રોજિંદા સામાન્ય જીવનમાં ભરપૂર એનર્જી સાથે ડાયટમાં પણ બેસ્ટ છે આ 7 પ્રકારના જ્યુસ…!!!

juice
મન મૂકી ગરબે રમવું હોય તો હેવી ખાવા કરતાં હળવો નાસ્તો કે જ્યુસ વધારે સારો ઓપ્શન છે. જ્યુસ તો ઉપવાસ કર્યો હોય તેના માટે પણ અને ના કર્યો હોય તેના માટે પણ બેસ્ટ છે. માત્ર નવરાત્રી જ નહીં, પણ રોજિંદા સામાન્ય જીવનમાં પણ એનર્જેટિક થઈ કામ કરવા માટે જ્યુસ સૌથી ડાયટ ડ્રિન્ક છે. એટલે જ અમે પણ આપી રહ્યા છીએ કાળી દ્રાક્ષ-તરબુચનો જ્યુસ, સેલરિ-મોસંબી જ્યુસ, પપૈયા-ગાજરનો જ્યુસ, દાડમ અને કાળી દ્રાક્ષનો જ્યુસ, કોકમ સાલન, પાઈના લેમન જ્યુસ અને ટામેટા-નારંગી જ્યુસની રેસિપિ.

૧. કાળી દ્રાક્ષ-તરબુચનો જ્યુસ

સામગ્રી:

– એક ગ્લાસ કાળી દ્રાક્ષ,
– એક ગ્લાસ નાના ટુકડા કરેલું તરબુચ
– એક ગ્લાસ દાડમનાં દાણા,
– અડધા લીંબુનો રસ,
– ખાંડ (સ્વાદ પ્રમાણે),
– એક નાની ચમચી વાટેલું જીરૂં,
– ચાર-પાંચ બરફના ક્યુબ.

રીત:

સૌપ્રથમ તરબૂચ, કાળી દ્રાક્ષ અને દાડમનો અલગ અલગ રસ કાઢીને ગાળી લો. હવે ત્રણેય જ્યુસ ભેળવી દો. તેમાં ખાંડ, લીંબુનો રસ અને વાટેલું જીરૂં ઉમેરો. સારી રીતે ભેળવીને ગ્લાસમાં ભરી લો. તેમાં બરફ ઉમેરો. કાપેલી દ્રાક્ષ અને તરબુચની કે લીંબુની સ્લાઈસથી સજાવો.

શરીરની અંદર જમા થયેલો કચરો કાઢી રહો નિરોગી, આ છે સફાઈની રીત…!!!

૨. સેલરિ-મોસંબી જ્યુસ:

સામગ્રી:

– ત્રણ કપ મોસંબીની ચીરીના ટુકડા
– અડધો કપ સેલેરીની સમારેલી દાંડલીઓ (કોથમીર જેવો એક છોડ)
– ચપટી મરીનો ભૂકો.
રીત:

બધી જ સામગ્રીને બ્લેન્ડરમાં ફેરવી લો. પરંતુ તેમાં ચીકાશ ન આવે તેનું ખાસ ધ્યાન રાખો. ત્યારબાદ તેને ગાળી લો. જરૂરી ઠંડુ પાણી ઉમેરીને પીરસો.

૩. પપૈયા-ગાજરનો જ્યુસ:

સામગ્રી:

– એક કપ સમારેલું પપૈયું,
– એક કપ સમારેલું ગાજર,
– લીંબુનો રસ અને મીઠું સ્વાદ મુજબ.

રીત:

ઉપર જણાવેલ સામગ્રીને બ્લેન્ડરમાં કે મિક્સમાં બરાબર ક્રશ કરી દો. ઠંડુ પાડીને પીરસો.

જાણો…રોજ સવારે ખાલી પેટે કરો તજ+મધનો ઉપાય, શરીરની ખરાબ ચરબી થશે દૂર…!!

૪. દાડમ અને કાળી દ્રાક્ષનો જ્યુસ:

સામગ્રી:

– દાડમના દાણાં એક કપ,
– કાળી દ્રાક્ષ બે કપ,
– ખાંડ ટેસ્ટ મુજબ

રીત:

ઉપર જણાવેલી બધી જ સામગ્રીને બ્લેન્ડર કે મિક્સરમાં બરાબર ક્રશ કરી લો. પછી બારીક ગળણીથી ગાળી દો. તેમાં બરફનો ભૂકો ઠંડા-ઠંડા જ્યુસની જ મજા લો.

સાવધાન: ઈંડા વિષેની નક્કર સંખ્યાબંધ હાનિકારક હકીકતો અને વૈજ્ઞાનિક સત્યો જાણી લો…!!

૫. કોકમ સાલન

સામગ્રી:

– કાળા કોકમ- પચાસ ગ્રામ
– લીલા મરચા- બે થી ત્રણ
– કોકોનટ મિલ્ક એક કેન
– પાણી બે ગ્લાસ
– મીઠું સ્વાદ અનુસાર

રીત:

સૌ પ્રથમ કોકોનટ મિલ્કની અંદર કોકમ બે થી ત્રણ કલાક પલાળી રાખવા. બે કલાક બાદ કોકમ, કોકોનટ મિલ્ક, લીલા મરચા અને મીઠું મિક્સ કરી બ્લેનડરમાં ક્રશ કરો. કોકમ એકદમ મિક્સ થઈ જાય ત્યારે આ સાલન બીજા વાસણમાં કાઢી લઇ ઉપરથી ૨ ગ્લાસ પાણી નાખી થોડું પાતળું પ્રવાહી બનાવી લેવું. આ સાલન તૈયાર છે. જેને તમે ઠંડુ કરીને પણ પી શકો છો અને નોર્મલ ટેમ્પરેચરવાળુ પણ પી શકો છો.

જાણો…શેવાળ છે બહુ જ ઉપયોગી ઔષધી, તેનો પ્રયોગ અનેક સમસ્યામાં છે લાભકારી…!!

