Tag Archives: મની मनी Money

ધનલક્ષ્મીને આકર્ષિત કરે છે આ 8 વસ્તુઓ, ઘરમાં કરો કોઇ 1 નો જ્યોતિષીય ઉપાય..!!!

જ્યોતિષીય ઉપાયોમાં અનેક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાંથી થોડી વસ્તુઓ ખૂબ જ ચમત્કારી હોય છે. જો તેમનો વિધિ-વિધાનથી યોગ્ય પ્રયોગ કરવામાં આવે તો દરેક પરેશાની દૂર કરી શકે છે તથા દરેક મનોકામના પણ પૂર્ણ થઇ શકે છે. આજે અમે તમને જ્યોતિષીય ઉપાયોમાં કામ આવનારી થોડી એવી વસ્તુઓ તથા તેમના થોડાં પ્રયોગો વિશે જણાવી રહ્યા છીએ, જે આ પ્રકારે છે-

hakik

હકીકઃ-

જ્યોતિષ શાસ્ત્રમાં ઘણાં વિશેષ પ્રકારના પથ્થરોનું પણ મહત્વ છે. આ પથ્થરોથી પણ કાર્ય સિદ્ધ થઇ જાય છે. હકીક પણ એક એવો જ પથ્થર છે. હકીકનો ઉપયોગ વિવિધ પૂજા-પાઠ, સાધનાઓ અને ઉપાસનાઓમાં કરવામાં આવે છે. આ છે તેના ઉપાય-

1. કોઇ શુક્રવારની રાત્રે દેવી લક્ષ્મીની પૂજા કર્યા પછી એક હકીક માળા લેવી અને એક સૌ આઠ વાર ऊं ह्रीं ह्रीं श्रीं श्रीं लक्ष्मी वासुदेवाय नम: મંત્રનો જાપ કરવો. ત્યાર પછી માળાને લક્ષ્મીજીના મંદિરમાં અર્પણ કરી દેવી. ધન સાથે જોડાયેલી સમસ્યાઓનું સમાધાન આવી શકે છે.
2. 11 હકીક પથ્થર લઇને કોઇ મંદિરમાં અર્પણ કરી દેવાં. અર્પણ કરવાની સાથે જ એવું કહેવું કે, અમુક કાર્યોમાં વિજય થવા માંગુ છું તો તે કાર્યમાં વિજય પ્રાપ્ત થાય.
3. જે વ્યક્તિ શ્રેષ્ઠ ધનની ઇચ્છા રાખે છે, તે રાત્રે 27 હકીક પથ્થર લઇને તેના ઉપર માતા લક્ષ્મીનું ચિત્ર સ્થાપિત કરવું.

gomati

ગોમતી ચક્રઃ-

ગોમતી ચક્ર એક ખાસ પથ્થર છે. તેનો રંગ સફેદ હોય છે. આ પથ્થરની ઉપરની પરખ ઉપસેલી હોય છે અને નીચેની પરખ સપાટ હોય છે. સપાટ બાજુએ સાત (7) બનેલો જોવા મળે છે. આ પથ્થરનો ઉપયોગ ઘણાં પ્રકારની તાંત્રિક ક્રિયાઓમાં પણ થાય છે. એવું માનવામાં આવે છે કે, ગોમતી ચક્ર ખૂબ જ ચમત્કારી હોય છે. જ્યોતિષમાં ગોમતી ચક્રના ઘણાં ઉપાયો જણાવવામાં આવ્યા છે. ગોમતી ચક્ર કોઇપણ પૂજા સામગ્રીની દુકાન પર સરળતાથી મળી જાય છે.

ઉપાયઃ-

1. જો કોર્ટ-કચેરી જતી સમયે ઘરની બહાર ગોમતી ચક્ર રાખીને તેના પર જમણો પગ રાખવામાં આવે તો તે દિવસે કોર્ટ-કચેરીમાં સફળતા પ્રાપ્ત થવાના યોગ વધી જાય છે.
2. જો દુશ્મન વધી ગયા હોય તો જેટલાં અક્ષરનું દુશ્મનું નામ છે, તેટલાં જ ગોમતી ચક્ર લઇને તેના પર દુશ્મનનું નામ લખીને તેને જમીનમાં દાંટી દેવાં જોઇએ જેનાથી દુશ્મન પરાસ્ત થઇ જાય છે.
3. જો પૈસા સાથે સંબંધિત સમસ્યા છે તો 5 ગોમતી ચક્ર ધન સ્થાન એટલે એવી જગ્યાએ રાખવાં, જ્યાં તમે પૈસા રાખતાં હોવ. ધનની સમસ્યા સમાપ્ત થઇ શકે છે.

kaali haldar

કાળી હળદરઃ-

ખાવાના ઉપયોગમાં આવતી હળદર તો બધાએ જોઈ હશે, પરંતુ તાંત્રિક ઉપાયોમાં ઉપયોગ કરવામાં આવતી કાળી હળદર વિશે ખૂબ જ ઓછા લોકો જાણતાં હશે. હળદર અનેક પ્રકારની હોય છે અને આપણે જે ખાવામાં ઉપયોગ કરીએ છીએ તે પીળી હળદર છે. કાળી હળદરનો ઉપયોગ ખાવામાં નથી થતો, પરંતુ તંત્રશાસ્ત્રમાં તેના ઉપયોગ વિશે ઘણુંબધુ બતાવ્યું છે. કાળી હળદરના ઉપાયોથી રૂપિયાની તંગી ચમત્કારીક રીતે દૂર થાય છે.

1.કાળી હળદરના 7 થી 9 દાણા બનાવો. આ દાણાન સાફ દોરામાં પોરોવી લો. ત્યારબાદ આ માળાનું ધૂપ અને લોબાનના શોધન કર્યા પછી પહેરી લો. જે પણ વ્યક્તિ આ પ્રકારની માળા પહેરે છે, તે બધા પ્રકારના ગ્રહદોષોથી, ટોણા-ટોટકાથી અને ખરાબ નજરથી સુરક્ષિત રહે છે.
2.જો તમે કોઈ ખાસ કામ માટે જઈ રહ્યા હોવ તો ઘરેથી નિકળતાં પહેલા કાળી હળદરનું તિલક કરીને પ્રસ્થાન કરો. આ તિલક તમારું આકર્ષણ વધારશે. કાળી હળદરને તંત્ર અનુસાર વશીકરણ માટે જબરદસ્ત માનવામાં આવે છે. જો તમે ઈચ્છતા હોવ કે સમાજમાં તમારું આકર્ણણ વધે તો કાળી હળદરનું તિલક એક સરળ ઉપાય છે.

laghu naliyer

લઘુ નારિયેળઃ-

આ સામાન્ય નારિયેળ કરતાં થોડું નાનું હોય છે. તંત્ર-મંત્રમાં તેનું ખાસ મહત્વ છે. નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે. અર્થાત્ દેવી લક્ષ્મીનું ફળ. આની વિધિસર પૂજા કરી લાલ કપડાં બાંધીને એવા સ્થાન પર મૂકવું જોઈએ જ્યાં કોઈની નજર ન પડે. આ ઉપાય કરવાથી માં લક્ષ્મી બહુ પ્રસન્ન થાય છે.

1. 11 લઘુ નારિયેળ માતા લક્ષ્મીના ચરણોમાં રાખીને ऊं महालक्ष्म्यै च विद्महे विष्णुपत्नीं च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् મંત્રનો જાપ કરવો. 2 માળા જાપ કર્યા પછી એક લાલ કપડામાં તે લઘુ નારિયેળને લપેટીને તિજોરીમાં રાખી દેવું અને દીવાળીના બીજા દિવસે કોઇ નદી અથવા તળાવમાં વિસર્જિત કરી દેવું. આવું કરવાથી ધનલાભના યોગ બની શકે છે.
2. ધન, વૈભવ અને સમૃદ્ધિ મેળવવા માટે 5 લઘુ નારિયેળ સ્થાપિત કરવાં, તેના પર કેસરથી તિલક કરવું અને દરેક નારિયેળ પર તિલક કરતી સમયે 27 વાર નીચે લખાયેલ મંત્રનો મનમાં ને મનમાં જાપ કરતાં રહેવું-

મંત્ર- ऐं ह्लीं श्रीं क्लीं

3. જો તમે ઇચ્છો છો કે, તમારા ઘરમાં ક્યારેય ધન-ધાન્યની કમી આવે નહીં અને અનાજનો ભંડાર ભરેલો રહે તો 11 લઘુ નારિયેળ એક પીળા કપડામાં બાંધીને રસોઈ ઘરમાં પૂર્વ ખૂણામાં બાંધી દેવું. જેનાથી તમારી મનોકામના પૂર્ણ થઇ શકે છે.

dakshinavarti sankh

દક્ષિણાવર્તી શંખઃ-

જ્યોતિષ શાસ્ત્રમાં દક્ષિણાવર્તી શંખનું વિશેષ મહત્વ છે. આ શંખને વિધિ-વિધાન પૂર્વક ઘરમાં રાખવાથી ઘણાં પ્રકારની બાધાઓ શાંત થઇ જાય છે અને ધનની કમી ક્યારેય આવતી નથી. દક્ષિણાવર્તી શંખના અનેક લાભ છે, પરંતુ તેના ઘરમાં રાખતાં પહેલાં તેનું શુદ્ધિકરણ અવશ્ય કરવું જોઇએ.

આ વિધિથી કરવું શુદ્ધિકરણઃ-

લાલ કપડાંની ઉપર દક્ષિણાવર્તી શંખ રાખીને તેમાં ગંગાજળ ભરો અને કુશના આસન ઉપર બેસી આ મંત્રનો જાપ કરો..

ऊं श्री लक्ष्मी सहोदराय नम:

આ મંત્રની ઓછામાં ઓછા 5 માળા જાપ કરો અને ત્યારબાદ શંખને પૂજા સ્થાન ઉપર સ્થાપિત કરી દો.

kamalgatta

કમળ ગટ્ટાઃ-

તંત્ર પ્રયોગોમાં ધન પ્રાપ્તિ માટે ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, તેમાંથી જ એક છે કમળ ગટ્ટા પણ.કમળ ગટ્ટા કમળના છોડમાંથી નીકળે છે અને તે કાળા રંગના હોય છે. આ બજારમાં સરળતાથી મળી જાય છે. મંત્ર જાપ માટે તેની માળા પણ બને છે. તે સિવાય પણ આના ઘણા પ્રયોગ છે.

1. રોજ 108 કમળના બીજની આહુતિ આપવામાં આવે અને આવું 21 દિવસ સુધી કરવામાં આવે તો આવનારી 21 પેઢીઓ સંપન્ન બની જાય છે.
2. જો દુકાનમાં કમળ ગટ્ટાની માળા પાથરીને તેના પર ભગવતી લક્ષ્મીનું ચિત્ર સ્થાપિત કરવામાં આવે તો વેપારમાં ક્યારેય ખોટ આવતી નથી. તેનાથી વેપારમાં નિરંતર પ્રગતિ થતી રહે છે.
3. કમળ ગટ્ટાની માળા ભગવતી લક્ષ્મીના ચિત્ર પર પહેરાવીને કોઇ પણ નદી કે તળાવમાં વિસર્જિત કરવામાં આવે તો તેના ઘરમાં નિરંતર લક્ષ્મીનું આગમન રહે છે.
4. જે વ્યક્તિ દર બુધવારે 108 કમળગટ્ટાના બીજ લઇને ઘીની સાથે એક- એક કરીને યજ્ઞમાં આહુતિ આપે છે. તેના ઘરમાંથી દરિદ્રતા હંમેશા માટે જતી રહે છે.
5. જે વ્યક્તિ પૂજા- પાઠ દરમિયાન માળા પોતાના ગળામાં ધારણ કરે છે તેના પર લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે.

motisankh

મોતી શંખઃ-

કેટલાક લોકો એવા હોય છે જેની આવક સારી હોય છે પણ તેની પાસે પૈસા રહેતા હોતા નથી. જો તમારી સાથે પણ આ સમસ્યા હોય તો મોતીશંખ તેનું શ્રેષ્ઠ નિદાન માનવામાં આવે છે.

ઉપાયઃ-

કોઈ બુધવારના સવારે સ્નાન કરી સાફ કપડામાં તમારી સામે એક શંખને રાખો અને તે પર કેસરથી સ્વસ્તિકનું ચિહ્મ બનાવો. આ પછી નીચે લખવામાં આવેલ મંત્રનો જપ કરો –

श्रीं ह्रीं श्रीं महालक्ष्मयै नम:

મંત્રનો જપ સ્ફટિક માળાથી કરો.મંત્રોચ્ચારની સાથે એક એક ચોખાનો દાણો શંખમાં નાખો.આ વાતનું ધ્યાન રાખો કે ચોખાના દાણા તુટેલા ન હોય. આ પ્રયોગ સતત અગીયાર દિલસ સુધી કરો.આ પ્રકારે રોજ એક માળાનો જપ કરો. એ ચોખાને એક સફેદ રંગની થેલીમાં રાખો અને અગીયાર દિવસ પછી ચોખા સાથે શંખને પણ તે થેલીમાં રાખી, તિજોરીમાં રાખો. આપ જોઈ શકો છો કે થોડાક જ દિવસમાં આપને ધન-વૈભવમાં વૃદ્ધિ થવા લાગશે. પેસા આવશે પણ અને ટકશે પણ.

ekakshi

એકાક્ષી નારિયેળ

જ્યોતિષીય ઉપાયોમાં નારિયેળનો પ્રયોગ પણ કરવામાં આવે છે. નારિયેળ ઘણા પ્રકારના હોય છે. તેમાંથી એક હોય છે એકાક્ષી નારિયેળ. માન્યતા મુજબ આ નારિયેળ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ નારિયેળને ઘરમાં રાખવાથી ઘનલાભ થાય છે અને સાથે જ, ઘણા પ્રકારની સમસ્યાઓ આપમેળે જ દૂર થઇ જાય છે. આ છે તેના ઉપાય-

1. જે ઘરમાં એકાક્ષી નારિયેળની પૂજા થાય છે, તે ઘરના લોકો પર તાંત્રિક ક્રિયાઓનો પ્રભાવ થતો નથી તથા તે પરિવારના સભ્યોને માન-સન્માન, પ્રતિષ્ઠા અને યશ પ્રાપ્ત થાય છે.

