વૈજ્ઞાનિકોએ માન્યું, ગાયત્રીમંત્ર અનેક શારીરિક, માનસિક રોગમાં આપે છે લાભ..!!

gaaytrimaa5
મંત્રથી વિવિધ શારીરિક અને માનસિક રોગોમાં લાભ મળે છે. આ વાત હવે નિષ્ણાતો પણ માનવા લાગ્યા છે કે મનુષ્યના શરીરની સાથે-સાથે તે સમગ્ર સૃષ્ટિ પણ વૈદિક સ્પંદનો દ્વારા નિર્માણ પામેલી છે. શરીરમાં જ્યારે પણ વાયુ-પિત્ત-કફ ત્રિદોષમાં વિષમતાથી વિકાર પેદા થાય ત્યારે મંત્ર ચિકિત્સા દ્વારા તેનો સફળતાપૂર્વક ઉપચાર કરવો શક્ય છે.

અમેરિકાના ઓહિયો યુનિવર્સિટીના સંશોધકોના રિસર્ચમાં કેન્સરયુક્ત ફેફસા, આંતરડા, મસ્તિષ્ક, સ્તન, ત્વચા અને ફાઈબ્રોઈડ બ્લાસ્ટની લાઈનિંગ્સ ઉપર સામવેદના મંત્રો અને હનુમાન ચાલીસાના પાઠની અસર હેઠળ પારખવામાં આવ્યા તો કેન્સરની કોશિકાઓની બનાવટમાં ભારે ખોટ જોવા મળી. તેનાથી વિપરિત તેજ ગતિવાળા પાશ્ચાત્ય અને તેજ ધ્વનિવાળા રોક મ્યુઝિકથી કેન્સરની કોશિકાઓમાં તેજીથી વધારો થતો જોવા મળ્યો.

મંત્ર ચિકિત્સાથી લગભગ 50 રોગોના પાંચ હજાર દર્દીઓ ઉપર કરવામાં આવેલ ક્લિનિકલ પરીક્ષણો પ્રમાણે દમ, અસ્થમાના રોગમાં 70 ટકા, સ્ત્રી રોગમાં 65 ટકા, ત્વચા તથા ચિંતા સંબંધી રોગોમાં 60 ટકા. હાઈ બ્લડપ્રેશર, હાયપર ટેન્શનના પીડિતોમાં 55 ટકા, આર્થરાઈટિઝમાં 51 ટકા, ડિસ્ક(કરોડરજ્જૂના મણકાની વચ્ચેની ગાદી) સંબંધી સમસ્યાઓમાં 41 ટકા, આંખોના રોગોમાં 41 ટકા તથા એલર્જીની વિવિધ અવસ્થાઓમાં 40 ટકા લાભ થયો. ચોક્કસપણે મંત્ર ચિકિત્સા એ લોકો માટે વરદાન જ છે જે જૂના અને લાંબા સમયથી રોગોથી ગ્રસ્ત છે.

ગાયત્રી મંત્રનું વૈજ્ઞાનિક પરીક્ષણ અને તેની શરીર ઉપર કેવી અસર થાય છેઃ-

કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ ગાયત્રી મંત્રનો પાઠ કરે છે તો અનેક પ્રકારની સંવેદનાઓ આ મંત્ર સાથે થતી હોઈ તેના સ્પંદનો વ્યક્તિના મસ્તિષ્કને પ્રભાવિત કરે છે. જર્મન વૈજ્ઞાનિક કહે છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાના મુખથી કંઈ બોલે તો તેના બોલવામાં અવાજના જે સ્પંદન અને કંપન થાય છે. તે 175 પ્રકારના હોય છે. જ્યારે કોઈ કોયલ પંચમ સ્વરમાં ગાય છે. તો તેના અવાજમાં 500 પ્રકારના પ્રકંપન થાય છે પરંતુ જર્મન વૈજ્ઞાનિક એ પણ કહે છે કે દક્ષિણ ભારતના વિદ્વાનો પાસે વિધિપૂર્વક ગાયત્રી મંત્રનો પાઠ કરાવવામાં આવ્યો, તો યંત્રોના માધ્યમથી એ જ્ઞાત થયું કે ગાયત્રી મંત્રનો પાઠ કરવાથી સંપૂર્ણ સ્પંદનના જે અનુભવ થયા તે 700 પ્રકારના હતા.

