નંબર નોંધી જ લો… ડાયલ કરો 1800-180-1104 અને મેળવો સ્વાસ્થ્ય સંબંધી સલાહ ટોલ ફ્રી…!!!

nhp

સ્વાસ્થ્ય ક્ષેત્રે સાક્ષરતા લાવવાના ઉદ્દેશથી કેન્દ્રેય સ્વાસ્થ્ય પ્રધાન જી.પી. નડ્ડાએ વોઈસ વેબ ટોલ ફ્રી સર્વિસ “નેશનલ હેલ્થ પોર્ટલ”નું અનાવરણ કયું છે. હવે લોકો 1800-180-1104 પર ટોલ ફ્રી કોલ કરી સ્વાસ્થ્ય સંબંધી કોઈપણ માહિતી મેળવી શકશે.
સ્વાસ્થ્ય સંબંધી સલાહ-સુચનો અને વિવિધ બિમારીઓ સાથે જોડાયેલી માહિતી મેળવવા માટે હવે માત્ર એક કોલ કરવાની જરૂર પડશે. જો તમને સ્વાસ્થ્ય સંબંધી કોઈપણ મુંઝવણ હોય તો, હવે ડાયલ કરો 1800-180-1104 અને મેળવો સ્વાસ્થ્ય સંબંધી સલાહ ટોલ ફ્રી. સરકારે ગુરુવારે લોકોને ચોવીસ કલાક સ્વાસ્થ્ય સંબંધી સેવા આપતી ટોલ ફ્રી સેવાની અનાવરણ કર્યું છે. જેથી લોકો સ્વાસ્થ્ય સંબંધી વિવિધ મુદ્દાઓ, નીતિઓ અને કાર્યક્રમો વિશે સરતાથી વિસ્તૃત માહિતી મેળવી શકે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “ડિજીટલ ઈન્ડિયા વીક” લોન્ચ કર્યાના એક દિવસ બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન જે.પી. નડ્ડાએ શિમલામાં ત્રિ-દિવસીય સંમેલનમાં વોઈસ વેબ ‘નેશનલ હેલ્થ પોર્ટલ’નું (એનએચપી) અનાવરણ કર્યું હતું.
એક અધિકારિક નિવેદન મુજબ, ‘એનએચપી વોઈસ વેબ’ ૨૪ કલાક સેવા આપતી ટોલ ફ્રી હેલ્પલાઈન છે. જેના પર કોલ કરી લોકો સ્વાસ્થ્ય સંબંધી અથવા બિમારીઓ સાથે જોડાયેલા કોઈપણ મુદ્દે પ્રમાણભૂત માહિતી મેળવી શકશે. આ ઉપરાંત લોકો સરકારી સ્વાસ્થ્ય નીતિઓ અને કાર્યક્રમો, સરકારી સ્વાસ્થ્ય સુવિધાઓ, વિદ્યાર્થીઓ માટે કારકિર્દીના વિકલ્પો અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત માહિતી પણ મેળવી શકશે.

આ માટે ઉપયોગકર્તાએ ટોલ ફ્રી નંબર 1800-180-1104 પર કોલ કરવો પડશે અને તેમને જોઈતી માહિતી માટે જણાવવું પડશે. હાલ પૂરતી આ સેવા અંગ્રેજી, હિન્દી, તમિલ, બંગાળી અને ગુજરાતી એમ પાંચ ભાષાઓમાં શરૂ કરવામાં આવી છે અને થોડા સમયમાં જ તેમાં ભારતની અન્ય ભાષાઓ પણ સામેલ કરવામાં આવશે.

જે.પી. નડ્ડાએ વર્ષ 2014માં એનએચપી વોઈસ વેબનું ઉદ્દઘાટન કર્યું હતું અને તેનો ઉદ્દેશ દેશની આમ જનતા, વિદ્યાર્થીઓ, હેલ્થકેર પ્રોફેશનલ્સ અને સંશોધકો સહિત સમગ્ર ભારતમાં આરોગ્ય ક્ષેત્રે સાક્ષરતા લાવવાનો છે. આ યોજનાના બીજા ભાગમાં લોકોને નજીકના હોસ્પિટલ, બ્લ્ડ બેન્ક અને એમ્બ્યુલન્સ સેવાની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સેવા હેઠળ લોકો 20 જેટલી જટિલ બિમારીઓ વિશે માહિત મેળવી શકશે. આ સિવાય રોડ સેફ્ટી, વીમો અને 200 જેટલા સ્વાસ્થ્ય કાર્યક્રમો વિશે પણ માહિતી મેળવી શકશે.

સમગ્ર પ્રક્રિયા વિશે માહિતી આપતા સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “જ્યારે યુઝર ટોલ ફ્રી નંબર પર કોલ કરશે, ત્યારે સૌપ્રથમ કોલ ઈન્ટરએક્ટિવ વોઈસ રિસ્પોન્સ સિસ્ટમમાં (IVR) જશે. જ્યા યુઝરે માહિતી મેળવવા માટેનું કારણ જણાવવું પડશે. ઉદાહરણ તરીકે યુઝર બિમારી વિશે માહિતી મેળવવા માંગે છે, તો IVR સિસ્ટમ જે-તે પ્રતિનિધીને કોલ ટ્રાન્સફર કરશે.”

સાભાર: ખબરછે.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

સાદી લીંબુ મસાલા સોડા આ પેટ માટે લાભકારી સમજો છો..??? તો, ભયંકર નુકસાન જાણીને તમે ભુલથી પણ સોડા કે પીણાઓ પીશો નહીં.

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

જાણો તો ખપ લાગશે…બધી ઔષધીઓમાં સર્વશ્રેષ્ઠ છે અળસી, ખાવાની રીત, ફાયદા ને ઉપયોગ જાણો…!!!

alasi1

અળસીનાં બીજ ઘણાં સ્વાસ્થ્યવર્ધક ગુણો ધરાવે છે. આ બીજ હૃદયને માટે હિતકારી છે. તે કેન્સરનો સામનો કરવાની શક્તિ આપે છે અને આપણી સામાન્ય તંદુરસ્તીને જાળવે છે. આ બીજ શરીરના પ્રત્યેક કોષને પોષણ આપે છે. છે. આ બીજનું તેલ પણ અનેક રીતે ઉપયોગી છે. અળસીના બીજને અંગ્રેજીમાં ફ્લેક્સ સીડ્સ કે લીનસીડ્સના નામે ઓળખવામાં આવે છે. અળસીનું રોજ સેવન કરવાથી તમે અનેક રોગોમાંથી છુટકારો મેળવી શકાય છે. અળસીમાં ઓમેગા-3 હોય છે જે આપણને અનેક રોગો સામે લડવાની શક્તિ પૂરી પાડે છે.

