60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!

maa laxmi

-દિવાળીમાં દરેક રાશિના લોકો આ સરળ ઉપાય કરીને જીવનમાં ધનલાભ વધારી શકે છે

દિવાળી ની રાત શ્રેષ્ઠ મૂહુર્તમાં મહાલક્ષ્મીની પૂજા કરો. પૂજામાં તેજ સુગંધવાળી અગરબત્તી, ધૂપ, અંતર, અષ્ટગંધનો ઉપયોગ કરો. લાલ ચંદનનો ઉપયોગ કરો. આ સંબંધમાં એવી માન્યતા છે કે તેજ સુગંધથી લક્ષ્મી આપણી ઉપર કૃપા વરસાવે છે.

અહીં જાણો લક્ષ્મીને પ્રાપ્ત કરવા માટેના એવા જ કેટલાક નાના-નાના ઉપાય. અહીં બતાવ્યા છે તેમાંથી તમે પણ કોઈપણ ઉપાય કરી શકો છો કે માત્ર કોઈપણ પાંચ પણ કરી શકો છો.

-દિવાળીની રાતે આસોપાલના ઝાડની નીચે ઘીનો દીવો પ્રગટાવો તથા વૃક્ષની પૂજા કરો. આગલા દિવસે વૃક્ષની ડાળીને લઈ આવો તથા તિજોરીમાં રાખો. ધનની આવક વધવા લાગશે.

-પાંચ કોડી ગોમતી ચક્રને લાલ વસ્ત્રમાં બાંધીને ઘરની ચોખટ ઉપર બાંધવાથી ધન સંબંધી કામોમાં લાભ મળવા લાગે છે.

-એવું માનવામાં આવે છે કે લક્ષ્મીમાં એકાક્ષી નારિયળ કે સમુદ્રી નારિયળની પૂજા કરવા તથા વ્યવસાય સ્થળ ઉપર તેને રાખવાથી નુકસાન નથી થતું તથા સમૃદ્ધિ આવશે.

-કમળગટ્ટાની માળાથી દિવાળીની રાત્રે અનુષ્ઠાન તથા આ માળા તિજોરી કે પૂજાના સ્થાન ઉપર રાખવાનું અત્યંત શુભ માનવામાં આવે છે.

-લક્ષ્મી, ભગવાન નારાયણની પત્ની છે અને નારાયણને અત્યંત પ્રિય પણ છે. તેમન ઉત્પતિ સમુદ્ર મંથન દ્વારા થઈ હતી. શંખ, મોતી, સીપ, કોડી પણ સમુદ્રથી પ્રાપ્ત થવાને લીધે જ નારાયણને પ્રિય છે. આથી લક્ષ્મી પૂજામાં સમુદ્રથી પ્રાપ્ત વસ્તુઓનો ઉપયોગ વધુ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે પૂજા પછી વસ્તુઓને પોતાના ધનની જગ્યાએ સ્થાપિત કરવાથી ધનમાં વધારો થાય છે.

-આ દિવસે મુખ્ય દરવાજા ઉપર લક્ષ્મીના ગૃહ પ્રવેશ કરતા ચરણ સ્થાપિત કરવામાં આવે છે.

-શ્રીયંત્ર, કનકધારા યંત્ર, કુબેર યંત્ર સિદ્ધ કરાવી પૂડા સ્થાન-તિજોરીમાં રાખવામાં આવે છે.

-મહાલક્ષ્મીને અષ્ટ સ્વરૂપ માનવામાં આવે છે- ધનલક્ષ્મી કે વૈભવલક્ષ્મી, ગજલક્ષ્મી, અધિલક્ષ્મી, વિજયલક્ષ્મી, ઐશ્વર્ય લક્ષ્મી, વીર લક્ષ્મી, ધાન્ય લક્ષ્મી, સંતાન લક્ષ્મી. જે ભક્તને જે રૂપની અભિલાષા હોય છે તે એ સ્વરૂપની આરાધના કીર શકે છે.

-દક્ષિણાવર્તી શંખની પૂજા અને સ્થાપનાથી પણ ધનઆગમન અને સુખ પ્રાપ્તનો લોક વિશ્વાસ છે.

-લક્ષ્મીની સાથે 51 કોડીઓની પૂજા કરી તેમને પૂજાસ્થાન, તિજોરી તથા વ્યવસાય સ્થળ ઉપર રાખવાથી શુભ-સમૃદ્ધિદાયક માનવામાં આવે છે.

-આ દિવસે પારદ શિવલિંગની સ્થાપના કરી પારદ ગણેશની આરાધના સમૃદ્ધિ આપે છે.

-પારદ લક્ષ્મીની આરાધના પણ ઐશ્વર્યદાયક ગણવામાં આવી છે.

-ઘરમાં લક્ષ્મીને આમંત્રિત કરવાની સાથે જ તેને સહેજ કરીને રાખવાનું જતન કરવાનું પણ મહત્વપૂર્ણ છે. એટલા માટે નકદી(રોકડ) અને ઘરેણાં-ઝવેરાતની તિજોરી-કબાટ દક્ષિણ કે પશ્ચિમની દિવાળી ઉપર હોય એને તેનું ઉત્તર કે પૂર્વ તરફ ખુલે. ધ્યાન રાખવું કે આ કબાટ ઉપર દર્પણ લાગેલ ન હોય.

-કહેવાય છે , ધનતેરસના રોજ ભોજપત્ર ઉપર શ્રીયંત્ર બનાવ્યા પછી દિવાળીના દિવસે તેને સિદ્ધ કરી તિજોરીમાં સ્થાપિત કરવાથી તિડોરી ક્યારેય ખાલી નહીં થાય.