૬. પાઈના લેમન જ્યુસ:

સામગ્રી:

– એક કપ પાઈનેપલ સીરપ
– આઠ કપ ઠંડુ પાણી
– બે લીંબુનો રસ
– એક સફરજન
– ચોથા ભાગનું પાઈનેપલ
– સ્વાદ પ્રમાણે મીઠું
– આઠ થી દસ ક્રશ કરેલ આઈસ ક્યુબ

ગાર્નીશિંગ માટે:

ફુદીનાનાં પાન

રીત:

સફરજનને છોલીને છીણી લો. લીંબુનો રસ કાઢી લો. થોડો રસ છીણેલા સફરજનમાં મિક્સ કરી તેને ફ્રીઝમાં ઠંડુ કરવા મુકવું.
પાઈનેપલના કાંટા રહી ના જાય એ રીતે નાના કટકા કરી લો. જો ફ્રેશ પાઈનેપલ હોય તો તેમાં એક ટેબ.સ્પૂન ખાંડ નાખી કૂકરમાં એક વ્હીસલ વગાડી દેવી અને ઠંડુ કરી લેવું. ટીનનું પાઈનેપલ હશે તો ખાલી પીસ જ કરવા.

હવે એક લાંબા ગ્લાસમાં ઠંડુ પાણી અને પાઈનેપલ સીરપ ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી તેમાં સફરજનની છીણ અને પાઈનેપલના પીસ નાખી દો અને ક્રશ્ડ આઈસ નાખી ફુદીનાના પાનથી ગાર્નીશ કરો.

જાણો…14 નુસખા : પુરૂષોની દુર્બળતા, નપુંસકતા અને સ્વપ્નદોષને ઝડપથી કરશે દૂર…!!!

૭. ટામેટા-નારંગી જ્યુસ

સામગ્રી:

– ચાર નંગ પાકા લાલ ટામેટા
– ૧ નંગ નારંગી
– પાંચ થી સાત ટેબ.સ્પૂન દળેલી ખાંડ
– એલ ટી.સ્પૂન શેકેલા જીરું નો પાવડર
– ચોથા ભાગની ટી.સ્પૂન મરી પાવડર
– ચપટી સંચળ
– સ્વાદ પ્રમાણે મીઠું
– એક કપ પાણી
– ક્રશ્ડ આઈસ

રીત:

ટામેટા-નારંગી જ્યુસ બનાવવા માટે સૌ પ્રથમ ટામેટાને ધોઈ કટકા કરી વધારાના બીયા કાઢી લો. ત્યારબાદ તેમાં પાણી નાખી મિક્સરમાં ક્રશ કરી લો. તેને પાંચ થી સાત મિનિટ માટે ઉકાળી લો અને ઠંડુ કરવા મૂકી દો. તેમાં લીંબુનો રસ મીઠું અને દળેલી ખાંડ નાખો. નારંગીનો જ્યુસ કાઢી લો. હવે એક ગ્લાસમાં તૈયાર કરેલ ટામેટા જ્યુસ અને ઓરેન્જ જ્યુસ રેડી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર અને સંચળ પાવડર નાખી ક્રશ્ડ આઇસ નાખી મજા લો.

આ તો જાણી જ લો…. કેમ સવારે ખાવું છે જરૂરી? ખાવાના ફાયદા અને ન ખાવાના નુકસાન જાણો

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

જાણો….1 થી 9 અંકોથી જાણો કેટલાં રોમેન્ટિક છો તમે? કેવો રહેશે તમારો પ્રેમસંબંધ!

love
તમે જે તારીખે જન્મ લો છો, તે તારીખનો તમારા જીવન સાથે એક ગાંઢ સંબંધ હોય છે. આ માત્ર જ્યોતિષ વિજ્ઞાનનું જ માનવું નથી પરંતુ મહાન વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ વિવિધ શોધોમાં પણ આ વાત સામે આવી છે કે, જન્મ તારીખનું ખૂબ જ મહત્વ હોય છે. તમારું કોઇ વિશેષ તારીખ પર જન્મ લેવું તમારા વ્યવહાર અને તમારા આવનાર ભવિષ્યની ઝલક આપે છે. આ સાથે જ, તે એવું પણ જણાવે છે કે, તમારો તમારા જીવનસાથી પ્રત્યે કેટલો સ્નેહ છે.

અંકશાસ્ત્ર મુજબ તમે જે તારીખે જન્મ લો છો, તે એ વાતને પ્રભાવિત કરે છે કે, તમે તમારા જીવનસાથી સાથે કેવો વ્યવહાર રાખો છો. આ તારીખ જણાવે છે કે, તમે તમારા પાર્ટનરની સાથે સમય વિતાવવાનું પસંદ કરો છો કે નહીં અને સૌથી મહત્વપૂર્ણ, તમે તમારા પાર્ટનરને કેટલું મહત્વ આપો છો.

તમારા સ્વભાવ સાથે જોડાયેલાં તથ્યોને નજીકથી જાણવા માટે જરૂર છે તો માત્ર જન્મ તારીખની. અંકશાસ્ત્રમાં જન્મ તારીખને મૂળાંક કહેવામાં આવે છે. તેની સાથે કોઇ વિશેષ વ્યક્તિના રોમેન્ટિક સ્વભાવને સમજવા માટે અંકોને 1 થી 9માં વહેંચવામાં આવ્યા છે. એટલે કે, આપણી આસપાસ કુલ 9 પ્રકારના લોકો રહે છે જે પોત-પોતાની રીતે પ્રેમને વ્યક્ત કરે છે. તો આજે અમે તમને આ લેખમાં જણાવીશું તમારા જન્માંકોથી તમારી રોમેન્ટિક લાઇફ વિશે…

અંકઃ-1

અંકશાસ્ત્રમાં સૌથી પહેલાં અંક 1 છે, આ અંકને સૂર્ય ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે. મૂળાંક 1 ધરાવનાર વ્યક્તિ સૂર્યની જેમ ચમકદાર અને આત્મવિશ્વાસથી ભરેલાં હોય છે. જો તમારો જન્મ 1, 10 (1+0), 19 (1+9=10, 1+0=1) અથવા 28 (2+8=10, 1+0=1) તારીખે થયો છે, તો તમારો મૂળાંક 1 છે. પ્રેમ વિષયમાં અંક 1 ધરાવનાર વ્યક્તિ સૂર્ય ગ્રહની જેમ વ્યવહાર કરે છે. જે રીતે સૂર્ય બધા જ ગ્રહોનું નેતૃત્વ કરે છે, ઠીક તે જ રીતે તમે પણ તમારા પાર્ટનરને નિયંત્રણમાં રાખવાનું પસંદ કરો છો.

