Category Archives: સરકારી માહિતી सरकारी माहिती Government Information

સરળ ટીપ્સ: ધનવાન બનવાની સૌથી સરળ રીત, જેને અપનાવવાથી થશે ફાયદો…!!

pagar2

ધનવાન બનવા માટે જરૂરી નથી કે તમારો પગાર ઘણો વધારે હોય કે પછી બિઝનેસમાં હંમેશા નફો થતો હોય. ઓછો પગાર અને થોડા નફામાંથી પણ બચત કરીને ધનવાન બની શકાય છે. આ માટે રોકાણ યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે કરવામાં આવે તે જરૂરી છે. ઘણીવાર પૈસા હોવા છતાં આપણે એ નક્કી કરી શકતા નથી કે તેનું ક્યાં અને કેવી રીતે રોકાણ કરવું જોઈએ. જો યોગ્ય દિશા મળે તો શરૂઆત નાની બચતથી કરીને મોટું ભંડોળ એકઠું કરી શકાય છે. રોકાણની નાની અને સરળ રીત જેના દ્વારા તમે બચત કરશો તો ધનવાન થશો.

પહેલાં સમજો પછી કરો રોકાણ:

રોકાણના વિકલ્પની પસંદગી હંમેશા તમારી જરૂરિયાત મુજબ કરો. માસિક ખર્ચ, ઉંમર, પગાર, રિસ્ક પ્રોફાઈલ અને ઈન્વેસ્ટમેન્ટના પ્લાનને જાણ્યા-સમજ્યાં બાદ જ રોકાણ કરો. તમે કેટલાં રોકાણની આશા રાખી રહ્યા છો તે સૌથી જરૂરી છે. આ સમજ્યા બાદ લાંબાગાળા કે ટૂંકાગાળા માટે રોકાણ કરવું તે નક્કી કરો.

કેટલી હોવી જોઈએ બચત:

જો તમે દર મહિને 3200 રૂપિયાની બચત કરો છો અને તેના પર તમને 10 ટકા વળતર મળે છે તો 30 વર્ષ બાદ તમારી પાસે આશરે 72,94,000 રૂપિયા થઈ જશે.

અલગ સેવિંગ એકાઉન્ટ:

બચતની રકમને સેલેરી એકાઉન્ટમાં રાખવાના બદલ બીજા સેવિંગ એકાઉન્ટમાં રાખો. આ રૂપિયાને અલ અલગ જગ્યાએ રોકાણ કરો. ઉપરાંત સ્ટોક માર્કેટ, મ્યુચ્યુઅલ ફન્ડ, પીપીએફ, ઈન્શ્યોરન્સ અને એલઆઈસી સારું રિટર્ન આપતાં વિકલ્પ છે.

સ્ટોક માર્કેટ:

સ્ટોક માર્કેટમાં રોકાણ હાઈ રિસ્ક અને હાઈ રિટર્નવાળો વિકલ્પ છે. જોકે સ્ટોક બજારમાં ઘણી કંપનીઓ એવી છે જે ઈન્વેસ્ટમેન્ટ માટે સુરક્ષિત માનવામાં આવે છે. જેમકે બેન્કિંગ પાવર, આઈટી, ઓટો સેકટર વગેરે. બેન્કિંગમાં એસબીઆઈ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, આઈડીબીઆઈ વગેરેના જૂના રેકોર્ડ જોતાં ભરોસાપાત્ર સ્ટોક્સ ગણવામાં આવે છે. પાવર સેક્ટરમાં એનટીપીસી, આઈટીમાં ઈન્ફોસિસ, વિપ્રો, ટીસીએસ, મેટલમાં હિંડાલ્ડો, ટાટા સ્ટીલ, ટિસ્કો, ઓટો સેક્ટરમાં મારુતિ, ટેક્સટાઈલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વગેરે શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે.

સોનામાં રોકાણ:

ગોલ્ડ, સિલ્વર વગેરે રોકાણના હિસાબે શ્રેષ્ઠ સાબિત થાય છે. જોકે કેટલાંક સમયથી તેમાં સારું વળતર નથી મળી રહ્યું. માર્કેટ એક્સપર્ટ્સ લોન્ગ ટર્મના હિસાબે તેને સારો વિકલ્પ માને છે. તેમાં બચતના 15થી 35 ટકા ઈન્વેસ્ટ કરશો તો વધારે સારું રહેશે.

મ્યુચ્યુઅલ ફન્ડ:

આ એક સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ વિકલ્પ છે. તેમાં ઈન્વેસ્ટર પૈસા સીધા જ ન રોકતાં ફન્ડ મેનેજરના માધ્યમથી રોકે છે. તેમાં તમે દર મહિને તમારી બચતના પ્રમાણમાં રોકાણ કરી શકો છે. દર વર્ષે 12થી 15 ટકા સુધી રિટર્ન મળી શકે છે. આ સ્ટોક માર્કેટ પર નિર્ભર હોવાથી તેમાં થોડું રિસ્ક રહે છે.

આરડી અને એફડી:

આરડી એકાઉન્ટમાં પણ રોકાણ કરી શકાય છે. રિકરિંગ ડિપોઝિટ (આરડી)માં પણ સારું વળતર મળે છે. આ ઉપરાંત ફ્કિસ ડિપોઝિટ (એફડી) પણ સારો વિકલ્પ છે. તમામ બચત એફડીમાં ન રોકવી જોઈએ. કારણકે અચાનક જરૂર પડવા પર જો તમે એફડી તોડો તો તમને ઓછું વ્યાજ મળે છે. ક્યારેક બેન્ક પેનલ્ટી પણ લગાવે છે.

પીપીએફ:

તમે પગારદાર હો કે બિઝનેસમેન, બચતનો આશરે 25 ટકા હિસ્સો લોન્ગ ટર્મમાં ઈન્વેસ્ટ કરવો જોઈએ. લાંબાગાળામાં ઈન્વેસ્ટમેન્ટ પીપીએફ, પીએફ અને લાઈફ ઈન્શ્યોરન્સ સારો વિકલ્પ છે. પીપીએફ અને પીએફ યોજનાઓ વર્તમાન સમયમાં 8.75 ટકા વાર્ષિક રિટર્ન મળી રહ્યું છે.

એલઆઈસી:

એલઆઈસીમાં ઘણી સ્કીમ છે. તેમાં બીમારી, એક્સિડન્ટ, લોન સુવિધા કવર થવાની સાથે સાથે મેચ્યોરિટીમાં મોટી રકમ મળી જાય છે. એલઆઈસીમાં 5 ટકાથી 7 ટકા વળતર મળે છે. તેનાથી તમે સ્વયં અને પરિવાર સુરક્ષિત રહે છે. ફેમિલી પર બોજ નથી પડતો. બાળકોનું શિક્ષણ, લગ્ન જેવા કામ પર ભંડોળ મળી રહે છે.

પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટમેન્ટ:

રિયલ એસ્ટેટ સારો વિકલ્પ છે, પરંતુ તેમાં ઈન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં વર્તમાન હાલત જોઈ લેવી જોઈએ. રિયલ એસ્ટેટમાં રોકાણ કરતી વખતે પ્રોપર્ટીનો ભાવ વધારે ન હોય તે ખાસ જોવું જોઈએ, ક્યારેક માર્કેટમાં ઘટાડાથી વધારે નુકસાનની સંભાવના રહે છે. આ ઉપરાંત જો તમે ઈક્વિટીમાં રૂપિયા રોક્યા હોય અને તે 2-3 વર્ષમાં સારુ વળતર આપે તો આ રૂપિયાને રિયલ એસ્ટેટમાં શિફ્ટી કરી દેવા પણ સમજદારીભર્યો નિર્ણય હોઈ શકે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.

જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

નવા બિઝનેસની શરૂઆત માટે બેન્ક પાસેથી આ રીતે લો લોન, જાણો આખી પ્રક્રિયા…!!
જાણો અજાણી વાતો…ખાતુ બંધ કરતી વખતે પણ વસૂલાય છે ચાર્જ, બેન્ક નથી જણાવતી આ ૮ વાતો…!!!
જાણો…આ રીતે ઉપાડી શકો છો PFના રૂપિયા, 58 વર્ષ સુધી રાહ નહીં જોવી પડે…!!
જાણી જ લો…ખોવાઇ જાય બેન્ક પાસબુક કે પ્રોપર્ટી પેપર, આ છે પાછા મેળવવાના રસ્તા…!!
જાણી જ લો…વિદેશમાં તમારો PASSPORT ખોવાઈ જાય તો આ ટિપ્સ કરશે તમારી મદદ…!!!
નિવૃતિ માટે કરો NPSમાં રોકાણ, મળશે ઇપીએફ કરતાં વધુ રિટર્ન…!!!
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, તો શું કરશો..?
બદલાઈ ગઈ 100 રૂપિયાની નોટ, હવે આ રીતે ઓળખો અસલી-નકલી નોટને
કરો શેરબજાર માં કમાણી…મેળવો વધારાની આવક શેરબજારમાંથી…આ છે 4 સરળ સ્ટેપ્સ
100 વર્ષ જૂનો નિયમ બદલાયો, હવે આ રીતે નક્કી થશે સોનાની કિંમત
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
વિજ્ઞાન ના અવનવા આશ્ચર્યજનક તથ્યો…!!
તમારૂ મગજ માની ના શકે તેવા કલ્પનાતીત તથ્યો…!!!
WHATSAPP યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स

આધાર કાર્ડમાં ખોટું છપાયું છે તમારૂ નામ અથવા સરનામું, તો ઘર બેઠે કરો અપડેટ…!!

adc

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આધાર કાર્ડ હવે બે કામ માટે જ માન્ય રહેશે. એવામાં ગેસ સબસિડી અને પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ (પીડીએસ)નો લાભ લેવા માટે તે જરૂરી છે. અત્યાર સુધીમાં દેશમાં 120 કરોડમાંથી 80 કરોડ લોકોના આધાર કાર્ડ બની ગયા છે. પરંતુ, એવી ફરિયાદ મળી રહી છે કે આધાર કાર્ડમાં ધારકનું નામ અથવા સરનામું ખોટું છપાઈ ગયું હોય તો તેમાં સુધારો કઈ રીતે કરાવવો તે લોકોને ખબર નથી હોતી. ભાસ્કર તમને જણાવી રહ્યું છે કે આધાર કાર્ડમાં રહેલી ભૂલ ઘર બેઠે સુધારી શકાય છે. તેના માટે સરળ 4 સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.

