જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

-તમારી જન્મ તારીખના આધારે નક્કી જ હોય છે તમને કયા પ્રકારના રોગ થઈ શકે, સમય પહેલા જ કરી શકો છો ઈલાજ

જ્યોતિષશાસ્ત્રમાં અંકશાસ્ત્રનું વિશેષ મહત્ત્વ છે. કુંડળીના અંક દરેક મનુષ્ય શરીરના કેટલાંક ભાગોનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. તેથી અંકશાસ્ત્રને આધારે તે અંકની વ્યક્તિને થનારા રોગો વિશે આસાનીથી જાણી શકાય છે અને સમય રહેતા તે રોગોથી બચી શકાય છે.

એક ખૂબ જ જૂની કહેવત છે કે સારું સ્વસ્થ હોય તો બધુ સ્વસ્થ હોય. જો શરીર સ્વસ્થ ન રહેતું હોય તો કોઈપણ વૈભવી સુખ સારું નથી લાગતું. ઘણીવાર વ્યક્તિ શારીરિક રીતે તો સ્વસ્થ રહે છે પણ માનસિક પરેશાનીઓ ખૂબ જ રહે તો તેની અસર શરીર ઉપર પડે છે અને સ્વાસ્થ બગડી જાય છે.

આજે અમે તમને અંકશાસ્ત્રના આધારે સ્વાસ્થનું આંકલન કરવાનો પ્રયાસ કરીએ છીએ, દરેક નંબર શરીરના એક ભાગને પ્રદર્શિત કરે છે, આવો જાણો કયો અંક કંઈ બીમારીને દર્શાવે છે અને તેનાથી કેવી રીતે બચી શકાય.

તમારે તમારી જન્મ તારીખનો સરવાળો કરીને જ તમારે અંક જોવાનો છે. તે પ્રમાણે 31 તારીખ હોય તો એ લોકોનો જન્માંક 4 ગણાશે. 28 તારીખ હશે તો 10 સરવાળો થશે અને તેનો અંક 1 ગણાશે.

  અંક એક અને સ્વાસ્થઃ-

અંક એક અને સ્વાસ્થઃ-

અંક એક અને સ્વાસ્થઃ-

અંક એક વ્યક્તિઓમાં નેતૃત્વના ગુણો હોય છે, આ ગુણોને લીધે જ કાયમ નવા આઈડિયા મગજમાં આવતા રહે છે, દરેક વખતે આગળ વધવા અને અત્યંધિક વિચાર-વિચાર કરવાને લીધે તેની અસર હૃદય અને રક્તસંચાર ઉપર પડે છે. અંક એકના પ્રભાવને લીધે મોટાભાગે જોશમાં રહે છે અર્થાત્ કામ કરવાની ઝડપ અને ઝડપ ક્રોધ આવવાથી પણ હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ મોટાભાગે જોવા મળે. આપણે કહી શકીએ કે અંક એકવાળા વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશર, હૃદય અને શારીરિક પરિસંચરણની ફરિયાદ હોઈ શકે છે.

આ બધી બીમારીઓથી બચવા માટે જીવન પ્રણાલીમાં થોડો સુધારો કરવો જરૂરી છે, તમારે આંખોને તેજ તથા ચમકતા સૂર્યની રોશનીથી બચાવીને રાખવી જોઈએ નહીંતર નેત્ર સંબંધી વિકાર થઈ શકે છે. યોગ્યસંતુલિત આહાર ખૂબ જ જરૂરી છે.

અંક 1 એટલે તારીખ 1, 10, 19 અને 28મી એ જન્મેલ વ્યક્તિને દમ, ઉધરસ, ત્વચારોગ થતા હોય છે. તેમના માટે જે ફળ, શાકભાજી, ઔષધિ ઉપયોગી છે તે આ પ્રમાણે છે- કિશમિશ, કેસર, લવિંગ, જાયફળ, લીંબુ, ખજૂર, અડદ દાળ, સૂંઠ, જવની રોટલી અને જવનું પાણી. અંક 1 વાળી વ્યક્તિઓએ મધનો ખૂબ ઉપયોગ કરવો જોઇએ. તેના ૧૯, ૨૮ અને ૩૭મા વર્ષમાં તેના સ્વાસ્થ્યમાં કોઇ ને કોઇ રૂપે મહત્ત્વપૂર્ણ પરિવર્તન થશે. આવી વ્યક્તિઓએ ઓક્ટોબર, ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં સ્વાસ્થ્યના રક્ષણ માટે વિશેષ ધ્યાન રાખવું જોઇએ.