2. જો કોઇ કેસમાં વિજય પ્રાપ્ત કરવી હોય તો રવિવારના રોજ એકાક્ષી નારિયેળ પર વિરોધી પક્ષનું નામ લખી, તેના પર લાલ કરેણનું ફૂલ રાખી દેવું અને જે દિવસે કોર્ટ જવાનું હોય ત્યારે આ ફૂલને સાથે લઇને જવું. નિર્ણય તમારા પક્ષમાં હોવાના યોગ બની શકે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો…શુક્રવારે કરો લક્ષ્મીને પ્રસન્ન કરવાના આ રાશિ મુજબ ઉપાયો, દરિદ્રતાથી મળશે મુક્તિ..!!!

laxmi54

જો તમે ધન સંબંધી પરેશાનીઓથી મુક્તિ મેળવવા માંગો છો તો અહીં જ્યોતિષીય થોડા નાના-નાના ઉપાય જણાવવામાં આવી રહ્યા છે. આ ઉપાય પોતાની રાશિ મુજબ કરી શકાય છે. એવી માન્યતા છે કે, આ ઉપાયોથી ધન સંબંધી પરેશાનીઓ દૂર થઇ શકે છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થઇ શકે છે.

જ્યોતિષની માન્યતા છે કે જો કોઇ વ્યક્તિની કુંડળીમાં કોઇ ગ્રહ દોષ હોય તો ધન સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. સાથે જ, ઘરના વાસ્તુ દોષોની પણ અસર ધન સંબંધી કાર્યો પર થાય છે. અહીં જણાવેલ ઉપાયોથી વાસ્તુદોષની સાથે જ કુંડળીના દોષનું પણ નિવારણ થઇ શકે છે.

મેષ રાશિ માટે ઉપાયઃ-

સવારે ઘરથી નીકળતી સમયે દક્ષિણ દિશામાં ગોળનો ગાંગડો રાખીને જ ઘરેથી નીકળવું. ગોળના ગાંગડાને એવા સ્થાન પર રાખવો જ્યાં કીડીઓ આવતી હોય. આ ઉપાય કરવાથી કાર્યમાં પ્રગતિ થશે તથા સફળતા પણ મળશે. આ કાર્ય જ્યારે પણ ઘરથી બહાર નીકળો ત્યારે જરૂર કરવો જોઇએ.

વૃષભ રાશિ માટે ઉપાયઃ-

આ લોકોએ ગાયને કાચા ચોખા ખવડાવવા જોઇએ. આ ઉપાયથી ધન સંબંધી બાધાઓથી મુક્તિ મળી શકે છે. કોઇપણ શુક્રવારથી રોજ શરૂ કરી શકાય છે. ચોખીની માત્રા પોતાની હથેળી મુજબ રાખવી. ધનલાભના યોગ બનશે.

મિથુન રાશિ માટે ઉપાયઃ-

દર બુધવારે આખા મગનું દાન કરવું. કોઇ પરણિતા સ્ત્રીને સુહાગની વસ્તુઓ દાન કરવી. સફેદ ગાયને લીલું ઘાસ ખવડાવવાથી બધા જ દોષ દૂર થઇ જાય છે. ઘરની પશ્ચિમ-ઉત્તર દિશામાં પૈસા રાખવા તમારી માટે શુભ રહેશે. આ ઉપાયોથી ધન સંબંધી કાર્યોમાં લાભ પ્રાપ્ત થઇ શકે છે.

કર્ક રાશિ માટે ઉપાયઃ-

ઘરની પશ્ચિમ દિશામાં કબૂતરને જુવારના દાણા નાખવાં. આ ઉપાય દરરોજ કરશો તો ખૂબ જ જલ્દી શુભ ફળ પ્રાપ્ત થઇ શકે છે. આ ઉપાયથી ઘરનો પશ્ચિમ ભાગ લાભદાયક થઇ જાય છે. નકારાત્મકતા દૂર થઇ શકે છે તથા પરિવારમાં સુખ-શાંતિ બની રહે છે.

સિંહ રાશિ માટે ઉપાયઃ-

તમારા ઘરની પૂર્વ દિશામાં આ ઉપાય કરવો. ઉપાય મુજબ તાંબાના લોટામાં જળ ભરીને અને તે જળનો પૂર્વ દિશામાં છંટકાવ કરવો. શ્રીગણેશને દૂર્વા અર્પિત કરવી. સૂર્યને નિયમિતરૂપથી જળ અર્પણ કરવું. આ ઉપાય કરવાથી શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. આર્થિક પરેશાનીઓથી મુક્તિ પણ મળી શકે છે. ઘરમાં વડીલોને સ્વાસ્થ્ય લાભ પણ પ્રાપ્ત થઇ શકે છે.

કન્યા રાશિ માટે ઉપાયઃ-

તમારા ઘરની ઉત્તર દિશામાં ગાયને લીલું ઘાસ ખવડાવવું. જો સંભવ બની શકે તો કોઇ જરૂરમંદ વ્યક્તિને આખા મગ અને ગોળ દાન કરવા. આ ઉપાય કરવાથી તમારા ઘર-પરિવારને લક્ષ્મી કૃપા પ્રાપ્ત થઇ શકે છે. ઘરમાં લક્ષ્મીનો વાસ થશે તથા ઘનમાં થતો ફાલતું ખર્ચ પણ અટકશે. સાથે જ, અટકાયેલું ધન પ્રાપ્ત થઇ શકે છે.

તુલા રાશિ માટે ઉપાયઃ-

તુલા રાશિના લોકોએ દર શુક્રવારે આ ઉપાય કરવો જોઇએ. ઉપાય મુજબ શુક્રવારની સવારે એક સફેદ કપડામાં ચોખા બાંધવા અને તેની પોટલી બનાવીને ઘરની પશ્ચિમ-ઉત્તર દિશામાં લટકાવી દેવી. થોડા સમય પછી તે ચોખાનું દાન કરવું અને બીજા ચોખા લટકાવી દેવા. આ ઉપાય કરવાથી માંગલિક કાર્યમાં ગતિ આવશે તથા વૈવાહિક કાર્યમાં સફળતા મળી શકે છે. બાધાઓ દૂર થઇ શકે છે.

વૃશ્ચિક રાશિ માટે ઉપાયઃ-

તમારા ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણમાં આ ઉપાય કરવો. ઉપાય મુજબ એક લાલ કપડામાં જુવાર બાંધીને રાખવાં. આ ઉપાય કરવાથી ખરાબ શક્તિ, નકારાત્મક ઉર્જા તથા ખરાબ નજરની અસર ઘર અને પરિવારના સભ્યો પર પડી શકતી નથી. શુભ અસર બની રહે છે. વાતાવરણ હકારાત્મક બને છે. કાર્યોમાં સફળતા મળવાની સંભાવના વધી શકે છે.

ધન રાશિ માટે ઉપાયઃ-

ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં આ ઉપાય કરવો. ઉપાય મુજબ આ દિશામાં ભગવાન વિષ્ણુ શત્ નામાવલી અથવા સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો. આ પાઠ સાથે જ, શ્રીહરિનું વિશેષ પૂજન પણ કરવું. આ ઉપાય દરેક શ્રેષ્ઠ મુહૂર્તમાં કરવામાં આવવો જોઇએ. આ ઉપાયથી બધા જ રોગ, દોષ અને બાધાઓથી મુક્તિ મળી શકે છે. ઘરમાં પ્રગતિનું વાતાવરણ બની શકે છે.

મકર રાશિ માટે ઉપાયઃ-

ઘરની પશ્ચિમ દિશામાં તુલસીનો છોડ લગાવવો અને દરરોજ તેને સીંચવો. સમય-સમય પર છોડથી ખરાબ પાનને દૂર કરવા અને યોગ્ય દેખભાળ કરતા રહેવી. આવું કરવાથી અટકાયેલા કાર્યોમાં પ્રગતિ આવે છે. માંગલિક કાર્યની સાથે જ આર્થિક કાર્યોમાં પણ લાભના અવસર પ્રાપ્ત થઇ શકે છે.
કુંભ રાશિ માટે ઉપાયઃ-

આ રાશિના લોકોએ આ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે વિશેષ રૂપથી ઘરની પશ્ચિમ-ઉત્તર દિશાને એકદમ સાફ રાખવી. સાથે જ, આખા ઘરમાં પણ સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું. પશ્ચિમ-ઉત્તર દિશામાં બધા જ ઉપયોગી દસ્તાવેજ રાખવા. જો સામાન વધારે થઇ જતો હોય અને સ્ટોરેજની સ્થિતિ નિર્મિત થતી હોય તો સ્થાન પરિવર્તન કરવું. ત્યાર પછી આ જગ્યાએ મની પ્લાન્ટ લગાવી શકાય છે.

મીન રાશિ માટે ઉપાયઃ-

ઘરની પૂર્વ-ઉત્તર દિશામાં દેવી-દેવતાઓ માટે મંદિર બનાવવા. સાથે જ, ધ્યાન રાખવું કે મંદિર અને રસોડું સાથે ન હોય. ગેસ અને ચૂલાની સામે દેવી-દેવતાનું સ્થાન ન હોવું જોઇએ. આ પરિવર્તન કરશો તો ઘર પર દેવ કૃપા બની રહે છે. વિશેષ કરીને લક્ષ્મીનારાયણની ઉપાસના કરો. આ વાતોનું ધ્યાન રાખવાથી ભૂમિ-ભવનનો લાભ પ્રાપ્ત થઇ શકે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

સરળ ટીપ્સ: ધનવાન બનવાની સૌથી સરળ રીત, જેને અપનાવવાથી થશે ફાયદો…!!

pagar2

ધનવાન બનવા માટે જરૂરી નથી કે તમારો પગાર ઘણો વધારે હોય કે પછી બિઝનેસમાં હંમેશા નફો થતો હોય. ઓછો પગાર અને થોડા નફામાંથી પણ બચત કરીને ધનવાન બની શકાય છે. આ માટે રોકાણ યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે કરવામાં આવે તે જરૂરી છે. ઘણીવાર પૈસા હોવા છતાં આપણે એ નક્કી કરી શકતા નથી કે તેનું ક્યાં અને કેવી રીતે રોકાણ કરવું જોઈએ. જો યોગ્ય દિશા મળે તો શરૂઆત નાની બચતથી કરીને મોટું ભંડોળ એકઠું કરી શકાય છે. રોકાણની નાની અને સરળ રીત જેના દ્વારા તમે બચત કરશો તો ધનવાન થશો.

પહેલાં સમજો પછી કરો રોકાણ:

રોકાણના વિકલ્પની પસંદગી હંમેશા તમારી જરૂરિયાત મુજબ કરો. માસિક ખર્ચ, ઉંમર, પગાર, રિસ્ક પ્રોફાઈલ અને ઈન્વેસ્ટમેન્ટના પ્લાનને જાણ્યા-સમજ્યાં બાદ જ રોકાણ કરો. તમે કેટલાં રોકાણની આશા રાખી રહ્યા છો તે સૌથી જરૂરી છે. આ સમજ્યા બાદ લાંબાગાળા કે ટૂંકાગાળા માટે રોકાણ કરવું તે નક્કી કરો.

કેટલી હોવી જોઈએ બચત:

જો તમે દર મહિને 3200 રૂપિયાની બચત કરો છો અને તેના પર તમને 10 ટકા વળતર મળે છે તો 30 વર્ષ બાદ તમારી પાસે આશરે 72,94,000 રૂપિયા થઈ જશે.

અલગ સેવિંગ એકાઉન્ટ:

બચતની રકમને સેલેરી એકાઉન્ટમાં રાખવાના બદલ બીજા સેવિંગ એકાઉન્ટમાં રાખો. આ રૂપિયાને અલ અલગ જગ્યાએ રોકાણ કરો. ઉપરાંત સ્ટોક માર્કેટ, મ્યુચ્યુઅલ ફન્ડ, પીપીએફ, ઈન્શ્યોરન્સ અને એલઆઈસી સારું રિટર્ન આપતાં વિકલ્પ છે.

સ્ટોક માર્કેટ:

સ્ટોક માર્કેટમાં રોકાણ હાઈ રિસ્ક અને હાઈ રિટર્નવાળો વિકલ્પ છે. જોકે સ્ટોક બજારમાં ઘણી કંપનીઓ એવી છે જે ઈન્વેસ્ટમેન્ટ માટે સુરક્ષિત માનવામાં આવે છે. જેમકે બેન્કિંગ પાવર, આઈટી, ઓટો સેકટર વગેરે. બેન્કિંગમાં એસબીઆઈ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, આઈડીબીઆઈ વગેરેના જૂના રેકોર્ડ જોતાં ભરોસાપાત્ર સ્ટોક્સ ગણવામાં આવે છે. પાવર સેક્ટરમાં એનટીપીસી, આઈટીમાં ઈન્ફોસિસ, વિપ્રો, ટીસીએસ, મેટલમાં હિંડાલ્ડો, ટાટા સ્ટીલ, ટિસ્કો, ઓટો સેક્ટરમાં મારુતિ, ટેક્સટાઈલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વગેરે શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે.

