Category Archives: Health Booster

આ રીતે ઓળખો તમારા શરીરમાં વિટામિન્સની ઉણપને, બચવા ખાઓ આ ખોરાક

vitamin

આપણા દેશમાં લગભગ 70 ટકા લોકો એવા છે જેમના શરીરમાં કોઈને કોઈ વિટામિનની ઉણપ હોય છે, પરંતુ તેમને ખબર જ નથી હોતી. જેના કારણે તેઓ અનેક પ્રકારની બીમારીઓના શિકાર થાય છે. જ્યારે શરીરમાં વિટામિન્સની ઉણપ સર્જાય છે ત્યારે શરીર કેટલાક સંકેતો આપે છે જેને પણ ઓળખવાની જરૂર હોય છે અને તે પ્રમાણેના કેટલાક ખોરાક ડાયટમાં સામેલ કરવાની જરૂર હોય છે. જેથી શરીરમાં આ ઉણપને દૂર કરી શકાય. તો ચાલો આજે તમને જણાવી દઈએ.

1- ચહેરા પર સફેદ રંગના દાણા થવા

કેટલાક લોકોના ચહેરા પર તમે જોયું હશે કે તેમને સફેદ અને લાલ રંગના દાણા થઈ જતાં હોય છે. જે વિટામિન એ, ડી અને અન્ય જરૂરી ફેટી એસિડ્સની શરીરમાં ઉણપ હોવાને કારણે આવું થાય છે. ચહેરા સિવાય આવા દાણા હાથ અને જાંઘ પર પણ જોવા મળે છે. આવામાં શરીરને હેલ્ધી ફેટની વધારે જરૂર હોય છે.

શું ખાવું- સાર્ડિન અને ટ્યૂના જેવી માછલી, ઈંડા, લીલા પાનવાળી શાકભાજીઓને પોતાની ડાયટમાં સામેલ કરી શકો છો. આ સિવાય પપૈયું, ગાજર અને શક્કરિયામાં સારી માત્રામાં વિટામિન ઈ હોય છે તો તમે તેનું પણ સેવન કરી શકો છો. આ વસ્તુઓને ડાયટમાં સામેલ કરવાથી તમે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.

2- હાથ-પગ સુન્ન થઈ જવા

આ સમસ્યા ફોલેટ (બી9), બી6 અને બી12 જેવા વિટામિન બીની ઉણપને દર્શાવે છે. આનાથી શરીરમાં ઝનઝનાટી અનુભવાય છે. ઘણાં લોકોને આવી સમસ્યા રહેતી હોય છે જેમાં અચાનક હાથ-પગ વારંવાર નિષ્ક્રિય થઈ જતાં હોય છે. આ સિવાય આ વિટામિન્સની ઉણપને કારણે અવસાદ, એનીમિયા, થાક અને હોર્મોન્સમાં અસંતુલન જેવી સમસ્યાઓ પણ થાય છે.

શું ખાવું- બ્રાઉન રાઈસ, બાજરો, દળિયા, ફળીઓ, ફણગાવેલું અનાજ વગેરે આહારને તમારા નાસ્તામાં સામેલ કરો. આ સિવાય ઈંડા, ચિકન, મટન, કોબીજ, રાજમા, ફુલાવર અને લીલા શાકભાજીને તમારા રોજિંદા ડાયટમાં સામેલ કરો.

3-કિનારેથી હોઠ ફાટી જવા

જો તમારા હોઠ કોર્નરથી વારંવાર ફાટી જાય છે તો આ સમસ્યાને નજરઅંદાજ ન કરતાં કારણ કે આ તમારા શરીરમાં વિટામિન બી3, બી2, આયર્ન, ઝિંક જેવા ન્યૂટ્રિશનની ઉણપનો સંકેત હોઈ શકે છે. આની ઉણપ ત્યારે સર્જાય છે જ્યારે તમે વધુ પડતી ડાયટિંગ કરતાં હોવ.

શું ખાવું- માછલી, ચિકન, ટામેટા, મગફળી અને દાળનું સેવન કરવું. શરીરમાં આયર્નની ઉણપ ન સર્જાય તે માટે વિટામિન સી જરૂરી છે જેથી તમારા ડાયટમાં નારંગી, દ્રાક્ષ, પાઈનેપલ જેવા ફળોને સામેલ કરી શકો છો.

4- માંસપેશીઓમાં દુખાવો

પગની આંગળીઓ, પગની પિંડી અને પાછળના ભાગમાં દુખાવો કે ખેંચાણ મેગ્નેશિયમ, કેલ્શિયમ અને પોટેશિયમની ઉણપને કારણે થઈ શકે છે. જો શરીરમાં લાંબા સમય સુધી આ ઉણપ રહે તો તમારા શરીરમાં વિટામિન બીની ઉણપ હોઈ શકે છે.

શું ખાવું- પોટેશિયમ માટે સંતરા, કેળા, મગફળી અને નારિયેળ પાણીનું સેવન કરવું. મેગ્નશિયમ માટે લીલા શાકભાજી અને કેલ્શિયમ માટે બદામ અને બ્રાઉન રાઈસ, દૂધ વગેરેનું સેવન કરવું.

5- વાળ ખરવા

આ પરેશાની બાયોટીન એટલે કે વિટામિન બી7ની ઉણપને કારણે થાય છે. જેને હેયર વિટામિનના નામથી પણ ઓળખવામાં આવે છે. આની ઉણપને કારણે વાળ વધુ ખરવા લાગે છે અને ચહેરા પર કેટલીકવાર લાલ રંગના ચકામા પણ પડી જાય છે. કાચાં ઈંડા ખાવાથી આ સમસ્યા થઈ શકે છે.

શું ખાવું- વાળ ખરવાની સમસ્યાથી બચવા અને બાયોટીનની ઉણપને દૂર કરવા માટે પકાવેલા ઈંડા, માછલી, એવાકાડો, મશરૂમ, ફ્લાવર અને કેળાને તમારી ડાયટમાં સામેલ કરો.

સાભાર: દિવ્ય ભાસ્કર.

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

ભોજન કર્યા બાદ ભૂલથી પણ ન પીતા આવું પાણી, નહિતર થશે ગંભીર નુકસાન…!!

water1

ગરમી હોય કે ઠંડી ચિલ્ડ પાણી પીવું દરેકને ગમતું હોય છે અને ઠંડુ પાણી પીવાથી તાજગી પણ આવે છે પરંતુ શું તમે જાણો છો કે ભોજ કર્યા બાદ ઠંડા પાણીનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને કેવા નુકસાન થઈ શકે છે? જો નથી જાણતા તો અમે તમને જણાવીશું અને ચોક્કસ એ જાણ્યા બાદ તમે ભોજન બાદ ભુલથી પણ ઠંડુ પાણી નહીં પીઓ.

ઠંડા પાણીનું સેવન કરવાથી તેની સીધી અસર તમારા પાચનતંત્ર પર થાય છે અને રોગપ્રતિકારક ક્ષમતા પણ ઘટે છે. કેટલાક લોકો એવું માને છે કે ભોજન કર્યા બાદ પાણી પીવું જરૂરી છે પણ તેઓ આ વાતનું ધ્યાન નથી રાખતા કે ભોજન બાદ ઠંડુ પાણી પીવું કે સામાન્ય. ભોજન કર્યા બાદ ઠંડુ પાણી પીવાથી પિત્તાશયને ભારે નુકસાન થાય છે. તો ચાલો આજે જાણો ભોજન બાદ ચિલ્ડ પાણી પીવાના નુકસાન.

આપણે જ્યારે પણ ઠંડુ પાણી પીએ છીએ ત્યારે તમને ખ્યાલ હશે કે ઠંડુ પાણી પીવામાં સામાન્ય કરતાં થોડો વધારે સમય લાગે છે કારણ કે ચિલ્ડ વોટર સામાન્ય ન થાય ત્યાં સુધી મોઢામાં રહે છે અને પછી ગળાથી નીચે ઉતરે છે. જો આપણે ઠંડુ પાણી પીએ છીએ તો શરીરને તેને પચાવવામાં વધુ સમય લાગે છે. વધુ સમય સુધી ઠંડુ પાણી પીવાથી કાકડા એટલે કે ટોન્સિલની સમસ્યા થવાની શક્યતા વધી જાય છે.

