Tag Archives: Indian

ભારતનું સ્વમાન, ગૌરવ, અદ્વિતિય પ્રેરણાસ્તોત્રના સ્વામી, એકમેવઃ સામાન્ય બાળકમાંથી કલામ બનવાની સફર..!!!

apjaka

“સ્વપ્ન એ નથી જે તમે ઊંઘમાં જુઓ છો, સ્વપ્ન એ છે જે તમારી ઊંઘ ઉડાડી મૂકે.”
“રાહ જોનારાઓને માત્ર એટલું જ મળે છે જે પ્રયાસ કરનારાઓ છોડી દે છે.”
“જીવનમાં અવરોધો આપણને પાયમાલ કરવા માટે નથી આવતા પણ આપણા છુપાયેલા સામર્થ્ય અને શક્તિઓને બહાર કાઢવામાં આપણી મદદ કરવા માટે આવે છે. મુશ્કેલીઓને બતાવી દો કે તમે તેના કરતાં પણ વધુ મજબૂત છો.”
“દેશનું સૌથી સર્વ શ્રેષ્ઠ મગજ, હંમેશાં ક્લાસરૂમની છેલ્લી પાટલી પર જ મળી શકે છે.”

પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું 83 વર્ષની વયે આજે સાંજે શિંલોગ ખાતે નિધન થયું છે. આઇઆઇએમમાં લેક્ચર આપતી વખતે તેમની હૃદયરોગનો હુમલો થતાં બેભાન થઇ ગયા હતા, તેમને શિલોંગની બેથની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સાંજે 7.45 વાગ્યે તેમના નિધનની જાહેરાત કરવામાં આવ્યા.

એક સામાન્ય બાળકમાંથી કલામ બનવાની સફર કંઈ સહેલી નહોતી. પણ તેમના જીવનનો મૂળમંત્ર હંમેશાએ હતો કે ક્યારેય નાના સપના દેખવા નહીં. તેમણે જે પણ જવાબદારી લીધી તેને નવી પરિભાષા આપી હતી અને તેથી જ તેઓ ‘આમ આદમી’ના રાષ્ટ્રપતિ હોવા છતાં પણ હંમેશા ‘ખાસ’ રહ્યા હતા

‘તેમના અચાનક નિધનથી ખૂબ જ દુખી છું. તેઓ એક આખી પેઢી માટે પ્રેરણાસ્રોત હતા.’ – રાજનાથ સિંહ

‘આ સાંભળીને ખૂબ જ દુખ થયું કે ડૉ. એપીજે અબ્દુલ કલામનું નિધન થઈ ગયું. દેશે એક અસલી ભારત રત્ન ગુમાવ્યો છે.’- અરવિંદ કેજરીવાલ

‘ડૉ. અબ્દુલ કલામ સામાન્ય જનતાના રાષ્ટ્રપતિ હતા. આ મહાન આત્માને મારી શ્રદ્ધાંજલિ.’- સુષ્મા સ્વરાજ

ગુરદાસપુરના ત્રાસવાદી હુમલાનું સાંભળીને દુ:ખ થયું અને હવે ડૉ. કલામનું નિધન દુ:ખદ સમાચાર છે. અલ્લાહ બધાની આત્માને શાંતી અર્પે.- શાહરૂખ ખાન, અભિનેતા

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન ડૉ. એપીજે અબ્દુલ કલામનું નિધન મારા માટે વ્યક્તિગત રૂપે ઘણું મોટું નુકસાન છે.- પ્રણવ મુખરજી, રાષ્ટ્રપતિ

અનેક લોકો માટે રોલ મોડેલ, એક દૂરંદેશી નેતા અને એવા વ્યક્તિ જેમનામાં અદમ્ય સાહસ હતું. એપીજે અબ્દુલ કલામ સરને શ્રદ્ધાંજલિ.- વિરાટ કોહલી, ક્રિકેટર

ડૉ. એપીજે અબ્દુલ કલામ એક ઉત્કૃષ્ટ જીવન જીવ્યા. સર્વોચ્ચ પદ પર હોવા છતાં બધા માટે

તે સરળતાથી ઉપલબ્ધ હતા.- શ્રી શ્રી રવિશંકર, આર્ટ ઓફ લિવિંગ

પિતા હોડી ભાડે આપતા હતા

1931ની 15 ઓક્ટોબરે તમિલનાડુના રામેશ્વર જિલ્લાના ધનુષકોડિ ગામે જન્મેલા પિતા જૈનુલાબ્દીન વધારે ભણેલાગણેલા નહોતા. તેમના પિતા માછીમારોને હોડી ભાડે આપવાનું કામ કરતા હતા.

અખબારો વેચીને અભ્યાસ

પરિવારની આર્થિક સ્થિતિ કથળેલી રહેતી હતી. તેથી પ્રાથમિક શિક્ષણ ચાલુ રાખવા માટે કલામ અખબારો વેચવાનું કામ કરતા હતા. 1958માં મદ્રાસ ઇન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલોજીમાંથી તેમણે સ્પેસ સાયન્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.

પિતા પાસેથી ભણ્યા જીવનના પાઠ

હું ઘણો નાનો હતો. પિતાને અમૂલ્ય પાઠ જીવનમાં ઉતારતા જોયા ત્યારે હું માત્ર છ વર્ષનો હતો. તેમણે યાત્રાળુઓને રામેશ્વરમથી ધનુષકોડિ લઈ જવા માટે અને ત્યાંથી પરત લાવવા માટે એક હોડી બનાવવાનું નક્કી કર્યું હતું. લાકડાની હોડીને સમુદ્રકાંઠે તૈયાર થતા મેં જોઈ હતી. હોડીને તૈયાર થતા દેખવી મઝાનું કામ હતું. હોડી તૈયાર થઈ ગઈ એ પછી પિતાએ ઉત્સાહપૂર્વક ધંધો શરૂ કર્યો હતો.

આ કારણે કહેવાયા મિસાઈલ મેન

ડૉક્ટર કલામે સ્વદેશી લક્ષ્ય ભેદીને ડિઝાઈન કર્યું હતું. તેમણે અગ્નિ અને પૃથ્વી જેવી મિસાઈલો બનાવી છે. તે સંપૂર્ણ રીતે સ્વદેશી ટેકનોલોજીથી બની હતી. તેથી તેઓ મિસાઈલ મેન તરીકે ઓળખાયા.

દેશના સર્વોચ્ચ પદ પર

ડૉક્ટર અબ્દુલ કલામ ભારતના 11મા રાષ્ટ્રપતિ પસંદ થયા હતા. તેમને એનડીએએ પોતાના ઉમેદવાર બનાવ્યા હતા, જેમનું ડાબેરીઓ સિવાય બધા જ પક્ષોએ સમર્થન કર્યું હતું. 18 જુલાઈ 2002ના રોજ તેઓ 90 ટકા બહુમતી સાથે ‘ભારતના રાષ્ટ્રપતિ’ તરીકે ચૂંટાયા હતા.

ભારતને આપી ‘પરમાણુ’ શક્તિ

પોખરણમાં બીજી વખત પરમાણુ વિસ્ફોટ પરમાણુ ઊર્જા સાથે મળીને કર્યો. આ રીતે ભારત વિશ્વના પસંદગીના એવા દેશો સાથે જોડાયો જેમની પાસે પરમાણુ તાકત છે. ડૉક્ટરકલામે ભારતના વિકાસ સ્તરને 2020 સુધી વિજ્ઞાનના ક્ષેત્રમાં અત્યાધુનિક માટે એક વિશિષ્ટ

‘હમ હોંગે કામયાબ’

જાહેર જીવનમાં ભ્રષ્ટાચાર નાબૂદી માટે એક વ્યાપક આંદોલનની આવશ્યક્તા છે. આ આંદોલન તેમના ઘર અને સ્કૂલથી જ શરૂ કરવું પડશે. ભ્રષ્ટાચાર નાબૂદી માટે મારી દૃષ્ટિએ માત્ર ત્રણ પ્રકારા લોકો જ સહાયક સાબિત થઈ શકે છે – એ છે – માતા, પિતા અને પ્રાથમિક શાળાના શિક્ષક. જો આ ત્રણે બાળકોને સત્ય અને ઈમાનદારીનો પાઠ ભણાવે તો ત્યાર બાદ જીવનમાં કદાચ જ કોઈ તેમને ડગમગાવી શકે.

ગરીબ પરિવારમાં ઉછેર થયો

બીજા વિશ્વયુદ્ધ વખતે અમારા પરિવારે દારુણ ગરીબીના દિવસો જોયા હતા. એ વખતે હું દસ વર્ષનો હતો. જીવનજરૂરી ચીજવસ્તુઓની ભારે અછત રહેતી હતી. અમારો પરિવાર વિશાળ સંયુક્ત પરિવાર હતો જેમાં પિતાજી અને કાકાનો પરિવાર પણ સામેલ હતો. એક દિવસ અમે બધા જ ભાઈ-બહેનો સાથે મળીને જમી રહ્યા હતા અને માં અને રોટલી પરસી રહી હતી. મેં જમી લીધું એ પછી મોટાભાઈએ મને એકબાજુ બોલાવીને ધમકાવ્યો હતો.

દેશને અગ્રેસર બનાવવાનું સપનું જોયું

તેમણે પોતાના પુસ્તક ‘ઇન્ડિયા 2020’માં પોતાનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કર્યો હતો. તેઓ અવકાશ વિજ્ઞાનમાં ભારતને વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ બનાવવા માગતા હતા. આ માટે તેમની પાસે એક કાર્યયોજના પણ હતી. પરમાણુ શસ્ત્રોના ક્ષેત્રમાં તેઓ ભારતને સુપર પાવર બનાવવાનું વિચારી રહ્યા હતા. તેઓ વિજ્ઞાનના અન્ય ક્ષેત્રોમાં પણ ટેકનોલોજીનો વિકાસ થાય એમ ઈચ્છતા હતા. ડૉક્ટર કલામનું કહેવું હતું કે, ‘સૉફ્ટવેરનું ક્ષેત્ર તમામ અવરોધોથી મુક્ત હોવું જોઈએ જેથી વધુને વધુ લોકો તેનો લાભ લઈ શકે.’

ઉપગ્રહ પ્રક્ષેપણમાં મહત્વની ભૂમિકા

1962માં તે ઈસરોમાં આવ્યા, જ્યાં તેમણે અનેક ઉપગ્રહ પ્રક્ષેપણ યોજનાઓમાં મહત્વની ભૂમિકા ભજવી. આયોજન નિર્દેશક સ્વરૂપે ભારતનો પહેલો સ્વદેશી એસએલવી-3 બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

યોગનો અકલ્પનિય ચમત્કારઃ 900 વર્ષ સુધી જીવિત રહ્યા હતા આ ‘મહાયોગી દેવરહા બાબા’…!!!
જાણો…ચાણક્ય નીતિઃ પારિવારિક, સામાજીક, રાજકીય ક્ષેત્રમાં અકલ્પનિય સફળતા મેળવવાની ચમત્કારીક જડીબુટ્ટી…!!!
પરાજયે મને ખૂબ શીખવ્યું પછી હું ‘ગોલ્ડન ગર્લ’ બની (કભી કભી)
કલીયુગમાં દરેક ક્ષેત્રમાં સફળતા,સુખ અને વિજય પ્રાપ્ત કરવા, પરિવાર અને જીવનમાં ઉતારો આચાર્ય ચાણક્યની આ સુવર્ણ નીતિઓ
VIDEO: શિકાગોમાં પ્રથમ વ્યાખ્યાનમાં ખરેખર વિવેકાનંદ શું બોલ્યા હતા..?
ऐ पी जे अब्दुल कलाम के 64 अनमोल विचार (64 QUOTES OF A P J ABDUL KALAM IN HINDI)
प्लेटो के 100 अनमोल विचार और कथन (100 QUOTES AND THOUGHTS OF PLATO IN HINDI)
नेपोलियन बोनापार्ट के 59 अनमोल विचार और कथन (NAPOLEON BONAPARTE 59 QUOTES AND THOUGHTS IN HINDI)
विल्मा रुडोल्फ – बेहद गरीब परिवार और अपंगता से ओलम्पिक गोल्ड मैडल तक
फौलादी हौसलें कि कहानी – बिना हाथ पैरों के फतह कर ली 14 हजार फीट से अधिक ऊंची चोटी

જાણી જ લો…વિદેશમાં તમારો Passport ખોવાઈ જાય તો આ ટિપ્સ કરશે તમારી મદદ…!!!

passport10

પાસપોર્ટ માત્ર વિદેશ ફરવા જવા માટે જ નથી, પરંતુ એક એવો દસ્તાવેજ છે જે નાગરિકની ઓળખ માટે મુખ્ય ગણાય છે. ભારતમાં દર વર્ષે હજારોની સંખ્યામાં એજ્યુકેશન, પર્યટન અને બિઝનેસ માટે લોકો વિદેશ જાય છે. પરંતુ, શું ક્યારેય વિચાર્યું છે કે, જો વિદેશમાં ક્યાંય પાસપોર્ટ ખોવાઈ જાય તો શું થશે. જો ના તો ભાસ્કર તમને જણાવી રહ્યું છે કે, કેવી રીતે વિદેશમાં ખોવાઈ ગયેલ અથવા ચોરાઈ ગયેલ પાસપોર્ટ મેળવી શકો છો.

