Tag Archives: સાવધાની सावधानी Warning

જાણી જ લો…વિદેશમાં તમારો Passport ખોવાઈ જાય તો આ ટિપ્સ કરશે તમારી મદદ…!!!

passport10

પાસપોર્ટ માત્ર વિદેશ ફરવા જવા માટે જ નથી, પરંતુ એક એવો દસ્તાવેજ છે જે નાગરિકની ઓળખ માટે મુખ્ય ગણાય છે. ભારતમાં દર વર્ષે હજારોની સંખ્યામાં એજ્યુકેશન, પર્યટન અને બિઝનેસ માટે લોકો વિદેશ જાય છે. પરંતુ, શું ક્યારેય વિચાર્યું છે કે, જો વિદેશમાં ક્યાંય પાસપોર્ટ ખોવાઈ જાય તો શું થશે. જો ના તો ભાસ્કર તમને જણાવી રહ્યું છે કે, કેવી રીતે વિદેશમાં ખોવાઈ ગયેલ અથવા ચોરાઈ ગયેલ પાસપોર્ટ મેળવી શકો છો.

જો વિદેશમાં ખોવાઈ જાય તો

તમે જો વિદેશમાં છો અને તમારો પાસપોર્ટ ખોવાઈ જાય તો તમારે આ પ્રક્રિયા અનુસરવાની રહેશે.
– ભારત આવતા સમયે રસ્તામાં તમારો પાસપોર્ટ ખોવાઈ જાય તો તમારે ત્યારે જ ત્યાંથી ઇમરજન્સી સર્ટિફિકેટ લેવાનું રહેશે.
– આ સર્ટિફિકેટને મેળવવા માટે તમારે ત્યાં સ્થિત એમ્બેસી અથવા પોસ્ટનો સંપર્ક કરવાનો રહેશે.
– પાસપોર્ટ ખોવાઈ જવા, ડેમેજ થવા અથવા ચોરી થવાની સ્થિતિમાં તમને જૂના પાસપોર્ટની ફોટોકોપી જમા કરાવવી જરૂરી નથી.
– પ્રવાસી પોતાના આધાર કાર્ડની જાણકારી એમ્બેસીને ઉપલબ્ધ કરાવી શકે છે. જ્યાંથી તેની વિગતો કોપી કરી શકાય છે.
– જોકે, ઇમરજન્સી સર્ટિફિકેટ લેવા માટે તમારે જુના પાસપોર્ટની તમામ વિગતો જેમ કે પાસપોર્ટ નંબર, ઈશ્યુની તારીખ, એક્સપાયરીની તારીખ અને ઈશ્યુનું સ્થળ વગેરે માહિતી આપવાની રહેશે.
– જો તમારી પાસે આ જાણકારી ન હોય તો પછી તમારે તે દેશમાં એમ્બેસી અથવા પોસ્ટનો સંપર્ક કરીને પરત આવવાનું સર્ટિફિકેટ લેવાનું રહેશે.

આ ઉપાયો દ્વારા તમારા ખોવાયેલો અથવા ચોરી થયેલ પાસપોર્ટના દુરૂપયોગ રોકવામાં મદદ મળશે.

વિદેશમાં- જો તમારો પાસપોર્ટ ખોવાઈ જાય તો, તમે ઓનલાઇન http://www.passports.gov.in પર અથવા સૌથી નજીકના રાજનાયિક મિશન અથવા વાણિજ્ય એમ્બેસીમાં તેની જાણકારી આપી શકો છો.

ભારતમાં- જો તમારો પાસપોર્ટ ભારતમાં જ ક્યાંય ખોવાઈ જાયતો તમે ઓનલાઇન http://www.passports.gov.in પર પાસપોર્ટની સૂચના સેવાને 1-877-487-2778 પર ફોન કરીને તેની જાણકારી આપી શકો છો.

દેશમાં પાસપોર્ટ ખોવાઈ જાય તો આ કરો….

