પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય

ravan1

-રાવણ સંહિતા અનુસાર સમૃદ્ધ બનવાના કેટલાક તાંત્રિક ઉપાય-

રાવણ, એક નામ જે જગત આખાની બુરાઈનું પ્રતિક છે. લંકાપતિ રાવણની આ વાતો લગભગ બધા જાણે છે કે રાવણે સીતાજીનું હરણ કર્યું. આ કારણે રામે તેનો વધ કર્યો. રાવણના દસ માથા હતા. તેની નાભીમાં અમૃત હતું. વિભિષણ અને કુંભકર્ણ તેના ભાઈ હતા. આ વાતો ઉપરાંત રાવણના કેટલાક એવા ખાસ ગુણો પણ છે તે બહુ ઓછા લોકો જાણે છે, જેમ કે રાવણ બધા શાસ્ત્રોનો જાણકાર અને શ્રેષ્ઠ વિદ્વાન હતો.

રાવણે પણ જ્યોતિષ અને તંત્રશાસ્ત્રની રચના કરી હતી. દશાનને એવા ઘણાં ઉપાય જણાવ્યા છે, જેનાથી કોઈ પણ વ્યક્તિનું કિસ્મત રાતોરાત બદલી શકે છે. જેથી આજે અમે તમને રાવણે જણાવેલા એવા ખાસ ધનપ્રાપ્તિ, માન-પ્રતિષ્ઠા અપાવશે.

ધનપ્રાપ્તિનો ઉપાય – કોઈ પણ શુભ મુહૂર્તમાં કે કોઈ શુભ દિવસમાં શવારે ઝડપથી ઉઠો. ત્યાર પછી નિત્યકર્મોથી નિવૃત્ત થઈને કોઈ પણ પવિત્ર નદી કે જળાશયના કિનારે જાઓ. કોઈ શાંત તથા એકાંત સ્થાન પર વટવૃક્ષની નીચે ચામડાનું આસન પાથરો. આસન પર બેસી ધનપ્રાપ્તિના મંત્રનો જાપ કરો.

ધન પ્રાપ્તિનો મંત્ર – ऊँ ह्रीं श्रीं क्लीं नम: ध्व: ध्व: स्वाहा।

આ મંત્રનો જાપ પને 21 દિવસો સુધી કરવા જોઈએ. મંત્ર જપ માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરો. 21 દિવસોમાં વધારેમાં વધારે સંખ્યામાં મંત્રનો જાપ કરો. જેવો આ મંત્ર સિદ્ધ થઈ જશે, આપને અચાનક ધનપ્રાપ્તિ જરૂર કરાવશે.

જો કોઈ વ્યક્તિને ધનપ્રાપ્ત કરવામાં વારંવાર વિઘ્નો આવી રહ્યા હોય તો તેને આ ઉપાય કરવો જોઈએ. આ ઉપાય 40 દિવસો સુધી કરવા જોઈએ. તેને પોતાના ઘર પર જ કરી શકાય છે. ઉપાય અનુસાર ધનની પ્રાપ્તિ મંત્રનો જપ કરવાનો છે. પ્રતિદિન 108 વાર.

મંત્ર – ऊँ सरस्वती ईश्वरी भगवती माता क्रां क्लीं, श्रीं श्रीं मम धनं देहि फट् स्वाहा।

આ મંત્રનો જપ નિયમિત રીતે કરવાથી કેટલાક દિવસો મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થઈ જશે અને આપના ધનમાં આવી રહેલા વિઘ્નો દૂર થવા લાગશે.

શાસ્ત્રો અનુસાર દૂર્વા ઘાસ ચમત્કારી હોય છે. તેનો પ્રયોગ ઘણાં પ્રકારના ઉપાયોમાં કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ સફેદ દુર્વાને કપિલા ગાય એટલે કે સફેદ ગાયના દૂધ સાથે પીસી લો અને તેનું તિલક લગાવો તો તે કોઈ પણ કામમાં નિષ્ફળ થતાં નથી.

મહાલક્ષ્મીની કૃપા તરત પ્રાપ્ત કરવા માટે આ તાંત્રિક ઉપાય કરો.

કોઈ શુભ મુહૂર્ત જેવા દિવાળી, અક્ષય તૃતીયા, હોળી વગેરેની રાતે આ ઉપાય કરવું જોઈએ. રાતના આ ઉપાય શ્રેષ્ઠફળ આપે છે. આ ઉપાય અનુસાર રાતે કંકુ કે અષ્ટગંધાથી થાળી પર અહીં લખવામાં આવેલો મંત્ર લખો.

મંત્ર – ऊँ ह्रीं श्रीं क्लीं महालक्ष्मी, महासरस्वती ममगृहे आगच्छ-आगच्छ ह्रीं नम:।

આ મંત્રનો જપ પણ કરવો જોઈએ. કોઈ સ્વચ્ચ આસન પર બેસીને રૂદ્રાક્ષની માળા કે કમળના ફૂલની માળાતી આ મંત્રનો જાપ કરો. મંત્ર જપની સંખ્યા ઓછામાં ઓછા 108 વાર થવું જોઈએ. વધારેમાં વધારે આ મંત્રની સંખ્યા આપની શ્રદ્ધાનુંસાર વધારી શકાય છે. આ ઉપાયથી આપના ઘરમાં મહાલક્ષ્મીની કૃપા વરસવા લાગશે.

