ખાસ લેખ : ખૂબ ઓછા લોકોને ખબર છે હનુમાન ચાલીસાની સદીઓ જૂની આ વાત..!!

hanumandada13

આજના સમયમાં હનુમાનજીની ભક્તિ બધી ઈચ્છાને પૂરી કરનારી માનવામાં આવે છે. હનુમાનજીને મનાવવા માટે આજે હનુમાન ચાલીસાનો પાઠ સૌથી સરળ ઉપાય છે. હનુમાન ચાલીસાની રચના ગોસ્વામી તુલસીદાસજીએ સેકંડોવર્ષ પહેલાં કરી હતી અને આજે પણ તે સૌથી લોકપ્રિય સ્તુતિ છે. આજે તુલસીદાસ જયંતી છે તે નિમિત્તે જાણો હનુમાન ચાલીસાના સર્જકની સદીઓ જૂની ખાસ વાતો.

હનુમાન સૌથી લોકલાડીલા અને સૌથી ઝડપથી ઈચ્છાઓ પૂરી કરતા ભગવાન માનવામાં આવે છે. તેમને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો તે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. જેમાં તેમના સમગ્ર જીવન અને તેમના કર્મો વિશે લખવામાં આવ્યું છે. આ પવિત્ર હનુમાન ચાલીસાના પાઠનું સર્જન કરનાર તુલસીદાસજીને આપણે કેવી રીતે ભૂલી શકીએ. હનુમાન જયંતિ આવી રહી છે ત્યારે તેમના પરમ ભક્ત તુલસીદાસ વિશે સંપૂર્ણ માહિતી મેળવો. શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની સપ્તમી તિથિએ ગોસ્વામી તુલસીદાસજીનો જન્મ થયો હતો. એવું માનવામાં આવે છે કે હનુમાનજી અને શ્રીરામના સાક્ષાત રૂપમાં તુલસીદાસજીને દર્શન આપતા હતા. આજે જાણો તુલસીદાસજી અને હનુમાનજી સાથે જોડાયેલ ખાસ વાતો, જે મોટાભાગના લોકો નથી જાણતા….

એવી સમસ્યા જેનો કોઇ તોડ ન હોય, તો કરો હનુમાન પૂજા, દરેક સંકટો દૂર કરશે હનુમાનજી…!!

ગોસ્વામી તુલસીદાસે બહુચર્ચિત અને પ્રસિદ્ધ શ્રીરામચરિતમાનસની રચના કરી. શ્રીરામચરિત માનસની રચના સેકંડો વર્ષો પહેલા કરવામાં આવી હતી અને આજે પણ તે સૌથી વધુ વેચાતો ગ્રંથ છે. વાલ્મિકી દ્વારા રચિત રામાયણનું સરળ રૂપ શ્રીરામચરિતમાનસ છે. આ ગ્રંથ સરળ હોવાને લીધે જ આજે પણ સૌથી વધુ પ્રસિદ્ધ છે. હનુમાન ચાલીસાની રચના પણ તુલસીદાસજીએ જ કરી છે. અહીં વાંચો ક્યારે, કેવી રીતે અને ક્યાં તુલસીદાસે શ્રીરામચરિત માનસની રચના કરી અને હનુમાનજી સાથે કંઈ રીતે તેમની મુલાકાત થઈ, કેવી રીતે તુલસીદાસ પોતાના પત્નીને કારણે શ્રીરામના અનન્ય ભક્ત બની ગયા.

-ઉત્તરપ્રદેશના ચિત્રકૂટ જિલ્લાથી થોડે જ દૂર રાજાપુર નામનું એક ગામ છે. આ ગામમાં સંવત 1554ની આસપાસ ગોસ્વામી તુલસીદાસનો જન્મ થયો. તુલસીદાસના પિતા આત્મરામ દુબે અને માતાનું નામ હુલસી હતું. તુલસીદાસનો જન્મ શ્રાવણ મહિનાની શુક્લપક્ષની સપ્તમી તિથિના દિવસે થયો હતો.

