જાણો…ગ્રહદોષથી મુક્તિ મેળવવી હોય તો આજથી જ શરૂ કરો, શિવના આ રાશિઉપાય..!!

rashi7

શનિવાર (15 ઓગસ્ટ 2015)થી શ્રાવણ મહિનો શરૂ થઇ રહ્યો છે. આ વર્ષે 15 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર સુધી શ્રાવણ મહિનો રહેશે. આ દિવસોમાં કરવામાં આવેલી શિવ પૂજાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે. જો કુંડળીમાં ગ્રહ દોષ હોય અને કાર્યોમાં પરેશાની આવી રહી હોય તો શ્રાવણ મહિનામાં રાશિ મુજબ ઉપાય કરી શકાય છે. આ ઉપાયોથી બધા જ દેવી-દેવતાઓની સાથે દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે અને ઘરની દરિદ્રતા દૂર થાય છે. અહીં જાણો 12 રાશિઓ માટે સરળ ઉપાય….

1. મેષ રાશિઃ-

શ્રાવણમાં શિવજીને આંકડાંના ફૂલ અર્પણ કરવાં. આ રાશિનો સ્વામી મંગળ છે. મંગળ ગ્રહોના સેનાપતિ છે. જે લોકોની રાશિ મેષ છે, તે લોકોએ દર મંગળવારે શિવલિંગ પર લાલ ફૂલ અર્પણ કરવા જોઇએ. સાથે જ, મંગળવારે શિવજીના અંશાવતાર હનુમાનજીની વિશેષ પૂજા પણ કરવી જોઇએ.

જાણી જ લો…જીવનની તમામ સમસ્યાને ઉકેલવાનું રહસ્ય છુપાયું છે આ લાલ કિતાબમાં…!!!

2. વૃષભ રાશિઃ-

જે લોકોની રાશિ વૃષભ છે, તે શુક્ર ગ્રહ માટે વિશેષ પૂજા શ્રાવણના દર શુક્રવારે કરવી. વૃષ રાશિનો સ્વામી શુક્ર છે. શુક્રને અસુરોનો ગુરૂ માનવામાં આવે છે. શુક્ર શિવજીના ભક્ત છે. આ જ કારણે શુક્રને પ્રસન્ન કરવા રોજ શિવલિંગ પર દૂધ અને જળ અર્પણ કરવું.

3. મિથુનઃ-

દરરોજ શિવલિંગ પર 3 બિલ્વપાન અર્પણ કરવાં. મિથુન રાશિના લોકોએ બુધ ગ્રહ માટે શ્રાવણમાં વિશેષ પૂજા કરવી જોઇએ, કારણ કે આ રાશિનો સ્વામી છે બુધ. બુધને પ્રસન્ન કરવા માટે દર બુધવારે ગાયને લીલું ઘાર ખવડાવવું. કોઇ કિન્નરને ધનનું દાન કરવું.

4. કર્કઃ-

શ્રાવણમાં શિવજીને ચંદન તથા ચોખા અર્પણ કરવાં. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. ચંદ્રનો સૌથી પ્રિય દિવસ છે સોમવાર. આ માટે આ લોકોએ શ્રાવણ મહિનાના દર સોમવારે શિવલિંગ પર જળ અને દૂધ અર્પણ કરવું જોઇએ. સાથે જ, ચંદ્ર સાથે સંબંધિત વસ્તુ દૂધનું દાન કરવું જોઇએ.

