હમેશાં હરતાં-ફરતાં અને તંદુરસ્ત રહેવા બધાં અપનાવો, માત્ર આ 1 ખાસ ફોર્મ્યૂલા…!!!

body12

આજકાલની ફાસ્ટ લાઈફમાં મોટાભાગના લોકો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ભુલી જતાં હોય છે. એવામાં સ્વાસ્થ્યનો ખ્યાલ ત્યારે આવે છે જ્યારે આપણને કોઈ રોગ ઘેરી લેતો હોય છે. તો શા માટે રોગોને શરીરમાં પ્રવેશવાનો મોકો આપવો? સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ સરળ છે પણ હાં તેના માટે થોડી ઘણી કાળજી અવશ્ય લેવી પડે છે. પરંતુ એ કાળજી તમને આજીવન તંદુરસ્તી બક્ષે છે. જેથી આજે અમે તમે સ્વસ્થ રહી શકે તે માટે એક ચમત્કારી સ્વાસ્થ્ય ફોર્મ્યૂલા બતાવીશું, આ ફોર્મ્યૂલા છે 5-4-3-2-1. આ ફોર્મ્યૂલાને તમે રોજ તમારા રોજિંદા જીવનમાં ભુલ્યા વિના અપનાવશો તો રોગો તમારી આસપાસ આવતા ગભરાશે.

ફોર્મ્યૂલા નંબર-1 દરરોજ એક કલાક કસરત કરવી

જો તમારે આજીવન શરીર હરતું-ફરતું અને સ્વસ્થ રાખવું હોય તો દરરોજ એક કલાકનો સમય કસરત માટે કાઢવો જ પડે. રોજ એક કલાક કસરત કરવાનો નિયમ જ બનાવી લેવાનો, જેથી આદત પડી જાય. સવારે કે સાંજે એક ફિટનેસ રૂટિન બનાવવું. જો તમારી પાસે સમય ન હોય તો સમય કાઢીને ઘરે પણ સ્કિપિંગ કે યોગા પણ કરી શકો છો. પરંતુ ધ્યાન રાખવું કે કસરતનો સમય એક કલાકથી ઓછો થાય નહીં કારણ કે નિયમિત કસરત કરવાથી હાડકાં અને માંસપેશીઓ તો મજબૂત બને જ છે સાથે સાથે શરીર પર તંદુરસ્ત રહે છે.

ફોર્મ્યૂલા નંબર-2 આખા દિવસ દરમિયાન સતત બે કલાક સ્ક્રિન સામે જોવું નહીં

આખા દિવસ દરમિયાન તમે ઓફિસમાં હોવ ત્યારે કોમ્પ્યૂટર પર તો કામ કરતાં જ હશો અને ઘરે આવીને પણ લેપટોપ પર કામ અથવા ટીવી જોતા હશો, તો તમને જણાવી દઈએ કે ક્યારેય સતત બે કલાક કોઈપણ સ્ક્રિનને ન જોવી કારણ કે લાંબા સમય પછી આ એક લત બની જશે જે ધીરે ધીરે તમારા સ્વાસ્થ્ય અને ખાસ તો આંખો માટે હાનિકારક સિદ્ધ થઈ શકે છે. જો તમારે એવું કરવું પણ પડે તો એક-એક કલાકના અંતરે તમારી જગ્યાએથી ઉઠીને બીજે જવું. આ સિવાય આખા દિવસમાં 3 વાર તો તમારી આંખો પર ઠંડા પાણીની છાલક અવશ્ય મારવી જેથી તમારી આંખો નિરોગી રહેશે અને તમારો થાક પણ ઉતરી જશે.