જો વિદેશમાં ખોવાઈ જાય તો

તમે જો વિદેશમાં છો અને તમારો પાસપોર્ટ ખોવાઈ જાય તો તમારે આ પ્રક્રિયા અનુસરવાની રહેશે.
– ભારત આવતા સમયે રસ્તામાં તમારો પાસપોર્ટ ખોવાઈ જાય તો તમારે ત્યારે જ ત્યાંથી ઇમરજન્સી સર્ટિફિકેટ લેવાનું રહેશે.
– આ સર્ટિફિકેટને મેળવવા માટે તમારે ત્યાં સ્થિત એમ્બેસી અથવા પોસ્ટનો સંપર્ક કરવાનો રહેશે.
– પાસપોર્ટ ખોવાઈ જવા, ડેમેજ થવા અથવા ચોરી થવાની સ્થિતિમાં તમને જૂના પાસપોર્ટની ફોટોકોપી જમા કરાવવી જરૂરી નથી.
– પ્રવાસી પોતાના આધાર કાર્ડની જાણકારી એમ્બેસીને ઉપલબ્ધ કરાવી શકે છે. જ્યાંથી તેની વિગતો કોપી કરી શકાય છે.
– જોકે, ઇમરજન્સી સર્ટિફિકેટ લેવા માટે તમારે જુના પાસપોર્ટની તમામ વિગતો જેમ કે પાસપોર્ટ નંબર, ઈશ્યુની તારીખ, એક્સપાયરીની તારીખ અને ઈશ્યુનું સ્થળ વગેરે માહિતી આપવાની રહેશે.
– જો તમારી પાસે આ જાણકારી ન હોય તો પછી તમારે તે દેશમાં એમ્બેસી અથવા પોસ્ટનો સંપર્ક કરીને પરત આવવાનું સર્ટિફિકેટ લેવાનું રહેશે.

આ ઉપાયો દ્વારા તમારા ખોવાયેલો અથવા ચોરી થયેલ પાસપોર્ટના દુરૂપયોગ રોકવામાં મદદ મળશે.

વિદેશમાં- જો તમારો પાસપોર્ટ ખોવાઈ જાય તો, તમે ઓનલાઇન http://www.passports.gov.in પર અથવા સૌથી નજીકના રાજનાયિક મિશન અથવા વાણિજ્ય એમ્બેસીમાં તેની જાણકારી આપી શકો છો.

ભારતમાં- જો તમારો પાસપોર્ટ ભારતમાં જ ક્યાંય ખોવાઈ જાયતો તમે ઓનલાઇન http://www.passports.gov.in પર પાસપોર્ટની સૂચના સેવાને 1-877-487-2778 પર ફોન કરીને તેની જાણકારી આપી શકો છો.

દેશમાં પાસપોર્ટ ખોવાઈ જાય તો આ કરો….

– જો પાસપોર્ટ દેશમાં ક્યાંય ખોવાઈ જાયતો સૌથી પહેલા પાસપોર્ટ ઓફિસને તેની જાણકારી આપો.
– પાસપોર્ટ ખોવાઈ ગયા બાદ તરત જ તમે નજીકના પોલિસ સ્ટેશને જઇને તેની એફઆઇઆર જરૂર નોંધાવો.
– સાતે જ એમ્બેસીને પણ તેની જામકારી આપી શકાય છે. તેનાથી તમારા પાસપોર્ટનો કોઈ દૂરપયોગ નહીં કરી શકે.
– ફરી અરજી કરવા માટે નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્ર અથવા પીએસકે પર જઇને રિ-ઇશ્યૂ માટે અરજી કરો.
– પાસપોર્ટ એપ્લીકેશન ફોર્મની સાથે તમામ જરૂરી દસ્તાવેજો પણ જમા કરાવો.
– પાસપોર્ટ ડેમેજ થવો અને ગુમ થવો તે બે અલગ અલગ વાત છે. તમે બન્ને માટે રિ-ઇશ્યુ ફોર્મ દ્વારા અરજી કરવાની રહેશે.

કેવી રીતે બનાવશો ડુપ્લીકેટ પાસપોર્ટ

– સૌથી પહેલા પાસપોર્ટ ઓથોરિટીની વેબસાઇટ http://passportindia.gov.in/AppOnlineProject/docAdvisor/caseReissueAction પર જઇને તમારી વિગતો ભરવાની રહેશે.
– અહીં વિગતો ભર્યા બાદ આગળના પેજ પર તમારે એ જાણકારી આપવાની રહેશે કે કઈ કેટેગરીમાં તમારો પાસપોર્ટ બનાવવાનો છે. મતલબ ગુમ અથવા ચોરીવાળા પોઇન્ટ પર ક્લિક કરો.
– આગળના પેજ પર તમારે ક્યા ડોક્યુમેન્ટ આપવાના છે તેની જાણકારી મળશે.

ક્યા ડોક્યુમેન્ટની જરૂરત પડશે

– તમે જ્યાં હાલમાં રહો છો ત્યાંનો રહેઠાણનો પુરાવો
– જન્મનું પ્રમાણપત્ર
– બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ
– તમારો પાસપોર્ટ ક્યાં ખોવાઈ ગયો છે અને કેવી રીતે ખોવાઈ ગયો છે તેનું એક સોગંદનામુ
– ઓરિજનલ પોલિસ રિપોર્ટ
– એજ્યુકેશનલ ક્વોલિફિકેશન સર્ટિફિકેટની ફોટોકોપી
– જુના પાસપોર્ટના પ્રથમ બે અને છેલ્લા બે પેજની સેલ્ફ એટેસ્ટેડ ફોટોકોપી ઈસીઆર/નોન ઈસીઆર પેજની સાથે જો શક્ય હોય તો.

કેટલી ફી આપવી પડશે

– ડુપ્લીકેટ પાસપોર્ટ (36 પાના) – 2500 રૂપિયા પ્રતિ વ્યક્તિ
– ડુપ્લીકેટ પાસપોર્ટ (60 પાના) – 3000 રૂપિયા પ્રતિ વ્યક્તિ

ડુપ્લીકેટ પાસપોર્ટ (તત્કાલ)

1. અરજીની તારીખથી 1-7 દિવસની અંદર 2500 રૂપિયા અને 2500 રૂપિયા ડુપ્લિકેટ પાસપોર્ટની ફી મળીને કુલ 5000 રૂપિયા.
2. અરજીની તારીખથી 8-14 દિવસની અંદર 1500 રૂપિયા પ્લસ 2500 રૂપિયા ડુપ્લિકેટ પાસપોર્ટ ફી મળીને કુલ 4000 રૂપિયા.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

મિત્રો..કરો કંકુના…ફેસબુક પર કરો વીડિયો અપલોડ અને કરો ઘરબેઠે કમાણી …!!!

જાણો…બેટરીનું આયુષ્ય વધારવા માટેની ટિપ્સ, હવે નહીં થાય બ્લાસ્ટ…!!
મોબાઇલ ફોનનું ઘણું જ ખતરનાક રેડિએશન મોટી આફત બને તે પહેલા ચેતો…!!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
OHH…ऐसे सेव कर सकते हैं किसी भी स्मार्टफोन का बैकअप डाटा…!!!
WOW…कहीं से भी कंट्रोल करें अपना कंप्यूटर और स्मार्टफोन…!!!
તમે બનશો સ્માર્ટ ઇન્ટરનેટ યૂઝર…શીખો કી-બોર્ડની 41 શૉર્ટકટ્સ..!!!
આટલુ શીખી જ લો….GOOGLE ની સાથે ઘેર બેઠા કમાણીની તક, આ રીતે થશે કમાણી
8 વર્ષના ટેણિયાએ YOUTUBE થી 8 કરોડની કમાણી કરી: તમે કેમ પાછળ? તમે પણ કરો ધરખમ કમાણી. જાણો રીત.
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો

યોગનો અકલ્પનિય ચમત્કારઃ 900 વર્ષ સુધી જીવિત રહ્યા હતા આ ‘મહાયોગી દેવરહા બાબા’…!!!

devrah baba1

-દેવરહા બાબાએ હિમાલયમાં અનેક વર્ષો સુધી તપસ્યા કરી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હતી, તેમના જીવનનું રહસ્ય કોઈ જાણતું ન હતું
-દેવરહા બાબા પોતાની શક્તિઓથી અદ્રશ્ય થઈને ગમે ત્યાં ચાલ્યા જતા હતા
-દેવરહા બાબા પોતાની ખાલી પાલખમાં હાથ નાખીને વ્યક્તિને પ્રસાદ આપતા હતા
-દેવરહા બાબા એ બાબતમાં પણ અનોખા હતા. એ માથે હાથ મૂકવાને બદલે માથે લાત મારીને આશીર્વાદ આપતા હતા.

કોઈ વ્યક્તિની ઉંમર 90-100 વર્ષ થઈ જાય તો લોકો તે વ્યક્તિને એક રેકોર્ડ માનતા હોય છે, પરંતુ કોઈ વ્યક્તિ 200, 500 નહીં પણ 900 વર્ષથી વધુ જીવે તે વાત તો કોઈને ગળે નહીં ઉતરે જી, હા, આ વાત આશ્ચર્યજનક તો છે જ પરંતુ જે વ્યક્તિની અમે વાત કરીએ છીએ તેમના વિશે એવું કહેવાય છે કે 900 વર્ષથી વધુ જીવ્યા હતા, તેમનું નામ છે દેવરહા બાબા. જો કે તથ્ય કેટલું છે તે તો કહી શકાય નહીં પરંતુ તેમને જોનાર લોકો અને મળનારા લોકોને ચોક્કસ એવું લાગતું કે આ મહાયોગી જરૂર ચમત્કારી પુરુષ છે અને તેમની ઉંમર 200 થી વધુ હશે એટલી વાત તો સાચું માની લેતા. મહાભારતના મહાપુરુષ ભીષ્મની ઉંમર 170 વર્ષથી વધુ હતી કારણ કે તેમને સ્વયં ઈચ્છિત મૃત્યુનું વરદાન હતું. પરંતુ દેવરહા બાબા તો તેમનાથી પણ અનેક સદીઓ વધુ જીવિત રહેલા.