ભોજન બાદ માવા મસાલા મસળતાં લોકોએ અળસી ખાવાની આદત પાડવી જોઈએ. અળસી અનાજના વેપારી કે કરિયાણાની દુકાને સરળતાથી મળી રહે છે. માંસાહારીઓને તો ઓમેગા 3 માછલીમાંથી મળી શકે છે પણ શાકાહારીઓ માટે અળસીથી સારો બીજો કોઇ સ્રોત નથી.જો તમે તમારી જાતને નિરોગી અને ચુસ્ત રાખવા ઇચ્છતા હોવ તો રોજ ઓછામાં ઓછી એક ચમચી અળસીનો તમારા આહારમાં સમાવેશ કરો.

અળસીના બીજમાં રહેલા ગુણો અને પોષક તત્ત્વો નીચે દર્શાવ્યા પ્રમાણે છે

ઓમેગા-૩ ફેટી-એસિડ્સ

આલ્ફા-લીનોલેનિક એસિડનો તે સારો સ્રોત છે. શરીરને આ એસિડની જરૂર હોય છે, પરંતુ તેને તે જાતે બનાવી શકતું નથી. આ એસિડમાંથી શરીર ઓમેગા-૩ ફેટી-એસિડ્સ જેવા જરૂરી તત્વો બનાવે છે.
શાકાહારીઓ કે જેઓ માછલી કે માછલીનું તેલ નથી ખાઈ શકતા તેઓ માટે અળસીનાં બીજ કે તેનું તેલ ખૂબ સારો વિકલ્પ છે.

લીગ્નન્સ અને ફાઈબર-પ્રોટીન

અળસીનાં બીજમાં લીગ્નન્સ અને રેસાં સારા પ્રમાણમાં રહેલા હોય છે. આખા બીજમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય પ્રકારના રેસાં હોય છે. પ્રોટીનનું પ્રમાણ પણ તેમાં સારું હોય છે.

ખનિજ તત્ત્વો અને વિટામિન્સ

અળસીના બીજમાં ફોલિયેટ, વિટામિન બી-૬, વિટામિન ‘ઈ’ અને બીજાં ફીનોલિક કમ્પાઉન્ડ્સ હોય છે. ઉપરાંત તેમાં કેલ્શિયમ, લોહ, મેગનીઝ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને જસત જેવા ખનિજ તત્ત્વો સારા પ્રમાણમાં હોય છે.

અળસીનાં બીજ આખા સ્વરૂપે, પાઉડર સ્વરૂપે કે તેલ સ્વરૂપે (કેપ્સ્યૂલમાં પણ) ઉપલબ્ધ છે. આખા બીજ કે પાઉડરમાં બધાં જ તત્વો હોય છે, પરંતુ તેના તેલમાં રેસાંની ખામી હોય છે. તમે તેને આખા કે પાઉડર સ્વરૂપે બજારમાંથી ખરીદી શકો છો. આખા બીજ પાઉડરની તુલનાએ લાંબો સમય સારા રહે છે.

આ બીજને સૂર્યપ્રકાશથી દૂર રાખવા જોઈએ. શક્ય હોય ત્યાં સુધી તેને ઘેરા રંગની બોટલ કે કંટેનરમાં રાખો. ફ્રીજમાં તે સારા રહે છે. પાઉડરને પણ ફ્રીજમાં રાખી શકાય છે.

બીમારી અનુસાર અળસીનું સેવન-

– જો તમને ખાંસી છે તો અળસીની ચા પીવો. પાણીને ઉકાળી તેમાં અળસીનો પાવડર નાંખી ચા તૈયાર કરો. આનું દિવસમાં બે-ત્રણવાર સેવન કરો.

– દમના રોગીએ એક ચમચી અળસીના પાવડરને અડધા ગ્લાસ પાણીમાં 12 કલાક સુધી પલાળી રાખી સવાર-સાંજ ગળીને પીવું, રાહત મળશે.

– ડાયાબીટિઝના દર્દીઓએ 25 ગ્રામ અળસી ખાવી જોઇએ. તેઓ દળેલી અળસીને લોટમાં મિક્સ કરી રોટલી બનાવીને ખાઇ શકે છે.

– કેન્સરના રોગીઓને 3 ચમચી અળસીના તેલને પનીરમાં મિક્સ કરી તેમાં સૂકા મેવા નાંખી આપવું જોઇએ.

-અળસીના સેવન દરમિયાન પાણીનું સેવન વધારે કરવું. કારણ કે તેમાં વધારે પ્રમાણમાં ફાઇબર હોય છે જેનાથી તરસ વધુ લાગે છે.

– જો તમે સ્વસ્થ છો તો રોજ સવાર-સાંજ એક-એક ચમચી અળસીનો પાવડર પાણી સાથે, શાક, દાળ કે સલાડ સાથે મિક્સ કરીને ખાવ.

– રોજ 10 ગ્રામ અળસી ખાવાથી વજન ધટે છે.

કઈ રીતે કરી શકાય અળસીમો ઉપયોગ

અળસીનાં બીજનો પૂરો લાભ મેળવવા માટે નિષ્ણાતો તેનો પાઉડર સ્વરૂપે ઉપયોગ કરવાની સલાહ આપે છે. આખા બીજ સખત અને ચાવવા અઘરા હોય છે. પાઉડર સ્વરૂપને પચાવવું સરળ હોય છે. સારી રીતે ચાવ્યા વિના ખાધેલા બીજ પચ્યા વિના મળ સાથે બહાર નીકળી જાય છે. જેથી બીજને ગ્રાઈન્ડરમાં વાટીને બોટલમાં ભરીને ફ્રીજમાં રાખવા.

– કચુંબર કે દહીંમાં અળસી-બીજનો પાઉડર ઉમેરીને ખાઓ.

-બ્રેકફાસ્ટ-કોર્ન ફ્લેક્સ પર પાઉડર છાંટીને ખાઓ.

– રાંધેલા શાકમાં પણ આ પાઉડર ઉપરથી ઉમેરીને ખાઈ શકાય છે.

– બ્રેડ, મફીન કે કેકની ઉપર આ પાઉડર છાંટી શકાય છે.

– સ્મૂધીઝ કે સ્નેક્સમાં આ પાઉડર નાખો.

– અળસીના તેલમાં સમાન ભાગનું ઓલિવ ઓઈલ તેમ જ થોડો લીંબુનો રસ મેળવીને સલાડ-ડ્રેસિંગ બનાવો.

અળસીનું તેલ પણ ગુણકારી છે-

અળસીના તેલમાં પણ ગુણોની ભરમાર છે. જો ત્વચા બળી જાય તો અળસીનું તેલ લગાવવાથી દર્દ અને બળતરામાંથી રાહત મળે છે. તેમાં વિટામિન ઈ હોય છે. કુષ્ઠ રોગીઓએ તેનું સેવન કરવું જોઇએ. ત્વચાને લાભ થશે.

