જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણની પૂજાથી મળે છે વિષ્ણુલોક, આ રીતે કરો વ્રત+પૂજા તથા જાણો રસપ્રદ અને રહસ્યમયી વાતો.

kisna59

જન્માષ્ટમીનું વ્રત રાખવામાં આવે છે અને ભગવાન શ્રીકૃષ્ણની આરાધના ઘરેઘરે થાય છે. શ્રીકૃષ્ણનું ધ્યાન અને ચિંતન થાય છે. શ્રીકૃષ્ણએ જે ઉપદેશ આપ્યા, તેને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લેવામાં આવે છે. સમગ્ર દેશમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો મહોત્સવ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે. મંદિરો અને ઘરોમાં ભગવાનને શણગાર કરવામાં આવે છે. લોકો ઉપવાસ કરે છે અને રાત્રે જાગરણ કરે છે. ભજન-કિર્તન કરતાં રાત પસાર કરે છે. એવી માન્યતા છે કે આ વ્રત કરવાથી વિષ્ણુલોક પ્રાપ્ત થાય છે.

જાણો વ્રત કેમ કરવું જોઈએઃ-

કુળની 21 પેઢીઓનો ઉદ્ધાર:-

જન્માષ્ટમીના વ્રતની વિધિ- વિધાનથી પારણાં કરવાથી કુળની પેઢીઓનો ઉદ્ધાર થઈ જાય છે. જન્માષ્ટમી ઉત્સવ અને વ્રત બાદ વૈષ્ણવજનોને ભોજન કરાવો. આ વ્રતને કરનાર વ્યક્તિ ભગવાનના ધામને પામે છે. તેને કોઈપણ પ્રકારના દુઃખ નથી થતાં.

માન્યતાઓ અલગ-અલગ:-

આ વ્રત સંબંધિત લોકોની માન્યતાઓ અલગ-અલગ છે. સામાન્ય રીતે બે મત છે. સ્માર્તલોકો અર્ધરાત્રિના સ્પર્શ થવા કે રોહિણી નક્ષત્રનો યોગ થવા પર સાતમ સહિત આઠમમાં પણ ઉપવાસ કરે છે. પરંતુ વૈષ્ણવજન સાતમને સ્પર્શ થવા પર બીજા દિવસ જ ઉપવાસ કરે છે. નિમ્બાર્ક સંપ્રદાયમાં વૈષ્ણવ તો એક દિવસ પહેલા અર્ધરાત્રિથી જો કેટલીક પણ પણ સાતમ વધારે હોય તો પણ આઠમની જગ્યાએ નોમનો પણ ઉપવાસ કરે છે.

જન્‍માષ્‍ટમીના વ્રતનું શાસ્ત્રોકત મહત્‍વઃ-

કોઇપણ ધર્મ-કર્મ માટે શાસ્ત્રની આજ્ઞા જાણવી જરૂરી છે. શ્રી ભગવાને આ વાતની મહત્તા સિધ્‍ધ કરતાં શ્રીમદ્દ ભગવદ્દ ગીતા – અધ્‍યાય ૧૬ – દૈવાસુરસંપત્તિ વિભાગ યોગમાં બે શ્‍લોકો – શ્‍લોક નં. ર૩ અને શ્‍લોક નં. ર૪ કહ્યા છે. તેથી જન્‍માષ્‍ટમીના વ્રત વિશે પણ શાસ્ત્રની આજ્ઞા જાણવી જરૂરી છે.

શાસ્ત્રમાં નારદમહાપુરાણ, ભવિષ્‍યોત્તર પુરાણ, પદ્મપુરાણ, ભવિષ્‍ય પુરાણ વગેરેમાં જન્‍માષ્‍ટમીના વ્રત અને કથા વિશે કહેવામાં આવ્‍યું છે.

આમાંથી અહી નારદ મહાપુરાણમાં આપેલાં જન્‍માષ્‍ટમીના વ્રત વિશેની માહિતી, સાવ સંક્ષેપમાં, ભગવદ્‌ ભકતો તેમજ શ્રધ્‍ધાળુઓને ઉપયોગી થાય ફકત તે હેતુથી જ અમારી અલ્‍પ સમજણ મુજબ અહીં આપી છે.

