તમે જાતે જાણો…શનિદેવ તમારા માટે શુભ છે કે અશુભ? આવી ઘટનાઓથી જાતે જ જાણો!

shanidev34

કોઈ પણ વ્યક્તિને શનિના અશુભ પ્રભાવને જાણવાની લાલચ હોય છે. પરંતુ સમયના અભાવે અને જ્યોતિષની જાણકારી ન હોવાથી તેઓ પોતાની જિજ્ઞાસા શાંત નથી કરી શકતા. આજે અમે તમને કેટલાક એવા લક્ષણો વિશેની વાત કરીએ છીએ જેનાથી તમને જાણ થશે કે શનિ તમારા માટે અશુભ ફળ આપી રહ્યો છે કે નહીં. અહીં કેટલીક ઘટનાઓ બતાવવામાં આવી છે, જ્યારે જ્યારે તમારા જીવનમાં આવી ઘટનાઓ ઘટે તો સમજવું કે શનિ મહારાજ તમારા પક્ષમાં નથી અને તેનો પ્રકોપ તમારા જીવન પર વધી રહ્યો છે. આ બધી જ ઘટનાઓ બનતી હોય તો સમજવું કે શનિ તમારી માટે અશુભ છે અને તેની માટે શનિવારે કે શનિના શુભ દિવસો(શનિશ્ચરી અમાસ, શનિ જયંતિ)માં શનિને લગતા ઉપાય કરી શકો છો.

– લગ્ન થતાં જ સાસરે આર્થિક હાનિ થાય.

– તમે જે મકાનનું નિર્માણ કરાવી રહ્યા છો ત્યાં કોઈ અશુભ ઘટના થાય બને.

– જ્યારે તમારું મન કોઈ ખરાબ કૃત્ય કરે , કોઈ કુસંગતિ કરે ધન અને શરીરનો નાશ થાય.

– કોઈ કાર્ય ન કરવાની ઈચ્છા થાય.

– કોઈ વ્યક્તિના ચહેરા પર હંમેશા થાક લાગે, તણાવ અને ખોટી દાઢી જોવા મળે.

– શનિ વિપરીત હોવાથી આંખો નબળી રહે છે અને કમર દર્દ કે કમર ઝુકી જાય છે.

– અભ્યાસમાં મન નથી લાગતું અને આ ક્ષેત્રમાં કોઈ ઉપલબ્ધિ પણ પ્રાપ્ત નથી થતી.

– જ્યારે યુવાનીમાં જ વૃદ્ધત્વ આવી જાય.

– તમે શનિ સંબંધી વ્યવસાય કરો છો અને તમને સતત હાનિ થઈ રહી છે તો શનિ અશુભ ફળ આપે.

– જૂતા ચંપલનું વારંવાર તૂટી જવું, ખોવાઈ જવું કે વિપક્ષમાં હોવાની સૂચના આપવી.

– જો કોઈ ભેંસ ખરીદે તો કેટલાક દિવસમાં તેની મૃત્યુ થઈ જવું.

– તમારા વાળ વધુ ઉતરી રહ્યા હોય કે વાળ સંબંધી કોઈ બિમારી તમને થાય.

– શનિ ગરીબ વર્ગનો પ્રતિનીધી છે. તે ગરીબ વર્ગથી કોઈ હાનિ થાય કે વધારે ઝઘડો થાય.

– તમારી ટ્રાન્સફર કોઈ એક એવી જગ્યાએ થાય જ્યાં જવું તમને બિલકુલ પસંદ ના હોય અને અચાનક નોકરી છુટી જાય.

– કાર્યસ્થળ પર ચોરીનો આરોપ લાગવો. તમારા વિરુદ્ધ તપાસ થવી. કોઈ દંડ કે સજા મળવી.

– કોઈ દુર્ઘટનામાં કોઈ હાડકું તૂટી જાય

– ઘરમાં કંકાસ થાય.

– મિત્રો અને સંબંધીઓ સાથે વિવાદ થાય.

– ચારે તરફ ખોટી વાતો ફેલાય.

હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!

