લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.

hd marriage

યોગ્ય ઉંમરે વિવાહ થઈ જાય તો ઘણી સમસ્યાઓ અને ચિંતાઓ હળવી થઈ જાય છે, પરંતુ ઘણી વાર આવું નથી થતું. ઘણા કિસ્સામાં તો વિવાહ માટેનાં માંગાં જ નથી આવતાં, તો કેટલાકમાં વાત બનતાં-બનતાં બગડે છે. એવામાં ગ્રહચાલ અને પ્રારબ્ધને જ કારણભૂત માનવામાં આવે છે

જો કોઈ યુવક કે યુવતીનો સંબંધ નક્કી ન થઈ રહ્યો હોય, દરેક વખતે વિવાહ માટેનો પ્રસ્તાવ આવે ત્યારે કોઈ ને કોઈ બાધા ઉત્પન્ન થતી હોય અથવા વધારે ઉંમર થવા છતાં યુવક કે યુવતીના વિવાહ કોઈ કારણસર ન થઈ રહ્યા હોય ત્યારે માતા-પિતા, ભાઈ-બહેન સહિત પરિવારજનો નિરાશ થઈ જાય છે. આવા સમયે નિરાશ થવાને બદલે જ્યોતિષશાસ્ત્રમાં ર્વિણત શીઘ્ર વિવાહના ઉપાયો કે પ્રયોગો કરવામાં આવે તો થોડા જ સમયમાં ઢોલ ઢબૂકશે, શરણાઈના સૂર રેલાશે અને લગ્નગીતો ગવાશે. શીઘ્ર વિવાહ માટે જ્યોતિષશાસ્ત્રમાં મંત્રજાપ, દેવપૂજન, દાન વગેરેની સાથે સરળ ઉપાયો અજમાવવાનું પણ વિધાન છે. તેનાથી યુવક કે યુવતીના સંબંધ કે વિવાહ આડેની બાધાઓ દૂર થાય છે.

યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો

જ્યારે કોઈ યુવક કે યુવતીના સંબંધની વાતો આવતી હોય, પરંતુ વેવિશાળ ન થતું હોય ત્યારે તેમના સહિત ઘરના અન્ય લોકો ચિંતામાં ડૂબી જાય છે. જો વિવાહયોગ્ય યુવક કે યુવતીનાં સમયસર લગ્ન થઈ જાય તો તેમની અને તેમનાં માતા-પિતાની ચિંતાઓ સમાપ્ત થઈ જાય છે. આમ તો વિવાહ ક્યારે થશે તે અંગે કોઈ ચોક્કસ તિથિ કે સમય જણાવવો મુશ્કેલ છે,પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈ ગ્રહ બાધાને કારણે સંબંધ ન થતો હોય તો નીચેના ઉપાયો અજમાવવાથી શરણાઈના સૂર જરૂર રેલાશે.

ગ્રહસંબંધી ઉપાયો
  •  જો કોઈ યુવક કે યુવતીની કુંડળીમાં સૂર્યને કારણે વિવાહમાં બાધા આવતી હોય તો દરરોજ બ્રહ્મમુહૂર્તમાં સૂર્યને જળ ચઢાવવું જોઈએ અને ‘ૐ સૂર્યાય નમઃ ।’ મંત્રનો જાપ કરવો જોઈએ.
  •  કુંડળીમાં મંગળને કારણે વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો ચાંદીનો ચોરસ ટુકડો હંમેશાં પોતાની પાસે રાખવો. તેનાથી વિવાહ શીઘ્ર નક્કી થશે.
  •  સૂર્યની બાધા હોય અને સંબંધની વાત આવે ત્યારે થોડો ગોળ ખાઈ અને પાણી પીને જવું જોઈએ. સાથે યુવક કે યુવતીની માતાએ સંબંધ નક્કી ન થાય ત્યાં સુધી ગોળ ખાવાનું છોડી દેવું જોઈએ.
  • તાંબાનો ચોરસ ટુકડો જમીનમાં દાટી દેવાથી સૂર્યની બાધા સમાપ્ત થાય છે અને વિવાહ જલદી ગોઠવાય છે.
  • દરેક શનિવારે શિવલિંગ પર કાળા તલ ચઢાવો, તેનાથી શનિની બાધા સમાપ્ત થઈ જશે અને સંબંધ જલદી નક્કી થશે.
  • શનિવારે વહેતા જળમાં નારિયેળ વહાવવાથી રાહુની બાધા દૂર થાય છે અને વિવાહ જલદી ગોઠવાય છે.
  • એક જ બાજુએ શેકેલી આઠ ગળી રોટલીઓ કૂતરાને ખવડાવવી.
  • શનિવારના દિવસે કાળા કપડામાં આખી અડદ, લોખંડ, કાળા તલ અને સાબુ બાંધીને તેનું ગરીબ વ્યક્તિને દાન કરવું.
  • કાળા ઘોડાની નાળમાંથી બનાવેલો છલ્લો જમણા હાથની મધ્યમા આંગળીમાં પહેરવો.