શાસ્ત્રનું પ્રામણ :- શ્રી નારદમહાપુરાણ
ચતુર્થપાદ – અધ્‍યાય ૧૧૭ મો
વકતા : શ્રી સનાતન
શ્રોતા : શ્રી નારદજી
કુલ શ્‍લોક સંખ્‍યા : ૯૯
કૃષ્‍ણ – જન્‍માષ્‍ટમી
શ્રાવણ માસની કૃષ્‍ણ પક્ષની અષ્‍ટમીએ જન્‍માષ્‍ટમીનું વ્રત કરવામાં આવે છે.

જન્‍માષ્‍ટમીનું વ્રત :-

જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરી નદી વગેરે પવિત્ર જળમાં તલમિશ્રિત કરી જળથી સ્‍નાન કરવું. સ્‍નાન કર્યા પછી પવિત્ર અને ઉત્તમ સ્‍થાનમાં મંડળ કરવું. મંડળના મધ્‍યભાગમાં તાંબાન કે માટીના કળશની સ્‍થાપના કરવી. તેના પર ભગવાન શ્રીકૃષ્‍ણની સુવર્ણમય (ભવિષ્‍યોત્તર પુરાણ પ્રમાણે આ મૂર્તિ સુવર્ણની, ચાંદીની, ત્રાંબાની, પિત્તળની, માટીની અથવા કાષ્‍ઠ કે મણિની રાખવી) મૂર્તિની સ્‍થાપના કરવી.

ત્‍યાર પછી શ્રી ભગવાનની અત્‍યંત ભાવથી પૂજા કરવી. શ્રી ભગવાનની સાથે તેમના પરિવાર દેવકી, વાસુદેવ, યશોદા, નંદ, વ્રજ, ગોપ ગણ, ગોપી વૃંદ તથા ગાયોના સમુદાયની પણ ખુબ ભકિત ભાવથી પૂજા કરવી.

અર્ધી રાત્રે ફરીથી શ્રી ભગવાનને પંચામૃત તથા શુધ્‍ધ જળથી સ્‍નાન કરાવવુ ગંધ પુષ્‍પ વગેરેથી પુજા કરવી શ્રી ભગવાનને ધાણા, અજમો, સૂંઠ, ખાંડ અને ઘી ભેગા કરી નૈવેદ્ય અર્પણ કરવુ. આ નૈવૈદ્ય ચાંદીના પાત્રમાં મુકી ભગવાનને અર્પણ કરવું

કૃષ્‍ણ જન્‍માષ્‍ટમીએ જાગરણ-

વ્રત કરનારે આખી રાત જાગરણ કરવુ રોહિણી તથા ચંદ્રની પુજા કરવી વ્રત કરનારે પુરાણોના પાઠ વાંચવા-સાંભળવા શ્રી વિષ્‍ણુસષાનામ વગેરેસ્ત્રોતોથી શ્રી ભગવાનનું વિશેષ પુજન કરવુ વાદ્યો સહીત ગીત સંગીત સંકીર્ત કરવુ સમસ્‍ત પુજા ખુબ ભકિત ભાવથી કરવી.

બીજા દિવસે દાન-

બીજા દિવસે પ્રાંતઃકાળે ગુરૂને તથા બ્રાહ્મણોને મિષ્‍ટાન સહીત અન્નદાન કરવુ અને દક્ષિણા આપવી અન્‍ય જરૂરીયાતવાળા મનુષ્‍યોને દાન આપવું.

વ્રત કરાવનાર ગુરૂને શ્રી ભગવાનની પ્રતિમા સુવર્ણ,ભુમી, વગેરેનું યથાશકિત લઇને ભાવ પુર્વક ગુરૂને વિદાય આપવી ત્‍યારબાદ વ્રત કરનાર મનુષ્‍યએ કુટુંબીજનો,મિત્રો વગેરે સાથે ભોજન લેવું.

જન્‍માષ્‍ટમીના વ્રતનું ફળ

જન્‍માષ્‍ટમીનું વ્રત જો નિયમ મુજબ કરવામાં આવે તો સર્વ પાપને હરી લે છે. આ દિવસે શાસ્ત્રની આજ્ઞા મુજબ જો ફકત ઉપવાસ કરવામાં આવે તો તે મનુષ્‍ય સાત જન્‍મોના પાપોથી મુક્ત થાય છે. શાસ્ત્રની આજ્ઞા મુજબ વ્રત કરનારને ગૌલોક પ્રાપ્ત થાય છે. નારદમહાપુરાણ કહે છે, આ જન્‍માષ્‍ટમીના વ્રત જેવુ અન્‍ય કોઇ વ્રત ત્રણે લોકમાં નથી આ વ્રત કરવાની કરોડો એકાદશીનું ફળ પ્રાપ્ત થઇ જાય છે.