એવી માન્યતા છે કે શનિ હંમેશા ખરાબ ફળ જ આપે છે. જેની રાશિમાં શનિની સાડાસાતી ચાલતી હોય તેણે અનેક કષ્ટો સહન કરવા પડે છે. ત્યારે શનિના દુષ્પ્રભાવને ઓછો કરવા માટે નીચેના ઉપાયો કરવા. આ ઉપાયોનો અમલ કરવાથી આપને નિશ્વિતપણે રાહત મળશે.

– દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ અવશ્ય કરવા. યથાશક્તિ હનુમાનજીની પૂજા કરવી.

– હનુમાનજીને તલનું તેલ, સિંદૂર, અડદની દાળ અને આંકડા કે ધંતૂરાના ફૂલોની માળા ચડાવવી.

– ગરીબોને શનિ સંબંધિત વસ્તુઓનું દાન કરવું.

– શનિનો ખરાબ પ્રભાવ ચાલતો હોય તે સમયે પોતાની આસપાસ નીલા રંગનો ઉપયોગ ન કરવો.

– દાનમાં ક્યારેય શનિ સંબંધિત વસ્તુઓ ગ્રહણ ન કરવી.

– દર શનિવારે શ્વાનને તેલ ચોપડેલી રોટલીખવડાવવી.

– નદીમાં કાળા અડદ પધરાવવા.

– ભોજનમાં અડદની દાળનો પ્રયોગ વધારે કરવો.

– જો શક્ય હોય તો લોખંડના વાસણોમાં ભોજન કરવું. આમ કરવાથી ઝડપથી શનિના દુષ્પ્રભાવમાંથી રાહત મળશે.

– પીપળાના વૃક્ષને દરરોજ જળ ચડાવવું અને દર શનિવારે પીપળાની ઓછામાં ઓછી 21 પરિક્રમા કરવી.

– નારિયેળના તેલમાં કપૂર ભેળવીને દરરોજ માથામાં લગાવવું.

– કાળા તલ, કાળા અડદનું દાન કરવું.

રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!

શનિદેવનો પ્રભાવ તમારી ઉપર કેવો છે? જાણીને કરો બચવાના ઉપાયો

જ્યોતિષશાસ્ત્રમાં શનિનું એક આગવું સ્થાન છે. શનિનું નામ પડતા જ લોકો ડરતા હોય છે. કુંડળીમાં શનિ શુભ હોય તો જાતકોને રાજા બનાવી દે છે અને અશુભ સ્થાને હોય તો રાજાને પણ રંક બનાવી દે છે. આવા શનિ વિશેની તમામ વાતો જાણો તથા કુંડળીમાં શનિ કેવા ફળ પ્રદાન કરે છે?

જ્યોતિષશાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે કે શનિ વૃદ્ધ, તીક્ષ્ણ, આળસુ, વાયુ પ્રધાન, નપુંસક, તમોગુણી અને પુરુષ પ્રધાન ગ્રહ છે. શનિદેવનું વાહન ગીધ છે. શનિવાર તેમને દિવસ છે. સ્વાદ કષાય(સ્વાદનો એક પ્રકાર) તથા પ્રિય વસ્તુ લોખંડ છે. શનિ રાજદૂત, સેવક, પગનું દર્દ અને કાયદો અને શિલ્પ, દર્શન, તંત્ર, મંત્ર અને યંત્ર વિદ્યાઓના કારક છે. ખારી જમીન તેમનું નિવાસ સ્થાન છે. તેમને રંગ કાળો છે. તેઓ જાતકના સ્નાયુ તંત્રને પ્રભાવિત કરે છે. તેઓ મકર અને કુંભ રાશિઓના સ્વામી છે તથા મૃત્યુના દેવતા છે. તેઓ બ્રહ્મ જ્ઞાનના પણ કારક છે.

જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!

