જાણો…અંગૂઠો 60 ડિગ્રીએ ખૂલે તો તમે હશો ચપળ, 90 ડિગ્રીએ ખૂલે તો તમે કેવા?

thumb1

હાથમાં ચાર આંગળીઓ હોય છે તથા પ્રત્યેક આંગળી કોઇ એક ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. જેમ કે તર્જની આંગળી ગુરૂનું પ્રતિનિધિત્વ કરે છે. મધ્યમા આંગળી શનિનું પ્રતિનિધિત્વ કરે છે. અનામિકા આંગળી સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે. તેવી જ રીતે, કનિસ્ઠિકા આંગળી બુધનું પ્રતિનિધિત્વ કરે છે. હાથની આ ચાર આંગળી અને એક અંગૂઠો આપણાં સ્વભાવ અને ભવિષ્ય વિશે ઘણી વાતોને ઉજાગર કરે છે. આજે આ લેખમાં તમે જાણી શકશો હાથની આંગળી અને અંગૂઠા સાથે જોડાયેલી સંપૂર્ણ જ્યોતિષીય વાતો…

હાથનો અંગૂઠોઃ-

હાથનો અંગૂઠો કોઇ વ્યક્તિના વ્યક્તિત્વ વિશેમાં મહત્વપૂર્ણ જાણકારી આપે છે. હાથનો અંગૂઠો વ્યક્તિની ઇચ્છા શક્તિ તથા જીવન શક્તિને દર્શાવે છે. હાથના અંગૂઠાના મુખ્ય બે ભાગ હોય છે. પ્રથમ ભાગ ઇચ્છા શક્તિ તથા બીજો ભાગ તે વ્યક્તિની તર્ક ક્ષમતાને દર્શાવે છે. અંગૂઠાનો બીજો ભાગ પ્રથમ ભાગથી મોટો હોવો જોઇએ કારણ કે કોઇપણ નિર્ણય તર્કથી લેવામાં આવવો યોગ્ય છે. હાથનો અંગૂઠો બિલકુલ સીધો હોય તો તે વ્યક્તિ કઠોર તથા જિદ્દી હોય છે.

આવા વ્યક્તિઓ પર વિશ્વાસ કરી શકાય છે પરંતુ તેમનો સ્વભાવ જિદ્દી હોવાને કારણે આવા વ્યક્તિના વધારે મિત્રો હોતા નથી. વધારે લચીલો અંગૂઠો ધરાવનાર વ્યક્તિ ખર્ચીલા હોય છે તથા તેમના પર સરળતાથી વિશ્વાસ કરી શકાતો નથી. સ્વભાવમાં લચીલાપણુ હોવાને કારણે તેમના ઘણાં મિત્રો હોય છે પરંતુ કોઇ જવાબદારીનું કાર્ય વધારે કાર્ય કુશળતાથી કરવામા સમર્થ નથી હોતા. આવા લોકો કોઇ એક નિર્ણય પર ટકી રહેતાં નથી.

જો હાથનો અંગૂઠો માત્ર 60 ડિગ્રીના ખૂણે ખૂલે તો તે વ્યક્તિ સમજદાર અને કાર્યકુશળ હોય છે. જો 90 ડિગ્રીના ખૂણે ખૂલે તો તે વ્યક્તિ પોતાના કાર્યમાં જોખમ ઉઠાવવાની ક્ષમતા રાખે છે પરંતુ હમેશાં વિવેકપૂર્ણ નિર્યણ લે છે. જો હાથનો અંગૂઠો 90 ડિગ્રીથી 120 ડિગ્રી સુધી ખૂલે છે તો વ્યક્તિ વિના વિચાર્યે વધારે જોખમ ઉઠાવી શકે છે. જે વ્યક્તિનો અંગૂઠો કટિ (કમર)ના આકારનો હોય છે તે તર્ક-વિતર્કમાં નિપુણ હોય છે પરંતુ શારીરિક રૂપથી નબળા પણ હોઇ શકે છે.

