેલા હોય છે, જ્યારે કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો સાથેનો પ્રેમ પરમ શુદ્ધ હોય છે. કામલાલસા તેના માટે ગૌણ બાબત હોય છે.

પ્રેમ પ્રાપ્ત કરવા આટલું કરો 
  •  પ્રેમમાં આવતી બાધાઓ દૂર કરવા માટે બુધવારના દિવસે કેળના પાન પર પોતાના પ્રિય પાત્રનું નામ લખી કેળનું પાન વિષ્ણુ ભગવાનના મંદિરમાં અર્પણ કરવું.
  •  જે વ્યક્તિને પ્રેમમાં સફળતા પ્રાપ્ત ન થતી હોય તેમણે દ્વિમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી લાભ થશે.
  •  પ્રિય પાત્રનો પ્રેમ પામવા માટે તાંબાનો એક કળશ લેવો. તેમાં આખી હળદર, ચોખા તેમજ ગોરોચન પધરાવી ભગવાન શિવજી પર દર સોમવારે અભિષેક કરવો.
  •  રાવણ સંહિતા મુજબ લાલ કપડું લેવું. તેમાં મધ્યમાં ચંદનથી ત્રિકોણ બનાવવું. તેમાં જે વ્યક્તિનો પ્રેમ પ્રાપ્ત કરવો હોય તેનું નામ લખવું અને તે લાલ કપડાને હંમેશાં સાથે રાખવું. આ પ્રયોગ માત્ર પ્રદોષના દિવસે કરવો.
  •  જ્યોતિષીની સલાહ મુજબ શુક્રનું નંગ ધારણ કરવું.
  •  લાલ ફૂલ, પીળાં ફૂલ, સફેદ ફૂલ, કેસરી ફૂલ અને આસોપાલવના પાનથી ભગવાન નારાયણની ઉપાસના કરવી. આમ, શ્રેષ્ઠ પ્રેમ નિશ્ચિત પ્રાપ્ત થશે.

જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

 

2 thoughts on “જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!”

Leave a comment

Blog about Happening all things around us that touching our Jindagi