-સ્ફટિક શ્રીયંત્ર અને સ્ફટિક માળાનો ઉપયોગ/સ્થાપના પણ કરવામાં આવે છે. માળા સિદ્ધ કર્યા પછી તેને લક્ષ્મી મંત્રજાપ તથા કનકધારા સ્ત્રોત અનુષ્ઠાન કરવામાં આવે છે.

-દિવાળીના દિવસે રાત્રે રામરક્ષા સ્ત્રોતનો પાઠ અને અનુષ્ઠાન કરવાથી સફળતા તથા ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.

-કહેવાય છે કે દિવાળીની પૂજા ગુપ્ત રાખવી જોઈએ, તેના વખાણ ન કરવા જોઈએ.

-સર્વપિતૃ અમાસે પિતૃઓ પાછા નથી જતા, તેઓ ધરતી ઉપર જ રહે છે. તેઓ પાછા ફરે છે દિવાળીની રાતે. જો કે પિતૃઓ જવા માટે માર્ગ ઉપર પ્રકાશિક કરવાની જરૂર હોય છે, આથી આ રાતે દિવાઓની પક્તિઓ લગાવીને પિતૃઓનો પાછા ફરવાનો માર્ગ પ્રકાશિત કરવામાં આ છે. તેનાથી યમ પ્રસન્ન થાય છે અને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે.

-લક્ષ્મી પૂજા કરતી વખતે હકીકની પૂજા કરવી જોઈએ. પૂજા પછી હકીકને ધારણ કરવાની સાથે જ ધનનો વધારો થાય છે. હકીક બજારમાં આસાનીથી પ્રાપ્ત થાય છે.

-કારતક મહિનાના શુક્લ પક્ષની બીજ યમ અને તેમની બહેન યમુના સાથે જ સીધા જોડાયેલ છે, જે આગળ ચાલીને ભાઈ-બહેન સાથે સંબદ્ધ થઈ ગઈ. યમ અને યમુનાની કથા આપણને બતાવે છે કે આપણે ગમે એટલા મહત્વૂપર્ણ કાર્યમાં વ્યસ્ત હોઈએ, આપણે પોતાના પ્રિયજનો સાથે મેળ-મિલાપ માટે સમય કાઢવો જોઈએ અને હંમેશા તેમના કલ્યાણની કામના કરવી જોઈએ. એ જ આ શુભ પર્વનો શુભ સંદેશ છે.

-ગણેશજી ઋદ્ધિ અનસિદ્ધિના સ્વામી છે અને મહાલક્ષ્મી ધનની દેવી છે. આથી આ બંનેના સંયુક્ત યંત્ર પૂજામાં રાખવાથી શ્રીગણેશની સાથે જ લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થઈ જાય છે.

-દિવાળીની સવારે શેરડીની જડ લી આવો ત્યારબાદ આ રાત્રેમાં જ્યારે લક્ષ્મી પૂજા કરો ત્યારે શેરડીની આ સોટાની પણ પૂજા કરવી જોઈએ. એમ કરવાથી ધન લાભ થાય છે.

-દિવાળીના દિવસે પતિ-પત્ની સવાર-સવારમાં લક્ષ્મી-વિષ્ણુ મંદિરમાં જાઓ અને ત્યાં દેવી લક્ષ્મીને વસ્ત્ર વગેરે અર્પિતકરો. તેનાથી પતિ-પત્નીના જીવનમાં ક્યારય પણ ધનની ખોટ પડતી નથી.

-રાત્રે લક્ષ્મી પૂજાના સમયે કમળ પુષ્પ અર્પિત કરો અને કમળગટ્ટાની માળાથી લક્ષ્મી મંત્ર- ऊँ महालक्ष्मयै नम:નો જાપ કરો. તેનાથી દેવી લક્ષ્મીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.

-દિવાળીની પૂજામાં લક્ષ્મીની સાથે જ આસોપાલવના ઝાડની પૂજા કરવી જોઈએ. તેનાથી ધન-સંપત્તિમાં વધારો થાય છે.

-દિવાળીના દિવસે સવારે વહેલા ઊઠીને તાંબાના લોટમા જળ લો અને તેમાં લાલ મરચાના બીજ નાખીને સૂર્યને અર્પિત કરો. આ ઉપાયથી તમને મનચાહ્યું પ્રમોશન અને ટ્રાન્સફ મળશે. આ ઉપાય નિયમિત રીતે કરવો જોઈએ.

-દિવાળીના દિવસે કોઈ એવા શિવમંદિરમાં જાઓ જે સ્મશાનમાં સ્થિત હોય. એ મંદિરમાં શિવલિંગને દૂધ, જળ અર્પિત કરો. દીવો પ્રગટાવો. આ ઉપાયથી સ્થાયી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.

-દિવાળીની વહેલી સવારે વહેલા ઊઠીને નિત્યકર્મ પૂરા કરીને તુલસીના પાનની માળા બનાવો અને તેને મહાલક્ષ્મીને અર્પિત કરો. એમ કરવાથી ધનમાં વધારો થશે.

-દિવાળીના દિવલે હળદરની 11 ગાઠ લઈ આવો અને રાત્રે લક્ષ્મીની સાથે જ તેની પણ પૂજા કરો. ત્યારબાદ તેને પીળા કપડાંમાં બાધીને તિજોરીમાં રાખી દો. પૂજાના સમયે લક્ષ્મી અને શ્રીગણેશના સંયુક્ત ફોટોની પૂજા કરવી જોઈએ.

-દિવાળીની સાંજે કોઈ મંદિરમાં સોપારી અને તાંબાનો લોટો રાખી આવો. તેની સાથે જ થોડી દક્ષિણા પણ રાખો. આ ઉપાયથી દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થશે.

