Tag Archives: ભગવાન હનુમાનજી

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!

bhagwan2

ભગવાનને પ્રસન્ન કરવા માટે આપણે દિવસમાં અનેક કામ કરતા હોઈએ છીએ. દરેક વ્યક્તિ કોઈને કોઈ ઈચ્છાને પૂરી કરવા માટે ભગવાનમાં શ્રદ્ધા તો રાખે જ છે. કોઈ ઈચ્છા ન હોય તો નિરોગી રહેવા માટે પણ વ્યક્તિ ભગવાનને પ્રાર્થના ચોક્કસપણે કરતો જ હોય છે. પૂર્ણ શ્રદ્ધા અને નિયમ પ્રમાણે કરવામાં આવેલી પૂજા ખૂબ જ સારું શુભફળ પ્રદાન કરે છે. જો તમે પણ કોઈ ખાસ ઈચ્છાથી કે પરિવારની સુખ-સંપત્તિ માટે પૂજા પાઠ કરતા હોવ તો કેટલીક બાબતો ધ્યાન રાખવી ખૂબ જ જરૂરી બને છે.

હિન્દુ ધર્મમાં ભગવાનને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાય જણાવ્યા છે અને અનેક નિયમો પણ જણાવ્યા છે. જેનું પાલન કરવું જરૂરી છે. જો તમે ઘરે પૂજા-પાઠ કરતા હોવ તો તમારે ઘરમાં ભગવાનની પૂજામાં કેટલીક બાબતો ધ્યાન રાખવી જરૂરી છે. જો મંદિરમાં પૂજા કરવામાં આવે તો મંદિરમાં પૂજા કરતી વખતે પણ કેટલીક બાબતો ધ્યાન રાખવી જરૂરી બને છે. આજે અમે તમને આ લેખમાં પૂજા-પાઠને લગતી કેટલીક બાબતો જણાવવા માગીએ છીએ જે ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. જો તેનું ધ્યાન રાખવામાં આવે તો પૂજા-પાઠનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે.

જાણો પૂજા-પાઠ અને ભગવાનને પ્રસન્ન રાખવાના નિયમો જે તમને સફળ સુખી અને સમૃદ્ધ બનાવી રાખે છે….

વિષ્ણુ ભગવાનના ભોગમાં તુલસીના પાન કેમ રાખવામાં આવે છે?

ભગવાનને ભોગ ધરાવવામાં આવે અને તેમાં તુલસીનું પાન ન હોય તો ભોગ અધૂરો ગણાય છે. તુલસીને પરંપરાથી ભોગમાં મૂકવામાં આવે છે કારણ કે શાસ્ત્રો પ્રમાણે તુલસીને વિષ્ણુજીની પ્રિય માનવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે તુલસીનો ભોગ લગાવવાથી ચાર ભાર ચાંદી અને એક ભાર સોનાના દાનના પુણ્ય બરાબર ફળ પ્રાપ્ત થાય છે અને તુલસી વગર ભગવાન ભોગ ગ્રહણ નથી કરતા તેને અસ્વીકાર કરે છે.

ભોગમાં તુલસી નાખવા પાછળ ધાર્મિક કારણ જ નહીં પણ તેની પાછળ અનેક વૈજ્ઞાનિક કારણ પણ છે. તુલસીના પાનમાં ઔષધિય ગુણ હોય છે. એકમાત્ર તુલસીનું પાન રોગપ્રતિરોધક એટલે કે એન્ટીબાયોટિક હોય છે. માટે જ તુલસીને ભોગમાં અનિવાર્ય ગણાવવામાં આવી છે જેથી લોકો દિવસમાં એકવાર પણ તુલસી ખાઇ શકે, જેથી તેમનું સ્વાસ્થ્ય યોગ્ય રહે. આ રીતે તુલસી સ્વાસ્થ્યવર્ધક હોય છે. તુલસીનો છોડ મેલેરિયાના જંતુઓનો નાશ કરે છે.

નવી શોધ દ્વારા જાણવા મળ્યું છે કે તેમાં કીનોલ, એસ્કાર્બિક એસિડ, કેરોટિન અને એલ્કેલાઇડ હોય છે. તુલસીના પાનવાળુ પાણી પીવાથી અનેક રોગો દૂર થાય છે. માટે ચરણામૃતમાં તુલસીનું પાન નાંખવામાં આવે છે. તુલસીના સ્પર્શ માત્રથી જ કેટલાક રોગો દૂર થાય છે. તુલસી પર કરવામાં આવેલા પ્રયોગોમાં સિદ્ધ થયું છે કે રક્તચાપ અને પાચનતંત્રના નિયમનમાં તથા માનસિક રોગોમાં તે લાભદાયક છે. તેનાથી રક્તકણોની વૃદ્ધિ થાય છે. તુલસી બ્રહ્મચર્યની રક્ષા કરે છે અને ત્રિદોષનાશક છે. તુલસી રક્તવિકાર, વાયુ, ખાસી, કૃમિ વગેરે નિવારે છે સાથે હૃદય માટે હિતકારી છે.

જાણો પૂજાની પરંપરામાં દીવા પ્રગટાવાય છે પરંતુ તે વિષય દિશામાં હોવા કેમ જરૂરી છે….

દીવડાઓ હંમેશા વિષમ સંખ્યામાં કેમ પ્રગટાવવામાં આવે છે?

