જાણો…પાર્ટનરના દિલ પર રાજ કરવું હોય તો તેમની રાશિથી સમજો તેમની ફૂડ હેબિટ..!!

food12
તમને ઘણી વખત એવું જોવા મળ્યું હશે કે શ્રેષ્ઠ રેસ્ટોરન્ટ, હોટલ અથવા ઢાબાનું ટેસ્ટી ફૂડ હોવા છતાંય તમને અથવા તમારા પાર્ટનરને ત્યાંનો માહોલ કે ભોજન પસંદ નથી આવતું. શું તમને ખબર છે કે ન ભાવતા ખોરાકની પાછળનું કારણ શું છે? તેનું કારણ છે એ જગ્યાનો માહોલ અને સ્વાદ જે તમારા પાર્ટનરની રાશિ સાથે મેળ નથી ખાતો. તો જાણો આજે રાશિ પ્રમાણે ખાવાની કેટલીક આદતો વિશે…

મેષ:

મેષ રાશિવાળા લોકો એડવેન્ચરના શોખીન હોય છે અને ખાવામાં પણ એક્સપેરિમેન્ટ પસંદ કરતા હોય છે. આ રાશિના જાતકોને સ્વાદિષ્ટ અને ચટપટું ભોજન ખૂબ પસંદ હોય છે. નોનવેજથી માંડી વેજ સુધી તેમને તમામ પ્રકારની વાનગીઓ ભાવતી હોય છે. એવું નથી કે આ રાશિના લોકોને માત્ર ખાવાનો જ શોખ હોય છે, તેઓ જેટલા ખાવાના શોખીન હોય છે, તેટલા જ ખવડાવવાના પણ શોખીન હોય છે.

વૃષભ:

આ રાશિના જાતકો હંમેશા સ્વાદની શોધમાં જ રહેતા હોય છે. તે પછી વાત ખાવાની હોય કે પછી પીવાની. ખાસ કરીને વૃષભ જાતકોને ખાવાની એવી વસ્તુઓ ભાવે છે, જે દેખાવમાં સુંદર હોય છે. તેમને થાળીમાં ઘણી બધી વાનગી જોવાનું પસંદ છે. આ રાશિના લોકો સ્વીટ્સ ખાવાના શોખીન હોય છે. આ જ કારણે તેઓ રસગુલ્લા, ગુલાબ જાબું, રબડી અને ચોકલેટ જેવી વસ્તુ માટે ક્યારેય ના નથી પાડતા.

મિથુન:

મિથુન રાશિના લોકોની ખાસિયત એ છે કે તેઓ જે મળ્યુ, તે ખાઈ લીધુ. તેથી તેઓ સિંપલ અને લાઇટ ફૂડ વધુ પસંદ કરતા હોય છે. ફળો તેમની યાદીમાં કાયમ પહેલા સ્થાને હોય છે. ખાસ કરીને સીઝનલ ફળો. તેમની ખાવાની ગુણવત્તા પણ અન્ય લોકોથી અલગ હોય છે.

કર્ક:

કર્ક રાશિવાળા લોકો કમ્ફર્ટ ફૂડ પસંદ કરે છે. તેઓ ખાવા માટે વધુ મેહનત કરવી પસંદ નથી કરતા અને એટલે જ તેમને ઘરનું જમવાનું વધુ પસંદ હોય છે. સ્વાદની વાત કરીએ તો આ રાશિના જાતકોને ખાવામાં લસણ, મરી, ફુદીના અને તુલસી જરૂરથી જોઈતું હોય છે.

સિંહ:

સિંહ રાશિના જાતકો રાજસ્વી સ્વભાવના હોય છે અને ખાવામાં પણ તેમની પસંદ એવી જ હોય છે. આ રાશિના લોકોને આખી થાળી સજાવી ગરમાગરમ અને ચટપટું ખાવાનું પસંદ હોય છે. સાથે જ થોડું પીણું અને સ્વીટ પણ કારણ કે તેના વગર સિંહ રાશિનું ખાવાનું અધુરૂ જ છે.

કન્યા:

કન્યા રાશિવાળા જિદ્દી હોય છે અને તેમનો સ્વભાવ તેમના ખાવાની પસંદમાં જોવા મળે છે. ચોખ્ખી જગ્યા અને સ્વસ્થ ભોજન તેમના લિસ્ટ પર અગ્રીમ સ્થાને હોય છે. તેમના સ્વભાવના કારણે આ રાશિના લોકોને ખાવામાં અખતરાં કરવા અને નવી વાનગી ટ્રાઈ કરવી પસંદ નથી હોતી, પરંતુ તેમને વેનિલા, ફુદીના અને હર્બ્સના ફ્લેવર વધુ પસંદ હોય છે.

તુલા:

તુલા રાશિના લોકોને પ્રભાવશાળી એવી જગ્યા પસંદ આવે છે અને જ્યાં તેઓ આરામથી બેસીને ખાવા-પીવાની મજા માણી શકે, પરંતુ ખાવાનો ઓર્ડર કરતી વખતે તુલા રાશિના લોકો થોડા અનિશ્ચિત રહે છે કારણ કે ખાવામાં તેમને દર વખતે નવું ટ્રાય કરવાનું પસંદ હોય છે. આ રાશિના જાતકોના સ્વાદ સમય પ્રમાણે બદલાતા રહે છે તેથી જ તેઓ અલગ-અલગ પ્રકારના વ્યંજનોની મજા માણતા હોય છે.

વૃશ્ચિક:

ખાવાની બાબતમાં વૃશ્ચિક રાશિના જાતકોને ઈમ્પ્રેસ કરવું થોડુ કઠિન કામ છે, પરંતુ તેમને ખાવાની નવી વસ્તુઓ સાથે એક્સપેરિમેન્ટ કરવું ગમે છે અને તેઓને આદું, લસણ જેવા તેજ ફ્લેવર વધુ પસંદ આવે છે.

ધન:

હંમેશા આશાવાદી રહેતા ધન રાશિના લોકો જ્યારે પણ બહાર જાય છે તો ખાવાનું તેમની લીસ્ટમાં અગ્રીમ હોય છે. તેઓ રોજિંદા ખાવાની વાનગીથી કંટાળી જાય છે તેથી નવી વાનગીઓનો આનંદ ઉઠાવવા માંગે છે.

મકર:

એકદમ તીખુ જેમાં ઘણું બધું લસણ, લવિંગ, અજમો અને જાયફળ હોય તેવું ખાવાનું મકર રાશિના લોકોને ખુબ પસંદ આવે છે. આ સાથે જ તેમને ખાવામાં દાળ પણ ખૂબ જ પસંદ હોય છે. આ રાશિવાળા લોકોને ખાવાનું અને આરામ એક સાથે જોઈતું હોય છે.

કુંભ:

આ રાશિવાળા લોકો થોડા રચનાત્મક અને સર્જનાત્મક હોય છે અને ખાવામાં પણ તેમની આ પર્સનાલિટી દેખાય છે તેથી જ તમે જો તેમની સામે કોઈ નવી જ વાનગી લાવશો તો તે તેઓ આનંદથી તેનો સ્વાદ માણશે.

મીન:

મીન રાશિવાળા લોકો મનમોજી સ્વભાવના હોય છે અને ખાવામાં તેમને સી-ફૂડ વધુ પસંદ હોય છે. ખાસ વાત એ છે કે આ રાશિવાળા લોકો ખુબ જ જલ્દી સ્વપ્ન લોકમાં જતાં રહે છે. તેઓ જે જગ્યાનું ખાવાનું ખાતા હોય છે તેના વિશે વિચારતા હોય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

સરળ ટીપ્સ: ધનવાન બનવાની સૌથી સરળ રીત, જેને અપનાવવાથી થશે ફાયદો…!!

pagar2

ધનવાન બનવા માટે જરૂરી નથી કે તમારો પગાર ઘણો વધારે હોય કે પછી બિઝનેસમાં હંમેશા નફો થતો હોય. ઓછો પગાર અને થોડા નફામાંથી પણ બચત કરીને ધનવાન બની શકાય છે. આ માટે રોકાણ યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે કરવામાં આવે તે જરૂરી છે. ઘણીવાર પૈસા હોવા છતાં આપણે એ નક્કી કરી શકતા નથી કે તેનું ક્યાં અને કેવી રીતે રોકાણ કરવું જોઈએ. જો યોગ્ય દિશા મળે તો શરૂઆત નાની બચતથી કરીને મોટું ભંડોળ એકઠું કરી શકાય છે. રોકાણની નાની અને સરળ રીત જેના દ્વારા તમે બચત કરશો તો ધનવાન થશો.

પહેલાં સમજો પછી કરો રોકાણ:

રોકાણના વિકલ્પની પસંદગી હંમેશા તમારી જરૂરિયાત મુજબ કરો. માસિક ખર્ચ, ઉંમર, પગાર, રિસ્ક પ્રોફાઈલ અને ઈન્વેસ્ટમેન્ટના પ્લાનને જાણ્યા-સમજ્યાં બાદ જ રોકાણ કરો. તમે કેટલાં રોકાણની આશા રાખી રહ્યા છો તે સૌથી જરૂરી છે. આ સમજ્યા બાદ લાંબાગાળા કે ટૂંકાગાળા માટે રોકાણ કરવું તે નક્કી કરો.

કેટલી હોવી જોઈએ બચત:

જો તમે દર મહિને 3200 રૂપિયાની બચત કરો છો અને તેના પર તમને 10 ટકા વળતર મળે છે તો 30 વર્ષ બાદ તમારી પાસે આશરે 72,94,000 રૂપિયા થઈ જશે.

અલગ સેવિંગ એકાઉન્ટ:

બચતની રકમને સેલેરી એકાઉન્ટમાં રાખવાના બદલ બીજા સેવિંગ એકાઉન્ટમાં રાખો. આ રૂપિયાને અલ અલગ જગ્યાએ રોકાણ કરો. ઉપરાંત સ્ટોક માર્કેટ, મ્યુચ્યુઅલ ફન્ડ, પીપીએફ, ઈન્શ્યોરન્સ અને એલઆઈસી સારું રિટર્ન આપતાં વિકલ્પ છે.

સ્ટોક માર્કેટ:

સ્ટોક માર્કેટમાં રોકાણ હાઈ રિસ્ક અને હાઈ રિટર્નવાળો વિકલ્પ છે. જોકે સ્ટોક બજારમાં ઘણી કંપનીઓ એવી છે જે ઈન્વેસ્ટમેન્ટ માટે સુરક્ષિત માનવામાં આવે છે. જેમકે બેન્કિંગ પાવર, આઈટી, ઓટો સેકટર વગેરે. બેન્કિંગમાં એસબીઆઈ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, આઈડીબીઆઈ વગેરેના જૂના રેકોર્ડ જોતાં ભરોસાપાત્ર સ્ટોક્સ ગણવામાં આવે છે. પાવર સેક્ટરમાં એનટીપીસી, આઈટીમાં ઈન્ફોસિસ, વિપ્રો, ટીસીએસ, મેટલમાં હિંડાલ્ડો, ટાટા સ્ટીલ, ટિસ્કો, ઓટો સેક્ટરમાં મારુતિ, ટેક્સટાઈલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વગેરે શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે.

સોનામાં રોકાણ:

ગોલ્ડ, સિલ્વર વગેરે રોકાણના હિસાબે શ્રેષ્ઠ સાબિત થાય છે. જોકે કેટલાંક સમયથી તેમાં સારું વળતર નથી મળી રહ્યું. માર્કેટ એક્સપર્ટ્સ લોન્ગ ટર્મના હિસાબે તેને સારો વિકલ્પ માને છે. તેમાં બચતના 15થી 35 ટકા ઈન્વેસ્ટ કરશો તો વધારે સારું રહેશે.

મ્યુચ્યુઅલ ફન્ડ:

આ એક સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ વિકલ્પ છે. તેમાં ઈન્વેસ્ટર પૈસા સીધા જ ન રોકતાં ફન્ડ મેનેજરના માધ્યમથી રોકે છે. તેમાં તમે દર મહિને તમારી બચતના પ્રમાણમાં રોકાણ કરી શકો છે. દર વર્ષે 12થી 15 ટકા સુધી રિટર્ન મળી શકે છે. આ સ્ટોક માર્કેટ પર નિર્ભર હોવાથી તેમાં થોડું રિસ્ક રહે છે.

