Tag Archives: भगवान शिव God Shiv

ખાસ…સંપૂર્ણ શ્રાવણમાં ભોળાનાથને ચઢાવો આ વસ્તુઓ, દરેક કામના થશે ફળીભૂત…!!!

shivji13

શાસ્ત્રોમાં શિવલિંગના ઘણાં પ્રકાર જણાવવામાં આવ્યાં છે. જો તમે તમારી મનોકામના મુજબ તે શિવલિંગની પૂજા કરશો તો તમારી દરેક મનોકામના જલ્દી જ પૂર્ણ થઇ શકે છે. તો ચાલે આજે અમે તમને આ લેખમાં જણાવીએ કઇ મનોકામના માટે કયા શિવલિંગની પૂજા કરવી જોઇએ.

– ભૂમિ ખરીદવાની મનોકામનાની પૂર્તિ કરવા માટે ફૂલોથી શિવલિંગનું નિર્માણ કરી તેની પૂજા કરવી જોઇએ.

– ખાંડથી શિવલિંગ બનાવીને તેની પૂજા કરવાથી માનસિક તથા પારિવારિક સુખ-શાંતિની પ્રાપ્તિ થાય છે.

– વાંસના અંકુરથી શિવલિંગ બનાવીને તેની પૂજા કરવાથી વંશમાં વૃદ્ધિ થાય છે.

– ચાંદીથી બનેલાં શિવલિંગની પૂજા અને રૂદ્રાભિષેક તેવા લોકોને ફાયદો આપે છે તે આર્થિક રૂપથી પરેશાન હોય છે.

– મુક્તિની ઇચ્છા રાખનાર વ્યક્તિઓએ આંબળાને પીસીને તેના દ્વારા શિવલિંગનું નિર્માણ કરવું જોઇએ. આ શિવલિંગનો રૂદ્રાભિષેક શિવલોકમાં સ્થાન અપાવે છે.

– ધન તથા સુખ સમૃદ્ધિ માટે સોના અથવા પીત્તળના શિવલિંગની પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે.

– પારદથી બનેલાં શિવલિંગની પૂજા કરવાથી ધન, સુખ તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ માટે જો અન્ય પ્રકારના શિવલિંગને બનાવવામાં મુશ્કેલી આવી રહી છે તો તમે પારદના બનેલાં શિવલિંગનો પ્રયોગ કરી શકો છો.

– ઘાસને પીસીને શિવલિંગ બનાવવું અને તેનો રૂદ્રાભિષેક કરશો તો અકાળ મૃત્યુનો ભય દૂર થઇ જાય છે. આ શિવલિંગ આયુષ્યમાં વૃદ્ધિ કરે છે.

– લાલ અને સફેદ આંકડાના ફૂલથી ભગવાન શિવનું પૂજન કરવાથી ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

– ચમેલીના ફૂલથી ભગવાન શિવનું પૂજન કરવાથી વાહન સુખ પ્રાપ્ત થાય છે.

– અળસીના ફૂલોથી શિવનું પૂજન કરવાથી મનુષ્ય ભગવાન વિષ્ણુને પ્રિય બને છે.

– શમીના પાનથી પૂજન કરવા પર મોક્ષની પ્રાપ્તિ થાય છે.

– મોગરાના ફૂલથી પૂજન કરવાથી સુંદર અને સુશીલ પત્ની પ્રાપ્ત થાય છે.

– જો જૂહીના ફૂલથી શિવનું પૂજન કરવામાં આવે તો ઘરમાં ક્યારેય અનાજની કમી આવતી નથી.

– કરેણના ફૂલથી શિવ પૂજન કરવામાં આવે તો નવા વસ્ત્રોની પ્રાપ્તિ થાય છે.

– પારિજાતકના ફૂલોથી પૂજન કરવામાં આવે તો સુખ-સંપત્તીમાં વૃદ્ધિ થાય છે.

– ધતૂરાના ફૂલથી પૂજન કરવામાં આવે તો ભગવાન શંકર સુયોગ્ય પુત્ર પ્રદાન કરે છે, જે આગળ જઇને કુળનું નામ રોશન કરે છે.

– લાલ ડંઠલવાળા(મૂળ અને ડૂંડાની વચ્ચેનો ભાગ) ધતૂરો પૂજામાં શુભ માનવામાં આવે છે.

– દૂર્વાથી પૂજન કરવામાં આવે તો આયુષ્યમાં વૃદ્ધિ થાય છે.

શિવપુરાણ મુજબ જાણો ભગવાન શિવને કયો રસ (પ્રવાહી) અર્પણ કરવાથી તેનું શું ફળ પ્રાપ્ત થાય છેઃ-

– તાવ આવવા પર ભગવાન શિવને જળધારા અર્પણ કરવાથી ઝડપથી લાભ પ્રાપ્ત થાય છે. સુખ અને સંતાનની વૃદ્ધિ માટે પણ જળધારા દ્વારા શિવની પૂજા ઉત્તમ જણાવવામાં આવી છે.

– નપુંસક વ્યક્તિ જો ઘીથી ભગવાન શિવનો અભિષેક કરે, બ્રાહ્મણોને ભોજન કરાવે તથા સોમવારે વ્રત કરે તો તેની સમસ્યાનું નિદાન તરત જ આવી જાય છે.

– તેજ મગજ પ્રાપ્ત કરવા માટે ખાંડ મિક્સ કરેલ દૂધ ભગવાન શિવને અર્પણ કરવું.

– સુગંધિત તેલથી ભગવાન શિવનો અભિષેક કરવાથી સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.

– શિવલિંગ પર શેરડીનો રસ અર્પણ કરવામાં આવે તો દરેક પ્રકારના આનંદની પ્રાપ્તિ થાય છે.

– શિવને ગંગાજળ અર્પણ કરવાથી ભોગ અને મોક્ષ બંન્નેની પ્રાપ્તિ થાય છે.

– મધથી ભગવાન શિવનો અભિષેક કરવાથી ટીબીના રોગમાં આરામ મળે છે.

ભગવાન શિવને પ્રસન્ન કરવાના ઉપાયઃ-

– ભગવાન શિવને ચોખા અર્પણ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે.

– તલ અર્પણ કરવાથી પાપનો નાશ થાય છે.

– જવ અર્પણ કરવાથી સુખમાં વૃદ્ધિ થાય છે.

– ઘઉં અર્પણ કરવાથી સંતાન વૃદ્ધિ થાય છે.

આ બધા જ અનાજ ભગવાનને અર્પણ કર્યા પછી ગરીબોમાં વહેંચવા જોઇએ. આવું કરવાથી શુભફળની પ્રાપ્તિ થાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ખાસ…આ છે શિવને પ્રસન્ન કરવાની સૌથી સરળ વિધિ અને પંચોપચારની પૂજા…!!!
જાણો…ગ્રહદોષથી મુક્તિ મેળવવી હોય તો આજથી જ શરૂ કરો, શિવના આ રાશિઉપાય..!!
જાણો…અમાસ ના દિવસે, લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ચમત્કારિક ઉપાય…!!

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

Advertisements

हर समस्या की काट है शिव-अभिषेक…કરો તમારા નામની રાશિ પ્રમાણે ખાસ નિત્ય-પૂજા…!!!

Shivom

ભોળાનાથને દેવોના દેવ એટલે કે મહાદેવ પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે શિવ આદિ અને અનંત છે. શિવ જ એક માત્ર એવા દેવતા છે જેમની લિંગ રૂપમાં પણ પૂજા થાય છે. શિવને પ્રસન્ન કરવા માટે તેમને એવી વસ્તુઓ પૂજામાં અર્પિત કરવામાં આવે છે જે અન્ય કોઈ દેવતાને નથી ચડાવવામાં આવતી. જેમ કે આકડા, બિલીપત્ર, ભાંગ વગેરે. પરંતુ શાસ્ત્રો મુજબ અમુક વસ્તુઓ શિવ પૂજામાં ક્યારેય ઉપયોગ ન કરવી જોઈએ.

શિવ પૂજામાં શું ભૂલથી પણ ન ચડાવવું:

ધાર્મિક કાર્યોમાં હળદરનું મહત્વપૂર્ણ સ્થાન છે. કેટલાય પૂજન કાર્ય હળદર વિના પૂર્ણ માનવામાં નથી આવતા, પરંતુ હળદર, શિવજી સિવાય બધા દેવી-દેવતાઓને અર્પિત કરવામાં આવે છે. હળદરનું સ્ત્રી સૌંદર્ય પ્રસાધનમાં મુખ્યરૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. શાસ્ત્રો મુજબ શિવલિંગ પુરૂષત્વનું પ્રતીક છે, આ જ કારણોસર મહાદેવને હળદર ચડાવવામાં નથી આવતી.

જળાધારી પર ચડાવવામાં આવે છે હળદર:

શિવલિંગ પર હળદર ન ચડાવવી જોઈએ પરંતુ જળાધારી પર ચડાવી શકાય છે. શિવલિંગ બે ભાગને મળાવીને બન્યું છે. એક ભાગ શિવજીનું પ્રતીક છે અને બીજું માતા પાર્વતીનું. શિવલિંગ જોકે પુરૂષત્વનું પ્રતિનિધિત્વ કરે છે એટલે તેની પર હળદર ન ચડાવવી જોઈએ. હળદર સ્ત્રી સૌંદર્ય પ્રસાધનની સામગ્રી છે અને જળાધારી માતા પાર્વતી સાથે સંબંધિત છે એટલે તેના પર હળદર ચડાવી શકાય છે.

ભોળાનાથને ચડાવો ફૂલ:

શિવ સફેદ રંગના ફૂલથી જલ્દી પ્રસન્ન થાય છે. કારણ શિવ કલ્યાણના દેવતા છે. સફેદ શુભતાનો પ્રતીક છે, જે શુભ છે સૌમ્ય છે, શાશ્વત છે જે શ્વેત ભાવવાળો છે. એટલે તે સાત્વિક ભાવવાળો. પૂજામાં શિવને આકડા અને ધતૂરાના ફૂલ અત્યધિક પ્રિય છે. તેનું કારણ છે કે શિવ વનસ્પતિઓના દેવતા છે. અન્ય દેવતાઓને જે ફૂલ નથી ચડાવવામાં આવતા તે શિવને પ્રિય છે. તેમને બોરસળી ચડાવવાનો ઉલ્લેખ પણ મળે છે.

ક્યા ફૂલ કરી શકે છે તમારી ઈચ્છા પૂરી?

એક ધારણા મુજબ શિવ પૂજામાં જાત-જાતના ફૂલો ચડાવવાથી જુદા-જુદા પ્રકારની ઈચ્છાઓ પૂરી થાય છે. જાણો કઈ ઈચ્છાની પૂર્તિ માટે શિવને કેવું ફૂલ ચડાવવું જોઈએ તેના વિશે…

– વાહન સુખ માટે ચમેલીનું ફૂલ. ધનપ્રાપ્તિ માટે કમળનું ફૂલ, શંખપુષ્પી અથવા બિલીપત્ર. લગ્નમાં આવતી સમસ્યાઓને દૂર કરવા માટે મોગરાના ફૂલ. તેનાથી યોગ્ય વર-વધૂ મળે છે.