દીવો જ્ઞાન અને રોશનીનું પ્રતીક છે. પૂજામાં દીપકનું ખાસ મહત્વ હોય છે. સામાન્ય રીતે વિષમ સંખ્યાવાળા દીવા પ્રગટાવવાની આપણે ત્યાં પરંપરા ચાલી આવે છે. દીપ પ્રજ્વલનનો ભાવ છે. આપણે અજ્ઞાનનો અંધકાર સમાપ્ત કરી પોતાના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવી પુરષાર્થ કરીએ. તેથી દીવડાઓ એક, ત્રણ, પાંચ, સાતની વિષમ સંખ્યામાં જ પ્રગટાવવામાં આવે છે. વિષમ સંખ્યામાં દીવડાઓથી વાતાવરણમાં સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે.

દીવો સળગાવાવથી વાતાવરણ શુદ્ધ થાય છે. દીવામાં ગાયના દૂધથી બનેલ ઘીનો ઉપયોગ કરવામાં આવે તો સારું અથવા બીજા ઘી કે તેલનો ઉપયોગ પણ કરી શકાય છે. ગાયના ઘીમાં રોગાણુઓ ભગાડવાની ક્ષમતા હોય છે. આ ઘી જ્યારે દીવામાં અગ્નિના સંપર્કથી વાતાવરણને પવિત્ર બનાવી દે છે. પ્રદૂષણ દૂર થાય છે. દીવો પ્રગટાવવાથી આખા ઘરને ફાયદો મળે છે પછી તે પૂજામાં સમ્મેલિત હોય અથવા ન હોય. દીવો પ્રગટાવવાથી ઘરને પ્રદૂષણ મુક્ત બનાવવાનો આ ક્રમ છે. દીપકમાં અગ્નિનો વાસ હોય છે જે પૃથ્વી ઉપર સૂરજનું રૂપ છે.

જાણો દિવસમાં કયા સમયે શુભ કામ ન કરવા જોઈએ કે સ્થગિત રાખવા જોઈએ…..

કયા સમયમાં શુભ કામો કરવાની મનાઈ હોય છે? કેમ

એવું માનવામાં આવે છે કે શુભ મૂહુર્તમાં કરવામાં આવેલ કાર્ય સફળ અને શુભ થાય છે. પરંતુ ભારતીય જ્યોતિષ પ્રમાણે દિવસમાં એક સયમ એવો આવે છે જ્યારે કોઈપણ શુભ કાર્ય કરવામાં નથી આવતું. તે સમય હોય છે રાહુકાળ…
રાહુકાળ વિશે એવું કહેવાય છે કે આ દરમિમાન જો કોઈ શુભ કામ કામ, લેવડદેવડ, યાત્રા કે અન્ય કોઈ નવું કામ શરૂ કરવામાં આવે તો તે અશુભ ફળ આપે છે. આ વાત પુરાતન કાળથી જ્યોતિષાચાર્યો આપણને બતાવી રહ્યા છે. પરંતુ રાહુકાળમાં એવું શું હોય છે કે, જેમાં કોઈપણ કાર્ય અશુભ અને અસફળ થાય છે?
તેની પાછળ તર્ક એવો છે કે જ્યોતિષ પ્રમાણે રાહુને પાપનો ગ્રહ માનવામાં આવે છે. દિવસમાં એક સમય એવો આવે છે જ્યારે રાહુનો પ્રભાવ ઘણો વધી જાય છે. અને આ દરમિયાન જો કોઈ શુભ કામ કરવામાં આવે તો તેની ઉપર રાહુનો પ્રભાવ પડે છે. જેનું કારણ એ છે કે તે કાર્ય અશુભ થઈ જાય છે અથવા અસફળતા હાથ લાગે છે. આ સમય રાહુકાળ કહેવાય છે.

કયા વારે ક્યારે હોય છે રાહુકાળ

દરરોજ એક નિશ્ચિત સમયે રાહુકાળ હોય છે અને તે દોઢ કલાકનો હોય છે. વારના હિસાબે તેને સમય આ પ્રમાણે છે…

રવિવાર- સાંજે 4:30 થી 6:00
સોમવારે- સાવારે 7:30 થી 9:00
મંગળવારે- બપોરે 3:00 થી 4:30
બુધવાર- બપોરે 10:00 થી 1:30
ગુરુવાર- બપોરે 1:30 થી 3:00
શુક્રવારે- સવારે 10:30 થી 10:00
શનિવાર- સવારે 9:00 થી 10:30

જાણો ગણેશપૂજામાં સોપારી ઉપયોગ થાય અને પૂજા પછી તેને ક્યાં રાખવી જોઈએ…

પૂજાની સોપારી તિજોરીમાં રાખવી કેમ ખાસ માનવામાં આવે છે?

કહેવાય છે કે પૂજાથી મનને શાંતિ અને એકાગ્રતા મળે છે. એટલે લોકો પોતાના ઘરમાં મોટા તહેવાર ઉપર કે વિશેષ પ્રસંગોએ પૂજાનું આયોજન કરે છે. પૂજાના સયમે સર્વપ્રથમ શ્રીગણેશની પૂજા કરવામાં આવે છે. ગણેશજીની મૂર્તિની સ્થાપનાની સાથે જ પૂજાની સોપારીમાં ગણેશજીનું આહ્વાન કરવામાં આવે છે. કારણ કે પૂજાના સમયે સૌથી પહેલા ગૌરી અને ગણેશની સ્થાપના કરવી જરૂરી માનવામાં આવે છે.ગણેશજીનું આહ્વાન પૂજાની સોપારીમાં કરવામાં આવે છે કારણ કે, શાસ્ત્રો પ્રમાણે પૂજાની સોપારી પૂર્ણ ફળ માનવામાં આવે છે. પૂજાની સોપારી પૂર્ણ અને અખંડિત હોય છે એટલે તેની પૂજાના સમયે ગૌરી-ગણેશના રૂપમાં માની તેની ઉપર જનોઈ ચઢાવવામાં આવે છે.