અંક 2 અને તેને સંબંધી બીમારીઓઃ-
અંક 2 અને તેને સંબંધી બીમારીઓઃ-

અંક 2 અને તેને સંબંધી બીમારીઓઃ-

અંક બેના પ્રભાવથી તમે વધુ ભાવુક વ્યક્તિ હોઈ શકો છો. તમારી ભાવનાઓને જ્યારે ઠેસ લાગે છે ત્યારે તમે મનથી અને શરીર બંનેથી બીમાર મહેસૂસ કરો છો. તમે અત્યધિક ભાવુક વ્યક્તિ હોય છે અને મોટાભાગના નિર્ણયોમાં તમારા દિલની ભાવનાઓ સામેલ હોયછે. જ્યારે તમારું મન દુઃખી થઈ જાય છે ત્યારે તમે પોતાના ખાન-પાન ઉપર ધ્યાન નથી આપતા અને બીમાર પડી જાઓ છો. તમે પોતાના મસ્તિષ્ક ઉપર દિલની ભાવનાઓને હાવી ન થવા દો.

તમારી નર્વસ સિસ્ટમ અને પાચન પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે, તમારે તમારા શરીર ઉપર પણ ધ્યાન આપવું જોઈએ, સારા સ્વાસ્થ માટે તમારે પોતાના મનોબળને ઊંચુ રાખવું જોઈએ. જ્યાં સુધી તમે પોતાની અંદર આત્મવિસ્વાસ જાગૃત નહીં કરો ત્યારે સુધી તમે માનસિક રીતે મજબૂત નહીં બની શકો. તમે નિયમિત રીતે શારીરિક વ્યાયામ અને યોગ્ય આહાર તમારી નર્વસ સિસ્ટમને સુચારું બનાવશે.

અંક 2 એટલે તારીખ 2, 11, 20 અને 29 તારીખે જન્મેલા વ્યક્તિઓને પેટ અથવા પાચનતંત્રના રોગ થઇ શકે છે. તેને ગેસ, આંખોનો સોજો, રસોળી, ફોલ્લા વગેરે પણ થઇ શકે છે. આવી વ્યક્તિઓ માટે કોબીજ, કાકડી, તરબૂચ, કેળાં અને ભીંડા વગેરે શાકભાજીઓ ઉપયોગી હોય છે. ૨૦, ૨૫, ૨૯, ૪૩, ૪૭, ૫૨ અને ૬૫મા વર્ષમાં તેના સ્વાસ્થ્યમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન આવે છે તેને જાન્યુઆરી, ફેબ્રુઆરી અને જુલાઇ વગેરે મહિનાઓમાં પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડે છે.

અંક 3 અને સ્વાસ્થઃ
અંક 3 અને સ્વાસ્થઃ

અંક ત્રણની અસરથી તમે જીવનમાં પ્રસિદ્ધ, લોકપ્રિયતા, સારું અંગત જીવન અને સામાજિક પ્રતિષ્ઠા ઈચ્ચો છો, આ બધી વાતોનું ફળ જો કોઈ કારણસર નથી મળતું ત્યારે તમે માનસિક રીતે દુઃખી થઈ શકો છો અને આ કારણે તમે પોતાના અંગત સંબંધોમાં પણ કડવાશ મહેસૂસ કરી શકો છો.

અંક ત્રણ વાણી સાથે સંબંધિત ભાગ ગળુ અને જીભ પ્રાભાવિત થાય છે, લીવર સંબંધી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે, શરીરમાં વધેલી ચરબી પણ સ્વાસ્થ સંબંધી સમસ્યાઓ બની શકે છે. ત્વચા સંબંધી વિકારો સામે પણ લડવું પડે છે. સ્વસ્થ રહેવા માટે તમે એવું વિચારવાનું છોડી દો કે બીજા લોકો શું કહે છે, તમારા પોતાની અંદર સકારાત્મક વિચારોનો વિકાસ કરવો પડશે. તમારે લોકોની વાતને મનથી લગાવવાનું છોડવું પડશે ત્યારે તમે માનસિક રીતે સ્વસ્થ રહી શકશો.

