સરળ ટીપ્સ: ધનવાન બનવાની સૌથી સરળ રીત, જેને અપનાવવાથી થશે ફાયદો…!!

pagar2

ધનવાન બનવા માટે જરૂરી નથી કે તમારો પગાર ઘણો વધારે હોય કે પછી બિઝનેસમાં હંમેશા નફો થતો હોય. ઓછો પગાર અને થોડા નફામાંથી પણ બચત કરીને ધનવાન બની શકાય છે. આ માટે રોકાણ યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે કરવામાં આવે તે જરૂરી છે. ઘણીવાર પૈસા હોવા છતાં આપણે એ નક્કી કરી શકતા નથી કે તેનું ક્યાં અને કેવી રીતે રોકાણ કરવું જોઈએ. જો યોગ્ય દિશા મળે તો શરૂઆત નાની બચતથી કરીને મોટું ભંડોળ એકઠું કરી શકાય છે. રોકાણની નાની અને સરળ રીત જેના દ્વારા તમે બચત કરશો તો ધનવાન થશો.

પહેલાં સમજો પછી કરો રોકાણ:

રોકાણના વિકલ્પની પસંદગી હંમેશા તમારી જરૂરિયાત મુજબ કરો. માસિક ખર્ચ, ઉંમર, પગાર, રિસ્ક પ્રોફાઈલ અને ઈન્વેસ્ટમેન્ટના પ્લાનને જાણ્યા-સમજ્યાં બાદ જ રોકાણ કરો. તમે કેટલાં રોકાણની આશા રાખી રહ્યા છો તે સૌથી જરૂરી છે. આ સમજ્યા બાદ લાંબાગાળા કે ટૂંકાગાળા માટે રોકાણ કરવું તે નક્કી કરો.

કેટલી હોવી જોઈએ બચત:

જો તમે દર મહિને 3200 રૂપિયાની બચત કરો છો અને તેના પર તમને 10 ટકા વળતર મળે છે તો 30 વર્ષ બાદ તમારી પાસે આશરે 72,94,000 રૂપિયા થઈ જશે.

અલગ સેવિંગ એકાઉન્ટ:

બચતની રકમને સેલેરી એકાઉન્ટમાં રાખવાના બદલ બીજા સેવિંગ એકાઉન્ટમાં રાખો. આ રૂપિયાને અલ અલગ જગ્યાએ રોકાણ કરો. ઉપરાંત સ્ટોક માર્કેટ, મ્યુચ્યુઅલ ફન્ડ, પીપીએફ, ઈન્શ્યોરન્સ અને એલઆઈસી સારું રિટર્ન આપતાં વિકલ્પ છે.

સ્ટોક માર્કેટ:

સ્ટોક માર્કેટમાં રોકાણ હાઈ રિસ્ક અને હાઈ રિટર્નવાળો વિકલ્પ છે. જોકે સ્ટોક બજારમાં ઘણી કંપનીઓ એવી છે જે ઈન્વેસ્ટમેન્ટ માટે સુરક્ષિત માનવામાં આવે છે. જેમકે બેન્કિંગ પાવર, આઈટી, ઓટો સેકટર વગેરે. બેન્કિંગમાં એસબીઆઈ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, આઈડીબીઆઈ વગેરેના જૂના રેકોર્ડ જોતાં ભરોસાપાત્ર સ્ટોક્સ ગણવામાં આવે છે. પાવર સેક્ટરમાં એનટીપીસી, આઈટીમાં ઈન્ફોસિસ, વિપ્રો, ટીસીએસ, મેટલમાં હિંડાલ્ડો, ટાટા સ્ટીલ, ટિસ્કો, ઓટો સેક્ટરમાં મારુતિ, ટેક્સટાઈલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વગેરે શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે.

સોનામાં રોકાણ:

ગોલ્ડ, સિલ્વર વગેરે રોકાણના હિસાબે શ્રેષ્ઠ સાબિત થાય છે. જોકે કેટલાંક સમયથી તેમાં સારું વળતર નથી મળી રહ્યું. માર્કેટ એક્સપર્ટ્સ લોન્ગ ટર્મના હિસાબે તેને સારો વિકલ્પ માને છે. તેમાં બચતના 15થી 35 ટકા ઈન્વેસ્ટ કરશો તો વધારે સારું રહેશે.

મ્યુચ્યુઅલ ફન્ડ:

આ એક સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ વિકલ્પ છે. તેમાં ઈન્વેસ્ટર પૈસા સીધા જ ન રોકતાં ફન્ડ મેનેજરના માધ્યમથી રોકે છે. તેમાં તમે દર મહિને તમારી બચતના પ્રમાણમાં રોકાણ કરી શકો છે. દર વર્ષે 12થી 15 ટકા સુધી રિટર્ન મળી શકે છે. આ સ્ટોક માર્કેટ પર નિર્ભર હોવાથી તેમાં થોડું રિસ્ક રહે છે.

