જાણો…તમારી અંદર છુપાયેલી આ વાતોથી જાતે જ પારખો, તમે કેવા વ્યક્તિ છો?

personality

આ દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે, એક જે સમજ્યાં-વિચાર્યા વિના કોઈ પણ વાત કરી લે છે, જે ખૂબ બોલે છે, પોતાની કોઈ પણ વાત દિલમાં નથી રાખી શકતા. આ લોકો કંઈક એવા હોય છે જેમને હરવું-ફરવું તો ખૂબ પસંદ હોય છે સાથે જ નવા લોકોને મળવું, મિત્રો બનાવવા પણ તેમને ખૂબ પસંદ હોય છે. અને બીજા પ્રકારના લોકો એ હોય છે જે તેનાથી બિલ્કુલ વિપરીત, ઓછું બોલવાવાળા અને બીજા સાથે ખૂબ જ ઓછા સંબંધ રાખવાવાળા હોય છે. આ લોકો પોતાની વાતો અને વિચારો માત્ર પોતાના સુધી જ મર્યાદિત રાખવું પસંદ કરે છે, તેમને વધુ હળવું-મળવું પસંદ નથી હોતું. આવા લોકોને તમે અંતર્મુખી કહી શકો છો.

તમારી જન્મતારીખ બતાવે છે કયો મહિનો છે તમારા સ્વાસ્થ્ય ઉપર ભારે? ઉપાયો કરો

શ્રેણી:

અમુક લોકો એ નથી સમજી શકતા કે તેઓ ઓછું બોલવા અને ઓછા સંબંધ રાખવાવાળા લોકોની શ્રેણીમાં આવે છે કે પછી તે લોકોની શ્રેણીમાં જે બોલ્યાં વિના રહી નથી શકતા. ચાલો આજે જાણીએ તમારી આ સમસ્યા વિશે…

ભીડવાળી જગ્યા જોઈને તમારું રિએક્શન:

અંતર્મુખી અથવા ઇંટ્રોવર્ટ પ્રકારના લોકો જે વધુ બોલવું પસંદ નથી કરતા તેમના માટે ભીડવાળી જગ્યા કોઈ ડરામણાં સપના કરતા ઓછી નથી. કોઈ પણ પ્રકારના સાર્વજનિક કાર્યક્રમ, મેળા અથવા પછી કોઈ એવું સ્થાન જ્યાં જનમેદની ભેગી થઈ હોય, ત્યાં અંતર્મુખી લોકો ખૂબ સહજ મહેસુસ નથી કરી શકતા.

1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?

નવા લોકોને મળવા પર રિએક્શન:

જ્યાં એક તરફ એક્સ્ટ્રોવર્ટ અથવા બાહ્યમુખી વ્યક્તિ નવા લોકોને મળવા, પાર્ટીમાં જવા માટે કાયમ એક્સાઇટેડ રહે છે તો અંતર્મુખી લોકોને આ બધુ ખૂબ અઘરૂ કામ લાગે છે. આ લોકોને લાગે છે કે નવા લોકો સાથે હળવું-મળવું તેમની શારીરિક ઉર્જાનો ક્ષય છે. તેમને નવા લોકો સાથે વાત કરવી પણ કઠિન લાગે છે.

તમે સારા વક્તા છો પણ…

તમે સ્પીચ અથવા ભાષણ તો સારી રીતે આપી શકો છો, પરંતુ તેના પછી લોકોના પ્રશ્નોના જવાબ આપવા પરેશાન કરે છે. તમે કોઈ લગ્ન-પ્રસંગમાં જઈને સરખી રીતે મળી શકો છો, પરંતુ તેમની સાથે વાતો કરવી તમારા વશની વાત નથી.

આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!

તમને બાહ્યમુખી મિત્રો બનાવવા પસંદ છે:

વિજ્ઞાનનો એક સિદ્ધાંત છે, વિરોધી વસ્તુઓ એક-બીજાના પ્રત્યે આકર્ષિત થાય છે. જો તમને બાહ્યમુખી મિત્રોની સાથે રહેવું પસંદ છે તો આ એ વાતનું સૂચક છે કે તમે સ્વયં અંતર્મુખી છો એટલે તમને બાહ્યમુખી મિત્રો સાથે રહેવું ખૂબ સારું લાગે છે.

ઈન્ટરવ્યૂ આપવું તમને જરાય પસંદ નથી:

ઈન્ટરવ્યૂ દરમિયાન પણ તમને લોકો સાથે વાતો કરવી પડે છે, ઈન્ટરવ્યૂ લેવાવાળી વ્યક્તિને તમારી વાતો સમજાવવી પડે છે અને એ તમારા માટે કઈ રીતે શક્ય હોઈ શકે છે.

જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!

એક સમર્પિત મિત્ર:

અંતર્મુખી લોકો સારા અને વિશ્વાસપાત્ર મિત્ર સાબિત થાય છે. આ લોકો ઓછું બોલે છે એટલે તેઓ આજુબાજુની વાતો નથી કરી શકતા. લોકો તેમની ઉપર વિશ્વાસ કરી લે છે.

