સાવધાન: ઈંડા વિષેની નક્કર સંખ્યાબંધ હાનિકારક હકીકતો અને વૈજ્ઞાનિક સત્યો જાણી લો…!!

No egg1

ઈંડા વિષેની આ નક્કર હકીકતો જાણી લો…
ઈંડા શક્તિ આપે છે એ માન્યતા ભૂલ ભરેલી છે કારણ કે ઈંડા કરતાં દૂધ વધુ શક્તિ આપે છે અને એ સસ્તું પણ પડે છે
ઈંડા ખાવાથી નસો કમજોર થઈ જાય છે
ઈંડાના કારણે કબજિયાત, ઢીંચણમાં દર્દ જેવી બિમારીઓ થાય છે
ઈંડાના કારણે કોઢ અને કેન્સર પણ થઈ શકે છે

૧. ઈંડામાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધુ હોય છે. ખાસ કરીને ઈંડાના પીળા જર્દામાં અધિકતમ માત્રામાં કોલેસ્ટરોલ રહેલું છે. કોલેસ્ટરોલ ધમનીઓને સાંકડી બનાવી લકવો કે હૃદય રોગ જેવી બિમારીઓ નોંતરે છે.

૨. વધારાનું કોલેસ્ટરોલ ચામડીના સ્નાયુઓ અને રક્તવાહિનીઓમાં જમા થાય છે. જેનાથી ઈંડા ખાવાવાળાઓને જેન્થોના નામનો ભયંકર રોગ થઈ શકે છે.

૩. શરીરમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધી જાય તો ‘હાઈપર કોલેસ્ટેરોલિમિયા’ થઈ શકે છે. જે વ્યાધિ આગળ ઉપર બ્લડ-પ્રેશરનું રૃપ ધારણ કરે છે. બાળકોને માટે ઈંડા એટલે જ બીલકુલ અનુકૂળ આહાર નથી.

૪. ઈંડામાં સોડિયમ સોલ્ટનું પ્રમાણ વધારે હોવાથી પ્રત્યેક ઈંડા મારફત અર્ધો ચમચો વધારાનું મીઠું શરીરમાં જાય છે. બ્લડપ્રેશરના દર્દીઓ માટે તો ઈંડા વિષની ગરજ સારે છે. યાદ રાખો ઈંડાના સફેદ ભાગમાં મીઠું અને પીળા ભાગમાં કોલેસ્ટરોલ છે. જે બંને સ્વાસ્થ્ય માટે સરખા જ હાનિકારક છે.

૫. ઈંડામાં કાર્બોહાઈડ્રેટ બિલકુલ ન હોવાને કારણે કબજિયાત, ઢીંચણમાં દર્દ જેવી બિમારીઓ થઈ શકે છે.

૬. પોલ્ટ્રી ફાર્મની મરઘીઓને જાત-જાતની ઘાતક દવાઓ આપવામાં આવે છે. જેનો સારો એવો ભાગ ઈંડાના માધ્યમથી ખાનારના પેટમાં જાય છે. ઈંડામાં ડી.ડી.ટી. જેવા ઝેર પણ મળી આવ્યા છે. જેની કુઅસરથી ઈંડા લેનાર બચી શકતો નથી. (કૂકડીનું માંસ ખાનારા પણ ભયંકર રોગમાં સપડાય છે.)

૭. ઈંડામાં સાલ્મોનેલા (બેક્ટેરિયા) ઉપરાંત એક નવું માઈક્રોબ (કેમ્પીલોબૈક્ટ) પણ મળી આવે છે. જે આંતરડામાં ભયંકર રોગ ઊભો કરે છે.

૮. ઈંડા ખાવાથી માત્ર શારીરિક નહિં, પરંતુ બૌદ્ધિક અને સંવેદનાત્મક વિકાસને પણ માઠી અસર પહોંચે છે. બાલ્યાવસ્થામાં અપાતા ઈંડાના આહારનું કુપરિણામ યુવાની અથવા વૃદ્ધાવસ્થામાં જોવા મળે છે.

૯. ઈંડા કફને વધારે છે. જે શરીરના પોષક તત્ત્વોમાં અસંતુલન ઊભું કરે છે.

૧૦. ઈંડામાં ૧૩.૩ ટકા પ્રોટીન હોય છે, જ્યારે તેની તુલનાએ ચણામાં ૨૪ ટકા, મગફળીમાં ૩૧.૫ ટકા તથા સોયાબીનમાં ૪૩.૨ ટકા પ્રોટીન હોય છે.

