કોઇપણ 1 રંગ પસંદ કરી જાણો તમારી અને બીજાની સારી-ખરાબ વાતો..!!

color6

શું તમે જાણો છો કે, રંગોની પસંદ મુજબ પણ કોઇ વ્યક્તિનો સ્વભાવ અને તેની સારી-ખરાબ આદતો વિશે જાણી શકાય છે. જ્યોતિષ મુજબ જેવો આપણો સ્વભાવ હોય છે, તેવી જ રીતે રંગો આપણી પસંદ હોય છે. રંગોનો ગ્રહ સાથે પણ ઉંડો સંબંધ હોય છે. વ્યક્તિની કુંડળીમાં જે ગ્રહ વધારે પ્રભાવી હોય છે, તે મુજબ જ વ્યક્તિનો સ્વભાવ અને પસંદ-નાપસંદ બને છે.

અહીં થોડા રંગોના નામ આપવામાં આવી રહ્યા છે. જેમાંથી તમે પોતાનો પ્રિય રંગ પસંદ કરીને જાણી શકો છો તમારા સ્વભાવ સાથે જોડાયેલી સારી-ખરાબ આદતો.

રંગોના નામઃ-

ગુલાબી (Pink) કથ્થઇ (Brown) જાંબલી (Purple)
લાલ (Red) સફેદ (White) કાળો (Black)
વાદળી (Blue) લીલો (Green) પીળો (Yellow)

ગુલાબી રંગઃ-

જે લોકોને ગુલાબી રંગ વધારે પસંદ હોય છે, તેઓ જીવનસાથી પ્રત્યે ઘણાં ભાવુક હોય છે અને જીવનસાથીનું ધ્યાન રાખનાર હોય છે. તેમના મિત્રોની સંખ્યા પણ વધારે હોય છે. મિત્રો પાસેથી વિશેષ સ્નેહ પણ પ્રાપ્ત કરે છે. બધા જ લોકોથી પ્રેમથી મળે છે. તેમનો સ્વભાવ ઘણો રોમેન્ટિક હોય છે. આ લોકો બીજાના ગુણો પર વધારે ધ્યાન આપે છે અને બુરાઈઓને વધારે નજરઅંદાજ કરે છે. આ લોકો ક્યારેક-ક્યારેક વધારે શરમાળ પણ હોય છે. સુંદરતા તરફ વધારે આકર્ષિત થાય છે. આ લોકોને હિંસા વધારે પસંદ આવતી નથી. આ લોકોને હિંસા પસંદ આવતી નથી. કોઇપણ વાદ-વિવાદનો ઉકેલ શાંતિપૂર્ણ રીતે લાવવો તેમને પસંદ હોય છે.

લીલો રંગઃ-

જે લોકોને લીલો રંગ પ્રિય હોય છે, તે લોકો ડાઉન ટૂ અર્થ સ્વભાવ ધરાવે છે. દરેક પરિસ્થિતિમાં પોતાનો સ્વભાવ બનાવી જ રાખે છે. સફળતાના શિખરે પહોચ્યાં પછી પણ સામાન્ય મનુષ્યની જેમ જ બની રહે છે. આ લોકો કોઇપણને દુઃખી જોઇ શકતા નથી. જો તેમની આસપાસ કોઇ દુઃખી વ્યક્તિ હોય છે તો તે સામેવાળી વ્યક્તિના દુઃખને દૂર કરવાનો પ્રયાસ કરે છે. આ લોકો ખૂબ જ શાંતિ પ્રિય વ્યક્તિ હોય છે. ઝગડાથી આ લોકો હમેશાં દૂર રહે છે. જે પ્રકારે લીલો રંગ આંખને સુખનો અનુભવ કરાવે છે, ઠીક તેવો જ સ્વભાવ આ રંગને પસંદ કરનારનો હોય છે. આ લોકો તેમના પ્રિયજનોની વચ્ચે ઘણુ મહત્વ ધરાવે છે.

વાદળી રંગઃ-

જે લોકો વાદળી રંગ પસંદ કરે છે, તે સ્વાભિમાની હોય છે. કોઇ બીજા લોકો પાસેથી મદદ લેવી તેમને પસંદ નથી આવતી. પ્રેમીને પૂરો સમય આપે છે અને તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. આ લોકોને વિશ્વાસપાત્ર માની શકાય છે. કોઇ બીજા વ્યક્તિનો વિશ્વાસ તોડવો નહીં અને કોઇ અન્ય વ્યક્તિ પર સરળતાથી વિશ્વાસ પણ કરતા નથી. મિત્રતા કરતા પહેલાં પૂરી સાવધાની રાખે છે અને જ્યારે તેમને તે સુનિશ્ચિત થઇ જાય છે કે, વ્ય.ક્તિ મિત્રતા કરવાને યોગ્ય છે, ત્યારે જ મિત્રતા કરે છે. કોઇપણ કામને પોતાની રીતથી જ કરે છે અને જવાબદારીઓનો નિર્વાહ કરે છે.