અંક 3 એટલે તારીખ 3, 12, 21 અને 30 ના રોજ જન્મેલ વ્યક્તિઓમાં એક એવી ઇચ્છા હોય છે કે પોતે જે કામ કરી રહેલ છે, તેમાં કશું બાકી રહી ન જાય. એટલા માટે વધુપડતું કામ કરવાને લીધે તેમના સ્નાયુ-તંત્ર પર વધુપડતો બોજો પડે છે એટલે તેમની તંત્રિકાઓમાં સોજો, શારીરિક દુખાવો અને અનેક ત્વચાના રોગ સંભવી શકે છે. આવા લોકો માટે શતાવર, ચેરી, સ્ટ્રોબેરી, સેવૈયા, શહતૂત, નાશપતી, જૈતૂન, ખેંદચીની, દાડમ, અનાનસ, ફુદીનો, કેસર, જાયફળ, લવિંગ, બદામ અને પહાડી બદામ વગેરે ખૂબ જ ઉપયોગી છે. તેમણે ડિસેમ્બર, ફેબ્રુઆરી, જૂન અને સપ્ટેમ્બરમાં પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તેમના જીવનનાં ૧૨, ૨૧, ૩૯, ૪૮ અને ૫૭મા વર્ષમાં સ્વાસ્થ્યમાં મહત્વપૂર્ણ પરિવર્તનનો યોગ હોય છે.

અંક ચાર અને તમારું સ્વાસ્થઃ-
અંક ચાર અને તમારું સ્વાસ્થઃ-

ખૂબ જ વધુ ચિંતિત રહેવા અને તનતોડ કામ કરવાને લીધે સ્વાસ્થ ખરાબ રહે છે, અંક ચારના પ્રભાવથી તમે અત્યધિક પરિશ્રમી હો છો તથા કામ પ્રત્યે પૂર્ણ રીતે સમર્પિત થઈને લક્ષ્ય પ્રાપ્ત કરો છો. તેનાથી તંત્રિકા તંત્ર પ્રભાવિત થાય છે અને સંચારણ પ્રક્રિયા પણ નબળી રહે છે, માનસિક દબાણ અને માથાની પાછળ દર્દ, ગળામાં દુખાવાની ફરિયાદ રહે છે.

એનિમિયા, ગાઢ વિષાદ અર્થાત્ ઉદાસી પણ તમને ઘણીવાર ઘેરેલી રહે છે. આ અંકના પ્રભાવથી અનેક એવી બીમારીઓ પણ થઈ જાય છે જે ડોક્ટરોની પકડમાં પણ નથી આવતી. તે સિવાય તમારી પોતાની ખાવાની વદુ પડતી આદત છોડી દેવી જોઈએ. વધુ ખાવથી મેદસ્વતા વધીને અનેક બીમારીઓને જન્મ આપી શકે છે અને મેદસ્વીતાને લીધે તમારું હાઈ બ્લડ પ્રેશરનો સામનો કરવો પડી શકે છે.

અંક ચાર એટલે તારીખ 4, 13, 22 અને 31મીએ જન્મેલા લોકોને એવા ગંભીર રોગ થતા હોય છે જે જલદીથી મટતાં નથી. જેમ કે, પાગલપણું માનસિક અસ્વસ્થતા, લોહીની ઊણપ તથા માથું, કમર, મૂત્ર સ્થાન અને કિડનીમાં પીડા થઇ શકે છે. લીલાં શાકભાજી તેમના માટે ઘણાં ઉપયોગી છે. ૪ અંકવાળાને વીજળીના ઇલાજથી લાભ થાય છે. વળી માનસિક માર્ગદર્શન અને સંમોહનથી પણ લાભ થાય છે. ધૂમ્રપાન, મસાલેદાર અને લાલ રંગના ભોજનથી દૂર રહેવું જોઈએ. તેમણે જાન્યુઆરી, ફેબ્રુઆરી, જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. સ્વાસ્થ્યની દૃષ્ટિએ તેમના ૧૨, ૧૩, ૩૧, ૪૦, ૪૯ અને ૫૮મું વર્ષ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે.