એટલા માટે શનિ પ્રદાન લોકો સન્યાસ ગ્રહણ કરી લેતા હોય છે. શનિ સૂર્યનો પુત્ર છે. તેમની માતા છાયા તથા મિત્ર રાહુ અને બુધ છે. શનિના દોષને રાહુ અને બુધ દૂર કરે છે. શનિ દંડાધિકારી પણ છે. આ કારણે જ તેઓ સાડાસાતીના વિભિન્ન ચરણોમાં જાતકોને કર્મ પ્રમાણે ફળ આપી તેમની ઉન્નતિ અને સમૃદ્ધિનો માર્ગ બનાવે છે. ખેડૂત, મજૂર અને કાયદા વિભાગ ઉપર શનિનો અધિકાર હોય છે. જ્યારે ગોચરમાં શનિ બળવાન હોય તો તેનાથી સંબંધિત લોકોની ઉન્નતિ થાય છે.

વિવિધ ભાવોમાં શનિ કેવું ફળ પ્રદાન કરે છેઃ-

-કુંડળીના વિભિન્ન ભાવોમાં શનિની સ્થિતિના શુભાશુભ ફળ- શનિ 3, 6,10, કે 11 મા ભાવમાં શુભ પ્રભાવ પ્રદાન કરે છે.

-પ્રથમ, બીજા, પાંચમા અને સાતમા ભાવમાં હોય તો દુઃખદાયી (પીડાદાયી) કે અરિષ્ટકર હોય છે.

-ચોથા, આઠમા, બારમા ભાવમાં હોય તો પ્રબળ પીડાદાયી હોય છે.

-જો જાતકનો જન્મ શુક્લ પક્ષની રાત્રીમાં થયો હોય અને તે સમયે શનિ વક્રી થઈ રહ્યો હોય તો શનિભાવ બળવાન થવાના કારણે શુભ ફળ પ્રદાન કરે છે.

-શનિ સૂર્યની સાથે 15 અંશની અંદર રહે તો વધુ બળવાન હોય છે. જાતકને 36 તથા 42 વર્ષની ઉંમરમાં અતિ બળવાન થઈ શુભ ફળ પ્રદાન કરે છે. આ અવધિ દરમિયાન શનિની મહાદશા તથા અંતર્દશા કલ્યાણકારી હોય છે.

-શનિ નિમ્મવર્ગીય લોકોને લાભ આપનાર અને તેમની ઉન્નતિનો કારણ છે. શનિ હસ્તકલા, દાસકર્મ, લોહકર્મ, પ્લાસ્ટિક ઉદ્યોગ, રબર ઉદ્યોગ, ઉન ઉદ્યોગ, સાદડી ઉદ્યોગ, વસ્ત્ર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, ચિકિત્સા, પુસ્તકાલય, બુક બાઈન્ડિંગ, શસ્ત્ર નિર્માણ, કાગળ ઉદ્યોગ, પશુપાલન, ભવન નિર્માણ, વિજ્ઞાન, શિકાર વૃત્તિઓ વગેરે સાથે જોડાયેલ લોકોની મદદ કરવાનું છે. તેઓ કારીગર, કુલીઓ, ટપાલી, જેલ અધિકારી, વાહન ચાલકો વગેરેને લાભ પહોંચાડે છે તથા વન્ય જંતુઓનું રક્ષણ કરે છે.

જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!

વિવિધ ભાવોમાં શનિ કેવું ફળ પ્રદાન કરે છેઃ-

-શનિ દ્વારા અન્ય લાભ શનિ અને બુધની યુતિ જાતકને સંશોધક બનાવે છે. ચતુર્થેશ શનિ બળવાન થઈને જાતકને જમીનનો પૂર્ણ લાભ મળે છે. લગ્નેશ તથા અષ્ઠમેશ શનિ બળવાન થઈ જાતકને દીર્ધાયુ પ્રદાન કરે છે.

-તુલા, ધન તથા મીનનો શનિ લગ્નમાં હોય તો જાતક ધનવાન હોય છે.

-વૃષભ તથા તુલા લગ્નવાળાને શનિ સદાય શુભ ફળ પ્રદાન કરે છે.

-વૃષભ લગ્ન માટે એકલો શનિ રાજયોગ પ્રદાન કરે છે.