-એવી માન્યતા છે કે તુલસીદાસના જન્મના સમયે પૂરાં બાર મહિના સુધી માતાના ગર્ભમાં રહેવાને લીધે ઘણા તંદુરસ્ત હતા અને તેમના મુખમાં દાંત પણ જોવા મળી રહ્યા હતા.

-સામાન્ય રીતે જન્મ પછી બધા બાળકો રોતા હોય છે પરંતુ આ બાળકે પહેલો શબ્દ બોલ્યો તે હતો રામ. આને લીધે જ તુલસીદાસનું શરૂઆતનું નામ રામબોલા પડ્યું હતું.

-માતા હુલસી તુલસીદાસજીને જન્મ આપીને બીજા દિવસે જ મૃત્યુ પામી હતી. ત્યારે પિતા આત્મારામે નવજાત શિશુ રામબોલાને એક દાસીને સોપી દીધો અને પોતે વિરક્ત થઈ ગયા. જ્યારે રામબોલા સાડા પાંચ વર્ષનો થયો તો તે દાસી પણ જીવતી ન રહી. હવે રામબોલા કોઈ અનાથ બાળકની જેમ ગલીએ-ગલીએ ભટકવા વિવશ બની ગયો.

-આ પ્રકારે ભટકતા ભટકતા એક દિવસે નરહરિ બાબા સાથે રામબોલાની મુલાકાત થઈ. નરહરિ બાબા તે સમયે પ્રસિદ્ધ સંત હતા. તેમને રામબોલાનું નામ તુલસીદાસ રાખ્યું. ત્યારબાદ તેઓ તુલસીરામે અયોધ્યા, ઉત્તર પ્રદેશ લઈ આવ્યા અને ત્યાં તેમનો યજ્ઞપવિત સંસસ્કાર કરવામાં આવ્યો.

-તુલસીરામે સંસ્કારના સમયે વગર શિખવ્યે જ ગાયત્રીમંત્રનું સ્પષ્ટ ઉચ્ચારણ કર્યું, જેને જોઈને બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારબાર નરહરિ બાબાએ વૈષ્ણવોના પાંચ સંસ્કાર કરીને બાળકને રામ મંત્રની દિક્ષા આપી અને અયોધ્યામાં જ રહીને તેનું વિદ્યાધ્યયન કરાવ્યું. તુલસીરામની બુદ્ધિ ખૂબ જ તેજ હતી. તે એક વખતમાં જ ગુરુ-મુખેથી જે સાંભળી લેતા તે તરત યાદ રહી જતું. ત્યાંથી થોડા સમય પછી ગુરુ-શિષ્ય બંને શૂકરક્ષેત્ર(સોરો) પહોંચ્યા. ત્યાં નરહરિ બાબાએ તુલસીરામને રામકથા સંભળાવી પરંતુ બાળક રામકથા રામકથા સારી રીતે ન સમજી શક્યા.

-તુલસીરામના લગ્ન રત્નાવલી નામની ખૂબ જ સુંદર કન્યા સાથે થયા હતા. લગ્ન સમયે તુલસીરામની ઉંમર 29 વર્ષ હતી. લગ્ન પછી તરત જ તુલસીરામ ગોના(આણુ) કર્યા વગર કાશી ચાલ્યા આવ્યા અને અધ્યયનમાં જોડાઈ ગયા. આ પ્રકારે એક દિવસ તેમને પોતાની પત્ની રત્નવલીની યાદ આવી અને તેઓ તેને મળવા માટે વ્યાકૂળ થઈ ગયા. ત્યારે તેઓ પોતાના ગુરુજીની આજ્ઞા લઈને પત્ની રત્નાવલીને મળવા પહોંચ્યા.

-રત્નાવલી પીયરમાં હતી અને જ્યારે તુલસીરામ તેમના ઘરે પહોંચ્યા ત્યારે યમુના નદીમાં ભયંકર પુર આવ્યું હતું અને તેઓ નદીમાં તરીને રત્નાવલીના ઘરે પહોંચ્યા. તે સમયે ભયંકર અંધારું છવાયેલું હતું. જ્યારે તુલસીરામ પત્નીના શયનખંડનમાં પહોંચ્યા ત્યારે રત્નાવલી તેમને જોઈને આશ્ચર્યચિકત થઈ ગઈ. લોક-લજ્જાની ચિંતાથી તેણે તુલસીરામને પાછા જોવાનું કહ્યું.