– પુત્ર પ્રાપ્તિ માટે ધતૂરાના લાલ ફૂલ ચડાવવા. ધતૂરાના લાલ ફૂલ ન મળે તો સામાન્ય ધતૂરા ચડાવો. માનસિક તણાવ દૂર કરવા માટે શિવને રાતરાણીના ફૂલ ચડાવવા. જૂઈના ફૂલ અર્પિત કરવાથી અપાર અન્ન-ધનની પ્રાપ્તિ થાય છે.

– શિવપૂજામાં કરેણના ફૂલો અર્પણ કરવાથી વસ્ત્ર-આભૂષણની ઈચ્છાઓ પૂરી થાય છે. લાંબી ઉંમર માટે દુર્વાથી શિવ પૂજન કરવું. સુખ-શાંતિ તથા મોક્ષ માટે મહાદેવની તુલસીના પાન અથવા સફેદ કમળના ફૂલોથી પૂજા કરો.

અનાજ ચડાવીને પણ કરી શકાય છે ઈચ્છા પૂર્તિ:

આ જ રીતે ભગવાન શિવની પ્રસન્નતાથી ઈચ્છાઓ પૂરી કરવા માટે શિવ પૂજામાં કેટલાય પ્રકારના અનાજ ચડાવવાનું મહત્વ બતાવવામાં આવ્યું છે. એટલે શ્રદ્ધા અને આસ્થાની સાથે આ ઉપાયને પણ કરવું ન ભૂલો. જાણો ક્યા અન્ન ચડાવવાથી પૂર્ણ થાય છે ઈચ્છા…

– શિવ પૂજામાં ઘઉંથી બનેલી વાનગી ચડાવવા પર કુટુંબની વૃદ્ધિ થાય છે. મગથી શિવ પૂજા કરવા પર દરેક સુખ અને એશ્વર્ય મળે છે. ચણાની દાળ અર્પિત કરવા પર શ્રેષ્ઠ જીવનસાથી મળે છે. કાચાં ચોખા અર્પિત કરવાથી કંકાશથી મુક્તિ અને શાંતિ મળે છે.

– તલથી શિવજીની પૂજા અને હવનમાં એક લાખ આહુતિઓ આપવા પર દરેક પાપનો અંત થઈ જાય છે. અડદ ચડાવવાથી ગ્રહદોષ અને ખાસ કરીને શનિ પીડા શાંત થાય છે.

રાશિ મુજબ શિવ આરાધના:

ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ દેશના જુદા-જુદા ભાગમાં સ્થિત છે, જેને સાક્ષાત શિવસ્વરૂપ માનવામાં આવે છે. શાસ્ત્રો મુબજ દરેક દિવસે ભગવાન શિવ 24 કલાકમાં એક વખત શિવલિંગમાં સ્થિત થાય છે એટલે પોતાની રાશિ મુજબ જ્યોતિર્લિંગનું ધ્યાન કરતા શિવ આરાધના કરવાથી વિશેષ લાભ મળે છે.

મેષ રાશિ

શિવની પૂજા પછી ‘ह्रीं ओम नमः शिवाय ह्रीं’ આ મંત્રના 108 વખત જાપ કરો. તેમજ મધ, ગોળ, શેરડીનો રસ તથા લાલ પુષ્પ ચડાવો.

વૃષભ રાશિ

આ રાશિના લોકોએ મલ્લિકાર્જુનનું ધ્યાન કરતા ‘ઓમ નમઃ શિવાય’ મંત્રના જાપ કરવા અને કાચાં દૂધ, દહીં તથા શ્વેત પુષ્પ ચડાવવું.

મિથુન રાશિ

મહાકાલેશ્વરનું ધ્યાન કરતા ‘ઓમ નમો ભગવતે રૂદ્રાય’ મંત્રના યથાશક્તિ જાપ કરવા, બધા ફળનૌ રસ, મગ, બિલીપત્ર વગેરે ચડાવો.

કર્ક રાશિ

શિવજીની કૃપા પ્રાપ્ત કરવા માટે ‘ओम हौं जूं सः’ મંત્રના જેટલા શક્ય હોય તેટલા જાપ કરવા અને શિવલિંગ પર કાચું દૂધ, માખણ, મગ, બિલીપત્ર વગેરે ચડાવો.

સિંહ રાશિ

‘ओम त्र्यंबकं यजामहे सुगंधि पुष्टिवर्धनम,
उर्वारूकमिव बन्ध्नान्मृत्योर्मुक्षीय मामृतात्.’

આ મંત્રના ઓછામાં ઓછા 51 જાપ કરો, તેની સાથે જ જ્યોતિર્લિંગ પર મધ, શુદ્ધ ઘી, લાલ ફૂલ વગેરે ચડાવો.

કન્યા રાશિ

‘ओम नमो भगवते रूद्राय’ મંત્રનો યથાશક્તિ જાપ કરો. લીલા ફળના રસ, બિલીપત્ર, મગ, લીલા તથા બ્લૂ ફૂલ ચડાવવા.

તુલા રાશિ

શિવ પંચાક્ષરી મંત્ર ‘ઓમ નમઃ શિવાય’ના 108 વખત જાપ કરવા અને દૂધ, દહીં, ઘી, માખણ, શાકર ચડાવવું.

વૃશ્ચિક રાશિ

‘ह्रीं ओम नमः शिवाय ह्रीं’ મંત્રના જાપ કરો અને મધ, શુદ્ધ ઘી, ગોલ, બિલીપત્ર, લાલ ફૂલ શિવલિંગ પર અર્પિત કરવા.

ધન રાશિ

આ રાશિના જાતકોએ ‘ओम तत्पुरूषाय विद्महे महादेवाय धीमहि। तन्नो रूद्रः प्रचोदयात।।’ આ મંત્રથી શિવની પૂજા કરવી. ધન રાશિવાળા જાતકોએ મંત્ર જાપ સિવાય શિવલિંગ પર શુદ્ધ ઘી, મધ, શાકર, બદામ, પીળા ફૂલ ચડાવવા.

મકર રાશિ

ત્રયમ્બકેશ્વરનું ધ્યાન કરતા ‘ઓણ નમઃ શિવાય’ મંત્રની 5 માળા કરવી. આ સિવાય ભગવાન શિવને સરસિયાંનું તેલ, તલનું તેલ, કાચું દૂધ, જાંબુ, વાદળી ફૂલથી અભિષેક કરો.

કુંભ રાશિ

કુંભ રાશિના સ્વામી પણ શનિ દેવ છે એટલે આ રાશિના વ્યક્તિ પણ મકર રાશિની જેમ ‘ઓમ નમઃશિવાય’ના જાપ કરે. જાપ કરતી વખતે કેદારનાથનું ધ્યાન કરવું. કાચું દૂધ, સરસિયાંનું તેલ, તલનું તેલ અને વાદળી ફૂલ ચડાવવા.

મીન રાશિ

ओम तत्पुरूषाय विद्महे महादेवाय धीमहि। तन्नो रूद्र प्रचोदयात।। આ મંત્રના જેટલા વધુ થઈ શકે એટલા જાપ કરવા. શેરડીનો રસ, મધ, બદામ, બિલીપત્ર, પીળા ફૂલ અને પીળા ફળ ચડાવવા.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

વિષ્ણુલીલાઃ જડ-ચેતન, પશુ-પક્ષી સહિત 24 ગુરુ બનાવી આપેલો અનોખો સંદેશો…!!

vishnu bhagwan2

માગશર માસની પૂનમે દત્ત જયંતીનું પર્વ મનાવવામાં આવે છે. ધર્મશાસ્ત્રો અનુસાર આ તિથિએ ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો હતો. દત્તાત્રેય ભગવાન વિષ્ણુના જ અવતાર માનવામાં આવે છે. ભગવાન દત્તાત્રેયનો જન્મ માગશર માસની પૂનમને પ્રદોષકાળમાં થયો હતો. એવી માન્યતા છે કે જે ભક્ત દત્તાત્રેયનું સ્મરણ કરે છે ભગવાન દત્તાત્રેયની દરેક સમસ્યાનું નિદાન કરે છે આ માટે તેમને સ્મૃતિગામી અને સ્મૃતિમાત્રાનુગન્તા કહેવામાં આવે છે. શ્રીમદ ભાગવદ વગેરે ગ્રંથો અનુસાર તેમણે ચોવીસ ગુરૂઓ માન્યા કે જેમાં કુતરો, સાપ, ગાય વગેરેને જાનવરને તેમણે ગુરૂ માન્યા હતા. આજે અમે અહીં દત્તાત્રેયના 24 ગુરુઓની માહિતી આપીશું.

કોણ છે ભગવાન દત્તાત્રેયઃ-

ભગવાન દત્તાત્રેય બ્રહ્માજીના માનસપુત્ર ઋષિ અત્રિના પુત્ર છે. તેમની માતાનું નામ હતું અનસૂયા. અનેક ગ્રંથોમાં એવું બતાવવામાં આવ્યુ હતું કે ઋષિ અત્રિ અને અનસૂયાના ત્રણ પુત્ર થયા હતા. બ્રહ્માજીના અંશથી ચંદ્ર, શિવજીના અંશથી દુર્વાસા ઋષિ, ભગવાન વિષ્ણુના અંશથી દત્તાત્રેયનો જન્મ થયો. ક્યાંક-ક્યાંક એવો પણ ઉલ્લેખ મળે છે કે ભગવાન દત્તાત્રેય જ બ્રહ્મા, વિષ્ણુ અને શિના સમ્મિલિત અવતાર છે.

ભગવાન દત્તના નામથી દત્ત સંપ્રદાયનો ઉદય થયો. ગિરનાર ક્ષેત્ર એ શ્રી દત્તાત્રેય ભગવાનની સિદ્ધપીઠ છે. જેમની ગુરૂ ચરણ પાદુકાઓ વારાણસી તથા આબુ પર્વત ઘણા સ્થાન પર જોવા મળે છે. દક્ષિણ ભારતમાં તેમના અનેક પ્રસિદ્ધ મંદિર છે. માગશરની પૂનમને ભગવાન દત્તાત્રેયના નિમિત્તે વ્રત કરવાથી અને તેમના મંદિરમાં જઇને દર્શન- પૂજન કરવાથી દરેક મનોકામનાઓ પુરી થાય છે.

દત્તાત્રેય અવતાર:-

ધર્મગ્રંથો અનુસાર દત્તાત્રેય પણ ભગવાન વિષ્ણુનો અવતાર છે, તેની જન્મની કથા આ પ્રકાર છે-

એકવાર માતા લક્ષ્મી, પાર્વતી અને સરસ્વતીને પોતાના પતિવ્રતા પર અત્યંત ગર્વ થઈ ગયો. ભગવાને તેમના અહંકારને નષ્ટ કરવા માટે લીલા રચી. તેમના અનુસાર એક દિવસ નારદજી ફરતાં-ફરતાં દેવલોક પહોંચ્યા અને ત્રણેય દેવીઓને વારાફરથી જઈને કહ્યું કે ઋષિ અત્રિની પત્ની અનુસૂયાની સામે તમારું સતિત્વ કંઈપણ નથી. ત્રણેય દેવીઓએ આ વાતની પોતાના સ્વામીઓને જણાવી અને કહ્યું કે અનુસૂયાની પતિવ્રતાની પરીક્ષા લો.