જાણો, કેવી રીતે સુધારશો આધાર કાર્ડમાં થયેલી ભૂલને

પહેલુ સ્ટેપ

http://uidai.gov.in વેબસાઇટ પર જઇને ‘આપકા આધાર’ લિન્ક પર ક્લિક કરો. નવા પેજ પર ડાબી તરફ નીચેની બાજુ ‘અપડેટ યોર આધાર ડેટા’ પર ક્લિક કરવું. અહીં દેખાશે કે તમે કઈ કઈ જાણકારી અપડેટ કરી શકો છો. નીચે આપેલ લિન્ક પર ક્લિક કરવું. પછી જે પેજ ખુલે તેના પર ‘સબમિટ યોર અપડેટ કરેક્શન’ પર ક્લિક કરવું.

adc1

બીજુ સ્ટેપ

એન્ટર યોર આધાર નંબરમાં તમારો આધાર નંબર નાંખવો. ટેક્સ્ટ વેરિફિકેશનમાં સ્પેશ્યલ કેરેક્ટર નાંખવો અને ઓટીપી પર ક્લિક કરવું. તેના આગળના પેજ પર મોંબાઇલ નંબર નાખવો. નીચે સ્પેશ્યલ કેરેક્ટર ટેક્સ્ટવાળી જગ્યા પર ટેક્સ્ટ નાંખવી અને ફરી ઓટીપી પર ક્લિક કરવું. તમારા મોબાઇલ પર ઓટીપીનો મેસેજ આવશે. તે તમને નક્કી કરેલ સ્થાન પર રહેલ બોક્સમાં ટાઇપ કરવાનો રહેશે. ત્યારબાદ તમે વેબસાઇટ પર લોગઇન થઈ જશો.

adc2

ત્રીજું સ્ટેપ

ડેટા અપડેટ પર ક્લિક કર્યા પછી પ્રોસેસ્ડ પર ક્લિક કરવું. જરૂરી દસ્તાવેજ અહીં અપલોડ કરવાના રહેશે. કન્ફર્મ પર ક્લિક કરવું. પછી બીપીઓ સર્વિસ પ્રોવાઇડર પર ક્લિક કરવું. ત્યાં એક બાજુ એજિસ અને બીજી બાજુ કાર્વિસ લખેલું હશે. તેમાંથી કોઈપણ એકને પસંદ કરી સબમિટ કરવું. અપડેટ થવા પર કંપલીટનો મેસેજ મોબાઇલ પર આવશે. જેમાં તમને યૂઆરએન નંબર મળશે.

adc3

ચોથું સ્ટેપ

છેલ્લે અપડેટ સ્ટેટસ પર આધાર નંબર અને યૂઆરએન નાંખવાના રહેશે. તે પૂર્ણ થયા બાદ એક મેસેજ તમને દેખાશે ‘યોર રિક્વેસ્ટ કંપલીટ સક્સેસફુલ’. ત્યાર બાદ સાઇનઆઉટ કરી નાંખવું. શરૂમાં જ્યાં ડેટા અપડેટ સ્ટેટસ લખેલ છે. તેના પર ક્લિક કરવાની સાથે જ એકવાર ફરી આધાર નંબર અને યૂઆરએન નાંખી ચેક કરવું. તેમાં લખેલ આવશે રિક્વેસ્ટ પેન્ડિંગ. હવે તમે રાહ જુઓ. થોડાક સમય પછી મોબાઇલ પર અપડેટની સૂચના આવી જશે.

adc4

પોસ્ટ કરીને પણ કરાવી શકો છો અપડેટ

– પોસ્ટ દ્વારા આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે http://uidai.gov.in/images/application_form_pdf અહીંથી ફોર્મ ડાઉનલોડ કરો.
– Adhar Card Update Formમાં તમારો મોબાઈલ નંબર આપવો અનિવાર્ય છે.
– Adhar Card Update Formમાં સૌથી પહેલા જે જાણકારીમાં સુધારો કરવાનો હોય તે અપડેટ કરવાનું રહેશે, જેમ કે, નામ, અટક અથવા સરનામું.
– ત્યાર બાદ નિર્દેશ અનુસાર Adhar Card Update Form ધ્યાનથી ભરો
– અત્યાર સુધી Adhar Card Update Form હિંદી, અંગ્રેજી, ગુજરાતી, મરાઠી, ઉડિયા, કન્ન્ડ, મલયાલમ, તમિલ, બંગાળી, તેલુગુ અને પંજાબી ભાષામાં છે જે તમે તમારી સુવિધા અનુસાર ફોર્મ લઈ શકો છો. ફોર્મને કવરમાં બંધ કરી તેના ઉપર Aadhar Card Update/Correction લખવાનું ન ભૂલવું.
– ફોર્મમાં તમારું સરનામું, પિન નંબર, જિલ્લાની વિગતો યોગ્ય રીતે ભરો. જો કોઈપણ મુશ્કેલી હોય તો help@uidai.gov.in પર સંપર્ક કરી શકો છો.
– હવે તે કવરને નીચે આપેલ સરનામાં પર પોસ્ટ કરી દો.

Unique Identification Authority of India
Planning Commission
Government of India
3rd Floor, Tower II
Jeevan Bharati Building
Connaught Circus
New Delhi – 110001

અન્ય કોઈ જાણકારી માટે https://ssup.uidai.gov.in/ssup-home પર વિઝિટ કરો.

adc5

નવું આધાર કાર્ડ બનાવવા માટે શું કરશો…

તમારી નજીક જે પણ આધાર કાર્ડ બનાવતી ઓફિસ હશે ત્યાં તમારે જવાનું રહેશે. તેના માટે ઘણી વખત ખાસ કેમ્પ પણ લગાવવામાં આવે છે, જેમાં જઇને તમે આધાર કાર્ડ બનાવી શકો છો. એક વ્યક્તિની આધાર કાર્ડની કાય્રવાહી પૂર્ણ કરવામાં લગભગ 10થી 20 મિનિટનો સમય લાગે છે. આધાર કાર્ડ બનાવવા માટે તમારે કેટલીક જાણકારી આપવી જરૂરી હોય છે.

કઈ જાણકારી આપવાની હોય છે

1- આધાર કાર્ડ બનાવવા માટે સૌથી જરૂરી હોય છે તમારી તસવીર, જે સેન્ટર પર જ લેવામાં આવે છે.
2- તમારા ફિંગર પ્રિન્ટ્સ પણ આધાર કાર્ડની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ખૂબ જ જરૂરી હોય છે.
3- આધાર કાર્ડને સુરક્ષાની દૃષ્ટિએ વધુ પ્રભાવી બનાવવા માટે સેન્ટર પર જ તમારા રેટિના સ્કેન કરવામાં આવી છે.
4- ઓળક અને સરનામાં પૂરાવા તરીકે પણ ડોક્યુમેન્ટ સેન્ટર પર લઈ જવાના હોય છે. તેમાંથી ઓળખના પૂરાવા તરીકે તમે પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા પાસપોર્ટ લઈ જઈ શકો છો. જ્યારે સરનામાંના પૂરાવા માટે ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, રેશન કાર્ડ, વિજળી અથવા પાણીનું બિલ કામ આવી શકે છે.
5- તમારી પાસેથી તમામ જાણકારી મેળવ્યા બાદ તમને એક એનરોલમેન્ટ નંબર આપવામાં આવશે, જેના આધાર પર તમે તમારું આધાર કાર્ડનું સ્ટેટસ પણ જાણી શકો છો.

સાભાર: દિવ્ય ભાસ્કર.

જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

નવા બિઝનેસની શરૂઆત માટે બેન્ક પાસેથી આ રીતે લો લોન, જાણો આખી પ્રક્રિયા…!!
જાણો અજાણી વાતો…ખાતુ બંધ કરતી વખતે પણ વસૂલાય છે ચાર્જ, બેન્ક નથી જણાવતી આ ૮ વાતો…!!!
જાણો…આ રીતે ઉપાડી શકો છો PFના રૂપિયા, 58 વર્ષ સુધી રાહ નહીં જોવી પડે…!!
જાણી જ લો…ખોવાઇ જાય બેન્ક પાસબુક કે પ્રોપર્ટી પેપર, આ છે પાછા મેળવવાના રસ્તા…!!
જાણી જ લો…વિદેશમાં તમારો PASSPORT ખોવાઈ જાય તો આ ટિપ્સ કરશે તમારી મદદ…!!!
નિવૃતિ માટે કરો NPSમાં રોકાણ, મળશે ઇપીએફ કરતાં વધુ રિટર્ન…!!!
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, તો શું કરશો..?
બદલાઈ ગઈ 100 રૂપિયાની નોટ, હવે આ રીતે ઓળખો અસલી-નકલી નોટને
કરો શેરબજાર માં કમાણી…મેળવો વધારાની આવક શેરબજારમાંથી…આ છે 4 સરળ સ્ટેપ્સ
100 વર્ષ જૂનો નિયમ બદલાયો, હવે આ રીતે નક્કી થશે સોનાની કિંમત
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
વિજ્ઞાન ના અવનવા આશ્ચર્યજનક તથ્યો…!!
તમારૂ મગજ માની ના શકે તેવા કલ્પનાતીત તથ્યો…!!!
WHATSAPP યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
આ રીતે જાણો ક્યારે થઇ રહ્યું છે તમારા એકાઉન્ટનું હૈકિંગ, જાણો બચાવની ટિપ્સ
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.
બેંક મિત્ર બનીને કરો કમાણીઃ મળશે પગાર અને કમીશન, વાંચો શું છે યોજના
લોન્ચ થયું WHASTAPPનું પીસી વર્ઝન, કમ્પ્યુટર અને લેપટોપમાં કરાશે યુઝ
ટેકનોલોજી ની આ વાતો તમે નહી જાણી હોય તો તમે કાંઇ નથી જાણયું…!!
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!

જાણો…આ રીતે જ બુક કરો પોતાનો ફ્લેટ, ઓછી થઇ જશે કિંમત…!!!

flat1

ઘર ખરીદવાનું દિવસેને દિવસે મોંઘુ થઇ રહ્યું છે. ઘર લેવા માટે મૂળ રકમ ઉપરાંત પણ તમારે ઘણાં પ્રકારના ખર્ચ કરવા પડે છે. એવામાં જરૂરી છે કે ખર્ચના આ ગણિતને યોગ્ય રીતે સમજવામાં આવે. આને સમજ્યા બાદ એ નક્કી કરો કે તે કઇ રીતો છે જેને અપનાવીને આપ ઘર ખરીદવામાં થનારા ખર્ચને ઘટાડી શકો છો. અમે આપને બતાવી રહ્યા છીએ આવી જ રીતો જે ઘર ખરીદતી વખતે આપના ખર્ચને ઘટાડવામાં મદદગાર સાબિત થશે…

કરો શેરબજાર માં કમાણી…મેળવો વધારાની આવક શેરબજારમાંથી…આ છે 4 સરળ સ્ટેપ્સ

ઘરની મહિલાઓના નામે કરાવો લોન અને રજિસ્ટ્રી:

દેશની મુખ્ય બેન્ક મહિલા ગ્રાહકોને પુરૂષોની તુલનાએ સસ્તી હોમ લોન ઓફર કરે છે. આ સાથે જ દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્ય પ્રદેશ જેવા રાજયની મહિલાઓના નામે પ્રોપર્ટી રજિસ્ટર કરાવવાથી રજિસ્ટ્રેશન ફીમાં એક થી ત્રણ ટકાની છૂટ આપે છે. એવામાં આપ આપની પત્ની, માં કે પુત્રીના નામે લોન કે ઘરની રજિસ્ટ્રી કરાવીને લાખો રૂપિયા સુધીની બચત કરી શકો છો.

નોકરી, પ્રમોશન, ટ્રાન્સફર કંઈ નથી મળતું? શાસ્ત્રોક્ત રામબાણ ઉપાયો કરવાથી સફળતા જરૂર મળશે..!!