સામાન્ય રીતે તમે તમારા કોઇ બાળપણના સાથી અથવા સંબંધી સાથે લગ્ન કરવાનું પસંદ કરશો, કારણ કે, તે તમને સરખી રીતે સમજી શકે છે. પ્રેમના વિષયમાં તમે ભાવુક થવાની જગ્યાએ મગજથી વિચારો છો. જ્યારે પ્રેમને વ્યક્ત કરવાનો હોય, તો તમે તમારા પાર્ટનર પર હાવિ થવાનું પસંદ કરો છો. હાં, તમને સિંગલ રહેવું પસંદ છે પરંતુ એક પરફેક્ટ પાર્ટનર પણ તમારી માંગ હોય છે.

અંકઃ-2

તારીખ 2, 11, 20 અને 29ના જન્મેલાં લોકોનો મૂળાંક 2 અને ગ્રહ ચંદ્ર હોય છે. જો તમારો મૂળાંક 2 છે તો સીધી વાત છે કે, તમે ઘણા ભાવુક અને સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવો છે. ઘણીવાર તમે મૂડી પણ થઇ જાવ છો. તમારી માટે તમારા પાર્ટનર પ્રત્યે શારીરિક સંબંધથી વધારે જરૂરી છે હ્રદયથી જોડાયેલું રહેવું. તેમની દરેક ઇચ્છાનું ધ્યાન રાખવું તે તમારી જવાબદારી સમજો છો.

આ માટે તમે તમારા પાર્ટનરથી પણ આવી જ કંઇક ઇચ્છા ધરાવો છો. જો તમને પોતાનામાં જ ખોવાયેલાં રહેનાર લોકો અને ગેર જવાબદાર પાર્ટનર મળે તો તમે દુઃખી રહો છો. છતાં પણ તમારો પ્રેમ તમારા પાર્ટનર માટે ક્યારેય ઓછો થતો નથી. કારણ કે, તમે હ્રદયથી પ્રેમ કરો છો અને પ્રેમની વાતોમાં ક્યારેય તમે તમારા મગજને સાંભળવાનું પસંદ કરતાં નથી.

અંકઃ-3

3, 12, 21 અને 30 તારીખે જન્મ લેનાર વ્યક્તિ બૃહસ્પતિ ગ્રહના આધીન હોય છે. આ ગ્રહ વિશાળ અને તાકાતવર હોય છે અને કંઇક આવો જ વ્યવહાર પ્રેમના વિષયમાં પણ જોવા મળે છે. મૂળાંક 3 વાળા લોકોને એક પરફેક્ટ પાર્ટનરની શોધ હોય છે કારણ કે, તે પોતાને પણ સર્વશ્રેષ્ઠ માને છે. જો તમારો મૂળાંક 3 હોય તો તમે રોમેન્ટિક નથી અને પ્રેમના વિષયમાં પણ તમે હ્રદયની નહીં પરંતુ મગજથી વિચારવાનું વધારે પસંદ કરો છો. તમારી મુજબ દરેક નિર્ણય સાચા હોવા જોઇએ, જે માત્ર મગજ જ લઇ શકે છે.

આ લોકો માટે ક્યારેક-ક્યારેક પ્રેમથી વધીને તેમનું કરિયર મહત્વનું થઇ જાય છે. હ્રદયની વાતો સિવાય શારિરીક સંબંધ બનાવા માટે પણ તમે તમારા પાર્ટનર પર હાવિ થવાનું પસંદ કરો છો. આવા લોકોને જો તેમની વાતો મનાવનાર પાર્ટનર મળી જાય તો સંબંધ સારો ચાલે છે. આ મૂળાંક ધરાવનાર લોકો હમેશાં પોતાના પાર્ટનરની નજરમાં હમેશાં ખાસ રહેવાનું પસંદ કરો છે, જે ઘણી રીતે એક સારા અને અતૂટ સંબંધ માટે જરૂરી પણ છે.

અંકઃ-4

અંક 4 ધરાવનાર લોકોનું કનેક્શન રાહુ ગ્રહની સાથે છે. જો તમારો જન્મ 4, 13, 22 અને 31 તારીખે થયો છે તો તમે આ શ્રેણીમાં આવો છો. મૂળાંક 4 ધરાવનાર વ્યક્તિ કોઇ ખાસ રોમેન્ટિક હોતા નથી પરંતુ તેમના પાર્ટનરની સામે નમવું, તેમની દરેક પ્રકારની વાતોને સાંભળવી અને તેમની માટે એક વિશ્વાસુ પાર્ટનર બનવા માટે તમે હમેશાં તૈયાર રહો છો. ખાલી ફોકટનું ફ્લર્ટ કરવું તમને પસંદ નથી.

પરંતુ આ ઇચ્છાઓ સિવાય પણ મૂળાંક 4 ધરાવનાર લોકો પોતાના ગુસ્સાના કારણથી સંબંધોમાં દરાર આવી જાય છે. આ દરાર એટલી વધી જાય છે કે, તલાક પણ થઇ શકે છે. જો આ લોકોને કોઇ પ્રેમના સંબંધમાં બાંધીને રાખી શકે છે તો તે મૂળાંક 2, 6 અને 8 ધરાવનાર લોકો છે.

અંકઃ-5

જો કોઇ વ્યક્તિનો જન્મ 5, 14 અથવા 23 તારીખે થયો છે તો તેમનો મૂળાંક 5 તથા ગ્રહ બુધ છે. બુધ ગ્રહનું નિયંત્રણ વ્યક્તિના વિચારો પર હોય છે. સંબંધોમાં સમય-સમય પર નિપુણતા શોધવી તેમની આદત હોય છે. આ માટે લગ્ન પહેલાં તેમના ઘણા અફેયર પણ રહેલાં હોય છે. આ લોકોને દરેક વસ્તુમાં બદલાવ ખૂબ જ પસંદ હોય છે આ માટે પ્રેમના સંબંધ બનાવતી સમયે પણ વિવિધ પ્રકારની રીતો અપનાવવી તેમને પસંદ હોય છે.