સામાન્ય રીતે એક વ્યક્તિનું જીવન અર્થાત્ તેની ઉંમર કેટલી લાંબી હોય છે?50 વર્ષ ?60 વર્ષ? 70 વર્ષ કે પછી તે શરૂઆતથી જ હૃષ્ટપુષ્ટ રહ્યો હોય તો 100 વર્ષની આસપાસની ઉંમર સુધી પહોંચી જાય છે તો તે દુનિયા સામે મિસાલ બની જાય છે. કારણ કે આજના જમાનામાં જો કોઈ વ્યક્તિ 100 વર્ષથી વધુ ઉંમરનો થઈ જાય તો તે એક રેકોર્ડ માનવામાં આવે છે. દુનિયાભરમાં તેમની પ્રશંસા કરવામાં આવે છે તથા તેને વિભિન્ન પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે છે. લોકો તેમને લાંબી ઉંમરનું રહસ્ય પૂછે છે તથા વૈજ્ઞાનિકો પણ તેમની ઉપર વિભિન્ન શોધ કરી કરીને તેમના લાંબા જીવનનું રહસ્ય શોધવા લાગી જાય છે કે તેમને આટલું લાંબુ જીવન કેવી રીતે કાઢ્યું છે?

devrah baba2

પહેલી વખત એ જાણીને કોઈને વિશ્વાસ નથી થતું પરંતુ લોક પ્રચલિત કથા-કહાનીઓના આધારે આ વાત સામે આવી હતી. ભારતના ઉત્તર પ્રદેશના દેવરિયા જનપદમાં એક યોગી રહેતા હતા જેમનું નામ હતું દેવરહા બાબા, કહેવાય છે કે દેવરહા બાબા એક સિદ્ધ મહાપુરુષ તથા સંત પુરુષ હતા. દુનિયાના ખૂણે-ખૂણાથી મહાન તથા પ્રસિદ્ધ લોકો તેમના દર્શન કરવા આવતા હતા. તેમના ચહેરા ઉપર એક અલગ પ્રકારની ચમક હતી અને લોકોનું તો એવું માનવું હતું કે બાબની પાસે ચમત્કારી શક્તિઓ પણ હતી.

પરંતુ આ બધા તથ્યોથી હટીને જે એક વાત દરેક કોઈના મનમાં આવતી હતી તે હતી સાચે જ બાબાની ઉંમર સાચે જ 900 વર્ષથી વધુ હતી? બાબાની ઉંમરને લઈને લોકોમાં અલગ-અલગ મતભેદ હતા. કેટલાક લોકો તેમનું જીવન 250 વર્ષનું માનતા હતા તો કેટલાકનું કહેવું હતું કે બાબાની ઉંમર 500 વર્ષની હતી.

પરંતુ આશ્ચર્ય તો ત્યારે થાય છે જ્યારે લોકો કહે છે કે તેમની ઉંમર 900 વર્ષથી વધુ હતી. પરંતુ બાબા કહેતા આવ્યા હતા કે તેમનો જન્મ, તેમનું જીવન આજના લોકોની વચ્ચે પહેલી બનેલું છે. કહે છે કે કોઈ નથી જાણતું કે દેવહરા બાબાનો જન્મ ક્યારે થયો હતો તેમની જન્મ તારીખ, જન્મ સ્થાન તથા તેઓ ક્યારે અને ક્યાંથી આવ્યા તે બધા જ તથ્યો અજ્ઞાત છે. ત્યાં સુધી કે તેમની યોગ્ય ઉંમરનું આંકલન પણ નથી. બસ લોકો એટલું જાણતા હતા કે તેઓ યૂપીના દેવરિયા જિલ્લાના રહેવાસી હતી. અને તેમને પોતાનો છેલ્લો શ્વાસ મંગળવાર 19 જૂન સન્ 1990માં યોગિની એકાદશીના દિવસે થયો હતો. બાબાના સંદર્ભમાં લોકો અલગ-અલગ કહાનીઓ સાંભળે છે, જેમાંથી એક કથા ખૂબ જ દિલચસ્પ છે.

devrah baba

બાબાની લગભગ 10 વર્ષ સુધી સેવા કરનાર માર્કન્ડેય મહારાજના કહેવા પ્રમાણે બાબા નિર્વસ્ત્ર રહેતા હતા. તેઓ ધરતીથી 12 ફૂટ ઉંચે લાકડાથી બનેલ એક બોક્સમાં રહેતા હતા અને માત્ર ત્યારે જ નીચે આવતા હતા જ્યારે તેમને સવારે સ્નાન કરવા જવું હોય.

એવું માનવામાં આવે છે કે બાબએ અનેક વર્ષો હિમાલયમાં સાધના કરી હતી. પરંતુ કેટલા વર્ષ તે કોઈ નથી જાણતું. કારણ કે હિમાલયમાં તેમની ઉપસ્થિતિ અજ્ઞાત હતી. હિમાલયની ગોદમાં જપ-તપ કર્યા પછી જ બાબા ઉત્તર પ્રદેશના દેવરિયા વિસ્તાર તરફ પ્રસ્થાન કર્યું હતું.

અહીં બાબાએ વર્ષો સુધી નિવાસ કર્યો અને પોતાના ધર્મ-કર્મથી લોકોની વચ્ચે પ્રચલિત થયા. દેવરિયામાં બાબા સલેમપુર તાલુકાથી થોડે જ દૂર સરયૂ નદીના કિનારે રહેતા હતા. આ એજ સ્થાન છે જ્યાં ભગવાન વિષ્ણુના સાતમા અવતાર શ્રીરામને ત્યાગીને પાછા વૈકુંઠ ફર્યા હતા.

આ નદીના કિનારે બાબાએ વર્ષો સુધી પોતાનો ડેરો જમાવી રાખ્યો હતો અને આ ક્ષેત્રથી જ બાબાને દેવરહા બાબાના નામ પ્રાપ્ત થયેલું. કહેવાય છે કે બાબા ખૂબ જ મોટા રામભક્ત હતા. તેમના ભક્તોએ હંમેશા તેમના મુખમાંથી રામ નામ સાંભળ્યું હતું.

devrah baba3

તેઓ પોતાના ભક્તોને પણ શ્રીરામના જીવન સાથે જોડાયેલા તથ્યો બતાવતા હતા અને તેમને જીવનમાં અપનાવવા માટે પ્રેરિત કરતા હતા. બાબા પોતાના ભક્તોના જીવનના કષ્ટોને ઓછા કરવા માટે શ્રીરામ અને શ્રીકૃષ્ણના મંત્ર આપતા હતા. તેઓ શ્રીરામ તથા શ્રીકૃષ્ણને એક જ માનતા હતા. આ બંને અવતારો સિવાય બાબા ગોસેવામાં પૂર્ણ વિશ્વાસ ધરાવતા હતા.

તેમની માટે જનસેવા તથા ગૌસેવા એક સર્વોપરિ-ધર્મ હતો. તેઓ પોતાની પાસે આવેલ દરેક ભક્તના લોકોની સેવા, ગૌમાતાનું રક્ષણ કરવા તથા ભગવાનની ભક્તિમાં રત રહેવાની પ્રેરણા આપતા હતા. તેઓ હંમેશા માટે લોકોને ગૌહત્યાની વિરુદ્ધમાં ઊભા રહેવાની પ્રેરણા આપતા હતા.

પ્રયાગરાજમાં ઈ.સ.1989માં મહાકુંભના પાવન પર્વ ઉપર વિશ્વ હિન્દુ પરિષદના મંચ ઉપરથી બાબાએ પોતાનો પાવન સંદેશો આપતા કહ્યું હતું કે- “દિવ્યભૂમી ભારતની સમૃદ્ધિ ગૌરક્ષા, ગૌસેવા વગર શક્ય નથી, ગૌહત્યને કલંકને દૂર કરવું જરૂરી છે”

devrah baba6
પરંતુ ઉંમરના સંદર્ભમાં જે પ્રકારે તથ્ય લોકો બતાવે છે કે તે ઘણું આશ્ચર્યજનક છે. લોકો કહે છે કે બાબાની શારીરિક અવસ્થા વર્ષો સુધી જેવી છે તેવી જ રહી હતી. જે કોઈ માણસે તેમને વર્ષો પહેલા જોયા હતા તેવો અનેક વર્ષો પછી જુએ તો પણ એ તો એવા જ દેખાતા હતા, તેમનામાં કોઈ બદલાવ મહેસૂસ થતો ન હતો.

બાબાના દર્શન કરવા આનનાર લોકો તેમને મળીને ઘણા પ્રસન્ન થતા હતા. બાબા હંમેશા થોડે ઊંચે બેસીને જ પોતાના ભકતોને મળતા હતા તથા બધાની વાતને ધ્યાનથી સાંભળતા હતા. લોકો કહે છે કે બાબા પોતાના ભક્તોને મળીને ઘણા ખુશ થતા હતા અને તેમને મનોવાંછીત ફળ પ્રદાન કરતા હતા.

તેમની પોતાના ભક્તોને પ્રસાદ આપવાની રીત પણ ઘણી આશ્ચર્યચકિત કરી દેનારી હતી જેની ઉપર વિશ્વાસ કરી શકવો મુશ્કેલ છે. કહેવાય છે કે જ્યારે કોઈ ભક્ત તેમને પ્રસાદની કામના કરતા હતા તો બાબા તેમના ઊંચા મચાન ઉપર બેસીને જ પોતાના મચાન(પાલખ)ના ખાલી ભાગમાં રાખતા હતા અને તેમના હાથમાં ફળ, મિઠાઈઓ અને અન્ય ખાદ્ય પદાર્થો પોતાના હાથમાં આપમેળે જ આવી જતા હતા.

devrah baba5

આ જોઈ લોકોને આશ્ચર્ય થતું હતું કે ખાલી પડેલા પાલખમાં બાબાનો પ્રસાદ કેવી રીતે આવી જતો હતો. કેટલાક લોકોનું માનવું હતું કે બાબા પોતાની અદ્રશ્ય શક્તિઓની મદદથી ગમે ત્યાં ચાલ્યા જતા હતા તથા પોતાના ભક્તો માટે પ્રસાદ લાવતા હતા. દેવરહા બાબા એ બાબતમાં પણ અનોખા હતા. એ માથે હાથ મૂકવાને બદલે માથે લાત મારીને આશીર્વાદ આપતા હતા.

લોકોનું એવું પણ કહેવું હતું કે બાબાએ વર્ષો સુધી પોતાના સૂક્ષ્મ શરીરમાં રહીને તપસ્યા પણ કરી હતી એટલા માટે તેમની ઉંમરનું યોગ્ય અનુમાન લગાવવું લોકો માટે વધુ મુશ્કેલ હતું. મોટાભાગે લોકો તેમની આટલી લાંબી જિંદગી જોઈને એવું અનુમાન લગાવતા હતા કે તેઓ ખૂબ જ પૌષ્ટિક આહાર લેતા હશે.

પરંતુ એવું બિલકુલ નથી. જનશ્રૃતિઓ પ્રમાણે બાબાએ પોતાના આખા જીવન દરમિયાન કશું જ ખાધુ ન હતું. તેઓ માત્ર દૂધ અને મધ પીને જીવતા હતા. તે સિવાય શ્રીફળનું પાણી પણ તેમને ખૂબ જ પસંદ હતું.

devrah baba7

દેવરહા બાબાની ચમત્કારી શક્તિઓથી આકર્ષિત થઈને દેશના અનેક જાણીતા લોકો પણ તેમના દર્શન કરતા આવતા હતા, આ લિસ્ટમાં છે ડો. રાજેન્દ્ર પ્રસાદ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, અટલ બિહારી વાજપેયી, લાલૂ પ્રસાદ યાદવ, મુલાયમ સિંહ અને કમલાપતિ ત્રિપાઠી જેવા રાજનેતાઓના નામ સામેલ છે.

કહેવાય છે કે દેશમાં કટોકટિ પછી થયેલી ચુંટણીઓમાં ઈન્દિરા ગાંધી હરી ગઈ હતી તો તેઓ દેવરહા બાબાની પાસે પોતાની સમસ્યાનો હલ માંગવા આવી હતી. ત્યારે બાબાએ પોતાના હાતના પંજાથી તેમને આશીર્વાદ આપ્યા હતા અને ત્યારથી કોંગ્રેસનું ચુંટણી ચિન્હ હાથનો પંજો છે. માન્યતા પ્રમાણે બાબને મળ્યા પછી ચુંટણીમાં ઈન્દિરા ગાંધીની જીત થઈ હતી.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

2000 વર્ષ પહેલાં ચાણક્ય કહી ગયા છે જીવન જીવવાની કામની વાતો, યાદ રાખજો આ સુવર્ણસૂત્રો!

