જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!

bhagwan2

ભગવાનને પ્રસન્ન કરવા માટે આપણે દિવસમાં અનેક કામ કરતા હોઈએ છીએ. દરેક વ્યક્તિ કોઈને કોઈ ઈચ્છાને પૂરી કરવા માટે ભગવાનમાં શ્રદ્ધા તો રાખે જ છે. કોઈ ઈચ્છા ન હોય તો નિરોગી રહેવા માટે પણ વ્યક્તિ ભગવાનને પ્રાર્થના ચોક્કસપણે કરતો જ હોય છે. પૂર્ણ શ્રદ્ધા અને નિયમ પ્રમાણે કરવામાં આવેલી પૂજા ખૂબ જ સારું શુભફળ પ્રદાન કરે છે. જો તમે પણ કોઈ ખાસ ઈચ્છાથી કે પરિવારની સુખ-સંપત્તિ માટે પૂજા પાઠ કરતા હોવ તો કેટલીક બાબતો ધ્યાન રાખવી ખૂબ જ જરૂરી બને છે.

હિન્દુ ધર્મમાં ભગવાનને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાય જણાવ્યા છે અને અનેક નિયમો પણ જણાવ્યા છે. જેનું પાલન કરવું જરૂરી છે. જો તમે ઘરે પૂજા-પાઠ કરતા હોવ તો તમારે ઘરમાં ભગવાનની પૂજામાં કેટલીક બાબતો ધ્યાન રાખવી જરૂરી છે. જો મંદિરમાં પૂજા કરવામાં આવે તો મંદિરમાં પૂજા કરતી વખતે પણ કેટલીક બાબતો ધ્યાન રાખવી જરૂરી બને છે. આજે અમે તમને આ લેખમાં પૂજા-પાઠને લગતી કેટલીક બાબતો જણાવવા માગીએ છીએ જે ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. જો તેનું ધ્યાન રાખવામાં આવે તો પૂજા-પાઠનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે.

જાણો પૂજા-પાઠ અને ભગવાનને પ્રસન્ન રાખવાના નિયમો જે તમને સફળ સુખી અને સમૃદ્ધ બનાવી રાખે છે….

વિષ્ણુ ભગવાનના ભોગમાં તુલસીના પાન કેમ રાખવામાં આવે છે?

ભગવાનને ભોગ ધરાવવામાં આવે અને તેમાં તુલસીનું પાન ન હોય તો ભોગ અધૂરો ગણાય છે. તુલસીને પરંપરાથી ભોગમાં મૂકવામાં આવે છે કારણ કે શાસ્ત્રો પ્રમાણે તુલસીને વિષ્ણુજીની પ્રિય માનવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે તુલસીનો ભોગ લગાવવાથી ચાર ભાર ચાંદી અને એક ભાર સોનાના દાનના પુણ્ય બરાબર ફળ પ્રાપ્ત થાય છે અને તુલસી વગર ભગવાન ભોગ ગ્રહણ નથી કરતા તેને અસ્વીકાર કરે છે.

ભોગમાં તુલસી નાખવા પાછળ ધાર્મિક કારણ જ નહીં પણ તેની પાછળ અનેક વૈજ્ઞાનિક કારણ પણ છે. તુલસીના પાનમાં ઔષધિય ગુણ હોય છે. એકમાત્ર તુલસીનું પાન રોગપ્રતિરોધક એટલે કે એન્ટીબાયોટિક હોય છે. માટે જ તુલસીને ભોગમાં અનિવાર્ય ગણાવવામાં આવી છે જેથી લોકો દિવસમાં એકવાર પણ તુલસી ખાઇ શકે, જેથી તેમનું સ્વાસ્થ્ય યોગ્ય રહે. આ રીતે તુલસી સ્વાસ્થ્યવર્ધક હોય છે. તુલસીનો છોડ મેલેરિયાના જંતુઓનો નાશ કરે છે.