અંગૂઠાનો અગ્ર ભાગ જો કોનિકલ હોય તો વ્યક્તિ બુદ્ધિમાન તથા રચનાત્મક ક્ષમતાથી પરિપૂર્ણ હોય છે. ઉપરથી પહોળો અંગૂઠો હોવા પર વ્યક્તિ જિદ્દી હોય છે. અંગૂઠાનો અગ્ર ભાગ જો ચોરસ હોય તો વ્યક્તિ કાનૂનનો જ્ઞાની હોય છે તથા વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને નિર્ણય કરે છે.

પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

તર્જની આંગળીઃ-

આ આંગળી વ્યક્તિની મહત્વકાંક્ષા, અહંકાર તથા નેતૃત્વની ક્ષમતાને દર્શાવે છે. આ આંગળીથી વ્યક્તિના ભાગ્ય તથા કાર્ય ક્ષેત્ર વિશે જાણકારી પ્રાપ્ત થાય છે. તર્જની આંગળીની સામાન્ય લંબાઈ મધ્યમાની ઉપરના ભાગ સુધી હોય છે. જો આ આંગળી સામાન્યથી વધારે લાંબી હોય છે તો વ્યક્તિમં નેતૃત્વની ક્ષમતા ખૂબ જ વધી જાય છે. તેનાથી વિપરીત તેના નાના હોવા પક વ્યક્તિ સામાન્યઃ બીજા લોકોના માર્ગદર્શનનું કારણ કરે છે અથવા તે એકલા જ કાર્ય કરવાનું પસંદ કરે છે. આ આંગળીનું લાંબા હોવા પર તે વ્યક્તિનો ગુરૂ પ્રબળ હોય છે.

જો તર્જની આંગળી સામાન્યથી વધારે લાંબી હોય તો વ્યક્તિમાં બેદરકારી અને તાનાશાહી વધી જાય છે. જ્યારે આ નાની હોય તો વ્યક્તિમાં આ વિશેષતાઓ લુપ્ત થઇ જાય છે. જો આ આંગળી વિકૃત હોય તો વ્યક્તિ ચાલાક, સ્વાર્થી અને પાખંડી બની જાય છે.

જ્યારે તર્જની આંગળીનો પહેલો ખંડ લાંબો હોય તો વ્યક્તિ રાજનીતિ, ધર્મ અને શિક્ષણ ક્ષેત્રોમાં કુશળ બને છે. જો આંગળીનો બીજો ખંડ લાંબો હોય તો વ્યક્તિ વેપારી હોય છે અને આંગળીનો ત્રીજો ખંડ લાંબો હોય તો આવા વ્યક્તિ વિવિધ પ્રકારના વ્યંજનના શોખીન હોય છે.

ગુરૂ પર્વત તર્જની આંગળીથી નીચે હોય છે. પૂર્ણ વિકસિત ગુરૂ પર્વતવાળા વ્યક્તિ લોક નેતૃત્વની આકાંક્ષા, નીતિથી પૂર્ણ તથા સ્વાભિમાની હોય છે. આવા વ્યક્તિ શાસન તથા નેતૃત્વમાં કુશળ હોય છે. વિકસિત ગુરૂ પર્વત વ્યક્તિને મહત્વકાંક્ષી બનાવે છે. આ લોકો ધનથી વધારે પોતાના હોદ્દાને મહત્વ આપે છે. આવા લોકો એક સારા સલાહકાર પણ બને છે. આવા લોકો કાનૂનની સીમામાં રહીને કાર્ય કરે છે.

વધારે વિકસિત ગુરૂ પર્વત વ્યક્તિને અહંકારી, દિખાવટી, ક્રૂર અને ઇર્ષ્યાળુ બનાવે છે. આવા લોકો વધારે ખર્ચીલા હોય છે. જો ગુરૂ પર્વત અર્ધ વિકસિક હોય તો વ્યક્તિમાં ગુરૂ સંબંધિત બુનિયાદી પ્રવૃત્તિ વિકસિક થતી નથી.