ત્યારબાદ તે પૂજાની સોપારીનું શું કરવું તે બાબતે મોટાભાગના લોકો દુવિધામાં રહે છે. કહેવાયું છે કે પૂજા સોપારીને પૂજા પછી તિજોરીમાં રાખવી જોઈએ કારણ કે શાસ્ત્રો પ્રમાણે એવી માન્યતા છે કે જ્યાં ગણેશજી અર્થાત્ બુદ્ધિના સ્વામીનો નિવાસ હોય ત્યાં લક્ષ્મીનો નિવાસ હોય છે. એટલે પૂજા સોપારીને પૂજા કર્યા બાદ તિજોરીમાં રાખવી જોઈએ કારણ કે તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિની સાથે-સાથે ઘરમાં લક્ષ્મીનો સ્થાયી નિવાસ થાય છે.

જાણો કે પૂજા ઘરમાં કંઈ વસ્તુઓ રાખવી જોઈએ અને કંઈ નહીં…

પૂજા ઘરમાં કેમ સાવરણી કે ડસ્ટબીન ન રાખવી?

કહેવાય છે કે રોજ નિયમિતરીતે ભગવાનની પૂજા આરાધનાથી માનસિક શાંતિ મળે છે. પૂજાથી સકારાત્મક ઊર્જા મળે છે. પૂજાથી મળતી આ ઊર્જાથી વ્યક્તિ પોતાનું કામ વધુ એકાગ્રતાથી કરવા લાગે છે પરંતુ પૂજાનું પૂરું ફળ મળે તેની માટે જરૂરી છે કે પૂજાઘર વાસ્તુ પ્રમાણે હોય. પૂજા ઘરનું વાસ્તુ યોગ્ય હોય તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે.
આમ તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પૂજાઘર ઈશાન ખૂણામાં હોવું જોઈએ કારણ કે ઈશાન ખૂણામાં બેસીને પૂર્વ દિશા તરફ મોં કરી પૂજા કરવાથી સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થાય છે. કારણ કે એ દિશા તરફથી બધી જ સારી દિશાઓ કે સકારાત્મક ઊર્જાઓની વર્ષા થાય છે. ઇશાન સાત્વિક ઊર્જાનો પ્રમુખ સ્ત્રોત હોય છે. કોઈ પણ ભવનમાં ઈશાન ખૂણો સૌથી ઠંડો ભાગ છે.
વાસ્તુ પુરુષનું માથુ ઈશાનમાં હોય છે. જે ઘરમાં ઈશાન ખૂણામાં દોષ હશે તે ઘરના લોકોને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે.
એટલે ઘરને આ ખૂણામાં સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ એવી માન્યતા છે કે પૂજા ઘરને ઈશાન ખૂણો અર્થાત્ ઉત્તર-પૂર્વ ખૂણામાં ઝાડુ અને ડસ્ટબીન વગેરે ન રાખવા જોઈએ કારણ કે એમ કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા વધે છે અને ઘરમાં બરકત નથી રહેતી અર્થાત્ સમૃદ્ધિ નથી રહેતી. એટલે વાસ્તુ પ્રમાણે જો શક્ય હોય તો પૂજા ઘરને સાફ કરવા માટે એક અલગ કપડું જ રાખવું જોઈએ અને તેને પણ સ્વચ્છ રાખીને જ સફાઈ કરવી જોઈએ.
બીજુ પૂજા કરતી વખતે સાવરણી અને કચરાંપેટી નજીકમાં હોય તો તેનાથી ભગવાનનું ધ્યાન કે પૂજામાં સારી રીતે મન નથી લાગતું એટલા માટે પણ નજીકમાં આ પ્રકારની નકારાત્મક ઊભી કરે તેવી વસ્તુઓ ન રાખવી.

જાણો મંદિરમાં દર્શન કરતી વખતે કંઈ વસ્તુઓ ન લઈ જવી જોઈએ…

કેમ મંદિરમાં નથી લઈ જવામાં આવતી ચામડાની વસ્તુઓ?

ઘણાં મંદિરો બહાર સ્પષ્ટ લખેલુ હોય છે કે ચામડામાંથી બનેલ કોઈ પણ વસ્તુઓ મંદિરમાં લઈ જવાની મનાઈ છે.એટલે કે કોઈ પણ પ્રકારની ચામડામાંથી બનેલી વસ્તુ જેવી કે પર્સ,બેલ્ટ,જેકેટ વગેરે મંદિરમાં લઈ જવુ ન જોઈએ.શું તમે જાણો છો કે ચામડામાંથી બનેલ વસ્તુ કેમ મંદિરમાં ન લઈ જવી જોઈએ.તો આ કારણો જાણવા આગળના ફોટા પર કલિક કરો.