કાળો રંગઃ-

જે લોકોને કાળો રંગ ખૂબ જ પ્રિય હોય છે, તે થોડા રૂઢિવાદી હોઇ શકે છે. સાથે જ, આ લોકોને ગુસ્સો પણ ખૂબ જ આવે છે. આ લોકોને કોઇપણ કાર્યમાં બદલાવ પસંદ નથી. જે કામ જેવી રીતે ચાલી રહ્યું છે, આ લોકો તે કાર્યને તેવી જ રીતે ચલાવવાનું પસંદ કરે છે. કોઇપણ પ્રકારનો બદલાવ તેઓ સ્વીકાર કરી શકતા નથી. કાળો રંગ પસંદ કરનાર લોકો બીજાથી માન-સન્માન મેળવવા માંગે છે, સાથે જ આ લકો પોતાની શક્તિને વધારવા પણ માંગે છે. આ લોકોને લોકોથી યોગ્ય અંતર બનાવી રાખવું પસંદ આવે છે. દરેક વ્યક્તિછી વધારે નિકટતા રાખતા નથી.

સફેદ રંગઃ-

જે લોકોને સફેદ રંગ વધારે પસંદ છે, સામાન્ય રીતે તે દીર્ધદ્રષ્ટિવાળું અને આશાવાદી હોય છે. આ લોકો યોજના બનાવવામાં ઘણા પારંગત હોય છે, જેના કારણે તેઓ મોટાભાદે કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરે છે. આ લોકો ઘર-પરિવાર અને કાર્યક્ષેત્રમાં સારું સમંજસતા બનાવીને રાખે છે. ક્યારેક-ક્યારેક આ લોકો ઘમંડનો શિકાર પણ બની શકે છે. સફેદ રંગ શાંતિનું પ્રતીક છે અને આ જ કારણથી આ લોકો સફેદ રંગ પસંદ કરે છે, તેઓ પણ શિંત પ્રિય હોય છે. નવા લોકો સાથે એકદમ મિત્રતા નથી વધારતા. આ લોકોના સ્વભાવમાં લજ્જા એટલે કે શરમ પણ રહે છે. કોઇપણ નવા સ્થાન પર અથવા નવા લોકોની વચ્ચે એકદમ સહજતા અનુભવી શકતા નથી.

લાલ રંગઃ-

જે લોકોને લાલ રંગ પસંદ હોય છે, તે ખૂબ જ સાવધાન રહેનારા હોય છે. તેમના જીવનમાં પ્રેમનું ખૂબ જ મહત્વ હોય છે. આ લોકો ખૂબ જ સારા પ્રેમી સિદ્ધ થઇ શકે છે. લાલ રંગ ઉત્સાહ અને જોશનું પ્રતીક છે અને આ જ કારણથી આ લોકોને લાલ રંગ પસંદ હોય છે. આ લોકો જોશીલા પણ હોય છે. આ લોકોને પોતાનું કાર્ય પૂરા જોશથી કરવામાં જ આનંદ પ્રાપ્ત થાય છે. આ લોકો જીવનને પૂરા ઉત્સાહની સાથે જીવે છે. સામાન્ય રીતે આ લોકો બીજાના સ્વભાવને ખૂબ જ જલ્દી સમજી લે છે.

કથ્થઇ રંગઃ-

જે લોકોને આ રંગ પ્રિય હોય છે, તે લોકો આકર્ષક વ્યક્તિત્વના ધની હોય છે. સતત સફળતા મળ્યા પછી પણ તેઓ પોતાના સ્વભાવમાં જ બન્યા રહે છે. ઘમંડ અને અહંકારથી દૂર રહેવાનો તેઓ પ્રયાસ કરે છે. તેમનો સ્વભાવ મિત્રતાપૂર્ણ અને વિનમ્ર રહે છે, આ કારણે વધારે સફળ થયા પછી પણ આ લોકો અન્ય લોકોને સરળતાથી મળી શકે છે. ઘર-પરિવાર હોય કે મિત્ર, બીજાની મદદ કરવા માટે તેઓ હમેશાં તૈયાર રહે છે. ભાવુક સ્વભાવના કારણે અન્યના દુઃખોને દૂર કરવાનો પ્રયાસ કરતાં રહે છે. મિલનસાર સ્વભાવને કારણે અન્ય લોકોને આ લોકોનો સ્વભાવ ઘણો પ્રિય હોય છે. જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓને કાબૂ કરવા માટે ધૈર્ય અને મહેનતનો સહારો લે છે.

