Category Archives: રોજગાર रोज़गार Employment

આધાર કાર્ડમાં ખોટું છપાયું છે તમારૂ નામ અથવા સરનામું, તો ઘર બેઠે કરો અપડેટ…!!

adc

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આધાર કાર્ડ હવે બે કામ માટે જ માન્ય રહેશે. એવામાં ગેસ સબસિડી અને પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ (પીડીએસ)નો લાભ લેવા માટે તે જરૂરી છે. અત્યાર સુધીમાં દેશમાં 120 કરોડમાંથી 80 કરોડ લોકોના આધાર કાર્ડ બની ગયા છે. પરંતુ, એવી ફરિયાદ મળી રહી છે કે આધાર કાર્ડમાં ધારકનું નામ અથવા સરનામું ખોટું છપાઈ ગયું હોય તો તેમાં સુધારો કઈ રીતે કરાવવો તે લોકોને ખબર નથી હોતી. ભાસ્કર તમને જણાવી રહ્યું છે કે આધાર કાર્ડમાં રહેલી ભૂલ ઘર બેઠે સુધારી શકાય છે. તેના માટે સરળ 4 સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.

જાણો, કેવી રીતે સુધારશો આધાર કાર્ડમાં થયેલી ભૂલને

પહેલુ સ્ટેપ

http://uidai.gov.in વેબસાઇટ પર જઇને ‘આપકા આધાર’ લિન્ક પર ક્લિક કરો. નવા પેજ પર ડાબી તરફ નીચેની બાજુ ‘અપડેટ યોર આધાર ડેટા’ પર ક્લિક કરવું. અહીં દેખાશે કે તમે કઈ કઈ જાણકારી અપડેટ કરી શકો છો. નીચે આપેલ લિન્ક પર ક્લિક કરવું. પછી જે પેજ ખુલે તેના પર ‘સબમિટ યોર અપડેટ કરેક્શન’ પર ક્લિક કરવું.

adc1

બીજુ સ્ટેપ

એન્ટર યોર આધાર નંબરમાં તમારો આધાર નંબર નાંખવો. ટેક્સ્ટ વેરિફિકેશનમાં સ્પેશ્યલ કેરેક્ટર નાંખવો અને ઓટીપી પર ક્લિક કરવું. તેના આગળના પેજ પર મોંબાઇલ નંબર નાખવો. નીચે સ્પેશ્યલ કેરેક્ટર ટેક્સ્ટવાળી જગ્યા પર ટેક્સ્ટ નાંખવી અને ફરી ઓટીપી પર ક્લિક કરવું. તમારા મોબાઇલ પર ઓટીપીનો મેસેજ આવશે. તે તમને નક્કી કરેલ સ્થાન પર રહેલ બોક્સમાં ટાઇપ કરવાનો રહેશે. ત્યારબાદ તમે વેબસાઇટ પર લોગઇન થઈ જશો.

adc2

ત્રીજું સ્ટેપ

ડેટા અપડેટ પર ક્લિક કર્યા પછી પ્રોસેસ્ડ પર ક્લિક કરવું. જરૂરી દસ્તાવેજ અહીં અપલોડ કરવાના રહેશે. કન્ફર્મ પર ક્લિક કરવું. પછી બીપીઓ સર્વિસ પ્રોવાઇડર પર ક્લિક કરવું. ત્યાં એક બાજુ એજિસ અને બીજી બાજુ કાર્વિસ લખેલું હશે. તેમાંથી કોઈપણ એકને પસંદ કરી સબમિટ કરવું. અપડેટ થવા પર કંપલીટનો મેસેજ મોબાઇલ પર આવશે. જેમાં તમને યૂઆરએન નંબર મળશે.

adc3

ચોથું સ્ટેપ

છેલ્લે અપડેટ સ્ટેટસ પર આધાર નંબર અને યૂઆરએન નાંખવાના રહેશે. તે પૂર્ણ થયા બાદ એક મેસેજ તમને દેખાશે ‘યોર રિક્વેસ્ટ કંપલીટ સક્સેસફુલ’. ત્યાર બાદ સાઇનઆઉટ કરી નાંખવું. શરૂમાં જ્યાં ડેટા અપડેટ સ્ટેટસ લખેલ છે. તેના પર ક્લિક કરવાની સાથે જ એકવાર ફરી આધાર નંબર અને યૂઆરએન નાંખી ચેક કરવું. તેમાં લખેલ આવશે રિક્વેસ્ટ પેન્ડિંગ. હવે તમે રાહ જુઓ. થોડાક સમય પછી મોબાઇલ પર અપડેટની સૂચના આવી જશે.

adc4

પોસ્ટ કરીને પણ કરાવી શકો છો અપડેટ

– પોસ્ટ દ્વારા આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે http://uidai.gov.in/images/application_form_pdf અહીંથી ફોર્મ ડાઉનલોડ કરો.
– Adhar Card Update Formમાં તમારો મોબાઈલ નંબર આપવો અનિવાર્ય છે.
– Adhar Card Update Formમાં સૌથી પહેલા જે જાણકારીમાં સુધારો કરવાનો હોય તે અપડેટ કરવાનું રહેશે, જેમ કે, નામ, અટક અથવા સરનામું.
– ત્યાર બાદ નિર્દેશ અનુસાર Adhar Card Update Form ધ્યાનથી ભરો
– અત્યાર સુધી Adhar Card Update Form હિંદી, અંગ્રેજી, ગુજરાતી, મરાઠી, ઉડિયા, કન્ન્ડ, મલયાલમ, તમિલ, બંગાળી, તેલુગુ અને પંજાબી ભાષામાં છે જે તમે તમારી સુવિધા અનુસાર ફોર્મ લઈ શકો છો. ફોર્મને કવરમાં બંધ કરી તેના ઉપર Aadhar Card Update/Correction લખવાનું ન ભૂલવું.
– ફોર્મમાં તમારું સરનામું, પિન નંબર, જિલ્લાની વિગતો યોગ્ય રીતે ભરો. જો કોઈપણ મુશ્કેલી હોય તો help@uidai.gov.in પર સંપર્ક કરી શકો છો.
– હવે તે કવરને નીચે આપેલ સરનામાં પર પોસ્ટ કરી દો.

Unique Identification Authority of India
Planning Commission
Government of India
3rd Floor, Tower II
Jeevan Bharati Building
Connaught Circus
New Delhi – 110001

અન્ય કોઈ જાણકારી માટે https://ssup.uidai.gov.in/ssup-home પર વિઝિટ કરો.

adc5

નવું આધાર કાર્ડ બનાવવા માટે શું કરશો…

તમારી નજીક જે પણ આધાર કાર્ડ બનાવતી ઓફિસ હશે ત્યાં તમારે જવાનું રહેશે. તેના માટે ઘણી વખત ખાસ કેમ્પ પણ લગાવવામાં આવે છે, જેમાં જઇને તમે આધાર કાર્ડ બનાવી શકો છો. એક વ્યક્તિની આધાર કાર્ડની કાય્રવાહી પૂર્ણ કરવામાં લગભગ 10થી 20 મિનિટનો સમય લાગે છે. આધાર કાર્ડ બનાવવા માટે તમારે કેટલીક જાણકારી આપવી જરૂરી હોય છે.

કઈ જાણકારી આપવાની હોય છે

1- આધાર કાર્ડ બનાવવા માટે સૌથી જરૂરી હોય છે તમારી તસવીર, જે સેન્ટર પર જ લેવામાં આવે છે.
2- તમારા ફિંગર પ્રિન્ટ્સ પણ આધાર કાર્ડની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ખૂબ જ જરૂરી હોય છે.
3- આધાર કાર્ડને સુરક્ષાની દૃષ્ટિએ વધુ પ્રભાવી બનાવવા માટે સેન્ટર પર જ તમારા રેટિના સ્કેન કરવામાં આવી છે.
4- ઓળક અને સરનામાં પૂરાવા તરીકે પણ ડોક્યુમેન્ટ સેન્ટર પર લઈ જવાના હોય છે. તેમાંથી ઓળખના પૂરાવા તરીકે તમે પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા પાસપોર્ટ લઈ જઈ શકો છો. જ્યારે સરનામાંના પૂરાવા માટે ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, રેશન કાર્ડ, વિજળી અથવા પાણીનું બિલ કામ આવી શકે છે.
5- તમારી પાસેથી તમામ જાણકારી મેળવ્યા બાદ તમને એક એનરોલમેન્ટ નંબર આપવામાં આવશે, જેના આધાર પર તમે તમારું આધાર કાર્ડનું સ્ટેટસ પણ જાણી શકો છો.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

નવા બિઝનેસની શરૂઆત માટે બેન્ક પાસેથી આ રીતે લો લોન, જાણો આખી પ્રક્રિયા…!!
જાણો અજાણી વાતો…ખાતુ બંધ કરતી વખતે પણ વસૂલાય છે ચાર્જ, બેન્ક નથી જણાવતી આ ૮ વાતો…!!!
જાણો…આ રીતે ઉપાડી શકો છો PFના રૂપિયા, 58 વર્ષ સુધી રાહ નહીં જોવી પડે…!!
જાણી જ લો…ખોવાઇ જાય બેન્ક પાસબુક કે પ્રોપર્ટી પેપર, આ છે પાછા મેળવવાના રસ્તા…!!
જાણી જ લો…વિદેશમાં તમારો PASSPORT ખોવાઈ જાય તો આ ટિપ્સ કરશે તમારી મદદ…!!!
નિવૃતિ માટે કરો NPSમાં રોકાણ, મળશે ઇપીએફ કરતાં વધુ રિટર્ન…!!!
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, તો શું કરશો..?
બદલાઈ ગઈ 100 રૂપિયાની નોટ, હવે આ રીતે ઓળખો અસલી-નકલી નોટને
કરો શેરબજાર માં કમાણી…મેળવો વધારાની આવક શેરબજારમાંથી…આ છે 4 સરળ સ્ટેપ્સ
100 વર્ષ જૂનો નિયમ બદલાયો, હવે આ રીતે નક્કી થશે સોનાની કિંમત
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
વિજ્ઞાન ના અવનવા આશ્ચર્યજનક તથ્યો…!!
તમારૂ મગજ માની ના શકે તેવા કલ્પનાતીત તથ્યો…!!!
WHATSAPP યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
આ રીતે જાણો ક્યારે થઇ રહ્યું છે તમારા એકાઉન્ટનું હૈકિંગ, જાણો બચાવની ટિપ્સ
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.
બેંક મિત્ર બનીને કરો કમાણીઃ મળશે પગાર અને કમીશન, વાંચો શું છે યોજના
લોન્ચ થયું WHASTAPPનું પીસી વર્ઝન, કમ્પ્યુટર અને લેપટોપમાં કરાશે યુઝ
ટેકનોલોજી ની આ વાતો તમે નહી જાણી હોય તો તમે કાંઇ નથી જાણયું…!!
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!