-જ્યારે તુલસીરામ પાછા જવા તૈયાર ન થયા ત્યારે રત્નાવલીએ તેમને એક દોહો સંભળાવ્યો, તે દોહો આ પ્રકારે છે…

अस्थि चर्म मय देह यह, ता सों ऐसी प्रीति!
नेकु जो होती राम से, तो काहे भव-भीत?

આ દોહો સાંભળતા જ તુલસીરામ તે સમયે જ રત્નાવલીને પિતાના ઘરે જ છોડીને પાછા પોતાના ગામ રાજાપુરમાં આવી ગયા. જ્યારે તેઓ રાજાપુરમાં પોતાના ઘરે પહોંચ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમના પિતા નથી રહ્યા. ત્યારે તેમને પિતાના અંતિમ સંસ્કાર કર્યા અને તે ગામમાં લોકોને શ્રીરામ કથા સંભળાવવા લાગ્યા.

-સમય આ જ રીતે પસાર થવા લાગ્યો. થોડો સમય રાજાપુરમાં રહ્યા પછી તેઓ ફરીથી કાશી પાછા આવ્યા અને ત્યાં રામ-કથા સંભળાવવા લાગ્યા. આ દરમિયાન તુલસીરામે એક દિવસ મનુષ્યના વેશમાં એક પ્રેત મળ્યો, જેને તેમને હનુમાનજીની જગ્યા બતાવી. હનુમાનજી સાથે મળીને તુલસીરામે તેમને શ્રીરામના દર્શન કરાવવાની પ્રાર્થના કરી. ત્યારે હનુમાનજીને કહ્યું કે ચિત્રકૂટમાં રઘુનાથજી દર્શન થશે. ત્યારબાદ તુલસીદાસ ચિત્રકૂટ તરફ ચાલી નિકળ્યા.

-ચિત્રકૂટ પહોંચીને તેમને રામઘાટ ઉપર પોતાનું આસન જમાવ્યું. એક દિવસ પ્રદક્ષિણા કરીને નિકળ્યા જ હતા કે તેમને જોયું કે બે ખૂબ જ સુંદર રાજકુમારો ઘોડા ઉપર સવાર થઈને ધનુષ-બાણ લઈને જઈ રહ્યા છે. તુલસસીદાસ તેમને જોઈને આકર્ષિત થઈ ગયા, પરંતુ તેઓ ઓળખી ન શક્યા કે તેઓ જ શ્રીરામ અને લક્ષ્મણ છે.

-ત્યારબાદ હનુમાનજીએ આવીને બતાવ્યું કે ત્યારે તુલસીદાસજીએ પશ્ચાતાપ થયો. ત્યારે હનુમાનજીએ તેમને સાંત્વના આપી અને કહ્યું કે સવારના સમયે ફરીથી શ્રીરામના દર્શન કરી શકશે.

-ત્યારબાદ આગળના દિવસે સવાર-સવારમાં શ્રીરામ ફરીથી પ્રગટ થયા. ત્યારબાદ તેઓ એક બાળકના રૂપમાં તુલસીદાસની સમક્ષ આવ્યા. શ્રીરામે બાળક રૂપમાં તુલસીદાસજીને કહ્યું કે, તેમને ચંદન જોઈએ. આ બધુ હનુમાનજી જોઈ રહ્યા હતા અને તેમને વિચાર્યું કે તુલસીદાસ આ વખતે શ્રીરામને ઓળખી નથી શક્યા. ત્યારે બજરંગબલીએ એક દોહો કહ્યો…

चित्रकूट के घाट पर, भइ सन्तन की भीर।
तुलसीदास चन्दन घिसें, तिलक देत रघुबीर॥

-આ સાંભળીને તુલસીદાસજી શ્રીરામજીના અદ્ભૂત દર્શન કર્યા. શ્રીરામના દર્શન કરીને તુલસીદાસજી સુધ-બુધ ખોઈ બેઠા. ત્યારે ભગવાન રામે પોતે જ પોતાના હાથથી ચંદન લઈને પોતાના મસ્તક ઉપર તથા તુલસીદાસજીના મસ્તક ઉપર લગાવ્યું અને અન્તર્ધ્યાન થઈ ગયા.