ભવિષ્‍યોતર પુરાણ કહે છે શાસ્ત્રની આજ્ઞા મુજબ બરોબર જો આ વ્રત કરવામાં આવે તો આ વ્રત વિશે કરોડો એકાદશીના ફળની સમાન ફળ આપનારૂ છે.

કૃષ્ણએ માત્ર 64 દિવસમાં જ શીખી હતી, આ ચમત્કારી 64 કળાઓ!

શ્રાવણ વદ આઠમે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના રૂપે ઉજવવામાં આવે છે. આ દિવસે શ્રીકૃષ્ણનો અવતાર થયો હતો. અર્ધરાત્રિ એટલે કે રાત્રે 12 કલાકે મથુરા નગરીની અંધારી કાળકોટડીમાં વાસુદેવના પત્ની દેવકીના ગર્ભથી શ્રીકૃષ્ણ પ્રગટ થયાં હતાં. તેમનું પ્રારંભિક જીવન ગોકુળ.વૃંદાવનમાં વ્યતિત થયું હતું. શ્રીકૃષ્ણનું શિક્ષણ ઉજ્જૈનમાં ગુરૂ સાંદીપનિને ત્યાં થયું હતું. તેઓ અહીં 64 દિવસ રહ્યાં હતાં અને આ દિવસોમાં શ્રીકૃષ્ણે 64 કળામાં પારંગત થઈ ગયા હતા. આજે જાણો કઈ-કઈ વિદ્યાઓ હતી એ જેમાં કૃષ્ણએ પારંગતતા પ્રાપ્ત કરી હતી…

શ્રીકૃષ્ણની સાથે બલરામ પણ ગુરૂ સાંદિપનિ પાસેથી માત્ર 64 દિવસમાં જ 64 કળામાં નિપૂળતા પ્રાપ્ત કરી લીધી હતી. આ કળાઓની મદદથી શ્રીકૃષ્ણ અને બલરામ કેટલાય મહાયુદ્ધોમાં જીત પ્રાપ્ત કરી હતી. ગુરૂ સાંદીપનિએ શ્રીકૃષ્ણ અને બલરામને બધા વેદ, ઉપનિષદ, મંત્ર તથા દેવતાઓ સાથે જોડાયેલું જ્ઞાન, ધનુષ્ય વિદ્યા, મનુસ્મૃતિ વગેરે શાસ્ત્રોની સાથે ન્યાયશાસ્ત્રનું જ્ઞાન પણ આપ્યું હતું.