૧૧. ગર્ભવતી મહિલા ઈંડાનો આહાર લે તો બાળક માથા પર વાળ વગરનું જન્મે છે અને તેની પ્રજનન શક્તિ કમજોર થઈ જાય છે.

૧૨. ૫૦ ગ્રામ વજનના ઈંડામાંથી ૮૩.૫ કેલરી પ્રાપ્ત થાય છે. જ્યારે આટલા જ ઘઉંના લોટમાંથી ૧૭૬.૫ કેલરી મળી રહે છે.

૧૩. એક સર્વેક્ષણમાં જણાવ્યા અનુસાર આજના પોલ્ટ્રી ફાર્મોમાં લગભગ ૧૦૦૦થી વધારે ઔષધો અને તેટલા જ પ્રમાણમાં રસાયણો ઉપયોગમાં લેવાય છે. આ તમામ ઝેર એક અથવા બીજા સ્વરૃપે ઇંડા લેનારના શરીરમાં પ્રવેશી તેને અસંખ્ય રોગોનું સંગ્રહસ્થાન બનાવી દે છે.

૧૪. એક ઈંડાની સરખામણીએ લીલી ભાજીમાં વિટામીન ‘એ’નું પ્રમાણ ઘણું વધારે હોય છે. વળી તે ઇંડા કરતાં ૨૫ ગણી સસ્તી પડે છે.

૧૫. ઈંડામાં ‘સાલ્મોનેલા એન્ટરાઈડીસ ફેજ ટાઈપ-૪’ (પી.ટી.-૪) નામના બેક્ટેરિયા હોય છે. પીટી-૪નો સંબંધ બેકરી, ફેક્ટરી અથવા પોલ્ટ્રી ઈંડા સાથે હોય છે. ૧૯૮૮માં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આજ બેક્ટેરિયાને કારણે ૧૬૦૦થી વધારે લોકોએ પ્રાણ ગુમાવ્યા હતા. બ્રિટિશ સરકારે ૪૦ કરોડ ઈંડા તથા ૪૦ લાખ મરઘીઓનો નાશ કરાવ્યો હતો.

૧૬. ભારતીય ધર્મ તથા સંસ્કૃતિ ઈંડાના આહારની તરફેણ કરતી નથી. અથર્વવેદ (૮-૬-૧૨)માં સ્પષ્ટ જણાવાયું છે કે ”ઈંડા અને માંસ ખાનારા દુષ્ટોનો હું વિનાશ કરું છું.”

૧૭. ”શાકાહારી ઈંડા” એ પ્રથમ પંક્તિનું જુઠ્ઠાણું અને એક ભરમાવનાર વિશેષણ માત્ર છે. સેવાયેલા ઈંડા પાછળ જે ઉદ્દેશ હોય છે, તેવો કોઈ જીવંત ઉદ્દેશ નહીં સેવાયેલા ઈંડા પાછળ ન હોવાથી તેને પુરેપુરા અખાદ્ય ગણવા જોઈએ. બેકરી તથા ફેક્ટરી ઈંડા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને તેના ઉપયોગથી બચવું જોઈએ.

૧૮. ધાણા તથા ઈંડાની સરખામણી કરીને બંનેમાંથી કઈ વસ્તુ શ્રેષ્ઠ છે તે નક્કી કરીએ. ૧૦૦ ગ્રામ વજનના બે ઇંડામાં ૧૩.૩ ગ્રામ પ્રોટિન, ૧૩.૩ ગ્રામ ચરબી, ૧.૦૦ ગ્રામ ખનિજ તત્ત્વ, ૦.૦૬ ગ્રામ કેલ્શિયમ, શૂન્ય કાર્બોહાઈડ્રેટ, ૦.૨૨ ફોસ્ફરસ, ૨.૧ ગ્રામ લોહતત્ત્વ હોય છે અને તેમાંથી ૧૩૭ કેલરી મળે છે. જ્યારે ૧૦૦ ગ્રામ ધાણામાં ૧૪.૧ ગ્રામ પ્રોટિન, ૧૬.૧ ગ્રામ ચરબી, ૪.૪ ગ્રામ ખનિજ તત્ત્વ, ૦.૬૩ ગ્રામ કેલ્શિયમ, ૨૧.૬ ગ્રામ કાર્બોહાઈડ્રેટ, ૦.૩૭ ગ્રામ ફોસ્ફરસ, ૧૭.૯ ગ્રામ લોહતત્ત્વ હોય છે અને તેમાંથી ૨૮૮ કેલરી પ્રાપ્ત થાય છે.