જાણો…બિઝનેસને ટોચે લઈ જવા અને નોકરીમાં પ્રમોશન માટે કરો પ્રાચીન ઉપાય…!!

business3

શું તમે ધંધામાં થતાં મંદ નફાથી અસંતુષ્ટ છો? ધંધામાં સતત ચઢ-ઉતર રહે છે? તમે હાલ જ્યાં નોકરી કરો છો ત્યાં તમે સંતુષ્ટ નથી? હાલ જે નોકરી કરી રહ્યા છો તેમાં તમને યોગ્ય પ્રમોશન પ્રાપ્ત નથી મળી રહ્યું? તો તેની માટે આજે અમે તમને કેટલાક સરળ જ્યોતિષીય ઉપાયો બતાવી રહ્યા છે જે કરવાની સાથે સાથે મહેનત કરવા લાગી જશો તો તમારું દુર્ભાગ્ય ટળી જશે અને તમને નોકરી-ધંધા અને વ્યવસાયમાં ચોક્કસ સફળતા હાથ લાગશે. આ નુસખાઓ લાલ કિતાબના આધારે છે અને પ્રાચીનકાળથી જ અસરકારક રહ્યા છે. તેને શ્રદ્ધાની સાથે અને ગુપ્ત રીતે કરવામાં આવે તો અચૂક સફળ થાય છે.

-વ્યાપારિક યાત્રા પર જનારા વ્યાપારીઓએ જતાં પહેલા સવા રૂપિયો કોઈ ગુપ્ત સ્થાન પર સંતાડી દેવો. યાત્રા પરથી પરત આવ્યા પછી આ સવા રૂપિયો કોઈ ભિખારીને દાન કરી દે. આમ કરવાથી યાત્રા સફળ થશે અને યાત્રાથી વ્યાપારમાં ઈચ્છિત ઉન્નતિ પણ સધાશે.

-શનિવારના દિવસે જૂના પોતાના કાર્યાલયમાંથી કોઈપણ લોઢાની વસ્તુ નવી જગ્યાના સ્થળે લાવીને મુકી દેવી. તે નવા સ્થળે મુકતા પહેલા તે સ્થળે થોડાક કાળા અડદના દાણા નાખી દેવા. આ લોખંડની મુકેલી વસ્તુ ત્યાંથી વારંવાર હટાવવી નહિ. આમ કરવાથી જૂના ઉદ્યોગની સાથોસાથ નવા ઉદ્યોગમાં પણ સારી એવી પ્રગતિ સધાશે.

-લાખ પ્રયત્ન કરવા છતાં પણ વ્યાપારમાં ઉન્નતિ સધાતી ન હોય તો શ્યામ તુલસીની ચોફેર ઉગેલ ઘાસને ચૂંટી તે કોઈ પીળા વસ્ત્રમાં બાંધી લઈ વ્યાપારના સ્થળે તે રાખવાથી વ્યાપારમાં લાભ થાય છે. આ પ્રયોગ ગુરૂવારના દિવસે જ કરવો.

-મંગળવારના દિવસે સાત લીલાં મરચાં અને એક લીંબુ લાવવાં. તે સઘળાંને કાળા દોરામાં પરોવી કાર્યાલય સ્થળની બહાર તે લટકાવી દેવાથી વ્યાપારમાં વધારો થાય છે. તેને કોઈની નજર કે ટોક પણ લાગતી નથી. આ પ્રયોગ મંગળવાર અથવા શનિવારના દિવસે કરવો.

-મંગળવારના દિવસે લાલચંદના લાલ ગુલાબનાં ફૂલ અને કંકુ આ સઘળી વસ્તુઓને લાલ દુપટ્ટામાં બાંધી તિજોરી કે પૈસા મુકવાના સ્થળ પર મુકી દેવાથી ધન લાભનો પ્રારંભ થાય છે.

-પાંચ પૂરા ખીલેલાં લાલ ગુલાબના પુષ્પ લેવાં. દોઢ મીટર સફેદ કાપડનો ટુકડો લઈ તે પોતાની સામે પાથરી દેવો. આ પાંચેય ગુલાબના ફૂલો ૨૧ વખત ગાયત્રી મંત્રનો જાપ કરતાં-કરતાં આ કપડાંમાં બાંધી દેવાં. પછી આ કાપડની પોટલીને જાતે જઈ પાણીમાં પ્રવાહિત કરી દેવાથી કરજમાંથી મુક્તિ મળશે.

-ઓમ નમઃ ભગવતી પદ્માવતી સર્વજન મોહિની સર્વકાર્ય વરદાયિની મમ વિકટ સંકટ હારિણી મમ મનોરથી પૂરિણી મમ્ શોક વિનાશિની પદ્માવત્યૈ નમઃ ! આ મંત્ર સિદ્ધ કર્યા પછી મંત્રનો પ્રયોગ કરવાથી દેવીની કૃપાથી નોકરી-વ્યાપારમાં આવતાં વિઘ્નો દૂર થાય છે. સાયંકાળે આ મંત્રની એક -એક માળા કરવી.

-જો વ્યવસાય સંબંધી અંતરાયોનો સામનો કરવો પડી રહ્યો છે એવું જણાય ત્યારે અને ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો માલૂમ પડતો હોય તેવે સમયે શનિવારે બપોર પછી પાંચ લીંબુ કાપીને તેની સાથે એક મુઠ્ઠી પીળા સરસવ. એક મુઠ્ઠી લોંગની દાળ તથા મરિયાંના કેટલાક દાણા વ્યાપારના સ્થળે મુકી દેવાં. આગલા દિવસે દુકાન ખોલતી વખતે સામાન ઉઠાવી, કોઇ નિર્જન સ્થળ પર પોતાના હાથે આ સઘળું દાટી દેવું. આ પ્રયોગ દ્વારા કેટલાક દિવસોમાં આવકમાં વૃદ્ધિ થઈ રહ્યાનો અનુભવ થવા લાગશે.

-જો કોઈ ઉચ્ચાધિકારીઓની અનુકૂળતા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય અગર મન ઈચ્છિત જગ્યા પર નિમણૂક મેળવવાની ઈચ્છા હોય તો નિરંતર ૭ દિવસ સુધી સૂર્યોદય સમયે તાંબાના લોટામાં જળ ભરી, લાલ મરચાંના કેટલાક દાણા તથા એક સૂરજમુખી પુષ્પ નાખી ભગવાન સૂર્યને અર્ધ્યપ્રદાન કરવો.

-કોઈ જરૂરી કાર્ય માટે ઘરમાંથી નીકળતાં પહેલાં ઘરના ઊંબરાની બહાર પૂર્વ દિશામાં એક મુઠી લાલ મકાઈના દાણા મૂકી પોતાના કાર્યનું રટણ કરતા તેના ઉપર બળપૂર્વક પગ મૂકી કાર્યની સફળતા માટે નીકળવામાં આવે તો અવશ્ય કાર્ય સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

-સરકારી યા નિજી રોજગાર ક્ષેત્રમાં પરિશ્રમ કરવા છતાં પણ સફળતા મળી રહી ન હોય તો નિયમપૂર્વક કરાયેલ વિષ્ણુ યજ્ઞાની વિભૂતિ લઈ પોતાના પિતૃઓની ‘કુશા’ની મૂર્તિ બનાવી તેને ગંગાજળ વડે સ્નાન કરાવી આ વિભૂતિ તેને લગાવી, ભોગ ધરી પોતાના કાર્યની સફળતા માટે કૃપા પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી કોઈ ધાર્મિક ગ્રંથનો પાઠ કરવો અને પછી આ કુશા મૂર્તિને વહેતા પવિત્ર જળમાં વહેવરાવી દેવાથી સફળતા અવશ્ય મળે છે.

-જો કોઈ કામથી જવાનું થાય તો એક લીંબુ લેવું. તેમાં ચાર લોંગ દાળને દબાવી દઈ ‘ શ્રી હનુમંતે નમઃ’ મંત્રનો ૨૧ વખત જપ કરવાથી તેને સાથે લઈ જવાથી કામમાં કોઈ પણ પ્રકારના અંતરાયો કે વિઘ્ન આવશે નહિ.

-દરેક મંગળવારે ૧૧ પીપળાના પાન લેવાં તેને ગંગાજળ વડે ધોઈને લાલ ચંદન આ પાન પર લગાડી દરેક પાન પર સાત વખત ‘રામ રામ’ શબ્દ લખવો. તે પાન હનુમાનજીના મંદિરમાં અર્પણ કરી પ્રસાદ વહેંચવો તે વખતે આ મંત્રનો જપ કરવો. ‘જય જય હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુ દેવકી નાઈ!’ સાત મંગળવાર સુધી સતત આમ કરવાથી અવશ્ય લાભ પ્રાપ્ત થાય છે.

-જો નોકરીમાં બઢતીની ઈચ્છા હોય તો સાત પ્રકારનું ધાન્ય પક્ષીઓને નાખવું.