જર્મન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ પાઠ ન પણ કરે, માત્ર પાઠ સાંભળે તો પણ તેના શરીર ઉપર તેનો પ્રભાવ પડે છે. તેમને મનુષ્યની આકારનું નાનકડું યંત્ર બનાવ્યું અને તે આકૃતિમાં અનેક જગ્યાએ નાની-નાની લાઈટ લગાવવામાં આવી. લાઈટ લગાવ્યા પછી યંત્રની આગળ લખ્યું કે અહીં ઊભા રહીને કોઈ માણસ કોઈપણ પ્રકારનો અવાજ કાઢે તો તે અવાજના હિસાબે લાઈટ મનુષ્યની આકૃતિમાં સળગતી નજર આવશે, પરંતુ જો કોઈ તેની આગળ જઈને ગાયત્રી મંત્ર બોલી દે તો તેની પગથી લઈને માથા સુધી બધી જ લાઈટો એકીસાથે સળગી ઊઠે છે. દુનિયાભરના મંત્ર અને કોઈપણ પ્રકારના અવાજો કાઠવાથી આ યંત્રની બધી લાઈટો નથી સળગતી. એકમાત્ર ગાયત્રી મંત્ર બોલવાથી બધી જ લાઈટો સળગવા માડે છે, કારણ કે તેની અંદરના વાઈબ્રેશન છે, તે અદભૂત છે.

જ્યારે પણ બોલો ગાયત્રી મંત્ર તો આ નિયમ જરૂર ધ્યાન રાખોઃ-

હિન્દુ ધર્મગ્રંથો પ્રમાણે ગાયત્રી મંત્ર દ્વારા જગતની આત્મા માનવામાં આવતા સાક્ષાત દેવતા સૂર્યની ઉપાસના નિરોગી જીવનની સાથે-સાથે યશ, પ્રસિદ્ધિ, ધન અને ઐશ્વર્ય આપનારી હોય છે, પરંતુ તેની માટે ગાયત્રી મંત્રની સાધના વિધિ વિધાન અને મન, વચન, કર્મની પવિત્રતાની સાથે જરૂરી માનવામાં આવે છે.

વેદમાતા ગાયત્રીની ઉપાસના 24 દેવીશક્તિઓની ભક્તિનું ફળ તથા કૃપા આપનાર બતાવવામાં આવી છે. તેનાથી સાંસારિક જીવનમાં સુખ, સફળતા અને શાંતિની ઈચ્છા પૂરી થાય છે. ખાસ કરીને દરરોજ સવારે સૂર્યોદય કે બ્રહ્મમૂહુર્તમાં ગાયત્રી મંત્રનો જાપ એવી જ કામનાઓને પૂરી કરવામાં ખૂબ જ શુભ અને અસરદાર માનવામાં આવે છે.

-ગાયત્રી મંત્ર જાપ કોઈ ગુરુના માર્ગદર્શનમાં જ કરવો જોઈએ.

-ગાયત્રી મંત્ર જાપ માટે સવારનો સમય શ્રેષ્ઠ હોય છે, પરંતુ તે સાંજે પણ કરી શકાય છે.

-ગાયત્રી મંત્ર માટે સ્નાનની સાથે જ મન અને આચરણ પવિત્ર રાખો, પરંતુ સ્વાસ્થ સારું ન હોય કે કોઈ કારણથી સ્નાન કરવાનું શક્ય ન હોય તો કોઈ ભીના કપડાથી શરીર લૂછી લો.

-સાફ અને સ્વસ્છ વસ્ત્ર પહેરો.

-કુશ કે ચટાઈનું આસન પાથરો. પશુની ખાલનો નિષેધ છે.

-તુલસી કે ચંદનની માળાનો પ્રયોગ કરવો જોઈએ.

