આપણાં પૂર્વજોએ આ 9 દિવસોમાં માતાની ભક્તિની સાથે જ યોગનું વિધાન પણ નિશ્ચિત કર્યું છે. આપણાં શરીરમાં સાત ચક્ર હોય છે. નવરાત્રિમાં દરેક દિવસે એક વિશેષ ચક્રને જાગૃત કરવામાં આવે છે, જેનાથી આપણને ઉર્જા પ્રાપ્ત થઇ શકે છે.
આપણે જો આ ઉર્જાને યોગ્ય રીતે પ્રબંધન કરી લઇએ તો અસાધારણ સફળતા પણ સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ. જેમ-જેમ આપણે ઉર્જાને એક-એક ચક્રથી ઉપર ઉઠાવીએ છીએ. આપણાં વ્યક્તિત્વમાં ચમત્કારી પરિવર્તન જોવા મળે છે. આજે ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે અમે તમને શરીરમાં સ્થિત સાત ચક્રો વિશે જણાવી રહ્યા છીએ, જે આ પ્રકારે છે-
પ્રથમ દિવસ- મૂલાધાર ચક્ર
ચૈત્ર નવરાત્રિના પહેલાં દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા શૈલપુત્રીને અખંડ સૌભાગ્યનું પ્રતીક પણ માનવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે યોગીજન પોતાની શક્તિ મૂલાધારમાં સ્થિત કરે છે અને યોગ સાધના કરે છે.
જાણો મૂલાધાર ચક્ર વિશેઃ-
મૂલાધાર અથવા મૂળ ચક્ર પ્રવૃત્તિ, સુરક્ષા, અસ્તિત્વ અને માનવની મૌલિક ક્ષમતા સાથે સંબંધિત છે. આ કેન્દ્ર ગુપ્તાંગ અને મળદ્વારની વચ્ચે અવસ્થિત હોય છે. આ ક્ષેત્રમાં એક માંસપેશી હોય છે, જે યૌન ક્રિયામાં સંખલનને નિયંત્રિત કરે છે. મૂળાધાર ચક્રનું પ્રતીક લાલ રંગ અને ચાર પાંખડીઓવાળા કમળ છે. તેનો મુખ્ય વિષય કામવાસના અને લાલસા છે. શારીરિક રૂપથી મૂલાધાર કામ-વાસનાને, માનસિક રૂપથી સ્થાયિત્વને, ભાવનાત્મક રૂપથી ઇન્દ્રિય સુખને અને આધ્યાત્મિક રૂપથી સુરક્ષાની ભાવનાને નિયંત્રિત કરે છે.
કેવી હોય છે તેની પ્રકૃતિ?
કામ પ્રધાન/માત્ર દેહને જ જોવે છે. વ્યક્તિ મોટાભાગે માત્ર પોતાની વિશે જ વિચારે છે. વિચારો અને કલ્પનાઓમાં ખોવાયેલ રહે છે.
આધ્યાત્મિક પ્રભાવ શું?
આપણાં વાસનાથી વધારે ઘેરાયેલાં રહીએ છીએ. મનની ઇચ્છાઓ ક્યારેય સમાપ્ત નથી થતાં. એક પછી એક નવી ઇચ્છાઓ જાગતી રહે છે.
પ્રોફેશનલ પ્રભાવ શું?
ટીમ વર્ક અને ટીમ ભાવના વધશે. હળી-મળીને કામ કરવાની પ્રવૃતિ આવશે. મન કામમાં લાગશે.
બીજા દિવસે- સ્વાધિષ્ઠાન ચક્ર
ચૈત્ર નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા થાય છે. બ્રહ્મશક્તિ એટલે તપની શક્તિ સ્વાધિષ્ઠાન ચક્રમાં સ્થિત હોય છે. એટલે કે, સમસ્ત ધ્યાન સ્વાધિષ્ઠાનમાં લગાવવાથી આ શક્તિ બળવાન થાય છે તથા સર્વત્ર સિદ્ધિ અને વિજય પ્રાપ્ત થાય છે.