જો તમે દસ દિશાઓમાં એટલે કે ચારેય તરફથી પૈસા પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો આ ઉપાય કરો. આ ઉપાય કરો.

શુભ તિથિઓ જેમ કે દિવાળી, હોળી, નવરાત્રિ, અમાસ, અક્ષય તૃતીયા, પૂનમ અથવા તો શુક્રવારે મહાલક્ષ્મીનું પૂજન કરો. પૂજન કરી સૂઈ જાઓ અને બીજા દિવસે ઝડપથી ઊઠો. નીંદરથી જાગ્યા પછી પલંગ પરથી ઉતરતા નહીં, પણ અહીં આપવામાં આવેલા મંત્રનો જપ 108 વાર કરો.

મંત્ર – ऊँ नमो भगवती पद्म पदमावी ऊँ ह्रीं ऊँ ऊँ पूर्वाय दक्षिणाय उत्तराय आष पूरय सर्वजन वश्य कुरु कुरु स्वाहा।

પથારી પર મંત્રનો જાપ કર્યા પછી દસ દિશાઓમાં દસવાર ફૂંક મારો. આ ઉપાયથી સાધકને ચારે તરફથી પૈસા પ્રાપ્ત થાય છે.

જો તમે દેવતાઓના કોષાધ્યક્ષ કુબેરની કૃપાથી અખૂટ ધન-સંપત્તિ ઈચ્છો છો તો આ ઉપા કરો. ઉપાય અનુસાર આપને અહીં આપેવા આ મંત્રનો જાપ ત્રણ માસ સુધી કરવાનો છે. દરરોજ મંત્રનો જાપ માત્ર 108 વાર કરો.

મંત્રઃ- ऊँ यक्षाय कुबेराय वैश्रवाणाय, धन धन्याधिपतये धन धान्य समृद्धि मे देहि दापय स्वाहा।

મંત્ર જપ કરતા સમયે આપની પાસે ધનલક્ષ્મી કોડી રાખો. જ્યારે ત્રણ માસ થઈ જાય તો આ કોડી તમારી તીજોરીમાં કે જ્યાં આપ પૈસા રાખો છો ત્યાં રાખો. આ ઉપાયથી જીવનભર આપને પૈસાની કમી થશે નહીં.

જો આપને એવું લાગે છે કે કોઈ સ્થાન પર ધન દાટેલુ છે અને આપ તે ધન પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો આ ઉપાય કરો –

દાટેલું ધન પ્રાપ્ત કરવા માટે અહીં આપવામાં આવેલા મંત્રનો જાપ દસ હજાર વાર કરવાનું થશે.

મંત્ર – ऊँ नमो विघ्नविनाशाय निधि दर्शन कुरु कुरु स्वाहा।

દાટેલા ધનના દર્શન કરવા માટે વિધિ આ પ્રકારે છે. કોઈ શુબ દિવે અહીં આપેવા મંત્રનો જાપ હજારોની સંખ્યામાં કરો. મંત્ર સિદ્ધ થઈ ગયા પછી જે સ્થાન પર ધન દાટેલું છે, ત્યાં ધતુરાના બી, હળાહળ, સફેદ ધુધુંચી, ગંધક, મૈનસિલ, ઘૂવડની વિષ્ઠા, શિરીષ વૃક્ષનું પંચાંગ બરાબર માત્રામાં લો અને સરસવના તેલમાં પકાવી લો, ત્યાર પછી તે સામગ્રી દાટેલા ધનની શંકાવાળા સ્થાન પર ધૂપ-દીપ-ધ્યાન કરો. અહીં આપેલા મંત્રનો જપ હજારોની સંખ્યામાં કરો. એવું કરવાથી તે સ્થાનથી બધા પ્રકારની નકારાત્મક શક્તિઓ દૂર થઈ જશે. ભૂત-પ્રેતનો ભય દૂર થશે. સાધકને જમીનમાં દાટેલું ધન જોવા મળશે.

ધ્યાનમાં રાખો તાંત્રિક ઉપાય કરતા સમયે કોઈ વિશેષજ્ઞ જ્યોતિષીની સલાહ જરૂર લો.

જો આપ ઘર કે સમાજ કે ઓફિસમાં લોકોને આકર્ષિત કરવા ઈચ્છો છો તો બિલ્વપત્ર તથા બિજોરા લીંબુ લઈને તેને બકરીના દૂધમાં મેળવી પીસી લો. ત્યાર પછી તેનાથી તિલક લગાવો. એવું કરવાથી વ્યક્તિનું આકર્ષણ વધે છે.

અપામાર્ગના બીને બકરીના દૂધમાં મેળવી પીસી લો, લેપ બનાવો. આ લેપને લગાવવાથી વ્યક્તિનું સમાજમાં આકર્ષણ વધી જાય છે. બધા લોકો તેનું કહેવાનું માને છે.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s