અહીં જાણો તે 64 કળાઓ કઈકઈ હતી જે શ્રીકૃષ્ણ માત્ર 64 દિવસમાં જ શીખી લીધી હતી…

1. નૃત્ય – નાચવું.
2. વાદ્ય- જુદાં-જુદાં વાજિંત્રો વગાડવા.
3. ગાયન વિદ્યા- ગાયકી.
4. નાટ્ય- વિવિધ પ્રકારના હાવભાવ અને અભિનય.
5. ઈન્દ્રજાળ- જાદુગરી.
6. નાટક આખ્યાયિકા વગેરેની રચવા કરવી.
7. સુગંધિત વસ્તુઓ- અત્તર, તેલ વગેરે બનાવવું.
8. ફૂલોના આભૂષણોથી શણગાર કરતાં.
9. વેતાળ વગેરેને વશમાં રાખવાની વિદ્યા.
10. બાળકોની રમત.
11. જીત પ્રાપ્ત કરાવનાર વિદ્યા.
12. મંત્રવિદ્યા
13. શકન-અપશકન જોવા, પ્રશ્નો ઉત્તરમાં શુભાશુભ કહેવાનું.
14. રત્નોને જુદાં-જુદાં પ્રકારના આકારમાં કાપવું.
15. કેટલાય પ્રકારના માતૃકા યંત્ર બનાવવા.
16. સાંકેતિક ભાષા બનાવવી.
17. જળને બાંધવું
18. શાખાઓ બનાવવી
19. ચોખા અને ફૂલોથી પૂજાના ઉપહારની રચવા કરવી (દેવપૂજન કે અન્ય શુભ અવસરો પર કેટલાય રંગબેરંગી ચોખા, જવ વગેરે વસ્તુઓ અને ફૂલોને જુદીજુદી રીતે સજાવવું)
20. ફૂલોની પથારી બનાવવી.
21. મેના- પોપટ વગેરેની બોલી બોલવી- આ કળા વડે મેના-પોપટની જેમ બોલવાનું અને તેના બોલી શીખવવામાં આવે છે.
22. વૃક્ષોની ચિકિત્સા
23. ઘેટાં-બકરાં, મરઘાં, તેતર વગેરેને લડાવવાની રીત.
24. જડમૂળથી ઉખેડી નાખવાની વિધિ
25. ઘર વગેરે બનાવવાની કારીગરી.
26. પાથરણા, ગોદડું, કાબળો વગેરે બનાવવું.
27. સુથારી કામ
28. ધાતુની પટ્ટી, નેતર કામ, બાણ વગેરે બનાવવું એટલે કે આસન, ખુરશી, પલંગ વગેરે વસ્તુ વાંસ વગેરેથી બનાવવી.
29. વિવિધ પ્રકારનું ભોજન બનાવવું એટલે કે કેટલાય પ્રકારના શાક, રસ, મીઠા પકવાન, કડી વગેરે બનાવવાની કળા.
30. હાથચાલકીનું કામ.
31. ઈચ્છિત વેશ ધારણ કરી લેવો.
32. જુદાંજુદાં પીણાં બનાવવા.
33. દ્યૂત ક્રીડા.
34. બધાં છંદોનું જ્ઞાન.
35. વસ્ત્રોને સંતાપડવા કે બદલવાની વિદ્યા.
36. દૂરના વ્યક્તિ કે વસ્તુનું આકર્ષણ.
37. કપડાં અને ઘરેણાં બનાવવા.
38. હાર, માળા વગેરે બનાવવું.
39. વિચિત્ર સિદ્ધિઓ દેખાડવી એટલે કે એવા મંત્રોનો પ્રયોગ કે પછી જડીબુટીઓને મેળવીને એવી વસ્તુ કે ઔષધિ બનાવવી જેનાથી શત્રુ શક્તિહીન થાય કે તેને નુકસાન પહોંચે.
40. કાન અને ગૂંથેલા વાળ માટે ફૂલોના ઘરેણાં બનાવવા- સ્ત્રીઓના વાળને સજાવવા માટે ઘરેણાંનું રૂપ આપીને ફૂલોને ગૂંથવા.
41. કઠપૂતળી બનાવવી, નચાવવી.
42. પ્રતિમા વગેરે બનાવવું.
43. કોયડા બનાવવા.
44. સોયનું કામ એટલે કે કાપડની સિલાઈ, રફૂ વગેરે કરવું.
45. વાળોની સફાઈનું કૌશલ્ય.
46. મુઠ્ઠીની વસ્તુ કે મનની વાત કહી દેવી.
47. કેટલાય દેશોની ભાષાનું જ્ઞાન.
48. ગૂઢ કાવ્યોને સમજી લેવું- એવા સંકેતોને લખવા અને સમજવાની કળા, જે તેને જાણનાર જ સમજી શકે છે.
49. સોના-ચાંદી વગેરે ધાતુ તથા હીરાપન્ના વગેરે રત્નોની પરીક્ષા.
50. સોના-ચાંદી વગેરે બનાવી લેવું.
51. મણીઓના રંગને ઓળખવો.
52. ખાણોની ઓળખાણ.
53. ચિત્રકારી.
54. દાંત, વસ્ત્ર અને અંગોને રંગવું.
55. શૈયા રચના.
56. મણીઓથી ઘરનો પૃષ્ઠભાગ બનાવવો એટલે કે ઘરના પૃષ્ઠભાગના કેટલાક હિસ્સામાં મોતી, રત્નોથી જડવું.
57. કૂટનીતિ.
58. ગ્રંથોને ભણવાની ચતુરાઈ.
59. નવીનવી વાતો કાઢવી.
60. સમસ્યાપૂર્તિ કરવી.
61. બધાં કોષોનું જ્ઞાન.
62. મનમાં કટક રચના કરવી એટલે કે કોઈપણ શ્લોક વગેરેમાં છૂટા પદ કે ચરણને મનમાં પૂર્ણ કરવું.
63. છળથી કામ કાઢવું.
64. કાનના પાંદડાની રચના કરવી એટલે કે શંખ, હાથીદાંત સહિત કેટલાય પ્રકારના કાનના ઘરેણાં તૈયાર કરવા.