આરડી અને એફડી:

આરડી એકાઉન્ટમાં પણ રોકાણ કરી શકાય છે. રિકરિંગ ડિપોઝિટ (આરડી)માં પણ સારું વળતર મળે છે. આ ઉપરાંત ફ્કિસ ડિપોઝિટ (એફડી) પણ સારો વિકલ્પ છે. તમામ બચત એફડીમાં ન રોકવી જોઈએ. કારણકે અચાનક જરૂર પડવા પર જો તમે એફડી તોડો તો તમને ઓછું વ્યાજ મળે છે. ક્યારેક બેન્ક પેનલ્ટી પણ લગાવે છે.

પીપીએફ:

તમે પગારદાર હો કે બિઝનેસમેન, બચતનો આશરે 25 ટકા હિસ્સો લોન્ગ ટર્મમાં ઈન્વેસ્ટ કરવો જોઈએ. લાંબાગાળામાં ઈન્વેસ્ટમેન્ટ પીપીએફ, પીએફ અને લાઈફ ઈન્શ્યોરન્સ સારો વિકલ્પ છે. પીપીએફ અને પીએફ યોજનાઓ વર્તમાન સમયમાં 8.75 ટકા વાર્ષિક રિટર્ન મળી રહ્યું છે.

એલઆઈસી:

એલઆઈસીમાં ઘણી સ્કીમ છે. તેમાં બીમારી, એક્સિડન્ટ, લોન સુવિધા કવર થવાની સાથે સાથે મેચ્યોરિટીમાં મોટી રકમ મળી જાય છે. એલઆઈસીમાં 5 ટકાથી 7 ટકા વળતર મળે છે. તેનાથી તમે સ્વયં અને પરિવાર સુરક્ષિત રહે છે. ફેમિલી પર બોજ નથી પડતો. બાળકોનું શિક્ષણ, લગ્ન જેવા કામ પર ભંડોળ મળી રહે છે.

પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટમેન્ટ:

રિયલ એસ્ટેટ સારો વિકલ્પ છે, પરંતુ તેમાં ઈન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં વર્તમાન હાલત જોઈ લેવી જોઈએ. રિયલ એસ્ટેટમાં રોકાણ કરતી વખતે પ્રોપર્ટીનો ભાવ વધારે ન હોય તે ખાસ જોવું જોઈએ, ક્યારેક માર્કેટમાં ઘટાડાથી વધારે નુકસાનની સંભાવના રહે છે. આ ઉપરાંત જો તમે ઈક્વિટીમાં રૂપિયા રોક્યા હોય અને તે 2-3 વર્ષમાં સારુ વળતર આપે તો આ રૂપિયાને રિયલ એસ્ટેટમાં શિફ્ટી કરી દેવા પણ સમજદારીભર્યો નિર્ણય હોઈ શકે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

નવા બિઝનેસની શરૂઆત માટે બેન્ક પાસેથી આ રીતે લો લોન, જાણો આખી પ્રક્રિયા…!!
જાણો અજાણી વાતો…ખાતુ બંધ કરતી વખતે પણ વસૂલાય છે ચાર્જ, બેન્ક નથી જણાવતી આ ૮ વાતો…!!!
જાણો…આ રીતે ઉપાડી શકો છો PFના રૂપિયા, 58 વર્ષ સુધી રાહ નહીં જોવી પડે…!!
જાણી જ લો…ખોવાઇ જાય બેન્ક પાસબુક કે પ્રોપર્ટી પેપર, આ છે પાછા મેળવવાના રસ્તા…!!
જાણી જ લો…વિદેશમાં તમારો PASSPORT ખોવાઈ જાય તો આ ટિપ્સ કરશે તમારી મદદ…!!!
નિવૃતિ માટે કરો NPSમાં રોકાણ, મળશે ઇપીએફ કરતાં વધુ રિટર્ન…!!!
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, તો શું કરશો..?
બદલાઈ ગઈ 100 રૂપિયાની નોટ, હવે આ રીતે ઓળખો અસલી-નકલી નોટને
કરો શેરબજાર માં કમાણી…મેળવો વધારાની આવક શેરબજારમાંથી…આ છે 4 સરળ સ્ટેપ્સ
100 વર્ષ જૂનો નિયમ બદલાયો, હવે આ રીતે નક્કી થશે સોનાની કિંમત
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
વિજ્ઞાન ના અવનવા આશ્ચર્યજનક તથ્યો…!!
તમારૂ મગજ માની ના શકે તેવા કલ્પનાતીત તથ્યો…!!!
WHATSAPP યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स

ખાસ લેખ : ખૂબ ઓછા લોકોને ખબર છે હનુમાન ચાલીસાની સદીઓ જૂની આ વાત..!!

hanumandada13

આજના સમયમાં હનુમાનજીની ભક્તિ બધી ઈચ્છાને પૂરી કરનારી માનવામાં આવે છે. હનુમાનજીને મનાવવા માટે આજે હનુમાન ચાલીસાનો પાઠ સૌથી સરળ ઉપાય છે. હનુમાન ચાલીસાની રચના ગોસ્વામી તુલસીદાસજીએ સેકંડોવર્ષ પહેલાં કરી હતી અને આજે પણ તે સૌથી લોકપ્રિય સ્તુતિ છે. આજે તુલસીદાસ જયંતી છે તે નિમિત્તે જાણો હનુમાન ચાલીસાના સર્જકની સદીઓ જૂની ખાસ વાતો.

હનુમાન સૌથી લોકલાડીલા અને સૌથી ઝડપથી ઈચ્છાઓ પૂરી કરતા ભગવાન માનવામાં આવે છે. તેમને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો તે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. જેમાં તેમના સમગ્ર જીવન અને તેમના કર્મો વિશે લખવામાં આવ્યું છે. આ પવિત્ર હનુમાન ચાલીસાના પાઠનું સર્જન કરનાર તુલસીદાસજીને આપણે કેવી રીતે ભૂલી શકીએ. હનુમાન જયંતિ આવી રહી છે ત્યારે તેમના પરમ ભક્ત તુલસીદાસ વિશે સંપૂર્ણ માહિતી મેળવો. શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની સપ્તમી તિથિએ ગોસ્વામી તુલસીદાસજીનો જન્મ થયો હતો. એવું માનવામાં આવે છે કે હનુમાનજી અને શ્રીરામના સાક્ષાત રૂપમાં તુલસીદાસજીને દર્શન આપતા હતા. આજે જાણો તુલસીદાસજી અને હનુમાનજી સાથે જોડાયેલ ખાસ વાતો, જે મોટાભાગના લોકો નથી જાણતા….

એવી સમસ્યા જેનો કોઇ તોડ ન હોય, તો કરો હનુમાન પૂજા, દરેક સંકટો દૂર કરશે હનુમાનજી…!!

ગોસ્વામી તુલસીદાસે બહુચર્ચિત અને પ્રસિદ્ધ શ્રીરામચરિતમાનસની રચના કરી. શ્રીરામચરિત માનસની રચના સેકંડો વર્ષો પહેલા કરવામાં આવી હતી અને આજે પણ તે સૌથી વધુ વેચાતો ગ્રંથ છે. વાલ્મિકી દ્વારા રચિત રામાયણનું સરળ રૂપ શ્રીરામચરિતમાનસ છે. આ ગ્રંથ સરળ હોવાને લીધે જ આજે પણ સૌથી વધુ પ્રસિદ્ધ છે. હનુમાન ચાલીસાની રચના પણ તુલસીદાસજીએ જ કરી છે. અહીં વાંચો ક્યારે, કેવી રીતે અને ક્યાં તુલસીદાસે શ્રીરામચરિત માનસની રચના કરી અને હનુમાનજી સાથે કંઈ રીતે તેમની મુલાકાત થઈ, કેવી રીતે તુલસીદાસ પોતાના પત્નીને કારણે શ્રીરામના અનન્ય ભક્ત બની ગયા.

-ઉત્તરપ્રદેશના ચિત્રકૂટ જિલ્લાથી થોડે જ દૂર રાજાપુર નામનું એક ગામ છે. આ ગામમાં સંવત 1554ની આસપાસ ગોસ્વામી તુલસીદાસનો જન્મ થયો. તુલસીદાસના પિતા આત્મરામ દુબે અને માતાનું નામ હુલસી હતું. તુલસીદાસનો જન્મ શ્રાવણ મહિનાની શુક્લપક્ષની સપ્તમી તિથિના દિવસે થયો હતો.

-એવી માન્યતા છે કે તુલસીદાસના જન્મના સમયે પૂરાં બાર મહિના સુધી માતાના ગર્ભમાં રહેવાને લીધે ઘણા તંદુરસ્ત હતા અને તેમના મુખમાં દાંત પણ જોવા મળી રહ્યા હતા.

-સામાન્ય રીતે જન્મ પછી બધા બાળકો રોતા હોય છે પરંતુ આ બાળકે પહેલો શબ્દ બોલ્યો તે હતો રામ. આને લીધે જ તુલસીદાસનું શરૂઆતનું નામ રામબોલા પડ્યું હતું.

-માતા હુલસી તુલસીદાસજીને જન્મ આપીને બીજા દિવસે જ મૃત્યુ પામી હતી. ત્યારે પિતા આત્મારામે નવજાત શિશુ રામબોલાને એક દાસીને સોપી દીધો અને પોતે વિરક્ત થઈ ગયા. જ્યારે રામબોલા સાડા પાંચ વર્ષનો થયો તો તે દાસી પણ જીવતી ન રહી. હવે રામબોલા કોઈ અનાથ બાળકની જેમ ગલીએ-ગલીએ ભટકવા વિવશ બની ગયો.

-આ પ્રકારે ભટકતા ભટકતા એક દિવસે નરહરિ બાબા સાથે રામબોલાની મુલાકાત થઈ. નરહરિ બાબા તે સમયે પ્રસિદ્ધ સંત હતા. તેમને રામબોલાનું નામ તુલસીદાસ રાખ્યું. ત્યારબાદ તેઓ તુલસીરામે અયોધ્યા, ઉત્તર પ્રદેશ લઈ આવ્યા અને ત્યાં તેમનો યજ્ઞપવિત સંસસ્કાર કરવામાં આવ્યો.

-તુલસીરામે સંસ્કારના સમયે વગર શિખવ્યે જ ગાયત્રીમંત્રનું સ્પષ્ટ ઉચ્ચારણ કર્યું, જેને જોઈને બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારબાર નરહરિ બાબાએ વૈષ્ણવોના પાંચ સંસ્કાર કરીને બાળકને રામ મંત્રની દિક્ષા આપી અને અયોધ્યામાં જ રહીને તેનું વિદ્યાધ્યયન કરાવ્યું. તુલસીરામની બુદ્ધિ ખૂબ જ તેજ હતી. તે એક વખતમાં જ ગુરુ-મુખેથી જે સાંભળી લેતા તે તરત યાદ રહી જતું. ત્યાંથી થોડા સમય પછી ગુરુ-શિષ્ય બંને શૂકરક્ષેત્ર(સોરો) પહોંચ્યા. ત્યાં નરહરિ બાબાએ તુલસીરામને રામકથા સંભળાવી પરંતુ બાળક રામકથા રામકથા સારી રીતે ન સમજી શક્યા.

-તુલસીરામના લગ્ન રત્નાવલી નામની ખૂબ જ સુંદર કન્યા સાથે થયા હતા. લગ્ન સમયે તુલસીરામની ઉંમર 29 વર્ષ હતી. લગ્ન પછી તરત જ તુલસીરામ ગોના(આણુ) કર્યા વગર કાશી ચાલ્યા આવ્યા અને અધ્યયનમાં જોડાઈ ગયા. આ પ્રકારે એક દિવસ તેમને પોતાની પત્ની રત્નવલીની યાદ આવી અને તેઓ તેને મળવા માટે વ્યાકૂળ થઈ ગયા. ત્યારે તેઓ પોતાના ગુરુજીની આજ્ઞા લઈને પત્ની રત્નાવલીને મળવા પહોંચ્યા.