-સંવત 1628માં તુલસીદાસ હનુમાનજીની આજ્ઞા લઈને અયોધ્યા તરફ ચાલી નિકળ્યા. રસ્તામાં તે સમયે પ્રયાસમાં માઘનો મેળો લાગેલો હતો. તુલસીદાસજી થોડા દિવસ માટે ત્યાં રોકાયા. મેળામાં એક દિવસ તુલસીદાસજીએ કોઈ વટવૃક્ષની નીચે ભારદ્વાજ અને યાજ્ઞવલ્ક્ય મુનિના દર્શન થયા. ત્યાં પણ એ જ કથા થઈ રહી હતી જે તમને સૂકરક્ષેત્રમાં પોતાના ગુરુ દ્વારા સાંભળી હતી.
-મેળો સમાપ્ત થતા જ તુલસીદાસ પ્રયાસથી ફરી કાશી આવી ગયા અને ત્યાં એક બ્રાહ્મણના ઘરે નિવાસ કરવા લાગ્યા. ત્યાં રહીને તેમની અંદર કવિત્વ શક્તિ જાગૃત થઈ. હવે તેઓ સંસ્કૃતમાં પદ્ય-રચના કરવા લાગ્યા. તુલસીદાસ દિવસમાં તેઓ જેટલા પદ રચતા, રાત્રે તેઓ બધુ જ ભૂલી જતા. આ ઘટના રોજ થતી હતી. ત્યારે એક દિવસ ભગવાન શંકરે તુલસીદાસજીના સપનામાં આવીને આદેશ આપ્યો કે તમે પોતાની ભાષામાં જ કાવ્ય રચના કરો.

-ઊંઘમાંથી જાગીને તુલસીદાસજીએ જોયું કે તે સમયે ભગવાન શિવ અને પાર્વતી તેમની સામે જ પ્રગટ થયા છે. પ્રસન્ન થઈને શિવજીને કહ્યું – તમે અયોધ્યા જઈને રહો અને હિંદીમાં કાવ્ય રચના કરો. મારા આશીર્વાદથી તમારી કવિતાઓ સામવેદ સમાન થઈ જશે.

-ત્રેતાયુગમાં રામ જન્મ થયો હતો. એ દિવસે સવારના સમયે તુલસીદાસજીએ શ્રીરામચરિત માનસની રચનાની શરૂઆત કરી. બે વર્ષ, સાત મહિના અને છવ્વીસ દિવસમાં આ અદભૂત ગ્રંથની રચના થઈ. 1633 માર્ગશીર્ષ શુક્લપક્ષમાં રામ-વિવાહના દિવસે સાત કાંડ પૂર્ણ થયા.

જિંંદગીની દરેક પળ સુખી બનાવવા, રોજ સૂતા પહેલાં કરો હનુમાનનો આ ઉપાય:

જે લોકોના જીવનમાં પરેશાનીઓ અને નિરાશાનો સમય ચાલી રહ્યો હોય તેમની માટે અહીં બતાવેલ ખાસ ઉપાય કરવા જોઈએ. તેની સાથે જ જે લોકો પૂરી રીતે સુખી અને ધનવાન છે તેઓ પણ આ ઉપાય કરી શકે છે. જેના લીધે તેમના જીવનમાં દુઃખ ન આવે. આ ઉપાય હનુમાન ચાલીસા સંબંધિત છે અને તેને સ્ત્રી કે પુરુષ, બાળકો કે વડીલો બધા આસાનીથી કરી શકે છે. આ ઉપાય તમારે સૂતા પહેલાં કરવાના છે.

હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવાનો સૌથી સરળ અને ચમત્કારી ઉપાય છે હનુમાન ચાલીસાનો પાઠ. હનુમાન ચાલીસા ખૂબ જ સરળ અને મનને શાંતિ પ્રદાન કરનારી છે. જે લોકો ધનના અભાવથી ગ્રસ્ત છે કે ઘર-પરિવારમાં પરેશાનીઓ ચાલીરહી છે કે ઓફિસમાં બોસ અને સહયોગીઓ સાથે સંબંધો બગડેલા છે કે સમાજમાં સન્માન નથી મળી રહ્યું કે સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ હોય તો તેને દૂર કરવા માટે હનુમાન ચાલીસાનો આ ઉપાય શ્રેષ્ઠ રસ્તો છે.

જે લોકો મસ્તિષ્ક સાથે સંબંધિત કામમાં લાગેલા રહે છે અને માનસિક તણાવનો સામનો કરે છે કે જેમનું મગજ અન્ય લોકોની સરખામણીમાં તેજ નથી તો તેમને રોજ રાત્રે સૂતા પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार।
बल बुद्धि विद्या देहु मोहि हरेहू कलेश विकार।

આ પંક્તિમાં હુનુમાનને એ પ્રાર્થના કરવામાં આવી છે કે હે પ્રભુ હું પોતાને બુદ્ધિહીન માનીને તમારું ધ્યાન કરું છું. કૃપા કરો અને મને શક્તિ, બુદ્ધિ, વિદ્યા આપો. મારા બધા કષ્ટ-કલેશ દૂર કરો.

-તમે ઈચ્છો તો સૂતા પહેલા હનુમાન ચાલીસા સાંભળી પણ શકો છો કે જાપ પણ કરી શકો છો. હનુમાન ચાલીસા સાંભળવા માટે આજકાલ અનેક પ્રકારના સહજ માધ્યમો ઉપલબ્ધ છે જેમ કે મોબાઈલમાં હનુમાન ચાલીસાની ઓડિયો ફાઈલ સેવ કરી શકાય છે. જ્યારે તમારું મન હોય ત્યારે તમે આસાનીથી મોબાઈલની મદદથી હનુમાન ચાલીસા સાંભળી શકો છો.

જે લોકોને ખરાબ સપના આવતા હોય, ઊંઘમાં ડરી જતા હોય તેમને સૂતા પહેલા આ પંક્તિઓનો જાપ કરવો જોઈએ.

भूत-पिशाच निकट नहीं आवे।
महाबीर जब नाम सुनावे।

આ પંક્તિના માધ્યમથી ભક્ત દ્વારા હનુમાન સાથે ભૂત-પિશાચ વગેરેના ડરથી મુક્તિ અપાવવાની પ્રાર્થના કરવામાં આવે છે.

સૂતા પહેલાં જે પણ વ્યક્તિ આ પંક્તિનો જાપ કરે છે તેનાથી કોઈ ખરાબ સપના નથી આવતા કે કોઈ ભય નથી સતાવતો.

જો કોઈ વ્યક્તિ ભયંકર બીમારીથી ગ્રસ્ત હોય તો તેને સૂતા પહેલા આ પંક્તિનો જાપ કરવો જોઈએ.

नासे रोग हरे सब पीरा।
जो सुमिरे हनुमंत बलबीरा।।

આ પંક્તિથી આપણે બજરંગ બલી સામે બધા પ્રકારના રોગો અને પીડાઓથી મુક્તિ માટે પ્રાર્થના કરીએ છીએ. જે પણ બીમાર વ્યક્તિ આ પંક્તિઓનો જાપ કરીને સૂવે છે તેની બીમારી ઝડપથી સારી થવા લાગે છે.

જો કોઈ વ્યક્તિ સર્વગુણ સંપન્ન બનવા માગે છે અને ઘર-પરિવાર, સમાજમાં વર્ચસ્વ બનાવવા માગે છે, સન્માન મેળવવા માગ છે તો તેને સૂતા પહેલા આ પંક્તિનો જાપ કરવો જોઈએ.

अष्ट-सिद्धि नवनिधि के दाता।
अस बर दीन जानकी माता।।

આ પંક્તિ પ્રમાણે હનુમાન અષ્ટ સિદ્ધિઓ અને નવ નીધિઓના દાતા છે. જે તેમને માતા સીતાએ પ્રદાન કરી હતી. જે લોકોની પાસે આ સિદ્ધિઓ અને નિધિઓ આવી જાય છે તે સમાજમાં અને ઘર પરિવારમાં માન-સન્માન, પ્રસિદ્ધિ મેળવે છે.