શારીરિક સંબંધ તેમની માટે એક વૈવાહિક સંબંધનું મૂળ છે. મૂળાંક 3 વાળા લોકોની જેમ જ આ લોકોને પણ પ્રેમમાં હ્રદયથી નહીં પરંતુ મગજથી વિચારવાનું પસંદ હોય છે. કારણ કે, મોટાભાગે હ્રદયથી લેવામાં આવેલાં નિર્ણયો ખોટા પણ સાબિત થઇ શકે છે પછી ભલે તે કોઇપણ વ્યક્તિને દુઃખ કેમ ના આપે.

અંકઃ-6

તારીખ 6, 15 અને 24ના જન્મ લેનાર વ્યક્તિનો ગ્રહ શુક્ર છે. શુક્ર ગ્રહ સાથે સંબંધ રાખનાર વ્યક્તિની ચમકતી કિસ્મતને જોઇને દુનિયા પણ સલામ કરે છે. પ્રેમના વિયમમાં પણ આ ગ્રહ બધા ગ્રહોને પાછળ છોડે છે. મૂળાંક 6 ધરાવનાર વ્યક્તિ ઘણા રોમેન્ટિક હોય છે. કોઇ વ્યક્તિને કઇ રીતે પોતાની તરફ આકર્ષિત કરવો તે તેમને સરખી રીતે આવડે છે. પાર્ટનરને દરેક પ્રકારથી ખુશ રાખવો તેમને પસંદ હોય છે.

પરંતુ તેનાથી વિપરીત મૂળાંક 6ની શ્રેણીમાં જ થોડા લોકો એવા પણ હોય છે જે એકથી વધારે સંબંધ બનાવવાનું પસંદ કરે છે. આ માત્ર ત્યારે જ બની શકે છે જ્યારે તે પોતાના પાર્ટનરની સાથે ભાવનાત્મક ઢંગથી જોડાય શકતા હોય. આ જ કારણ છે કે, મૂળાંક 2ની જેમ જ તેમની માટે પણ શારીરિક સંબંઘોથી વધારે જરૂરી છે હ્રદય સાથે જોડાયેલાં સંબંધો. જો શારીરિક સંબંધ બનવો તો પણ અંત સુધી પ્રેમ જોવા મળે છે.

અંકઃ-7

7, 16 અને 25 તારીખે જન્મ લેનાર લોકોનો મૂળાંક 7 અને ગ્રહ કેતુ છે. જોકે, આ લોકોના જીવનમાં તકલીફો તો ઓછી જ હોય છે પરંતુ તેમની નિરંતર ચિંતા કરતા રહેવાની આદત જ તેમનો સૌથી મોટો દુશ્મન છે. આ લોકો થોડા ખોવાયેલાં અને હમેશાં કંઇક વિચારતા રહે છે. પરંતુ તેનો અર્થ તે નથી કે, આ લોકો રોમેન્ટિક નથી, બસ આ લોકોને રાહ જોવી આવડતી નથી, મૂળાંક 2ની જેમ જ આ લોકો પણ પોતાના પાર્ટનરની સાથે ભાવનાત્મક રીતે જોડાયેલાં હોય છે.

આ અંકના લોકો પોતાના જીવનસાથી પ્રત્યે હમેશાં પ્રામાણિક રહે છે પરંતુ જો પાર્ટનર દુઃખ આપે તો તેને સહન પણ કરી શકતા નથી. વાત પછી ભલે નાની કેમ ના હોય, પરંતુ પાર્ટનરની સાથે સંબંધમાં છે તો તે હમેશાં મગજમાં એક ખાસ જગ્યા બનાવીને રાખે છે. આ માટે નાના ઝગડા પણ ઘણી વાર મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. એવામાં તમારે તમારા હ્રદયની વાત તમારા પાર્ટનર સાથે શેયર કરતી રહેવી જોઇએ.

અંકઃ-8

જો તમારો જન્મ 8, 17 અથવા 26 તારીખના થયો હોય તો તમારો મૂળાંક 8 અને ગ્રહ શનિ છે. જો તમારો મૂળાંક 8 છે તો તમે નિશ્ચિતરૂપથી ભાવુક પ્રવૃતિના વ્યક્તિ છો, પરંતુ તમારા વ્યક્તિત્વનો એક ભાગ કોઇ અન્ય વ્યક્તિ સામે આવવા દેતાં નથી. ભાવનાઓથી ભરપૂર, તમે તમારા પાર્ટનરની પ્રત્યે હમેશાં પ્રામાણિક રહો છો. પરંતુ કોઇપણ તમને યોગ્ય રીતે સમજી શકતું નથી. આ જ કારણ છે કે, ખાસ કરીને મૂળાંક 8 વાળી મહિલાઓને લગ્ન માટે સંઘર્ષ કરતા રહેવું પડે છે.

કોઇપણ સંબંધને હ્રદયથી અપનાવો છો તમે, પરંતુ દરેક વ્યક્તિ સાથે તમે જોડાય શકતા નથી. કોઇ નવા વ્યક્તિને અપનાવવામાં ઘણો સમય લાગે છે તમારે. પરંતુ જો એકવાર ભાવનાઓ જોડાય જાય તો તમે પાછળ હટી શકતા નથી. તમે તમારા સંબંધને બચાવી રાખવાનો દરેક સંભવ પ્રયાસ કરો છો પરંતુ વધારે દુઃખ મળવા પર તે સંબંધની બહાર આવવાથી પણ કોઇ રોકી નથી શકતું તમને. તમારું વ્યક્તિત્વ એવું છે કે, તમે એક પરફેક્ટ મેરેજ મટિરિયલ છો, પરંતુ મૂળાંક 4 અને મૂળાંક 8 ધરાવનાર લોકો સાથે લગ્ન કરવાનું તમને ભારે પડી શકે છે.

અંકઃ-9

અંકશાસ્ત્રમાં છેલ્લો અંક છે ‘9’ જે મંગળ ગ્રહનો પ્રતીક છે. 9, 18 અને 27 તારીખે જન્મ લેનાર વ્યક્તિનો મૂળાંક 9 હોય છે. મંગળ ગ્રહ વિજ્ઞાન મુજબ એક વિનાશકારી ગ્રહ છે, આ માટે મૂળાંક 9 ધરાવનાર લોકો હમેશાં ગુસ્સામાં જ રહે છે. પરંતુ આ જાતકો ભાવનાત્મક પણ હોય છે, આ લોકો પોતાની ભાવના દર્શાવવા માંગતા નથી. ઉપરોક્ત બધા જ મૂળાંકોમાંથી સૌથી વધારે શારીરિક સંબંધોમાં રસ ધરાવતા હોય તો તે છે મૂળાંક 9 ના જાતકો.

