ખાસ…આ છે શિવને પ્રસન્ન કરવાની સૌથી સરળ વિધિ અને પંચોપચારની પૂજા…!!!

shivji14

શ્રાવણ માસ શિવને અર્પણ છે. જેમાં શિવપૂજન વિશેષ ફળદાયી મનાય છે. આ માસમાં શિવનાં દર્શન અને જળાભિષેક બહુ જ શુભ ગણાય છે. ભક્તોના મનોરથ પુરા કરનારા ભોળાનાથની વિધિવત પૂજાથી તેઓ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા પણ મળે છે. શનિવારે શ્રાવણનો પ્રથમ દિવસ છે જો તમારી પાસે શિવજીની પૂજા કરવાનો વધુ સમય ન હોય તો તમે શિવની સૌથી ઓછા સમયમાં થતી પૂજા કરીને પણ શિવજીની કૃપા પ્રાપ્ત કરી શકો છો. સાથે તમે કેટલીક વિશેષ કામનાઓથી શિવની પૂજા કરવા માગતા હો તો તમે પંચોપચાર પૂજા કરી શકો છો. શ્રાવણ મહિનામાં તો બધાં જ ભોળાનાથને રીઝવવા ઇચ્છતા હોય છે. તમે પણ કરો શિવની આવી પૂજા…

શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ અથવા તો તમારી પાસે સમય ઓછો હોય તો શ્રાવણિયા સોમવારે પ્રાતઃકાળે ઊઠીને સ્નાનાદી કાર્યથી નિવૃત્ત થઈને ત્રિદલવાળાં સુંદર, સાફ, ક્યાંયથી કપાયેલાં ન હોય તેવાં કોમળ બિલ્વપત્ર પાંચ, સાત, નવ વગેરે સંખ્યામાં લો. અક્ષત એટલે કે ચોખાના દાણા લો. સુંદર સાફ લોટા કે કોઈ પાત્રમાં જળ, જો શક્ય હોય તો ગંગાજળ લો. દૂધ લો. ત્યારબાદ પોતાના સામર્થ્ય અનુસાર ગંધ, ધૂપ- અગરબત્તી, ચંદન વગેરે લો.

આ બધો સામાન સ્વચ્છ પાત્રમાં એકત્રિત કરીને શિવમંદિરમાં જાઓ. જો શિવ મંદિર ન હોય તો બિલ્વના વૃક્ષ પાસે જાઓ. શિવલિંગને સ્વચ્છ જળ અને દૂધથી સ્નાન કરાવો, ત્યારબાદ તેના પર અક્ષત ચઢાવો, પુષ્પ ચઢાવો, હવે હળદર-ચંદન વડે શિવલિંગ પર લેપ કરો. ત્યારબાદ ભગવાનને ધૂપ અર્પણ કરો અને ‘ॐ નમઃ શિવાય’ મંત્ર બોલતાં-બોલતાં બિલ્વપત્ર ચઢાવો. ત્યારબાદ હાથ જોડી શિવજીને પોતાની મનોકામના જણાવો. સૌથી છેલ્લે પોતાનાં પાપોની ક્ષમાયાચના માગો.

પંચોપચારની સરળ પૂજા વિધિઃ-

જો શ્રાવણ માસમાં શિવપૂજાને આ સરળ વિધિથી કરવામાં આવે તો આ તેનું વિશેષ ફળ મળે છે. વિશેષ ફળ આપનારી આ પૂજા પંચોપચાર પૂજાના નામે ઓળખાય છે. પંચોપચાર પૂજા એટલે પાંચ રીતોથી કે સામ્રગીઓથી પૂજા કરવી તે, આ પૂજાની સાથે પાણી અર્પણ કરવાથી મનોરથપુર્તિ માટે આ પૂજા બહુ શુભ માનવામાં આવે છે.

જાણો શિવ પૂજાની આ સરળ વિધિ અને શિવને જળ અર્પણ કરતી વખતે બોલનારાં કેટલાક વિશેષ મંત્ર –

– સવારે નિત્ય કર્મ અને સ્નાન કરી પવિત્ર થઇ જાઓ.

– શિવ ઉપાસના માટે સફેદ વસ્ત્ર ધારણ કરો

– પંચોપચાર પૂજામાં ચંદન, ગંધ, ફૂલ, નૈવેધ અને ધુપ, દીવાથી આરતીનું વિધાન છે. તેની સાથે શિવને જળ અને બિલીપત્ર પણ અર્પણ કરો.

– શિવ પૂજાનો વિશેષ કાળમાં પૂજાની શરૂઆત ગાયનાં દુધથી દુગ્ધાભિષેક કરો.