સોનામાં રોકાણ:

ગોલ્ડ, સિલ્વર વગેરે રોકાણના હિસાબે શ્રેષ્ઠ સાબિત થાય છે. જોકે કેટલાંક સમયથી તેમાં સારું વળતર નથી મળી રહ્યું. માર્કેટ એક્સપર્ટ્સ લોન્ગ ટર્મના હિસાબે તેને સારો વિકલ્પ માને છે. તેમાં બચતના 15થી 35 ટકા ઈન્વેસ્ટ કરશો તો વધારે સારું રહેશે.

મ્યુચ્યુઅલ ફન્ડ:

આ એક સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ વિકલ્પ છે. તેમાં ઈન્વેસ્ટર પૈસા સીધા જ ન રોકતાં ફન્ડ મેનેજરના માધ્યમથી રોકે છે. તેમાં તમે દર મહિને તમારી બચતના પ્રમાણમાં રોકાણ કરી શકો છે. દર વર્ષે 12થી 15 ટકા સુધી રિટર્ન મળી શકે છે. આ સ્ટોક માર્કેટ પર નિર્ભર હોવાથી તેમાં થોડું રિસ્ક રહે છે.

આરડી અને એફડી:

આરડી એકાઉન્ટમાં પણ રોકાણ કરી શકાય છે. રિકરિંગ ડિપોઝિટ (આરડી)માં પણ સારું વળતર મળે છે. આ ઉપરાંત ફ્કિસ ડિપોઝિટ (એફડી) પણ સારો વિકલ્પ છે. તમામ બચત એફડીમાં ન રોકવી જોઈએ. કારણકે અચાનક જરૂર પડવા પર જો તમે એફડી તોડો તો તમને ઓછું વ્યાજ મળે છે. ક્યારેક બેન્ક પેનલ્ટી પણ લગાવે છે.

પીપીએફ:

તમે પગારદાર હો કે બિઝનેસમેન, બચતનો આશરે 25 ટકા હિસ્સો લોન્ગ ટર્મમાં ઈન્વેસ્ટ કરવો જોઈએ. લાંબાગાળામાં ઈન્વેસ્ટમેન્ટ પીપીએફ, પીએફ અને લાઈફ ઈન્શ્યોરન્સ સારો વિકલ્પ છે. પીપીએફ અને પીએફ યોજનાઓ વર્તમાન સમયમાં 8.75 ટકા વાર્ષિક રિટર્ન મળી રહ્યું છે.

એલઆઈસી:

એલઆઈસીમાં ઘણી સ્કીમ છે. તેમાં બીમારી, એક્સિડન્ટ, લોન સુવિધા કવર થવાની સાથે સાથે મેચ્યોરિટીમાં મોટી રકમ મળી જાય છે. એલઆઈસીમાં 5 ટકાથી 7 ટકા વળતર મળે છે. તેનાથી તમે સ્વયં અને પરિવાર સુરક્ષિત રહે છે. ફેમિલી પર બોજ નથી પડતો. બાળકોનું શિક્ષણ, લગ્ન જેવા કામ પર ભંડોળ મળી રહે છે.

પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટમેન્ટ:

રિયલ એસ્ટેટ સારો વિકલ્પ છે, પરંતુ તેમાં ઈન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં વર્તમાન હાલત જોઈ લેવી જોઈએ. રિયલ એસ્ટેટમાં રોકાણ કરતી વખતે પ્રોપર્ટીનો ભાવ વધારે ન હોય તે ખાસ જોવું જોઈએ, ક્યારેક માર્કેટમાં ઘટાડાથી વધારે નુકસાનની સંભાવના રહે છે. આ ઉપરાંત જો તમે ઈક્વિટીમાં રૂપિયા રોક્યા હોય અને તે 2-3 વર્ષમાં સારુ વળતર આપે તો આ રૂપિયાને રિયલ એસ્ટેટમાં શિફ્ટી કરી દેવા પણ સમજદારીભર્યો નિર્ણય હોઈ શકે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.

જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

નવા બિઝનેસની શરૂઆત માટે બેન્ક પાસેથી આ રીતે લો લોન, જાણો આખી પ્રક્રિયા…!!
જાણો અજાણી વાતો…ખાતુ બંધ કરતી વખતે પણ વસૂલાય છે ચાર્જ, બેન્ક નથી જણાવતી આ ૮ વાતો…!!!
જાણો…આ રીતે ઉપાડી શકો છો PFના રૂપિયા, 58 વર્ષ સુધી રાહ નહીં જોવી પડે…!!
જાણી જ લો…ખોવાઇ જાય બેન્ક પાસબુક કે પ્રોપર્ટી પેપર, આ છે પાછા મેળવવાના રસ્તા…!!
જાણી જ લો…વિદેશમાં તમારો PASSPORT ખોવાઈ જાય તો આ ટિપ્સ કરશે તમારી મદદ…!!!
નિવૃતિ માટે કરો NPSમાં રોકાણ, મળશે ઇપીએફ કરતાં વધુ રિટર્ન…!!!
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, તો શું કરશો..?
બદલાઈ ગઈ 100 રૂપિયાની નોટ, હવે આ રીતે ઓળખો અસલી-નકલી નોટને
કરો શેરબજાર માં કમાણી…મેળવો વધારાની આવક શેરબજારમાંથી…આ છે 4 સરળ સ્ટેપ્સ
100 વર્ષ જૂનો નિયમ બદલાયો, હવે આ રીતે નક્કી થશે સોનાની કિંમત
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
વિજ્ઞાન ના અવનવા આશ્ચર્યજનક તથ્યો…!!
તમારૂ મગજ માની ના શકે તેવા કલ્પનાતીત તથ્યો…!!!
WHATSAPP યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स

જાણો…અમાસ ના દિવસે, લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ચમત્કારિક ઉપાય…!!

laxmi32

આપણે ત્યાં પ્રાચીન પરંપરા છે ઘરમાં એક તુલસીનો છોડ તો હોવો જ જોઈએ. શાસ્ત્રોમાં તુલસીને પૂજનીય, પવિત્ર અને દેવીનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. જો તમારા ઘરમાં પણ તુલસી હોય તો અહીં બતાવવામાં આવી રહી આ 10 વાતો કાયમ ધ્યાનમાં રાખવી જોઈએ. જો આ વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો બધા જ દેવી-દેવતાઓની વિશેષ કૃપા આપણાં ઘર પર બની રહે છે. ઘરમાં હકારાત્મક ઉર્જા અને સુખદ વાતાવરણ રહે છે. પૈસાનો ક્યારેય અભાવ આવતો નથી અને પરિવારના સભ્યોને સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. અહીં જાણીએ શાસ્ત્રો મુજબ તાવેલી તુલસીની ખાસ વાતો…

1. તુલસીના પાન ચાવવા ન જોઈએ

તુલસીનું સેવન કરતી વખતે ધ્યાન રાખો કે આ પાનને ચાવવું નહીં, પણ તેને ગળી જવા જોઈએ. આ રીતે તુલસીનું સેવન કરવાથી અનેક રોગોમાં લાભ મળે છે. તુલસીના પાનમાં પારા ધાતુના તત્વો મોજુદ હોય છે. તુલસીના પાન ચાવવાથી આ ધાતુ દાંત ઉપર લાગે છે જે દાંત માટે લાભદાયક નથી એટલે તુલસીના પાનને ચાવવા ન જોઈએ પણ ગળી જવા જોઈએ.

2. શિવલિંગ પર તુલસી ન ચડાવવી જોઈએ

શિવપુરાણ મુજબ શિવલિંગ પર તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ. આ સંબંધમાં એક કથા જણાવવામાં આવી છે. આ કથા મુજબ પ્રાચીન કાળમાં દૈત્યોના રાજા શંખચૂડની પત્નીનું નામ તુલસી હતું. તુલસીના પતિવ્રત ધર્મની શક્તિને કારણે દેવતા પણ શંખચૂડને હરાવવામાં અક્ષમ હતાં. ત્યારે ભગવાન વિષ્ણુએ કપટથી તુલસીનું પતિવ્રત 2. ભંગ કરી દીધું. તેના પછી શિવજીએ શંખચૂડનો વધ કરી દીધો.

જ્યારે આ વાતની તુલસીને જાણ થઈ ત્યારે તેણે ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો. ભગવાન વિષ્ણુએ તુલસીનો આ શ્રાપ સ્વીકારી લીધો અને કહ્યું કે તું ધરતી પર ગંડકી નદી તથા તુલસીના છોડના રૂપમાં કાયમ રહીશ. તેના પછી જ મોટાભાગના પૂજન કાર્યોમાં તુલસીનો ઉપયોગ વિશેષ રૂપથી કરવામાં આવે છે. પરંતુ શંખચૂડની પત્ની હોવાને લીધે તુલસી શિવલિંગ પર ચડાવવામાં નથી આવતી.

3. ક્યારે ન તોડવા જોઈએ તુલસીના પાન

શાસ્ત્રોમાં જણાવ્યાં મુજબ તુલસીના પાન કેટલાક ચોક્કસ દિવસોમાં ન તોડવા જોઇએ. આ દિવસ છે-અગિયારસ, રવિવાર અને સૂર્ય અથવા ચંદ્ર ગ્રહણ. આ દિવસોમાં તથા રાતના સમયે તુલસીના પાન ન તોડવા જોઈએ. આવું કરવા પર આપણને દોષ લાગે છે. બિનજરૂરી રીતે તુલસીના પાન તોડવા, તુલસીને નષ્ટ કરવા સમાન માનવામાં આવે છે.

4. દરરોજ કરો તુલસીનું પૂજન

દરરોજ તુલસી પૂજન કરવું જોઈએ. સાથે જ, તુલસીના સંબંધમાં અહીં બતાવેલી તમામ વાતોનું પણ ઘ્યાન રાખવું જોઈએ. દરરોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવો જોઈએ. એવી માન્યતા છે કે, જે લોકો સાંજના સમયમાં તુલસી પાસે દીવો પ્રગટાવે છે, તેમના ઘરમાં મહાલક્ષ્મીની કૃપા કાયમ બની રહે છે.

5. તુલસીથી દૂર થાય છે વાસ્તુ દોષ

ઘર-આંગણાંમાં તુલસી હોવાથી કેટલાય પ્રકારના વાસ્તુ દોષ પણ નષ્ટ થઈ જાય છે. તેમજ પરિવારની આર્થિક સ્થિતિ પર તેની શુભ અસર થાય છે.

6. તુલસીનો છોડ ઘરમાં હોય તો નથી લાગતી નજર

એવી માન્યતા છે કે ઘરમાં તુલસીનો છોડ હોય તો કોઈ પણ સભ્યને ખરાબ નજર નથી લાગતી. સાથે જ, ઘરની આજુબાજુ કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા ઉત્પન્ન નથી થતી અને હકારાત્મક ઉર્જામાં વધારો થાય છે.

7. તુલસીથી વાતાવરણ થાય છે પવિત્ર

તુલસીથી ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે પવિત્ર અને હાનિકારક સૂક્ષ્મ કીટાણુંઓથી મુક્ત રહે છે. આ જ પવિત્રતાને લીધે ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને સુખ-સમૃદ્ધિ બની રહે છે.

8. તુલસીનો સુકાઈ ગયેલો છોડ ઘરમાં ન રાખવો

જો ઘરમાં લાગેલો તુલસીનો છોડ સુકાઈ જાય છે તો તેને કોઈ પવિત્ર નદીમાં, તળાવમાં અથવા કુઆંમાં પ્રવાહિત કરી દેવો જોઈએ. તુલસીનો સુકાઈ ગયેલો છોડ ઘરમાં રાખવો અશુભ માનવામાં આવે છે. એક છોડ સુકાઈ ગયા પછી તરત જ બીજા છોડ લગાવી દેવો જોઈએ. ઘરમાં કાયમ સ્વસ્થ તુલસીનો છોડ જ લગાવવો જોઈએ.

9. તુલસી છે ઔષધિ

આયુર્વેદમાં તુલસીને સંજીવની બુટિ સમાન માનવામાં આવે છે. તુલસીના કેટલાય એવા ગુણ હોય છે જે ઘણી બધી બીમારીઓને દૂર કરવામાં અને તેને અટકાવવામાં મદદરૂપ સાબિત થાય છે. તુલસીનો છોડ ઘરમાં રહેવાથી તેની ખુશ્બૂ હવામાં મોજુદ બીમારી ફેલાવનારા કેટલાય સૂક્ષ્મ કીટાણુંઓને નષ્ટ કરે છે.

10. દરરોજ તુલસીના એક પાનનું સેવન કરવું જોઈએ

તુલસીની ખુશ્બૂથી શ્વાંસ સંબંધિત કેટલાય રોગોમાં લાભ મળે છે. સાથે જ તુલસીના એક પાનનું દરરોજ સેવન કરવાથી આપણે સામાન્ય તાવથી બચી શકે છીએ. મોસમ પરિવર્તનના સમયમાં થવાવાળી બીમારીઓથી પણ બચી શકાય છે. તેનાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે, પરંતુ આપણે નિયમિતપણે તુલસીનું સેવન કરતા રહેવું જોઈએ.

સાભાર: દિવ્ય ભાસ્કર

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણી જ લો…સુખ-સમૃદ્ધિને ઘરના દ્વારે ખેંચી લાવતા શ્રેષ્ઠ ઉપાયો…!!!

interior1

સુખી પરિવાર કે ઘર કોને કહેવાય? જ્યાં સુખ-સમૃદ્ધિની છોળો ઊડતી હોય, ધન-વૈભવ હોય, મનની શાંતિ હોય, સમાજમાં માન-પ્રતિષ્ઠા હોય અને ઘરની દરેક વ્યક્તિ ખુશ હોય. દરેક વ્યક્તિ આ બધું ઇચ્છતી હોય છે, પરંતુ દરેકના નસીબમાં સુખી થવાનું નથી લખ્યું હોતું. જોકે, જ્યોતિષશાસ્ત્રમાં વર્ણિત વિવિધ ઉપાયો કરીને તમે સુખ-સમૃદ્ધિને તમારા દ્વારે આવવા જરૂર મજબૂર કરી શકો છો

હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!

ઘર-પરિવારમાં સુખ-શાંતિ, સામંજસ્ય, માનસિક શાંતિ, આર્થિક સ્થિતિ વગેરેની સ્થિતિ કથળેલી હોય ત્યારે જ્યોતિષશાસ્ત્રમાં ર્વિણત વિવિધ ઉપાયો અજમાવવાથી ધાર્યો લાભ થાય છે. જાણીએ આવાં કેટલાંક કષ્ટો, સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર કરતા ઉપાયો વિશે.

 • ઘરમાં સમૃદ્ધિ લાવવા માટે ઘરના ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય) ખૂણામાં સુંદર માટીના વાસણમાં થોડા સોના-ચાંદીના સિક્કા લાલ કપડામાં બાંધીને રાખો. પછી વાસણને ઘઉં અથવા ચોખાથી સંપૂર્ણ ભરી દો. આમ કરવાથી ઘરમાં ક્યારેય ધનનો અભાવ નહીં રહે.
 • કાળા તલ પરિવારના બધા જ સદસ્યોના માથા પરથી સાત વાર ઉતારીને ઘરની ઉત્તર દિશામાં ફેંકવાથી ધનહાનિ બંધ થઈ જશે.
 • ઘરમાં સ્થાયી સુખ-સમૃદ્ધિ માટે પીપળાના વૃક્ષની છાયામાં ઊભા રહીને લોખંડના વાસણમાં જળ, ખાંડ, ઘી તથા દૂધ મેળવીને પીપળાના વૃક્ષના મૂળમાં સિંચવું. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને લક્ષ્મીનો વાસ થાય છે.
 • ઘરમાં વારંવાર ધનહાનિ થઈ રહી હોય તો ગુરુવારે ઘરના મુખ્ય દ્વાર પર ગુલાલ છાંટીને તેના પર શુદ્ધ ઘીનો બેમુખી દીવો પ્રગટાવવો. દીવો પ્રગટાવતી વખતે મનોમન કામના કરવી જોઈએ કે ભવિષ્યમાં ઘરમાં ધનહાનિનો સામનો ન કરવો પડે. જ્યારે દીવો બુઝાઈ જાય ત્યારે તેને વહેતા જળમાં વહાવી દેવો.
 • ઘરની આર્થિક સ્થિતિ સુધારવા માટે ઘરમાં સોનાનો ચોરસ સિક્કો રાખવો. કૂતરાને દૂધ પીવડાવવું અને પોતાના રૂમમાં મોરનું પીંછું રાખવું. આ પીંછું જમીન પર પડેલું મળવું જોઈએ.
 • જો તમે સુખ-સમૃદ્ધિ ઇચ્છતા હો તો એક માટીના પાકા ઘડાને લાલ રંગથી રંગીને તેના મુખ એટલે કે કાંઠલા પર નાળાછડી બાંધીને તેના પર એક જટાયુક્ત નારિયેળ મૂકીને તે વહેતા જળમાં વહાવી દેવું જોઈએ.
  વ્યક્તિ જ્યારે ઉન્નતિ તરફ અગ્રેસર હોય છે ત્યારે અનેક લોકો તેની ઉન્નતિથી ઈર્ષાગ્રસ્ત થઈને તેના શત્રુ બની જાય છે અને તેની મદદ તો દૂર રહી, ઊલટાનું તેના ઉન્નતિના માર્ગને અવરોધવા લાગે છે. આવા છૂપા શત્રુઓથી બચવું મુશ્કેલ હોય છે. આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે પ્રાતઃકાળે સાત વાર હનુમાન બાણનો પાઠ કરવો અને હનુમાનજીને લાડવાનો ભોગ ધરાવવો. પાંચ લવિંગને પૂજાસ્થાનમાં દેશી કપૂર સાથે સળગાવો. પછી તેની ભસ્મ વડે તિલક કરીને બહાર જાઓ. આ પ્રયોગ તમારા સમસ્ત જાણ્યા-અજાણ્યા શત્રુઓને પરાસ્ત કરવામાં મદદરૂપ બનશે.
 • કાચી ધાણીના તેલનો દીવો પ્રગટાવીને તેમાં લવિંગ નાખીને હનુમાનજીની આરતી કરો. અનિષ્ટતા દૂર થશે અને ધનપ્રાપ્તિ પણ થશે.
 • જો આકસ્મિક ધનલાભની સ્થિતિઓ બની રહી હોય, પરંતુ લાભ ન મળી રહ્યો હોય તો ગોપીચંદનની નવ ડાળખીઓ લઈને તેને કેળના છોડ પર મૂકી દેવી. આ ચંદનને પીળા દોરાથી બાંધવી.
 • આકસ્મિક ધનલાભ માટે કોઈ પણ માસના સુદ પક્ષના પ્રથમ બુધવારે સફેદ કપડાનો ઝંડો બનાવીને તેને પીપળાના વૃક્ષ પર લટકાવી દેવો. જો વ્યવસાયમાં આકસ્મિક હાનિ તથા પતનની શક્યતા પ્રબળ હોય તોપણ આ પ્રયોગ ખૂબ જ લાભકારક સાબિત થશે.
 • આર્થિક મુશ્કેલીઓ તમને સતાવી રહી હોય તો મંદિરમાં કેળનો છોડ (નર-માદા) ઉગાડો.
  અમાસના દિવસે પીળા ત્રિકોણ જેવી ધજા વિષ્ણુ મંદિરમાં ઊંચાઈવાળા સ્થાન પર એવી રીતે લગાવો કે તે લહેરાતો રહે. આમ કરવાથી તમારું ભાગ્ય ચમકી ઊઠશે, પણ શરત એ છે કે ધજા તેની જગ્યાએ જ રહેવી જોઈએ.
 • લક્ષ્મીજીના ચિત્ર કે પ્રતિમા સામે નવમુખી દીવો પ્રગટાવો અને પૂજન કરો. આમ કરવાથી ધનલાભ થશે. સંપત્તિમાં વૃદ્ધિ થશેે.
 • એક નારિયેળ પર સિંદૂર, નાળાછડી અને અક્ષત અર્પણ કરીને પૂજન કરો, પછી હનુમાનજીના મંદિરમાં જઈને તે નારિયેળ ચઢાવી દો. આમ કરવાથી તમામ પ્રકારનાં કષ્ટો દૂર થશે અને સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે.
 • પીપળાના વૃક્ષના મૂળ પાસે તેલનો દીવો પ્રગટાવવો અને પછી ઘરે પાછા જવું. આ દરમિયાન પાછું વળીને ન જોવું કે રસ્તામાં પણ ન ઊભા રહેવું. આ પ્રયોગ કરવાથી સંતાન સંબંધિત સમસ્યાઓ અને ઘરનો કલહ-કંકાશ દૂર થશે.
 • પ્રાતઃકાળે પીપળાના વૃક્ષને જળ સીંચો તથા પોતાની અને પરિવારની દરેક ક્ષેત્રમાં સફળતાની મનોકામના કરો. ઘરની બહાર શુદ્ધ કેસરનો સ્વસ્તિક બનાવીને તેને પીળું પુષ્પ તથા અક્ષત્ ચઢાવો. ઘરની બહાર નીકળતી વખતે જમણો પગ પહેલો બહાર મૂકવો.
 • એક હાંડીમાં સવા કિલો આખા મગ, બીજીમાં મીઠાના ગાંગડા ભરી દો. ત્યારબાદ આ બંને હાંડીઓને ઘરમાં કોઈ એક જગ્યાએ મૂકી દો જ્યાં કોઈ તેને જોઈ ન શકે. આ પ્રયોગ બુધવારના દિવસે કરવો. આમ કરવાથી ઘરમાં ધન આવવાનું શરૂ થઈ જશે અને પ્રગતિ અટકશે નહીં.
 • દરેક મંગળવારે અગિયાર પીપળાનાં પાન લઈને તેને સારી રીતે ગંગાજળથી ધોઈને લાલ ચંદનથી દરેક પાન પર સાત વાર રામ નામ લખો. ત્યારબાદ તે પાનને હનુમાનજીના મંદિરમાં ચઢાવી આવો. પછી મંદિરમાં પ્રસાદ વહેંચો અને નીચે આપેલા મંત્રનો યથાશક્તિ જાપ કરો. આ ઉપાય સતત સાત મંગળવાર સુધી કરવો. આ પ્રયોગને ગુપ્ત રાખવો, તેનાથી ધાર્યો લાભ થશે અને પરિવારની એકતા જળવાઈ રહેશે.
  મંત્ર : જય જય જય હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુ દેવ કી નાઈ.
 • નોકરીમાં ઉન્નતિ મેળવવી હોય તો સાત પ્રકારનાં અનાજ પક્ષીઓને નાખવાં.
 • ભાદરવા માસમાં વદ પક્ષમાં ભરણી નક્ષત્ર હોય ત્યારે ચાર નવા ઘડાઓમાં જળ ભરીને તેને એકાંતવાળા રૂમમાં મૂકી દો. બીજા દિવસે જે ઘડામાંથી પાણી ઓછું થયું હોય તેમાં અનાજ ભરી લો અને દરરોજ ઘડાની વિધિવત્ પૂજા કરો. બાકીના ઘડાઓનું પાણી ઘરના આંગણા કે ખેતરમાં છાંટી દો. આમ કરવાથી અન્નપૂર્ણા દેવી હંમેશાં પ્રસન્ન રહેશે.
 • ઘરેથી કોઈ પણ શુભ કાર્યમાં સફળતા મેળવવી હોય તો રવિવારના દિવસે નાગરવેલના પાનનો ટુકડો ખાવો.
 • સોમવારે દર્પણમાં પોતાનો ચહેરો જોઈને જાઓ.
 • મંગળવારે મિષ્ટાન્ન ખાઈને જાઓ.
 • બુધવારે લીલા ધાણા ખાઈને જાઓ.
 • ગુરુવારે સરસવના થોડા દાણા મુખમાં રાખીને બહાર જાઓ.
 • શુક્રવારે દહીં ખાઈને બહાર નીકળવું.
 • શનિવારે આદું અને ઘી ખાઈને બહાર નીકળવું.

જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!

 • લાલ કિતાબના વિવિધ ઉપાયો:
  લાલ કિતાબના ઉપાયો સરળ અને શ્રેષ્ઠ છે. તેને કોઈ પણ કરી શકે છે. વિવિધ પ્રકારની મુશ્કેલીઓમાં લાલ કિતાબના વિવિધ ઉપાયો કે પ્રયોગ અજમાવવાથી લાભ મળે છે.

આર્થિક સમસ્યામાંથી છુટકારો મેળવવા:

 • જો તમે હંમેશાં આર્થિક સમસ્યાથી પીડાતા હો તો ૨૧ શુક્રવાર સુધી નવ વર્ષથી ઓછી ઉંમરની પાંચ કન્યાઓને ખીરનો પ્રસાદ વહેંચો અને યથાયોગ્ય દક્ષિણા આપો.

જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!

મુશ્કેલીઓ, કષ્ટો અને દુઃખમાંથી મુક્તિ માટે:

 • આજકાલ દરેક વ્યક્તિ કોઈ ને કોઈ કારણસર મુશ્કેલીઓ અને કષ્ટો અનુભવે છે. મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા એક તાંબાના પાત્રમાં જળ ભરીને તેમાં થોડું લાલ ચંદન મેળવી લો. ત્યારબાદ તે પાત્રને માથાના ભાગે મૂકીને સૂઈ જાઓ. પ્રાતઃકાળે ઊઠીને તે જળને તુલસીના છોડમાં સીંચી દો. ધીરે-ધીરે મુશ્કેલીઓ, દુઃખ ને કષ્ટ હશે તો દૂર થશે.

પૈતૃક સંપત્તિની પ્રાપ્તિ માટે:

 • ઘરમાં પૂર્વજોનું છુપાવેલું ધન હોય કે અન્ય કોઈ પૈતૃક સંપત્તિ મેળવવામાં સમસ્યાઓ કે વિઘ્નો આવી રહ્યાં હોય ત્યારે કોઈ પણ સોમવારે ૨૧ સફેદ કાબરચીતરી કોડીઓને સારી રીતે પીસી લો અને તેનું ચૂરણ એવી જગ્યાએ રાખો જ્યાં ધન છુપાયેલું હોવાનો અંદાજ હોય, કોઈ પણ રીતે તમને તે ધન મળી જશે. જે સંપત્તિ વિવાદમાં હોય કે ન મળતી હોય ત્યાં આ ચૂરણ રાખવાથી તે સરળતાથી મળશે.

ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!

મકાન ન બનતું હોય ત્યારે:

 • જે વ્યક્તિ લાખ પ્રયત્નો કરવા છતાં પણ કોઈ ને કોઈ કારણસર પોતાનું મકાન ન બનાવી શકતી હોય તેમણે દરેક શુક્રવારે નિયમ રાખીને ભૂખ્યા લોકોને ભોજન કરાવવું તથા રવિવારે ગાયને ગોળ ખવડાવવો. આવું નિયમિત કરવાથી મકાન બનાવવા કે ખરીદવા આડેના અંતરાયો દૂર થશે, સાથે પૈતૃક સંપત્તિ પણ પ્રાપ્ત થશે.

જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?

સગાં-સંબંધીઓને આપેલું ધન પાછું મેળવવા:

 • તમે કોઈ કારણસર સંબંધીઓને ઉધાર નાણાં આપ્યાં હોય કે મોટી નાણાકીય મદદ કરી હોય અને તે પાછી ન આવી રહી હોય તો ૨૧ સફેદ કાબરચીતરી કોડીઓને પીસીને તેનું ચૂરણ તે સંબંધીના દરવાજા આગળ વિખેરી દો. આ ક્રિયા ૪૩ વાર કરવાથી તમારું ધન પાછું આવશે.

રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!

દેવું ન ચૂકવી શકતા હો ત્યારે:

 • ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં પણ ઋણમુક્તિ ન મળતી હોય એટલે કે દેવું ન ચૂકવી શકતા હો ત્યારે કોઈ પણ મંગળવારે શિવમંદિરમાં જઈને શિવલિંગ પર મસૂરની દાળ ચઢાવતાં નીચેના મંત્રનો જાપ કરો.
  મંત્ર : ॐ ઋણ મુક્તેશ્વર મહાદેવાય નમઃ ।
 • દેવામાંથી મુક્તિ મેળવવા ગજેન્દ્ર મોક્ષ સ્તોત્રનો દરરોજ સૂર્યોદય પહેલાં પાઠ કરવો.
 • સોમવારના દિવસે એક રૂમાલ લઈને તેમાં પાંચ ગુલાબનાં ફૂલ, એક નાનું ચાંદીનું ચોરસ પતરું, થોડા ચોખા અને ગોળ મૂકવા. પછી તેને વિષ્ણુ-લક્ષ્મીજીના મંદિરમાં જઈને તેમની મૂર્તિ સામે આ રૂમાલ મૂકીને બાકીની બધી વસ્તુઓને હાથમાં લઈને કહો કે, ‘મારી મુશ્કેલીઓ દૂર થઈ જાય તથા મારું કરજ ઊતરી જાય.’ આ ક્રિયા સતત સાત સોમવાર સુધી કરવી. તેનાથી દેવું જલદી ઊતરી જશે અને તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થશે.

જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!

સાભાર: Sandesh

જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જીવનમાં આ 20 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા..!!

જીવનમાં અપાર ધનસંપતિના આગમન માટે મહાલક્ષ્મીજીનું ચમત્કારીક કનાકધારા સ્તોત્ર શાસ્ત્રોક્ત રીતે દરરોજ સવારે જોરથી વાંચો.
કાળા મરીના 5 દાણાનો ચમત્કારી ઉપાય કરો, ઝડપથી મેળવશો ધન લાભ
કોઈને બતાવ્યા વિના કરો 7 ચમત્કારી ઉપાય, પૈસાની તંગી ઝડપથી થશે દૂર
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

જાણી જ લો…આ રીતે કોઈપણ બની શકે લાખોપતિ, રાશિ પ્રમાણે ખાસ વિધિથી કરો ઉપાય…!!

lakhpati

સુખમય જીવન એ દરેક વ્યક્તિની પ્રથમ આકાંક્ષા હોય છે. આ માટે તેને પૂરતા ધનની જરૂરિયાત હોય છે. એટલે આજના આ ભૌતિકવાદી યુગમાં લોકો ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ ધન કમાવી લેવા ઇચ્છે છે. પરંતુ દરેક પ્રકારના પ્રયાસો છતાં લોકોને ઇચ્છિત ધનની પ્રાપ્તિ થતી નથી. લોકો ધન, સુખ-સમૃદ્ધિ અને પૈસા પામવા માટે અથાગ પ્રયત્નો અને પરિશ્રમ કરતાં રહે છે. પરંતુ દર વખતે સફળ થતાં નથી. જોકે આપણા જ્યોતિષ શાસ્ત્રમાં દરેક સમસ્યાનો ઉકેલ આપવામાં આવ્યો છે. જરૂર છે તો તેને સમજીને તેનો યોગ્ય રીતે અને યોગ્ય વિધિથી ઉપયોગ કરવાની. સામાન્ય લોકોને આ ખાસ ઉપાય અને વિધિ વિશે ખબર ન હોવાથી તે લોકો આ જ્યોતિષીય ઉપાયોનો લાભ ઉઠાવી શકતા નથી અને તેનાથી વંચિત રહી જાય છે.

ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!

જેથી આવા લોકો માટે અને દર વખતે કેટલાક અચૂક જ્યોતિષીય ઉપાય લઈને આવીએ છીએ જેથી તેમને માર્ગદર્શન મળે અને તે લોકો આ ઉપાયો કરીને તેમની સમસ્યાઓનો ઉકેલ ઝડપથી મેળવી શકે. તેથી આજે અમે તમારી રાશિને અનુરૂપ કેટલાક જ્યોતિષીય ઉપાયો લઈને આવ્યા છે તેને અપનાવીને તમારી ધનપ્રાપ્તિની કામના પૂરી થઈ શકે છે.

મેષ રાશિઃ

શુક્ર મંત્ર પર જરકન અને શનિ યંત્ર પર નીલી જડાવીને ક્રમશઃ બંને ગ્રહોના મંત્રોથી યંત્રોને અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાનમાં સ્થાપિત કરી દરરોજ દર્શન અને પૂજા કરવી જોઈએ. શ્વેતાર્કનું મૂળ કે જે ગણેશનું પ્રતિરૃપ સમજાયું છે તેની પૂજાના સ્થાન પર નિષ્ઠાપૂર્વક પ્રાણપ્રતિષ્ઠા કરવી. દરરોજ મહાલક્ષ્મીજીના નીચે દર્શાવેલ મંત્રોનો જપ કરતાં કરતાં તેની પૂજા કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.

મંત્રઃ હ્રીં અષ્ટલક્ષ્મ્યૈ દારિદ્રય વિનાશિની સર્વ સુખ સમૃદ્ધિ દેહિ દેહિ હ્રીં નમઃ ।

ગણેશ યંત્રની સન્મુખ ગણેશ મંત્ર ‘ શ્રીં હ્રીં ક્લીં ગ્લૌં ગં ગણપતયે વર વરદયે નમઃ ।’ની પાંચ માળાનો જપ કરી આ પ્રક્રિયા દરરોજ કરતા રહેવાથી ઇચ્છિત યશ અને ધનની પ્રાપ્તિ થશે.ધનલાભને માટે ચાંદીની ધાતુનું ‘શ્રીં’ બનાવીને તેની ચોફેર સફેદ અને નીલા રંગનું જરકન જડાવીને શ્રી લક્ષ્મીજીના મંત્રોથી અભિમંત્રિત કરી તે ગળામાં ધારણ કરવું જોઈએ.

જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!

વૃષભ રાશિઃ

બુધના યંત્ર પર ઓનેક્સ અને ગુરુ મંત્ર પર સોનેરી લગાવીને ક્રમિકરૃપે બંને ગ્રહોના મંત્રોથી તેને અભિમંત્રિત કરાવીને ઘરના મંદિરમાં સ્થાપિત કરાવવું. પછી દરરોજ નિષ્ઠાપૂર્વક તેનાં દર્શન-પૂજન કરવાં. મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.શ્રીયંત્રની પ્રાણપ્રતિષ્ઠા કરાવીને દરરોજ નીચે લખેલ મંત્રનો જપ કરી પૂજા કરવી જોઈએ. તેનાથી દુઃખ, રોગ અને દારિદ્રયમાંથી મુક્તિ અને ભૌતિક સુખ-શાંતિ અને આનંદની પ્રાપ્તિ થાય છે.

મંત્ર – શ્રીં હ્રીં શ્રી કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ ।

ધન અને યશની પ્રાપ્તિ માટે શ્રીયંત્ર અથવા ગજ લક્ષ્મી યંત્રની સન્મુખ શ્રી સૂક્તનો પાઠ શરૃ કરવો અને દરરોજ નિષ્ઠાપૂર્વક પાઠ કરતાં રહેવું.શ્રી વિષ્ણુ લક્ષ્મીનું પૂજન શરૃ કરવું અને પછી દરેક શુક્રવાર કરતાં રહેવું. આ પ્રયોગથી ધન અને યશની પ્રાપ્તિ થાય છે.

જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!

મિથુન રાશિઃ

ઘરમાં લક્ષ્મીના સ્થાયી વાસને માટે સિદ્ધ શ્રી મહાલક્ષ્મી યંત્રને સ્થાપિત કરી તેનાં દરરોજ દર્શન અને પૂજન કરવાં.

દિવસ દરમિયાન તુલસીની પૂજા કરવી અને રાતના સમયે કાચા સૂતરને શુદ્ધ કેસરથી રંગીને નીચે લખેલ મંત્રની પાંચ માળાનો જપ કર્યા પછી કાર્યસ્થળમાં તે રાખીને તેનાં દર્શન અને પૂજન કરવાં.

મંત્ર : શ્રીં શ્રી હ્રીં હ્રીં ઐશ્વર્ય મહાલક્ષ્મ્યૈ પૂર્ણ સિદ્ધિં દેહિ દેહિ નમ : ।

ચન્દ્ર અને મંગળ યંત્રો પર ક્રમશઃ મોતી અને મૂંગા રત્ન લગાવીને બંનેને ક્રમિકરૃપથી બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાન પર સ્થાપિત કરવા. પછી તેનાં નિત્ય દર્શન અને પૂજન કરવાં. આ પ્રયોગથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. મંગળયંત્રને સન્મુખ ‘સણહર્તા મંગલ સ્તોત્ર’નો પાઠ શરૃ કરવો અને પછી દરરોજ તે કરતાં રહેવું. આ પ્રયોગથી ઋણમાંથી મુક્તિ અને ધનની બરકત થવા માંડશે.

હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!

કર્ક રાશિઃ

સૂર્ય અને શુક્ર યંત્રો પર ક્રમશઃ મણિક્ય અને જરકન લગાવી એ બંનેને ક્રમિકરૃપે બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાનમાં તેની સ્થાપના કરવી. પછી દરરોજ બંનેનાં દર્શન અને પૂજન કરવાં. આ પ્રયોગથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.ઇચ્છિત ધનની પ્રાપ્તિ માટે નીચે લખેલ મંત્રનો ૭૨ દિવસો દરમિયાન ધૂપ-દીપાદિ સાથે સવા લાખ મંત્રોનો જપ કરવો.
મંત્રઃ શ્રીં હ્રીં ક્લીં ત્રિભુવન પાલિન્ય મહાલક્ષ્મ્યૈ અસ્માકં ।
દારિદ્રય નાશય નાશય પ્રચુરં ધન દેદિ ક્લીં હ્રીં શ્રીં ।

ચાંદીમાંથી ગાયની બે પ્રતિમાઓ બનાવરાવી તેને અભિમંત્રિત કરાવી કોઈ યોગ્ય બ્રાહ્મણને તે દાનમાં આપવી. બીજી પ્રતિમાને ‘કામધેનુ’ની જેમ ઘરના પૂજાસ્થાન પર મૂકીને દરરોજ તેનાં દર્શન અને પૂજન કરવાં. આ પ્રયોગથી ધનાગમન થવા માંડશે.સિદ્ધ અને પ્રાણયપ્રતિષ્ઠિત ‘શ્રીયંત્ર’ને ઘરમાં સ્થાપિત કરી દરરોજ ‘શ્રી સૂક્ત’નો પાઠ કરવો. આ પ્રયોગથી ધનની વૃદ્ધિ થશે.

જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?

સિંહ રાશિઃ

બુધ યંત્ર બનાવરાવી તેના પર ઓનોક્સ લગાવરાવી તથા બુધના મંત્રોથી તેને અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં તેની સ્થાપના કરવી. દરરોજ તેનાં દર્શન અને પૂજન કરવાં. આ પ્રયોગથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.

સૂર્યોદય થયેથી બે કલાક અંદર એક નાળિયેરનો ગોળો લઈને તેની મોં કાપી લેવું. પછી તેમાં સઘળા સહસ્થ ખાંડનું બૂરું, મેવો અને દેશી ઘી ભેળવીને તે દડામાં ભરવા. પછી તે ગોળાને પીપળા કે વડના ઝાડની નીચે તેને એવી રીતે દાટી દેવા કે તેનું મોં જમીનથી કંઈક ઉપર જોવા મળે. આ પ્રક્રિયા નિષ્ઠાપૂર્વક કરવી. આ પ્રયોગથી ઘરમાં લક્ષ્મીનો સ્થાયી વાસ થશે.ઇચ્છિત ધનની પ્રાપ્તિ માટે દેવી દુર્ગાની સન્મુખ દેવીનાં ૧૦૮ નામોનું સ્મરણ કરવું અને આ ક્રિયા દરરોજ કરતાં રહેવું.

દરરોજ પ્રાતઃ કંઈ પણ ખાતા પહેલાં તુલસીના પાનનું સેવન કરવું. આ પ્રયોગ થકી શુભફળની પ્રાપ્તિ થશે.

રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!

કન્યા રાશિઃ

કોઈ પણ દિવસની રાત્રે ચાંદીના ઢાંકણાવાળી ડબ્બીમાં નાગ કેસર અને મધ ભરીને પોતાની તિજોરી કે ગલ્લામાં તે મૂકી દેવી. તેથી સમક્ષ દરરોજ દીપક પ્રગટાવીને શ્રી સૂક્ત અથવા વિષ્ણુસહસ્ત્ર નામનો પાઠ કરવો. તિજોરી વર્ષભર ધનથી છલોછલ ભરાયેલી રહેશે.