શ્રાવણમાં કરો આ 7માંથી કોઇ 1 ઉપાય, દરેક સંકટો દૂર કરશે હનુમાન!

શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધનાનું વિશેષ મહત્વ છે. હનુમાનજી પણ ભગવાન શિવના જ અવતાર છે. એવી માન્યતા છે કે હનુમાનજી અમર છે, તેમને અમરતાનું વરદાન માતા સીતાએ આપ્યું હતું. આ માન્યતા મુજબ, શ્રાવણમાં આવનાર દરેક મંગળવારે જો હનુમાનજીને પ્રસન્ન કરવાના થોડાં સરળ ઉપાય કરવામં આવે તો ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે. હનુમાનજીને પ્રસન્ન કરવાના ઉપાય આ પ્રકારે છે….

1. શ્રાવણમાં કોઇપણ મંગળવારે હનુમાનજીને સિંદૂરનો ચોલો અર્પણ કરવો. ચોલા અર્પણ કરતાં પહેલાં સ્વયં સ્નાન કરી શુદ્ધ થઇ જવું અને સાફ વસ્ત્ર ધારણ કરવાં. માત્ર લાલ રંગની ધોતી પહેરશો તો વધારે સારું રહેશે. ચોલા અર્પણ કરવા માટે ચમેલીના તેલનો ઉપયોગ પણ કરી શકાય છે. સાથે જ, ચોલા અર્પણ કરતી સમયે એક દીપક હનુમાનજી સામે પ્રગટાવીને રાખી દેવો. દીપકમાં ચમેલીના તેલનો જ ઉપયોગ કરવો.

ચોલા અર્પણ કર્યા પછી હનુમાનજીને ગુલાબના ફૂલની માળા પહેરાવવી અને કેવડાના અત્તરનો હનુમાનજીની મૂર્તિના બંન્ને ખંભા પર થોડો-થોડો છંટકાવ કરવો. હવે એક સાબૂત પાન લઇ તેના ઉપર ગોળ અને ચણા રાખીને હનુમાનજીને તેનો ભોગ લગાવવો. ભોગ લગાવ્યાં પછી તે જ સ્થાન પર થોડી વાર બેસીને તુલસીની માળાથી નીચે લખાયેલ મંત્રનો જાપ કરવો. આ મંત્રનો જાપ ઓછામાં ઓછી પાંચ માળા કરવો.

મંત્રઃ- राम रामेति रामेति रमे रामे मनोरमे।
सहस्त्र नाम तत्तुन्यं राम नाम वरानने।।

હવે હનુમાનજીને અર્પણ કરેલાં ગુલાબના ફૂલની માળાથી એક ફૂલ તોડીને તેને એક લાલ કપડામાં લપેટવું અને ઘરના ધન સ્થાન અથવા તિજોરીમાં રાખવું. તમારા ધનમાં ક્યારેય કમી આવશે નહીં.

2. મંગળવારે ઘરમાં પારદ (એક પ્રકારની વિશેષ ધાતુ)થી બનેલી હનુમાનજીની પ્રતિમા સ્થાપિત કરવી. તંત્ર શાસ્ત્ર મુજબ, પારદથી બનેલી હનુમાન પ્રતિમાની પૂજા કરવાથી બગડેલાં કામ પણ બની જાય છે. પારદથી નિર્મિત હનુમાન પ્રતિમાને ઘરમાં રાખવાથી બધા જ પ્રકારના વાસ્તુદોષ આપમેળે જ દૂર થઇ જાય છે. સાથે જ, ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થઇ જાય છે. રોજ પારદ હનુમાનજીની પૂજા કરવાથી ઘરમાં કોઇપણ પ્રકારના તંત્રની અસર થતી નથી અને સાધક પર પણ કોઇ પ્રકારની તંત્ર ક્રિયાનો પ્રભાવ પડતો નથી. જો કોઇ વ્યક્તિને પિતૃદોષ હોય તો તેણે દરરોજ પારદના હનુમાનજીની પૂજા કરવી જોઇએ. આવું કરવાથી પિતૃદોષ સમાપ્ત થઇ જાય છે.

