સાવ સસ્તામાં ઘરની આ વસ્તુઓથી ચહેરા પર લાવો ગજબનો નિખાર, જાણો રીત…!!!

face62

શું તમે જાણો છો કે પ્રકૃતિમાં કેટલીક એવી વસ્તુઓ ઉપલબ્ધ છે જેનો ઉપયોગ કરીને આપણે આપણા ચહેરાની તમામ સમસ્યાઓથી બચી શકીએ છીએ. પરંતુ આજાકાલ લોકો બજારમાં મળતા મોટાભાગના સૌદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરે છે. આવા પ્રસાધનોથી લોકો આકર્ષાય છે અને રૂપિયા ખર્ચીને તેનો ઉપયોગ તો કરે છે પરંતુ તેનાથી જોઈએ એવો ફાયદો થતો નથી. કેટલીકવાર તો આવા પ્રસાધનોથી લાંબાગાળે આડઅસરો પણ ભોગવવી પડે છે. તો એના માટેનો બેસ્ટ રસ્તો છે કે પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરીને ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં આવે, જી હાં, તેના માટે તમારે ન તો બહુ ખર્ચ કરવો પડશે ન તો ઝાઝી મહેનત. બસ, ઘરમાં જ અહીં જણાવેલી સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને તમે જુદી-જુદી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. જેથી અમે તમને જણાવીશું કે કઈ રીતે સસ્તામાં તમે આવી પ્રાકૃતિક વસ્તુઓની મદદથી ચહેરાની ત્વચાને સ્વસ્થ રાખી શકો છો.

સેન્સિટિવ સ્કિન માટે

જે લોકોની ત્વચા સેન્સિટિવ એટલે કે વધુ પડતી સંવેદનશીલ હોય તેમને ઘણી વસ્તુઓથી એલર્જી થઈ જાય છે. જેથી આવી ત્વચા માટે સોફ્ટ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. સેન્સિટિવ ત્વચા પરની ગંદકી અને ઉઝરડાં દૂર કરવા માટે એલોવેરા જેલમાં કાકડીનો રસ, દહીં અને ગુલાબનું તેલ મિક્ષ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવી સૂકાવા દો. તમે ગુલાબ તેલની જગ્યાએ તમારી ઈચ્છા મુજબ અન્ય તેલનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. આ ફેસપેકનો ઉપયોગ સેન્સિટિવ ત્વચા માટે બેસ્ટ છે અને આનાથી ત્વચા તરોતાજા અને સ્વસ્થ રહેશે.

ડ્રાય ત્વચા માટે

ડ્રાય ત્વચાને હમેશા હાઈડ્રેશનની જરૂર હોય છે. જેને તમે એલોવેરા ફેસપેકની મદદથી પૂરી કરી શકો છો. તેના માટે એલોવેરા જેલ, કોટેજ ચીઝ, ખજૂર અને કાકડીની પેસ્ટ તૈયાર કરવી. તેમાં થોડો લીંબૂનો રસ મિક્ષ કરવો. હવે આને ચહેરા પર લગાવો. 30 મિનિટ પછી ધોઈ લો. આનાથી તમારી ત્વચા સારી રીતે હાઈડ્રેટ થઈ જશે.

ડિટોક્સીફિકેશન માટે

ત્વચામાં ચમક લાવવા માટે ત્વચા પરની મૃત કોશિકાઓને દૂર કરવી જરૂરી છે. તેના માટે એલોવેરા જેલમાં કેરીનો પલ્પ અને લીંબૂનો રસ બ્લેન્ડરમાં ક્રશ કરી તેને ચહેરા પર 20 મિનિટ માટે લગાવી રાખો. ત્યારબાદ પાણીથી ધોઈ લો. આ પેકથી ત્વચા અંદરથી સાફ તો થશે જ સાથે ત્વચામાં ચમક વધશે.

નિષ્તેજ ત્વચા માટે

આ પેક નિષ્તેજ અને બેજાન ત્વચામાં જાન લાવી દેશે. તેના માટે એક વાટકીમાં બે ચમચી ઓલિવ ઓઈલ અને એલોવેરા જેલ મિક્ષ કરીને તેમાં એટલી જ માત્રામાં ઓટ્સ મિક્ષ કરીને પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટને 5 મિનિટ સુધી ધીરે-ધીરે ચહેરા પર ઘસો. 10 મિનિટ બાદ ચહેરો ધોઈ લો. મૃત ત્વચાને જીવંત કરવા માટેનો આ બેસ્ટ નેચરલ સ્ક્રબ છે.

ટેન હટાવશે

લીંબૂના રસમાં એલોવેરા મિક્ષ કરીને ચહેરા પર લગાવવાથી ટેનિંગની સમસ્યા ઝડપથી દૂર થાય છે. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવી 15 મિનિટ રહેવા દેવું અને પછી નવશેકા પાણીથી ધોઈ લેવું. આ ફેસપેક લગાવવાથી ચહેરો ચમકીલો બનશે.

કરચલીની સમસ્યા માટે

ચહેરા પરની કરચલીઓ દૂર કરવા માટે નિયમિત રીતે એલોવેરાનો પ્રયોગ કરો. આનાથી તમારી ત્વચા ટાઈટ રહેશે. તેના માટે એલોવેરા અને ગુલાબજળ મિક્ષ કરી પેસ્ટ બનાવો. તેને 15 મિનિટ ચહેરા પર લગાવી ઠંડા પાણીથી ધોઈ લો.

ઓઈલી સ્કિન માટે

ઓઈલી સ્કિનનું થોડું વધારે ધ્યાન રાખવું પડે છે. કારણ કે ઓઈલી ત્વચામાં વધારે સમસ્યાઓ થાય છે. તેના માટે એલોવેરાના કાંટા કાઢીને તેના પાનને પાણીમાં ઉકાળી પેસ્ટ તૈયાર કરી લેવી. પછી તેમાં મધ મિક્ષ કરીને તેને ચહેરા અને ગરદન પર 20 મિનિટ લગાવી ધોઈ લેવું. આનાથી ચહેરા પરનું વધારાનું ઓઈલ દૂર થશે અને ત્વચા સાફ અને ચમકદાર બનશે.

કેળા

કેળાને મસળી તેમાં મધ, દહીં અથવા દળિયા ઉમેરીને લાભકારી અને પોષકયુક્ત ફેસપેક બનાવી શકાય છે. આ ફેસપેકને ચહેરા અને ગળા પર લગાવી 15 મિનિટ બાદ ધોઈ નાખવું. આને નિયમિત લગાવવાથી ચહેરો નિખરી જશે.

સંતરા

સંતરા ખાવામાં, તેનો જ્યુસ પીવામાં અને તેનો પલ્પ ચહેરા પર લગાવવામાં આ બધાં જ વિકલ્પો ઘણાં જ ફાયદાકારક છે. સંતરાના પલ્પમાં દહીં મિક્ષ કરીને ચહેરા પર લગાવવાથી પણ ત્વચા પર તેની અસર ઘણી જ સારી થાય છે. સંતરાની છાલને સુકવીને તેનો પાવડર બનાવીને પણ તેનો ફેસપેક તરીકે ઉપયોગ કરી શકાય છે.

પપૈયુ

પપૈયાની એક ચીરી લઈને તેને મસળીને ચહેરા પર લગાવી 10થી 15 મિનિટ રહેવા દેવું, આવું કરવાથી ત્વચા એકદમ સાફ થઈ જશે, નિયમિત ઉપયોગ કરવાથી ડાઘ દૂર થશે અને ચહેરો નિખરી જશે. જો વધુ સારૂં પરિણામ જોઈતું હોય તો તેમાં એક ચમચી મધ પણ ઉમેરી શકાય.

