Category Archives: ફેંગશૂઈ फेंगशुई Fengsui

વાસ્તુશાસ્ત્રથી પરિવારમાં છલકશે સુખ-સંપત્તિ ને સંપન્નતા, ઘરમાં કરો આ નાના-નાના ફેરફાર…!!

home12

ઘર બને છે પતિ-પત્ની અને પરિવારથી, પતિ-પત્ની પોતાની મૂળભૂત ફરજો યોગ્ય રીતે નિભાવતા હોય તો પરિવારમાં ક્યારેય દુઃખ આવતા નથી હોતા. પારંપરિક રીતે પુરુષો બહારનું કામ કરીને પરિવારનું પાલન-પોષણ કરે છે તો મહિલાઓ પણ પુરુષોની સાથે આજે કામ કરવા લાગી છે, પણ આજે આપણે ત્યાં સ્ત્રીઓને ઘરની રાજરાણી તરીકે જ ઓળખવામાં આવે છે અને ઘરની બધી જવાબદારી તેના ઉપર જ હોય છે.

સુખી રહેવા માટે સંબંધોમાં સામજસ્યની સાથે ઘરની બીજી પણ ઘણી બાબતો મહત્વ ધરાવે છે જેમ કે ઘરનું યોગ્ય વાસ્તુ હોય તો ઘરમાં ક્યારેય દુઃખ નથી આવતા. વાસ્તું શાસ્ત્રમાં દિશાનું ઘણું મહત્વ હોય છે. જો ઘરમાં દિશા પ્રમાણે વસ્તુઓને રાખવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિની અને હકારાત્મક ઉર્જાનો સંગ્રહ થાય છે. પરંતુ વાસ્તુમાં કુશળ સ્ત્રી વગર ઘર બનતું નથી. ઘરની સ્વચ્છતા, વ્યવસ્થિતપણું, સુંદરતા, અતિથિનું સ્વાગત, દેવપૂજા, ઘરમાં શાંતિ જાળવવી, પાપી અને કુકર્મીને દૂર રાખવા, વડીલો અને બ્રાહ્મણોનું માન રાખવું, બાળકોને વ્યસનોથી બચાવવાં વગેરે ઘરની સ્ત્રીઓ જ કરે છે.

અજમાવી તો જુઓ: તમારા બાળકો શ્રેષ્ઠ અભ્યાસ કરી શકે તે માટે અપનાવો અસરકારક વાસ્તુ ટિપ્સ…!!!

વાસ્તુ પ્રમાણે ઇશાન દિશાનું મહત્વઃ-

– વાસ્તુશાસ્ત્રમાં ઇશાન દિશાને પવિત્ર માનવામાં આવે છે, તેથી ઘરમાં હંમેશાં ઇશાન દિશાને સ્વચ્છ અને પવિત્ર રાખવી. કચરાની ડોલ, ભંગાર માલ, બિનજરૂરી વસ્તુ અથવા કાટ ખાતી વસ્તુઓનો સંગ્રહ આ દિશામાં કરવો નહીં. આ દિશામાં ઝાડુ પણ ન મૂકવું.

– ઇશાન દિશામાં બેસીને વાદવિવાદ, ઝઘડો, બૂમાબૂમ ટાળવી. ઘરની ઇશાન દિશામાં જરૂરિયાત વિનાનો સામાન ન રાખવો. આ દિશામાં શક્ય હોય તો પાણીનું માટલું રાખવું.

-ઘરની ઇશાન દિશા જેટલી ખુલ્લી હશે તેટલી જ હકારાત્મક ઉર્જા આપણા ઘરમાં પ્રવેશ કરશે માટે જો તમારા ઘરમાં ઇશાન બાજુની બાલ્કની હોય તો તે ક્યારેય પણ બંધ ન કરવી આવું કરવાથી ભાગ્ય રુંધાય છે.