કબજિયાતની સમસ્યા વધે છે

ઠંડુ પાણી શરીરમાં જઈને પાચક રસનું તાપમાન પણ ઓછું કરી દે છે. જેના કારણે આપણે ભોજન કર્યા બાદ જે ચિલ્ડ વોટર પીએ છીએ તેના કારણે ભોજન પચવામાં મુશ્કેલી થાય છે અને ઠંડા પાણીનું સેવન કરવાથી મોટું આંતરડું પણ સંકોચાઈ જાય છે. જે કબજિયાતનું મુખ્ય કારણ છે. જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તેમણે ઠંડા પાણીનું સેવન ટાળવું જોઈએ અને ભોજન કર્યા બાદ તો ભુલથી પણ ઠંડુ પાણી ન પીવું જોઈએ.

હાર્ટ એટેકનો ખતરો

કેટલાક લોકોને એવી આદત હોય છે કે જમતી વખતે અથવા જમ્યાના તરત બાદ ઠંડુ પાણી પીવે છે પરંતુ આ આદત તમારા હૃદય માટે ઘાતકી સાબિત થઈ શકે છે. હાર્ટ એટેક અને પાણી વચ્ચે ગાઢ સંબંધ છે. એક વૈજ્ઞાનિક રિસર્ચમાં આ વાત સામે આવી છે કે ભોજન કર્યા બાદ ઠંડુ પાણી પીવાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. ચીન અને જાપાનના લોકો પર આ સંશોધન કરવામાં આવ્યું હતું. ત્યાંના લોકો જમ્યા બાદ ઠંડુ પાણી નથી પીતા, જેથી ત્યાંના લોકોમાં હાર્ટએટેકની સમસ્યા નહિવત્ જોવા મળી હતી.

ઈમ્યૂન સિસ્ટમને નુકસાન

બરફનું ઠંડુ પાણી પીવાથી સૌથી વધારે નુકસાન ઈમ્યૂન સિસ્ટમને થાય છે. જેના કારણે શરીર બીમારીઓ સામે લડી સકતું નથી. આ સિવાય ફ્રિઝનું ઠંડુ પાણી પીવાથી આંતરડા સંબંધી રોગ પણ શરીરને ઘેરી લે છે અને પાઈલ્સ થવાનો ખતરો પણ રહે છે.

ફેટ બને છે

એક સંશોધન પ્રમાણે ભોજન બાદ ઠંડા પાણીનું સેવન પાચનક્રિયાને ધીમી કરી દે છે. જેથી કબજિયાત અને અપચાની સમસ્યા વધવા લાગે છે. આ સિવાય ઠંડુ પાણી ભોજનની સાથે મળીને પેટમાં રહેલાં એસિડના સંપર્કમાં આવીને ફેટમાં પરિવર્તિત થઈ જાય છે. જે કેટલીસ સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ હોઈ શકે છે.

કફ અને ગળફાની સમસ્યા

ભોજન બાદ ઠંડુ પાણી પીવાથી શરીરમાં કફ બને છે. જ્યારે શરીરમાં વધુ કફ બનવા લાગે છે ત્યારે રોગ પ્રતિકારક ક્ષમતા ઘટવા લાગે છે. જેના કારણે શરદી અને ગળફાની સમસ્યા થવાનો ખતરો વધી જાય છે. જેથી ભોજન કર્યા બાદ ક્યારેય ઠંડા પાણીનું સેવન ન કરવું અને માત્ર સામાન્ય માટલાનું પાણી જ પીવું.

જો તમે ભોજન બાદ પાણી પીઓ છો તો ફટાફટ પીવાની જગ્યાએ ધીરે-ધીરે પાણી પીઓ. ભોજનને યોગ્ય રીતે ચાવીને જ ખાવું અને શાંત વાતાવરણમાં ભોજન કરવું.

સાભાર: દિવ્ય ભાસ્કર.

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

જાણો સાદો ઉપચાર …વાળ ખરવા ને ટાલની સમસ્યામાંને ઝડપથી દૂર કરશે, આ 10 ઘરેલૂ હેયર માસ્ક…!!!

hair

બદલાતી જીવનશૈલીમાં શરીરની સાથે વાળને લગતી સમસ્યાઓ ખૂબ જ ઝડપથી વધી રહી છે. વાળનું ખરવું, સમયથી પહેલા વાળ સફેદ થવા અને ટાલ પડવી આ સમસ્યા ઘર-ઘરમાં જોવા મળે છે. અનેક પ્રયત્નો અને દવાઓ પછી પણ ટાલ પર વાળ ઉગતા નથી અને ખરવા અને સફેદ થાવાની સમસ્યાઓ અટકતી નથી, કારણકે વાળ ખરવા, સફેદ થવા અને નાની ઉંમરમાં ટાલ પડવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. માત્ર દવાઓથી જો વાળની સમસ્યા ઉકેલાતી હોત તો, દુનિયાના ધનવાન વર્ગના દરેક લોકોને ચાવી મળી જાત,પરંતુ એવું નથી.

જોકે ટાલ પડવાની સમસ્યા સ્ત્રી-પુરૂષ બન્નેમાં જોવા મળે છે. વાળ ખરવાની સમસ્યા જે રીતે વધી રહી છે તે મુજબ તો નાની ઉંમરમાં ટાલ પડવાનો ખતરો પણ વધી રહ્યો છે. જેથી જો તમારી સાથે પણ આ સમસ્યા રહેતી હોય, પુષ્કળ વાળ કરતાં હોય કે ટાલ દેખાવા લાગી હોય તો અહીં જણાવેલા નેચરલ હેયર માસ્ક તમારા ઘરે જ બનાવીને લગાવો. આનાથી તમને બહુ ફાયદો થશે.

સ્ટ્રોબેરી માસ્ક

સ્ટ્રોબેરીનું ફળ મોટાભાગના ઘરમાં મળી રહે છે કારણ કે આ ફળ બધાંને ભાવતું હોય છે. પણ તમારા વાળ માટે તેનો ઉપયોગ બહુ જ ફાયદાકારી રહે છે. સ્ટ્રોબેરી, નારિયેળ તેલ અને મધને મિક્ષ કરીને પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને માથા અને વાળમાં સારી રીતે લગાવવી. ત્યારબાદ તેને 20 મિનિટ માટે રહેવા દેવું. પછી ઠંડા પાણીથી માથું ધોઈ લેવું. ટાલ પડવાની સમસ્યા દૂર થશે.

સાવધાન: ઈંડા વિષેની નક્કર સંખ્યાબંધ હાનિકારક હકીકતો અને વૈજ્ઞાનિક સત્યો જાણી લો…!!

મીઠો લીમડો અને નારિયેળ તેલ

મીઠા લીમડા અને નારિયેળ તેલના ગુણો અપાર છે.વાળ માટે તો અઢળક લાભ આપે છે. જો તમે વાળ સંબંધી સમસ્યાઓથી બચવા માગતા હોવ તો નારિયેળ તેલમાં મીઠો લીમડો કાળો પડે ત્યાં સુધી ઉકાળી લેવું. ત્યારબાદ આ તેલ થોડું ઠંડું થાય પછી તેમાં રહેલાં લીમડાના પાન મસળીને તેને વાળમાં લગાવવું. 20 મિનિટ બાદ માથું ધોઈ લેવું. આવું સપ્તાહમાં બે વાર કરવું. ફાયદો થશે.

ઈંડા અને ગ્રીન ટીનો માસ્ક

ઈંડા વાળ માટે ફાયદાકારક માનવામાં આવે છે, બસ જરૂર છે તો તેના ઉપયોગ વિશે જાણવાની, વાળ ખરવા અને ટાલની સમસ્યા માટે એક ઈંડાનો પીળો ભાગ અને 2 ચમચી ગ્રીન ટી લઈને તેની પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને માથામાં સરખી રીતે લગાવીને 30 મિનિટ બાદ માથું ધોઈ નાખવું. આ પેસ્ટનો ઉપયોગ સપ્તાહમાં 3 વખત કરવો. આનાથી તમારા ખરતાં વાળ અટકી જશે.