-કન્યા લગ્નના જાતકને અષ્ટમસ્થ શનિ પ્રચુર માત્રામાં ધન પ્રદાન કરે છે તથા વક્રી થાય તો અપાર સંપત્તિનો સ્વામી બનાવે છે. શનિ જો તુલા, મકર, કુંભ કે મીન રાશિનો હોય તો જાતકને માન-સન્માન, ઉચ્ચ પદ તથા ધનની પ્રાપ્તિ થાય છે.

-શનિ દ્વારા યશ યોગ- શનિ લગ્નથી કેન્દ્રમાં તુલા, મકર કે કુંભ રાશિમાં સ્થિત હોય તો યશ યોગ બનાવે છે. આ યોગમાં વ્યક્તિ ગરીબ ઘરમાં જન્મ લઈને પણ મહાન થઈ જાય છે. આ યોગ મેષ, વૃષભ, કર્ક, સિંહ, તુલા વૃશ્ચિક, મકર તથા કુંભ લગ્નમાં બનાવે છે.

ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!

વિભિન્ન લગ્નોમાં શનિની સ્થિતના શુભાશુભ ફળઃ-

મેષઃ- આ લગ્નમાં શનિ કર્મેશ તથા લાભેશ હોય છે. આ લગ્નવાળા માટે તે નૈસર્ગિક રીતે અશુભ છે, પરંતુ આર્થિક મામલાઓણાં લાભદાયક હોય છે.

વૃષભઃ-આ લગ્નમાં કેન્દ્ર શનિ તથા ત્રિકોણનો સ્વામી હોય છે. તેની આ સ્થિતિના ફળસ્વરૂપ જાતકને રાજયોગ તથા સંપત્તિની પ્રાપ્તિ થાય છે.

મિથુનઃ- આ લગ્નમાં જો શનિ અષ્ટમેષ તથા નવમેશ હોય છે. તે જાતકને દીર્ધાયુ બનાવે છે.

કર્કઃ- આ લગ્નમાં શનિ અતિ અકારક હોય છે.

સિંહઃ-આ લગ્નમાં તે ષષ્ઠ તથા સાતમા ઘરનો સ્વામી હોય છે. આ સ્થિતિમાં તે રોગ તથા કર્જ આપે છે તથા ધનનો નાશ કરે છે.

કન્યાઃ- આ લગ્નમાં શનિ પંચમ તથા ષષ્ઠ સ્થાનનો સ્વામી થઈને સામાન્ય ફળ પ્રદાન કરે છે. જો આ લગ્નમાં અષ્ટમ સ્થાનમાં નીચ રાશિનો હોય તો વ્યક્તિને કરોડપતિ બનાવી દે છે.

સુવર્ણ અવસર: અષાઢી ગુપ્તનવરાત્રિ ઉપર કરો, ઘટસ્થાપન તથા રાશિ મુજબ કરો દેવીની પૂજા..!!

વિભિન્ન લગ્નોમાં શનિની સ્થિતના શુભાશુભ ફળઃ-

તુલાઃ-આ લગ્ન માટે શનિ ચતુર્થેશ તથા પંચમેશ હોય છે. તે અત્યંત યોગકારક હોય છે.

વૃશ્ચિકઃ-આ લગ્નમાં શનિ તૃતીયેશ તથા ચતુર્થેસ થઈને અકારક થાય છે, પરંતુ ખરાબ ફળ પ્રાપ્ત નથી થતું.

ધનઃ- આ લગ્ન માટે શનિ નિર્મલ થઈને ધનદાયક બને છે, પરંતુ અશુભ ફળ પ્રદાન નથી કરતો.

મકરઃ- આ લગ્ન માટે શનિ અતિ શુભ હોય છે.

કુંભઃ- આ લગ્ન માટે તે અતિ શુભ હોય છે.

મીનઃ- શનિ મીન રાશિવાળાને ધન પ્રદાન કરે છે, પરંતુ સ્વાસ્થ માટે નુકસાનકારક હોય છે.

જાણો..કામ લાગશે…સુખ અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા પૂરી કરવા ક્યા ભગવાનની કરશો પૂજા?

ભાવ પ્રમાણે શનિનું ફળઃ-

-પ્રથમ ભાવમાં શનિ તાંત્રિક બનાવે છે, પરંતુ શારીરિક કષ્ટ આપે છે અને પત્ની સાથે મતભેદ કરાવે છે.