અળસીના તેલ અને બીજમાં અસંખ્ય ગુણો રહેલા છે. આ ગુણો આપણા નખ, વાળ, ત્વચાથી માંડીને હૃદયને લાભ આપે છે. તેમાં ઊંચું કોલેસ્ટેરોલ, ઊંચું બી.પી., હૃદયરોગ, ડાયાબિટીસ, કેન્સર, મેનોપોઝની સમસ્યાઓ, દાહ-બળતરા, આર્થ્રાઈટિસ, સ્મૃતિલોપ અને સૂકી આંખો જેવી સમસ્યાઓનો સામનો કરવાના ગુણો રહેલા છે.

તે ઇમ્યુન સિસ્ટમને ઉત્તેજન આપે છે અને વજન જાળવવામાં મદદ કરે છે. બીજમાં રહેલું ઓમેગા-૩ ફેટી એસિડ અને ઊંચી માત્રાના રેસાં ડાયાબિટીસ સામે રક્ષણ આપવામાં ઉપયોગી છે. વર્ષોથી આ બીજ કબજિયાતને દૂર કરવા માટે વપરાતા આવ્યા છે.

સ્વાસ્થ્યને સુધારવાનું કામ તે કેવી રીતે કરે છે તે જોઈએ

કોલેસ્ટેરોલને દૂર કરીને હૃદયરોગ સામે રક્ષણ આપે છે. તેમાંનું ઓમેગા-૩ ફેટી એસિડ હૃદયના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. તે નીચે દર્શાવ્યા પ્રમાણે કાર્ય કરીને લાભ આપે છે.

– બી.પી.ને નીચું રાખે છે.

– કુલ કોલેસ્ટેરોલ અને હાનકિરાક કોલેસ્ટેરોલને ઘટાડે છે.

– રક્તમાંના ટ્રાઈ ગ્લિસરાઈડ્સને નીચા લાવે છે.

– નસોમાં છારીની જમાવટ અને નસોની સખત થવાની ક્રિયાને રોકીને હાર્ટ-એટેક કે સ્ટ્રોકના જોખમને ઘટાડે છે.

– નસોમાં ક્લોટિંગની પ્રક્રિયાને ધીમી પાડે છે.

– રક્તને પાતળું બનાવે છે અને પરિભ્રમણને સુધારે છે.

કેન્સર સામે રક્ષણ

પ્રયોગશાળામાં થયેલા અભ્યાસના તારણો દર્શાવે છે કે, અળસીના બીજનું સેવન હોર્મોનને કારણે થતાં પ્રોસ્ટેટ, કોલન (મોટું આંતરડું) અને મેલાનોમા (ત્વચાનું કેન્સર) જેવા કેન્સરની શરૂઆત અને વૃદ્ધિને રોકવાના ગુણો ધરાવે છે.

સ્ત્રીઓનું સ્વાસ્થ્ય સુધારે છે

– અળસીના બીજમાં રહેલા લીગ્નન્સ એ વાસ્તવમાં વનસ્પતિજન્ય ઇસ્ટ્રોજન છે. જે બ્રેસ્ટ કેન્સરના જોખમને ઘટાડવાનો ગુણ ધરાવે છે. આ ફાઈટો ઇસ્ટ્રોજન શરીરના ઇસ્ટ્રોજનની જેમ વર્તીને લાભ આપે છે.

– અળસીના બીજનું નિયમિત સેવન મેનોપોઝ સાથે સંકળાયેલી નાઈટ-સ્વેટ્સ, ડિપ્રેશન, મૂડ-સ્વીન્ગ્સ અને હોટ-ફ્લશીસ જેવી સમસ્યાઓમાં રાહત આપે છે.

મગજને પોષણ આપે છે

– અળસીના બીજમાં રહેલું ઓમેગા-૩ ફેટી એસિડ યાદશક્તિને સુધારે છે, મજ્જાતંતુઓના કોષોની વચ્ચેના સંદેશા-વ્યવહારને સુધારીને મગજને તીક્ષ્ણ અને હોશિયાર બનાવે છે.

– તેનું નિયમિત સેવન ડિપ્રેશન, સ્મૃતિભ્રંશ, માનસિક તકલીફો અને અલ્ઝાઈમર્સ-ડિસીઝને દૂર રાખે છે. સૌંદર્યને વધારે છે

– અળસીના બીજનું સેવન ત્વચાને તંદુરસ્ત બનાવે છે, વાળની વૃદ્ધિને ઉત્તેજન આપે છે તેમ જ નખને સ્વસ્થ, સુંદર રાખે છે.

– ત્વચાને ભેજ આપીને તાજગીસભર બનાવે છે.

– નખને તૂટવાથી કે તિરાડ પડવાથી બચાવે છે.

– માથાની ત્વચાની શુષ્કતા અને ખોડા સામે રક્ષણ આપે છે.

દાહ-બળતરાનો સામનો કરવાની શક્તિ આપે છે

– આર્થ્રાઈટિસ, ગાઉટ જેવી બીમારીઓમાં અળસીનું તેલ રાહત આપે છે. દમ, ઓસ્ટિયો-આર્થ્રાઈટિસ અને રૂમેટોઈડ આર્થ્રાઈટિસ જેવી દાહજન્ય તકલીફોમાં તેનું ઓમેગા-૩ રાહત આપે છે.

– સાંધાના દુખાવાની તીવ્રતાને ઘટાડે છે.

ડાયાબિટીસ સામે રક્ષણ આપે છે

– અળસીના બીજ શરીરમાં રક્ત શર્કરાના પ્રમાણને જાળવવામાં મદદ કરે છે. સંશોધનોમાંથી જાણવા મળ્યું છે કે, અળસીના બીજમાંથી બનાવેલી બ્રેડનું નિયમિત સેવન રક્ત શર્કરાના પ્રમાણને ઘટાડે છે.

વજન ઉતારવામાં ઉપયોગી છે

ઓછા કાર્બોહાઈડ્રેટ્સ, વધારે રેસાં અને ઓમેગા-૩ ફેટ્સ જેવા ગુણો અળસીના બીજને વજન ઉતારવા કે જાળવવા માટે આદર્શ આહાર બનાવે છે. રેસાં ભૂખ સંતોષાવાની લાગણી ઉત્પન્ન કરે છે. તેથી વારંવાર ખાવાની ઇચ્છા થતી નથી.

કબજિયાતને દૂર કરે છે

અળસીના બીજના પાઉડરનું નિયમિત સેવન કબજિયાતને દૂર કરે છે. તેનું સેવન કરતી વખતે અને તે પછી પણ પાણી પીવું જરૂરી છે. જે કબજિયાતને દૂર કરવામાં મદદરૂપ બને છે.

અન્ય ઉપચારો

સ્ક્રબ : અડધા કપ જેટલા વાટેલાં અળસીના બીજને ક્રીમ કે દૂધ સાથે મેળવીને પેસ્ટ બનાવો. રોજ આ સ્ક્રબને ત્વચા પર ઘસો. તેનાથી ત્વચા નરમ અને સુંવાળી બનીને શુષ્કતા દૂર થશે.