હેયર ઓઈલ અને વિટામિન ઈ

વાળમાં તેલ લગાવવાથી વાળને પોષણ મળે છે આ વાતો તો મોટા ભાગના લોકો જાણતા હશે. પણ તમારા તેલમાં વિટામિન ઈ મિક્ષ કરવાથી તેના ફાયદા ડબલ થઈ જાય છે. તેના માટે નારિયેળ તેલ, બદામ, ઓલિવ ઓઈલ અને જોજોબા તેલને મિક્ષ કરવું અને તેમાં વિટામિન ઈની કેપ્સ્યુલ મિક્ષ કરવી. આ મિક્ષણથી માથામાં 10 મિનટ મસાજ કરવું અને આખી રાત આને માથામાં લાગેલું રહેવા દેવું અને સવારે માથું ધોઈ લેવું. આવું સપ્તાહમાં બે વાર કરવાથી ફરક તમે જાતે અનુભવશો.

જાણો…શ્વાસ, અનિદ્રા, શીઘ્રપતન, નપુંસકતા, હૃદય, કફ સંબંધી રોગોમાં આ રીતે ઉપયોગી છે જાયફળ…!!

ડુંગળીનો રસ

ડુંગળી કોઈ ઔષધથી કમ નથી. વાળ સંબંધી સમસ્યાઓમાં ડુંગળીનો ઉપયોગ લાભકારી સાબિત થઈ શકે છે. તેના માટે ડુંગળીનો રસ કાઢીને તેને સરખી રીતે ટાલવાળા ભાગ પર અથવા આખા માથામાં સ્કેલ્પમાં લગાવો. આ રીતે સપ્તાહમાં બે વાર લગાવવું. જે ભાગે ટાલ પડી હશે અથવા વાળ વધારે ખરતાં હશે તો સમસ્યા દૂર થશે. આ એક કારગર અને સરળ ઉપાય છે.

કેળા અને મધ

કેળા અને મધમાં અનેક પોષક તત્વો રહેલાં છે જે તમારા વાળને પોષણ પૂરું પાડી શકે છે. પાકેલું કેળું લઈને તેમાં મધ મિક્ષ કરો, મિશ્રણ એવું રાખો કે વાળમાં સરળતાથી લાગે એવી પેસ્ટ તૈયાર થાય. આ પેસ્ટને આખા માથામાં લગાવવી. 15 મિનિટ બાદ માથું હળવા ગરમ પાણીથી ધોઈ લેવું. આવું સપ્તાહમાં એકવાર કરી શકો છો. ચોક્કસ ફાયદો થશે.

જાણો…મુલતાની માટીના 9 ચમત્કારી પ્રયોગ, ત્વચાની અનેક સમસ્યા કરશે જડથી દૂર…!!!

દહીં અને વિનેગર

દહીંને વાળ માટે વરદાન માનવામાં આવે છે. વિનેગરના પણ અનેક લાભ છે, જેથી આ બન્ને વસ્તુઓ વાળ સંબંધી સમસ્યાઓમાં કારગર સાબિત થઈ શકે છે. તેના માટે એક કપ દહીંમાં થોડુંક વિનેગર અને મધના કેટલાક ટીપાં નાખીને બરાબર મિક્ષ કરી લેવું. આ પેસ્ટને આખા માથામાં બરાબર લગાવવું અને 15 મિનિટ માટે રહેવા દેવું. ત્યારબાદ માથું પાણીથી ધોઈ નાખવું. આ માસ્ક લગાવવાથી વાળ ખરતાં અટકશે સાથે જ વાળ મુલાયમ અને ચમકીલા બનશે.

કરો ઉપાય…ત્વચાને કરચલીઓથી હમેશાં બચાવીને રાખવા, અજમાવો આ મેજિકલ ટિપ્સ…!!

એવાકાડો માસ્ક

એવાકાડોને આપણે સુપરફૂડ કહી શકીએ કારણ કે આ ફળના અનેક ફાયદાઓ છે. જોકે મોટાભાગના લોકો આ ફળ વિશે એટલું જાણતા નથી અથવા તો તેને બહુ મહત્વ આપતાં નથી, પણ તમને જણાવી દઈએ કે તમારા વાળ માટે આ ફળ બહુ જ લાભકારી સાબિત થઈ શકે છે. જી હાં, તેના ઉપયોગ માટે પાકેલું એવાકાડો લઈને તેમાં અડધો કપ દૂધ અને 1 ચમચી ઓલિવ ઓઈ અને બદામનું તેલ મિક્ષ કરવું. આ પેસ્ટને માથામાં હળવા હાથે લગાવીને 15 મિનિટ માટે રહેવા દેવું. ત્યારબાદ ઠંડા પાણીથી માથું ધોઈ લેવું.

શરીરની અંદર જમા થયેલો કચરો કાઢી રહો નિરોગી, આ છે સફાઈની રીત…!!!

હની માસ્ક

મધને ગુણોની ખાણ કહેવાય છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓક્સીડેન્ટ હોવાની સાથે અને તત્વો હોય છે. જે તમારા વાળ માટે ફાયદાકારક રહે છે. 1 ચમચી મધ, 1 ચમચી દીવેલ, 1 ચમચી ઈંડાનો પીળો ભાગ, વિટામિન એ અને વિટામિન ઈની કેપ્સ્યૂલને બરાબર મિક્ષ કરો. પછી આ મિશ્રણને માથામાં લગાવો. 1 કલાક બાદ માથું શેમ્પૂથી ધોઈ લેવું. આનાથી વાળ ખરવાની સમસ્યામાંથી છુટકારો મળશે અને ટાલ પડવાનો ખતરો દૂર થશે.

ઓટમીલ હેયર માસ્ક

આજકાલ ઓટમીલનું સેવન ખૂબ જ વધી રહ્યું છે. લોકો પોતાના ડાયટમાં ઓટમીલને સામેલ કરે છે. પણ તમને જણાવી દઈએ કે તમારા સ્વાસ્થ્યની સાથે તમારા વાળ માટે પણ તે એટલું જ ગુણકારી છે. ઓટ્સને મિક્ષ્સરમાં પીસી લેવું.પછી તેમાં એક કપ દૂધ મિક્ષ કરીને પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને માથામાં 20 મિનિટ માટે લગાવીને રાખવી. ત્યારબાદ હળવા શેમ્પૂથી માથું ધોઈ લેવું.

ઉપર જણાવેલા તમામ હેયર માસ્ક હર્બલ છે અને તેનો ઉપયોગ કરવાથી વાળ ખરવાની અને ટાલ પડવાની સમસ્યામાં ઝડપથી રાહત મળશે. આ ઉપાય સસ્તા હોવાથી તમે ઘરે જ આનો ઉપયોગ કરી શકો છો.

સાભાર: દિવ્ય ભાસ્કર.

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો 13 આસન : કયા રોગમાં કયું આસન છે ફાયદાકારક

જાણો…આખરે યોગ શું છે? તેના 15 ચમત્કારી લાભ અને ધ્યાનમાં રાખો 10 સાવધાનીઓ…!!

ALL IN ONE: રોજ યોગ કરવાથી મળતાં આ 10 જબરદસ્ત ફાયદા ચોક્કસ જાણો

સનબર્નથી એકદમ કાળી પડેલી ત્વચા માટે, કરો 14 ચમત્કારી ઘરેલૂ ઉપાય
કેમ આવે છે પરસેવામાં ગંદી વાસ? આ ઝિંક ડાયટથી મેળવો કાયમી છુટકારો

યુવકો-યુવતીઑ ની મુખ્ય સમસ્યા ચહેરાના ખીલ-ખાડાને કાયમ કરો દૂર, અપનાવો આ શ્રેષ્ઠ ઘરગથ્થુ નુસખા-ઉપાયો.