-રત્નાવલી પીયરમાં હતી અને જ્યારે તુલસીરામ તેમના ઘરે પહોંચ્યા ત્યારે યમુના નદીમાં ભયંકર પુર આવ્યું હતું અને તેઓ નદીમાં તરીને રત્નાવલીના ઘરે પહોંચ્યા. તે સમયે ભયંકર અંધારું છવાયેલું હતું. જ્યારે તુલસીરામ પત્નીના શયનખંડનમાં પહોંચ્યા ત્યારે રત્નાવલી તેમને જોઈને આશ્ચર્યચિકત થઈ ગઈ. લોક-લજ્જાની ચિંતાથી તેણે તુલસીરામને પાછા જોવાનું કહ્યું.

-જ્યારે તુલસીરામ પાછા જવા તૈયાર ન થયા ત્યારે રત્નાવલીએ તેમને એક દોહો સંભળાવ્યો, તે દોહો આ પ્રકારે છે…

अस्थि चर्म मय देह यह, ता सों ऐसी प्रीति!
नेकु जो होती राम से, तो काहे भव-भीत?

આ દોહો સાંભળતા જ તુલસીરામ તે સમયે જ રત્નાવલીને પિતાના ઘરે જ છોડીને પાછા પોતાના ગામ રાજાપુરમાં આવી ગયા. જ્યારે તેઓ રાજાપુરમાં પોતાના ઘરે પહોંચ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમના પિતા નથી રહ્યા. ત્યારે તેમને પિતાના અંતિમ સંસ્કાર કર્યા અને તે ગામમાં લોકોને શ્રીરામ કથા સંભળાવવા લાગ્યા.

-સમય આ જ રીતે પસાર થવા લાગ્યો. થોડો સમય રાજાપુરમાં રહ્યા પછી તેઓ ફરીથી કાશી પાછા આવ્યા અને ત્યાં રામ-કથા સંભળાવવા લાગ્યા. આ દરમિયાન તુલસીરામે એક દિવસ મનુષ્યના વેશમાં એક પ્રેત મળ્યો, જેને તેમને હનુમાનજીની જગ્યા બતાવી. હનુમાનજી સાથે મળીને તુલસીરામે તેમને શ્રીરામના દર્શન કરાવવાની પ્રાર્થના કરી. ત્યારે હનુમાનજીને કહ્યું કે ચિત્રકૂટમાં રઘુનાથજી દર્શન થશે. ત્યારબાદ તુલસીદાસ ચિત્રકૂટ તરફ ચાલી નિકળ્યા.

-ચિત્રકૂટ પહોંચીને તેમને રામઘાટ ઉપર પોતાનું આસન જમાવ્યું. એક દિવસ પ્રદક્ષિણા કરીને નિકળ્યા જ હતા કે તેમને જોયું કે બે ખૂબ જ સુંદર રાજકુમારો ઘોડા ઉપર સવાર થઈને ધનુષ-બાણ લઈને જઈ રહ્યા છે. તુલસસીદાસ તેમને જોઈને આકર્ષિત થઈ ગયા, પરંતુ તેઓ ઓળખી ન શક્યા કે તેઓ જ શ્રીરામ અને લક્ષ્મણ છે.

-ત્યારબાદ હનુમાનજીએ આવીને બતાવ્યું કે ત્યારે તુલસીદાસજીએ પશ્ચાતાપ થયો. ત્યારે હનુમાનજીએ તેમને સાંત્વના આપી અને કહ્યું કે સવારના સમયે ફરીથી શ્રીરામના દર્શન કરી શકશે.

-ત્યારબાદ આગળના દિવસે સવાર-સવારમાં શ્રીરામ ફરીથી પ્રગટ થયા. ત્યારબાદ તેઓ એક બાળકના રૂપમાં તુલસીદાસની સમક્ષ આવ્યા. શ્રીરામે બાળક રૂપમાં તુલસીદાસજીને કહ્યું કે, તેમને ચંદન જોઈએ. આ બધુ હનુમાનજી જોઈ રહ્યા હતા અને તેમને વિચાર્યું કે તુલસીદાસ આ વખતે શ્રીરામને ઓળખી નથી શક્યા. ત્યારે બજરંગબલીએ એક દોહો કહ્યો…

चित्रकूट के घाट पर, भइ सन्तन की भीर।
तुलसीदास चन्दन घिसें, तिलक देत रघुबीर॥

-આ સાંભળીને તુલસીદાસજી શ્રીરામજીના અદ્ભૂત દર્શન કર્યા. શ્રીરામના દર્શન કરીને તુલસીદાસજી સુધ-બુધ ખોઈ બેઠા. ત્યારે ભગવાન રામે પોતે જ પોતાના હાથથી ચંદન લઈને પોતાના મસ્તક ઉપર તથા તુલસીદાસજીના મસ્તક ઉપર લગાવ્યું અને અન્તર્ધ્યાન થઈ ગયા.

-સંવત 1628માં તુલસીદાસ હનુમાનજીની આજ્ઞા લઈને અયોધ્યા તરફ ચાલી નિકળ્યા. રસ્તામાં તે સમયે પ્રયાસમાં માઘનો મેળો લાગેલો હતો. તુલસીદાસજી થોડા દિવસ માટે ત્યાં રોકાયા. મેળામાં એક દિવસ તુલસીદાસજીએ કોઈ વટવૃક્ષની નીચે ભારદ્વાજ અને યાજ્ઞવલ્ક્ય મુનિના દર્શન થયા. ત્યાં પણ એ જ કથા થઈ રહી હતી જે તમને સૂકરક્ષેત્રમાં પોતાના ગુરુ દ્વારા સાંભળી હતી.
-મેળો સમાપ્ત થતા જ તુલસીદાસ પ્રયાસથી ફરી કાશી આવી ગયા અને ત્યાં એક બ્રાહ્મણના ઘરે નિવાસ કરવા લાગ્યા. ત્યાં રહીને તેમની અંદર કવિત્વ શક્તિ જાગૃત થઈ. હવે તેઓ સંસ્કૃતમાં પદ્ય-રચના કરવા લાગ્યા. તુલસીદાસ દિવસમાં તેઓ જેટલા પદ રચતા, રાત્રે તેઓ બધુ જ ભૂલી જતા. આ ઘટના રોજ થતી હતી. ત્યારે એક દિવસ ભગવાન શંકરે તુલસીદાસજીના સપનામાં આવીને આદેશ આપ્યો કે તમે પોતાની ભાષામાં જ કાવ્ય રચના કરો.

-ઊંઘમાંથી જાગીને તુલસીદાસજીએ જોયું કે તે સમયે ભગવાન શિવ અને પાર્વતી તેમની સામે જ પ્રગટ થયા છે. પ્રસન્ન થઈને શિવજીને કહ્યું – તમે અયોધ્યા જઈને રહો અને હિંદીમાં કાવ્ય રચના કરો. મારા આશીર્વાદથી તમારી કવિતાઓ સામવેદ સમાન થઈ જશે.

-ત્રેતાયુગમાં રામ જન્મ થયો હતો. એ દિવસે સવારના સમયે તુલસીદાસજીએ શ્રીરામચરિત માનસની રચનાની શરૂઆત કરી. બે વર્ષ, સાત મહિના અને છવ્વીસ દિવસમાં આ અદભૂત ગ્રંથની રચના થઈ. 1633 માર્ગશીર્ષ શુક્લપક્ષમાં રામ-વિવાહના દિવસે સાત કાંડ પૂર્ણ થયા.

જિંંદગીની દરેક પળ સુખી બનાવવા, રોજ સૂતા પહેલાં કરો હનુમાનનો આ ઉપાય:

જે લોકોના જીવનમાં પરેશાનીઓ અને નિરાશાનો સમય ચાલી રહ્યો હોય તેમની માટે અહીં બતાવેલ ખાસ ઉપાય કરવા જોઈએ. તેની સાથે જ જે લોકો પૂરી રીતે સુખી અને ધનવાન છે તેઓ પણ આ ઉપાય કરી શકે છે. જેના લીધે તેમના જીવનમાં દુઃખ ન આવે. આ ઉપાય હનુમાન ચાલીસા સંબંધિત છે અને તેને સ્ત્રી કે પુરુષ, બાળકો કે વડીલો બધા આસાનીથી કરી શકે છે. આ ઉપાય તમારે સૂતા પહેલાં કરવાના છે.

હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવાનો સૌથી સરળ અને ચમત્કારી ઉપાય છે હનુમાન ચાલીસાનો પાઠ. હનુમાન ચાલીસા ખૂબ જ સરળ અને મનને શાંતિ પ્રદાન કરનારી છે. જે લોકો ધનના અભાવથી ગ્રસ્ત છે કે ઘર-પરિવારમાં પરેશાનીઓ ચાલીરહી છે કે ઓફિસમાં બોસ અને સહયોગીઓ સાથે સંબંધો બગડેલા છે કે સમાજમાં સન્માન નથી મળી રહ્યું કે સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ હોય તો તેને દૂર કરવા માટે હનુમાન ચાલીસાનો આ ઉપાય શ્રેષ્ઠ રસ્તો છે.

જે લોકો મસ્તિષ્ક સાથે સંબંધિત કામમાં લાગેલા રહે છે અને માનસિક તણાવનો સામનો કરે છે કે જેમનું મગજ અન્ય લોકોની સરખામણીમાં તેજ નથી તો તેમને રોજ રાત્રે સૂતા પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार।
बल बुद्धि विद्या देहु मोहि हरेहू कलेश विकार।

આ પંક્તિમાં હુનુમાનને એ પ્રાર્થના કરવામાં આવી છે કે હે પ્રભુ હું પોતાને બુદ્ધિહીન માનીને તમારું ધ્યાન કરું છું. કૃપા કરો અને મને શક્તિ, બુદ્ધિ, વિદ્યા આપો. મારા બધા કષ્ટ-કલેશ દૂર કરો.

-તમે ઈચ્છો તો સૂતા પહેલા હનુમાન ચાલીસા સાંભળી પણ શકો છો કે જાપ પણ કરી શકો છો. હનુમાન ચાલીસા સાંભળવા માટે આજકાલ અનેક પ્રકારના સહજ માધ્યમો ઉપલબ્ધ છે જેમ કે મોબાઈલમાં હનુમાન ચાલીસાની ઓડિયો ફાઈલ સેવ કરી શકાય છે. જ્યારે તમારું મન હોય ત્યારે તમે આસાનીથી મોબાઈલની મદદથી હનુમાન ચાલીસા સાંભળી શકો છો.

જે લોકોને ખરાબ સપના આવતા હોય, ઊંઘમાં ડરી જતા હોય તેમને સૂતા પહેલા આ પંક્તિઓનો જાપ કરવો જોઈએ.

भूत-पिशाच निकट नहीं आवे।
महाबीर जब नाम सुनावे।

આ પંક્તિના માધ્યમથી ભક્ત દ્વારા હનુમાન સાથે ભૂત-પિશાચ વગેરેના ડરથી મુક્તિ અપાવવાની પ્રાર્થના કરવામાં આવે છે.

સૂતા પહેલાં જે પણ વ્યક્તિ આ પંક્તિનો જાપ કરે છે તેનાથી કોઈ ખરાબ સપના નથી આવતા કે કોઈ ભય નથી સતાવતો.

જો કોઈ વ્યક્તિ ભયંકર બીમારીથી ગ્રસ્ત હોય તો તેને સૂતા પહેલા આ પંક્તિનો જાપ કરવો જોઈએ.

नासे रोग हरे सब पीरा।
जो सुमिरे हनुमंत बलबीरा।।

આ પંક્તિથી આપણે બજરંગ બલી સામે બધા પ્રકારના રોગો અને પીડાઓથી મુક્તિ માટે પ્રાર્થના કરીએ છીએ. જે પણ બીમાર વ્યક્તિ આ પંક્તિઓનો જાપ કરીને સૂવે છે તેની બીમારી ઝડપથી સારી થવા લાગે છે.

જો કોઈ વ્યક્તિ સર્વગુણ સંપન્ન બનવા માગે છે અને ઘર-પરિવાર, સમાજમાં વર્ચસ્વ બનાવવા માગે છે, સન્માન મેળવવા માગ છે તો તેને સૂતા પહેલા આ પંક્તિનો જાપ કરવો જોઈએ.

अष्ट-सिद्धि नवनिधि के दाता।
अस बर दीन जानकी माता।।

આ પંક્તિ પ્રમાણે હનુમાન અષ્ટ સિદ્ધિઓ અને નવ નીધિઓના દાતા છે. જે તેમને માતા સીતાએ પ્રદાન કરી હતી. જે લોકોની પાસે આ સિદ્ધિઓ અને નિધિઓ આવી જાય છે તે સમાજમાં અને ઘર પરિવારમાં માન-સન્માન, પ્રસિદ્ધિ મેળવે છે.