શ્રીકૃષ્ણના કુટુંબની આ રસપ્રદ અને રહસ્યમયી વાતો, જે બધા નથી જાણતા!

શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર હતા, આ વાત આપણે બધા જાણીએ છીએ. શ્રીકૃષ્ણની કૃપાથી જ પાંડવોએ કૌરવોને હરાવ્યું અને પોતાનું ખોવાઈ ગયેલું રાજ્ય પાછું પ્રાપ્ત કર્યું. મહાભારત યુદ્ધમાં શ્રીકૃષ્ણે કઈ રીતે પોતાની યુક્તિઓથી પાંડવોને વિજય અપાવી આ વાત પમ આપણે બધા જાણીએ છીએ, પરંતુ ઓછા જ લોકો શ્રીકૃષ્ણના અંગત જીવન સાથે જોડાયેલી વાતો જાણે છે.

શ્રીમદભાગવતમાં ભગવાન શ્રીકૃષ્ણના પૂરા જીવનનું વર્ણન મળે છે. જન્માષ્ટમી (5 સપ્ટેમ્બર, શનિવાર)ના પ્રસંગે અમે તમને શ્રીમદભાગવતમાં લખેલી શ્રીકૃષ્ણ તથા બલરામના જીવનની કેટલીક રસપ્રદ વાતો બતાવવા જઈ રહ્યા છીએ, જે આ રીતે છે-

જાણો શ્રીકૃષ્ણની પુત્રીનું નામ

ભગવાન શ્રીકૃષ્ણને દરેક રાણીથી 10-10 પુત્ર ઉત્પન્ન થયા. તે બધા રૂપ, બળ વગેરે ગુણોમાં પોતાના પિતા સમાન હતા. આ રાણીઓમાં 8 પટરાણીઓ હતી. રૂક્મણિના ગર્ભથી જે પુત્ર થયો તેમના નામ- પ્રઘુમ્ન, ચારૂદેષ્ણ, સુદેષ્ણ, ચારૂદેહ, સુચારૂ, ચારૂગુપ્ત, ભદ્રચારૂ, ચારૂચંદ, વિચારૂ તથા ચારૂ હતું. આ સિવાય રૂક્મણિની એક પુત્રી પણ હતી જેનું નામ ચારૂમતી હતું. આ પટરાણીઓ સિવાય ભગવાન શ્રીકૃષ્ણની 16,108 અન્ય પણ પત્નીઓ હતી. તેમના પણ દીપ્તિમાન અને તામ્રતપ્ત વગેરે 10-10 પુત્ર હતા.

આ રીતે બન્યાં દુર્યોધન શ્રીકૃષ્ણના વેવાઈ

શ્રીમદભાગવત મુજબ, દુર્યોધનની પુત્રીનું નામ લક્ષ્મણા હતું. લગ્ન યોગ્ય થઈ જવા પર દુર્યોધને તેનું સ્વયંવર કર્યું. તે સ્વયંવરમાં ભગવાન શ્રીકૃષ્ણનો પુત્ર સામ્બ પણ ગયો. તે લક્ષ્મણાના સૌંદર્ય પર મોહિત થઈ ગયો અને સ્વયંવરથી તેનું હરણ કરી લઈ ગયો. કૌરવોએ તેનો પીછો કર્યો અને બંદી બનાવી લીધો. આ વાત જ્યારે યુદવંશીઓને જાણ થઈ તો તે કૌરવોની સાથે યુદ્ધની તૈયારી કરવા લાગ્યાં, પરંતુ શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામે તેમને રોકી દીધા અને સ્વયં કૌરવો સાથે વાત કરવા હસ્તિનાપુર આવ્યાં.

અહીં આવીને તેમણે કૌરવો સાથે સામ્બ તથા લક્ષ્મણાને દ્વારિકા મોકલવાની વાત કરી. ત્યારે કૌરવોએ તેમનું ખૂબ અપમાન કર્યું. પોતાના અપમાનથી ક્રોધિત થઈને બલરામે પોતાના હલથી હસ્તિનાપુરને ઉખાડી દીધું અને ગંગા નદીની તરફ ખેંચવા લાગ્યા. કૌરવોએ જ્યારે જોયું કે બલરામ તો હસ્તિનાપુરને ગંગામાં ડુબાવવાવાળો છે ત્યારે તેમણે સામ્બ અને લક્ષ્મણાને છોડી દીધા અને બલરામની માફી માંગી લીધી.