કેરી

કેરીની સિઝનમાં કેરીમાં દૂધ અથવા દહીં મિક્ષ કરીને ચહેરા પર લગાવવાથી પણ ઘણો ફાયદો થાય છે. આનાથી ત્વચા સાફ પણ થાય છે, અને મૃત કોશિકાઓને પણ દૂર થાય છે.

લીંબુ

ત્વચા પર લીંબુ લગાવવાના અનેક ફાયદા છે. ચહેરાને સાફ કરવા માટે લીંબુનો રસ ચહેરા પર લગાવી શકાય. જો લીંબુના રસમાં મધ લગાવવામાં આવે તો ચહેરો વધુ સાફ થાય છે.

બટાકા

બટાકાને પાતળા કાપીને તેને ચહેરા અને ગરદન પર લગાવવાથી ગજબનો ફાયદો થાય છે. અડધો કલાક રહેવા દીધા બાદ ત્વચાને સાફ કરી લો. આનાથી ચહેરા પરના ધબ્બા ધીરે-ધીરે દૂર થશે.

સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરીને મસળીને તેને ચહેરા અને ગરદન પર લગાવીને 20 મિનિટ બાદ પાણી વડે ધોવાથી પણ ત્વચા મસ્ત સાફ થઈ જાય છે. આમ ચહેરાની ત્વચા સાફ થઈ જાય છે, અને ચહેરો ચમકે છે.

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

જાણો…અશક્તિ, થાક, જાતીય જીવન સંબંધી સમસ્યાઓમાં કરો, આ દાણાનો પ્રયોગ…!!

charoli

ઘરમાં સૂકા મેવા તરીકે પ્રયોગ કરવામાં આવતી ચારોળી માત્ર રસોઇ બનાવવા પૂરતી જ ઉપયોગી નથી પરંતુ અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ ચારોળી બહુ જ લાભપ્રદ સાબિત થાય છે. આપણે ત્યાં દિવાળી સમયે જે ઘરોમાં દૂધપાક બનતો હશે તેઓ ‘ચારોળી’થી પરિચિત હશે. દૂધપાક બનાવતી વખતે ચારોળી અચૂક નાખવામાં આવે છે. એ સિવાય દૂધ અને દૂધની મીઠાઈઓમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ચારોળી ખૂબ જ પૌષ્ટિક છે. બદામની જગ્યાએ તેનો ઉપયોગ કરી શકાય છે. ચારોળીનું તેલ બદામના તેલ જેવા જ ગુણોવાળું હોય છે. ચારોળીમાં પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન સી, બી1, બી2, આયર્ન જેવા પોષક તત્વો હોય છે. જેથી આજે અમે તમને ચારોળીના વિવિધ ફાયદાઓ વિશે જણાવીશું.

કામશિથિલતા દૂર કરે છે

ચારોળીને પૌષ્ટિક અને કામશક્તિવર્ધક કહી છે. નબળાઈ જણાતી હોય તેમણે ચારોળીના દસ દાણા અને થોડું અશ્વગંધાનું ચૂર્ણ લઈ વાટી લેવા. એક ગ્લાસ દૂધમાં એટલું જ પાણી મેળવી તેમાં આ વાટેલું મિશ્રણ ઉમેરીને ઉકાળવું. ઊકળતા ફક્ત દૂધ બાકી રહે ત્યારે ઉતારી, ઠંડું પાડી, સાકર મેળવીને પી જવું. સવાર-સાંજ આ દૂધના સેવનથી કામશિથિલતા દૂર થઈ શક્તિ આવે છે.

આયુર્વેદ પ્રમાણે ચારોળી મધુર, શીતળ, પચવામાં ભારે, વાત-પિત્તશામક, વર્ણ સુધારનાર, હૃદયને હિતકારી, કામશક્તિવર્ધક, બળપ્રદ, દાહશામક, રક્તવૃદ્ધિ અને શુદ્ધિકર છે. તે વાયુ અને રક્તના રોગો, શુક્રાણુઓની દુર્બળતા, હૃદયની નબળાઈ, ઉદર્દ (ચામડીનો એક રોગ), સોજા અને તાવને મટાડનાર છે. ચારોળીનું તેલ મધુર, થોડું ગરમ અને વાત-પિત્તનાશક છે.

થાકને ભગાડે ફટાફટ

કામ કરીને થાકીને આવ્યા હોય ત્યારે એક ગ્લાસ દૂધમાં ચારોળી અને સાકર મેળવી, ઉકાળી, ઠંડું પાડીને પીવાથી થાક દૂર થાય છે. આ ઉપચાર પ્રયોગ શક્તિ અને સ્ફુર્તિ આપનારો છે.

રક્તસ્રાવમાં લાભપ્રદ

શરીરના કોઈપણ માર્ગથી રક્તસ્રાવ થતો હોય તેમાં ચારોળીનું સેવન લાભદાયક છે. રક્તસ્રાવમાં પાંચ પાંચ ગ્રામ ચારોળી અને જેઠીમધના ચૂર્ણને વાટી ઉપર મુજબ તેને દૂધમાં પકવી લેવા. ઠંડું પડે સાકર ઉમેરી આ દૂધ પી જવું. આ પ્રમાણે સવાર-સાંજ દૂધ બનાવીને પીવાથી શરીરના ઉપર કે નીચેના માર્ગેથી રક્તસ્રાવ થતો હોય તે મટે છે.

શરદી-ખાંસીમાં ફાયદાકારક

જો તમને શરદી-ખાંસીની સમસ્યા રહેતી હોય તો તેના માટે 5-10 ગ્રામ ચારોળીને સેકી લેવી. ત્યારબાદ તેને પીસીને એક કપ દૂધમાં તે પાઉડર મિક્ષ કરીને દૂધ ઉકાળવું. તેમાં સ્વાદ મુજબ એલચી અને સાકર મિક્ષ કરીને પીવાથી આ સમસ્યાથી રાહત મળે છે.

કફની સમસ્યા કરે છે દૂર

કેટલાક લોકોને કફની સમસ્યા હોય છે જેના કારણે શ્વાસ લેવામાં બહુ તકલીફ પડતી હોય છે અને આના કારણે ઘણીવાર ગળામાં ખારાશની પણ શિકાયત થાય છે. આનાથી રાહત માટે 5થી 1- ગ્રામ ચારોળીનું સેવન કરવું જોઈએ.

ચહેરાનો રંગ નિખારે છે

ચારોળીને પીસીને તેમાં થોડી માત્રામાં હળદર મિક્ષ કરવી. સાથે જ તેમાં મધ, લીંબૂ અને ગુલાબ જળ મિક્ષ કરવું. હવે આ પેસ્ટને ચહેરા પર દરરોજ લગાવવી. આનાથી ચહેરાનો કાળો રંગ ધીરે-ધીરે દૂર થશે.

ખીલની સમસ્યામાં કરો ઉપયોગ

જે લોકોને ખીલની સમસ્યા રહેતી હોય છે તેમના માટે ચારોળીનો આ પ્રયોગ બહુ જ કારગર સાબિત થાય છે. તેના માટે ચારોળીને પીસીને તેમાં ગુલાબજળ મિક્ષ કરીને ચહેરા પર લગાવો. સૂકાઈ ગયા બાદ ચહેરો ધોઈ લો. આ ઉપાયથી ખીલની સમસ્યા તો દુર થશે સાથે જ ચહેરામાં ચમક આવશે. ચહેરા પરની કરચલીઓ દુર કરવા માટે 10થી 12 ચારોળીને દૂધમાં પલાળી દેવી. સવારે તેની પેસ્ટ ચહેરા પર લગાવવી. નિયમિત આ ઉપાય કરવાથી તમે જાતે ફરક અનુભવશો.