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

રોજિંદા સામાન્ય જીવનમાં ભરપૂર એનર્જી સાથે ડાયટમાં પણ બેસ્ટ છે આ 7 પ્રકારના જ્યુસ…!!!

juice
મન મૂકી ગરબે રમવું હોય તો હેવી ખાવા કરતાં હળવો નાસ્તો કે જ્યુસ વધારે સારો ઓપ્શન છે. જ્યુસ તો ઉપવાસ કર્યો હોય તેના માટે પણ અને ના કર્યો હોય તેના માટે પણ બેસ્ટ છે. માત્ર નવરાત્રી જ નહીં, પણ રોજિંદા સામાન્ય જીવનમાં પણ એનર્જેટિક થઈ કામ કરવા માટે જ્યુસ સૌથી ડાયટ ડ્રિન્ક છે. એટલે જ અમે પણ આપી રહ્યા છીએ કાળી દ્રાક્ષ-તરબુચનો જ્યુસ, સેલરિ-મોસંબી જ્યુસ, પપૈયા-ગાજરનો જ્યુસ, દાડમ અને કાળી દ્રાક્ષનો જ્યુસ, કોકમ સાલન, પાઈના લેમન જ્યુસ અને ટામેટા-નારંગી જ્યુસની રેસિપિ.

૧. કાળી દ્રાક્ષ-તરબુચનો જ્યુસ

સામગ્રી:

– એક ગ્લાસ કાળી દ્રાક્ષ,
– એક ગ્લાસ નાના ટુકડા કરેલું તરબુચ
– એક ગ્લાસ દાડમનાં દાણા,
– અડધા લીંબુનો રસ,
– ખાંડ (સ્વાદ પ્રમાણે),
– એક નાની ચમચી વાટેલું જીરૂં,
– ચાર-પાંચ બરફના ક્યુબ.

રીત:

સૌપ્રથમ તરબૂચ, કાળી દ્રાક્ષ અને દાડમનો અલગ અલગ રસ કાઢીને ગાળી લો. હવે ત્રણેય જ્યુસ ભેળવી દો. તેમાં ખાંડ, લીંબુનો રસ અને વાટેલું જીરૂં ઉમેરો. સારી રીતે ભેળવીને ગ્લાસમાં ભરી લો. તેમાં બરફ ઉમેરો. કાપેલી દ્રાક્ષ અને તરબુચની કે લીંબુની સ્લાઈસથી સજાવો.

શરીરની અંદર જમા થયેલો કચરો કાઢી રહો નિરોગી, આ છે સફાઈની રીત…!!!

૨. સેલરિ-મોસંબી જ્યુસ:

સામગ્રી:

– ત્રણ કપ મોસંબીની ચીરીના ટુકડા
– અડધો કપ સેલેરીની સમારેલી દાંડલીઓ (કોથમીર જેવો એક છોડ)
– ચપટી મરીનો ભૂકો.
રીત:

બધી જ સામગ્રીને બ્લેન્ડરમાં ફેરવી લો. પરંતુ તેમાં ચીકાશ ન આવે તેનું ખાસ ધ્યાન રાખો. ત્યારબાદ તેને ગાળી લો. જરૂરી ઠંડુ પાણી ઉમેરીને પીરસો.

૩. પપૈયા-ગાજરનો જ્યુસ:

સામગ્રી:

– એક કપ સમારેલું પપૈયું,
– એક કપ સમારેલું ગાજર,
– લીંબુનો રસ અને મીઠું સ્વાદ મુજબ.

રીત:

ઉપર જણાવેલ સામગ્રીને બ્લેન્ડરમાં કે મિક્સમાં બરાબર ક્રશ કરી દો. ઠંડુ પાડીને પીરસો.

જાણો…રોજ સવારે ખાલી પેટે કરો તજ+મધનો ઉપાય, શરીરની ખરાબ ચરબી થશે દૂર…!!

૪. દાડમ અને કાળી દ્રાક્ષનો જ્યુસ:

સામગ્રી:

– દાડમના દાણાં એક કપ,
– કાળી દ્રાક્ષ બે કપ,
– ખાંડ ટેસ્ટ મુજબ

રીત:

ઉપર જણાવેલી બધી જ સામગ્રીને બ્લેન્ડર કે મિક્સરમાં બરાબર ક્રશ કરી લો. પછી બારીક ગળણીથી ગાળી દો. તેમાં બરફનો ભૂકો ઠંડા-ઠંડા જ્યુસની જ મજા લો.

સાવધાન: ઈંડા વિષેની નક્કર સંખ્યાબંધ હાનિકારક હકીકતો અને વૈજ્ઞાનિક સત્યો જાણી લો…!!

૫. કોકમ સાલન

સામગ્રી:

– કાળા કોકમ- પચાસ ગ્રામ
– લીલા મરચા- બે થી ત્રણ
– કોકોનટ મિલ્ક એક કેન
– પાણી બે ગ્લાસ
– મીઠું સ્વાદ અનુસાર

રીત:

સૌ પ્રથમ કોકોનટ મિલ્કની અંદર કોકમ બે થી ત્રણ કલાક પલાળી રાખવા. બે કલાક બાદ કોકમ, કોકોનટ મિલ્ક, લીલા મરચા અને મીઠું મિક્સ કરી બ્લેનડરમાં ક્રશ કરો. કોકમ એકદમ મિક્સ થઈ જાય ત્યારે આ સાલન બીજા વાસણમાં કાઢી લઇ ઉપરથી ૨ ગ્લાસ પાણી નાખી થોડું પાતળું પ્રવાહી બનાવી લેવું. આ સાલન તૈયાર છે. જેને તમે ઠંડુ કરીને પણ પી શકો છો અને નોર્મલ ટેમ્પરેચરવાળુ પણ પી શકો છો.

જાણો…શેવાળ છે બહુ જ ઉપયોગી ઔષધી, તેનો પ્રયોગ અનેક સમસ્યામાં છે લાભકારી…!!

૬. પાઈના લેમન જ્યુસ:

સામગ્રી:

– એક કપ પાઈનેપલ સીરપ
– આઠ કપ ઠંડુ પાણી
– બે લીંબુનો રસ
– એક સફરજન
– ચોથા ભાગનું પાઈનેપલ
– સ્વાદ પ્રમાણે મીઠું
– આઠ થી દસ ક્રશ કરેલ આઈસ ક્યુબ

ગાર્નીશિંગ માટે:

ફુદીનાનાં પાન

રીત:

સફરજનને છોલીને છીણી લો. લીંબુનો રસ કાઢી લો. થોડો રસ છીણેલા સફરજનમાં મિક્સ કરી તેને ફ્રીઝમાં ઠંડુ કરવા મુકવું.
પાઈનેપલના કાંટા રહી ના જાય એ રીતે નાના કટકા કરી લો. જો ફ્રેશ પાઈનેપલ હોય તો તેમાં એક ટેબ.સ્પૂન ખાંડ નાખી કૂકરમાં એક વ્હીસલ વગાડી દેવી અને ઠંડુ કરી લેવું. ટીનનું પાઈનેપલ હશે તો ખાલી પીસ જ કરવા.

હવે એક લાંબા ગ્લાસમાં ઠંડુ પાણી અને પાઈનેપલ સીરપ ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી તેમાં સફરજનની છીણ અને પાઈનેપલના પીસ નાખી દો અને ક્રશ્ડ આઈસ નાખી ફુદીનાના પાનથી ગાર્નીશ કરો.

જાણો…14 નુસખા : પુરૂષોની દુર્બળતા, નપુંસકતા અને સ્વપ્નદોષને ઝડપથી કરશે દૂર…!!!

૭. ટામેટા-નારંગી જ્યુસ

સામગ્રી:

– ચાર નંગ પાકા લાલ ટામેટા
– ૧ નંગ નારંગી
– પાંચ થી સાત ટેબ.સ્પૂન દળેલી ખાંડ
– એલ ટી.સ્પૂન શેકેલા જીરું નો પાવડર
– ચોથા ભાગની ટી.સ્પૂન મરી પાવડર
– ચપટી સંચળ
– સ્વાદ પ્રમાણે મીઠું
– એક કપ પાણી
– ક્રશ્ડ આઈસ

રીત:

ટામેટા-નારંગી જ્યુસ બનાવવા માટે સૌ પ્રથમ ટામેટાને ધોઈ કટકા કરી વધારાના બીયા કાઢી લો. ત્યારબાદ તેમાં પાણી નાખી મિક્સરમાં ક્રશ કરી લો. તેને પાંચ થી સાત મિનિટ માટે ઉકાળી લો અને ઠંડુ કરવા મૂકી દો. તેમાં લીંબુનો રસ મીઠું અને દળેલી ખાંડ નાખો. નારંગીનો જ્યુસ કાઢી લો. હવે એક ગ્લાસમાં તૈયાર કરેલ ટામેટા જ્યુસ અને ઓરેન્જ જ્યુસ રેડી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર અને સંચળ પાવડર નાખી ક્રશ્ડ આઇસ નાખી મજા લો.