શ્રાવણમાં કરો આ 7માંથી કોઇ 1 ઉપાય, દરેક સંકટો દૂર કરશે હનુમાન!

શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધનાનું વિશેષ મહત્વ છે. હનુમાનજી પણ ભગવાન શિવના જ અવતાર છે. એવી માન્યતા છે કે હનુમાનજી અમર છે, તેમને અમરતાનું વરદાન માતા સીતાએ આપ્યું હતું. આ માન્યતા મુજબ, શ્રાવણમાં આવનાર દરેક મંગળવારે જો હનુમાનજીને પ્રસન્ન કરવાના થોડાં સરળ ઉપાય કરવામં આવે તો ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે. હનુમાનજીને પ્રસન્ન કરવાના ઉપાય આ પ્રકારે છે….

1. શ્રાવણમાં કોઇપણ મંગળવારે હનુમાનજીને સિંદૂરનો ચોલો અર્પણ કરવો. ચોલા અર્પણ કરતાં પહેલાં સ્વયં સ્નાન કરી શુદ્ધ થઇ જવું અને સાફ વસ્ત્ર ધારણ કરવાં. માત્ર લાલ રંગની ધોતી પહેરશો તો વધારે સારું રહેશે. ચોલા અર્પણ કરવા માટે ચમેલીના તેલનો ઉપયોગ પણ કરી શકાય છે. સાથે જ, ચોલા અર્પણ કરતી સમયે એક દીપક હનુમાનજી સામે પ્રગટાવીને રાખી દેવો. દીપકમાં ચમેલીના તેલનો જ ઉપયોગ કરવો.

ચોલા અર્પણ કર્યા પછી હનુમાનજીને ગુલાબના ફૂલની માળા પહેરાવવી અને કેવડાના અત્તરનો હનુમાનજીની મૂર્તિના બંન્ને ખંભા પર થોડો-થોડો છંટકાવ કરવો. હવે એક સાબૂત પાન લઇ તેના ઉપર ગોળ અને ચણા રાખીને હનુમાનજીને તેનો ભોગ લગાવવો. ભોગ લગાવ્યાં પછી તે જ સ્થાન પર થોડી વાર બેસીને તુલસીની માળાથી નીચે લખાયેલ મંત્રનો જાપ કરવો. આ મંત્રનો જાપ ઓછામાં ઓછી પાંચ માળા કરવો.

મંત્રઃ- राम रामेति रामेति रमे रामे मनोरमे।
सहस्त्र नाम तत्तुन्यं राम नाम वरानने।।

હવે હનુમાનજીને અર્પણ કરેલાં ગુલાબના ફૂલની માળાથી એક ફૂલ તોડીને તેને એક લાલ કપડામાં લપેટવું અને ઘરના ધન સ્થાન અથવા તિજોરીમાં રાખવું. તમારા ધનમાં ક્યારેય કમી આવશે નહીં.

2. મંગળવારે ઘરમાં પારદ (એક પ્રકારની વિશેષ ધાતુ)થી બનેલી હનુમાનજીની પ્રતિમા સ્થાપિત કરવી. તંત્ર શાસ્ત્ર મુજબ, પારદથી બનેલી હનુમાન પ્રતિમાની પૂજા કરવાથી બગડેલાં કામ પણ બની જાય છે. પારદથી નિર્મિત હનુમાન પ્રતિમાને ઘરમાં રાખવાથી બધા જ પ્રકારના વાસ્તુદોષ આપમેળે જ દૂર થઇ જાય છે. સાથે જ, ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થઇ જાય છે. રોજ પારદ હનુમાનજીની પૂજા કરવાથી ઘરમાં કોઇપણ પ્રકારના તંત્રની અસર થતી નથી અને સાધક પર પણ કોઇ પ્રકારની તંત્ર ક્રિયાનો પ્રભાવ પડતો નથી. જો કોઇ વ્યક્તિને પિતૃદોષ હોય તો તેણે દરરોજ પારદના હનુમાનજીની પૂજા કરવી જોઇએ. આવું કરવાથી પિતૃદોષ સમાપ્ત થઇ જાય છે.

3. શ્રાવણ મહિનાના કોઇપણ મંગળવારે સાંજના સમયે કોઇ એવા મંદિર જવું, જ્યાં ભગવાન શ્રીરામ અને હનુમાન બંન્નેની પ્રતિમાં હોય. ત્યાં જઇને શ્રીરામ અને હનુમાનજીની પ્રતિમાં સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી ત્યાં ભગવાન શ્રીરામની પ્રતિમાની સામે બેસીને હનુમાન ચાલીસા અથવા હનુમાન પ્રતિમાની સામે બેસીને રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો. આ ઉપાયથી ભગવાન શ્રીરામ અને હનુમાનજી બંન્નેની કૃપા તમને પ્રાપ્ત થશે.

4. મંગળવારે સવારે સ્નાન વગેરે કર્યા પછી વડના વૃક્ષથી 11 અથવા 21 પાન તોડી લાવવાં. ધ્યાન રાખવું તે આ પાન પૂર્ણ રીતે સાફ અને સાબૂત હોય. હવે તેને સ્વચ્છ પાણીથી ધોઇ લેવા અને તેના ઉપર ચંદનથી ભગવાન શ્રીરામનું નામ લખવું. હવે આ પાનની એક માળા બનાવવી. માળા બનાવવા માટે પૂજામાં ઉપયોગ કરવામાં આવતાં રંગીન દોરાનો ઉપયોગ કરવો. હવે નજીકમં રહેલાં કોઇ હનુમાન મંદિર જવું અને હનુમાન પ્રતિમાને આ માળા પહેરાવવી. હનુમાનજીને પ્રસન્ન કરવાનો આ ખૂબ જ પ્રાચીન ટોટકો છે.

5. શ્રાવણમાં કોઇ મંગળવાર સવારે સ્નાન કર્યા પછી વડના વૃક્ષનું એક પાન તોડી લેવું અને તેને સાફ પાણીથી સાફ કરવું. હવે આ પાનને થોડીવાર માટે હનુમાનજીની પ્રતિમા સામે રાખી તેના ઉપર કેસરથી શ્રીરામ લખવું.

હવે આ પાનને તમારે તમારા પર્સમાં રાખી લેવું. વર્ષભર તમારું પર્સ પૈસાથી ભરેવું રહશે. ત્યાર પછી જ્યારે હનુમાન જયંતીનો પર્વ આવે ત્યારે આ પાનને કોઇ નદીમાં પ્રવાહિત કરી દેવું અને આ પ્રકારે એક અન્ય પાન અભિમંત્રિત કરી પોતાના પર્સમાં રાખી લેવું.

6. જો તમે શનિદોષથી પીડિત છો તો મંગળવારે કાળા અડદ અને કોલસાની એક પોટલી બનાવવી. તેમાં એક રૂપિયાનો સિક્કો રાખવો. ત્યાર પછી આ પોટલીને પોતાની ઉપરથી ઉતારવી. ત્યાર પછી તેને કોઇ નદીમાં પ્રવાહિત કરી દેવી અને પછી કોઇ હનુમાન મંદિરમાં જઇને રામના નામનો જાપ કરવો. આવું કરવાથી શનિદેવનો પ્રભાવ શાંત થઇ જશે.

7. શ્રાવણમાં કોઇ મંગળવાર હનુમાનજી મંદિર જવું અને ત્યાં બેસીને રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો. ત્યાર પછી હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ લગાવવો. જીવનમાં જો કોઇ સમસ્યા છે તો તેનું નિવારણ કરવા માટે પ્રાર્થના કરવી.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ખાસ…આ છે શિવને પ્રસન્ન કરવાની સૌથી સરળ વિધિ અને પંચોપચારની પૂજા…!!!
જાણો…ગ્રહદોષથી મુક્તિ મેળવવી હોય તો આજથી જ શરૂ કરો, શિવના આ રાશિઉપાય..!!
જાણો…અમાસ ના દિવસે, લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ચમત્કારિક ઉપાય…!!

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો…આખું વર્ષ કષ્ટમુક્ત રહેવું હોય તો, કોઇપણ સમયે કરો શનિના રાશિ પ્રમાણે ઉપાય…!!

shanidev35

આ વર્ષના રાજા શનિ તથા મંત્રી મંગળ છે. આખું વર્ષ રાજા શનિ, તેના દુશ્મન ગ્રહ મંગળના સ્વામિત્વવાળી રાશિ વૃશ્ચિકમાં રહેવાનો છે. આ જ કારણે બધી રાશિઓ પર શનિનો સીધો પ્રભાવ પડી રહ્યો છે. આ સમયે કોઇ રાશિ પર જો શનિની ઢૈય્યા કે સાડાસાતી ચાલી રહી હોય તો તેવા લોકો શનિ ગ્રહની શાંતિ માટે કોઇપણ સમયે આ ઉપાય કરી શકે છે. આ ઉપાયથી શનિ પ્રસન્ન થાય છે અને તેનો પ્રકોપમાં પણ ઘટાડો આવી શકે છે. આજે આ લેખમાં તમે જાણી શકશો શનિના પ્રભાવને શાંત કરવાના રાશિ મુજબ ઉપાય….

મેષઃ-

શનિવારે સૂર્યેદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો બાજરાને માટાના વાસણમાં ભરવાં, તેના ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ મંત્ર ऊँ प्रां प्रीं प्रौं स: शनै: नम: ની પાંચ માળા જાપ કરવો. આ બાજરાને 60 વર્ષથી વધારે ઉમરની વૃદ્ધ વ્યક્તિને દાનમાં આપવો. ત્યાર પછી પોતાની ઇચ્છાનુસાર ધાબળા ગરીબ અને જરિયાતમંદ લોકોને વહેંચવાં.

વૃષભઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો તુવેરની દાળ માટીના વાસણમાં ભરવી, તેના ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ (ऊँ शं शनैश्चराय नम:) નો જાપ કરવો. ત્યાર પછી આ તુવેરની દાળ 9 વર્ષની કન્યાઓમાં દાન કરવી. શનિવારે વડ તથા પીપળાના વૃક્ષ નીચે સૂર્યોદય પહેલાં સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. જળમાં કાચું દૂધ મિક્સ કરવું અને વૃક્ષને અર્પણ કરવું. ત્યાર પછી માટીથી તિલક કરવું.

મિથુનઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો ખંડિત મગ કપડામાં બાંધી શુદ્ધ વાસણમાં રાખીને પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ऊँ नमो भगवते शनैश्चराय सूर्यपुत्राय नम: નો 11 માળા જાપ કરવો. ત્યાર પછી આ મગને 60 વર્ષથી વધારે ઉમરની વૃદ્ધ કિન્નરને દાનમાં આપવા અને તેના ચરણ સ્પર્શ કરવાં. ત્યાર પછી શનિવારે જ શ્રદ્ધાનુસારન અથવા પોતાના વજન બરાબર બાજરાને કોઇ ગૌશાળામાં દાન કરવું. આ ઉપાય કરવાથી કરિયર, કારોબાર, પરિવાર અને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનું નિવારણ થઇ શકે છે.

કર્કઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો અખંડિત ચોખા માટીના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ સફેદ કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ह्रीं नीलांजनसमाभासं रविपुत्रं यमाग्रजम्। छायामात्र्ताण्डसंभूतं तं नमामि शनैश्चरम्।। નો 5 માળા જાપ કરવો. આ અખંડિત ચોખાને કોઇ કુષ્ટ રોગીને શ્રદ્ધાનુસાર દક્ષિણા સહિત દાન કરવા અને ચરણ સ્પર્થ કરવાં. ત્યાર પછી શનિવારે જ ગૌશાળામાં દેસી ચણા શ્રદ્ધાનુસાર દાન કરવા લાભકારી રહેશે.

સિંહઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો ઘઉં માટીના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ લાલ કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ सूर्यपुत्रो दीर्घदेहो विशालाक्ष: शिवप्रिय। मन्दचार: प्रसन्नात्मा पीड़ां हरतु मे शनि:।। નો 5 માળા જાપ કરવો. આ ઘઉં કોઇ કુષ્ટ રોગીને શ્રદ્ધાનુસાર દક્ષિણા સહિત દાન કરવા અને ચરણ સ્પર્થ કરવાં. ત્યાર પછી શનિવારે જ ગૌશાળામાં સરસિયાની ખોળનું શ્રદ્ધાનુસાર દાન કરવા લાભકારી રહેશે.