ચન્દ્ર અને શુક્ર યંત્ર બનાવરાવી એ બંને પર ક્રમશઃ મોતી અને જરકન લગાવરાવીને તેમને ક્રમિકપણે એ બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાનમાં તે સ્થાપવાં. તેનાં નિત્ય દર્શન-પૂજન કરવાં. આ પ્રયોગથી ધનાગમન થશે અને મા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થશે.કર્મ પૃષ્ઠ પર બનેલ શ્રીયંત્ર અથવા મહાલક્ષ્મી સન્મુખ દરરોજ શ્રી સૂક્તનો પાઠ કરતાં રહેવું. આ પ્રયોગથી ધનાગમન બની રહેશે.સફેદ ગુંજાને લક્ષ્મીના મંત્રોથી અભિમંત્રિત કરી મધમાં ફુલાવીને પૂજનના સ્થળે અથવા તિજોરીમાં રાખવું. આ પ્રયોગથી ધનનું રક્ષણ થાય છે.

જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!

તુલા રાશિઃ

મહાલક્ષ્મીજીની પૂજાના સમયે માને એક અત્તરની શીશી ચઢાવવી. તેમાંથી એક દુબેલ લઈને તે માને અર્પણ કરવું. પછી પૂજા બાદ તે શીશીમાંથી થોડુંક અત્તર જાતે પણ લગાવવું. તે પછી રોજ આ અત્તરને થોડુંક લગાવતા રહેવું અને પછી જ કાર્યસ્થળ પર જવું. આ પ્રયોગથી રોજગારમાં વૃદ્ધિ થાય છે. સૂર્ય અને મંગળ યંત્ર બનાવી એ બંને પર ક્રમશઃ મણિક્ય અને મૂગ લગાવીને તેને ક્રમિકરૃપે બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં તેની સ્થાપના કરવી. પછી દરરોજ તેનાં દર્શન-પૂજન કરતાં રહેવું. આ પ્રયોગથી લક્ષ્મીની કૃપા અને યશની પ્રાપ્તિ થાય છે.

દરેક રવિવારે ગાયત્રી અને મંગળવારે મંગળ મંત્રની રુદ્રાક્ષની માળા પર જપ કરવા. આ પ્રયોગથી ધનનું આગમન થવા લાગશે.શ્રી મહાલક્ષ્મી યંત્રને સ્થાપિત કરી દરરોજ ઈન્દ્રદન મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્રનો પાઠ કરવો. આ પ્રયોગથી ધનની વૃદ્ધિ થાય છે.

રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!

વૃશ્ચિક રાશિઃ

ગણેશજી રિદ્ધિ સિદ્ધિના દાતા અને લક્ષ્મીજી એ ધનની દેવી છે. આ બંનેનું સંયુક્ત યંત્ર એ મહાયંત્રની પૂજાદિ કરી તેને ગલ્લા કે તિજોરીમાં મૂકવું. આ પ્રયોગથી ધનનો ભંડાર ભરેલો રહે છે અને પરિવાર સુખી થાય છે.ગુરુ અને બુધ યંત્ર બનાવરાવી એ બંને પર ક્રમશઃ સોનેથી અને ઓનેક્સ લગાવી તેને ક્રમિકરૃપથી એ બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થળ પર સ્થાપિત કરવું. આ પ્રયોગથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
વિષ્ણુની મુર્તિની સન્મુખ ‘ નમો નારાયણાય’ મંત્રનો જપ શરૃ કરવો અને પછી દરરોજ તે નિષ્ઠાપૂર્વક કરતાં રહેવું. આ પ્રયોગથી ધનલાભ થશે.દેવી દુર્ગાની સન્મુખ ‘દેહી સૌભાગ્ય આરોગ્ય દેહિ મે પરમં સુખમ્ । રૃપં દેહિ એ દોહિ યશો દેહિ દ્વિષો જાહ ।’ મંત્રનો જપ કરવો. આ નિષ્ઠાપૂર્વક કરતાં ધન મળશે.

ધન રાશિઃ

શનિ યંત્ર અને શુક્ર યંત્ર બનાવરાવી ક્રમશઃ નીલી અને જરકન લગાવી તથા આ ગ્રહોના મંત્રોથી યંત્રોને અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં તે સ્થાપિત કરવું. દરરોજ તેનાં દર્શન-પૂજન કરવાથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ૧૧ હળદરની ગાંઠોને પીળા કપડામાં મૂકી નીચે લખેલા મંત્રના ૧૧ માળાના જપ કરી તે તિજોરીમાં મૂકવું. દરરોજ તેની સન્મુખ દીપક કરવો. આ પ્રયોગથી વ્યાપારમાં ઉન્નતિ થશે.

મંત્ર : વક્રતુણ્ડાય હું ।

લાર્જવર્ત નંગને ચાંદીમાં જડાવીને લક્ષ્મીના મંત્રો થકી અભિમંત્રિત કરી મધ્યમા આંગળીએ ધારણ કરવાથી વ્યક્તિ ધનવાન બને.

‘ હ્રીં ક્લીં મહાલક્ષ્મ્યૈ નઃ ।’ મંત્રનો શ્રી લક્ષ્મીના ફોટા કે યંત્રની સન્મુખ દરરોજ પાંચ માળાનો જપ કરવાથી ધનનું આગમન થવા માંડે છે.

મકર રાશિઃ

શનિ અને મંગળ યંત્ર બનાવી ક્રમશઃ નીલી અને મૂંગા જડાવીને આ ગ્રહોના મંત્રોથી યંત્રોને અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં સ્થાપિત કરવા અને દરરોજ તેનાં પૂજન દર્શન કરવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. કોઈ પણ સાંજે એક સોપારી અને એક તાંબાનો સિક્કો લઈને કોઈ પીપળાના વૃક્ષની નીચે રાખી આવવો. રવિવારે આ પીપળાનાં પાન લાવીને કાર્યસ્થળ પર ગાદીની નીચે મૂકવા. આ પ્રયોગથી ગ્રાહકો વધે છે અને ધનનું આગમન થાય છે.

શનિ યંત્રને ઘરની પશ્ચિમ દિશામાં નીલા કપડાના આસન પર સ્થાપિત કરી તેના દરરોજ શનિના મંત્રોથી જપ કરવા અને તેલનો દીપક પણ પ્રગટાવવો. આ પ્રયોગ થકી વ્યક્તિ ધનવાન બને છે. મંગળવારે ઋણહર્તા મંગળ સ્તોત્રનો પાઠ કરવાથી ધનલાભ થાય છે. કુંભ રાશિઃ ગુરુ યંત્ર બનાવી તેના પર સોનું લગાવી લેવું તથા ગુરુના મંત્રો થકી તેને અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં સ્થાપવું. તેનું નિત્ય દર્શન-પૂજન કરવું. આ પ્રયોગથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

કોઈ પણ રાતે પહેલા શનિવારથી ઘરની સાફ-સફાઈ શરૂ કરવી. સાંજના સમયે ઘરના સઘળા બલ્બ ઓછામાં ઓછા ર૦ મિનિટ સુધી દરરોજ રોશન કરવા. તે સાથે આ મંત્રની ઉપાસના રોજ કરવી. આ પ્રયોગથી સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

મંત્ર : ઐં હ્રીં શ્રીં સં સિદ્ધિ દો સાધય સાધય સ્વાહા ।

સોનાનું ગુરુ મંત્ર બનાવી તેને અભિમંત્રિત કરી ગળામાં પહેરવાથી લક્ષ્મીકૃપા પ્રાપ્ત થાય છે. શ્રી લક્ષ્મીનારાયણ યંત્રને સારા દિવસે ઘરના પૂજન સ્થળે સ્થાપી તેનું નિત્ય પૂજન-દર્શન કરવું. આ પ્રયોગથી ધનાગમન થવા લાગશે.

કુંભ રાશિઃ-

કોઈ પણ રાતે પહેલા શનિવારથી ઘરની સાફ-સફાઈ શરૂ કરવી. સાંજના સમયે ઘરના સઘળા બલ્બ ઓછામાં ઓછા ર૦ મિનિટ સુધી દરરોજ રોશન કરવા. તે સાથે આ મંત્રની ઉપાસના રોજ કરવી. આ પ્રયોગથી સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
સોનાનું ગુરુ મંત્ર બનાવી તેને અભિમંત્રિત કરી ગળામાં પહેરવાથી લક્ષ્મીકૃપા પ્રાપ્ત થાય છે. શ્રી લક્ષ્મીનારાયણ યંત્રને સારા દિવસે ઘરના પૂજન સ્થળે સ્થાપી તેનું નિત્ય પૂજન-દર્શન કરવું. આ પ્રયોગથી ધનાગમન થવા લાગશે.
‘ હ્રીં ક્લીં મહાલક્ષ્મ્યૈ નઃ ।’ મંત્રનો શ્રી લક્ષ્મીના ફોટા કે યંત્રની સન્મુખ દરરોજ પાંચ માળાનો જપ કરવાથી ધનનું આગમન થવા માંડે છે.

મીન રાશિઃ

શનિ અને મંગળ યંત્ર બનાવી એ બંને પર ક્રમશઃ નીલમ અને મૂંગા લગાવી તેને ક્રમિકરૂપે ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાનમાં મૂકવું. તેના દરરોજ પૂજન-દર્શન કરતાં રહેવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. શ્રી યંત્ર, કુબેર યંત્ર કે દક્ષિણાવર્તી શંખ મૂકી દરરોજનાં દર્શન, પૂજન કરવાં. ગણપતિની મૂંગાની પ્રતિમા સ્થાપી ‘ એકદન્તાય વિદ્મેહ, વક્રતુણ્ડાય ધીમહિ તન્નો હન્તી પ્રચોદયાત્’ મંત્રનો જપ કરવાથી ધનલાભ અવશ્ય થાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.

જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જીવનમાં આ 20 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા..!!

જીવનમાં અપાર ધનસંપતિના આગમન માટે મહાલક્ષ્મીજીનું ચમત્કારીક કનાકધારા સ્તોત્ર શાસ્ત્રોક્ત રીતે દરરોજ સવારે જોરથી વાંચો.
કાળા મરીના 5 દાણાનો ચમત્કારી ઉપાય કરો, ઝડપથી મેળવશો ધન લાભ
કોઈને બતાવ્યા વિના કરો 7 ચમત્કારી ઉપાય, પૈસાની તંગી ઝડપથી થશે દૂર
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

ખાસ ઉપાયો: મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય..!!

days1

તમે આ સપ્તાહમાં કોઈ ખાસ કામ કરવા જઈ રહ્યા હો તો ખાસ ઉપાયો સાથે તમારા દિવસની શરૂઆત કરો. આ ઉપાયોના પ્રભાવથી તમારા કાર્યમાં સફળતાના યોગ વધારે પ્રબળ થઈ જશે. જીવનની બધી પરેશાનીઓ, રૂપિયાની સમસ્યા, ગ્રહદોષ વગેરે દૂર કરી શકે છે. અહિંયા સપ્તાહના દિવસ પ્રમાણે કેટલાક સટીક ઉપાય બતાવવામાં આવ્યા છે. જેનાથી બહુ જલ્દી શુભ ફળ પ્રાપ્ત થાય છે.

આ ઉપાયોથી ધન સંબંધી સમસ્યાઓનો ઉકેલ આવશે. આ પ્રકારે દરેક દિવસે અલગ-અલગ ઉપાયો અપનાવો તો નિશ્ચિત શુભ ફળ પ્રાપ્ત થવા લાગશે. આ ઉપાયોની સાથે મેહનત પણ કરતાંરહેવું.

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો

સોમવાર-

જ્યોતિષ પ્રમાણે સોમવાર ચંદ્રનો દિવસ હોય છે. ચંદ્રમા પાસેથી શુભ ફળ પ્રાપ્ત કરવા માટે આ દિવસે ખીર જરૂર ખાવો જોઈએ. જો કુંડળીમાં ચંદ્ર નીચનો હોય તો સફેદ કપડાં પહેરવા જોઈએ અને શ્વેત ચંદનનું તિલક લગાવવું જોઈએ.

આ સિવાય આ દિવસે સફળતાની પ્રાપ્તિ માટે શિવલિંગ પર કાચુ દૂધ ચડાવો. કાચુ દૂધ એટલે કે ગરમ કર્યા વગરનુ દૂધ. જો આ શકય ન હોય તો ઘરથી નિકળતા પહેલા દૂધ કે પાણી પીવુ. સાથે જ ऊँ श्रां श्रीं श्रौं स: सोमाय नम: મંત્ર બોલી ઘરેથી નિકળો. સફેદ રંગનો રૂમાલ સાથે રાખો. સોમવારે આટલું કરવાથી તમારા બધાં અટકેલા કાર્યો પૂર્ણ થશે અને ધારેલી સફળતા હાંસલ થશે.

તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ

મંગળવાર-

મંગળવાર એટલે મંગળની વિશેષ પૂજાનો દિવસ હોય છે. આ દિવસે મસૂરની દાળનું દાન કરો. જે લોકો માંગલિક હોય તેઓ લાલ વસ્તુઓનું દાન ખાસ કરીને કરો. દરેક મંગળવારે કેટલીક રેવડીઓ નદીમાં પ્રવાહિત કરો. ગળ્યો પરોઠો બનાવીને ગરીબ બાળકોનો ખવડાવો.

આ સિવાય મંગળવારના દિવસે જો કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવી હોય તો હનુમાનજીના દર્શન કરીને જ કરવી જોઈએ. કારણ કે મંગળવારને હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે અને હનુમાનજી તમામ મનોકામના પૂર્ણ કરનારા દેવ પણ માનવામાં આવે છે. શક્ય હોય તો નજીકમાં આવેલા હનુમાનજી મંદિરે દર્શન કરી દિવસની શરૂઆત કરવી. સફળતા તમારા કદમ ચૂમશે.

જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!

બુધવાર-

બુદ્ધિના દેવતા બુધ ગ્રહનો દિવસ છે બુધવાર. જે લોકોની કુંડળીમાં બુધ અશુભ ફળ આપી રહ્યો હોય તેઓ આ દિવસે આખા મગ ન ખાવા અને તેનું દાન કરો. મંગળવારની રાતથી જ લીલા મગ પલાળીને રાખો અને બુધવારની સવારે આ મગને ગાયને ખવડાવો.

આ સિવાય આ દિવસે ગણેશજીને દૂર્વા અર્પિત કરો.ગણપતિજીને ગોળ ધાણાનો ભોગ ધરાવો. ઘરેથી વરિયાળી ખાઈને નિકળો. ब्रां ब्रीं ब्रौं स: बुधाय नम: મંત્રનો જાપ કરો. લીલા રંગના વસ્ત્ર પહેરો અથવા લીલો રૂમાલ સાથે રાખો. આટલું કરવાથી તમને ધન લાભની સાથે સમૃદ્ધિ પ્રાપ્ત થશે.

જાણો…પતિ-પત્ની વચ્ચે થતી તુંતું-મૈંમૈંથી બચવા આ રીતે રાશિ પ્રમાણે પસંદ કરો પાર્ટનર..!!!

ગુરૂવાર-

દેવ ગુરુ બૃહસ્પતિનો દિવસ છે ગુરુવાર. જે લોકોની કુંડળીમાં ગુરુ ગ્રહ સારી સ્થિતમાં ન હોય તે લોકો આ દિવસે કોઈ બ્રાહ્મણને પીળા રંગના વસ્ત્રો દાનમાં આપવા. કઢી-ચોખા પણ ખાવા અને ગરીબ બાળકોને પણ ખવડાવવા.

આ સિવાય જ્યોતિષ અનુસાર ગુરૂવારે ગુરુ ગ્રહની આરાધના માટે સર્વોત્તમ દિવસ છે. આ દિવસે બૃહસ્પતિ ગ્રહ નિમિતે વિષેષ પૂજન કરવુ જોઈએ. આ ઉપરાંત આ દિવસે ભગવાન વિષ્ણુના મંદિરમાં જાઓ. શ્રીહરીને પીળા ફુલ અર્પણ કરો. સાથે જ ऊँ ग्रां ग्रीं ग्रों स: गुरुवे नम: મંત્ર જાપ કરો. પીળા રંગની કોઈ મીઠાઈ ખાઈને ઘરેથી નિકળવુ. પીળા વસ્ત્ર પહેરવા અને પીળો રૂમાલ સાથે રાખો.

પ્રેમ અને જ્યોતિષશાસ્ત્ર : નામના પહેલા અક્ષરથી જાણો તમારો કંઈ રાશિ સાથે કેવો રહેશે પ્રેમ પ્રસંગ

શુક્રવાર-

અસુરોના ગુરુ શુક્રનો દિવસ છે શુક્રવાર. આ દિવસે શુક્રગ્રહ માટે વિશેષ ઉપાસના કરવી જોઈએ. આ દિવસે દહીં અને લાલ જુવારનું દાન કરવું જોઈએ. સફેદ રેશ્મી વસ્ત્રોનું દાન કરવું જોઈએ.

આ સિવાય આ દિવસે સફળતા માટે લક્ષ્મીજીને લાલ ફુલ અર્પિત કરો. ऊँ द्रां द्रीं द्रौं स: शुक्राय नम:મંત્રના જાપ કરો. ઘરમાંથી નિકળ્યા પહેલા દહીનુ સેવન કરો. સફેદ રંગના કપડા પહેરવા અને સફેદ રંગનો રૂમાલ સાથે રાખવો.

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો

શનિવાર-

જ્યોતિષ પ્રમાણે શનિવારના દિવસે શનિની પૂજાનો વિશેષ દિવસ હોય છે. આ દિવસે કોઈ નવા કામ શરૂ ન કરવા જોઈએ. દર શનિવારે એક નારિયેળ નદીમાં પ્રવાહિત કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. શનિદેવના દર્શન કરો અને તેલ ચઢાવો.

આ સિવાય હનુમાન મંદિર જાઓ. હનુમાનજીને બનારસી પાન અને લાલ ફુલ ચડાવો. ऊँ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:મંત્ર જાપ કરી ઘરેથી નિકળો. તલનું સેવન કરો. વાદળી રંગના વસ્ત્ર પહેરો અને વાદળી રૂમાલ સાથે રાખો.

લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.

રવિવાર-

રવિવારને સૂર્યનો દિવસ માનવામાં આવે છે અને આ દિવસે સૂર્યની ઉપાસનાનું ખાસ મહત્વ છે. સૂર્યથી શુભ ફળ પ્રાપ્ત કરવા માટે દર રવિવારે ગોળ અને ચોખાને નદીમાં પ્રવાહિત કરો. તાંબાના સિક્કાને નદીમાં પ્રવાહિત કરો. આ સિવાય રવિવારે સૂર્ય દેવને જળ ચડાવો પછી લાલ ફુલ અર્પણ કરો. આ દિવસે ऊँ ह्रां ह्रीं ह्रौ स: सूर्याय नम: મંત્ર જાપ કરો. ગોળનુ સેવન કરો. લાલ રંગના કપડા પહેરો અને લાલ રૂમાલ સાથે રાખો. તમારી તમામ સમસ્યાઓનો ફટાફટ અંત આવશે.

સાભાર: દિવ્ય ભાસ્કર

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

જાણો…આ રીતે જ બુક કરો પોતાનો ફ્લેટ, ઓછી થઇ જશે કિંમત…!!!

flat1

ઘર ખરીદવાનું દિવસેને દિવસે મોંઘુ થઇ રહ્યું છે. ઘર લેવા માટે મૂળ રકમ ઉપરાંત પણ તમારે ઘણાં પ્રકારના ખર્ચ કરવા પડે છે. એવામાં જરૂરી છે કે ખર્ચના આ ગણિતને યોગ્ય રીતે સમજવામાં આવે. આને સમજ્યા બાદ એ નક્કી કરો કે તે કઇ રીતો છે જેને અપનાવીને આપ ઘર ખરીદવામાં થનારા ખર્ચને ઘટાડી શકો છો. અમે આપને બતાવી રહ્યા છીએ આવી જ રીતો જે ઘર ખરીદતી વખતે આપના ખર્ચને ઘટાડવામાં મદદગાર સાબિત થશે…

કરો શેરબજાર માં કમાણી…મેળવો વધારાની આવક શેરબજારમાંથી…આ છે 4 સરળ સ્ટેપ્સ

ઘરની મહિલાઓના નામે કરાવો લોન અને રજિસ્ટ્રી:

દેશની મુખ્ય બેન્ક મહિલા ગ્રાહકોને પુરૂષોની તુલનાએ સસ્તી હોમ લોન ઓફર કરે છે. આ સાથે જ દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્ય પ્રદેશ જેવા રાજયની મહિલાઓના નામે પ્રોપર્ટી રજિસ્ટર કરાવવાથી રજિસ્ટ્રેશન ફીમાં એક થી ત્રણ ટકાની છૂટ આપે છે. એવામાં આપ આપની પત્ની, માં કે પુત્રીના નામે લોન કે ઘરની રજિસ્ટ્રી કરાવીને લાખો રૂપિયા સુધીની બચત કરી શકો છો.

નોકરી, પ્રમોશન, ટ્રાન્સફર કંઈ નથી મળતું? શાસ્ત્રોક્ત રામબાણ ઉપાયો કરવાથી સફળતા જરૂર મળશે..!!

મહિલાઓને રાહત દરે હોમ લોન:

એસબીઆઇ અને આઇસીઆઇસીઆઇ બેન્કની હોમ લોનની વ્યાજ દરથી પુરૂષો અને મહિલાઓ માટે ક્રમશઃ ૯.૯૦ ટકા અને ૯.૮૫ ટકા છે. દરોનો આ તફાવત ભલે મામૂલી લાગતો હોય પરંતુ હોમ લોનની સંપૂર્ણ સમયગાળામા લાખો રૂપિયાની બચત કરાવી શકે છે.

મિત્રો..કરો કંકુના…ફેસબુક પર કરો વીડિયો અપલોડ અને કરો ઘરબેઠે કમાણી …!!!

આ રીતે સમજો:

માની લો કે કોઇ વ્યક્તિ ૨૦ લાખ રૂપિયાની હોમ લોન લે છે તેની પર ૯.૯૦ ટકાનું વ્યાજ લાગે છે. તે વ્યક્તિની માસિક ઇએમઆઇ ૧૯,૧૬૮ રૂપિયા હશે. આ રીતે આપને કુલ ૪૬,૦૦,૩૪૭ રૂપિયા ચૂકવવા પડશે. જેમાં વ્યાજની હિસ્સેદારી ૨૬,૦૦,૩૪૭ રૂપિયા હશે.

ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!

બીજી તરફ, જો કોઇ મહિલા ૨૦ લાખ રૂપિયાની હોમ લોન ૨૦ વર્ષ માટે ૯.૮૫ ટકાના દરે લે તો હોમ લોનના સમયગાળા દરમ્યાન ૧૯,૧૦૨ રૂપિયાની ઇએમઆઇની ચુકવણી પર કુલ મળીને ૪૫,૮૪,૫૦૨ રૂપિયાની ચુકવણી બેન્કને કરવી પડશે. આમાં વ્યાજની હિસ્સેદારી ૨૫,૮૪,૫૦૨ રૂપિયા હશે.

આ રીતે કોઇ મહિલાના નામે હોમ લોન લઇને આપ ૨૦ લાખ રૂપિયાની ૨૦ વર્ષની હોમ લોન પર ૧૫,૮૪૫ રૂપિયાની બચત કરી શકે છે. હોમ લોનની રકમ જેટલી વધારે હશે આપ એટલી જ વધારે બચત કરી શકશો.

આટલુ શીખી જ લો….GOOGLE ની સાથે ઘેર બેઠા કમાણીની તક, આ રીતે થશે કમાણી

પ્રોપર્ટીની રજિસ્ટ્રી ફીમાં મળે છે છૂટ:

દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને હરિયાણા વગેરે રાજયોમાં મહિલાઓના નામે પ્રોપર્ટીની રજિસ્ટ્રી કરાવો તો રજિસ્ટ્રેશન ફી પુરૂષોની સરખામણીએ એક થી ત્રણ ટકા ઓછી આપવાની હોય છે. જો આપ ઘરની મહિલાઓના નામથી હોમ લોન લઇ રહ્યા છો તો આપને બેવડો લાભ થશે. પ્રોપર્ટી હંમેશા હોમ લોન લેનારા વ્યક્તિના નામે રજિસ્ટર હોય છે. હોમ લોનની મુખ્ય અરજદાર મહિલાઓને રજિસ્ટ્રી કરાવવા માટે ફી પણ ઓછી ચુકવવી પડશે.

8 વર્ષના ટેણિયાએ YOUTUBE થી 8 કરોડની કમાણી કરી: તમે કેમ પાછળ? તમે પણ કરો ધરખમ કમાણી. જાણો રીત.

જોઇન્ટ હોમ લોન પણ છે એક સારો વિકલ્પ:

જોઇન્ટ લોન કોઇની પણ હોઇ શકે છે. જેમ કે ભાઇ-બહેન, પિતા-પુત્ર, પતિ-પત્ની. જોઇન્ટ હોમ લોનની પ્રક્રિયા કોઇ એક વ્યક્તિને આપવામાં આવતી લોનની પ્રક્રિયાથી વધારે અલગ નથી હોતી. જો કે, હોમ લોન કેટલી મળશે તે એ વાત પર નિર્ભર કરે છે તે બે વ્યક્તિમાંથી કઇ વ્યક્તિની આવક વધારે છે. લોન દાતા ઉધાર લેનારા વ્યક્તિની ચુકવણીની ક્ષમતાને ધ્યાનમાં રાખીને એ વાતનો નિર્ણય કરે છે કે તેને કેટલી હોમ લોન આપવી જોઇએ. જોઇન્ટ હોમ લોનના મામલે જે વ્યક્તિની આવક વધારે હોય છે તેની હિસ્સેદારી પણ વધારે હોય છે.

બનવા માંગો છો ઉદ્યોગ સાહસિક તો આ 5 ફિલ્મ તમને કરશે મદદ…!!!

કયા દસ્તાવેજોની હોય છે જરૂરીયાત:

નિશ્ચિત રીતે જોઇન્ટ હોમ લોન આપને ઘણાં લાભ આપે છે પરંતુ કરવેરાનો લાભ લેવા માટે જરૂરી છે કે આપની પાસે ઉચિત દસ્તાવેજ મોજુદ હોય. પ્રોપર્ટીના માલિકી હકના રેશિયોનો ઉલ્લેખ એગ્રીમેન્ટમાં હોવો જોઇએ. સાથે જ હોમ લોનમાં કોની કેટલી હિસ્સેદારી છે તેનો ઉલ્લેખ બાકાયદા સ્ટેમ્પ પેપર પર હોવો જોઇએ. સારૂ તો એ રહેશે કે આ દસ્તાવેજોને રજિસ્ટર કરાવી લેવાય. ઉધાર લેનારાઓને એક ડિક્લેરેશન એ વાતનું હશે કે તે આવકવેરાનો લાભ લઇ રહ્યા છે કે નહીં. આ દસ્તાવેજોના સહારે જોઇન્ટ હોમ લોન લેનારા કરવેરા રિટર્ન ફાઇલ કરી શકે છે અને ઘટાડાનો લાભ લઇ શકે છે. જો ઉધાર લેનારો કોઇ વ્યક્તિ ટેક્સમાં ઘટાડાનો લાભ નથી લઇ શકતો બીજો રિફન્ડનો દાવો કરી શકે છે.

