Category Archives: સહી दस्तख़त Signature

તમારું પરાક્રમ વધારવું હોય તો તમારા હસ્તાક્ષરમાં લાવો આટલા ફેરફાર!

signature1

દરેક વ્યક્તિના જીવનનું ધ્યેય કંઈક કરી બતાવવાનું હોય છે. પોતે કયા ક્ષેત્રમાં રસ ધરાવે છે અને એ ક્ષેત્રમાં કયા લક્ષ્યાંકને પ્રાપ્ત શકે છે એ જાણવું અને પ્રોત્સાહિત કરવું જરૂરી બને છે. પિતા વકીલ કે ડોક્ટર હોય અને સંતાન એ જ બને તો એ અપેક્ષિત બાબત ગણાય, પરંતુ પિતા ખેડૂત હોય કે સામાન્ય કર્મચારી હોય અને પુત્ર કે પુત્રી મહાન વિજ્ઞાની બને ત્યારે જે પરાક્રમ સ્થાપિત થાય છે એ આશ્ચર્ય પમાડનારું હોય છે.

પરાક્રમ કરવા મગજ અને હાથ બંનેની જરૂર પડે છે. હસ્તાક્ષર બંનેના સમન્વયથી જ કુદરતી રીતે બને છે. મગજ અને હાથનાં સહિયારાં પ્રતિબિંબો કર્મરૂપે હસ્તાક્ષર બનીને અંકિત થાય છે. એવા હસ્તાક્ષર બનાવો જે મજબૂત અને પરાક્રમી પરિણામો આપે, પરાક્રમી અને બળિયા સાબિત થાય. શારીરિક તાકાત (હાથ) અને માનસિક તાકાત (મન) ભેગાં થાય ત્યારે જ કોઈ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

તમારા ક્ષેત્રને આપો સારા હસ્તાક્ષરની ચાવીઃ-

– પરાક્રમી સિગ્નેચરમાં ઘણી બધી વિશેષતા હોય છે, જેમાં ડોટ્સ (.), આડી લીટી જેવું નાનું ચિહ્ન (-), ઊર્ધ્વગામી અક્ષરોનો ઉપયોગ (U, ~) વગેરે જેવાં ચિહ્નો સિગ્નેચરમાં લખાય તો એ ભાગ્યનાં સીમાચિહ્નો બની જાય છે.

– હસ્તાક્ષરમાં દરેક અક્ષરનો મરોડ યોગ્ય હશે તો જ તે અસરકારક લાગશે. વામણા કે સંકુચિત પ્રકારના અક્ષરો લખાય ત્યારે પરિણામ પણ ખરાબ મળે છે, જેને લીધે આપણે ધારી અસર ઊભી કરી શકતા નથી.

– હસ્તાક્ષરનું કદ, લંબાઈ અને પ્રકાર જો શાસ્ત્ર સાથે સમુચિત, સુસંગત હોય તો ઉત્તમ પરિણામો મળે છે. દા.ત. માર્કેટિંગ ઓફિસર હોય એની સિગ્નેચર કોર્મિશયલ ક્ષેત્રની હોવી જોઈએ. જો એ બીજા ક્ષેત્રની લખાય તો માર્કેટિંગનો ખેલ બગડી જાય છે. માર્કેટિંગના માણસોની સહી ઊંચાઈ ધરાવતી હોય છે. સહી નીચેથી ઉપરની દિશામાં ઊઠતી હોય છે. જે સહીમાં ‘E-N-W’ આલ્ફાબેટ્સનો વિશેષ ઉપયોગ આવે છે એ ધંધાકીય લાભ વધુ લઈ શકે છે, કારણ કે E-N-W આલ્ફાબેટ્સ પર બુધ ગ્રહનો પ્રભાવ હોય છે, જે બિઝનેસ માટે જરૂરી છે.

– દરેક વ્યક્તિ વિવિધ ક્ષેત્રમાં પોતાની કારર્કિદી ઘડે છે. દરેક અક્ષર સાથે કેટલાંક ક્ષેત્ર જોડાયેલાં હોય છે. તમારા નામના પ્રથમ અક્ષરને આધારે તમે નીચે જણાવેલાં ક્ષેત્રમાં કારર્કિદી ઘડી શકો છો.

– A-S-J: આર્મી અને વહીવટી ક્ષેત્ર

– B-K-T: બુદ્ધિપ્રધાન ક્ષેત્રો અને સ્ત્રી સાથે સંબંધિત ક્ષેત્ર.