-ગુરુવારના દિવસે વ્યાપારમાં વૃદ્ધિ કરવા માટે દુકાનમાં મુખ્ય દ્વારના એક ખૂણામાં ગંગા જળ વડે ધોઈ, સ્વચ્છ-પવિત્ર કરી હળદર વડે ત્યાં સ્વસ્તિક બનાવી તેના પર ચણાની દાળ અને ગોળ થોડાક માત્રામાં મૂકવાથી અને તેના પર શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી મનોમન વ્યાપારમાં વૃદ્ધિ માટે માટે પ્રાર્થના કરવાથી વ્યાપારમાં વૃદ્ધિ થાય છે. આ પ્રયોગ પાંચ ગુરુવાર સુધી કરવો.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.
વાસ્તુશાસ્ત્રના સુવર્ણ ઉપાયો: નોકરી ન મળતી હોય તો ઘરના વાસ્તુદોષનું નિવારણ કરો…!!!
ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!
અસરકારક વાસ્તુ શાસ્ત્ર: સન્માન અને સમૃદ્ધિ વધારવા, ઘરના આ ખૂણામાં કરો નાના-નાના ફેરફાર…!!!
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.
ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!
જાણો..કામ લાગશે…તોડફોડ કર્યા વગર ઘરના દોષ દૂર કરતું ફેંગશૂઈ…!!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…વાસ્તુશાસ્ત્ર તમારો વેપાર વધારી શકે છે..!!!
શાસ્ત્રોક્ત ઉપાય: ધંધામાં આવક ડબલ કરવા, અપનાવો આ નાના-નાના સચોટ ઉપાય…!!
ફેંગશુઈના 15માંથી કોઇ 1નો કરો ઉપાય, ઘરથી ક્યારેય દૂર નહીં થાય સુખ+સમૃદ્ધિ
જાણો ઉકેલ…દીકરીના લગ્નમાં વિઘ્નો ઉત્પન્ન કરે છે આ દોષો, આજે જ જાણી કરો દૂર…!!
જાણો…દરેક કામમાં અતિશુભ ફળ મેળવવું હોય તો ધ્યાનમાં રાખવી આ 15 વાતો..!!!
ઘરમાં થાક, અનિદ્રા, તણાવ અનુભવો છે? હોઈ શકે છે વાસ્તુદોષ..!
તમારા ઘરમાં ચોક્કસ હોવી જોઇએ, ધનને આકર્ષતી આ 15માંથી 1 વસ્તુ!

જાણો…વેપારમાં કરો આ 16 ઉપાય ચમત્કારિક ઉપાય, થશે પ્રગતિ જ પ્રગતિ..!!

business2

જ્યારે પણ આપણે કોઈ નવું બિઝનેસ શરૂ કરીએ છીએ ત્યારે આશા કરીએ છીએ કે તમારું બિઝનેસ દિવસેને દિવસે પ્રગતિ કરતું રહે, પરંતુ કેટલીક વખત આવું થતું નથી. બિઝનેસ ન ચાલવાના કેટલાય કારણ હોઈ શકે છે. દુકાન અથવા ઓફિસનું વાસ્તુદોષ પણ તમારા બિઝનેસની પ્રગતિમાં વિઘ્નો નાખી શકે છે. આજે અમે તમને કેટલીક એવી વાસ્તુ ટિપ્સ બતાવવા જઈ રહ્યા છીએ જેને ધ્યાનમાં રાખી તમે તમારા બિઝનેસને ચમકાવી શકો છો, આ ટિપ્સ આ રીતે છે-

1. દુકાનમાં ઈશાન કોણ (ઉત્તર-પૂર્વ)ને પૂરું ખાલી રાખો. પાણીની વ્યવસ્થા આ સ્થાન પર કરવી. પૂજા સ્થાન પણ ઈશાન કોણમાં રાખો તો વધુ સારું રહેશે.

2. ઈશાન કોણની સ્વચ્છતા ગ્રાહકોને આકર્ષિત કરે છે એટલે આ સ્થાનને સાફ બનાવી રાખવો.

અજમાવી તો જુઓ: તમારા બાળકો શ્રેષ્ઠ અભ્યાસ કરી શકે તે માટે અપનાવો અસરકારક વાસ્તુ ટિપ્સ…!!!

3. દુકાનમાં ભારી વસ્તુઓ અથવા જૂતી-ચંપલ ઈશઆન કોણમાં રાખ્યાં હોય તો તરત જ ત્યાંથી ઉપાડી દો, કારણ કે તેનાથી વેપારમાં નુકસાન થઈ શકે છે.

4. દુકાનમાં વસ્તુઓ રાખવાની યોગ્ય દિશા ઉત્તર છે. લાંબા સમય સુધી રાખવામાં આવતા સામાનને દક્ષિણમાં, સ્ટોક ખતમ કરવાવાળા સામાનને વાયવ્ય કોણ (ઉત્તર-પશ્ચિમ)માં રાખવો.

5. વિદ્યુત ઉપકરણ જેમ કે વીજળીનું મીટર, સ્વિચ બોર્ડ અને ઇનવર્ટર વગેરેની વ્યવસ્થા આગ્નેય કોણ (પૂર્વ-દક્ષિણ)માં કરો તો સારું રહેશે.

વાસ્તુશાસ્ત્રથી પરિવારમાં છલકશે સુખ-સંપત્તિ ને સંપન્નતા, ઘરમાં કરો આ નાના-નાના ફેરફાર…!!

6. પગથિયાં ઈશાન કોણના સિવાય કોઈ પણ દિશામાં રાખી શકાય છે.

7. દુકાનના માલિકના બેસવાની જગ્યા નૈઋત્ય કોણ (દક્ષિણ-પશ્ચિમ)માં અથવા દક્ષિણ દિશામાં એવી રીતે હોવી જોઈએ કે તેનું મુખ પૂર્વ અથવા ઉત્તર દિશામાં રહે.

8. શક્ય હોય તો તુલસીનો નાનકડો છોડ પણ આગ્નેય કોણમાં મૂકી શકાય છે, જેમાં દરરોજ પાણી આપવું.

વાસ્તુશાસ્ત્ર જેટલું વિસ્તૃત છે એટલું જ ફાયદેમંદ પણ છે. વાસ્તુમાં એવા અનેક ઉપાય બતાવવામાં આવ્યાં છે જેના માધ્યમથી તમારા વેપારમાં પ્રગતિ થઈ શકે, જેમ કે ક્યા વ્યવસાય માટે ક્યા રંગની દુકાન યોગ્ય રહેશે? રંગ જો વેપારને અનુકૂળ હોય તો ઘણા જલ્દી પ્રગતિ થાય છે અને સફળતાની ગાડી ઝડપથી દોડવા લાગે છે. વાસ્તુ નિયમ મુજબ ક્યા વેપાર માટે દુકાનમાં ક્યો રંગ કરાવવો જોઈએ તેની માહિતી આ મુજબ છે-

1. જો તમારી જ્વેલરીની દુકાન છે તો તમારે તમારી દુકાનમાં ગુલાબી, સફેદ અથવા વાદળી રંગ કરાવવો જોઈએ. તેનાથી લાભ મળે છે.

2. જો તમારી કરિયાણાની દુકાન છે તો તમારા માટે તમારી દુકાનમાં આછો ગુલાબી, વાદળી તથા સફેદ રંગ કરાવવો શુભ રહેશે.

3. લાઇબ્રેરી અથવા સ્ટેશનરીની દુકાનમાં પીળો, વાદળી અથવા ગુલાબી રંગ કરાવવો સારો રહેશે. તેનાથી તમારો વ્યવસાય ખૂબ સારો ચાલશે.

4. રેડિમેડ ગારમેન્ટ અથવા અન્ય કોઈ પ્રકારના કપડાંની દુકાન હોય તો લીલો, પો અથવા વાદળી રંગ કરાવવો જોઈએ.

5. મેડિકલ, ક્લિનિક અથવા અન્ય કોઈ સારવાર સાથે સંબંધિત સંસ્થાન હોય તો તેના માટે ગુલાબી, વાદળી અથવા સફેદ રંગ શુભ રહે છે.

6. જો તમારું ગિફ્ટ શોપ અથવા જનરલ સ્ટોર છે તો તેના માટે ગુલાબી, સફેદ, પીળો અથવા બ્લૂ રંગ લકી રહેશે.

7. જો તમારી ઇલેક્ટ્રિક અથવા ઇલેક્ટ્રોનિક્સની શોપ છે તો તમારા માટે પોતાની દુકાનમાં સફેદ, ગુલાબી, વાદળી અથવા આછો લીલો રંગ કરાવવો શુભ રહેશે.

8. બ્યૂટી પાર્લરમાં સફેદ અથવા વાદળી રંગ કરાવવો શુભ રહે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.
વાસ્તુશાસ્ત્રના સુવર્ણ ઉપાયો: નોકરી ન મળતી હોય તો ઘરના વાસ્તુદોષનું નિવારણ કરો…!!!
ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!
અસરકારક વાસ્તુ શાસ્ત્ર: સન્માન અને સમૃદ્ધિ વધારવા, ઘરના આ ખૂણામાં કરો નાના-નાના ફેરફાર…!!!
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.
ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!
જાણો..કામ લાગશે…તોડફોડ કર્યા વગર ઘરના દોષ દૂર કરતું ફેંગશૂઈ…!!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…વાસ્તુશાસ્ત્ર તમારો વેપાર વધારી શકે છે..!!!
શાસ્ત્રોક્ત ઉપાય: ધંધામાં આવક ડબલ કરવા, અપનાવો આ નાના-નાના સચોટ ઉપાય…!!
ફેંગશુઈના 15માંથી કોઇ 1નો કરો ઉપાય, ઘરથી ક્યારેય દૂર નહીં થાય સુખ+સમૃદ્ધિ
જાણો ઉકેલ…દીકરીના લગ્નમાં વિઘ્નો ઉત્પન્ન કરે છે આ દોષો, આજે જ જાણી કરો દૂર…!!
જાણો…દરેક કામમાં અતિશુભ ફળ મેળવવું હોય તો ધ્યાનમાં રાખવી આ 15 વાતો..!!!
ઘરમાં થાક, અનિદ્રા, તણાવ અનુભવો છે? હોઈ શકે છે વાસ્તુદોષ..!
તમારા ઘરમાં ચોક્કસ હોવી જોઇએ, ધનને આકર્ષતી આ 15માંથી 1 વસ્તુ!