નવી શોધ દ્વારા જાણવા મળ્યું છે કે તેમાં કીનોલ, એસ્કાર્બિક એસિડ, કેરોટિન અને એલ્કેલાઇડ હોય છે. તુલસીના પાનવાળુ પાણી પીવાથી અનેક રોગો દૂર થાય છે. માટે ચરણામૃતમાં તુલસીનું પાન નાંખવામાં આવે છે. તુલસીના સ્પર્શ માત્રથી જ કેટલાક રોગો દૂર થાય છે. તુલસી પર કરવામાં આવેલા પ્રયોગોમાં સિદ્ધ થયું છે કે રક્તચાપ અને પાચનતંત્રના નિયમનમાં તથા માનસિક રોગોમાં તે લાભદાયક છે. તેનાથી રક્તકણોની વૃદ્ધિ થાય છે. તુલસી બ્રહ્મચર્યની રક્ષા કરે છે અને ત્રિદોષનાશક છે. તુલસી રક્તવિકાર, વાયુ, ખાસી, કૃમિ વગેરે નિવારે છે સાથે હૃદય માટે હિતકારી છે.

જાણો પૂજાની પરંપરામાં દીવા પ્રગટાવાય છે પરંતુ તે વિષય દિશામાં હોવા કેમ જરૂરી છે….

દીવડાઓ હંમેશા વિષમ સંખ્યામાં કેમ પ્રગટાવવામાં આવે છે?

દીવો જ્ઞાન અને રોશનીનું પ્રતીક છે. પૂજામાં દીપકનું ખાસ મહત્વ હોય છે. સામાન્ય રીતે વિષમ સંખ્યાવાળા દીવા પ્રગટાવવાની આપણે ત્યાં પરંપરા ચાલી આવે છે. દીપ પ્રજ્વલનનો ભાવ છે. આપણે અજ્ઞાનનો અંધકાર સમાપ્ત કરી પોતાના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવી પુરષાર્થ કરીએ. તેથી દીવડાઓ એક, ત્રણ, પાંચ, સાતની વિષમ સંખ્યામાં જ પ્રગટાવવામાં આવે છે. વિષમ સંખ્યામાં દીવડાઓથી વાતાવરણમાં સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે.

દીવો સળગાવાવથી વાતાવરણ શુદ્ધ થાય છે. દીવામાં ગાયના દૂધથી બનેલ ઘીનો ઉપયોગ કરવામાં આવે તો સારું અથવા બીજા ઘી કે તેલનો ઉપયોગ પણ કરી શકાય છે. ગાયના ઘીમાં રોગાણુઓ ભગાડવાની ક્ષમતા હોય છે. આ ઘી જ્યારે દીવામાં અગ્નિના સંપર્કથી વાતાવરણને પવિત્ર બનાવી દે છે. પ્રદૂષણ દૂર થાય છે. દીવો પ્રગટાવવાથી આખા ઘરને ફાયદો મળે છે પછી તે પૂજામાં સમ્મેલિત હોય અથવા ન હોય. દીવો પ્રગટાવવાથી ઘરને પ્રદૂષણ મુક્ત બનાવવાનો આ ક્રમ છે. દીપકમાં અગ્નિનો વાસ હોય છે જે પૃથ્વી ઉપર સૂરજનું રૂપ છે.

જાણો દિવસમાં કયા સમયે શુભ કામ ન કરવા જોઈએ કે સ્થગિત રાખવા જોઈએ…..

કયા સમયમાં શુભ કામો કરવાની મનાઈ હોય છે? કેમ

એવું માનવામાં આવે છે કે શુભ મૂહુર્તમાં કરવામાં આવેલ કાર્ય સફળ અને શુભ થાય છે. પરંતુ ભારતીય જ્યોતિષ પ્રમાણે દિવસમાં એક સયમ એવો આવે છે જ્યારે કોઈપણ શુભ કાર્ય કરવામાં નથી આવતું. તે સમય હોય છે રાહુકાળ…
રાહુકાળ વિશે એવું કહેવાય છે કે આ દરમિમાન જો કોઈ શુભ કામ કામ, લેવડદેવડ, યાત્રા કે અન્ય કોઈ નવું કામ શરૂ કરવામાં આવે તો તે અશુભ ફળ આપે છે. આ વાત પુરાતન કાળથી જ્યોતિષાચાર્યો આપણને બતાવી રહ્યા છે. પરંતુ રાહુકાળમાં એવું શું હોય છે કે, જેમાં કોઈપણ કાર્ય અશુભ અને અસફળ થાય છે?
તેની પાછળ તર્ક એવો છે કે જ્યોતિષ પ્રમાણે રાહુને પાપનો ગ્રહ માનવામાં આવે છે. દિવસમાં એક સમય એવો આવે છે જ્યારે રાહુનો પ્રભાવ ઘણો વધી જાય છે. અને આ દરમિયાન જો કોઈ શુભ કામ કરવામાં આવે તો તેની ઉપર રાહુનો પ્રભાવ પડે છે. જેનું કારણ એ છે કે તે કાર્ય અશુભ થઈ જાય છે અથવા અસફળતા હાથ લાગે છે. આ સમય રાહુકાળ કહેવાય છે.