– C-L-U: શિક્ષણ ક્ષેત્ર, રચનાત્મક કાર્યો, મીડિયા અને સલાહકાર વિભાગોના ક્ષેત્રમાં લાભ.

– D-M-V: જાહેર ક્ષેત્રો, રાજકારણ અને શેરબજાર.

– E-N-W: વ્યાપાર ક્ષેત્ર, કાયદાકીય વિભાગો જેમ કે, કોર્ટ-કચેરી અને ફાર્મસી ક્ષેત્ર.

– F-O-X: ભૌતિક સુખપ્રધાન વિભાગો જેમ કે, મનોરંજન, મીડિયા, ડેકોરેશન, ખાણી-પીણીનું ક્ષેત્ર.

– G-P-Y: ધર્મ, પાણી, ઠંડા પદાર્થો અને દરિયાપારના બિઝનેસનું ક્ષેત્ર.

– H-Q-Z: ફાઇનાન્સ, મિકેનિક્સ, શેરબજાર, લોખંડ અને રાજકારણનું ક્ષેત્ર.

– I-R: ભૂમિગત બાબતો, ખાદ્યપદાર્થ, ધાતુની વસ્તુઓ, કન્સ્ટ્રક્શન, હોટલ, દવાઓ, કમ્પ્યુટર્સ વગેરે ક્ષેત્ર.

સાભાર: દિવ્ય ભાસ્કર 


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

કોઈની ખાસ વાતો જાણવી હોય તો, ધ્યાનથી જુઓ કેવી રીતે લખે છે વ્યક્તિ!

તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

કોઈની ખાસ વાતો જાણવી હોય તો, ધ્યાનથી જુઓ કેવી રીતે લખે છે વ્યક્તિ!

signature

-પેન પર ભાર આપીને લખનારી વ્યક્તિ હોય છે ભાવુક, ઉત્તેજક, જિદ્દી અને સ્પષ્ટવાદી

વ્યક્તિ અંદરથી કેવો છે તે બાહ્ય અંગો અને હાવભાવના આધારે આસાનીથી જાણી શકાય છે. આજે અમે તમને બતાવીશું માત્ર હસ્તાક્ષરોના આધારે વ્યક્તિ કેવી હોય છે. હસ્તાક્ષર વિજ્ઞાન તો એક વિશાળ વિજ્ઞાન છે જેને એકી સાથે સમજવું અઘરું છે તેમ છતાં તેની પ્રાથમિક બાબતો જાણવી જરૂરી છે. તેના દ્વારા જ આપણે આ વિજ્ઞાનની ઘણી બાબતો જાણી શકીશું.

જીવનમાં કરેલાં કર્મો અને સંચિત કર્મોનું ફળ કેવું મળશે એ હસ્તાક્ષરગતિથી જાણવું સરળ બને છે. એમાં તલસ્પર્શી અભ્યાસ કરવા વિવિધ બાબતો જાણવી અને સમજવી જરૂરી બને છે. હસ્તાક્ષરમાં લખાતા મૂળાક્ષરો જેવા કે A-B-S-T-N-Y વગેરે કોઈ પણ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી વ્યક્તિના જીવન ઉપર હસ્તાક્ષરમાં લખાયેલા અક્ષરો (મૂળાક્ષરો)ની ભૂમિકા સમયે-સમયે મહત્ત્વપૂર્ણ બને છે.

જીવનની શરૂઆત એટલે હસ્તાક્ષરની શરૂઆત અને જીવનનો અંત એટલે હસ્તાક્ષરનો અંત. શરૂઆત અને અંત વચ્ચે જે કાંઈ લખાય છે અને જે રીતે લખાય છે એ આપણા જીવનની ઘટનાઓ બને છે. ઘટનાઓના પ્રકાર સમજવા હસ્તાક્ષરની શૈલી, ઢબ, આકાર અને પરિસીમા સમજવી પડે છે. અક્ષરોનું કદ, જાડાઈ, પાતળાપણું પણ સમજવું પડે છે. એક નજરે હસ્તાક્ષરને જોતાં શું છાપ ઉપસી આવે છે એના પર પણ ઘણો આધાર રહે છે. અસ્પષ્ટ, વીંધાયેલી, કપાયેલી, ક્ષતિયુક્ત, નિસ્તેજ, અધૂરી, નિર્બળ, આધારહીન, અસ્તવ્યસ્ત, અવાચ્ય, અપૂર્ણ અર્થ દર્શાવતી કે વધુ પડતી ઊર્ધ્વ, કંપન ધરાવતી, ખોડંગાતી કે સુષુપ્ત હસ્તાક્ષરથી જીવનમાં દુઃખ અને સંઘર્ષ જ મળે છે. હકારાત્મક, પરિણામલક્ષી, ચાતુર્યસભર હસ્તાક્ષર સુખ અને વૈભવ જ આપે છે.