અંક પાંચ અને તમારું સ્વાસ્થઃ-
અંક પાંચ અને તમારું સ્વાસ્થઃ-

તમારો અંક પાંચ હોવાએથી તમે એક જગ્યાએ ક્યારેય ટકીને બેસી નથી શકતા અને તમે દરેક સમયે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહો છો. તમે અત્યધિક ચંચળ પ્રવૃત્તિના હો છો તેના લીધે ક્યારેય ચેન નથી પડતું. અત્યધિક ભાગ-દોડીથી તમારી નર્વસ સિસ્ટમ બગડી શકે છે અને તમારા શરીરનું સંતુલન પણ બગડે છે. સાથે જ મસ્તિષ્કના જે સંવેદનશીલ ભાગ છે તે પણ પ્રભાવિત થાય છે. મસ્તિષ્ક પ્રભાવિત થવાથી અનિદ્રાની સમસ્યા થઈ શકે છે.

અંક 5વાળા વ્યક્તિને જ વસ્તુઓને સરળતાથી લેવી જોઈએ. તમારે નાની-નાની વાતોને લઈને અત્યધિક જોશ અને ઉત્સાહિત ન થવું જોઈએ. મનને શાંત રાખવાનો પ્રયાસ કરો અને પોતાની ગતિવિધીઓને નિયંત્રિત રાખો. સમય-સમયે પોતાના શરીર અને મસ્તિષ્કને યોગ્ય આરામ આપો.

અંક પાંચ એટલે 5, 14 અ 23 તારીખે જન્મેલ વ્યક્તિ વધારે તણાવમાં રહેતી હોય છે. તે માનસિક અને શારીરિક તણાવમાં જીવવા ટેવાઇ જાય છે. તેને આંખો, ચહેરો અને હાથ વાંકા-ચૂંકા થવાનો ભય રહ્યા કરે છે. તેમના સ્નાયુ પર દબાણ રહ્યા કરે છે. તે અનિદ્રાના શિકાર થઇ શકે છે. તેમના માટે સૂવું, આરામ કરવો અને શાંત રહેવું એ જ એક સારી દવાઓ છે. આ અંકના લોકો માટે અખરોટ, પહાડી બદામ ખૂબ જ ઉપયોગી છે. જૂન, સપ્ટેમ્બર, ડિસેમ્બર મહિનાઓમાં પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહેવું જોઇએ. સ્વાસ્થ્યની દૃષ્ટિએ ૧૦, ૪૧ અને ૫૦મું વર્ષ તેમને માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે.

 અંક-6 અને તમારું સ્વાસ્થઃ-

અંક-6 અને તમારું સ્વાસ્થઃ-

અંક છના પ્રભાવથી તમે ઘરેલુ જીવનની બધી જવાબદારીઓ પોતાની ઉપર લઈ લો છો અને જરૂરિયત કરતા વધુ ઘરેલુ બાબતોમાં અટવાયેલા રહો છે. તમે જીવનમાં અત્યધિક પ્રેમ અને જરૂરિયાતથી વધુ સામંજસ્ય બેસાડીને ચાલો છો અને તેની ખોટથી તમે પરેશાન થઈ જાઓ છો. જેટલું વિચારો છે તેનાથી ઓછું મળવાને લીધે તમારી સ્થિતિ બગડી શકે છે.

તમે પોતાના સામાન્ય જીવનમાં અસામાન્ય વ્યવહાર કરવાથી થોડા સનકી થઈ જાઓ છો, તમારી પરિસંચરણ પ્રણાલી, ગળુ, કિડની, કમરનો હિસ્સો ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે. તમે શરીર ઘાટીલા હો છો છતાં પણ તમારે વ્યાયામ કરવો જોઈએ. તમે કોઈપણ સ્થિતિથી ત્યારે સમજૂતી કરશો જ્યારે તમને પ્રેમ અને સામંજસ્યની ગંધ આવશે. તમે એટલી જ જવાબદારી ઊઠાવો જેટલી તમે પૂરી કરી શકો કારણ કે તમારા સંતુલન અને જીવનની વૃદ્ધિ માટે તે જરૂરી છે.

