અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?

ramshalaka

 

સૌના જીવનમાં ઘણા એવા પ્રશ્ન છે જેનો જવાબ આપણે જાણવા ઈચ્છીએ છે. આ પ્રશ્ન ધન સંબંધી હોઈ શકે છે કે પરિવારથી જોડાયેલા હોઈ કે અન્ય કોઈ પરેશાની. કોઈપણ કાર્યને શરૂ કરતા પહેલા તેમાં સફળતા મળશે કે નહીં, એવું બધા વિચારે છે. આવા પ્રકારના જ પ્રશ્નોના ઉત્તર શોધવા માટે એક માધ્યમ ઘણું પ્રસિદ્ધ છે. આ માધ્યમ છે રામશલાકા પ્રશ્નાવલી.

ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત શ્રીરામચરિતમાનસમાં રામશલાકા પ્રશ્નાવલી આપવામાં આવી છે. તેનાથી આપણી બધી જિજ્ઞાષાઓ શાંત થઈ જાય છે. આ પ્રશ્નાવલીનો ઉપયોગ કરવાની આ વિશેષ રીત છે. આગળની સ્લાઈડ્સની ફોટોમાં આપવામાં આવેલ રામશલાકાથી પોતાના પ્રશ્નોના ઉત્તર પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલા ભગવાન શ્રી રામનું ધ્યાન કરો અને પ્રભુ પર પૂરો વિશ્વાસ કરીને તમારા પ્રશ્નનો વિચાર કરો. હવે રામશલાકા પ્રશ્નાવલી પર તમારી આંગળી કે પેન ફેરવો. આ માટે તમે આગળ આપવામાં આવેલી રામશલાકાની પ્રિંટ કાઢી શકો છો કે પછી માઉસના કર્સર પોઈંટને પ્રશ્નાવલી પર ફેરવો, આ દરમ્યાન તમારી આંખ બંધ રાખો. ભગવાન શ્રી રામના નામનો જપ કરતા રહો. થોડાક સમય પછી હાથ અટકાવી દો. હવે જે શબ્દ પર તમારી આંગળી, પેન કે કર્સર અટક્યું છે, તે શબ્દોને કાગળ પર રાખો.

રામશલાકા પ્રશ્નાવલી
રામશલાકા પ્રશ્નાવલી

તેના પ્રશ્નાવલીના આ શબ્દથી આગળ નવમો શબ્દ ફરીથી લખો. તે પ્રમાણે દરેક વખતે નવમાં શબ્દને બીજા કાગળ પર લખતા જાવો. એવું ત્યાં સુધી કરો જ્યાં સુધી પૂરી પ્રશ્નાવલીનો એક રાઉંડ ન થઈ જાય. રામશલાકા પ્રશ્નાવલીનો એક રાઉંડ પૂરો થયા પછી, બીજા કાગળ પર લખેલા બધા શબ્દને ધ્યાનથી વાંચો. આ શબ્દોથી અહીં આપવામાં આવેલી કેટલીક ચોપાઈઓમાંથી કોઈ એકની લાઈન કે શબ્દ બનશે.

– આ ચોપાઈ જ આપના પ્રશ્નોનો ઉત્તર છે. ધ્યાન રાખો કે એક બોક્સમાં એક કે બે શબ્દ લખેલા છે, ક્યાંક-ક્યાંક માત્ર માત્રાઓ લખી છે. આથી બોક્સમાં લખવામાં આવેલા શબ્દોને એક જ જાણો. ઉદાહરણ માટે જો કોઈ વ્યક્તિની આંગળી પ્રશ્નાવલીમાં એક બોક્સમાં રહેલ ચિહ્ન * ના અક્ષર પર રોકાઈ છે તો અહીં (મ) લખેલો છે.