શાસ્ત્રો અનુસાર ચામડા અને ચામડામાંથી બનેલ વસ્તુઓ ધાર્મિક દ્રષ્ટિએ અપવિત્ર માનવામાં આવે છે.ચામડાની વસ્તુઓ સાથે કોઈ પણ પ્રકારની વિધિ કે પૂજા થઈ શકે નહીં.

દરેક જાણે છે કે ચામડામાંથી બનેલ તમામ વસ્તુઓ જાનવરોના ચામડામાંથી બનાવવામાં આવે છે.માટે આ વસ્તુઓ અપવિત્ર માનવામાં આવે છે.માટે તેને મંદિરમાં લઈ જવાની મનાઈ હોય છે.

આજના સમયમાં ફેશન સાથે ચાલવા ચામડામાથી બનેલ વસ્તુઓનુ ઘણુ ચલણ છે.જાનવરોના શરીરની ખાલ ઉતારી પર્સ,બેલ્ટ,જેકેટ વગેરે વસ્તુઓ બનાવવામાં આવે છે.શાસ્ત્રો અનુસાર કોઈ પણ જીવની બલી લઈને ચામડામાંથી બનેલી વસ્તુઓ પવિત્ર નથી હોતી.

ચામડામાંથી આવનારી દુર્ગન્ધને દૂર કરવા માટે ઘણા પ્રકારના કેમિકલ્સનો પ્રયોગ કરવામાં આવે છે.આ પ્રકારના કેમિકલ્સ આપણા શરીર માટે નુકસાનકારક હોય છે.

સામાન્ય રીતે ચામડામાંથી બનેલ વસ્તુઓ પર પાણી લાગવાથી તે સડી જાય છે.જે આપણા શરીર માટે નુકસાનકારક પણ છે,આ દરેક વાતો ધ્યાનમાં રાખી મંદિરોમાં ચામડાની વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવે છે.

જાણો ઘરેથી રોજ નિકળો ત્યારે કયા પાંચ કામનું ખાસ ધ્યાન રાખવું જોઈએ….

ઘરેથી નિકળતા પહેલા રોજ કરવા જોઈએ આ 5 કામ, કેમ કે!

એવું માનવામાં આવે છે કે શરૂઆત સારી તો બધુ સારું જ હોય છે. આ વાતનું ધ્યાન આપીને વિદ્વાનો દ્વારા દિવસની શરૂઆત સારી કરવા માટે અનેક પરંપરાઓ બનાવી છે. ઘરેથી નિકળતા પહેલા આ નાના-નાના કામ કરવાથી દિવસભરના કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે. સાથે જ મન પ્રસન્ન રહે છે અને આપણે ઊર્જાવાન બની રહીએ છીએ. અહીં પાંચ એવી પરંપરા બતાવી છે જેને પ્રતિદિન અપનાવવાથી તમે ચોક્કસપણે સફળતા મેળવી શકો છો અને ખરાબ સમય દૂર થઈ જાય છે.

–સૌથી પહેલા જમણા પગને ઘરની બહાર રાખો, કોઈપણ કામની શરૂઆત જમણા હાથ અને જમણા પગ આગળ રાખીને કરવી જોઈએ તો સફળતા ચોક્કસ પ્રાપ્ત થાય છે.

-માતા-પિતાના આશીર્વાદ લઈ દરરોજ ઘરેથી નિકળતા પહેલા માતા-પિતાના આશીર્વાદ લેવા જોઈએ. જે લોકો સાથે તેના માતા-પિતા રહે છે તેનાથી બધા દેવી-દેવતા પણ પ્રસન્ન રહે છે. તેનાથી વિપરિત જે લોકો માતા-પિતાનું સન્માન નથીકરતા અને તેમને દુઃખ આપે છે તેઓ અનેક પરેશાનીઓમાં સદૈવ ગુંચવાયેલ રહે છે. આથીઃ ઘરેથી નિકળતા પહેલા માતા-પિતાના પગે લાગો અને આશીર્વાદ લો.

– તુલસીના પત્તા ખાઓઃ- સામાન્ય રીતે તુલસીનો છોડ બધાના ઘરમાં હોય. છે. શાસ્ત્રો પ્રમાણે તુલસીને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. જે ઘરમાં તુલસીની પૂજા દરરોજ કરવામાં આવે છે ત્યાં મહાલક્ષ્મીની કૃપા બનીરહે છે. રૂપિયા સાથે સંબંધિત પરેશાનીઓ તે ઘરમાં નથી રહેતી. તુલસી એક ઔષધીય છોડ છે. દરરોજ તુલસી ખાવાથી રોગોથી બચાવ થાય છે. સાથે જ તુલસીથી પ્રાપ્ત થતુ પુણ્ય લાભ પણ આપે છે.

– ઘરના મંદિરમાં વિરાજિત ભગવાનના દર્શન કરો, ઘરના મંિદરમાં દેવી-દેવતાઓના દર્શન દરરોજ કરવા જોઈએ. ઘરેથી નિકળતા પહેલા એકવાર તેની સમક્ષ પ્રાર્થના કરવામાં આવે તો નિઃસંદેહ વ્યક્તિનો દિવસ શુભ રહે છે. ભગવાનની કૃપા બની રહે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

Advertisements

હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ

hanuman yantra3

સામાન્ય રીતે જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓનું આવવા-જવાનું ચાલતું જ રહે છે. એક સમમસ્યા સમાપ્ત થઈ હોય તો બીજી સામે આવી જાય છે. આ પ્રકારે જીવન ચાલતું જ રહે છે. ક્યારેક-ક્યારેક લોકો જીવનમાં પરેશાનીઓનો દોર લાંબો ચાલતો રહે છે. તેને લીધે તે હતાશ થઈ જાય છે અને સમસ્યાઓનું નિરાકરણ નથી કરી શકતા. એવામાં હનુમાનજીની ભક્તિ સર્વશ્રષ્ઠ ઉપાય છે.