મોઈશ્ચરાઈઝર : બ્લેન્ડરમાં ચાર ચમચી અળસીના બીજનો પાઉડર, ચાર ચમચી તાજી મલાઈ, એવાકોડોની એક ચીર અને એક ચમચી મધ લઈને મિક્સ કરો. આ પેસ્ટને તમારા ચહેરા, ડોક અને હાથ પર લગાવો. આ પેસ્ટ તમારી ત્વચાને ભીનાશ આપીને કરચલીઓ દૂર કરશે. થોડા સમય પછી હૂંફાળા પાણીથી ત્વચાને ધોઈ લો.

ટોપિકલ ક્રીમ : અળસીના બીજનું તેલ દાઝ્યાના નિશાન, ખીલ તેમ જ ખરજવામાં રાહત આપે છે. રુઝાવાની પ્રક્રિયાને તે વેગ આપે છે.

– ત્વચા પરના મસાને દૂર કરવા માટે આ પ્રમાણે કરો. અળસીના બીજના પાઉડરમાં અળસીનું તેલ અને મધ મિક્સ કરો. આ મિશ્રણને રોજ મસા પર લગાવો. થોડા દિવસમાં મસો ખરી પડશે.

– માથાની સૂકી ત્વચાને સ્વસ્થ બનાવવા અળસીના બીજના તેલનું માલિશ કરો. પંદર મિનિટ પછી વાળ ધોઈ નાખો. ઓમેગા-૩ ચરબી અને વિટામિનો માથાની ત્વચાને ભેજ અને પોષણ આપીને વાળને ગાઢા બનાવશે.

– સંધિવા કે આર્થ્રાઈટિસના દુખાવામાં અળસીના બીજ ઉપયોગી છે. અળસીના બીજના પાઉડરમાં પાણી મેળવીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને દુખાવાવાળા ભાગ પર લગાવીને તેના પર કપડું ઢાંકી દો. ત્રણ-ચાર કલાક બાદ કપડું હટાવીને તે ભાગ ધોઈ નાખો.

આટલું ધ્યાન રાખો

– અળસીના બીજનું સેવન કરો ત્યારે પાણી વધારે પ્રમાણમાં પીઓ.

– વાટેલા બીજને પંદરેક દિવસમાં વાપરી નાખો જેથી તે ખોરા ના થઈ જાય.

– કોઈ રોગની દવા લેતાં હોવ તો અળસીના બીજ લેતાં પહેલાં તમારા ડોક્ટરની સલાહ લઈ લો.

-જેઓ હોર્મોન-થેરપી કરતાં હોય તેઓએ વ્યાવસાયિકના માર્ગદર્શન હેઠળ જ અળસીના બીજ ખાવા જોઈએ. અળસીના બીજ હોર્મોન્સના પ્રમાણમાં ફેરફાર કરી શકે છે.

-સગર્ભા કે પ્રસૂતા સ્ત્રીઓએ અળસીના બીજનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ.

– દવાઓની સાથે અળસીના બીજનું સેવન દવાઓના શોષણ પર વિપરિત અસર કરી શકે છે. તેથી બંનેના સેવન વચ્ચે એકાદ કલાકનો ગાળો રાખો.

– રક્તસ્રાવની સમસ્યા ધરાવતાં લોકોએ અળસીના બીજનું સેવન ના કરવું જોઈએ.

માન્યતા –

કેટલાક લોકોનું માનવું છે કે અળસી ગરમ હોય છે માટે ગરમીની ઋતુમાં તેનું સેવન ન કરવું જોઇએ. પણ આ એક માત્ર ભ્રમ છે. અળસી તમે કોઇપણ ઋતુમાં ખાઇ શકો છો. તે ગરમ નથી હોતી. બની શકે કે શરૂઆતમાં તમને તેના સેવનથી પાળતા ઝાડા થાય પણ તેનાથી ગભરાવાની જરૂર નથી. થોડા સમયમાં બધુ સુવ્યવસ્થિત થઇ જશે.

દરરોજ જમીને એક ચમચી અળસી ખાવી જોઈએ અને આખા દિવસમાં વધુમાં વધુ ત્રણ ચમચી અળસી ખાઈ શકાય. વધુ પ્રમાણમાં નહી.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

સાદી લીંબુ મસાલા સોડા આ પેટ માટે લાભકારી સમજો છો..??? તો, ભયંકર નુકસાન જાણીને તમે ભુલથી પણ સોડા કે પીણાઓ પીશો નહીં.

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

તમારા ખાતામાંથી કોઇ પણ કાઢી શકે છે પૈસા, ફ્રોડથી બચવાની આ છે ટિપ્સ…!!!

fraud

બેન્ક તમારા ખીસ્સા સુધી પહોંચી ગઇ છે. એટલે કે પૈસા કાઢવાથી લઇને મોકલવા સુધીની સમગ્ર પ્રક્રિયા તમે સ્માર્ટ ફોન દ્વારા કરી શકો છો. ઓનલાઇન અને મોબાઇલ બેન્કિંગ શરૂ થવાથી જ્યાં એક બાજુ લોકોની પરેશાનીઓ સાથે સમયની બચત થઇ રહી છે, ત્યારે બીજી બાજુ છેતરપીંડીઓ થઇ રહી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ચાલો આજે જોઇએ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન દરમિયાન કેવી થાય છે છેતરપીંડીઓ અને કેવી રીતે રીતે બચી શકાય આવા ધોખેબાજોથી –

કેવી થાય છે ફ્રોડ:

બેન્કના નામ પર તમારી પાસે મેલ, એસએમએસ અથવા ફોન આવે છે અને તમારી સાથે સંકળાયેલી જાણકારી માંગવામાં આવે છે. કોઇ વખતે લોટરી પ્રાઇઝ, આકર્ષક ટૂર, એશ્યોર્ડ રિટર્ન વગેરે માટે પણ પર્સનલ જાણકારી માંગવામાં આવી છે. જો તમે આવા ધોખેબાજોની ઝપટમાં આવી જાઓ છો અને પોતાના બેન્ક ખાતા સાથે સંકળાયેલી જાણકારીઓ આપી દો છો તેઓ તમારા ખાતામાં ખોટી રીતે ટ્રાન્ઝેક્શન કરી લે છે. તેના સિવાય હેકર્સ તમારા કોમ્પ્યુટર અથવા મોબાઇલ ફોનથી ડેટા ચોરી કરીને છેતરપીંડીઓ કરે છે.

બેન્કિંગ ફ્રોડથી બચવા માટે અપનાવો ટિપ્સ:

એટીએમમાંથી પૈસા કાઢો તો ટ્રાન્ઝેક્શન રસીદ, એકાઉન્ટ સ્ટેટમેન્ટ અથવા શોપિંગ બીલને ગમે ત્યાં ન ફેંકો. આવું કરવાથી ફ્રોડની તકો વધી જાય છે કેમ કે તેના દ્વારા તમારા બેન્કિંગ ખાતાની જાણકારી આસાનીથી કોઇને મળી જાય છે અને તે તેના દ્વારા ફ્રોડ કરી શકે છે.