આ તો જાણી જ લો…. કેમ સવારે ખાવું છે જરૂરી? ખાવાના ફાયદા અને ન ખાવાના નુકસાન જાણો

સાભાર: દિવ્ય ભાસ્કર.

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

જાણો….રૂપ રૂપના અંબાર બનવા વર્ષોથી ઉપયોગી આ ચમત્કારી પેસ્ટનો, રોજ કરો પ્રયોગ.

pest2

સિઝનમાં આવતાં ફેરફાર, વાતાવરણ, પવન, ધૂળ અને પ્રદૂષણથી આપણી ત્વચાને સતત નુકસાન થતું રહે છે. આવા સમયે જો ત્વચાની યોગ્ય દેખભાળ ન રખવામાં તો સમય પહેલાં જ ત્વચા નિસ્તેજ, કરચલીવાળી  અને કાળાશનો શિકાર બનવા લાગે છે. જો તમે આ તમામ સમસ્યાઓથી તમારી ત્વચાને બચાવવા માગતા હોવ તો ત્વચાની પ્રકૃતિ અનુસાર ઘરેલૂ ઉબટનનો ઉપયોગ કરીને ત્વચાને સ્વસ્થ, સુંદર અને ચમકદાર બનાવી શકાય છે. ઉબટન પ્રયોગથી ત્વચામાં નિખાર આવવાની સાથે કસાવ પણ જળવાઈ રહે છે. ઉબટનની કોઈ આડઅસર નથી. એટલા માટે વગર વિચાર્યે ઉબટનનો પ્રયોગ તમે કરી શકો છો.

ઉબટન એટલે શું?

કેટલીક પ્રાકૃતિક વસ્તુઓને મિક્ષ કરીને જે લેપ તૈયાર કરાય છે તેને ઉબટન કહેવાય છે. પ્રાચીન સમયથી રૂપ નિખારવા માટે ઉબટનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આપણા દાદી- નાની પણ કેટલાક પ્રકારના ઉબટનનો પ્રયોગ કરીને જ સૌંદર્યને નિખારતી હતી કેમ કે તે વખતે બ્યૂટીપાર્લરો હતાં જ નહીં. પ્રાચીનકાળમાં પણ રાણીઓ- મહારાણીઓ અલગ- અલગ પ્રકારના ઉબટનોનો પ્રયોગ કરતી હતી. આજના આધુનિક સમયમાં ઉબટને ફેસપેક અને ફેસ સ્ક્રબનું રૂપ લઈ લીધું છે.

રૂપાળા થવા માટેનું ખાસ ઉબટન

 – 2 ચમચી મલાઈ, 1 ચમચી બેસન, ચપટી હળદર ભેળવીને પેસ્ટ બનાવી લો. ચહેરા પર લગાવો. 10-15 મિનિટ પછી ચહેરો પાણીથી ધોઈ લો. નિયમિત પ્રયોગથી ચહેરાથી કાળી ત્વચા રૂપાળી થવા લાગશે.

– 1 ચમચી અડદની દાળને કાચા દૂધમાં પલાળી દો, પછી પીસીને પેસ્ટ બનાવો. પછી તેમાં થોડું ગુલાબજળ મિક્ષ કરીને ચહેરા પર લગાવો. થોડીવાર સૂકાવા દો. પછી ધીરે-ધીરે ગોળાકારમાં ઘસો અને ચહેરો ધોઈ નાંખો. ત્વચા ચમકદાર બની જશે.

– 2 ચમચી બેસન, 1 ચમચી સરસિયાનું તેલ અને થોડું દૂધ મિક્ષ કરીને પેસ્ટ બનાવી દો. આ ઉબટનને આખા શરીર પર લગાવી દો. થોડીવાર પછી હાથથી ઘસીને ધોઈ લો અને પછી સ્નાન કરો. આ રીતે રોજ કરવાથી અથવા તો સપ્તાહમાં બેવાર કરવાથી ત્વચા ગોરી અને મુલાયમ બની જશે.

– મસૂરની દાળને પીસીને પાઉડર બનાવી લો. બે ચમચી દાળના પાઉડરમાં ઇંડાંની જરદી ભેળવીને પેસ્ટ બનાવી લો. તેમાં બે ટીપાં લીંબુનો રસ અને એક મોટી ચમચી કાચું દૂધ મિક્ષ કરીને દરરોજ ચહેરા પર લગાવો. સૂકાઈ જાય પછી કાઢી નાંખી ઠંડા પાણીથી  ચહેરો ધોઈ લો. ચહેરાનો રંગ નિખરી ઊઠશે.

– એક મોટી ચમચી દહીં, એક મોટી ચમચી બેસન, ચપટી હળદર અને 2-4 ટીપાં લીંબુનો રસ મિક્ષ કરીને ગાઢો લેપ તૈયાર કરો. લેપને હાથ-પગ, ચહેરો અને આખા શરીર પર લગાવીને 5થી 10 મિનિટ રહેવા દો. પછી હાથથી ઘસીને કાઢો અને સ્નાન કરી લો.

– એક ચમચી રાઈને બારી પીસી લેવી પછી તેને દૂધમાં મિક્ષ કરીને પેસ્ટ બનાવી લો, પછી ચહેરા પર લગાવો. રાઈના ઉબટનથી રંગમાં તો નિખાર આવશે, ત્વચામાં ચમક પણ જળવાઈ રહેશે.

– દહીં ત્વચાની રંગત નિખારે છે અને ત્વચાને સ્વસ્થ પણ રાખવામાં મદદ કરે છે. લીંબુથી તૈલીયપણું ઓછું થાય છે. આ બંનેને મિક્ષ કરીને બનાવાયેલું ઉબટન ત્વચાને નિખારે છે અને ચમકદાર બનાવે છે.

– એક બ્રેડની સ્લાઇસને થોડાં દૂધમાં પલાળીને ચહેરા પર લગાવીને રાખો. પાંચ મિનિટ પછી ઘસીને કાઢી નાંખો. તાજા પાણીથી ચહેરો ધોઈ લો. મૃત ત્વચાની જગ્યાએ ચમકદાર ત્વચા બનવા લાગશે.

– એક ચમચી ચણાનો લોટ કે બેસન, ચપટી હળદર. 2-3 ટીપાં લીંબુનો રસ અને થોડું કાચું દૂધ મિક્ષ કરીને લેપ બનાવી લો ને થોડાં દિવસો સુધી એનો પ્રયોગ ચહેરા કે સમગ્ર શરીર પર કરો. ત્વચા નિખરી ઊઠશે.

રૂક્ષ ત્વચા માટે

 – એક મોટી ચમચી ચોખાનો લોટ, એક નાની ચમચી મધ અને એક નાની ચમચી ઇંડાની સફેદ જરદીને મિક્ષ કરીને લેપ બનાવી લો. આ લેપને ૫ મિનિટ સુધી ચહેરા પર લગાવીને રાખો. પછી ચહેરો ધોઈ લો.

– એક મોટી ચમચી જવનો લોટ, એક ઇંડાની જરદી, એક નાની ચમચી મધ અને થોડુંક દૂધ ભેળવીને ચહેરા પર લગાવો. 10-15 મિનિટ પછી ચહેરો ધોઈ લો.

– એક મોટી ચમચી ચંદન પાઉડરમાં ગુલાબજળ મિક્ષ કરીને લેપ બનાવી દો. આ લેપને 15-20 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો. પછી હળવા હાથે ઘસીને ધોઈ લો અને ચહેરો ધોઈને સાફ કરી દો.