-આ દિવસે અમાસ રહે છે અને આ તિથિ ઉપર પીપળાના ઝાડને જળ અર્પિત કરવું જોઈએ. એમ કરવાથી શનિના દોષ અને કાળસર્પ દોષ દૂર થાય છે.

-જ્યોતિષ અને બધા ધર્મશાસ્ત્રો પ્રમાણે એક પીપળાનું ઝાડ લગાવનાર વ્યક્તિને જીવનમાં કોઈપણ પ્રકારના દુઃખ નથી સતાવતા. તે વ્યક્તિને ક્યારેય રૂપિયાની ખોટ નથી પડતી. પીપળો વાવ્યા પછી તેનું નિયમિત રીતે લાલનપાલન અને પાણી પીવડાવવું જોઈએ. પીપળાનું ઝાડ લગાવવાથી તમારા ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધે છે, ધન વધે છે. પીપળો મોટો થાય ત્યાં સુધી તેનું ધ્યાન રાખવું જીએ ત્યારે આશ્ચર્યજનક લાભ પ્રાપ્ત થશે.

જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

  • ઘરમાં ઈન્કમ વધશે, તાંબાના લોટામાં પાણી ને કાળા તલ નાંખી કરો ઉપાય

જો કોઈ વ્યક્તિ ધન સંબંધી, સ્વાસ્થ સંબંધી કે ઘર-પરિવાર સાથે સંબંધિત પરેશાનીઓથી ત્રસ્ત હોય તો અહીં કાળા તલના કેટલાક ઉપાય બતાવ્યા છે. કાળા તલના આ ઉપાયોથી કુંડળીના ગ્રહદોષ દૂર થાય છે. શનિની સાડાસાતી, ઢૈય્યા, રાહુ-કેતુના દોષ, કાળસર્પ દોષ કે પિતૃદોષ હોય તો કાળા તલના આ ઉપાયોથી લાભ પ્રાપ્ત થઈ શકે છે.

ઉપાયઃ તાંબાના લોટામાં જળ ભરો અને પછી નાખો કાળા તલ

નિયમિત રીતે બ્રહ્મમૂહુર્તમાં ઊઠો, નિત્યકર્મથી નિવૃત્ત થઈ પવિત્ર થઈ જાઓ પછી કોઈ પણ શિવ મંદિરમાં જાઓ. દરરોજ શિવજીની વિધિ-વિધાનથી પૂજા કરો. જો વિધિવત પૂજા કરવામાં અસમર્થ હો તો દરરોજ તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરો અને તેમાં થોડા તલ નાખી દો. હવે આ જળને શિવલિંગ ઉપર ऊँ नम: शिवाय મંત્રનો જાપ કરીને ચઢાવો. ધ્યાન રાખવું કે શિવલિંગ ઉપર જળ પાતળી ધારથી ચઢાવો અને મંત્રનો જાપ કરતા રહો.

જો તમે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતા હો તો ખૂબ જ ફાયદો રહે છે. એમ દરરોજ કરો. જળ ચઢાવવાની સાથે જ પુષ્પ અને બીલી પત્ર પણ ચઢાવો. આ ઉપાયથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.

-કાળા તલનું દાન કરવાથી પણ રાહુ-કેતુ અને શનિ સંબંધી અનેક અશુભ યોગનો ખરાબ પ્રભાવ દૂર થઈ જાય છે.

-દર શનિવારે કાળા તલ, કાળા અડદને કાળા કપડામાં બાંધીને ગરીબ વ્યક્તિને દાન કરવાથી રૂપિયા સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થવા લાગે છે.

-દૂધમાં કાળા તલ મેળવીને પીપળાના ઝાડ ઉપર ચઢાવવાથી ભાગ્યહીન વ્યક્તિ પણ ભાગ્યશાળી બની જાય છે. એમ રોજ કરવાથી દરેક દુઃખો દૂર થાય છે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

શનિવારે કરો કાળા તલથી આ રીતે સ્નાનઃ-

-શનિદોષ અને રાહુ-કેતુના દોષોથી બચવા માટે દર શનિવારે નહાતી વખતે પાણીમાં કાળા તલ મેળવો અને પછી આ જળથી સ્નાન કરો. જ્યોતિષની જૂની માન્યતાઓ પ્રમાણે આ ઉપાયથી શનિના દોષોથી મુક્તિ મળી જાય છે.

-જો શનિની સાડાસાતી કે ઢૈય્યાનો સમય ચાલી રહ્યો હોય તો કોઈ પવિત્ર નદીમાં દર શનિવારે કાળા તલ પ્રવાહિત કરવા જોઈએ. તેનાથી શનિના દોષની શાંતિ થાય છે. શિવલિંગ ઉપર કાળા તલ ચઢાવવા જોઈએ. તેનાથી શનિના દોષ શાંત થાય છે.

ધનલાભની કામના કરતા-કરતા આ ઉપાય સમયે-સમયે કરો

કોઈ પણ શનિવારની સાંજે આખા અડદના એક દાણા ઉપર થોડુ દહીં અને સિંદૂર લગાવો અને તેને કોઈપણ પીપળાની નીચે રાખી આવો. પાછા આવતી વખતે વળીને ન જોવું. આ ઉપાય શનિવારે જ શરૂ કરવો જોઈએ. દર શનિવારે આ રીતે કરતા રહો. નજીકના જ ભવિષ્યમાં શનિ કૃપાથી ધન સંબંધી કાર્યોમાં લાભ મળી શકે છે.