ત્યારે ભગવાન શંકર, વિષ્ણુ અને બ્રહ્મા સાધુવેશ ધરીને અત્રિ મુનિના આશ્રમ આવ્યા. મહર્ષિ અત્રિ એ સમયે આશ્રમમાં ન હતાં. ત્રણેયએ દેવી અનુસૂયા પાસે ભિક્ષા માંગી પરંતુ એ કહ્યું કે નિર્વસ્ત્ર થઈને અમને ભિક્ષા આપવી પડશે. અનુસૂયા પહેલા તો આ જાણીને ચોંકી ગઈ, પરંતુ પછી સાધુઓનું અપમાન નથાય એ ડરે તેણે પોતાના પતિનું સ્મરણ કર્યુ અને બોલી કે જો મારુ પતિવ્રતા ધર્મ સાચો છે તો આ ત્રણેય સાધુ છ-છ માસના શિશુ થઈ જાય.

એવું બોલતા જ ત્રિદેવ શિશુ બની રડવા લાગ્યા. ત્યારે અનુસૂયાએ માતા બનીને તેમને ખોળામાં લઈને સ્તનપાન કરાવ્યું અને ઘોડીયામાં ઝૂલાવ્યા. જ્યારે ત્રણેય દેવ પોતાના સ્થાન પર પરત ફર્યા નહીં તો દેવીઓ વ્યાકુળ થઈ ગઈ. ત્યારે નારદે ત્યાં આવી બધી વાત જણાવી. ત્રણેય દેવીઓ અનુસૂયાની પાસે ગઈ અને ક્ષમા માંગી. ત્યારે દેવી અનુસૂયાએ ત્રિદેવને પોતાના પૂર્વ રૂપમાં કરી દીધા. પ્રસન્ન થઈને ત્રિદેવે તેમને વરદાન આપ્યું કે અમે ત્રણેય પોતાના અંશ રૂપે તારા કુખે પુત્રરૂપે જન્મ લઈશું. ત્યારે બ્રહ્માના અંશથી ચંદ્રમા, શંકરના અંશથી દૂર્વાસા અને વિષ્ણુના અંશથી દત્તાત્રેયનો જન્મ થયો.

પૃથ્વી –

આ તત્વ પંચતત્વમાંથી એક છે. તે તત્વ માંથી તેઓ સહનશિલતાનો ગુણ શિખ્યા. પૃથ્વીની જેમ તેને ક્યારે કઠોર થવું અને ક્યારે નરમ થવું તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. આજના જીવનમાં ઓફિસ હોય કે ઘર તેમાં સહનશિલતા મહત્વની છે. વારેવારે ઝગડનાર માણસની વિભાવના બદલી જાય છે, પછી આપણા ચારિત્ર્યની વ્યાખ્યા લોકો સામે બગડી જાય છે, આવું થાય ત્યારે પૃથ્વીને યાદ કરી અને ધૈર્યધારણ કરવું જોઈએ.

ચંદ્ર –

ચંદ્ર પાસેથી તેમણે શરીરની ક્ષુદ્રતા અને આત્માની અમરતા શિખી કે જ્યારે તમને એ ખબર નથી કે ક્યારે તમારે મરવાનું છે. ત્યારે તમારી પાસે જેટલો સમય છે તેનો ઉચપયોગ કરી લો. ચંદ્ર તેના પ્રકાશ વડે વનસ્પતિ પોષે છે તો બીજાને પણ આગળ લાવવાની ભાવના કેળવો.

હરણ –

દત્તે જંગલમાં જોયું કે એક હરણ આગળ દોડે છે અને શિકારી તેને પકડી શકતો નથી તેથી શિકારી થાકીને હરણને પ્રિય યુક્તિ અજમાવે છે સંગીત વગાડે છે અને હરણ ત્યાં લોભાઈને આવે છે, તેથી તે મરાય જાય છે. તેથી ગુણ એ ગ્રહણ થાય છે કે સારી બાબતનો લોભ પણ તમારો વિનાશ કરવા માટે સક્ષમ છે માટે બચીને રહેવું જોઈએ.

કબૂતર –

કબૂતર પાસેથી તે શિખ્યા કે માત્ર આપણી માટે જ ન જીવવું જોઈએ. કબૂતર પોતાનું ચણે છે કે પોતાના પરિવારનું જ પોષણ કરે છે. અને તેનામાં બુદ્ધિનો અભાવ અને ક્ષુધાતુરતા જોઈ. આ દોષો દૂર કરવાની પ્રેરણા તેને તેમાંથી મળી તેથી તેનું ગુરુ બન્યું. કબૂતર ગમે તેટલું ખાય પણ તે ધરાતું નથી. તે રીતે માણસની મહત્વકાંક્ષાઓ એક પછી એક આવતી જ રહેવાની મનોવિજ્ઞાની કાર્લ યંગે તો માણસનો ઈચ્છાઓનું પોટલું કહ્યું છે, તેથી તે સુખી નથી રહેતો માટે થોડામાં સંતોષ માનવો જોઈએ.

પિંગળા ગણિકા –

ગણિકા પાસેથી યુવાનની નશ્વરતા જાણી અને કામવાસનાની નિર્લેપતા પામી. જ્યારેય ગણિકા યુવાન હતી ત્યારે તે પોતાના રૂપથી પુરુષોને મોહિત કરી અને તેનું ધન લઈ લેતી હતી પણ વૃદ્ધ થતા તે અનેક રોગોમાં ફસાઈ અને પછી કોઈ તેની પાસે ઉભું રહેવા તૈયાર ન થયું. અર્થાત તમારી પાસે જ્યારે અલભ્ય કંઈ છે તો તેનો ખોટો ઉપયોગ ન કરો, તેનાથી છક્કી ન જાવ તે વસ્તુ જતા જ તમારું મહત્વ નથી રહેતું અને તમે દુઃખી થઈ જાવ છો. અને વિષયાસક્તતા પણ સારી નથી. કામ વાસનાથી તમે તમારું બધું ગુમાવી શકો છો.

કુંવારિકા –

દત્તગુરુ ફરતા હતા ત્યારે એક કુંવારિકા ઘરે કોઈ ન હોવાથી મહેમાન માટે અનાજ ખાંડવા બેસી તેમાં તેના બલોયા(બંગડી)નો અવાજ આવતો હતો તેથી તેણે અવાજ ન આવે અને મહેમાનને એમ ન થાય કે રસોઈ માટે કશું નથી તેથી તેણે હાથમાં એક-એક બંગડી જ રાખી. તેથી તેનો ગુણ ગ્રહણ કર્યો કે તમારે જ્યાં શાંતિ પ્રવર્તતિ હોય ત્યાં કામ કરવું કારણ કે વિદ્યાભ્યાસ માટે શાંતિ અને એકાંત જરૂરી છે.

આકાશ –

આકાશ પાસેથી તેણે વિશાળતાનો ગુણ ગ્રહણ કર્યો. હૃદય અને મનની વિશાળતા જ તમને મહાન બનાવી શકે છે. કારણ કે તેથી તમે કોઈ એક જગ્યાએ કે એક વિચારે ન ટકતા તમારા વિચારોમાં અને તમારી આંતરિક બાહ્ય રીતભાતમાં વ્યાપકતા આવે જેથી તમે ગમે તે ગ્રહણ કરવાની તાકાત ધરાવતા થઓ છો.

અગ્નિ –

અગ્નિ પાસેથી પરિગ્રહતા, તેજસ્વીતા અને શુદ્ધત્વ તથા ગુપ્તતા રાખવાનો ગુણ પ્રાપ્ત થાય છે. અગ્નિ કોઈ પણ વસ્તુને પોતાનામાં સમાવી લે છે. લાકડામાં છૂપાયેલી અગ્નિ જ્યારે પ્રગટે છે ત્યારે જ સૌને ખબર પડે છે. માટે તમારી યોજનાઓને ગુપ્ત રાખતા શિખો અને જ્યારે જરૂ પડે ત્યારે પૂરા વેગ સાથે તેનો ઉપયોગ કરો.

હાથી –

હાથી હાથણનો સ્પર્શ પામવા ગાંડો થાય છે. માનવ આ સમજે છે તેથી તેનો શિકાર કરવા એક ખાડો બનાવી અને તેની એક બાજુ હાથણ રાખે છે ખાડામાં ફાંસલો બનાવે લો હોય છે. અને તે હાથણીને મળવા જાય છે ત્યારે તે ફાંસલામાં ફસાઈ છે. માટે હાથી સ્પર્શ સુખ ખાતર પોતાનું સ્વાતંત્ર્ય ગુમાવે છે. વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ કે સ્પર્શ પાછળ ઘેલા થઈ અને તમારી સ્વતંત્રતા ન ગુમાવો સ્વતંત્રતા તમારા વિકાસ માટે જરૂરી છે. લોભ, મોહ અને સ્ત્રી ઘેલછા તમારા નાશ માટે હોય છે. ઉન્નતિ માટે નહીં.

વાયુ –

તેની પાસેથી તેણે અપરિગ્રહતાનો ગુણ લીધો. પવન છે એ કશું સંગ્રહ કરતો નથી. તેની પાસે જે છે તે વહેંચી દે છે. તેનામાં સુગંધ અને દુર્ગંધ બન્ને હોય છે પણ પોતે તો નિર્લિપ્ત રહે છે, એટલે કે સુખ અને દુઃખને સમાન માનો અને ત્યાગતા પણ આવડવું જોઈએ. તો ઘણી સમસ્યાઓ તેની મેળે જ પૂરી થશે.

શરકૃત –

શરકૃત એટલે બાણ બનાવનાર. તેણે જોયું કે એક તરફ રાજાની સવારી ઢોલનગારા સાથે પસાર થાય છે છત્તા પણ પેલો બાણ બનાવનારો લુહાર એટલે કે શરકૃતનું ધ્યના જતું નથી, તે તેના કામમાં મશગુલ છે. માટે જીવન વિકાસ માટે તમારા કામમાં સફળ થવા એટલા ઓતપ્રોત થઈ જાવ કે તમને ખલેલ પહોંચાડનારા કોઈ અવાજ પણ તમારી એકાગ્રતાને તોડી ન સકવી જોઈએ.

અર્ભક –

અર્ભકનો અર્થ થાય છે નાનું બાળક. નાના બાળક પોતાની દુનિયામાં મસ્ત હોય છે, તેને નથી કોઈ ચિંતા નથી માન-અપમાન આવું જીવનમાં રહેવું જોઈએ એવો અર્થ ગ્રહણ કર્યો. માન-સન્માનની ખેવના વગર રહેવાથી ચિંતા આપોઆપ ઉકેલાઈ જાય છે. બાળકમાં દરેક વાત માટે એક જીજ્ઞાષા હોય છે. તેવી બાળસહજ વૃત્તિઓ રાખવાથી નવું જાણવાનું મળે છે અને આ દુનિયાની પરવા કર્યા વગર તમે તમારા નિશ્ચિત કરેલા પથ પર આગળ વધી શકો છો.