યુવતીના વિવાહ માટેનો ઉપાય

  • જો કોઈ કન્યાના વિવાહ સમયસર ન ગોઠવાય તો માતા-પિતાને ચિંતા થાય તે સ્વાભાવિક છે. વર્તમાન સમયમાં તો આ સમસ્યા સામાન્ય બની ગઈ છે. જો તમે ઇચ્છતા હો કે તમારી દીકરીનો સંબંધ કોઈ સારા ઘરમાં ગોઠવાઈ જાય તો નીચેનો પ્રયોગ જરૂર કરો.

સુદ પક્ષના પહેલા ગુરુવારે સાત કેળાં, સાતસો ગ્રામ ગોળ અને એક નારિયેળ લઈને કોઈ નદી અથવા સરોવર પર જાઓ. હવે કન્યાને વસ્ત્ર સહિત નદીના જળથી સ્નાન કરાવીને તેના ઉપરથી ચોટલીવાળું નારિયેળ ઉતારીને નદીમાં વહાવી દો. તેની સાથે થોડો ગોળ તથા એક કેળું ચંદ્રદેવના નામે તથા તેટલી જ સામગ્રી સૂર્યદેવના નામે નદીના કિનારે મૂકીને તેમને પ્રણામ કરો. હવે બચેલા ગોળમાંથી થોડો ગોળ કન્યાએ ખાવો અને બાકી બચેલી સામગ્રી ગાયને ખવડાવી દેવી. આ ઉપાય કરવાથી કન્યાનો સંબંધ સારા ઘરમાં ગોઠવાશે.

  • જે કન્યાના વિવાહ ન થઈ રહ્યાં હોય તેણે ભગવતી પાર્વતીની ર્મૂિત અથવા તસવીરની સમક્ષ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને નીચે જણાવેલા મંત્રનો અગિયારમાળા જાપ દસ દિવસ સુધી સતત કરવો.

મંત્રઃ હે ગૌરિ શંકરાર્દ્ધાગિ યથા શંકરપ્રિયા

તથા માં કુરુ કલ્યાણિ કાન્તકાન્તાં સુદુર્લભામ્ ।।

યુવકના વિવાહ માટેનો ઉપાય

  • હિન્દુ ધર્મમાં વિવાહને સોળ સંસ્કારોમાં મહત્ત્વનો સંસ્કાર માનવામાં આવે છે. દરેક માતા-પિતાની ઇચ્છા હોય છે કે તેમના દીકરાનાં લગ્ન ધામધૂમથી થાય, પરંતુ ક્યારેક કેટલાંક કારણોસર તેમનો સંબંધ યોગ્ય સમયે ગોઠવાતો નથી. જો આવું તમારા દીકરા સાથે થઈ રહ્યું હોય તો નીચેનો પ્રયોગ જરૂર અજમાવો.

કુંભાર જે લાકડી વડે ચાકડો ફેરવતો હોય તેને કોઈને જાણ ન થાય તે રીતે મેળવી લો. ત્યારબાદ ઘરનો કોઈ ખૂણો સાફ કરીને ત્યાં આ લાકડી સૌભાગ્યની વસ્તુઓથી સજાવીને તેને એક રીતે કન્યાનું સ્વરૂપ આપીને ખૂણામાં ઊભી મૂકીને ગોળ અને ચોખાથી તેની પૂજા કરો. આ પ્રયોગ અજમાવવાથી વિવાહયોગ્ય યુવકના વિવાહ જલદી ગોઠવાય છે. જો ચાલીસ દિવસમાં તમારી ઇચ્છા પૂરી ન થાય તો આ પ્રયોગ ફરીથી કરો. આ પ્રક્રિયા સાત વાર સુધીમાં અવશ્ય શુભ ફળ આપે છે.

  • જે યુવકના વિવાહ કે સંબંધ નક્કી ન થઈ રહ્યો હોય તેણે નીચેના મંત્રનો સતત દસ દિવસ સુધી અગિયારમાળા જાપ કરવો જોઈએ.