5. સિંહઃ-

શ્રાવણ મહિનામાં દરરોજ સાંજે શિવલિંગ પાસે ઘીનો દીપક પ્રગટાવવો જોઇએ. જે લોકોની રાશિ સિંહ છે, તે સૂર્ય દેવની પૂજા કરે. આ રાશિનો સ્વામી સૂર્ય છે. આ ગ્રહને પ્રસન્ન કરવા માટે સૌથી સારો ઉપાય રોજ સૂર્યને જળ અર્પણ કરવાનો છે. શ્રાવણમાં દરરોજ આ ઉપાય કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

6. કન્યાઃ-

દરરોજ શિવલિંગ પર 11-11 બિલ્વ પત્ર અર્પણ કરવાં. કન્યા રાશિનો સ્વામી ગ્રહ છે બુધ. બુધને પ્રસન્ન કરવા માટે દર બુધવારે શિવજીના પુત્ર ભગવાન ગણેશને દૂર્વા અર્પણ કરવી. નિયમિતરૂપથી પ્રથમ પૂજ્ય ગણેશની પૂજા કરવાથી બધા જ પ્રકારના ગ્રહ દોષની શાંતિ થઇ જાય છે.

7. તુલાઃ-

શ્રાવણમાં શિવજીને માખણ-મિશ્રિનો ભોગ લગાવવો. જે લોકોની રાશિ તુલા છે, તે આ મહિનામાં શુક્ર ગ્રહ માટે વિશેષ પૂજા કરે. આ રાશિનો સ્વામી શુક્ર જ છે. શુક્રને પ્રસન્ન કરવા માટે શુક્રવારે કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને વસ્ત્રોનું દાન કરવું.

8. વૃશ્ચિકઃ-

રોજ શિવલિંગ પર કાચું દૂધ અર્પણ કરવું. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. મંગળને પ્રસન્ન કરવા માટે દર મંગળવારે શિવજીના અંશાવતાર હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરવું. સાથે જ, મંગળ ગ્રહની પ્રિય વસ્તુ મસૂર દાળનું દાન કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને કરવી. શિવલિંગ પર લાલ ફૂલ અર્પણ કરવાં.

9. ધનઃ-

દરરોજ શિવલિંગ પર બિલ્વ પત્ર તથા આંકડાનું ફૂલ અર્પણ કરવું. જે લોકોની રાશિ ધન છે, તે દર ગુરૂવારે ગુરૂ ગ્રહ માટે ચણાની દાળનું દાન કરે. આ રાશિના સ્વામી દેવતાઓ માટે ગુરૂ બૃહસ્પતિ છે. તેમને પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર ચણાની દાળ, પીળા ફૂલ અર્પણ કરવાં અને ચણાના લોડના બનેલાં લાડુનો ભોગ લગાવવો.

10. મકરઃ-

શ્રાવણમાં શિવજીને રોજ તાંબાના લોટાથી જળ અર્પણ કરવું. આ રાશિનો સ્વામી શનિ છે. શનિ ક્રૂર ગ્રહ છે. મકર રાશિના લોકોએ દર શનિવારે શનિ માટે તેલ અને કાળા અડદનું દાન કરવું. કોઇ ગરીબને કાળો ધાબળો પણ દાન કરવો. શિવલિંગ પર કાળા તલ અર્પણ કરવાં.

11. કુંભઃ-

કેસર અને દૂધને જળમાં મિક્સ કરીને શિવલિંગ પર અર્પણ કરવાં. કુંભ રાશિના સ્વામી શનિદેવ જ છે. તેમને પ્રસન્ન કરવા માટે દર શનિવારે શિવજીના અંશાવતાર હનુમાનજીનું પૂજન કરવું. હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઇએ. કોઇ ગરીબ વ્યક્તિને છત્રીનું દાન કરવું.

12. મીનઃ-

શિવજીને ચોખા તથા ચંદન અર્પણ કરવાં. જે લોકોની રાશિ મીન છે, તે લોકોએ દેવ ગુરૂ બૃહસ્પતિની વિશેષ પૂજા કરવી. ગુરૂ ગ્રહને પ્રસન્ન કરવા માટે શ્રાવણ મહિનાના દર ગુરૂવારે સાબૂત હળદરનું દાન કરવું. સાથે જ, પીળા રંગના અનાજનું પણ દાન કરવું, જેમ કે ચણાની દાળ. શિવજીને ચણાના લોટના લાડુંનો ભોગ લગાવવો.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s