ફોર્મ્યૂલા નંબર-3 ત્રણવાર દૂધ અથવા તેનાથી બનેલા ઉત્પાદોનું સેવન

દૂધ આપણા માટે કેટલું ગુણકારી છે એ તો મોટાભાગના લોકો જાણતા જ હશે. ડોક્ટરો પણ રોજ દૂધ પીવાની સલાહ આપે છે. બાળકોથી લઈ વૃદ્ધો એમ દરેક ઉંમરના લોકોએ દૂધનું સેવન તો કરવું જ જોઈએ પરંતુ આ ચમત્કારી ફોર્મ્યૂલા મુજબ આખા દિવસમાં ત્રણવાર દૂધ અથવા તેનાથી બનેલી પ્રોડક્ટનું ભલે ઓછી માત્રામાં અથવા થોડી-થોડી માત્રામાં સેવન જરૂર કરવું, આનાથી શરીરને જરૂરી વિટામિન, મિનરલ્સ અને પ્રોટીન સરળતાથી મળી રહે છે. આનાથી શરીરને કેલ્શિયમ પણ ભરપૂર મળે છે જેનાથી આપણા હાડકા મજબૂત થાય છે દાંત સ્વસ્થ રહે છે અને શરીર નિરોગી રહે છે.

ફોર્મ્યૂલા નંબર 4- આખા દિવસમાં ઓછામાં ઓછું ચાર લીટર પાણી પીવું

એવું કહેવાય છે કે તમે જેટલું વધારે પાણી પીશો એટલા જ ઝેરી તત્વો શરીરમાંથી બહાર નિકળી જશે. આમ તો રોજ 8-10 ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ. ડોક્ટર્સ પણ રોજ 4 લીટર પાણી પીવાની સલાહ આપે છે. શરીર યોગ્ય રીતે કાર્યરત રહે અને શરીરનો બિનજરૂરી કચરો બહાર નિકળતો રહે તો શરીરમાં રોગો પ્રવેશતા નથી, પરંતુ શિયાળામાં લોકો વધુ પાણી પીવાનું ટાળતા હોય છે. જેનો નુકસાન તમારા શરીરને થાય છે. રોજ 4 લીટર પાણી પીવાનું નિયમ બનાવી લો. તમારા ડેસ્ક પર એક બોટલ પાણીની ભરી જ રાખવી. પોતાને હાઈડ્રેટ કરતાં રહેવું જેથી શરીરમાં તાજગી અને ઊર્જાનું સ્તર સતત વધતું રહેશે. યોગ્ય માત્રામાં પાણી પીવાથી શરીરમાં લોહીના પરિભ્રમણમાં સુધાર આવે છે.

ફોર્મ્યૂલા નંબર 5- દિવસમાં પાંચ વાર ફળ કે શાકભાજી ખાવી

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ હમેશાં રોગમુક્ત અને ઊર્જાવાન રહેવા માટે દિવસમાં ત્રણથી પાંચ વાર શાકભાજી અને ફળોનું થોડી-થોડી માત્રામાં આખા દિવસ દરમિયાન સેવન કરવું જોઈએ. આ રીતે ફળ અને શાકભાજીઓ ખાવાથી કેન્સર અને હૃદયરોગનો ખતરો ઓછો થઈ જાય છે. તમે રોજ તમને ભાવતા ફળ કે શાકભાજી દિવસમાં વધારેમાં વધારે પાંચ વખત ખાઓ અને તમારા શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહેશે અને જુઓ પછી સ્વાસ્થ્યની કોઈ ચિંતા રહેશે નહીં.

સાભાર: દિવ્ય ભાસ્કર.

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

જાણો…યૌન સંબંધી સમસ્યાઓને ઝડપથી દૂર કરવા અજમાવો આ 15 આયુર્વેદિક પ્રયોગ…!!!