માછલી –

માછલીમાંથી તેને શીખ્યું કે ખાવાનો મોહ ન રાખવો. માછલી કાંટામાં રહેલ માંસને ખાવા આવે છે અને ફસાઈ જાય છે એ રીતે જેણે કંઈ પ્રાપ્ત કરવું છે તેને આહાર મોહ ન રાખવો તેથી તમે સજાગ નથી રહેતા તો આ માનવ દેહ ધારીને તમારે જે પ્રાપ્ત કરવું હોય તે પ્રાપ્ત કરી શકો છો. પણ જો આહાર છે તે આળસ અને ઈન્દ્રિયબળ આપે છે જેથી તમારી સામે વિકલ્પો ઉભા થાય છે અને તે વિકલ્પોમાં ફસાઈને તમે પણ વિનાશના માર્ગે જાવ છો.

ટીટોડી –

ટીટોડી ચાંચમાં ખાવાનું લઈને જતી હતી ત્યારે તેની પાછળ ઘણા પક્ષિઓ પડ્યા તેની ચાંચમાંથી પડાવવા માટે પણ જ્યારે પેલી ટીટોડીએ બધું મુકી દીધું ત્યારે કોઈ તેની સાથે ન રહ્યું. તેમાંથી એવું ગ્રહણ થયું કે તમારી પાસે ભૌતિકતા હશે ત્યાં સુધી તમારી પાછળ બધા હશે પણ પછી કોઈ નહીં હોય માટે એવા સુખ કે પ્રસિદ્ધિની કામના ન કરો જે તમારી પાસેથી તમારું મહત્વ છીનવી લે.

મધમાખી –

મધમાખીમાં એક રાણી મધમાખી હોય છે જે મુખ્ય હોય છે. મધ ભેગુ કરી અને તેને આપી દેવું પડે છે બીજી મધમાખીઓએ અને વળી આ મધ માનવ પણ લઈ જાય છે. માટે અવધૂતે એવો ભાર ગ્રહણ કર્યો બીજા દિવસની ચિંતા ન કરવી એટલી જ ભીક્ષા માંગવી કે પોતાનું પેટ ભરાય અને જો વધારે મળે તો બીજાને આપી દેવું. અર્થાત તમે જાતે કમાવ પણ તમારા પૂરતું જો વધારે મળે તો તેને જરૂરીયાત વાળાને આપવું જોઈએ.

ભમરો –

ભમરો દરેક ફૂલ પર જઈ અને તેનો રસ ચૂસી લે છે. જીવનમાં આગળવધવું હોય તો જેમાં જે સારું છે તેને ગ્રહણ કરવાનો સ્વભાવ રાખવો જોઈએ. પૂછતા પંડિત થાય એ રીતે વિદ્વાનો-જ્ઞાનીઓ પાસેથી જે કંઈ પ્રાપ્ત થાય તે કરતા રહેવું જોઈએ.

પતંગિયું –

પતંગિંયું રૂપના મોહમાં આવીને અગ્નિમાં ભસ્મ થઈ જાય છે. તે રીતે વ્યક્તિએ ક્યારેય એવો મોહ ન કરવો જે મેળવવાથી વિનાશનો માર્ગ ખુલતો હોય. કારણ કે લોક કવિ કાગ કહે છે કે વધારે ચમકતી વસ્તુઓ તમારા ચમકારને ઓછો કરી દે છે. પતંગિંયું પણ પ્રકાશ પાસે પહોંચતા તેને દેખાતું બંધ થઈ જાય છે અને તે ભસ્મ થાય છે તે રીતે માણસને મોહ છે તે આંધળો કરી દે છે અને સર્જાય છે અનેક સમસ્યાઓ.

કરોળિયો –

કરોળિયો પોતે જાળ બનાવે છે અને તેમાં વિચરણ કરે છે અને વળી તે જ આ જાળને ગળી જાય છે. આ રીતે પરમાત્મા પોતે લીલા માટે આ સંસાર રૂપી જાળ રચે છે અને તેમાં તે જીવ રૂપે પરિભ્રમે છે અને વળી કલ્પાંતે કાળ બનીને તે તેનું જ ગ્રહણ કરે છે.

સમુદ્ર –

સમુદ્ર પાસેથી ગહનતા, પ્રસન્નતાનો ગુણ ગ્રહણ કર્યો. સમુદ્રની ઉંડાઈ માટે ગહન શબ્દ વપરાયો છે કારણ કે ગમે તેટલો તાગ લો તેમાંથી મોતી શોધનારને મોતી મળે છે અને માછલી શોધનારને માછલી. એ રીતે તમારે તમારા જીવનમાં પ્રસન્નતા મેળવવી જોઈએ. તમારી પાસે મોતિ જેવા ગુણોનું જ્ઞાન પણ હોવું જોઈએ. પણ જેવા વ્યક્તિ તે પ્રમાણે વ્યવહાર કરતા આવડવો જોઈએ.

જળ –

જળમાં વહેવાની ક્ષમતા હોય છે. સમય જેમ વહ્યા કરે છે. તેની પાસેથી તેને ગતિશિલતા અને ઉપકારનો ગુણ ગ્રહણ કર્યો.જળનો ગુણ એવો છે કે બધું કુદરત કરે છે, તમે બસ સહજ થઈ અને વહ્યા કરો ઈશ્વર સૌ સારાવાના કરશે. પાણીને જેમાં ઢાળી દો તેવું થઈ જાય છે તે પ્રમાણે પરિસ્થિતિ પ્રમાણે અનુકૂલન સાધતા રહેવું.

સૂર્ય –

સૂર્ય પાસેથી તેજ, પ્રકાશ અને પોતાની પાસે જે છે તેનાથી બીજાને જીવન આપવાની ભાવના. અંધકારમાં રહેલા ક્રોધ, મત્સર, દ્વેશ વગેરે ભાવનાઓ રહેલી હોય છે, સૂર્ય ઉગી અને અંધકારને દૂર કરે છે, તેની સાથે પેલા દોષો પણ દૂર થઈ જાય છે. આ રીતે આપણા જીવનમાં જ્ઞાનનો સૂર્ય ઉગાડી અને દૂર્ગુણો દૂર કરો.

અગ્નિ –

અગ્નિ પાસેથી પરિગ્રહતા, તેજસ્વીતા અને શુદ્ધત્વ તથા ગુપ્તતા રાકવાનો ગુણ પ્રાપ્ત થાય છે. અગ્નિ કોઈ પણ વસ્તુને પોતાનામાં સમાવી લે છે. લાકડામાં છૂપાયેલી અગ્નિ જ્યારે પ્રગટે છે ત્યારે જ સૌને ખબર પડે છે. માટે તમારી યોજનાઓને ગુપ્ત રાખતા શિખો અને જ્યારે જરૂ પડે ત્યારે પૂરા વેગ સાથે તેનો ઉપયોગ કરો.

સાપ –

સાપ બોલતો નથી અને ધાન્યનું સંગ્રહ કરતો નથી ત્યારે તેની પાસેથી અવધૂતે એવી વાત ગ્રહણકરી કે મૌન જરૂરી છે અને ખોટા ધનનો સંગ્રહ ન કરવો જોઈએ. જેથી જરૂરીયાતોને પણ પૂરતું મળી રહે. તમારી જરૂરીયાતો સંતોષી અને બીજા માટે કશું રહેવા દો. જે રીતે બોલે તેના બોર વેંચાય તેવું છે તેમ ન બોલવામાં પણ નવગુણ છે. માટે ક્યારેક મૌન પણ જાળવવું યોગ્ય છે.

અજગર –

તેની પાસેથી આગ્રહશૂન્યતાનો ગુણ ગ્રહણ કર્યો. અજગરને કંઈ પ્રાપ્ત કરવાની ખેવનાથી બીજા હિંસક પ્રાણીની જેમ ઉદ્યમ નથી કરતો તેને કોઈ સ્વાદનો આગ્રહ નથી હોતો જે શિકાર મળે તે શિકાર કરી લે છે. જીવનમાં પણ સ્વાદ માટેનો આગ્રહ ન રાખવો. સ્વાદ છે તે તમને ફસાવી શકે છે. અર્થાત જે સુખ તમારા ભાગ્યમાં હશે તે વહેલું કે મોડું આવી જશે, તેના માટે ખોટા હવાતીયા મારવાની જરૂર નથી પણ જે ભાગ્યમાં નહીં હોય તે માટે ગમે તેટલો ઉદ્યમ કરશો તેનું કશું પરિણામ નહીં આવે. પણ જો અજગર ખાઈને પડ્યું રહે તો તેનો પણ શિકાર થઈ જાય છે. માટે આળસ ન કરવી જોઈએ.

ભમરી (કિટક) –

ભમરી પોતાની દિવાલમાં લાવીને કિડાને ડંખ માર્યા કરે છે પેલો કિડો ભમરીનું ચિંતન કર્યા કરે છે આખરે તે પણ ભમરી બની જાય છે. અવધૂત ગ્રહણ કરે છે કે ચિંતન મોટી વસ્તુ છે. આપણા મસ્તિષ્કમાં અર્ધ જાગૃત મન હોય છે. આ મનમાં તમે જેવું ચિંતન કરો છો તેવું તમારી સાથે થાય છે. માટે ખરાબ વિચારો તમારું પતન કરે છે નેગેટિવ અસર પહોંચાડે છે. જ્યારે પોઝીટિવિટી તમારા જીવનમાં ખુશી અને સુખ બન્ને લઈ આવે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જીવનમાં આ 20 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા..!!

જીવનમાં અપાર ધનસંપતિના આગમન માટે મહાલક્ષ્મીજીનું ચમત્કારીક કનાકધારા સ્તોત્ર શાસ્ત્રોક્ત રીતે દરરોજ સવારે જોરથી વાંચો.
કાળા મરીના 5 દાણાનો ચમત્કારી ઉપાય કરો, ઝડપથી મેળવશો ધન લાભ
કોઈને બતાવ્યા વિના કરો 7 ચમત્કારી ઉપાય, પૈસાની તંગી ઝડપથી થશે દૂર
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

અગોચર દુનિયા: આર્મીના કમાન્ડોથી પણ અઘરી અને કઠોર ૧૨ વર્ષની પ્રક્રિયા બાદ સ્ત્રી-પુરુષ બની શકે છે નાગા સાધુ…!!

Kumbh Mela, Allahabad, India

આગામી વર્ષે ઉજ્જૈનમાં સિંહસ્થ મહાકુંભનું આયોજન થશે. 14 એપ્રિલથી 14 મે સુધી ચાલનારા સિંહસ્થ મેળામાં આ વખતે 50 હજાર સાધુના નાગા સન્યાસી બનવાનું અનુમાન અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરિજી મહારાજે લગાવ્યું છે. ખૂબ જ કઠોર પરીક્ષા અને ટ્રેનિંગ પછી નાગા સાધુ બનવાની પ્રક્રિયા થતી હોય છે.

નાગા સંન્યાસીઓ કોણ હોય છે, કેવી રીતે બનાવવામાં આવે છે, નાગા સાધુ બનવા માટે શું કરવું પડે છે, આ બધા સવાલોનો જવાબ શોધવા દિવ્યભાસ્કર.કોમે જ્યારે સિંહસ્થ દરમિયાન જૂના અખાડાની ધાર્મિક વિધિઓ સંપન્ન કરાવનાર શૈલૈન્દ્ર વધેકા અને નરેન્દ્ર ગિરિજી મહારાજ સાથે ચર્ચા કરી તો કુંભ મેળાનું સૌથી મોટું આકર્ષણ નાગા સાધુઓ વિશે અનેક રોચક જાણકારી સામે આવી. આ ખબરના માધ્યમથી જ અમે વાંચકોની સાથે નાગા સાધુઓ વિશે જાણકારી આપી રહ્યા છીએ.