સુખ-શાંતિ માટે કરો આ ઉપાયઃ-

ઘરમાં સુખ શાંતિ ન રહેતી હોય અને હંમેશા વાદ-વિવાદ રહેતા હોય તો આ ઉપાય કરો. આ ઉપાય પ્રમાણે શનિવારે કોઈ પીપળાની નીચે સરસિયાના તેલનો એક દીવો પ્રગટાવો અને તેમાં કાળા અડદના ત્રણ દાણા નાખો. આ ઉપાય દર શનિવારે કરો તો ઘરમાં વાદ-વિવાદ ઓછા થઈ જશે.

મહિનામાં ઓછામાં ઓછા બે વાર કરો આ ઉપાયઃ-

ઘરમાં એક છાણું(ઉપલા) સળગાવો અને તેની ઉપર લોબાન, ગૂગળની ધુણી આપો. તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવી દો. એમ કરવાથી વાતાવરણમાં ફેલાયેલા બધા નુકસાનદાયક કીટાણુ નષ્ટ થઈ જશે. ઘરની નકારાત્મક ઊર્જા દૂર થઈ જશે અને સકારાત્મક ઊર્જા વધશે.

કોઈ પીપળા ઉપર લગાવો સફેદ ઝંડોઃ-

જો તમે શનિદોષના કારણે પરેશાનીઓનો સામનો કરી રહ્યા હોવ તો શનિવારે કોઈ પીપળા ઉપર સફેદ કપડાંનો ઝંડો લગાવો. આ ઉપાય ધન સંબંધી કાર્યોમાં શુભ ફળ પ્રદાન કરી શકે છે.

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

  • લક્ષ્મી પહેલાં કરો તેમના ભાઇની પૂજા, ઝડપથી પ્રસન્ન થશે ધનની દેવી

દીવોનો પાંચ દિવસોનો તહેવાર દિવાળીનો પ્રારંભ થઇ રહ્યો છે. આ દિવસોમાં બધા જ લોકો લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરે છે. લક્ષ્મી પૂજામાં ઘણા પ્રકારના શુભ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ વસ્તુઓમાં શંખ પણ સામેલ છે. શાસ્ત્રો મુજબ આ શંખને લક્ષ્મીનો ભાઇ માનવામાં આવે છે. લક્ષ્મીજીની પૂજા પહેલાં તેમના ભાઇ શંખની પૂજા કરવાનું વિધાન છે.

શંખ કેવી રીતે છે લક્ષ્મીના ભાઇઃ-

પ્રાચીન સમયમાં દેવતા અને દાનવોએ એક સાથે મળીને સમુદ્ર મંથન કર્યું હતું. આ મંથનમાં લક્ષ્મી અને શંખની સાથે જ કુલ 14 રત્નોની ઉત્પત્તિ થઇ હતી. લક્ષ્મી અને શંખ, બંન્ને સમુદ્ર મંથનમાં પ્રગટ થયા હોવાને કારણે તેઓ ભાઇ-બહેન માનવામાં આવે છે. આ ભગવાન વિષ્ણુને પણ ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને પ્રિય હોવાને કારણે જ શંખનું પૂજન લક્ષ્મી અને વિષ્ણુ પૂજન પહેલાં કરવાનું વિધાન છે. માટે જ, લક્ષ્મી પૂજા કરતા પહેલાં તેના ભાઇ શંખની પૂજા કરવામાં આવે છે.

નવ નિધિઓમાંથી એક પ્રમુખ નિધિ છે શંખઃ-

શંખને નવ નિધિઓમાંથી એક પ્રમુખ નિધિ માનવામાં આવે છે. શંખની ઉત્પત્તિ સંબંધમાં બ્રહ્મવૈવર્ત પુરાણમાં એક કથા છે. આ કથા મુજબ ભગવાન શંકર અને શંખચૂડ રાક્ષસની વચ્ચે યુદ્ધ થયું હતું. ભગવાન વિષ્ણથી પ્રાપ્ત ત્રિશુળથી શિવજીએ રાક્ષસનો વધ કરી દીધો અને તેના શરીરને સમુદ્રમાં નાખી દીધું. ત્યાથી જ શંખચૂડ શંખ સ્વરૂપે ઉત્પન્ન થયો.

શંખમાં રાખેલ પાણી હોય છે ગંગાજળ કરતા પણ વધારે પવિત્રઃ-

શંખમાં રાખેલું પાણી ગંગાજળ કરતા પણ વધારે પવિત્ર માનવામાં આવે છે. આ જ કારણ કોઇ પણ પૂજનમાં આરતી પછી શંખમાં રાખેલા શંખમાં જળનો છંટકાવ કરવાનું વિધાન છે. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીનું પૂજન વિન શંખ અધૂરો માનવામાં આવે છે. જો આપણે દરરોજ શંખમાં રાખેલા જળથી વિષ્ણુ અને લક્ષ્મીની પ્રતિમાને સ્નાન કરાવીએ તો આ ઉપાયથી ભાગ્યોદય થઇ શકે છે

કેવી રીતે ઓળખવો દક્ષિણાવર્તી શંખનેઃ-

શંખના બે મુખ્ય પ્રકાર હોય છે- દક્ષિણાવર્તી અને વામાવર્ત
શંખને વગાડવાની મુદ્રામાં જ્યારે હાથમાં લેવામાં આવે છે તો પકડવાનો ભાગ જો જમણા હાથ બાજુ આવતો હોય તો તે શંખ દક્ષિણાવર્તી હોય છે. જો કોઇ શંખનું હેન્ડલ ડાબી બાજુની તરફ આવતું હોય તો શંખ વામાવર્તી માનવામાં આવે છે
દક્ષિણાવર્તી શંખને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ શંખ વિના સિદ્ધ કર્યે પણ ઘરમાં રાખવામાં આવે તો લક્ષ્મી કૃપા બની રહે છે.