couple20

આજકાલની ભાગદોડ અને તણાવપૂર્ણ જીવનશૈલી, અનિયમિત અને અનહેલ્ધી ખોરાક લેવાને કારણે મોટાભાગના પુરૂષોમાં નબળાઈની સમસ્યા સતત વધતી જઈ રહી છે. નપુંસકતા, સ્વપ્નદોષ, શીઘ્રપતન વગેરે એવી સમસ્યાઓ છે જે લગ્નજીવન બહુ વધારે પ્રભાવિત કરે છે. અસંયમિત ખાન-પાન અથવા શરીરમાં જરૂરી પોષક તત્વોની કમી અને પુરૂષોની કેટલીક ખોટી આદતોને કારણે પુરૂષોમાં દુર્બળતા અને સેક્સ સંબંધી સમસ્યાઓ ધીરે ધીરે વધતી જાય છે, જેની પર સમય રહેતા ધ્યાન ન આપવામાં આવે તો તેને ઠીક થતાં બહુ સમય લાગી જાય છે. જેથી આજે અમે પુરૂષોની આવી સમસ્યા માટે ઘરે જ સસ્તામાં કરી શકાય એવી ઔષધિઓના પ્રયોગ જણાવવાના છીએ. જે અજમાવી પુરૂષોની યૌન શક્તિ તો વધશે જ સાથે યૌન સંબંધી તકલીફો પણ દૂર થશે.

લસણ:

200 ગ્રામ લસણને પીસીને તેમાં 60 મિલી મધ મિક્ષ કરીને એક શીશીમાં ભરી બંદ કરી દેવું અને તેને કોઈ અનાજની સાથે 31 દિવસ માટે રાખી દેવું. 31 દિવસ બાદ 10 ગ્રામની માત્રામાં 40 દિવસ સુધી આ મિશ્રણ લેવું. આનાથી યૌન શક્તિમાં ગજબનો વધારો થશે અને નપુંસકતાની સમસ્યાથી બચી જશો.

દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!

સૂંઠ:

4 ગ્રામ સૂંઠ, 4 ગ્રામ શાલ્મલી વૃક્ષનું ગૂંદર, 2 ગ્રામ અક્ક્લગરો, 28 ગ્રામ લીંડીપીપર અને 30 ગ્રામ કાળા તલને એકસાથે પીસીને તેનું બારીક ચૂર્ણ બનાવી લેવું. રાતે સૂતી વખતે અડધી ચમચી આ ચૂર્ણ લઈને ઉપરથી એક ગ્લાસ ગરમ દૂધ પી લેવું. આ રામબાણ ઔષધી શરીરમાં રહેલી નબળાઈને દૂર કરે છે અને સેક્સ શક્તિને ઝડપથી વધારે છે.

અજમો:

100 ગ્રામ અજમાને સફેદ ડુંગળીના રસમાં પલાળીને સૂકવી લેવું. એકવાર સૂકાયા બાદ તેને ફરીવાર ડુંગળીના રસમાં પલાળીને સૂકવી લેવું. આ પ્રક્રિયા ત્રણવાર કરવી. ત્યારબાદ તેને પીસીને કોઈ બોટલમાં ભરી લેવું. આ ચૂર્ણ અડધી ચમચી લઈ તેમાં 1 ચમચી પીસેલી સાકર મિક્ષ કરીને તેને ખાવું. તેની ઉપર નવશેકું દૂધ પીવું. લગભગ એક મહિના સુધી આ મિશ્રણનું સેવન કરવું. આ દરમિયાન સંભોગ ન કરવું. આ સેક્સ ક્ષમતાને વધારનારો સૌથી સારો ઉપાય છે.

સફેદ મૂસળી:

સાલમ સાકર, તાલમખાના, સફેદ મૂસળી, કૌવચના બીજ, ગોખરૂ અને ઈસબગોલ આ બધાને સમાન માત્રામાં મિક્ષ કરીને ચૂર્ણ બનાવવું. એક ચમચી આ ચૂર્ણ સાકર સાથે મિક્ષ કરીને સવાર સાંજ દૂધ સાથે લેવું. આ વીર્યને શક્તિશાળી બનાવી સેક્સ કરવાની ઈચ્છા જગાડે છે.

દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!

હળદર:

1 ચમચી મધમાં એક ચમચી હળદર પાઉડર મિક્ષ કરીને રોજ સવારે ખાલી પેટે સેવન કરવાથી સંભોગ કરવાથી શક્તિમાં વધારો થાય છે.