જો તમે એવું વિચારતા હો કે નાગા સાધુ બનવું ખૂબ જ આસાન છે, તે તમારી ભૂલ છે. નાગા સાધુઓની ટ્રેનિંગ સેનાના કમાન્ડોની ટ્રેનિંગ કરતા પણ વધુ કઠોર હોય છે, તેમને દીક્ષા લેતા પહેલા પોતાનું પિંડદાન અને શ્રાદ્ધ તર્પણ કરવું પડે છે. પ્રાચીન સમયથી જ અખાડાઓમાં નાગા સાધુઓના મઠોની રક્ષા કરવા માટે એક યોદ્ધાની જેમ તૈયાર કરવામાં આવતા હતા. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે મઠો અને મંદિરોની સુરક્ષા માટે ઇતિહાસમાં નાગા સાધુઓએ અનેક લડાઈઓ લડી હતી.

આ રીતે બને છે નાગા સાધુઃ-

નાગા સાધુ બનવા માટે ખૂબ જ કઠિન પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે. નાગાઓને સેનાની જેમ તૈયાર કરવામાં આવે છે. તેમને સામાન્ય દુનિયાથી અલગ અને વિશેષ બનવાનું હોય છે. આ પ્રક્રિયામાં વર્ષો લાગી જાય છે. સંન્યાસ લેવા કે નાગા સાધુ બનવાની ઈચ્છા જાહેર કરનાર જ્યારે પણ કોઈ વ્યક્તિ અખાડામાં જાય છે, તો તેને ક્યારેય એકદમ સરળ રીતે સીધો અખાડામાં સામેલ નથી કરી દેવામાં આવતા. અખાડા પોતાના સ્તર ઉપર જ તે વ્યક્તિ વિશે પૂરી જાણકારી મેળવી લે છે કે તે સાધુ કેમ બનાવા માગે છે? તે વ્યક્તિની તથા તેના પરિવારની સંપૂર્ણ પૃષ્ઠભૂમી જોવામાં આવે છે. જો અખાડાને લાગે કે તે સાધુ બનવા માટે પૂરી રીતે યોગ્ય વ્યક્તિ છે, તો જ તેને અખાડામાં પ્રવેશની અનુમતિ મળે છે. અખાડામાં પ્રવેશ કર્યા પછી તેના બ્રહ્મચર્યની પરીક્ષા લેવામાં આવે છે. તેમાં 6 મહિનાથી લઈને 12 વર્ષ સુધીનો સમય લાગી જાય છે. જો અખાડા અને તે વ્યક્તિના ગુરુ એ નક્કી કરી લે કે તે દીક્ષા યોગ્ય બની ચૂક્યો છે તો તેને આગળની પ્રક્રિયા માટે લઈ જવામાં આવે છે.

મહાપુરૂષઃ-

જો કોઇ વ્યક્તિ બ્રહ્મચર્યનું પાલન કરવાની પરીક્ષાથી સફળતાપૂર્વક પસાર થઇ જાય છે, તો તેને બ્રહ્મચારીથી મહાપુરૂષ બનાવવામાં આવે છે. તેના પાંચ ગુરૂ બનાવવામાં આવે છે. આ પાંચ ગુરૂ પંચ દેવ અથવા પંચ પરમેશ્વર હોય છે. તેમણે ભસ્મ, ભગવા, રૂદ્રાક્ષ વગેરે વસ્તુઓ આપવામાં આવે છે. આ નાગાઓના પ્રતીક અને આભૂષણ હોય છે.

અવધૂત (બાવો, સાધુ)-

મહાપૂરૂષ પછી નાગાઓને સાધુ બનાવવામાં આવે છે. તેમાં સૌથી પહેલાં તેણે પોતાના વાળ કપાવવા પડે છે. તેની માટે અખાડા પરિષદની રસીદ પણ નિકળે છે. સાધુ રૂપમાં દિક્ષા લેનાર વ્યક્તિ તર્પણ અને પિંડદાન કરવાનું હોય છે. આ પિંડદાન અખાડાના પુરોહિત જ કરાવે છે. આ સંસાર અને પરિવાર માટે મૃત બની જાય છે. તેમનો એક જ ઉદેશ્ય હોય છે સનાતન અને વૈદિક ધર્મની રક્ષા.

લિંગ ભંગઃ-

આ પ્રક્રિયા માટે તેમણે 24 કલાક નાગા સ્વરૂપે અખાડાના ધ્વજ નીચે ખાન-પાન વિના ઉભા રહેવાનું હોય છે. આ દરમિયાન તેમના ખંભા પર એક દંડ અને હાથોમાં માટીના વાસણ હોય છે. આ દરમિયાન અખાડાના ચોકાદાર તેની પર નજર રાખે છે. ત્યાર પછી અખાડાના સાધુ દ્વારા તેમની માટે વૈદિક મંત્રોની સાથે ઝટકા આપીને તેમને નિષ્ક્રિય કરવામાં આવે છે. આ કાર્ય પણ અખાડાના ધ્વજ નીચે જ કરવામાં આવે છે. આ પ્રક્રિયા પછી તે નાગા સાધુ બની જાય છે.

નાગાઓનો પદ અને અધિકારઃ-

નાગા સાધુઓના ઘણા પદ હોય છે. એક વાર નાગા સાઘુ બન્યા પછી તેમના પદ અને અધિકાર પણ વધે છે. નાગા સાધુ પછી મહંત, શ્રીમહંત, જમાતિયા મહંત, થાનપતિ મહંત, દિગંબરશ્રી, મહામંડલેશ્વર અને આચાર્ય મહામંડલેશ્વ જેવા પદો સુધી જઇ શકાય છે.

મહિલાઓ પણ બને છે નાગા સાધુઃ-

વર્તમાનમાં અનેક અખાડાઓમાં મહિલાઓને પણ નાગા સાધુની દીક્ષા આપવામાં આવે છે. તેમાં વિદેશી મહિલાઓની સંખ્યા ઘણી વધુ છે. આમ તો મહિલા નાગા સાધુ અને પુરુષ નાગા સાધુના નિયમ કાયદા સમાન જ છે. ફરક એટલો છે કે મહિલાઓ નાગા સાદુને એક પીળા વસ્ત્રમાં લપેટાઈને રહેવું પડે છે અને આ વસ્ત્ર પહેરીને જ સ્નાન કરવું પડે છે. નગ્ન સ્નાન કરવાની અનુમતિ નથી, ત્યાં સુધી કે કુંભ મેળામાં પણ નહીં.

નાગા સાધુઓના નિયમઃ-

વર્તમાન ભારતમાં નાગા સાધુઓના અનેક મુખ્ય અખાડા છે. આમ તો દરેક અખાડામાં દીક્ષાના કેટલાક પોતાના નિયમો હોય છે પરંતુ કેટલાક કાયદા એવા હોય છે જે બધા દશનામી અખાડામાં એક જેવા જ હોય છે.

1-બ્રહ્મચર્યનું પાલનઃ-

કોઇપણ સામાન્ય મનુષ્ય જ્યારે નાગા સાધુ બનવા માટે આવે છે, તો સૌથી પહેલાં તેના પોતાની પર તેની નિયંત્રણની સ્થિતિને પારખવામાં આવે છે. તેની પાસે લાંબા સમય સુધી બ્રહ્મચર્યનું પાલન કરાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં માત્ર શરીરથી બ્રહ્મચર્ય નહી, માનસિક નિયંત્રણને પણ પારખવામાં આવે છે. અચાનક કોઇને દીક્ષા નથી આપવામાં આવતી. પહેલાં એ જોવામાં આવે છે કે દીક્ષા લેનાર વ્યક્તિ બધી જ રીતે વાસના અને ઇચ્છાઓથી મુક્ત થઇ ગયો છે કે નહીં.

2- સેવા કાર્યઃ-

બ્રહ્મચર્ય વ્રતની સાથે જ દીક્ષા લેનાર વ્યક્તિના મનમાં સેવાભાવ હોવો પણ જરૂરી છે. એવું માનવામાં આવે છે કે, જે પણ સાધુ બની રહ્યો છે, તે ધર્મ, રાષ્ટ્ર અને માનવ સમાજની સેવા અને રક્ષા માટે બની રહ્યો છે. એવામાં ઘણીવાર દીક્ષા લેનાર સાધુએ પોતાના ગુરૂ અને વરિષ્ઠ સાધુઓની સેવા પણ કરવી પડે છે. દીક્ષા સમયે બ્રહ્મચારિઓની અવસ્થા ઘણીવાર 17-18થી ઓછી નથી રહેતી અને તેઓ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય વર્ણના જ હોય છે.

3- પોતાનું જ પિંડદાન અને શ્રાદ્ધઃ-

દીક્ષા પહેલાં જે સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે, તે છે પોતાનું જ શ્રાદ્ધ અને પિંડદાન કરવું. આ પ્રક્રિયામાં સાધક પોતાના પરિવાર અને સમાજ માટે મૃત માનીને પોતાના હાથોથી પોતાનું શ્રાદ્ધ કર્મ કરે છે. ત્યાર પછી જ તેને ગુરૂ દ્વારા નવું નામ અને નવી ઓળખાણ આપવામાં આવે છે.

4- વસ્ત્રોનો ત્યાગઃ-

નાગા સાધુઓએ વસ્ત્ર ધારણ કરવાની અનુમતિ હોતી નથી. જો વસ્ત્ર ધારણ કરવા હોય, તો માત્ર ઘઉવર્ણ રંગના વસ્ત્ર જ નાગા સાધુ પહેરી શકે છે. તે પણ માત્ર એક વસ્ત્ર. તેનાથી વધારે ઘઉવર્ણ વસ્ત્ર નાગા સાધુ ધારણ કરી શકતા નથી. નાગા સાધુઓના શરીર પર માત્ર ભસ્મ લગાવવાની જ અનુમતિ હોય છે. ભસ્મનો જ શ્રૃંગાર કરવામાં આવે છે.

5- ભસ્મ અને રૂદ્રાક્ષઃ-

નાગા સાઘુઓને વિભૂતિ તથા રૂદ્રાક્ષ ધારણ કરવો પડે છે, શિખા સૂત્રનો પરિત્યાગ કરવો પડે છે. નાગા સાધુએ પોચાના બધા જ વાળનો ત્યાગ કરવો પડે છે. ત્યાં માથઆ પર શિખા પણ નથી રાખી શકતા અથવા સંપૂર્ણ જટાને ધારણ કરવી પડે છે.

6- એક સમય ભોજનઃ-

નાગા સાધુઓને રાત અને દિવસ મળીને માત્ર એક જ સમય ભોજન કરવાનું હોય છે. તેઓ ભોજન પણ ભિક્ષા માંગીને કરીને કરવામાં આવે છે. એક નાગા સાધુએ વધુમાં વધુ સાત ઘરમાંથી ભિક્ષા માંગવાનો અધિકાર હોય છે. જો સાત ઘરોથી કોઇ ભિક્ષઆ ન મળે, તો તેણે ભૂખ્યુ રહેવું પડતું હોય છે. જે ભોજન મળે, તેમાં પસંદ-નાપસંદને ભૂલીને પ્રેમપૂર્વક ભોજનને ગ્રહણ કરવાનું હોય છે.