દિવાળીના દિવસે આ રીતે કરો દક્ષિણાવર્તી શંખને સ્થાપિતઃ-

દિવાળી પર લક્ષ્મી પૂજાના સમયે પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસવું. હવે સામે બાજોટ રાખવી અને તેની પર લાલ વસ્ત્ર પાથરવું. ચાંદી અથવા તાંબાની થાળી રાખવી, તેના પર કંકુથી આઠ પાંદડીઓવાળુ કમળ બનાવવું. આ આકૃતિને અષ્ટદળ કહેવામાં આવે છે. તેના પર દક્ષિણાવર્તી શંખને સ્થાપિત કરવો. ધૂપ-દીવો કરવો. ત્યાર પછી ચોખાના 108 દાણા લઇને ‘ऊँ श्रीं श्रिये नमः’ મંત્રને જાપ કરવાની સાથે શંખ પર એક પછી એક રાખતા જવું. ત્યાર પછી આ શંખને ચોખા સહિત લાલા વસ્ત્રમાં બાંધીને તિજોરીમાં રાખી દેવો. લક્ષ્મી પ્રાપ્તિના માર્ગ જાતે જ ખુલ્લી શકે છે.

દક્ષિણાવર્તી શંખનું મહત્વઃ-

દક્ષિણાવર્તી શંખ પણ બે પ્રકારના હોય છે- પુરૂષ શંખ અને સ્ત્રી શંખ
ઝાડી પરખવાળા અને ભારે શંખ પુરૂષ શંખ તરીકે ઓળખવામાં આવે છે

પાતળી પરખવાળા અને ભારે શંખ સ્ત્રી શંખ તરીકે ઓળખવામાં આવે છે

દક્ષિણાવર્તિ શંખ વિશે ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે-

दक्षिणावर्तशंखोय यस्य सद्मनि तिष्ठति।
मंगलानि प्रवर्तन्ते तस्य लक्ष्मीःस्वयं स्थिरा।।
कांचनी मेखलां कृत्वा शुचिस्थाने निधापयेत्।
शुचिस्तं पूजयेन्नित्यं कुसुमैश्चन्दनैस्तथा।।
दुग्धेन स्थापनीयोऽयं नैवेद्येस्तोषयेत् सदा।
दक्षिणावर्त शंखोऽयं सर्वलक्ष्मीफलप्रदः।।

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય

  • ધનતેરસના દિવસે કરો આ સરળ ઉપાય, કાયમ માટે દૂર થશે આર્થિક તંગી

ધનતેરસના તહેવારનું એક વિશેષ મહત્વ છે. આ દિવસે ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ધનતેરસના દિવસે સમૃદ્ધિની પ્રાપ્તિ માટે કરવામાં આવેલ કોઇપણ ઉપાય વધારે ફળદાયી રહે છે. સાથે જ, આ દિવસે ખરીદવામાં આવેલી કોઇપણ વસ્તુ લાભ આપનારી અને લાંબા સમય સુધી ટકી રહે તેવી હોય છે. આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ થોડા નાના-નાના ઉપાયો વિશે. જેના વિશે એવી માન્યતા છે કે, આ ઉપાયો જો ધનતેરસના દિવસે કોઇપણ શુભ સમયમાં કરવામાં આવે તો ઘરમાં સ્થિર લક્ષ્મીનો નિવાસ થાય છે.

મોરની માટીઃ-

ધનતેરસના દિવસે જો પૂજાના સમયે કોઇ પણ એવા સ્થાનની માટી જ્યાં મોર નાચ્યો હોય તે સ્થાનની માટીને લાવીને પૂજા કરવી. આ માટીને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી ઘરમાં હમેશાં લક્ષ્મીની કૃપા બની રહે છે.

ગાયનું ભોજનઃ-

ધનતેરસ અને દિવાળીના દિવસે રસોઇમાં જે પણ ભોજન બન્યું હોય, સૌથી પહેલાં તેમાથી ગાય માટે થોડો ભાગ અલગ કાઢી લેવો. આવું કરવાથી ઘરમાં સ્થિર લક્ષ્મીનો નિવાસ થાય છે.

આ વૃક્ષની ડાળી રાખવું શુભઃ-

ધનતેરસના દિવસે કોઇપણ શુભ સમયમાં કોઇ વૃક્ષની ડાળી તોડીને લાવવી, જેના પર ચામાચીડિયું રહેતું હોય. આ ડાળીને તમે તમારી બેસવાની જગ્યાએ રાખવી, ટૂંક સમયમાં જ તમને મોટો ફાયદો થશે.

મંદિરમાં લગાવવું કેળાનું છોડઃ-

ધનતેરસના દિવસે કોઇ પણ મંદિરમાં કેળાના બે છોડ લગાવવા. આ છોડની સમયે-સમયે દેખરેખ કરવી. આ છોડની બાજુમાં કોઇ સુગંધિત ફૂલનો છોડ પણ રાખવો. કેળાનો છોડ જેમ-જેમ મોટો થતો જાય, તમારા ઘરની આર્થિક પરિસ્થિતિમાં લાભ થતો જશે.

દક્ષિણાવર્તી શંખમાં લક્ષ્મી મંત્રનો જાપઃ-

ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન કર્યા પછી દક્ષિણાવર્તી શંખમાં લક્ષ્મી મંત્રનો જાપ કરતા-કરતા ચોખાના દાણા અને લાલ ગુલાબની પાંખડીઓ નાખતા રહેવી. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સમૃદ્ધિના યોગ બનવા લાગશે.

