જાણો…બિઝનેસને ટોચે લઈ જવા અને નોકરીમાં પ્રમોશન માટે કરો પ્રાચીન ઉપાય…!!

business3

શું તમે ધંધામાં થતાં મંદ નફાથી અસંતુષ્ટ છો? ધંધામાં સતત ચઢ-ઉતર રહે છે? તમે હાલ જ્યાં નોકરી કરો છો ત્યાં તમે સંતુષ્ટ નથી? હાલ જે નોકરી કરી રહ્યા છો તેમાં તમને યોગ્ય પ્રમોશન પ્રાપ્ત નથી મળી રહ્યું? તો તેની માટે આજે અમે તમને કેટલાક સરળ જ્યોતિષીય ઉપાયો બતાવી રહ્યા છે જે કરવાની સાથે સાથે મહેનત કરવા લાગી જશો તો તમારું દુર્ભાગ્ય ટળી જશે અને તમને નોકરી-ધંધા અને વ્યવસાયમાં ચોક્કસ સફળતા હાથ લાગશે. આ નુસખાઓ લાલ કિતાબના આધારે છે અને પ્રાચીનકાળથી જ અસરકારક રહ્યા છે. તેને શ્રદ્ધાની સાથે અને ગુપ્ત રીતે કરવામાં આવે તો અચૂક સફળ થાય છે.

-વ્યાપારિક યાત્રા પર જનારા વ્યાપારીઓએ જતાં પહેલા સવા રૂપિયો કોઈ ગુપ્ત સ્થાન પર સંતાડી દેવો. યાત્રા પરથી પરત આવ્યા પછી આ સવા રૂપિયો કોઈ ભિખારીને દાન કરી દે. આમ કરવાથી યાત્રા સફળ થશે અને યાત્રાથી વ્યાપારમાં ઈચ્છિત ઉન્નતિ પણ સધાશે.

-શનિવારના દિવસે જૂના પોતાના કાર્યાલયમાંથી કોઈપણ લોઢાની વસ્તુ નવી જગ્યાના સ્થળે લાવીને મુકી દેવી. તે નવા સ્થળે મુકતા પહેલા તે સ્થળે થોડાક કાળા અડદના દાણા નાખી દેવા. આ લોખંડની મુકેલી વસ્તુ ત્યાંથી વારંવાર હટાવવી નહિ. આમ કરવાથી જૂના ઉદ્યોગની સાથોસાથ નવા ઉદ્યોગમાં પણ સારી એવી પ્રગતિ સધાશે.

-લાખ પ્રયત્ન કરવા છતાં પણ વ્યાપારમાં ઉન્નતિ સધાતી ન હોય તો શ્યામ તુલસીની ચોફેર ઉગેલ ઘાસને ચૂંટી તે કોઈ પીળા વસ્ત્રમાં બાંધી લઈ વ્યાપારના સ્થળે તે રાખવાથી વ્યાપારમાં લાભ થાય છે. આ પ્રયોગ ગુરૂવારના દિવસે જ કરવો.

-મંગળવારના દિવસે સાત લીલાં મરચાં અને એક લીંબુ લાવવાં. તે સઘળાંને કાળા દોરામાં પરોવી કાર્યાલય સ્થળની બહાર તે લટકાવી દેવાથી વ્યાપારમાં વધારો થાય છે. તેને કોઈની નજર કે ટોક પણ લાગતી નથી. આ પ્રયોગ મંગળવાર અથવા શનિવારના દિવસે કરવો.

-મંગળવારના દિવસે લાલચંદના લાલ ગુલાબનાં ફૂલ અને કંકુ આ સઘળી વસ્તુઓને લાલ દુપટ્ટામાં બાંધી તિજોરી કે પૈસા મુકવાના સ્થળ પર મુકી દેવાથી ધન લાભનો પ્રારંભ થાય છે.

-પાંચ પૂરા ખીલેલાં લાલ ગુલાબના પુષ્પ લેવાં. દોઢ મીટર સફેદ કાપડનો ટુકડો લઈ તે પોતાની સામે પાથરી દેવો. આ પાંચેય ગુલાબના ફૂલો ૨૧ વખત ગાયત્રી મંત્રનો જાપ કરતાં-કરતાં આ કપડાંમાં બાંધી દેવાં. પછી આ કાપડની પોટલીને જાતે જઈ પાણીમાં પ્રવાહિત કરી દેવાથી કરજમાંથી મુક્તિ મળશે.

-ઓમ નમઃ ભગવતી પદ્માવતી સર્વજન મોહિની સર્વકાર્ય વરદાયિની મમ વિકટ સંકટ હારિણી મમ મનોરથી પૂરિણી મમ્ શોક વિનાશિની પદ્માવત્યૈ નમઃ ! આ મંત્ર સિદ્ધ કર્યા પછી મંત્રનો પ્રયોગ કરવાથી દેવીની કૃપાથી નોકરી-વ્યાપારમાં આવતાં વિઘ્નો દૂર થાય છે. સાયંકાળે આ મંત્રની એક -એક માળા કરવી.

-જો વ્યવસાય સંબંધી અંતરાયોનો સામનો કરવો પડી રહ્યો છે એવું જણાય ત્યારે અને ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો માલૂમ પડતો હોય તેવે સમયે શનિવારે બપોર પછી પાંચ લીંબુ કાપીને તેની સાથે એક મુઠ્ઠી પીળા સરસવ. એક મુઠ્ઠી લોંગની દાળ તથા મરિયાંના કેટલાક દાણા વ્યાપારના સ્થળે મુકી દેવાં. આગલા દિવસે દુકાન ખોલતી વખતે સામાન ઉઠાવી, કોઇ નિર્જન સ્થળ પર પોતાના હાથે આ સઘળું દાટી દેવું. આ પ્રયોગ દ્વારા કેટલાક દિવસોમાં આવકમાં વૃદ્ધિ થઈ રહ્યાનો અનુભવ થવા લાગશે.