હનુમાનજીની આરાધનાથી વ્યક્તિના બધા કષ્ટો અને દુઃખોનું નિવારણ કરી શકાય છે. જો તમે જાણવા માગતા હોવ કે તમારો સારો સમય ક્યારે આવશે અને કેવી રીતે આવશે, ક્યારે તમારા દુઃખના દિવસો દૂર થસે, કેવી રીતે તમે વધુ સુખ પ્રાપ્ત કરી શકો છો તો અહી આપેલ હનુમાન યંત્રથી તમે તરત જ જાણી શકો છો.

શાસ્ત્રો પ્રમામે બતાવવામાં આવ્યું છે કે આપણે ભાગવાનના જે રૂપમાં, જે વિધિથી પણ કૃપા પ્રાપ્ત કરવા માગીએ છીએ, આપણને એવી જ કૃપા પ્રાપ્ત થઈ જાય છે. આથી આ યંત્ર પણ તમારી આસ્થા અને શ્ર્ધા પ્રમાણે જ તમારા પ્રશ્નોનો જવાબ બતાવી દેશે.

યંત્રથી સારો સમય અને ઉપાય જાણવાની વિધિઃ-

તમારા પ્રશ્ન ઉપર વિચાર કરો. ત્યારબાદ અહીં આપેલ યંત્રના ફોટોને ધ્યાનથી જુઓ, ફોટોમાં અંક 1થી 9 સુધી અંક આપવામાં આવ્યા છે. હવે આંખો બંધ કરીને પૂરી આસ્થા અને ભક્તિની સાથે શ્રીરામ ભક્ત હનુમાનજીનું ધ્યાન કરો કે હનુમાનજીના મંત્રનો જાપ કરો કે હનુમાન ચાલીસાની પંક્તિઓનો જાપ કરો કે સીતારામ મંત્રનો જાપ કરો.

ધ્યાન કરીતી વખતે પોતાની આંગળી કે માઉસને કર્સરને હનુમાન યંત્ર ઉપર ફેરવો. થોડીવાર પછી આંગળી કે કર્સરને રોકી દો. હવે જુઓ કર્સર કે આંગળી કયા અંક ઉપર છે? એ અંક સંબંધિત ઉત્તર જાણવા માટે આગળ આપેલ ફોટો ઉપર ક્લિક કરો.

આ જવાબોમાં બતાવવામાં આવ્યું છે કે તમારી સમસ્યાનું નિરાકરણ ક્યારે અને કેવી રીતે થશે. જો તમારી આંગળી કે કર્સર હનુમાનજીના ફોટો ઉપર કે યંત્રની બહાર હોય તો આ પ્રક્રિયા ફરીથી દોહરાવો….

1-દર મંગળવારે હનુમાન ચાલીસાનો જાપ કરો. કામમાં આળસ ન કરો. પોતાના કામને ઈમાનદારીથી કરતા રહો. નજીકના ભવિષ્યમાં તમને સફળતા મળશે. સારો સમય શરૂ થઈ જશે. જય શ્રીરામ

2-પોતાના કાર્યો સાથે સંબંધિત કોઈ વિશ્વસનીય નિષ્ણાતની મદદ લો. મનમાની ન કરો. તમારી જિદ્દ તમને નુકસાન પહોંચાડી શકે છે. આથી શાંતિથી કામ કરો. હનુમાન ચાલીસાનો જાપ કરો. જય શ્રીરામ…

3-અત્યારે પરિસ્થિતિઓ તમારા પાક્ષમાં નથી જણાતી. થોડા સારા સમયની રાહ જુઓ. હનુમાનજીનું ધ્યાન કરતા રહો. સિંદૂર અને ચમેલીના તેલને હનુમાનજીને ચઢાવો. થોડા સમય પછી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં આવી જશે. જય શ્રીરામ….

4-ઘર-પરિવારના મોટા લોકો અને વડીલોનો આદર કરો, તેમનું માન-સન્માન આપો. જરૂરિયાતમંદ લોકોને દાન આપો. લાભનો સમય શરૂ થવા લાગશે. જૂના સમયથી ચાલી આવતી પરેશાનીઓ દૂર થઈ જશે. જય શ્રીરામ….

5-જે લોકોના લગ્ન થઈ ચૂક્યા હોય તેમની પત્નીની સહાયતાથી ખરાબ સમય દૂર થઈ જશે. અવિવાહિત લોકો દર મંગળવારે અને શનિવારે હનુમાનજીન દર્શન કરો. લાભ પ્રાપ્ત થશે. જય શ્રીરામ….

6-અત્યારે તમારા માટે સંઘર્ષના દિવસો છે. દુઃખોનું નિરાકરણ કરવા માટે હજી તમારે થોડા વધુ સમયની રાહ જોવી પડશે. ધાર્મિક કાર્યો કરતા રહો. ઝડપથી તમને લાભ પ્રાપ્ત થવા લાગશે. જય શ્રીરામ….