જાણો…સફળતાની ટોચે પહોંચવા રાશિ પ્રમાણે કયો વ્યવસાય છે શ્રેષ્ઠ? કરો ઉપાય…!!

career6

જ્યોતિષમાં 12 રાશિઓ બતાવવામાં આવી છે અને આ રાશિઓના સ્વામી અલગ-અલગ હોય છે. મેષ-વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. મિથુન-કન્યા રાશિનો સ્વામી બુધ છે. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર અને સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. ધન-મીન રાશિનો સ્વામી ગુરુ છે. મકર-કુંભ રાશિનો સ્વામી શનિ છે. જો તમે પોતાના જીવનમાં વધુ સફળ થવા માગતા હોય અને ટોચ ઉપર પહોંચવું હોય તો તમારે રાશિ પ્રમાણે વ્યવસાયની પસંદગી કરવી જોઈએ અને તમારા ગ્રહ સ્વામીને અનુકૂળ બનાવવા માટે તમારે રાશિ સ્વામી કે રાશિમાં દર્શાવ્યા પ્રમાણે દેવોને પ્રસન્ન કરવા માટે ઉપાય કરવા જોઈએ. અહીં જાણો રાશિ સ્વામી પ્રમાણે 12 રાશિઓ માટેના સરળ ઉપાય…

તમારી જન્મતારીખ બતાવે છે કયો મહિનો છે તમારા સ્વાસ્થ્ય ઉપર ભારે? ઉપાયો કરો

જ્યોતિષમાં બતાવ્યું છે કે આ ઉપાયોથી સુખ-સમૃદ્ધિ અને ધન સંબંધી કાર્યોમાં આવતી પરેશાનીઓ દૂર થઈ જાય છે

મેષ (અ.લ.ઈ.) –

મેષ રાશિના સ્વામી મંગળ દેવ છે. મંગળને પૃથ્વીના પુત્ર માનવામાં આવે છે. તેનો રક્તવર્ણ છે. જમીન, મકાન, ખેતી તથા તેનાથી જોડાયેલ ઉપકરણો, દવાઓના ઉપકરણો, વાહન વિક્રય, ખનિજ, કોલસામાં રોકાણ કરનારા લોકોને મંગળ વધારે લાભ આપે છે. આ રાશિના લોકોને કોઈ પણ પ્રકારના શેર, કેમિકલ, ચામડું, લોખંડથી સંબંધિત કાર્યમાં રોકાણ કરવાથી બચવું જોઈએ. જન્મપત્રિકામાં મંગળ-ચંદ્રની યુતિ હોય તો વ્યક્તિ અતિ ધનવાન થાય છે. પૂર્વનું રોકાણ અટકેલું હોય તો દર મંગળવારના દિવસે હનુમાનજીને સરસવના તેલનો દીવો કરવો જોઈએ.

1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?

વૃષભ (બ.વ.ઉ.) –

આ રાશિના સ્વામી શુક્ર છે. શુક્ર ચંચળ ગ્રહ છે તથા ચંદ્રમા આ રાશિમાં ઉચ્ચનો હોય છે. આ લોકોને અનાજ, કપડાં, ચાંદી, ચોખા, સૌંદર્ય સામગ્રી, અત્તર, દૂધ તથા દૂધથી બનેલી બનાવટો, પ્લાસ્ટિક, ખાદ્ય તેલ, ઓટો પાર્ટસ તથા રત્નોમાં રોકાણ કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. જમીનસ ખનિજ, કોલસો, સત્ન, સોના, ચાંદી, સ્ટીલ, શિક્ષણ સંસ્થા, ચામડું, લાકડું, વાહન, આધુનિક યંત્ર, ઔષધિઓ, વદેશી દવાઓ વગેરેમાં રોકાણથી બચવું જોઈએ. જુનું રોકાણ અટક્યું હોય તો પૂનમના દિવસે ચંદ્ર ગ્રહના નિમિત્તે ઘીનો દીવો કરવો.

પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!

મિથુન (ક.છ.ઘ.) –

આ રાશિના સ્વામી બુધ છે. બુધ ચંદ્રને પોતાનો શત્રુ માને છે. બુધ વ્યાપાર કરનાર લોકોને લાભ આપનાર ગ્રહ છે. આ રાશિના જાતકોને સોનામાં રોકાણ લાભદાયી રહે છે. આ ઉપરાંત કાગળ, લાકડું, પીતળ, ઘઉં, દાળ, કપડા, સ્ટીલ, પ્લાસ્ટીક, તેલ, સૌદર્ય સામગ્રી, સીમેન્ટ, ખનિજ પદાર્થ, પશુ, પૂજન સામગ્રી, વાદ્યયંત્ર વગેરોનો વેપાર કે આ ચીજોથી સંબંધિત રોકાણ લાભ આપનાર છે. ચાંદી, સાકર, ચોખા, સુકો મેવો, કાંસા, લોખંડ, ઈલેક્ટ્રોનિક્સ, જમીન, સીમેન્ટ, અત્તર, કેબલ તાર, વાહન, દવાઓ, પાણીથી સંબંધિત પદાર્થોમાં રોકાણ કરવાતી બચવાનો પ્રયત્ન કરો. જુના રોકાણમાં પૈસા અટકેલા હોય તો સફેદ વસ્ત્રનું દાન કરો.

દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!

કર્ક (હ.ડ.) –

કર્ક રાશિના સ્વામી સ્વયં ચંદ્રમા છે. આ રાશિના લોકો વ્યવસાયની સાથે નોકરીમાં પણ સફળ થાય છે. આ લોકોને ચાંદી, ચોખા, સાકર તથા કપડા ઉત્પાદન કરનારી કંપનિઓના શેર, પ્લાસ્ટિક, અનાજ, લાકડું, તાર, ફિલ્મો, ખાદ્ય સામગ્રીઓ, આધુનિક ઉપકરણસ બાળકોના રમકડાં, ફાયનાન્સ કંપનીઓમાં રોકાણ કરવું લાભદાયી રહે છે. વર્તમાનમાં શનિની અઢી વર્ષની પનોતી ચાલતી હોવાથી શેર તથા વાયદા બજારમાં રોકાણ બિલકુલ ન કરો. જમીન, પ્લોટ, મકાન, દુકાન, તેલ, સોના, પીતળ, વાહન, દૂધથી બનેલી વસ્તુઓ, પશુ, રત્ન, ફર્ટિલાઈઝર્સ, સીમેન્ટ, ઔષધિઓ તથા વિદેશી દવા કંપનિઓમાં રોકાણ સાવધાનીથી કરવું જોઈએ. પહેલાનું રોકાણ અટકેલું હોય તો શ્રી ગણેશને ભોગ લગાવો.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ

સિંહ (મ.ટ.) –

આ રાશિના સ્વામી સૂર્ય ચંદ્રમાના મિત્ર છે. આ લોકો પોતાના કાર્ય કે વેપારમાં સફળ થાય છે. સામાન્ય રીતે આ લોકોને નોકરી પસંદ નથી હોતી. તેને સોના, ઘઉં, કપડા, ઔષધિઓ, રત્નો, સૌંદર્ય સામગ્રી, અત્તર, શેર તથા જમીન સંપત્તિમાં રોકાણ લાભદાયક છે. આ લોકોને ટેકનોલોજી ઉપકરણો, વાહન, સૌદર્ય સામગ્રી, ફિલ્મ્સ, પ્લાસ્ટિક, કેબલ, કાગળ, ખાદ્ય પદાર્થ વગેરેમાં લાભ રહે છે. આ રાશિના જાતકોને કોઈ પણ રોકાણ લાભ-હાનિ બરાબર થાય છે. પૂર્ણતઃ હાનિથી તે હંમેશા બચીને રહે છે. પહેલાના રોકાણ અટકેલા હોય તો હનુમાનજીને ચમેલીના તેલનો દીવો કરો.

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો

કન્યા (પ.ઠ.ણ) –

આ રાશિના સ્વામી બુધ છે. જે ચંદ્રમાથી શત્રુતા રાખે છે. આ લોકોને શિક્ષણ સંસ્થા, સોનું, ઔષધિઓ, કેમીકલ, ફર્ટિલાઈઝર્સ, ચામડાથી બનતો સામાન, ખેતી, ખેતીના ઉપકરણોથી કામ કરવામાં સફળતા પ્રાપ્ત થાય છે. આ ચીજોમાં રોકાણ પણ લાભદાયી થાય છે. જમીન, ચાંદી, સીમેન્ટ, ટ્રાંસપોર્ટ, મશીનોનો સામાન, પશુ તથા જળથી જોડાયેલ કાર્યોમાં રોકાણ કરવાથી બચવું જોઈએ. વર્તમાન સમયમાં શનિની પતોતીનું અંતિમ ચરણ ચાલતું હોવાથી શેર અને વાયદા બજારમાં સારી સલાહ પછી જ રોકાણ કરો. રોકાણમાં કોઈ પૈસા ફસાયેલા હોય તો શ્રી ગણેશજીને લાડુંનો ભોગ ચઢાવો.

પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!

તુલા (ર.ત) –

આ રાશિના સ્વામી શુક્ર છે. શનિ આ રાશિમાં ઉચ્ચનો થાય છે અને આ સમય શનિતુલામાં જ છે. આ રાશિના લોકોને લોખંડ, સીમેન્ટ, સ્ટીલ, દવાઓ, કેમીકલ, ચામડું, ફર્ટિલાઈઝર્સ, કપડાં, તાર, હોસ્પિટલ, કોલસા, રત્ન, પ્લાસ્ટિક, આધુનિક યંત્રો, તેલમાં રોકાણ કરવાથી ઉત્તમ લાભ પ્રાપ્ત થાય છે. જમીન, મકાન,ખેતી વગેરેમાં રોકાણ ન કરવું. વર્તમાન સમયમાં શનિની સાડાસાતીથી શેર તથા વાયદા બજારમાં રોકાણ ન કરો. જુનું રોકાણ ફસાયું હોય તો સૂર્યને દૂધ અર્પણ કરો.

દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!

વૃશ્ચિક (ન.ય.) –

આ રાશિના સ્વામી મંગળ છે. ચંદ્રમા આ રાશિમાં નીચના થાય છે. મેષ રાશિની જ જેમ આ રાશિ વાળાને જમીન, મકાન, દુકાન, ખેતી, સીમેન્ટ, રત્નો, ખનિજો, ખેતી તથા મેડિકલના ઉપકરણ, પૂજન સામગ્રી, કાગળ, વસ્ત્રમાં રોકાણથી લાભ થાય છે. આપની કુંડળીમાં જો ચંદ્રમા પર શનિની નજર હોય તો તેલ, કેમિકલ તથા તરલ પદાર્થોમાં રોકાણ કરવાથી બચો. વર્તમાન સમયમાં શનિની સાડાસાતી હોવાથી શેર, કેમીકલ, લોખંજ, ચામડુ, સોનું, ચાંદી, સ્ટીલ, લાકડું, સૌંદર્ય સામગ્રી, લોખંડના ઉપકરણ, તેલમાં રોકાણ બિલકુલ ન કરો. પૂર્વમાં રોકાણ અટકેલા હોય તો મંગળવારના દિવસે કોઈ ચોરા પર તેલ રાખી દો.

हर समस्या की काट है शिव-अभिषेक…કરો તમારા નામની રાશિ પ્રમાણે ખાસ નિત્ય-પૂજા…!!!

ધન (ભ.ફ.ધ.ઢ.) –

આ રાશિના સ્વામી ગુરુ ગ્રહ છે. ગુરુ વ્યાપારિઓને લાભ આપનાર ગ્રહ છે. વિશેષ કરીને સોનું તથા અનાજનો વેપાર કરવા માટે આ રાશિના લોકોને રોકાણ માટે પણ તે વસ્તુઓ પર ધ્યાન આપવું જોઈએ. આભૂષણો, રત્નો, સોનું, અનાજ, કપાસ, ચાંદી, શાકર, ચોખા, ઔષધિઓ, સૌદર્ય સામગ્રી, દૂધથી બનેલા પદાર્થ, પશુઓનો વ્યાપાર કરવો તથા તેમાં રોકાણ કરવાથી લાભ થાય છે. તેલ, કેમિકલ, ખનિજ, કોલસો, ખાદ્ય તેલ, કરિયાણા વેપાર, કેબલ તાર, શીશું, લાકડું, જમીન, મકાન, સીમેન્ટ, લોખંડના વેપાર કે તેમાં રોકાણ કરવાથી હાનિ થવાની શક્યતાઓ છે. અટકેલા રોકાણને છોડાવવા માટે સરસવના તેલનું દાન કરો.

જાણો…પતિ-પત્ની વચ્ચે થતી તુંતું-મૈંમૈંથી બચવા આ રીતે રાશિ પ્રમાણે પસંદ કરો પાર્ટનર..!!!

મકર (ખ.જ) –

આ રાશિના સ્વામી શનિ છે. શનિ ચંદ્રથી શત્રુતા રાખે છે. આ રાશિના લોકોને લોખંડ, હોસ્પિટલ, કેબલ, તેલ, ખાદ્ય સામગ્રી, ઈલેક્ટ્રોનિક્સ સામાન, યંત્ર, ખનિજ પદાર્થ, ખેતી ઉપકરણ, વાહન, ચિકિત્સાના ઉપકરણ, વસ્ત્ર, અત્તર, સ્ટીલ, સૌંદર્ય સામગ્રી, ગ્લેમર વ્લડ, ફિલ્મ્સ, નાટકમાં રોકાણથી લાભ થાય છે. જમીન, મકાન, સીમેન્ટ, સોના, ચાંદી, રત્ન, પીતળ, અનાજ, વસ્ત્ર, શેર વગેરમાં રોકાણથી બચવું જોઈએ. રોકાણ અટકાયેલું હોય તો આમલીનું દાન કરો.

પ્રેમ અને જ્યોતિષશાસ્ત્ર : નામના પહેલા અક્ષરથી જાણો તમારો કંઈ રાશિ સાથે કેવો રહેશે પ્રેમ પ્રસંગ

કુંભ (ગ.શ.સ.ષ.) –

આ રાશિના સ્વામી પણ શનિ જ છે તથા મકરની જેમ જ તેના વિશે સમજવું જોઈએ. આ રાશિના લોકોને લોખંડ, હોસ્પિટલ, કેબલ, તેલ બધા પ્રકારની ખાદ્ય સામગ્રી, ઈલેક્ટ્રોનિક્સ સામાન, યંત્ર, ખનિજ પદાર્થ, ખેતી ઉપકરણ, વાહનસ મેડિકલના ઉપકરણો, વસ્ત્ર, અત્તર, સ્ટીલ, સૌંદર્ય સામગ્રી, ગ્લેમર, ફિલ્મ, નાટકો વગેરેના રોકાણમાં લાભ થાય છે. જમીન, મકાન, સીમેન્ટ, સોનું, ચાંદી, રત્ન, પીતળ, અનાજ, વસ્ત્ર, શેર વગેરેમાં રોકાણ કરતા બચવું જોઈએ. જુનું રોકાણ અટકેલું હોય તો આદુંનું દાન કરો.

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો

મીન (દ.ચ.ઝ.થ.) –

આ રાશિના સ્વામી ગુરુ છે. ગુરુ ચંદ્રના મિત્ર છે. આ રાશિ પર વર્તમાનમાં શનિની અઢી વર્ષીય પનોતી પ્રારંભ થઈ છે. આથી કોઈ પણ પ્રકારના રોકાણથી બચવું જોઈએ. વિશેષ કરીને શેર તથા વાયદા બજારમાં. તેના રોકાણ માટે આભૂષણો, રત્નો, સોનું, અનાજ, કપાસ, ચાંદી, સાકર, ચોખા, ઔષધિઓ, સૌંદર્ય સામગ્રી, દૂધથી બનેલા પદાર્થ, પશુઓનો વ્યાપાર કરવા તથા આ ચીજોમાં રોકાણ કરવાથી લાભ થાય છે. તેલ, કેમિકલ, ખનિજ, કોલસો, ખાદ્ય તેલ, કરિયાણા વ્યાપાર, કેબલ, શીશું, લાકડી, જમીન, મકાન, સીમેન્ટ, લોખંડના વેપાર કે તેમાં રોકાણ કરવાથી હાની થવાની શક્યતાઓ બને છે. રોકાણ અટકાયેલ હોય તો દુર્ગા ચાલીસાનો પાઠ કરો.

લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

અજમાવી તો જુઓ: તમારા બાળકો શ્રેષ્ઠ અભ્યાસ કરી શકે તે માટે અપનાવો અસરકારક વાસ્તુ ટિપ્સ…!!!

study

દરેક માતા-પિતાની એક એવી ઉત્કટ અભિલાષા હોય છે કે, પોતાનાં બાળકોને દરેક પ્રકારની સુખ અને સુવિધા ઉપલબ્ધ કરાવે તથા ઉત્તમમાં ઉત્તમ શિક્ષણ પ્રદાન કરે. રમતગમત અને મનોરંજનની યોગ્ય વ્યવસ્થા ગોઠવે, કેમ કે તેનાથી પોતાનાં બાળકો સારો એવો વિકાસ સાધી શકે. બાળકો માટે તેમનો રૃમ તેમના માટે મનોરંજન, મસ્તી, ઉલ્લાસ અને મોજમજા માટેનું કેન્દ્ર હોય છે.

બાળકોનો રૃમ જેટલો વાસ્તુસંમત એટલી તેમને વધુમાં વધુ ઊર્જાની પ્રાપ્તિ થાય છે. વાસ્તુસંમત એટલે સઘળો સામાન, અભ્યાસનું ટેબલ, પલંગ, બાથરૃમ વગેરેની વાસ્તુશાસ્ત્રના નિયમો પ્રમાણેની ગોઠવણ. વાસ્તુસંમત રૃમના પ્રભાવે બાળકોને ર્સ્ફૂતિ, મનમાં સકારાત્મક વિચારો અને ઊર્જાનો વિકાસ થાય છે અને ર્સ્ફૂતિને વિકસિત કરે છે, તેથી તેઓ અભ્યાસ અને પરિશ્રમ કરવા માટે પ્રેરાય છે.

બાળકો માટે વાસ્તુશાસ્ત્ર પ્રમાણેનો રૂમ:

