Category Archives: પર્સનાલિટીના રહસ્યો Personality Test

કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!

ફળ સ્વાસ્થ માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. દરેક વ્યક્તિને કોઈને કોઈ ફળ જરૂર પસંદ આવે જ છે. પણ જરા વિચારો જો તમારા પસંદગીના ફળ પ્રમાણે તમારું વ્યક્તિત્વ વિશે પણ લોકોને જાણ થઈ જાય તો કેવું. સ્વાભાવિક રીતે તમને આશ્ચર્ય તો થશે જ.

ફળોથી ભરેલ ટોપલીમાં આઠ પ્રકારના અલગ-અલગ ફળ છે. આ ફળોમાંથી તમારે માત્ર એક ફળ પસંદ કરવાનું છે. ધ્યાન રાખવું કે પસંદગી તમારા વ્યક્તિત્વને જાહેર કરશે. એટલા માટે ખૂબ જ સમજી-વિચારીને પસંદ કરો. જે સૌથી પ્રિય હોય, તેની જ પસંદગી કરો…

કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો!

 

સંતરા
સંતરા

સંતરા પસંદ કરનારા ધીરજ અને સકલ્પ શક્તિના સ્વામી હોય છે. કઠોર મહેનતથી ડરીને ભાગતા તેમને નથી આવડતું. ભલે કામ ધીરે-ધીરે કરે, પરંતુ સારા પરિણામ માટે સમયની ફિકર ન કરવામાં વિશ્વાસ ધરાવે છે. થોડા શરમાળ હોય છે. કોઈએ તેમને દિલની વાત કહી દે તો તે તેમના દિલમાં જ રહેશે. વિશ્વસનીય દોસ્ત. બહેસ અને લડાઈથી દૂર રહેવામાં પોતાની ભલાઈ સમજે છે.

પપૈયુ
પપૈયુ

નિડર, આ શબ્દ પપૈયાને ચાહનારાનું સંપૂર્ણ રીતે વ્યક્તિત્વ રજૂ કરે છે. પરંતુ પરિણામ ઉપર પહોંચતા પહેલા સમજી-વિચારી લે છે. આમ, તો તેઓ ઘણા હાજર જવાબી અને હંસમુખા હોય છે, એટલા માટે તેઓ લાંબા સમય સુધી તેમને યાદ રાખે છે. કામના સંદર્ભમાં કોઈ પ્રકારની મસ્તી-મજાક તેમને પસંદ નથી. યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ હોવું તેમની આદત હોય છે.

સફરજન
સફરજન

જિંદગીને પૂરી રીતે જીવવું સફરજનના શોખીનોની આદત હોય છે. દરેક સ્થિતિમાં કંઈકને કંઈક સારું શોધી જ લેતા હોય છે. દિલની વાત દિલમાં રાખવાનું તેમને પસંદ નથી. જેની માટે જે મહેસૂસ થાય તે તેમને કહી દે છે. ભલે તેઓ એક સારા આયોજક ન હોય, પરંતુ સમૂહનું નેતૃત્વ કરવાનું તેમને સારી રીતે આવડે છે. તરત જ નિર્ણય લેવો તે તેમની ખાસિયત છે. હરવું-ફરવું તેમને સારું લાગે છે.

કેરી
કેરી

કેરીની જેમને તેમના પ્રેમી પણ રાજાથી ઓછા નથી હોતા. પોતાના વિચારો ઉપર અડગ રહેવાનું તેમની આદત હોય છે. એટલા માટે તેમના નિર્ણયો અને વિચારો ઉપર અસર પાડતી થોડી મુશ્કેલ બની જાયછે. સ્થિતિને પોતાની અનુસાર નિયંત્રિત કરવાનું તેમને સારું લાગે છે, એટલા માટે સારા લીડર સાબિત થાય છે. જે પણ કાર્ય પડકારપૂર્ણ લાગે છે, તેને પહેલા કરવાનું તેમને સારું લાગે છે.

કેળા
કેળા

કેળાને ચાહનારા બિલકુલ કેળા જેવા જ હોયછે, કોમળ મનના સ્વામી. બીજાની પ્રત્યે પ્રેમ, આદર, સંવેદના ધરાવે છે, પરંતુ ક્યાંક-ક્યાંક આત્મસન્માનની થોડી કમી પડી જાય છે તેમનામાં. પોતાની ઉપર ભરોસો કરવામાં થોડો સમય લાગે છે, એટલા માટે કંઈપણ કરતા પહેલા તેઓ અચકાય છે. આ મિશ્ર ગુણોને લીધે જ તેઓ ઘણીવાર તેમની ભાવનાઓનો ફાયદો પણ ઊઠાવી લે છે.

અનાનસ
અનાનસ
અનાનસ પસંદ કરનારા વિચારોમાં જેટલા ઓછો સમય લે છે, એટલો જ સમય કામ કરવામાં લગાવી દે છે. પાંચ હોય કે દસ, બધા કામોને પોતાના હાથમાં લઈ લે છે અને વ્યવસ્થિત રીતે પૂરું પણ કરે છે. મિત્રો પસંદ કરવામાં થોડો સમય લે છે, પરંતુ એકવાર દોસ્તી કરી લે તો આખી જિંદગી નિભાવે છે, નજીકના વ્યક્તિઓને ખૂબ જ પ્રેમ કરે છે પરંતુ તેમને દર્શાવવાનું નથી આવડતું.
નારિયળ
નારિયળ

નારિયળ-પ્રેમી સ્વભાવથી ગંભીર હોય છે. સામાન્ય રીતે સૂનમુન શાંત બેસી રહે છે, ધ્યાનશીલ રહેવું તેમને સારું લાગે છે, તેનેલીધે વધુ વિચારો કરે છે.તેમ છતાં તેમને હળવા-મળવાનું, સંબંધો નિભાવવાનું ક્યારેય નથી ભૂલતા. થોડા જિદ્દી હોય છે પણ અક્કડ નથી હોતા, સતર્ક રહેવાનું તેમની આદત હોય છે અને જવાબ તેની પાસે હાજર જ હોય છે. કામના સમયે સૌથી આગળ રહેવાનું તેમને પસંદ હોય છે.

દ્રાક્ષ
દ્રાક્ષ

કાળા દ્રાક્ષના કદરદાન સ્વભાવથી વિનમ્ર હોય છે, એટલા માટે તેમનો મૂડ બનવામાં થોડી વાર લાગે છે. ગુસ્સો આવી જવો તેમની માટે આસાન હોય છે, એટલા જ તેઓ ઠંડા પણ પડી જાય છે. તેમને સુંદર દરેક રૂપમાં સારી લાગે છે. જિંદાદિલીથી જીવવાની ઈચ્છા ધરાવે છે, એટલા માટે જે પણ કરે છે, તે પૂરાં મનથી કરે છે. મિલનસાર સ્વભાવને લીધે તેમના ઘણા મિત્રો હોય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

Advertisements