આ જ કારણ છે કે, ઘણીવાર તેમના લગ્ન પછી પણ બહાર એક અલગ સંબંધ હોવો પણ સામાન્ય માનવામાં આવે છે, પરંતુ તે માત્ર શારીરિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે જ હોય છે. ભાવનાઓ માત્ર તેઓ તેમના પરિવાર માટે જ વ્યક્ત કરે છે. આ લોકો માટે પરિવાર સૌથી પહેલાં માનવામાં આવે છે, જેમાં તેઓ પોતાના પાર્ટનરથી વધારે તેમના બાળકો પર વધારે ધ્યાન આપે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!
જૂન મહિનામાં જન્મ્યાં હો તો આવું જ હશે છે તમારું વ્યક્તિત્વ +ગુપ્ત વાતો!
1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?
આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!
જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!

જાણો….રૂપ રૂપના અંબાર બનવા વર્ષોથી ઉપયોગી આ ચમત્કારી પેસ્ટનો, રોજ કરો પ્રયોગ.

pest2

સિઝનમાં આવતાં ફેરફાર, વાતાવરણ, પવન, ધૂળ અને પ્રદૂષણથી આપણી ત્વચાને સતત નુકસાન થતું રહે છે. આવા સમયે જો ત્વચાની યોગ્ય દેખભાળ ન રખવામાં તો સમય પહેલાં જ ત્વચા નિસ્તેજ, કરચલીવાળી  અને કાળાશનો શિકાર બનવા લાગે છે. જો તમે આ તમામ સમસ્યાઓથી તમારી ત્વચાને બચાવવા માગતા હોવ તો ત્વચાની પ્રકૃતિ અનુસાર ઘરેલૂ ઉબટનનો ઉપયોગ કરીને ત્વચાને સ્વસ્થ, સુંદર અને ચમકદાર બનાવી શકાય છે. ઉબટન પ્રયોગથી ત્વચામાં નિખાર આવવાની સાથે કસાવ પણ જળવાઈ રહે છે. ઉબટનની કોઈ આડઅસર નથી. એટલા માટે વગર વિચાર્યે ઉબટનનો પ્રયોગ તમે કરી શકો છો.

ઉબટન એટલે શું?

કેટલીક પ્રાકૃતિક વસ્તુઓને મિક્ષ કરીને જે લેપ તૈયાર કરાય છે તેને ઉબટન કહેવાય છે. પ્રાચીન સમયથી રૂપ નિખારવા માટે ઉબટનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આપણા દાદી- નાની પણ કેટલાક પ્રકારના ઉબટનનો પ્રયોગ કરીને જ સૌંદર્યને નિખારતી હતી કેમ કે તે વખતે બ્યૂટીપાર્લરો હતાં જ નહીં. પ્રાચીનકાળમાં પણ રાણીઓ- મહારાણીઓ અલગ- અલગ પ્રકારના ઉબટનોનો પ્રયોગ કરતી હતી. આજના આધુનિક સમયમાં ઉબટને ફેસપેક અને ફેસ સ્ક્રબનું રૂપ લઈ લીધું છે.

રૂપાળા થવા માટેનું ખાસ ઉબટન

 – 2 ચમચી મલાઈ, 1 ચમચી બેસન, ચપટી હળદર ભેળવીને પેસ્ટ બનાવી લો. ચહેરા પર લગાવો. 10-15 મિનિટ પછી ચહેરો પાણીથી ધોઈ લો. નિયમિત પ્રયોગથી ચહેરાથી કાળી ત્વચા રૂપાળી થવા લાગશે.

– 1 ચમચી અડદની દાળને કાચા દૂધમાં પલાળી દો, પછી પીસીને પેસ્ટ બનાવો. પછી તેમાં થોડું ગુલાબજળ મિક્ષ કરીને ચહેરા પર લગાવો. થોડીવાર સૂકાવા દો. પછી ધીરે-ધીરે ગોળાકારમાં ઘસો અને ચહેરો ધોઈ નાંખો. ત્વચા ચમકદાર બની જશે.

– 2 ચમચી બેસન, 1 ચમચી સરસિયાનું તેલ અને થોડું દૂધ મિક્ષ કરીને પેસ્ટ બનાવી દો. આ ઉબટનને આખા શરીર પર લગાવી દો. થોડીવાર પછી હાથથી ઘસીને ધોઈ લો અને પછી સ્નાન કરો. આ રીતે રોજ કરવાથી અથવા તો સપ્તાહમાં બેવાર કરવાથી ત્વચા ગોરી અને મુલાયમ બની જશે.

– મસૂરની દાળને પીસીને પાઉડર બનાવી લો. બે ચમચી દાળના પાઉડરમાં ઇંડાંની જરદી ભેળવીને પેસ્ટ બનાવી લો. તેમાં બે ટીપાં લીંબુનો રસ અને એક મોટી ચમચી કાચું દૂધ મિક્ષ કરીને દરરોજ ચહેરા પર લગાવો. સૂકાઈ જાય પછી કાઢી નાંખી ઠંડા પાણીથી  ચહેરો ધોઈ લો. ચહેરાનો રંગ નિખરી ઊઠશે.

– એક મોટી ચમચી દહીં, એક મોટી ચમચી બેસન, ચપટી હળદર અને 2-4 ટીપાં લીંબુનો રસ મિક્ષ કરીને ગાઢો લેપ તૈયાર કરો. લેપને હાથ-પગ, ચહેરો અને આખા શરીર પર લગાવીને 5થી 10 મિનિટ રહેવા દો. પછી હાથથી ઘસીને કાઢો અને સ્નાન કરી લો.

– એક ચમચી રાઈને બારી પીસી લેવી પછી તેને દૂધમાં મિક્ષ કરીને પેસ્ટ બનાવી લો, પછી ચહેરા પર લગાવો. રાઈના ઉબટનથી રંગમાં તો નિખાર આવશે, ત્વચામાં ચમક પણ જળવાઈ રહેશે.