કોમન પિન નંબરનો ઉપયોગ કરતા બચો:

જો તમારી પાસે એકથી વધુ ખાતાઓ હોય, તો વધુ ડેબિટ કાર્ડ પણ હશે તો તેમાં કોમન પિન નંબરનો ઉપયોગ ન કરશો. કોમન પિન નંબરનો ઉપયોગ કરવાથી ખતરો વધી જાય છે. આ પ્રક્રિયા નેટ બેન્કિંગ અને મોબાઇલ બેન્કિંગમાં પણ અપનાવો. તેના પાસવર્ડનો પિન નંબર પણ અલગ અલગ સેટ કરો.

રેસ્ટોરન્ટમાં બીલ ચૂકવણી અથવા રિટેલ શોપથી ખરીદી બાદ કાર્ડ સ્વૈપ કરતી વખતે પિન પોતે જ ફીડ કરો. દુકાનદારને પોતાનો કાર્ડ પિન નંબર કદી બતાવો.

વિશ્વસનીય ઓનલાઇન સાઇટ પરથી ખરીદી કરો:

ઓનલાઇન ખરીદી તેજીથી વધી રહી છે. તેથી ખરીદી વિશ્વસનીય સાઇટ પરથી જ કરો. ક્યારે પણ મોટા ડિસ્કાઉન્ટના ચક્કરમાં કોઇ એવી સાઇટ પરથી ખરીદી ન કરો જે વિશ્વસનીય ન હોય. જે કોમ્પ્યુટર પરથી ખરીદી કરી રહ્યા હોય તેમાં પહેલા તપાસી લો કે અપડેટેડ એન્ટીવાયરસ અને ફાયરવોલ સોફ્ટવેર હોય. જો એન્ટીવાયરસ સોફ્ટવેર ન હોય તો તેને કોમ્પ્યુટર અથવા લેપટોપથી ખરીદી ન કરશો. આવી રીતે કોમ્પ્યુટરથી ડેટા હેક થવાનો ખતરો વધુ હોય છે.

આ દિવસોમાં ઓનલાઇન સાઇટ ગ્રાહકોને પોતાની સાથે સંકળાયેલી જાણકારી સેવ કરવાની સુવિધા આપે છે. પોતાની સાથે સંકળાયેલી જાણકારી સેવ કરવાથી તેનો ખોટો ઉપયોગ થઇ શકે છે અને છેતરપીંડી થઇ શકે છે.

સોશિયલ સાઇટ પર પર્સનલ જાણકારી ન નાખો:

સોશિયલ સાઇટ પર પર્સનલ જાણકારી પ્રકાશિત ન કરો. આવું કરવાથી આપની ગોપનીયતા ભંગ થઇ શકે છે અને ફ્રોડ થવાનો ખતરો વધી જાય છે.

જો તમારી પાસે ઇમેલ, ફોન, એસએમએસ દ્વારા બેન્ક ખાતા સંબંધી જાણકારી માગવામાં આવે તો તે આપશો નહી. તમારી જાણકારીનો ખોટો ફાયદો ઉઠાવીને ફક્ત એકાઉન્ટ સાથે છેતરપીંડી થઇ શકે છે એટલું જ નહી પરંતુ બીજા ખોટા કામમાં પણ ઉપયોગ થઇ શકે છે.

ઓનલાઇન બેન્કિંગ પબ્લિક કોમ્પ્યુટરનો ઉપયોગ કરવાથી બચો:

ઓનલાઇન બેન્કિંગ ગમે ત્યારે પબ્લિક કોમ્પ્યુટરથી ન કરો. આવું એટલા માટે તમે ટ્રાન્જેક્શન કર્યા બાદ લોગઆઉટ કરી નાખો છો પરંતુ ડિફોલ્ટ રુપથી પાસવર્ડ તે કોમ્પ્યુટરમાં સેવ થઇ જાય છે. એવામાં ખોટા હાથોમાં જાણકારી જવાનો ખતરો હોય છે.

સમય સમય પર બેન્ક એકાઉન્ટ તપાસતા રહો. જો કોઇ સંદેહ હોય તો તરત જ બેન્કને તેની જાણકારી આપો. બેન્કિંગ ખાતા સાથે સંકળાયેલી પર્સનલ જાણકારી કોઇ દોસ્ત કે સંબંધી સાથે શેર કરશો નહી.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, તો શું કરશો..?
નિવૃતિ માટે કરો NPSમાં રોકાણ, મળશે ઇપીએફ કરતાં વધુ રિટર્ન…!!!

બદલાઈ ગઈ 100 રૂપિયાની નોટ, હવે આ રીતે ઓળખો અસલી-નકલી નોટને

આટલુ શીખી જ લો….GOOGLE ની સાથે ઘેર બેઠા કમાણીની તક, આ રીતે થશે કમાણી

8 વર્ષના ટેણિયાએ YOUTUBE થી 8 કરોડની કમાણી કરી: તમે કેમ પાછળ? તમે પણ કરો ધરખમ કમાણી. જાણો રીત.

માનો કે ન માનોઃ આ ઉપાય તમારા ઘરની સુખ-સમૃદ્ધિનું ‘તાળુ’ ખોલી દેશે!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

જાણો…ગાયત્રી મંત્રના ખાસ જ્યોતિષય ઉપાય, બધા જ દુઃખો-રોગોથી આપે મુક્તિ..!!!

gaayatrimaa2
મંત્ર જપ એવો ઉપાય છે જેનાથી કોઈ પણ પ્રકારની સમસ્યાને દૂર કરી શકાય છે. મંત્રોની શક્તિથી બધા પરિચિત છે. મનગમતી વસ્તુ પ્રાપ્તિ અને ઈચ્છા પૂર્તિ માટે મંત્ર જપથી વધારે સારું સાધન બીજું કોઈ નથી. વિવિધ મંત્રોથી રોગમુક્તિ, બધામુક્તિ, મનોવાંછીત ફળપ્રાપ્તિ કરી શકાય છે. આ બધા મંત્રોમાં ગાયત્રી મંત્ર સૌથી દિવ્ય અને ચમત્કારી છે. આ જપથી વધારે ઝડપથી પરિણામ પ્રાપ્ત થાય છે.

ગાયત્રી મંત્રનો મહિમા અનંત છે. વેદ, પુરાણ, શાસ્ત્ર, ઈતિહાસ, ઋષિ, મુનિ, સંસારી – વૈરાગી વગેરે તમામ તેની મહત્તાનો સ્વીકાર કરીને આ જગતમાં સુખી બન્યા છે. મંત્રમાં મનુષ્યની દ્રષ્ટિ બદલી નાખવાની અદ્ભુત શક્તિ રહેલી છે. આપણા ખોટા દ્રષ્ટિકોણને કારણે જ સ્વર્ગમાંથી નરક બનેલું છે. મનની ભ્રાંતિઓને દૂર કરવાની શક્તિ ગાયત્રીમાં છે. જે વ્યક્તિ ગાયત્રી મંત્રના પાવરનો ઉપયોગ કરતા શીખી જાય છે તે તમામ બંધનોમાંથી મુક્ત થઈને પરમાત્માની શાશ્વત શાંતિને પ્રાપ્ત કરે છે. ગાયત્રી ત્રિગુણાત્મક છે. એની ઉપાસનાથી જેમ સત્વગુણ વધે છે એ જ રીતે કલ્યાણકારક અને ઉપયોગી રજોગુણની પણ અભિવૃદ્ધિ થાય છે.