લક્ષ્મીને અર્પણ કરવી લવિંગઃ-

ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન કર્યા પછી લક્ષ્મી અથવા કોઇપણ દેવીને લવિંગ અર્પણ કરવી. આ ઉપાય દિવાળીના દિવસોમાં દરરોજ કરવો. તમારા ઘરમાંથી હમેશાં માટે તંગહાલી દૂર થઇ જશે.

લઘુ નારિયેળઃ-

ધનતેરસના દિવસે પૂજાના સમયે ધન, વૈભવ અને સમૃદ્ધિ મેળવવા માટે 5 લઘુ નારિયેળ પૂજા સ્થાન પર રાખવું. તેના પર કેસરનું તિલક કરવું અને બધા જ નારિયેળ પર તિલક કરતી સમયે 27 વાર નીચે લખેલા મંત્રનો જાપ મનમાં જ કરતો રહેવો.

ऐं ह्लीं श्रीं क्लीं

કિન્નરને ધન દાન કરવુઃ-

ધનતેરસના દિવસે કિન્નરને ધન દાન કરવું અને તેમાંથી થોડા રૂપિયા તેમને વિનંતી કરીને પાછા લઇ લેવા. આ રૂપિયાને સફેદ કપડામાં લપેટીને તિજોરીમાં સંભાળીને રાખી લેવા, તમને આખું વર્ષ લાભ જ થશે.

સફેદ વસ્તુઓનું દાન કરવુઃ-

ધનતેરસના દિવસે સફેદ વસ્તુ જેવી કે, ચોખા, સફેદ કાપડ, લોટ વગેરેનું દાન કરવું. આ ઉપાય કરવાથી તમને ટૂંક જ સમયમાં આર્થિક લાભ થવાના યોગ બની જશે.

સૂર્યાસ્ત પછી ઝાડુ-પોતાઃ-

લક્ષ્મી ખૂબ જ ચંચળ હોય છે. જો તે એકવાર રિસાઇ જાય તો તેને ઘણા ઉપાય કરવાથી પણ મનાવી શકાતી નથી. માટે દિવાળીના દિવસોમાં અને બની શકે તો રોજ સાંજે સૂર્યાસ્ત પછી ઘરમાં ઝાડુ-પોતા ન કરવા. આવું કરવાથી તમારા ઘરમાંથી લક્ષ્મી રિસાઇને જતી રહેશે.

ગરીબ વ્યક્તિઓની આર્થિક મદદ કરવીઃ-

ધનતેરસના દિવસે કોઇ ગરીબ, દુઃખી, અસહાય અને રોગી વ્યક્તિને આર્થિક મદદ કરવી. આવું કરવાથી તમારી ઉન્નતિ થશે.

કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!

ghar

  • સપનાનું ઘર લેવાની ઇચ્છા થશે પૂર્ણ, દિવાળીના દિવસે કરો આ 1 ખાસ ઉપાય…!!!

વર્તમાન સમયમાં મોંઘવારીને કારણે મોટા ભાગના લોકો એવા છે જેઓ ભાડાના મકાનમાં રહે છે. તેઓ પોતાનું ઘર વસાવવાના સપના તો જોવે છે, પરંતુ ઘણા ઓછા લોકો પોતાના આ સપનાને પૂર્ણ કરી શકે છે. જ્યોતિષ મુજબ જો આકરી મહેનત કરવા છતાં પણ વ્યક્તિ પોતાનું ઘર બનાવી શકતો નથી તો બની શકે છે કે, તેમની કુંડળીમાં કોઇ ગ્રહ દોષ હોય. આ દોષને કારણે દેવી-દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત નથી થઇ શકતી. થોડા દિવસો પછી 23 ઓક્ટોમ્બરે દિવાળનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસે જો થોડા ઉપાયો કરવામાં આવે તો પોતાના ઘરનું સપનું સાકાર થઇ શકે છે. આ દિવસે કરવામાં આવેલા ઉપાયથી લક્ષ્મી કૃપા પ્રાપ્ત થઇ શકે છે અને ધનલાભ થવાની પણ સંભાવનાઓ બની શકે છે.

હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!

અહીં જાણો ખાસ ઉપાય…

દિવાળીના દિવસે સવારે વહેલાં જાગી જવું જોઇએ. ત્યાર પછી નિત્ય કર્મોથી નિવૃત થઇને પવિત્ર થઇ જવું. કોઇપણ પવિત્ર અને સ્વચ્છ સ્થાન પર ફૂલોનો આ ઉપાય કરી શકો છો….
જમીન-સંપત્તિ, ઘર પ્રાપ્તિની કામના કરવાની સાથે જ ફૂલો વડે શિવલિંગ બનાવવું. ફૂલથી બનેલા શિવલિંગનું પૂજન કરવાથી ઘર અને જમીન સાથે જોડાયેલી બધી જ સમસ્યાઓ દૂર થઇ જાય છે. વિવિધ પ્રકારના ફૂલોથી શિવલિંગ બનાવીને તેનું પૂજન કરવાથી સ્થિર સંપત્તિની પ્રાપ્તિ થઇ શકે છે.

ખાંડનું શિવલિંગ બનાવીને તેનું પૂજન કરવુઃ-

શિવજીને ભોળેનાથ કહેવામાં આવે છે માટે જ તેઓ પોતાના ભક્તો પર ખૂબ જ જલ્દી પ્રસન્ન થઇ જાય છે. જો દિવાળીના શુભ તહેવાર પર તેમની પૂજા અર્ચના જો ખાસ વિધિ વિધાન સાથે કરવામાં આવે તો સાધકના દરેક સપના સાકાર થઇ જાય છે. માટે જો તમારે તમારા ઘરનું સપનું સાકાર કરવાની ઇચ્છા હોય તો દિવાળીના દિવસે ખાંડનું શિવલિંગ બનાવવું અને તેનું પૂજન કરવું. આ ઉપાય કરવાથી પણ જમીન અને ઘરમાં થઇ રહેવા વિવાદો અને વિઘ્નો દૂર થઇ શકે છે. સાથે જ, શિવ કૃપાથી ધન સંબંધી અન્ય કાર્યોમાં પણ સફળતા મળી શકે છે.