મુકેશ અંબાણીએ આપી કમાણીની 10 ટિપ્સ, સફળ બિઝનેસમેન કેવું વિચારે છે?

આવકવેરાનો લાભ:

જોઇન્ટ હોમ લોન લેનારા વ્યક્તિ આવકવેરાનો લાભ ઉઠાવી શકે છે. હોમ લોનમાં તેની જેટલી હિસ્સેદારી હોય છે તે રેશિયોમાં તે કરવેરા અધિનિયમની કલમ ૮૦સી અને કલમ ૨૪નો લાભ થઇ શકે છે. વ્યક્તિગત રીતે એક નાણાંકીય વર્ષમાં દોઢ લાખ રૂપિયા મૂળરકમ અને બે લાખ રૂપિયા વ્યાજની પુનઃચુકવણી પર આવકવેરામાં ઘટાડાનો લાભ લઇ શકાય છે. જોઇન્ટ હોમ લોન જો બે વ્યક્તિ મળીને લે છે તો મુળરકમની મર્યાદા ત્રણ લાખ રૂપિયા અને વ્યાજની મર્યાદા ચાર લાખ રૂપિયા થઇ જાય છે. આનાથી વિરૂદ્ધ જો એક જ વ્યક્તિ સમાન રકમની લોન લે તો તે ક્રમશઃ દોઢ લાખ રૂપિયા અને બે લાખ રૂપિયા સુધીના ઘટાડાનો જ લાભ લઇ શકે છે. આ રીતે જોવા જઇએ તો જોઇન્ટ હોમ લોનથી આવકવેરામાં ઘટાડાનો લાભ વધી જાય છે.

જાણો અજાણી વાતો…ખાતુ બંધ કરતી વખતે પણ વસૂલાય છે ચાર્જ, બેન્ક નથી જણાવતી આ ૮ વાતો…!!!

આવકવેરામાં ઘટાડાનો લાભ લેવાની શરતો:

જોઇન્ટ હોમ લોનની પુર્નચુકવણી પર આવકવેરાનો લાભ લેવા માટે કેટલીક શરતો પૂરી કરવી જરૂરી છે. સૌથી પહેલા, હોમ લોન લેનારા બધા ભાગીદારોની પ્રોપર્ટીમાં હિસ્સેદારી હોવી જોઇએ. આવકવેરા નિયમો અનુસાર હોમ લોનની પુર્નચુકવણી પર આવકવેરાનો લાભ તેમને જ મળશે જેનો માલિકી હક્ક પ્રોપર્ટીમાં હોય. જો કોઇ હોમ લોન લેનારા વ્યક્તિને ઓનર નથી તો તે હોમ લોનની પુર્નચુકવણી પર કરવેરા માં ઘટાડાનો લાભ નહીં લઇ શકે.

સાભાર: દિવ્ય ભાસ્કર.

જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

નવા બિઝનેસની શરૂઆત માટે બેન્ક પાસેથી આ રીતે લો લોન, જાણો આખી પ્રક્રિયા…!!
જાણો અજાણી વાતો…ખાતુ બંધ કરતી વખતે પણ વસૂલાય છે ચાર્જ, બેન્ક નથી જણાવતી આ ૮ વાતો…!!!
જાણો…આ રીતે ઉપાડી શકો છો PFના રૂપિયા, 58 વર્ષ સુધી રાહ નહીં જોવી પડે…!!
જાણી જ લો…ખોવાઇ જાય બેન્ક પાસબુક કે પ્રોપર્ટી પેપર, આ છે પાછા મેળવવાના રસ્તા…!!
જાણી જ લો…વિદેશમાં તમારો PASSPORT ખોવાઈ જાય તો આ ટિપ્સ કરશે તમારી મદદ…!!!
નિવૃતિ માટે કરો NPSમાં રોકાણ, મળશે ઇપીએફ કરતાં વધુ રિટર્ન…!!!
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, તો શું કરશો..?
બદલાઈ ગઈ 100 રૂપિયાની નોટ, હવે આ રીતે ઓળખો અસલી-નકલી નોટને
કરો શેરબજાર માં કમાણી…મેળવો વધારાની આવક શેરબજારમાંથી…આ છે 4 સરળ સ્ટેપ્સ
100 વર્ષ જૂનો નિયમ બદલાયો, હવે આ રીતે નક્કી થશે સોનાની કિંમત
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
વિજ્ઞાન ના અવનવા આશ્ચર્યજનક તથ્યો…!!
તમારૂ મગજ માની ના શકે તેવા કલ્પનાતીત તથ્યો…!!!
WHATSAPP યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
આ રીતે જાણો ક્યારે થઇ રહ્યું છે તમારા એકાઉન્ટનું હૈકિંગ, જાણો બચાવની ટિપ્સ
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.
બેંક મિત્ર બનીને કરો કમાણીઃ મળશે પગાર અને કમીશન, વાંચો શું છે યોજના
લોન્ચ થયું WHASTAPPનું પીસી વર્ઝન, કમ્પ્યુટર અને લેપટોપમાં કરાશે યુઝ
ટેકનોલોજી ની આ વાતો તમે નહી જાણી હોય તો તમે કાંઇ નથી જાણયું…!!
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!

નવા બિઝનેસની શરૂઆત માટે બેન્ક પાસેથી આ રીતે લો લોન, જાણો આખી પ્રક્રિયા…!!

pagar32

જો આપે બિઝનેસ શરૂ કરી દીધો છે, પરંતુ તેના વિસ્તાર માટે નાણાંની કમી છે અને માર્કેટમાં સર્વાઇવ કરવાનું મુશ્કેલ થઇ રહ્યું છે તો ચિંતિત ન બનો, કારણ કે આ સ્થિતિ ફકત આપની નથી પરંતુ પ્રથમ વાર કારોબાર શરૂ કરનારા મોટાબાગના બિઝનેસમેનને આ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં નવા ઉદ્યોગસાહસિકોની પાસે એક માત્ર રસ્તો હોય છે બેન્કમાંથી લોન લેવી. જો આપ પણ નવા બિઝનેસમેન છો અને પોતાના વ્યવસાય માટે બેન્કથી લોન લેવા માંગો છો તો અને આપને અહીં જણાવી રહ્યા છીએ લોન લેવાની સંપૂર્ણ પ્રક્રિયા.

કરો શેરબજાર માં કમાણી…મેળવો વધારાની આવક શેરબજારમાંથી…આ છે 4 સરળ સ્ટેપ્સ

બેન્કમાંથી લોન લેવાની પાત્રતા

બેન્ક પાસેથી બિઝનેસ લોન લેવા માટે આપની કંપની સિંગલ ફર્મ, ભાગીદારી પેઢી, પ્રાઇવેટ લિમિટેડ કંપની કે પબ્લિક લિમિટેડ હોવી જોઇએ. ત્યાર બાદ જ આપ બેન્કમાંથી બિઝનેસ લોન લેવા માટે અરજી કરી શકો છો. બિઝનેસ લોન માટે અરજી કરો ત્યારે બેન્ક આપની પાસેથી કોલેટરલ ડિમાન્ડ એટલે કે સિક્યુરિટી માંગે છે. ઘણી બેન્ક કોલેટરલ ડિમાન્ડ નથી પણ કરતી. સરકાર નાના ઉદ્યોગોને બિઝનેસ લોન આપવા માટે સિડબી અને લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયથી કોલેટરલ ફ્રી સુવિધા ઉપલબ્ધ કરાવી રહી છે. આ સુવિધા ક્રેડિટ ગેરંટી ફન્ડ ટ્રસ્ટ (સીજીટીએસએમઇ) હેઠળ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જે હેઠળ બેન્ક કોઇ કોલેટરલ વગર ૧ કરોડ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ કરાવે છે.

નોકરી, પ્રમોશન, ટ્રાન્સફર કંઈ નથી મળતું? શાસ્ત્રોક્ત રામબાણ ઉપાયો કરવાથી સફળતા જરૂર મળશે..!!

બિઝનેસ લોન માટે બેન્ક દ્ધારા અપનાવવામાં આવતા માપદંડ

કોલેટરલ- બેન્ક આપની બિઝનેસ લોનની અવેજમાં કોલેટરલ (સિક્યુરિટી) લેતી હોય છે. આ સિક્યુરિટી પ્રોપર્ટીની રીતે કે લિક્વિડ સિક્યુરિટીઝની રીતે હોઇ શકે છે. બેન્ક આવી પ્રાવધાન લોન રિસ્ક કવર કરવા માટે કરે છે. બેન્ક આપની કોલેટરલની વર્થને જોતાં લોનની રકમને વધારી પણ દે છે.

મિત્રો..કરો કંકુના…ફેસબુક પર કરો વીડિયો અપલોડ અને કરો ઘરબેઠે કમાણી …!!!

ક્રેડિટ હિસ્ટ્રી- જો આપની ફર્મ સિંગલ કંપની, ભાગીદારી પેઢી, પ્રાઇવેટ લિમિટેડ કંપની કે પબ્લિક લિમિટેડ કંપની છે તો બેન્ક લોન આપતાં પહેલા આપની ક્રેડિટ હિસ્ટ્રી ચેક કરે છે. જેમા આપની ક્રેડિટ હિસ્ટ્રીની સાથે આપની કંપનીની પણ ક્રેડિટ હિસ્ટ્રી ચેક કરવામાં આવે છે. કંપનીની ક્રેડિટ હિસ્ટ્રી કેર કે ક્રિસિલ જેવી રેટિંગ એજન્સીથી પ્રાપ્ત રેટિંગના આધારે કરવામાં આવે છે. રેટિંગ એજન્સીની નેટવર્થને ધ્યાનમાં લઇને રેટિંગ આપે છે. આ રેટિંગના આધારે બેન્ક લોન આપે છે. જો, રેટિંગ એજન્સીએ આપની કંપનીનું સારૂ રેટિંગ નથી કર્યું તો બેન્ક લોન આપવાની ના પણ પાડી શકે છે.

આટલુ શીખી જ લો….GOOGLE ની સાથે ઘેર બેઠા કમાણીની તક, આ રીતે થશે કમાણી

કંપનીની નાણાંકીય સ્થિતિ

બેન્ક લોન લેતાં પહેલા આપની કંપનીની નાણાંકીય સ્થિતિનું આકલન કરે છે. જો કંપની પહેલેથી જ લોનના બોજ નીચે દબાયેલી છે કે રોકડ પ્રવાહ ઓછો છે, તો બેન્ક લોન આપવાની ના પાડી શકે છે. બેન્ક લોન આપતાં પહેલા આપની કંપનીની રોકાણની રણનીતિ પણ જાણવા માંગે છે. બેન્ક રિસ્કી બિઝનેસમાં લોન આપવાથી બચવા માંગે છે.

8 વર્ષના ટેણિયાએ YOUTUBE થી 8 કરોડની કમાણી કરી: તમે કેમ પાછળ? તમે પણ કરો ધરખમ કમાણી. જાણો રીત.

આર્થિક હાલત

બેન્ક દ્ધારા લોન આપવામાં દેશની આર્થિક હાલતની પણ ભૂમિકા હોય છે. જો, આર્થિક સુસ્તીનો દોર છે તો બેન્ક લોન આપવામાં ખચકાય છે. જેથી બેન્કમાંથી લોન લેવામાં દેશની આર્થિક હાલતનો ઘણો મોટો રોલ હોય છે. દેશનો વિકાસ દર સારો હોય તો બેન્ક સરળતાથી લોન આપે છે અને ખરાબ હોય તો લોન આપવામાં આનાકાની કરે છે.

બનવા માંગો છો ઉદ્યોગ સાહસિક તો આ 5 ફિલ્મ તમને કરશે મદદ…!!!

બિઝનેસનો પ્રકાર

બેન્કમાંથી લોન મળવામાં બિઝનેસનો પ્રકાર પણ મહત્વ ધરાવે છે. જો, આપ મેન્યુફેકચરિંગ બિઝનેસમાં છો તો બેન્ક સરળતાથી લોન મળી જશે. જો, આપ સ્ટાર્ટ અપ કે એક સર્વિસ કંપની છે અને કોલેટરલ નથી આપી રહી તો બેન્કમાંથી લોન મળવામાં થોડીક મુશ્કેલી જરૂર આવે છે. બેન્ક લોન આપતાં પહેલા આપના બિઝનેસમાંથી થતી આવક, ઇન્ફ્રાસ્ટ્રકચર, રિસ્ક વગેરેનું આકલન કરે છે. ત્યાર બાદ તે લોન આપે છે.

મુકેશ અંબાણીએ આપી કમાણીની 10 ટિપ્સ, સફળ બિઝનેસમેન કેવું વિચારે છે?

આ ડોક્યુમેન્ટની પડશે જરૂર

ટેક્સ ચૂકવ્યા બાદ બચત કે નફાનું પેપર ‘પેટ’

વ્યક્તિગત ઓળખપત્ર

એડ્રેસ પ્રુફ

પાન કાર્ડ

ત્રણ વર્ષનું નાણાંકીય લેખા-જોખાનો ઓડિટેડ રિપોર્ટ

ત્રણ વર્ષના ઇન્કમટેક્સ રિટર્નની કોપી

ત્રણ વર્ષનું સેલ ટેક્સ રિટર્ન

છેલ્લા છ મહિનાના બેન્ક એકાઉન્ટ સ્ટેટમેન્ટ