7- માત્ર જમીન પર જ સુવાનુઃ-

નાગા સાધુ સુવા માટે પલંગ, ખાટલો અથવા અન્ય કોઇ સાધનનો ઉપયોગ કરી શકતા નથી. આ સાથે જ, તેઓએ ગાદીનો પણ સુવા માટેની પણ મનાઇ કરવામાં આવે છે. નાગા સાધુ માત્ર જમીન પર જ સુઇ શકે છે. આ ખૂબ જ કઠોર નિયમ છે, જેમનું પાલન નાગા સાધુએ કરવું જ પડે છે.

8- મંત્રમાં આસ્થાઃ-

દીક્ષા પછી ગુરૂ પાસેથી મળેલ ગુરૂમંત્રમાં તેમને સંપૂર્ણ આસ્થા રાખવી પડે છે. તેમના ભવિષ્યની બધી જ તપસ્યા આ ગુરૂ મંત્ર પર જ આધારિત હોય છે.

9- અન્ય નિયમઃ-

વસ્તી બહાર નિવાસ કરવો, કોઇ વ્યક્તિને પ્રણામ ન કરવા અને કોઇની નિંદા પણ ન કરવી. તથા માત્ર સંન્યાસીને જ પ્રણામ કરવું વગેરે. સાથે જ બીજા ઘણા નિયમ છે, જે દીક્ષા લેનાર દરેક નાગા સાધુએ પાલન કરવા પડે છે.

આ વખતે બનશે 50 હજાર નાગા સાધુઓઃ-

સિંહસ્થ 2016માં ભાગ લેનાર શૈવ સંપ્રદાયના 6 અખાડામાં 50 હજારથી વધુ નવા નાગા સંન્યાસીઓ સામેલ થવાની સંભાવના છે. નવા સન્યાસીઓની દીક્ષા મેળા દરમિયાન દત્ત અખાડા ઘાટ ઉપર થાય છે. અખાડામાં સામેલ થનારા નવા સન્યાસીઓ હરિદ્વારા, ઈલાહાબાદ કુભ અને ઉજ્જૈન સિંહસ્થ મેળામાં જ દીક્ષા લેવાની પરંપરા છે. તેમને નાગા સંન્યાસીઓ કહેવામાં આવે છે. અખાડામાં સંન્યાસ લેવાની ઈચ્છા વ્યક્ત કરનાર વ્યક્તિઓને વિધિ-વિધાનથી દક્ષ કરવામાં આવે છે. ત્યારબાદ જ સંન્યાસ પરંપરામાં સામેલ થાય છે. સિંહસ્થ 2004માં લગભગ 29 હજાર નવા સાધુઓ નાગા બન્યા હતા. તેમને દત્ત અખાડા ઘાટ ઉપર આચાર્ય મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરિએ મંત્ર દીક્ષા આપી હતી. અખાડાનું અનુમાન છે કે પાછલા સિંહસ્થની સરખામણીએ 2016ના સિંહસ્થ નાગા બનનાર સંન્યાસીઓનો આંકડો 50 હજાર પાર થઈ શકે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!

bhagwan2

ભગવાનને પ્રસન્ન કરવા માટે આપણે દિવસમાં અનેક કામ કરતા હોઈએ છીએ. દરેક વ્યક્તિ કોઈને કોઈ ઈચ્છાને પૂરી કરવા માટે ભગવાનમાં શ્રદ્ધા તો રાખે જ છે. કોઈ ઈચ્છા ન હોય તો નિરોગી રહેવા માટે પણ વ્યક્તિ ભગવાનને પ્રાર્થના ચોક્કસપણે કરતો જ હોય છે. પૂર્ણ શ્રદ્ધા અને નિયમ પ્રમાણે કરવામાં આવેલી પૂજા ખૂબ જ સારું શુભફળ પ્રદાન કરે છે. જો તમે પણ કોઈ ખાસ ઈચ્છાથી કે પરિવારની સુખ-સંપત્તિ માટે પૂજા પાઠ કરતા હોવ તો કેટલીક બાબતો ધ્યાન રાખવી ખૂબ જ જરૂરી બને છે.

હિન્દુ ધર્મમાં ભગવાનને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાય જણાવ્યા છે અને અનેક નિયમો પણ જણાવ્યા છે. જેનું પાલન કરવું જરૂરી છે. જો તમે ઘરે પૂજા-પાઠ કરતા હોવ તો તમારે ઘરમાં ભગવાનની પૂજામાં કેટલીક બાબતો ધ્યાન રાખવી જરૂરી છે. જો મંદિરમાં પૂજા કરવામાં આવે તો મંદિરમાં પૂજા કરતી વખતે પણ કેટલીક બાબતો ધ્યાન રાખવી જરૂરી બને છે. આજે અમે તમને આ લેખમાં પૂજા-પાઠને લગતી કેટલીક બાબતો જણાવવા માગીએ છીએ જે ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. જો તેનું ધ્યાન રાખવામાં આવે તો પૂજા-પાઠનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે.

જાણો પૂજા-પાઠ અને ભગવાનને પ્રસન્ન રાખવાના નિયમો જે તમને સફળ સુખી અને સમૃદ્ધ બનાવી રાખે છે….

વિષ્ણુ ભગવાનના ભોગમાં તુલસીના પાન કેમ રાખવામાં આવે છે?

ભગવાનને ભોગ ધરાવવામાં આવે અને તેમાં તુલસીનું પાન ન હોય તો ભોગ અધૂરો ગણાય છે. તુલસીને પરંપરાથી ભોગમાં મૂકવામાં આવે છે કારણ કે શાસ્ત્રો પ્રમાણે તુલસીને વિષ્ણુજીની પ્રિય માનવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે તુલસીનો ભોગ લગાવવાથી ચાર ભાર ચાંદી અને એક ભાર સોનાના દાનના પુણ્ય બરાબર ફળ પ્રાપ્ત થાય છે અને તુલસી વગર ભગવાન ભોગ ગ્રહણ નથી કરતા તેને અસ્વીકાર કરે છે.

ભોગમાં તુલસી નાખવા પાછળ ધાર્મિક કારણ જ નહીં પણ તેની પાછળ અનેક વૈજ્ઞાનિક કારણ પણ છે. તુલસીના પાનમાં ઔષધિય ગુણ હોય છે. એકમાત્ર તુલસીનું પાન રોગપ્રતિરોધક એટલે કે એન્ટીબાયોટિક હોય છે. માટે જ તુલસીને ભોગમાં અનિવાર્ય ગણાવવામાં આવી છે જેથી લોકો દિવસમાં એકવાર પણ તુલસી ખાઇ શકે, જેથી તેમનું સ્વાસ્થ્ય યોગ્ય રહે. આ રીતે તુલસી સ્વાસ્થ્યવર્ધક હોય છે. તુલસીનો છોડ મેલેરિયાના જંતુઓનો નાશ કરે છે.

નવી શોધ દ્વારા જાણવા મળ્યું છે કે તેમાં કીનોલ, એસ્કાર્બિક એસિડ, કેરોટિન અને એલ્કેલાઇડ હોય છે. તુલસીના પાનવાળુ પાણી પીવાથી અનેક રોગો દૂર થાય છે. માટે ચરણામૃતમાં તુલસીનું પાન નાંખવામાં આવે છે. તુલસીના સ્પર્શ માત્રથી જ કેટલાક રોગો દૂર થાય છે. તુલસી પર કરવામાં આવેલા પ્રયોગોમાં સિદ્ધ થયું છે કે રક્તચાપ અને પાચનતંત્રના નિયમનમાં તથા માનસિક રોગોમાં તે લાભદાયક છે. તેનાથી રક્તકણોની વૃદ્ધિ થાય છે. તુલસી બ્રહ્મચર્યની રક્ષા કરે છે અને ત્રિદોષનાશક છે. તુલસી રક્તવિકાર, વાયુ, ખાસી, કૃમિ વગેરે નિવારે છે સાથે હૃદય માટે હિતકારી છે.

જાણો પૂજાની પરંપરામાં દીવા પ્રગટાવાય છે પરંતુ તે વિષય દિશામાં હોવા કેમ જરૂરી છે….

દીવડાઓ હંમેશા વિષમ સંખ્યામાં કેમ પ્રગટાવવામાં આવે છે?

દીવો જ્ઞાન અને રોશનીનું પ્રતીક છે. પૂજામાં દીપકનું ખાસ મહત્વ હોય છે. સામાન્ય રીતે વિષમ સંખ્યાવાળા દીવા પ્રગટાવવાની આપણે ત્યાં પરંપરા ચાલી આવે છે. દીપ પ્રજ્વલનનો ભાવ છે. આપણે અજ્ઞાનનો અંધકાર સમાપ્ત કરી પોતાના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવી પુરષાર્થ કરીએ. તેથી દીવડાઓ એક, ત્રણ, પાંચ, સાતની વિષમ સંખ્યામાં જ પ્રગટાવવામાં આવે છે. વિષમ સંખ્યામાં દીવડાઓથી વાતાવરણમાં સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે.

દીવો સળગાવાવથી વાતાવરણ શુદ્ધ થાય છે. દીવામાં ગાયના દૂધથી બનેલ ઘીનો ઉપયોગ કરવામાં આવે તો સારું અથવા બીજા ઘી કે તેલનો ઉપયોગ પણ કરી શકાય છે. ગાયના ઘીમાં રોગાણુઓ ભગાડવાની ક્ષમતા હોય છે. આ ઘી જ્યારે દીવામાં અગ્નિના સંપર્કથી વાતાવરણને પવિત્ર બનાવી દે છે. પ્રદૂષણ દૂર થાય છે. દીવો પ્રગટાવવાથી આખા ઘરને ફાયદો મળે છે પછી તે પૂજામાં સમ્મેલિત હોય અથવા ન હોય. દીવો પ્રગટાવવાથી ઘરને પ્રદૂષણ મુક્ત બનાવવાનો આ ક્રમ છે. દીપકમાં અગ્નિનો વાસ હોય છે જે પૃથ્વી ઉપર સૂરજનું રૂપ છે.

જાણો દિવસમાં કયા સમયે શુભ કામ ન કરવા જોઈએ કે સ્થગિત રાખવા જોઈએ…..