મહિલાઓને રાહત દરે હોમ લોન:

એસબીઆઇ અને આઇસીઆઇસીઆઇ બેન્કની હોમ લોનની વ્યાજ દરથી પુરૂષો અને મહિલાઓ માટે ક્રમશઃ ૯.૯૦ ટકા અને ૯.૮૫ ટકા છે. દરોનો આ તફાવત ભલે મામૂલી લાગતો હોય પરંતુ હોમ લોનની સંપૂર્ણ સમયગાળામા લાખો રૂપિયાની બચત કરાવી શકે છે.

મિત્રો..કરો કંકુના…ફેસબુક પર કરો વીડિયો અપલોડ અને કરો ઘરબેઠે કમાણી …!!!

આ રીતે સમજો:

માની લો કે કોઇ વ્યક્તિ ૨૦ લાખ રૂપિયાની હોમ લોન લે છે તેની પર ૯.૯૦ ટકાનું વ્યાજ લાગે છે. તે વ્યક્તિની માસિક ઇએમઆઇ ૧૯,૧૬૮ રૂપિયા હશે. આ રીતે આપને કુલ ૪૬,૦૦,૩૪૭ રૂપિયા ચૂકવવા પડશે. જેમાં વ્યાજની હિસ્સેદારી ૨૬,૦૦,૩૪૭ રૂપિયા હશે.

ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!

બીજી તરફ, જો કોઇ મહિલા ૨૦ લાખ રૂપિયાની હોમ લોન ૨૦ વર્ષ માટે ૯.૮૫ ટકાના દરે લે તો હોમ લોનના સમયગાળા દરમ્યાન ૧૯,૧૦૨ રૂપિયાની ઇએમઆઇની ચુકવણી પર કુલ મળીને ૪૫,૮૪,૫૦૨ રૂપિયાની ચુકવણી બેન્કને કરવી પડશે. આમાં વ્યાજની હિસ્સેદારી ૨૫,૮૪,૫૦૨ રૂપિયા હશે.

આ રીતે કોઇ મહિલાના નામે હોમ લોન લઇને આપ ૨૦ લાખ રૂપિયાની ૨૦ વર્ષની હોમ લોન પર ૧૫,૮૪૫ રૂપિયાની બચત કરી શકે છે. હોમ લોનની રકમ જેટલી વધારે હશે આપ એટલી જ વધારે બચત કરી શકશો.

આટલુ શીખી જ લો….GOOGLE ની સાથે ઘેર બેઠા કમાણીની તક, આ રીતે થશે કમાણી

પ્રોપર્ટીની રજિસ્ટ્રી ફીમાં મળે છે છૂટ:

દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને હરિયાણા વગેરે રાજયોમાં મહિલાઓના નામે પ્રોપર્ટીની રજિસ્ટ્રી કરાવો તો રજિસ્ટ્રેશન ફી પુરૂષોની સરખામણીએ એક થી ત્રણ ટકા ઓછી આપવાની હોય છે. જો આપ ઘરની મહિલાઓના નામથી હોમ લોન લઇ રહ્યા છો તો આપને બેવડો લાભ થશે. પ્રોપર્ટી હંમેશા હોમ લોન લેનારા વ્યક્તિના નામે રજિસ્ટર હોય છે. હોમ લોનની મુખ્ય અરજદાર મહિલાઓને રજિસ્ટ્રી કરાવવા માટે ફી પણ ઓછી ચુકવવી પડશે.

8 વર્ષના ટેણિયાએ YOUTUBE થી 8 કરોડની કમાણી કરી: તમે કેમ પાછળ? તમે પણ કરો ધરખમ કમાણી. જાણો રીત.

જોઇન્ટ હોમ લોન પણ છે એક સારો વિકલ્પ:

જોઇન્ટ લોન કોઇની પણ હોઇ શકે છે. જેમ કે ભાઇ-બહેન, પિતા-પુત્ર, પતિ-પત્ની. જોઇન્ટ હોમ લોનની પ્રક્રિયા કોઇ એક વ્યક્તિને આપવામાં આવતી લોનની પ્રક્રિયાથી વધારે અલગ નથી હોતી. જો કે, હોમ લોન કેટલી મળશે તે એ વાત પર નિર્ભર કરે છે તે બે વ્યક્તિમાંથી કઇ વ્યક્તિની આવક વધારે છે. લોન દાતા ઉધાર લેનારા વ્યક્તિની ચુકવણીની ક્ષમતાને ધ્યાનમાં રાખીને એ વાતનો નિર્ણય કરે છે કે તેને કેટલી હોમ લોન આપવી જોઇએ. જોઇન્ટ હોમ લોનના મામલે જે વ્યક્તિની આવક વધારે હોય છે તેની હિસ્સેદારી પણ વધારે હોય છે.

બનવા માંગો છો ઉદ્યોગ સાહસિક તો આ 5 ફિલ્મ તમને કરશે મદદ…!!!

કયા દસ્તાવેજોની હોય છે જરૂરીયાત:

નિશ્ચિત રીતે જોઇન્ટ હોમ લોન આપને ઘણાં લાભ આપે છે પરંતુ કરવેરાનો લાભ લેવા માટે જરૂરી છે કે આપની પાસે ઉચિત દસ્તાવેજ મોજુદ હોય. પ્રોપર્ટીના માલિકી હકના રેશિયોનો ઉલ્લેખ એગ્રીમેન્ટમાં હોવો જોઇએ. સાથે જ હોમ લોનમાં કોની કેટલી હિસ્સેદારી છે તેનો ઉલ્લેખ બાકાયદા સ્ટેમ્પ પેપર પર હોવો જોઇએ. સારૂ તો એ રહેશે કે આ દસ્તાવેજોને રજિસ્ટર કરાવી લેવાય. ઉધાર લેનારાઓને એક ડિક્લેરેશન એ વાતનું હશે કે તે આવકવેરાનો લાભ લઇ રહ્યા છે કે નહીં. આ દસ્તાવેજોના સહારે જોઇન્ટ હોમ લોન લેનારા કરવેરા રિટર્ન ફાઇલ કરી શકે છે અને ઘટાડાનો લાભ લઇ શકે છે. જો ઉધાર લેનારો કોઇ વ્યક્તિ ટેક્સમાં ઘટાડાનો લાભ નથી લઇ શકતો બીજો રિફન્ડનો દાવો કરી શકે છે.

મુકેશ અંબાણીએ આપી કમાણીની 10 ટિપ્સ, સફળ બિઝનેસમેન કેવું વિચારે છે?

આવકવેરાનો લાભ:

જોઇન્ટ હોમ લોન લેનારા વ્યક્તિ આવકવેરાનો લાભ ઉઠાવી શકે છે. હોમ લોનમાં તેની જેટલી હિસ્સેદારી હોય છે તે રેશિયોમાં તે કરવેરા અધિનિયમની કલમ ૮૦સી અને કલમ ૨૪નો લાભ થઇ શકે છે. વ્યક્તિગત રીતે એક નાણાંકીય વર્ષમાં દોઢ લાખ રૂપિયા મૂળરકમ અને બે લાખ રૂપિયા વ્યાજની પુનઃચુકવણી પર આવકવેરામાં ઘટાડાનો લાભ લઇ શકાય છે. જોઇન્ટ હોમ લોન જો બે વ્યક્તિ મળીને લે છે તો મુળરકમની મર્યાદા ત્રણ લાખ રૂપિયા અને વ્યાજની મર્યાદા ચાર લાખ રૂપિયા થઇ જાય છે. આનાથી વિરૂદ્ધ જો એક જ વ્યક્તિ સમાન રકમની લોન લે તો તે ક્રમશઃ દોઢ લાખ રૂપિયા અને બે લાખ રૂપિયા સુધીના ઘટાડાનો જ લાભ લઇ શકે છે. આ રીતે જોવા જઇએ તો જોઇન્ટ હોમ લોનથી આવકવેરામાં ઘટાડાનો લાભ વધી જાય છે.

જાણો અજાણી વાતો…ખાતુ બંધ કરતી વખતે પણ વસૂલાય છે ચાર્જ, બેન્ક નથી જણાવતી આ ૮ વાતો…!!!

આવકવેરામાં ઘટાડાનો લાભ લેવાની શરતો:

જોઇન્ટ હોમ લોનની પુર્નચુકવણી પર આવકવેરાનો લાભ લેવા માટે કેટલીક શરતો પૂરી કરવી જરૂરી છે. સૌથી પહેલા, હોમ લોન લેનારા બધા ભાગીદારોની પ્રોપર્ટીમાં હિસ્સેદારી હોવી જોઇએ. આવકવેરા નિયમો અનુસાર હોમ લોનની પુર્નચુકવણી પર આવકવેરાનો લાભ તેમને જ મળશે જેનો માલિકી હક્ક પ્રોપર્ટીમાં હોય. જો કોઇ હોમ લોન લેનારા વ્યક્તિને ઓનર નથી તો તે હોમ લોનની પુર્નચુકવણી પર કરવેરા માં ઘટાડાનો લાભ નહીં લઇ શકે.

સાભાર: દિવ્ય ભાસ્કર.

જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

નવા બિઝનેસની શરૂઆત માટે બેન્ક પાસેથી આ રીતે લો લોન, જાણો આખી પ્રક્રિયા…!!
જાણો અજાણી વાતો…ખાતુ બંધ કરતી વખતે પણ વસૂલાય છે ચાર્જ, બેન્ક નથી જણાવતી આ ૮ વાતો…!!!
જાણો…આ રીતે ઉપાડી શકો છો PFના રૂપિયા, 58 વર્ષ સુધી રાહ નહીં જોવી પડે…!!
જાણી જ લો…ખોવાઇ જાય બેન્ક પાસબુક કે પ્રોપર્ટી પેપર, આ છે પાછા મેળવવાના રસ્તા…!!
જાણી જ લો…વિદેશમાં તમારો PASSPORT ખોવાઈ જાય તો આ ટિપ્સ કરશે તમારી મદદ…!!!
નિવૃતિ માટે કરો NPSમાં રોકાણ, મળશે ઇપીએફ કરતાં વધુ રિટર્ન…!!!
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, તો શું કરશો..?
બદલાઈ ગઈ 100 રૂપિયાની નોટ, હવે આ રીતે ઓળખો અસલી-નકલી નોટને
કરો શેરબજાર માં કમાણી…મેળવો વધારાની આવક શેરબજારમાંથી…આ છે 4 સરળ સ્ટેપ્સ
100 વર્ષ જૂનો નિયમ બદલાયો, હવે આ રીતે નક્કી થશે સોનાની કિંમત
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
વિજ્ઞાન ના અવનવા આશ્ચર્યજનક તથ્યો…!!
તમારૂ મગજ માની ના શકે તેવા કલ્પનાતીત તથ્યો…!!!
WHATSAPP યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
આ રીતે જાણો ક્યારે થઇ રહ્યું છે તમારા એકાઉન્ટનું હૈકિંગ, જાણો બચાવની ટિપ્સ
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.
બેંક મિત્ર બનીને કરો કમાણીઃ મળશે પગાર અને કમીશન, વાંચો શું છે યોજના
લોન્ચ થયું WHASTAPPનું પીસી વર્ઝન, કમ્પ્યુટર અને લેપટોપમાં કરાશે યુઝ
ટેકનોલોજી ની આ વાતો તમે નહી જાણી હોય તો તમે કાંઇ નથી જાણયું…!!
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!