કન્યાઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો મશરૂમ માટીના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ લીલા કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ऊँ प्रां प्रीं प्रौं शं शनैश्चराय नम:। નો 7 માળા જાપ કરવો. ત્યાર પછી આ મશરૂમ, પાત્ર અને વસ્ત્ર સહિત કોઇ કિન્નરને શ્રદ્ધાનુસાર દક્ષિણા સહિત દાન કરવા અને ચરણ સ્પર્શ કરવાં. શનિવારે જ કેળા મીઠી ધાણી, ગોળ અને દેસી ચણા ગરીબ અને મજૂર લોકોમાં વહેંચશો તો બધી જ મનોકામના પૂર્ણ થશે.

તુલાઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો જુવાર કોઇ કાંસના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ સફેદ કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ऊँ शं शनैश्चराय नम:। નો 7 માળા જાપ કરવો. ત્યાર પછી આ જુવાર, વાસણ અને વસ્ત્ર સહિત કોઇ વિધવાને શ્રદ્ધાનુસાર દક્ષિણા સહિત દાન કરવા અને ચરણ સ્પર્શ કરવાં. શનિવારે જ ઘઉ પોતાના વજન અનુસાર અથવા શ્રદ્ધાનુસાર મંદિરમાં દાન કરવાં.

વૃશ્ચિકઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો મસૂર કોઇ તાંબાના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ લાલ કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ऊँ शं शनैश्चराय नम: ध्वजिनी धामिनी चैव कंकाली कलहप्रिया। कंटकी कलही चाथ तुरंगी महिषी अजा ऊँ शं शनैश्चराय नम:।। નો 5 માળા જાપ કરવો. ત્યાર પછી મસૂર, વાસણ અને વસ્ત્ર સહિત કોઇ સફાઇ કર્મચારીને શ્રદ્ધાનુસાર દક્ષિણા સહિત દાન કરવાં અને ચરણ સ્પર્શ કરવાં. ત્યાર પછી શનિવારે જ સાંજે 5:00 થી 6:00 વાગ્યાની વચ્ચે સવા કિલ્લો ત્રિચોલી (ઘઉંનો લોટ, ચોખાનો લોટ અને ખાંડનું બૂરું બરાબર માત્રામાં મિક્સ કરી લેવાં.) કીડીઓને ખવડાવવાં.

ધનઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ 5 કિલ્લો ચણાની દાળ કોઇ તાંબાના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ પીળા કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ऊं शं वज्रदेहाय नम: નો 5 માળા જાપ કરવો. આ ચણાની દાળને કોઇપણ શ્રેષ્ઠ બ્રાહ્મણને શ્રદ્ધાનુસાર દક્ષિણા સહિત દાન કરવા. શનિવારે જ શ્રદ્ધાનુસાર અથવા વજન બરાબર મકાઇ કોઇ મંદિરમાં દાન કરવી.

મકરઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ 5 કિલ્લો દેસી ચણાની દાળ કોઇ તાંબાના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ વાદળી કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ऊँ शं सर्वारिष्ट विनाशने। નો 11 માળા જાપ કરવો. ત્યાર પછી આ દેસી ચણા વસ્ત્ર સહિત કોઇ સદાચારી બ્રાહ્મણને દાનમાં આપવાં. શનિવારે જ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ભંડારાની વ્યવસ્થા કરવી.

કુંભઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ 5 કિલ્લો અડદ દાળ કોઇ તાંબાના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ કાળા કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ ગાયત્રી- ऊँ भगभवाये विद्महे मृत्युरुपाय धीमही तन्नो शनि प्रचोदयात्॥ નો 11 માળા જાપ કરવો. આ અડદ, વસ્ત્ર સહિત કોઇ ગૌશાળા અથવા મંદિરમાં દાન કરવાં. ત્યાર પછી શનિવારે જ સાત સૂકાયેલાં નારિયેળ અને શ્રદ્ધાનુસાર બદામ કોઇ મંદિરમાં દાન કરવી.

મીનઃ-

શનિવારે સૂર્યોદય પહેલાં નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ જઇ સવા કિલ્લો અખંડિત ચોખા માટીના વાસણમાં ભરવાં. આ વાસણને સવા મીટર સ્વચ્છ સફેદ કપડામાં પોતાના પૂજા સ્થાનમાં રાખવાં. શ્રદ્ધાનુસાર શનિદેવનું ધ્યાન કરી પંચોપચાર દ્વારા શનિદેવનું પૂજન કરવું. ત્યાર પછી તેની ઉપર ચૌમુખ સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી શુદ્ધ આશન પર બેસીને શનિ सूर्यपुत्रो दीर्घदेहो विशालाक्ष: शिवप्रिय। मन्दचार: प्रसन्नात्मा पीड़ां हरतु मे शनि:।।નો 5 માળા જાપ કરવો. આ અખંડિત ચોખાને કોઇ કુષ્ટ રોગીને શ્રદ્ધાનુસાર દક્ષિણા સહિત દાન કરવા અને ચરણ સ્પર્થ કરવાં. ત્યાર પછી શનિવારે જ ગૌશાળામાં દેસી ચણા શ્રદ્ધાનુસાર દાન કરવા લાભકારી રહેશે.

શનિની કુદ્રષ્ટિથી બચવા, દરરોજ ઘરે જ કરો માત્ર 1 રોટલીનો આ સરળ ઉપાય!

એક એવી માન્યતા છે કે અન્યને ભોજન કરાવવા પર પુણ્ય વધે છે અને ભુતકાળમાં કરેલાં પાપ ખતમ થઇ જાય છે. આ જ કારણે ઘણાં લોકો સમય-સમય પર ભોજન અને અનાજનું દાન કરતાં રહે છે. અહીં જાણો રોટલીના થોડા અન્ય ઉપાય, જેનાથી કુંડળીના દોષ દૂર થઇ શકે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

રોટલીના ચાર બરાબર ટૂકડા કરવા અને આ ઉપાય કરવોઃ-

– દરરોજ સવારે જ્યારે રોટલી બનાવવામાં આવે છે, તો તે સમયે સૌથી પહેલાં બનનારી રોટલીને જુદી કાઢી લો. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ રોટલી અન્ય રોટલીથી મોટી હોવી જોઈએ. જેથી સરળતાથી તેના ચાર ટુકડા કરી શકાય. હવે આ રોટલીના એક સરખાં ચાર ટુકડા કરી લેવા અને આ ચારેય રોટલી પર કંઈક ગળ્યું જેમ કે ખીર, ગોળ અથવા ખાંડ રાખવી. સાથે જ આ વાતનો ખાસ ધ્યાન રાખવો કે બહારનું કોઈ વ્યક્તિ તમને આ ટોટકો કરતાં ન જુએ.

– હવે આ ચાર ટૂકડામાંથી એક ટૂકડો ગાયને અને બીજો કાળા કૂતરાને આપવો. ત્રીજો ટૂકડો કાગડા માટે ઘરની છત પર નાખી દેવો જોઇએ. અંતિમ ટૂકડાને ઘરની પાસે કોઇ ચાર રસ્તા પર રાખી દેવો જોઇએ. આવું રોજ કરવું જોઇએ. આ ઉપાયથી ઘરની ગરીબી દૂર થઇ શકે છે.

ધ્યાન રાખવું અહીં જણાવેલ બધા જ ઉપાય જ્યોતિષ સાથે સંબંધિત છે. આ કારણે તેને આસ્થા અને વિશ્વાસની સાથે કરવા જોઇએ. ઉપાય કરતી સમયે મનમાં કોઇ પ્રકારની શંકા હશે તો ઉપાય નિષ્ફળ થઇ શકે છે.

શનિ, રાહુ અને કેતુ માટે કરો આ ઉપાયઃ-

જો કુંડળીમાં શનિ અથવા રાહુ-કેતુનો કોઇ દોષ હોય તો રોજ રાત્રે જે રોટલી સૌથી છેલ્લે બનાવવામાં આવે છે, તેના પર તેલ લગાવવું અને તે રોટલી કાળા કૂતરાને ખવડાવવી. જો કાળો કૂતરો ન જોવા મળે તો કોઇ અન્ય કૂતરાને પણ આ રોટલી ખવડાવી શકાય છે.

નાનું બાળક ભોજન ન કરે તો કરી શકો છો આ ઉપાયઃ-

ઘરમાં કોઇ નાનું બાળક છે અને તે ઠીકથી ભોજન કરી રહ્યું નથી તો એક રોટલી પર થોડો ગોળ રાખવો અને આ રોટલીને બાળકની ઉપરથી 11 અથવા 21 વાર ઉતારવી. ત્યાર પછી તે રોટલી કૂતરાને ખવડાવવા માટે આપી દેવી. આ ઉપાયથી બાળકની ઉપરથી ખરાબ દ્રષ્ટિની અસર ખતમ થઇ જશે અને તે ફરીથી વ્યવસ્થિત ભોજન કરવા લાગશે.

કોઇ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવું-

દરરોજ ઓછામાં ઓછા એક વ્યક્તિને ભોજન અવશ્ય કરાવવું જોઇએ. આવું કરવાથી ઘરમાં અનાજની કમી આવતી નથી. સુખ-સમૃદ્ધિ બની રહે છે.

અમાસ પર કરવો આ ઉપાયઃ-

દર અમાસ પર ચોખાની ખીર બનાવવી અને રોટલીના નાના-નાના ટૂકડા તે ખીરમાં નાખી દેવાં. ત્યાર પછી રોટલી અને ખીરને કાગડા માટે ઘરની છત પર રાખી દેવી. આ ઉપાય કરવાથી ઘર પર પિત્તૃ દેવતાઓની વિશેષ કૃપા બની રહે છે. પિત્તૃ દેવતાઓની કૃપાથી જ સુખ-સમૃદ્ધિ મળે છે.

શનિવારે કરો આ 10માંથી કોઈ પણ 1 ચમત્કારિક ઉપાય, થશે શનિદેવ પ્રસન્ન

શનિવારના શનિ અને હનુમાનજીનું પૂજન વિશેષ રૂપથી કરવામાં આવે છે. જ્યોતિષ મુજબ શનિદેવની કૃપા મેળવવા માટે શનિવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે કરેલા ઉપાયોથી શનિના દોષ શાંત થઈ શકે છે. માન્યતા છે કે હનુમાનજીના ભક્તોને શનિના અશુભ ફળોથી મુક્તિ મળે છે. આ કારણોસર કેટલાય લોકો શનિવારને હનુમાનજીની પૂજા કરે છે. અહીં જાણીએ શનિવારના કરવામાં આવતા નાના-નાના ઉપાયો…

1. દીવો પ્રગટાવો

સૂર્યાસ્તના સમયે કોઈ એવા પીપળાના વૃક્ષ પાસે દીવો પ્રગટાવો જે સુમસાન સ્થાન પર હોય અથવા કોઈ મંદિરમાં સ્થિત પીપળાના વૃક્ષ પાસે પણ દીવો પ્રગટાવી શકાય છે.

2. શનિને બ્લૂ રંગના ફૂલ ચડાવો

શનિદેવને તેલ ચડાવો અને પૂજા કરો. શનિદેવને બ્લી રંગના ફૂલ ચડાવો અને શનિ મંત્ર ऊँ शं शनैश्चराय नम:ના મંત્ર જાપ કરવા.

3. પીપળ પર જળ ચડાવો

દર શનિવારે પીપળાને જળ ચડાવવું, પૂજા કરવી અને સાત પરિક્રમા ફરવી. જળ ચડાવવા માટે તાંબાના લોટાનો ઉપયોગ કરવો.

4. તેલનું દાન કરવું

દર શનિવારના સવાર-સવારમાં સ્નાન કરીને નિવૃત થઈ તેલનું દાન કરવું. તેના માટે એક વાટકીમાં તેલ લો અને તેમાં પોતાનો ચહેરો જુઓ, પછી તેલનું દાન કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કરો.

5. સિંદૂર ચડાવો

હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ચડાવો. હનુમાન ચાલીસાના પાઠ કરવા.