જાણો સ્વાધિષ્ઠાન ચક્ર વિશેઃ-
સ્વાધિષ્ઠાન ચક્ર ત્રિકાસ્થિ (કમરની પાછળની ત્રિકોણી હાડકુ) માં સ્થિત હોય છે અને અંડકોષ અથવા અંડાશયના પરસ્પર મેલથી વિવિધ પ્રકારના યૌન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, જે પ્રજનન ચક્ર સાથે જોડાયેલ હોય છે. ત્રિક ચક્રનું પ્રતીક છ પાંખડીઓ અને તેનાથી પરસ્પર જોડાયેલ નારંગી રંગનું એક કમળ છે. સ્વાધિષ્ઠાનનું મુખ્ય વિષય સંબંધ, હિંસા, વ્યસનો, મૌલિક ભાવનાત્મક આવશ્યકતાઓ અને સુખ છે. શારીરિક રૂપથી સ્વાધિષ્ઠાન પ્રજનન, માનસિક રૂપથી રચનાત્મકતા, ભાવનાત્મક રૂપથી આનંદ અને આધ્યાત્મિક રૂપથી ઉત્સુકતાને નિયંત્રિત કરે છે.
કેવી હોય છે પ્રકૃતિ?
સ્વાધિષ્ઠાન ચક્ર જો જાગૃત ના હોય તો વ્યક્તિની રચનાત્મકતા બાધિત થાય છે. તે નીરસતાથી કામ કરે છે. નવા વિચારો અને રચનાત્મકતા બંન્ને જ દિમાગમાં પ્રવેશ મેળવી શકતા નથી.
આધ્યાત્મિક પ્રભાવ શું?
વિચાર નિયંત્રિત, શુદ્ધ થવું. દેહ સિવાય મન પણ જોવું.
પ્રોફેશનલ પ્રભાવ શું?
કમિટમેન્ટ અને કરેજ વધશે. કામમાં રચનાત્મકતા આવશે. નવા વિચારો આવશે.
ત્રીજો દિવસ- મણિપુર ચક્ર
ચૈત્ર નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાને સમર્પિત છે. તેમના પૂજનથી સાધકને મણિપુર ચક્રથી જાગૃત થનારી સિદ્ધિઓ આપમેળે જ પ્રાપ્ત થઇ જાય છે તથા સાંસારિક કષ્ટોથી મુક્તિ મળે છે.
જાણો મણિપુર ચક્ર વિશેઃ-
મણિપુર અથવા મણિપુરક ચક્ર ચયાપચય અને પાચન તંત્ર સાથે સંબંધિત છે. આ ચક્ર નાભિ સ્થાન પર હોય છે. આ પાચનમાં, શરીર માટે ખાદ્ય પદાર્થોને ઉર્જામાં રૂપાંતરિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. તેનું પ્રતીક દસ પાંખડીવાળું કમળ છે. મણિપુર ચક્રથી મળતો રંગ પીળો છે. મુખ્ય વિષય જે મણિપુર દ્વારા નિયંત્રિત થાય છે, તે છે- અંગત બળ, ભય, વ્યગ્રતા અને સહજ અથવા મૌલિકથી લઇને જટિલ ભાવના સુધીનું પરિવર્તન. શારીરિક રૂપથી મણિપુર ચક્ર પાચન, માનસિક રૂપથી અંગત બળ, ભાવનાત્મક રૂપથી વ્યાપકતા અને આધ્યાત્મિક રૂપથી બધા જ ઉપાદાનોના વિકાસને નિયંત્રિત કરે છે.
કેવી હોય છે પ્રકૃતિ?
મણિપુર ચક્ર બાધિત હોવા પર મનુષ્યમાં અસંતોષની ભાવના વધી જાય છે. મનુષ્ય સંસારિક કાર્મોમાં પૂર્ણ રીતે ઉલઝેલો રહે છે. તેના મનમાં સંતોષનો ભાવ રહેતો નથી, તે હંમેશા પોતાની અસંતુષ્ટિથી પરેશાન રહે છે.
આધ્યાત્મિક પ્રભાવ શું?
ક્યારેક-ક્યારેક વિચાર શૂન્ય થઇ જાય છે. સંતોષ જાગશે.
પ્રોફેશનલ પ્રભાવ શું?
લીડરશીપ વધશે. સંતુષ્ટિનો ભાવન વધશે અને ટીમને કંઇક આપવાની પ્રવૃતિ આવશે.
ચોથા દિવસે અનાહત ચક્રઃ-
ચૈત્ર નવરાત્રિના ચોથા દિવસની પ્રમુખ દેવી માતા કૂષ્માંડા છે. નવરાત્રિના ચતુર્થ દિવસે તેમની પૂજા અને આરાધના કરવામાં આવે છે. માતા કૂષ્માંડાના પૂજનથી આપણાં શરીરનું અનાહત ચક્ર જાગૃત થાય છે.