નવા બિઝનેસની શરૂઆત માટે બેન્ક પાસેથી આ રીતે લો લોન, જાણો આખી પ્રક્રિયા…!!

pagar32

જો આપે બિઝનેસ શરૂ કરી દીધો છે, પરંતુ તેના વિસ્તાર માટે નાણાંની કમી છે અને માર્કેટમાં સર્વાઇવ કરવાનું મુશ્કેલ થઇ રહ્યું છે તો ચિંતિત ન બનો, કારણ કે આ સ્થિતિ ફકત આપની નથી પરંતુ પ્રથમ વાર કારોબાર શરૂ કરનારા મોટાબાગના બિઝનેસમેનને આ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં નવા ઉદ્યોગસાહસિકોની પાસે એક માત્ર રસ્તો હોય છે બેન્કમાંથી લોન લેવી. જો આપ પણ નવા બિઝનેસમેન છો અને પોતાના વ્યવસાય માટે બેન્કથી લોન લેવા માંગો છો તો અને આપને અહીં જણાવી રહ્યા છીએ લોન લેવાની સંપૂર્ણ પ્રક્રિયા.

કરો શેરબજાર માં કમાણી…મેળવો વધારાની આવક શેરબજારમાંથી…આ છે 4 સરળ સ્ટેપ્સ

બેન્કમાંથી લોન લેવાની પાત્રતા

બેન્ક પાસેથી બિઝનેસ લોન લેવા માટે આપની કંપની સિંગલ ફર્મ, ભાગીદારી પેઢી, પ્રાઇવેટ લિમિટેડ કંપની કે પબ્લિક લિમિટેડ હોવી જોઇએ. ત્યાર બાદ જ આપ બેન્કમાંથી બિઝનેસ લોન લેવા માટે અરજી કરી શકો છો. બિઝનેસ લોન માટે અરજી કરો ત્યારે બેન્ક આપની પાસેથી કોલેટરલ ડિમાન્ડ એટલે કે સિક્યુરિટી માંગે છે. ઘણી બેન્ક કોલેટરલ ડિમાન્ડ નથી પણ કરતી. સરકાર નાના ઉદ્યોગોને બિઝનેસ લોન આપવા માટે સિડબી અને લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયથી કોલેટરલ ફ્રી સુવિધા ઉપલબ્ધ કરાવી રહી છે. આ સુવિધા ક્રેડિટ ગેરંટી ફન્ડ ટ્રસ્ટ (સીજીટીએસએમઇ) હેઠળ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જે હેઠળ બેન્ક કોઇ કોલેટરલ વગર ૧ કરોડ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ કરાવે છે.

નોકરી, પ્રમોશન, ટ્રાન્સફર કંઈ નથી મળતું? શાસ્ત્રોક્ત રામબાણ ઉપાયો કરવાથી સફળતા જરૂર મળશે..!!

બિઝનેસ લોન માટે બેન્ક દ્ધારા અપનાવવામાં આવતા માપદંડ

કોલેટરલ- બેન્ક આપની બિઝનેસ લોનની અવેજમાં કોલેટરલ (સિક્યુરિટી) લેતી હોય છે. આ સિક્યુરિટી પ્રોપર્ટીની રીતે કે લિક્વિડ સિક્યુરિટીઝની રીતે હોઇ શકે છે. બેન્ક આવી પ્રાવધાન લોન રિસ્ક કવર કરવા માટે કરે છે. બેન્ક આપની કોલેટરલની વર્થને જોતાં લોનની રકમને વધારી પણ દે છે.

મિત્રો..કરો કંકુના…ફેસબુક પર કરો વીડિયો અપલોડ અને કરો ઘરબેઠે કમાણી …!!!

ક્રેડિટ હિસ્ટ્રી- જો આપની ફર્મ સિંગલ કંપની, ભાગીદારી પેઢી, પ્રાઇવેટ લિમિટેડ કંપની કે પબ્લિક લિમિટેડ કંપની છે તો બેન્ક લોન આપતાં પહેલા આપની ક્રેડિટ હિસ્ટ્રી ચેક કરે છે. જેમા આપની ક્રેડિટ હિસ્ટ્રીની સાથે આપની કંપનીની પણ ક્રેડિટ હિસ્ટ્રી ચેક કરવામાં આવે છે. કંપનીની ક્રેડિટ હિસ્ટ્રી કેર કે ક્રિસિલ જેવી રેટિંગ એજન્સીથી પ્રાપ્ત રેટિંગના આધારે કરવામાં આવે છે. રેટિંગ એજન્સીની નેટવર્થને ધ્યાનમાં લઇને રેટિંગ આપે છે. આ રેટિંગના આધારે બેન્ક લોન આપે છે. જો, રેટિંગ એજન્સીએ આપની કંપનીનું સારૂ રેટિંગ નથી કર્યું તો બેન્ક લોન આપવાની ના પણ પાડી શકે છે.

આટલુ શીખી જ લો….GOOGLE ની સાથે ઘેર બેઠા કમાણીની તક, આ રીતે થશે કમાણી

કંપનીની નાણાંકીય સ્થિતિ

બેન્ક લોન લેતાં પહેલા આપની કંપનીની નાણાંકીય સ્થિતિનું આકલન કરે છે. જો કંપની પહેલેથી જ લોનના બોજ નીચે દબાયેલી છે કે રોકડ પ્રવાહ ઓછો છે, તો બેન્ક લોન આપવાની ના પાડી શકે છે. બેન્ક લોન આપતાં પહેલા આપની કંપનીની રોકાણની રણનીતિ પણ જાણવા માંગે છે. બેન્ક રિસ્કી બિઝનેસમાં લોન આપવાથી બચવા માંગે છે.

8 વર્ષના ટેણિયાએ YOUTUBE થી 8 કરોડની કમાણી કરી: તમે કેમ પાછળ? તમે પણ કરો ધરખમ કમાણી. જાણો રીત.

આર્થિક હાલત

બેન્ક દ્ધારા લોન આપવામાં દેશની આર્થિક હાલતની પણ ભૂમિકા હોય છે. જો, આર્થિક સુસ્તીનો દોર છે તો બેન્ક લોન આપવામાં ખચકાય છે. જેથી બેન્કમાંથી લોન લેવામાં દેશની આર્થિક હાલતનો ઘણો મોટો રોલ હોય છે. દેશનો વિકાસ દર સારો હોય તો બેન્ક સરળતાથી લોન આપે છે અને ખરાબ હોય તો લોન આપવામાં આનાકાની કરે છે.

બનવા માંગો છો ઉદ્યોગ સાહસિક તો આ 5 ફિલ્મ તમને કરશે મદદ…!!!

બિઝનેસનો પ્રકાર

બેન્કમાંથી લોન મળવામાં બિઝનેસનો પ્રકાર પણ મહત્વ ધરાવે છે. જો, આપ મેન્યુફેકચરિંગ બિઝનેસમાં છો તો બેન્ક સરળતાથી લોન મળી જશે. જો, આપ સ્ટાર્ટ અપ કે એક સર્વિસ કંપની છે અને કોલેટરલ નથી આપી રહી તો બેન્કમાંથી લોન મળવામાં થોડીક મુશ્કેલી જરૂર આવે છે. બેન્ક લોન આપતાં પહેલા આપના બિઝનેસમાંથી થતી આવક, ઇન્ફ્રાસ્ટ્રકચર, રિસ્ક વગેરેનું આકલન કરે છે. ત્યાર બાદ તે લોન આપે છે.

મુકેશ અંબાણીએ આપી કમાણીની 10 ટિપ્સ, સફળ બિઝનેસમેન કેવું વિચારે છે?

આ ડોક્યુમેન્ટની પડશે જરૂર

ટેક્સ ચૂકવ્યા બાદ બચત કે નફાનું પેપર ‘પેટ’

વ્યક્તિગત ઓળખપત્ર

એડ્રેસ પ્રુફ

પાન કાર્ડ

ત્રણ વર્ષનું નાણાંકીય લેખા-જોખાનો ઓડિટેડ રિપોર્ટ

ત્રણ વર્ષના ઇન્કમટેક્સ રિટર્નની કોપી

ત્રણ વર્ષનું સેલ ટેક્સ રિટર્ન

છેલ્લા છ મહિનાના બેન્ક એકાઉન્ટ સ્ટેટમેન્ટ

સાભાર: દિવ્ય ભાસ્કર.

જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

જાણો અજાણી વાતો…ખાતુ બંધ કરતી વખતે પણ વસૂલાય છે ચાર્જ, બેન્ક નથી જણાવતી આ ૮ વાતો…!!!

bank5

બેન્ક પોતાની દરેક સેવા માટે ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલ કરે છે. સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવાથી માંડીને બેન્ક એકાઉન્ટને બંધ કરવા સુધી બેન્ક આપના ખાતામાંથી ચાર્જ કાપી લે છે. બેન્કના નિયમો તેમજ શરતોમાં બેશક આ ચીજો હોય છે. પરંતુ, ખાતુ ખોલતી વખતે સામાન્ય રીતે આ જાણકારી ગ્રાહકોને નથી આપવામાં આવતી. મનીભાસ્કર આપને આવા જ કેટલાક ચાર્જિસ અંગે જણાવી રહ્યું છે, જેને બેન્ક આપની પાસેથી વસૂલે તો છે પરંતુ તેની જાણકારી સામાન્ય રીતે આપને નથી આપતી.

8 વર્ષના ટેણિયાએ YOUTUBE થી 8 કરોડની કમાણી કરી: તમે કેમ પાછળ? તમે પણ કરો ધરખમ કમાણી. જાણો રીત.

૧. એકાઉન્ટ બંધ કરતી વખતે લાગે છે ચાર્જ

જો આપે ઘણાં બેન્ક એકાઉન્ટ ખોલી રાખ્યા છે અને હવે કેટલાક એકાઉન્ટ બંધ કરવા માંગો છો, તો ધ્યાન રાખો કે તેમાં પણ નાણાં ખર્ચ થાય છે. જો આપને એકાઉન્ટ ખોલ્યાને છ મહિના પણ નથી થયા તો મોટાભાગની બેન્ક તેને બંધ કરવાના બદલામાં ૫૦ થી ૨૦૦ રૂપિયા સુધીનો ચાર્જ વસૂલે છે. જો આપના એકાઉન્ટમાંથી છેલ્લા છ મહિનામાં કોઇ પણ પ્રકારનું ટ્રાન્ઝેકશન નથી થયું તો આના માટે પણ તમારે દંડ ભરવો પડી શકે છે. જેમાં સરકારી અને ખાનગી બેન્કોના અલગ-અલગ નિયમો છે.

આટલુ શીખી જ લો….GOOGLE ની સાથે ઘેર બેઠા કમાણીની તક, આ રીતે થશે કમાણી

૨. ૧૨ વખત બ્રાન્ચ જવા પર લાગે છે ચાર્જ

જો આપ માનતા હો કે ઇલેકટ્રોનિક ટ્રાન્ઝેકશન અને એટીએમનો ઉપયોગ કરવાના બદલે બેન્ક જઇને ટ્રાન્ઝેકશન કરવું સરળ છે અને તેનો કોઇ ચાર્જ આપની પાસેથી નથી વસૂલાતો, તો તે આપની ખોટીમાન્યતા છે. જો તમે એક કવાર્ટર દરમ્યાન પોતાની બ્રાન્ચમાંથી ૧૨ કરતાં વધારે વખત લેવડ-દેવડ કરી છે, તો આપના એકાઉન્ટમાંથી ૫૦ રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેકશન્સના હિસાબે રકમ કાપી લેવામાં આવે છે. આ ચાર્જ મોટાભાગે ખાનગી બેન્કો વસૂલે છે. આપ ભલે તેને બેન્કોની મનમાની કહો પરંતુ બેન્કની પાસે આ ચાર્જ વસૂલવાનો પોતાનો તર્ક છે.