– એક પાકા કેળાને મસળીને પેસ્ટ બનાવી દો. તેમાં થોડું મધ અને થોડાં ટીપાં લીંબુના રસના ભેળવીને ચહેરા પર ઘસો. 5-6 દિવસ પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. એનાથી ચહેરામાં નિખાર તો આવશે  જ. કરચલીઓ પણ દૂર થશે.

– એક નાની ચમચી બદામનો પાઉડર, એક નાની ચમચી મલાઇ, એક મોટી ચમચી મસૂરની દાળની પેસ્ટ, 3-4 ટીપાં ગુલાબજળ અને 2 ટીપાં તેલના મિક્ષ કરીને પેસ્ટ બનાવી દો. એને આખા શરીર પર કે ચહેરા પર લગાવો. થોડીવાર પછી કાઢી નાંખી, સ્નાન કરી લો. ત્વચા કાંતિવાન અને ચમકદાર બનશે.

તૈલીય ત્વચા માટે

– એક મોટી ચમચી જવના લોટમાં એક મોટી ચમચી સફરજનની પેસ્ટ મિક્ષ કરીને બનેલી પેસ્ટને ત્વચા પર લગાવો. 15-20 મિનિટ પછી ધોઈ લો.

– સંતરાના છોતરાનો પાઉડર બે મોટી ચમચી લઈને તેમાં થોડું કાચું દૂધ અને ગુલાબજળ મિક્ષ કરીને ગાઢો લેપ તૈયાર કરો. આ ઉબટનને ચહેરા પર લગાવો ત્વચા કાંતિપૂર્ણ બની જશે.

– એક મોટી ચમચી દહીં, એક નાની ચમચી કાકડીનો રસ બંનેને મિક્ષ કરીને 10- 15 મિનિટ ચહેરા પર લગાવેલો રાખો. પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાંખો.

– એક મોટી ચમચી ચંદન પાઉડર, એક નાની ચમચી લીમડા (કડવો)ના પાન, એક મોટી ચમચી ગુલાબની પાંખડીઓ, ચપટીભર હળદરના પાઉડરને મિક્ષ કરીને પેસ્ટ બનાવો અને ચહેરા પર 8-10 મિનિટ સુધી લગાવીને રાખો. સૂકાઈ જાય પછી થપથપાવીને કાઢી નાંખો.

– એક મોટી ચમચી જવનો લોટ, એક મોટી ચમચી ચણાનો લોટ, ચપટી હળદર, 2-4 ટીપાં લીંબુનો રસ, એક મોટી ચમચી ગુલાબજળ વગેરેને મિક્ષ કરીને લેપ બનાવો. આ લેપને શરીર કે ચહેરા પર લગાવો. સૂકાઈ જાય પછી કાઢી નાખીને સ્નાન કરો.

ડાઘા અને ધબ્બાવાળી ત્વચા માટે

– એક ગાંઠ તાજી લીલી હળદર, બે મોટી ચમચી મલાઇ, 3-4 ટીપાં ગલાબજળ, હળદરને છોલીને કાપીને પછી પીસી લો. એમાં મલાઇ અને ગુલાબજળ ભેળવીને ચહેરા પર થોડા દિવસો સુધી દરરોજ નિયમિતપણે લગાવો. ત્વચા પર નિખાર આવશે. સાફ સ્વચ્છ બનશે અને ડાઘ ધબ્બા જતાં રહેશે.

– એક મોટી ચમચી લીમડા (કડવા)ના સૂકાં પાન બે મોટી ચમચી જવનો લોટ, બે ચમચી ચણાનો લોટ, બે મોટી ચમચી મુલતાની માટીનો પાઉડર, 5-7 ટીપાં મધ, 4 ટીપાં લીંબુનો રસ વગેરે મિશ્ર કરીને લેપ તૈયાર કરો અને ચહેરા પર લગાવો. થોડાં દિવસોનાં પ્રયોગને અંતે ત્વચા સાફ-સ્વચ્છ દેખાશે. આ પેસ્ટને બનાવીને એક અઠવાડિયા સુધી ફ્રિજમાં રાખી શકાય છે.

કાયમ ઉપયોગી એવું ઉબટન

દૂધનું વાસણ ખાલી થાય ત્યારે તેમાં ચપટી હળદર, ઘઉંનો લોટ અને 2-3 ટીપાં તેલ મિક્ષ કરીને પેસ્ટ બનાવી દો આ પેસ્ટને હાથ- પગ અને ચહેરા પર ઘસો. બરાબર સુકાઈ જાય પછી ઘસીને કાઢી નાંખો. આવું દરરોજ કરો અને તમારી રંગતમાં આવેલા બદલાવને જાતે જ જુઓ.

ઉબટન પ્રયોગ

તમારી ત્વચાની પ્રકૃતિને જાણીને પછી જ કેટલીક સામગ્રીને મેળવીને સાફ ચહેરા પર સ્નાન કર્યા પહેલાં લગાવો. આ ઉપરાંત આખા શરીર પર કે પછી હાથ- પગ પર પણ આ લેપને હાથથી લગાવી લો અને થોડીવાર સૂકાવા માટે છોડી દો. જેવું થોડું ઘણું સૂકાવા લાગે કે પછી હાથથી ઘસીને કાઢી નાંખો. પછી સ્નાન કરી લો. ઉબટન લગાવ્યા પછી સાબુ લગાવવાની જરૂર રહેતી નથી કે ફેસવોશ વાપરવાની પણ જરૂર રહેતી નથી.

ઉબટનથી ત્વચા કાંતિમય બને છે. અને તેમાં ગજબનો નિખાર આવી જાય છે. એટલા માટે જ તો લગ્નના એક માસ પહેલાંથી જ કન્યાને લગભગ રોજ ઉબટન લગાવાય છે. બસ, એટલું જ ધ્યાન રાખવાનું કે, ઉબટનમાં વપરાતી સામગ્રી તમારી ત્વચાને અનુકૂળ છે કે નહીં. જ્યારે ઉબટનને સ્ક્રબ કરો ત્યારે હળવે હાથે કરવું. નહીંતર ત્વચાને નુકસાન થઈ શકે છે. માટે હળવા હાથે ગોળાકાર હાથ ફેરવતાં- ફેરવતાં ઉબટન કાઢવું.

ફાયદા અનેક

ઘરેલું ચીજોમાંથી બનનારા ઉબટનના અનેક ફાયદા હોય છે. જો એકવાર ઉબટન પ્રયોગ તમારી દિનચર્યામાં સામેલ કરી લેશો તો બજારનાં મોંઘા બ્યુટી પ્રસાધનો ખરીદીને પૈસા ખર્ચ નહીં કરવા પડે અને પરિણામ પણ ઉત્તમ મળશે. ઉબટન પ્રયોગથી ત્વચામાં ભેજ અને ચમક જળવાઈ રહે છે. તે મૃત ત્વચાને હટાવીને નવ તાજગી પ્રદાન કરે છે. ઉબટન પ્રયોગથી રક્તપરિભ્રમણ સારી રીતે થાય છે. કેમ કે ઉબટન પ્રયોગથી ત્વચાને માલિશ પણ થઈ જાય છે. ઉબટન ત્વચાના રંગમાં પણ નિખાર લાવે છે. કરચલીઓ, કાળાશથી ત્વચાને બચાવે છે.

મોટાભાગના ઉબટનોમાં હળદરનો ઉપયોગ કરાય છે. જેથી ત્વચા અનેક રોગોથી બચી શકે છે. અનેક લાભ હોવા છતાં પણ ઉબટનનો ઉપયોગ કાયમ ત્વચાને અનુરૂપ કરવો જોઈએ. જેમ કે સૂકી ત્વચા માટે ક્યારેય પણ ખાટા ફળો જેવાં કે સંતરાનો રસ કે લીંબુનો પ્રયોગ ન કરવો જોઈએ.

સાભાર: દિવ્ય ભાસ્કર.