ગાયત્રી મંત્રનો વિવિધ ઉદ્દેશ્યથી કરવામાં આવેલ જાપનું અદભૂત પરિણામ પ્રાપ્ત થાય છે. એટલુ નહીં દરેક પ્રકારના રોગોથી મુક્તિ મેળવવી હોય કે કોઈ સંકટમાંથી મુક્તિ મેળવવી હોય તો પણ ગાયત્રી મંત્રના વિવિધ ઉપાયો કરી શકાય છે આજે જાણો મુંબઈના જાણીતા જ્યોતિષ જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવેલ ગાયત્રી મંત્રથી જોડાયેલી વિશેષ જ્યોતિષીય ઉપાયો.

બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર દ્વારા રચાયેલા ગાયત્રી મંત્રનો ઉલ્લેખ યજુર્વેદનાં છત્રીસમાં અધ્યાયમાં જોવા મળે છે. મંત્ર આ પ્રમાણે છે-

ॐ भूर्भुवः स्वः । तत् सवितुर्वरेण्यं । भर्गो देवस्य धीमहि । धियो यो नः प्रचोदयात् ॥

1-ક્રૂરથી ક્રૂર ગ્રહ શાંતિમાં, શમી-વૃક્ષના લાકડાના નાના-નાના ટુકડા કરી, ગુલર-પાકર-પીપળા-વડની ડાળીઓની સાથે ગાયત્રી-મંત્રથી 108 આહુતીઓ આપવાથી શાંતિ મળે છે.

2-મહાન પ્રાણ સંકટમાં ગળા સુધી કે કમર સુધી ઊભા રહીને નિત્ય 108 વાર ગાયત્રી મંત્ર જાપ કરવાથી પ્રાણ-રક્ષા થાય છે.

3-ઘરના આંગણામાં ચતુસ્ત્ર યંત્રન બનાવીને 1 હજાર વાર ગાયત્રી મંત્રનો જાપ કરી યત્રની વચ્ચો-વચ જમીનમાં શૂળ ગાડવાથી ભૂત-પિશાચર સામે રક્ષણ થાય છે.

4-શનિવારે પીપળાના ઝાડની નીચે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી બધા પ્રકારની ગ્રહ-બાધાઓથી રક્ષણ મળે છે.

5-ગુરુચિ નાના-નાના ટુકડા કરી ગાયના દૂધમાં ડૂબાડીને નિત્ય 108 વાર ગાયત્રી મંત્રનો જાપ કરવાથી મૃત્યુયોગનું નિવારણ થાય છે. આ મૃત્યુંજય-હવન છે.

6-આંબાના પાનને ગાયના દૂધમાં ડૂબાડીને હવન કરવાથી બધાપ્રકારના જ્વર(તાવ)માં લાભ થાય છે.

7-મીઠી વચ(એક ઔષધી) ગાયના દૂધમાં મેળવીને હવન કરવાથી રાજ-રોગ નષ્ટ થાય છે.

8-શંખ-પુષ્પીના પુષ્પોથી હવન કરવાથી કુષ્ઠ-રોગનું નિવારણ થાય છે.

9-ગૂલર(સાયકામોર)ની લાકડી અને ફળથી નિત્ય 108 વાર હવન કરવાથી ઉન્માદ-રોગનું નિવારણ થાય છે.

10-શેરડીના રસમાં મધ મેળવીને હવન કરવાથી મધુમેહ-રોગ(ડાયાબિટીસ)માં લાભ થાય છે.

11-ગાયના દહીં, દૂધ અને ઘીથી સેવન કરવાથી બવાસીર-રોગમાં લાભ થાય છે.

12-વેંતના લાકડાથી હવન કરવાથી વિદ્યુત્પાત અને રાષ્ટ્ર-વિપ્લપની બાધાઓ દૂર થાય છે.

13-થોડા દિવસ નિત્ય 108 વાર ગાયત્રી મંત્રનો જાપ કર્યા પછી જે તરફ માટીનો ઢેફુ ફેંકવામાં આવે, એ તરફથી દુશ્મનો, વાયુ, અગ્નિદોષ દૂર થઈ જશે.

14-આર્ત્તભાવથી મંત્ર જાપ કરી મુઠી ઉપર ફુંક મારી શરીર ઉપર સ્પર્શ કરાવવાથી બધા પ્રકારના રોગ, વિષ, ભૂત-ભય નષ્ટ થઈ જાય છે.

15-108 વાર ગાયત્રી મંત્રનો જાપ કરી જળને ફૂંક લગાવવાથી ભૂત વગેરે દોષો દૂર થાય છે.

16-ગાયત્રી મંત્રના જાપમાં ફૂલનો હવન કરવાથી સર્વ-સુખ-પ્રાપ્તિ થાય છે.

17-લાલ કમળ કે ચમેલી ફૂલ તથા શાલિ ચોખાથી હવન કરવાથી લક્ષ્મી-પ્રાપ્તિ થાય છે.

18-બિલી પુષ્પ, ફળ, ઘી, ખીરથી હવન-સામગ્રી બનાવીને બિલીના નાના-નાના ટુકડા કરી, બિલીના લાકડાથી હવન કરવાથી પણ લક્ષ્મી-પ્રાપ્તિ થાય છે.

19-શમીના લાકડામાં ગો-ધૃત(ઘી), જવ, ગાયનું દૂધ મેળવીને 108 વાર જાપ અઠવાડિયા સુધી કરવાથી અકાળ મૃત્યુ યોગ દૂર થઈ જાય છે.

20-દૂધ-મધ-ગાયના ઘીથી 7 દિવસ સુધી 108 વાર હવન કરવાથી અકાળ-મૃત્યુ યોગ દૂર થાય છે.

21- વડના લાકડામાં વડની લીલી ડાળી ઉપર ગો-ધૃત, ગો-દુગ્ધથી બનેલ ખીર રાખીને 108 વાર હવન કરવાથી અકાળ મૃત્યુનો યોગ દૂર થાય છે.

22-દિવસ-રાત ઉપવાસ કરીને ગાયત્રી મંત્ર જાપ કરવાથી યમ પાશથી મુક્તિ મળે છે.

23-આંકડાના લાકડામાં આંકડાના કૂણા પાન અને ગોધૃત(ઘી) મેળવીને હવન કરવાથી વિજય-પ્રાપ્તિ થાય છે.