7-જૂની સમસ્યાઓથી ઝડપથી છુટકારો મળી જશે. તમારો સમય ખૂબ જ સારો આવવવાનો છે. હનુમાનજીનું ધ્યાન કરતા રહો. વિચારેલ કામને ઈમાનદારીથી કરશો તો ઝડપથી શુભ ફળ પ્રાપ્ત થશે. જય શ્રીરામ….

8-કોઈ કામ કરવા માટે બીનજરૂરી મહેનત કરવી પડી શકે છે. આથી ધ્યાન રાખવું કે યોગ્ય કાર્યમાં સમય લગાવો. હનુમાનજીને ગોળ-ચણાનો પ્રસાદ ચઢાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. લાભ પ્રાપ્ત થશે. જય શ્રીરામ….

9- તમને જે કામ વિચાર્યે છે તેમાં કેટલીક અડચણો પેદા થઈ શકે છે. પોતાના શુભ ચિંતકોને ઓળખવા અને તેમની સલાહ લઈને કામને આગળ વધારો. સલાહ લીધા વગર તમે ખોટી દિશામાં ભટકી શકો છો. એક નારિયળ ઉપર સ્વસ્તિક બનાવો અને હનુમાનજીને નારિયળ અર્પિત કરો. જય શ્રીરામ….


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

હનુમાનજી પ્રશ્નાવલી આપશે તમારા દરેક પ્રશ્નના જવાબ, જાણો તમારી સમસ્યાના ઉકેલ…!!

hanumandada1

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનો આવનારો સમય સુખ અને સંપત્તિથી પરિપૂર્ણ હોય પરંતુ તેના માટે તેને શું કરવું જોઈએ તે નથી જાણતો અને કિસ્મત ચમકાવવાના ચક્કરમાં અહીં-તહીં રખડ્યા કરે છે. હનુમાનની તિથિઓ મંગળવાર, શનિવાર, હનુમાન જયંતિ, હનુમાન અષ્ઠમી વગેરે તિથિઓ ઉપર ખાસ ઉપાય કરી શકાય છે. આજે અમે તમારા માટે હનુમાન પ્રશ્નાવલી ચક્ર લઈને આવ્યા છે. તેના 49 અંકોમાં તે બદાં જ પાય લખાયેલા છે જે કોઈપણ વ્યક્તિનું ભાગ્ય બદલી શકે છે. જો તમે પણ આ ચક્રના માધ્યમથી પોતાની કિસ્મત ચમકાવવા માગો છો તો તેનો પયોગ આ રીતે કરો- ઉપયોગ

જેને પણ પોતાના પ્રશ્નનો જવાબ જોઇએ તેણે સૌ પ્રથમ સ્નાનાદિથી પવિત્ર થવું. પાંચ વાર ऊँ रां रामाय नम:મંત્રનો જાપ કર્યા બાદ 11 વાર ऊँ हनुमते नम:મંત્રનો જાપ કરવો. તેના પછી આંખો બંધ કરી હનુમાનજીનું સ્મરણ કરતા પ્રશ્નાવલિ ચક્ર પર કરસર ફેરવતા રોકી દો. જે કોષ્ટક પર કરસર રોકાઇ જાય તે કોષ્ટકમાં લખેલા અંકને જોઇને પોતાના પ્રશ્નનો જવાબ જુઓ.

1– તમારૂં કાર્ય જલ્દી પુરૂં થશે.

2– તમારા કાર્યમાં સમય લાગશે. મંગળવારે વ્રત કરવું.

3– દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરશો તો કાર્ય જલ્દી પુરૂં થશે.

4– કાર્ય પુરૂં નહી થાય,

5– કાર્ય જલ્દી થશે, પરંતુ અન્ય વ્યક્તિની સહાય લેવી પડશે.

6– કોઇ વ્યક્તિ તમારા કાર્યોમાં અડચણો નાખશે, બજરંગ બાણનો પાઠ કરો.

7– તમારા કાર્યમાં કોઇ સ્ત્રીની સહાયતા અપેક્ષિત છે.

8 – તમારૂં કાર્ય નહી થાય, કોઇ અન્ય કાર્ય કરો.

9– કાર્ય સિદ્ધિ માટે યાત્રા કરવી.

10– મંગળવારનું વ્રત રાખો અને હનુમાનજીને ચોળા ચઢાવશો તો મનોકામના પુર્ણ થશે.

11 – તમારી મનોકામના જલ્દી પુરી થશે. સુંદરકાંડનો પાઠ કરો.

12 – તમારા દુશ્મનો બહુ છે. કાર્ય થવા નહી દે.

13 – પીપળાના વૃક્ષની પૂજા કરો. એક માસ બાદ કાર્ય સિદ્ધ થશે.

14 – તમને શીધ્ર લાભ થવાનો છે. મંગળવારે ગાયને ગોળ અને ચણા ખવડાવો.

15 – શરીર સ્વસ્થ રહેશે, ચિંતાઓ દુર થશે.

16 – પરિવારમાં વૃદ્ધિ થશે. માતા – પિતાની સેવા કરો અને રામચરિતમાનસના બાલકાંડનો પાઠ કરો.

17 – અમુક દિવસો ચિંતા રહેશે. ऊँ हनुमते नम મંત્રની દરરોજ એક માળાનો જાપ કરો.

17 – હનુમાનજીના પૂજન અને દર્શનથી મનોકામના પુર્ણ થશે.