અંક છ એટલે તારીખ 6, 15 અને 24એ જન્મેલ વ્યક્તિને આંતરડા, આર્ર્થરાઈટિસ અને પેટના રોગ થાય છે. તેમના માટે તમામ પ્રકારનાં ફળ, પાલક, તરબૂચ, દાડમ, સેવ, નાશપતી, અંજીર, અખરોટ, બદામ, કસ્તૂરી અને ગુલાબની પત્તીઓ વગેરે ફળ અને ઔષધિ ઉપયોગી રહે છે. આવી વ્યક્તિઓ માટે ઓક્ટોબર, નવેમ્બર મહિનાઓમાં પોતાના સ્વાસ્થ્ય બાબતમાં વિશેષ ધ્યાન રાખવું પડે તેમનાં ૧૫, ૨૪, ૪૨, ૫૧ અને ૬૦મું વર્ષ સ્વાસ્થ્યની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ હોય છે.

અંક સાત અને સ્વાસ્થઃ-
અંક સાત અને સ્વાસ્થઃ-

અંક સાતના પ્રભાવથી તમે માનસિક રીતે ખૂબ જ મજબૂત હો છો પરંતુ તમે શારીરિક રીતે થોડા નબળા હોઈ શકો છો અને ખૂબ જ સામાન્ય વાતે પણ પરેશાન થઈ જાઓ છો. તમે લોકોથી અને આસપાસના માહોલથી ઝડપથી ચિડાઈ જાઓ છો. તમે પરેશાન થઈને રાઈનો પહાડ બનાવી દો છો અર્થાત્ જરા સરખી વાતમાં પણ વાતને બતંગડ બનાવી દો છો.
નર્વસ સિસ્ટમ અને માનસિક પ્રક્રિયા પ્રભાવિત થાય છે.

અત્યધિક પરેશાનીઓને લીધે શ્રવણ શક્તિ નબળી પડી શકે છે, કરોડરજ્જૂ સાથે જોડાયેલી સમસ્યાઓમાંથી પસાર થવું પડી શકે છે. તમારા મન અને શરીરને થોડો આરામ આપવો જોઈએ. નિયમિત રીતે ધ્યાન લગાવીને તમે થોડી રાહત મેળવી શકો છો.

અંક સાત એટલે તારીખ. 7, 16 અને 25મીએ જન્મેલ વ્યક્તિ અન્ય વ્યક્તિઓની અપેક્ષાએ વધુપડતી ચિંતિત રહે છે. તેમને જે કામ સોંપાય છે તેના તરફ તે વધુ સજાગ રહે છે, પરંતુ તેઓ શરીરની અપેક્ષાએ માનસિક રીતે સશક્ત હોય છે. તેથી તેમના શરીરની રચના દૂબળી પાતળી હોય છે. તેઓ ગજા બહારનું કામ કરે છે. તેમની ત્વચા મુલાયમ તથા સંવેદનશીલ હોય છે. આવી વ્યક્તિઓ માટે કાકડી, અળસી, ખુંલી, સેવ, દ્રાક્ષ અને તમામ પ્રકારનાં ફળોનો રસ ખૂબ ઉપયોગી છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, જુલાઇ અને ઓગસ્ટના મહિનાઓમાં સ્વાસ્થ્ય બાબતે સાવધ રહેવાની ખાસ જરૂર છે. સ્વાસ્થ્ય પરિવર્તનની દૃષ્ટિએ ૭, ૧૬, ૨૫, ૩૪, ૪૩, ૫૨ અને ૬૧મું વર્ષ મહત્ત્વપૂર્ણ હોય છે.

અંક આઠ અને સ્વાસ્થઃ-
અંક આઠ અને સ્વાસ્થઃ-

અંક આઠના પ્રભાવથી વ્યક્તિ અતિ મહત્વાકાંક્ષી અને અતિ ઉત્સાહી હોય છે અને તેના પ્રભાવથી તમે પણ એવા હો છો. તમે પારીવારિક જીવનન પ્રત્યે લાપરવાહ હોઈ શકો છો અને સફળતા મેળવવા માટે કંઈપણ કરવા તૈયાર રહો છો.