કલીયુગમાં દરેક ક્ષેત્રમાં સફળતા,સુખ અને વિજય પ્રાપ્ત કરવા, પરિવાર અને જીવનમાં ઉતારો આચાર્ય ચાણક્યની આ સુવર્ણ નીતિઓ

ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

અગોચર દુનિયા: આર્મીના કમાન્ડોથી પણ અઘરી અને કઠોર ૧૨ વર્ષની પ્રક્રિયા બાદ સ્ત્રી-પુરુષ બની શકે છે નાગા સાધુ…!!

Kumbh Mela, Allahabad, India

આગામી વર્ષે ઉજ્જૈનમાં સિંહસ્થ મહાકુંભનું આયોજન થશે. 14 એપ્રિલથી 14 મે સુધી ચાલનારા સિંહસ્થ મેળામાં આ વખતે 50 હજાર સાધુના નાગા સન્યાસી બનવાનું અનુમાન અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરિજી મહારાજે લગાવ્યું છે. ખૂબ જ કઠોર પરીક્ષા અને ટ્રેનિંગ પછી નાગા સાધુ બનવાની પ્રક્રિયા થતી હોય છે.

નાગા સંન્યાસીઓ કોણ હોય છે, કેવી રીતે બનાવવામાં આવે છે, નાગા સાધુ બનવા માટે શું કરવું પડે છે, આ બધા સવાલોનો જવાબ શોધવા દિવ્યભાસ્કર.કોમે જ્યારે સિંહસ્થ દરમિયાન જૂના અખાડાની ધાર્મિક વિધિઓ સંપન્ન કરાવનાર શૈલૈન્દ્ર વધેકા અને નરેન્દ્ર ગિરિજી મહારાજ સાથે ચર્ચા કરી તો કુંભ મેળાનું સૌથી મોટું આકર્ષણ નાગા સાધુઓ વિશે અનેક રોચક જાણકારી સામે આવી. આ ખબરના માધ્યમથી જ અમે વાંચકોની સાથે નાગા સાધુઓ વિશે જાણકારી આપી રહ્યા છીએ.

જો તમે એવું વિચારતા હો કે નાગા સાધુ બનવું ખૂબ જ આસાન છે, તે તમારી ભૂલ છે. નાગા સાધુઓની ટ્રેનિંગ સેનાના કમાન્ડોની ટ્રેનિંગ કરતા પણ વધુ કઠોર હોય છે, તેમને દીક્ષા લેતા પહેલા પોતાનું પિંડદાન અને શ્રાદ્ધ તર્પણ કરવું પડે છે. પ્રાચીન સમયથી જ અખાડાઓમાં નાગા સાધુઓના મઠોની રક્ષા કરવા માટે એક યોદ્ધાની જેમ તૈયાર કરવામાં આવતા હતા. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે મઠો અને મંદિરોની સુરક્ષા માટે ઇતિહાસમાં નાગા સાધુઓએ અનેક લડાઈઓ લડી હતી.

આ રીતે બને છે નાગા સાધુઃ-

નાગા સાધુ બનવા માટે ખૂબ જ કઠિન પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે. નાગાઓને સેનાની જેમ તૈયાર કરવામાં આવે છે. તેમને સામાન્ય દુનિયાથી અલગ અને વિશેષ બનવાનું હોય છે. આ પ્રક્રિયામાં વર્ષો લાગી જાય છે. સંન્યાસ લેવા કે નાગા સાધુ બનવાની ઈચ્છા જાહેર કરનાર જ્યારે પણ કોઈ વ્યક્તિ અખાડામાં જાય છે, તો તેને ક્યારેય એકદમ સરળ રીતે સીધો અખાડામાં સામેલ નથી કરી દેવામાં આવતા. અખાડા પોતાના સ્તર ઉપર જ તે વ્યક્તિ વિશે પૂરી જાણકારી મેળવી લે છે કે તે સાધુ કેમ બનાવા માગે છે? તે વ્યક્તિની તથા તેના પરિવારની સંપૂર્ણ પૃષ્ઠભૂમી જોવામાં આવે છે. જો અખાડાને લાગે કે તે સાધુ બનવા માટે પૂરી રીતે યોગ્ય વ્યક્તિ છે, તો જ તેને અખાડામાં પ્રવેશની અનુમતિ મળે છે. અખાડામાં પ્રવેશ કર્યા પછી તેના બ્રહ્મચર્યની પરીક્ષા લેવામાં આવે છે. તેમાં 6 મહિનાથી લઈને 12 વર્ષ સુધીનો સમય લાગી જાય છે. જો અખાડા અને તે વ્યક્તિના ગુરુ એ નક્કી કરી લે કે તે દીક્ષા યોગ્ય બની ચૂક્યો છે તો તેને આગળની પ્રક્રિયા માટે લઈ જવામાં આવે છે.

મહાપુરૂષઃ-

જો કોઇ વ્યક્તિ બ્રહ્મચર્યનું પાલન કરવાની પરીક્ષાથી સફળતાપૂર્વક પસાર થઇ જાય છે, તો તેને બ્રહ્મચારીથી મહાપુરૂષ બનાવવામાં આવે છે. તેના પાંચ ગુરૂ બનાવવામાં આવે છે. આ પાંચ ગુરૂ પંચ દેવ અથવા પંચ પરમેશ્વર હોય છે. તેમણે ભસ્મ, ભગવા, રૂદ્રાક્ષ વગેરે વસ્તુઓ આપવામાં આવે છે. આ નાગાઓના પ્રતીક અને આભૂષણ હોય છે.

અવધૂત (બાવો, સાધુ)-

મહાપૂરૂષ પછી નાગાઓને સાધુ બનાવવામાં આવે છે. તેમાં સૌથી પહેલાં તેણે પોતાના વાળ કપાવવા પડે છે. તેની માટે અખાડા પરિષદની રસીદ પણ નિકળે છે. સાધુ રૂપમાં દિક્ષા લેનાર વ્યક્તિ તર્પણ અને પિંડદાન કરવાનું હોય છે. આ પિંડદાન અખાડાના પુરોહિત જ કરાવે છે. આ સંસાર અને પરિવાર માટે મૃત બની જાય છે. તેમનો એક જ ઉદેશ્ય હોય છે સનાતન અને વૈદિક ધર્મની રક્ષા.

લિંગ ભંગઃ-

આ પ્રક્રિયા માટે તેમણે 24 કલાક નાગા સ્વરૂપે અખાડાના ધ્વજ નીચે ખાન-પાન વિના ઉભા રહેવાનું હોય છે. આ દરમિયાન તેમના ખંભા પર એક દંડ અને હાથોમાં માટીના વાસણ હોય છે. આ દરમિયાન અખાડાના ચોકાદાર તેની પર નજર રાખે છે. ત્યાર પછી અખાડાના સાધુ દ્વારા તેમની માટે વૈદિક મંત્રોની સાથે ઝટકા આપીને તેમને નિષ્ક્રિય કરવામાં આવે છે. આ કાર્ય પણ અખાડાના ધ્વજ નીચે જ કરવામાં આવે છે. આ પ્રક્રિયા પછી તે નાગા સાધુ બની જાય છે.

નાગાઓનો પદ અને અધિકારઃ-

નાગા સાધુઓના ઘણા પદ હોય છે. એક વાર નાગા સાઘુ બન્યા પછી તેમના પદ અને અધિકાર પણ વધે છે. નાગા સાધુ પછી મહંત, શ્રીમહંત, જમાતિયા મહંત, થાનપતિ મહંત, દિગંબરશ્રી, મહામંડલેશ્વર અને આચાર્ય મહામંડલેશ્વ જેવા પદો સુધી જઇ શકાય છે.

મહિલાઓ પણ બને છે નાગા સાધુઃ-

વર્તમાનમાં અનેક અખાડાઓમાં મહિલાઓને પણ નાગા સાધુની દીક્ષા આપવામાં આવે છે. તેમાં વિદેશી મહિલાઓની સંખ્યા ઘણી વધુ છે. આમ તો મહિલા નાગા સાધુ અને પુરુષ નાગા સાધુના નિયમ કાયદા સમાન જ છે. ફરક એટલો છે કે મહિલાઓ નાગા સાદુને એક પીળા વસ્ત્રમાં લપેટાઈને રહેવું પડે છે અને આ વસ્ત્ર પહેરીને જ સ્નાન કરવું પડે છે. નગ્ન સ્નાન કરવાની અનુમતિ નથી, ત્યાં સુધી કે કુંભ મેળામાં પણ નહીં.

નાગા સાધુઓના નિયમઃ-

વર્તમાન ભારતમાં નાગા સાધુઓના અનેક મુખ્ય અખાડા છે. આમ તો દરેક અખાડામાં દીક્ષાના કેટલાક પોતાના નિયમો હોય છે પરંતુ કેટલાક કાયદા એવા હોય છે જે બધા દશનામી અખાડામાં એક જેવા જ હોય છે.

1-બ્રહ્મચર્યનું પાલનઃ-

કોઇપણ સામાન્ય મનુષ્ય જ્યારે નાગા સાધુ બનવા માટે આવે છે, તો સૌથી પહેલાં તેના પોતાની પર તેની નિયંત્રણની સ્થિતિને પારખવામાં આવે છે. તેની પાસે લાંબા સમય સુધી બ્રહ્મચર્યનું પાલન કરાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં માત્ર શરીરથી બ્રહ્મચર્ય નહી, માનસિક નિયંત્રણને પણ પારખવામાં આવે છે. અચાનક કોઇને દીક્ષા નથી આપવામાં આવતી. પહેલાં એ જોવામાં આવે છે કે દીક્ષા લેનાર વ્યક્તિ બધી જ રીતે વાસના અને ઇચ્છાઓથી મુક્ત થઇ ગયો છે કે નહીં.

2- સેવા કાર્યઃ-

બ્રહ્મચર્ય વ્રતની સાથે જ દીક્ષા લેનાર વ્યક્તિના મનમાં સેવાભાવ હોવો પણ જરૂરી છે. એવું માનવામાં આવે છે કે, જે પણ સાધુ બની રહ્યો છે, તે ધર્મ, રાષ્ટ્ર અને માનવ સમાજની સેવા અને રક્ષા માટે બની રહ્યો છે. એવામાં ઘણીવાર દીક્ષા લેનાર સાધુએ પોતાના ગુરૂ અને વરિષ્ઠ સાધુઓની સેવા પણ કરવી પડે છે. દીક્ષા સમયે બ્રહ્મચારિઓની અવસ્થા ઘણીવાર 17-18થી ઓછી નથી રહેતી અને તેઓ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય વર્ણના જ હોય છે.

3- પોતાનું જ પિંડદાન અને શ્રાદ્ધઃ-

દીક્ષા પહેલાં જે સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે, તે છે પોતાનું જ શ્રાદ્ધ અને પિંડદાન કરવું. આ પ્રક્રિયામાં સાધક પોતાના પરિવાર અને સમાજ માટે મૃત માનીને પોતાના હાથોથી પોતાનું શ્રાદ્ધ કર્મ કરે છે. ત્યાર પછી જ તેને ગુરૂ દ્વારા નવું નામ અને નવી ઓળખાણ આપવામાં આવે છે.

4- વસ્ત્રોનો ત્યાગઃ-

નાગા સાધુઓએ વસ્ત્ર ધારણ કરવાની અનુમતિ હોતી નથી. જો વસ્ત્ર ધારણ કરવા હોય, તો માત્ર ઘઉવર્ણ રંગના વસ્ત્ર જ નાગા સાધુ પહેરી શકે છે. તે પણ માત્ર એક વસ્ત્ર. તેનાથી વધારે ઘઉવર્ણ વસ્ત્ર નાગા સાધુ ધારણ કરી શકતા નથી. નાગા સાધુઓના શરીર પર માત્ર ભસ્મ લગાવવાની જ અનુમતિ હોય છે. ભસ્મનો જ શ્રૃંગાર કરવામાં આવે છે.