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

સાવ સસ્તામાં ઘરની આ વસ્તુઓથી ચહેરા પર લાવો ગજબનો નિખાર, જાણો રીત…!!!

face62

શું તમે જાણો છો કે પ્રકૃતિમાં કેટલીક એવી વસ્તુઓ ઉપલબ્ધ છે જેનો ઉપયોગ કરીને આપણે આપણા ચહેરાની તમામ સમસ્યાઓથી બચી શકીએ છીએ. પરંતુ આજાકાલ લોકો બજારમાં મળતા મોટાભાગના સૌદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરે છે. આવા પ્રસાધનોથી લોકો આકર્ષાય છે અને રૂપિયા ખર્ચીને તેનો ઉપયોગ તો કરે છે પરંતુ તેનાથી જોઈએ એવો ફાયદો થતો નથી. કેટલીકવાર તો આવા પ્રસાધનોથી લાંબાગાળે આડઅસરો પણ ભોગવવી પડે છે. તો એના માટેનો બેસ્ટ રસ્તો છે કે પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરીને ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં આવે, જી હાં, તેના માટે તમારે ન તો બહુ ખર્ચ કરવો પડશે ન તો ઝાઝી મહેનત. બસ, ઘરમાં જ અહીં જણાવેલી સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને તમે જુદી-જુદી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. જેથી અમે તમને જણાવીશું કે કઈ રીતે સસ્તામાં તમે આવી પ્રાકૃતિક વસ્તુઓની મદદથી ચહેરાની ત્વચાને સ્વસ્થ રાખી શકો છો.

સેન્સિટિવ સ્કિન માટે

જે લોકોની ત્વચા સેન્સિટિવ એટલે કે વધુ પડતી સંવેદનશીલ હોય તેમને ઘણી વસ્તુઓથી એલર્જી થઈ જાય છે. જેથી આવી ત્વચા માટે સોફ્ટ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. સેન્સિટિવ ત્વચા પરની ગંદકી અને ઉઝરડાં દૂર કરવા માટે એલોવેરા જેલમાં કાકડીનો રસ, દહીં અને ગુલાબનું તેલ મિક્ષ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવી સૂકાવા દો. તમે ગુલાબ તેલની જગ્યાએ તમારી ઈચ્છા મુજબ અન્ય તેલનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. આ ફેસપેકનો ઉપયોગ સેન્સિટિવ ત્વચા માટે બેસ્ટ છે અને આનાથી ત્વચા તરોતાજા અને સ્વસ્થ રહેશે.

ડ્રાય ત્વચા માટે

ડ્રાય ત્વચાને હમેશા હાઈડ્રેશનની જરૂર હોય છે. જેને તમે એલોવેરા ફેસપેકની મદદથી પૂરી કરી શકો છો. તેના માટે એલોવેરા જેલ, કોટેજ ચીઝ, ખજૂર અને કાકડીની પેસ્ટ તૈયાર કરવી. તેમાં થોડો લીંબૂનો રસ મિક્ષ કરવો. હવે આને ચહેરા પર લગાવો. 30 મિનિટ પછી ધોઈ લો. આનાથી તમારી ત્વચા સારી રીતે હાઈડ્રેટ થઈ જશે.

ડિટોક્સીફિકેશન માટે

ત્વચામાં ચમક લાવવા માટે ત્વચા પરની મૃત કોશિકાઓને દૂર કરવી જરૂરી છે. તેના માટે એલોવેરા જેલમાં કેરીનો પલ્પ અને લીંબૂનો રસ બ્લેન્ડરમાં ક્રશ કરી તેને ચહેરા પર 20 મિનિટ માટે લગાવી રાખો. ત્યારબાદ પાણીથી ધોઈ લો. આ પેકથી ત્વચા અંદરથી સાફ તો થશે જ સાથે ત્વચામાં ચમક વધશે.

નિષ્તેજ ત્વચા માટે

આ પેક નિષ્તેજ અને બેજાન ત્વચામાં જાન લાવી દેશે. તેના માટે એક વાટકીમાં બે ચમચી ઓલિવ ઓઈલ અને એલોવેરા જેલ મિક્ષ કરીને તેમાં એટલી જ માત્રામાં ઓટ્સ મિક્ષ કરીને પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટને 5 મિનિટ સુધી ધીરે-ધીરે ચહેરા પર ઘસો. 10 મિનિટ બાદ ચહેરો ધોઈ લો. મૃત ત્વચાને જીવંત કરવા માટેનો આ બેસ્ટ નેચરલ સ્ક્રબ છે.

ટેન હટાવશે

લીંબૂના રસમાં એલોવેરા મિક્ષ કરીને ચહેરા પર લગાવવાથી ટેનિંગની સમસ્યા ઝડપથી દૂર થાય છે. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવી 15 મિનિટ રહેવા દેવું અને પછી નવશેકા પાણીથી ધોઈ લેવું. આ ફેસપેક લગાવવાથી ચહેરો ચમકીલો બનશે.

કરચલીની સમસ્યા માટે

ચહેરા પરની કરચલીઓ દૂર કરવા માટે નિયમિત રીતે એલોવેરાનો પ્રયોગ કરો. આનાથી તમારી ત્વચા ટાઈટ રહેશે. તેના માટે એલોવેરા અને ગુલાબજળ મિક્ષ કરી પેસ્ટ બનાવો. તેને 15 મિનિટ ચહેરા પર લગાવી ઠંડા પાણીથી ધોઈ લો.

ઓઈલી સ્કિન માટે

ઓઈલી સ્કિનનું થોડું વધારે ધ્યાન રાખવું પડે છે. કારણ કે ઓઈલી ત્વચામાં વધારે સમસ્યાઓ થાય છે. તેના માટે એલોવેરાના કાંટા કાઢીને તેના પાનને પાણીમાં ઉકાળી પેસ્ટ તૈયાર કરી લેવી. પછી તેમાં મધ મિક્ષ કરીને તેને ચહેરા અને ગરદન પર 20 મિનિટ લગાવી ધોઈ લેવું. આનાથી ચહેરા પરનું વધારાનું ઓઈલ દૂર થશે અને ત્વચા સાફ અને ચમકદાર બનશે.

કેળા

કેળાને મસળી તેમાં મધ, દહીં અથવા દળિયા ઉમેરીને લાભકારી અને પોષકયુક્ત ફેસપેક બનાવી શકાય છે. આ ફેસપેકને ચહેરા અને ગળા પર લગાવી 15 મિનિટ બાદ ધોઈ નાખવું. આને નિયમિત લગાવવાથી ચહેરો નિખરી જશે.

સંતરા

સંતરા ખાવામાં, તેનો જ્યુસ પીવામાં અને તેનો પલ્પ ચહેરા પર લગાવવામાં આ બધાં જ વિકલ્પો ઘણાં જ ફાયદાકારક છે. સંતરાના પલ્પમાં દહીં મિક્ષ કરીને ચહેરા પર લગાવવાથી પણ ત્વચા પર તેની અસર ઘણી જ સારી થાય છે. સંતરાની છાલને સુકવીને તેનો પાવડર બનાવીને પણ તેનો ફેસપેક તરીકે ઉપયોગ કરી શકાય છે.

પપૈયુ

પપૈયાની એક ચીરી લઈને તેને મસળીને ચહેરા પર લગાવી 10થી 15 મિનિટ રહેવા દેવું, આવું કરવાથી ત્વચા એકદમ સાફ થઈ જશે, નિયમિત ઉપયોગ કરવાથી ડાઘ દૂર થશે અને ચહેરો નિખરી જશે. જો વધુ સારૂં પરિણામ જોઈતું હોય તો તેમાં એક ચમચી મધ પણ ઉમેરી શકાય.

કેરી

કેરીની સિઝનમાં કેરીમાં દૂધ અથવા દહીં મિક્ષ કરીને ચહેરા પર લગાવવાથી પણ ઘણો ફાયદો થાય છે. આનાથી ત્વચા સાફ પણ થાય છે, અને મૃત કોશિકાઓને પણ દૂર થાય છે.

લીંબુ

ત્વચા પર લીંબુ લગાવવાના અનેક ફાયદા છે. ચહેરાને સાફ કરવા માટે લીંબુનો રસ ચહેરા પર લગાવી શકાય. જો લીંબુના રસમાં મધ લગાવવામાં આવે તો ચહેરો વધુ સાફ થાય છે.