24-અપમાર્ગ, ગાયના ઘી મેળવીને હવન કરવાથી દમના રોગનું નિવારણ થાય છે.

વિશેષઃ- ઉપાય કરનારને થોડા દિવસ સુધી રોજ 1008 વાર ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

2000 વર્ષ પહેલાં ચાણક્ય કહી ગયા છે જીવન જીવવાની કામની વાતો, યાદ રાખજો આ સુવર્ણસૂત્રો!

કલીયુગમાં દરેક ક્ષેત્રમાં સફળતા,સુખ અને વિજય પ્રાપ્ત કરવા, પરિવાર અને જીવનમાં ઉતારો આચાર્ય ચાણક્યની આ સુવર્ણ નીતિઓ

ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

જાણો…ચાણક્ય નીતિઃ પારિવારિક, સામાજીક, રાજકીય ક્ષેત્રમાં અકલ્પનિય સફળતા મેળવવાની ચમત્કારીક જડીબુટ્ટી…!!!

chankya2

-ચાણક્યએ ૨૦૦૦ વર્ષ પહેલા બતાવેલી સ્ત્રી અને પુરુષો વિશેની ચાર વાતો જે આજે પણ એટલી જ લાગું પડે છે

આચાર્ય ચાણક્યએ આપણા જીવનને સુખી બનાવી રાખવા માટે અનેક નીતિઓ બનાવી છે. આ નીતીઓમાં અનેક રહસ્ય છુપાયેલા છે, જેનાથી આપણે સુખ અને દુઃખની પણ જાણકારી પ્રાપ્ત થાય છે. આચાર્યએ વિશેષ કરીને પુરુષો માટે ત્રણ એવી સ્થિતિઓ બતાવી છે જે કોઈપણ પુરુષને ભયંકર દુઃખ આપે છે.

આચાર્ય ચાણક્ય કહે છે…..

वृद्धकाले मृता भार्या बन्धुहस्ते गतं धनम्।
भोजनं च पराधीनं त्रय: पुंसां विडम्बना:।।

-શાસ્ત્રો પ્રમાણે પતિ અને પત્નીનો સાથ સાત જન્મોનો માનવામાં આવે છે. ઘણીવાર દુર્ભાગ્યવશ એક જ જન્મમાં પતિ-પત્ની મૃત્યુના કારણે અલગ થઈ જાય છે. આચાર્ય ચાણક્ય કહે છે. વૃદ્ધાવસ્થામાં પત્નીનું મૃત્યુ અભાગ્ય જ હોય છે. એ રીતે આપણુ ધન કોઈ બીજાના હાથમાં ચાલી જાય અને કોઈના ગુલામ બનાવી જીવન યાપન કરવાની વાતો વ્યક્તિ માટે અભાગ્ય કે દુર્ભાગ્ય છે.

-આચાર્ય ચાણક્ય પ્રમાણે પતિ-પત્ની એકબીજા માટે સૌથી મોટો સહારો હોય છે. લગ્ન પછી બંનેનું જીવન આપસી તાલમેળ અને પ્રેમથી જ આગળ વધે છે. જો કોઈ પણ કારણસર તેમને અલગ થવું પડે તો આ સ્થિતિ અનેક પરેશાનીઓનો જન્મ આપે છે. પતિ-પત્ની એકબીજાના સૌથી વધુ જરૂરિયાત વૃ્દ્ધાવસ્થાનો સમય હોય છે. આ સમયે પત્ની મૃત્યુ પામે તો નિઃસંદેહ આ અભાગ્યની વાત છે. આ રીતે જો આપણુ કમાયેલ ધન કોઈ બીજાને મળી જાય કે કોઈ કારણે તે કોઈ બીજાના હાથમાં ચાલી જાય તો તે પણ ભાગ્યહીન હોવાની નિશાની છે. સાથે જ કોઈ પણ વ્યક્તિ માટે મોટું નરકથી ગુલામીનું જીવન. ગુલામ વ્યક્તિ પોતાની માટે ક્યારેય કંઈ કરી શકતો નથી.

-આચાર્ય ચાણક્યના કહેવા પ્રમાણે સમજદાર માણસ એ જ છે જે દરેક વિષમ પરિસ્થિતિઓમાં પણ સહજ રહે, સમાન્ય રહે. પછી ગમે તેવી સમસ્યા હોય, તેનું નિરાકરણ આસાનીથી કાઢી લે. કોઈપણ પ્રકારની વિષમ પરિસ્થિતિઓને દૂર કરવાની ક્ષમતા જે વ્યક્તિમાં હોય, તે સમજદાર હોય છે. જે વ્યક્તિ હાલાત અને સમયમાં છુપાયેલા સંકેતોને સમજી લે છ, તે જ સમજદાર છે.

-જો કોઈ માણસ અહીં બતાવેલ ગુણ નથી તો તેને શું કરવું જોઈએ? આ બાબતમાં આચાર્ય ચાણક્યએ સટીક ઉપાય બતાવ્યા છે. ચાણક્યના કહેવા પ્રમામે જે પ્રકારે જો કોઈ સાપ ઝેરીલો ન હોય. તો પણ તેને પોતાને ઝેરીલો બતાવવો જોઈએ. એ જ રીતે કોઈ વ્યક્તિ સમજદાર ન હોય કે વિદ્વાન ન હોય તો પણ તેને બીજાની સામે સમજદાર બનીને રહેવું જોઈએ. એમા જ ભલાઈ છે.

-ચાણક્ય કહે છેકે જે જગ્યાએ આપણને આદર-સન્માન ન મળે, જે જગ્યાએ રૂપિયા કમાવાનું કોઈ સાધન ન હોય, જ્યાં આપણો કોઈ મિત્ર કે સંબંધીઓ ન હોય, જ્યાં કોઈ જ્ઞાનની વાતો ન થતી હોય કે જ્યાં કોઈ ગુણ કે સારા કાર્ય ન હોય, એ સ્થાનને તરત જ છોડી દેવું જોઈએ. એમાં સમજદાર માણસની ભલાઈ છે.

-આચાર્ય ચાણક્ય નીતિમાં એવા કામ બતાવ્યા છે જે માણસ પોતે જ શીખે છે. અને આ કામ કરવા કોઈ બીજા વ્યક્તિ આપણને નથી શીખવતો. ચાણક્ય દ્વારા રચિત ચાણક્ય નીતિ ગ્રંથમાં એવી નીતીઓ બતાવી છે જે સુખી અને શ્રેષ્ઠ જીવનનું નિર્માણ કરે છે. આ નીતિઓનું પાલન કરવાથી વ્યક્તિને ક્યારેય પણ પરેશાનીઓનો સામનો નથી કરવો પડતો.

-ચાણક્યના કહેવા પ્રમાણે કોઈપણ વ્યક્તિ ગમે એટલા દાનવીર હોય, તેના સ્વભાવમાં જ નિહિત હોય છે. કોઈપણ માણસને દાનશક્તિને ઓછી કરવી કે વધારવાનું કામ જ મુશ્કેલ કામ છે. જો આદત વ્યક્તિના જન્મની સાથે જ આવે છે.