જાણો અનાહત ચક્ર વિશેઃ-
અનાહત ચક્ર બાલ્ય ગ્રંથિ સાથે સંબંધિત હોય છે, તે છાતિમાં સ્થિત હોય છે. બાલ્ય ગ્રંથિ પ્રતિરક્ષા પ્રણાલીનું તત્વ છે, તેમની સાથે જ તે અંતઃસ્ત્રાવી તંત્રનો પણ ભાગ છે. આ ચક્ર તણાવના પ્રતિકૂળ પ્રભાવથી પણ બચાવનું કામ કરે છે. અનાહતનું પ્રતીક બાર પાંખડીઓનું એક કમળ છે. અનાહત લીલા અથવા ગુલાબી રંગથી સંબંધિત છે. અનાહચ સાથે જોડાયેલ મુખ્ય વિષય જટિલ ભાવનાઓ, કરૂણા, ,સહ્રદયતા, સમર્પિત પ્રેમ, સંતુલન, અસ્વીકૃતિ અને કલ્યાણ છે. શારીરિત રૂપથી અનાહત સંચાલનને નિયંત્રિત કરે છે, ભાવનાત્મક રૂપથી પોતાના અને અન્ય માટે સમર્પિત પ્રેમ, માનસિક રૂપથી આવેશ અને આધ્યાત્મિક રૂપથી સમર્પણને નિયંત્રિત કરે છે.
કેવી હોય છે પ્રકૃતિ?
આ ચક્ર બાધિત હોવાથી વ્યક્તિ થોડો ડરપોક થઇ જાય છે. તે પોતાની વાત કહેવામાં સંકોચ કરવા લાગે છે તથા ઘણી વાર યોગ્ય વાતનું પણ સમર્થન કરી શકતો નથી.
આધ્યાત્મિક પ્રભાવ શું?
મન પ્રસન્ન રહેવા લાગે છે.
પ્રોફેશનલ પ્રભાવ શું?
માનવીયતા અને પ્રામાણિકતા આવશે. મીટિંગ અથવા સેમિનાર વગેરેમાં વિના ભય પોતાની વાત કહી શકશો.
પાંચમાં દિવસે- વિશુદ્ધ ચક્ર
ચૈત્ર નવરાત્રિના પાંચમાં દિવસે સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન વિશુદ્ધ ચક્રમાં અવસ્થિત હોવું જોઇએ, જેનાથી ધ્યાન વૃત્તિ એકાગ્ર થઇ શકે. આ શક્તિ પરમ શાંતિ અને સુધનો અનુભવ કરાવે છે.
જાણો વિશુદ્ધ ચક્ર વિશેઃ-
આ ચક્ર થાઇરોઇડ, જે ગળામાં હોય છે, તેના સમાનંતર હોય છે અને થાઇરોઇડ હોરમોન્સ ઉત્પન્ન કરે છે, જેનાથી વિકાસ અને પરિપક્વતા આવે છે. તેનું પ્રતીક સોળ પાખડીઓવાળું કમળ છે. વિશુદ્ધની ઓળખાણ હળવા કે પીળાશ ધરાવતા વાદળી કે ફિરોઝી રંગ છે. આ આત્માભિવ્યક્તિ અને સંપ્રષણ જેવા વિષયોને નિયંત્રિત કરે છે. શારીરિક રૂપથી વિશુદ્ધ સંપ્રેષણ, ભાવનાત્મક રૂપથી સ્વતંત્રતા, માનસિક રૂપથી ઉન્મુક્ત વિચાક અને આધ્યાત્મિક રૂપથી સુરક્ષાની ભાવનાને નિયંત્રિત કરે છે.
કેવી હોય છે પ્રકૃતિ?
આ ચક્રના બાધિત હોવાથી વ્યક્તિ નિસ્તેજ થવા લાગે છે. બીમારીઓ તેને ઘેરી લે છે અને વાણીનો પ્રભાવ લગભગ સમાપ્ત થઇ જાય છે.
આધ્યાત્મિક પ્રભાવ શું?
ચહેરા પર તેજ, શાંતિ. પરમાત્માની હળવી ઝલક.
પ્રોફેશનલ પ્રભાવ શું?
વેલ્યૂઝને સમજવી. વાણીમાં પ્રભાવ આવશે. વ્યક્તિત્વ આકર્ષક થશે તથા તમારી વાતનો સ્વીકાર થવા લાગશે.