ત્વચાની સમસ્યાઓમાં ઉપયોગી

ચામડી પર નાનાં નાનાં ચકામાં થાય છે. ખંજવાળ પણ ખૂબ આવે છે. આ રોગમાં ચારોળીને પાણીમાં વાટી તેનો ચકામા પર લેપ કરવાથી ચકામા બેસી જાય છે. ખંજવાળમાં પણ રાહત થાય છે.

અશક્તિ કરે છે દૂર

સવાર-સાંજ ૧૦-૧૦ ગ્રામ ચારોળીના દાણા ગોળ સાથે ખુબ ચાવીને ખાવાથી અશક્તિ દુર થાય છે અને વજન વધે છે. ચારોળી પિત્ત, કફ તથા લોહીના બગાડને દૂર કરે છે.

બળતરામાં રાહત આપે

જે ભાગ પર બળતરા થતી હોય ત્યા ચારોળીને પીસીને તેની પેસ્ટ લગાવવાથી ઠંડક મળે છે.

ડાયરિયા માટે

ચારોળીનું તેલ અને ચારોળીની જડ ડાયરિયા અને પાચન સંબંધી સમસ્યાઓમાં લાભકારી સિદ્ધ થાય છે. તમે ચારોળીના પાઉડરને ફાંકી પણ લઈ શકો છો.

સાભાર: દિવ્ય ભાસ્કર.

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

જાણો…ઘૂંટણના દર્દમાંથી ઝડપી મુક્તિ માટે, 8 એકદમ સરળ કસરત ને 1 ઘરેલૂ ઉપાય..!!

ghutan

ઘૂંટણમાં થતો દુઃખાવો આમ સાંભળવામાં આપણને સામાન્ય લાગે છે પરંતુ જે લોકોને આ તકલીફ હોય છે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘૂંટણમાં જો વધારે દુઃખાવો રહેતો હોય તો હરવા-ફરવામાં કે ચાલવામાં બહુ જ સમસ્યા થાય છે. મોટાભાગે લોકોને એવું લાગતું હોય છે ઘૂંટણમાં દુઃખાવાની સમસ્યા માત્ર વૃદ્ધોને જ થાય છે પરંતુ એવું નથી. વર્તમાન સમયની જીવનશૈલી અને ખાનપાનમાં બેદરકારીને કારણે આ સમસ્યા હવે યુવાનો અને બાળકોને પણ થવા લાગી છે. જેથી જો તમને પણ લાંબા સમયથી ઘૂંટણની સમસ્યા રહેતી હોય તો આજે અમે તમને કેટલીક એવી સરળ કસરત અને નુસખા વિશે જણાવીશું જે તમે ઘરે જ કરી શકો છો અને ઘૂંટણના દર્દમાંથી છુટકારો મેળવી શકો છો.

ઘૂંટણમાં દર્દ થવાનું કારણ

ઘૂંટણમાં દુઃખાવો અનેક કારણોસર થઈ શકે છે. જેમાં સ્થૂળ્તા, માસપેશીઓમાં લોહીનું પરિભ્રમણ ન થવાથી સાંધાઓમાં અને ઘૂંટણમાં દર્દની સમસ્યા ઉદભવે છે. આ સિવાય ઘૂંટણની માસપેશીઓમાં ખેંચાણ કે તાણ રહેવાથી પણ દુઃખાવો થાય છે. માસપેશીઓમાં કોઈપણ પ્રકારની ઈજાને કારણે પણ ઘૂંટણમાં દુઃખાવો રહે છે. વૃદ્ધાવસ્થામાં આર્થ્રાઇટિસને કારણે ઘૂંટણમાં સૌથી વધારે દર્દ થાય છે. આ સિવાય જીમમાં હેવી લિફ્ટિંગ અને વધુ પડતી હેવી વેઈટવાળી કસરતો કરવાથી પણ આ સમસ્યા થાય છે.

ghutan1

સિટ અપ્સ (ઉઠ-બેસ)

બાળપણમાં સ્કૂલમાં મોટાભાગના લોકએ ઉઠ બેસ કરી જ હશે. પણ તમને જણાવી દઈએ કે ઉઠ બેસ એક બેસ્ટ કસરત છે અને ગઠિયાની સમસ્યામાં બહુ કારગર છે. તેના માટે તમે જો નીચે ન બેસી શકતા હોવ તો ખુરશીનો પ્રયોગ પણ કરી શકો છો. એક ખુરશી લેવી, તેની પર બેસવું પછી ઉભા થવું આ પ્રક્રિયા 10થી 15 વાર કરવી. આ કસરતને તમે કોઈપણ સમયે કરી શકો છો. વધુ સારાં પરિણામ માટે ખુરશી વિના કરવું.

ઘૂંટણની કસરત

દીવાલના સહારે પીઠ ટેકીને સીધા બેસી જાઓ. પગ આગળની તરફ સીધા રાખો. હવે જમણા હાથથી તમારા પગના અંગૂઠાને પકડવાનો પ્રયાસ કરો, પણ ધ્યાન રાખવું કે પગ ઘૂંટણથી વળવા ન જોઈએ. શરૂઆતમાં તમે સંપૂર્ણ રીતે પગની આંગળીઓ પકડી નહીં શકો પણ પ્રેક્ટિસ કરવાથી થઈ શકશે. આ સ્થિતિમાં ઓછામાં ઓછું પાંચ મિનિટ સુધી રહો. આ જ રીતે ડાબા પગની સાથે કરો. આવું તમે 10 વાર રોજ કરી શકો છો.

ghutan2

સ્ટેપ અપ

સ્ટેપિંગ કે સ્ટેપ અપ્સ એક કાર્ડિયો એક્સરસાઈઝ છે, જેના અનેક ફાયદા છે. આ કસરત હૃદયના ધબકારાને વધારે છે, શરીરમાં ગરમી પેદા કરે છે અને આખા શરીરને ઊર્જાવાન બનાવે છે. સ્ટેપ અપ કરતી વખતે તમારા ઘૂંટણને વાળવા નહીં. તેને સંપૂર્ણ રીતે સીધા રાખવા. એક સમાન ગતિમાં લગભગ એક મિનિટ સુધી સતત સ્ટેપ અપ કરવાથી ઘૂંટણના દુઃખાવામાં બહુ ફાયદો થાય છે. સ્ટેપ એક્સરસાઈઝ ઘૂંટણમાં ગરમાવો પેદા કરે છે અને ઘૂંટણમાં તાણ ઘટાડે છે. જો તમે કોઈપણ ઘૂંટણની સમસ્યાથી પરેશાન છો તો આજથી જ આ કસરત કરવાનું શરૂ કરી દેવું.

ghutan3

સ્ટ્રેચિંગ કરવું

દુઃખાવામાં રાહત મેળવવા માટે મસલ્સ સ્ટ્રેચિંગ એક બેસ્ટ એક્સરસાઈઝ છે. આમ તો ઘણી સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ છે જે ઘૂંટણના દર્દ માટે લાભકારી છે. જેમાંથી એક છે હેમ્સ્ટ્રિંગ સ્ટ્રેચિંગ. આ કસરત કરવાથી ઘૂંટણના મસલ્સ ઢીલા થાય છે. આ એક્સરસાઈઝ કરવા માટે એક પગને આગળ કરો અને બીજા પગના ઘૂંટણ સુધી એટલું વાળો કે તમે દબાણ અનુભવો. આ રીતે કરવાથી ઘૂંટણમાં દુઃખાવાની સમસ્યામાં આરામ મળશે.