 • બાળકોનો રૃમ પશ્ચિમ દિશામાં સર્વશ્રેષ્ઠ રહે છે, પરંતુ વિકલ્પરૃપે ઉત્તર-પશ્ચિમ ખૂણો પણ ઉત્તમ રહે છે.
 • બાળકોની પથારી કે પલંગ રૃમમાં દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય ખૂણા)માં યોગ્ય રહે છે. તેઓ પથારીમાં દક્ષિણ દિશામાં મસ્તક અને ઉત્તરમાં પગ રાખીને સૂઈ રહે તેમ ગોઠવણ કરવી. જો દક્ષિણમાં મસ્તક રાખીને સૂવું શક્ય ન હોય તો પૂર્વમાં મસ્તક અને પશ્ચિમ દિશા તરફ પગ રાખીને સુવડાવવા જોઈએ.
 • અભ્યાસ કરવા માટે બાળકોના ઓરડામાં ઉત્તર-પૂર્વનો ખૂણો ઉત્તમ રહે છે. આ જગ્યા સાફસૂફ અને સ્વચ્છ હોવી જોઈએ. તેનાથી બાળકોને અભ્યાસમાં અભિરુચિ રહે છે અને તેમની સ્મરણશક્તિ પણ વધે છે. બાળકોનો રૃમ સ્વચ્છ-સુઘડ હોય તો બાળકોના મગજમાં નૂતન વિચારોનો ઉદય થાય છે અને તેમની રચનાત્મક ગતિવિધિઓ સંવર્ધાય છે.
 • અભ્યાસ કરતી વખતે બાળકોનું મુખ ઉત્તર-પૂર્વ અથવા ઉત્તર કે પૂર્વ તરફનું હોવું જોઈએ. પૂર્વ દિશા ખૂબ જ શુભ મનાય છે, કેમ કે બાળકોનું ધ્યાન કેન્દ્રિત કરવામાં તે સહાયક નીવડે છે.
 • અભ્યાસનું ટેબલ દીવાલને અડકાડીને રાખવું નહીં. ટેબલ અને દીવાલ વચ્ચે ત્રણ ઇંચનું અંતર રાખવું જોઈએ.
  અભ્યાસનું ટેબલ લંબચોરસ, આયાતકાર કે ગોળાકાર હોવું જોઈએ. અંડાકાર અથવા અન્ય આકારનું ટેબલ રાખવું જોઈએ નહીં.
 • બાળકોના રૃમમાં અભ્યાસ કરતી વખતે કે સૂતી વખતે બાળકોનું પ્રતિબિંબ દેખાય તેવું દર્પણ પણ ગોઠવવું જોઈએ નહીં.
 • અભ્યાસના ટેબલની લંબાઈ-પહોળાઈ વધુ પડતી અથવા ઘણી ઓછી હોવી જોઈએ નહીં.
 • જો અભ્યાસનું ટેબલ પૂર્વાભિમુખ હોય તો લાઇટ દક્ષિણ-પૂર્વ દિશા તરફની હોવી જોઈએ. જો તે ઉત્તરાભિમુખ હોય તો ઉત્તર-પશ્ચિમમાં લાઇટ રાખવી જોઈએ.
 • બાળકોના રૃમમાં ટી.વી, કમ્પ્યૂટર, લેપટોપ વગેરે રાખવાં જોઈએ નહીં. તેના પ્રભાવે તેઓ અભ્યાસમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકતાં નથી. આવી સ્થિતિમાં ટીવી, કમ્પ્યૂટર, લેપટોપ પૈકી કમ્પ્યૂટર ઉત્તર દિશામાં તેમજ ટીવી દક્ષિણ-પૂર્વ ખૂણામાં રાખવાં. બંને કદી પથારીની બરાબર સામે રાખવાં નહીં.
 • જે વસ્તુઓ પ્રતિબિંબિત કરતી હોય જેવી કે ટીવી, દર્પણ વગેરે પથારીની સામે રાખવાં જોઈએે નહીં. જો તે રાખવાં પડે તેમ હોય તો પથારીની ડાબી યા જમણી તરફ ગોઠવવાં જોઈએ.
 • ર્ફિનચર દક્ષિણ-પશ્ચિમ દિશામાં બનાવી શકાય. રૃમની મધ્યમાં ર્ફિનચર ક્યારેય મૂકવું જોઈએ નહીં. તેમ કરવાથી અંતરાય ઊભા થાય છે.
 • બાળકોના રૃમમાં ર્ફિનચર, ટીવી વગેરે દીવાલથી ત્રણ ઇંચના અંતરે ગોઠવવાં જોઈએ. કેબિનેટ વગેરે રૃમમાં દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં ગોઠવવા યોગ્ય રહે છે.
 • બાળકોના રૃમમાં શાર્પ લાઇટ અને સ્પોર્ટ લાઇટનો ભૂલથી પણ ઉપયોગ કરવો નહીં, કેમ કે તે માનસિક તણાવ ઉત્પન્ન કરે છે. જેને કારણે બાળકો જિદ્દી અને ચીડિયા સ્વભાવવાળાં થઈ જાય છે. દક્ષિણ-પૂર્વના ખૂણામાં આ લાઇટનો ઉપયોગ લાભદાયી રહે છે, કેમ કે સ્વાસ્થ્યની રીતે તે ઉત્તમ રહે છે. તેમજ સકારાત્મક ઊર્જાનું સર્જન કરે છે.
 • બાળકોના રૃમના દરવાજા પૂર્વ અથવા ઉત્તર દિશામાં ઉત્તમ રહે છે. બારીઓ પણ આ દિશામાં જ હોવી જોઈએ.
  બાળકોના રૃમનો દરવાજો બરાબર બેડની સામે હોવો જોઈએ નહીં. તેમજ સૂતી વખતે પણ સુનાર બાળકના પગ દરવાજાની બરાબર સામે હોવા જોઈએ નહીં.
 • બાળકોના રૃમમાં લીલો રંગ કરાવવો જોઈએ, કારણ કે લીલો રંગ ર્સ્ફૂતિ, તાજગી અને શાંતિનો પ્રતીક છે. તે બૌદ્ધિક ક્ષમતાને પણ વધારે છે .

સાભાર: સંદેશ.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.
વાસ્તુશાસ્ત્રના સુવર્ણ ઉપાયો: નોકરી ન મળતી હોય તો ઘરના વાસ્તુદોષનું નિવારણ કરો…!!!
ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!
અસરકારક વાસ્તુ શાસ્ત્ર: સન્માન અને સમૃદ્ધિ વધારવા, ઘરના આ ખૂણામાં કરો નાના-નાના ફેરફાર…!!!
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.
ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!
જાણો..કામ લાગશે…તોડફોડ કર્યા વગર ઘરના દોષ દૂર કરતું ફેંગશૂઈ…!!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…વાસ્તુશાસ્ત્ર તમારો વેપાર વધારી શકે છે..!!!
શાસ્ત્રોક્ત ઉપાય: ધંધામાં આવક ડબલ કરવા, અપનાવો આ નાના-નાના સચોટ ઉપાય…!!
ફેંગશુઈના 15માંથી કોઇ 1નો કરો ઉપાય, ઘરથી ક્યારેય દૂર નહીં થાય સુખ+સમૃદ્ધિ
જાણો ઉકેલ…દીકરીના લગ્નમાં વિઘ્નો ઉત્પન્ન કરે છે આ દોષો, આજે જ જાણી કરો દૂર…!!
જાણો…દરેક કામમાં અતિશુભ ફળ મેળવવું હોય તો ધ્યાનમાં રાખવી આ 15 વાતો..!!!
ઘરમાં થાક, અનિદ્રા, તણાવ અનુભવો છે? હોઈ શકે છે વાસ્તુદોષ..!
તમારા ઘરમાં ચોક્કસ હોવી જોઇએ, ધનને આકર્ષતી આ 15માંથી 1 વસ્તુ!

વાસ્તુશાસ્ત્રના સુવર્ણ ઉપાયો: નોકરી ન મળતી હોય તો ઘરના વાસ્તુદોષનું નિવારણ કરો…!!!

makaan

આજના સમયમાં યુવાનો માટે નોકરી એ સૌથી સમસ્યા છે. ગમે તેટલો અભ્યાસ કરવા છતાં પણ કેટલાંકને નોકરી મળતી નથી. નોકરી મળે તો ઇચ્છિત પગાર, સમય કે કામ મળતું નથી. જોકે, દરેકની સાથે આવું નથી બનતું. ઘણાં લોકોને પહેલા જ ઇન્ટરવ્યૂમાં સારી નોકરી મળી જાય છે, તેથી નોકરી મેળવવા ઇચ્છતા લોકો વિચારમાં પડી જાય છે. વાસ્તવમાં નોકરી ન મળવા, પ્રમોશન ન થવા કે નોકરી સંબંધિત સમસ્યાઓ પાછળ ગ્રહયોગની સાથે ઘરનું વાસ્તુ પણ જવાબદાર હોય છે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જો તમે પણ નોકરી મેળવવા સંબંધિત સમસ્યાઓ અનુભવી રહ્યા હો તો ઘરમાં નીચેના વાસ્તુદોષ ચકાસી જુઓ અને યોગ્ય ઉપાય અજમાવો.

1. ઘરનો દરેક ખૂણો જો સાફ ન હોય તો પ્રગતિ અને નોકરીમાં અવરોધ આવી શકે છે. ચોખ્ખાઈ રાખવી અનિવાર્ય છે.
2. પશ્ચિમની એન્ટ્રી હોય અને ટોઇલેટ ઉત્તર અથવા પૂર્વમાં હશે તો નોકરી મેળવવામાં વિલંબ થશે.
3. ઘરમાં વધારે બીમ અથવા પિલર હશે તો ચાલુ નોકરીએ બઢતી મળવામાં ખૂબ જ વિલંબ થશે.
4. જો પૂર્વ અને ઉત્તર દિશા બંધ હશે તો નોકરીમાં વધારે કલાકો (ઓવરટાઇમ) કામ કરવું પડી શકે છે.

અસરકારક વાસ્તુ શાસ્ત્ર: સન્માન અને સમૃદ્ધિ વધારવા, ઘરના આ ખૂણામાં કરો નાના-નાના ફેરફાર…!!!

5. અગ્નિ ખૂણા -દક્ષિણ-પૂર્વમાં જો કટ હશે તો સહયોગી અથવા ઉપરી અધિકારીઓ સાથે સુમેળ ઓછો રહેશે.
6. પશ્ચિમ દિશામાં અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી હોય તો અથાક પરિશ્રમ કર્યા પછી નોકરી મળે છે.
7. દક્ષિણની એન્ટ્રી હોય અને ઉત્તરમાં ટોઇલેટ હોય તો કાબેલિયત કરતા ઊતરતી નોકરી મળશે.
8. બેડ બીમ નીચે હશે તો નોકરી છૂટવાનો ભય સતત રહ્યા કરશે.

વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

9. તમારાં ર્સિટફિકેટ અને રિઝ્યુમ જો ખોટી દિશામાં રાખ્યા હશે તો ઓળખાણ વગર નોકરી નહીં મળે.
10. દક્ષિણમાં ઊતરતાં સીડી હશે તો કામ વધી શકે છે. જોકે, બઢતી અને પગાર યથાવત્ રહે છે.
11. પશ્ચિમ અથવા વાયવ્યની એન્ટ્રી હશે તો ઘરથી બહુ દૂર અને વધારે કલાકોની નોકરી મળી શકે છે.
12. ઘરમાં તૂટેલા કાચનાં વાણસો, બંધ ઘડિયાળ, જરૃર વગરનો સામાન હશે તો નોકરી મેળવવામાં ઘણી સમસ્યાઓ આવી શકે છે.
13. ઓફિસ અથવા ઘરમાં બ્રહ્મસ્થાનમાં પિલર કે કોઈ પણ જાતનો ભાર હશે તો તમામ તક રૃંધાતી દેખાય છે.
14. ઓફિસ કે ઘરમાં જો ઓવરહેડ પાણીની ટાંકી ઉત્તર કે પૂર્વમાં હશે તો ઉપરી અધિકારીઓ સાથે મનમેળ નહીં રહે.
15. ઘરની દીવાલમાં ઉખડેલું પ્લાસ્ટર, કલર અથવા તિરાડો હશે તો નોકરી તથા કામ કરવામાં આત્મવિશ્વાસ નહીં રહે.
16. પૂર્વની એન્ટ્રી હશે તો બેન્ક, સીએ અથવા કોઈ ફાઇનાન્સને લગતા વ્યવસાયમાં નોકરી મળવાની શક્યતાઓ વધે છે.
17. અગ્નિ ખૂણાની એન્ટ્રી હશે તો જ્વેલર્સ, રેડીમેઇડ કપડાં, મેડિકલ ક્ષેત્ર, ઇન્ટીરિયર ડિઝાઇનર, ડેરી કે રેસ્ટોરાંમાં નોકરી મળવાની શક્યતાઓ વધી શકે છે.
18. દક્ષિણ-નૈઋત્યની એન્ટ્રી હશે તો શેરબજાર, વકીલાત, ગેરેજ, એન્જિનિયરિંગ, જમીન, બિલ્ડર, પોલીસ અથવા ગવર્નમેન્ટમાં નોકરીના યોગ વધી શકે છે.
19. પશ્ચિમની એન્ટ્રી હશે તો કાર શોરૃમ, ગેરેજ, ટેલર, શાકભાજી, ટેક્સટાઇલ, કાપડની દુકાન, લોખંડની ફેક્ટરી, મીઠાઈ, ડેરી, એન્જિનિયરિંગ, જમીન દલાલ કે કોન્ટ્રાક્ટરને ત્યાં નોકરી મળી શકે છે.

ઉપાયો:

 • ઘરને સ્વચ્છ અને સુગંધિત રાખવું.
 • બિનજરૃરી તમામ વસ્તુઓનો નિકાલ કરવો.
 • તમારાં ર્સિટફિકેટ અને રિઝ્યુમ ઇશાન ખૂણામાં રાખવાં.
 • બીમ નીચે ક્યારેય સૂવું કે બેસવું નહીં.
 • દક્ષિણમાં માથું અને ઉત્તરમાં પગ રાખીને સૂવું.
 • આઈટી ક્ષેત્રમાં નોકરી જોઈતી હોય તો અગ્નિ ખૂણામાં બેસીને રિઝ્યુમ બનાવવો અને ત્યાં જ કોઈ કબાટમાં રાખવો.
 • એન્જિનિયરિંગ ક્ષેત્રમાં નોકરી મેળવવા પશ્ચિમ દિશામાં બેસીને રિઝ્યુમ બનાવવો અને ત્યાંના જ કોઈ કબાટમાં રાખવો
 • વિદેશમાં નોકરી માટે એપ્લાય કરતા હો તો વાયવ્ય ખૂણામાં બેસીને કરવું.
 • રોજ સવારે તુલસીનાં પાંચ પાન બ્રશ કરી ચાવીને ખાઈ જવાં. જેનાથી બઢતી અને કર્મચારીઓનો સહકાર મળી રહે છે.
 • રાત્રે સૂતા પહેલાં ચંદ્રદર્શન કરીને સૂવું. સાત વખત ‘ૐ શ્રી ચંદ્રાય નમઃ ।’ બોલવું.
 • કોઈ પ્રકારની ચોકડીવાળી ચાદર કે ઓશિકા પર ના સૂવું.

સાભાર: સંદેશ.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

નોકરી, પ્રમોશન, ટ્રાન્સફર કંઈ નથી મળતું? શાસ્ત્રોક્ત રામબાણ ઉપાયો કરવાથી સફળતા જરૂર મળશે..!!

Career5

પોતાનો અને પરિવારનો જીવનનિર્વાહ ચલાવવા માટે દરેકે કંઈક ને કંઈક કામકાજ કરવું પડે છે. વ્યવસાય માટે યોગ્ય લાયકાત, વેપાર માટે પૈસાની જરૂરિયાત હોય છે. જેમની પાસે આ ન હોય અથવા નોકરી કરવાની ઇચ્છા ધરાવતા હોય તેઓને નોકરી મેળવવાની સમસ્યા નડતી હોય છે. ઇન્ટરવ્યૂમાં સફળતા ન મળવી, નોકરી ન મળવી, પ્રમોશન, ટ્રાન્સફર કે ઇન્ક્રિમેન્ટ ન થવું વગેરે. આવા સમયે નિરાશ થવાને બદલે જ્યોતિષશાસ્ત્રમાં વર્ણિત ઉપાયો અજમાવી લાભ લેવો જોઈએ

આ જના સમયમાં યુવાનોની સૌથી મોટી સમસ્યા છે સારી નોકરી. જો કોઈની પાસે સારી નોકરી હોય તો તેને યોગ્ય સમયે પ્રમોશન કે ઇન્ક્રિમેન્ટ નથી મળતું. આવી સમસ્યાઓને દૂર કરવા માટેના ચાર રામબાણ ઉપાય છે જે નોકરી સંબંધિત તમારી તમામ સમસ્યાઓનું નિરાકરણ જરૂર લાવી દેશે.

ઉપાય-૧

આ ઉપાય કે પ્રયોગ શનિવારના દિવસે શરૂ કરવો. શનિવારે બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને નિત્ય કર્મોથી નિવૃત્ત થઈને ઘરના કોઈ પવિત્ર સ્થાન કે મંદિરમાં જાઓ. શનિવારને શનિદેવની પૂજા માટે વિશેષ દિવસ માનવામાં આવે છે. શનિ આપણાં કર્મોનું ફળ આપે છે. શનિદેવનું વિધિવત્ પૂજન કરો. પૂજન કર્યા પછી નીચેના મંત્રના ૧૦૦૮ વાર રુદ્રાક્ષની માળાથી જાપ કરો.

મંત્રઃ ૐ નમઃ ભગવતી પદ્માવતી રિદ્ધિ-સિદ્ધિ દાયિની દુઃખ-દરિદ્ર્ય હારિણી શ્રીં શ્રીં ૐ નમઃ કામાક્ષાય હ્રીં હ્રીં ફટ્ સ્વાહા ।

ઉપરોક્ત મંત્રના ૧૦૦૮ની સંખ્યામાં જાપ કરવાથી તે સિદ્ધ થઈ જાય છે. જ્યારે તમે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જાઓ ત્યારે ૧૧ વાર આ મંત્રનો જાપ કરવાથી સફળતા મળે છે. આ જ રીતે જ્યારે પ્રમોશન કે ઇન્ક્રિમેન્ટનો સમય આવે ત્યારે દરરોજ ૧૧ વખત આ મંત્રનો જાપ કરવાથી લાભ થશે. જો નોકરીમાં કામનું ભારણ, ભૂલ થવી, સહકર્મચારીઓ કે બોસનો સાથ ન મળવો વગેરે કોઈ પણ પ્રકારની સમસ્યા આવતી હોય તો ઘરેથી નોકરી માટે રવાના થતાં પહેલાં આ મંત્રનો ૧૧ વાર જાપ કરવો. પછી ગાયને રોટલી ને ગોળ ખવડાવવાં. આટલું કરવાથી તમારી ચાલુ નોકરીમાં આવતી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.

ઉપાય-૨

દરરોજ સવારે સૂર્યદેવને જળ ચઢાવો. જળ તાંબાના લોટાથી ચઢાવવું અને જળમાં લાલ મરચાંનાં બી પણ નાખવાં. આમ કરવાથી નોકરી મળશે, મનોવાંછિત જગ્યાએ બદલી થશે, પ્રમોશન થશે, ચાલુ નોકરીમાં આવી રહેલી સમસ્યાઓ પણ દૂર થશે.

ઉપાય-૩

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમને ઘણાં પ્રયત્નો કરવા છતાં નોકરી ન મળી રહી હોય, ટ્રાન્સફર કે પ્રમોશન ન થઈ રહ્યું હોય કે વિવિધ પ્રકારની સમસ્યાઓ આવતી હોય તો મંગળવારના દિવસે શુભ મુહૂર્તમાં હનુમાનજીની એવી તસવીર ખરીદો જેમાં તેમનો રંગ સફેદ હોય. તે તસવીરને ઘરે લઈ જવી અને જે દિશામાં માથુ રાખીને તમે સૂતા હો બરાબર તેની સામેની દીવાલ પર લટકાવી દેવી. દરરોજ ઊઠતાંની સાથે પહેલાં બજરંગબલીનાં દર્શન કરવાં.

ઉપાય-૪

નોકરી મેળવવામાં કે ચાલુ નોકરીમાં આવતી સમસ્યાઓ દૂર કરવા માટે દરરોજ પક્ષીઓને અનાજ ખવડાવવું જોઈએ. સાત પ્રકારનાં અનાજને મિશ્રિત કરીને પક્ષીઓને ખવડાવો. જેમાં ઘઉં, જુવાર, મકાઈ, બાજરી, ચોખા અને વિવિધ દાળ લઈ શકાય. દરરોજ સવારે ઊઠીને આ ચણ પક્ષીઓને નાખવું.