શા માટે હતી શ્રીકૃષ્ણની 16,108 રાણીઓ?

પ્રાગ્યજ્યોતિષપુરના રાજા ભૌમાસુર ખૂબ અત્યાચારી હતો. તેણે બળપૂર્વક રાજાઓથી 16 હજાર રાજકુમારીઓ છીનવી પોતાના મહેલમાં રાખી હતી. ભગવાન શ્રીકૃષ્ણે ભૌમાસુરનો વધ કરી તે બધીને બંધનમુક્ત કરી દીધા. જ્યારે તે રાજકુમારીઓએ ભગવાન કૃષ્ણને જોયા તો તેઓ તેમની ઉપર મોહિત થઈ ગઈ અને વિચાર કરવા લાગી કે કૃષ્ણ જ મારા પતિ હોય.

ભગવાન કૃષ્ણે તે બધાના મનના ભાવ જાણીને એક જ મુહૂર્તમાં અલગ-અલગ ભવનોમાં અલગ-અલગ રૂપ ધારણ કરી એક સાથે તે બધી રાજકુમારીઓ સાથે લગ્ન કરી લીધા.

કંસને થઈ ગયો હતો મૃત્યુનો પૂર્વાભાસ

કંસને પોતાની મૃત્યુના પૂર્વાનુમાન સંકેત સ્વપ્નના માધ્યમથી મળી ગયા ગતા. શ્રીમદભાગવત મુજબ મૃત્યુથી એક દિવસ પૂર્વ કંસે જોયું કે જળ અથવા દર્પણમાં શરીરનો પડછાયો તો દેખાઈ દેતો હતો, પરંતુ માથું નહોતું દેખાઈ ગેતું હતું. કાનમાં આંગળી નાખી સાંભળવા પર પણ પ્રાણનો ઘૂં-ઘૂં અવાજ નહોતો સંભળાતો.

કંસે સપનામાં જોયું કે તે પ્રેતોને ગળે લગાવી રહ્યો છે. ગધેડા પર ચડીને ચાલે છે અને વિષ ખાઈ રહ્યો છે. તેનું આખું શરીર તેલથી તર છે, ગળામાં જાસુદની માળા છે અને નગ્ન અવસ્થામાં ક્યાંય પણ જઈ રહ્યો છે. પુરાણોમાં આ બધા મૃત્યુના સંકેત માનવામાં આવે છે.

જાણો પૂર્વજન્મમાં કોણ હતા દેવકી-વાસુદેવ

કૃષ્ણ જન્મ પહેલા પણ ભગવાન વિષ્ણુ વાસુદેવ તથા દેવકીના પુત્ર બનીને બે વખતે જન્મ લઈ ચૂક્યાં હતા. શ્રીમદભાગવત મુજબ પ્રથમ જન્મમાં વાસુદેવનું નામ સુપતા તથા દેવકીનું નામ પૃશ્નિ હતું. તે જન્મમાં સુપતા અને પૃશ્નિને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ઘોર તપસ્યા કરી હતી. ભગવાન વિષ્ણુએ પ્રગટ થીને તેમને વરદાન માંગવા માટે કહ્યું. ત્યારે સુપતા અને પૃશ્નિએ કહ્યું કે અમને તમારા સમાન પુત્ર પ્રાપ્ત થાય. ભગવાન વિષ્ણુએ તેમને વરદાન આપી દીધો.

સમય આવવા પર ભગવાન વિષ્ણુએ પૃશ્નિના ગર્ભથી જન્મ લીધો. પૃશ્નિના ગર્ભથી ઉત્પન્ન થવાને લીધે તેમનું નામ પૃશ્નિગર્ભ પ્રસિદ્ધ થયું. બીજા જન્મમાં વાસુદેવ ઋષિ કશ્યપ તથા દેવકીએ અદિતિના રૂપમાં જન્મ લીધો. આ જન્મમાં ભગવાન વિષ્ણુ વામન રૂપમાં તેમના પુત્ર બન્યાં. તેના પછી શ્રીકૃષ્ણ બનીને વાસુદેવ તથા દેવકીને સંતાન સુખ પ્રદાન કર્યું.