લીમડાની ડાળીઓનું નાનું ઘર બનાવવુઃ-

જો ઘરનું ઘર લેવામાં કોઇ અડચણ કે મુશ્કલી આવતી તો દિવાળી પર જો ખાસ અને સરળ ઉપાય કરવામાં આવે તો તમારું ઘરના ઘરનું સપનું સાકાર થઇ જશે અને બધા જ વિઘ્નોમાંથી તમને મુક્તિ મળી જશે. માટે જો કોઇ કારણવશ તમે તમારું મકાન બનાવી શકતા નથી અથવા નવું મકાન ખરીદી શકતા નથી તો દિવાળીના દિવસે લીમડાની ડાળીનું એક નાનું ઘર બનાવીને કોઇ ગરીબ બાળકને દાન કરવું અથવા કોઇ મંદિરમાં જઇને ત્યા રાખી દેવું.

ગાયને સવારે ગોળ ખવડાવવોઃ-

જે લોકોને મકાન ખરીદવામાં અથવા બનાવવામાં વિઘ્નો આવી રહ્યા છે. સાથે જ જો લોન મળવામાં પણ મુશ્કેલીઓ આવી રહી છે અથવા કોઇ બીજી બાધાઓ આવી રહી છે તો આ ઉપાય કરવો. આ ઉપાય તમારે રવિવારથી જ પ્રારંભ કરવાનો રહેશે. ઉપાય મુજબ તમારે દરરોજ સવારે ગાળને ગોળ ખવડાવવાનો રહેશે. બધા જ જાણે છે કે, ગાય માતાની સેવા કરવાથી આપણી ઇચ્છાઓ પૂર્ણ થઇ જાય છે. આ ઉપાય કરવાથી તમારા ઘર સાથે જોડાયેલી બધી જ સમસ્યાઓ દૂર થઇ શકે છે.

ધન અને સંપત્તિની દેવીઃ લક્ષ્મી

દેવી લક્ષ્મી ધન, સમૃદ્ધિ, વૈભવ સૌભાગ્ય અને સત્વગુણની પ્રભુખ દેવી છે. આ કારણે આજના યુગમાં બધા જ લોકો તેમની પૂજા-અર્ચના કરે છે. સમૃદ્ધિ, સંપત્તિ, આયુષ્ય, આરોગ્ય, પુત્ર પ્રાપ્તિની ઇચ્છા, ધન-ધાન્ય વગેરેની પ્રાપ્તિ માટે લક્ષ્મીની ઉપાસના કરવામાં આવે છે. દિવાળીના દિવસે એટલે કે કારતક મહિનાની અમાસના રાત્રે વિશેષ સ્વરૂપે લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે દરિયામાંથી તેઓ પ્રગટ થયા હતાં. ઘરને સાફ અને સ્વચ્છ રાખીને સજાવવામાં આવે છે અને દીવા પ્રગટાવવામાં આવે છે. બધા જ લોકોની કામના હોય છે કે, લક્ષ્મીજી તેમના ઘરે પધારે. આ માટે જ રાત્રે ઘરના દરવાજા ખુલ્લાં રાખવામાં આવે છે.

જો ધન સંબંધી સમસ્યાઓને કારણે ઘર બનાવી શકતા નથી તો દિવાળીની રાત્રે આ વિધિ- વિધાનથી મહાલક્ષ્મી, શ્રીગણેશ અને ઇષ્ટદેવનું પણ પૂજન કરવામાં આવે છે

દિવાળીના દિવસે પિત્તૃદેવને પણ પ્રસન્ન કરોઃ-

દિવાળીના આ તહેવારમાં આપણે પિતૃદેવને પણ યાદ કરવા જોઇએ. અમાસના દિવસે સવારના સમયે પિત્તૃ દેવની સામે ધૂપ-ધાન્ય પણ કરવું જોઇએ. જેની માટે ખીર-પૂરી બનાવવી અને સળગતા છાણા ઉપર ખીર અને પૂરીને અર્પણ કરવા. સાથે જ, પિતૃ દેવથી કષ્ટોથી મુક્તિ માટે પ્રાર્થના કરવી.

બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!

Laxmi Hd

  • ઘરના દરવાજા આગળ બનાવો લક્ષ્મીજીનું આ ચિન્હ, દૂર થશે દરિદ્રતા!

ઘરની સુખ-સમૃદ્ધિ બનાવી રાખવા માટે મહેનતની સાથે જ અન્ય પરંપરાગત ઉપાય પણ અપનાવી શકાય છે. આ ઉપાયોથી ઘર-પરિવાર ઉપર ભગવાનની કૃપા બની રહે છે. દેવી-દેવતાઓને આકર્ષિત કરવા માટે ઘરના મુખ્ય દરવાજા આગળ અનેક પ્રકારના શુભ ચિન્હ બનાવવાની પરંપરા છે. આ સંબંધમાં શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે આ શુભ ચિન્હોથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને દરિદ્રતાથી મુક્તિ મળી શકે છે.

મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!