૧૯. ઈંડા ખાવાથી મોટા આંતરડામાં કેન્સર થઈ શકે છે. યાદ રહે, ઈંડામાં પાચક રેસાઓ નથી આ બાબત સ્વાસ્થ્યને હાનિકારક નીવડી શકે છે.

૨૦. મુંબઈ સ્થિત હાફકીન ઈન્સ્ટિટયુટના નિષ્કર્ષ અનુસાર આહારના સ્વરૃપમાં ઈંડા હાનિકારક છે. તે શરીરમાં હાઈપર એસિડિટી ઊભી કરે છે. બાળકોને ઈંડા આપવા જોખમકારક છે.

૨૧. ઈંડા ખાવાથી ગાંઠિયો-વા (રૃમોટાઈડ), ગાઉટ (ઢીંચણમાં પાણી જામવું) જેવી વાતજન્ય બિમારીઓ થાય છે. ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં આ બિમારીઓ ખતરનાક અને કષ્ટદાયક નિવડે છે.

૨૨. મનુષ્ય સ્વભાવે મનથી વિચરે છે, પેટથી નહીં. વિભિન્ન અભ્યાસોથી જણાયું છે કે ઇંડા લેનારાઓના મગજમાં તાનાશાહી, ગુંડાગર્દી, અભદ્રતા વગેરે ભાવો સહજ થઈ જાય છે. ઈંડાથી મગજને કોઈ ખોરાક મળતો નથી. દંગલો, ખૂનામરકી, ટંટાફિસાદ વગેરે ઈંડા જેવા બિનશાકાહારી ખોરાજના જ દુઃખદ પરિણામો છે.

૨૩. ઈંડા ઘણીવાર પાશવી વૃત્તિ (એનીમલ હાયપર સેન્સિટિવીટી) જન્માવે છે. પરિણામ સ્વરૃપે ઈંડાનું નિત્ય સેવન કરનાર જંગલી આદતોનો શિકાર થઈ જાય છે અને સમાજ વિરોધી પ્રવૃત્તિઓમાં ફસાઈ જાય છે. રચ્યોપચ્યો રહે છે.

૨૪. સુપ્રસિદ્ધ અમેરિકન વૈજ્ઞાાનિક ફિલિપ જે. સ્કેમ્બલના મતે કોઈ ઈંડા નિર્જીવ નથી. મિશિગન યુનિવર્સિટીના વૈજ્ઞાાનિકોએ તો સોઈ ઝાટકીને પુરવાર કરી દીધું છે કે દુનિયામાં કોઈપણ ઈંડું સેવાયેલું કે નહી સેવાયેલું, નિર્જીવ હોતું નથી.

૨૫. ઈંડાની મેથી સાથે સરખામણી કરતાં જણાય છે કે ઈંડામાં ૧૩.૩ જ્યારે મેથીમાં ૨૬.૨ ગ્રામ પ્રોટીન હોય છે. (વજન ૧૦૦ ગ્રામ) સમાન વજનના ઈંડામાંથી ૧૭૩ કેલેરી, જ્યારે મેથીમાંથી ૩૩૩ કેલરી પ્રાપ્ત થાય છે. વધુમાં વધુ મેથી કોલેસ્ટ્રોલની સફાઈ કરે છે, જ્યારે ઇંડા કોલેસ્ટ્રોલનો સમૃદ્ધ સ્રોત છે.

૨૬. ઈંડા અને મગફળીની સરખામણી કરતાં જણાય છે કે દર ૧૦૦ ગ્રામ ઈંડામાં ૧૩.૩ જ્યારે મગફળીમાં ૩૧.૫ જેટલું પ્રોટિન હોય છે. ઇંડામાં માત્ર ૧૭૩ કેલરી મળે છે. જ્યારે મગફળીમાં આ પ્રમાણ ૪૫૯ કેલરીનું છે.

૨૭. હવે મસૂરની દાળ સાથે ઇંડાને સરખાવીએ. ઈંડામાં ૧૩.૩ જ્યારે મસૂરમાં ૨૫.૧ પ્રોટિન હોય છે. ઈંડામાં કાર્બોહાઈડ્રેટ બિલકુલ નથી. જ્યારે મસૂરમાં ૫૯.૭ ગ્રામ છે. ઈંડામાંથી ૧૭૩ કેલરી મળે છે જ્યારે મસૂરમાંથી ૩૪૬ કેલરી મળે છે.