પહેલા જેને બચાવ્યો પછી તેનો જ વધ કરી દીધો બલરામે

જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે રૂક્મણિનું હરણ કર્યું ત્યારે રૂક્મણિનો ભાઈ રૂક્મી તેમને રોકવા આવ્યો. રૂક્મી અને કૃષ્ણ વચ્ચે યુદ્ધ થયું. અંતમાં કૃષ્ણે રૂક્મીને હરાવી દીધો. કૃષ્ણ તેનો વધ કરવા ઈચ્છતા ગતા, પરંતુ બલરામે તેમને રોકી દીધા. ત્યારે કૃષ્ણે રૂક્મીના દાડી-મૂંછ તથા માથાના વાળને કેટલીય જગ્યાઓથી મૂંડાવી તેને કદરૂપો બનાવીને છોડી દીધો.

રૂક્મીની પુત્રી રૂક્મવતીના લગ્ન કૃષ્ણના પુત્ર પ્રઘુમ્ન સાથે થયા હતા. તેના પછી રૂક્મીએ પોતાની બહેન રૂક્મઇને પ્રસન્ન કરવા માટે પોતાની પૈત્રી રોચનાના લગ્ન કૃષ્ણના પૌત્ર અનિરૂદ્ધ સાથે કરી દીધા, પરંતુ મનમાંને મનમાં તે કૃષ્ણ સાથે શત્રુતા રાખતો હતો. અનિરૂદ્ધ-રોચનાના લગ્નમાં રૂક્મીએ બલરામને ચૌસર રમવા માટે આમંત્રણ આપ્યું. હારી ગયા પછી પણ રૂક્મી કહેવા લાગ્યો કે હું જીતી ગયો. એવું કહેતા તે બલરામજીની હંસી ઉડાવવા લાગ્યો. ત્યારે બલરામજીને ખૂબ ગુસ્સો આવ્યો અને તેમણે રૂક્મીનો વધ કરી નાખ્યો.

બલરામે કર્યો હતો આ અપરાધ

જે સમયે કૌરવ તથા પાંડવોની વચ્ચે યુદ્ધ થી રહ્યું હતું, તે સમયે કૃષ્ણના મોટા ભાઈ બલરામ તીર્થયાત્રા કરી રહ્યા હતા. યાત્રા દરમિયાન તો નેમિષારણ્ય પહોંચ્યાં. ત્યાં તે સમયે મોટા ઋષિ ઉપસ્થિત થઈને સત્સંગ કરી રહ્યા હતા. બલરામજીને આવતા જોઈ બધાએ તેમનું સ્વાગત અને પૂજન કર્યું. ત્યારે બલરામે જોયું કે મહર્ષિ વેદવ્યાસના શિષ્ય રોમહર્ષણ સૂત જાતિમાં ઉત્પન્ન હોવા પર પણ શ્રેષ્ઠ બ્રાહ્મણો કરતા ઉચ્ચ સ્થાન પર બેઠાં છે અને તેમણે સ્વાગત તથા પ્રણામ પણ ન કર્યું.

આ જોઈ બલરામજીને ખૂબ ક્રોધ આવ્યો અને તેમણે પોતાના હાથમાં સ્થિત કુશ (એક પ્રકારની ઘાસ)ની નોકથી તેમની ઉપર પ્રહાર કર્યો, જેનાથી તેમની મૃત્યુ થઈ ગઈ. તેના પછી બ્રાહ્મણોએ બલરામજીને બતાવ્યું કે તેમને જ રોમહર્ષણને ઉચ્ચ સન અને જ્યાં સુધી આ સત્સંગ ખતમ ન થાય, ત્યાં સુધી શઆરીરિક કષ્ટ રહિત ઉઁમર આપી હતી. ઋષિઓની વાત સાંભળી બલરામજીએ કહ્યું કે આત્મા જ પુત્રના રૂપમાં ઉત્પન્ન થાય છે એટલે રોમહર્ષમના સ્થાન પર તેમનો પુત્ર તમને લોકોને પુરાણોની કથા સંભળાવશે. તેને હું પોતાની શક્તિથી દીર્ધાયુ અને બળ પ્રદાન કરું છું.