તમે રાતે જે પોઝિશનમાં સૂવો છો, તે જણાવે છે તમારો NATURE અને PERSONALITY

મધ્યમાં આંગળીઃ-

આ આંગળીને શનિની આંગળી પણ કહેવામાં આવે છે તથા આ વ્યક્તિની સચ્ચાઈ, પ્રામાણિકતા તથા અનુશાસનને દર્શાવે છે. જો આ આંગળી સામાન્ય લંબાઈની હોય એટલે અન્ય આંગળીઓથી લાંબી પરંતુ વધારે લાંબી ના હોય તો વ્યક્તિ જવાબદારી તથા ગંભીર વ્યક્તિત્વનો ધની હોય છે તથા મહત્વકાંક્ષી હોય છે. જો આ આંગળી સામાન્યથી વધારે લાંબી હોય તો તે વ્યક્તિ એકલામાં રહેવાનું પસંદ કરે છે. તથા તે વ્યક્તિ કોઇ ખોટા કાર્યમાં પણ ફસાઇ શકે છે. જે વ્યક્તિની મધ્યમાં આંગળી નાની હોય છે તે વ્યક્તિ બેદરકારી તથા આળસી સ્વભાવનું હોય છે.

જો શનિની આંગળીનો પ્રથમ ખંડ લાંબો હોય તો વ્યક્તિ ધાર્મિક ગ્રંથ અને રહસ્યવાદી કળાના અભ્યાસ તરફ આગળ વધે છે. જો મધ્યમાનો દ્વીતીય ખંડ લાંબો હોય તો વ્યક્તિનો વ્યવસાય સંપત્તિ સંબંધી, રસાયણ, જીવાશ્મ ઈંધન અથવા લોખંડ મશીનરી સાથે સંબંધિત હોય છે, જ્યારે ત્રીજો ખંડ લાંબો હોય તો તે દર્શાવે છે કે વ્યક્તિ ચાલાક, સ્વાર્થી અને દુરાચારમાં યુક્ત રહે છે.

શનિ પર્વત મધ્યમા આંગળીથી નીચે હોય છે. શનિ પર્વત દાર્શનિક વિચારોને દર્શાવે છે. શનિ પર્વત પૂર્ણ વિકસિત હોવા પર વ્યક્તિ જ્ઞાની, ગંભીર તથા વિચારશીલ હોય છે. તે સમજી-વિચારીને થોડા કાર્યો શરૂ કરે છે તથા તેની ઇન્દ્રિયો તેના નિયંત્રણમાં રહે છે.

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!

અનામિકાઃ-

આ આંગળીને અપોલો રિંગ અથવા સૂર્યની આંગળી કહેવામાં આવે છે. આ આંગળી વ્યક્તિની પ્રસિદ્ધિની ઇચ્છા, બુદ્ધિમત્તા તથા રચનાત્મક ક્ષમતાને દર્શાવે છે. જો આ આંગળી તર્જની આંગળીથી વધારે લાંબી હોય તો તે આંગળી સામાન્યથી વધારે લાંબી હોય છે. આ પ્રકારના વ્યક્તિઓમાં જોખમ ઉઠાવવાની અદભૂત ક્ષમતા હોય છે. આવા વ્યક્તિ રચનાત્મક ક્ષમતાને ધની હોય છે. તેમનો સંબંધ ફેશન અથવા ફિલ્મ ક્ષેત્ર સાથે પણ હોઇ શકે છે. જેમની અનામિકા આંગળી તર્જની આંગળીથી નાની હોય છે તે પોતાની સ્થિતિથી સંતુષ્ટ હોય છે તથા તેમાં વધારે નામ તથા પ્રસિદ્ધિની ઇચ્છા હોતી નથી. તર્જની આંગળીથી નાની અનામિકા આંગળી ખૂબ જ ઓછા હાથોમાં જોવા મળે છે.