-બીજા ભાવમાં શનિ સંપત્તિ પ્રદાન કરે છે, પરંતુ લાભના સ્ત્રોતને ઓછા કરી દે છે તથા વૈરાગ્ય પણ પ્રદાન કરે છે.

-ત્રીજા ભાવમાં શનિ પરાક્રમ તથા પુરુષાર્થ પ્રદાન કરે છે. દુશ્મનોનો ભય ઓછો કરે છે.

-ચોથા ભાવમાં શનિ હૃદયરોગનો કારક હોય છે, હીન ભાવનાથી યુક્ત બનાવે છે અને જીવન નિરસ બનાવે છે.

-પાંચમા ભાવમાં શનિ રોગી સંતાન પ્રદાન કરે છે અને દેવાદાર બનાવે છે.

-છઠ્ઠા ભાવમાં શનિ હોય તો ચોર, દુશ્મન કે સરકાર જાતકને કોઈ નુકસાન નથી કરી શકતા. તેને પશુ-પક્ષીથી ધન પ્રાપ્ત થાય છે.

ગુરૂવારથી શરૂ કરો આ ઉપાય, પરિવારમાં પૈસાની તંગી ને પતિ-પત્નીના ઝગડા થશે દૂર…!!

ભાવ પ્રમાણે શનિનું ફળઃ-

-સાતમા ભાવમાં સ્થિત શનિ જાતકને અસ્થિર સ્વભાવનો અને વ્યભિચારી બનાવે છે. તેની સ્ત્રી ઝઘડાળું હોય છે.

-આઠમા ભાવમાં રહેલા શનિ ધનનો નાશ કરે છે. તેની સ્થિતિને કારણે ઘાવ, ભૂખ કે તાવથી જાતકનું મૃત્યુ થાય છે. દુર્ઘટનાઓની શંકા રહે છે.

-નવમા ભાવમાં શનિ હોય તો જાતકને સંન્યાસ તરફ પ્રેરિત કરે છે. તેને બીજાને કષ્ટ આપવામાં આનંદ મળે છે. 36 વર્ષની ઉંમરમાં તેનો ભાગ્યોદય થાય છે.

-દશમા સ્થાનનો શનિ જાતકને ઉન્નતિના શિખરે પહોંચાડે છે. સાથે જ સ્થાયી સંપત્તિ પણ પ્રદાન કરે છે.

-અગિયારમાં ભાવમાં રહેલો શનિ જાતકને ગેરકાયદેસરના કામથી ધન પ્રાપ્ત કરે છે. તેમના પુત્ર સાથે અણબનાવ રહે છે.

-બારમા ભાવમાં શનિ પોતાની દશા-અંતર્દશામાં જાતકને કરોડપતિ બનાવીને દેવાદાર બનાવી દે છે.

જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!

શનિ દોષ નિવારણના સરળ ઉપાયઃ-

શનિવારે સૂર્યોદય પહેલા સ્નાન વગેરેથી નિવૃત્ત થઈ ગોળથી મિશ્રિત જળ પીપળાના ઝાડની જડમાં ચઢાવી દો તથા સાંજે તલના તેલનો દીવો પીપળાની નીચે પ્રગટાવો.

-જો જાતકને ખૂબ જ કષ્ટ આપી રહ્યો હોય, તો તેને શનિવારે ભોજનમાં મીઠું ન લેવું જોઈએ અને આચરણ પવિત્ર રાખવું જોઈએ. ઘરમાં દશરથ કૃત શનિ સ્ત્રોતનો પાઠ શ્રદ્ધાપૂર્વક કરવો.

-જ્યાં સુધી શનિની મહાદશા અંતર્દશા, સાડાસાતી અથવા ઢૈય્યાનો પ્રકોપ હોય, ત્યાં સુધી માંસ, માછલી કે દારુ વગેરેનું સેવન ન કરવું.

-કાગડા અને કાળા કૂતરાને દરરોજ એકવાર ભોજન આપો.

-કાળા ઘોડાની નાળની અંગુઠી તમારા ડાબા હાથની વચલી આંગળીમાં શનિવારે ધારણ કરો.