છઠ્ઠો દિવસ- આજ્ઞા ચક્ર
ચૈત્ર નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા દૂર્ગાના કાત્યાયની રૂપની પૂજા કરવામાં આવે છે. તેમની ઉપાસના કરવાથી આસુરી પ્રવૃત્તિ અને શત્રુતાનો નાશ થાય છે, જે જીવન પ્રબંધનનું અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે. આ દિવસે સાધકનું મન આજ્ઞા ચક્રમાં અવસ્થિત થઇ જાય છે.
જાણો આજ્ઞા ચક્ર વિશેઃ-
આજ્ઞા ચક્ર બંન્ને ભમરની મધ્ય સ્થિત હોય છે. આજ્ઞા ચક્રનું પ્રતીક બે પાંખડીઓવાળું કમળ છે અને તે સફેદ, વાદળી અથવા ભૂરા રંગ સાથે મિશ્રિત હોય છે. આજ્ઞાનો મુખ્ય વિષય ઉચ્ચ અને નિમ્ન અહમને સંતુલિત કરવું અને અંતરસ્થ માર્ગદર્શન પર વિશ્વાસ કરવાનું હોય છે. આજ્ઞાનો નિહિત ભાવ અંતરજ્ઞાનને ઉપયોગમાં લાવવાનું છે. માનસિક રૂપથી, આજ્ઞા દ્રશ્ય ચેતના સાથે જોડાયેલ હોય છે. ભાવનાત્મક રૂપથી, આજ્ઞા શુદ્ધતાની સાથે સહજ જ્ઞાનના સ્તર સાથે જોડાયેલ છે.
કેવી હોય છે પ્રકૃતિ?
આ ચક્રમાં બાધાને કારણે વ્યક્તિ જુના માન-અપમાન, અપરાધ બોધ વગેરેથી ગ્રસિત રહે છે. માથાનો દુખાવો, તણાવ વગેરે બની રહે છે. ક્ષમાશીલતાનો અભાવ રહે છે.
આધ્યાત્મિક પ્રભાવ શું?
અજ્ઞાત ભયથી મુક્તિ. પરમાત્માની ઝલક વધારે સમય માટે
પ્રોફેશનલ પ્રભાવ શું?
અગ્રેસિવનેસ અને ફીયરલેસનેસ આવશે. ક્ષમાં કરી શકશો. તણાવમુક્ત કામ કરી શકશો.
સાતમાં દિવસે- ભાનુ ચક્ર
મહાશક્તિ માતા દુર્ગાના સાતમું સ્વરૂપ છે કાલરાત્રિ. માતા કાલરાત્રિ કાળનો નાશ કરનારી છે, જેના કારણે તેમને કાલરાત્રિ કહેવામાં આવે છે. આ દિવસે ભાનું ચક્રની શક્તિઓ જાગૃત થાય છે. વાસ્તવમાં ભાનું ચક્ર ન હોઇને નાડી છે. તેને સૂર્ય અથવા પિંગલા નાડી પણ કહેવામાં આવે છે.
જાણો શું છે ભાનું ચક્ર અથવા સૂર્ય નાડીઃ-
મનુષ્યના શરીરમાં જમણી બાજુ ઇચ્છા શક્તિ છે. જેને પિંગલા નાડી પણ કહેવામાં આવે છે. આ નાડી ઇચ્છા પૂર્તિ માટે કાર્ય કરવાની શક્તિ પ્રદાન કરે છે. આ નાડી શારીરિક તથા બૌદ્ધિક કાર્ય કરનારી માનવામાં આવે છે. આ નાડી શરીરના સંપૂર્ણ જમણા ભાગને પ્રભાવિત કરે છે.
આ ચક્ર ભવિષ્ય કાળ અને રોજગુણનું પ્રતીક છે. જેનાથી સુક્ષ્મ ગુણ સ્વાભિમાન, કૃતિ, શારીરિક તથા માનસિક હલચલ તથા બૌદ્ધિક કાર્ય છે. જેમાં બાધા હોવા પર અહંકાર, હઠયોગ, જિદ્દી સ્વભાવ, ભવિષ્ય વિષયમાં વધારે પ્રમાણમાં વિચારવું વગેરે અવગુણ આવી જાય છે.
આઠમો દિવસ- સોમ ચક્ર
નવરાત્રિના આઠમાં દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે નવરાત્રિના આઠમાં દિવસે આપણાં શરીરનું સોમ ચક્ર જાગૃત કરવાનો દિવસ છે. શ્રી મહાગૌરીની આરાધનાથી સોમ ચક્ર જાગૃત થઇ જાય છે અને આ ચક્રથી સંબંધિત બધી જ શક્તિઓ શ્રદ્ધાળુઓ પ્રાપ્ત કરે છે. વાસ્તવમાં સોમ ચક્ર ન હોઇને નાડી છે. જેને ચંદ્ર અને ઇડા પણ કહેવામાં આવે છે.