-બ્રહ્મમૂહુર્તમાં અર્થાત્ સવાર થવાના લગભગ 2 કલાક પહેલા પૂર્વ દિશા તરફ મુખ કરીને ગાયત્રી મંત્ર જાપ કરો. સાંજના સમયે સૂર્યાસ્ત પહેલા એક કલાકની અંદર જ જાપ પૂજા કરી દો. સાંજે પશ્ચિમ દિશામાં મુખ કરીને જાપ કરો.

-આ મંત્રનો માનસિક જાપ કોઈપણ સમયે કરી શકાય છે.

-શૌચ કે કોઈ આકસ્મિક કામને લીધે જાપમાં બાધા ઉત્પન્ન થઈ હોય તો હાથ-પગ ધોઈને ફરીથી જાપ કરો. બાકી મંત્ર જાપની સંખ્યાને થોડી-થોડી પૂરી કરો. સાથે જ એકથી વધુ માળા કરી જાપ બાધા દોષનું શમન કરો.

-ગાયત્રી મંત્ર જાપ કરનારને ખાન-પાન શુદ્ધ ને પવિત્ર હોવું જોઈએ. પરંતુ જે લોકોનું સાત્વિક ખાન-પાન નથી, તે પણ ગાયત્રી મંત્રનો જાપ કરી શકે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે આ મંત્રની અસરથી એવો વ્યક્તિ પણ શુદ્ધ અને સદગુણી બની જાય છે.

ગાયત્રી મંત્રનો મહિમા અને મહત્વ-

જોગુણી આત્મબળ વધવાથી મનુષ્યની ગુપ્ત શક્તિઓ જાગૃત થાય છે. જે સાંસારિક જીવનના સંઘર્ષમાં અનુકૂળ પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે. ઉત્સાહ, સાહસ, સ્ફૂર્તિ, ચેતના, આશા, દૂરદર્શિતા, તીવ્ર બુદ્ધિ, તકની ઓળખ, વાણીમાં માધુર્ય, વ્યક્તિત્વમાં આકર્ષણ, સ્વભાવમાં સારાપણું જેવી અનેક વિશેષતાઓ વિકસિત થાય છે. આ પ્રકારના ગુણો વિકસાવવાથી સામાન્ય વ્યક્તિ પણ ધનિક અને સમૃદ્ધિવાળો બની જાય છે. ગાયત્રી મંત્રમાં એવી તાકાત છે કે તેના સાધકને તે ગમે તેવી સ્થિતિમાં બેઠો કરી શકે છે. જેઓ વેદમાતાનું શરણ સ્વીકારે છે તેમના જીવનમાં સત્વ, ગુણ, વિવેક, સદ્ વિચાર અને સત્કાર્યો પ્રત્યે અસાધારણ રુચિ ઉત્પન્ન થાય છે. તે આત્મજાગૃત્ત, લૌકિક અને પર લૌકિક, સાંસારિક અને આત્મિક સર્વ પ્રકારની સફળતાઓ અપાવનાર છે.

શબ્દસઃ ગાયત્રી મંત્રનો અર્થ

ऊँ भू: भुव:स्व: तत् सवितु वरेण्यं भर्ग: देवस्य धियो यो न: प्रचोदयात्।

સૂક્ષ્મ અર્થ

ऊँ – ઇશ્વર
भू: – પ્રાણ સ્વરૂપ
भुव: – દુ:ખનાશક
स्व: – સુખ સ્વરૂપ
तत् – ઉસ
सवितु: – તેજસ્વી
वरेण्यं – શ્રેષ્ઠ
भर्ग: – પાપનાશક
देवस्य – દિવ્ય
धीमहि – ધારણ કરો
धियो – બુદ્ધિ
यो – જો
न: – આપણી
प्रचोदयात् – પ્રેરિત કરો

આ દરેક અક્ષરને જોડવાથી બને છે આ મંત્ર – તે પ્રાણ સ્વરૂપ, દુઃખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવસ્વરૂપ પરમાત્માને અમે અન્તરાત્મામાં ધારણ કરીએ છીએ. ઇશ્વર અમારી બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરે.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!
હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!
રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!
જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!
સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!
જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?
ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!
જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!
જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!
દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના
કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
શુભ કામે જતા જો આ શુભ ઘટના બની, સમજો તમારું કામ 100% થઈ જશે..!!!
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s