-યથાશક્તિ કાળા અડદ, કાળા તલ, કળથી, લોખંડ, કાળા કપડાં, ચપ્પલ અને છત્રીનું દક્ષિણા સહિત દાન કરો.

-શનિવારે બ્રહ્મચર્યનું પાલન કરો.

જાણો..કામ લાગશે…સુખી, સફળ, ધનવાન બનાવતા ઉપાયો…!!!

સાભાર: દિવ્ય ભાસ્કર.

શનિદેવની સાડાસાતી અને તેના ઉપાય

કર્ક, સિંહ અને કન્યા રાશિ ધરાવતા લોકો શનિની સાડાસાતીની ઝપેટમાં આવશે. જેના પ્રભાવથી આ રાશિના વ્યક્તિઓેને જુદા-જુદા પ્રકારની મુશ્કેલીઓ, અડચણો, વિઘ્ન અને શારીરિક કષ્ટ ભોગવવાં પડે. સાડાસાતી અને શનિ દશાના કારણે દુઃખ ભોગવી રહેલા લોકોને શનિદેવની પ્રસન્નતા માટે નીચે આપેલા ઉપાય કરવા જોઈએ.

યંત્ર : ઓમ શંઓમ શંઓમ શંઓમ શંઓમ શંઓમ શં૧૨૭૧૪ઓમ શંઓમ શં૧૩૧૧૯ઓમ શંઓમ શં૮૧૫૧૦ઓમ શંઓમ શંઓમ શંઓમ શંઓમ શંઓમ શં

ઉપરનો પ્રભાવશાળી મંત્ર ચાંદી કે લોખંડના પત્ર ઉપર અંકિત કરાવી લો. શનિવારથી રોજ ચંદન, અગરબત્તીથી પૂજા કરો. ઉપરાંત ઉપરના મંત્રોમાંથી કોઈ એક મંત્રનો જાપ કરો. કોઈ મીઠાઈ કે ગળી વસ્તુ શનિદેવને પ્રસાદ તરીકે ધરાવો. દરેક શનિવારે હનુમાનજીના મંદિરમાં જઈને હનુમાનજીની પૂજા કરો અને ઓમ હં હનુમતે નમઃ નો જાપ કરો. ત્યારપછી પીપળાના વૃક્ષને જળ પિવડાવો અને તેલનો દીવો કરો.

ભગવાન વિષ્ણુના કૂર્માવતારનો ફોટો લો. તેને તમારા ઘરમાં આવેલા પૂજા સ્થાનમાં લાલ કપડાની ઉપર રાખીને ધૂપ – ચંદન – અગરબત્તીથી પૂજા કરી પ્રસાદ ધરાવો અને નીચે આપેલા મંત્રનો બની શકે તેટલી વાર જપ કરો.

લોખંડની કેટલીક વાડકીઓ ખરીદો. દર શનિવારે તેમાં તેલ નાંખીને તમારો ચહેરો જોઈને તેમાં એક સિક્કો નાંખીને મંદિરમાં રાખી લો. જો થઈ શકે તો નાની – નાની માછલીઓ (જીવીત) ખરીદીને બોટલમાં રાખો. તેમાં માછલીઓને ખાવા માટે લોટની ગોળીઓ નાંખી વહેતા જળ કે નદીમાં તેને વહાવી દો. કાચા સૂતરથી તમારા અંગૂઠાથી માથા સુધી માપીને પીપળાના ઝાડને સાત વાર બાંધી દો. તેના પછી ઓમ વિષ્ણવે નમઃ બોલતાં બોલતાં ઝાડની પ્રદક્ષિણા કરો. શ્રી બટુક ભૈરવના મંદિરે જઈને થોડી મદિરા બટુક ભૈરવજીને અર્પણ કરો અને નીચે આપેલો મંત્ર જેટલી વાર બની શકે તેટલી વાર બોલો. ઓમ હ્રીં બટુકાય આપદ ઉદ્ધારણાય કુરુ કુરુ બટુકાય હ્રીં

સાભાર: સંદેશ.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય

દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s