વોક

વોક એકદમ સરળ કસરત છે જે કોઈપણ કરી શકે છે અને સાવ સામાન્ય લાગતી વોક તમને ગઠિયાના રોગથી મુક્તિ અપાવી શકે છે. જી હાં, તેના માટે તમે કોઈપણ સમયે વોક કરી શકો છો. પછી ભલે તમે ઓફિસમાં હોવ કે ઘરે કે પછી કોલેજમાં પણ વોક કરવી જરૂરી છે. એનાથી તમારા પગ મજબૂત બનશે અને લોહીનું પરિભ્રમણ યોગ્ય થશે. તેના માટે તમારે દરરોજ 15થી 20 મિનિટ વોક કરવી પડે.

ghutan4

મેટ એક્સરસાઈઝ
મેટ એક્સરસાઈઝ જેમ કે લેગ લિફ્ટ, ની લિફ્ટ વગેરે કરવાથી ઘૂંટણના મસલ્સ સ્ટ્રેચ થાય છે. જેનાથી ઘૂંટણના દુઃખાવાને દૂર કરવામાં બહુ મદદ મળે છે. મેટ એક્સરસાઈઝને તમે ઘરમાં ક્યારે પણ કરી શકો છો. તસ્વીરમાં બતાવ્યા પ્રમાણે તમારા પગને ઉપર તરફ ઉઠાવતી વખતે ઘૂંટણને વાળવું નહીં અને થોડીક વાર માટે પગને સીધુ ઉઠાવીને રાખો. ઘૂંટણમાં કોઈ ઈજાને કારણે થતાં દર્દમાં આ કસરત કારગર સાબિત થાય છે.
સાઈકલિંગ
નિયમિત સાઈકલિંગ કરવાથી પણ ઘૂંટણમાં ધીરે-ધીરે દુઃખાવો દૂર થઈ જાય છે. જો તમે ઘૂંટણના દુઃખાવાને દૂર કરવા માટે સાઈકલિંગ કરી રહ્યા હોવ તો તમારા પગની સ્થિતિ યોગ્ય હોય તે વાતનું ધ્યાન રાખવું. સાઈકલિંગ 10થી 15 મિનિટ સુધી કરવી જોઈએ અને સમયની સાથે તેને વધારી દેવું જોઈએ. સાઈકલિંગ કરવાથી પગ અને ઘૂંટણ મજબૂત થાય છે. સાથે જ ઘૂંટણ અને પગના મસલ્સ પણ મજબૂત બને છે. જેના કારણે દુઃખાવો ધીરે-ધીરે દૂર થઈ જાય છે. ઘૂંટણના દર્દને દૂર કરવા માટે આ એક બેસ્ટ ઉપાય છે.
yog padmasana
યોગ અભ્યાસ

જો તમને ઘૂંટણમાં વાગી ગયું હોય કે ગંભીર ઈજા થઈ હોય તો તમે યોગ કરી શકો છો. યોગ કરવાથી મસલ્સ રીલેક્સ થાય છે અને ઘૂંટણ પરથી દબાણ અને તાણ દૂર થાય છે. અન્ય એક્સરસાઈઝની સરખામણીમાં યોગની અસર લાંબા સમય સુધી રહે છે. જો નિયમિત રીતે સૂર્ય નમસ્કાર કરવામાં આવે તો પણ ઘૂંટણનો દુઃખાવો દૂર કરી શકાય છે.

ઘરેલૂ ઉપાય

ઘરેલૂ ઉપચારથી પણ તમે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો તેના માટે દરરોજ નારિયેળના ગરનું સેવન કરવું. આ સિવાય સતત 20 દિવસ સુધી અખરોટના ગરનું સેવન કરવાથી ઘૂંટણના દર્દમાંથી છુટકારો મળે છે. કંઈ ખાધા વિના દરરોજ સવારે એક લસણની કળી, દહીંની સાથે બે મહિના સુધી લેવાથી ઘૂંટણના દર્દમાં ચમત્કારી ફાયદો થાય છે. તમે દરરોજ રાતે અડધી ચમચી મેથી દાણાનું સેવન કરીને ઘૂંટણ અને શરીરના અન્ય ભાગમાં થતાં દર્દમાં રાહત મેળવી શકો છો.

સાભાર: દિવ્ય ભાસ્કર.

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો 13 આસન : કયા રોગમાં કયું આસન છે ફાયદાકારક

જાણો…આખરે યોગ શું છે? તેના 15 ચમત્કારી લાભ અને ધ્યાનમાં રાખો 10 સાવધાનીઓ…!!

ALL IN ONE: રોજ યોગ કરવાથી મળતાં આ 10 જબરદસ્ત ફાયદા ચોક્કસ જાણો

સનબર્નથી એકદમ કાળી પડેલી ત્વચા માટે, કરો 14 ચમત્કારી ઘરેલૂ ઉપાય
કેમ આવે છે પરસેવામાં ગંદી વાસ? આ ઝિંક ડાયટથી મેળવો કાયમી છુટકારો

યુવકો-યુવતીઑ ની મુખ્ય સમસ્યા ચહેરાના ખીલ-ખાડાને કાયમ કરો દૂર, અપનાવો આ શ્રેષ્ઠ ઘરગથ્થુ નુસખા-ઉપાયો.

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

જાણો…શુક્રવારે કરો લક્ષ્મીને પ્રસન્ન કરવાના આ રાશિ મુજબ ઉપાયો, દરિદ્રતાથી મળશે મુક્તિ..!!!

laxmi54

જો તમે ધન સંબંધી પરેશાનીઓથી મુક્તિ મેળવવા માંગો છો તો અહીં જ્યોતિષીય થોડા નાના-નાના ઉપાય જણાવવામાં આવી રહ્યા છે. આ ઉપાય પોતાની રાશિ મુજબ કરી શકાય છે. એવી માન્યતા છે કે, આ ઉપાયોથી ધન સંબંધી પરેશાનીઓ દૂર થઇ શકે છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થઇ શકે છે.

જ્યોતિષની માન્યતા છે કે જો કોઇ વ્યક્તિની કુંડળીમાં કોઇ ગ્રહ દોષ હોય તો ધન સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. સાથે જ, ઘરના વાસ્તુ દોષોની પણ અસર ધન સંબંધી કાર્યો પર થાય છે. અહીં જણાવેલ ઉપાયોથી વાસ્તુદોષની સાથે જ કુંડળીના દોષનું પણ નિવારણ થઇ શકે છે.

મેષ રાશિ માટે ઉપાયઃ-

સવારે ઘરથી નીકળતી સમયે દક્ષિણ દિશામાં ગોળનો ગાંગડો રાખીને જ ઘરેથી નીકળવું. ગોળના ગાંગડાને એવા સ્થાન પર રાખવો જ્યાં કીડીઓ આવતી હોય. આ ઉપાય કરવાથી કાર્યમાં પ્રગતિ થશે તથા સફળતા પણ મળશે. આ કાર્ય જ્યારે પણ ઘરથી બહાર નીકળો ત્યારે જરૂર કરવો જોઇએ.