ત્રિફળા:

એક ચમચી ત્રિફળાનું ચૂર્ણ રાતે સૂતી વખતે 5 સૂકી દ્રાક્ષની સાથે લેવું અને ઉપરથી ઠંડુ પાણી પીવું. આ ચૂર્ણ પેટના બધાં પ્રકારના રોગો, સ્વપ્નદોષ અને શીઘ્રસ્લખનની સમસ્યા દૂર કરી શરીરને શક્તિમાન બનાવી શકે છે.

સફરજન:

એક સફરજનમાં જેટલા બની શકે એટલા લવિંગ લગાવી દો. એક મોટી સાઈઝનું લીંબુ લઈ લો. તેમાં પણ જેટલા વધારે બની શકે એટલા લવિંગ લગાવીને બન્ને ફળને એક સપ્તાહ માટે કોઈ વાસણમાં ઢાંકીને મૂકી દો. એક સપ્તાહ બાદ બન્ને ફળોમાંથી લવિંગ કાઢીને તેને અલગ-અલગ બોટલમાં ભરીને મૂકી દો. પહેલાં દિવસે લીંબુવાળા બે લવિંગને બારીક પીસીને બકરીના દૂધ સાથે સેવન કરો. આ જ રીતે બીજા દિવસ સફરજનવાળા બે લવિંગને બકરીના દૂધ સાથે સેવન કરો. આ રીતે વારાફરતી 40 દિવસ સુધી 2-2 લવિંગનું સેવન કરો. આ સેક્સ ક્ષમતાને ખૂબ જ ઝડપથી વધારવાનો સરળ અને અક્સીર ઉપાય છે.

गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!

અશ્વગંધા:

અશ્વગંધાનું ચૂર્ણ, આસંધ (એક ઔષધી), વિદારી કંદ (એક જાતની ઔષધોપયોગી વનસ્પતિ)ને 100-100 ગ્રામમી માત્રામાં લઈને તેનું બારીક ચૂર્ણ તૈયાર કરી લેવું. આ ચૂર્ણને અડધી ચમચી માત્રામાં સવાર-સાંજ દૂધ સાથે લેવું. આ મિશ્રણ વીર્યની તાકાત વધારીને શીઘ્રપતનની સમસ્યામાંથી છુટકારો અપાવે છે.

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા

આમળા:

-2 ચમચી આમળાના રસમાં એક નાની ચમચી સૂકા આમળાનું ચૂર્ણ અને 1 ચમચી શુદ્ધ મધ મિક્ષ કરીને દિવસમાં બે વાર તેનું સેવન કરવું. આવું નિયમિત કરવાથી સેક્સ પાવર ધીરે-ધીરે વધતું જશે.

-સેક્સ સંબંધી સમસ્યાઓમાં આમળા બહુ કારગર ઔષધી માનવામાં આવે છે. જેથી દરરોજ રાતે એક ગ્લાસમાં આમળાનું ચૂર્ણ થોડી માત્રામાં લેવું અને તેમાં પાણી ભરી દેવું. સવારે આ પાણીમાં થોડી હળદર મિક્ષ કરીને બરાબર હલાવીને ગાળીને તે પાણી પી જવું.

-આ સિવાય આમળાના ચૂર્ણમાં સાકર મિક્ષ કરીને દરરોજ રાતે સૂતા પહેલાં એક ચમચી આ ચૂર્ણનું સેવન કરવું. ત્યારબાદ થોડું પાણી પી લેવું. જે લોકોને બહુ વધારે સ્વપ્નદોષની સમસ્યા રહેતી હોય તેમણે રોજ એક ચમચી આમળાનો મુરબ્બો ખાવો.

એલચી:

એલચીના બે ગ્રામ ચૂર્ણ, 1 ગ્રામ જાવિત્રીનું ચૂર્ણ, 5 બદામ અને 10 ગ્રામ સાકર લેવી. બદામને રાતે પાણીમાં પલાળી દેવી. સવારે તેને પીસીને તેનું પેસ્ટ બનાવી લેવું. પછી તેમાં અન્ય ઉપર જણાવેલી વસ્તુઓ મિક્ષ કરીને તેમાં બે ચમચી માખણ મિક્ષ કરીને રોજ સવારે તેનું સેવન કરવું. આ પ્રયોગ વીર્ય સંબંધી સમસ્યાઓમાં લાભકારી છે અને નબળાઈને દૂર કરે છે.

