જાણો…આખરે યોગ શું છે? તેના 15 ચમત્કારી લાભ અને ધ્યાનમાં રાખો 10 સાવધાનીઓ…!!

yog1

શરીર અને મનનું સંતુલન એટલે યોગ. યોગ એ પ્રાચીન ભારતની એક બહુમૂલ્ય ભેટ છે. જે મન અને શરીર વચ્ચે સદ્દભાવ લાવવાં પર ધ્યાન કેન્દ્રિત કરે છે. યોગના મહત્વને વ્યાપક સમુદાય સુધી પહોંચાડવા યુનો દ્વારા ૨૧ જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. યોગની લોકપ્રિયતા આપણા દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ખૂબ વધારે છે. આ દિવસ નિમિત્તે યોગના મહત્વ અને તેના દ્વારા રોગ નિવારણ, સ્વાસ્થ્ય પ્રોત્સાહન અને ઘણી બધી જીવનશૈલીને લગતી વિકૃતિઓને દૂર કરવામાં યોગ કઈ રીતે કારગર છે તેના વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવશે. જેથી આજે અમે તમને જણાવીશું કે યોગ શું છે. કઈ રીતે તે ફાયદાકારક છે. યોગ કરવામાં કઈ-કઈ સાવધાનીઓ રાખવી જરૂરી છે. કોણ યોગ ન કરી શકે વગેરે.

યોગ શું છે?

“યોગ” શબ્દ એ સંસ્કૃતના ‘યુજ’ પરથી આવ્યો છે. યોગ એ સર્વગ્રાહી ખ્યાલ છે જે શરીર, મન, ભાવના અને શક્તિના એક સમાન સ્તર પર કામ કરે છે. આ યોગ વડે ચાર વ્યાપક વર્ગીકરણનો ઉદય થાય છે : કર્મ યોગ-જેમાં આપણે શરીરનો ઉપયોગ કરીએ, જ્ઞાનયોગ- જેમાં આપણે મનનો ઉપયોગ કરીએ, ભક્તિયોગ-જેમાં આપણે લાગણીઓનો ઉપયોગ કરીએ, ક્રિયાયોગ-જ્યાં આપણે શક્તિ (ઉર્જા)નો ઉપયોગ કરીએ છીએ.

પતંજલિ મુનિ દ્વારા યોગ વિજ્ઞાનમાં આઠ હાથના યોગને “અષ્ટાંગ યોગ” તરીકે વર્ણવ્યા છે. તે આ મુજબ છે :યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધારણા, ધ્યાન અને સમાધિ.યોગનું સૌથી સામાન્ય સ્વરૂપ એ છે કે તે દરેક આસન શરીર અને મનની શાંતિ માટે ઉપયોગી છે. આ દરેક આસનના જુદા જુદા ફાયદાઓ છે. આ દરેક આસનો તમારી ક્ષમતા અને યોગ શિક્ષકના માર્ગદર્શનમાં કરવામાં આવે તે ઇચ્છનીય છે.

આજે યોગ સમગ્ર દુનિયામાં લોકપ્રિય છે તેનું કારણ તે રોગ નિવારક અને ઉપકારી ભૂમિકા પૂરી પાડે છે એટલું જ નહીં પરંતુ તે સંખ્યાબંધ જીવનશૈલીને લગતા રોગો અને વિકૃતિઓને દૂર કરે છે. તે ખાસ કરીને માનસિક અને લાગણીમય તનાવની વ્યવસ્થામાં લાભદાયી દેખાય છે. તેથી વિશ્વભરમાં એક દિવસ માટે તંદુરસ્ત જીવનશૈલીના ભાગરૂપે યોગનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

આજના સમયમાં જીવનશૈલીમાં સ્થૂળતા, મધુપ્રમેહ, ઉચ્ચ રક્તદબાણ અને ચિંતાની વિકૃતિઓની સ્વાસ્થ્ય સમસ્યાઓ અત્યંત પ્રચલિત છે ત્યારે યોગ તેમાં સંપૂર્ણપણે સ્વાસ્થ્યપ્રદ અભ્યાસ પૂરો પાડી શકે છે. યોગની શારીરિક ક્ષમતા, માંસપેશીઓની ગતિવિધિઓ અને હૃદયના ધબકારાંના નિયંત્રણ માટે ફાયદાકારક છે.તે મધુપ્રમેહ, શ્વાસોશ્વાસની વિકૃતિઓ, વધારે પડતી ચિંતા અને બીજા જીવનશૈલીને ઘણાં બધી વિકૃતિઓનું વ્યવસ્થાપન કરે છે. તે હતાશા, થાક ગભરાહટની વિકૃતિઓ અને તનાવ ઘટાડવામાં પણ મદદ કરે છે.