વૃષભ રાશિ માટે ઉપાયઃ-

આ લોકોએ ગાયને કાચા ચોખા ખવડાવવા જોઇએ. આ ઉપાયથી ધન સંબંધી બાધાઓથી મુક્તિ મળી શકે છે. કોઇપણ શુક્રવારથી રોજ શરૂ કરી શકાય છે. ચોખીની માત્રા પોતાની હથેળી મુજબ રાખવી. ધનલાભના યોગ બનશે.

મિથુન રાશિ માટે ઉપાયઃ-

દર બુધવારે આખા મગનું દાન કરવું. કોઇ પરણિતા સ્ત્રીને સુહાગની વસ્તુઓ દાન કરવી. સફેદ ગાયને લીલું ઘાસ ખવડાવવાથી બધા જ દોષ દૂર થઇ જાય છે. ઘરની પશ્ચિમ-ઉત્તર દિશામાં પૈસા રાખવા તમારી માટે શુભ રહેશે. આ ઉપાયોથી ધન સંબંધી કાર્યોમાં લાભ પ્રાપ્ત થઇ શકે છે.

કર્ક રાશિ માટે ઉપાયઃ-

ઘરની પશ્ચિમ દિશામાં કબૂતરને જુવારના દાણા નાખવાં. આ ઉપાય દરરોજ કરશો તો ખૂબ જ જલ્દી શુભ ફળ પ્રાપ્ત થઇ શકે છે. આ ઉપાયથી ઘરનો પશ્ચિમ ભાગ લાભદાયક થઇ જાય છે. નકારાત્મકતા દૂર થઇ શકે છે તથા પરિવારમાં સુખ-શાંતિ બની રહે છે.

સિંહ રાશિ માટે ઉપાયઃ-

તમારા ઘરની પૂર્વ દિશામાં આ ઉપાય કરવો. ઉપાય મુજબ તાંબાના લોટામાં જળ ભરીને અને તે જળનો પૂર્વ દિશામાં છંટકાવ કરવો. શ્રીગણેશને દૂર્વા અર્પિત કરવી. સૂર્યને નિયમિતરૂપથી જળ અર્પણ કરવું. આ ઉપાય કરવાથી શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. આર્થિક પરેશાનીઓથી મુક્તિ પણ મળી શકે છે. ઘરમાં વડીલોને સ્વાસ્થ્ય લાભ પણ પ્રાપ્ત થઇ શકે છે.

કન્યા રાશિ માટે ઉપાયઃ-

તમારા ઘરની ઉત્તર દિશામાં ગાયને લીલું ઘાસ ખવડાવવું. જો સંભવ બની શકે તો કોઇ જરૂરમંદ વ્યક્તિને આખા મગ અને ગોળ દાન કરવા. આ ઉપાય કરવાથી તમારા ઘર-પરિવારને લક્ષ્મી કૃપા પ્રાપ્ત થઇ શકે છે. ઘરમાં લક્ષ્મીનો વાસ થશે તથા ઘનમાં થતો ફાલતું ખર્ચ પણ અટકશે. સાથે જ, અટકાયેલું ધન પ્રાપ્ત થઇ શકે છે.

તુલા રાશિ માટે ઉપાયઃ-

તુલા રાશિના લોકોએ દર શુક્રવારે આ ઉપાય કરવો જોઇએ. ઉપાય મુજબ શુક્રવારની સવારે એક સફેદ કપડામાં ચોખા બાંધવા અને તેની પોટલી બનાવીને ઘરની પશ્ચિમ-ઉત્તર દિશામાં લટકાવી દેવી. થોડા સમય પછી તે ચોખાનું દાન કરવું અને બીજા ચોખા લટકાવી દેવા. આ ઉપાય કરવાથી માંગલિક કાર્યમાં ગતિ આવશે તથા વૈવાહિક કાર્યમાં સફળતા મળી શકે છે. બાધાઓ દૂર થઇ શકે છે.

વૃશ્ચિક રાશિ માટે ઉપાયઃ-

તમારા ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણમાં આ ઉપાય કરવો. ઉપાય મુજબ એક લાલ કપડામાં જુવાર બાંધીને રાખવાં. આ ઉપાય કરવાથી ખરાબ શક્તિ, નકારાત્મક ઉર્જા તથા ખરાબ નજરની અસર ઘર અને પરિવારના સભ્યો પર પડી શકતી નથી. શુભ અસર બની રહે છે. વાતાવરણ હકારાત્મક બને છે. કાર્યોમાં સફળતા મળવાની સંભાવના વધી શકે છે.

ધન રાશિ માટે ઉપાયઃ-

ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં આ ઉપાય કરવો. ઉપાય મુજબ આ દિશામાં ભગવાન વિષ્ણુ શત્ નામાવલી અથવા સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો. આ પાઠ સાથે જ, શ્રીહરિનું વિશેષ પૂજન પણ કરવું. આ ઉપાય દરેક શ્રેષ્ઠ મુહૂર્તમાં કરવામાં આવવો જોઇએ. આ ઉપાયથી બધા જ રોગ, દોષ અને બાધાઓથી મુક્તિ મળી શકે છે. ઘરમાં પ્રગતિનું વાતાવરણ બની શકે છે.

મકર રાશિ માટે ઉપાયઃ-

ઘરની પશ્ચિમ દિશામાં તુલસીનો છોડ લગાવવો અને દરરોજ તેને સીંચવો. સમય-સમય પર છોડથી ખરાબ પાનને દૂર કરવા અને યોગ્ય દેખભાળ કરતા રહેવી. આવું કરવાથી અટકાયેલા કાર્યોમાં પ્રગતિ આવે છે. માંગલિક કાર્યની સાથે જ આર્થિક કાર્યોમાં પણ લાભના અવસર પ્રાપ્ત થઇ શકે છે.
કુંભ રાશિ માટે ઉપાયઃ-

આ રાશિના લોકોએ આ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે વિશેષ રૂપથી ઘરની પશ્ચિમ-ઉત્તર દિશાને એકદમ સાફ રાખવી. સાથે જ, આખા ઘરમાં પણ સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું. પશ્ચિમ-ઉત્તર દિશામાં બધા જ ઉપયોગી દસ્તાવેજ રાખવા. જો સામાન વધારે થઇ જતો હોય અને સ્ટોરેજની સ્થિતિ નિર્મિત થતી હોય તો સ્થાન પરિવર્તન કરવું. ત્યાર પછી આ જગ્યાએ મની પ્લાન્ટ લગાવી શકાય છે.