બટાકા

બટાકાને પાતળા કાપીને તેને ચહેરા અને ગરદન પર લગાવવાથી ગજબનો ફાયદો થાય છે. અડધો કલાક રહેવા દીધા બાદ ત્વચાને સાફ કરી લો. આનાથી ચહેરા પરના ધબ્બા ધીરે-ધીરે દૂર થશે.

સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરીને મસળીને તેને ચહેરા અને ગરદન પર લગાવીને 20 મિનિટ બાદ પાણી વડે ધોવાથી પણ ત્વચા મસ્ત સાફ થઈ જાય છે. આમ ચહેરાની ત્વચા સાફ થઈ જાય છે, અને ચહેરો ચમકે છે.

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

જાણો…અશક્તિ, થાક, જાતીય જીવન સંબંધી સમસ્યાઓમાં કરો, આ દાણાનો પ્રયોગ…!!

charoli

ઘરમાં સૂકા મેવા તરીકે પ્રયોગ કરવામાં આવતી ચારોળી માત્ર રસોઇ બનાવવા પૂરતી જ ઉપયોગી નથી પરંતુ અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ ચારોળી બહુ જ લાભપ્રદ સાબિત થાય છે. આપણે ત્યાં દિવાળી સમયે જે ઘરોમાં દૂધપાક બનતો હશે તેઓ ‘ચારોળી’થી પરિચિત હશે. દૂધપાક બનાવતી વખતે ચારોળી અચૂક નાખવામાં આવે છે. એ સિવાય દૂધ અને દૂધની મીઠાઈઓમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ચારોળી ખૂબ જ પૌષ્ટિક છે. બદામની જગ્યાએ તેનો ઉપયોગ કરી શકાય છે. ચારોળીનું તેલ બદામના તેલ જેવા જ ગુણોવાળું હોય છે. ચારોળીમાં પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન સી, બી1, બી2, આયર્ન જેવા પોષક તત્વો હોય છે. જેથી આજે અમે તમને ચારોળીના વિવિધ ફાયદાઓ વિશે જણાવીશું.

કામશિથિલતા દૂર કરે છે

ચારોળીને પૌષ્ટિક અને કામશક્તિવર્ધક કહી છે. નબળાઈ જણાતી હોય તેમણે ચારોળીના દસ દાણા અને થોડું અશ્વગંધાનું ચૂર્ણ લઈ વાટી લેવા. એક ગ્લાસ દૂધમાં એટલું જ પાણી મેળવી તેમાં આ વાટેલું મિશ્રણ ઉમેરીને ઉકાળવું. ઊકળતા ફક્ત દૂધ બાકી રહે ત્યારે ઉતારી, ઠંડું પાડી, સાકર મેળવીને પી જવું. સવાર-સાંજ આ દૂધના સેવનથી કામશિથિલતા દૂર થઈ શક્તિ આવે છે.

આયુર્વેદ પ્રમાણે ચારોળી મધુર, શીતળ, પચવામાં ભારે, વાત-પિત્તશામક, વર્ણ સુધારનાર, હૃદયને હિતકારી, કામશક્તિવર્ધક, બળપ્રદ, દાહશામક, રક્તવૃદ્ધિ અને શુદ્ધિકર છે. તે વાયુ અને રક્તના રોગો, શુક્રાણુઓની દુર્બળતા, હૃદયની નબળાઈ, ઉદર્દ (ચામડીનો એક રોગ), સોજા અને તાવને મટાડનાર છે. ચારોળીનું તેલ મધુર, થોડું ગરમ અને વાત-પિત્તનાશક છે.

થાકને ભગાડે ફટાફટ

કામ કરીને થાકીને આવ્યા હોય ત્યારે એક ગ્લાસ દૂધમાં ચારોળી અને સાકર મેળવી, ઉકાળી, ઠંડું પાડીને પીવાથી થાક દૂર થાય છે. આ ઉપચાર પ્રયોગ શક્તિ અને સ્ફુર્તિ આપનારો છે.

રક્તસ્રાવમાં લાભપ્રદ

શરીરના કોઈપણ માર્ગથી રક્તસ્રાવ થતો હોય તેમાં ચારોળીનું સેવન લાભદાયક છે. રક્તસ્રાવમાં પાંચ પાંચ ગ્રામ ચારોળી અને જેઠીમધના ચૂર્ણને વાટી ઉપર મુજબ તેને દૂધમાં પકવી લેવા. ઠંડું પડે સાકર ઉમેરી આ દૂધ પી જવું. આ પ્રમાણે સવાર-સાંજ દૂધ બનાવીને પીવાથી શરીરના ઉપર કે નીચેના માર્ગેથી રક્તસ્રાવ થતો હોય તે મટે છે.

શરદી-ખાંસીમાં ફાયદાકારક

જો તમને શરદી-ખાંસીની સમસ્યા રહેતી હોય તો તેના માટે 5-10 ગ્રામ ચારોળીને સેકી લેવી. ત્યારબાદ તેને પીસીને એક કપ દૂધમાં તે પાઉડર મિક્ષ કરીને દૂધ ઉકાળવું. તેમાં સ્વાદ મુજબ એલચી અને સાકર મિક્ષ કરીને પીવાથી આ સમસ્યાથી રાહત મળે છે.

કફની સમસ્યા કરે છે દૂર

કેટલાક લોકોને કફની સમસ્યા હોય છે જેના કારણે શ્વાસ લેવામાં બહુ તકલીફ પડતી હોય છે અને આના કારણે ઘણીવાર ગળામાં ખારાશની પણ શિકાયત થાય છે. આનાથી રાહત માટે 5થી 1- ગ્રામ ચારોળીનું સેવન કરવું જોઈએ.

ચહેરાનો રંગ નિખારે છે

ચારોળીને પીસીને તેમાં થોડી માત્રામાં હળદર મિક્ષ કરવી. સાથે જ તેમાં મધ, લીંબૂ અને ગુલાબ જળ મિક્ષ કરવું. હવે આ પેસ્ટને ચહેરા પર દરરોજ લગાવવી. આનાથી ચહેરાનો કાળો રંગ ધીરે-ધીરે દૂર થશે.

ખીલની સમસ્યામાં કરો ઉપયોગ

જે લોકોને ખીલની સમસ્યા રહેતી હોય છે તેમના માટે ચારોળીનો આ પ્રયોગ બહુ જ કારગર સાબિત થાય છે. તેના માટે ચારોળીને પીસીને તેમાં ગુલાબજળ મિક્ષ કરીને ચહેરા પર લગાવો. સૂકાઈ ગયા બાદ ચહેરો ધોઈ લો. આ ઉપાયથી ખીલની સમસ્યા તો દુર થશે સાથે જ ચહેરામાં ચમક આવશે. ચહેરા પરની કરચલીઓ દુર કરવા માટે 10થી 12 ચારોળીને દૂધમાં પલાળી દેવી. સવારે તેની પેસ્ટ ચહેરા પર લગાવવી. નિયમિત આ ઉપાય કરવાથી તમે જાતે ફરક અનુભવશો.

ત્વચાની સમસ્યાઓમાં ઉપયોગી

ચામડી પર નાનાં નાનાં ચકામાં થાય છે. ખંજવાળ પણ ખૂબ આવે છે. આ રોગમાં ચારોળીને પાણીમાં વાટી તેનો ચકામા પર લેપ કરવાથી ચકામા બેસી જાય છે. ખંજવાળમાં પણ રાહત થાય છે.

અશક્તિ કરે છે દૂર

સવાર-સાંજ ૧૦-૧૦ ગ્રામ ચારોળીના દાણા ગોળ સાથે ખુબ ચાવીને ખાવાથી અશક્તિ દુર થાય છે અને વજન વધે છે. ચારોળી પિત્ત, કફ તથા લોહીના બગાડને દૂર કરે છે.

બળતરામાં રાહત આપે

જે ભાગ પર બળતરા થતી હોય ત્યા ચારોળીને પીસીને તેની પેસ્ટ લગાવવાથી ઠંડક મળે છે.

ડાયરિયા માટે

ચારોળીનું તેલ અને ચારોળીની જડ ડાયરિયા અને પાચન સંબંધી સમસ્યાઓમાં લાભકારી સિદ્ધ થાય છે. તમે ચારોળીના પાઉડરને ફાંકી પણ લઈ શકો છો.