૨૮. લંડનના વિખ્યાત આહારશાસ્ત્રી શ્રીમતી કે. કેલેનીનું કહેવું છે કે ઈંડાનો આહાર તો માંસના આહાર કરતાં પણ ખતરનાક છે. કારણ કે ઈંડામાં માંસ કરતાં પણ વધુ ચીકણા પદાર્થ હોય છે જે કબજિયાત પેદા કરે છે. તેમાંથી અનેક રોગ થાય છે.

૨૯. આનુવંશિક (હેરીડેટરી) હૃદયરોગ ધરાવનારાઓએ સ્વપ્નમાં પણ ઇંડા ખાવા જોઈએ નહીં. એવા લોકો માટે ઈંડાનું ઝેર તરત અસર કરે છે.

૩૦. બજારમાં વેચાતા ઈંડાઓ પર બેચ કે નંબર કે ઉત્પાદનની તારીખ ન હોવાથી તેઓ કેટલા જૂના છે તે જાણી શકાતું નથી. ખુલ્લા ખુમચાઓ, રેંકડીઓ તથા દુકાનોમાં રાખેલા ઈંડાઓમાં બે કે ત્રણ દિવસમાં વિકૃતિ અથવા ખરાબી આવી જતી હોવાનું જણાયું છે. ચિકિત્સકોના કહેવા અનુસાર ૧૦૦ ગ્રામ વજનના ઈંડામાં ૫૦૦ મિલીગ્રામ કોલેસ્ટેરોલ હોય છે. જે પેટમાં ઉતરીને અનેક પ્રકારની બિમારીઓ નોંતરે છે.

૩૧. અમેરિકા સ્થિત યુનિવર્સિટી ઓફ મિનેસોટા (સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ) એ ફિનલેન્ડ, ગ્રીસ, નેધરલેન્ડ, જાપાન, ઈટલી, અમેરિકા તથા યુગોસ્લાવિયાના ૧૨,૦૦૦ લોકોનો અભ્યાસ કરીને ઈંડાના માનવ આરોગ્ય પરના કુપરિણામોનું વર્ણન કર્યું છે. તથ્યોમાં કહેવાયું છે કે સામાન્ય કોલેસ્ટરોલ સ્તર ધરાવતા લોકો માટે પણ ઈંડાનો ખોરાક હિતાવહ નથી.

૩૨. આયોવા યુનિવર્સિટી (અમેરિકા)ના ડૉ. માર્ક આર્મ સ્ટ્રોન્ગ અને તેના સાથીઓએ વાંદરાઓના એક સમુહને ઈંડાના રસથી (એગયોક)થી ભરપુર એવો ખોરાક આપ્યો. પરિણામ સ્વરૃપ તેમની હૃદય-ધમની બંધ પડી ગઈ તથા એથિરોસ્કેલેરોસિસના લક્ષણ દેખાયા. પરંતુ ઉપર્યુક્ત ખોરાક બંધ કરીને અઢાર માસ તેમનું પુનઃનિરીક્ષણ કરતા આશ્ચર્યજનક પરિવર્તન જોવા મળ્યું.

૩૩. કેલિફોર્નિયાની લોમાલિંડા યુનિવર્સિટીએ ૨૪૦૦૦ વ્યક્તિઓ પર પરિક્ષણ કરીને એવું તારણ કાઢ્યું કે શુદ્ધ શાકાહારીઓની સરખામણીએ ઈંડા ખાનાર વ્યક્તિમાં હૃદયરોગથી થનારા મૃત્યનું પ્રમાણ ૧૦ ટકા વધુ હોય છે.

૩૪. માઈક્રોબાયોલોજીના પ્રો. વી. તલવારે એવો અભિપ્રાય આપ્યો છે કે ઇંડા કાચા લેવામાં આવે કે આઈસ્ક્રીમ ઈત્યાદિમાં તે લેનાર વ્યક્તિ ઘણી બિમારીને નોંતરે છે.

૩૫. આહાર વિજ્ઞાાનીઓ સ્પષ્ટપણે જણાવે છે કે પરિવારના બજેટમાં ઇંડાને સ્થાને દૂધને પ્રાથમિકતા આપવી જરૃરી છે. એક તો ઇંડા કરતાં દૂધ સસ્તું પડે છે અને બીજું તેમાં કેલ્શિયમનું પ્રમાણ પણ વધુ હોય છે.

૩૬. ઈંડા, માંસ ઈત્યાદિ ચીજોમાં રહેલા પ્રોટિનને મનુષ્યનું શરીર પચાવી શકતું નથી.યાદ રહે, ઈંડા ખાવાથી નસો કમજોર પડે છે. શરીરમાં લોહીના ભ્રમણની ગતિ મંદ થાય છએ અને હૃદયની સ્વાભાવિક ગતિમાં અવરોધ ઊભો થાય છે.