મીન રાશિ માટે ઉપાયઃ-

ઘરની પૂર્વ-ઉત્તર દિશામાં દેવી-દેવતાઓ માટે મંદિર બનાવવા. સાથે જ, ધ્યાન રાખવું કે મંદિર અને રસોડું સાથે ન હોય. ગેસ અને ચૂલાની સામે દેવી-દેવતાનું સ્થાન ન હોવું જોઇએ. આ પરિવર્તન કરશો તો ઘર પર દેવ કૃપા બની રહે છે. વિશેષ કરીને લક્ષ્મીનારાયણની ઉપાસના કરો. આ વાતોનું ધ્યાન રાખવાથી ભૂમિ-ભવનનો લાભ પ્રાપ્ત થઇ શકે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

સફેદ વાળને ઝડપથી કુદરતી કાળા કરવા, અપનાવો આ ખાસ દેશી પ્રયોગ…!!

hair

આજકાલની ફાસ્ટ લાઈફમાં વાળની યોગ્ય સારસંભાળ ન થવાને કારણે અને પ્રદૂષણને કારણે વાળ નાની ઉંમરમાં જ સફેદ થઈ રહ્યા છે. સાથે જ વાળ સંબંધી સમસ્યાઓથી દર 10માંથી 9 લોકો તો પરેશાન છે જ. જેમાં વાળ સફેદ થઈ જવાની સમસ્યા સતત વધતી જઈ રહી છે. જોકે તેની પાછળ અનેક કારણો રહેલાં હોય છે. જેમાં વાળ ડાઈ કરવા અથવા કાળા કરવા આ સમસ્યાનું હલ નથી. કેટલાક ઘરેલૂ નુસખાની મદદથી પણ સફેદ વાળને નેચરલી કાળા કરી શકાય છે. પરંતુ લોકોને આ દેશી નુસખાઓની જાણ હોતી નથી અથવા તો લોકોને માર્કેટની અવનવી પ્રોડક્ટ્સ વાપરવાની ટેવ પડી ગઈ છે. પરંતુ જો વાળને નેચરલ કાળા અને સ્વસ્થ બનાવવા હોય તો તેની સંભાળ માટે યોગ્ય ધ્યાન અને કેટલાક ખાસ દેશી પ્રયોગ અને ઘરેલૂ નુસખાઓનો પ્રયોગ કરી શકાય છે. જે સરળ હોવાની સાથે સસ્તા પણ છે અને આ ઉપાય કરવાથી તમારા વાળને વારંવાર ડાઈ અને કલર કરવાની ઝંઝટમાંથી છુટકારો મળી શકે છે. જેથી આજે અમે તમને બતાવીશું કેટલાક એવા જ સરળ ઘરેલૂ નુસખા જેની મદદથી તમે નાની ઉંમરમાં સફેદ થયેલા વાળને ફરીવાર નેચરલી કાળા બનાવી શકો છો.

વાળને દેશી રીતે કાળા કરવા માટે સૌથી પહેલાં સૂકા આમળાને પાણીમાં પલાળીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં એક ચમચી યૂકલિપ્ટસ (નિલગિરી)નું તેલ મિક્ષ કરવું. આ મિશ્રણને એક રાત માટે લોખંડના વાસણમાં રાખવું. સવારે તેમાં દહીં, લીંબૂનો રસ અને ઈંડુ મિક્ષ કરીને વાળમાં લગાવવું. 15 દિવસ સુધી આ પ્રયોગ કરવાથી સફેદ વાળ કાળા થવા લાગશે.

-આમળાનો રસ, બદામ તેલ, લીંબૂનો રસ મિક્ષ કરીને વાળના મૂળમાં લગાવવાથી વાળ ચમકીલા બને છે અને વાળ સફેદ થતાં અટકે છે.

-વાળ ધોવા માટે લીંબૂનો રસ મિક્ષ કરેલા પાણીનો ઉપયોગ કરવાથી વાળ નેચરલ કાળા અને સ્વસ્થ બને છે.

-દરરોજ સવારે એક કપ આમળાનો રસ પીવાથી લાંબી ઉંમર સુધી વાળ કાળા રહે છે.

-વાળમાં એલોવેરા જેલ લગાવવાથી પણ વાળ ખરતાં બંદ થઈ જાય છે અને નાની ઉંમરમાં વાળ સફેદ થવાની સમસ્યા દૂર થઈ, સફેદ વાળ કાળા થવા લાગે છે. તેના માટે તમે તાજાં એલોવેરા પલ્પનો ઉપયોગ કરી શકો છો.

-નાની ઉંમરમાં સફેદ વાળ થઈ ગયા હોય તો એક ગ્રામ કાળા મરી લઈને થોડા દહીંમાં મિક્ષ કરીને વાળના મૂળમાં લગાવવાથી વાળ કાળા થવા લાગે છે.

-તમે તમારા ઘરમાં વડીલોને વાળમાં દેશી ઘીની માલિશ કરતાં જોયા જ હશે. ઘીથી માથાની ત્વચાને પોષણ મળે છે. દરરોજ ઘીથી માથામાં માલિશ કરવાથી સફેદ વાળમાંથી છુટકારો મેળવી શકાય છે.

– બે ચમચી હિના પાઉડર, એક ચમચી દહીં, એક ચમચી મેથી, 3 ચમચી કોફી, બે ચમચી તુલસી પાઉડર અને 3 ચમચી ફુદીનાની પેસ્ટ મિક્ષ કરીને વાળમાં લગાવવી અને ત્રણ કલાક બાદ શેમ્પૂ કરી લેવું. આ હર્બલ પ્રયોગ કરવાથી નાની ઉંમરમાં સફેદ થઈ ગયેલા વાળ ફરી કાળા થવા લાગશે.

-ગાયના દૂધનું માખણ લઈ હળવા હાથે વાળના મૂળમાં લગાવવાથી બહુ ઝડપથી ફાયદો થાય છે.

-મેંદીમાં નારિયેળ તેલ મિક્ષ કરીને પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટ વાળમાં લગાવવાથી વાળનો કલર ડાર્ક બ્રાઉન થઈ જશે અને સફેદ વાળથી છુટકારો મળશે. આ પ્રયોગ 15 દિવસ સુધી કરવો.

-200 ગ્રામ આમળા, 200 ગ્રામ ભાંગરો, 200 ગ્રામ સાકર, 200 ગ્રામ કાળા તલ આ બધાંનું ચૂર્ણ બનાવી લેવું અને દરરોજ 10 ગ્રામની માત્રામાં લેવાથી સફેદ વાળની સમસ્યા દૂર થાય છે.

– નારિયેળ તેલમાં તાજા આમળાને એટલા ઉકાળવા કે તે કાળા થઈ જાય. આ મિશ્રણને ઠંડુ કરી રાત્રે સૂતી વખતે વાળમાં લગાવી સવારે વાળ ધોઈ લેવા આવું નિયમિત કરવાથી વાળ કાળા થઈ જાય છે.

– આદુ વાટીને તેમાં થોડું મધ મિક્ષ કરવું અને માથામાં લગાવવું. આ ઉપાય રોજ કરવાથી સફેદ વાળ કાળા થવા લાગે છે.

– વાળમાં રોજ સરસિયાનું તેલ લગાવવાથી વાળ હમેશાં કાળા રહે છે.

– નારિયેળ તેલમાં મીઠા લીમડાના પાન એ રીતે ઉકાળી લેવા કે પાન કાળા પડી જાય. આ તેલથી વાળના મૂળમાં માલિશ કરવાથી વાળ ભરાવદાર અને કાળા બને છે.

– નારિયેળ તેલમાં લીંબૂનો રસ મિક્ષ કરીને રોજ વાળમાં લગાવવાથી વાળ ધીરે-ધીરે કાળ થવા લાગે છે.

– આમળા અને કેરીની ગોટલીને પીસીને માથામાં લગાવવાથી વાળ કાળા થઈ જાય છે.

– વાળમાં લીમડાનું તેલ અને રોઝ મેરીના તેલથી માલિશ કરવાથી વાળ કાળા થઈ જાય છે.

-ડુંગળીનું રસ કાઢી તેને વાળના મૂળમાં લગાવવાથી વાળ કાળા અને ભરાવદાર બને છે.

– આમળાના રસમાં લીંબૂનો રસ મિક્ષ કરીને વાળમાં લગાવવાથી વાળ કાળા અને ચમકીલા બને છે.

-તુરિયાને કટકા કરી તેને નારિયેળ તેલમાં કાળી થાય ત્યાં સુધી ઉકાળવું. ત્યારબાદ તેને ગાળીને બોટલમાં ભરી લેવું. દરરોજ આ તેલને વાળમાં લગાવવું. ધીરે-ધીરે વાળ કાળા થવા લાગશે.