કયા વારે ક્યારે હોય છે રાહુકાળ

દરરોજ એક નિશ્ચિત સમયે રાહુકાળ હોય છે અને તે દોઢ કલાકનો હોય છે. વારના હિસાબે તેને સમય આ પ્રમાણે છે…

રવિવાર- સાંજે 4:30 થી 6:00
સોમવારે- સાવારે 7:30 થી 9:00
મંગળવારે- બપોરે 3:00 થી 4:30
બુધવાર- બપોરે 10:00 થી 1:30
ગુરુવાર- બપોરે 1:30 થી 3:00
શુક્રવારે- સવારે 10:30 થી 10:00
શનિવાર- સવારે 9:00 થી 10:30

જાણો ગણેશપૂજામાં સોપારી ઉપયોગ થાય અને પૂજા પછી તેને ક્યાં રાખવી જોઈએ…

પૂજાની સોપારી તિજોરીમાં રાખવી કેમ ખાસ માનવામાં આવે છે?

કહેવાય છે કે પૂજાથી મનને શાંતિ અને એકાગ્રતા મળે છે. એટલે લોકો પોતાના ઘરમાં મોટા તહેવાર ઉપર કે વિશેષ પ્રસંગોએ પૂજાનું આયોજન કરે છે. પૂજાના સયમે સર્વપ્રથમ શ્રીગણેશની પૂજા કરવામાં આવે છે. ગણેશજીની મૂર્તિની સ્થાપનાની સાથે જ પૂજાની સોપારીમાં ગણેશજીનું આહ્વાન કરવામાં આવે છે. કારણ કે પૂજાના સમયે સૌથી પહેલા ગૌરી અને ગણેશની સ્થાપના કરવી જરૂરી માનવામાં આવે છે.ગણેશજીનું આહ્વાન પૂજાની સોપારીમાં કરવામાં આવે છે કારણ કે, શાસ્ત્રો પ્રમાણે પૂજાની સોપારી પૂર્ણ ફળ માનવામાં આવે છે. પૂજાની સોપારી પૂર્ણ અને અખંડિત હોય છે એટલે તેની પૂજાના સમયે ગૌરી-ગણેશના રૂપમાં માની તેની ઉપર જનોઈ ચઢાવવામાં આવે છે.

ત્યારબાદ તે પૂજાની સોપારીનું શું કરવું તે બાબતે મોટાભાગના લોકો દુવિધામાં રહે છે. કહેવાયું છે કે પૂજા સોપારીને પૂજા પછી તિજોરીમાં રાખવી જોઈએ કારણ કે શાસ્ત્રો પ્રમાણે એવી માન્યતા છે કે જ્યાં ગણેશજી અર્થાત્ બુદ્ધિના સ્વામીનો નિવાસ હોય ત્યાં લક્ષ્મીનો નિવાસ હોય છે. એટલે પૂજા સોપારીને પૂજા કર્યા બાદ તિજોરીમાં રાખવી જોઈએ કારણ કે તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિની સાથે-સાથે ઘરમાં લક્ષ્મીનો સ્થાયી નિવાસ થાય છે.

જાણો કે પૂજા ઘરમાં કંઈ વસ્તુઓ રાખવી જોઈએ અને કંઈ નહીં…

પૂજા ઘરમાં કેમ સાવરણી કે ડસ્ટબીન ન રાખવી?