છુહારા (ખારેક):

ચાર-પાંચ છુહારા, બે-ત્રણ કાજૂ અને બે બદામને 300 ગ્રામ દૂધમાં સરખી રીતે ઉકાળી લેવું અને તેમાં બે ચમચી સાકર મિક્ષ કરીને રોજ રાતે સૂતા પહેલાં લેવું. આનાથી યૌન શક્તિ તો વધશે જ સાથે સેક્સ પ્રત્યેની અરૂચિ પણ દૂર થશે.

આમલી:

અડધો કિલો આમલીના બીજ લઈ તેના બે ભાગ કરી દેવા. આ બીજને ત્રણ દિવસ સુધી પાણીમાં પલાળી રાખવા. ત્યારબાદ તેના છોતરા કાઢી લેવા અને સફેદ બીજને ખલમાં પીસી લેવા. તેમાં અડધો કિલો સાકર પીસીને મિક્ષ કરવી. ત્યારબાદ આ મિશ્રણને કાંચની એક બરણીમાં ભરી લો. હવે તેને સવાર સાંજ અડધી ચમચી દૂધ સાથે લો. આ તમારું વીર્ય જલ્દી પડવું જેવા રોગ દૂર કરી સંભોગ શક્તિને વધારશે.

કૌવચના બીજ:

100 ગ્રામ કૌવચના બીજ અને 100 ગ્રામ તાલમખાના (એક પ્રકારના બીજ)ને પીસીને ચૂર્ણ બનાવી લેવું. પછી તેમાં 200 ગ્રામ સાકર પીસીને મિક્ષ કરી લેવી. નવશેકા દૂધમાં અડધી ચમચી આ ચૂર્ણ મિક્ષ કરીને દરરોજ પીવું. આનાથી વીર્ય ઘટ્ટ થાય છે અને નપુંસકતા દૂર થાય છે.

ડુંગળી:

-અડધી ચમચી સફેદ ડુંગળીનો રસ, અડધી ચમચી મધ અને અડધી ચમચી સાકરને મિક્ષ કરીને સવાર-સાંજ સેવન કરવું. આ મિશ્રણ વીર્યપતનને દૂર કરવા માટે ઉપયોગી છે.

-સફેદ ડુંગળીના રસમાં આદુના રસની સાથે શુદ્ધ મધ અને દેશી ઘી પાંચ-પાંચ ગ્રામની માત્રામાં લઈને એકસાથે મિક્ષ કરીને રોજ સાવરે નિયમથી એક મહિના સુધી સેવન કરવાથી યૌન ક્ષમતામાં ચમત્કારી ફાયદો થાય છે.

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ

જાયફળ:

15 ગ્રામ જાયફળ, 20 ગ્રામ હિંગૂલ ભસ્મ, અક્કલગરો 5 ગ્રામ અને 10 ગ્રામ કેસરને મિક્ષ કરીને બારીક પીસી લેવું. ત્યારબાદ તેમાં મધ મિક્ષ કરીને પીસવું. પછી ચણા જેવી ગોળીઓ બનાવી લેવી. દરરોજ સૂતા પહેલાં 2 ગોળી દૂધની સાથે સેવન કરવી. આનાથી લિંગનું ઢીલાપણું અને નપુંસકતા દૂર થાય છે.

તુલસી:

15 ગ્રામ તુલસીના બીજ અને 30 ગ્રામ સફેદ મૂસળીનું ચૂર્ણ બનાવવું. પછી તેમાં 60 ગ્રામ સાકર મિક્ષ કરીને બોટલમાં ભરી લેવું. 5 ગ્રામની માત્રામાં આ ચૂર્ણ સવાર સાંજ ગાયના દૂધની સાથે લેવું. આનાથી દુર્બળતા નષ્ટ થાય છે.