3. શ્રાવણ મહિનાના કોઇપણ મંગળવારે સાંજના સમયે કોઇ એવા મંદિર જવું, જ્યાં ભગવાન શ્રીરામ અને હનુમાન બંન્નેની પ્રતિમાં હોય. ત્યાં જઇને શ્રીરામ અને હનુમાનજીની પ્રતિમાં સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી ત્યાં ભગવાન શ્રીરામની પ્રતિમાની સામે બેસીને હનુમાન ચાલીસા અથવા હનુમાન પ્રતિમાની સામે બેસીને રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો. આ ઉપાયથી ભગવાન શ્રીરામ અને હનુમાનજી બંન્નેની કૃપા તમને પ્રાપ્ત થશે.

4. મંગળવારે સવારે સ્નાન વગેરે કર્યા પછી વડના વૃક્ષથી 11 અથવા 21 પાન તોડી લાવવાં. ધ્યાન રાખવું તે આ પાન પૂર્ણ રીતે સાફ અને સાબૂત હોય. હવે તેને સ્વચ્છ પાણીથી ધોઇ લેવા અને તેના ઉપર ચંદનથી ભગવાન શ્રીરામનું નામ લખવું. હવે આ પાનની એક માળા બનાવવી. માળા બનાવવા માટે પૂજામાં ઉપયોગ કરવામાં આવતાં રંગીન દોરાનો ઉપયોગ કરવો. હવે નજીકમં રહેલાં કોઇ હનુમાન મંદિર જવું અને હનુમાન પ્રતિમાને આ માળા પહેરાવવી. હનુમાનજીને પ્રસન્ન કરવાનો આ ખૂબ જ પ્રાચીન ટોટકો છે.

5. શ્રાવણમાં કોઇ મંગળવાર સવારે સ્નાન કર્યા પછી વડના વૃક્ષનું એક પાન તોડી લેવું અને તેને સાફ પાણીથી સાફ કરવું. હવે આ પાનને થોડીવાર માટે હનુમાનજીની પ્રતિમા સામે રાખી તેના ઉપર કેસરથી શ્રીરામ લખવું.

હવે આ પાનને તમારે તમારા પર્સમાં રાખી લેવું. વર્ષભર તમારું પર્સ પૈસાથી ભરેવું રહશે. ત્યાર પછી જ્યારે હનુમાન જયંતીનો પર્વ આવે ત્યારે આ પાનને કોઇ નદીમાં પ્રવાહિત કરી દેવું અને આ પ્રકારે એક અન્ય પાન અભિમંત્રિત કરી પોતાના પર્સમાં રાખી લેવું.

6. જો તમે શનિદોષથી પીડિત છો તો મંગળવારે કાળા અડદ અને કોલસાની એક પોટલી બનાવવી. તેમાં એક રૂપિયાનો સિક્કો રાખવો. ત્યાર પછી આ પોટલીને પોતાની ઉપરથી ઉતારવી. ત્યાર પછી તેને કોઇ નદીમાં પ્રવાહિત કરી દેવી અને પછી કોઇ હનુમાન મંદિરમાં જઇને રામના નામનો જાપ કરવો. આવું કરવાથી શનિદેવનો પ્રભાવ શાંત થઇ જશે.

7. શ્રાવણમાં કોઇ મંગળવાર હનુમાનજી મંદિર જવું અને ત્યાં બેસીને રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો. ત્યાર પછી હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ લગાવવો. જીવનમાં જો કોઇ સમસ્યા છે તો તેનું નિવારણ કરવા માટે પ્રાર્થના કરવી.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ખાસ…આ છે શિવને પ્રસન્ન કરવાની સૌથી સરળ વિધિ અને પંચોપચારની પૂજા…!!!
જાણો…ગ્રહદોષથી મુક્તિ મેળવવી હોય તો આજથી જ શરૂ કરો, શિવના આ રાશિઉપાય..!!
જાણો…અમાસ ના દિવસે, લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ચમત્કારિક ઉપાય…!!

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s