યોગના આઠ અંગો છે – 1)યમ 2) નિયમ 3) આસન 4) પ્રાણાયમ 5)પ્રત્યાહાર 6) ધારણા 7)ધ્યાન 8)સમાધિ. ઉપરોક્ત આઠ અંગોના પોતાના ઉપ અંગ પણ છે. તાજેતરમાં યોગના ત્રણ જ અંગ ચલનમાં છે – આસન, પ્રાણાયામ, અને ધ્યાન.

સંપૂર્ણ વ્યાયામ : યોગાસન

વર્તમાન સમયમાં લોકો પોતાની વ્‍યસ્‍તતાથી ભરેલા જીવનશૈલીમાં શાંતિ પ્રાપ્ત કરવા માટે યોગ – ધ્‍યાન કરતા હોય છે. યોગને કારણે વ્‍યક્‍તિ માત્ર તણાવભરી સ્‍થિતિમાંથી બહાર આવે છે તેવું નથી, પરંતુ મન શાંત થાય છે અને શરીર પણ તંદુરસ્‍ત રહે છે. યોગ ખૂબ લાભકારી છે. તે મન અને શરીરને શક્‍તિ આપે છે, એટલું ન નહી, પરંતુ આત્‍માને પણ શુદ્ધ કરે છે.

યોગાસન એક ખુલ્લા, હવાની અવર-જવર થઇ શકે તેવા ઓરડામાં કરવા જોઇએ, જેથી શ્વાસ દ્વારા શરીરમાં શુદ્ધ વાયુ પહોંચી શકે.

શરીરને સ્વસ્થ રાખવા માટે વ્યાયામની અનેક વિધિઓ પ્રચલિત છે. પણ તેના માટે યોગાસન કરતા વધારે યોગ્ય કંઇ નથી. આસન શરીરને સ્વસ્થ રાખવા માટેનો વૈજ્ઞાનિક પ્રયોગ છે. આચાર્ય પતંજલિએ અષ્ટાંગયોગમાં યોગના આઠ અંગોનું વર્ણન કર્યું છે. આસન અષ્ટાંગ યોગમાં ત્રીજા ક્રમે આવે છે. આમ તો આસનોની સંખ્યા સેંકડોમાં છે પણ કેટલાક આસનો વધારે મહત્વના અને બધા માટે લાભદાયક છે કારણ કે આસન સૂક્ષ્મ વ્યાયામ છે માટે તેને કરવા માટે કેટલાક નિયમો પાળવા જરૂરી છે.

યોગાસન શારીરિક સ્વાસ્થ્ય માટે વરદાન રૂપ છે

1) યોગાસનોનો સહુથી મોટો ગુણ છે કે તે સહજ સાધ્ય અને સર્વસુલભ છે. યોગાસન એવી વૈજ્ઞાનિક અને પ્રામાણિક વ્યાયામ પદ્ધતિ છે જેમાં ન તો કંઇ વિશેષ ગુમાવવાનું છે કે ન તો આવશ્યકતા છે કોઇ વધારે સાધન-સામગ્રીની.

2) યોગાસન અમીર-ગરીબ, વૃદ્ધ-જુવાન, નિર્બળ-સબળ બધા સ્ત્રી-પુરુષ કરી શકે છે.

3) આસનોમાં જ્યાં માંસપેશીઓને ખેંચવાની ક્રિયાઓ કરવી પડે છે, ત્યાં બીજી તરફ તણાવ-ખેંચાણ દૂર કરવાની ક્રિયા પણ કરવામાં આવે છે. જેનાથી શરીરનો થાક દૂર થાય છે અને આસનોમાં વ્યય થયેલી શક્તિ પરત મળે છે. શરીર અને મનને તાજગીની સાથે આધ્યાત્મિક લાભ પણ થાય છે.