19 – તમને વ્યવસાય દ્વારા લાભ થશે. દક્ષિણ દિશામાં વ્યાપારિક સંબંધો વધારો.

20 – ઋણથી છુટકારો, ધનની પ્રાપ્તિ તથા સુખની ઉપલબ્ધિ શીઘ્ર થનારી છે. હનુમાન ચાલીસાનો પાઠ કરો.

21 – શ્રી રામચંદ્રની કૃપાથી ધન મળશે. શ્રી સીતારામના નામની પાંચ માળા રોજ કરો.

22 – હમણાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે પણ અંતે વિજય તમારો જ થશે.

23 – તમારો દિવસ ઠીક નથી. રોજ હનુમાનજીનો પૂજન કરો. મંગળવારે ચોળા ચઢાવો. સંકટોથી મુક્તિ મળશે.

24 – તમારા ઘરવાળા જ વિરોધમાં છે. તેમને અનુકુળ કરવા પુનમનું વ્રત કરો.

25 – તમને જલ્દી શુભ સમાચાર મળશે.

26 – દરેક કામ વિચારી – સમજીને કરો.

27 – સ્ત્રી પક્ષથી તમને લાભ થશે.દુર્ગાસપ્તશતીનો પાઠ કરો.

28 – હમણાં અમુક મહિનાઓ સુધી પરેશાની છે.

29 – હમણાં તમારા કાર્યની સિદ્ધિમાં વિલંબ છે.

30 – તમારા મિત્ર જ તમને દગો આપશે.સોમવારનું વ્રત કરો.

31 – સંતાનથી સુખ પ્રાપ્ત થશે.શિવની આરાધના કરો અને શિવમહિમ્નસ્તોત્રનો પાઠ કરો.

32 – તમારા દુશ્મનો તમને હેરાન કરે છે. સોમવારે બ્રાહ્નણને ભોજન કરાવો.

33 – કોઇ સ્ત્રી તમને દગો આપશે. સાવધ રહેવું.

34 – તમારા ભાઇ – ભાંડુઓ વિરોધ કરી રહ્યા છે. ગુરૂવારે વ્રત રાખો.

35 – નોકરીથી તમને લાભ થશે. પદોન્નતિ સંભવ છે, પુનમનું વ્રત રાખી કથા કરો.

36 – તમારા માટે યાત્રા શુભદાયી રહેશે. તમારા સારા દિવસો આવી ગયા છે.

37 – પુત્ર તમારી ચિંતાનું કારણ બનશે.રોજ રામ નામની પાંચ માળાનો જાપ કરો.

38 – તમારે હમણાં થોડાં દિવસો હજી પરેશાની રહેશે. યથાશક્તિ દાન –પુણ્ય અને કીર્તન કરો.

39 – તમને રાજકાર્ય અને ન્યાયિક કેસમાં સફળતા મળશે. શ્રી સીતારામનું પૂજન કરવાથી લાભ મળશે.

40 – અતિશીઘ્ર તમને યશ મળશે. હનુમાનની ઉપાસના અને રામનામનો જાપ કરો.

41 – તમારી મનોકામના પુર્ણ થશે.

42- હમણા સમય સારો નથી.

43- તમને આર્થિક કષ્ટનો સામનો કરવો પડશે.

44 – તમને ધનની પ્રાપ્તિ થશે.

45 – દામ્પત્ય સુખ મળશે.

46 – સંતાનસુખની પ્રાપ્તિ થવાની છે.
47 – અભી દુર્ભાગ્ય સમાપ્ત નથી થયો. વિદેશ યાત્રાથી અવશ્ય લાભ થશે.

48 – તમારો સારો સમય આવવાનો છે. સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રમાં લાભ મળશે.

49 – તમારો બહુ જ સારો સમય આવી રહ્યો છે. તમારી દરેક મનોકામના પુરી થશે


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ મહિનામાં ભગવાન શિવની આરાધનાનું વિશેષ મહત્વ છે, તો શિવના રુદ્ર અવતાર પવનપુત્રને પ્રસન્ન કરવા માટે પણ આ મહીનામાં આવનાર દરેક મંગળવારે વિશેષ ઉપાય કરવામાં આવે છે. શ્રાવણ માસના કોઈપણ મંગળવારે આ ઉપાય કરવો જોઈએ. આજે અમે તેમને આવા જ કેટલાક ખાસ ઉપાયો જણાવીશું. તંત્રશાસ્ત્ર અનુસાર આ ઉપાય બહુ જ કારગર છે. આ ઉપાયો આ રીતે છે-

વિશેષ પાન
વિશેષ પાન

1. શ્રાવણના કોઈપણ મંગળવારે હનુમાનજીને એક વિશેષ પાન ચઢાવો. આ પાનમાં માત્ર કાથો, ગુલકંદ, વરીયાળી, કોપરાનું બુરૂ અને ફૂલ નખાવો. પાન બનાવતી વખતે એ ખાસ ધ્યાન રાખો કે તેમાં સોપારી કે ચૂનો ના નાંખો. આ પાનમાં તમાકુ પણ ન હોવી જોઈએ.

હનુમાનજીનું વિધિવિધાન અનુસાર પૂજન કર્યા બાદ આ પાન હનુમાનજીને આમ બોલીને કરો- હે હનુમાનજી! હું તમને આ મીઠું રસભર્યું પાન અર્પણ કરી રહ્યો છું / રહી છું. તમે મારા જીવનને મીઠાશથી ભરી દો. હનુમાનજીની કૃપાથી કેટલાક દિવસો બાદ તમારી દરેક સમસ્યાઓ દૂર થઈ જશે.