મિત્રો..કરો કંકુના…ફેસબુક પર કરો વીડિયો અપલોડ અને કરો ઘરબેઠે કમાણી …!!!

૩. બીજી બ્રાન્ચમાં જવાનો પણ લાગે છે ચાર્જ

આપનું એકાઉન્ટ જે બ્રાન્ચમાં છે, તેનાથી અલગ કોઇ બીજી બ્રાન્ચમાં જઇને આપ ટ્રાન્ઝેકશન કરો છો તો તેના માટે પણ નાણાં ચૂકવવા પડશે. ખાનગી બેન્ક પ્રથમ વાર આવા ટ્રાન્ઝેકશનનો ચાર્જ નથી લેતી પરંતુ ત્યાર બાદ દરેક ટ્રાન્ઝેકશન પર પ્રતિ હજારે પાંચ રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવે છે.

નોકરી, પ્રમોશન, ટ્રાન્સફર કંઈ નથી મળતું? શાસ્ત્રોક્ત રામબાણ ઉપાયો કરવાથી સફળતા જરૂર મળશે..!!

૪. એક મહિનામાં બીજી વાર રોકડ વિથડ્રોઅલ પર લાગે છે ચાર્જ

નોન બેઝ બ્રાન્ચમાંથી એક મહિનામાં બીજી વાર રોકડ વિથડ્રોઅલનો પણ ચાર્જ ગ્રાહકે જ ચૂકવવો પડશે. આના દરેક બેન્કના અલગ-અલગ ચાર્જ છે. જો કે, પ્રાઇવેટ બેન્ક આના માટે ૧૫૦ રૂપિયા સુધી ચાર્જ વસૂલે છે.

૫. એક મહિનામાં બીજી વાર રોકડ ડિપોઝિટ કરવા પર પણ છે ચાર્જ

નોન બેઝ બ્રાન્ચમાં એક મહિનામાં બીજી વાર રોકડ ડિપોઝિટ કરવા પર પણ બેન્ક આપનાં ખિસ્સામાંથી જ ચાર્જ વસૂલે છે. આના માટે પણ અલગ-અલગ બેન્કે પોતાની અલગ ફી નક્કી કરી છે. આના માટે આઈસીઆઇસીઆઇ બેન્ક ૧૫૦ રૂપિયા સુધીનો ચાર્જ વસૂલ કરે છે.

કરો શેરબજાર માં કમાણી…મેળવો વધારાની આવક શેરબજારમાંથી…આ છે 4 સરળ સ્ટેપ્સ

૬. માસિક સ્ટેટમેન્ટ ચાર્જ

આપના ખિસ્સામાંથી વસૂલાતા ચાર્જમાં બેન્ક સ્ટેટમેન્ટ પણ સામેલ છે. જો આપ ઇચ્છો છો કે દર મહિને આપના ઘરે બેન્ક સ્ટેટમેન્ટ આવી જાય, તો તેના માટે બેન્કને ચાર્જ આપવો પડશે. દરેક બેન્ક પોતાની રીતે આની કિંમત નક્કી કરે છે. મોટાભાગની બેન્કોમાં આ કિંમત ૨૦૦ રૂપિયા સુધી છે. જો કે, ઇમેલથી સ્ટેટમેન્ટ મંગાવો તો કોઇ ચાર્જ નથી લાગતો. રિઝર્વ બેન્કના નિર્દેશ અનુસાર, બેન્કોએ દર ૩ મહિને ગ્રાહકોને સ્ટેટમેન્ટ મોકલવાનું હોય છે, જેના માટે બેન્ક કોઇ ફી નથી વસૂલી શકતી.

૭. ચેકનું સ્ટેટસ જાણવા પણ લાગે છે નાણાં

જો આપ આપના ચેકનું સ્ટેટસ જાણવા માંગો છો, તો કોઇ ખાનગી બેન્ક આના માટે પણ આપનાં ખિસ્સામાંથી જ ચાર્જ વસૂલે છે. આ સર્વિસ માટે બેન્ક ૨૫ રૂપિયા સુધી વસૂલે છે. સામાન્ય રીતે આ ફી રનિંગ ચેકનું સ્ટેટસ જાણવા પર નથી ચૂકવવાની થતી પરંતુ જો આપ કોઇ જુના ચેકનું સ્ટેટસ જાણો ત્યારે આ ફી આપવાની થાય છે.

૮. એડ્રેસ કન્ફર્મેશનનો પણ લાગે છે ચાર્જ

સરકારી બેન્કોથી ઉલટું, ખાનગી બેન્ક કોઇ પણ પ્રકારનું ડોક્યુમેન્ટ,બેલેન્સ સર્ટિફિકેટ, ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ, એડ્રેસ કન્ફર્મેશન, અટેસ્ટેડ સિગ્નેચર, અટેસ્ટેડ ફોટો વગેરેના બદલે ૫૦ થી ૨૦૦ રૂપિયા સુધી વસૂલે છે. બેન્કોની પાસે આનો પણ તર્ક છે. બેન્કના જણાવ્યા અનુસાર આ બધા પર લાગનારો ચાર્જ યોગ્ય છે. જો આ જ સર્ટિફિકેટ લેવા માટે આપ વકીલની પાસે જાઓ તો તે પણ આની ફી વસૂલ કરે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.

જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

જાણો…આ રીતે ઉપાડી શકો છો PFના રૂપિયા, 58 વર્ષ સુધી રાહ નહીં જોવી પડે…!!

pagar44

પીએફની રકમ ઇમરજન્સીની સ્થિતિમાં ઉપાડી શકાય છે. 7 પરિસ્થિતિઓમાં તમે પીએફની રકમ ઉપાડી શકો છો. કેટલીક પરિસ્થિતિઓમાં તમે PFની સંપૂર્ણ રકમ ઉપાડી શકો છો અને કેટલીક પરિસ્થિતિમાં પીએફની કુલ રકમનો કેટલોક ભાગ ઉપાડી શકો છો. આવો જાણીએ કઈ છે 7 પરિસ્થિતિ જેમાં પીએફની રકમ ઉપાડી શકાય છે.

1. મેડિકલ ટ્રીટમેન્ટ

– તમે તમારી, પત્નીની, બાળકોની કે પછી માતા-પિતાની સારવાર માટે પીએફ ઉપાડ કરી શકો છો.
– આ સ્થિતિમાં તમે ગમે ત્યારે પીએફ ઉપાડ કરી શકો છો, એટલે કે એ જરૂરી નથી કે તમારી સર્વિસને કેટલો સમય થયો છે.
– તેના માટે એક મહિનો અથવા તેનાથી વધુ સમય સુધી હોસ્પિટલમાં ભરતી થયાની સાબિતી આપવી પડે છે.
– સાથે જ એ સમય માટે એમ્પ્લોયર દ્વારા એપ્રૂવ લીવ સર્ટિફિકેટ પણ આપવાનું રહે છે.
– પીએફના રૂપિયા દ્વારા મેડિકલ ટ્રીટમેન્ટ લેવા માટે વ્યક્તિએ પોતાના એમ્પ્લોયર અથવા ઈએસઆઇ દ્વારા એપ્રૂવ એક સર્ટિફિકેટ પણ આપવાનું હોય છે. આ સર્ટિફિકેટમાં જાહેર કરવામાં આવે છે કે, જે વ્યક્તિને મેડિકલ ટ્રિટમેન્ટની જરૂર છે, તેના સુધી ઈએસઆઇ સુવિધા પહોંચી નહીં શકે અથવા ઈએસાઇની સુવિધા તેના આપી શકાશે નહીં.
-તેના માટે પીએફના રૂપિયા ઉપાડવા માટે ફોર્મ 31 અનુસાર અરજી કરવાની સાથે સાતે બીમારીનું સર્ટિફિકેટ અથવા અન્ય તેને સંલગ્ન અન્ય કોઈ ડોક્યુમેન્ટ આપવાનું રહે છે.
– મેડિકલ ટ્રીટમેન્ટ માટે કોઈ પણ વ્યક્તિ પોતાની સેલેરીના છ ગણી રકમ અથવા સંપૂર્ણ પીએફની રકમ (બન્નેમાંથી જે રકમ ઓછી હોય થે) ઉપાડી શકે છે.

કરો શેરબજાર માં કમાણી…મેળવો વધારાની આવક શેરબજારમાંથી…આ છે 4 સરળ સ્ટેપ્સ

2. શિક્ષણ/લગ્ન

– તમારા અથવા ભાઈ-બહેના અથવા તમારા બાળકોના લગ્ન માટે પણ પીએફની રકમ ઉપાડી શકાય છે.
– તમે તમારો અભ્યાસ અથવા બાળકોના શિક્ષણ માટે પણ પીએફની રકમ ઉપાડી શકો છો.
– તેના માટે નોકરીમાં ઓછામાં ઓછા 7 વર્ષ થયા હોવા જોઇએ.
– સંબંધિત કારણની સાબિતી તમારે આપવી પડશે.
– શિક્ષમના મામલે તમારે તમારા એમ્પ્લોયર દ્વારા ફોર્મ 31 અનુસાર અરજી કરવાની રહેશે. તમે પીએફ ઉપાડવાની તારીખ સુધી કુલ જમા રકમના માત્ર 50 ટકા રકમ જ ઉપાડી શકો છો.
– શિક્ષણ માટે પીએફની રકમનો ઉપયોગ કોઈપણ વ્યક્તિ તેના સંપૂર્ણ સેવાકાર્ય દરમિયાન માત્ર ત્રણ વખત જ કરી શકે છે.

બદલાઈ ગઈ 100 રૂપિયાની નોટ, હવે આ રીતે ઓળખો અસલી-નકલી નોટને

3. પ્લોટ ખરીદવા માટે

– પ્લોટ ખરીદવા માટે પીએફના રૂપિયાનો ઉપોયગ કરવા માટે તમારી નોકરીને ઓછામાં ઓછા 5 વર્ષ પૂરા થયા હોવા જોઈએ.
– પ્લોટ તમારા, તમારી પત્ની અથવા બન્નેના નામ પર રજિસ્ટર્ડ હોવો જોઈએ.
– પ્લોટ અથવા પ્રોપર્ટી કોઈપણ પ્રકારના વિવાદમાં ફસાયેલી હોવી ન જોઈએ અને ન તેના પર કોઈ કાયદેસરની કાર્યવાહી ચાલતી હોવી જોઈએ.
– પ્લોટ ખરીદવા માટે કોઈ પણ વ્યક્તિ પોતાની સેલેરીની વધુમાં વધુ 24 ગણી રકમ સુધી પીએફમાંથી રૂપિયા ઉપાડી શકે છે.
– આ પ્રકારની સ્થિતિમાં તમે તમારી નોકરીના કુલ સમય દરમિયાન માત્ર એક વખત જ પીએફની રકમ ઉપાડી શકો છો.

4. ઘર બનાવવા અથવા ફ્લેટ માટે

આ પ્રકારની પરિસ્થિતિમાં માટે તમે નોકરીમાં 5 વર્ષ પૂરા કરેલ હોવા જોઈએ. આ પરિસ્થિતિમાં કોઈપણ વ્યક્તિ તેની સેલેરીના વધુમાંવધુ 36 ગણી રકમ પીએફમાંથી
ઉપાડી શકે છે. તેના માટે નોકરીના સંપૂર્ણ કાર્યકાળ દરમિયાન માત્ર એક વખત જ પીએફની રકમનો ઉપયોગ કરી શકાય છે.

5. રી-પેમેન્ટ ઓફ હોમ લોન

આ પરિસ્થિતિમાં નોકરીમાં 10 વર્ષ પૂરા કર્યા હોવા જોઈએ. આ પરિસ્થિતિમાં કોઈપણ વ્યક્તિ તેની સેલેરીના વધુમાંવધુ 36 ગણી રકમ પીએફમાંથી ઉપાડી શકે છે. તેના
માટે નોકરીના સંપૂર્ણ કાર્યકાળ દરમિયાન માત્ર એક વખત જ પીએફની રકમનો ઉપયોગ કરી શકાય છે.

ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, તો શું કરશો..?

6. હાઉસ રીનોવેશન

આ પરિસ્થિતિમાં તમારી નોકરીને ઓછામાં ઓછા 5 વર્ષ પૂરા થયેલા હોવા જોઇએ. તેના દ્વારા કોઈપણ વ્યક્તિ પોતાની સેલેરીના વધુમાં વદુ 12 ગણી રકમ પીએફમાંથી
ઉપાડી શકે છે. સંપૂર્ણ કાર્યકાળ દરમિયાન માત્ર એક વખત જ પીએફની રકમનો ઉપયોગ કરી શકાય છે.

7. પ્રી-રિટાયરમેન્ટ

તેના માટે તમારી ઉંમર 54 વર્ષ હોવી જોઇએ. આ સ્થિતિમાં તમે કુલ પીએફ બેલેન્સમાંથી 90 ટકા સુધીની રકમ ઉપાડી શકો છો, પરંતુ આ ઉપાડ માત્ર એક વખત જ કરી શકાય છે.

પીએફ ઉપાડ કરપાત્ર છે કે નહીં

જો તમે સતત નોકરી દરમિયાન 5 વર્ષ પહેલા પીએફ ઉપાડ કરો છો તો તે કરપાત્ર ગણાશે. અહીં સતત નોકરીનો મતલબ એ નથીં કે એક જ સંસ્થામાં 5 વર્ષ સુધી નોકરી કરવી. તમે નોકરી બદલી શકો છો અને બીજી કોઈ પણ સંસ્થામાં જોડાઈ શકો છો. તમે તમારા પીએફ એકાઉન્ટને નવા એમ્પ્લોયરને ટ્રાન્સફર કરી શકો છો.

સાભાર: દિવ્ય ભાસ્કર.

જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

જાણી જ લો…વિદેશમાં તમારો PASSPORT ખોવાઈ જાય તો આ ટિપ્સ કરશે તમારી મદદ…!!!

મિત્રો..કરો કંકુના…ફેસબુક પર કરો વીડિયો અપલોડ અને કરો ઘરબેઠે કમાણી …!!!

જાણો…બેટરીનું આયુષ્ય વધારવા માટેની ટિપ્સ, હવે નહીં થાય બ્લાસ્ટ…!!
મોબાઇલ ફોનનું ઘણું જ ખતરનાક રેડિએશન મોટી આફત બને તે પહેલા ચેતો…!!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
OHH…ऐसे सेव कर सकते हैं किसी भी स्मार्टफोन का बैकअप डाटा…!!!
WOW…कहीं से भी कंट्रोल करें अपना कंप्यूटर और स्मार्टफोन…!!!
તમે બનશો સ્માર્ટ ઇન્ટરનેટ યૂઝર…શીખો કી-બોર્ડની 41 શૉર્ટકટ્સ..!!!
આટલુ શીખી જ લો….GOOGLE ની સાથે ઘેર બેઠા કમાણીની તક, આ રીતે થશે કમાણી
8 વર્ષના ટેણિયાએ YOUTUBE થી 8 કરોડની કમાણી કરી: તમે કેમ પાછળ? તમે પણ કરો ધરખમ કમાણી. જાણો રીત.
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો

જાણી જ લો…ખોવાઇ જાય બેન્ક પાસબુક કે પ્રોપર્ટી પેપર, આ છે પાછા મેળવવાના રસ્તા…!!

passbook

મોટાભાગે લોકો પોતાની જરૂરીયાતના હિસાબથી અલગ-અલગ જગ્યાએ રોકાણ કરે છે. આ રોકાણ ઇન્શ્યોરન્સ પોલિસી, ફિકસ્ડ ડિપોઝિટ, કિસાન વિકાસપત્ર, મ્યુચ્યુઅલ ફન્ડ, પ્રોપર્ટી વગેરેમાં હોઇ શકે છે. રોકાણ કરતી વખતે ડોક્યુમેન્ટ્સ મળે છે, જેને દરેક વ્યક્તિ સંભાળીને રાખે છે, પરંતુ બેન્ક ડોક્યુમેન્ટ અને પ્રોપર્ટી પેપર જેવા જરૂરી દસ્તાવેજ જો ખોવાઇ જાય તો શું કરવું, એ લોકોને કદાચ ખબર નથી પડતી. મનીભાસ્કર આજે આપને જણાવી રહ્યું છે કે જો આપના બેન્ક ડોક્યુમેન્ટ કે અન્ય જરૂરી કાગળિયા ખોવાઇ જાય તો તેને પાછા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય.

આવો જાણીએ શું છે અલગ-અલગ ડોક્યુમેન્ટ્સને પાછા પ્રાપ્ત કરવાની રીતો…

૧. કેવી રીતે મળશે પ્રોપર્ટીના ડુપ્લીકેટ દસ્તાવેજ

પ્રોપર્ટીના ડુપ્લીકેટ દસ્તાવેજ મહત્વના હોય છે. જો આપ ક્યારેય પણ આ પ્રકારની મુશ્કેલીમાં આવી જાઓ, સૌથી પહેલા પોલિસની પાસે ફરિયાદ રજિસ્ટર કરાવો. ત્યાર બાદ બે નેશનલ ન્યૂઝપેપરમાં જાહેરાતો આપો. ત્યાર બાદ એફઆઇઆરની કોપી, છાપામાં આપેલી જાહેરાતનું કટિંગને સબ-રજિસ્ટ્રારની ઓફિસમાં જમા કરાવો. સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં ગયા બાદ આપને પ્રોપર્ટીના ડુપ્લિકેટ પેપરના બદલામાં આપવી પડતી ફી ભરવી પડશે. રજિસ્ટ્રાર ઓફિસમાં કાગળની પ્રક્રિયા પૂરી થયા બાદ પ્રોપર્ટી ડોક્યુમેન્ટની ડુપ્લીકેટ કોપી આપને ઇશ્યૂ કરી દેવાશે.

૨. ખોવાઇ ગયેલી બેન્ક પાસબુક પાછી મેળવવાના ઉપાય

બેન્ક પાસબુક ખોવાઇ જાય કે ગુમ થઇ જાય તો ડુપ્લીકેટ પાસબુક માટે સૌથી પહેલા બેન્કને સૂચિત કરવામાં આવે છે. ડુપ્લીકેટ પાસબુક માટે બેન્કમાં અરજી આપો. અરજીનું એક નિશ્ચિત ફોર્મેટ હોય છે. જેમાં તમારે તમારા ખાતા અને પર્સનલ જાણકારી આપવાની હોય છે. ડુપ્લીકેટ પાસબુક ઇશ્યૂ કરવામાં ઘણી બેન્ક સામાન્ય ચાર્જ વસૂલ કરે છે. તો ઘણી બેન્ક ચાર્જ વિના જ ડુપ્લીકેટ પાસબુક ફરી ઇશ્યૂ કરી દે છે. તો ઘણી સરકારી બેન્ક ડુપ્લીકેટ પાસબુક ઇશ્યૂ કરવા માટે એફઆઇઆરની કોપી પણ માંગે છે. જો કે, આ અનિવાર્ય નથી. ત્યાર બાદ બેન્ક આપની ડુપ્લીકેટ પાસબુક ઇશ્યૂ કરે છે.

૩. ઇન્શ્યોરન્સ પોલિસીના ડુપ્લીકેટ પેપર

ઇન્શ્યોરન્સ પોલિસીના ડુપ્લીકેટ દસ્તાવેજ પ્રાપ્ત કરવા માટે તમારે વીમા કંપનીમાં ડુપ્લીકેટ પેપર માટે અરજી કરવી પડશે.

૫. મ્યુચ્યુઅલ ફન્ડના ડુપ્લીકેટ પેપર

મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણના ડુપ્લીકેટ પેપર પ્રાપ્ત કરવા માટે તમારે એસેટ મેનેજમેન્ટ કંપની પાસે અરજી આપવાની રહેશે. ત્યાર બાદ એએમસી આપની પાસેથી બેન્ક ડિટેલ, પર્સનલ જાણકારી રોકાણ ખાતા નંબર માંગશે. પાન કાર્ડની એક કોપી પણ જમા કરાવવાની રહેશે. ત્યાર બાદ એએમસી આપને દસ્તાવેજ પૂરા પાડશે. સાથે જ દસ્તાવેજની એક કોપી આપ આપના રજિસ્ટર્ડ ઇમેલ પર મોકલી આપશે.

અહીં જાણો ડોક્યુમેન્ટ્સ ખોવાઇ જવાની ટેન્શનથી કેવી રીતે રહો દૂર

ડિજિટલ યુગમાં જાતને હાઇટેક રાખવાની સાથે જ ઇલેક્ટ્રોનિક ફોર્મેટનો ઉપયોગ કરવો પણ જરૂરી છે. જેનાથી ડોક્યુમેન્ટ ખોવાઇ જવા કે ગુમ થઇ જવાનું ટેન્શન નહીં રહે. ડોક્યુમેન્ટ્સને ઇલેકટ્રોનિક ફોર્મેટમાં સુરક્ષિત રાખી શકાય છે. બધા સર્વિસ પ્રોવાઇડર કંપની રોકાણના ડોક્યુમેન્ટ્સને ઇલેકટ્રોનિક ફોર્મેટમાં રાખવાની સુવિધા આપે છે. આના બીજા ઘણાં ફાયદા છે. જેમ કે એડ્રેસ બદલવું, બેન્ક એકાઉન્ટ બદલવાનું કે નોમિનીનું નામ આપ સીધા બેન્ક એકાઉન્ટમાં બદલી શકો છો. આ કામો માટે કોઇ પરેશાની નહીં થાય. આ ઉપરાંત, જો આપની પાસે અગાઉથી કોઇ હાર્ડ કોપી હશે, તો તેને સ્કેન કરીને આપ તેને ઇમેલ પર સુરક્ષિત રાખી શકો છો.

સાભાર: દિવ્ય ભાસ્કર.

જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

જાણી જ લો…વિદેશમાં તમારો PASSPORT ખોવાઈ જાય તો આ ટિપ્સ કરશે તમારી મદદ…!!!

મિત્રો..કરો કંકુના…ફેસબુક પર કરો વીડિયો અપલોડ અને કરો ઘરબેઠે કમાણી …!!!

જાણો…બેટરીનું આયુષ્ય વધારવા માટેની ટિપ્સ, હવે નહીં થાય બ્લાસ્ટ…!!
મોબાઇલ ફોનનું ઘણું જ ખતરનાક રેડિએશન મોટી આફત બને તે પહેલા ચેતો…!!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
OHH…ऐसे सेव कर सकते हैं किसी भी स्मार्टफोन का बैकअप डाटा…!!!
WOW…कहीं से भी कंट्रोल करें अपना कंप्यूटर और स्मार्टफोन…!!!
તમે બનશો સ્માર્ટ ઇન્ટરનેટ યૂઝર…શીખો કી-બોર્ડની 41 શૉર્ટકટ્સ..!!!
આટલુ શીખી જ લો….GOOGLE ની સાથે ઘેર બેઠા કમાણીની તક, આ રીતે થશે કમાણી
8 વર્ષના ટેણિયાએ YOUTUBE થી 8 કરોડની કમાણી કરી: તમે કેમ પાછળ? તમે પણ કરો ધરખમ કમાણી. જાણો રીત.
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો

જાણી જ લો…વિદેશમાં તમારો Passport ખોવાઈ જાય તો આ ટિપ્સ કરશે તમારી મદદ…!!!

passport10

પાસપોર્ટ માત્ર વિદેશ ફરવા જવા માટે જ નથી, પરંતુ એક એવો દસ્તાવેજ છે જે નાગરિકની ઓળખ માટે મુખ્ય ગણાય છે. ભારતમાં દર વર્ષે હજારોની સંખ્યામાં એજ્યુકેશન, પર્યટન અને બિઝનેસ માટે લોકો વિદેશ જાય છે. પરંતુ, શું ક્યારેય વિચાર્યું છે કે, જો વિદેશમાં ક્યાંય પાસપોર્ટ ખોવાઈ જાય તો શું થશે. જો ના તો ભાસ્કર તમને જણાવી રહ્યું છે કે, કેવી રીતે વિદેશમાં ખોવાઈ ગયેલ અથવા ચોરાઈ ગયેલ પાસપોર્ટ મેળવી શકો છો.

જો વિદેશમાં ખોવાઈ જાય તો

તમે જો વિદેશમાં છો અને તમારો પાસપોર્ટ ખોવાઈ જાય તો તમારે આ પ્રક્રિયા અનુસરવાની રહેશે.
– ભારત આવતા સમયે રસ્તામાં તમારો પાસપોર્ટ ખોવાઈ જાય તો તમારે ત્યારે જ ત્યાંથી ઇમરજન્સી સર્ટિફિકેટ લેવાનું રહેશે.
– આ સર્ટિફિકેટને મેળવવા માટે તમારે ત્યાં સ્થિત એમ્બેસી અથવા પોસ્ટનો સંપર્ક કરવાનો રહેશે.
– પાસપોર્ટ ખોવાઈ જવા, ડેમેજ થવા અથવા ચોરી થવાની સ્થિતિમાં તમને જૂના પાસપોર્ટની ફોટોકોપી જમા કરાવવી જરૂરી નથી.
– પ્રવાસી પોતાના આધાર કાર્ડની જાણકારી એમ્બેસીને ઉપલબ્ધ કરાવી શકે છે. જ્યાંથી તેની વિગતો કોપી કરી શકાય છે.
– જોકે, ઇમરજન્સી સર્ટિફિકેટ લેવા માટે તમારે જુના પાસપોર્ટની તમામ વિગતો જેમ કે પાસપોર્ટ નંબર, ઈશ્યુની તારીખ, એક્સપાયરીની તારીખ અને ઈશ્યુનું સ્થળ વગેરે માહિતી આપવાની રહેશે.
– જો તમારી પાસે આ જાણકારી ન હોય તો પછી તમારે તે દેશમાં એમ્બેસી અથવા પોસ્ટનો સંપર્ક કરીને પરત આવવાનું સર્ટિફિકેટ લેવાનું રહેશે.

આ ઉપાયો દ્વારા તમારા ખોવાયેલો અથવા ચોરી થયેલ પાસપોર્ટના દુરૂપયોગ રોકવામાં મદદ મળશે.

વિદેશમાં- જો તમારો પાસપોર્ટ ખોવાઈ જાય તો, તમે ઓનલાઇન http://www.passports.gov.in પર અથવા સૌથી નજીકના રાજનાયિક મિશન અથવા વાણિજ્ય એમ્બેસીમાં તેની જાણકારી આપી શકો છો.

ભારતમાં- જો તમારો પાસપોર્ટ ભારતમાં જ ક્યાંય ખોવાઈ જાયતો તમે ઓનલાઇન http://www.passports.gov.in પર પાસપોર્ટની સૂચના સેવાને 1-877-487-2778 પર ફોન કરીને તેની જાણકારી આપી શકો છો.

દેશમાં પાસપોર્ટ ખોવાઈ જાય તો આ કરો….

– જો પાસપોર્ટ દેશમાં ક્યાંય ખોવાઈ જાયતો સૌથી પહેલા પાસપોર્ટ ઓફિસને તેની જાણકારી આપો.
– પાસપોર્ટ ખોવાઈ ગયા બાદ તરત જ તમે નજીકના પોલિસ સ્ટેશને જઇને તેની એફઆઇઆર જરૂર નોંધાવો.
– સાતે જ એમ્બેસીને પણ તેની જામકારી આપી શકાય છે. તેનાથી તમારા પાસપોર્ટનો કોઈ દૂરપયોગ નહીં કરી શકે.
– ફરી અરજી કરવા માટે નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્ર અથવા પીએસકે પર જઇને રિ-ઇશ્યૂ માટે અરજી કરો.
– પાસપોર્ટ એપ્લીકેશન ફોર્મની સાથે તમામ જરૂરી દસ્તાવેજો પણ જમા કરાવો.
– પાસપોર્ટ ડેમેજ થવો અને ગુમ થવો તે બે અલગ અલગ વાત છે. તમે બન્ને માટે રિ-ઇશ્યુ ફોર્મ દ્વારા અરજી કરવાની રહેશે.

કેવી રીતે બનાવશો ડુપ્લીકેટ પાસપોર્ટ

– સૌથી પહેલા પાસપોર્ટ ઓથોરિટીની વેબસાઇટ http://passportindia.gov.in/AppOnlineProject/docAdvisor/caseReissueAction પર જઇને તમારી વિગતો ભરવાની રહેશે.
– અહીં વિગતો ભર્યા બાદ આગળના પેજ પર તમારે એ જાણકારી આપવાની રહેશે કે કઈ કેટેગરીમાં તમારો પાસપોર્ટ બનાવવાનો છે. મતલબ ગુમ અથવા ચોરીવાળા પોઇન્ટ પર ક્લિક કરો.
– આગળના પેજ પર તમારે ક્યા ડોક્યુમેન્ટ આપવાના છે તેની જાણકારી મળશે.

ક્યા ડોક્યુમેન્ટની જરૂરત પડશે

– તમે જ્યાં હાલમાં રહો છો ત્યાંનો રહેઠાણનો પુરાવો
– જન્મનું પ્રમાણપત્ર
– બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ
– તમારો પાસપોર્ટ ક્યાં ખોવાઈ ગયો છે અને કેવી રીતે ખોવાઈ ગયો છે તેનું એક સોગંદનામુ
– ઓરિજનલ પોલિસ રિપોર્ટ
– એજ્યુકેશનલ ક્વોલિફિકેશન સર્ટિફિકેટની ફોટોકોપી
– જુના પાસપોર્ટના પ્રથમ બે અને છેલ્લા બે પેજની સેલ્ફ એટેસ્ટેડ ફોટોકોપી ઈસીઆર/નોન ઈસીઆર પેજની સાથે જો શક્ય હોય તો.

કેટલી ફી આપવી પડશે

– ડુપ્લીકેટ પાસપોર્ટ (36 પાના) – 2500 રૂપિયા પ્રતિ વ્યક્તિ
– ડુપ્લીકેટ પાસપોર્ટ (60 પાના) – 3000 રૂપિયા પ્રતિ વ્યક્તિ

ડુપ્લીકેટ પાસપોર્ટ (તત્કાલ)

1. અરજીની તારીખથી 1-7 દિવસની અંદર 2500 રૂપિયા અને 2500 રૂપિયા ડુપ્લિકેટ પાસપોર્ટની ફી મળીને કુલ 5000 રૂપિયા.
2. અરજીની તારીખથી 8-14 દિવસની અંદર 1500 રૂપિયા પ્લસ 2500 રૂપિયા ડુપ્લિકેટ પાસપોર્ટ ફી મળીને કુલ 4000 રૂપિયા.

સાભાર: દિવ્ય ભાસ્કર.

જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

મિત્રો..કરો કંકુના…ફેસબુક પર કરો વીડિયો અપલોડ અને કરો ઘરબેઠે કમાણી …!!!

જાણો…બેટરીનું આયુષ્ય વધારવા માટેની ટિપ્સ, હવે નહીં થાય બ્લાસ્ટ…!!
મોબાઇલ ફોનનું ઘણું જ ખતરનાક રેડિએશન મોટી આફત બને તે પહેલા ચેતો…!!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
OHH…ऐसे सेव कर सकते हैं किसी भी स्मार्टफोन का बैकअप डाटा…!!!
WOW…कहीं से भी कंट्रोल करें अपना कंप्यूटर और स्मार्टफोन…!!!
તમે બનશો સ્માર્ટ ઇન્ટરનેટ યૂઝર…શીખો કી-બોર્ડની 41 શૉર્ટકટ્સ..!!!
આટલુ શીખી જ લો….GOOGLE ની સાથે ઘેર બેઠા કમાણીની તક, આ રીતે થશે કમાણી
8 વર્ષના ટેણિયાએ YOUTUBE થી 8 કરોડની કમાણી કરી: તમે કેમ પાછળ? તમે પણ કરો ધરખમ કમાણી. જાણો રીત.
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો

નિવૃતિ માટે કરો NPSમાં રોકાણ, મળશે ઇપીએફ કરતાં વધુ રિટર્ન…!!!

pagar10

રિટાયરમેન્ટ પ્લાનિંગને લઇને ગંભીર છો તો આપના માટે નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ) એમ્પ્લોઇઝ પ્રોવિડંટ ફંડ (ઇપીએફ)થી ઘણો સારો વિકલ્પ સાબિત થશે. એનપીએસ આપને ઇપીએફ કરતાં ઘણું વધારે રિટર્ન આપે છે. આપનો મુળ પગાર (મોંઘવારી ભથ્થા સહિત) માત્ર 12 ટકાનો ફાળો ઇપીએફમાં પ્રતિ માસ કરવામાં આવે છે. આરામદાયક નિવૃતિ બનાવવા માટે આ રકમ ઘણી જ ઓછી છે. બીજી તરફ, ઇપીએફનો વ્યાજ દર પ્રત્યેક નાણાંકીય વર્ષ માટે નક્કી કરવામાં આવે છે. જે 2014-15 માટે 8.75 ટકા છે.

એનપીએસ આપને ઇક્વિટીમાં રોકાણને કારણે લાંબા ગાળા માટે ઇપીએફથી વધારે રિટર્ન તો આપે જ છે સાથે જ તેમાં પ્રતિ માસ રોકાણ કરવાનું પણ ફરજીયાત નથી. એનપીએસ ખાતામાં વર્ષમાં માત્ર એક વાર નાણાં જમા કરાવવાનું જરૂરી હોય છે. જો કે, આપ નિયમિત રીતે એનપીએસ ખાતામાં નાણાં જમા કરાવો તો તેનો વધુ લાભ લઇ શકો છો.