કયા સમયમાં શુભ કામો કરવાની મનાઈ હોય છે? કેમ

એવું માનવામાં આવે છે કે શુભ મૂહુર્તમાં કરવામાં આવેલ કાર્ય સફળ અને શુભ થાય છે. પરંતુ ભારતીય જ્યોતિષ પ્રમાણે દિવસમાં એક સયમ એવો આવે છે જ્યારે કોઈપણ શુભ કાર્ય કરવામાં નથી આવતું. તે સમય હોય છે રાહુકાળ…
રાહુકાળ વિશે એવું કહેવાય છે કે આ દરમિમાન જો કોઈ શુભ કામ કામ, લેવડદેવડ, યાત્રા કે અન્ય કોઈ નવું કામ શરૂ કરવામાં આવે તો તે અશુભ ફળ આપે છે. આ વાત પુરાતન કાળથી જ્યોતિષાચાર્યો આપણને બતાવી રહ્યા છે. પરંતુ રાહુકાળમાં એવું શું હોય છે કે, જેમાં કોઈપણ કાર્ય અશુભ અને અસફળ થાય છે?
તેની પાછળ તર્ક એવો છે કે જ્યોતિષ પ્રમાણે રાહુને પાપનો ગ્રહ માનવામાં આવે છે. દિવસમાં એક સમય એવો આવે છે જ્યારે રાહુનો પ્રભાવ ઘણો વધી જાય છે. અને આ દરમિયાન જો કોઈ શુભ કામ કરવામાં આવે તો તેની ઉપર રાહુનો પ્રભાવ પડે છે. જેનું કારણ એ છે કે તે કાર્ય અશુભ થઈ જાય છે અથવા અસફળતા હાથ લાગે છે. આ સમય રાહુકાળ કહેવાય છે.

કયા વારે ક્યારે હોય છે રાહુકાળ

દરરોજ એક નિશ્ચિત સમયે રાહુકાળ હોય છે અને તે દોઢ કલાકનો હોય છે. વારના હિસાબે તેને સમય આ પ્રમાણે છે…

રવિવાર- સાંજે 4:30 થી 6:00
સોમવારે- સાવારે 7:30 થી 9:00
મંગળવારે- બપોરે 3:00 થી 4:30
બુધવાર- બપોરે 10:00 થી 1:30
ગુરુવાર- બપોરે 1:30 થી 3:00
શુક્રવારે- સવારે 10:30 થી 10:00
શનિવાર- સવારે 9:00 થી 10:30

જાણો ગણેશપૂજામાં સોપારી ઉપયોગ થાય અને પૂજા પછી તેને ક્યાં રાખવી જોઈએ…

પૂજાની સોપારી તિજોરીમાં રાખવી કેમ ખાસ માનવામાં આવે છે?

કહેવાય છે કે પૂજાથી મનને શાંતિ અને એકાગ્રતા મળે છે. એટલે લોકો પોતાના ઘરમાં મોટા તહેવાર ઉપર કે વિશેષ પ્રસંગોએ પૂજાનું આયોજન કરે છે. પૂજાના સયમે સર્વપ્રથમ શ્રીગણેશની પૂજા કરવામાં આવે છે. ગણેશજીની મૂર્તિની સ્થાપનાની સાથે જ પૂજાની સોપારીમાં ગણેશજીનું આહ્વાન કરવામાં આવે છે. કારણ કે પૂજાના સમયે સૌથી પહેલા ગૌરી અને ગણેશની સ્થાપના કરવી જરૂરી માનવામાં આવે છે.ગણેશજીનું આહ્વાન પૂજાની સોપારીમાં કરવામાં આવે છે કારણ કે, શાસ્ત્રો પ્રમાણે પૂજાની સોપારી પૂર્ણ ફળ માનવામાં આવે છે. પૂજાની સોપારી પૂર્ણ અને અખંડિત હોય છે એટલે તેની પૂજાના સમયે ગૌરી-ગણેશના રૂપમાં માની તેની ઉપર જનોઈ ચઢાવવામાં આવે છે.

ત્યારબાદ તે પૂજાની સોપારીનું શું કરવું તે બાબતે મોટાભાગના લોકો દુવિધામાં રહે છે. કહેવાયું છે કે પૂજા સોપારીને પૂજા પછી તિજોરીમાં રાખવી જોઈએ કારણ કે શાસ્ત્રો પ્રમાણે એવી માન્યતા છે કે જ્યાં ગણેશજી અર્થાત્ બુદ્ધિના સ્વામીનો નિવાસ હોય ત્યાં લક્ષ્મીનો નિવાસ હોય છે. એટલે પૂજા સોપારીને પૂજા કર્યા બાદ તિજોરીમાં રાખવી જોઈએ કારણ કે તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિની સાથે-સાથે ઘરમાં લક્ષ્મીનો સ્થાયી નિવાસ થાય છે.

જાણો કે પૂજા ઘરમાં કંઈ વસ્તુઓ રાખવી જોઈએ અને કંઈ નહીં…

પૂજા ઘરમાં કેમ સાવરણી કે ડસ્ટબીન ન રાખવી?

કહેવાય છે કે રોજ નિયમિતરીતે ભગવાનની પૂજા આરાધનાથી માનસિક શાંતિ મળે છે. પૂજાથી સકારાત્મક ઊર્જા મળે છે. પૂજાથી મળતી આ ઊર્જાથી વ્યક્તિ પોતાનું કામ વધુ એકાગ્રતાથી કરવા લાગે છે પરંતુ પૂજાનું પૂરું ફળ મળે તેની માટે જરૂરી છે કે પૂજાઘર વાસ્તુ પ્રમાણે હોય. પૂજા ઘરનું વાસ્તુ યોગ્ય હોય તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે.
આમ તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પૂજાઘર ઈશાન ખૂણામાં હોવું જોઈએ કારણ કે ઈશાન ખૂણામાં બેસીને પૂર્વ દિશા તરફ મોં કરી પૂજા કરવાથી સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થાય છે. કારણ કે એ દિશા તરફથી બધી જ સારી દિશાઓ કે સકારાત્મક ઊર્જાઓની વર્ષા થાય છે. ઇશાન સાત્વિક ઊર્જાનો પ્રમુખ સ્ત્રોત હોય છે. કોઈ પણ ભવનમાં ઈશાન ખૂણો સૌથી ઠંડો ભાગ છે.
વાસ્તુ પુરુષનું માથુ ઈશાનમાં હોય છે. જે ઘરમાં ઈશાન ખૂણામાં દોષ હશે તે ઘરના લોકોને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે.
એટલે ઘરને આ ખૂણામાં સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ એવી માન્યતા છે કે પૂજા ઘરને ઈશાન ખૂણો અર્થાત્ ઉત્તર-પૂર્વ ખૂણામાં ઝાડુ અને ડસ્ટબીન વગેરે ન રાખવા જોઈએ કારણ કે એમ કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા વધે છે અને ઘરમાં બરકત નથી રહેતી અર્થાત્ સમૃદ્ધિ નથી રહેતી. એટલે વાસ્તુ પ્રમાણે જો શક્ય હોય તો પૂજા ઘરને સાફ કરવા માટે એક અલગ કપડું જ રાખવું જોઈએ અને તેને પણ સ્વચ્છ રાખીને જ સફાઈ કરવી જોઈએ.
બીજુ પૂજા કરતી વખતે સાવરણી અને કચરાંપેટી નજીકમાં હોય તો તેનાથી ભગવાનનું ધ્યાન કે પૂજામાં સારી રીતે મન નથી લાગતું એટલા માટે પણ નજીકમાં આ પ્રકારની નકારાત્મક ઊભી કરે તેવી વસ્તુઓ ન રાખવી.

જાણો મંદિરમાં દર્શન કરતી વખતે કંઈ વસ્તુઓ ન લઈ જવી જોઈએ…

કેમ મંદિરમાં નથી લઈ જવામાં આવતી ચામડાની વસ્તુઓ?

ઘણાં મંદિરો બહાર સ્પષ્ટ લખેલુ હોય છે કે ચામડામાંથી બનેલ કોઈ પણ વસ્તુઓ મંદિરમાં લઈ જવાની મનાઈ છે.એટલે કે કોઈ પણ પ્રકારની ચામડામાંથી બનેલી વસ્તુ જેવી કે પર્સ,બેલ્ટ,જેકેટ વગેરે મંદિરમાં લઈ જવુ ન જોઈએ.શું તમે જાણો છો કે ચામડામાંથી બનેલ વસ્તુ કેમ મંદિરમાં ન લઈ જવી જોઈએ.તો આ કારણો જાણવા આગળના ફોટા પર કલિક કરો.

શાસ્ત્રો અનુસાર ચામડા અને ચામડામાંથી બનેલ વસ્તુઓ ધાર્મિક દ્રષ્ટિએ અપવિત્ર માનવામાં આવે છે.ચામડાની વસ્તુઓ સાથે કોઈ પણ પ્રકારની વિધિ કે પૂજા થઈ શકે નહીં.

દરેક જાણે છે કે ચામડામાંથી બનેલ તમામ વસ્તુઓ જાનવરોના ચામડામાંથી બનાવવામાં આવે છે.માટે આ વસ્તુઓ અપવિત્ર માનવામાં આવે છે.માટે તેને મંદિરમાં લઈ જવાની મનાઈ હોય છે.

આજના સમયમાં ફેશન સાથે ચાલવા ચામડામાથી બનેલ વસ્તુઓનુ ઘણુ ચલણ છે.જાનવરોના શરીરની ખાલ ઉતારી પર્સ,બેલ્ટ,જેકેટ વગેરે વસ્તુઓ બનાવવામાં આવે છે.શાસ્ત્રો અનુસાર કોઈ પણ જીવની બલી લઈને ચામડામાંથી બનેલી વસ્તુઓ પવિત્ર નથી હોતી.

ચામડામાંથી આવનારી દુર્ગન્ધને દૂર કરવા માટે ઘણા પ્રકારના કેમિકલ્સનો પ્રયોગ કરવામાં આવે છે.આ પ્રકારના કેમિકલ્સ આપણા શરીર માટે નુકસાનકારક હોય છે.

સામાન્ય રીતે ચામડામાંથી બનેલ વસ્તુઓ પર પાણી લાગવાથી તે સડી જાય છે.જે આપણા શરીર માટે નુકસાનકારક પણ છે,આ દરેક વાતો ધ્યાનમાં રાખી મંદિરોમાં ચામડાની વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવે છે.

જાણો ઘરેથી રોજ નિકળો ત્યારે કયા પાંચ કામનું ખાસ ધ્યાન રાખવું જોઈએ….

ઘરેથી નિકળતા પહેલા રોજ કરવા જોઈએ આ 5 કામ, કેમ કે!

એવું માનવામાં આવે છે કે શરૂઆત સારી તો બધુ સારું જ હોય છે. આ વાતનું ધ્યાન આપીને વિદ્વાનો દ્વારા દિવસની શરૂઆત સારી કરવા માટે અનેક પરંપરાઓ બનાવી છે. ઘરેથી નિકળતા પહેલા આ નાના-નાના કામ કરવાથી દિવસભરના કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે. સાથે જ મન પ્રસન્ન રહે છે અને આપણે ઊર્જાવાન બની રહીએ છીએ. અહીં પાંચ એવી પરંપરા બતાવી છે જેને પ્રતિદિન અપનાવવાથી તમે ચોક્કસપણે સફળતા મેળવી શકો છો અને ખરાબ સમય દૂર થઈ જાય છે.

–સૌથી પહેલા જમણા પગને ઘરની બહાર રાખો, કોઈપણ કામની શરૂઆત જમણા હાથ અને જમણા પગ આગળ રાખીને કરવી જોઈએ તો સફળતા ચોક્કસ પ્રાપ્ત થાય છે.