પ્રમોશન આડેના અંતરાયો દૂર કરો

કેટલાંક લોકો એવા હોય છે જે હંમેશાં પોતાના કામ પ્રત્યે સર્મિપત હોય છે. તેઓ રાત-દિવસ પોતાના કામમાં જ રચ્યાંપચ્યાં રહે છે. તેઓ પ્રમોશનના પ્રબળ દાવેદાર હોવા છતાં પણ તેમને પ્રમોશન મળતું નથી. જ્યારે કેટલાંક લોકો વગર કંઈ કર્યે પ્રમોશન મેળવી લે છે. આવું અમુક ગ્રહોના પ્રભાવને કારણે થતું હોય છે. જો તમારી સાથે આવું થતું હોય, પ્રમોશન ન થઈ રહ્યું હોય, પ્રમોશનની વાત બનતાં બનતાં બગડતી હોય તો કુંડળીમાં કારણભૂત ગ્રહના ઉપાયો અજમાવીને તેમને શાંત અને ખુશ કરો. તેનાથી તમારા પ્રમોશન આડેના અંતરાયો દૂર થશે.

-શનિ ગ્રહ પ્રમોશનમાં બાધા પેદા કરી રહ્યો હોય તો એક વાસણમાં તલનું તેલ લઈને તેમાં પોતાનો ચહેરો જુઓ. ત્યારબાદ તેલ સહિત આ પાત્રનું ગરીબ વ્યક્તિને દાન કરો.

-સૂર્ય ગ્રહને કારણે પ્રમોશનમાં અંતરાયો આવી રહ્યા હોય તો દરરોજ પહેલી રોટલી ગાયને ખવડાવો. જો ગાય પીળી અથવા કાળી હોય તો વધારે શુભ રહે છે.

-ચંદ્ર ગ્રહને કારણે બાધા આવી રહી હોય તો પિતાને પોતાના હાથે દૂધ પીવડાવો અને તેમની સેવા કરો.

-મંગળના અશુભ પ્રભાવને કારણે પ્રમોશન અટકી રહ્યું હોય તો ઘરના વડીલ અને સ્ત્રીઓનું સન્માન કરો અને ચાંદીની વીંટી અથવા કડું પહેરો.

-બુધ ગ્રહને કારણે પ્રમોશન ન થઈ રહ્યું હોય તો ચાંદીનું કોઈ પણ આભૂષણ પહેરો.

-ગુરુ ગ્રહના પ્રભાવે પ્રમોશનમાં બાધા આવી રહી હોય તો દરરોજ ગાયને ગોળ અને ચણા ખવડાવો.

-શુક્ર ગ્રહ પ્રમોશનમાં અડચણરૂપ બની રહ્યો હોય તો રોજ ઘરની વૃદ્ધ સ્ત્રીઓના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ મેળવવા.

-રાહુ ગ્રહના પ્રભાવને લીધે પ્રમોશનમાં બાધાઓ આવી રહી હોય તો લાલ ગુંજા તથા વરિયાળીને લાલ કપડામાં બાંધીને પોતાના રૂમમાં કોઈ જુએ નહીં તેમ રાખો.

-કેતુ ગ્રહના અશુભ પ્રભાવે પ્રમોશનમાં બાધા ઉત્પન્ન થતી હોય તો રોજ કૂતરાને પોતાના હાથે તેલ ચોપડેલી રોટલી ખવડાવો.

આ સાધનાથી ઇન્ટરવ્યૂમાં સફળતા મળશે

જ્યારે તમે કોઈ જગ્યાએ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જતા હો અને દરેક વખતે ઇન્ટરવ્યૂમાં અસફળતા જ હાથ લાગતી હોય ત્યારે અહીં જણાવેલી સાધના કરવાથી ઇન્ટરવ્યૂમાં સફળતા મળશે.

સામગ્રી : ૧૦૮ મણકાની સ્ટફિટ મણિમાળા
સમય : દિવસનો કોઈ પણ શુભ સમય
આસન : સફેદ રંગનું સૂતરનું આસન
દિશા : પૂર્વ દિશા
અવધિ : અગિયાર દિવસ, દિવસમાં એકવીસ વાર
મંત્ર : ૐ હ્રીં વાગ્વાદિની ભગવતી મમ કાર્યસિદ્ધિ કરિ કરિ ફટ્ સ્વાહા ।

વિધિ : આ પ્રયોગ સ્ફટિકની માળા વડે કરવામાં આવે છે. એક પીળા રંગનું વસ્ત્ર પાથરીને ૧૦૮ મણકાની મંત્રસિદ્ધ પ્રાણ-પ્રતિષ્ઠા કરેલી સ્ફટિક મણિમાળાને મૂકો અને કેસરથી તેનું પૂજન કરો. તેની સમક્ષ અગરબત્તી કરો અને દીવો પ્રગટાવો. દીવો શુદ્ધ ઘીનો હોવો જોઈએ. ત્યારબાદ ઉપરોક્ત મંત્રનું એકવીસ વખત ઉચ્ચારણ કરો. આ રીતે અગિયાર દિવસ સુધી કરવાથી તે માળા વિજય માળામાં પરિર્વિતત થઈ જાય છે. પછી તમે જ્યારે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જાઓ ત્યારે માળાને ગળામાં પહેરીને જાઓ. આમ કરવાથી ઇન્ટરવ્યૂમાં ચોક્કસ સફળતા મળશે.

નોકરી મેળવવાનો સુલેમાની મંત્રપ્રયોગ

સામગ્રી : જળપાત્ર, તેલનો દીવો, લોબાનનો ધૂપ
માળા : પરવાળાની માળા
સમય : દિવસનો કોઈ પણ શુભ સમય
આસન : કોઈ પણ પ્રકારનું આસન
દિશા : પૂર્વ દિશા
જાપ સંખ્યા : દરરોજ અગિયારસો
અવધિ : ચાલીસ દિવસ
મંત્રઃ ૐ યા મુહમ્મદ દીન હજરાફીલ ભહક અલ્લાહ હો ।

વિધિઃ આ સુલેમાની પ્રયોગ છે અને કોઈ પણ શુક્રવારે તે શરૂ કરવો શુભ રહે છે. પ્રાતઃકાળે ઊઠીને કોઈની સાથે વાતચીત કર્યા વગર સવા કિલો અડદના લોટની રોટલીઓ બનાવો. તેને પોતાના હાથના ઉપયોગથી જ શેકો. ત્યારબાદ એક રૂમાલ પર રોટલીના ચાર ટુકડા કરીને મૂકી દો. તેમાંથી એક ટુકડો નદી અથવા તળાવમાં નાખી દો, જેથી ભૂખી માછલીઓ તે ખાઈ શકે. બાકી રહેલા રોટલીના ત્રણ ભાગમાંથી એક ભાગ કૂતરાને ખવડાવી દો, બીજો ભાગ કાગડાને ખવડાવી દો અને ત્રીજો ભાગ ચાર રસ્તે મૂકી દો. આ રીતે ચાલીસ દિવસ સુધી પ્રયોગ કરવાથી મનોવાંછિત નોકરી કે રોજગાર પ્રાપ્ત થાય અને નોકરીમાં કોઈ પ્રકારની સમસ્યા ઉદ્ભવતી નથી. આ પ્રયોગ કરો તે દરમિયાન ઉપરના મંત્રનો અગિયારસોની સંખ્યામાં જાપ કરવો.

નોકરીની ચાવી

-કોઈ પણ સ્ટીલનું કે તાંબાનું વાખેલું હોય તેવું એક તાળું ખરીદો. તેને તમે ખોલશો નહીં કે દુકાનદારને પણ ખોલવા દેશો નહીં. આ તાળાને શુક્રવારની રાત્રે પોતાના બેડરૂમમાં કોઈ જુએ નહીં તેમ રાખો. શનિવારે સવારે ઊઠીને સ્નાનાદિકાર્યથી પરવારીને બંધ તાળાને ચાવી સાથે શનિ, શિવજી કે ગણેશજીના મંદિરમાં મૂકી આવો. જ્યારે કોઈ પણ તે તાળાને ખોલશે ત્યારે તમારી કિસ્મતનો દરવાજો ખૂલી જશે.

સરળ જ્યોતિષીય ઉપાયો

-એક લીંબુમાં શક્ય તેટલાં લવિંગ દબાવી દો અને ‘ૐ શ્રી હનુમતે નમઃ ।’ મંત્રનો ૧૦૮ વાર જાપ કરીને લીંબુને તમારી એ બેગ કે ફાઇલમાં મૂકી દો, જેને લઈને તમે નોકરી મેળવવા માટે નીકળતા હો. આમ કરવાથી તમારા બગડતાં કામ પણ સુધરવા લાગશે.

-નોકરી માટેના ઇન્ટરવ્યૂમાં જવાનું હોય તે દિવસે સવારે સ્નાન કરતી વખતે પાણીમાં થોડી હળદર નાખી દો અને પછી તે પાણીથી સ્નાન કરો. ત્યારબાદ મંદિરમાં ભગવાનની સામે ૧૧ અગરબત્તી અને ઘીનો દીવો પ્રગટાવીને સૌથી પહેલાં ઘરમાંથી જમણો પગ પહેલો ઘરની બહાર મૂકો. ઇન્ટરવ્યૂ માટે જતી વખતે પહેલાં એક ચમચી દહીં ખાવું અને મોંમાં ગોળ રાખવો.

-ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની એવી તસવીર કે મૂર્તિ ઘરમાં લાવો જેમની સૂંઢ જમણી બાજુ વળેલી હોય. ગણેશજીની દરરોજ આરાધના કરો. તેમની સામે લવિંગ તથા સોપારી રાખવી. જ્યારે પણ તમે નોકરી પર જાઓ ત્યારે આ લવિંગ અને સોપારીને સાથે લઈને જાઓ. તમારો દિવસ શાંતિપૂર્વક અને આનંદમાં વીતશે.

-મહિનાના પ્રથમ સોમવારે સફેદ કપડામાં બાફેલા કાળા ચણા લઈને જાઓ. ત્યારબાદ તે માતા મહાકાળીનાં ચરણોમાં મૂકી દો. આમ કરવાથી નોકરીમાં કે નોકરી મેળવવાના માર્ગમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે.

સાભાર: સંદેશ.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है