જાણો ક્યા પુરાણમાં કેટલા શ્લોક છે

શ્રીમદભાગવત મુજબ બ્રહ્મપુરાણમાં શ્લોકોની સંખ્યા 10 હજાર છે. તો પહ્મપુરાણમાં 55 હજાર શ્લોક, વિષ્ણુ પુરાણમાં 23 હજાર શ્લોક અને શિવપુરાણમાં 24 હજાર શ્લોક છે. શ્રીમદભાગવતમાં 18 હજાર શ્લોક છે, નારદપુરાણમાં 25 હજાર, માર્કેન્ડેય પુરાણમાં 9 હજાર તથા અગ્નિપુરાણમાં 15,400 શ્લોક છે. ભવિષ્યપુરાણમાં શ્લોકોની સંખ્યા 14,500 છે.

બ્રહ્મવૈવર્ત પુરાણમાં શ્લોકોની સંખ્યા 18 હજાર તથા લિંગપુરાણમાં 11 હજાર શ્લોક છે. વરાહપુરાણમાં 24 હજાર, સ્કંદપુરાણમાં 81 હજાર 100 શ્લોક અને વામનપુરાણમાં 10 હજાર શ્લોક છે. કૂર્મપુરાણમાં 17 હજાર શ્લોક અને મત્સ્યપુરાણમાં 14 હજાર શ્લોક છે. ગરૂડપુરાણમાં 19 હજાર શ્લોક છે અને બ્રહ્માંડપુરાણમાં 12 હજાર શ્લોક છે.

આ રીતે બધા પુરાણોમાં શ્લોકોની સંખ્યા કુલ મળાવીને 4 લાખ છે.

જન્માષ્ટમી SPL: સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ 14માંથી કોઈ પણ 1 ઉપાય

શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર છે. જ્યોતિષ મુજબ જો આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવા માટે વિશેષ ઉપાય કરવામાં આવે તો માતા લક્ષ્મી પણ પ્રસન્ન થઈ જાય છે અને ભક્તો પર કૃપા વરસાવે છે. આ ઉપાય કરવાથી મનોકામના પૂર્તિ તથા ધન પ્રાપ્તિના યોગ પણ બની શકે છે. તંત્રશાસ્ત્ર મુજબ કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવા અથવા મનોકામના પૂર્ણ કરવા માટે ચાર રાતો સર્વશ્રેષ્ઠ છે. તેમાંથી એક છે જન્માષ્ટમી. તંત્રશાસ્ત્ર મુજબ જન્માષ્ટમીને મોહરાત્રિ પણ કહેવામાં આવે છે. જન્માષ્ટમી પર તમે આ ઉપાય કરી શકો છો…

1. આવક ન વધી રહી હોય હોય અથવા નોકરીમાં પ્રમોશન ન મળી રહ્યું હોય તો જન્માષ્ટમી પર 7 કન્યાઓને ઘરે બોલાવી ખીર અથવા સફેદ મીઠાઈ ખવડાવો. તેના પછી સતત પાંચ શુક્રવાર સુધી સાત કન્યાઓને ખીર વહેંચો.

2. જન્માષ્ટમીથી શરૂ કરી 27 દિવસ સુધી સતત નારિયેળ તથા બદામ કોઈ કૃષ્ણ મંદિરમાં ચડાવો અને બધી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે.

3. જો પૈસાની સમસ્યા ચાલી રહી હોય તો જન્માષ્ટમી પર સવારે સ્નાન વગેરે કર્યા પછી રાધા-કૃષ્ણના મંદિરે જઈને દર્શન કરો તથા પીળા ફૂલની માળા અર્પણ કરો. તેનાથી તમારી પરેશાની ઓછી થઈ શકે છે.

janmashtami
4. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
5. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
5. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
6. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
6. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
7. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
7. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
7. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
7. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
8. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
8. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
9. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
9. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
10. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
10. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
11. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
11. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
12. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
12. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
13. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય
13. સુખ-સમૃદ્ધિ મેળવવા કરો આ ઍક ઉપાય

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ખાસ…આ છે શિવને પ્રસન્ન કરવાની સૌથી સરળ વિધિ અને પંચોપચારની પૂજા…!!!
જાણો…ગ્રહદોષથી મુક્તિ મેળવવી હોય તો આજથી જ શરૂ કરો, શિવના આ રાશિઉપાય..!!
જાણો…અમાસ ના દિવસે, લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ચમત્કારિક ઉપાય…!!

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s