– તલનું તેલ વાળ માટે ફાયદાકારક હોય છે. સાથે જ તેનું સેવન પણ લાભકારક હોય છે જેથી ભોજનમાં તલનો ઉપયોગ કરવો જોઈએ, જેથી વાળ લાંબા સમય સુધી કાળા રહે છે.

-માથું ધોવામાં શિકાકાઈ શેમ્પૂ અથવા માઈલ્ડ શેમ્પૂનો જ ઉપયોગ કરવો જોઈએ.

– એક કપ ચાનું પાણી ઉકાળી તેમાં એક ચમચી મીઠું નાખીને આ મિશ્રણથી વાળ ધોવાના એક કલાક પહેલાં લગાવી દેવું. આવું નિયમિત કરવાથી વાળ કાળા થવા લાગે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

આ 4 Tricksથી ફોનને HACK થતો બચાવી શકાય છે, જાણો કઇ રીતે…!!

phone1

દરેક સ્માર્ટફોન યૂઝર્સ તેમના ફોનમાં અમૂક પ્રાઇવેટ અને મહત્વના ડેટાને સેવ કરીને રાખે છે. આ ડેટા ડિલીટ કે ચોરાઇ ના જાય તેની પણ સતત કાળજી રાખે છે. તેમ છતાં સ્માર્ટફોન યૂઝર્સને તેમનો ફોન હેક થવાની કે ડેટા લૉસ્ટ થવાની ચિંતા સતાવ્યા કરતી હોય છે. માની લો કે આટલુ કર્યા પછી પણ જો તમારો ફોન કોઇ હેકર્સના હાથમાં આવી જાય તો, તો બની શકે તમારા ડેટાને નુકશાન થાય. એટલે અમે તમને અહીં બતાવીએ છીએ એવી 4 ટ્રિક્સ વિશે જે તમારા સ્માર્ટફોનને હેક થતો રોકશે અને તમારા ડેટાને પણ સુરક્ષિત રાખશે.

* ફોનમાં આ પ્રકારે થાય તો ખતરો

જો તમારા ફોનમાં કેટલીક એપ્સ વારંવાર ખુલી જાય કે પછી ફોનની બેટરી સામાન્ય સમયથી જલ્દી લૉ થઇ જાય, તો બની શકે ફોન હેકિંગનો શિકાર બન્યો હોય. આ સિવાય પણ જો તમારા ફોનમાં વપરાશ કરતા વધુ ડેટા યૂઝ થતો હોય તો પણ ફોન હેકિંગનો શિકાર બન્યો હોઇ શકે છે.

1. લૉક સ્ક્રીનનો સ્માર્ટ યૂઝ

ફોનને હેકિંગથી બચાવવા માટે સ્ક્રીન લૉક સૌથી સરળ ઓપ્શન છે. જોકે, કોઇ સામાન્ય લૉક આના માટે પુરતુ નથી. આઇફોનમાં એવું સેટિંગ્સ છે કે કોઇ વ્યક્તિ યૂઝર્સની નક્કી કરેલી સંખ્યા કરતા વધુ વાર લૉક ખોલવાનો પ્રયાસ કરે તો ફોન ઓટોમેટિક લૉક થઇ જાય છે. એન્ડ્રોઇડ ફોન માટે પણ ઓટોવાઇપ જેવી એપ્સ ઉપલબ્ધ છે, આ એપથી જ્યારે તમારો ફોન ચોરી થઇ જાય ત્યારે તમે ડેટાને હેકર્સથી બચાવી શકો છો.

2. આ સેટિંગ્સને બંધ રાખો

ફોનને હેકિંગથી રોકવા માટે યૂઝર્સ પોતાના સ્માર્ટફોનમાં બ્લૂટૂથ, લૉકેશન સર્વિસ, નિયર ફિલ્ડ કૉમ્યુનિકેશન (એનએફસી), વાઇ-ફાઇ અને સેલ્યુલર જેવા ડેટા સેટિંગ્સને બંધ રાખવા જોઇએ. જેનાથી તમારા સ્માર્ટફોનની સુરક્ષામાં વધારો થઇ શકે છે. જો આ બધામાંથી કોઇ ઓપ્શન ચાલું હોય તો હેકર્સને તમારા ફોન સાથે જોડાવવામાં સરળતા રહે છે. તેમા પણ ખાસ કરીને બ્લૂટૂથ અને લૉકેશન સર્વિસને બંધ રાખવી જોઇએ કેમકે કેટલીક એપ્સ તમારી જાણકારી વિના આને વાપરે છે.

3. ડાઉનલોડીંગમા સાવધાની

હેકર્સને એપ્સ દ્વારા તમારા ફોનમાંથી ડેટા ચોરવાનો સીધો સસ્તો મળે છે એટલા માટે કોઇપણ ડાઉટફૂલ એપ્સને ડાઉનલોડ ના કરવી જોઇએ. જો કોઇ એપ્સ પર શંકા હોય તો સૌપ્રથમ તેની કંપની, રેટિંગ અને યૂઝર્સની કમેન્ટ્સને ચેક કરી લો. ઉદાહરણ તરીકે મોબાઇલ બેકિંગની એપ બેન્કના નામથી હોવી જોઇએ કોઇ ડેવલોપર્સ કે કોઇ સેલર્સના નામથી ના હોવી જોઇએ. આ ઉપરાંત એન્ટીવાયરસ સ્કેનિંગ એપ્સ પણ તમારા ફોનમાં રાખો તે તમને સેફ્ટી આપશે.

4. ફોન ખોવાઇ જાય ત્યારે…

આપણે બધા આપણા ફોનને સુરક્ષિત રાખવા માટે સતત પ્રયાસ કરતા હોઇએ છીએ, તેમછતા કેટલીક વાર ફોન ખોવાઇ જાય અથવા તો ચોરી થઇ જાય છે. આવા સમયે તમે તમારા ફોનમાં સેફ્ટી એપ્સને ડાઉનલોડ કરીને રાખો. જેનાથી તમને તમારા ફોનનું લૉકેશન મળતુ રહેશે. અથવા તો એવી એપને ડાઉનલોડ કરીને રાખો કે જે એસએમએસ દ્વારા તમારા ફોનનો ડેટા ડિલીટ કરવા માટે સક્ષમ હોય. યૂઝર્સ માટે એન્ડ્રોઇડ અને આઇઓએસ બન્ને માટે આવી એપ્સ ઉપબલ્ધ છે. તો વળી કેટલાક ફોનમાં ઇનબિલ્ટ આ સુવિધા હોય જ છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.

જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

જાણો…બેટરીનું આયુષ્ય વધારવા માટેની ટિપ્સ, હવે નહીં થાય બ્લાસ્ટ…!!
મોબાઇલ ફોનનું ઘણું જ ખતરનાક રેડિએશન મોટી આફત બને તે પહેલા ચેતો…!!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
OHH…ऐसे सेव कर सकते हैं किसी भी स्मार्टफोन का बैकअप डाटा…!!!
WOW…कहीं से भी कंट्रोल करें अपना कंप्यूटर और स्मार्टफोन…!!!
તમે બનશો સ્માર્ટ ઇન્ટરનેટ યૂઝર…શીખો કી-બોર્ડની 41 શૉર્ટકટ્સ..!!!
આટલુ શીખી જ લો….GOOGLE ની સાથે ઘેર બેઠા કમાણીની તક, આ રીતે થશે કમાણી
8 વર્ષના ટેણિયાએ YOUTUBE થી 8 કરોડની કમાણી કરી: તમે કેમ પાછળ? તમે પણ કરો ધરખમ કમાણી. જાણો રીત.
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો

જાણો…અસાધ્ય રોગમાં કારગર છે આ ચમત્કારી રત્ન, બીમારી જાણી કરો ધારણ..!!

ratn1

જ્યોતિષની દુનિયામાં રત્નોનું પણ એક અલગ મહત્વ હોય છે. રત્ન વિશેષજ્ઞોનું માનવું છે કે તમારી કુંડળીના ઘણાં દોષ માત્ર રત્ન ધારણ કરવાથી જ દૂર થઇ શકે છે, ત્યાં જ બીજી બાજુ જો કુંડળીમાં ગ્રહોની ખરાબ દશાને કારણે તમારે ભવિષ્યમાં ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે તો રત્નોની મદદથી તેના પ્રભાવમાં ઉલ્લેખનીય કમી પણ આવી શકે છે.

રત્નોનો લાભ માત્ર ગ્રહોની ખરાબ દશાને સુધારવા માટે જ નથી પરંતુ, આ રત્ન તમારા સ્વાસ્થ્યને પણ પ્રભાવિત કરે છે. ઘણીવાર તમારા પરિવારજનો અથવા પછી કોઇ જ્યોતિષે રત્ન ધારણ કરવાની સલાહ આપી હશે, પરંતુ જો તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો હવે સમય છે તે સલાહ પર અમલ કરવાનો. કારણ કે તેમની સલાહ તમારા સ્વાસ્થ જીવન સાથે જોડાયેલી પરેશાનીઓના સમાધાનનું કારણ બની શકે છે.

રત્નોથી નીકળતી કિરણો અને ઉર્જાઓ તમારા આખાં શરીર પર પ્રભાવ છોડે છે, અલગ-અલગ રત્નોમાંથી નીકળતા કિરણોનો પ્રભાવ પણ અલગ-અલગ હોય છે. આજે આ લેખમાં તમે જાણી શકશો કયો રત્ન ધારણ કરવાથી તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કઇ સમસ્યાઓને હલ કરી શકાય છે.

માણિક્યઃ-

સિંહ રાશિનો આ રત્ન કુંડળીમાં સૂર્ય સાથે જોડાયેલાં દોષને દૂર કરે છે. કુંડળીમાં સૂર્યની સ્થિતિ કેવી છે, તેના આધાર પર માણિક્ય ધારણ કરવામાં આવે છે. આ સિવાય આ રત્ન માથા, હ્રદય, પેટ અને આંખને પ્રભાવિત કરે છે.

જો કોઇ વ્યક્તિને બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસની સમસ્યા છે તો આવી પરિસ્થિતિમાં આ રત્ન ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ સિવાય પીઠનો દુખાવો, કાન સાથે જોડાયેલી સમસ્યાઓનું સમાધાન પણ આ રત્નને ધારણ કરીને કરી શકાય છે.

નીલમઃ-

કુંભ અને મકર રાશિનો આ રત્ન શનિના પ્રભાવને ઓછો કરે છે. આ રત્નને ધારણ કરવાથી દામ્પત્ય સુખમાં તો વધારો થાય જ છે, સાથે જ ટ્યૂમર, સાંધાનો દુખાવો, ઘાવમાં સડો થવો, શ્વાસ અથવા અંડકોષ સાથે જોડાયેલી બીમારીઓમાં ફાયદાકારક સાબિત થઇ શકે છે.

મોતીઃ-

કર્ક રાશિવાળા લોકો માટે આ રત્ન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ રત્ન ચંદ્ર સાથે જોડાયેલો રત્ન છે જે ત્વચા, શ્વાસ અને મસ્તિષ્ક સાથે જોડાયેલાં રોગોને દૂર કરે છે. મોતી ધારણ કરવાથી પાચનતંત્ર સાથે જોડાયેલી સમસ્યાઓ પણ દૂર થઇ જાય છે અને સાથે જ આ રત્ન તમને ભાવનાત્મક રીતે પણ સંતુલિત રાખે છે. જો તમે ખૂબ જ ભાવુક અથવા સંવેદનશીલ સ્વભાવ ધરાવનાર વ્યક્તિ છો તો સ્વયંને શાંત રાખી અને પોતાની ભાવનાઓ પર નિયંત્રણ રાખવા માટે તમારે મોતી ધારણ કરવું જોઇએ.

પોખરાજઃ-

ધન રાશિનો આ રત્ન કુંડળીમાં બૃહસ્પતિ સાથે જોડાયેલાં દોષને શાંત કરે છે. આ દાંપત્ય જીવનને સુખમય બનાવે છે અને સાથે જ ગર્ભાશય અને જનનાંગો સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરે છે. આ સિવાય કિડની, લીવર, સાંધાનો દુખાવો, ગેસની પરેશાની, હાડકાંઓમાં દુખાવો જેવી સમસ્યાઓમાં પણ લાભ પહોંચાડે છે. જો તમને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો છે, તો તેમાં પણ તમારે આ રત્ન પહેરવો જોઇએ.

ગોમેદઃ-

રાહુના પ્રભાવને શાંત કરવા માટે જ્યોતિષશાસ્ત્રી ગોમેદ ધારણ કરવાની સલાહ આપે છે. જે લોકોની કુંડળીમાં રાહ નુકસાન પહોંચાડવાની સ્થિતિમાં હોય છે તેમણે ગોમેદ રત્ન ધારણ કરવો જોઇએ. આ સિવાય 4 મૂળાંક ધરાવનાર વ્યક્તિઓ પણ આ રત્નને ધારણ કરી શકે છે. આ રત્નને ધારણ કરવાથી તમે મસ્તિષ્ક, શ્વાસ, જનનાંગ, પેટ, હ્રદય તથા તંત્રિકાઓ સાથે જોડાયેલી સમસ્યાઓથી પોતાને બચાવી શકો છો.

પન્નાઃ-

પન્ના રત્ન, કન્યા રાશિવાળા લોકો માટે શુભ માનવામાં આવે છે. આ સિવાય જે લોકોનો મૂળાંક 5 હોય છે તે પણ આ રત્નને ધારણ કરી શકે છે. બુધ ગ્રહનો પ્રતીક હોવાને કારણે આ રત્ન મગજના વિકાર, કાન અને દ્રષ્ટિ સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરે છે.

હીરોઃ-

શુક્ર ગ્રહની સમસ્યાઓને હીરો ધારણ કરીને દૂર કરી શકાય છે. સાથે જ, મૂળાંક 6 અને તુલા રાશિવાળા લોકો પણ હીરાને ધારણ કરી શકે છે. શુક્રાણુઓની કમી, નશાની આદત અથવા કોઇ પ્રકારના ચર્મરોગને દૂર કરવામાં પણ આ રત્ન કારગર સિદ્ધ થાય છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે, આ વાતમાં કોઇ શંકા નથી કે, રત્ન કુંડળીની સમસ્યાઓને ખૂબ જ હદે ઓછી કરે છે. પરંતુ કોઇ સારા જાણકારની સલાહ વિના આ રત્નોને ધારણ કરવાથી તે નકારાત્મક પ્રભાવ પણ આપી શકે છે. આ માટે કોઇપણની સલાહ લીધા વિના આ રત્નોને ધારણ કરવાથી બચવું.

સાભાર: દિવ્ય ભાસ્કર.

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.