જાંબલી રંગઃ-

આ રંગ પસંદ કરનાર લોકો દૂરદર્શી હોય છે. ભવિષ્યમાં કયા કામોથી લાભ મળશે અને કયા કામોમાં નુકસાન થઇ શકે છે, તે આ લોકોને પહેલાંથી જ અંદાજો આવી જાય છે. આ લોકોના સ્વભાવમાં રચનાત્મકતા રહે છે, જેના કારણે કોઇપણ કામને અલગ-અલગ રીતે કરવામાં તેમને મજા આવે છે. આ વ્યક્તિઓને ઘર સજાવવું અને ડ્રેસ ડિસાઇન્સની સારી સમજ હોય છે. આ લોકો વધારે જવાબદારીઓથી ગભરાય છે અને પરેશાનીઓનો ઉકેલ લાવવામાં ક્યારેક-ક્યારેક અસફળ થઇ જાય છે. આ લોકોને ભીડનો ભાગ બનવું સહેજ પણ પસંદ આવતું નથી. ભીડથી અલગ કામ કરવામાં જ તેમને વધારે વિશ્વાસ હોય છે. આ લોકો અન્યની નકલ કરવી પસંદ નથી આવતી અને અન્ય લોકો તેમની નકલ કરે તે પણ પસંદ હોતું નથી.

પીળો રંગઃ-

પીળો રંગ પસંદ કરનાર લોકો હસમુખ સ્વભાવના હોય છે. જીવનને હકારાત્મક રૂપમાં જીવે છે. આ લોકો નવા વિચારોની સાથે આગળ વધે છે અને કાર્યોમાં સફળતા મેળવવાનો પ્રયાસ પણ કરે છે. આ લોકો હમેશાં ખુશ રહેનારા લોકો હોય છે. બીજા લોકોને યોગ્ય માર્ગદર્શન આપે છે. બધાની મદદ માટે તેઓ હમેશાં તૈયાર રહે છે. જીવનમાં જ્યારે પણ વિપરીચ સમય આવે છે તો તે સમયે પણ પ્રામાણિકતા સાથે કાર્યોમાં ભાગ લે છે. સખત મહેનતથી ખરાબ સમયમાંથી પસાર થઇ સફળતા પ્રાપ્ત કરી લે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.
વાસ્તુશાસ્ત્રના સુવર્ણ ઉપાયો: નોકરી ન મળતી હોય તો ઘરના વાસ્તુદોષનું નિવારણ કરો…!!!
ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!
અસરકારક વાસ્તુ શાસ્ત્ર: સન્માન અને સમૃદ્ધિ વધારવા, ઘરના આ ખૂણામાં કરો નાના-નાના ફેરફાર…!!!
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.
ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!
જાણો..કામ લાગશે…તોડફોડ કર્યા વગર ઘરના દોષ દૂર કરતું ફેંગશૂઈ…!!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…વાસ્તુશાસ્ત્ર તમારો વેપાર વધારી શકે છે..!!!
શાસ્ત્રોક્ત ઉપાય: ધંધામાં આવક ડબલ કરવા, અપનાવો આ નાના-નાના સચોટ ઉપાય…!!
ફેંગશુઈના 15માંથી કોઇ 1નો કરો ઉપાય, ઘરથી ક્યારેય દૂર નહીં થાય સુખ+સમૃદ્ધિ
જાણો ઉકેલ…દીકરીના લગ્નમાં વિઘ્નો ઉત્પન્ન કરે છે આ દોષો, આજે જ જાણી કરો દૂર…!!
જાણો…દરેક કામમાં અતિશુભ ફળ મેળવવું હોય તો ધ્યાનમાં રાખવી આ 15 વાતો..!!!
ઘરમાં થાક, અનિદ્રા, તણાવ અનુભવો છે? હોઈ શકે છે વાસ્તુદોષ..!
તમારા ઘરમાં ચોક્કસ હોવી જોઇએ, ધનને આકર્ષતી આ 15માંથી 1 વસ્તુ!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s