-જો કોઈ ઉચ્ચાધિકારીઓની અનુકૂળતા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય અગર મન ઈચ્છિત જગ્યા પર નિમણૂક મેળવવાની ઈચ્છા હોય તો નિરંતર ૭ દિવસ સુધી સૂર્યોદય સમયે તાંબાના લોટામાં જળ ભરી, લાલ મરચાંના કેટલાક દાણા તથા એક સૂરજમુખી પુષ્પ નાખી ભગવાન સૂર્યને અર્ધ્યપ્રદાન કરવો.

-કોઈ જરૂરી કાર્ય માટે ઘરમાંથી નીકળતાં પહેલાં ઘરના ઊંબરાની બહાર પૂર્વ દિશામાં એક મુઠી લાલ મકાઈના દાણા મૂકી પોતાના કાર્યનું રટણ કરતા તેના ઉપર બળપૂર્વક પગ મૂકી કાર્યની સફળતા માટે નીકળવામાં આવે તો અવશ્ય કાર્ય સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

-સરકારી યા નિજી રોજગાર ક્ષેત્રમાં પરિશ્રમ કરવા છતાં પણ સફળતા મળી રહી ન હોય તો નિયમપૂર્વક કરાયેલ વિષ્ણુ યજ્ઞાની વિભૂતિ લઈ પોતાના પિતૃઓની ‘કુશા’ની મૂર્તિ બનાવી તેને ગંગાજળ વડે સ્નાન કરાવી આ વિભૂતિ તેને લગાવી, ભોગ ધરી પોતાના કાર્યની સફળતા માટે કૃપા પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી કોઈ ધાર્મિક ગ્રંથનો પાઠ કરવો અને પછી આ કુશા મૂર્તિને વહેતા પવિત્ર જળમાં વહેવરાવી દેવાથી સફળતા અવશ્ય મળે છે.

-જો કોઈ કામથી જવાનું થાય તો એક લીંબુ લેવું. તેમાં ચાર લોંગ દાળને દબાવી દઈ ‘ શ્રી હનુમંતે નમઃ’ મંત્રનો ૨૧ વખત જપ કરવાથી તેને સાથે લઈ જવાથી કામમાં કોઈ પણ પ્રકારના અંતરાયો કે વિઘ્ન આવશે નહિ.

-દરેક મંગળવારે ૧૧ પીપળાના પાન લેવાં તેને ગંગાજળ વડે ધોઈને લાલ ચંદન આ પાન પર લગાડી દરેક પાન પર સાત વખત ‘રામ રામ’ શબ્દ લખવો. તે પાન હનુમાનજીના મંદિરમાં અર્પણ કરી પ્રસાદ વહેંચવો તે વખતે આ મંત્રનો જપ કરવો. ‘જય જય હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુ દેવકી નાઈ!’ સાત મંગળવાર સુધી સતત આમ કરવાથી અવશ્ય લાભ પ્રાપ્ત થાય છે.

-જો નોકરીમાં બઢતીની ઈચ્છા હોય તો સાત પ્રકારનું ધાન્ય પક્ષીઓને નાખવું.

-ગુરુવારના દિવસે વ્યાપારમાં વૃદ્ધિ કરવા માટે દુકાનમાં મુખ્ય દ્વારના એક ખૂણામાં ગંગા જળ વડે ધોઈ, સ્વચ્છ-પવિત્ર કરી હળદર વડે ત્યાં સ્વસ્તિક બનાવી તેના પર ચણાની દાળ અને ગોળ થોડાક માત્રામાં મૂકવાથી અને તેના પર શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી મનોમન વ્યાપારમાં વૃદ્ધિ માટે માટે પ્રાર્થના કરવાથી વ્યાપારમાં વૃદ્ધિ થાય છે. આ પ્રયોગ પાંચ ગુરુવાર સુધી કરવો.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.
વાસ્તુશાસ્ત્રના સુવર્ણ ઉપાયો: નોકરી ન મળતી હોય તો ઘરના વાસ્તુદોષનું નિવારણ કરો…!!!
ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!
અસરકારક વાસ્તુ શાસ્ત્ર: સન્માન અને સમૃદ્ધિ વધારવા, ઘરના આ ખૂણામાં કરો નાના-નાના ફેરફાર…!!!
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.
ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!
જાણો..કામ લાગશે…તોડફોડ કર્યા વગર ઘરના દોષ દૂર કરતું ફેંગશૂઈ…!!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…વાસ્તુશાસ્ત્ર તમારો વેપાર વધારી શકે છે..!!!
શાસ્ત્રોક્ત ઉપાય: ધંધામાં આવક ડબલ કરવા, અપનાવો આ નાના-નાના સચોટ ઉપાય…!!
ફેંગશુઈના 15માંથી કોઇ 1નો કરો ઉપાય, ઘરથી ક્યારેય દૂર નહીં થાય સુખ+સમૃદ્ધિ
જાણો ઉકેલ…દીકરીના લગ્નમાં વિઘ્નો ઉત્પન્ન કરે છે આ દોષો, આજે જ જાણી કરો દૂર…!!
જાણો…દરેક કામમાં અતિશુભ ફળ મેળવવું હોય તો ધ્યાનમાં રાખવી આ 15 વાતો..!!!
ઘરમાં થાક, અનિદ્રા, તણાવ અનુભવો છે? હોઈ શકે છે વાસ્તુદોષ..!
તમારા ઘરમાં ચોક્કસ હોવી જોઇએ, ધનને આકર્ષતી આ 15માંથી 1 વસ્તુ!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s