પારસથી નિર્મિત હનુમાનજીની પ્રતિમા
પારસથી નિર્મિત હનુમાનજીની પ્રતિમા

2. મંગળવારે ઘરમાં પારસથી નિર્મિત હનુમાનજીની પ્રતિમા સ્થાપિત કરો. તંત્ર અનુસાર પારસથી બનાવેલી હનુમાનજીની પ્રતિમાનું પૂજન કરવાથી બગડેલા કામ પણ બની જાય છે. પારસથી નિર્મિત હનુમાનજીની પ્રતિમાને ઘરમાં રાખવાથી બધા પ્રકારના વાસ્તુદોષ સ્વંયભૂ જ દૂર થઈ જાય છે અને સાથે ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થઈ જાય છે.

દરરોજ તેની પૂજા કરવાથી કોઈપણ પ્રકારના તંત્રની ઘર પર અસર નથી થતી અને ના તો સાધક પર કોઈના તંત્રક્રિયાનો પ્રભાવ પડે છે. જો કોઈને પણ પિતૃદોષ હોય તેણે દરરોજ હનુમાનજીની પ્રતિમાની પૂજા કરવી જોઈએ, તેનાથી પિતૃદોષ સમાપ્ત થઈ જશે.

વડના ઝાડના પાંદડા
વડના ઝાડના પાંદડા

3. મંગળવારે સવારે નાહીધોઈ વડના ઝાડના 11 કે 21 પાંદડા તોડી લઈ. ધ્યાન રાખો કે આ પાંદડા સંપૂર્ણ રીતે ચોખ્ખા હોવા જોઈએ. હવે તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને તેના પર ચંદનથી ભગવાન શ્રીરામનું નામ લખો. હવે આ પાંદડાની એક માળા બનાવો.

માળા બનાવવા માટે પૂજામાં ઉપયોગ કરવામાં આવતાં રંગીન દોરાનો ઉપયોગ કરો. હવે નજીકમાં આવેલા કોઈપણ હનુમાન મંદિરમાં જાવ અને હનુમાનજીની પ્રતિમાને આ માળા પહેરાવી દો. હનુમાનજીને પ્રસન્ન કરવાનો આ બહુ પ્રાચીન ટોટકો છે.

હનુમાનજીને ચોળા
હનુમાનજીને ચોળા

4. મંગળવારે હનુમાનજીને ચોળા ચડાવો. હનુમાનજીને ચોળા ચડાવતાં પહેલા સ્નાન કરી શુદ્ધ થઈ જાવ અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. માત્ર લાલ રંગની ધોતી પહેરશો તો વધારે સારું રહેશે. ચોળા ચડાવવા માટે ચમેલીના તેલનો ઉપયોગ કરો. સાથે જ ચોળા ચડાવતી વખતે એક દીવો હનુમાનજીની સામે દીપાવો. દીવામાં પણ ચમેલીના તેલનો ઉપયોગ કરો.

ચોલા ચડાવ્યા બાદ હનુમાનજીને ગુલાબના ફૂલની માળા પહેરાવો અને કેવડાનું અત્તર હનુમાનજીની મૂર્તિના બંને ખભા પર થોડુંક- થોડુંક છાંટો. હવે એક પાનનું પત્તું લો અને તેના ઉપર થોડો ગોળ અને ચણા રાખી હનુમાનજીને ભોગ ધરાવો. ભોગ ધરાવ્યા બાદ તે સ્થાને થોડીવાર બેસીને તુલસીની માળા નીચે આપેલા મંત્રનો જાપ કરો. ઓછામાં ઓછી પાંચ માળા જાપ અવશ્ય કરો.

મંત્ર

राम रामेति रामेति रमे रामे मनोरमे।
सहस्त्र नाम तत्तुन्यं राम नाम वरानने।।

હવે હનુમાનજીને ચડાવેલા ગુલાબના ફૂલની માળામાંથી એક ફૂલ તોડીને તેને એક લાલ કાપડમાં લપેટીને પોતાના ઘન સ્થાન એટલે કે તિજોરીમાં રાખો.

5. મંગળવારે સવારે સ્નાન અત્યાદી કરીને વડના ઝાડનું એક પાંદડું તોડો અને તેને સ્વસ્છ પાણીમાં ધોઈ લો. હવે આ પત્તાને થોડીવાર હનુમાનજીની પ્રતિમાની સામે રાખો અને ત્યારબાદ તેના પર કેસરથી શ્રીરામ લખો.

હવે આ પત્તાને પોતાના પર્સમાં રાખી લો. વર્ષભર તમારું પર્સ નાણાંથી ભરાયેલું રહેશે. ત્યારબાદ જ્યારે ફરીવાર શ્રાવણ માસ આવે ત્યારે આ પત્તાને કોઈ નદીમાં પ્રવાહીત કરો દો અને આ પ્રકારે એક અન્ય પત્તું અભિમંત્રિત કરી તમારા પર્સમાં રાખી લો.

6. મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જાવ અને ત્યાં બેસીને રામ રક્ષાસ્ત્રોતના પાઠ કરો. ત્યારબાદ હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ ધરાવો. જીવનમાં કોઈપણ સમસ્યા હોય તેનું નિવારણ કરવા માટે પ્રાર્થના કરો.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!