– જો પાસપોર્ટ દેશમાં ક્યાંય ખોવાઈ જાયતો સૌથી પહેલા પાસપોર્ટ ઓફિસને તેની જાણકારી આપો.
– પાસપોર્ટ ખોવાઈ ગયા બાદ તરત જ તમે નજીકના પોલિસ સ્ટેશને જઇને તેની એફઆઇઆર જરૂર નોંધાવો.
– સાતે જ એમ્બેસીને પણ તેની જામકારી આપી શકાય છે. તેનાથી તમારા પાસપોર્ટનો કોઈ દૂરપયોગ નહીં કરી શકે.
– ફરી અરજી કરવા માટે નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્ર અથવા પીએસકે પર જઇને રિ-ઇશ્યૂ માટે અરજી કરો.
– પાસપોર્ટ એપ્લીકેશન ફોર્મની સાથે તમામ જરૂરી દસ્તાવેજો પણ જમા કરાવો.
– પાસપોર્ટ ડેમેજ થવો અને ગુમ થવો તે બે અલગ અલગ વાત છે. તમે બન્ને માટે રિ-ઇશ્યુ ફોર્મ દ્વારા અરજી કરવાની રહેશે.

કેવી રીતે બનાવશો ડુપ્લીકેટ પાસપોર્ટ

– સૌથી પહેલા પાસપોર્ટ ઓથોરિટીની વેબસાઇટ http://passportindia.gov.in/AppOnlineProject/docAdvisor/caseReissueAction પર જઇને તમારી વિગતો ભરવાની રહેશે.
– અહીં વિગતો ભર્યા બાદ આગળના પેજ પર તમારે એ જાણકારી આપવાની રહેશે કે કઈ કેટેગરીમાં તમારો પાસપોર્ટ બનાવવાનો છે. મતલબ ગુમ અથવા ચોરીવાળા પોઇન્ટ પર ક્લિક કરો.
– આગળના પેજ પર તમારે ક્યા ડોક્યુમેન્ટ આપવાના છે તેની જાણકારી મળશે.

ક્યા ડોક્યુમેન્ટની જરૂરત પડશે

– તમે જ્યાં હાલમાં રહો છો ત્યાંનો રહેઠાણનો પુરાવો
– જન્મનું પ્રમાણપત્ર
– બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ
– તમારો પાસપોર્ટ ક્યાં ખોવાઈ ગયો છે અને કેવી રીતે ખોવાઈ ગયો છે તેનું એક સોગંદનામુ
– ઓરિજનલ પોલિસ રિપોર્ટ
– એજ્યુકેશનલ ક્વોલિફિકેશન સર્ટિફિકેટની ફોટોકોપી
– જુના પાસપોર્ટના પ્રથમ બે અને છેલ્લા બે પેજની સેલ્ફ એટેસ્ટેડ ફોટોકોપી ઈસીઆર/નોન ઈસીઆર પેજની સાથે જો શક્ય હોય તો.

કેટલી ફી આપવી પડશે

– ડુપ્લીકેટ પાસપોર્ટ (36 પાના) – 2500 રૂપિયા પ્રતિ વ્યક્તિ
– ડુપ્લીકેટ પાસપોર્ટ (60 પાના) – 3000 રૂપિયા પ્રતિ વ્યક્તિ

ડુપ્લીકેટ પાસપોર્ટ (તત્કાલ)

1. અરજીની તારીખથી 1-7 દિવસની અંદર 2500 રૂપિયા અને 2500 રૂપિયા ડુપ્લિકેટ પાસપોર્ટની ફી મળીને કુલ 5000 રૂપિયા.
2. અરજીની તારીખથી 8-14 દિવસની અંદર 1500 રૂપિયા પ્લસ 2500 રૂપિયા ડુપ્લિકેટ પાસપોર્ટ ફી મળીને કુલ 4000 રૂપિયા.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

મિત્રો..કરો કંકુના…ફેસબુક પર કરો વીડિયો અપલોડ અને કરો ઘરબેઠે કમાણી …!!!

જાણો…બેટરીનું આયુષ્ય વધારવા માટેની ટિપ્સ, હવે નહીં થાય બ્લાસ્ટ…!!
મોબાઇલ ફોનનું ઘણું જ ખતરનાક રેડિએશન મોટી આફત બને તે પહેલા ચેતો…!!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
OHH…ऐसे सेव कर सकते हैं किसी भी स्मार्टफोन का बैकअप डाटा…!!!
WOW…कहीं से भी कंट्रोल करें अपना कंप्यूटर और स्मार्टफोन…!!!
તમે બનશો સ્માર્ટ ઇન્ટરનેટ યૂઝર…શીખો કી-બોર્ડની 41 શૉર્ટકટ્સ..!!!
આટલુ શીખી જ લો….GOOGLE ની સાથે ઘેર બેઠા કમાણીની તક, આ રીતે થશે કમાણી
8 વર્ષના ટેણિયાએ YOUTUBE થી 8 કરોડની કમાણી કરી: તમે કેમ પાછળ? તમે પણ કરો ધરખમ કમાણી. જાણો રીત.
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો

સાવધાન..જો તમે માઈક્રોવેવમાં ભોજન ગરમ કરો છો તો, તમને ભોગવવી પડશે 10 તકલીફો

microwave

માઇક્રોવેવ વિના આજે કોઇને ચાલે છે? ઘર ઘરમાં જેનો વપરાશ છે એ માઇક્રોવેવ ઓવનના ફાયદા કરતાં એના ગેરફાયદા પર નજર કરશો તો તમે ચોંકી જશો. માઇક્રોવેવ ઓવનમાં ખોરાક રાંધવાથી ખોરાકમાં રહેલા ડીએનએમાં તેની અસર થાય છે, જેથી શરીર તે ખોરાકને પચાવી શકતું નથી અને શરીરને નુકસાન પહોંચે છે.

માઇક્રોવેવમાં મૂકેલા તમામ ખોરાક પર એક સરખી જ પ્રક્રિયા થાય છે. માઇક્રોવેવ તેના કણોને વધુને વધુ ઝડપે હલાવે છે. ઘર્ષણની આ પ્રક્રિયાના કારણે ખોરાકમાં રહેલા વિટામિન, મિનરલ્સ, પ્રોટીન અને રેડિલોલિટીક તત્વો નાશ પામે છે.

સ્વિસ, રશિયન અને જર્મનના વૈજ્ઞાનિકોના દ્વારા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે તમારા કિચનમાં મૂકેલું માઇક્રોવેવ તમારે માટે ગમે તેટલું ઉપયોગી હોય છતાં માઇક્રોવેવ ઓવનનો ઉપયોગ કરવાના 10 નુકસાન અને અન્ય સંશોધન વિશે જણાવીશું.

બે કૂંડામાં બે છોડ રોપવામાં આવ્યા, જેમાંથી એકને માઇક્રોવેવમાં ઉકાળીને ઠંડું કરેલું પાણી અપાતું જયારે બીજા છોડને શુદ્ધ પાણી અપાતું હતું. દસમાં જ દિવસે માઇક્રોવેવનું પાણી પીવડાવેલો છોડ બળી ગયો ને શુદ્ધ પાણીનો છોડ બચી ગયો. આ એક જ ઉદાહરણ કાફી નથી?

૧- માઇક્રોવેવ ઓવનમાં રાંધેલો ખોરાક ખાવાથી મગજના કોષ છુટાં પડી જાય છે અને મગજને કાયમી નુકસાન પહોંચે છે.

૨- ઓવનમાં બનાવેલો ખોરાક માનવ શરીર પચાવી શકતું નથી. જેથી પેટ સંબંધી અનેક રોગો શરીરમાં પ્રવેશે છે.

૩- માઇક્રોવેવમાં બનાવેલો ખોરાક સતત ખાવાથી પુરૂષ અને સ્ત્રીના હોર્મોનમાં ફેરફાર થાય છે અને તેને નવાં ઉત્પન્ન થતાં પણ રોકે છે.

૪-માઇક્રોવેવમાં બનાવેલા આહારના જે બાય-પ્રોડક્ટ ઉત્પન્ન થાય છે તે શરીરમાંથી લાંબાગાળા સુધી બહાર નથી નિકળતા.

૫- ઓવનમાં આહાર બનાવવાથી તેમાં રહેલાં મિનરલ્સ, વિટામિન અને પોષકતત્ત્વો નાશ પામે છે, જેથી તે ખોરાકની શરીર પર કોઇ અસર થતી નથી અને તે પચવામાં ભારે પડે છે.

૬- માઇક્રોવેવ ઓવનમાં શાકભાજી રાંધવાથી તેમાં રહેલા મિનરલ્સનું કેન્સર ઉત્પન્ન કરતાં ફ્રી રેડિકલ્સમાં રૂપાંતર થાય છે.

૭- માઇક્રોવેવમાં રાંધેલો ખોરાક સતત ખાવાથી પેટ અને આંતરડાનું કેન્સર થવાની શક્યતા રહે છે. અમેરિકા અને ઇંગ્લેન્ડમાં આંતરડાના કેન્સરનું પ્રમાણ વધવાનું કારણ માઇક્રોવેવને માનવામાં આવે છે.

૮- સતત માઇક્રોવેવમાં રાંધેલો આહાર ખાવાના કારણે લોહીમાં કેન્સર ઉત્પન્ન કરતાં કોષ વધે છે.

૯- માઈક્રોવેવમાં પકાવેલું કે ગરમ કરેલું ખોરાક ખાવાથી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે.

૧૦ માઇક્રોવેવમાં બનેલો ખોરાક ખાવાથી યાદશક્તિ ઘટે છે, ધ્યાન કેન્દ્રીત રહેતું નથી, ભાવનાત્મક અસ્થિરતા આવે છે અને બુદ્ધિશક્તિ ઘટે છે.

સંશોધન

માઈક્રોવેવ સેફ પ્લાસ્ટિકના વાસણોમાં જો તમે ખોરાક ગરમ કરીને ખાઓ છો તાજેતરમાં થયેલા આ સંશોધન વિશે એકવાર જાણી લેવું જોઈએ. એક વેબસાઈટમાં પ્રકાશિત ખબર મુજબ અમેરિકા નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્વાયર્મેંટલ હેલ્થ સાયન્સ મુજબ માઈક્રોવેવમાં પ્લાસ્ટિકના વાસણોમાં ભોજન ગરમ કરવાથી ચેમાં રહેલા કેમિકલ્સ ઈનફર્ટિલિટી, સ્થૂળતા, ડાયાબિટીસ અને કેન્સર જેવા ખતરાને નોતરે છે.
સંશોધનમાં જણાવ્યા પ્રમાણે પ્લાસ્ટિકના વાસણોમાં રહેલું એન્ડોક્રાઈન ડિસરાપ્ટિંગ કેમિકલ્સ (ઈડીસી) શરીરને નુકસાન પહોંચાડી શકે છે. માઈક્રોવેવમાં આવા વાસણોમાં ખાવાનું ગરમ કરતી વખતે તેમાં રહેલાં કેમિકલ્સ ભોજનના સીધા સંપર્કમાં આવે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પોતાના સંશોધનમાં જણાવ્યું છે કે પ્લાસ્ટિકના વાસણોમાં લગભગ 800 પ્રકારના રસાયણોનો ઉપયોગ થાય છે જે સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થાય છે.

આ સંશોધનમાં આ વાત પણ જાણવા મળી છે કે ઈડીસી શરીરની હોર્મોનલ પ્રક્રિયામાં બાધા પેદા કરે છે અને બ્રેસ્ટ અને પ્રોટેસ્ટ કેન્સરનું રિસ્ક પણ વધારે છે. આ પહેલાં પણ થયેલા કેટલાક સંશોધનમાં પ્લાસ્ટિકના વાસણો અને બોટલોમાં મળનારા કેમિકલ બીપીએને સ્વાસ્થ્ય માટે અનેક સમસ્યાઓનું કારણ માનવામાં આવ્યું છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો