ધનલક્ષ્મીને આકર્ષિત કરે છે આ 8 વસ્તુઓ, ઘરમાં કરો કોઇ 1 નો જ્યોતિષીય ઉપાય..!!!

જ્યોતિષીય ઉપાયોમાં અનેક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાંથી થોડી વસ્તુઓ ખૂબ જ ચમત્કારી હોય છે. જો તેમનો વિધિ-વિધાનથી યોગ્ય પ્રયોગ કરવામાં આવે તો દરેક પરેશાની દૂર કરી શકે છે તથા દરેક મનોકામના પણ પૂર્ણ થઇ શકે છે. આજે અમે તમને જ્યોતિષીય ઉપાયોમાં કામ આવનારી થોડી એવી વસ્તુઓ તથા તેમના થોડાં પ્રયોગો વિશે જણાવી રહ્યા છીએ, જે આ પ્રકારે છે-

hakik

હકીકઃ-

જ્યોતિષ શાસ્ત્રમાં ઘણાં વિશેષ પ્રકારના પથ્થરોનું પણ મહત્વ છે. આ પથ્થરોથી પણ કાર્ય સિદ્ધ થઇ જાય છે. હકીક પણ એક એવો જ પથ્થર છે. હકીકનો ઉપયોગ વિવિધ પૂજા-પાઠ, સાધનાઓ અને ઉપાસનાઓમાં કરવામાં આવે છે. આ છે તેના ઉપાય-

1. કોઇ શુક્રવારની રાત્રે દેવી લક્ષ્મીની પૂજા કર્યા પછી એક હકીક માળા લેવી અને એક સૌ આઠ વાર ऊं ह्रीं ह्रीं श्रीं श्रीं लक्ष्मी वासुदेवाय नम: મંત્રનો જાપ કરવો. ત્યાર પછી માળાને લક્ષ્મીજીના મંદિરમાં અર્પણ કરી દેવી. ધન સાથે જોડાયેલી સમસ્યાઓનું સમાધાન આવી શકે છે.
2. 11 હકીક પથ્થર લઇને કોઇ મંદિરમાં અર્પણ કરી દેવાં. અર્પણ કરવાની સાથે જ એવું કહેવું કે, અમુક કાર્યોમાં વિજય થવા માંગુ છું તો તે કાર્યમાં વિજય પ્રાપ્ત થાય.
3. જે વ્યક્તિ શ્રેષ્ઠ ધનની ઇચ્છા રાખે છે, તે રાત્રે 27 હકીક પથ્થર લઇને તેના ઉપર માતા લક્ષ્મીનું ચિત્ર સ્થાપિત કરવું.

gomati

ગોમતી ચક્રઃ-

ગોમતી ચક્ર એક ખાસ પથ્થર છે. તેનો રંગ સફેદ હોય છે. આ પથ્થરની ઉપરની પરખ ઉપસેલી હોય છે અને નીચેની પરખ સપાટ હોય છે. સપાટ બાજુએ સાત (7) બનેલો જોવા મળે છે. આ પથ્થરનો ઉપયોગ ઘણાં પ્રકારની તાંત્રિક ક્રિયાઓમાં પણ થાય છે. એવું માનવામાં આવે છે કે, ગોમતી ચક્ર ખૂબ જ ચમત્કારી હોય છે. જ્યોતિષમાં ગોમતી ચક્રના ઘણાં ઉપાયો જણાવવામાં આવ્યા છે. ગોમતી ચક્ર કોઇપણ પૂજા સામગ્રીની દુકાન પર સરળતાથી મળી જાય છે.

ઉપાયઃ-

1. જો કોર્ટ-કચેરી જતી સમયે ઘરની બહાર ગોમતી ચક્ર રાખીને તેના પર જમણો પગ રાખવામાં આવે તો તે દિવસે કોર્ટ-કચેરીમાં સફળતા પ્રાપ્ત થવાના યોગ વધી જાય છે.
2. જો દુશ્મન વધી ગયા હોય તો જેટલાં અક્ષરનું દુશ્મનું નામ છે, તેટલાં જ ગોમતી ચક્ર લઇને તેના પર દુશ્મનનું નામ લખીને તેને જમીનમાં દાંટી દેવાં જોઇએ જેનાથી દુશ્મન પરાસ્ત થઇ જાય છે.
3. જો પૈસા સાથે સંબંધિત સમસ્યા છે તો 5 ગોમતી ચક્ર ધન સ્થાન એટલે એવી જગ્યાએ રાખવાં, જ્યાં તમે પૈસા રાખતાં હોવ. ધનની સમસ્યા સમાપ્ત થઇ શકે છે.

kaali haldar

કાળી હળદરઃ-

ખાવાના ઉપયોગમાં આવતી હળદર તો બધાએ જોઈ હશે, પરંતુ તાંત્રિક ઉપાયોમાં ઉપયોગ કરવામાં આવતી કાળી હળદર વિશે ખૂબ જ ઓછા લોકો જાણતાં હશે. હળદર અનેક પ્રકારની હોય છે અને આપણે જે ખાવામાં ઉપયોગ કરીએ છીએ તે પીળી હળદર છે. કાળી હળદરનો ઉપયોગ ખાવામાં નથી થતો, પરંતુ તંત્રશાસ્ત્રમાં તેના ઉપયોગ વિશે ઘણુંબધુ બતાવ્યું છે. કાળી હળદરના ઉપાયોથી રૂપિયાની તંગી ચમત્કારીક રીતે દૂર થાય છે.

1.કાળી હળદરના 7 થી 9 દાણા બનાવો. આ દાણાન સાફ દોરામાં પોરોવી લો. ત્યારબાદ આ માળાનું ધૂપ અને લોબાનના શોધન કર્યા પછી પહેરી લો. જે પણ વ્યક્તિ આ પ્રકારની માળા પહેરે છે, તે બધા પ્રકારના ગ્રહદોષોથી, ટોણા-ટોટકાથી અને ખરાબ નજરથી સુરક્ષિત રહે છે.
2.જો તમે કોઈ ખાસ કામ માટે જઈ રહ્યા હોવ તો ઘરેથી નિકળતાં પહેલા કાળી હળદરનું તિલક કરીને પ્રસ્થાન કરો. આ તિલક તમારું આકર્ષણ વધારશે. કાળી હળદરને તંત્ર અનુસાર વશીકરણ માટે જબરદસ્ત માનવામાં આવે છે. જો તમે ઈચ્છતા હોવ કે સમાજમાં તમારું આકર્ણણ વધે તો કાળી હળદરનું તિલક એક સરળ ઉપાય છે.

laghu naliyer

લઘુ નારિયેળઃ-

આ સામાન્ય નારિયેળ કરતાં થોડું નાનું હોય છે. તંત્ર-મંત્રમાં તેનું ખાસ મહત્વ છે. નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે. અર્થાત્ દેવી લક્ષ્મીનું ફળ. આની વિધિસર પૂજા કરી લાલ કપડાં બાંધીને એવા સ્થાન પર મૂકવું જોઈએ જ્યાં કોઈની નજર ન પડે. આ ઉપાય કરવાથી માં લક્ષ્મી બહુ પ્રસન્ન થાય છે.

1. 11 લઘુ નારિયેળ માતા લક્ષ્મીના ચરણોમાં રાખીને ऊं महालक्ष्म्यै च विद्महे विष्णुपत्नीं च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् મંત્રનો જાપ કરવો. 2 માળા જાપ કર્યા પછી એક લાલ કપડામાં તે લઘુ નારિયેળને લપેટીને તિજોરીમાં રાખી દેવું અને દીવાળીના બીજા દિવસે કોઇ નદી અથવા તળાવમાં વિસર્જિત કરી દેવું. આવું કરવાથી ધનલાભના યોગ બની શકે છે.
2. ધન, વૈભવ અને સમૃદ્ધિ મેળવવા માટે 5 લઘુ નારિયેળ સ્થાપિત કરવાં, તેના પર કેસરથી તિલક કરવું અને દરેક નારિયેળ પર તિલક કરતી સમયે 27 વાર નીચે લખાયેલ મંત્રનો મનમાં ને મનમાં જાપ કરતાં રહેવું-

મંત્ર- ऐं ह्लीं श्रीं क्लीं

3. જો તમે ઇચ્છો છો કે, તમારા ઘરમાં ક્યારેય ધન-ધાન્યની કમી આવે નહીં અને અનાજનો ભંડાર ભરેલો રહે તો 11 લઘુ નારિયેળ એક પીળા કપડામાં બાંધીને રસોઈ ઘરમાં પૂર્વ ખૂણામાં બાંધી દેવું. જેનાથી તમારી મનોકામના પૂર્ણ થઇ શકે છે.

dakshinavarti sankh

દક્ષિણાવર્તી શંખઃ-

જ્યોતિષ શાસ્ત્રમાં દક્ષિણાવર્તી શંખનું વિશેષ મહત્વ છે. આ શંખને વિધિ-વિધાન પૂર્વક ઘરમાં રાખવાથી ઘણાં પ્રકારની બાધાઓ શાંત થઇ જાય છે અને ધનની કમી ક્યારેય આવતી નથી. દક્ષિણાવર્તી શંખના અનેક લાભ છે, પરંતુ તેના ઘરમાં રાખતાં પહેલાં તેનું શુદ્ધિકરણ અવશ્ય કરવું જોઇએ.

આ વિધિથી કરવું શુદ્ધિકરણઃ-

લાલ કપડાંની ઉપર દક્ષિણાવર્તી શંખ રાખીને તેમાં ગંગાજળ ભરો અને કુશના આસન ઉપર બેસી આ મંત્રનો જાપ કરો..

ऊं श्री लक्ष्मी सहोदराय नम:

આ મંત્રની ઓછામાં ઓછા 5 માળા જાપ કરો અને ત્યારબાદ શંખને પૂજા સ્થાન ઉપર સ્થાપિત કરી દો.

kamalgatta

કમળ ગટ્ટાઃ-

તંત્ર પ્રયોગોમાં ધન પ્રાપ્તિ માટે ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, તેમાંથી જ એક છે કમળ ગટ્ટા પણ.કમળ ગટ્ટા કમળના છોડમાંથી નીકળે છે અને તે કાળા રંગના હોય છે. આ બજારમાં સરળતાથી મળી જાય છે. મંત્ર જાપ માટે તેની માળા પણ બને છે. તે સિવાય પણ આના ઘણા પ્રયોગ છે.

1. રોજ 108 કમળના બીજની આહુતિ આપવામાં આવે અને આવું 21 દિવસ સુધી કરવામાં આવે તો આવનારી 21 પેઢીઓ સંપન્ન બની જાય છે.
2. જો દુકાનમાં કમળ ગટ્ટાની માળા પાથરીને તેના પર ભગવતી લક્ષ્મીનું ચિત્ર સ્થાપિત કરવામાં આવે તો વેપારમાં ક્યારેય ખોટ આવતી નથી. તેનાથી વેપારમાં નિરંતર પ્રગતિ થતી રહે છે.
3. કમળ ગટ્ટાની માળા ભગવતી લક્ષ્મીના ચિત્ર પર પહેરાવીને કોઇ પણ નદી કે તળાવમાં વિસર્જિત કરવામાં આવે તો તેના ઘરમાં નિરંતર લક્ષ્મીનું આગમન રહે છે.
4. જે વ્યક્તિ દર બુધવારે 108 કમળગટ્ટાના બીજ લઇને ઘીની સાથે એક- એક કરીને યજ્ઞમાં આહુતિ આપે છે. તેના ઘરમાંથી દરિદ્રતા હંમેશા માટે જતી રહે છે.
5. જે વ્યક્તિ પૂજા- પાઠ દરમિયાન માળા પોતાના ગળામાં ધારણ કરે છે તેના પર લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે.

motisankh

મોતી શંખઃ-

કેટલાક લોકો એવા હોય છે જેની આવક સારી હોય છે પણ તેની પાસે પૈસા રહેતા હોતા નથી. જો તમારી સાથે પણ આ સમસ્યા હોય તો મોતીશંખ તેનું શ્રેષ્ઠ નિદાન માનવામાં આવે છે.

ઉપાયઃ-

કોઈ બુધવારના સવારે સ્નાન કરી સાફ કપડામાં તમારી સામે એક શંખને રાખો અને તે પર કેસરથી સ્વસ્તિકનું ચિહ્મ બનાવો. આ પછી નીચે લખવામાં આવેલ મંત્રનો જપ કરો –

श्रीं ह्रीं श्रीं महालक्ष्मयै नम:

મંત્રનો જપ સ્ફટિક માળાથી કરો.મંત્રોચ્ચારની સાથે એક એક ચોખાનો દાણો શંખમાં નાખો.આ વાતનું ધ્યાન રાખો કે ચોખાના દાણા તુટેલા ન હોય. આ પ્રયોગ સતત અગીયાર દિલસ સુધી કરો.આ પ્રકારે રોજ એક માળાનો જપ કરો. એ ચોખાને એક સફેદ રંગની થેલીમાં રાખો અને અગીયાર દિવસ પછી ચોખા સાથે શંખને પણ તે થેલીમાં રાખી, તિજોરીમાં રાખો. આપ જોઈ શકો છો કે થોડાક જ દિવસમાં આપને ધન-વૈભવમાં વૃદ્ધિ થવા લાગશે. પેસા આવશે પણ અને ટકશે પણ.

ekakshi

એકાક્ષી નારિયેળ

જ્યોતિષીય ઉપાયોમાં નારિયેળનો પ્રયોગ પણ કરવામાં આવે છે. નારિયેળ ઘણા પ્રકારના હોય છે. તેમાંથી એક હોય છે એકાક્ષી નારિયેળ. માન્યતા મુજબ આ નારિયેળ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ નારિયેળને ઘરમાં રાખવાથી ઘનલાભ થાય છે અને સાથે જ, ઘણા પ્રકારની સમસ્યાઓ આપમેળે જ દૂર થઇ જાય છે. આ છે તેના ઉપાય-

1. જે ઘરમાં એકાક્ષી નારિયેળની પૂજા થાય છે, તે ઘરના લોકો પર તાંત્રિક ક્રિયાઓનો પ્રભાવ થતો નથી તથા તે પરિવારના સભ્યોને માન-સન્માન, પ્રતિષ્ઠા અને યશ પ્રાપ્ત થાય છે.

2. જો કોઇ કેસમાં વિજય પ્રાપ્ત કરવી હોય તો રવિવારના રોજ એકાક્ષી નારિયેળ પર વિરોધી પક્ષનું નામ લખી, તેના પર લાલ કરેણનું ફૂલ રાખી દેવું અને જે દિવસે કોર્ટ જવાનું હોય ત્યારે આ ફૂલને સાથે લઇને જવું. નિર્ણય તમારા પક્ષમાં હોવાના યોગ બની શકે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

Leave a comment