વાસ્તુ પ્રમાણે અગ્નિ દિશાનું મહત્વઃ-

-ઘરમાં રસોડું અગ્નિ દિશામાં રાખવું. સાથે જ, અગ્નિને અગ્નિ દિશામાં પેટાવવું જેથી અગ્નિ દેવતા કોપાયમાન થતા નથી. આ દિશામાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે, અગ્નિ દિશામાં પાણીનો સંગ્રહ કરવો નહીં આવું કરવાથી ઘરના સભ્યોનું આરોગ્ય બગડે છે.

– દિવસના ૨૪ કલાકમાં ૮ કલાક વિશ્રાંતિની દૃષ્ટિએ ખૂબ જ મહત્વના છે. શયનકક્ષ ઇશાન કે પૂર્વમાં ન રાખવો. અગ્નિ દિશામાં પણ ન રાખવો. ૨૪ કલાક સ્ત્રી ઘરમાં હોય છે, તેથી વાસ્તુની અસર તેના પર વધારે હોય છે.

વાસ્તુ પ્રમાણે ઉત્તર અને પૂર્વ દિશાનું મહત્વઃ-

– પ્રાતઃકાળે સ્નાન કરીને પૂર્વ દિશામાં સૂર્યનારાયણની પૂજા કરવી, તુલસીને પાણી અર્પણ કરવું. સવારે તુલસી માતાની પૂજા કરવાથી ઘરના બધા જ સભ્યોનું આરોગ્ય સારું રહે છે. સાથે જ, જીવનમાં સારાં કાર્યો થાય.

-ઘરના ઉત્તર દિશા તરફનાં બારી-બારણાં હમેશાં ખુલ્લાં જ રાખવાં. પૂર્વની જેમ જ ઉત્તર તરફની બાલ્કની પણ ક્યારેય બંધ ન કરવી.

-ઘરમાં પૂર્વ દિશાનું ખૂબ જ મહત્વ હોય છે. સાથે જ, જો ઘરનું રસોડું પણ પૂર્વ દિશામાં હોય અને રસોઈ કરતી સમયે ગૃહિણીનું મુખ પણ પૂર્વ દિશા તરફ રહે તો ઘરમાં હકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. અને ઘર પર હમેશાં લક્ષ્મી કૃપા બની રહે છે.

વાસ્તુ પ્રમાણે દક્ષિણ અને પશ્ચિમ દિશાનું મહત્વઃ-

– ઘરમાં બને ત્યાં સુધી દક્ષિણ અને પશ્ચિમ દિશા તરફના દરવાજાનો કરાવવો નહીં. અને જો ઘરમાં પહેલાંથી જ આ દિશામાં દરવાજો હોય તો તેનો વપરાશ શક્ય હોય તો બંધ રાખવો.

-સુતી સમયે દક્ષિણ દિશામાં ક્યારેય પગ રાખવા નહીં. મગજમાં લોહીનો પુરવઠો અનિયમિત થવાથી આખો દિવસ બેચેની રહે છે. શારીરિક કે માનસિક સમતોલન બગડે છે તથા અસાધ્ય રોગ થાય છે.

– સોફાસેટ, લોખંડનું કબાટ, ગ્રાઇન્ડર, લોખંડના હથિયાર એવી ભારે વસ્તુઓ દક્ષિણ તરફથી પશ્ચિમ તરફ ઊતરતી ઊંચાઈ પર ગોઠવવી.

વાસ્તુશાસ્ત્ર મુજબ અન્ય ઉપાયઃ-

– ઘરમાં એકાદ તુલસીનો છોડ હોવો જોઈએ. જે ઘરમાં તુલસી આપોઆપ આવે, ફૂલે ને ફળે તે વાસ્તુ (ઘર)પવિત્ર હોય છે. જે વાસ્તુમાં તુલસી ટકે નહીં તે વાસ્તુમાં કોઈ દોષ હોવાની શક્યતા રહે છે. તુલસી તરફ દુર્લક્ષ ન રાખવું જોઈએ. પાણી વગરની, દેખરેખ વગરની તુલસી ઘરમાં હોય ત્યાં કંઈક અનિષ્ટ થઈ શકે છે એમ સમજવું.

– પૂજાસ્થાન કે મંદિર બને ત્યાં સુધી રસોડામાં ન રાખવું. તેમજ પૂજાસ્થાન નીચે કે ઉપર બોજો અથવા સામાન મૂકવો નહીં. રસોડામાં પૂજાસ્થાનની પવિત્રતા સચવાતી નથી.

– મુખ્ય દરવાજા પર કોઈ ને કોઈ મંગલ ચિહ્ન રાખવાથી વાસ્તુમાં રહેનારની સુરક્ષિતતા જળવાય છે. દા.ત., ઓમ, ગણપતિ, લક્ષ્મી, સ્વસ્તિક, મંગલ કળશ વગેરે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.
વાસ્તુશાસ્ત્રના સુવર્ણ ઉપાયો: નોકરી ન મળતી હોય તો ઘરના વાસ્તુદોષનું નિવારણ કરો…!!!
ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!
અસરકારક વાસ્તુ શાસ્ત્ર: સન્માન અને સમૃદ્ધિ વધારવા, ઘરના આ ખૂણામાં કરો નાના-નાના ફેરફાર…!!!
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.
ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!
જાણો..કામ લાગશે…તોડફોડ કર્યા વગર ઘરના દોષ દૂર કરતું ફેંગશૂઈ…!!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…વાસ્તુશાસ્ત્ર તમારો વેપાર વધારી શકે છે..!!!
શાસ્ત્રોક્ત ઉપાય: ધંધામાં આવક ડબલ કરવા, અપનાવો આ નાના-નાના સચોટ ઉપાય…!!
ફેંગશુઈના 15માંથી કોઇ 1નો કરો ઉપાય, ઘરથી ક્યારેય દૂર નહીં થાય સુખ+સમૃદ્ધિ
જાણો ઉકેલ…દીકરીના લગ્નમાં વિઘ્નો ઉત્પન્ન કરે છે આ દોષો, આજે જ જાણી કરો દૂર…!!
જાણો…દરેક કામમાં અતિશુભ ફળ મેળવવું હોય તો ધ્યાનમાં રાખવી આ 15 વાતો..!!!
ઘરમાં થાક, અનિદ્રા, તણાવ અનુભવો છે? હોઈ શકે છે વાસ્તુદોષ..!
તમારા ઘરમાં ચોક્કસ હોવી જોઇએ, ધનને આકર્ષતી આ 15માંથી 1 વસ્તુ!

જાણો..કામ લાગશે…તોડફોડ કર્યા વગર ઘરના દોષ દૂર કરતું ફેંગશૂઈ…!!!

fengsui

ફેંગશૂઈ ચીનની એક વિદ્યા છે. જે માનવ કલ્યાણ માટે છે. ફેંગશૂઈ બે શબ્દ ફેંગ અને શૂઈથી બનેલો છે. આ ચીનની વાસ્તુશાસ્ત્રીય પદ્ધતિ છે. ચીની ભાષામાં ફેંગનો અર્થ થાય છે જળ અને શૂઈનો અર્થ છે વાયુ. આ વિજ્ઞાાન આપણને જણાવે છે કે આપણે આપણી આસપાસની વસ્તુઓને આકાર, રંગ, તત્ત્વ, ગ્રહ અને અંકો અનુસાર કઈ દિશામાં રાખી શકીએ. જો તે બધુ ફેંગશૂઈ પ્રમાણે ન હોય તો ફેંગશૂઈના વિવિધ ઉપકરણો કે વસ્તુઓ દ્વારા પણ દોષ દૂર કરી શકાય છે

ફેંગશૂઈના આધારે કરવામાં આવેલું સંશોધન કોઈ પણ સામાન્ય મનુષ્યના ભાગ્યને સારું કરવાનો સરળ ઉપાય છે. તેને ભાગ્યનો ત્રિત્વ કહે છે. ભાગ્ય ત્રણ પ્રકારના હોય છે. (૧) પૃથ્વીથી પ્રાપ્ત થતું ભાગ્ય. (ર) મનુષ્યનું પોતાની જાતે પ્રાપ્ત કરેલું ભાગ્ય અને (૩) સ્વર્ગ દ્વારા પ્રાપ્ત કરેલું ભાગ્ય. દરેક વ્યક્તિ પોતપોતાના સામર્થ્ય અનુસાર પૂરી શક્તિથી કામ કરે છે. ફેંગશૂઈના ઉપયોગથી આપણે આપણા ઘરને સામંજસ્યપૂર્ણ બનાવીને સ્વયંને પહેલાંથી વધારે પ્રસન્ન, સ્વસ્થ તથા જીવનની પ્રત્યેક ક્ષણને વધારે સફળ બનાવી શકીએ છીએ. અહીં આવી જ કેટલીક ફેંગશૂઈ વસ્તુઓ પ્રસ્તુત છે.