– આ બોક્સથી હવે નવ-નવ નંબરના બોક્સમાં લખેલા અક્ષરોને બીજા કાગળ પર લખશો તો એ ચોપાઈ બની જશે – हो इ हि सो इ जो रा म र चि रा खा। को क रि त र्क ब ढ़ा वै सा खा। આ ચોપાઈ રામચરિતમાનસના બાલકાંડમાં શિવજી અને પાર્વતીજીની વચ્ચે થઈ રહેલા સંવાદમાં આવે છે. તેનો અર્થ એ છે કે વિચારેલા કામમાં સંદેહ છે, આથી તેને ભગવાન પર છોડી દેવું જોઈએ. આ ચોપાઈ ઉપરાંત શ્રી રામશલાકા દ્વારા બીજી આઠ ચોપાઈઓ બને છે જે આ પ્રકારે છે…

ramshalaka2

सुनु सिय सत्य असीस हमारी। पूजिहि मन कामना तुम्हारी।।

ઉત્તર – આ ચોપાઈ બાલકાંડમાં સીતા દ્વારા ગૌરી માતાના પૂજન પ્રસંગની છે. માતા ગૌરીએ સીતાને આશીર્વાદ આપ્યા છે. આ ચોપાઈ થવાનો અર્થ છે કે પ્રશ્ન કરનાર વ્યક્તિનું કાર્ય અવશ્ય પૂરું થશે.

ramshalaka3

प्रबिसि नगर कीजे सब काजा। हृदयँ राखि कोसलपुर राजा।।

ઉત્તર – આ ચોકપાઈ સુંદરકાંડમાં હનુમાનજીના લંકાપ્રવેશ કરવાના સમયનું છે. તેનો અર્થ છે કે ભગવાનનું ધ્યાન કરીને, શ્રી રામની પૂજા કરી કાર્યનો આરંભ કરવાથી સફળતા મળે છે.

ramshalaka4

उधरहिं अंत न होई निबाहू। कालनेमि जिमि रावन राहू।।

ઉત્તર – આ ચોપાઈ બાલકાંડના પ્રારંભમાં સત્સંગ વર્ણના પ્રસંગની છે તેનો અર્થ છે કે આ કાર્યમાં સફળતા પ્રાપ્ત થવામાં સંદેહ છે, કંઈક ખરાબ થઈ શકે છે.

ramshalaka5

बिधि बस सुजन कुसंगत परही। फनि मनि सम निज गुन अनुसरहीं।।

ઉત્તર – આ ચોપાઈ બાલકાંડના પ્રારંભમાં સત્સંગ વર્ણનના પ્રસંગની છે. તેનો અર્થ છે કે ખતરાબ લોકોનો સાથ છોડી દો, આ કાર્યમાં સફળતા પ્રાપ્ત થવી મુશ્કેલ છે.

 

ramshalaka6

मुद मंगलमय संत समाजू। जो जग जंगम तीरथराजू।।

ઉત્તર – આ ચોપાઈ બાલકાંડમાં સંતન સમાજના વર્ણન સમયની છે. સમજીને કરવામાં આવેલા કાર્યમાં સફળતા મળવની પૂરી શક્યતા છે. શ્રી રામનું ધ્યન કરો.

ramshalaka7

गरल सुधा रिपु करहिं मिताई। गोपाद सिंधु अनल सितलाई।।

ઉત્તર – જ્યારે હનુમાનજીએ લંકામાં પ્રવેશ કર્યો તે સમયની આ ચોપાઈ છે. તેનો અર્થ છે કે કાર્ય જરૂર પૂર્ણ થશે. રામજીની પૂજા કરો.

ramshalaka8

बरुन कुबेर सुरेस समीरा। रन सन्मुख धरि काहुं न धीरा।।

ઉત્તર – જ્યારે લંકાકાંડમાં રાવણનું મૃત્યુ થાય છે, ત્યારે મંદોદરીના વિલાપ પ્રસંગમાં આ સોપાઈ છે. તેનો અર્થ એ છે કે વિચારેલા કાર્યો પૂરાં થવાની શક્યતા ખૂબ ઓછી છે.

ramshalaka9

सुफल मनोरथ होहुँ तुम्हारे। रामु लखनु सुनि भए सुखारे।  

ઉત્તર – બાલકાંડમાં પુષ્પવાટીકાથી પુષ્પ લઈને આવવાથી વિશ્વામિત્રજીના આશીર્વાદ આ ચોપાઈમાં છે. તેનો અર્થ છે તમારું કાર્ય પૂર્ણ થઈ જશે.

Courtesy: Divya Bhaskar.

હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!

Leave a comment