– દહીં ત્વચાની રંગત નિખારે છે અને ત્વચાને સ્વસ્થ પણ રાખવામાં મદદ કરે છે. લીંબુથી તૈલીયપણું ઓછું થાય છે. આ બંનેને મિક્ષ કરીને બનાવાયેલું ઉબટન ત્વચાને નિખારે છે અને ચમકદાર બનાવે છે.

– એક બ્રેડની સ્લાઇસને થોડાં દૂધમાં પલાળીને ચહેરા પર લગાવીને રાખો. પાંચ મિનિટ પછી ઘસીને કાઢી નાંખો. તાજા પાણીથી ચહેરો ધોઈ લો. મૃત ત્વચાની જગ્યાએ ચમકદાર ત્વચા બનવા લાગશે.

– એક ચમચી ચણાનો લોટ કે બેસન, ચપટી હળદર. 2-3 ટીપાં લીંબુનો રસ અને થોડું કાચું દૂધ મિક્ષ કરીને લેપ બનાવી લો ને થોડાં દિવસો સુધી એનો પ્રયોગ ચહેરા કે સમગ્ર શરીર પર કરો. ત્વચા નિખરી ઊઠશે.

રૂક્ષ ત્વચા માટે

 – એક મોટી ચમચી ચોખાનો લોટ, એક નાની ચમચી મધ અને એક નાની ચમચી ઇંડાની સફેદ જરદીને મિક્ષ કરીને લેપ બનાવી લો. આ લેપને ૫ મિનિટ સુધી ચહેરા પર લગાવીને રાખો. પછી ચહેરો ધોઈ લો.

– એક મોટી ચમચી જવનો લોટ, એક ઇંડાની જરદી, એક નાની ચમચી મધ અને થોડુંક દૂધ ભેળવીને ચહેરા પર લગાવો. 10-15 મિનિટ પછી ચહેરો ધોઈ લો.

– એક મોટી ચમચી ચંદન પાઉડરમાં ગુલાબજળ મિક્ષ કરીને લેપ બનાવી દો. આ લેપને 15-20 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો. પછી હળવા હાથે ઘસીને ધોઈ લો અને ચહેરો ધોઈને સાફ કરી દો.

– એક પાકા કેળાને મસળીને પેસ્ટ બનાવી દો. તેમાં થોડું મધ અને થોડાં ટીપાં લીંબુના રસના ભેળવીને ચહેરા પર ઘસો. 5-6 દિવસ પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. એનાથી ચહેરામાં નિખાર તો આવશે  જ. કરચલીઓ પણ દૂર થશે.

– એક નાની ચમચી બદામનો પાઉડર, એક નાની ચમચી મલાઇ, એક મોટી ચમચી મસૂરની દાળની પેસ્ટ, 3-4 ટીપાં ગુલાબજળ અને 2 ટીપાં તેલના મિક્ષ કરીને પેસ્ટ બનાવી દો. એને આખા શરીર પર કે ચહેરા પર લગાવો. થોડીવાર પછી કાઢી નાંખી, સ્નાન કરી લો. ત્વચા કાંતિવાન અને ચમકદાર બનશે.

તૈલીય ત્વચા માટે

– એક મોટી ચમચી જવના લોટમાં એક મોટી ચમચી સફરજનની પેસ્ટ મિક્ષ કરીને બનેલી પેસ્ટને ત્વચા પર લગાવો. 15-20 મિનિટ પછી ધોઈ લો.

– સંતરાના છોતરાનો પાઉડર બે મોટી ચમચી લઈને તેમાં થોડું કાચું દૂધ અને ગુલાબજળ મિક્ષ કરીને ગાઢો લેપ તૈયાર કરો. આ ઉબટનને ચહેરા પર લગાવો ત્વચા કાંતિપૂર્ણ બની જશે.

– એક મોટી ચમચી દહીં, એક નાની ચમચી કાકડીનો રસ બંનેને મિક્ષ કરીને 10- 15 મિનિટ ચહેરા પર લગાવેલો રાખો. પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાંખો.

– એક મોટી ચમચી ચંદન પાઉડર, એક નાની ચમચી લીમડા (કડવો)ના પાન, એક મોટી ચમચી ગુલાબની પાંખડીઓ, ચપટીભર હળદરના પાઉડરને મિક્ષ કરીને પેસ્ટ બનાવો અને ચહેરા પર 8-10 મિનિટ સુધી લગાવીને રાખો. સૂકાઈ જાય પછી થપથપાવીને કાઢી નાંખો.

– એક મોટી ચમચી જવનો લોટ, એક મોટી ચમચી ચણાનો લોટ, ચપટી હળદર, 2-4 ટીપાં લીંબુનો રસ, એક મોટી ચમચી ગુલાબજળ વગેરેને મિક્ષ કરીને લેપ બનાવો. આ લેપને શરીર કે ચહેરા પર લગાવો. સૂકાઈ જાય પછી કાઢી નાખીને સ્નાન કરો.

ડાઘા અને ધબ્બાવાળી ત્વચા માટે

– એક ગાંઠ તાજી લીલી હળદર, બે મોટી ચમચી મલાઇ, 3-4 ટીપાં ગલાબજળ, હળદરને છોલીને કાપીને પછી પીસી લો. એમાં મલાઇ અને ગુલાબજળ ભેળવીને ચહેરા પર થોડા દિવસો સુધી દરરોજ નિયમિતપણે લગાવો. ત્વચા પર નિખાર આવશે. સાફ સ્વચ્છ બનશે અને ડાઘ ધબ્બા જતાં રહેશે.

– એક મોટી ચમચી લીમડા (કડવા)ના સૂકાં પાન બે મોટી ચમચી જવનો લોટ, બે ચમચી ચણાનો લોટ, બે મોટી ચમચી મુલતાની માટીનો પાઉડર, 5-7 ટીપાં મધ, 4 ટીપાં લીંબુનો રસ વગેરે મિશ્ર કરીને લેપ તૈયાર કરો અને ચહેરા પર લગાવો. થોડાં દિવસોનાં પ્રયોગને અંતે ત્વચા સાફ-સ્વચ્છ દેખાશે. આ પેસ્ટને બનાવીને એક અઠવાડિયા સુધી ફ્રિજમાં રાખી શકાય છે.