4) યોગાસનો દ્વારા આંતરિક ગ્રંથિઓ પોતાનું કાર્ય સારી રીતે કરી શકે છે અને યુવાવસ્થા જાળવી રાખવા વીર્ય રક્ષામાં મદદરુપ બને છે.

5) યોગાસનો દ્વારા પેટની યોગ્ય સફાઇ થાય છે અને પાચન અંગ પુષ્ટ બને છે. પાચન-સંસ્થાનમાં કોઇ ગરબડ ઉદ્ભવતી નથી.

6) યોગાસન મેરુદંડના હાડકાને લચીલા બનાવે છે અને વ્યય થયેલી નાડી શક્તિની પૂર્તિ કરે છે.

7) યોગાસન પેશીઓને શક્તિ પ્રદાન કરે છે. તેનાથી શરીરનો મોટાપો ઘટે છે અને દુર્બળ-પતલી વ્યક્તિ તંદુરસ્ત બને છે.

8) યોગાસન સ્ત્રીઓની શરીર રચના માટે વિશેષ અનુકૂળ છે. યોગાસન કરતી સ્ત્રીઓમાં સુંદરતા, સુઘડતા અને ગતિનો ઉમેરો થાય છે.

9) યોગાસનો દ્વારા બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે અને ધારણા શક્તિને નવી સ્ફૂર્તિ અને તાજગી મળે છે.

10) યોગાસન સ્ત્રીઓ અને પુરુષોને સંયમી અને આહાર-વિહારમાં મધ્યમ માર્ગનું અનુકરણ કરતા શીખવે છે, મન અને શરીરને સ્થાયી તથા સંપૂર્ણ સ્વાસ્થ્ય મળે છે.

11) યોગાસન શ્વાસ ક્રિયાનું નિયમન કરે છે, હૃદય અને ફેફસાને બળ પુરુ પાડે છે, લોહી શુદ્ધ કરે છે અને મનમાં સ્થિરતા ઉત્પન્ન કરી સંકલ્પ શક્તિ વધારે છે.

12) યોગાસન શારીરિક સ્વાસ્થ્ય માટે વરદાન રુપ છે કારણ કે તેનાથી શરીરના સમસ્ત ભાગો પર પ્રભાવ પડે છે અને તે પોતાના કાર્યો સારી રીતે કરી શકે છે.

13) આસન રોગ વિકારોને નષ્ટ કરે છે, રોગો સામે રક્ષણ કરે છે, શરીરને નિરોગી, સ્વસ્થ અને બળવાન બનાવી રાખે છે.

14) આસનો દ્વારા નેત્રોની જ્યોતિ વધે છે. આસનોનો નિરંતર અભ્યાસ કરતી વ્યક્તિને ચશ્મા પહેરવાની જરૂર રહેતી નથી.

15) યોગાસન દ્વારા શરીરના પ્રત્યેક અંગને વ્યાયામ મળે છે. જેનાથી શરીર પુષ્ટ, સ્વસ્થ અને સુદ્રઢ બને છે. આસન શરીરના પાંચ મુખ્યાંગો, સ્નાયુ તંત્ર, રક્તાભિગમન તંત્ર, શ્વાસોચ્છવાસ તંત્રની ક્રિયાઓનું વ્યવસ્થિત રીતે સંચાલન કરે છે. જેનાથી શરીર પૂર્ણ રુપે સ્વસ્થ બનેલું રહે છે અને કોઇ રોગ નથી થતો. શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક દરેક ક્ષેત્રના વિકાસમાં આસનોનો અધિકાર છે. અન્ય વ્યાયામ પદ્ધતિઓ માત્ર બાહ્ય શરીરને જ પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે, જ્યારે યોગાસન માનવનો સંપૂર્ણ વિકાસ સાધે છે.