કહેવાય છે કે રોજ નિયમિતરીતે ભગવાનની પૂજા આરાધનાથી માનસિક શાંતિ મળે છે. પૂજાથી સકારાત્મક ઊર્જા મળે છે. પૂજાથી મળતી આ ઊર્જાથી વ્યક્તિ પોતાનું કામ વધુ એકાગ્રતાથી કરવા લાગે છે પરંતુ પૂજાનું પૂરું ફળ મળે તેની માટે જરૂરી છે કે પૂજાઘર વાસ્તુ પ્રમાણે હોય. પૂજા ઘરનું વાસ્તુ યોગ્ય હોય તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે.
આમ તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પૂજાઘર ઈશાન ખૂણામાં હોવું જોઈએ કારણ કે ઈશાન ખૂણામાં બેસીને પૂર્વ દિશા તરફ મોં કરી પૂજા કરવાથી સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થાય છે. કારણ કે એ દિશા તરફથી બધી જ સારી દિશાઓ કે સકારાત્મક ઊર્જાઓની વર્ષા થાય છે. ઇશાન સાત્વિક ઊર્જાનો પ્રમુખ સ્ત્રોત હોય છે. કોઈ પણ ભવનમાં ઈશાન ખૂણો સૌથી ઠંડો ભાગ છે.
વાસ્તુ પુરુષનું માથુ ઈશાનમાં હોય છે. જે ઘરમાં ઈશાન ખૂણામાં દોષ હશે તે ઘરના લોકોને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે.
એટલે ઘરને આ ખૂણામાં સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ એવી માન્યતા છે કે પૂજા ઘરને ઈશાન ખૂણો અર્થાત્ ઉત્તર-પૂર્વ ખૂણામાં ઝાડુ અને ડસ્ટબીન વગેરે ન રાખવા જોઈએ કારણ કે એમ કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા વધે છે અને ઘરમાં બરકત નથી રહેતી અર્થાત્ સમૃદ્ધિ નથી રહેતી. એટલે વાસ્તુ પ્રમાણે જો શક્ય હોય તો પૂજા ઘરને સાફ કરવા માટે એક અલગ કપડું જ રાખવું જોઈએ અને તેને પણ સ્વચ્છ રાખીને જ સફાઈ કરવી જોઈએ.
બીજુ પૂજા કરતી વખતે સાવરણી અને કચરાંપેટી નજીકમાં હોય તો તેનાથી ભગવાનનું ધ્યાન કે પૂજામાં સારી રીતે મન નથી લાગતું એટલા માટે પણ નજીકમાં આ પ્રકારની નકારાત્મક ઊભી કરે તેવી વસ્તુઓ ન રાખવી.

જાણો મંદિરમાં દર્શન કરતી વખતે કંઈ વસ્તુઓ ન લઈ જવી જોઈએ…

કેમ મંદિરમાં નથી લઈ જવામાં આવતી ચામડાની વસ્તુઓ?

ઘણાં મંદિરો બહાર સ્પષ્ટ લખેલુ હોય છે કે ચામડામાંથી બનેલ કોઈ પણ વસ્તુઓ મંદિરમાં લઈ જવાની મનાઈ છે.એટલે કે કોઈ પણ પ્રકારની ચામડામાંથી બનેલી વસ્તુ જેવી કે પર્સ,બેલ્ટ,જેકેટ વગેરે મંદિરમાં લઈ જવુ ન જોઈએ.શું તમે જાણો છો કે ચામડામાંથી બનેલ વસ્તુ કેમ મંદિરમાં ન લઈ જવી જોઈએ.તો આ કારણો જાણવા આગળના ફોટા પર કલિક કરો.

શાસ્ત્રો અનુસાર ચામડા અને ચામડામાંથી બનેલ વસ્તુઓ ધાર્મિક દ્રષ્ટિએ અપવિત્ર માનવામાં આવે છે.ચામડાની વસ્તુઓ સાથે કોઈ પણ પ્રકારની વિધિ કે પૂજા થઈ શકે નહીં.

દરેક જાણે છે કે ચામડામાંથી બનેલ તમામ વસ્તુઓ જાનવરોના ચામડામાંથી બનાવવામાં આવે છે.માટે આ વસ્તુઓ અપવિત્ર માનવામાં આવે છે.માટે તેને મંદિરમાં લઈ જવાની મનાઈ હોય છે.

આજના સમયમાં ફેશન સાથે ચાલવા ચામડામાથી બનેલ વસ્તુઓનુ ઘણુ ચલણ છે.જાનવરોના શરીરની ખાલ ઉતારી પર્સ,બેલ્ટ,જેકેટ વગેરે વસ્તુઓ બનાવવામાં આવે છે.શાસ્ત્રો અનુસાર કોઈ પણ જીવની બલી લઈને ચામડામાંથી બનેલી વસ્તુઓ પવિત્ર નથી હોતી.