કાયમ ઉપયોગી એવું ઉબટન

દૂધનું વાસણ ખાલી થાય ત્યારે તેમાં ચપટી હળદર, ઘઉંનો લોટ અને 2-3 ટીપાં તેલ મિક્ષ કરીને પેસ્ટ બનાવી દો આ પેસ્ટને હાથ- પગ અને ચહેરા પર ઘસો. બરાબર સુકાઈ જાય પછી ઘસીને કાઢી નાંખો. આવું દરરોજ કરો અને તમારી રંગતમાં આવેલા બદલાવને જાતે જ જુઓ.

ઉબટન પ્રયોગ

તમારી ત્વચાની પ્રકૃતિને જાણીને પછી જ કેટલીક સામગ્રીને મેળવીને સાફ ચહેરા પર સ્નાન કર્યા પહેલાં લગાવો. આ ઉપરાંત આખા શરીર પર કે પછી હાથ- પગ પર પણ આ લેપને હાથથી લગાવી લો અને થોડીવાર સૂકાવા માટે છોડી દો. જેવું થોડું ઘણું સૂકાવા લાગે કે પછી હાથથી ઘસીને કાઢી નાંખો. પછી સ્નાન કરી લો. ઉબટન લગાવ્યા પછી સાબુ લગાવવાની જરૂર રહેતી નથી કે ફેસવોશ વાપરવાની પણ જરૂર રહેતી નથી.

ઉબટનથી ત્વચા કાંતિમય બને છે. અને તેમાં ગજબનો નિખાર આવી જાય છે. એટલા માટે જ તો લગ્નના એક માસ પહેલાંથી જ કન્યાને લગભગ રોજ ઉબટન લગાવાય છે. બસ, એટલું જ ધ્યાન રાખવાનું કે, ઉબટનમાં વપરાતી સામગ્રી તમારી ત્વચાને અનુકૂળ છે કે નહીં. જ્યારે ઉબટનને સ્ક્રબ કરો ત્યારે હળવે હાથે કરવું. નહીંતર ત્વચાને નુકસાન થઈ શકે છે. માટે હળવા હાથે ગોળાકાર હાથ ફેરવતાં- ફેરવતાં ઉબટન કાઢવું.

ફાયદા અનેક

ઘરેલું ચીજોમાંથી બનનારા ઉબટનના અનેક ફાયદા હોય છે. જો એકવાર ઉબટન પ્રયોગ તમારી દિનચર્યામાં સામેલ કરી લેશો તો બજારનાં મોંઘા બ્યુટી પ્રસાધનો ખરીદીને પૈસા ખર્ચ નહીં કરવા પડે અને પરિણામ પણ ઉત્તમ મળશે. ઉબટન પ્રયોગથી ત્વચામાં ભેજ અને ચમક જળવાઈ રહે છે. તે મૃત ત્વચાને હટાવીને નવ તાજગી પ્રદાન કરે છે. ઉબટન પ્રયોગથી રક્તપરિભ્રમણ સારી રીતે થાય છે. કેમ કે ઉબટન પ્રયોગથી ત્વચાને માલિશ પણ થઈ જાય છે. ઉબટન ત્વચાના રંગમાં પણ નિખાર લાવે છે. કરચલીઓ, કાળાશથી ત્વચાને બચાવે છે.

મોટાભાગના ઉબટનોમાં હળદરનો ઉપયોગ કરાય છે. જેથી ત્વચા અનેક રોગોથી બચી શકે છે. અનેક લાભ હોવા છતાં પણ ઉબટનનો ઉપયોગ કાયમ ત્વચાને અનુરૂપ કરવો જોઈએ. જેમ કે સૂકી ત્વચા માટે ક્યારેય પણ ખાટા ફળો જેવાં કે સંતરાનો રસ કે લીંબુનો પ્રયોગ ન કરવો જોઈએ.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

જાણો….આવી યુવતીઓ જલ્દી પડી જાય છે પ્રેમમાં, કઇ છે તમારા સાથીની રાશિ?

girl love

વર્તમાનમાં ગર્લફ્રેન્ડ હોવી અને લિવ ઇન રિલેશનશિપમાં રહેવું તે ખૂબ જ સામાન્ય બાબત છે. આવા સમયમાં પણ ઘણાં યુવકો છે જે પોતાની ગર્લફ્રેન્ડ શોધી શકતાં નથી અને દરરોજ એકબીજાની ગર્લફ્રેન્ડને જોઇને ઇર્ષ્યા કરે છે સાથે જ, તેઓ દરેક છોકરીને જોઇને વિચારે છે કે, કાશ આ છોકરી મારી ગર્લફ્રેન્ડ બની જાય. શું તમે પણ યુવતી શોધવાની કોશિશમાં થાકી ગયા છો? તો જાણો જ્યોતિષ મુજબ કઇ રાશિની યુવતીનું હ્રદય જીતવું સરળ હોય છે.

મેષઃ-

મેષ રાશિની યુવતીઓ રૂઆબ ધરાવનાર હોય છે. આ રાશિની યુવતીઓને પોતાના પાર્ટનર પર રૂઆબ દર્શાવવો ખૂબ જ પસંદ હોય છે. આ યુવતીઓને એવા યુવક સહેજ પણ પસંદ નથી આવતા જે તેમની દરેક વાત પર હામી ભરે. આ રાશિની યુવતીઓ પાસે પોતાની વાતને કઇ રીતે મનાવવી તે યુવકને આવડવું જોઇએ. આ રાશિની યુવતીઓને ઇપ્રેંસ કરવી થોડી ટ્રિકી હોય છે.

વૃષભઃ-

વૃષભ રાશિની મોટાભાગની યુવતીઓ સુંદર હોય છે. આ રાશિની યુવતીઓ સાથે વાત કરવી અને તેમની સાથે સમય પસાર કરવો તે એક સારો એક્સપીરિયન્સ હોય છે. પરંતુ ઘણીવાર અનેક વિચારોને સમજવા થોડા મુશ્કેલ બને છે. આવી યુવતીઓને પોતાના પ્રેમમાં પાડવી થોડું કોમ્પ્લીકેટેડ બને છે.