યોગના આ ફાયદા પણ છે:

> ઉંઘ સારી આવે છે.
> શરિરમાં ઉર્જા અને શક્તિનો સંચાર કરે છે.
> બ્લડપ્રેશરને કાબુ રાખવામાં મદદ કરે છે.
> દુખાવા ઉપર કાબૂ મેળવવામાં મદદ કરે છે.
> ચયાપચયાની ક્રિયાને સારી બનાવે છે.
> રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
> શ્વાસોચ્છાવસ ક્રિયાને સારી બનાવે છે.
> લોહીના પરિભ્રમણને સુધારે છે.
> વજન ઘટાડવામાં મદદ કરે છે.
> માનસિક તાણ અને ચિંતા પર કાબૂ મેળવવામાં મદદ કરે છે
> યાદ શક્તિ વધારે છે
> ડાયાબિટીશના દર્દીઓને બ્લડ શૂગરનું લેવલ પર કંટ્રોલ રાખવામાં મદદ કરે છે.
> હ્રદય સબંધિત બિમારીઓ થવાની સંભાવનાઓ ખુબજ ઓછી છે

આસનોની શરૂઆત પહેલાની સાવધાની –

આસનો શીખતા પહેલા કેટલીક આવશ્યક સાવધાનીઓ પર ધ્યાન રાખવું જરૂરી છે. આસન પ્રભાવકારી અને લાભદાયક ત્યારે જ બની શકે છે જ્યારે તેને યોગ્ય રીતે અમલમાં મૂકવામાં આવે.

1. યોગાસન શૌચક્રિયા અને સ્નાન પતાવ્યા બાદ જ કરવા જોઇએ.

2. યોગાસન સમતળ જમીન પર એક આસન પાથરીને કરવા જોઇએ, દરમિયાન ઋતુ અનુસાર વસ્ત્રો પહેરવા.

3. યોગાસન એક ખુલ્લા, હવાની અવર-જવર થઇ શકે તેવા ઓરડામાં કરવા જોઇએ, જેથી શ્વાસ દ્વારા શરીરમાં શુદ્ધ વાયુ પહોંચી શકે. બહારના ખુલ્લા વાતાવરણમાં પણ આ અભ્યાસ કરી શકાય છે, પણ વાતાવરણ શાંત હોય તે જરૂરી છે.

4. આસન કરતી વખતે વધારે પડતુ જોર ન લગાવવું. પ્રારંભમાં આપની માંસપેશીઓ કઠણ થશે, પણ અમુક અઠવાડિયા પછી નિયમિત અભ્યાસ કરવાથી શરીર લચીલું બની જશે. આસનો ધૈર્ય રાખીને કરવા જોઇએ. શરીરની સાથે વધારે જબરદસ્તી ન કરવી.

5. માસિકધર્મ, ગર્ભાવસ્થા, તાવ, ગંભીર બીમારી વગેરે દરમિયાન આસનો ન કરવા. ‘

6. યોગાભ્યાસીએ એવું જ ભોજન લેવું જોઇએ જે પચવામાં સરળ હોય. ભોજનની માત્રા પણ શરીરને યોગ્ય હોવી જોઇએ. વજ્રાસન સિવાયના બધા યોગ ખાલી પેટે કરવા જોઇએ.

7. આસનના પ્રારંભ અને અંતમાં વિશ્રામ કરો. આસન વિધિપૂર્વક કરો. પ્રત્યેક આસન બંને તરફથી કરવા તથા તેનો પૂરક અભ્યાસ પણ કરવો.

8. જો આસન કરતી વેળાએ શરીરના કોઇ અંગમાં વધારે પીડા થાય તો યોગ ચિકિત્સકની સલાહ લેવી.

9. જો આંતરડામાં વાયુ, વધારે ગરમી કે રક્તમાં વધારે અશુદ્ધતા હોય તો માથાના બળ પર કરવામાં આવતા આસનો કરવા.

10. યોગનો પ્રારંભ કરતા પહેલા અંગ-સંચાલન કરવું આવશ્યક છે. તેનાથી અંગો જકડાવાની મુશ્કેલી દૂર થશે તથા શરીર આસનો માટે તૈયાર થશે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

ALL IN ONE: રોજ યોગ કરવાથી મળતાં આ 10 જબરદસ્ત ફાયદા ચોક્કસ જાણો

સનબર્નથી એકદમ કાળી પડેલી ત્વચા માટે, કરો 14 ચમત્કારી ઘરેલૂ ઉપાય
કેમ આવે છે પરસેવામાં ગંદી વાસ? આ ઝિંક ડાયટથી મેળવો કાયમી છુટકારો

યુવકો-યુવતીઑ ની મુખ્ય સમસ્યા ચહેરાના ખીલ-ખાડાને કાયમ કરો દૂર, અપનાવો આ શ્રેષ્ઠ ઘરગથ્થુ નુસખા-ઉપાયો.

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

Leave a comment