– તેનાં પછી આ ક્રમ પ્રમાણે ગંધ કે ગુલાલ, સફેદ ફૂલ કે બિલીપત્ર ચઢાવતાં પંચાક્ષરી મંત્ર नम: शिवाय કે ષડાક્ષરી મંત્ર ॐ नम: शिवाय કે નીચે લખેલાં સરળ મંત્ર બોલો.

-ॐ महेश्वराय नम:
-ॐ शंकराय नम:
-ॐ विष्णुवल्लभाय नम:

– ભગવાનને નૈવેધમાં ફળ તથા દુધથી બનેલી મીઠાઇ ખવડાવો.

– પૂજાનાં બાદ ધુપ,દીવો, કપુરથી શિવની આરતી કરો.

– અંતમાં ત્રુટિઓ માટે ક્ષમા અને ઇચ્છાપુર્તિની કામના કરો.

શિવની સત્તામાં વિશ્વાસ કરનાર શૈવ ગ્રંથોમાં ભગવાન શિવ સૃષ્ટિની રચના, પાલન અને વિનાશક શક્તિઓના સ્વામી છે. આ કારણે જ શિવ આરાધના કોઈ પણ સમયે, કાળ કે યુગમાં સાંસારિક બાધાઓને દૂર કરનાર માનવામાં આવે છે. પરંતુ શ્રાવણ મહિનો તેની તિથિઓ કે સોમવારે શિવ ભક્તિ ઝડપથી સિદ્ધિની દ્રષ્ટિએ બાકી મહિનાઓ તથા તિથિઓ સાથે તુલનાત્મક રીતે શ્રેષ્ઠ માનવામાં આવી છે. તેની પાછળ ધર્મગ્રંથોમાં બતાવેલ ખાસ પૌરાણિક માન્યતાઓ છે…

એક પૌરાણિક માન્યતા પ્રમાણે મરકંડૂ ઋષિના પુત્ર મારકન્ડેયની લાંબી આયુની માટે શ્રાવણ મહિનામાં જ ઘોર તપ કરી શિવ કૃપા પ્રાપ્ત કરી, દેનાથી મળેલ મંત્ર શક્તિઓની સામે મૃત્યુના દેવતા યમરાજ પણ નતમસ્તક થયા. આ પ્રકારે બીજી માન્યતા છે-અમરનાથ ગુફામાં ભગવાન શંકર દ્વારા માતા પાર્વતીની સામે અમરત્વનું રહસ્ય ઉજાગર કરવું. જે પ્રમાણે અમરત્વની ગૂફામાં જ્યારે ભગવાન શંકર અમરત્વની કથા સાંભળવા લાગ્યા તો આ દરમિયાન માતા પાર્વતીને થોડો સમય ઊંઘ આવી ગઈ. પરંતુ તે સમયે તેમની કહાની ત્યાં ઉપસ્થિત શુક અર્થાત પોપટે સાંભળી. જેનાથી તે શુક અમરત્વને પ્રાપ્ત થયો. ત્યારે ગોપનિયતા ભંગ થવાથી ભગવાન શંકરના કોપથી બચીને ભાગેલા આ શુક પાછળથી શુકદેવજીના રૂપમાં જન્મ લીધો. જેમણે નૈમિષારણ્ય ક્ષેત્રમાં આ અમર કથા ભક્તોને સંભળાવી. માન્યતા છે કે આ સ્થાને જ ભગવાન શંકરે બ્રહ્મા અને વિષ્ણુની સામે સૃષ્ટિ ચક્રના રક્ષણ અને જગત કલ્યાણ માટે શ્રાપ આપ્યો કે આવનાર યુગોમાં આ કથા અમરકથાને સાંભળનાર અમર થઈ જશે. પરંતુ આ કથાને સાંભળીને દરેક ભક્ત પૂર્વ જન્મ અને વર્તમાનમાં કરેલા પાપ અને દોષોથી મુક્ત થઈ શિવલોકને પ્રાપ્ત થશે. વિશેષ કરીને શ્રાવણ મહિનામાં આ અમર કથાનો પાઠ અને શ્રવણ જનમ-જનમના બંધન મક્ત કરી દેશે. આવા પૌરાણિક મહત્વથી જ શ્રાવણ મહિનામાં શિવ આરાધનાને શુભ અને ઝડપી ફળદાયી માનવામાં આવે છે. જેમાં શિવપૂજા, અભિષેક, શિવ સ્તુતિ, મંત્રજાપ, શિવ કથાને વાંચવી-સાંભળવી તે સાંસારિક કલેશ, અશાંતિ અને સંટકોથી રક્ષણ કરે છે. શ્રાવણ મહિનામાં શિવ ઉપાસના ગ્રહ શાંતિ દોષ અને પીડાનો અંત કરનારી પણ માનવામાં આવી છે.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

Leave a comment