6. વાંદરાને ગોળ અને ચણા ખવડાવો

હનુમાનજીની પૂજા વાનરના રૂપમાં જ કરવામાં આવે છે. આ જ કારણસર બજરંગ બલીને પ્રસન્ન કરવા માટે વાંદરાને ગોળ અને ચણા ખવડાવવા જોઈએ. આ ઉપાય કરવાથી હનુમાનજીની સાથે શનિ પણ પ્રસન્ન થાય છે.

7. ગાયને આવી રીતે ખવડાવો રોટલી

કોઇ પણ શનિવારે બે રોટલી બનાવો. એક રોટલી પર સરસિયાનું તેલ અને મીઠાઇ રાખો જ્યારે બીજાની પર ઘી. પહેલી રોટલી એક કાળી ગાયને ખવડાવો ત્યારબાદ બીજી રોટલી તે જ ગાયને ખવડાવો. હવે શનિદેવની પ્રાર્થના કરી તેમની પાસે શાંતિ અને સમૃદ્ધિની કામના કરો.

8. એક કાળો દોરો શનિદેવને પ્રસન્ન કરશે

શનિવારના દિવસે આપના હાથની લંબાઇનો 19 ગણો લાંબો એક કાળો દોરો લો જેને એક માળાના રૂપમાં બનાવીને ગળામાં ધારણ કરો. આ એક સારુ પરિણામ આપશે અને ભગવાન શનિને આપ પર કૃપાવાન બનાવશે.

9. કાચો દોરો

શનિવારના દિવસે પીપળાના વૃક્ષની ચારે બાજું સાત વાર કાચો દોરો લપેટો, આ દરમિયાન શનિમંત્રનો પણ જાપ કરો. આ આપની સાડાસાતીની તમામ મુશ્કેલીઓને દૂર કરશે. દોરો લપેટ્યા બાદ પીપળાના વૃક્ષની પૂજા અને દિવો કરવાનું ભૂલવું નહીં. સાડાસાતીના પ્રકોપથી બચવા માટે વ્યક્તિએ દિવસમાં એક વાર મીઠા વગરનું ભોજન કરવું જોઇએ.

10. કાળી ગાયની પૂજા

શનિદેવને આપ કાળી ગાયની પૂજા કરીને પણ પ્રસન્ન રાખી શકો છો. આના માટે આપે ગાયના માથા પર તિલક લગાવ્યા બાદ તેના સીંગમાં પવિત્ર દોરો બાંધો અને અગરબત્તી કરવી. અંતમાં ગાયની પરિક્રમા કર્યા બાદ તેને ચાર બૂંદીના લાડવા પણ ખવડાવો. આ શનિદેવની સાડાસાતીના તમામ પ્રતિકૂળ પ્રભાવોને રોકે છે.

પાતાળ ક્રિયાઃ આ ખાસ વિધિથી શનિદેવ થશે પ્રસન્ન, મળશે શનિદોષથી મુક્તિ!

શનિવારે શનિદેવને પ્રસન્ન કરવા માટે કરવામાં આવતા ઉપાય ખૂબ જ પ્રભાવશાળી હોય છે. એવો જ એક પ્રાચીન અને રામબાણ ઉપાય છે શનિ પાતાળ ક્રિયા. આ એક એવો ઉપાય છે જે હમેશાં માટે શનિ દોષથી મુક્તિ અપાવી શકે છે. આ ઉપાય આ પ્રકારે છે-

-જે શનિવારે તમે આ ઉપાય કરવા માંગો છો, તેના પહેલાં કોઇ શુભ મુહૂર્તમાં શનિ દેવની લોખંડની પ્રતિમાં બનાવડાવવી. હવે આ પ્રતિમાંનું શનિવારે વિધિવત્ત પૂજન તથા પ્રાણ પ્રતિષ્ઠા કરવી. ત્યાર પછી આ પ્રતિમાં સામે તમારી શક્તિ મુજબ નીચે લખાયેલાં મંત્રનો જાપ કરવો.

ऊं शं न देवीरभिष्टय आपो भवन्तु पीतये। शं योरभि स्त्रवन्तुन:।।

-ત્યાર પછી દશાંશ હવન કરવો અને પછી એવી જગ્યા જ્યાંથી તમે દરરોજ પસાર થતા ન હોવ તે જગ્યાએ જમીનમાં ખાડો ખોદીને શનિદેવની મૂર્તિને ઉંધી એટલે કે શનિદેવનું મુખ પાતાળ તરફ આવે તે રીતે દાંટી દેવી.

-હવે આ ખાડા ઉપર માટી નાખીને તેને સમતલ કરી દેવી અને શનિદેવથી પ્રાર્થના કરવી કે જીવનના દરેક દુઃખ દૂર થઇ જાય. આ ઉપાય જો પૂર્ણ શ્રદ્ધા સાથે કરવામાં આવે તો શનિના દોષથી હમેશાં માટે છુટકારો મળી જાય છે.

-શનિવારે આ 10 નામોથી શનિદેવનું પૂજન કરવું-

कोणस्थ पिंगलो बभ्रु: कृष्णो रौद्रोन्तको यम:।
सौरि: शनैश्चरो मंद: पिप्पलादेन संस्तुत:।।

એટલે કે- 1- કોણસ્થ, 2 – પિંગલ, 3 – બભ્રૂ, 4 – કૃષ્ણ, 5 – રૌદ્રાંન્તક, 6 – યમ, 7 – સૌરિ, 8 – શનૈશ્વર, 9 – મંદ તથા 10 – પિપ્પલાદ.

આ દસ નામોથી શનિદેવનું સ્મરણ કરવાથી બધા જ શનિદોષ દૂર થઇ જાય છે.

-કોઇ એક શનિવારે શનિ યંત્રની સ્થાપના અને પૂજન કરવું. ત્યાર પછી દરરોજ આ યંત્રની વિધિ-વિધાન પૂર્વક પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. દરરોજ યંત્રની સામે સરસિયાના તેલથી દીપક પ્રગટાવવો. વાદળી અથવા કાળા ફૂલ અર્પણ કરવાં. આ ઉપાય કરવાથી ભક્તને ચોક્કસ લાભ થાય છે.

-કોઇ એક શનિવારે તમારા જમણાં હાથના માપ જેટલો ઓગણીસ હાથ લાંબો કાળો દોરો લઇને તેને ગુંથીને માળાની જેમ ગળામાં પહેરવો. આ ઉપાય કરવાથી શનિદેવનો પ્રકોપ ઓછો થાય છે.

-શમી વૃક્ષની જડને વિધિ-વિધાન પૂર્વક ઘરે લઇને આવવી. શનિવારે શ્રવણ નક્ષત્રમાં કોઇ યોગ્ય વિદ્વાનછી અભિમંત્રિત કરાવી કાળા દોરામાં બાંધીને ગળામાં અથવા હાથના બાજુમાં ધારણ કરવી. આ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થશે તથા શનિને કારણે જેટલી પણ સમસ્યાઓ છે, તેનું નિદાન આવશે.

-દર શનિવારે વાનરો અને કાળા કૂતરાને બુંદીના લાડવા ખવડાવવાથી પણ શનિનો કુપ્રભાવ ઓછો થઇ શકે છે અથવા કાળા ઘોડાની નાળ અથવા હોડીની કીલથી બનેલો છલ્લો પણ ધારણ કરવો.

-શનિવારના એક દિવસ પહેલાં કાળા ચણા પાણીમાં પલાળી દેવા. શનિવારે આ ચણા, કાચો કોલસો, હળવું લોખંડનું પતરું એક કાળા કપડામાં બાંધીને માછલીઓના તળાવમાં નાખી દેવું. આ ઉપાય આખું વર્ષ કરવું. આ સમય દરમિયાન ભુલથી પણ માછલીનું સેવન ન કરવું.

શુભ શનિ હોય તો સમજો ફાયદો જ ફાયદો, અશુભ હશે તો બગડી જશે ભાગ્ય!

શનિ એવો ગ્રહ છે જેના પ્રત્યે બધાને હંમેશા ડર રહે છે. તમારી કુંડળીમાં શનિ કયા ભાવમાં કે સ્થાનમાં છે, તે પ્રમાણે તમારા સંપૂર્ણ જીવનની દિશા, સુખ, દુઃખ વગેરે બધી વાત નક્કી થઈ જાય છે. તમારી કુંડળીમાં શનિ કયા સ્થાને રહેલો છે અને તે તમને કેવા ફળ આપી રહ્યો છે તે જાણો. અહીં જણાવવામાં આવેલો પ્રભાવ માત્ર શનિની સ્થિતિ પર આધારિત છે પણ જો કોઈ અન્ય ગ્રહ સાથે યુતિ થવાથી કે અન્ય ગ્રહોની દ્રષ્ટિ પડવાથી વ્યક્તિના સ્વભાવમાં ભિન્નતા થઈ શકે છે. કુંડળીના બધા ગ્રહો અને યોગોના પ્રભાવને જોઈને સટિક ભવિષ્યવાણી કરવામાં આવે છે.

શનિ માત્ર દુષ્પ્રભાવી ગ્રહ જ નથી તે શુભ ફળ પણ આપે છે પરંતુ એ તેના પર નક્કી કરે છે કે તે તમારી કુંડળીમાં ક્યા ગ્રહ સાથે છે અને ક્યા સ્થાન પર છે. તે સ્થાન પર તે કેવી અસર કરે છે? આ બધી બાબત તેની અસરને પ્રભાવકારી બનાવે છે.

શનિ પ્રથમ સ્થાનમાં હોય તો-

કુંડળીના પ્રથમ ભાવને લગ્નસ્થાન કહેવામાં આવે છે. જે વ્યક્તિની કુંડળીમાં શનિ પ્રથમ ભાવમાં હોય તો તે વ્યક્તિ રાજા સમાન જીવન જીવનારા હોય છે. જો શનિ અશુભ ફળ આપનાર હોય તો વ્યક્તિ રોગી ગરીબ અને ખરાબ કર્મો કરનાર થાય છે. તમારી સમગ્ર કુંડળી પ્રથમ સ્થાન પર આધાર રાખે છે. તેમાં આવતો ગ્રહ જો પાપ ગ્રહ ન હોય તો વ્યક્તિને વિશેષ લાભ આપે છે. પ્રથમ સ્થાનમાં આવતો શનિ ક્યા લગ્ન અને કઈ રાશિ લઈ અને આ સ્થાને આવે છે તે મહત્વનું છે તે પરથી કહી શકાય કે વધારે અસર ક્યા પ્રકારની થાય છે. વ્યક્તિના રૂપ રંગ, સુખ, વૈભવ, શરીર, મન બધા પરની મુખ્ય અસર અહીંથી જાણી શકાય છે. જો શનિ આ સ્થાન પર હોય તો વ્યક્તિના રૂપ રંગમાં ખામી આવી શકે છે. તેને સુખ પ્રાપ્ત થાય છે પણ તે પરહેલા તેને સખત મહેનત કરવી પડે છે.

શનિ બીજા સ્થાનમાં હોય તો-

બીજું સ્થાન કુટુંબ પરિવાર અને ખાણીપીણી, ચહેરો, વાણી વ્યવહારનું હોય છે. જો બીજા ભાવમાં શનિ હોય તો વ્યક્તિ વિકૃત મુખવાળો, લાલચી, વિદેશમાં ધન કમાનાર હોય છે. દરેક વ્યક્તિની સામાજિક રીતે પ્રાથમિક સ્થિતિ રહેલી હોય છે ત્રણ બાબતો પર આધારિત ધન, કુટુંબ અને શારીરિક સ્થિતિ અને આ ત્રણ સ્થિતિ તમારું સામાજમાં માન સન્માન નક્કી કરે છે. જો અહીં શનિ હોય તો શરીર સૌષ્ઠવ પર પણ ખરાબ અસર કરી શકે છે. તમારી વાણી-વ્યવહાર પર પણ અસર કરે છે. ધન કમાવવામાં કદાચ તમારે ઓછી મહેનત કરવી પડે પણ તેનો સંગ્રહ કરવામાં વધારે મુશ્કેલી અનુભવી શકો છો.