5- ભસ્મ અને રૂદ્રાક્ષઃ-

નાગા સાઘુઓને વિભૂતિ તથા રૂદ્રાક્ષ ધારણ કરવો પડે છે, શિખા સૂત્રનો પરિત્યાગ કરવો પડે છે. નાગા સાધુએ પોચાના બધા જ વાળનો ત્યાગ કરવો પડે છે. ત્યાં માથઆ પર શિખા પણ નથી રાખી શકતા અથવા સંપૂર્ણ જટાને ધારણ કરવી પડે છે.

6- એક સમય ભોજનઃ-

નાગા સાધુઓને રાત અને દિવસ મળીને માત્ર એક જ સમય ભોજન કરવાનું હોય છે. તેઓ ભોજન પણ ભિક્ષા માંગીને કરીને કરવામાં આવે છે. એક નાગા સાધુએ વધુમાં વધુ સાત ઘરમાંથી ભિક્ષા માંગવાનો અધિકાર હોય છે. જો સાત ઘરોથી કોઇ ભિક્ષઆ ન મળે, તો તેણે ભૂખ્યુ રહેવું પડતું હોય છે. જે ભોજન મળે, તેમાં પસંદ-નાપસંદને ભૂલીને પ્રેમપૂર્વક ભોજનને ગ્રહણ કરવાનું હોય છે.

7- માત્ર જમીન પર જ સુવાનુઃ-

નાગા સાધુ સુવા માટે પલંગ, ખાટલો અથવા અન્ય કોઇ સાધનનો ઉપયોગ કરી શકતા નથી. આ સાથે જ, તેઓએ ગાદીનો પણ સુવા માટેની પણ મનાઇ કરવામાં આવે છે. નાગા સાધુ માત્ર જમીન પર જ સુઇ શકે છે. આ ખૂબ જ કઠોર નિયમ છે, જેમનું પાલન નાગા સાધુએ કરવું જ પડે છે.

8- મંત્રમાં આસ્થાઃ-

દીક્ષા પછી ગુરૂ પાસેથી મળેલ ગુરૂમંત્રમાં તેમને સંપૂર્ણ આસ્થા રાખવી પડે છે. તેમના ભવિષ્યની બધી જ તપસ્યા આ ગુરૂ મંત્ર પર જ આધારિત હોય છે.

9- અન્ય નિયમઃ-

વસ્તી બહાર નિવાસ કરવો, કોઇ વ્યક્તિને પ્રણામ ન કરવા અને કોઇની નિંદા પણ ન કરવી. તથા માત્ર સંન્યાસીને જ પ્રણામ કરવું વગેરે. સાથે જ બીજા ઘણા નિયમ છે, જે દીક્ષા લેનાર દરેક નાગા સાધુએ પાલન કરવા પડે છે.

આ વખતે બનશે 50 હજાર નાગા સાધુઓઃ-

સિંહસ્થ 2016માં ભાગ લેનાર શૈવ સંપ્રદાયના 6 અખાડામાં 50 હજારથી વધુ નવા નાગા સંન્યાસીઓ સામેલ થવાની સંભાવના છે. નવા સન્યાસીઓની દીક્ષા મેળા દરમિયાન દત્ત અખાડા ઘાટ ઉપર થાય છે. અખાડામાં સામેલ થનારા નવા સન્યાસીઓ હરિદ્વારા, ઈલાહાબાદ કુભ અને ઉજ્જૈન સિંહસ્થ મેળામાં જ દીક્ષા લેવાની પરંપરા છે. તેમને નાગા સંન્યાસીઓ કહેવામાં આવે છે. અખાડામાં સંન્યાસ લેવાની ઈચ્છા વ્યક્ત કરનાર વ્યક્તિઓને વિધિ-વિધાનથી દક્ષ કરવામાં આવે છે. ત્યારબાદ જ સંન્યાસ પરંપરામાં સામેલ થાય છે. સિંહસ્થ 2004માં લગભગ 29 હજાર નવા સાધુઓ નાગા બન્યા હતા. તેમને દત્ત અખાડા ઘાટ ઉપર આચાર્ય મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરિએ મંત્ર દીક્ષા આપી હતી. અખાડાનું અનુમાન છે કે પાછલા સિંહસ્થની સરખામણીએ 2016ના સિંહસ્થ નાગા બનનાર સંન્યાસીઓનો આંકડો 50 હજાર પાર થઈ શકે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

જીવનના બધા જ સંકટોને હરનાર હનુમાન ચાલીસા દ્વારા આ જન્મ સાર્થક કરી અઢળક સુખો મેળવવાની શક્તિ પ્રાપ્ત કરો.

આજીવન રોજ સાત વખત હનુમાન ચાલીસા બોલવાનો સુવર્ણ નિયમ લઈ લો…!!

જુઓ પછી તમારું ને પરિવારનું કલ્યાણ જ કલ્યાણ.

dada

શ્રી રામની જીવનલીલામાં હનુમાનનુ સ્થાન અનન્ય હતું. વળી હનુમાનજી પોતાની છાતી ચીરીને બતાવે છે કે પ્રભુ તો તેમના દિલમાં છે, મોતીઓમાં કે વૈભવમાં નહીં. જે કહે છે કે ભગવાનને ભજવામાં દેખાડો ન હોય, હનુમાન ચાલીસાનો પાઠ અનેક ભક્તો રોજે રોજ કરતા હોય છે અને તુલસીદાસ દ્વારા રચવામાં આવેલ આ મહાન ચાલીસા ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે. હનુમાન ચાલીસામાં વાત હનુમાનની આવે છે પણ કામ બધા રામના દર્શાવાયા છે તેથી હનુમાન ચાલીસાથી તેમના પરમાત્મા રામ પણ ભક્તો ઉપર ખૂબ મોટી કૃપા કરે છે. જો તમે વિષ્ણુ-લક્ષ્મીની આરાધના કરી જીવનમાં અઢળક સુખ, સંપત્તિ, રૂપિયા, પૈસા, એશોઆરામ ઈચ્છતા હો તો વિષ્ણુ-લક્ષ્મીના અવતાર રામ પરમ સખા અને માતા સીતાના માનેલા પુત્ર હનુમાનની આ 40 પંક્તિઓમાં સમાવાયેલી લીલાનો પાઠ કરીને તેમની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ. થોડી જ પૂજા અને કોઈપણ મંત્રથી પ્રસન્ન થઈ જતા હનુમાન વિષ્ણુ-લક્ષ્મી તરફથી પ્રાપ્ત થતા તમામ સુખો પ્રદાન કરે છે. મંગળવાર અને શનિવાર દિવસે હનુમાનજીની પૂજા કર્યા વિના કેમ ચાલે, તો આપણા સનાતન-જાગૃતિમા બતાવ્યા મુજબ ચાલો આપણે તેમની પૂજા અને હનુમાનચાલીસાનું પઠન કરીએ. એ નિમિત્તે જાણો હનુમાન ચાલીસામાં સમાવાલેયી લીલાઓ સરળ શબ્દોમાં

પૂજન વિધિઃ-

બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી લાલ વસ્ત્ર ધારણ કરો. કુશ અથવા ઉનના આસન પર હનુમાનજી ની પ્રતિમા, ચિત્ર અથવા યંત્રને ભોજપત્ર અથવા તામ્ર-પત્ર પર ઉત્કીર્ણ કરવાવીને સામે રાખો અને સિંદૂર, ચોખા, લાલ પુષ્પ, અગરબત્તી તથા દીવો પ્રગટાવી પૂજન કરો. બૂંદીના લાડવાનો ભોગ લગાવો. પુષ્પ હાથમાં લઇ નિમ્ન શ્લોકનું ઉચ્ચારણ કરો:

अतुलित बलधामं हेम शैलाभदेहं, दनुज-वन कृशानुं ज्ञानिनामग्रण्यम् ।
सकल गुणनिधानं वानराणामधीशं, रघुपति प्रियभक्तं वातजातं नमामि ॥

અતુલિત બલધામં હેમ શૈલાભદેહં, દનુજ-વન કૃશાનું જ્ઞાનિનામગ્રણ્યમ્ |
સકલ ગુણનિધાનં વાનરામધીશં, રઘુપતિ પ્રિયભક્તં વાતજાતં નમામિ ॥

ત્યારબાદ પુષ્પ અર્પણ કરીને મનમાં હનુમાનજીનું ધ્યાન કરી હનુમાન ચાલીસાનો પાઠ કરો. અંતમાં લાલ ચંદનની માળા લઇ “हं हनुमते रुद्रात्मकाय हूं फट्” મંત્રનો ૧૦૮ વાર નિત્ય જાય કરો.

अथ श्री हनुमान चालीसा
અથ શ્રી હનુમાન ચાલીસા

॥ दोहा ॥
॥ દોહા ॥

श्री गुरु चरन सरोज रज, निज मन मुकुरु सुधारि ।
बरनउं रघुबर बिमल जसु, जो दायकु फल चारि ॥

શ્રી ગુરૂ ચરન સરોજ રજ, નિજ મન મુકુરૂ સુધારિ |
બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ ॥

ભાવાર્થ – શ્રી મહારાજના ચરણ કમળોની ધૂળથી મારા મનરૂપી દર્પણને પવિત્ર કરી મેં શ્રી રઘુવીરના નિર્મલ યશનું વર્ણન કરું છું, જે ચારો ફળ ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ આપનાર છે.

बुद्धिहीन तनु जानके, सुमिरौं पवन कुमार ।
बल बुद्धि विद्या देहु मोहिं, हरहु कलेश विकार ॥

બુદ્ધિહીન તનુ જાનકે, સુમિરૌં પવન કુમાર |
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર ॥

ભાવાર્થ – હે પવનપુત્ર, મેં આપનું સ્મરણ કરું છું. આપ તો જાણો જ છો કે મારું શરીર અને બુદ્ધિ નિર્બળ છે. મને શારીરિક બળ, સદબુદ્ધિ, તથા જ્ઞાન આપો અને મારા દુઃખો તથા દોષોનું હરણ કરો.

॥ चौपाई ॥
॥ ચૌપાઈ ॥

जय हनुमान ज्ञान गुन सागर । जय कपीस तिहुं लोक उजागर ॥

જય હનુમાન જ્ઞાન ગુન સાગર | જય કપીસ તિહું લોક ઉજાગર ॥
ભાવાર્થ – હે કેસરીનન્દન, આપની જય હો ! આપના જ્ઞાન અને ગુણની કોઈ સીમા નથી. હે કપીશ્વર ! આપની જય હો ! ત્રણેય લોકો સ્વર્ગ-લોક, ભૂ-લોક, અને પાતાળ-લોક માં આપની કીર્તિ ઉજાગર છે.

रामदूत अतुलित बल धामा । अंजनि पुत्र पवन सुत नामा ॥

રામદૂત અતુલિત બલ ધામા | અંજનિ પુત્ર પવન સુત નામા ॥
ભાવાર્થ – હે પવનસુત, અંજનીનન્દન ! શ્રી રામદૂત ! આ સંસારમાં આપની સમાન બીજું કોઇ પણ બળવાન નથી.

महावीर विक्रम बजरंगी । कुमति निवार सुमति के संगी ॥

મહાવીર વિક્રમ બજરંગી | કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥

ભાવાર્થ – હે બજરંગબલી ! આપ મહાવીર અને વિશિષ્ટ પરાક્રમી છો. આપ દુર્બુદ્ધિને દૂર કરનાર છો અને સુબુદ્ધિના સહાયક છો.

कंचन बरन विराज सुवेसा । कानन कुण्डल कुंचित केसा ॥

કંચન બરન વિરાજ સુવેસા | કાનન કુણ્ડલ કુંચિત કેસા ॥

ભાવાર્થ – આપનો રંગ કંચન જેવો છે. સુન્દર વસ્ત્રોંથી તથા કાનોમાં કુણ્ડળ અને ધુંધરાળા વાળોથી આપ સુશોભિત છો.

हाथ बज्र और ध्वजा बिराजै । कांधे मूंज जनेऊ साजै ॥

હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજૈ | કાંધે મૂંજ જનેઊ સાજૈ ॥

ભાવાર્થ – આપના હાથમાં વજ્ર અને ધ્વજા છે તથા આપના કાન્ધા પર મૂંજની જનોઈ શોભાયમાન છે.

शंकर सुवन केसरी नन्दन । तेज प्रताप महा जग बन्दन ॥

શંકર સુવન કેસરી નન્દન | તેજ પ્રતાપ મહા જગ બન્દન ॥

ભાવાર્થ – હે શંકર ભગવાનના અંશ ! કેસરીનન્દન ! આપના પરાક્રમ અને મહાન યશની આખા સંસારમાં વન્દના થાય છે.

विद्यावान गुनी अति चातुर । राम काज करिबे को आतुर ॥

વિદ્યાવાન ગુની અતિ ચાતુર | રામ કાજ કરિબે કો આતુર ॥

ભાવાર્થ – આપ અત્યંત ચતુર, વિદ્યાવાન, અને ગુણવાન છો. આપ સદા ભગવાન શ્રીરામના કાર્યો કરવા માટે આતુર રહો છો.

प्रभु चरित्र सुनिबे को रसिया । राम लखन सीता मन बसिया ॥

પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા | રામ લખન સીતા મન બસિયા ॥

ભાવાર્થ – આપ શ્રીરામના ગુણગાન સાંભળવામાં આનન્દ રસનો અનુભવ કરો છો. માતા સીતા અને લક્ષ્મણ સહિત ભગવાન શ્રીરામ આપના મન અને હ્રદયમાં વસે છે.

सूक्ष्म रूप धरि सियहिं दिखावा । विकट रूप धरि लंक जरावा ॥

સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા | વિકટ રૂપ ધરિ લંક જરાવા ॥

ભાવાર્થ – આપે અતિ સૂક્ષ્મ રૂપ ધારણ કરી માતા સીતાને બતાવ્યું તથા વિરાટ રૂપ ધારણ કરી રાવણની લંકાને સળગાવી નાખી.

भीम रुप धरि असुर संहारे । रामचन्द्र जी के काज संवारे ॥

ભીમ રૂપ ધરિ અસુર સંહારે | રામચન્દ્ર જી કે કાજ સંવારે ॥

ભાવાર્થ – આપે ભીમ અથવા ભયંકર રૂપ ધારણ કરી રાક્ષસોંનો સંહાર કર્યો અને ભગવાન શ્રી રામના ઉદ્દેશ્યને સફળ બનાવવામાં સહયોગ આપ્યો.

लाय संजीवन लखन जियाये । श्री रघुबीर हरषि उर लाये ॥

લાય સંજીવન લખન જિયાયે | શ્રી રઘુબીર હરષિ ઉર લાયે ॥

ભાવાર્થ – આપે સંજીવની બુટ્ટી લાવી લક્ષ્મણજી ને પ્રાણ દાન આપ્યું અને શ્રીરામે હર્ષિત થઇને આપને હ્રદયથી લગાવી દીધા.

रघुपति कीन्हीं बहुत बड़ाई । तुम मम प्रिय भरतहि सम भाई ॥

રઘુપતિ કીન્હીં બહુત બડ઼ાઈ | તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ॥

ભાવાર્થ – હે અંજનીનન્દન ! શ્રીરામે આપની ખુબજ પ્રશંસા કરી અને કહ્યું કે હનુમાન મને ભાઇ ભરત સમાન પ્રિય છે.

सहस बदन तुम्हारो यस गावैं । अस कहि श्रीपति कठं लगावैं ॥

સહસ બદન તુમ્કારિ યસ ગાવૈં | અસ કહિ શ્રીપતિ કઠં લગાવૈં ॥

ભાવાર્થ – “હજારો મુખોથી આપનું યશોગાન હો” એવું કહીને શ્રીરામચન્દ્રજીએ આપને તેમના હ્રદયથી લગાવી દીધા.

सनकादिक ब्रह्मादि मुनिसा । नारद सारद सहित अहीसा ॥

સનકાદિક બ્રહ્માદિ મુનિસા | નારદ સારદ સહિત અહીસા ॥

ભાવાર્થ – શ્રીસનતકુમાર, શ્રીસનાતન, શ્રીસનક, શ્રીસનન્દન આદિ મુનિ, બ્રહ્મા આદિ દેવતા, શેષનાગજી બધા આપનું ગુણગાન કરે છે.

जम कुबेर दिक्पाल जहां ते । कवि कोविद कहि सके कहां ते ॥

જમ કુબેર દિક્પાલ જહાં તે | કવિ કોવિદ કહિ સકે કહાં તે ॥

ભાવાર્થ – યમ, કુબેર આદિ તથા બધી દિશાઓના રક્ષક, કવિ, વિદ્વાન કોઇ પણ આપના યશનું સંપૂર્ણ વર્ણન કરવામાં સક્ષમ નથી.

तुम उपकार सुग्रीवहिं कीन्हा । राम मिलाय राज पद दीन्हा ॥

તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા | રામ મિલાય રાજ પદ દીન્હા ॥

ભાવાર્થ – આપે વાનરરાજ સુગ્રીવની શ્રીરામચન્દ્રજી સાથે મુલાકાત કરાવી તેમના પર ઉપકાર કર્યો. એમને રાજા બનાવી દીધા.

तुम्हरो मंत्र विभीषण माना । लंकेश्वर भये सब जग जाना ॥

તુમ્હરો મંત્ર વિભીષણ માના | લંકેશ્વર ભયે સબ જગ જાના ॥

ભાવાર્થ – આપના પરામર્શનું વિભીષણજીએ અનુકરણ કર્યું, જેના ફલસ્વરૂપે તેઓ લંકાના રાજા બન્યા, આ વાત આખું સંસાર જાણે છે.

जुग सहस्त्र योजन पर भानू । लील्यो ताहि मधुर फल जानू ॥

જુગ સહસ્ત્ર યોજન પર ભાનૂ | લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ ॥

ભાવાર્થ – જે સૂર્ય હજારો યોજન દૂર છે, જ્યા સુધી પહોંચવામાં હજારો યુગ લાગે છે, એ સૂર્યને આપ મીઠુ ફળ જાણીને ગળી ગયા.

प्रभु मुद्रिका मेलि मुख माहीं । जलधि लांघि गये अचरज नाहीं ॥

પ્રભુ મુદ્રિયા મેલિ મુખ માહીં | જલધિ લાંઘિ ગયે અચરજ નાહીં ॥

ભાવાર્થ – આપે ભગવાન શ્રીરામ દ્વારા આપેલ વીંટી અંગૂઠી, મુદ્રિકા મુખમાં રાખી સમુદ્ર પાર કર્યો. આપના માટે આમ સમુદ્ર ઓળંગવું કોઇ આશ્ચર્યની વાત નથી.

दुर्गम काज जगत के जेते । सुगम अनुग्रह तुम्हरे तेते ॥

દુર્ગમ કાજ જગત કે જેતે | સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ॥

ભાવાર્થ – સંસારના કઠિન-થી-કઠિન કામ આપની કૃપાથી સહજતાથી પૂરા થઇ જાય છે.
राम दुआरे तुम रखवारे । होत न आज्ञा बिनु पैसारे ॥

રામ દુઆરે તુમ રખવારે | હોત ન આજ્ઞા બિનુ પૈસારે ॥

ભાવાર્થ – આપ શ્રીરામચન્દ્રજીના મહેલના દ્વારપાલ છો, આપની આજ્ઞા વિના જેમા કોઇ પ્રવેશ નથી કરી શકતું.

सब सुख लहै तुम्हारी सरना । तुम रक्षक काहू को डरना ॥

સબ સુખ લહૈ તુમ્હારી સરના | તુમ રક્ષક કાહૂ કો ડરના ॥

ભાવાર્થ – આપની શરણમાં આવનાર વ્યક્તિને બધા સુખ પ્રાપ્ત થઇ જાય છે અને કોઇ પ્રકારનો ભય નથી રહેતો.

आपन तेज सम्हारो आपै । तीनहु लोक हांक ते कांपै ॥

આપન તેજ સમ્હારો આપૈ | તીનહુ લોક હાંક તે કાંપૈ ॥

ભાવાર્થ – આપના વેગને કેવળ આપ જ સહન કરી શકો છો. આપની સિંહ ગર્જનાથી ત્રણેય લોકોના પ્રાણી કાંપી ઊઠે છે.

भूत पिशाच निकट नहिं आवै । महावीर जब नाम सुनावै ॥

ભૂત પિશાચ નિકટ નહીં આવૈ | મહાવીર જબ નામ સુનાવૈ ॥

ભાવાર્થ – હે અંજનિપૂત્ર ! જે આપના “મહાવીર” નામનું જપ કરે છે, ભૂત-પિશાચ જેવી દુષ્ટ આત્માઓ એનાથી દૂર રહે છે.

नासै रोग हरै सब पीरा । जपत निरंतर हनुमत वीरा ॥

નાસૈ રોગ હરૈ સબ પીરા | જપત નિરંતર હનુમત વીરા ॥

ભાવાર્થ – હે વીર હનુમાનજી ! આપના નામનું નિરંતર જપ કરવાથી બધા રોગ નષ્ટ થઇ જાય છે અને બધા કષ્ટ પણ દૂર થઇ જાય છે.

संकट ते हनुमान छुड़ावै । मन-क्रम-बचन ध्यान जो लावै ॥

સંકટ તે હનુમાન છુડ઼ાવૈ | મન-ક્રમ-બચન ધ્યાન જો લાવૈ ॥

ભાવાર્થ – જે મન-પ્રેમ-વચનથી પોતાનું ધ્યાન આપનામાં લગાવે છે, તેમને બધા દુઃખોથી આપ મુક્ત કરી દો છો.

सब पर राम तपस्वी राजा । तिनके काज सकल तुम साजा ॥

સબ પર રામ તપસ્વી રાજા | તિનકે કાજ સકલ તુમ સાજા ॥

ભાવાર્થ – રાજા શ્રીરામચન્દ્રજી સર્વશ્રેષ્ઠ તપસ્વી છે, તેમના બધા કાર્યોને આપે પૂર્ણ કર્યા છે.

और मनोरथ जो कोई लावै । सोइ अमित जीवन फल पावै ॥

ઔર મનોરથ જો કોઈ લાવૈ | સોઇ અમિત જીવન ફલ પાવૈ ॥

ભાવાર્થ – આપની કૃપાના પાત્ર જીવ કોઇપણ અભિલાષા કરે, એને તુરંત ફળ મળે છે. જીવ જે ફળ પ્રાપ્તિની કલ્પના પણ નથી કરી શકતો, એ ફળ એને આપની કૃપાથી મળી જાય છે. અર્થાત્ એની બધી મંગળકામનાઓ પૂર્ણ થઇ જાય છે.

चारों जुग परताप तुम्हारा । है परसिद्ध जगत उजियारा ॥

ચારોં હુગ પરતાપ તુમ્હારા | હૈ પરસિદ્ધ જગત ઉજિયારા ॥

ભાવાર્થ – આપનો યશ ચારો યુગો સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, તથા કલિયુગ માં વિદ્યમાન છે. સમ્પૂર્ણ સંસારમાં આપની કીર્તિ પ્રકાશમાન છે. આખું સંસાર આપનું ઉપાસક છે.

साधु संत के तुम रखवारे । असुर निकन्दन राम दुलारे ॥

સાધુ સંત કે તુમ રખવારે | અસુર નિકન્દન રામ દુલારે ॥

ભાવાર્થ – હે રામચન્દ્રજીના દુલારા હનુમાનજી ! આપ સાધુ-સંતો તથા સજ્જનો અર્થાત્ ધર્મની રક્ષા કરો છો તથા દુષ્ટોનો સર્વનાશ કરો છો.

अष्ट सिद्धि नव निधि के दाता । अस वर दीन जानकी माता ॥

સષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા | અસ વર દીન જાનકી માતા ॥

ભાવાર્થ – હે કેસરીનન્દન ! માતા જાનકીએ આપને એવું વરદાન આપ્યું છે, જેના કારણે આપ કોઇપણ ભક્તને “આઠ સિદ્ધિ” અને “નવ નિધિ” પ્રદાન કરી શકો છો.

આઠ સિદ્ધિઆ — અણિમા – સાધક અદ્ર્શ્ય રહે છે અને કઠિન-થી-કઠિન પદાર્થમાં પ્રવેશ કરી શકે છો. મહિમા – યોગી પોતાને વિરાટ બનાવી લે છે. ગરિમા – સાધક પોતાની ઇચ્છા મુજબ વજન વધારી શકે છે. લઘિમા – સાધક પોતાની ઇચ્છા મુજબ વજન ઘટાડી શકે છે. પ્રાપ્તિ – મનવાંછિત પદાર્થની પ્રાપ્તિ થાય છે. પ્રાકામ્ય – ઇચ્છા કરવા પર સાધક પૃથ્વીમાં ભળી શકે છે અથવા આકાશમાં ઊડી શકે છે. ઈશિત્વ – બધા પર શાસન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. વશિત્વ – અન્ય કોઈને વશમાં કરી શકાય છે.
નવ નિધિઆ — પદ્મ, મહાપદ્મ, શંખ, મકર, કચ્છપ, મુકુન્દ, કુન્દ, નીલ, બર્ચ્ચ – આ નૌ નિધિઆ કહેવામાં આવી છે.

राम रसायन तुम्हरे पासा । सदा रहो रघुपति के दासा ॥

રામ રસાયન તુમ્હરે પાસા | સદા રહો રઘુપતિ કે દાસા ॥

ભાવાર્થ – આપ સદૈવ શ્રીરઘુનાથજીની શરણમાં રહો છો તેથી આપની પાસે વૃદ્ધાવસ્થા અને અન્ય અસાધ્ય રોગોના નાશ માટે “રામ-નામ” રૂપી રસાયણ ઔષધિ છે.

तुम्हरे भजन राम को पावै । जनम जनम के दुख बिसरावै ॥

તુમ્હરે ભજન રામ કો પાવૈ | જમન જનમ કે દુખ બિસરાવૈ ॥

ભાવાર્થ – આપના ભજન કરનાર ભક્તને ભગવાન શ્રીરામજીના દર્શન થાય છે અને એના જન્મ-જન્માંતરના દુખ દૂર થઇ જાય છે.

अंतकाल रधुबर पुर जाई । जहां जन्म हरि भक्त कहाई ॥

સંતકાલ રઘુબર પુર જાઈ | જહાં જન્મ હરિ ભક્ત કહાઈ ॥

ભાવાર્થ – આપના ભજનના પ્રભાવથી પ્રાણી અંત સમય શ્રીરઘુનાથજીના ધામે જાય છે. જો મૃત્યુલોકમાં જન્મ લેશે તો ભક્તિ કરશે અને શ્રીહરિ ભક્ત કહેવાશે.

और देवता चित्त न धरई । हनुमत सेइ सर्व सुख करई ॥
ઔર દેવતા ચિત્ત ન ધરઈ | હનુમત સેઇ સર્વ સુખ કરઈ ॥

ભાવાર્થ – હે હનુમાનજી ! જો ભક્ત સાચા મનથી આપની સેવા કરે છે તો એને બધા પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. એને અન્ય કોઇ દેવતાની પૂજા કરવાની આવશ્યકતા નથી રહેતી.

संकट कटै मिटै सब पीरा । जो सुमिरै हनुमत बलबीरा ॥

સંકટ કટૈ મિટૈ સબ પીરા | જો સુમિરૈ હનુમત બલબીરા ॥

ભાવાર્થ – હે બળવીર હનુમાનજી ! જે વ્યક્તિ માત્ર આપનું સ્મરણ કરે છે, એના બધા સંકટ મટી જાય છે અને બધી પીડાઓ પણ મટી જાય છે.

जय जय जय हनुमान गोसाइँ । कृपा करहु गुरु देव की नाइँ ॥

જય જય જય હનુમાન ગોસાઇઁ | કૃપા કરહુ ગુરૂ દેવ કી નાઇઁ ॥

ભાવાર્થ – હે વીર હનુમાનજી ! આપની સદા જય હો, જય હો, જય હો. આપ મુજ પર શ્રીગુરૂજીની સમાન કૃપા કરો જેથી મેં સદા આપની ઉપાસના કરતો રહું.

जो शत बार पाठ कर कोई । छूटहिं बन्दि महा सुख होई ॥

જો શત બાર પાઠ કર કોઈ | છૂટહિં બન્દિ મહા સુખ હોઈ ॥

ભાવાર્થ – જે વ્યક્તિ શુદ્ધ હ્રદયથી પ્રતિદિન આ હનુમાન ચાલીસાનો સો વાર પાઠ કરશે તે બધા સાંસારિક બંધનો થી મુક્ત થશે અને તેને પ્રેમાનંદની પ્રાપ્તિ થશે.

जो यह पढ़े हनुमान चालीसा । होय सिद्धि साखी गौरीसा ॥

જો યહ પઢ઼ે હનુમાન ચાલીસા | હોય સિદ્ધિ સાખી ગૌરીસા ॥

ભાવાર્થ – ગૌરી પતિ શંકર ભગવાને આ હનુમાન ચાલીસા લખાવી તેથી તેઓ સાક્ષી છે કે જે આ હનુમાન ચાલીસા વાચસે તેને નિશ્ચય સિદ્ધિ પ્રાપ્ત થશે.

तुलसीदास सदा हरी चेरा । कीजै नाथ ह्रदय मंह डेरा ॥

તુલસીદાસ સદા હરી ચેરા | કીજૈ નાથ હ્રદય મંહ ડેરા ॥

ભાવાર્થ – હે મારા નાથ હનુમાનજી ! ‘તુલસીદાસ‘ સદા “શ્રીરામ” ના દાસ છે, તેથી આપ એમના હ્રદયમાં સદા નિવાસ કરો.

पवन तनय संकट हरन, मंगल मूरति रूप ।
राम लखन सीता सहित, ह्रदय बसहु सुर भूप ॥

પવન તનય સંકટ હરન, મંગલ મૂરતિ રૂપ |
રામ લખન સીતા સહિત, હ્રદય બસહુ સુર ભૂપ ॥

ભાવાર્થ -­ હે પવનપુત્ર ! આપ બધા સંકટોના હરણ કરનાર ચો, આપ મંગળ મુરત રૂપ છો. મારી પ્રાર્થના છે કે આપ શ્રીરામ, શ્રીજાનકી તથા લક્ષ્મણજી સહિત સદા મારા હ્રદયમાં નિવાસ કરો.
॥ इति ॥
॥ ઇતિ ॥

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

રત્નો મોંઘા પડતા હોય તો આ ઉપ-રત્નોથી મેળવો જીવનની દરેક સમસ્યાઓ થી છુટકારો..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

ભારતમાં ગુજરાતના આ ગામે શનિદેવનું પ્રાગટય સ્થળ છે,અહીં આવી ઉતરી જાય છે પનોતી

shanidev14

જામનગર જિલ્લામાં ભાણવડ નજીકનું હાથલા ગામને શનિદેવનું પ્રાગટય સ્થળ માનવામાં આવે છે. જે રીતે શનિદેવનું જન્મસ્થાન શિંગળાપુર માનવામાં આવે છે, તે જ રીતે ગુજરાતના આ ગામમાં શનિદેવ પ્રગટ્યા હતા. મોટા મોટા પ્રધાનોથી લઈને સામાન્ય માણસનો સાગર સમાન પ્રવાહ શનિજયંતીના દિવસે આ ગામે પહોંચે છે.અહીંયા ભગવાન શનિદેવના મંદિર પટાંગણાં જ શનિકુંડ આવેલો છે આથી આ ઐતિહાસિક સ્થળે શનિશ્વરી અમાસ નિમિત્તે વહેલી સવારથી જ શનિભકતો ઉમટી પડે છે. શનિદેવના દર્શન માટે ભક્તોની લાંબી લાગતી હોય છે.

shanidevji10

ગુજરાતના જ નહીં, પરંતુ ભારતભરમાંથી આવેલા દર્શનાર્થીઓ અહીં નજરે પડે છે. દૂર-દૂરથી ભક્તોએ અહીં આવીને પોતાની મનોકામના માટે પ્રાર્થના કરે છે તો કેટલાય લોકો પોતાની પનોતી ઉતારવા કે શનિદોષમાંથી મુક્તિ મેળવવા શોધે છે. ભારતભરમાં હાથલા શનિ મંદિર એક જ એવું સ્થાનક છે કે જ્યાં સ્ત્રીઓ સહિ‌ત ભક્તો પોતાની જાતે ભગવાનની પુજા-અર્ચના કરી શકે છે.

shanidevji11

આ શનિ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે શનિદેવ હાથીની સવારીએ અહીં આવ્યા હતા અને તેમણે આ રીતે અહીં પોતાનું સ્થાનક બનાવ્યું હતું. પુરાતત્વ ખાતું આ મંદિરને પનોતી દેવી મંદિર તરીકે ઓળખાવે છે. અહીં શનિ દેવ પોતાની પત્ની પનોતી દેવી સાથે પધાર્યા હોવાથી આ મંદિરને પનોતી મંદિર તારીકે ઓળખાય છે.

shanidevji13

શનિદેવ મંદિરે પનોતીવાળા લોકો સ્નાન કરવા આવતા હોય છે, પરંતુ મામા-ભાણેજને પોતાના હાથે સ્નાન કરાવી નક્કોર વસ્ત્ર પહેરાવે તો ક્યારેય કોઇ પનોતી નજીક આવતી નથી. વળી દર્શન કરવા આવનાર દર્શનાર્થીઓ પગરખા પહેરીને આવે છે અને શનિ મંદિરે પોતાના પગરખા મુકીને જાય છે. માન્યતા મુજબ પનોતી શનિ મંદિરે છોડી દેવાથી પરત આવતી નથી, તેવી પણ એક લોકવાયકા છે.

shanidevji14

હાથલામાં શનિમંદિરની પાસે આવેલા શનિકુંડનું પણ અનેરૃ મહત્વ છે, વર્ષો પૂર્વ રાજા દશરથ રામ અને લક્ષ્મણને લઈને દ્વારકા જવા નીકળ્યા હતા. એવામાં આ બાજુ આવતા હાથલા સુધી પહોંચ્યા અને પાછળ મહાદેવનું મંદિર છે ત્યાં આરતી થઈ. આથી, દશરથજીને થયું કે આ તો આપણે દ્વારકા પાછળ છોડી દીધું, તેઓ પાછા ફર્યા ત્યાં વચ્ચે આ સ્થળે રામજીને તરસ લાગી, તેના પાણી માટે થઈને બાણથી દશરથજીએ પાણીનો પ્રવાહ નીકાળ્યો. તે આજે શનિકુંડ તરીકે પ્રસિદ્ધ છે.

આ શનિકુંડને લઇને એવું પણ કેહવામાં આવે છે કે, અહીંયા વર્ષો પહેલા પાંડવો જયારે શનિદેવના ચક્કરમાં ચકરાયા હતા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને જણાવ્યું હતુ કે, હાથલા ગામે પાવનકારી શનિકુંડમાં સ્નાન કરવાથી શનિના તમામ અનિષ્ટો દુર થશે અને પાંડવો હાથલામાં આવીને શાસ્ત્રોકત યજ્ઞ પુજનવિધી કરાવીને પાંચેય ભાઈઓએ પાવનકારી શનિકુંડના પાણીથી સ્નાન કરીને શ્રધ્ધાભાવથી યજ્ઞાવિધિ આરતી કરાવ્યા હતા અને શનિદેવના આર્શિવાદ મળતા તેઓએ વિજય મેળવ્યો હોવાનું પણ માનવામાં આવે છે

shanidevji15

જામનગર જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલા હાથલા ગામમાં તળાવ કાંઠે શનિમહારાજનું મંદિર આવેલુ છે. ભાણવડથી 23 કિ.મી. જેટલું અંતર છે અને જામનગરથી સો કિ.મી. જેટલા અંતરે આ મંદિર આવેલું છે. પ્રાઈવેટ વાહન કે છકડામાં ભાણવડથી તમે શનિદેવના દર્શન કરવા જઈ શકો છો. દર શનિજયંતિના રોજ ઉત્સવ થાય છે. આ શનિ મંદિરે મોટા-મોટા પ્રધાનો પણ ચાલીને યાત્રા કરે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

પરાજયે મને ખૂબ શીખવ્યું પછી હું ‘ગોલ્ડન ગર્લ’ બની (કભી કભી)

pt

એનું નામ છે પી.ટી. ઉષા.

દેશની ઉડતી પરી તરીકે જાણીતી બનેલી પી.ટી. ઉષાની જિંદગીની કહાણી દેશનાં કરોડો યુવક-યુવતીઓ માટે પ્રેરણાદાયી છે.

તે ચોથા ધોરણમાં ભણતી હતી. બીજાં બાળકોની જેમ તેને દોડવું- ભાગવું ગમતું હતું. એક દિવસ સ્કૂલમાં એના રમતગમત શિક્ષકે તેને સાતમા ધોરણના છોકરાની સામે ઊભી કરી દીધી. તે છોકરો દોડવામાં ચેમ્પિયન હતો. ટીચરે કહ્યું: ”એની સાથે દોડો અને જીતીને આવો.”

આ વાત સાંભળતાં જ તે ગભરાઈ ગઈ, પરંતુ શિક્ષકનો આદેશ હતો તેથી દોડવું જરૂરી હતું. તે મેદાન પર ગઈ, ખૂબ ઝડપથી દોડી અને ચેમ્પિયન હારી ગયો. તે સાતમાં ધોરણમાં આવી, એ વખતે તે જિલ્લા ચેમ્પિયન બની ગઈ. તે પછી જીતવાનો સિલસિલો જ ચાલુ થઈ ગયો. ૧૯૮૪માં તે દોડમાં ઓલિમ્પિક ફાઈનલમાં પહોંચવાવાળી પહેલી મહિલા બની ગઈ. ૧૯૮૫માં એણે એશિયન ટ્રેક એન્ડ ફિલ્ડ ચેમ્પિયનમાં પાંચ ગોલ્ડ મેડલ જીત્યા. એ પછી એણે અર્જુન એવોર્ડ અને પદ્મ શ્રી એવોર્ડ પણ એનાયત થયા.

કેરલના કોઝીકોટી જિલ્લાના કોથલી ગામમાં જન્મેલી પી.ટી. ઉષા બચપણમાં અકસર બીમાર રહેતી હતી. માતા-પિતા તેના સ્વાસ્થ્ય અંગે સતત ચિંતામાં રહેતા હતાં. બધાને ચિંતા હતી કે આ છોકરીનું શું થશે? સહેજ મોટી થતાં તે સ્કૂલ જવા લાગી. વારંવાર બીમાર પડી જતી હોવાથી એને અનેક વાર સ્કૂલમાંથી રજા લેવી પડતી. એના પિતા ગામમાં કાપડની એક નાનકડી દુકાન ચલાવતા હતા. પી.ટી. ઉષા અને એ બધા મળીને છ ભાઈ-બહેન હતા. આટલા બધાની પરવરીશ કરવી તે એક મોટી સમસ્યા હતી. પિતા શિક્ષણનું મહત્ત્વ સમજતા હતા. અનેક મુશ્કેલીઓ છતાં બાળકોના શિક્ષણને તેમણે નજરઅંદાજ ના કર્યું.

ઉષાનું મન ભણવાની સાથેસાથે ખેલકૂદમાં પણ લાગેલું હતું . સમયની સાથે એની સક્રિયતા પણ વધી ગઈ. રમતના મેદાનમાં ભાગતા- દોડતા ખેલાડીઓને જોવામાં એને મજા આવતી હતી. એ વખતે તેના મનમાં થતું કે કાશ હું પણ આ રીતે દોડી શક્તી!

એ વખતે તે દસ વર્ષની હતી. સ્કૂલમાં રમતોની સ્પર્ધા શરૂ થવાની હતી. ખેલાડીઓની પસંદગી થઈ રહી હતી. ઉષા પણ રમતના મેદાન પર એક ખૂણામાં ઊભેલી હતી. ત્યાં જ એનાં શિક્ષકે ઉષાને ઈશારો કરી પોતાની પાસે બોલાવી. શિક્ષકે તેને કહ્યું: ”ચાલો,આ છોકરો કે જે દોડવામાં ચેમ્પિયન છે તેને હરાવો.” એ વખતે તે છોકરો સાતમા ધોરણમાં હતો જ્યારે ઉષા ચોથા ધોરણમાં હતી. એ પહેલાં ઉષાએ કદીએ દોડમાં ભાગ લીધો નહોતો. શિક્ષકનો આદેશ હતો તેથી ઉષા પાસે દોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.

શિક્ષકે સિટી મારી.

ઉષા અને ચેમ્પિયન બોય દોડવા લાગ્યા. શરૂઆતમાં ઉષાની રફતાર ધીમી હતી, પણ થોડી જ ક્ષણો બાદ ઉષા જાણે કે હવામાં ઊડવા લાગી. રમતના મેદાન પર ઊભેલા છોકરાઓ ચેમ્પિયન છોકરાના નામના નારા લગાવી રહ્યા હતા, પણ ઉષા જાણે કે એ સાંભળતી જ ના હોય તે રીતે બડી તેજ રફતારથી દોડી રહી હતી. એટલું ઝડપથી દોડી કે ચેમ્પિયન છોકરો હારી ગયો.

એ વિજયે ઉષા માટે નવો રસ્તો ખોલી દીધો. ઉષા કહે છેઃ ”મારા માતા-પિતા રમતગમત અંગે કાંઈ જ જાણતા નહોતા. મેં પણ કદી વિચાર્યું નહોતું કે હું કરી એથ્લેટ બનીશ. મેં એટલું જ વિચાર્યું હતું કે ભવિષ્યમાં બહુ બહુ તો હું પી.ટી. ટીચર બની જઈશ.”ળ

અને તે દિવસ બાદ ઉષા સ્કૂલની ટીમનો એક હિસ્સો બની ગઈ. ૧૯૭૬માં કેરળ સરકારે કુન્નૂરમાં મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન માટે એક શિબિરનું આયોજન કર્યું હતું. આ તાલીમ શિબિરમાં કોચ ઓ.એમ. નમ્બિયારની દેખરેખમાં ચાલીસ વિર્દ્યાિથનીઓની તાલીમ શરૂ થઈ. તેમાં પી.ટી. ઉષા પણ સામેલ હતી. ૧૯૭૯માં ઉષાને નેશનલ સ્કૂલ ગેમ્સમાં ભાગ લેવાનો મોકો મળ્યો. આ સ્પર્ધામાં તે ચેમ્પિયન બની અને મીડિયામાં છવાઈ ગઈ. ૧૯૮૦માં તે પાકિસ્તાન ઓપન નેશનલ મીટમાં ભાગ લેવા કરાંચી ગઈ. આ તેનો પહેલો આંતરરાષ્ટ્રીય પ્રવાસ હતો.

ઉષાની ખેલ કારકિર્દીમાં કાફી ઉતારચડાવ આવ્યા પણ ઉષાએ હાર કદી ના સ્વીકારી. તે કદી હતાશ- નિરાશ ના થઈ. ૧૯૮૪માં તેની રમતગમત કારકિર્દીનો પ્રથમ મહત્ત્વપૂર્ણ મુકામ આવ્યો. ઉષાએ લોસ એન્જેલસમાં આયોજિત ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો. એ વખતે તે ૨૦ વર્ષની હતી. આખા દેશને તેના પદક માટે આશા હતી અને તે ઓલિમ્પિકમાં ફાઈનલ રાઉન્ડમાં પહોંચવાવાળી પહેલી ભારતીય એથ્લેટ બની ગઈ, પરંતુ ચંદ્રક મેળવવા માટે થોડાક પોઈન્ટસ ખૂટયા. આ બાબતે તેને જ નહીં પરંતુ આખા દેશને મોટો ઝાટકો લાગ્યો. ઉષા કહે છેઃ ”એ પરાજયે મને બહુ જ રડાવી દીધી. આટલી નિરાશ હું અગાઉ કદી થઈ નહોતી. હું ખૂબ રડી. પણ એ પરાજયે મારામાં એક નવું જ જોમ ભરી દીધું એ પછી જ હું ગોલ્ડન ગર્લ બની ગઈ.”

ઓલિમ્પિકમાં પરાજયે ઉષાને બહુ જ નિરાશ કરી દીધી હોવા છતાં લોસ એન્જલસથી પાછા ફર્યા બાદ દેશમાં ઉષાનું શાનદાર સ્વાગત થયું. એ વખતે તેને અહેસાસ થયો કે દેશના લોકો તેને કેટલું બધું ચાહે છે. ઉષા કહે છેઃ ”ઓલિમ્પિકમાંથી પાછા આવ્યા બાદ ઠેર ઠેર લોકો મારું સ્વાગત કરવા એકત્ર થઈ ગયા. કેટલાયે એવોર્ડ મળ્યા. પુરસ્કારના રૂપમાં મને નવું ઘર અને નવી મોટરકાર ભેટમાં મળી. મેં કદીયે વિચાર્યું નહોતું કે મને કદીક આટલો પ્રેમ અને સન્માન મળશે.”

ઓલિમ્પિકમાંથી પાછા આવ્યા બાદ ઉષાને અહેસાસ થયો કે આખો દેશ તેની પર કેટલી બધી ઉમ્મીદો લગાવીને બેઠો છે. તે હારી ગઈ છે એ વાત ભૂલીને સિયોલમાં યોજાનાર ૧૦મી એશિયન ગેમ્સની પ્રતિયોગીતાની તૈયારીઓમાં લાગી ગઈ.

તે પછી આંતરરાષ્ટ્રીય ખેલ સ્પર્ધામાં ભાગ લેવા તે સિયોલ ગઈ.

સિયોલમાં તે ચાર ગોલ્ડ મેડલ જીતીને ભારત આવી. એ હવે ગોલ્ડન ગર્લ બની ગઈ. લોકો તેને ‘ગોલ્ડન ગર્લ’ કહીને બોલાવવા લાગ્યા.

૧૯૯૧માં તેણે તેના મિત્ર પી.શ્રીનિવાસન સાથે લગ્ન કરી લીધું. એક વર્ષ બાદ તેણે એક પુત્રને જન્મ આપ્યો. રમતના મેદાનમાં હવા સાથે ઊડવાવાળી પી.ટી. ઉષાએ પારિવારિક જવાબદારીઓ પણ ગંભીરતાથી નિભાવી. કેટલાક લોકોને લાગ્યું કે, પારિવારિક જીવન તેની ખેલાડી તરીકેની કારકિર્દીને ખતમ કરી દેશે, પણ એમ ના થયું. સાત વર્ષ બાદ ૧૯૯૮માં જાપાનમાં આયોજિત એશિયન ટ્રેક ફેડરેશન મીટમાં તેણે ભાગ લીધો અને બ્રોન્ઝ મેડલ સાથે એણે શાનદાર પુનરાગમન કર્યું.

ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને તેને સદીની મહાન ખેલાડી તરીકે સન્માન બક્ષ્યું. ૨૦૦૦ની સાલમાં તેણે રમતગમતમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી. હવે તે કેરલના કોઝીકોટ જિલ્લામાં સ્પોર્ટ્સ સ્કૂલ ચલાવે છે. અહીં દેશભરના બાળકો તાલીમ માટે આવે છે. પી.ટી. ઉષાનું હવે એક જ લક્ષ્ય છેઃ ”દેશ માટે સુંદર ખેલાડી તૈયાર કરવા.”

– દેવેન્દ્ર પટેલ
સાભાર: સંદેશ

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…સુવાવડ, પેશાબ, શ્વેત પ્રદર, નબળાઈ જેવા સ્ત્રી રોગો માટે 25+ ઘરેલૂ નુસખા

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.