શાસ્ત્રો પ્રમાણે અનેક શુભ ચિન્હ બતાવ્યા છે જે ઘરેથી બધી પરેશાનીઓને દૂર રાખી શકે છે. આ ચિન્હોમાં સ્વસ્તિક, ऊँ, ऊँ नम: शिवाय, શ્રી શ્રીગણેશ વગેરે સામેલ છે. એવું જ એક ચિન્હ છે મહાલક્ષ્મીના ચરણ ચિન્હ. મહાલક્ષ્મીના ચરણોનું ચિન્હ સ્ટીકરના રૂપમાં આસાનીથી બજારમાં મળી જાય છે. જો તમે પણ ઈચ્છતા હો તો કંકુથી દરરોજ સવાર-સવારમાં દરવાજાના મુખ્ય દરવાજા ઉપર લક્ષ્મીનું પ્રતીકાત્મક ચરણ ચિન્હ બનાવી શકો છો.

પરિવારના બધા સદસ્યોના સારા જીવન માટે જરૂરી છે કે ઘરના મુખ્ય દરવાજા ઉપર કોઈને કોઈ શુભ ચિન્હ ચોક્કસ લગાવવામાં આવે. કેટલાક નિશાન મુખ્ય દરવાજા કે દિવાલ પર પણ ચોડાડી શકાય છે, કેટલાક ચિન્હ ફર્શ ઉપર લગાવવામાં આવે છે. મહાલક્ષ્મીના ચરણ ચિન્હ ઉપર દરવાજાની બહારની તરફ બનાવવું જોઈએ.

માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!

દૂર થાય છે નકારાત્મક ઊર્જાઃ-

મહાલક્ષ્મીના ચરણ ચિન્હથી તમારા ઘરની નકારાત્મક ઊર્જા નષ્ટ થઈ જાય છે અને સકારાત્મક ઊર્જામાં વધારો થાય છે. જ્યોતિષ પ્રમાણે લક્ષ્મીના ચરણ ચિન્હોથી અશુભ ગ્રહોનો ખરાબ પ્રભાવ પણ ઓછો થઈ જાય છે. તે સિવાય આપણા ઘર ઉપર કોઈની ખરાબ નજર લાગતી નથી. બધા સદસ્યોમાં પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે.

રોજ સવારે કરો આ ઉપાયઃ-

પ્રાચીન પરંપરાઓ પ્રમાણે દરરોજ સવાર-સવારમાં ઘરના મુખ્ય દરવાજે સ્ત્રીએ આ ઉપાય કરવા જોઈએ. ઉપાય પ્રમાણે સવારે વહેલા ઊઠીને રોજ નિત્યકર્મથી નિવૃત્ત થઈ જાઓ, ઘરના મંદિરમાં પૂજા કરો. ત્યારબાદ તાંબાના લોટામાં પાણી ભરો. આ લોટાથી મુખ્ય દરવાજાના બને તરફ જળ છાંટો. આ ઉપાયથી પણ ઘરમાં સકારાત્મક ઊર્જા વધે છે.

દિવાળી ઉપર મુખ્ય દરવાજાની બંને તરફ લગાવો દીવોઃ-

દિવાળીની રાતે મુખ્ય દરવાજાના બંને તરફ દીવો પ્રગટાવવો જોઈએ. સાથે જ આ વાતનું પણ ધ્યાન રાખવું કે આ બંને દિવા રાતે વધુને વધુ સમય સુધી સળગતા રહે. શાસ્ત્રો પ્રમાણે લક્ષ્મી દિવાળીન રાતે ધરતી ઉપર ભ્રમણ કરે છે અને આ દરમિયાન જે ઘરમાં ધાર્મિક વાતાવરણ રહે છે, પવિત્રતા રહે છે, ત્યાં ધનની દેવી લક્ષ્મી નિવાસ કરે છે.

આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!

દરવાજા ઉપર બનાવો સ્વસ્તિકઃ-

દરવાજા ઉપર સ્વસ્તિકનું નિશાન બનવાવાનું પણ શુભ રહે છે. તે શ્રીગણેશનું પ્રતીક ચિન્હ છે અને મુખ્ય દ્વાર ઉપર તેને લગાવવાથી ઘરના અનેક વાસ્તુદોષ પણ દૂર થઈ જાય છે.

દરવાજાની પાછળની સાઈડમાં રાખો ઝાડુઃ-

એવી પ્રાચીન માન્યતા છે કે ઝાડુ-સાવરણીને છુપાવીને દરવાજા પાછળ રાખવી જોઈએ. દરવાજાની પાછળ રાખવાથી ઝાડુ ઉપર કોઈની નજર પડતી નથી. શાસ્ત્રો પ્રમાણે ઝાડુને પણ લક્ષ્મીજીનું જ પ્રતીક માનવામાં આવે છે, કારણ કે તેનાથી ઘરની ગંદકી રૂપી દરિદ્રતાને બહાર કરી શકાય છે. જો આપણા ઘરનું ઝાડુ અન્ય લોકોને દેખાતી નથી તો તે અપશુકન માનવામાં આવે છે. સાથે જ, આ વાતનું પણ ધ્યાન રાખો કે ઝાડુ ઉપર કોઈનો પગ ન લાગે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જીવનમાં આ 20 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા..!!

જીવનમાં અપાર ધનસંપતિના આગમન માટે મહાલક્ષ્મીજીનું ચમત્કારીક કનાકધારા સ્તોત્ર શાસ્ત્રોક્ત રીતે દરરોજ સવારે જોરથી વાંચો.
કાળા મરીના 5 દાણાનો ચમત્કારી ઉપાય કરો, ઝડપથી મેળવશો ધન લાભ
કોઈને બતાવ્યા વિના કરો 7 ચમત્કારી ઉપાય, પૈસાની તંગી ઝડપથી થશે દૂર
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

Leave a comment