જાણો..કામ લાગશે…વાસ્તુશાસ્ત્ર તમારો વેપાર વધારી શકે છે..!!!

ફેંગશૂઈની ઉપયોગી વસ્તુઓ:

ફેંગશૂઈમાં વિવિધ ઉપકરણો કે વસ્તુઓ દ્વારા વાસ્તુદોષને દૂર કરી શકાય છે. આ બધી જ વસ્તુઓ ઘર, ઓફિસ, દુકાન, ફેક્ટરી વગેરે જેવી બધી જ જગ્યાઓ કે જ્યાં વાસ્તુ પ્રમાણે ગોઠવણ હોવી જોઈએ ત્યાં બધે જ ઉપયોગી છે. ફેંગશૂઈની વિવિધ વસ્તુઓ અને તેના પ્રભાવને જાણીએ.

બાગુઆ : તેને મુખ્ય શયનખંડના દ્વાર પર બહારની બાજુ લગાવવો જોઈએ. તેને કાર્યાલયના દ્વાર પર પણ આપણે લગાવી શકીએ છીએ. તેને લગાવવાથી મકાન કે ખંડમાં નકારાત્મક ઊર્જા પ્રવેશ કરતી નથી.

પાકુઆ : મુખ્ય દ્વારની સામે કોઈ પણ પ્રકારનો દ્વારવેધ અથવા અશુભ સ્થાન હોય ત્યારે તેને દ્વારની ઉપર બહારની બાજુએ લગાવવામાં આવે છે. જેનાથી નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશ કરતી નથી.

ક્રિસ્ટલ બોલ : ક્રિસ્ટલ ઊર્જાવર્ધક હોય છે. પૂર્વ દિશામાં લગાવવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. ઉત્તર-પશ્ચિમ દિશામાં લગાવવાથી દાંપત્યસંબંધો સુધરે છે તથા પશ્ચિમમાં લગાવવાથી સંતાનસુખ મળે છે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

વિંડ ચાઈમ : વિંડ ચાઈમ એટલે કે હવાથી જેમાં ઝણકાર થાય તેવી પવન ઘંટડી. વિંડ ચાઈમ ઘર તથા વ્યાપારના વાતાવરણને મધુર બનાવે છે. વાસ્તુ અને ફેંગશૂઈનાં પાંચ તત્ત્વોને દર્શાવવાળી પાંચ રોડની વિંડ ચાઈમ શુભ માનવામાં આવે છે. તેને ઘરના મધ્યસ્થાને લગાવવાથી સ્વાસ્થ્ય લાભ તથા ઉત્તર-પશ્ચિમમાં લગાવવાથી જીવનમાં નવા સુઅવસર પ્રાપ્ત થાય છે.

લાફિંગ બુદ્ધા : હસતા બુદ્ધની મૂર્તિ ધન-સંપત્તિના દેવતાઓમાંની એક માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સંપન્નતા, સફળતા અને સમૃદ્ધિ આવે છે પરંતુ આ મૂર્તિને શયનખંડ કે રસોડામાં ક્યારેય રાખવી જોઈએ નહીં.

ત્રણ પગવાળો દેડકો : મોંમાં સિક્કા લીધેલ ત્રણ પગવાળો દેડકો પણ એ પ્રકારે રાખવો જોઈએ કે જેથી એવું લાગે કે તે ધન લઈને ઘરની અંદર આવી રહ્યો છે. તેને શૌચાલય કે રસોડામાં ક્યારેય રાખવો જોઈએ નહીં.