૩૭. બ્રિટનના ડૉ. રોબર્ટ ગ્રેસે એવી ચેતવણી આપી છે કે ઇંડાના સફેદ ભાગમાં (એગવ્હાઈટ)માં ‘એવિડિન’ હોય છે જેનાથી કોઢ, એક્ઝીમા, લકવા, ચર્મરોગ, ચામડીનું કેન્સર તથા અન્ય એલર્જી પ્રકારની બિમારીઓ થઈ શકે છે.

૩૮. વિશ્વ વિખ્યાત પહેલવાન પ્રો. રામમૂર્તિ સંપૂર્ણ શાકાહારી હતા જેમણે ઇંડા, માંસ, માછલી લેવાવાળા કેટલાયે પ્રચંડ શક્તિશાળી પહેલવાનનો પરાભવ કર્યો હતો. એમનામાં આવી શક્તિ ક્યાંથી આવી? આપણામાં કેટલી શક્તિ છે એ બાબત વાસ્તવમાં આપણી પાચનશક્તિ, આહારની પૌષ્ટિકતા/ગુણવત્તા તથા વ્યાયામ ઈત્યાદિ પર નિર્ભર કરે છે.

૩૯. તુવેર, ચોળા, ચણા, અડદ, મસૂર ઈત્યાદિ દાળોમાં ઈંડાની સરખામણીએ પ્રોટીનનું પ્રમાણ દોઢગણું વધારે હોય છે. મગફળીમાં તો બમણુ પ્રોટીન હોય છે. જો દરરોજ ૧૦૦ ગ્રામ મગફળી ખાવામાં આવે તો સારું એવું પ્રોટીન મળી શકે છે.

૪૦. પોતાની જ વિષ્ટા ખાનારી, પોતાના મૃત બચ્ચાઓનો પાવડર ખાનારી તથા ગંદો/સડેલો/કરેલો આહાર લેનારી મરઘી કઈ રીતે પૌષ્ટિક ઈંડા આપી શકે એ તમારી સમજમાં ઉતરે છે?

૪૧. સાઈકલ ચલાવવામાં વિશ્વ વિક્રમ સ્થાપનાર અમેરિકાના બ્રી એસ્ટેલ તથા બ્રી એરિલ સંપૂર્ણ શાકાહારી છે. તેઓ ઈંડા ખાતા નથી.

૪૨. મુંબઈની હાફકીન ઈન્સ્ટીટયુટે તારણ કાઢ્યું છે કે ઇંડાથી બાળકોને સંખ્યાબંધ રોગ થઈ શકે છે. ઈંડા હાઈપર-એસિડિટીને જન્મ આપતા હોવાનું તેમનું કહેવું છે. આ ઉપરાંત બાળકોનું પાચનતંત્ર એટલું કોમળ હોય છે કે તેઓ ઇંડાને પુરેપુરા પચાવી શકતા નથી. આથી કોઈપણ સંજોગોમાં તેમને ઇંડા અથવા ઈંડા મિશ્રિત પદાર્થો (કેક, આમલેટ, આઈસ્ક્રિમ, બિસ્કિટ ઈત્યાદિ) આપવા જોઈએ નહીં.

૪૩. અમેરિકાના કરાટે એસોસીએશનની વિશ્વ-ચેમ્પિયનશીપ સ્પર્ધા જીતનાર રિજલી એબલે સંપૂર્ણપણે શાકાહારી છે. તેઓ ઈંડા લેતા નથી. આઠ રાષ્ટ્રીય વિક્રમ સ્થાપનાર બ્રી એબેલનું માનવું છે કે ”ઈંડા શક્તિદાયક છે એ માન્યતા કેવળ ભ્રમણા છે.”

સાભાર: ગુજરાત સમાચાર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!
30 દિવસનો ખાસ ઉપાય, હાઈટ નાની હોય કે વધતી ન હોય તો અજમાવો લો.
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!

નેપાળ: અબોલ જીવોના બલિનો વિશ્વના સૌથી મોટા ક્રૂર તહેવાર વિરૂધ્ધ અવાજ ઉગ્ર બનાવીયે.
આ વાંચ્યા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ
INCREDIBLE PHOTOS: HOW A CHILD IS BORN…!!! AFTER SEEING THIS YOU MUST HATE ABORTION AS A HUMAN BEING.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s