રિટર્નના હેતુથી ઇપીએફ અને એનપીએસ

શેરબજારમાં રોકાણને કારણે એનપીએસનું રિટર્ન ઇપીએફથી વધારે છે. નાણાં પ્રધાને બજેટ ભાષણમાં કહ્યું હતું કે એનપીએસ પર એવરેજ 11 ટકા વાર્ષિક રિટર્ન મળે છે. જયારે, ઇપીએફ પર હજુ પણ 8.75 ટકાનું રિટર્ન મળી રહ્યું છે.

વેલ્યુ રિસર્ચના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર ધીરેન્દ્ર કુમારનું કહેવું છે કે એનપીએસ લાંબા ગાળામાં ઇપીએફની તુલનામાં ઘણું વધારે રિટર્ન આપતો વિકલ્પ છે. લાંબા ગાળા માટે લોક-ઇનથી તેને નિવૃતિના રોકાણના ઉદ્દેશ્યથી સારો બનાવે છે. તેમણે ઉદાહરણ આપ્યું કે જો 30 વર્ષનો કોઇ વ્યક્તિ ઇપીએફ અને એનપીએસમાં પ્રતિમાસ 5000 રૂપિયાનું રોકાણ 30 વર્ષ માટે કરે છે અને ઈપીએફ પર વાર્ષિક 8.75 ટકા અને એનપીએસ પર 13.5 ટકા (એ અનુમાનિત નથી) માનીને ચાલીએ તો ઇપીએફમાં રોકાણ પર 67.50 લાખ રૂપિયા વધીને 2.05 કરોડ રૂપિયા થઇ જશે. બીજી તરફ, આટલા જ નાણાંનું રોકાણ જો એનપીએસમાં કર્યું તો વધીને 4.70 કરોડ રૂપિયા થઇ જશે. કુમારે જણાવ્યું કે એનપીએસથી મેચ્યોરિટી પર મળનારી 40 ટકા રકમમાંથી એન્યુઇટી ખરીદવાની અનિવાર્ય છે. જેથી તેને જીવનભર પેન્શન મળતું રહે. એનો અર્થ એ થયો કે એન્યુઇટી ખરીદ્યા બાદ પણ તેના હાથમાં ઇપીએફ કરતાં વધુ રકમ આવશે.

ઇપીએફ અને એનપીએસ ક્યાં કરે છે રોકાણ

ઇપીએફમાં આપના દ્ધારા જમા કરવામાં આવેલા નાણાંનું રોકાણ સૌથી સુરક્ષિત વિકલ્પોમાં કરવામાં આવે છે. જેને કેન્દ્ર અને રાજય સરકારની જામીનગીરીઓ, બોન્ડ, સરકારી કંપનીઓના બોન્ડ અને સરકારની વિશેષ ડિપોઝિટ સ્કીમ્સમાં કરવામાં આવે છે. ઇપીએફ પોતાના રોકાણ પોર્ટફોલિયોમાં વધારે ફેરફાર નથી કરતી. તે મોટાભાગના કેસોમાં જામીનગીરી અને બોન્ડમાં મેચ્યોરિટી સુધી રોકાણ બનાવી રાખે છે.

એનપીએસનો સૌથી મોટો લાભ એ છે કે તે રિટાયરમેન્ટ ફન્ડ બનાવવા માટે ઇક્વિટીમાં રોકાણ કરે છે. આપની પાસે વિકલ્પ હોય છે કે આપ ઇક્વિટીમાં 50 ટકા સુધીનું રોકાણ કરો. ઇક્વિટી ઉપરાંત, લિક્વિડ ફન્ડ-બોન્ડ અને સરકારી જામીનગીરીમાં રોકાણનો વિકલ્પ પણ એનપીએસ આપે છે.

એનપીએસમાં પેન્શન ફન્ડ મેનેજર પસંદ કરવાનો વિકલ્પ

આપ વર્ષમાં એકવાર પોતાના એનપીએસમાં રોકાણ પોર્ટફોલિયોમાં ફેરફાર કરી શકો છો, પરંતુ પોતાના પેન્શન ફન્ડ મેનેજરને પણ બદલી શકો છો. હાલ એનપીએસના નાણાંના મેનેજમેન્ટ માટે છ પેન્શન ફન્ડ મેનેજર છે. જેના પ્રદર્શન અને ટ્રેક રેકોર્ડ તેમની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

ટેક્સના હેતુથી ઇપીએફ અને એનપીએસ

ઇપીએફમાં જમા કરવામાં આવેલા નાણાં પર આપને આવકવેરા અધિનિયમની કલમ 80સી હેઠળ આવકવેરામાં ઘટાડાનો લાભ મળે છે. એનપીએસમાં 2 લાખ રૂપિયા સુધીના રોકાણ પર આવકવેરામાં ઘટાડાનો લાભ પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ, અત્યાર સુધીના નિયમો અનુસાર રિટાયરમેન્ટના સમયે આપના હાથમાં આવનારા નાણાં પર ટેક્સ લાગશે.

સાભાર: દિવ્ય ભાસ્કર.

જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

બદલાઈ ગઈ 100 રૂપિયાની નોટ, હવે આ રીતે ઓળખો અસલી-નકલી નોટને

આટલુ શીખી જ લો….GOOGLE ની સાથે ઘેર બેઠા કમાણીની તક, આ રીતે થશે કમાણી

8 વર્ષના ટેણિયાએ YOUTUBE થી 8 કરોડની કમાણી કરી: તમે કેમ પાછળ? તમે પણ કરો ધરખમ કમાણી. જાણો રીત.

માનો કે ન માનોઃ આ ઉપાય તમારા ઘરની સુખ-સમૃદ્ધિનું ‘તાળુ’ ખોલી દેશે!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, તો શું કરશો..?

aadhar card4

ગેસ સબ્સિડી સીધી જ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવા માટે આધાર કાર્ડ એક મહત્વનો દસ્તાવેજ છે. એવામાં જો આપનું આધાર કાર્ડ ન બન્યું હોય તો જલદી બનાવી લો. જો આપે આધાર કાર્ડ માટે અરજી કરી છે અને કાર્ડ ઘરે નથી પહોંચ્યું કે ખોવાઇ ગયું છે કે પછી એનરોલમેન્ટ સ્લિપ ગુમ થઇ ગઇ છે તો પરેશાન ન થશો. તમે તેને ફરી પ્રાપ્ત કરી શકો છો. આપ-ઇ નંબર ડાઉનલોડ કરીને કાર્ડ અને નંબર મેળવી શકો છો. તેના માટે આપ પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઇ-મેલ આઇડી દ્ધારા નેટથી આપનું આધાર કાર્ડ બનાવી શકો છો. સાથે જ એનરોલમેન્ટ નંબર પણ ડાઉનલોડ કરી શકો છો. યુઆઇડીએઆઇએ ભારતીય નાગરિકો માટે વેબસાઇટ પર કોલ ક્વેરી સોફ્ટવેર દ્ધારા આ સુવિધા શરૂ કરી છે.

શું છે એનરોલમેન્ટ

લોકોનું આધારકાર્ડ બનાવતા પહેલાં એનરોલમેન્ટની પ્રક્રિયા અપનાવાય છે. સેન્ટર પર આધારકાર્ડ બનાવવા માટે નોંધાયેલી જાણકારી બાદ જે પર્ચી આપવામાં આવે છે તેને એનરોલમેન્ટ સ્લિપ કહેવામાં આવે છે. આ નંબર પર તમે તમારૂ આધાર કાર્ડનું સ્ટેટસ જાણી શકો છો. આ સુવિધા પણ વેબસાઇટ પર છે.

શું કરવું પડશે
જેના આધાર કાર્ડ બની ગયા છે તે આધાર નંબરથી અને જેના નથી બન્યા તે એનરોલમેન્ટ (ઇઆઇડી) સ્લીપના નંબરથી ડુપ્લીકેટ કાર્ડ કે પરચી નિકાળી શકો છો.

aadhaar-card2

અહીંથી કરો શરૂઆત

યૂઆઇડીઆએઆઇની વેબસાઇટ www.uidai.gov.in ના મુખ્ય પેજ પર જઇને આધાર કાર્ડના મોનોની નીચે સિલેક્ટનું ઓપ્શન આવશે. જેની પર ક્લિક કરતાં જ ઘણાં ઓપ્શન ખુલશે. તેમાંથી રેસિડેન્ટ પોર્ટલ પર ક્લિક કરો. ક્લિક કરતાં જ ઇઆઇડી-યુઆઇડીનું ઓપ્શન મળશે.

વેબસાઇટ પર જવા માટે આ લિંક પર ક્લિક કરો

aadhar card7

ઓપ્શનની પસંદગી

રેસિડેન્ટ પર ક્લિક કર્યા બાદ આગળનું પેજ ખુલશે. જેમાં એક રાઉન્ડમાં આધાર કાર્ડ માટે એક મહિલા નજરે પડશે. જેની નીચે ઇઆઇડી/યૂઆઇડીનો ઓપ્શન હશે. આપની એનરોલમેન્ટ નંબરની સ્લિપ ગુમ છે તો ઇઆઇડી પર અને જો આધાર કાર્ડ ગુમ છે તો યૂઆઇડી પર ક્લિક કરો. ત્યાર બાદ એક ફોર્મ આવશે.

રેસિડેન્ટ ઓપ્શન પર પહોંચવા માટે આ લિંક પર ક્લિક કરો

aadhar_4

જાણકારી ભરો

યૂઆઇડી/ઇઆઇડી પર ક્લિક કર્યા બાદ એક ફોર્મ આવશે, જેમાં નામ, એનરોલમેન્ટ કરતી વખતે આપવામાં આવેલો મોબાઇલ નંબર કે મેલ આઇડી ભરવું પડશે. સ્કીન પર ચાર અંકોનો સિક્યોરિટી કોડ મળશે. તેને એન્ટર કરો. આવું કર્યા પછી સ્ક્રીન પર દેખાઇ રહેલા GET OTP પર ક્લિક કરો. થોડીક જ વારમાં મોબાઇલ પર વન ટાઇમ પાસવર્ડ આવશે. તેને એન્ટર કરીને મોબાઇલ નંબર પર ઇઆઇડી કે યૂઆઇડી નંબર આવી જશે. આધાર કાર્ડ માટે આપને મળેલા યુઆઇડી નંબર દ્ધારા યૂઆઇડીએઆઇ પોર્ટલ પર જઇને ઇ-આધાર ડાઉનલોડ કરી શકો છો.

સીધા જ ફોર્મ ભરવા માટે આ લિંક પર ક્લિક કરો

aadhar_5
કેવી રીતે ચેક કરશો આપના આધાર કાર્ડનું સ્ટેટ્સ

તમારે તમારા આધાર કાર્ડનું સ્ટેટસ જાણવા માટે https://eaadhaar.uidai.gov.in/ or https://portal.uidai.gov.in/uidwebportal/enrolmentStatusShow.do લિંક પર જઇને પોતાના આધાર કાર્ડનું સ્ટેટસ જાણી શકો છો.