હસ્તાક્ષર અને વ્યક્તિત્વ-

આપણી બોડી લેંગ્વેજ પરથી આપણા વ્યક્તિત્વ વિશે ઘણી જાણકારી મળી શકે છે. આપણા મન તથા મગજમાં વિચાર, સ્વભાવ, વ્યક્તિત્વ, અંતઃકરણ, મિત્રતા, શત્રુતા, સુખ-દુઃખ, સંયમ, પરિશ્રમની સાથે સંકળાયેલી સ્થિતિઓ પેદા થાય છે, જેની અભિવ્યક્તિ આપણે બાહ્ય શારીરિક અંગો દ્વારા, પ્રદર્શિત ક્રિયા દ્વારા જાણી શકીએ છીએ. હસ્તાક્ષર પણ મગજના આદેશથી આંગળીઓ દ્વારા કરાય છે, તેથી હસ્તાક્ષરના માધ્યમથી પણ વ્યક્તિની મનોવૃત્તિ કે વ્યક્તિત્વ વિશે ઘણી ખરી જાણકારી મેળવી શકાય છે.

મર્હિષ પરાશરે લઘુગ્રંથ ‘ધીપ્ર’માં અક્ષરોના સ્વરૂપના આધારે તેની ભાષા સ્પષ્ટ કરી છે. સરળ શબ્દોમાં કહીએ તો તમારા હસ્તાક્ષર તમારા વિશે શું કહે છે એ વાત તેમણે આ ગ્રંથમાં વિસ્તૃત રીતે સમજાવી છે. ફ્રાન્સના વિદ્વાન મિંકોએ પણ આ વિદ્યા પર વિશેષ અધ્યયન કર્યું છે. વ્યક્તિના હસ્તાક્ષર દ્વારા તેનું વ્યક્તિત્વ અને સ્વભાવ કેવા હોય છે તે જાણીએ.

આગળ વાંચો વ્યક્તિ કંઈ રીતે લખે છે તેના આધારે તેનો સ્વભાવ….

વ્યક્તિના હાથમાં તેની પેન કઈ તરફ ચાલે છે ધ્યાનથી જુઓઃ-

-જે વ્યક્તિના હસ્તાક્ષરમાં અક્ષર નીચેથી ઉપરની તરફ જતા હોય તો તે વ્યક્તિ ઈશ્વરમાં આસ્થા રાખનારી તથા આશાવાદી હોય છે.

-ઉપરથી નીચેની તરફ હસ્તાક્ષર કરનારી વ્યક્તિ નકારાત્મક વિચારોવાળી તથા અવ્યાવહારિક હોય છે. તેમની મિત્રતા બહુ ઓછા લોકો સાથે હોય છે.

-હસ્તાક્ષરમાં છેલ્લે ડોટ કરનારી વ્યક્તિ ડરપોક અને શંકાશીલ હોય છે.

-પેન પર ભાર આપીને લખનારી વ્યક્તિ ભાવુક, ઉત્તેજક, જિદ્દી અને સ્પષ્ટવાદી હોય છે.

-પેન ઉઠાવ્યા વગર એક જ વારમાં હસ્તાક્ષર કરનારી વ્યક્તિ રહસ્યવાદી, ગુપ્ત પ્રવૃત્તિની તથા વાદવિવાદ પેદા કરનારી હોય છે.

-હસ્તાક્ષરમાં અવરોધક એવું કોઈ પણ પ્રકારનું ચિહ્ન કરનારી વ્યક્તિ આળસુ પ્રવૃત્તિની તથા સમાજ અને નૈતિકતાને મહત્ત્વ આપનારી હોય છે.

-જલદીથી હસ્તાક્ષર કરનારી વ્યક્તિ પોતાના કાર્યને ઝડપથી પૂર્ણ કરનારી તથા બુદ્ધિવાળી હોય છે.

-સ્પષ્ટ હોય અને તેમાં કોઈ પણ જાતનું અવરોધક ચિહ્ન ન હોય તેવા હસ્તાક્ષર કરનારી વ્યક્તિ ખુલ્લા મનની, વિચારશીલ તથા પોતાના કાર્યમાં પારદર્શિતા રાખનારી હોય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર 


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!