તમારા વિચિત્ર દ્રષ્ટિકોણથી તમને ઘબરાહટ રહી શકે છે. અપચો, અલ્સર, માતાનો દુખાવો અને સંધીવા જેવા રોગ થઈ શકે છે. તેમ છતાં એક સારી વાત એ છે કે કંઈપણ થાય તો પણ તમે ખૂબ જ ઝડપથી સારા થઈ જાઓ છો કારણ કે તમે મજબૂત મસ્તિષ્કના હો છો. તમે લીવર અને બરોળ સાથે જોડાયેલા રોગ થઈ શકે છે. નિયમિત વ્યાયામ તથા પૌષ્ટિક આહાર અને પરિવાર આપેલા થોડા સમયથી તમે સ્વસ્થ રહી શકો છો.

અંક આઠ એટલે તારીખ. 8, 17, અને 26મીએ જન્મેલ વ્યક્તિઓને અન્ય લોકોની અપેક્ષાએ હૃદય, પિત્તાશય તથા આંતરડાં સાથે સંબંધિત રોગ થવાની વધારે શક્યતા રહે છે. તેમને માથાનો દુખાવો, લોહી સંબંધિત રોગ તથા ગાંઠો વગેરેની બીમારી થવાનો ભય રહે છે. તેમણે ફળો, ઔષધિ અને શાકભાજીનો વધુ ઉપયોગ કરવો જોઇએ જેમ કે પાલક, ગાજર, કેળાં, અજમો તથા જંગલી ગંધવ વગેરેનો સવિશેષ ઉપયોગ કરવો જોઇએ. ડિસેમ્બર, જાન્યુઆરી, જુલાઇ મહિનાઓમાં પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ સતર્ક રહેવું જોઇએ. શક્તિ કરતાં વધુ કામ કરવાથી કષ્ટ સર્જાઇ શકે છે. તેમના સ્વાસ્થ્ય માટે ૧૭, ૨૬, ૩૫ અને ૬૨મું વર્ષ મહત્ત્વપૂર્ણ થઇ શકે છે.

અંક નવ અને તમારું સ્વાસ્થઃ-
અંક નવ અને તમારું સ્વાસ્થઃ-

અંક નવના પ્રભાવતી તમે અત્યધિક પ્રભાવશાળી વ્યક્તિત્વના અને આવેગી વ્યક્તિ હોઈ શકો છો. તમે ઉચ્ચ રહેણી-કરણીના શોખીન હોઈ શકો છો. જેમ કે મોઘો દારુ, મોઘું ભોજન અને શારીરિક સુખ પ્રાપ્ત કરવું. તમારી આવી આદતોથી જ ગંભીર સમસ્યાઓ પેદા થવાની શક્યતા રહે છે.

કિડની અને જનેન્દ્રિય ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે. તમને સંક્રમણથી ચામડીના વિકાર થઈ શકે છે એટલે તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમે એવી જગ્યાઓથી પોતે બચીને રહેવું જોઈએ. તમે કલ્પનાઓની જિંદગી વધુ જીવતા હો છો. તમારે જીવનની હકીકતોથી ક્યારેય મુખ ન ફેરવવું જોઈએ. તમારે પોતે અતિ આસક્તિથી બચવું જોઈએ. તમારે વ્યાવહારિક બનવું જોઈએ જેથી તમારું જીવન થોડું સરળ બની શકે.

અંક નવ એટલે તારીખ 9, 18 અને 27મીએ જન્મેલ વ્યક્તિઓને તાવ, ચિકન પોક્સ વગેરે રોગ થવાની શક્યતા રહે છે. તેમને પૌષ્ટિક ભોજન અને નશીલાં દ્રવ્યોના સેવનથી બચવું જોઈએ. તેમને ડંગળી, લસણ, મૂળા, અડદ દાળ, મરચાં અને મજીઠનું ખાસ સેવન કરવું જોઇએ. આવી વ્યક્તિઓએ એપ્રિલ, ઓક્ટોબર, નવેમ્બર મહિનાઓમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. સ્વાસ્થ્યની દૃષ્ટિએ તેમના જીવનનાં ૯, ૧૮, ૨૭, ૩૬, ૪૧ અને ૬૩મું વર્ષ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે.

Courtesy: Divya Bhaskar

 

 

 

One thought on “જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!”

Leave a comment