શનિ ત્રીજા સ્થાનમાં હોય તોઃ-

ત્રીજું સ્થાન કુંડળીમાં માતાનું, જનસંપર્ક, દસ્તાવેજી સંપત્તિ તથા સંસ્કારનું હોય છે. જો ત્રીજા સ્થાનમાં શનિ હોય તો વ્યક્તિ સંસ્કારવાન, સુંદર, શરીરવાળો, નીચ કર્મ કરનાર અને આળસું તથા ચતુર હોય છે. તે જન સંપર્ક દ્વારા ચતુરાઈ પૂર્વક પોતાનું કામ કઢાવી શકે છે.
જો અહીં શનિની શુભ અયસર થાય તો ભાઈ-બંધુ સાથે તમારે સારી એવી સહાયતા પ્રાપ્ત થાય છે. પરાક્રમ સારું રહે છે. યાત્રાઓ થવાની શક્યતા પણ રહે છે. ભ્રમણ કરાવે છે. ભાઈ બંધુ સાથે તમારે મતભેદ કે મન ભેદ પણ થાય જો આ સ્થાનમાં શનિનો સારો યોગ ન હોય તો.

શનિ ચોથા સ્થાનમાં હોય તો-

ચોથું સ્થાન કુંડળીમાં તન, મન, સુખ , સાસરું, વાહન, જમીન-મકાન વગેરેથી સંબંધિત હોય છે. ચોથા ભાવમાં શનિ હોય તો તે રોગી, દુખી, ભાઈ, વાહન, ધન અને બુદ્ધિથી હીન થાય છે. ચોથા સ્થાનનો કારક સ્વામી મંગળ છે જો આ સ્થાનમાં શનિ જમીન મકાન સંદર્ભે દુખી કરી શકે છે. માતાના સુખમાં પણ ઉણપ આવી શકે છે. તમારો સ્વભાવ તેજ રહે અને તમે તમારા સ્વભાવને કારણે ફસાઈ શકો કે પછી તમારી બુદ્ધિ હીનતાથી તમને લોકો ફસાવતા રહે એવું બની શકે છે.

શનિ પાંચમા સ્થાનમાં હોય તો-

પાંચમું સ્થાન કુડંળીમાં સંતતી, પ્રેમ, યશ, વિમાન પ્રવાસ આર્થિક લાભ વગેરે માટે છે. પાંચમા સ્થાનમાં જો શનિ હોય તો તે વ્યક્તિ દુખી, પુત્રહીન, મિત્રહીન અને ઓછી બુદ્ધિ વાળા હોય છે. આ સ્થાનમાં શનિ તમારા અભ્યાસને પણ પ્રભાવિત કરી શકે છે. શનિની અસર તમને અભ્યાસમાં ઝડપથી કોઈ પ્રગતિ ન કરવા દે. પ્રેમ પ્રસંગોમાં પણ નિષ્ફળતા મળી શેક છે. પણ તમને કોઈ ગુપ્ત ધનથી ભેટો કરાવી તમારું જીવનયાપન સારી રીતે પસાર કરાવી શકે છે.

શનિ છઠ્ઠા સ્થાનમાં હોય તો-

છઠ્ઠું સ્થાન કુંડળીમાં શત્રુ,શારીરક આધિ-વ્યધિઓ, મામા-મોસાળપક્ષ, ગુપ્ત શક્તિ, શારીરિક તણાવનું છે. છઠ્ઠા સ્થાનમાં જો શનિ હોય તો તે કામી, સુંદર, શુરવીર, વધારે ખાનાર, કુટીલ સ્વભાવ અને વધારે શત્રુઓને જીતનાર હોય છે. શનિનું આ સ્થાન શનિનું જ કારક ગણાય છે. માટે તમને ઓછા રોગી બનાવે છે. તમારા માં કુટનિતિજ્ઞતા આપીને તમને વ્યૂહરચનાકાર બનાવી શકે છે. શત્રુ પર તમે ભારે પડી શકો છો. તમારી શારીરિક શક્તિ વધારે સતે જ કરી તમારામાં સહન શક્તિનો વધારો કરે છે. કોઈ પણ પરિસ્થિતિ સામે લડવાની શક્તિ તમને આ સ્થાનના શનિ પ્રદાન કરે છે.

શનિ સાતમા સ્થાનમાં હોય તો-

સાતમું સ્થાન કુંડળીમાં પત્ની, વિવાહ, કાયદા-કોર્ટકચેરી, વિવાદ, વિજાતીય સુખથી જોડાયેલું છે. સાતમા સ્થાનમાં શનિ હોય તો વ્યક્તિ રોગી, ગરીબ, કામી, ખરાબ વેશભૂષાવાળો, પાપી , નીચ હોઈ શકે છે. તમારું લગ્ન જીવન આ સ્થાનના શનિના હાથમાં હોય છે. પત્ની સુખ આપી શકતો નથી. વળી તે પત્નીને તાડીત કરનાર પણ હોય છે. લગ્નજીવનમાં ઘણા પ્રશ્નો ઉભા કરે છે. લગ્નેત્તર સંબંધો પણ હોય છે. પરંતુ જો તેનો યોગ કોઈ મિત્ર ગ્રહ સાથે થાય તો લગ્ન જીવનમાં શુભ અસર કરી શકે છે. તમારા વેપારમાં પણ ભાગીદારીમાં ખોટનો ધંધો કરાવે એવું બને.

શનિ આઠમા સ્થાનમાં હોય તો-

આઠમા સ્થાનમાં શનિ હોય તો મૃત્યુ, દુઃખ, આર્થિક સંકટ, નપુસંકતા,મૃત્યુનું મુખ, અનિતી, ભ્રષ્ટાચાર, વગેરે પાશા પર આ સ્થાન અસર કરે છે. આઠમા સ્થાનમાં શનિ હોય તો વ્યક્તિ કુષ્ઠરોગી તથા ભગંદરનો ભોગ બને છે, દુખી થાય છે. નાની ઉંમરમાં જ દરેક કાર્ય કરવામાં અક્ષમ હોય છે. જ્યારે શનિ આ સ્થાનનો કારક હોય ત્યારે તમારું મૃત્યુ, રોગ અને વિલ વારસો તેના હાથમાં હોય છે. તમારું આયુષ્ય લાંબુ આપે પણ ક્યારેક એવી સ્થિતિ ઉભી થાય કે અચાનક કોઈ મોટી બીમારીનો સામનો કરવો પડે છે. તમે સારા એવા વિલ વારસાના માલિક બનાવો એવી સ્થિતિ તે નિર્માણ કરે છે.

શનિ નવમા સ્થાનમાં હોય તો-

નવમું સ્થાન કુંડળીમાં અધ્યાત્મ, પ્રવાસ, પરદેશગમન, શક્તિ વગેરેને અસર કરે છે. નવમા ભાવમાં શનિ હોય તો કુંડળીમાં નવમા સ્થાનમાં શનિ હોય તે અધાર્મિક, ગરીબ, પુત્રહીન, દુઃખી થાય છે. નવમું સ્થાન ભાગ્યનું હોવાથી જો શનિ આ સ્થાનમાં હોય કે તેની દ્રષ્ટિ પણ પડતી હોય તો તે ખરાબ અસર કરી શકે છે. રખડપાટ અને જીવનના કોઈ એક ભાગમાં તમને ધનવિહોણા અને માનસન્માન વગરના કરી મુકે. તમારો સ્વભાવ નાસ્તિક રહે. પણ જો શનિ પ્રત્યે અને હનુમાન પ્રત્યે આસ્થા રાખશો તો છુટકારો શક્ય છે. ધન પ્રાપ્તિ માટે દેશ-પરદેશ ફેરવે પણ તેથી પારિવારિક અને ધનનું તો આખરે નુક્શન રહેશે.

શનિ દશમા સ્થાનમાં હોય તો-

દશમું સ્થાન કુંડળીમાં કર્મ, પિતૃ, અધિકાર, સામાજીક સ્થાન, નોકરી, વ્યવસાય વગેરેનું સ્થાન છે. જો દશમા સ્થાનમાં શનિ હોય તો વ્યક્તિ ધની, ધાર્મિક, રાજ્યમંત્રી વગેરે ઉંચા પદ પર રહેલો હોય છે. સૂર્ય, શનિ અને ગુરુનું કારક સ્થાન કહેવામાં આવે છે. માનવના તમામ કર્મો પર નજર રાખનાર શનિ જો આ સ્થાનમાં આવે તો તેના સ્થાનનો હોવાથી તેના જીવનની બધી અસર થાય. તેને પિતા સાથે ન હતું બનતું તેથી આ સ્થાનમાં જો તમારે શનિ આવે તો પિતા સાથે મતભેદ કે મનભેદ રહી શકે છે. તેણે તપ કરીને બધા ગ્રહમાં ઉચ્ચ સ્થાન મેળવ્યું હતું તે રીતે તમે પણ શ્રદ્ધા અને સખત મહેનતથી જ ઉચ્ચપદ તમારા ક્ષેત્રમાં પ્રાપ્ત કરી શકો છો.

શનિ અગીયારમા સ્થાનમાં હોય તોઃ-

અગીયારમું સ્થાન કુંડળીમાં ભેટ-ઉપહારનો લાભ, કોઈ વ્યક્તિનું સુખ, રોગ વગેરે અસર કરે છે. અગીયારમાં ભાવમાં શનિ હોય તો વ્યક્તિ લાંબી આયુષ્યવાળો, ધની, કલ્પનાશીલતા, નિરોગી બધું સુખ પ્રાપ્ત કરનાર હોય છે. અગીયારમું સ્થાન પણ શનિનું કારક સ્થાન છે માટે મિત્રોથી, કુટુંબ-કબીલાથી, મોટાભાઈ, માતા-પિતાથી પણ લાભ અપાવી શકે છે. તમને તમારા ક્ષેત્રમાં દરેક પ્રકારનો લાભ અપાવે છે. તમારા પૂર્વ જન્મના સંચિત શુભ કર્મો પ્રમાણે આ સ્થાનનો શનિ અપાવે છે અને તે તને ફાયદા માટે મદદ કરે છે.

શનિ બારમા સ્થાનમાં હોય તોઃ-

બારમું સ્થાન કુંડળીમાં કરજ, નુક્શાન, વ્યસન, અનૈતિકતા, ઉપભોગ વગેરેનું સ્થાન છે. બારમાં સ્થાનમાં શનિ હોય તો મન અશાંત થાય છે, તકવાદી માણસ હોય છે. કુટિલ દ્રષ્ટિવાળા હોય છે, નિર્દય, નિર્લજ્જ અને વધારે ખર્ચ કરનાર હોય છે. શુક્ર,કેતુ અને શનિ આ સ્થાનના કારક ગ્રહો છે. અને એ રીતે જો શનિ આ સ્થાનમાં આવે તો પરિણામ પણ એવું જ પ્રાપ્ત થાય છે. ખર્ચ રહે છે. સજા થાય તે હદનું અનૈતિક કાર્ય તમે કરી બેસો એ પણ શક્ય છે. અને તમને કોઈ કચેરીમાં બંધનમાંકે ભ્રષ્ટતામાં પાડી શકે છે.

શનિવારે કરો ન્યાયના દેવતા સામે તેલનો આ ઉપાય, દરેક ક્ષેત્રમાં મળશે પ્રગતિ!

શનિવારે શનિ અને હનુમાનજીનું પૂજન વિશેષ રૂપથી કરવામાં આવે છે. જ્યોતિષ મુજબ શનિદેવની કૃપા મેળવવા માટે શનિવાર શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે કરવામાં આવેલાં ઉપાયોથી શનિના દોષ શાંત થઇ શકે છે. એવી માન્યતા છે કે, હનુમાનજીના ભક્તોને શનિના અશુભ ફળોથી મુક્તિ મળી જાય છે. આ જ કારણથી ઘણા લોકો શનિવારે હનુમાનજીની પૂજા કરે છે.

1. તેલનું દાન કરવું- દર શનિવારે સવાર-સવારે સ્નાન વગેરે કર્મોથી નિવૃત થઇને તેલનું દાન કરવું. આ માટે એક વાટકીમાં તેલ લેવું અને તેમાં પોતાનો ચહેરો જોવો, ત્યાર પછી આ તેલનું દાન કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને કરવું.

2. શનિને વાદળી ફૂલ અર્પણ કરવાં- શનિદેવને તેલ અર્પણ કરવું અને પૂજન કરવું. શનિદેવને વાદળી ફૂલ અર્પણ કરવા અને શનિ મંત્ર ऊँ शं शनैश्चराय नम: નો જાપ કરવો.