સૂર્ય પર્વત અનામિકા આંગળીની નીચે હોય છે. સૂર્ય પર્વત ઉન્નત હોય તો સફળતાનો પ્રતીક હોય છે. આવા વ્યક્તિ યશ તથા પ્રતિષ્ઠાથી સંતૃપ્ત હોય છે. પરિશ્રમ તથા કુશાગ્ર બુદ્ધિથી જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે. આવા વ્યક્તિ ભૌતિક તથા વ્યવસાયિક ક્ષેત્રોમાં સફળ થાય છે. તે ધાર્મિક હોય છે પરંતુ ધર્માધ હોતા નથી. તેઓ પોતાની યોગ્યતા તથા અયોગ્યતાને ભલી ભાંતિ ઓળખતાં હોય છે. ઝડપથી ગુસ્સો કરે છે તથા ઝડપથી શાંત પણ થઇ જાય છે.

તમારું પરાક્રમ વધારવું હોય તો તમારા હસ્તાક્ષરમાં લાવો આટલા ફેરફાર!

કનિષ્ઠિકાઃ-

આ આંગળીને બુધની આંગળી કહેવામાં આવે છે. આ આંગળીના માધ્યમથી વ્યક્તિની વાકપટુતા(બોલવામાં ચાલાકી), જ્ઞાન, બુદ્ધિ તથા ચાતુર્યની જાણ થાય છે. જો આ આંગળીની ઉંચાઈ અનામિકા આંગળીના પ્રથમ ભાગનો જ્યાં અંત થાય છે ત્યાં સુધી હોય તો તેની લંબાઈ સામાન્ય છે આનાથી નાની હોવા પર તે સામાન્યથી નાની માનવામાં આવશે. જે વ્યક્તિની કનિષ્ટિકા સામાન્યથી નાની હોય છે તેવા વ્યક્તિમાં અભિવ્યક્તિની ક્ષમતાની કમી હોય છે તથા તે હીન ભાવનાનો શિકાર બને છે. તેવા લોકોને પોતાની ભાવનાઓ તથા શબ્દો પર નિયંત્રણ રહેતું નથી. તેમના વ્યવહારમાં બાળપણ જોવા મળે છે તથા જ્યારે આ આંગળી સામાન્યથી વધારે લાંબી હોય છે ત્યારે વ્યક્તિની અભિવ્યક્તિની ક્ષમતા અદભૂત હોય છે. તેમનો આઇક્યૂ સામાન્યથી વધારે હોય છે તથા તે સારા લેખક તથા વક્તા સાબિત થાય છે. કનિષ્ઠિકા આંગળીનો નીચલો ભાગ મોટો હોવ પર વ્યક્તિ વિલાસિતા પૂર્ણ તથા આરામદાયક જીવન જીવવાનું પસંદ કરે છે.

બુધ પર્વત કનિષ્ઠિકાની નીચે હોય છે. બુધ પર્વત પૂર્ણ ઉન્નત હોવા પર વ્યક્તિ પ્રખર બુદ્ધિ, ગંભીર વિચાર, આકર્ષક ભાષણ તથા લેખન શૈલીનો ધની હોય છે. આવા વ્યક્તિ વ્યવસાય તથા વિજ્ઞાન ક્ષેત્રોમાં સફળ થાય છે. આવા વ્યક્તિ પ્રત્યેક શક્તિશાળી કાર્ય ક્ષેત્રમાં વિજયી બને છે. નાનવિધ કાર્ય તે કુશળતા પૂર્વક સંપન્ન કરે છે.

જાણો…તમારી આંખનો રંગ પણ છે તમારા ગુપ્ત રહસ્યોની છબી, કેવો છે તમારી આંખનો રંગ?

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો
જાણો…તમારી આંખનો રંગ પણ છે તમારા ગુપ્ત રહસ્યોની છબી, કેવો છે તમારી આંખનો રંગ?
ज्योतिष शास्त्र के अनुसार मुख्यत पांच प्रकार की होती है स्त्रियां, जानिए उनके लक्षण और स्वभाव
રોજ કરો આ પાંચ પરંપરાગત કામ, ચમકશે તમારી કિસ્મત ને મળશે શુભફળ!

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!
તમારું પરાક્રમ વધારવું હોય તો તમારા હસ્તાક્ષરમાં લાવો આટલા ફેરફાર!

સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!
પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s