જાણો શું છે સોમ ચક્ર એટલે ચંદ્ર નાડી
આ નાડી મનુષ્યના શરીરમાં અધિભૌતિક અને આધ્યાત્મિક ક્ષેત્રની ડાબી બાજુ ઇચ્છા શક્તિ છે. જેને નાડી પણ કહેવામાં આવે છે. આ નાડી શરીરના સંપૂર્ણ ડાબા ભાગને પ્રભાવિત કરે છે. આ નાડી ભૂતકાલીન સ્મૃતિઓને સચેતન કરે છે અને તેના કારણે ક્રિયા કરવામાં સરળતા મળે છે. જ્યાં સુધી આ શક્તિ કાર્યરત રહે છે, ત્યાં સુધી મનુષ્યમાં જીવન જીવવાની અભિલાષા રહે છે.
ભૂતકાળ, સુપ્ત ચેતન, પ્રતિ અહંકાર તેના ગુણ છે. આ નાડીના સૂક્ષ્મ ગુણ ભાવના, પવિત્રતા, અસ્તિત્વ, આનંદ, ઇચ્છા અને માંગલ્ય છે. આ નાડીમાં કોઇપણ પ્રકારની બાધા હોવા પર આળસ, અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ, અપરાધની ભાવના, અશ્લીલ લેખન અથવા વાચન કરવું વગેરે અવગુણ આવી જાય છે.
નવમો દિવસ-સહસ્ત્રાર ચક્ર
ચૈત્ર નવરાત્રિના અંતિમ દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. અંતિમ દિવસે ભક્તોને પૂજાના સમયે પોતાનું પૂર્ણ ધ્યાન સહસ્ત્રાર (નિર્વાણ) ચક્ર, જે આપણાં કપાળના મધ્યમાં સ્થિત હોય છે, ત્યાં લગાવવું જોઇએ. આવું કરવાથી દેવીની કૃપાથી આ ચક્ર સાથે સંબંધિત શક્તિઓ સ્વતઃ જ ભક્તને પ્રાપ્ત થઇ જાય છે.
જાણો સહસ્ત્રાર ચક્ર વિશેઃ-
સહસ્ત્રારને મોટાભાગે શુદ્ધ ચેતનાનું ચક્ર માનવામાં આવે છે. તે મસ્તકને ઠીક મધ્યમાં ઉપરની તરફ સ્થિત કરે છે. તેનું પ્રતીક કમળની એક હજાર પાંખડીઓ છે અને તે મસ્તિષ્કના શીર્ષ પર અવસ્થિત હોય છે. સહસ્ત્રાર ચક્ર રીંગણી રંગનું પ્રતિનિધિત્વ કરે છે અને તે આંતરિક બુદ્ધિ અને દૈહિક મૃત્યુ સાથે જોડાયેલ હોય છે. સહસ્ત્રારનું આંતરિક સ્વરૂપ કર્મના નિર્મોચન સાથે, દૈહિક ક્રિયા ધ્યાનથી, માનસિક ક્રિયા સાર્વભૌમિક ચેતના અને એકતા સાથે અને ભાવનાત્મક ક્રિયા અસ્તિત્વ સાથે જોડાયેલ હોય છે.
કેવી હોય છે પ્રકૃતિ?
આ ચક્ર બધા જ ચક્રોમાં શ્રેષ્ઠતમ છે. તેની સુપ્ત અવસ્થાના કારણે પરમાત્માની પરમશક્તિને સમજી ન શકવી. મસ્તિષ્કનું ઓછું કામ કરવું, યાદશક્તિ ઓછી રહેવી વગેરે સમસ્યાઓ રહે છે.
આધ્યાત્મિક પ્રભાવ શું?
દરેક શ્વાસમાં પરમાત્માનું નામ મંત્ર સાંભળવાં. પ્રકૃતિ અને જીવોમાં પરમાત્માની ઝલક.
પ્રોફેશનલ પ્રભાવ શું?
સફળતાની સાથે શાંતિ. મન હંમેશા સ્થિર અને એકાગ્ર રહેવું. યાદશક્તિ ખૂબ જ શ્રેષ્ઠ રહેવી.
સાભાર: દિવ્ય ભાસ્કર.
જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!