અસરકારક વાસ્તુ શાસ્ત્ર: સન્માન અને સમૃદ્ધિ વધારવા, ઘરના આ ખૂણામાં કરો નાના-નાના ફેરફાર…!!!

ધાતુનો કાચબો : ધાતુનો કાચબો આયુષ્ય વધારનાર તથા ધન-સમૃદ્ધિમાં વધારો કરનાર હોય છે. તેને ભગવાન વિષ્ણુનો કચ્છપ અવતાર માનવામાં આવે છે.

લવ બર્ડ્સ : પતિ-પત્ની વચ્ચેના પરસ્પરના સંબંધો મધુર બનાવવા માટે તેને શયનખંડમાં રાખવામાં આવે છે. લવ બર્ડ્સ દાંપત્યજીવનમાં પ્રેમ અને સૌહાર્દ જાળવી રાખે છે. તેને ઘરમાં રાખતી વખતે એક વાતનું ધ્યાન રાખો કે પિંજરાની અંદર કેદ ન હોય.

મેનડેરિયન ડક : કુંવારા છોકરા કે છોકરીનાં લગ્ન માટે મેનડેરિયન ડકના જોડાને એ છોકરા કે છોકરીના રૂમમાં દક્ષિણ-પશ્ચિમ ભાગમાં લગાવવામાં આવે છે. જેનાથી કુંવારા લોકોનાં લગ્ન ઝડપથી થઈ જાય છે.

વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

એજ્યુકેશન ટાવર : એજ્યુકેશન ટાવર સામે રાખીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરે તો અભ્યાસમાં ધ્યાન એકાગ્રચિત થઈ જાય છે. તેનાથી ઈચ્છાશક્તિ તથા તર્કશક્તિમાં વૃદ્ધિ થાય છે. વધારે અભ્યાસ કરવાની પ્રેરણા પણ મળે છે.

બેવડું ખુશી સંકેત : આ ચિહ્નને ઘરના દક્ષિણ-પશ્ચિમમાં લગાવવાથી ઘરમાં ખુશીઓના અવસર વધે છે તથા વિવાહયોગ્ય છોકરા-છોકરીનાં લગ્ન જલદી થઈ જાય છે.

મિસ્ટેક નોટ સિમ્બોલ : તે એક રહસ્યમયી ગાંઠ છે એટલે કે જેનો પ્રારંભ ખબર નથી તથા અંત પણ ખબર નથી. આ ચિહ્નને ઘર તથા ઓફિસની ઉત્તર દિશામાં લગાવવાથી ધન તથા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે.

એનિમલ સેટ : તેને ડ્રોઈંગ રૂમની ચારે દિશાઓમાં લગાવવામાં આવે છે. ડ્રેગન પૂર્વની દીવાલ પર, ટાઈગર પશ્ચિમની દીવાલ પર, ફિનિક્સ દક્ષિણની દીવાલ પર તથા કાચબો ઉત્તરની દીવાલ પર લગાવવામાં આવે છે. એનિમલ સેટ લગાવવાથી વ્યક્તિની ચારે બાજુ પ્રગતિ થાય છે.

ભાગ્યશાળી સિક્કા : ત્રણ ભાગ્યશાળી ચીની સિક્કા ઘરના મુખ્ય દ્વારના અંદરની તરફના હેન્ડલ પર બાંધવામાં આવે છે. તેને લગાવવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. પરિવારના દરેક સદસ્યને તેનાથી લાભ થાય છે. આ સિક્કાઓને પર્સમાં રાખવાથી ધનની વૃદ્ધિ થાય છે.

રત્નોનો છોડ : રત્નોના છોડને જેમ ટ્રી પણ કહે છે. ઘરમાં સુખ, શાંતિ તથા ધનને વધારવા માટે તેને ઘરમાં લગાવવામાં આવે છે. લીલા રંગનો છોડ ઉત્તર દિશામાં તથા મિશ્રિત રંગોનો છોડ દક્ષિણ-પશ્ચિમ દિશામાં લગાવવો જોઈએ.