મિથુનઃ-

મિથુન રાશિની યુવતીઓ જિન્દાદિલી હોય છે. આ રાશિની યુવતીઓની વાત કરવાની રીત ખૂબ જ વ્યવસ્થિત હોય છે. આ યુવતીઓ પોતાના મિત્ર સર્કલમાં ખૂબ જ ચહેતી હોય છે. જો તમે મિથુન રાશિની યુવતીઓને પસંદ કરો છો અને તેમને પોતાની તરફ આકર્ષિત કરવા માંગો છો તો તમારે ખૂબ જ વ્યવસ્થિત બનવું પડશે.

કર્કઃ-

આ રાશિની યુવતીઓને બધાની સાથે મિક્સ થવું ઓછું પસંદ હોય છે. કર્ક રાશિની યુવતીઓ હમેશાં પોતાના અનુમાન લગાવતી રહેતી હોય છે. જો તમારી પસંદ કોઇ કર્ક રાશિની યુવતી છે તો તમારે સાવધાની સાથે કામ કરવું પડશે.

સિંહઃ-

સિંહ રાશિની યુવતીઓને હમેશાં અન્ય પર હાવી રહેવું જ પસંદ હોય છે. આ રાશિની સ્ત્રીઓનો સ્વભાવ ઘણીવાર સમજની બહાર હોય છે. આવી સ્ત્રીઓ દરેક જગ્યાએ પોતાની એક અલગ ઓળખાણ બનાવી લે છે અને બધાની નજરોમાં જ રહેતી હોય છે. સિંહ રાશિની યુવતીઓને ઇંપ્રેસ કરવું સરળ નથી પરંતુ જો સિંહ રાશિની યુવતી તમારા પ્રેમમાં છે તો તે હમેશાં ડિમાન્ડિંગ રહેશે.

કન્યાઃ-

કન્યા રાશિની યુવતીઓ સિદ્ધાંતવાદી હોય છે. આ રાશિની યુવતીઓ ખૂબ જ ઘરેલું હોય છે, આ યુવતીઓ સાથે મિત્રતા કરવી પણ સરળ હોતી નથી. સાથે જ, આ સ્ત્રીઓને જાણવામાં પણ સમય લાગે છે.

તુલાઃ-

તુલા રાશિની યુવતીઓ બધી જ ક્વોલિટીઝથી ભરપૂર હોય છે. જ્યોતિષ મુજબ આ રાશિની યુવતીઓને એક આઇડિયલ લવરની શોધ હોય છે. આ રાશિની સ્ત્રીઓને પોતાના વખાણ સાંભળવા ખૂબ જ પસંદ હોય છે. આ રાશિની યુવતીઓને ઇંપ્રેસ કરવા માટે સામેવાળા પક્ષે સમજદાર થવું પડે છે.

વૃશ્ચિકઃ-

વૃશ્ચિક રાશિની યુવતીઓ વધારે સુંદર હોતી નથી પરંતુ આ રાશિની યુવતીઓ ભાવુક હોય છે. જો તમે કોઇ વૃશ્ચિક રાશિની યુવતીને પસંદ કરો છો તો આ યુવતીઓને ક્યારેય ઇગ્નોર કરવી નહીં.

ધનઃ-

ધન રાશિની યુવતીઓને ફરવું ખૂબ જ વધારે પસંદ હોય છે. આ રાશિની યુવતીઓને એડવેન્ચર પસંદ હોય છે અને બોરિંગ લોકોથી તેઓ દૂર રહેવાનું પસંદ કરે છે. ધન રાશિની યુવતીઓને ઇંપ્રેસ કરવા માટે તમારે તમારા ખિસ્સામાં સારા એવા પૈસા રાખવા પડે તેવી જરૂરિયાત છે.

મકરઃ-

મકર રાશિની યુવતીઓ ખૂબ જ સ્વાભિમાની હોય છે. આ રાશિની યુવતીઓને પોતાનું કામ કરવું ખૂબ જ પસંદ હોય છે. મકર રાશિની યુવતીઓ મોટાભાગે શાંત સ્વભાવની હોય છે પરંતુ પ્રેમના ચક્કરોમાં ખૂબ જ ઓછી પડે છે. આ રાશિની યુવતીઓ કોઇપણ પ્રેમ સંબંધમાં પડતા પહેલાં છોકરા વિશે અને પોતાની વિશે ખૂબ જ વિચાર કરે છે.

કુંભઃ-

કુંભ રાશિની યુવતીઓ સમજદાર અને વ્યવસ્થિત હોય છે. જો તમે થોડા પણ સમજદાર અને વ્યવસ્થિત છો તો કુંભ રાશિની યુવતીઓને ઇંપ્રેસ કરવું તમારી  માટે ખૂબ જ સરળ રહેશે.

મીનઃ-

મીન રાશિની યુવતીઓ ખૂબ જ રોમેન્ટિક હોય છે અને જલ્દી પ્રેમમાં પડી જાય છે. આ રાશિની યુવતીઓને ઇંપ્રેસ કરવી એટલું મુશ્કેલ કાર્ય હોતું નથી. મીન રાશિની યુવતીઓને સપનાની દુનિયા જેવો પ્રેમ પસંદ હોય છે અને યુવકો માટે આ પ્રકારનો પ્રેમ કોઇ મોટી વાત નથી.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જાણો….નામના પ્રથમ અક્ષરથી તમારો કોની સાથે, કેવો રહેશે પ્રેમ પ્રસંગ?

રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
તમારા પ્રેમી કે જીવનસાથી ગમે તે રાશિના હોય, જાણી લો જોડી જામે છે કે નહીં!

જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!

રાશી મુજબ જાણો યુવતીઓ નો પ્રેમ પ્રત્યેનો અભિગમ. રાશિ મુજબ પસંદ કરો તમારી ગર્લફ્રેન્ડ

જાણો…અંકશાસ્ત્ર પ્રમાણે તમે કેટલાં રોમેન્ટિક છો?કેવો રહેશે તમારો પ્રેમ સંબંધ!
શું તમે તમારા પાર્ટનરની પ્રિય આઇસ્ક્રીમ ફ્લેવરને જાણો છો તો જાણો તેમની પર્સનાલિટી અને સ્વભાવને પણ.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है