-માતા-પિતાના આશીર્વાદ લઈ દરરોજ ઘરેથી નિકળતા પહેલા માતા-પિતાના આશીર્વાદ લેવા જોઈએ. જે લોકો સાથે તેના માતા-પિતા રહે છે તેનાથી બધા દેવી-દેવતા પણ પ્રસન્ન રહે છે. તેનાથી વિપરિત જે લોકો માતા-પિતાનું સન્માન નથીકરતા અને તેમને દુઃખ આપે છે તેઓ અનેક પરેશાનીઓમાં સદૈવ ગુંચવાયેલ રહે છે. આથીઃ ઘરેથી નિકળતા પહેલા માતા-પિતાના પગે લાગો અને આશીર્વાદ લો.

– તુલસીના પત્તા ખાઓઃ- સામાન્ય રીતે તુલસીનો છોડ બધાના ઘરમાં હોય. છે. શાસ્ત્રો પ્રમાણે તુલસીને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. જે ઘરમાં તુલસીની પૂજા દરરોજ કરવામાં આવે છે ત્યાં મહાલક્ષ્મીની કૃપા બનીરહે છે. રૂપિયા સાથે સંબંધિત પરેશાનીઓ તે ઘરમાં નથી રહેતી. તુલસી એક ઔષધીય છોડ છે. દરરોજ તુલસી ખાવાથી રોગોથી બચાવ થાય છે. સાથે જ તુલસીથી પ્રાપ્ત થતુ પુણ્ય લાભ પણ આપે છે.

– ઘરના મંદિરમાં વિરાજિત ભગવાનના દર્શન કરો, ઘરના મંિદરમાં દેવી-દેવતાઓના દર્શન દરરોજ કરવા જોઈએ. ઘરેથી નિકળતા પહેલા એકવાર તેની સમક્ષ પ્રાર્થના કરવામાં આવે તો નિઃસંદેહ વ્યક્તિનો દિવસ શુભ રહે છે. ભગવાનની કૃપા બની રહે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!

ओम का उच्चारण
ओम का उच्चारण

ॐ अर्थात् ओउम् तीन अक्षरों से बना है, जो सर्व विदित है । अ उ म् । “अ” का अर्थ है उत्पन्न होना, “उ” का तात्पर्य है उठना, उड़ना अर्थात् विकास, “म” का मतलब है मौन हो जाना अर्थात् “ब्रह्मलीन” हो जाना। ॐ सम्पूर्ण ब्रह्माण्ड की उत्पत्ति और पूरी सृष्टि का द्योतक है। ॐ का उच्चारण शारीरिक लाभ प्रदान करता है। जानें, ॐ कैसे है स्वास्थ्यवर्द्धक और अपनाएं आरोग्य के लिए मात्र ॐ के उच्चारण का मार्ग…
1, ॐ दूर करे तनावः अनेक बार ॐ का उच्चारण करने से पूरा शरीर तनाव-रहित हो जाता है।
2. ॐ और घबराहटः अगर आपको घबराहट या अधीरता होती है तो ॐ के उच्चारण से उत्तम कुछ भी नहीं।
3. ॐ और तनावः यह शरीर के विषैले तत्त्वों को दूर करता है, अर्थात तनाव के कारण पैदा होने वाले द्रव्यों पर नियंत्रण करता है।
4. ॐ और खून का प्रवाहः यह हृदय और ख़ून के प्रवाह को संतुलित रखता है।
5. ॐ और पाचनः ॐ के उच्चारण से पाचन शक्ति तेज़ होती है।
6. ॐ लाए स्फूर्तिः इससे शरीर में फिर से युवावस्था वाली स्फूर्ति का संचार होता है।
7. ॐ और थकान: थकान से बचाने के लिए इससे उत्तम उपाय कुछ और नहीं।
8. ॐ और नींदः नींद न आने की समस्या इससे कुछ ही समय में दूर हो जाती है। रात को सोते समय नींद आने तक मन में इसको करने से निश्चित नींद आएगी।
9. ॐ और फेफड़े: कुछ विशेष प्राणायाम के साथ इसे करने से फेफड़ों में मज़बूती आती है।
10. ॐ और रीढ़ की हड्डी: ॐ के पहले शब्‍द का उच्‍चारण करने से कंपन पैदा होती है। इन कंपन से रीढ़ की हड्डी प्रभावित होती है और इसकी क्षमता बढ़ जाती है।
11. ॐ और थायरायडः ॐ के दूसरे अक्षर का उच्‍चारण करने से गले में कंपन पैदा होती है जो कि थायरायड ग्रंथि पर प्रभाव डालता है।

शिव की कृपा पाने के लिए सावन में करें ये 12 उपाय…!!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.

હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ મહિનામાં ભગવાન શિવની આરાધનાનું વિશેષ મહત્વ છે, તો શિવના રુદ્ર અવતાર પવનપુત્રને પ્રસન્ન કરવા માટે પણ આ મહીનામાં આવનાર દરેક મંગળવારે વિશેષ ઉપાય કરવામાં આવે છે. શ્રાવણ માસના કોઈપણ મંગળવારે આ ઉપાય કરવો જોઈએ. આજે અમે તેમને આવા જ કેટલાક ખાસ ઉપાયો જણાવીશું. તંત્રશાસ્ત્ર અનુસાર આ ઉપાય બહુ જ કારગર છે. આ ઉપાયો આ રીતે છે-

વિશેષ પાન
વિશેષ પાન

1. શ્રાવણના કોઈપણ મંગળવારે હનુમાનજીને એક વિશેષ પાન ચઢાવો. આ પાનમાં માત્ર કાથો, ગુલકંદ, વરીયાળી, કોપરાનું બુરૂ અને ફૂલ નખાવો. પાન બનાવતી વખતે એ ખાસ ધ્યાન રાખો કે તેમાં સોપારી કે ચૂનો ના નાંખો. આ પાનમાં તમાકુ પણ ન હોવી જોઈએ.

હનુમાનજીનું વિધિવિધાન અનુસાર પૂજન કર્યા બાદ આ પાન હનુમાનજીને આમ બોલીને કરો- હે હનુમાનજી! હું તમને આ મીઠું રસભર્યું પાન અર્પણ કરી રહ્યો છું / રહી છું. તમે મારા જીવનને મીઠાશથી ભરી દો. હનુમાનજીની કૃપાથી કેટલાક દિવસો બાદ તમારી દરેક સમસ્યાઓ દૂર થઈ જશે.

પારસથી નિર્મિત હનુમાનજીની પ્રતિમા
પારસથી નિર્મિત હનુમાનજીની પ્રતિમા

2. મંગળવારે ઘરમાં પારસથી નિર્મિત હનુમાનજીની પ્રતિમા સ્થાપિત કરો. તંત્ર અનુસાર પારસથી બનાવેલી હનુમાનજીની પ્રતિમાનું પૂજન કરવાથી બગડેલા કામ પણ બની જાય છે. પારસથી નિર્મિત હનુમાનજીની પ્રતિમાને ઘરમાં રાખવાથી બધા પ્રકારના વાસ્તુદોષ સ્વંયભૂ જ દૂર થઈ જાય છે અને સાથે ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થઈ જાય છે.

દરરોજ તેની પૂજા કરવાથી કોઈપણ પ્રકારના તંત્રની ઘર પર અસર નથી થતી અને ના તો સાધક પર કોઈના તંત્રક્રિયાનો પ્રભાવ પડે છે. જો કોઈને પણ પિતૃદોષ હોય તેણે દરરોજ હનુમાનજીની પ્રતિમાની પૂજા કરવી જોઈએ, તેનાથી પિતૃદોષ સમાપ્ત થઈ જશે.

વડના ઝાડના પાંદડા
વડના ઝાડના પાંદડા

3. મંગળવારે સવારે નાહીધોઈ વડના ઝાડના 11 કે 21 પાંદડા તોડી લઈ. ધ્યાન રાખો કે આ પાંદડા સંપૂર્ણ રીતે ચોખ્ખા હોવા જોઈએ. હવે તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને તેના પર ચંદનથી ભગવાન શ્રીરામનું નામ લખો. હવે આ પાંદડાની એક માળા બનાવો.

માળા બનાવવા માટે પૂજામાં ઉપયોગ કરવામાં આવતાં રંગીન દોરાનો ઉપયોગ કરો. હવે નજીકમાં આવેલા કોઈપણ હનુમાન મંદિરમાં જાવ અને હનુમાનજીની પ્રતિમાને આ માળા પહેરાવી દો. હનુમાનજીને પ્રસન્ન કરવાનો આ બહુ પ્રાચીન ટોટકો છે.

હનુમાનજીને ચોળા
હનુમાનજીને ચોળા

4. મંગળવારે હનુમાનજીને ચોળા ચડાવો. હનુમાનજીને ચોળા ચડાવતાં પહેલા સ્નાન કરી શુદ્ધ થઈ જાવ અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. માત્ર લાલ રંગની ધોતી પહેરશો તો વધારે સારું રહેશે. ચોળા ચડાવવા માટે ચમેલીના તેલનો ઉપયોગ કરો. સાથે જ ચોળા ચડાવતી વખતે એક દીવો હનુમાનજીની સામે દીપાવો. દીવામાં પણ ચમેલીના તેલનો ઉપયોગ કરો.

ચોલા ચડાવ્યા બાદ હનુમાનજીને ગુલાબના ફૂલની માળા પહેરાવો અને કેવડાનું અત્તર હનુમાનજીની મૂર્તિના બંને ખભા પર થોડુંક- થોડુંક છાંટો. હવે એક પાનનું પત્તું લો અને તેના ઉપર થોડો ગોળ અને ચણા રાખી હનુમાનજીને ભોગ ધરાવો. ભોગ ધરાવ્યા બાદ તે સ્થાને થોડીવાર બેસીને તુલસીની માળા નીચે આપેલા મંત્રનો જાપ કરો. ઓછામાં ઓછી પાંચ માળા જાપ અવશ્ય કરો.

મંત્ર

राम रामेति रामेति रमे रामे मनोरमे।
सहस्त्र नाम तत्तुन्यं राम नाम वरानने।।

હવે હનુમાનજીને ચડાવેલા ગુલાબના ફૂલની માળામાંથી એક ફૂલ તોડીને તેને એક લાલ કાપડમાં લપેટીને પોતાના ઘન સ્થાન એટલે કે તિજોરીમાં રાખો.

5. મંગળવારે સવારે સ્નાન અત્યાદી કરીને વડના ઝાડનું એક પાંદડું તોડો અને તેને સ્વસ્છ પાણીમાં ધોઈ લો. હવે આ પત્તાને થોડીવાર હનુમાનજીની પ્રતિમાની સામે રાખો અને ત્યારબાદ તેના પર કેસરથી શ્રીરામ લખો.

હવે આ પત્તાને પોતાના પર્સમાં રાખી લો. વર્ષભર તમારું પર્સ નાણાંથી ભરાયેલું રહેશે. ત્યારબાદ જ્યારે ફરીવાર શ્રાવણ માસ આવે ત્યારે આ પત્તાને કોઈ નદીમાં પ્રવાહીત કરો દો અને આ પ્રકારે એક અન્ય પત્તું અભિમંત્રિત કરી તમારા પર્સમાં રાખી લો.

6. મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જાવ અને ત્યાં બેસીને રામ રક્ષાસ્ત્રોતના પાઠ કરો. ત્યારબાદ હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ ધરાવો. જીવનમાં કોઈપણ સમસ્યા હોય તેનું નિવારણ કરવા માટે પ્રાર્થના કરો.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!