ચામડામાંથી આવનારી દુર્ગન્ધને દૂર કરવા માટે ઘણા પ્રકારના કેમિકલ્સનો પ્રયોગ કરવામાં આવે છે.આ પ્રકારના કેમિકલ્સ આપણા શરીર માટે નુકસાનકારક હોય છે.

સામાન્ય રીતે ચામડામાંથી બનેલ વસ્તુઓ પર પાણી લાગવાથી તે સડી જાય છે.જે આપણા શરીર માટે નુકસાનકારક પણ છે,આ દરેક વાતો ધ્યાનમાં રાખી મંદિરોમાં ચામડાની વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવે છે.

જાણો ઘરેથી રોજ નિકળો ત્યારે કયા પાંચ કામનું ખાસ ધ્યાન રાખવું જોઈએ….

ઘરેથી નિકળતા પહેલા રોજ કરવા જોઈએ આ 5 કામ, કેમ કે!

એવું માનવામાં આવે છે કે શરૂઆત સારી તો બધુ સારું જ હોય છે. આ વાતનું ધ્યાન આપીને વિદ્વાનો દ્વારા દિવસની શરૂઆત સારી કરવા માટે અનેક પરંપરાઓ બનાવી છે. ઘરેથી નિકળતા પહેલા આ નાના-નાના કામ કરવાથી દિવસભરના કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે. સાથે જ મન પ્રસન્ન રહે છે અને આપણે ઊર્જાવાન બની રહીએ છીએ. અહીં પાંચ એવી પરંપરા બતાવી છે જેને પ્રતિદિન અપનાવવાથી તમે ચોક્કસપણે સફળતા મેળવી શકો છો અને ખરાબ સમય દૂર થઈ જાય છે.

–સૌથી પહેલા જમણા પગને ઘરની બહાર રાખો, કોઈપણ કામની શરૂઆત જમણા હાથ અને જમણા પગ આગળ રાખીને કરવી જોઈએ તો સફળતા ચોક્કસ પ્રાપ્ત થાય છે.

-માતા-પિતાના આશીર્વાદ લઈ દરરોજ ઘરેથી નિકળતા પહેલા માતા-પિતાના આશીર્વાદ લેવા જોઈએ. જે લોકો સાથે તેના માતા-પિતા રહે છે તેનાથી બધા દેવી-દેવતા પણ પ્રસન્ન રહે છે. તેનાથી વિપરિત જે લોકો માતા-પિતાનું સન્માન નથીકરતા અને તેમને દુઃખ આપે છે તેઓ અનેક પરેશાનીઓમાં સદૈવ ગુંચવાયેલ રહે છે. આથીઃ ઘરેથી નિકળતા પહેલા માતા-પિતાના પગે લાગો અને આશીર્વાદ લો.

– તુલસીના પત્તા ખાઓઃ- સામાન્ય રીતે તુલસીનો છોડ બધાના ઘરમાં હોય. છે. શાસ્ત્રો પ્રમાણે તુલસીને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. જે ઘરમાં તુલસીની પૂજા દરરોજ કરવામાં આવે છે ત્યાં મહાલક્ષ્મીની કૃપા બનીરહે છે. રૂપિયા સાથે સંબંધિત પરેશાનીઓ તે ઘરમાં નથી રહેતી. તુલસી એક ઔષધીય છોડ છે. દરરોજ તુલસી ખાવાથી રોગોથી બચાવ થાય છે. સાથે જ તુલસીથી પ્રાપ્ત થતુ પુણ્ય લાભ પણ આપે છે.

– ઘરના મંદિરમાં વિરાજિત ભગવાનના દર્શન કરો, ઘરના મંિદરમાં દેવી-દેવતાઓના દર્શન દરરોજ કરવા જોઈએ. ઘરેથી નિકળતા પહેલા એકવાર તેની સમક્ષ પ્રાર્થના કરવામાં આવે તો નિઃસંદેહ વ્યક્તિનો દિવસ શુભ રહે છે. ભગવાનની કૃપા બની રહે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

Leave a comment