3. પીપળાને જળ અર્પણ કરવું- દર શનિવારે પીપળાને જળ અર્પણ કરવું, પૂજા કરવી અને સાત પરિક્રમા કરવી. જળ અર્પણ કરવા માટે તાંબાના લોટાનો પ્રયોગ કરવો.

4. દીપક પ્રગટાવવો- સૂર્યાસ્તના સમયે કોઇ એવા પીપળાની પાસે દીપક પ્રગટાવવો જે સુમસાન સ્થાન પર હોય અથવા કોઇ મંદિરમાં સ્થિત પીપળાની પાસે પણ દીપક પ્રગટાવી શકાય છે.

5. સિંદૂર અર્પણ કરવું- હનુમાનજીને સિંદૂર અને ચમેલી અર્પણ કરવું. હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

6- શનિવારે સૂર્યાસ્ત પછી હનુમાનજીનું પૂજન કરવું. પૂજનમાં સિંદૂર, કાળા તલનું તેલ, આ તેલનો દીપક તથા વાદળી રંગના ફૂલનો ઉપયોગ કરવો. આ ઉપાય તમે દર શનિવારે પણ કરી શકો છો.

7- શનિવારે શનિ યંત્રની સ્થાપના અને પૂજન કરવું. ત્યાર પછી દરરોજ આ યંત્રની વિધિ-વિધાન પૂર્વક પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. દરરોજ યંત્રની સામે સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો.

8- દર શનિવારે વાંદરાઓને ગોળ અને કાળા ચણા ખવડાવો, આ ઉપરાંત કેળા અથવા મીઠી મલાઇ પણ ખવડાવી શકો છો. આ પણ શનિદેવના અશુભ પ્રભાવને સમાપ્ત કરવામાં ખૂબ જ મદદ કરે છે. અથવા કાળા ઘોડાની નાળનો છલ્લો બનાવીને પણ ધારણ કરી શકાય છે.

9- શનિવારના દિવસે આપના હાથની લંબાઇનો 19 ગણો લાંબો એક કાળો દોરો લો જેને એક માળાના રૂપમાં બનાવીને ગળામાં ધારણ કરો. આ એક સારુ પરિણામ આપશે અને ભગવાન શનિને આપ પર કૃપાવાન બનાવશે.

10- શનિવારે સવારે સ્નાન વગેરે કર્યા પછી સવા કિલો કાળો કોલસો, એક લોખંડની કીલ એક કાળા કપડામાં બાંધીને પોતાના માથા પરથી ફેરવીને વહેતાં પાણીમાં પ્રવાહિત કરી દેવી અને કોઇ શનિ મંદિરમાં જઇને શનિદેવને પ્રાર્થના કરવી.

11- શનિવારે આ 10 નામોથી શનિદેવનું પૂજન કરવું.

कोणस्थ पिंगलो बभ्रु: कृष्णो रौद्रोन्तको यम:।
सौरि: शनैश्चरो मंद: पिप्पलादेन संस्तुत:।।

અર્થાતઃ 1- કોણસ્થ, 2 – પિંગલ, 3 – બભ્રૂ, 4 – કૃષ્ણ, 5 – રૌદ્રાંન્તક, 6 – યમ, 7 – સૌરિ, 8 – શનૈશ્વર, 9 – મંદ તથા 10 – પિપ્પલાદ. – આ દશ નામોથી શનિદેવનું સ્મરણ કરવાથી બધા શનિદોષ દૂર થાય છે.

12- લાલ ચંદનની માળાને અભિમંત્રિત કરી શનિવારે પહેરવાથી શનિનો અશુભ પ્રભાવ ઓછો થઇ જાય છે.

13- શનિવારે સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી નિવૃત્ત થઇને કુશ આસન પર બેસી જવું. સામે શનિદેવની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરવી અને તેની પંચોપચારથી વિધિવત પૂજન કરવું. ત્યાર પછી રૂદ્રાક્ષની માળીથી નીચે લખાયેલ કોઇપણ મંત્રની ઓછામાં ઓછી પાંચ માળા જાપ કરવું તથા શનિદેવ પાસેથી સુખ-સંપત્તી માટે પ્રાર્થના કરવી. જો દર શનિવારે આ મંત્રનો આ વિધિથી જાપ કરશો તો જલ્દી જ તમને લાભ મળશે.

વૈદિક મંત્ર- ऊं शन्नोदेवीरभिष्टय आपो भवन्तु पीतये शन्योरभिस्त्रवन्तु न:।
લઘુ મંત્રઃ- ऊं ऐं ह्लीं श्रीशनैश्चराय नम:।

14- શનિવારે ભૈરવજીની ઉપાસના કરી અને સાંજના સમયે કાળા તલના તેલનો દીપક લગાવીને શનિદોષથી મુક્તિ માટે પ્રાર્થના કરવી.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

નોકરી છૂટી જવાની ચિંતા સતત રહ્યાં કરે છે તો કરો આ ઉપાય..!!

grah

નોકરી કરવી કંઈ સહેલી વાત નથી. નોકરીમાં કામમાં એટલું દબાણ હોય છે કે, પોતાના માટે કે પરિવાર માટે સમય કાઢવાનું પણ મુશ્કેલ બની જાય છે. છતાંય નોકરી જવાનો ખતરો રહ્યા કરે છે. જો તમને નોકરીમાં કોઈ પ્રકારની મુશ્કેલી હોય કે નોકરી છૂટી જવાનો ડર હોય ત્યારે રાશિ અનુસાર સમસ્યાનું નિવારણ કરવાથી લાભ થશે.

મેષઃ આ રાશિના લોકો બહુ જ શાંત અને સુશીલ પ્રકૃતિના હોય છે અથવા તો બહુ ચાલાક અને આખાબોલા હોય છે. તેમનામાં ખાસ વાત એ હોય છે કે તેઓ જિદ્દી, શંકાશીલ અને ગુસ્સો કરનારા હોય છે, તેથી આવા જાતકોએ સૌ પ્રથમ પોતાના ગુસ્સા પર અંકુશ રાખવો. ગૌશાળાની ગાયને લીલો ચારો તથા ફણગાવેલા મગ ખવડાવવા.

વૃષભ : આ જાતકો મહેનતી, સૌમ્ય સ્વભાવના અને ખૂબ જ ગંભીર હોય છે, તેથી લોકો તેમને યોગ્ય રીતે સમજી શકતા નથી. જેને કારણે નોકરીમાં મુશ્કેલીઓ આવે છે. નોકરીમાં સમસ્યા આવી પડી હોય તો તમારે અથવા તમારી પત્નીએ વૈભવલક્ષ્મીજીની આરાધના કરવી જોઈએ.

મિથુન : આ રાશિના લોકોને જો એકાંતમાં કોઈ વાત પર ખખડાવવામાં કે સમજાવવામાં આવે તો તેઓ સારું પરિણામ આપે છે, પણ જો જાહેરમાં તેમનું અપમાન કરવામાં આવે તો તેઓ નોકરીને લાત મારી શકે છે. આ જાતકોને જો નોકરીમાં સમસ્યા આવી રહી હોય તો બજરંગબાણનો પાઠ કરવો જોઈએ.

કર્ક : આ જાતકોએ પોતાના બોસથી કંઈ છુપાવવું જોઈએ નહીં, નહીંતર મુશ્કેલીઓમાં પડી શકે છે, કારણ કે જેટલું છુપાવશો તેટલા જ ગૂંચવાતા જશો. કોઈ પણ નોકરીમાં સમસ્યાઓ આવી રહી હોય તો દરરોજ કેળું ખાવું. મસ્તક, છાતી તથા નાભી પર કેસરનું તિલક કરવાથી નોકરીમાં સુખ-શાંતિ રહેશે.

સિંહ : આ લોકોને કોઈ પણ વ્યક્તિની આધીનતા સહન થતી નથી. તેઓને ઓફિસમાં કોઈની પણ સાથે ટક્કર થાય તો તે વર્ચસ્વને લઈને જ થશે. જો તમારે એક જગ્યાએ ટકીને નોકરી કરવી હોય તો લીડરશિપવાળું વ્યક્તિત્વ છોડવું પડશે. નોકરીમાં કોઈ મુશ્કેલી હોય તો શનિવારે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો કરો.

કન્યા : આ રાશિના લોકો સૌમ્ય પ્રકૃતિના હોય છે. વધારે પડતી સહનશીલતાને કારણે ઓફિસમાં તેમનું શોષણ થાય છે, પરંતુ જ્યારે તેમનું ધૈર્ય ખૂટી પડે છે ત્યારે જાણે કે ભૂકંપ જ આવી જાય છે. જેને કારણે વાત બગડે છે. જો નોકરીમાં કોઈ કારણસર મુશ્કેલીઓ આવી રહી હોય તો દરરોજ સાત વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

તુલા : આ રાશિના જાતકો હંમેશાં ન્યાયના પક્ષમાં રહે છે, તેથી જ ઓફિસમાં તેમનું તારતમ્ય નથી બેસી શકતું. તેઓ ખોટું ક્યારેય સહન કરી શકતા નથી. આ જાતકોએ જો નોકરી કરવી હોય તો પરિસ્થિતિઓ સાથે સમાધાન કરતા શીખવું પડશે. ગુરુવારનું વ્રત કરવાથી અથવા પોખરાજ ધારણ કરવાથી નોકરીમાં આવતી સમસ્યાઓનું સમાધાન થશે.

વૃશ્ચિક : તમારું સ્પષ્ટવાદી વ્યક્તિત્વ નોકરીમાં વિવિધ પ્રકારની મુશ્કેલીઓ પેદા કરી શકે છે. તમે દરેક વાતનો સામો જવાબ આપશો, તે બોસને પસંદ નહીં આવે, તેથી તમારા સ્વભાવ પર થોડું નિયંત્રણ રાખવું જરૂરી છે. મુશ્કેલીઓને દૂર કરવા માટે મંગળવારનું વ્રત કરો અને એક સાડા દસ રતીનું મોતી રત્ન ધારણ કરો.

ધન : આ જાતકો ખૂબ જ મદદગાર સ્વભાવના હોય છે, પરંતુ ખોટી વાત પર તેમની આક્રમકતા તેમના સારા વ્યક્તિત્વને ધૂળમાં મેળવી દે છે. તેને લીધે બોસ અને સહકર્મચારીઓ સાથેના સંબંધો બગડે છે. નોકરીમાં આવતી કોઈ પણ પ્રકારની સમસ્યાને દૂર કરવા માટે લોટમાં પનીર મેળવીને તે સતત ૪૦ દિવસ સુધી ગાયને ખવડાવો. આ ઉપાય શુક્રવારથી શરૂ કરવો.

મકર : આ જાતકોની નોકરીમાં પ્રગતિની આડે સૌથી મોટું રોડું આળસ હોય છે. કામ સમયસર પૂરું ન થવાને કારણે બોસ બોલશે જેને કારણે તણાવ પેદા થશે. તમારે તમારા આળસુ સ્વભાવને બદલવો પડશે. જો નોકરીમાં કોઈ પ્રકારની અડચણો આવી રહી હોય તો ભગવાન વિષ્ણુની પૂજા-આરાધના કરવી.

કુંભ : આ રાશિના લોકો પરિશ્રમી હોય છે, પરંતુ તેમના મનની વાત જાણવાનું બહુ મુશ્કેલ હોય છે. તેઓ પોતાનું કામ બહુ મન લગાવીને કરે છે. તેમના કામમાં તેમની મહેનત, લગન સ્પષ્ટ દેખાઈ આવે છે. તેને કારણે ઓફિસમાં તેમના વિરુદ્ધ ઘણી વાર ષડ્યંત્ર રચાતું હોય છે. આ જાતકો શિવાષ્ટકનો પાઠ કરે તો લાભ થાય છે.

મીન : આ લોકો ખૂબ જ મહેનત અને લગનથી પોતાનું કાર્ય કરે છે. તેમણે કોઈની વાતમાં આવીને મહત્ત્વનો નિર્ણય ન લેવો, કારણ કે લોકો તેમના પ્રદર્શનથી ઈર્ષ્યા કરે છે. જે પણ વાત હોય તે પોતાના બોસને ખુલ્લા મને કરવી. આ જાતકો હંમેશાં આગળ વધે છે. આગળ વધવામાં અડચણ આવી રહી હોય તો આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ કરવો અને માણેક રત્ન ધારણ કરવું.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવર