Tag Archives: Motivational Stories

ભારતનું સ્વમાન, ગૌરવ, અદ્વિતિય પ્રેરણાસ્તોત્રના સ્વામી, એકમેવઃ સામાન્ય બાળકમાંથી કલામ બનવાની સફર..!!!

apjaka

“સ્વપ્ન એ નથી જે તમે ઊંઘમાં જુઓ છો, સ્વપ્ન એ છે જે તમારી ઊંઘ ઉડાડી મૂકે.”
“રાહ જોનારાઓને માત્ર એટલું જ મળે છે જે પ્રયાસ કરનારાઓ છોડી દે છે.”
“જીવનમાં અવરોધો આપણને પાયમાલ કરવા માટે નથી આવતા પણ આપણા છુપાયેલા સામર્થ્ય અને શક્તિઓને બહાર કાઢવામાં આપણી મદદ કરવા માટે આવે છે. મુશ્કેલીઓને બતાવી દો કે તમે તેના કરતાં પણ વધુ મજબૂત છો.”
“દેશનું સૌથી સર્વ શ્રેષ્ઠ મગજ, હંમેશાં ક્લાસરૂમની છેલ્લી પાટલી પર જ મળી શકે છે.”

પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું 83 વર્ષની વયે આજે સાંજે શિંલોગ ખાતે નિધન થયું છે. આઇઆઇએમમાં લેક્ચર આપતી વખતે તેમની હૃદયરોગનો હુમલો થતાં બેભાન થઇ ગયા હતા, તેમને શિલોંગની બેથની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સાંજે 7.45 વાગ્યે તેમના નિધનની જાહેરાત કરવામાં આવ્યા.

એક સામાન્ય બાળકમાંથી કલામ બનવાની સફર કંઈ સહેલી નહોતી. પણ તેમના જીવનનો મૂળમંત્ર હંમેશાએ હતો કે ક્યારેય નાના સપના દેખવા નહીં. તેમણે જે પણ જવાબદારી લીધી તેને નવી પરિભાષા આપી હતી અને તેથી જ તેઓ ‘આમ આદમી’ના રાષ્ટ્રપતિ હોવા છતાં પણ હંમેશા ‘ખાસ’ રહ્યા હતા

‘તેમના અચાનક નિધનથી ખૂબ જ દુખી છું. તેઓ એક આખી પેઢી માટે પ્રેરણાસ્રોત હતા.’ – રાજનાથ સિંહ

‘આ સાંભળીને ખૂબ જ દુખ થયું કે ડૉ. એપીજે અબ્દુલ કલામનું નિધન થઈ ગયું. દેશે એક અસલી ભારત રત્ન ગુમાવ્યો છે.’- અરવિંદ કેજરીવાલ

‘ડૉ. અબ્દુલ કલામ સામાન્ય જનતાના રાષ્ટ્રપતિ હતા. આ મહાન આત્માને મારી શ્રદ્ધાંજલિ.’- સુષ્મા સ્વરાજ

ગુરદાસપુરના ત્રાસવાદી હુમલાનું સાંભળીને દુ:ખ થયું અને હવે ડૉ. કલામનું નિધન દુ:ખદ સમાચાર છે. અલ્લાહ બધાની આત્માને શાંતી અર્પે.- શાહરૂખ ખાન, અભિનેતા

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન ડૉ. એપીજે અબ્દુલ કલામનું નિધન મારા માટે વ્યક્તિગત રૂપે ઘણું મોટું નુકસાન છે.- પ્રણવ મુખરજી, રાષ્ટ્રપતિ

અનેક લોકો માટે રોલ મોડેલ, એક દૂરંદેશી નેતા અને એવા વ્યક્તિ જેમનામાં અદમ્ય સાહસ હતું. એપીજે અબ્દુલ કલામ સરને શ્રદ્ધાંજલિ.- વિરાટ કોહલી, ક્રિકેટર

ડૉ. એપીજે અબ્દુલ કલામ એક ઉત્કૃષ્ટ જીવન જીવ્યા. સર્વોચ્ચ પદ પર હોવા છતાં બધા માટે

તે સરળતાથી ઉપલબ્ધ હતા.- શ્રી શ્રી રવિશંકર, આર્ટ ઓફ લિવિંગ

પિતા હોડી ભાડે આપતા હતા

1931ની 15 ઓક્ટોબરે તમિલનાડુના રામેશ્વર જિલ્લાના ધનુષકોડિ ગામે જન્મેલા પિતા જૈનુલાબ્દીન વધારે ભણેલાગણેલા નહોતા. તેમના પિતા માછીમારોને હોડી ભાડે આપવાનું કામ કરતા હતા.

અખબારો વેચીને અભ્યાસ

પરિવારની આર્થિક સ્થિતિ કથળેલી રહેતી હતી. તેથી પ્રાથમિક શિક્ષણ ચાલુ રાખવા માટે કલામ અખબારો વેચવાનું કામ કરતા હતા. 1958માં મદ્રાસ ઇન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલોજીમાંથી તેમણે સ્પેસ સાયન્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.

પિતા પાસેથી ભણ્યા જીવનના પાઠ

હું ઘણો નાનો હતો. પિતાને અમૂલ્ય પાઠ જીવનમાં ઉતારતા જોયા ત્યારે હું માત્ર છ વર્ષનો હતો. તેમણે યાત્રાળુઓને રામેશ્વરમથી ધનુષકોડિ લઈ જવા માટે અને ત્યાંથી પરત લાવવા માટે એક હોડી બનાવવાનું નક્કી કર્યું હતું. લાકડાની હોડીને સમુદ્રકાંઠે તૈયાર થતા મેં જોઈ હતી. હોડીને તૈયાર થતા દેખવી મઝાનું કામ હતું. હોડી તૈયાર થઈ ગઈ એ પછી પિતાએ ઉત્સાહપૂર્વક ધંધો શરૂ કર્યો હતો.

આ કારણે કહેવાયા મિસાઈલ મેન

ડૉક્ટર કલામે સ્વદેશી લક્ષ્ય ભેદીને ડિઝાઈન કર્યું હતું. તેમણે અગ્નિ અને પૃથ્વી જેવી મિસાઈલો બનાવી છે. તે સંપૂર્ણ રીતે સ્વદેશી ટેકનોલોજીથી બની હતી. તેથી તેઓ મિસાઈલ મેન તરીકે ઓળખાયા.

દેશના સર્વોચ્ચ પદ પર

ડૉક્ટર અબ્દુલ કલામ ભારતના 11મા રાષ્ટ્રપતિ પસંદ થયા હતા. તેમને એનડીએએ પોતાના ઉમેદવાર બનાવ્યા હતા, જેમનું ડાબેરીઓ સિવાય બધા જ પક્ષોએ સમર્થન કર્યું હતું. 18 જુલાઈ 2002ના રોજ તેઓ 90 ટકા બહુમતી સાથે ‘ભારતના રાષ્ટ્રપતિ’ તરીકે ચૂંટાયા હતા.

ભારતને આપી ‘પરમાણુ’ શક્તિ

પોખરણમાં બીજી વખત પરમાણુ વિસ્ફોટ પરમાણુ ઊર્જા સાથે મળીને કર્યો. આ રીતે ભારત વિશ્વના પસંદગીના એવા દેશો સાથે જોડાયો જેમની પાસે પરમાણુ તાકત છે. ડૉક્ટરકલામે ભારતના વિકાસ સ્તરને 2020 સુધી વિજ્ઞાનના ક્ષેત્રમાં અત્યાધુનિક માટે એક વિશિષ્ટ

‘હમ હોંગે કામયાબ’

જાહેર જીવનમાં ભ્રષ્ટાચાર નાબૂદી માટે એક વ્યાપક આંદોલનની આવશ્યક્તા છે. આ આંદોલન તેમના ઘર અને સ્કૂલથી જ શરૂ કરવું પડશે. ભ્રષ્ટાચાર નાબૂદી માટે મારી દૃષ્ટિએ માત્ર ત્રણ પ્રકારા લોકો જ સહાયક સાબિત થઈ શકે છે – એ છે – માતા, પિતા અને પ્રાથમિક શાળાના શિક્ષક. જો આ ત્રણે બાળકોને સત્ય અને ઈમાનદારીનો પાઠ ભણાવે તો ત્યાર બાદ જીવનમાં કદાચ જ કોઈ તેમને ડગમગાવી શકે.

ગરીબ પરિવારમાં ઉછેર થયો

બીજા વિશ્વયુદ્ધ વખતે અમારા પરિવારે દારુણ ગરીબીના દિવસો જોયા હતા. એ વખતે હું દસ વર્ષનો હતો. જીવનજરૂરી ચીજવસ્તુઓની ભારે અછત રહેતી હતી. અમારો પરિવાર વિશાળ સંયુક્ત પરિવાર હતો જેમાં પિતાજી અને કાકાનો પરિવાર પણ સામેલ હતો. એક દિવસ અમે બધા જ ભાઈ-બહેનો સાથે મળીને જમી રહ્યા હતા અને માં અને રોટલી પરસી રહી હતી. મેં જમી લીધું એ પછી મોટાભાઈએ મને એકબાજુ બોલાવીને ધમકાવ્યો હતો.

દેશને અગ્રેસર બનાવવાનું સપનું જોયું

તેમણે પોતાના પુસ્તક ‘ઇન્ડિયા 2020’માં પોતાનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કર્યો હતો. તેઓ અવકાશ વિજ્ઞાનમાં ભારતને વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ બનાવવા માગતા હતા. આ માટે તેમની પાસે એક કાર્યયોજના પણ હતી. પરમાણુ શસ્ત્રોના ક્ષેત્રમાં તેઓ ભારતને સુપર પાવર બનાવવાનું વિચારી રહ્યા હતા. તેઓ વિજ્ઞાનના અન્ય ક્ષેત્રોમાં પણ ટેકનોલોજીનો વિકાસ થાય એમ ઈચ્છતા હતા. ડૉક્ટર કલામનું કહેવું હતું કે, ‘સૉફ્ટવેરનું ક્ષેત્ર તમામ અવરોધોથી મુક્ત હોવું જોઈએ જેથી વધુને વધુ લોકો તેનો લાભ લઈ શકે.’

ઉપગ્રહ પ્રક્ષેપણમાં મહત્વની ભૂમિકા

1962માં તે ઈસરોમાં આવ્યા, જ્યાં તેમણે અનેક ઉપગ્રહ પ્રક્ષેપણ યોજનાઓમાં મહત્વની ભૂમિકા ભજવી. આયોજન નિર્દેશક સ્વરૂપે ભારતનો પહેલો સ્વદેશી એસએલવી-3 બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

યોગનો અકલ્પનિય ચમત્કારઃ 900 વર્ષ સુધી જીવિત રહ્યા હતા આ ‘મહાયોગી દેવરહા બાબા’…!!!
જાણો…ચાણક્ય નીતિઃ પારિવારિક, સામાજીક, રાજકીય ક્ષેત્રમાં અકલ્પનિય સફળતા મેળવવાની ચમત્કારીક જડીબુટ્ટી…!!!
પરાજયે મને ખૂબ શીખવ્યું પછી હું ‘ગોલ્ડન ગર્લ’ બની (કભી કભી)
કલીયુગમાં દરેક ક્ષેત્રમાં સફળતા,સુખ અને વિજય પ્રાપ્ત કરવા, પરિવાર અને જીવનમાં ઉતારો આચાર્ય ચાણક્યની આ સુવર્ણ નીતિઓ
VIDEO: શિકાગોમાં પ્રથમ વ્યાખ્યાનમાં ખરેખર વિવેકાનંદ શું બોલ્યા હતા..?
ऐ पी जे अब्दुल कलाम के 64 अनमोल विचार (64 QUOTES OF A P J ABDUL KALAM IN HINDI)
प्लेटो के 100 अनमोल विचार और कथन (100 QUOTES AND THOUGHTS OF PLATO IN HINDI)
नेपोलियन बोनापार्ट के 59 अनमोल विचार और कथन (NAPOLEON BONAPARTE 59 QUOTES AND THOUGHTS IN HINDI)
विल्मा रुडोल्फ – बेहद गरीब परिवार और अपंगता से ओलम्पिक गोल्ड मैडल तक
फौलादी हौसलें कि कहानी – बिना हाथ पैरों के फतह कर ली 14 हजार फीट से अधिक ऊंची चोटी

જીવનમાં કોઈપણ ટેન્શન હોય તો આ 10 ઉપાય ઝડપથી અપાવશે છુટકારો…!!!

jivan1

આગળ વધવાની અને કંઇક કરી બતાવવાની હોડે મનુષ્યની દશા બગાડી દીધી છે. બહારથી નિહાળતા ભલે આધુનિક મનુષ્ય પ્રગતિશીલ અને સંપન્ન નજરે ચડે પણ અંદર ચિંતા, ભય, આશંકા અને તણાવ સિવાય બીજું કંઇ જોવા નહીં મળે. અસીમિત જરૂરિયાતો, અપેક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓએ તણાવ અને બીજા અન્ય માનસિક રોગોને જન્મ આપ્યો છે. બધી સુવિધાઓ, વૈજ્ઞાનિક પ્રગતિ તથા મનોરંજનના અનેક સાધનો હોવા છતાં પણ તણાવ જેવી સમસ્યાનું કોઇ નિરાકરણ નથી આવતું. આવામાં જો આમાંથી મુક્તિ મેળવવાની કોઇ કારગર મુક્તિ મળી જાય તો તેને ઈશ્વરની કૃપા જ સમજવી જોઇએ. ધર્મમાં આવા ઉપાયો છે જે તણાવ દૂર કરવામાં 100 ટકા કારગર છે. તો જાણીએ આવા ઉપાયો કયા છે.
ટેન્શન આપણા માટે દરેક રીતે નુકશાનકારક છે. ઘણીવાર ખબર જ પડતી નથી કે, આપણે ટેન્શનમાં જીવીએ છીએ. તેને સમજી ન શકવાના કારણે આપણે આપણી જાતને મુશ્‍કેલીમાં મૂકી દઈએ છીએ. અહીં ટેન્શનમાંથી મુક્તિ મેળવવાના ૧૦ સરળ ઉપાયો આપેલ છે.

૧. તૈયાર રહો-

જીવનમાં આવતી ચડતી – પડતી માટે પોતાની જાતને અગાઉથી માનસિક રીતે તૈયાર રાખો. તમે અગાઉથી અનુમાન કરી શકતા હોવ કે, ભવિષ્‍યમાં તમારે કોઈ મુશ્‍કેલીનો સામનો કરવો પડશે તો માનસિક રીતે તેના માટે પોતાને પહેલાથી જ તૈયાર કરો. આનાથી મશ્કેલી ભલે ટળી ન શકે પરંતુ તમને માનસિક બળ જરૂર મળશે.

૨. સામાજિક સહયોગ-

માનસિક દબાણ કે તાણની ક્ષણોમાં તમે મિત્રો અને સગા-સંબંધીઓ વચ્ચે રહો. કારણ કે તેનાથી વિપરીત પરિસ્થિતિનો સામનો કરવાની તમને સૌથી વધુ હૂંફ મળે છે. અને હિંમત પણ મળે છે.

૩. વિશ્વાસ રાખો-

તમે તમારા કાર્ય અને વિચારોનું મૂલ્‍યાંકન કરો. તમારી જાત પર ભરોસો રાખો. શું બની રહ્યું છે અથવા ચાલી રહ્યું છે એ વાતની માહિતી રાખો. એનાથી તમે તમારા વિચારો અને પ્રશ્નો વિશે સ્પષ્ટતા મેળવશો. તમને તમારું લક્ષ્‍ય જોવાની સ્પષ્ટ દષ્ટિ મળશે, એ લક્ષ્‍યને પ્રાપ્ત કરવાની મદદ મળશે.

૪. કમ્યુનિકેશન-

તમે તમારી ઈચ્છાઓ અને વિચારોને સ્પષ્ટ રીતે બીજા સમક્ષ વ્‍યક્ત કરો, પરંતુ એમાં ઈમાનદારી રાખો. પોતાના ભાવોને બીજા આગળ વ્યક્ત કરવાથી તમે તાણમાંથી મુક્ત રહી શકો છો. આનાથી તમારા પારિવારિક અને પ્રોફેશનલ બંનેય સંબંધો સારા બનશે.

૫. સત્ય ને સ્વીકારો-

એક વાત હંમેશા યાદ રાખો કે, તમે દબાણ હેઠળ છો તો પણ સત્યને સ્વીકારો અને મુશ્‍કેલીઓનો સામનો કરો. મુશ્‍કેલીઓથી ભાગી છૂટવાથી કશું નહિ મળે.

૬. દવાનો ઉપયોગ ટાળો-

આલ્કોહોલ , કોફીન અને સેડેટિવ્‍સનું સેવન હાનિકારક છે.

૭. દઢનિશ્ચયી બનો-

બીજા લોકો સાથેના આપણા સંબંધો સંતોષજનક પણ હોઈ શકે છે અને દુઃખદાયક તથા તાણભર્યા પણ. ક્યારેક મક્કમ રહેવું મુશ્કેલ છે પરંતુ મક્કમતા અને દઢનિશ્ચયી તમને તાણમાંથી મુક્ત કરશે.

૮. જીવનશૈલી-

તમે શારીરિક રીતે ફીટ અને સ્વસ્થ છો તો તમને તાણમાંથી મુક્ત રહેવામાં ઘણી મદદ મળે છે. તમારી શક્તિ અને સંતુલનને જાળવી રાખવા માટે અને દરરોજના પડકારોનો સામનો કરવા માટે સમતોલ અને પૌષ્ટિક ભોજન કરો. દરરરોજ યોગ-પ્રાણાયામ અને કસરત કરો. પૂરતી ઊંઘ લો અને થોડો સમય કાઢી જીવનને માણો.

૯. પ્રોફેશનલ સહાય-

તમે તમારી તાણને દૂર કરવામાં અસમર્થ બનો અને સમસ્યા વધી રહી હોય તો કોઈ મનોચિકિત્સકની સલાહ લો. એ તમને ઘણા મદદરૂપ થશે.

૧૦. સમસ્યા ઉકેલો-

સમસ્યા વિશે જાણવું જ પૂરતું નથી. તમે સાચી અને વૈજ્ઞાનિક રીતે સમસ્યાને સમજી તાણને કેવી રીતે દૂર કરવી એને પણ સમજી, સમસ્યા ઉકેલો. સમસ્યા ઉકેલવી એ જ સૌથી ઉત્તમ રસ્તો છે. સૌથી મહત્વ ની વાત છેઃ સમસ્યાઓ ઊભી ન થાય એવી જીવનશૈલી બનાવો.

– સેવાની સંજીવની-

જરૂરિયાતવાળા અને અસહાયોની સેવા એવી રામબાણ ઔષધિ છે જે દરેક પ્રકારના તણાવ દૂર કરી શકે છે. આનાથી અહંકારનો નાશ થાય છે તથા મનોગ્રંથિઓ નષ્ટ થાય છે.

-ક્ષમાની સુધા –

ક્રોધ અને બદલાની ભાવનાથી મન અને દિમાગ પર વધારે પડતો ભાર પડે છે. આ બોઝ જ અનેક પ્રકારના માનસિક રોગોનો કારક બની જાય છે. ઈશ્વરની વ્યવસ્થા પર વિશ્વાસ મૂકીને જો ક્ષમા કરીશું તો તેનાથી આપણને અપ્રતિમ લાભ થશે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જીવન જીવવાની અલગારી રીત…મળશે નિજાનંદ…!!
विल्मा रुडोल्फ – बेहद गरीब परिवार और अपंगता से ओलम्पिक गोल्ड मैडल तक.
फौलादी हौसलें कि कहानी – बिना हाथ पैरों के फतह कर ली 14 हजार फीट से अधिक ऊंची चोटी
11 SKETCHES YOU WILL LOVE TO WATCH AGAIN AND AGAIN.
નિષ્ઠાથી કામ કરવાવાળા જ સૌથી વધારે સુખી છે..!!
અત્યંત પ્રેરણાદાયી સત્ય કહાની….!!!
સરસ બોધ આપતી હૃદયસ્પર્શી વાર્તા
I’M PROUD TO BE AN INDIAN…!!
संस्कृत के बारे में आश्चर्यजनक तथ्य…!!!

જીવન જીવવાની અલગારી રીત…મળશે નિજાનંદ…!!

hd9

જીવન જીવવાની ખરી મજા…ફક્ત થોડોક સમય કરી તો જુઓ…!!

૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!

૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30 મિનિટ માટે એકાંતમાં બેસો.

૩. દરરોજ ૭ કલાક ઊંધો.

૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં.

૫. નવી રમતો શિખો/રમો..

૬. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો .

૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.

૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ.

૯. જાગતાં સપનાં જુઓ.

૧૦.. પ્લાન્ટ (ફેકટરી )માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ(છોડ)માં ઊગેલી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.

૧૧. પુષ્કળ પાણી પીઓ

૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.

૧૩. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો.

૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/ પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો.

૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો!

૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.

૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/ પત્નીની સરખામણી.

૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.

૧૯. દરેકને (Unconditional) માફી બક્ષો ક્ષમા વીરસ્ય ભૂષણમ્

૨૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો.

૨૧. ભગવાન સૌનું ભલું કરશે.

૨૨. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે, બદલાશે જરૂર.

૨૩. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશે,માટે મિત્રોના સંપર્કમાં રહો.

૨૪. નકામી, નઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો.

૨૫ . ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.

૨૬. ઉત્તમ હજી આવવાનું બાકી છે.

૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.

૨૮. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.

૨૯. આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને સગા વ્હાલાઓને પણ જણાવો.

30. નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.

૩૧. કારણ વગર નાં સવાલો પૂછો નહિ.

૩૨. બીજા નું માપ કાઢશો નહિ

૩૩. શંકાશીલ બનવા કરતા વિશ્વાસ રાખતા શીખો


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જાણો…અંકશાસ્ત્ર પ્રમાણે તમે કેટલાં રોમેન્ટિક છો?કેવો રહેશે તમારો પ્રેમ સંબંધ!
શું તમે તમારા પાર્ટનરની પ્રિય આઇસ્ક્રીમ ફ્લેવરને જાણો છો તો જાણો તેમની પર્સનાલિટી અને સ્વભાવને પણ.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

પરાજયે મને ખૂબ શીખવ્યું પછી હું ‘ગોલ્ડન ગર્લ’ બની (કભી કભી)

pt

એનું નામ છે પી.ટી. ઉષા.

દેશની ઉડતી પરી તરીકે જાણીતી બનેલી પી.ટી. ઉષાની જિંદગીની કહાણી દેશનાં કરોડો યુવક-યુવતીઓ માટે પ્રેરણાદાયી છે.

તે ચોથા ધોરણમાં ભણતી હતી. બીજાં બાળકોની જેમ તેને દોડવું- ભાગવું ગમતું હતું. એક દિવસ સ્કૂલમાં એના રમતગમત શિક્ષકે તેને સાતમા ધોરણના છોકરાની સામે ઊભી કરી દીધી. તે છોકરો દોડવામાં ચેમ્પિયન હતો. ટીચરે કહ્યું: ”એની સાથે દોડો અને જીતીને આવો.”

આ વાત સાંભળતાં જ તે ગભરાઈ ગઈ, પરંતુ શિક્ષકનો આદેશ હતો તેથી દોડવું જરૂરી હતું. તે મેદાન પર ગઈ, ખૂબ ઝડપથી દોડી અને ચેમ્પિયન હારી ગયો. તે સાતમાં ધોરણમાં આવી, એ વખતે તે જિલ્લા ચેમ્પિયન બની ગઈ. તે પછી જીતવાનો સિલસિલો જ ચાલુ થઈ ગયો. ૧૯૮૪માં તે દોડમાં ઓલિમ્પિક ફાઈનલમાં પહોંચવાવાળી પહેલી મહિલા બની ગઈ. ૧૯૮૫માં એણે એશિયન ટ્રેક એન્ડ ફિલ્ડ ચેમ્પિયનમાં પાંચ ગોલ્ડ મેડલ જીત્યા. એ પછી એણે અર્જુન એવોર્ડ અને પદ્મ શ્રી એવોર્ડ પણ એનાયત થયા.

કેરલના કોઝીકોટી જિલ્લાના કોથલી ગામમાં જન્મેલી પી.ટી. ઉષા બચપણમાં અકસર બીમાર રહેતી હતી. માતા-પિતા તેના સ્વાસ્થ્ય અંગે સતત ચિંતામાં રહેતા હતાં. બધાને ચિંતા હતી કે આ છોકરીનું શું થશે? સહેજ મોટી થતાં તે સ્કૂલ જવા લાગી. વારંવાર બીમાર પડી જતી હોવાથી એને અનેક વાર સ્કૂલમાંથી રજા લેવી પડતી. એના પિતા ગામમાં કાપડની એક નાનકડી દુકાન ચલાવતા હતા. પી.ટી. ઉષા અને એ બધા મળીને છ ભાઈ-બહેન હતા. આટલા બધાની પરવરીશ કરવી તે એક મોટી સમસ્યા હતી. પિતા શિક્ષણનું મહત્ત્વ સમજતા હતા. અનેક મુશ્કેલીઓ છતાં બાળકોના શિક્ષણને તેમણે નજરઅંદાજ ના કર્યું.

ઉષાનું મન ભણવાની સાથેસાથે ખેલકૂદમાં પણ લાગેલું હતું . સમયની સાથે એની સક્રિયતા પણ વધી ગઈ. રમતના મેદાનમાં ભાગતા- દોડતા ખેલાડીઓને જોવામાં એને મજા આવતી હતી. એ વખતે તેના મનમાં થતું કે કાશ હું પણ આ રીતે દોડી શક્તી!

એ વખતે તે દસ વર્ષની હતી. સ્કૂલમાં રમતોની સ્પર્ધા શરૂ થવાની હતી. ખેલાડીઓની પસંદગી થઈ રહી હતી. ઉષા પણ રમતના મેદાન પર એક ખૂણામાં ઊભેલી હતી. ત્યાં જ એનાં શિક્ષકે ઉષાને ઈશારો કરી પોતાની પાસે બોલાવી. શિક્ષકે તેને કહ્યું: ”ચાલો,આ છોકરો કે જે દોડવામાં ચેમ્પિયન છે તેને હરાવો.” એ વખતે તે છોકરો સાતમા ધોરણમાં હતો જ્યારે ઉષા ચોથા ધોરણમાં હતી. એ પહેલાં ઉષાએ કદીએ દોડમાં ભાગ લીધો નહોતો. શિક્ષકનો આદેશ હતો તેથી ઉષા પાસે દોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.

શિક્ષકે સિટી મારી.

ઉષા અને ચેમ્પિયન બોય દોડવા લાગ્યા. શરૂઆતમાં ઉષાની રફતાર ધીમી હતી, પણ થોડી જ ક્ષણો બાદ ઉષા જાણે કે હવામાં ઊડવા લાગી. રમતના મેદાન પર ઊભેલા છોકરાઓ ચેમ્પિયન છોકરાના નામના નારા લગાવી રહ્યા હતા, પણ ઉષા જાણે કે એ સાંભળતી જ ના હોય તે રીતે બડી તેજ રફતારથી દોડી રહી હતી. એટલું ઝડપથી દોડી કે ચેમ્પિયન છોકરો હારી ગયો.

એ વિજયે ઉષા માટે નવો રસ્તો ખોલી દીધો. ઉષા કહે છેઃ ”મારા માતા-પિતા રમતગમત અંગે કાંઈ જ જાણતા નહોતા. મેં પણ કદી વિચાર્યું નહોતું કે હું કરી એથ્લેટ બનીશ. મેં એટલું જ વિચાર્યું હતું કે ભવિષ્યમાં બહુ બહુ તો હું પી.ટી. ટીચર બની જઈશ.”ળ

અને તે દિવસ બાદ ઉષા સ્કૂલની ટીમનો એક હિસ્સો બની ગઈ. ૧૯૭૬માં કેરળ સરકારે કુન્નૂરમાં મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન માટે એક શિબિરનું આયોજન કર્યું હતું. આ તાલીમ શિબિરમાં કોચ ઓ.એમ. નમ્બિયારની દેખરેખમાં ચાલીસ વિર્દ્યાિથનીઓની તાલીમ શરૂ થઈ. તેમાં પી.ટી. ઉષા પણ સામેલ હતી. ૧૯૭૯માં ઉષાને નેશનલ સ્કૂલ ગેમ્સમાં ભાગ લેવાનો મોકો મળ્યો. આ સ્પર્ધામાં તે ચેમ્પિયન બની અને મીડિયામાં છવાઈ ગઈ. ૧૯૮૦માં તે પાકિસ્તાન ઓપન નેશનલ મીટમાં ભાગ લેવા કરાંચી ગઈ. આ તેનો પહેલો આંતરરાષ્ટ્રીય પ્રવાસ હતો.

ઉષાની ખેલ કારકિર્દીમાં કાફી ઉતારચડાવ આવ્યા પણ ઉષાએ હાર કદી ના સ્વીકારી. તે કદી હતાશ- નિરાશ ના થઈ. ૧૯૮૪માં તેની રમતગમત કારકિર્દીનો પ્રથમ મહત્ત્વપૂર્ણ મુકામ આવ્યો. ઉષાએ લોસ એન્જેલસમાં આયોજિત ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો. એ વખતે તે ૨૦ વર્ષની હતી. આખા દેશને તેના પદક માટે આશા હતી અને તે ઓલિમ્પિકમાં ફાઈનલ રાઉન્ડમાં પહોંચવાવાળી પહેલી ભારતીય એથ્લેટ બની ગઈ, પરંતુ ચંદ્રક મેળવવા માટે થોડાક પોઈન્ટસ ખૂટયા. આ બાબતે તેને જ નહીં પરંતુ આખા દેશને મોટો ઝાટકો લાગ્યો. ઉષા કહે છેઃ ”એ પરાજયે મને બહુ જ રડાવી દીધી. આટલી નિરાશ હું અગાઉ કદી થઈ નહોતી. હું ખૂબ રડી. પણ એ પરાજયે મારામાં એક નવું જ જોમ ભરી દીધું એ પછી જ હું ગોલ્ડન ગર્લ બની ગઈ.”

ઓલિમ્પિકમાં પરાજયે ઉષાને બહુ જ નિરાશ કરી દીધી હોવા છતાં લોસ એન્જલસથી પાછા ફર્યા બાદ દેશમાં ઉષાનું શાનદાર સ્વાગત થયું. એ વખતે તેને અહેસાસ થયો કે દેશના લોકો તેને કેટલું બધું ચાહે છે. ઉષા કહે છેઃ ”ઓલિમ્પિકમાંથી પાછા આવ્યા બાદ ઠેર ઠેર લોકો મારું સ્વાગત કરવા એકત્ર થઈ ગયા. કેટલાયે એવોર્ડ મળ્યા. પુરસ્કારના રૂપમાં મને નવું ઘર અને નવી મોટરકાર ભેટમાં મળી. મેં કદીયે વિચાર્યું નહોતું કે મને કદીક આટલો પ્રેમ અને સન્માન મળશે.”

ઓલિમ્પિકમાંથી પાછા આવ્યા બાદ ઉષાને અહેસાસ થયો કે આખો દેશ તેની પર કેટલી બધી ઉમ્મીદો લગાવીને બેઠો છે. તે હારી ગઈ છે એ વાત ભૂલીને સિયોલમાં યોજાનાર ૧૦મી એશિયન ગેમ્સની પ્રતિયોગીતાની તૈયારીઓમાં લાગી ગઈ.

તે પછી આંતરરાષ્ટ્રીય ખેલ સ્પર્ધામાં ભાગ લેવા તે સિયોલ ગઈ.

સિયોલમાં તે ચાર ગોલ્ડ મેડલ જીતીને ભારત આવી. એ હવે ગોલ્ડન ગર્લ બની ગઈ. લોકો તેને ‘ગોલ્ડન ગર્લ’ કહીને બોલાવવા લાગ્યા.

૧૯૯૧માં તેણે તેના મિત્ર પી.શ્રીનિવાસન સાથે લગ્ન કરી લીધું. એક વર્ષ બાદ તેણે એક પુત્રને જન્મ આપ્યો. રમતના મેદાનમાં હવા સાથે ઊડવાવાળી પી.ટી. ઉષાએ પારિવારિક જવાબદારીઓ પણ ગંભીરતાથી નિભાવી. કેટલાક લોકોને લાગ્યું કે, પારિવારિક જીવન તેની ખેલાડી તરીકેની કારકિર્દીને ખતમ કરી દેશે, પણ એમ ના થયું. સાત વર્ષ બાદ ૧૯૯૮માં જાપાનમાં આયોજિત એશિયન ટ્રેક ફેડરેશન મીટમાં તેણે ભાગ લીધો અને બ્રોન્ઝ મેડલ સાથે એણે શાનદાર પુનરાગમન કર્યું.

ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને તેને સદીની મહાન ખેલાડી તરીકે સન્માન બક્ષ્યું. ૨૦૦૦ની સાલમાં તેણે રમતગમતમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી. હવે તે કેરલના કોઝીકોટ જિલ્લામાં સ્પોર્ટ્સ સ્કૂલ ચલાવે છે. અહીં દેશભરના બાળકો તાલીમ માટે આવે છે. પી.ટી. ઉષાનું હવે એક જ લક્ષ્ય છેઃ ”દેશ માટે સુંદર ખેલાડી તૈયાર કરવા.”

– દેવેન્દ્ર પટેલ
સાભાર: સંદેશ

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…સુવાવડ, પેશાબ, શ્વેત પ્રદર, નબળાઈ જેવા સ્ત્રી રોગો માટે 25+ ઘરેલૂ નુસખા

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

મનોબળનો વિજય કે પ્રાર્થનાની અસર? [કેલિડોસ્કોપ : મોહમ્મદ માંકડ]

pray

અહીં જે વાત આપી છે તે વાંચીને કેટલાંક વાચકોને થશે કે એ વાત માણસના મનોબળના વિજયની વાત છે, તો બીજાં કેટલાંકને થશે કે એ પ્રાર્થનાના વિજયની વાત છે, પરંતુ એક વાત સ્પષ્ટ છેઃ અહીં જે પ્રાર્થનાનો ઉલ્લેખ છે તે સાચા હૃદયની પ્રાર્થનાની વાત છે. કટોકટીના સમયે માણસના હૃદયમાંથી નીકળતી આરજૂની વાત છે. આ વાત વાંચીને કેટલાકને પોતાના પુત્ર હુમાયુની અસાધ્ય બીમારી વખતે એની પાસે બાબરે કરેલ પ્રાર્થનાની વાત કદાચ યાદ આવી જશે.

હવે આ વાત વાંચોઃ

એક છોકરો શાળાએથી પોતાના ઘેર આવતો હતો ત્યારે દોડતાં દોડતાં પડી ગયો. એનો ડાબો ઘૂંટણ છોલાઈ ગયો. છોકરાંઓ તો દોડે અને પગે ઘૂંટણ છોલાઈ જવાનું તો સામાન્ય ગણાય, પણ રાત્રે એને ઘૂંટણ દુખવા લાગ્યો. પ્રાર્થનાનો સમય થયો. છોકરો તેર વર્ષનો હતો અને જરાય ઢીલો-પોચો નહોતો. સરહદ ઉપર વસનાર ખડતલ આદમીનો દીકરો હતો. પોતાના દુખાવાની ખબર ઘરમાં કોઈને ન પડે એ રીતે સૌની સાથે એણે પ્રાર્થના કરી અને પછી સૂઈ ગયો.

બીજા દિવસે ઘૂંટણ વધુ દુખવા લાગ્યો, પણ એણે કોઈને વાત ન કરી. એને બીજા પાંચ ભાઈઓ હતા. સવારે છ વાગ્યે ઊઠીને શાળાએ જવાના સમય સુધી બધાંને વાડી ખેતરનું કામ કરવું પડતું. સાજા-સારા હોય એવા કોઈને એમાંથી છુટ્ટી મળી શકતી નહોતી. કુટંુબની શિસ્ત બહુ કડક હતી. છોકરો મક્કમ મનોબળ ધરાવતો હતો. બે દિવસ સુધી એણે પોતાના દુખતા પગની વાત કોઈને ન કરી. રવિવાર આવ્યો. એ દિવસે એના માટે ઊભા થવાનું પણ મુશ્કેલ બની ગયું. રવિવારે માતા-પિતા પ્રાર્થના માટે દેવળમાં જતાં અને મોડેથી આવતાં. તે દિવસે ઘરનું કામકાજ અને રસોઈ વગેરે પણ છોકરાઓ કરતા.

જમવાનો સમય થયો ત્યાં સુધીમાં તો એના પગની હાલત બૂરી થઈ ગઈ. પગ એટલો સૂજી ગયો કે બૂટને કાપીને કાઢવા પડયા. પગ આંગળીઓથી માંડીને છેક સાથળ સુધી સૂજી ગયો હતો. છોકરાનો એક ભાઈ જલદી જલદી ડોક્ટરને બોલાવવા ગયો.

છોકરાની માતા બહુ મક્કમ મનની હતી. સૂજી ગયેલા પગને એણે ધોયો અને પાટો બાંધ્યો. છોકરાના કપાળ પર પરસેવો વળી ગયો હતો એ એણે લૂછયો. છ સંતાનોને એણે એકલે હાથે મોટાં કર્યાં હતાં. તાવમાં, અકસ્માતોમાં, નાના-મોટા રોગોમાં જરાય ગભરાયા વિના એણે છોકરાઓની સારવાર કરી હતી. માથે જ્યારે મુસીબત આવી પડતી ત્યારે એ વધુ ઠરેલ અને મક્કમ મનની બની જતી હતી.

ડોક્ટર કોંકલીન આવી પહોંચ્યા. છોકરાનો પગ એમણે તપાસ્યો, “મને લાગે છે કે, આ તો જશે જ.”

છોકરો પથારીમાં બેઠો થઈ ગયો.

પાકટ વયના ડોક્ટરે થોડી વાર છોકરા સામે જોયું અને ધીમેથી કહ્યું, “જો બેટા, પાક અને સોજો વધશે તો કદાચ પગ કાપી નાખવો પડશે.”

“ના” છોકરાએ જોરથી માથું ધુણાવ્યું. “પગ હું કપાવા નહીં દઉં. ભલે મરી જવું પડે.”

“જોઈએ.” ડોક્ટરે કહ્યું, “પણ જેટલું મોડું થશે એટલો પગનો વધુ ભાગ કાપવો પડશે.”

“મારે પગ કપાવવો જ નથી.” છોકરાએ જીદથી કહ્યું.

ડોક્ટરે માથું ધુણાવ્યું અને ઊઠીને બહાર ગયા. જતી વખતે છોકરાની માને બહાર આવવાનો ઇશારો કરતા ગયા.

બહારના ભાગમાં જઈને ડોક્ટરે માતા-પિતા બંનેને કહ્યું કે છોકરાની હાજરીમાં એમણે વધુ વાત કરી નહોતી, પણ પગ એવી રીતે સડી ગયો હતો કે બને એટલો જલદી કાપી નાખવાનું જરૂરી હતું. જેટલંુ મોડું થાય એટલું ગેરલાભમાં હતું.

એમની વાતચીત ચાલતી હતી ત્યારે અંદરથી બૂમ આવી. “એડ, અહીં આવ તો.”

છોકરાનો મોટો ભાઈ એડગર અંદર ગયો. “જો ભાઈ, આ પીડાને લીધે કદાચ હું બેભાન થઈ જાઉં તો તું ધ્યાન રાખજે, કોઈને મારો પગ કાપવા ન દઈશ. મને વચન આપ.”

થોડી વાર પછી એડગર બહાર આવ્યો અને રસોડામાં ગયો. એ પાછો આવ્યો ત્યારે એની માએ એને પૂછયું, “તારા ભાઈએ શું મંગાવ્યું?”

“ચીસ ન પડાઈ જાય એટલે મોઢામાં રાખવા માટે ચમચો.”

માએ ઊંડો શ્વાસ ખેંચ્યો.

એડગર એના ભાઈના ઓરડાના બારણા પાસે અદબ બીડીને ઊભો રહ્યો અને ડોક્ટર જ્યારે ફરીથી આવ્યા ત્યારે એટલું જ બોલ્યો, “એનો પગ તમે નહીં કાપી શકો.”

“અરે એડ,” ડોક્ટરે કહ્યું, “પણ એનું પરિણામ…”

“ગમે તે આવે.” એડગરે કહ્યું, “મેં એને વચન આપ્યું છે એટલે એનો પગ નહીં કાપી શકાય.”

માતા-પિતા માટે આ થોડી નવાઈની વાત હતી. આજ સુધી કોઈ છોકરાએ ક્યારેય એમનું વેણ ઉથાપ્યું નહોતું. એડગરને એમણે કશું ન કહ્યું. હજી એમના મનમાં પણ પગ કાપવાની વાત બરાબર બેસતી નહોતી, પણ જો એડગર એટલો મક્કમ અને અડગ ન હોત, તો ડોક્ટરની સલાહ કદાચ એમણે સ્વીકારી લીધી હોત.

ડોક્ટરને છોકરાની જીદ ગમતી નહોતી. છતાં એમણે કહ્યું, “ઠીક છે. આજ રાત સુધીમાં રાહ જોઈએ. પગનો સોજો વધે છે કે ઘટે છે તે જોઈએ. પછી નક્કી કરીશું.”

પૂરા બે દિવસ અને બે રાત વીતી ગયાં. એડગર ઓરડાના ઉંબરામાં જ સૂઈ રહ્યો, જમવા માટે પણ ન ખસ્યો. વચન એ વચન.

પણ દર્દીની સ્થિતિ વધારે કથળી. તાવ વધવા માંડયો. છેક પેડુ સુધી પગ સૂજી ગયો. છોકરો બેભાન થઈ ગયો. લવારો કરવા માંડયો. દુઃખથી કણસવા લાગ્યો, પણ એડ મક્કમ રહ્યો. અમેેરિકામાં રાજ્યની સરહદ પર વસનાર માટે પગ વિના જીવવું એ કેટલું મુશ્કેલ હતું, એની એને ખબર હતી.

ડોક્ટર કોંકલીન માટે હવે આ બધી મૂર્ખાઈ સહન કરવાનું મુશ્કેલ હતું. એણે ખિજાઈને કહી દીધું. “આ ખૂન છે. તમે લોકો છોકરાનું ખૂન કરી રહ્યાં છો. હું એમાં ભાગીદાર નહીં થાઉં.” પગ પછાડીને એ ચાલ્યા ગયા.

ઘરનાં બધાંને લાગ્યું કે હવે બીમારીને કોઈ ચમત્કાર જ બચાવી શકે. ડોક્ટરે હાથ ધોઈ નાખ્યા છે. શું કરવું એના વિચારમાં મૂંઝાઈ ગયાં, પણ એ જ વખતે એમણે અચાનક જ યાદ આવ્યું કે એમણે એક વાત બિલકુલ વિસારી દીધી હતી. એમના કુટુંબના વડીલ, જે બીમાર છોકરાના દાદા હતા એમણે એમને એક વાત શીખવી હતી અને એમણે આજ સુધી એ વાત યાદ રાખી હતી. જેનો કોઈ ઇલાજ ન હોય એવા દુઃખનો ઇલાજ ઈશ્વરના નામમાં છે. દરેક નાના-મોટા પ્રસંગે કુટુંબ ઈશ્વરની પ્રાર્થના કરતું હતું. અત્યારે આ કસોટીની પળે એ વાત કેમ ભુલાઈ ગઈ હતી?

બીમારની પથારી પાસે પ્રાર્થનાનો દોર શરૂ થયો. એક વ્યક્તિ કામ કરવા જાય તો બાકીની એક, બે, ત્રણ વ્યક્તિ, જે હાજર હોય એ ઈશ્વર સામે એને બચાવી લેવા વિનંતી કરે.

સમય વીતતો ગયો. પ્રાર્થનાનો દોર ચાલુ રહ્યો. એક પછી એક મસ્તક ઈશ્વર સામે નમતું રહ્યું અને દિલમાંથી આરજૂઓ ઊઠતી રહી. દિવસ વીતી ગયો અને રાત પણ વીતી ગઈ. બીજો દિવસ અને બીજી રાત પણ વીતી ગઈ. દરરોજ તપાસ કરવા આવતાં ડોક્ટરે ત્રીજા દિવસે સવારે છોકરાના પગને જોયો તો એમની અનુભવી આંખો જોતી જ રહી ગઈ. સોજો ઊતરી રહ્યો હતો! ડો. કોંકલીને આંખો મીંચી દીધી અને મસ્તક નમાવીને એમણે ઈશ્વરનો આભાર માન્યો.

છોકરાની તબિયત સુધરવા લાગી. પ્રાર્થનાનો દોર ચાલુ જ રહ્યો.

ફરી રાત પડી. દીવા સળગી ઊઠયા. છોકરાએ આંખો ખોલી. દર્દ થોડું ઓછું થયું હતું. એ ભાનમાં આવતો હતો. પગનો સોજો ઘટી રહ્યો હતો.

ત્રણ અઠવાડિયાં વીતી ગયાં. ફિક્કા છતાં મજબૂત મનવાળા એ છોકરાએ ધીરે ધીરે હરવા-ફરવાનું શરૂ કર્યું. મૃત્યુના મુખમાંથી એ પાછો આવ્યો હતો. એનો પગ હવે સારો થતો જતો હતો અને એના ચહેરા ઉપર એનો આનંદ વર્તાતો હતો. ભવિષ્યમાં અમેરિકાની સેનાનો એ સેનાધિપતિ બનવાનો હતો. અમેરિકાનો પ્રમુખ પણ બનવાનો હતો. એક વાર નહીં પણ બે વાર. એનું નામ આઇઝન હોવર, ડ્વાઇટ ડી. આઇઝન હોવર હતું.

આને જો કોઈ મનોબળનો ચમત્કાર કહે તો એવું મનોબળ કઈ રીતે પ્રગટ થઈ શક્યું એનો વિચાર કરવો જોઈએ, કારણ કે દરેક દર્દીમાં આવું અસાધારણ મનોબળ હોતું નથી. મનોબળ એ મિલકત જેવી વસ્તુ છે. એ કોઈને મળે છે, તો કોઈ એને મેળવી પણ શકે છે.

અને જો આને પ્રાર્થનાનો ચમત્કાર ગણીએ તો માણસે એવી રીતે પ્રાર્થના કરવી જોઈએ.

સાભાર: સંદેશ


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…સુવાવડ, પેશાબ, શ્વેત પ્રદર, નબળાઈ જેવા સ્ત્રી રોગો માટે 25+ ઘરેલૂ નુસખા

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

હાથીના માથા સુધી પહોંચતા ચેતકના પગ, 26 ફીટનું નાળુ લાંઘી ગયો હતો

chetak

મહારાણા પ્રતાપની 475માં જયંતિ વર્ષ પર દિવ્ય ભાસ્કર મેવાડ શિરોમણિના અજાણ્યા પાસાઓની વાત તમને કહી રહ્યું છે. આજે વાત છે મહારાણા પ્રતાપના ઘોડા ચેતક વિષે.

चें तक अरि ने बोल दिया, चेतक के भीषण वारों से।
कभी न डरता था दुश्मन की लहू भरी तलवारों से।
चेत करो, अब चेत करो, चेतक की टाप सुनाई दी।
भागो, भागो, भाग चलो, भाले की नोक दिखाई दी।
चेतक क्या बड़वानल है वह, उर की आग जला दी है।
विजय उसी के साथ रहेगी, ऐसी बात चला दी है।

હલ્દીઘાટી કાવ્યમાં શ્યામ નારાયણ પાંડેયની પંક્તિઓ મહારાણા પ્રતાપના પ્રાણ પ્રિય ઘોડા ચેતકને લઈને લોકોમાં મનમાં અંકાયેલી છે. હલ્દીઘાટીના યુદ્ધમાં પ્રતાપનો ખાસ સહયોગી હતો. તેને દુનિયાનો સર્વશ્રેષ્ઠ અશ્વ માનવામાં આવતો. પ્રતાપ અને ચેતકનો સાથ ચાર વર્ષ સુધી હતો.

chetak2

ચેતકના મોઢા પર લાગતી હાથીની સૂંઢ

ચેતરની તાકાતનો અંદાજ તેનાથી લગાવી શકાય કે હલ્દીઘાટીનું યુદ્ધ શરૂ થતાં ચેતકે અકબરના સેનાપતિ માનસિંહના હાથીના માથા પર પગ મૂકી દીધા અને પ્રતાપે માનસિંહ પર ભાલાથી સંહારક હુમલો કર્યો હતો. ચેતકના મોઢા પાસે હાતીની સૂંઢ લગાવવામાં આવતી હતી. જ્યારે મુઘલ સેના મહારાણા પ્રતાપ પાછળ હતી ત્યારે ચેતકે પ્રતાપને પોતાની પીઠ પાછળ બેસાડીને 26 ફીટના નાળાને લાંઘી નાખ્યું હતું જેને મુઘલો પાર નહોતા કરી શક્યા.

chetak3

અરબી ઘોડો હતો ચેતક

ચેતક અરબી હતો. તેની સાથે અન્ય બે ઘોડા પણ આવ્યા હતા. પ્રતાપે યુદ્ધ ક્ષમતાના હિસાબે ઘોડાની પરખ કરી જેમાં એક મારી ગયો. બેમાંથી ચેતક વધારે સ્ફૂર્તિલો અને બુદ્ધિમાન હતો. પ્રતાપે મોં માંગી કિંત ચૂકવી હતી. મેવાડી સેનાના શ્રેષ્ઠ અશ્વ પ્રશિક્ષકો સાથે પ્રતાપે પણ તેનું પ્રશિક્ષણ કર્યુ.

હલ્દીઘાટીનું યુદ્ધ શરૂ થયું ત્યારે ચેતકે અકબરના સેનાપતિ માનસિંહના હાથીના માથા પર પગ મૂકી દીધા અને પ્રતાપે માનસિંહ પર ભાલાથી સંહારક હુમલો કર્યો હતો. માનસિંહનો હાથી ત્યાંથી ડરીને ભાગી ગયો. જે દરમિયાન હાથીની સૂંઢમાં બાંધેલી તલવારથી ચેતકનો એક પગ ઈજા પામ્યો હતો.

chetak1

બાજની જેમ કૂદી ગયો હતો 26 ફીટનું બરસાતી નાળુ

મુઘલ સૈનિકો પ્રતાપની પાછળ હતા ત્યારે બરસાતી નાળાને લાંઘી ગયો. મહારાણાની આવી રક્ષાનું ઉદાહરણ આખા વિશ્વમાં નાયાબ માનવામાં આવે છે. આગળ જઈને આંબલીના ઝાડ નીચે પ્રતાપ રોકાયા અને ચેતક બેભાન થવા લાગ્યો. ત્યાં જ શક્તિ સિંહે પ્રતાપને પોતાનો ઘોડા પર મોકલ્યા અને પોતે ચેત પાસે રોકાયા હતા. ચેતકના પગમા ખોડ થઈ હતી. માટે તે ઝાડનું નામ પણ ખોડ આંબલી પડી ગયું છે.

ચેતક યુદ્ધમાં એક વીર સૈનિક જ હતો. દુશ્મનોનો સંહાર કરતો હતો. તેની સ્ફૂર્તિ જોઈને મુઘલ સૈનિકો પણ અચંબિત થઈ ગયા હતા.
શ્યામ નારાયણ પાંડેએ લખ્યું છે કે,
चें तक अरि ने बोल दिया, चेतक के भीषण वारों से।
कभी न डरता था दुश्मन की लहू भरी तलवारों से।

उड़ा हवा के घोड़े पर, हो तो चेतक सा घोड़ा हो, ले ले विजय, मौत से लड़ ले, जिसका ऐसा घोड़ा हो।
वह महाप्रतापी घोड़ा उड़, जंगी हाथी को हबक उठा। भीषण विप्लव का दृश्य देख भय से अकबर-दल दबक उठा।

chetak4

પોતાના સેનાપતિ પાસેથી ચેતકની મહાનતાના કિસ્સા સાંભળીને અકબરે અરબી વેપારીઓ પાસેથી ઘણા ઘોડા વધારે કિંત આપીને ખરીદ્યા હતા. પણ કોઈ ચેતક ન બની શક્યો.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

फौलादी हौसलें कि कहानी – बिना हाथ पैरों के फतह कर ली 14 हजार फीट से अधिक ऊंची चोटी

તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
બનવા માંગો છો ઉદ્યોગ સાહસિક તો આ 5 ફિલ્મ તમને કરશે મદદ…!!!
નોકરી મેળવવા ઈન્ટરવ્યુ પહેલાં આટલી તૈયારી કરી લો…!!!
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
ब्रह्मांड के कई ग्रहों पर मौजूद है एलियंस, पुराणों में छिपा है रहस्य…!!!
इस TEST से पता लगाएं कि आप DEPRESSION में हैं या नहीं…!!!
SELF-CONFIDENCE बढाने के 10 तरीके…!!! 

કલકત્તાની નવજાત બાળકી, કમનસીબ માં અને ત્રણ શ્વાનબંધુઓની ૧૯૯૬ની અદભૂત સત્યઘટના.

shwan1

આ અક્લ્પનીય અદભૂત અને હૃદયસ્પર્શી વાત છે ૧૯૯૬ની સાલ ની…!!!

કલકત્તામાં ઍક નવજાત જન્મેલ બાળકીને રાત્રે અંધારામાં તેની કમનસીબ માં ઍ કચરાપેટી ની બાજુમાં મૂકી જતી રહી હતી.

નવજાત બાળકીની આવી સ્થિતિમાં ફરિસ્તા બનીને આવ્યા શહેરના ત્રણ રખડતા કુતરાઓ…!!

આ કુતરાઓ નવજાત બાળકીનુ તેની માંની બદલે તેઓ રખવાળુ કરવા લાગ્યા.

આ ત્રણ કુતરાઓ ઍ ૨૩ મે ની રાત થી ૨૪ મે ની સવાર સુધી ત્યા સુધી સાચવી રાખી જ્યા સુધી ત્યાંના લોકોઍ સવારે ત્યાના બૂર્ટોલ્લા પોલીસ સ્ટેશનમાં સુપરત ના કરી.

કોઈ માણસ સાચવે ઍમ આ ત્રણ શ્વાનબંધુઓ ઍ નવજાત બાળકીના પાલક બન્યા હતા.

તસ્વીરમાં ઍ ત્રણ શ્વાનબંધુઓ તથા નવજાત જન્મેલ બાળકી નજરે પડે છે.


A newborn baby girl was abandoned by a dustbin in Kolkata in 1996. Three street dogs protected her all night from the night of 23rd May, 1996 to 24th May, 1996 morning. The three dogs followed like responsible guardians when some people of the locality rescued the new born baby girl and took her to the Burtolla Police Station.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
ब्रह्मांड के कई ग्रहों पर मौजूद है एलियंस, पुराणों में छिपा है रहस्य…!!!
है क्या ये..!!! आप कल्पना नही कर पाएँगे…!!! NO ONE BELIEVE…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
તમારૂ મગજ માની ના શકે તેવા કલ્પનાતીત તથ્યો…!!!
અચરજ પમાડે તેવા માનવશરીરનાં રહસ્યો…!!!
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
રહસ્યમય ઈશ્વરીય સર્જન તાકાતવર ઍનાકોન્ડાની દુર્લભ તસ્વીર…!!!
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!