વાંસળી : બીમના પ્રભાવને ઓછો કરવા માટે વાંસળીઓ પર લાલ રિબિન લપેટીને બીમ સાથે એવી રીતે લટકાવવામાં આવે છે કે જેથી વાંસળીનું મુખ નીચેની તરફ રહે અને પરસ્પર ત્રિકોણ બનાવે.

સોનેરી માછલી : સોનેરી માછલી એટલે કે ગોલ્ડ ફિશ ધન અને સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે. ગોલ્ડ ફિશવાળું માછલી ઘર ડ્રોઈંગ રૂમમાં રાખવું જોઈએ. તેને રાખવાની યોગ્ય દિશાઓ પૂર્વ, દક્ષિણ-પૂર્વ તથા ઉત્તર છે. આ માછલીઓની સંખ્યા નવ હોવી જોઈએ.

ડ્રેગનના મોંવાળી બોટ : સંયુક્ત પરિવારને એક સાથે રાખવા માટે એટલે કે બધાં જ એક તાંતણે બંધાઈ રહે તે માટે તેને ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં રાખવી જોઈએ.

ક્રિસ્ટલ ગ્લોબલ : ક્રિસ્ટલ ગ્લોબલને ઘર અથવા વ્યાપારિક સ્થળે એવી રીતે રાખવો જોઈએ કે જેથી એ તમારી સામે રહે અને દિવસમાં ઓછામાં ઓછો ત્રણવાર તેને ફેરવવો જોઈએ. તે કરિયર તથા વહેપારની સફળતામાં સહાયક સિદ્ધ થાય છે.

ઝુમ્મર (ચી) : ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશા પૃથ્વી તત્ત્વ સાથે સંબંધ ધરાવે છે. તે વિવાહ તથા પરસ્પરના સંબંધ સાથે જોડાયેલ છે. દરરોજ સાંજના સમયે બે કલાક સળગતું (ચાલુ) રાખવાથી પરિવારના સદસ્યોમાં હળવા-મળવાની ભાવના પ્રબળ બને છે. સાથે-સાથે અવિવાહિત વ્યક્તિઓના વિવાહ થવાની સંભાવનાઓ વધી જાય છે.

પવન ઘંટડી : તેને મુખ્ય દરવાજાની પાસે લટકાવવામાં આવે છે. બેઠકખંડ અથવા કાર્યાલયમાં લગાવવાથી તે સમૃદ્ધિ પ્રદાન કરે છે. તેનો પવિત્ર ધ્વનિ નકારાત્મક ઊર્જાને ઓછી કરીને સકારાત્મક ઊર્જા વધારે છે. મંત્રોના ધ્વનિ અને પવિત્ર ધૂનથી વાસ્તુદોષ નષ્ટ થઈને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જોકે પવન ઘંટડી બધી જ જગ્યાએ કે ક્ષેત્રોમાં ન લટકાવવી જોઈએ કારણ કે તેને લટકાવવાનું સ્થાન જ વધારે મહત્ત્વપૂર્ણ હોય છે.

ફિનિક્સ : ફેંગશૂઈ અનુસાર તે ઈચ્છા પૂરી થવાવાળા ભાગ્યનું પ્રતીક છે. ભાગ્યને ક્રિયાશીલ કરવા માટે ફિનિક્સના પ્રતીકના રૂપમાં તેના ચિત્ર અથવા પેઈન્ટિંગ દક્ષિણમાં લગાવો.

કુક, લુક અને સાઉ : આ ક્રમશઃ સમૃદ્ધિ, ઉચ્ચ શ્રેણી તથા દીર્ઘાયુના દેવતા છે. તેમની ઉપસ્થિતિ માત્ર પ્રતીકાત્મક હોય છે. તેમની પૂજા કરવામાં આવતી નથી. ઘરમાં તેમની ઉપસ્થિતિ અત્યંત ભાગ્યશાળી માનવામાં આવે છે. કુક સમૃદ્ધિના દેવતા છે. તે અન્ય બંને દેવતાઓથી કદમાં ઊંચા છે. સામાન્ય રીતે તેમને વચ્ચે રાખવામાં આવે છે. કુક-લુક-સાઉ ત્રણે મળીને અત્યંત મહત્ત્વપૂર્ણ સૌભાગ્યનું પ્રતિનિધિત્વ કરે છે. તેમની ઉપસ્થિતિ સમૃદ્ધિ, પ્રભુત્વ, સન્માન, દીર્ઘાયુ તથા સારા સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરે છે.

ડ્રેગન : ડ્રેગન ઉત્તમ યોગ ઊર્જાનો પ્રતીક છે. તેનો સંબંધ પૂર્વ દિશા સાથે જોડાયેલો છે. આ દિશાનું તત્ત્વ કાષ્ટ (લાકડું) છે. આથી લાકડાની નક્કાશીવાળો ડ્રેગન સારો રહે છે. તમે માટી અને સ્ફટિકથી બનેલો ડ્રેગન પણ રાખી શકો છો પરંતુ ધાતુનો ક્યારેય ન રાખશો કારણ કે પૂર્વ દિશામાં ધાતુ લાકડાને નષ્ટ કરી નાખે છે. ડ્રેગન ઉત્તમ યોગ ઊર્જાનો પ્રતીક હોવાને કારણે દુકાન, હોટેલ, રેસ્ટોરન્ટ, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ જ્યાં આ ઊર્જાની વધારે આવશ્યક્તા હોય છે, લોકોના આવવા-જવાનું વધારે રહે છે ત્યાં પણ પૂર્વ દિશામાં ચિત્ર રાખવું બહુ સારું રહે છે. તેને શયનખંડમાં ન રાખશો કારણ કે ત્યાં યોગ ઊર્જાની જરૂર હોતી નથી.

ફેંગશૂઈ વસ્તુઓની ટિપ્સ:

  • ઘરમાં કેકટસનો છોડ ન રાખશો કારણ કે કેકટસનો છોડ નકારાત્મક ઊર્જા પ્રવાહિત કરે છે.
  • સુકાયેલા ફૂલ નકારાત્મક ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. તે મુરઝાય તેવા તરત જ ફેંકી દો. જોકે તાજાં ફૂલ સૌભાગ્યવર્ધક હોય છે.
  • બંધ પડેલી ઘડિયાળ નકારાત્મક ઊર્જાનું પ્રતીક છે. આથી તેને તુરંત જ ઠીક કરાવો.
  • ઘરમાં હિંસાત્મક દૃશ્ય ના લગાવશો. ઘરના સદસ્યો તણાવમાં રહે છે.
  • રાત્રે ઘરની બહાર કપડાં સૂકવવાથી નકારાત્મક ચી પહેરવાવાળાના મન પર ખરાબ પ્રભાવ પાડે છે.
  • શૌચાલયનો દરવાજો ક્યારેય ખુલ્લો રાખવો જોઈએ નહીં. આમ કરવાથી નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશ કરે છે.
  • દરવાજાની ઉપર કેલેન્ડર અથવા ઘડિયાળ ના લટકાવશો કારણ કે તે આયુષ્યને પ્રભાવિત કરે છે.
  • કેશ બોક્સ, બેન્ક પાસબુક, કેશ રજિસ્ટર પર ત્રણ ફેંગશૂઈ સિક્કા લગાવવાથી આવકમાં વૃદ્ધિ થાય છે.
  • લાલ દોરામાં બાંધેલ ત્રણ ફેંગશૂઈ સિક્કા તથા ત્રણ નાની-નાની ઘંટડીઓ દરવાજામાં લટકાવવાથી સમૃદ્ધિ આવે છે પરંતુ તે એવા દરવાજા પાછળ ન લટકાવવી જોઈએ કે જે બહારની તરફ ખૂલતા હોય.
  • મોંમાં સિક્કા લીધા હોય તેવો ત્રણ પગવાળો દેડકો ઘરમાં એવી રીતે રાખો કે જેથી એવું લાગે કે તે ઘરમાં પ્રવેશ કરી રહ્યો છે. તેનાથી એવું પ્રતીત થાય છે કે દેડકો ઘરમાં ધન લાવી રહ્યો છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જો તેનું મોં ઊલટું હોય તો પ્રભાવ પણ ઊલટો પડશે. તેને ડ્રોઈંગ રૂમમાં રાખવો શુભ છે. તેને શૌચાલયમાં રાખવો જોઈએ નહીં.
  • સૌભાગ્યવૃદ્ધિ માટે ઘરમાં ડ્રેગન રાખો. તેને ડ્રોઈંગ રૂમમાં રખાય, પરંતુ શયનખંડમાં રાખવો જોઈએ નહીં.
  • ડ્રેગનના મોંવાળી બોટ ઘરમાં રાખો. આપણો પરિવાર લાંબા સમય સુધી સુખ-સમૃદ્ધિથી ચાલતો રહેશે તે વાતનું તે પ્રતીક છે.
  • ધન-સમૃદ્ધિ માટે ઘરમાં કેશ-જ્વેલરી રાખવાની જગ્યાએ સોનાની નાવ (હોડી) રાખો. તેને દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવામાં આવે છે.
  • કરિયર, એજ્યુકેશન તથા વ્યાપારમાં સફળતા માટે ક્રિસ્ટલ ગ્લોબ રૂમમાં રાખો. તેને દિવસમાં ત્રણવાર ફેરવો. તેનાથી ગ્લોબમાંથી નીકળેલી સકારાત્મક ઊર્જા આખા ક્ષેત્રમાં ફેલાઈ જાય છે. પ્રયોગ કરતાં પહેલાં ગ્લેબને સ્ટેન્ડ પરથી ઉતારી મીઠાના પાણીમાં ધોઈને કાચમાં વાસણમાં મૂકીને બે-ત્રણ કલાક સવારના તડકામાં રાખવામાં આવે છે.
  • પશ્ચિમ તથા ઉત્તર-પશ્ચિમ દિશામાં ધાતુમાંથી બનેલ સિક્કાનો વાટકો અથવા છોડ રાખવાથી મિત્રોની સંખ્યા વધે છે.
  • પતિ-પત્નીના શયનખંડમાં લવબર્ડ લગાવવાથી તેમની વચ્ચે પ્રેમ વધે છે. લવબર્ડ ખરીદતી વખતે ધ્યાન રાખો કે તેમાં બે જ પક્ષી હોય.
  • જે બાળકોનું અભ્યાસમાં મન ના લાગતું હોય તેમના સ્ટડી ટેબલ પર એજ્યુકેશન ટાવર રાખવાથી લાભ થાય છે. તેને ઉત્તર-પૂર્વ દિશામાં રાખવું જોઈએ.
  • ચીનમાં ચંદ્રને વિવાહ (લગ્ન)નો દેવતા માનવામાં આવે છે. પૂર્ણિમાના દિવસે અવિવાહિત કન્યાએ એક સંતરુ નહેર, નદી અથવા સમુદ્રમાં વહાવવું જોઈએ. એક માન્યતા મુજબ વાયુ અને જળના દેવતા કન્યાનો સંદેશો ચંદ્ર સુધી પહોંચાડે છે, જેનાથી કન્યાને મનપસંદ વર મળે છે.
  • ચંદ્રની રોશની (અજવાળું) અથવા ચંદ્રમાનું ચિત્ર અવિવાહિત કન્યાઓના રૂમમાં રાખવાથી તેમને યોગ્ય અને મનપસંદ વર મળે છે.
  • બે લોકો વચ્ચેના સંબંધમાં સુમેળ જળવાઈ રહે તે માટે બે ડોલ્ફિનનું ચિત્ર લગાવો. જો તમારો બિઝનેસ પાર્ટનરશિપમાં હોય તો પણ તમે ડોલ્ફિનનું ચિત્ર લગાવી શકો છો. તેનાથી લાભ થાય છે.
  • સમડી સુરક્ષાની પ્રતીક છે. તેની મૂર્તિ ઘરમાં રાખવાથી બીમારીઓ તથા દુશ્મનોથી રક્ષા થાય છે.
  • માછલીઓ સંપત્તિ અને સમૃદ્ધિ અપાવે છે. આથી નાની માછલીની મૂર્તિ ઘરની તિજોરીમાં રાખો. તેને દક્ષિણ-પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખવામાં આવે છે.

સાભાર: સંદેશ.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है