મંત્રઃ ૐ ક્લીં પત્ની મનોરમ દેહિ મનોવૃત્તાનુસારિણીમ્

તારણી દુર્ગ સંસાર સાગરસ્ય કુલાદ્ધવામ્ ।।

 શીઘ્ર વિવાહ માટે વાસ્તુના અચૂક ઉપાય

વિવાહ જીવનની એક મહત્ત્વની બાબત છે. જો વિવાહમાં અથવા વિવાહ નક્કી થવામાં અડચણો આવતી હોય તો તેનાં અનેક કારણો હોઈ શકે છે. તેમાંથી એક કારણ વાસ્તુદોષ પણ છે. જો આ વાસ્તુદોષોને જાણીને દૂર કરવામાં આવે તો જેના વિવાહ નક્કી ન થઈ રહ્યા હોય તેના વિવાહ શીઘ્ર નક્કી થાય છે. તેના માટે અહીં જણાવેલા વાસ્તુના અચૂક ઉપાયો અજમાવવા જોઈએ.

  • જો વિવાહસંબંધની બાબતમાં બાધાઓ આવતી હોય તો સંબંધની વાત માટે જ્યારે અતિથિ ઘરે આવે ત્યારે તેમને એ રીતે બેસાડવા જોઈએ કે જેથી તેમનું મુખ ઘરની અંદરની તરફ રહે. તેમને દ્વાર ન દેખાવો જોઈએ.
  • મંગળદોષને કારણે વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો રૂમના દરવાજાનો રંગ લાલ અથવા ગુલાબી રાખવો જોઈએ.
  • વિવાહયોગ્ય યુવક કે યુવતીના રૂમમાં કોઈ પણ પ્રકારની ખાલી ટાંકી, મોટું ખાલી વાસણ ઢાંકણું વાખીને ન રાખવું. રૂમમાં કોઈ ભારે વસ્તુ કે સામાન હોય તો તેને હટાવી દેવો જોઈએ.
  • વિવાહયોગ્ય યુવક કે યુવતી જે પલંગ પર સૂતાં હોય તેની નીચે લોખંડની કોઈ વસ્તુ કે નકામો સામાન ન રાખવો. તેમના પલંગ નીચેની જગ્યા ખાલી જ રાખવી.
  • જો વિવાહ પહેલાં સંબંધની વાત માટે યુવક-યુવતી એકબીજાને મળે એટલે કે ઇન્ટરવ્યૂ લે ત્યારે તેમની બેસવાની વ્યવસ્થા એ રીતે ગોઠવવી જોઈએ કે જેથી તેમનું મુખ દક્ષિણ દિશા તરફ ન રહે.
  • ઘરના મુખ્ય દ્વારની નજીક જ વાસ્તુદોષ હોય તો વિવાહની વાત અન્ય કોઈના ઘરે કરવી જોઈએ.
  • ઘરમાં જવાન યુવતી હોય, તે સર્વગુણ સંપન્ન હોય છતાંય તેનાં લગ્ન ન થઈ રહ્યાં હોય તો તેના પલંગ પર પીળા રંગની ચાદર પાથરવી. કન્યાને આ ચાદર પર જ સૂવા માટે કહેવું. સાથે સાથે તેના રૂમની દીવાલોનો રંગ પણ આછો શક્ય હોય તો આછો પીળો રાખવો. એક વાતનું ધ્યાન રાખવું કે તેનો રૂમ વાયવ્ય ખૂણામાં જ હોવો જોઈએ. જીવનમાં પીળો રંગ સફળતાનો સૂચક કહેવાય છે. પીળો રંગ ભાગ્યમાં વૃદ્ધિ કરે છે. કન્યાના લગ્નમાં પીળા રંગનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ, તેનાથી કન્યા તેની સાસરીમાં સુખી થાય છે. વિવાહ ર્નિિવઘ્ન થવાની શુભ સૂચના હળદરથી સંપન્ન થાય છે, કારણ કે હળદરને ગણેશજીની ઉપસ્થિતિ માનવામાં આવે છે અને જે કાર્યમાં સ્વયં શ્રીગણેશજી ઉપસ્થિત હોય, તે કાર્યમાં વળી વિઘ્ન કેવાં! લક્ષ્મી, અન્નપૂર્ણા પણ હરિદ્રા કહેવાય છે. શ્રીસૂક્તમાં વર્ણન કરવામાં આવ્યું છે કે લક્ષ્મીજીએ પીળાં વસ્ત્રો ધારણ કર્યાં છે. આના પરથી હળદરનું અને પીળા રંગનું મહત્ત્વ સમજી શકાય છે. આટલું જ નહીં, બૃહસ્પતિ (ગુરુ)નો રંગ પણ પીળો છે, એટલે જ તો પીળા રંગનો પોખરાજ ધારણ કરવાથી બૃહસ્પતિની કૃપા પ્રાપ્ત થાય છે.

 સાભાર: દિવ્ય ભાસ્કર 


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

Leave a comment

Blog about Happening all things around us that touching our Jindagi