ખાલી બેસવું પસંદ છે:

ઇંટ્રોવર્ટ લોકોને ખાલી બેસવું, કંઈ ન કરવું ખૂબ પસંદ હોય છે. તેમના ફંડા માત્ર એ જ છે કે જે રીતે તેઓ જીવવા ઈચ્છે છે તેમને એવી રીતે જ જીવવા દો.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ

મેસેજ કરવામાં મોડું:

કોઈએ તમને મેસેજ કર્યો પરંતુ તમે એટલા આળસું છો કે તેનો રિપ્લાઈ કરવા માટે મુહૂર્તની રાહ જોઈ રહ્યા છો. આવું એટલા માટે કારણ કે તમને સંવાદ વધારવા પસંદ નથી કરતા. તમને બોલવામાં જ નહીં મેસેજ પર વાત કરવામાં પણ પ્રોબ્લેમ હોય છે.

તમે જલ્દી વિશ્વાસ નથી કરતા:

અંતર્મુખી લોકોની આ કમી કહી લો અથવા વિશેષતા, પરંતુ તેમના માટે કોઈ પર વિશ્વાસ કરવો અઘરી વાત છે. આ લોકો જલ્દી કોઈને ન તો પોતાના બનાવે છે અને ન તો કોઈ પર આંખ મીચીને જલ્દી વિશ્વાસ કરે છે.

હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ

લખવાની આદત:

આ લોકો જે વધુ નથી બોલતા તેમનામાં લખવાની આદત ખૂબ વધુ હોય છે. ડાયરી એન્ટ્રી કરવી, પોતાના આખા દિવસનો હિસાબ લખવો તેમની રોજિંદી જીવનશૈલીમાં શામેલ છે કારણ કે તેમને લોકો સાથે વાત કરવી અથવા તેમને પોતાની વાત કહેવી પસંદ નથી હોતી.

વિનમ્રતાની મૂરત:

જલ્દી અથવા વધુ ન હળવા-મળવાવાળા વ્યક્તિને લોકો જિદ્દી સમજી બેસે છે, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે આવા લોકો ખૂબ નમ્ર અને સોફ્ટ હોય છે.

જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

પ્લાન બનાવવા:

વધુ બોલવાવાળા લોકો પોતાની બધી વાત બીજાને બતાવે છે અને સાથે જ બીજાના હસ્તક્ષેપને લીધે પ્લાન બનાવે અને બગાડે છે. પરંતુ અંતર્મુખી લોકો પોતાની વાત કોઈને નથી કહેતા, જ્યાં સુધી વસ્તુ ફાઇનલ ન થઈ જાય ત્યાં સુધી આ લોકો કોઈને કંઈ નથી બતાવતા, ત્યારે જ તેમના બધા પ્લાન કાયમ પૂરા થાય છે.

પોતાની પસંદ ખબર છે:

બાહ્યમુખી લોકોને બધી વસ્તુઓમાં રસપ્રદ હોય છે એટલે તેમને આ દુવિધા કાયમ રહે છે કે તેમની પસંદ અને નાપસંદ વાસ્તવમાં છે કઈ. પરંતુ તમારા કેસમાં એવું નથી, તમે એ ખૂબ સારી રીતે જાણો છો કે તમે કઈ વસ્તુઓ પસંદ કરો છો અને કંઈ જરાય નહીં.

कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

સંતુલિત જીવન:

તમને વધુ ઘોંઘાટ, હળવું-મળવું પસંદ નથી. તમારી જીવનશૈલી ખૂબ બેલેંસ્ડ છે. તમે તમારી દુનિયામાં જ મસ્ત છો અને તમને તેમાં જ મજા આવે છે.

વધુ બોલવું:

જે લોકોને વધુ બોલવાની આદત હોય છે, તેઓ બોલતા-બોલતા પોતાના દિલના રાજ પણ કહી જાય છે. સમજ્યાં-વિચાર્યા વિના બોલવાને લીધે આ લોકો કેટલીય વખત એવી વાતો પણ બોલી જાય છે જે કોઈ અન્યને પરેશાન કરી શકે છે.

પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!

સ્વભાવ:

જોકે કેટલીય વખત અંતર્મુખી લોકોને પણ ખોટાં જજ કરી લેવામાં આવે છે, જેના લીધે તેમને જિદ્દી અથવા અહંકારી માની લેવામાં આવે છે, પરંતુ જે રીતે બાહ્યમુખી લોકોને બોલવું-ચાલવું પસંદ છે, એવી જ રીતે અંતર્મુખી લોકોને ઓછું બોલવું અને વધુ હળવું-મળવું પસંદ નથી આવતું. માત્ર સ્વભાવની વાત છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!
જૂન મહિનામાં જન્મ્યાં હો તો આવું જ હશે છે તમારું વ્યક્તિત્વ +ગુપ્ત વાતો!
1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?
આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!
જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s