આરડી અને એફડી:

આરડી એકાઉન્ટમાં પણ રોકાણ કરી શકાય છે. રિકરિંગ ડિપોઝિટ (આરડી)માં પણ સારું વળતર મળે છે. આ ઉપરાંત ફ્કિસ ડિપોઝિટ (એફડી) પણ સારો વિકલ્પ છે. તમામ બચત એફડીમાં ન રોકવી જોઈએ. કારણકે અચાનક જરૂર પડવા પર જો તમે એફડી તોડો તો તમને ઓછું વ્યાજ મળે છે. ક્યારેક બેન્ક પેનલ્ટી પણ લગાવે છે.

પીપીએફ:

તમે પગારદાર હો કે બિઝનેસમેન, બચતનો આશરે 25 ટકા હિસ્સો લોન્ગ ટર્મમાં ઈન્વેસ્ટ કરવો જોઈએ. લાંબાગાળામાં ઈન્વેસ્ટમેન્ટ પીપીએફ, પીએફ અને લાઈફ ઈન્શ્યોરન્સ સારો વિકલ્પ છે. પીપીએફ અને પીએફ યોજનાઓ વર્તમાન સમયમાં 8.75 ટકા વાર્ષિક રિટર્ન મળી રહ્યું છે.

એલઆઈસી:

એલઆઈસીમાં ઘણી સ્કીમ છે. તેમાં બીમારી, એક્સિડન્ટ, લોન સુવિધા કવર થવાની સાથે સાથે મેચ્યોરિટીમાં મોટી રકમ મળી જાય છે. એલઆઈસીમાં 5 ટકાથી 7 ટકા વળતર મળે છે. તેનાથી તમે સ્વયં અને પરિવાર સુરક્ષિત રહે છે. ફેમિલી પર બોજ નથી પડતો. બાળકોનું શિક્ષણ, લગ્ન જેવા કામ પર ભંડોળ મળી રહે છે.

પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટમેન્ટ:

રિયલ એસ્ટેટ સારો વિકલ્પ છે, પરંતુ તેમાં ઈન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં વર્તમાન હાલત જોઈ લેવી જોઈએ. રિયલ એસ્ટેટમાં રોકાણ કરતી વખતે પ્રોપર્ટીનો ભાવ વધારે ન હોય તે ખાસ જોવું જોઈએ, ક્યારેક માર્કેટમાં ઘટાડાથી વધારે નુકસાનની સંભાવના રહે છે. આ ઉપરાંત જો તમે ઈક્વિટીમાં રૂપિયા રોક્યા હોય અને તે 2-3 વર્ષમાં સારુ વળતર આપે તો આ રૂપિયાને રિયલ એસ્ટેટમાં શિફ્ટી કરી દેવા પણ સમજદારીભર્યો નિર્ણય હોઈ શકે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

નવા બિઝનેસની શરૂઆત માટે બેન્ક પાસેથી આ રીતે લો લોન, જાણો આખી પ્રક્રિયા…!!
જાણો અજાણી વાતો…ખાતુ બંધ કરતી વખતે પણ વસૂલાય છે ચાર્જ, બેન્ક નથી જણાવતી આ ૮ વાતો…!!!
જાણો…આ રીતે ઉપાડી શકો છો PFના રૂપિયા, 58 વર્ષ સુધી રાહ નહીં જોવી પડે…!!
જાણી જ લો…ખોવાઇ જાય બેન્ક પાસબુક કે પ્રોપર્ટી પેપર, આ છે પાછા મેળવવાના રસ્તા…!!
જાણી જ લો…વિદેશમાં તમારો PASSPORT ખોવાઈ જાય તો આ ટિપ્સ કરશે તમારી મદદ…!!!
નિવૃતિ માટે કરો NPSમાં રોકાણ, મળશે ઇપીએફ કરતાં વધુ રિટર્ન…!!!
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, તો શું કરશો..?
બદલાઈ ગઈ 100 રૂપિયાની નોટ, હવે આ રીતે ઓળખો અસલી-નકલી નોટને
કરો શેરબજાર માં કમાણી…મેળવો વધારાની આવક શેરબજારમાંથી…આ છે 4 સરળ સ્ટેપ્સ
100 વર્ષ જૂનો નિયમ બદલાયો, હવે આ રીતે નક્કી થશે સોનાની કિંમત
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
વિજ્ઞાન ના અવનવા આશ્ચર્યજનક તથ્યો…!!
તમારૂ મગજ માની ના શકે તેવા કલ્પનાતીત તથ્યો…!!!
WHATSAPP યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s