-બીજાની વાત, મીઠું બોલવું, જો કોઈ વ્યક્તિ કડવું બોલનાર હોય તો તેને લાખ સમજાવી લો તે ક્યારેય મીઠું બોલે, પરંતુ પોતાના સ્વભાવમાં લાંબા સમય સુધી નથી બદલી શકતો. જે વ્યક્તિ જન્મથી જ કડવું બોલતો આવ્યો હોય, તેને મીઠું બોલવાનું શીખવી નથી શકાતું. આ આદત પણ વ્યક્તિના જન્મની સાથે જ તેના સ્વભાવમાં સામેલ રહે છે.

-ત્રીજી વાત, ધૈર્ય ધારણ કરવું, ધૈર્ય એક એવો ગુણ છે જે વ્યક્તિની દરેક વિષમ પરિસ્થિતિઓમાંથી બચાવવામાં સક્ષમ છે. વિપરિત પરિસ્થિતિઓમાં ધૈર્ય ધારણ કરીને જ ખરાબ સમયને દૂર કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ દરેક કાર્ય ઉતાવળમાં કરે છે, વગર વિચાર્યે જ તરત જ નિર્ણય કરી લે તો તે પાછળથી નુકસાન ઊઠાવે છે. એવા લોકોને ધૈર્યનું જ્ઞાન આપવાનું પણ સમયની બરબાદી જ છે. કારણ કે આ ગુણ પણ વ્યક્તિને જન્મની સાથે જ તેના સ્વભાવમાં રહે છે.

-ચોથી વાત છે સમય ઉપર યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા, કોઈ પણ વ્યક્તિને એ નથી શીખવી શકાતું કે તે કયા સમયે કેવો નિર્ણય લે. જીવનમાં દરેક પળે અલગ-અલગ પરિસ્થિતિઓ નિર્મિત થાય છે. એવી વખતે સારા અને ખોટાનો નિર્ણય વ્યક્તિએ પોતે જ કરવો પડતો હોય છે. જે પણ વ્યક્તિ સમયસર યોગ્ય અને અનુચિત નિર્ણય સમજી લે છે, તે જીવનમાં ઘણી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરે છે. આ ગુણ પણ વ્યક્તિના જન્મની સાથે જ આવે છે અને સ્વભાવમાં જ સામેલ રહે છે.

સ્ત્રી અને પુરુષ બંને માટે સારી નથી આ 4 વાતો-

ચાણક્ય નીતિમાં કેટલાક એવા કાર્યો અને આદતો બતાવવામાં આવી છે, જે સ્ત્રી હોય કે પુરુષ બંનેનું જીવન ચોપટ કરી શકે છે. જે લોકો આ વાતોનું ધ્યાન નથી રાખતા, તે ક્યારેય પણ સુખી નથી બની શકતા અને ક્યારેય રૂપિયા પણ બચાવી નથી શકતા. આચાર્ય ચાણક્યની નીતિઓ આજે પણ આપણને યોગ્ય રસ્તો બતાવે છે અને પરેશાનીઓથી દૂર રાખી શકે છે.
આચર્ય ચાણક્યની આવી જ સારી વાતો અને કૂટનીતિથી મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત રાજા તૈયાર કર્યો અને તેને

-જે લોકો વગર કારણે દરેક વ્યક્તિ સાથે ઝઘડો કરે છે, તેમને સમાજમાં અપમાન સહન કરવું પડે છે. ઝઘડો કરનાર વ્યક્તિને કોઈ લોકો પસંદ નથી કરતા. એવા લોકો સાથે સમાજમાં કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારનો સંબંધ વ્યવહાર નથી રાખતા. આથી આ લોકો ચોપટ થઈ જાય છે.

-સૌથી વધુ ખરાબ સ્થિતિ એ પુરુષોની થાય છે જે અનેક સ્ત્રીઓ માટે બેચેન રહે છે. અનેક સ્ત્રીઓની આગળ-પાછળ ચક્કર લગાવે છે. એવા લોકો ખૂબ જ ઝડપથી ચોપટ-બરબાદ થઈ જાય છે. ઠીક એવી જ રીતે જો કોઈ સ્ત્રી પરપુરુષ સાથે અનૈતિક સંબંધ ધરાવે છે તે પણ બરબાદ થઈ જાય છે.

-આચાર્ય ચાણક્ય કહે છે, જો સૂતેલો સાંપ જોવા મળે તો તેને છેડવો ન જોઈએ. દૂરથી જ નિકળી જવું જોઈએ. નહીંતર જીવન ઉપર મોતનું સંકટ રહે છે. સાંપના કરડ્યા પછી વ્યક્તિનું બચવું મુશ્કેલ થઈ જાય છે. આથી સૂતેલા સાંપને જગાડવો ન જોઈએ.

-કોઈ રાજાને ઊંઘમાંથી જગાડવાનું સાહસ ન કરવું જોઈ. એમ કરવાથી રાજાનો ક્રોધ સહન કરવો પડી શકે છે. જો કોઈ સિંહ કે જંગલી જાનવર સૂઈરહ્યું હોય તો તેની પણ દૂરથી જ નિકળી જવું જોઈ. નહીંતર પ્રાણોનું સંકટ ઊભું થઈ શકે છે.

-જો કોઈ ભૂંડ સૂઈ રહ્યું હોય તો પણ તેને જગાડવું ન જોઈએ. નહીંત તેપણ ઊઠતાની સાથે જ ગંદકી ફેલાવી શકે છે. તે સિવાય જો કોઈ નાનું બાળક સૂઈ રહ્યું હોય તો તેને પણ ક્યારેય ન ઊઠાડો. નહીંતર તેને ચુપ કરાવવું મુશ્કેલ થઈ જાય છે.

-જો તમે કોઈના ઘરે જાઓ અને તે ઘરમાં કૂતરું સૂઈ રહ્યું હોય તો તેને પણ જગાડવાની ભૂલ ન કરવી જોઈએ. તે પણ તમને કરડી શકે છે. જો કોઈ સૂતેલા મૂર્ખ વ્યક્તિને જગાડવામાં આવે તો તેને સમજાવવું પણ મુશ્કેલ થઈ જાય છે. આથી તેને પણ ઊંઘમાંથી જગાડવી ન જોઈએ.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

2000 વર્ષ પહેલાં ચાણક્ય કહી ગયા છે જીવન જીવવાની કામની વાતો, યાદ રાખજો આ સુવર્ણસૂત્રો!

કલીયુગમાં દરેક ક્ષેત્રમાં સફળતા,સુખ અને વિજય પ્રાપ્ત કરવા, પરિવાર અને જીવનમાં ઉતારો આચાર્ય ચાણક્યની આ સુવર્ણ નીતિઓ

ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है